________________
૫૮૨
તત્ત્વાર્થ સૂત્ર અથવા હું શબ્દ સમુચ્ચય અર્થમાં છે. એટલે સમુચ્ચય લઈએ તો આ રીતે અર્થ થાય કે રૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ છે અને શબ્દથી અનાદિ પરિણામ પણ છે.
આ પ્રમાણે જો રૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ પણ છે તો અરૂપી દ્રવ્યોમાં પણ આદિમાન પરિણામ પણ રહો.
જીવોમાં યોગ અને ઉપયોગરૂપ આદિમાન પરિણામ કહેવાશે તે છે જ. ધર્માદિ દ્રવ્યોમાં પણ આત્માની જેમ આદિમાન પરિણામ છે જ. જે સત્ છે તેનું કોણ નિવારણ કરી શકે? અર્થાત જે પદાર્થ છે તેનું કોઈ પણ નિરાકરણ કરી શકતો નથી.
જેમ સ્વયં ગમન કરવાની ઇચ્છાથી ગમન કરવામાં પરિણત થયેલ ગમન કરનારને હમણાં ધર્મદ્રવ્ય ઉપગ્રાહક થાય છે, મદદગાર બને છે. આમાં ધર્મમાં જે ઉપગ્રાહકત્વ છે તે ધર્માસ્તિકાયનો પર્યાય છે. તે પર્યાય પહેલાં હતો નહીં. કેમ કે પહેલાં તે ગમન કરનારની ગતિ પરિણામનો અભાવ હતો, અને આ ઉપગ્રાહકત્વ પરિણામ હમણાં જ પેદા હોય છે માટે સાદિરેવ' આદિમાનું જ પરિણામ છે.
દેવદત્તની ગતિનો ઉપરમ થાય છે ત્યારે તે ઉપગ્રાહકત્વરૂપ પરિણામ અંતવાળો છે. માટે આ ઉપગ્રાહકવરૂપ પરિણામ જન્મ અને વિનાશવાળો છે. તેથી આ ઉપગ્રાહકત્વ પરિણામ આદિમાનું છે. અને ઉપગ્રાહકત્વ એ ઉપગ્રાહ્ય સિવાય બની શકે નહીં. માટે ઉપગ્રાહ્યને લઈને જ ઉપગ્રાહકત્વરૂપ ધર્માસ્તિકાયનો પર્યાય આદિમાનું બની શકે છે, નહીં તો ન બને.
એવી રીતે અધર્મ દ્રવ્ય સ્થિતિ પરિણામને ભજનાર માટે સ્થિતિમાં ઉપગ્રાહકરૂપે પરિણમે છે.
આકાશ પણ અવગાહ લેનારને અવગાહરૂપે પરિણમે છે અને કાળ ભૂત અને વર્તમાન વગેરે રૂપે પરિણમે છે માટે આ બધામાં આદિમાન પરિણામ પણ છે.
આ પ્રમાણે આ જે પરિણામ બતાવ્યો છે તે દ્રવ્યાર્થિક નયના વ્યાપારથી ધર્માદિ સ્વભાવ અર્થાત ધર્માદિ સ્વરૂપ છે પણ ધર્માદિથી વ્યતિરિક્ત-જુદા નથી.
આ પરિણામ કોઈ ઠેકાણે વૈગ્નસિક છે, કોઈ ઠેકાણે પ્રાયોગિક છે અને કોઈક ઠેકાણે ઉભયથી થાય છે. કેમ કે સનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ છે, અને તત્ત્વની ચિંતા-વિચારણામાં ઉપચાર એ અંગભાવ-સાધનરૂપે સ્વીકારતો નથી. તેથી અમે ધર્માદિ દ્રવ્યોમાં આ પ્રમાણે આદિમાન પરિણામની અનુમોદના કરીએ છીએ, અર્થાત્ સંમત થઈએ છીએ.
વળી જેઓ રૂપીમાં જ આદિમાન પરિણામ થાય છે, અમૂર્ત ધર્માદિમાં નથી થતો આવું માને છે તેઓની આ માન્યતામાં અરૂપી દ્રવ્યમાં પર્યાયના આશ્રયરૂપ (આશ્રયનો) જે વ્યવહાર છે તેનો લોપ થઈ જાય છે. અર્થાત્ અરૂપી દ્રવ્ય પર્યાયવાળા છે એ વ્યવહાર નષ્ટ થઈ જાય છે. કેમ કે જો અરૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ ન મનાય તો ઉત્પાદ-વ્યય ઘટી શકે નહીં અને આ ઘટે નહીં તો તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય જે સનું લક્ષણ છે તે ઘટી શકે નહીં.
એટલે દ્રવ્ય એ પર્યાયયુક્ત જ હોય છે. પર્યાય રહિત દ્રવ્ય હોતું નથી એટલે આદિમાનું પરિણામ માનવો જ જોઈએ.