Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi

View full book text
Previous | Next

Page 592
________________ અધ્યાય-૫: સૂત્ર-૪૪ ૫૮૩ આમ અરૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ ન મનાય તો ઉત્પાદાદિ પરિણામ થાય નહીં, અને એ પરિણામનો અભાવ થાય તો પરિણામ વગરનાં હોવાથી અરૂપી દ્રવ્યોના સ્વરૂપનું અવધારણ થઈ શકશે નહીં એટલે અનિર્ધાર્ય સ્વભાવવાળા જ એ થશે. અર્થાત્ એમના સ્વભાવનો નિશ્ચય નહીં થાય, કેમ કે ધર્માદિ સ્વતઃ ઉત્પાદાદિ છે નહીં. મતલબ ધર્માદિમાં આદિમાનું પરિણામ ન મનાય તેથી તે ઉત્પાદાદિ પરિણામ વગરના છે અને અપરિણામી હોવાથી સ્વતઃ ઉત્પાદ-વ્યય-પરિણામથી શૂન્ય છે. આથી તેમના સ્વભાવનો નિશ્ચય નહીં થાય. માટે સર્વ પદાર્થોમાં કેટલાંક અનાદિ પરિણામો છે અને કેટલાંક આદિમાનું પરિણામો છે. આમ માનવું એ ન્યાય છે. તો પ્રશ્ન થાય છે કે સૂત્રકારે “રૂપિષ આદિમાનું આ પ્રમાણે સૂત્ર શા માટે બનાવ્યું? ટીકાકાર તેને સમજાવતાં કહી રહ્યા છે કે સૂત્રકારે ભજના બતાવવા માટે આ રીતે સૂત્રરચના કરી છે. અવતરણિકા :જે હમણાં જ કહ્યું કે અનાદિ અને આદિમાનું પરિણામો રૂપી અને અરૂપી ધર્માદિ સર્વમાં હોય છે. તો તે બતાવવા માટે અમૂર્ત એવા એક દ્રવ્યને ઉદ્દેશીને લઈને આદિમાનું પરિણામનો નિર્દેશ કરવાની ઇચ્છાથી કહે છે– योगोपयोगी जीवेषु ॥ ५-४४ ॥ સૂત્રાર્થ : જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાનુ છે.. ટીકા : આ સૂત્રની પહેલાના સૂત્રમાં “આદિમાન શબ્દ છે તેની અનુવૃત્તિ કરવી. એટલે આ સૂત્રની સાથે એ શબ્દ જોડવો. મતલબ યોગ અને ઉપયોગ એ આદિમાનું પરિણામ છે. એટલે યોગ અને ઉપયોગનું “આદિમાનું એ વિશેષણ બનાવવું. સૂત્રમાં “યોગોપયોૌ' દ્વિવચન છે એટલે “આદિમાનું જે પૂર્વસૂત્રમાં એકવચનાત્ત છે તેને અહીં દ્વિવચનાન્ત કરવો. ‘મિસ્તી મોજેપી' એટલે યોગ અને ઉપયોગ એ આદિમાનું પરિણામ છે. આવો અર્થ થાય. યોગ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ (૧) “યોજન યોગ: આ યોગ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા જૈન સિદ્ધાંતની પરિભાષા ટીકાકાર કહે છે કે – પુદ્ગલના સંબંધથી આત્માનું જે વીર્યવિશેષ તે યોગ છે.” - (૨) “પુતે વા સ યો ' જે જોડાય તે યોગ છે. કોના વડે જોડાય ? આત્મા વડે જે જોડાય તે યોગ છે. અર્થાત્ શક્તિવિશેષ પ્રાપ્ત કરાય છે. “આત્મા જે શક્તિવિશેષને પ્રાપ્ત કરે છે તે યોગ છે. અર્થાત્ કાયા, વાણી અને મનરૂપે આત્માનો જે ઉત્પાદ છે તે યોગ છે. ઉપયોગ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ (૧) “ઉપયોગને ૩પયોગ:' સમીપમાં યોજવું–જોડવું તે ઉપયોગ છે. આ ઉપયોગ

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606