________________
અધ્યાય-૫ : સૂત્ર-૪૨
૫૭૯ સ્વનો ભાવ એટલે સ્વભાવ. સ્વ એ જ તત્ત્વ એટલે સ્વતત્ત્વ. એ જ પરિણામી દ્રવ્યનો પરિણામ છે. માટે પરિણામનું આ જ લક્ષણ નિર્દોષ છે.
- અવતરણિકા - તે પરિણામ બે પ્રકારે છે' આ વાક્ય દ્વારા ભાષ્યકાર સૂત્ર-૪૨નો સંબંધ કહે છે. જે અનંતર સૂત્રમાં કહ્યો તે જ પરિણામ યથાર્થપણાની ઉપલબ્ધિનું નિમિત્ત છે તેથી “જેના બે પ્રકાર હોય તે’ દ્વિવિધ એટલે તે પરિણામ બે પ્રકારે છે. તો તે બે પ્રકાર કયા છે?
નાવિવાહિમાંશ છે -૪૨ .
સૂત્રાર્થ - પરિણામ અનાદિ અને આદિમાન્ (નવો બનતો) એ બે પ્રકારે છે. ટીકા :- અનાદિ એટલે શું ?
અવિદ્યમાન જેની આદિ હોય તે અનાદિ કહેવાય છે. જેની શરૂઆત ન હોય તે. જે પરિણામનો આરંભ પ્રથમ ન હોય તે અનાદિ પરિણામ છે.
આદિમાન એટલે શું?
પહેલા હોય નહીં ને પછી હોય તે આદિ છે. તે આદિવાળો હોય તે આદિમાનું કહેવાય. પ્રથમ આરંભની પ્રવૃત્તિ હોય તે આદિમાનું એટલે આદિ પરિણામ છે.
સૂત્રમાં જે “ર શબ્દ છે તે પરિણામ એ જ પ્રકારનો છે એના ઉપસંહાર માટે છે અથવા એનો અર્થ સમુચ્ચય છે.
હવે કોઈ પ્રશ્ન કરે છે કે –
પ્રશ્ન :- આ અનાદિ પરિણામ ક્યાં છે? કોનામાં છે? અને આદિમાનું પરિણામ ક્યાં છે? અર્થાત્ કોનામાં છે?
આ પ્રશ્નના જવાબરૂપે વિભાગથી સૂત્રકાર ભાષ્ય દ્વારા નિરૂપે છે.
ભાષ્ય :-- તેમાં (બમાં) અનાદિ પરિણામ અરૂપી એવા ધર્મ, અધર્મ, આકાશ અને જીવમાં છે.
ટીકા - તેમાં અનાદિ અને દિમાન આ બે પરિણામમાં અનાદિ પરિણામ અરૂપી ધર્મ, અધર્મ, આકાશ અને જીવોમાં હોય છે. “હોય છે' આ અર્થનું ક્રિયાપદ ભાષ્યકારે મૂક્યું નથી તેથી ભવતિ' એ ક્રિયાપદ અધ્યાહાર સમજી લેવું.
ભાષ્યમાં જે સૂત શબ્દ છે તે “અલ્યુચ્ચય' (ઉમેરવાના) અર્થમાં છે. તેથી અહીં કાળદ્રવ્યનો ઉમેરો કરવો તે કેવી રીતે છે તે ખુદ ટીકાકાર બતાવે છે કે અને કાળદ્રવ્યમાં અનાદિ પરિણામ છે.