________________
૫૮૫
અધ્યાય-૫ઃ સૂત્ર-૪૪ પરિણામ સમાન છે.
અરૂપિપુ'માં ન વિદ્યતે રૂ૫ થી ૪ : આ પ્રમાણે બહુવ્રીહિ સમાસથી મધુપ્રશ્નો અર્થ ઉક્ત થઈ જાય છે. તો પછી અહીં ‘મfષ' આ પ્રમાણે અને મવર્ગીય પ્રત્યય લગાડવો જોઈએ નહીં. બહુવીહિ પછી મવર્ગીય લગાડાય નહિ.
તેના જવાબમાં ટીકાકાર પ્રમાણ આપે છે કે
કોઈ સ્થળે બહુવ્રીહિથી ઉક્ત હોવા છતાં પણ બહુવ્રીહિનો બાધ કરીને તન્દુરુષ કરીને મત્કર્ષીય પ્રત્યય સ્વીકાર્યો છે.
દા. ત. પાણિનીય વ્યાકરણકારે રૂદ્ધાઃ શનિ (અ. ૩, પા. ૨, સૂ. ૧૩) સૂત્રમાં “અડ્ડી'નો પ્રયોગ કર્યો છે તેમાં બહુવ્રીહિ સમાસને છોડીને પહેલા તપુરુષ સમાસ કર્યો છે અને પછી ફર્ પ્રત્યય લગાડ્યો છે. તેવી રીતે અહીં પણ સમજવું.
અથવા મરૂપ શબ્દ એ જાતિવાચી છે અને તેનાથી તો મવર્ગીય પ્રત્યય આવી જ શકે છે, જેમ “કૃષ્ણસર્પવાનું વત્ની કાળા સર્પવાળો રાફડો. યોગ એટલે શું?
તેમાં એટલે યોગ અને ઉપયોગમાં અન્યોન્ય પ્રાપ્તિરૂપ સંબંધથી આત્મા અને કાયા, વચન અને મનને યોગ્ય પુદ્ગલોની કાયાદિની મદદથી પ્રગટ થતી જે શક્તિ તે યોગ છે.
ભાષ્ય :- તે યોગના પંદર ભેદ છે.
ટીકા :- તે યોગ સામાન્યથી ગમનાદિ, કથન અને ચિંતન ક્રિયારૂપ છે. અર્થાત્ કાયયોગ,. વચનયોગ, અને મનોયોગરૂપ છે. વિશેષથી ૧૫ ભેદ છે. યોગના ૧૫ ભેદ
કાયયોગના ૭ ભેદ :- ૧. ઔદોરિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. ઔદારિક મિશ્ર, ૫. વૈક્રિયમિશ્ર, ૬. આહારકમિશ્ર, ૭. તૈજસ-કાર્પણ.
વચનયોગના ૪ ભેદ :- સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા..
મનોયોગના ૪ ભેદ - સત્ય, અસત્ય, સત્યામૃષા, અસત્યામૃષા.. ઉપયોગ શું છે?
સાકાર અને અનાકારરૂપ જીવનો સ્વભાવ તે ઉપયોગ છે. ભાષ્ય :- તે ઉપયોગના ૧૨ પ્રકાર છે.
સાકાર ઉપયોગ - (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિઅજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન (2) અવધિઅજ્ઞાન
૧. સૂત્ર નં. ૩માં વિશેષ જોવું.