Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi
Catalog link: https://jainqq.org/explore/022527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાચકમુખ્ય ઉમાસ્વાતિજી વિરચિત તત્વાર્થાધિગમ સૂત્ર પંચમ અધ્યાય વિવેચન (મહાતાર્કિક સિદ્ધસેનગણિ વિરચિત ટીકાનો ગુર્જર ભાવાનુવાદ) રિયm (હાર बाडारा बियाणधार ICla a રવિવાર વિવરણકાર આચાર્ય દેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. શ્રતનિધિ, અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ વાચક મુખ્ય ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર પંચમ અધ્યાય વિવેચન (મહાતાર્કિક સિદ્ધસેનગશિ વિરચિત ટીકાનો ગુર્જર ભાવાનુવાદ) વિવરણકાર તીર્થપ્રભાવક પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વિક્રમસૂરીશ્વરજી પ્રેરણા આશીર્વાદદાતા પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજયશસૂરિજી સંકલનકર્ણી સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજીના શિષ્યા સાધ્વીવર્યા નયપઘાશ્રીજી સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક શ્રતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન’ શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ વાચક મુખ્ય ઉમાસ્વાતિ વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર પંચમ અધ્યાય વિવેચન (મહાતાર્કિક સિદ્ધસેનગણિ વિરચિત ટીકાનો ગુર્જર ભાવાનુવાદ) સંપાદક જિતેન્દ્ર બી. શાહ પ્રકાશક શ્રુતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર દર્શન’ શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. PHONE : 079-2868739. FAX : 079-2862026 e-mail : sambodhi@sify.com Website : www.scerc.org પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૫૯ ઈ. સ. ૨૦૦૩ વીર સંવત ૨પ૨૯ પ્રત : ૫૦૦ કિંમત : રૂ. ૩૫૦/ મુદ્રક નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભારતીય પરંપરામાં વૈદિક ધારા અને શ્રમણધારાનો ઉદ્ભવ અને વિકાસ થયો. વૈદિક પરંપરામાં વેદો અને ઉપનિષદ મુખ્ય ગ્રંથો તરીકે પ્રસિદ્ધ છે. આ ગ્રંથોની ભાષા સંસ્કૃતિ છે તેથી પંડિતોનું તેના ઉપર આધિપત્ય હતું. આ આધિપત્યનો વિસ્તાર થતાં તેમાં વિકૃતિઓ પ્રવેશી અને સામાન્ય અને ભોળા જનો તેનો ભોગ બનવા લાગ્યા તેથી પરમાત્મા મહાવીર સ્વામીએ લોકભાષામાં ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. તેનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સામાન્ય જન પણ ધર્મ સમજવા અને આચરવા લાગ્યા. અને તેમનો ઉપદેશ તેમના જ ગણધરોએ સૂત્રબદ્ધ કર્યો. પણ વખત જતાં પુનઃ સંસ્કૃતિનું પ્રાધાન્ય વધ્યું અને સંસ્કૃત ભાષામાં ગ્રંથની ખોટ સાલવા લાગી. આ ખોટને પૂરી કરવા પૂર્વધર વાચક ઉમાસ્વાતિજીએ સમગ્ર આગમ સાહિત્યના દોહનસ્વરૂપે તત્ત્વાર્થાધિગમ સૂત્રની રચના કરી. આમ જૈન ધર્મમાં સંસ્કૃત ભાષામાં રચાયેલો આ પ્રથમ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. સમગ્ર આગમશાસ્ત્રોના સારરૂપે અને આગમ સાહિત્યના અપાર સમુદ્રમાં ઊતરવા અને પાર પામવા માટે નાવ સમાન હોવાથી તેમજ સમગ્ર જૈન ધર્મના પ્રમુખ તમામ સિદ્ધાન્તોનો સંગ્રહ આ ગ્રંથમાં થયો હોવાથી ગાગરમાં સાગર સમાન આ ગ્રંથ છે. આ ગ્રંથની રચના થઈ તે સમયે દર્શનશાસ્ત્રના ગ્રંથોને સૂત્રાત્મક શૈલીમાં રચવાની પરંપરા હતી. વિભિન્ન દાર્શનિક ગ્રંથો સૂત્રશૈલીમાં રચાવા લાગ્યા હતા. આવા ગ્રંથો સ્મરણમાં રાખવા સરળ હોવા ઉપરાંત સમગ્ર સિદ્ધાન્તોના મૂળમાં પહોંચાડવા સક્ષમ હોય છે તેથી સૂત્ર ગ્રંથો રચાયા. જૈન દર્શનમાં પણ આવો ગ્રંથ એટલે તત્ત્વાર્થાધિગમ સૂત્ર. આ સૂત્રાત્મક શૈલીમાં રચાયેલો સર્વપ્રથમ ગ્રંથ પણ જૈન ધર્મ-દર્શનના સઘળાય પદાર્થોનો સંગ્રહ આ ગ્રંથમાં થયો હોવાથી જૈન ધર્મના બધા જ સંપ્રદાયોએ સબહુમાન સ્વીકાર્યો. આ ગ્રંથને સમજવા અને સૂત્રોના રહસ્યને પામવા માટે સ્વયં ઉમાસ્વાતિજીએ સ્વોપજ્ઞ ભાષ્યની રચના કરી છે. ખૂબ જ સરળ ભાષામાં અને સુંદર શૈલીમાં રચાયેલ આ ભાષ્ય તત્ત્વાર્થાધિગમ સૂત્રને સમજવા માટેનું ઉત્તમ માધ્યમ છે. પરંતુ કેટલાક લોકો તેને સ્વોપલ્લભાષ્ય તરીકે કર્તાની જ કૃતિ નથી સ્વીકારતા. તેમ છતાં તેનું મહત્ત્વ ઓછું નથી થતું. આ ભાષ્ય ઉપર સમય જતાં ટીકાઓ રચાઈ છે. દિગંબર પરંપરામાં પણ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર ટીકાઓ રચાઈ છે. બન્ને પરંપરામાં ફરક એટલો જ છે કે શ્વેતામ્બર પરંપરા માન્ય ભાષ્ય આગમાનુસારી છે. આ પરંપરામાં રચાયેલી ટીકાઓ ભાષ્ય ઉપર રચાયેલી છે અને તે તમામ આગમ પરંપરાને સર્વોપરી રૂપે સ્વીકારે છે. જ્યારે દિગંબર પરંપરા આગમ ગ્રંથોને વિચ્છેદ થયેલા માનતા હોવાથી તેનો અસ્વીકાર કરે છે. આથી તેમણે રચેલ ટીકાઓ સિદ્ધાન્તને બાધ ન આવે તેવી રીતે પરંતુ દાર્શનિક શૈલીમાં રચાયેલી છે. એ વાત સત્ય છે કે ક્યાંક ક્યાંક દિગંબર માન્યતા પ્રમાણે પરિવર્તન જરૂર કર્યા છે. પણ તે પરિવર્તનો નગણ્ય છે. દિગંબર પરંપરામાં રચાયેલ ટીકાઓ દાર્શનિક શૈલીની હોવાથી ધીરે ધીરે અત્યંત ક્લિષ્ટ પણ બની છે. તેમાં ય ખાસ કરીને તો શ્લોકવાર્તિક અત્યંત દુરૂહ ટીકા બની છે.શ્વેતામ્બર પરંપરામાં ભાષ્ય ઉપર સર્વ પ્રથમ ટીકા Page #5 -------------------------------------------------------------------------- ________________ આ.હરિભદ્રસૂરિજીએ રચી છે. પણ તે અપૂર્ણ રહી અને તેને આ. યશોભદ્રેજીએ પૂર્ણ કરી છે. આ પછી સિદ્ધર્ષિગણિની ટીકા અત્યંત મહત્ત્વપૂર્ણ ટીકા છે. આ ટીકામાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા થઈ છે. ટીકા સ્વયં ઘણી જ વિસ્તૃત અને અનેક વિષયોના સંકલનવાળી છે તેથી અભ્યાસ કરનાર માટે અનેક વિષયોનું જ્ઞાન કરાવે તથા અનેક રીતે જૈન ધર્મના રહસ્યને પામવામાં સક્ષમ છે. આ વિસ્તૃત ટીકાના પાંચમા અધ્યાયમાં પદાર્થોની દાર્શનિક શૈલીમાં ચર્ચા ઈ છે. આ ટીકામાં વર્તમાન કાળમાં અનેક લુપ્ત વિચારધારાઓનું સંકલન થયેલું છે. તેની મૂળભૂત વિચારણા પૂર્વપક્ષ રૂપે આ ગ્રંથમાં મળતી હોવાથી આ એક અધ્યાયે પણ દર્શનશાસ્રના અભ્યાસુ માટે એક ગ્રંથની ગરજ સારે તેવો છે. વૈશેષિક તથા ન્યાય દર્શનમાં જેમ પદાર્થો અને તર્કનું ચિંતન થયેલું જોવા મળે છે. તેવી જ રીતે જૈન ધર્મના પંચાસ્તિકાય, ષદ્રવ્ય, અનેકાન્તવાદ આદિ પદાર્થોની મૂળભૂત વિચારણા આ અધ્યાયમાં થયેલી છે. તે દૃષ્ટિએ આ અધ્યાય તત્ત્વાર્થસૂત્રના હાર્દ સમાન અધ્યાય છે. પૂ. સિદ્ધર્ષિગણિની ટીકા તો તેમની અગાધ બુદ્ધિપ્રતિભાની ઘોતક છે. જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓ માટે મહત્ત્વપૂર્ણ હોવા ઉપરાંત ઘણા જ ઉપયોગી છે. આ ટીકા ગ્રંથની વિશાળતા અને ભાષા તથા શૈલીની કઠિનતાને કારણે અધ્યયનઅધ્યાપન કાર્ય મંદ થયું છે. તેથી પૂ. વિક્રમસૂરિ મ.સા.એ આ ગ્રંથના પંચમ અધ્યાયના સિદ્ધર્ષિ ગણિની ટીકાના તમામ પદાર્થોનું વિસ્તૃત વિવેચન વર્ષો પૂર્વ કર્યું હતું. તેના ૧૧ સૂત્રોની વિવેચના પૂર્વે પ્રકાશિત પણ થઈ હતી. ઘણા વર્ષોથી આગળનું વિવેચન પ્રકાશનની રાહ જોઈ રહ્યું હતું. એકાદ વર્ષ પૂર્વે પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિજીને વંદનાર્થે મળવાનું થયું ત્યારે તેમને આ ગ્રંથના આગળના પ્રકાશન અંગે ચર્ચા કરી ત્યારે તેમણે આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું પ્રકાશન કરવાની તરત જ સંમતિ દર્શાવી. પૂ. આચાર્યદેવશ્રી રાજયશસૂરિજી સ્વયં ભારતીય દર્શન, જૈન ધર્મ અને આગમશાસ્ત્રોના અધ્યેતા હોવા ઉપરાંત એક ઊંડા તત્ત્વચિંતક પણ છે. આવા ગ્રંથોના પ્રકાશન માટે તેમણે પણ ઘણી જ તત્પરતા દર્શાવી. કામ અત્યંત કઠિન અને વિકટ હતું. વિષય અત્યંત દુર્ગમ હતો તેથી આ કાર્ય અત્યંત ચીવટ માંગી લે તેવું હતું. પરંતુ પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિજી મ. સા.ની સતત પ્રેરણાથી આ કાર્ય અત્યંત સરળતાપૂર્વક પાર પડ્યું છે. આ ગ્રંથમાં માત્ર પાંચમા અધ્યાયની ટીકાનું જ વિવેચન છે. તેના વિસ્તારને આધારે વિષયની ગહનતાનો ખ્યાલ પણ આવશે. અનેક ટિપ્પણો દ્વારા ગ્રંથને વધુ ગ્રાહ્ય બનાવાયો છે. અભ્યાસુ માટે આ એક અત્યંત ઉપયોગી ગ્રંથ છે. આ વિવેચન પૂર્વે પૂ. સાધ્વીશ્રી એ સંકલન કર્યું હતું તેનું ભાષાકીય અને વિષયની દૃષ્ટિએ શુદ્ધીકરણ કરી અત્રે પ્રગટ કરવામાં આવ્યું છે. પૂ. સાધ્વીશ્રીનો આ પ્રસંગે આદરપૂર્વક આભાર માનવામાં આવે છે. ગ્રંથના પ્રકાશનમાં સંસ્થાના પ્રૂફરીડર શ્રી નારણભાઈ પટેલ અખિલેશ મિશ્રાજી તથા ચિરાગભાઈ અને અનિલનો વિશેષ આભાર માનવામાં આવે છે. જિતેન્દ્ર બી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન તત્ત્વાર્થસૂત્રની વાત આવે છે અને રોમાંચ થવા માંડે છે. એ સૂત્રે એક મોહિની જગાવી છે. મારી દીક્ષા પૂર્વે હું એક વાર ઘાટકોપર પૂ. ગુરુદેવને વંદન કરવા ગયેલો. કોઈ સ્થળે પૂજયશ્રીએ વાંચ્યું, એક એવો વિદ્વાન હતો કે જે જગતના કોઈ પણ પ્રશ્નના જવાબ બાઇબલના આધારે જ આપતો હતો. પૂજયશ્રીના શાસ્ત્ર પ્રેમ અને શાસનપ્રેમે પૂજ્યશ્રીને વિચાર કરતા કરી દીધા. આવી વિચારધારામાં પૂજ્યશ્રી હશે તે જ વખતે મારે જવાનું થયું હતું. પૂજયશ્રીએ કહ્યું“તું તત્ત્વાર્થનો અભ્યાસ એવી રીતે કર કે જગતના કોઈપણ મૂળભૂત પ્રશ્નોનું સમાધાન તત્ત્વાર્થસૂત્રના આધારે કરી શકે.” અને એક બીજ વવાઈ ગયું. આજે સ્વાધ્યાયનો સમય ઓછો મળે છે પણ તત્ત્વાર્થસૂત્ર એ મારો પ્રાણ બનેલો છે. તત્ત્વાર્થસૂત્રની રચનાઓ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ તત્ત્વાર્થની લોકપ્રિયતા વિદ્વદૂભોગ્યતા સાર ગ્રાહત માટે શું કહેવું. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ ધરાવનાર હેમચંદ્રાચાર્ય મ. ટૂંકી પણ મર્મભરી સ્તુતિ કરી. “ઉપામાસ્વાતિ સંગૃહીતારઃ” તેમની આ ઉક્તિથી વધુ કોઈ સ્તુતિ શક્ય નથી. પણ હજી એમ લાગે છે. સંસ્કૃત વાડમયની પ્રખ્યાત સૂત્ર રચનાઓ દા. ત. ન્યાયસૂત્ર, બ્રહ્મસૂત્ર વિ.ની સાથે એક સંગ્રહ કુશળતાની દૃષ્ટિએ કોઈએ અભ્યાસ કર્યો હોય તેવું મારા ખ્યાલમાં નથી. જો આ પ્રયત્ન થાય તો હેમચંદ્રાચાર્ય મ.ની વાત પર જાણે ભાષ્ય રચાઈ જાય. પ્રસ્તુત પુસ્તકમાં તો હું માત્ર આશિષવચન જ લખી રહ્યો છું. પણ તત્ત્વાર્થ અંગેની મારામાં ઊછળતી વાતોને રોકી શકતો નથી. સ્થાનકવાસી આત્મારામજી મ. નામના વિદ્વાન સાધુએ તત્ત્વાર્થસૂત્રના માટે સંવાદક આગમ પ્રમાણો(૩૨)ને આધાર આપ્યા છે. પણ કોઈ દિગંબર વિદ્વાને તત્ત્વાર્થની રચના પૂર્વના કે પછીના પણ દિગંબર શાસ્ત્રોનો આવો સંવાદ રચેલો ધ્યાનમાં નથી. તત્ત્વાર્થ ગાગરમાં સાગર તો છે જ પણ આ ગાગરના પણ સાગરો જેટલા ગ્રંથો રચાયા છે. દુનિયાની વિવિધ ભાષાઓમાં આ ગ્રંથો ઉપલબ્ધ થયા છે. છતાંય વિશ્વની તમામ ભાષામાં આ તત્ત્વાર્થનું ભાષાંતર થવું અનિવાર્ય છે-કાર્ય વિરાટ છે પણ અશક્ય નથી. કાર્ય શીઘ્ર ફળદાયી ન પણ દેખાય છતાંય એના દ્વારા અલૌકિક શાસન ગરિમા ભવિષ્યમાં વધે તે નિઃશંક છે. આ તત્ત્વાર્થસૂત્રની સાથે ભક્તામર સ્તોત્ર અને નવકાર મંત્ર પણ આવી જ રીતે વ્યાપક પ્રચાર પામવો જોઈએ તેવો મનોરથ થયા જ કરે છે. આ ત્રણ મહાન ગ્રંથોનું તત્ત્વજ્ઞાન તો દરેક જિજ્ઞાસુ વાંચે અને વિચારે તેવું થવું જ જોઈએ. આ માટેની મારી એક પરિકલ્પના તત્ત્વાર્થ મંદિરની પણ હતી; હજી પણ તે કલ્પનાને દૂર કરી નથી. પહેલા આ તત્ત્વાર્થ મંદિર પટણામાં થાય તેવું ધાર્યું હતું. કારણ આજનું પટણા Page #7 -------------------------------------------------------------------------- ________________ એ જ ભૂતકાળનું કુસુમપુર છે. અને આ કુસુમપુરનું કમનીય કાવ્ય એટલે જ “તત્ત્વાર્થસૂત્ર.' હજી પણ કોઈ પુણ્યશાળી તે કરે તો આનંદ થાય. આ કલ્પના મેં કલ્પાકજના આગેવાનોને પણ સૂચવેલી છે. જોઈએ તેઓ કેવી રીતે આયોજનાને આગળ વધારે છે. આશીર્વાદના વક્તવ્યમાં મારે આ પંચમ અધ્યાયના સંપાદક પંડિતવર્ય જિતેન્દ્રભાઈને વિશેષ આશિષ આપવાના છે. પણ આ તત્ત્વાર્થ પર જે પણ કાર્ય કરશે તેના પર મારા અંતરના આશિષ છે જ. મારા પૂજ્ય ગુરુદેવનો તત્ત્વાર્થસૂત્ર અંગેનો અભિગમ તમે આગળ વાંચ્યો છે. આ જ કારણે પૂજ્યશ્રીએ વિદ્વાન સાધુ અને વિદુષી સાધ્વીઓને રોજ તત્ત્વાર્થની વાંચનાનો નિયતક્રમ રાખ્યો હતો. પૂજ્યશ્રીની વાંચના એક તત્ત્વબોધ અને રહસ્ય ઉદ્દઘાટન સમી હતી. એમાં ઉપદેશની કે બીજી બહારની વાત અપ્રસ્તુત હતી. કૉલેજનો એક ક્લાસ ચાલતો હોય તેવી પૂજ્યશ્રીની પદ્ધતિ હતી. આ વાંચનાઓમાં નિયમિત મારાથી ઉપસ્થિત રહેવાય તેવા સંયોગો ન હતા. છતાંય રાતના પાદવિશ્રામણના સમયમાં દિનભર થયેલ શાસવાંચન અને વિચારણાનું જ્ઞાન મને પૂજયશ્રી આપતા. તત્ત્વાર્થની સિદ્ધસેન ગણિની પાંચમા અધ્યાયની ટીકાની દુરહતા સમજી શકાય તેવી વાત હતી. અને તેથી જ પૂજ્યશ્રીએ પાંચમા અધ્યાયને ઘૂંટી ઘૂંટીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રીના આ અનન્ય ઉપકારને હું નહીં આવતી પેઢી પણ ક્યારેય નહીં ભૂલી શકે. આ વાંચનાઓ ટીકાસ્પર્શ ભાવોનું એક સરળતાપૂર્વકનું વિવેચન બની રહેતી હતી. વિદુષી સાધ્વીવર્યા રત્નચૂલાશ્રીની સાથે માર્ગદર્શન મેળવતાં મેળવતાં સાધ્વીવર્યા નયપધાશ્રીએ આ વિવેચન તૈયાર કર્યું છે. આ વિવેચનનું મુદ્રણ વર્ષોથી રાહ જોતું હતું. થોડાં સૂત્રોનું વિવેચન પ્રકાશિત પણ થઈ ગયું હતું. છતાંય આને કોઈ એક અધિકૃત વિદ્વાન એક વાર જોઈ લે અથવા હું સમય કાઢી એક વાર જોઈ લઉં તેવી મારી ભાવના હતી. પણ કોઈ ભાગ્યશાળી પર જ આનો સુવર્ણ કળશ ઢોળાતો હોય છે. જિતેન્દ્રભાઈ શાહનું નામ મેં ઘણી વખત સાંભળ્યું હતું. પણ અમારા વિદ્વાન અને સાહિત્યરસિક શિષ્ય વિકૃતયશવિજયે એમનો છેડો પકડી લીધો. એમને આ વિવેચનનું સંપાદન કરવું તેવું નક્કી કરાવ્યું. અને સતત અને સખત યાદ કરાવતા જ રહ્યા. ન જાણે આ દાક્ષિણ્યમૂર્તિ શ્રી જિતેન્દ્રભાઈએ કેવી રીતે સમય કાઢ્યો અને કેવી રીતે આ દુર્લભગ્રંથને મુદ્રણપંથે ચઢાવ્યો. આ સંપાદન અને પ્રકાશનકાર્ય માટે હું કહું તો ચાલે કે શ્રી જિતેન્દ્રભાઈને મારા લાખલાખ આશીર્વાદ છે. એમનામાં પ્રાચીન મૂલ્યોની પરિપક્વ શ્રદ્ધા છે, તો આધુનિક પ્રમાણોનો નિરાગ્રહ સ્વીકાર પણ છે. આ જ કારણે તેઓ સાધુ જગત અને વિદ્વાન જગતની વચ્ચે કડી સમા છે. આવા પંડિતો પાસેથી આપણે જૈન શાસનની પરંપરાના પરિમાર્જન સાથે જૈન શાસનની અદ્ભુત પ્રચાર અને પ્રસારની અપેક્ષા રાખીએ એ સુયોગ્ય જ છે. શ્રી મધુસૂદનભાઈ ઢાંકી જેવા વિદ્વાનોની સાથે તેઓ નિગ્રંથનું પ્રકાશન શરૂ કરી રહ્યા છે. તેઓ આ સાહિત્યપ્રવૃત્તિ દ્વારા ઘણું મૌલિક અને અલૌકિક કાર્ય કરી શકે તેવી શક્યતા છે. તેમનાં આ કાર્યો નિર્વિને પૂર્ણ થાય તે જ એક વાર પુનઃ આશિષ. Page #8 -------------------------------------------------------------------------- ________________ આખરે જે સંસ્થાઓ આવા પ્રકાશનમાં રસ ધરાવે છે તે સહુ આશીર્વાદના પાત્ર છે. આખરે તત્ત્વાર્થ સંબંધ કારિકાની એક પ્રથમ કારિકા લખી આ આશિષ લેખને પૂર્ણ કરીશ. “સ્તે च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिदमेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥" શ્લોક ૩૧. “આ સમસ્ત જગતમાં મોક્ષ માર્ગના ઉપદેશ સિવાય કોઈ જ ઉપદેશ હિતોપદેશ નથી. આથી મોક્ષમાર્ગનો ઉપદેશ એ જ પરમ ઉપદેશ છે એમ માની હું આ (તત્ત્વાર્થાધિગમસૂત્રને) મોક્ષમાર્ગને કહીશ.” આ મોક્ષમાર્ગના પ્રકાશક ગ્રંથના પરિશીલનથી પ્રત્યેક માનવ પોતાનું આ મહામૂલું માનવ જીવન આત્માથી પરમાત્મા થવા માટે છે તે સમજે અને તેને સફળ કરે એ જ આશિષ. વિજય રાજયશસૂરિ કા. સુદ ૧૪, સોલારોડ, અમદાવાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका १७१ २०९ પ્રસ્તાવના 3। परस्परोपग्रहो जीवानाम् ॥ ५-२१॥ १४१ આશીર્વચન | वर्तना परिणामः क्रियाअजीवकाया धर्माऽधर्मा परत्वापरत्वे च कालस्य ॥ ५-२२ ॥ १४५ ऽऽकाशपुद्गलाः ॥ ५-१ ॥ स्पर्शरसगन्धवर्णवन्तः द्रव्याणि जीवाश्च ॥ ५-२॥ पुद्गलाः ॥ ५-२३॥ १६६ नित्यावस्थितान्यरूपाणि ॥ ५-३ ॥ | शब्द-बन्ध-सौक्ष्य-स्थौल्यरूपिणः पुद्गलाः ॥ ५-४ ॥ संस्थान-भेद-तमश्छायाआकाशादेकद्रव्याणि ॥ ५-५॥ ऽतपोद्योतवन्तश्च ॥ ५-२४ ॥ निष्क्रियाणि च ॥ ५-६॥ अणवः स्कन्धाश्च ॥ ५-२५ ॥ असङ्ख्येयाः प्रदेशा सङ्घातभेदेभ्य उत्पद्यन्ते ॥ ५-२६॥ २१७ धर्माधर्मयोः ॥ ५-७॥ भेदादणुः ॥ ५-२७॥ २३७ जीवस्य ॥ ५-८॥ भेदसङ्घाताभ्यां चाक्षुषाः ॥ ५-२८॥ २४० आकाशस्यानन्ताः ॥ ५-९॥ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ ५-२९॥ २४९ सङ्खयेयाऽसङ्ख्येयाश्च तद्भावाव्ययं नित्यम् ॥ ५-३०॥ ३५० अर्पिताऽनर्पितासिद्धेः ॥ ५-३१ ।।. पुद्गलानाम् ॥ ५-१०॥ ३६१ नाणोः ॥ ५-११॥ स्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥ ५२६ लोकाकाशेऽवगाहः ॥ ५-१२ ॥ न जघन्यगुणानाम् ॥ ५-३३ ।। ५३१ धर्माधर्मयोः कृत्स्ने ॥ ५-१३ ॥ गुणसाम्ये सदृशानाम् ॥ ५-३४ ॥ एकप्रदेशादिषु भाज्य: व्यधिकादिगुणानां तु ॥ ५-३५ ॥ बन्धे समाधिको पुद्गलानाम् ॥ ५-१४ ॥ असङ्ख्येयभागादिषु पारिणामिकौ ॥ ५-३६ ।। जीवानाम् ॥ ५-१५॥ गुणपर्यायवद् द्रव्यम् ॥ ५-३७ ॥ प्रदेशसंहारविसर्गाभ्यां कालश्चेत्येके ॥ ५-३८॥ ५५३ प्रदीपवत् ॥ ५-१६॥ सोऽनन्तसमयः ॥ ५-३९ ॥ ५६७ गतिस्थित्युपग्रहो द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ५-४०॥ धर्माधर्मयोरुपकारः ॥ ५-१७॥ ५७५ तद्भावः परिणामः ॥ ५-४१ ॥ आकाशस्यावगाहः ॥ ५-१८॥ ५७९ ११६ अनादिरादिमांश्च ॥ ५-४२ ॥ शरीर-वाङ्-मन:-प्राणापानाः रूपिष्वादिमान् ॥ ५-४३॥ पुद्गलानाम् ॥ ५-१९ ॥ योगोपयोगौ जीवेषु ॥ ५-४४ ॥ ५८३ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥ ५-२०॥ १३२ | परिशिष्ट-१ ૫૮૭ ५३५ ५३९ ५४६ ५४९ ५७१ १०६ ५८० १२४ Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઉપક્રમ... દશ પૂર્વધર વાચકવર્ય પૂ. ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થ સૂત્રની અંતિમ સંબંધ કારિકામાં જણાવે છે કે–મોક્ષના ઉપદેશ સિવાય બીજો કોઈ પણ ઉપદેશ હિતોપદેશ નથી. नर्ते च मोक्षमार्गाद् हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिदमेवे-ति, मोक्षमार्ग પ્રવક્ષ્યામિ ||રૂશા અને તેથી જ તેઓ મોક્ષમાર્ગનો ઉપદેશ આ તત્ત્વાર્થ સૂત્ર દ્વારા કરી રહ્યા છે. મહાન મોક્ષમાર્ગ સૂત્ર. કેટલાક લોકો તત્ત્વાર્થ સૂત્રને મોક્ષમાર્ગ સૂત્ર તરીકે આલેખે છે. તત્ત્વાર્થના “સી-ટર્શનજ્ઞાન-વારિત્રાણ-પોક્ષમ: આ પહેલા સૂત્રને મહાન ગ્રંથકારો સકળ આગમનું ઉપનિષદ્ “રહસ્ય' કહે છે. તત્ત્વાર્થ સૂત્રની આ મહાનતા અને વિશેષતાના દર્શનથી મોક્ષમાર્ગના રસિયાજીવો આ ગ્રંથનું અધ્યયન કરતાં સ્થાન સ્થાન પર વધતા જાય છે. આગળના ચાર અધ્યાયોમાં જીવનું નિરૂપણ આ પ્રથમ સૂત્ર એક મહાન ઉદેશ સૂત્ર છે. સમસ્ત તત્ત્વાર્થ સૂત્રની રચનાને આ સૂત્ર સાથે શૃંખલાબદ્ધતા છે. પહેલા સૂત્રમાં ઉચ્ચારેલ “સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રાણિ...'ની વ્યાખ્યા બીજા સૂત્રમાં આવે છે. “તત્વાર્થ-શ્રદ્ધાને સી-ઈનમ્' તત્ત્વોની અર્થ વડે શ્રદ્ધા...પણ શિષ્યને પ્રશ્ન થાય છે કે તત્ત્વો કયાં..? એટલે ગીવ-અનીવ-ગઢવ-વંધ-સંવર-નિર્જરા મોક્ષાતત્ત્વમ્' કહી પૂ. ઉમાસ્વાતિ મ. શિષ્યની શંકાનું નિવારણ કરતાં એક બીજા ઉદ્દેશ સૂત્રની રચના કરે છે. આ સૂત્રમાં બતાવેલ જીવ તત્ત્વનો પરિચય બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં પરિપૂર્ણરૂપે અપાય છે. જીવના પાંચ ભાવો. જીવનું લક્ષણ ઉપયોગ, ઉપયોગના ભેદો, જીવની નવ પ્રકારની યોનિઓ, જીવના પાંચ શરીરો. જીવની પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો આ બધું વર્ણન બીજા Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાયમાં કરવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં નારકના જીવોનું વર્ણન છે. સાથે તિર્યંચ અને મનુષ્યોનું પણ વર્ણન કરી લેવામાં આવે છે. ચોથા અધ્યાયમાં તો માત્ર દેવનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આમ જીવની વાત સુંદર વિસ્તારથી વિચારતા જીવતત્ત્વનો અધિકાર ચોથા અધ્યાયમાં પૂર્ણ થાય છે. અને તરત જ શિષ્યને હવે બીજા તત્ત્વ અજીવની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ અજીવ તત્ત્વનું નિરૂપણ સૂત્રકારે આ પાંચમા અધ્યાય સિવાય બીજે ક્યાંય કર્યું નથી. તેથી આ પંચમ અધ્યાયને અજીવ અધ્યાય કહી શકાય છે. જીવતત્ત્વનું સાર્વશીય અનુપમ વર્ણન... જીવતત્ત્વના પ્રતિપાદનમાં જૈન દર્શનની અજોડ મૌલિકતા છે. કોઈ પણ દર્શનકારોએ જે વાત વિચારી નથી તેવી સુંદર વાતોથી કેવલજ્ઞાનના પ્રકાશથી પ્રાપ્ત થતી પરંપરા આપણને સ્પષ્ટ થતી દેખાય છે. અનાદિથી જીવને લાગેલા તૈજસ અને કાર્મણ બે શરીરો તેના યોગે તથા સંભવ પ્રાપ્ત થતા પાંચેય ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણશરીરની પ્રરૂપણા જૈન દર્શનમાં જ પ્રાપ્ત થાય છે. જીવનું શરીર પરિમાણપણું, એક ગતિથી બીજી ગતિમાં બહુ જ અલ્પ સમયમાં પહોંચી જવું, જીવને નવા શરીરમાં એકથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધીની પ્રાપ્તિ થવી આવા કેટલાય વિષયો એવા છે કે જે જાણવામાં ન આવે તો જીવવિજ્ઞાન અધૂરું તો શું રહે પણ જીવવિજ્ઞાનનો પ્રારંભ જ ન થઈ શકે. આ જીવવિજ્ઞાનના વર્ણનમાં જૈન દર્શનની સાર્વશીયતા વિચારકને તુરત સમજાય છે..પૂ. તાર્કિક શિરોમણિ સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજા પોતાની લાત્રિશિકામાં કહે છે કે य एष षड्जीवनिकायविस्तर: परैरनालीढः पथस्त्वयैवोदितः । अनेन सर्वज्ञपरीक्षण-क्षमास्त्वयि, प्रसादोदयोत्सवाः स्थिताः ॥ અજીવ તત્ત્વના નિરૂપણમાં જૈન દર્શનની મૌલિકતા. આવી રીતે અજીવ વિજ્ઞાનમાં પણ જે સર્વજ્ઞનું જ્ઞાન પ્રતિબિંબિત થઈ રહ્યું છે તે સહુને વિસ્મય પમાડે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું તો નામ જૈન દર્શન સિવાય અન્યત્ર સાંભળવા નહીં મળે. આકાશને તો ઘણા દર્શનકારો માને છે. પણ અનંત આકાશની વ્યવસ્થા તાર્કિક રીતે મગજમાં બેસાડે તેવી લોકાકાશ અને અલોકાકાશની વ્યવસ્થિતતા અન્ય દર્શનમાં નથી. રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા પદાર્થોને તો સહુ માને છે પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શના આધારવાળું દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય છે, અને તે અનેક રીતે જુદું હોવા છતાં પરમાણુરૂપે એક જ છે. આવો મહાન પરમાણુ તત્ત્વવાદ આજના વૈજ્ઞાનિકોને પણ ચમકાવી દે તેવો છે. તેમાંય તે પરમાણુઓની પરસ્પર બદ્ધ અને ભિન્ન થવાની પ્રક્રિયા તો જૈન દર્શનની અલૌકિક કહેવાય તેવી સત્ય નિરૂપણતા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઉપસંહાર આજે તત્ત્વાર્થના અભ્યાસીઓ દિવસે દિવસે વધતા જાય છે અને એના અધ્યયનમાં રસ પણ લેતા થાય છે તેથી તત્ત્વાર્થના પ્રત્યેક અધ્યાયો પર સારામાં સારું ચિંતન આલેખાવું જોઈએ; જોકે ઘણાઓએ આલેખ્યું પણ છે છતાંય તત્ત્વાર્થ ભાષ્ય ઉપર સિદ્ધસેન ગણિ મ.ની આલેખાયેલી જે ટીકા છે તેનાં રહસ્યોને ખોલે તેવું ચિંતન હોય તેવું એક પણ પુસ્તક મને મળ્યું નથી. પ્રથમ અધ્યાયમાં જે નયોની વ્યાખ્યા અને ચિંતન વહાવ્યું છે તે આજના અલ્પ અભ્યાસીઓ માટે ઘણું કઠિન લાગે તેવું હોવા છતાં ઉત્કંઠા અને ખંતપૂર્વકનો એના ઉપર અભ્યાસીઓ અભ્યાસ કરવા લાગે તો વિશ્વના તમામ પદાર્થોના ગૂઢ ગુણ ધર્મોનો ઉકેલ આણી શકે તેમ છે. આમ તો તત્ત્વાર્થના દશેકશ અધ્યાયો વિશ્વતત્ત્વના અણમોલ પ્રખર–પ્રકાશ છે. છતાંય સાધુ-સાધ્વીઓને તત્ત્વાર્થના પાંચમા અધ્યાયની વાચના આપતાં મને થયું કે આ અધ્યાય તો જૈનધર્મના દ્રવ્યવિજ્ઞાનનો અદ્દભુત ખજાનો છે. બીજા અધ્યાયો ભણે કે ન ભણે પણ આ પાંચમો અધ્યાય તો અવશ્યમેવ ભણવો જ જોઈએ. એના ઉપર તો ખૂબ ઊંડાણથી ચિંતન કરવું જોઈએ. આ પાંચમા અધ્યાયનો અભ્યાસ માત્ર જ્ઞાન જ આપે છે એમ નથી પણ અધ્યાત્મભાવને ખોલી નાંખે છે. દુનિયાના તમામ વિરુદ્ધ લાગતા વિચારોને પણ સરળ અને ઉપયોગી બનાવવાની અજબ ચાવી મળી જાય છે. જૈન દર્શનના મોટા મોટા દાર્શનિક આકરગ્રંથોથી પણ જે બોધ મેળવવો કોઈ વખત કઠિન લાગે તે બોધ આ પાંચમા અધ્યાય દ્વારા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. જૈનદર્શનના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સારામાં સારું નિરૂપણ કરે છે. અને તે પણ અનેકાંતદષ્ટિથી કરે છે. તેથી સ્યાદ્વાદના અભ્યાસીઓને ખૂબ જ આનંદ ઉપજાવે છે. નયોનું લક્ષણ અને અર્થ તો પ્રથમ અધ્યાયના ભાષ્યમાં સૂત્રકારે બતાવ્યાં છે. પણ આ પાંચમા અધ્યાયમાં તો નયોને લઈને સપ્તભંગી બતાવવામાં આવી છે. જે ઘણો જ ગુરુગમ માંગે છે. મતલબ પાંચમો અધ્યાય એ તત્ત્વાર્થના દસ અધ્યાયનું હાર્દ છે. હારના મધ્ય મણિ જેવો છે. આમ મહાન અને ગંભીર આ સૂત્ર છે. આવાં સૂત્રોના તથા ભાષ્યના અર્થો ટીકાકારની સહાય વિના સમજવા જરાય શક્ય નથી. ટીકાકાર સિદ્ધસેન ગણિ મ.નો મહાન ઉપકાર છે કે તેઓએ આપણને આવો ગહન અર્થનો પ્રકાશ કર્યો છે. વળી આ ટીકાકાર મ.ની ખૂબી તો એ છે કે તેમણે કોઈ ગ્રંથકારોનું અનુકરણ કર્યું હોય તેવું લાગતું નથી. છતાંય સ્વતંત્ર વિચારધારા નથી પણ અતિપ્રાચીન પૂર્વપરંપરાનું ભવ્ય અનુસરણ અવશ્ય લાગે છે. એથી જ અન્યત્ર મળતાં સૂત્રના માત્ર ભાષ્ય અને ભાષાંતરો કરતાં વિશેષ ગહન બોધ સુગમ રીતે થાય છે તે હેતુથી જ સ્વાભાવિક રીતે આ ભાષાંતર લખાઈ ગયું છે. તો હવે આપણે તત્ત્વાર્થ શ્રદ્ધાના માટે અનિવાર્ય બનેલ અજીવ તત્ત્વનું વિવરણ વાંચીએ... Page #13 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વાર્થધિગમ સૂત્ર પંચમ અધ્યાયનું ટીકા-સ્પર્શી-ભાષાંતર હવે ગ્રંથકાર કે–સૂત્રકાર પાંચમો અધ્યાય આરંભે છે તે પહેલાં ટીકાકાર અવતરણિકા નિર્દેશ–સ્વામિત્વ વગેરે વ્યાખ્યાના દ્વારો વડે લક્ષણ અને ભેદને ભજનારા જીવોને કહીને હવે ઉદ્દેશ સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે તે જીવના નિરૂપણ પછી તરત જ ઉપદેશેલા અજીવોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર પાંચમા અધ્યાયની શરૂઆત કયા સંબંધથી છે તે સંબંધ બતાવવા માટે ભાષ્ય રચે છે. ભાષ્ય-જીવો કહ્યા અને અજીવોને કહીશું... સૂત્ર પ્રારંભનો ઉપક્રમ ટીકા-દ્રવ્ય પ્રાણ" અને ભાવ પ્રાણના સમુદાયમાં રહેલા અર્થાત્ દ્રવ્ય અને ભાવ પ્રાણવાળા દેવ, મનુષ્ય તિર્યંચ અને નરકના ભેદથી તથા અવિચ્છિન્ન ચૈતન્યશક્તિ વડે સાકાર (વિશેષ) અને અનાકાર (સામાન્ય) ઉપયોગ રૂપલક્ષણવાળા જીવો ભેદ અને લક્ષણથી કહેવાય. આમ જીવનું નિરૂપણ થયેલું સમજવું. હવે લક્ષણ અને ભેદથી ધર્માદિ ચાર અજીવોને કાળ સહિત કહીશું. આવી વાચક મુખ્ય પ્રતિજ્ઞા કરી છે તેથી પ્રકૃતિ પ્રતિજ્ઞાના સ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છાથી સૂત્રકાર સૂત્ર રચે છે, અર્થાત્ તે પ્રતિજ્ઞાનો આકાર સૂત્રકાર બતાવે છે... अजीवकाया धर्माऽधर्माऽऽकाशपुद्गलाः ॥ ५-१ ॥ સૂત્રાર્થ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાય અજીવકાયો છે. અજીવનો પરિચય ટીકા–ઉપયોગ લક્ષણવાળા જીવો છે. આ ઉપયોગને લઈને જ “અજીવ' શબ્દનો “ન જીવાઃ” આવો વિગ્રહ છે. એટલે ઉપયોગ વગરના જે હોય તે અજીવો છે. દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણની સાથે જેનો સંબંધ નથી. અર્થાત્ દશ પ્રાણ છે અને જ્ઞાનાદિ ભાવ પ્રાણ છે. આ બંને પ્રાણોથી રહિત હોય તે અજીવ છે. ૧. અધ્યાય. ૧ | સૂ. ૭.૨ અધ્યા. ૨ | સૂ. ૮.૩ અધ્યા. ૨ | સૂ. ૧૦.૪. અધ્યા. ૧ | સૂ. ૪ द्रव्याप्राणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छ्वासायूँषिदश । अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः ॥ તત્વચાવાકારે ૫. પં. ૧ ૬. અધ્યાય ૨ | સૂ. ૨૪ | ભાષ્યમાં.૭ અધ્યા ૨ | સૂ. ૯ ભાષ્યમાં. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧ ૫ આ બંને પ્રકારના પ્રાણોનો સંબંધ ન હોવાથી ચૈતન્યશક્તિ જેને પ્રાપ્ત નથી થઈ તે અજીવ છે. અજીવમાં જીવના વિશેષ લક્ષણનો નિષેધ જીવનું જે વિશેષ લક્ષણ છે તેને લઈને અહીં ‘અજીવાઃ”થી નિષેધ કરાય છે. અર્થાત્ જીવમાં રહેલા ઉપયોગરૂપ વિશેષ લક્ષણનો નિષેધ કરવામાં આવે છે. પણ સત્ત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ આદિ જે સામાન્ય ધર્મો છે તેનો નિષેધ કરાતો નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પદાર્થમાત્રમાં છે. જેટલા પદાર્થો છે તે બધામાં સત્ત્વાદિ ધર્મો છે. માટે સત્ત્વાદિ ધર્મની અપેક્ષાએ તો ‘ન જીવાઃ’ ‘અજીવાઃ' આ પ્રમાણે નિષેધ થઈ શકે નહિ. અજીવ શબ્દમાં રહેલા ‘અ’ છે તે ‘ન જીવાઃ' આ વાક્યમાં રહેલ ‘ન’ નો થયેલ છે. આ રીતે અજીવ શબ્દ સામાસિક છે. જે ‘ન' નો અર્થ છે તે જ આ ‘અ' નો અર્થ છે એટલે જ્યારે આ ‘ન' જે પદની સાથે લાગેલો હોય છે તે પદથી જુદા પદાર્થનો નિષેધ કરે છે. તેને માટે ન્યાય બતાવે છે— ‘ન'થી યુક્ત જે પદ હોય અને ‘ડ્વ'થી યુક્ત જે પદ હોય છે તે અન્ય સર્દેશ અધિકરણને બતાવનાર છે—અધિકરણમાં વર્તે છે. આ ન્યાયથી અહીં ‘અજીવ’ આ જે સમાસ બન્યો છે તેમાં ‘જીવ' પદ ‘નમ્' યુક્ત છે. તેથી જીવના સદંશ જે અન્ય હોય તેનું ગ્રહણ કરાય. જીવમાં જે દ્રવ્યત્ત્વ, સત્ત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો છે તે ધર્મો ધર્માદિ અજીવોમાં પણ છે તેથી જીવથી સદેશ ધર્માદિ છે. માટે ‘અજીવ’ પદથી ધર્માસ્તિકાયાદિ લેવાશે. જો આમ ન મનાય તો અર્થાત્ ‘ન જીવાઃ”માં ‘ન'થી ઉપયોગરૂપ વિશેષ લક્ષણનો નિષેધ ન મનાય અને સત્ત્વાદિ ધર્મોનો નિષેધ મનાય તો અજીવો સત્ત્વાદિ ધર્મવાળા ન થાય અને સત્ત્વાદિ ધર્મવાળા ન હોવાથી આકાશકમલ જેવા થશે. માટે ‘અજીવ' શબ્દથી ‘જીવ' દ્રવ્યથી જે વિપરીત દ્રવ્ય છે અર્થાત્ ઉપયોગ લક્ષણવાળું જે દ્રવ્ય નથી તે અજીવ છે. દ્રવ્યત્વની કે વસ્તુત્વની વિપરીતતા ઇષ્ટ નથી. ‘ન જીવાઃ અજીવાઃ’ આ વિગ્રહથી એવી શંકા કરવી નહીં કે દ્રવ્યત્વ અને વસ્તુત્વનો વિપર્યાસ=વિપરીતતા ઇષ્ટ છે. કેમ કે સૂત્રકાર અહીં દ્રવ્યનું નિરૂપણ કરી રહ્યા છે. માટે દ્રવ્યત્ત્વની વિપરીતતા ઇષ્ટ નથી તેવી રીતે વસ્તુત્વની વિપરીતતા પણ ઇષ્ટ નથી. કેમ કે વસ્તુત્વની વિપરીતતા ઇષ્ટ કરાય તે તો ધર્માદિ ગગનેન્દીવરના સમાન થઈ જાય ! ૧. નખ્યુ ંમિવયુ વા, યદ્રિાય વિધીયતે 1 तुल्याधिकरणेऽन्यस्मिन् लोकेऽप्यर्थगतिस्तथा ॥१॥ कोट्याचार्यकृत- विशेषावश्यकभाष्यटीका भा. २ पृ. ५६६ ..... इति न्यायेन भावान्तर एवाजीवशब्दो नाभावमात्रे वर्तते, यथाऽनश्वशब्दो गर्दभे वर्तते । भावान्तरानात्मकस्याभावमात्रस्याप्रसिद्धत्वात्'च । तत्त्वन्यायविभाकरे पृ, १३ पं. ७ Page #15 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર મતલબ ‘ન જીવાઃ’ આવો અજીવનો વિગ્રહ ન કરાય કેમ કે એનો અર્થ તો જીવનો અભાવ આવો થશે પણ જીવ ભિન્ન કોઈ વસ્તુ છે આવું સાબિત થશે નહિ. (જીવનો નિષેધ થશે પણ જીવ ભિન્ન કોઈ વસ્તુ છે આવો અર્થ મળશે નહીં.) છતાં પણ જો અજીવ પદનો ‘જીવનો અભાવ’ આવો અર્થ કરશો તો ધર્માદિ અજીવ દ્રવ્યો અભાવ કહેવાશે તેથી ધર્માદિ દ્રવ્ય વસ્તુઓમાં ગગનેન્દીવરની સમાનતાનો પ્રસંગ પ્રાપ્ત થાય ! અર્થાત્ ધર્માદિ અજીવ અસત્ સિદ્ધ થશે. ચૈતન્ય ગુણની જ વિપરીતતા ઇષ્ટ છે. તેથી પારિશેષ્ય અનુમાનથી ચૈતન્ય ગુણનો નિષેધ માનવો જોઈએ. અર્થાત્ ચૈતન્ય ગુણવાળો જીવ છે અને તેનાથી વિપરીત અજીવ છે. મતલબ એ છે કે દ્રવ્યની વિપરીતતા પણ લેવાય તેમ નથી, સત્ત્વાદિની વિપરીતતા પણ લેવાય તેમ નથી તો હવે બાકી રહે છે ચૈતન્ય. તેથી અહીં ચૈતન્યની વિપરીતતા સિદ્ધ થાય છે. આવી રીતે જે સિદ્ધ થાય તે પારિશેષ્ય' અનુમાન કહેવાય છે. ૧. પારિશેષ્યની વ્યાખ્યા : તતિરવિશેષામાવત્યે સતિ સામાન્યવત્ત્વરૂપો હેતુઃ પારિશેષાનુમાનમ્ દા. ત. મંત (પક્ષ) સફલ (સાધ્ય) સમાપ્તિ અન્ય અફલકત્વે સતિ સફલત્ત્વાત્ આ અનુમાનમાં મંગળની સફળતા સિદ્ધ કરી રહ્યા છે. તો મંગળનું કયું ફળ હોઈ શકે એને માટે હેતુ જે આપવામાં આવ્યો છે તે હેતુ જ એવી રીતે કરવામાં આવ્યો કે મંગળમાં બીજાં ફળોનો નિષેધ થાય છે. એટલે સમાપ્તિરૂપ ફળ જ મંગળનું થાય છે. અહીં સાધ્ય તરીકે ‘સમાપ્તિ ફળવાળું છે' એમ ન બોલતાં ‘સામાન્યથી ફળવાળું છે' આ પ્રમાણે સાધ્ય કરવામાં આવ્યું. પણ આ અનુમાન જ એવું છે કે એ સમાપ્તિ સિવાયના બીજા ફળને દૂર કરીને એક સમાપ્તિરૂપ ફળ જ જે બાકી રહ્યું છે તેને બતાવે છે. તેથી મંગળનું ફળ સમાપ્તિ છે. આમ જે સમાપ્તિફળની આ અનુમાનસિદ્ધિ થઈ તે પારિશેષ્ય અનુમાન છે. અહીં પારિશેષ્ય અનુમાન આવી રીતે સમજી શકાય છે. પવાન્તમંતનગ્ ‘અ' શબ્—પક્ષ નિવેદ્યાર્થ—સાધ્ય चैतन्यान्यानिषेधकत्वे सति निषेधार्थवाचित्वात् हेतु અજીવમાં રહેલ નખ્શબ્દ ચૈતન્યનો નિષેધ કરનાર છે. કારણ કે તે શબ્દ અજીવમાં રહેલ દ્રવ્યત્વ સત્ત્વાદિ સામાન્ય ગુણનો નિષેધક ન બનતો છતો નિષેધવાચી તો છે જ. આમ નિષેધના બધા સામાન્ય અર્થોની વિવક્ષા કરતાં જે પરિશેષરૂપ ચૈતન્યગુણ રહે છે તે જ અહીં વિવક્ષિત કરવો પડશે. પરિશેષ અર્થની વિવક્ષા પણ અહીં ન કરીએ તો નસ્ પદ અર્થરહિત થઈ જાય માટે નઝ્ પદનો અર્થ “ચૈતન્યનો નિષેધ” એમ કરવો જ પડશે... अप्रधान्यं विधेर्यत्र, प्रतिषेधे प्रधानता प्रसज्यप्रतिषेधोऽसौ क्रियया सह यत्र नञ् । प्रधानत्वं विधेर्यत्र प्रतिषेधेऽप्रधानता पर्युदासः स विज्ञेयो यत्रोत्तरपदेन नञ् । જે વાક્યમાં વિધિનું અપ્રાધાન્ય હોય અને પ્રતિષેધનું પ્રાધાન્ય હોય તે પ્રસજ્ય પ્રતિષેધ છે. આ પ્રસજ્ય પ્રતિષેધ ક્રિયાની સાથે ‘ન’ હોય ત્યાં થાય છે. અન્ન ન થયે મતિ આ વાક્યમાં ‘ન’નો સંબંધ ક્રિયાપદ સાથે છે. એટલે ‘અહીં ઘડો નથી.' આમ અહીં ઘડાનો નિષેધ થાય છે. અહીં વિધિ એટલે ‘છે.’ આ અપ્રધાન છે અને ‘ન'ની એટલે પ્રતિષેધની પ્રધાનતા છે. માટે આ ‘ન’ પ્રસજ્જ પ્રતિષધરૂપ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧ પર્યુદાસ અને પ્રસજ્યનું લક્ષણ આ વિપર્યાસરૂપ પ્રતિષેધ બે પ્રકારે છે. (અહીં વિપર્યાય એટલે પ્રતિષેધ અર્થ કરવો. એટલે “વિપર્યાસ' શબ્દના પ્રયોગથી પ્રતિષેધને જ વિપર્યાસ કહ્યો છે. એટલે વિપર્યાસ અને પ્રતિષેધ બંને એક છે.) વિપર્યાસરૂપ પ્રતિષેધના બે પ્રકાર : (૧) પથુદાસ (૨) પ્રસજ્ય. પર્યદાસ : અર્થથી નિર્દિષ્ટ અને વિધિના એક વાક્યમાં તત્પર એવો જે પ્રતિષેધ અર્થાત સમાસમાં રહેલો એવો જે નગુ, આમ પ્રતિષેધ (ન) અને સ્વપદ એટલે જ પદની સાથે “ન' લગાડવામાં આવ્યો છે તે પદથી ઉક્ત ન હોય તે પથુદાસ છે. અર્થાત્ “ન' જે પદની સાથે લગાડવામાં આવ્યો હોય તે પદના અર્થથી ભિન્ન અર્થને કહેનાર એ પ્રતિષેધ (ન) છે. તેથી વિધિનો વાચક બને છે. માટે જે પદની સાથે “ન' લગાડ્યો હોય તે બંને સમાસ હોવાથી એક વાક્ય છે. આ રીતે રહેલો પ્રતિષેધ (ન) વિધિરૂપ અર્થનો જ વાચક છે. તે પથુદાસ છે. પ્રસજયઃ આનાથી બીજા પ્રકારે છે તે પ્રસર્યો છે. અજીવ શબ્દનો વિગ્રહ પર્યદાસથી જ કરવો અહીં અજીવ શબ્દમાં આ બે પ્રકારના પ્રતિષેધમાંથી પથુદાસ જ ગ્રહણ કરવાનો છે. એટલે અજીવ શબ્દનો વિગ્રહ “જીવાતુ અન્ય” પર્યદાસથી જ કરવો. પર્યદાસ સનો–વસ્તુનો જ ઈષ્ટ છે. કારણ કે તે વિધિપ્રધાન છે. વિધિ એટલે અસ્તિત્વ. અહીં અસ્તિત્વની પ્રધાનતા છે એટલે કે “અજીવ’ શબ્દથી અસ્તિ–સત પદાર્થ લેવો પડશે. આ રીતે પર્યદાસ પ્રતિષેધ વિધિરૂપ અર્થનો જ વાચક છે તેથી જીવ જેમ સત્ છે તેમ એનાથી “અન્ય–બીજો પદાર્થ પણ સત્ જ હોય આવો અર્થ થાય. એટલે “અજીવ' શબ્દથી પણ જીવથી અન્ય સત્ પદાર્થ જ આવે.' આ અસ્તિત્વાદિ ભાવો બધા સતુ પદાર્થોમાં છે જ એટલે અસ્તિત્વાદિ ધર્મોથી કોઈ પણ પદાર્થનો ભેદ નથી. તો જીવ અને અજીવમાં ભેદ પાડનાર ચૈતન્ય છે. આ ચૈતન્ય જીવ સિવાયના બીજા અજીવ પદાર્થોમાં નથી. ચૈતન્ય તો જીવમાં જ છે. એટલે અહીં “જીવાતુ અન્યઃ” જીવ સિવાયનાં બીજાં દ્રવ્યોમાં ચૈતન્યનો નિષેધ કહેવાથી ધર્માદિ દ્રવ્યો અજીવ છે. આ અનુશાસન છે. આ સૂત્રકારનો અભિપ્રાય છે માટે ચૈતન્યરૂપ વિશેષ ધર્મોવાળા જીવ સિવાયનાં બીજાં દ્રવ્યો તે અજીવ છે આવી વ્યાખ્યા જ કરવી જોઈએ. આનાથી વિપરીત પર્યદાસ છે. તેથી “ન ઘટઃ અઘટઃ' આમાં “ન'નો સંબંધ ઉત્તરપદમાં જે “ઘટ' તેની સાથે છે એટલે ઘટથી જુદો સત્ પદાર્થ આવશે. ૧. કી નગૌ તૌ તો, પર્યુલાસપ્રલથી . पर्युदासः सहक्ग्राही, प्रसज्यस्तु निषेधकृत् ॥ પર્હદાસ નિષેધ, સદશને ગ્રહણ કરે છે તેથી અહીં જીવથી અન્ય ધર્માદિ સતરૂપ પદાર્થ જ આવે. Page #17 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર અન્ય મતે અજીવ શબ્દનું નિરૂપણ બીજાઓ જીવ શબ્દથી જીવનામ કર્મની વિવક્ષા કરે છે. એટલે “અજીવ કાયા'માં અજીવ શબ્દથી જીવનામ કર્મનો નિષેધ વિવક્ષિત છે એવું તેઓ કહે છે. તે જીવનામ કર્મ જીવનથી થાય છે. આ વિવક્ષાથી અચેતનું અને અકર્મ વસ્તુઓમાં અસ્તિત્વ તુલ્ય હોવા છતાં ધર્માદિ દ્રવ્યોમાં અજીવપણું છે. અન્યમતનું નિરૂપણ દૂષિત છે. જીવનામકર્મથી જીવમાં જીવન છે. આથી અચેતન અને અકર્મ વસ્તુઓ અજીવ છે. આ પ્રમાણે બીજાઓએ જે નિરૂપણ કર્યું તે દૂષિત થાય છે. તેમની આ વ્યાખ્યામાં અર્થાતુ “અચેતન” અને “અકર્મ વસ્તુમાં અજીવત્વનું નિરૂપણ કર્યું તે બંનેમાં નીચે પ્રમાણે દોષ આવે છે. આગમમાં કોઈ ઠેકાણે “જીવ' નામ કર્મ પ્રસિદ્ધ નથી. એટલે પહેલાં તો જે જીવનામ કર્મ કહ્યું તે જ અયુક્ત છે. કારણ કે જીવનાતુ જીવઃ' આ જે વ્યુત્પત્તિ છે તેમાં જીવન એટલે આયુષ્ય કર્મનો ઉદય કહેવાય છે. આયુષ્ય એ નામકર્મ નથી પણ તેનાથી જૂઠું સ્વતંત્ર જ આયુષ્ય નામનું કર્મ છે. આમ જેનો નિષેધ કરાય છે તે જીવનામકર્મ જ નથી તો નિષેધ કોનો કરવાનો? એટલે જીવનામકર્મથી જીવન નથી તેથી અચેતન અને અકર્મ વસ્તુમાં જીવત્વનો નિષેધ થાય છે આ જે તમે નિરૂપણ કર્યું તે બરાબર નથી. કેમ કે જીવનામકર્મથી જીવત્વ સિદ્ધ જ નથી. જીવન એ તો આયુષ્યકર્મ છે એટલે તમારો હેતુ જ દૂષિત છે. આ રીતે અચેતન અકર્મ બંનેમાં દોષ આવે છે એ સિદ્ધ કર્યું. હવે જો અન્ય મતવાલા ફરી પણ કહે કે–અકર્મ વસ્તુમાં અજીવત્વનો વિધિ છે અર્થાત્ અમે અકર્મમાં જીવત્વનો નિષેધ કરીએ છીએ. તો તેમનું આ કથન પણ બરાબર નથી. તેમાં પણ નીચે પ્રમાણે દોષ આવે છે. જીવ્યા, જીવે છે અને જીવશે આ પ્રમાણે જીવ શબ્દની જે વ્યુત્પત્તિ થાય છે તે વ્યુત્પત્તિથી દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણવાળો જીવ કહેવાય છે. આ બેમાંથી એકે પ્રાણ જેમાં ન હોય તે અજીવ છે પણ જીવ નામકર્મ તો છે જ નહીં કે જેથી જીવનામકર્મનો નિષેધ અજીવમાં છે એમ કહી શકાય... છતાં જો કેવલ દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ જીવ શબ્દ પોતાનું વાચ્ય પારિણામિક જીવતત્ત્વને કહે છે એમ કહો તો ગો’ શબ્દની માફક અર્થનું નિયમન થશે. તેથી જીવત્વ પારિણામિક ભાવનું સિદ્ધ થશે. આ પારિણામિક ભાવનું જીવત્વ તો સિદ્ધોમાં પણ છે તેથી પારિણામિક ભાવના જીવત્વને લઈને નિષેધ કરાય છે. આવું કોઈ કહે તો તેવું પારિણામિક ભાવનું જીવત્વ સિદ્ધોમાં પણ છે અને સિદ્ધો અજીવ નથી. તો એવંભૂતનયની અપેક્ષાએ સિદ્ધોમાં અજીવત્વ છે. નૈગમ આદિ નયની અપેક્ષાએ તો સિદ્ધોમાં જીવત્વ છે જ માટે જીવ નામકર્મને લઈને “ન જીવ:' અજીવમાં જીવનો નિષેધ નથી. મુદ્રિત ટિપ્પણમાં પૃ. ૩૧૫. જુઓ અધ્યા. ૧/સૂ. ૩૫ ના ભાષ્યમાં... Page #18 -------------------------------------------------------------------------- ________________ ૯ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧ સિદ્ધ ભગવંતો અકર્મ છે પણ તેઓમાં અજીવત્વ નથી ત્યાં પણ અજીવત્વનો પ્રસંગ આવશે એટલે ‘અજીવકાયા ધર્મધર્માકાશપુદ્ગલા'ને બદલે ‘અજીવકાયા ધર્મધર્માકાશપુદ્ગલસિદ્ધાઃ' આ પાંચ અજીવકાય-અસ્તિકાય અને છઠ્ઠો જીવાસ્તિકાય આમ છ અસ્તિકાય માનવા પડશે ! આ રીતે ‘અકર્મ વસ્તુમાં અજીવત્વનો વિધિ છે.' આ નિરૂપણ દુષ્ટ છે એમ સિદ્ધ થયું. આ દોષને હટાવવા માટે પણ અન્ય મતવાળા કહે કે અમે તો અકર્મ એવા અચેતનોમાં જીવત્વનો નિષેધ કરીએ છીએ. તો આ માન્યતા પણ બરાબર નથી. અકર્મ એવાં અચેતનોમાં જીવત્વનો નિષેધ કરવો એના કરતાં તો ચૈતન્યનો નિષેધ કહેવો એ જ શ્રેષ્ઠ છે. જીવનનો પ્રતિષેધ શા માટે કરવો ? આ રીતે અન્ય મત પ્રમાણે અજીવ શબ્દનું નિરૂપણ અને તેનું નિરસન સમાપ્ત થયું. હવે આપણે પ્રસ્તુત વિચારી રહેલ બે પ્રકારના નિષેધમાંથી ‘‘અજીવ” શબ્દનો વિગ્રહ પર્યુદાસથી જ કરવો આ વાત સમજી લીધી ત્યાર બાદ પ્રસજ્જ પ્રતિષેધ ‘અજીવ' શબ્દમાં બને કે કેમ તેની વિચારણા શરૂ કરીએ છીએ... અજીવના વિગ્રહમાં પ્રસજ્ય પ્રતિષેધનો નિષેધ ‘નજીવ:' ‘અજીવઃ’અર્થાત્ જીવથી અન્ય અજીવ છે. આ રીતે વિધિરૂપ પર્યુદાસ પ્રતિષેધ છે તેને છોડીને ‘જીવો ન ભવતિ’ આ પ્રમાણે પ્રસજ્ય પ્રતિષધરૂપ અર્થ ગ્રહણ કરાય તો તે બરાબર નથી. કેમ કે પ્રાયઃ કરીને પ્રસજ્જ પ્રતિષેધ તો પ્રસક્તનો થાય. પ્રસક્ત એટલે પ્રસંગ આને દૂર કરવા પ્રાયઃ કરીને પ્રતિષેધ ‘ન’નો ઉપયોગ થાય છે. ૧. ૨. અહીં એમ સમજાય છે કે જેઓ ‘જીવન'ને લઈને જીવત્વનો નિષેધ કરે છે તેમાં તેમનો એક પણ પક્ષ ટકી શકતો નથી તેથી અકર્મ એવાં અચેતનોમાં ‘જીવન'ને લઈને નિષેધ કરવા તૈયાર થાય છે પણ અચેતન વસ્તુમાં જે અકર્મ વિશેષણ લગાવે છે તે નિરર્થક છે. કેમ કે વિશેષણ તો વ્યાવર્તક હોય છે. અચેતન કોઈ એવો નથી જેનો અકર્મ વિશેષણથી વ્યવચ્છેદ થાય. તેથી અકર્મ એ વિશેષણ નિરર્થક છે. અર્થાત્ અકર્મ એવી અચેતન વસ્તુ જ અપ્રસિદ્ધ છે. આથી આમ દોષ આવે છે. તેથી ચૈતન્યનો પ્રતિષેધ કરવો એ જ શ્રેષ્ઠ છે. જીવનના પ્રતિષેધથી શું ? આનું તાત્પર્ય આમ સમજાય છે. પ્રસય પ્રતિષેધ, પ્રસક્તનો થાય. અજીવમાં કોઈ પણ રીતે ચૈતન્ય ધર્મનો પ્રસંગ આવતો જ નથી માટે અહીં અજીવમાં રહેલો ‘અ' (ન) પ્રસજ્જ પ્રતિષેધ માની શકાય નહીં. આથી અહીં તો ‘જીવથી અન્ય’ આ રીતે પર્યુદાસ જ ગ્રહણ કરવો જોઈએ. પ્રસજ્ય પ્રતિષેધ પ્રસક્તનો જ પ્રાયઃ થાય છે એનો અર્થ એ છે કે કોઈ પણ કાલે કે કોઈ પણ ક્ષેત્રમાં જીવ શબ્દથી વિવક્ષિત ચૈતન્ય ગુણ ધર્માસ્તિકાયમાં રહ્યો હોય તો ‘ધર્માધર્માકાશાઃ પુદ્ગલાઃ જીવાઃ ન ભવન્તિ' તેવી રીતનો પ્રસજય પ્રતિષધરૂપ અર્થ નીકળે. જેમ ‘ભૂતલે ઘટો ન ભવતિ' આ પ્રતિષેધ બતાવે છે કોઈ પણ ઘટ કોઈ પણ કાલમાં ભૂતલાદિ અધિકરણમાં પ્રસિદ્ધ હતો પણ અત્યારે ભૂતલમાં ઘટ નથી અર્થાત્ પહેલાં તે પ્રસક્ત હતો અત્યારે તેનો પ્રસંગ નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર અહીં તો ચૈતન્ય ધર્મનો કોઈ પણ રીતે ધર્માદિમાં પ્રસંગ આવતો જ નથી માટે પ્રસજય પ્રતિષેધની ઉપેક્ષા કરવામાં આવી છે અને પર્યદાસ ગ્રહણ કર્યો છે. આ રીતે “અજીવ'ના વિગ્રહમાં પ્રસજ્ય પ્રતિષેધનો નિષેધ કર્યો. સૂત્રમાં રહેલ “અજીવ’ શબ્દના નિર્ણય બાદ તેને લાગેલ કાય શબ્દની સાથે વિગ્રહ કરતાં કહે છે – ભેદમાં ષષ્ઠી છે કે અભેદમાં છે તેની વિચારણા ‘અજીવકાયા એટલે અજીવોનો કાય. અહીં “અજીવાનાં કાયામાં જે ષષ્ઠી વિભક્તિ છે તે અભેદમાં ષષ્ઠી છે પણ ભેદમાં ષષ્ઠી વિભક્તિ નથી. દા. ત. સોનાની વીંટી, શિલાપુત્રનું શરીર, તેલની ધારા, રાહુનું માથું. આ બધામાં છઠ્ઠી વિભક્તિ છે તેનો અર્થ સોનું અને વીંટીનો અભેદ છે. સોનું અને વીંટી જુદાં નથી. તેવી રીતે અહીં “અજીવોનો કાય' એટલે અજીવ અને કાય આમ બે જુદા જુદા નથી પણ એનો અભેદ છે. અર્થાત્ એક છે. આમ અહીં અભેદમાં ષષ્ઠી વિભક્તિ છે. અજીવકાયાનો કર્મધારય સમાસ કરવો જ શ્રેષ્ઠ છે. આ રીતે અભેદમાં ષષ્ઠી વિભક્તિ છે છતાં કોઈને ભેદની શંકા થાય કેમ કે પછી વિભક્તિ ભેદમાં પણ થાય છે, અભેદમાં પણ થાય છે તો અહીં ભેદમાં હોય તો ? આવી શંકા થવાનું કારણ ષષ્ઠી વિભક્તિ છે માટે તો કહે છે કે આ એક રીતે જ સમાસ થાય છે એવું નથી બીજી રીતે પણ સમાસ થાય છે. આપણે અહીં ષષ્ઠી તપુરુષને બદલે કર્મધારય સમાસ જ કરવો એટલે અજીવ અને કાયાના ભેદની શંકા દૂર થઈ જશે. આમ “અજીવાશ્ચ તે કાયાશ્ચ' અજીવકાયાઃ “અજીવ એવા કાય' આવો અર્થ થવાથી અજીવ અને કાયનો અભેદ છે એમાં જરાય શંકા રહેશે નહિ. કેમ કે કર્મધારય સમાસ અભેદ બતાવે છે. માટે અભેદને બતાવનાર કર્મધારય સમાસ જ શ્રેષ્ઠ છે. કાય શબ્દનો પારિભાષિક અર્થ અજીવકાયામાં રહેલ “કાય' શબ્દનો ઉપસમાધાન અર્થ થાય છે. ઉપસમાધાન એટલે પ્રદેશો અને અવયવોનું નજીકતાથી એકબીજાની સાથે અનુવૃત્તિથી-મળવાથી-સમ્યગુ-સારી રીતે મર્યાદાથી ધારણ કરવું-અવસ્થાન કરવું, રહેવું. મતલબ પ્રદેશો અને અવયવોનું એકબીજા સાથે મળીને સારી રીતે મર્યાદાપૂર્વક રહેવું. આ કાય શબ્દનો પારિભાષિક અર્થ છે. અથવા કાય શબ્દ ઉપમા છે અથવા “કાયા ઇવ એતે કાયા આ પ્રમાણે ઉપમા સમજવી. એટલે અહીં કાય શબ્દનો ૧. વ્યાકરણમાં ‘૩ય વ્યાધ્રા: સાણાની' રૂ/૨/૧૦૨માં વ્યાખ્રઃ વ વ્યાપ્રઃ પુષ: પુરુષશ્રાણી વ્યાખ્રશ પુરુષવ્યાઃ બતાવ્યું છે. તેની જેમ અહીં પણ વાયા રૂવ ાયા:, મનીવા:, મનીવાશ તે વાયાશ ‘નવાયા' સમજવું..... Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અધ્યાય-૫ સૂત્ર-૧ શરીર એ અર્થ નથી પણ કાયાના જેવી કાયા આ અર્થ છે. એટલે “કાયની ઉપમા છે. આમ ઉપમાથી ધર્માદિ દ્રવ્યોને કાય કહ્યા છે. માટે અહીં ‘કાય” શબ્દ ઉપમામાં છે. જેમ શરીર એ પ્રદેશોનો અવયવી છે. આથી “કાય' શબ્દથી શરીર કહેવાય છે તેવી રીતે પ્રદેશોના અવયવી હોવાથી આ અજીવો પણ કાય’ શબ્દથી કહેવાય છે. આ રીતે સૂત્રમાં રહેલ “અજીવકાયાઃ' આ પદનું વિવેચન પૂર્ણ થયું. આ સામાસિક પદનો સમાસ અને અર્થ નિર્ણય કર્યો. હવે “ધર્માધર્માકાશપુદ્ગલાઃ' આ બીજા પદનો વિચાર આરંભાય છે. અજીવોનાં નામ અને તેનો સમાસ : ધડધડડાપુતા: આ પણ સામાસિક પદ છે. તેનો દ્વન્દ સમાસ છે. ધર્મશ્ચ અધર્મશ્ચ આકાશશ્ચ પુદ્ગલશ્ચ “ધર્માધર્માકાશપુગલા એટલે ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ આવો અર્થ થાય. આ રીતે દ્વન્દ સમાસ દ્વારા અજીવોનાં નામ બતાવ્યાં. ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ અજીવકાયો છે. ધર્માદિનો સામાન્ય પરિચય સૂત્રકાર સ્વયં આ અજીવોનો સ્વતંત્ર પરિચય આપવાના છે માટે પ્રત્યેક અજીવોનો સામાન્યથી પરિચય આપે છે. ધર્મઃ જીવ અને પુદ્ગલની ગતિમાં મદદગાર એટલે કે ગતિમાં જે સહાયક બને છે એવું જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય છે ગતિરૂપ કાર્યથી અનુમેય છે. (આગમ ગમ્ય તો છે જ) અધર્મ ઃ જીવ અને પુદ્ગલને સ્થિતિમાં જે ઉપકાર કરે તે અધર્મ-અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે સ્થિતિરૂપ કાર્યથી અનુમેય છે. આ બંને અતીન્દ્રિય દ્રવ્યો છે. અન્ય મત પ્રસિદ્ધ અષ્ટથી ધર્માધર્મની ભિન્નતા અહીં ધર્મ શબ્દથી ધર્માસ્તિકાય અને અધર્મ શબ્દથી અધર્માસ્તિકાયનું ગ્રહણ કરવામાં આવ્યું છે તો સામાન્યથી લોકપ્રસિદ્ધ ધર્મ એટલે પુણ્ય કે જે શુભ ફળ આપનાર છે. અને અધર્મ એટલે પાપ કે જે અશુભ ફળ આપનાર છે. તે અદૃષ્ટ-ધર્મ-અધર્મનું ગ્રહણ કેમ ન કર્યું? આ પ્રશ્નનું સમાધાન કરતાં ટી. મ. કહે છે કે ખુદ સૂત્રકારે આ સૂત્રના ભાગમાં ધર્મ એટલે ધર્માસ્તિકાય અને અધર્મ એટલે અધર્માસ્તિકાય આ અર્થ કર્યો છે અને એ દ્રવ્યો છે. આવું વિધાન “વ્યાળિ નીવાશ" આ સૂત્રથી આગળ કરે છે. એટલે અહીં ધર્મ અને અધર્મથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ દ્રવ્યો જ ગ્રહણ કરવાના છે, અને જો ધર્માધર્મ અદષ્ટરૂપ ગુણ ...अभ्यन्तरीकृतेवार्थो हि कायशब्दः, काया इव काया इति, यथौदारिकादिशरीरनामकर्मोदयवशात् पुद्गलैश्चीयन्ते इति कायाः तथा धर्मादीनामनादिपारिणामिकप्रदेशचयनात् कायत्वम्.. तत्त्वन्यायविभाकरे पृ. १५ पं. २३ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થ સૂત્ર છે એમ કહો તો તે અહીં આવી શકે જ નહીં કેમ કે અહીં તો દ્રવ્યનો પ્રસ્તાવ છે, દ્રવ્યનું પ્રકરણ ચાલે છે તેમાં ગુણની વાત ક્યાંથી આવે? દ્રવ્યના પ્રકરણમાં તેનો પ્રસંગ જ આવતો નથી. આ રીતના જવાબથી અદષ્ટ (પુણ્ય-પાપ) એ ગુણ નથી પણ દ્રવ્ય છે તેમ સમજાવ્યું. હવે ધર્માધર્મને દ્રવ્ય કહ્યું એટલે એક નવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કેધર્માધર્મ જે પુણ્ય-પાપરૂપ દ્રવ્ય છે તેનો સમાવેશ શેમાં કરશો ? જૈનોને ત્યાં શુભાશુભ ફળને પેદા કરનાર ધર્માધર્મ મૂર્ત જ છે. કેમ કે તે પુગલરૂપ છે. આથી પુદ્ગલ દ્રવ્યના ગ્રહણથી તે શુભાશુભ ફળ આપનાર ધર્માધર્મનું ગ્રહણ થઈ જ જાય છે. આમ લોકપ્રસિદ્ધ જે ધર્મ-અધર્મ એટલે પુણ્ય અને પાપ એ પૌદ્ગલિક છે એટલે એનો સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં જ થઈ જાય છે. આ રીતે પુણ્ય-પાપરૂપ ધર્મા-ધર્મ પૌદ્ગલિક હોવાથી પુદ્ગલ દ્રવ્યમાં આવી જશે એ સિદ્ધ થયું એટલે અહીં ધર્મથી ધર્માસ્તિકાય અને અધર્મથી અધર્માસ્તિકાય દ્રવ્ય જ આવે એમાં જરા પણ શંકાને સ્થાન નથી. અહીં જે ધર્માધર્મનું નિરૂપણ થઈ રહ્યું છે તે ગતિમાં ઉપકારક ધર્માસ્તિકાય અને સ્થિતિમાં ઉપકારક અધર્માસ્તિકાય દ્રવ્ય છે પણ તૈયાયિક વગેરે જે ધર્માધર્મને અદષ્ટ ગુણ માને છે તે નથી. આમ અન્ય મત પ્રસિદ્ધ અષ્ટથી ધર્માધર્મની ભિન્નતા છે એ સિદ્ધ થયું. આ રીતે ધર્મ-અધર્મનો સામાન્ય પરિચય આપ્યા બાદ ક્રમથી આવતા આકાશનો સામાન્ય પરિચય આપે છે. આકાશ-અવગાહમાં ઉપકારકપણે આકાશ અનુમેય છે. અર્થાત્ જે દ્રવ્ય જીવાદિ દ્રવ્યોના અવગાહમાં ઉપકાર કરે છે તે આકાશ દ્રવ્ય છે તે અવગાહ આપવા રૂપ કાર્યથી અનુમેય છે. અલોકાકાશ અવગાહમાં ઉપકારક છે કે નહિ એવી શંકા ને તેનું સમાધાન અવગાહ આપવા રૂપ કાર્યથી જે અનુમેય છે તે આકાશ છે. આવો આકાશનો સામાન્ય પરિચય થયો એટલે જિજ્ઞાસુને સહસા શંકા થાય છે કે આકાશના બે વિભાગ છે : (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. અવગાહક અવગાહના લેનાર પદાર્થો લોકાકાશમાં જ છે. અલોકાકાશમાં તો કોઈ અવગાહક નથી. આથી અલોકાકાશ તો કોઈને અવગાહના આપતું નથી. આમ અલોકાકાશ અવગાહમાં ઉપકારક નથી એટલે અલોકાકાશમાં અવગાહ દાયકત્વ હેતુ ઘટી શકતો નથી. તો ત્યાં અલોકાકાશમાં કેવી રીતે અનુમાન કરવું? અલોકાકાશ અવગાહમાં ઉપકારકપણે અનુમેય ૧. धमविशेषात् प्राक्तनपापकर्मापकर्षस्य, प्राचीनपुण्योत्कर्षस्य. संक्रमजनितवैलक्षण्यस्य च अदृष्टगुणत्वे असंभवात् सूक्ष्मकर्मपुद्गलरूप अदृष्टपक्षे एव सर्वस्यास्यार्थस्य घटमानत्वात् इति वादमालायां अदृष्टसिद्धिवादे पू. महोपाध्याय श्री यशोविजयाः न्यायाचार्याः । ધર્માધર્મ એ અદષ્ટ ગુણ વિશેષ નથી. કેમ કે અદષ્ટ પુદ્ગલ દ્રવ્ય છે. આની સિદ્ધિ પૂ. ઉપાધ્યાયજી મ. બતાવે છે કે જો ધર્મ કરવાથી પાપનો અપકર્ષ થાય છે ને પુણ્યનો ઉત્કર્ષ થાય તે જો અદષ્ટ-ધર્માધર્મ ગુણ મનાય તો આ અપકર્ષ અને ઉત્કર્ષ બની શકે નહિ. માટે અદષ્ટ પુગલરૂપ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૧ ૧૩ કેવી રીતે છે ? આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે અલોકાકાશમાં પણ અવગાહ આપવારૂપ ઉપકારત્વ તો છે જ પણ ત્યાં ધર્માધર્મ નથી. જો આલોકાકાશમાં ગતિ અને સ્થિતિના હેતુ ધર્માધર્મ હોત તો જરૂર અવકાશ આપવાનો વ્યાપાર થાત. પણ ગતિ-સ્થિતિમાં સહાયક એવા ધર્માધર્મ ત્યાં નથી એટલે અલોકાકાશમાં અવગાહ આપવાનો ગુણ હોવા છતાં તે અભિવ્યક્ત થતો નથી–દેખાતો નથી. આમ અલોકાકાશમાં પણ અવગાહ દાયકત્વ ગુણ તો છે જ માટે તે પણ અવગાહના આપવારૂપ કાર્યથી અનુમેય છે આ વાત સિદ્ધ થાય છે. ધર્મ, અધર્મ અને આકાશનો સામાન્ય પરિચય આપ્યા પછી હવે પુલ દ્રવ્યનો પરિચય આપે છે. પુદ્ગલ શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા પરિચય | ‘પૂરણ અને ગલન થતું હોવાથી પુદ્ગલ છે.” આ ‘પૂરુ અને “રત્ન ધાતુના સંયોગથી બનેલ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્યર્થ છે. આ પુગલ શબ્દમાં રહેલ ‘પૂર ધાતુનો અર્થ ‘પૂરણ કરવું', મળવું” અને “' ધાતુના અર્થ “ગળવું” ખરી પડવું થાય છે. માટે પુદ્ગલો પૂરણ અને ગલન સ્વભાવવાળા છે આવો અર્થ થાય છે. આવા સ્વભાવવાળા હોવાથી પુગલો સંહન્યમાન અને વિસંહતિમાન એટલે ભેગા અને જુદા થાય છે. આમ જે ભેગા થાય અને છૂટા પડી શકે, જે એકઠા થાય અને વિખરાઈ જાય તે પુદ્ગલો છે. ભેગા થવું, છૂટા પડવું, એકઠા થવું, વિખરાઈ જવું આ પુદ્ગલોનો પરિણામ છે. આ રીતે પૂરણ અને ગલન સ્વભાવવાળાં પુગલો છે. આ અર્થ પુદ્ગલના પોતાના પરિણામને લઈને બતાવ્યો છે. હવે બીજી રીતે વ્યુત્પત્તિ દ્વારા પુદ્ગલનો આત્માની સાથે કેવો પરિણામ છે તે અર્થ બતાવે છે. પુરુષ (આત્મા)ને જે ગળી જાય ૧. અહીં જે “ગતિ-સ્થિતિના હેતુ ધર્માધર્મ' કહ્યું છે તેમાં ગતિ-સ્થિતિ હેતુ એ ધર્માધર્મનું સ્વરૂપ વિશેષણ છે પણ વ્યવચ્છેદક વિશેષણ નથી. તેથી ગતિ અને સ્થિતિ હેતુ વિશિષ્ટ ધર્માધર્મ અલોકાકાશમાં નથી એવો નિષેધ નથી પણ ખરેખર ત્યાં ધર્મ અને અધર્મ નથી એટલે કે અલોકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય નથી. આ ભાવ મનમાં રાખીને જ ધર્મ અને અધર્મ નથી તેથી અલોકાશમાં અવગાહ ગુણ હોવા છતાં પણ અભિવ્યક્ત થતો નથી આમ કહ્યું છે. મુદ્રિત ટિપ્પણીમાં-પૃ. ૩૧૬ २. न चालोकाकाशे लक्षणमिदमव्याप्तमिति वाच्यम्, तत्राप्यवगाहानुकूलावकाशदातृत्व-स्वभावस्य सत्त्वात्, ... अवगाहकाभावादेवनावगाहः, नहि हंसस्यावगाहकस्याभावेऽवगाह्यत्वं जलस्य हीयत इति । तत्त्वन्यायविभाकरे तृतीयकिरणे पृ. ४१ ૩. પૃ-પાનપૂરપયો: પા. પા. ૧૦૮૬ પાતર્યાત સુવહુ સ્વલિવિપક્ષાંતાંતાન પુતિનાત્મભાવેનેતિ પાન્યતે तैस्तथाविधोपयोगगत्येति वा पुरुषः, पूरयति तांस्तैः पुमांसं गिलति पुंसा वा गिल्यत इति पुद्गलः, पूर्यत, इति वा पुरुषः । पूरणाद् गलनाद् वा पुद्गल इति ॥ द्वादसारनयचक्रम्, प्रथमो विभागः पत्रम् ३५१ ....અભિધાન ચિંતામણિકોશ-ટીકામાં પતે ત પુતિઃ આ રીતે ઉણાદિથી સિદ્ધ કર્યો છે. પૂરાતજનનાર્ આ વ્યુત્પત્તિ કરીને પૃષોદરાદિમાં લઈને નિપાતથી સિદ્ધ કર્યું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થ સૂત્ર અથવા પુરુષ વડે જે ગળાય તે પુદ્ગલ કહેવાય છે. અહીં પુદ્ગલ ‘શબ્દમાં ‘ગૃ’ ધાતુ સમજવો. એટલે આ વ્યુત્પત્તિનો અર્થ એવો સમજવો કે જે મિથ્યાત્વાદિ હેતુવાળા આત્માને બાંધે-વીંટી લે તે પુદ્ગલ કહેવાય છે. મતલબ એ છે કે આત્માને પુદ્ગલમય બનાવી દે તે પુદ્ગલ છે. જોકે બધાં જ પુદ્ગલો આત્માને તન્મય નથી બનાવતાં પણ આત્માને પુદ્ગલમય બનાવનાર કોઈ હોય તો તે પુદ્ગલ જ છે. મિથ્યાત્વાદિ કર્મબંધનાં કારણોને લઈને જીવ કર્મ બાંધે છે તે આત્મા અંગે કહી શકાય છે કે તે આત્માને પુદ્ગલો ગળી ગયાં. અથવા તે આત્મા વડે પુદ્ગલો ગળાયાં. આમ આત્માને પુદ્ગલમય બનાવનાર પુદ્ગલ છે. હવે અર્થાન્તરને લઈને વ્યુત્પત્તિ બતાવે છે. અથવા આ જ ધાતુને ‘ગ્રહણ કરવું એવો પણ અર્થ બીજે સ્થળે થાય છે. તો તે અર્થ લઈએ તો ‘પુરુષ વડે—કષાય અને યોગવાળા આત્મા વડે કર્મ પણ જે ગ્રહણ કરાય તે પુદ્ગલ' આવી રીતે વ્યુત્પત્તિ થાય છે. આ રીતે પુદ્ગલ શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા પરિચય થયો. આમ ધર્મ-અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર અજીવકાયોનો સામાન્ય પરિચય થઈ ગયો. અજીવનો અધિકાર ચાલતો હોવા છતાં કાલને ગ્રહણ નહીં કરવાનો હેતુ આ સૂત્રમાં અજીવકાય બતાવી રહ્યા છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ બતાવ્યા. તો અહીં એક પ્રશ્ન થાય છે કે— પ્રશ્ન :— કાળ પણ અજીવ પદાર્થ છે તો આ સૂત્રમાં તેનું ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તર : ‘કાળ એ કોઈ એક મતથી દ્રવ્ય છે' આ વાત આગળ દ્રવ્યના લક્ષણના અધિકારમાં જ કહેવાશે. વળી ભાષ્યકારને અસ્તિકાયની વ્યાખ્યા કરવી ઇષ્ટ છે. તો આ ધર્માદિ દ્રવ્યો' અસ્તિકાય છે પણ કાળ એ અસ્તિકાય નથી કેમ કે તે એક સમયરૂપ છે. અર્થાત્ સમૂહરૂપ નથી. ૧. ‘અજીવકાય’, આ પ્રમાણે અહીં પ્રયોગ કરવો જોઈતો હતો. છતાં અહીં ‘અસ્તિકાયા' આવો વાક્ય પ્રયોગ કેમ કર્યો ? તેના સામાધાનમાં કહે છે—અહીં અસ્તિ એ અવ્યયરૂપ આખ્યાત છે. તેથી ‘અસ્તિ' અને ‘કાય’ બંને પદો જુદાં છે. એટલે ‘કાયો છે' આવો અર્થ થાય માટે વાંધો આવશે નહીં.......અથવા ‘કાય’ શબ્દથી અસ્તિકાયનું ગ્રહણ થઈ શકે છે. કેમ કે પદમાં પદના સમુદાયનો ઉપચાર થઈ શકે છે. તેથી અસ્તિકાયનો ‘કાય’ એક દેશ છે માટે ‘કાય' એ પદથી અસ્તિકાય પણ લઈ શકાય. આ રીતે કરવાથી ભાષ્યકાર હવે જે ‘ધર્માસ્તિકાય....’ આદિ ભાષ્ય દ્વારા વ્યાખ્યા કરી રહ્યા છે તે પણ અવિરુદ્ધ થશે... મુદ્રિત ટિપ્પણીમાં રૃ. ૩૧૬... Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૧ ૧૫ તથા કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાનો બધા આચાર્યોનો મત નથી, આમ અહીં અસ્તિકાય હોય તેવા અજીવ દ્રવ્યોનું જ વર્ણન કરવાનું છે. આથી કાલ અજીવ હોવા છતાં પ્રસ્તુત અધિકારમાં તેનું વર્ણન કર્યું નથી. ભાષ્ય - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય આ પ્રમાણે અવકાયો છે. તેઓને અમે લક્ષણથી આગળ કહીશું. કાયનું ગ્રહણ પ્રદેશ અને અવયવોના બહુત્વ માટે અને અધ્યા સમયના નિષેધ માટે છે. ટીકા–સૂત્રમાં “ધર્માદિ અને “કાયનું તો સાક્ષાત્ ગ્રહણ કર્યું છે અને તે પણ “અજીવ' પદની સાથે સંબંધ છે. મતલબ સૂત્રમાં સાક્ષાત્ પ્રહણ કરેલા ધર્માદિ અને કાય આ બંનેનો સંબંધ અજીવ' પદ સાથે છે તે બતાવતા ભાષ્યકાર ધર્માદિની સાથે સમાન વિભક્તિ મૂકીને એક એકનો સંબંધ ધરાવે છે. તે આ રીતે “ધર્માસ્તિકાય..' ઇત્યાદિ સૂત્રમાં નહીં કહેલ “અસ્તિ' શબ્દ ભાષ્યકારે કેવી રીતે લીધો? સૂત્રમાં તો “ધર્મ” અને “કાય” આ શબ્દો લખેલા છે તો ભાષ્યકારે “ધર્મકાય' આવી રીતે પ્રયોગ કરવો જોઈએ પણ “ધર્માસ્તિકાય' આમ કેમ પ્રયોગ કર્યો ? અસ્તિ શબ્દ તો સૂત્રમાં નથી એટલે કોઈને તર્ક થાય છે કે સૂત્રમાં નહીં કહેલ “અસ્તિ' શબ્દને ભાષ્યકારે કેવી રીતે લીધો ? ધર્મ અને કાય આ બેની વચમાં અતર્કિત–અણચિંતવ્યો “અસ્તિ” શબ્દ ક્યાંથી ટપકી પડ્યો? અર્થના જાણકારો જ્ઞાન અને શબ્દનો વિષય સ્વભાવરૂપ અને આપત્તિરૂપ ઉભય કહે છે. કેટલોક બોધ સાક્ષાત્ શબ્દથી થાય છે, જ્યારે કેટલોક બોધ શબ્દના પ્રયોગ વિના પણ થાય છે. અહીં સૂત્રમાં “અસ્તિ' શબ્દનો પ્રયોગ નથી કર્યો માત્ર “કાય” શબ્દનો જ પ્રયોગ કર્યો છે. આ કાય શબ્દનો અર્થ ઉત્પાદ અને વ્યય થાય છે તેમ આગળ કહેવાશે. આથી અહીં સૂત્રમાં પ્રયોગ કરાયેલ “કાય’ શબ્દથી ઉત્પાદ-વ્યયનું જ્ઞાન થાય છે. માટે આ ઉત્પાદ-વ્યયનું જ્ઞાન શબ્દથી થતું જ્ઞાન છે. વળી પદાર્થ માત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે આવું આગળ નિરૂપણ થશે. તેથી જ્યારે કાય’ શબ્દથી ઉત્પાદ-વ્યયનું જ્ઞાન કર્યું તો તેની સાથે ધ્રૌવ્ય હોવું જ જોઈએ આવું અવશ્ય સમજાય છે. તો તે ધ્રૌવ્યનું જ્ઞાન શેનાથી થાય ? તેને બતાવનાર કોઈ શબ્દ મૂકવો જ જોઈએ. તેથી ભાષ્યકારે ગ્રહણ કરેલ “અસ્તિ” શબ્દ ધ્રૌવ્યને બતાવનાર છે. આમ “કાયશબ્દના સંસર્ગથી સમજાય છે-કે “અસ્તિ” શબ્દ ગ્રહણ કરવો જોઈએ. સૂત્રમાં પ્રયોગ કરાયેલ “કાયશબ્દથી થતું ઉત્પાદવ્યયનું જ્ઞાન શબ્દથી થતું જ્ઞાન છે. ૧. ૨. સૂ. ૨૨, ૩૮. સૂત્રેડસ્લિશબ્દાનુપવાન પર્વે ૨૧૨. પલકો નીત્યા, સૂવનાત્ સૂત્રતિ કૃત્વા તિ... | શ્રી તત્ત્વા. દર 5. Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૧૬ જ્યારે ‘કાય' શબ્દના સંસર્ગથી ધ્રૌવ્યનો બોધ કરાવનાર ‘અસ્તિ’ શબ્દ હોવો જોઈએ આવું જ્ઞાન થાય છે. આમ અસ્તિ શબ્દથી જે ધ્રૌવ્યનો બોધ થાય છે. તે જ્ઞાનથી થતો બોધ છે અને ઉત્પાદવ્યયનો બોધ થાય છે તે સાક્ષાત્ ગ્રહણ કરેલ ‘કાય’ શબ્દથી થતો બોધ છે. આમ કેટલોક બોધ શબ્દથી થાય છે અને કેટલોક સંસર્ગ-આદિથી થાય છે તેથી ભાષ્યકારે ધર્મકાય, અધર્મકાય ઇત્યાદિ ન કહેતાં ‘ધર્માસ્તિકાય’ ‘અધર્માસ્તતિકાય' વગેરેમાં ‘અસ્તિ' શબ્દ મૂકીને વ્યાખ્યા કરી છે. હવે આપણે જે તર્કના સમાધાનની શરૂઆતમાં વાંચી ગયા કે જ્ઞાન અને શબ્દનો વિષય સ્વભાવરૂપ અને આપત્તિરૂપ છે. એટલે તે શું છે તે સમજી લઈએ. સ્વભાવ :– કોઈ પણ પ્રકારના વિશેષણથી રહિત હોય અર્થાત્ જેનો કોઈ ભેદ પાડી શકાય નહીં, વળી જે હંમેશા અવિકાર્ય હોય. અર્થાત્ બદલાતો નથી તે સ્વભાવ કહેવાય છે. આ અંશ વડે ધ્રૌવ્ય આવો વ્યવહાર થાય છે. દા. ત. જેમ આત્માનું ચૈતન્ય અકૃત્રિમ-સ્વાભાવિક છે, પુદ્ગલ દ્રવ્યનું મૂર્તત્વ, ધર્માદિનું અમૂર્તત્વ સકળ લોક વ્યાપીપણું અને ગત્યાદિમાં ઉપગ્રહ આદિ લક્ષણો સ્વભાવરૂપ છે અને આ બધા ધ્રુવ છે. આપત્તિ :— ‘આપાદનં આપત્તિઃ' આપત્તિ એટલે પ્રાપ્તિ આ તેનો વ્યુત્પત્યર્થ છે. આ પ્રાપ્તિ આવિર્ભાવ અને તિરોભાવરૂપ છે. અર્થાત્ વસ્તુમાં જે ઉત્પાદ થાય છે અને વિનાશ થાય છે તે જ આવિર્ભાવ અને તિરોભાવ છે. એટલે આપત્તિનો અર્થ થાય છે ઉત્પાદ, વિનાશ. આપત્તિ દ્વારા ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આ આપત્તિરૂપ પરિણામમાં માટીરૂપ વસ્તુ મૂર્તિ-આકાર સ્વભાવ અને રૂપાદિ સ્વભાવને છોડ્યા વગર ઘટ, કપાલ, શકલ વગેરે આકારને ધારણ કરતી પેદા થાય છે અર્થાત્ ઉત્પાદયુક્ત થાય છે, મતલબ તે વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે ‘ઉત્પાદ’ આવો વ્યવહાર થાય છે. જેમ મોટા સરોવરમાં ચંચલ પવનના વેગથી તરંગોની શ્રેણીઓ પ્રગટ થાય છે. તે તરંગો જળદ્રવ્યરૂપ જ છે. અર્થાત્ સરોવરમાં જે પાણી છે તે જ તરંગ બને છે. આમ તરંગરૂપે પાણીનો જ ઉત્પાદ છે તેવી રીતે ઘટાદિ માટી દ્રવ્યરૂપ જ છે. અર્થાત્ ઘટાકારે માટીનો જ ઉત્પાદ છે. આ રીતે વસ્તુ પોતાના મૂર્તિ અને રૂપાદિ સ્વભાવને છોડ્યા વગર જુદા જુદા આકારને ધારણ કરે છે તેને ઉત્પાદ કહેવાય છે. આ રીતે ઉત્પન્ન થયેલ ઘટાદિ આકાર કોઈ કારણ મળતાં વિનાશ પામે છે અર્થાત્ તે ૧. ઞપ્તિ શબ્દનું અર્થથી થતું શાન અને કાય શબ્દનું શબ્દથી થતું જ્ઞાન તે બંનેનો વિષય અનુક્રમે સ્વભાવ અને આપત્તિ છે. જેથી સર્વત્ર માટેનો આ નિયમ નથી માત્ર અહીં શું વિવક્ષા કરવી તે જ ખ્યાલ આવે તે માટે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧ ૧૭ ઘટાદિ માટીમાં જ વિલય પામે છે. આમ ઘટાદિ આકારનો વિલય થવો તે વિનાશ કહેવાય છે અને તે વિનાશ કારણની અપેક્ષાવાળો છે, અર્થાત્ કારણથી થાય છે. જેમ પહેલાં પવનના વેગથી જળ દ્રવ્ય મોટાં મોટાં મોજાંરૂપે પેદા થયું પણ જ્યારે પવનના પ્રબલ વેગનો સંપર્ક તેમાંથી ચાલી જાય છે ત્યારે તે જ પાણી તિમિત વારિપણે–સ્થિર પાણીરૂપે ભિન્ન કાર્યરૂપે ઉત્પન્ન થાય છે અને પહેલાં જે મોટાં મોજાંરૂપે ઉત્પન્ન થયું હતું તેનો વિનાશ થાય છે. આમ તરંગરૂપ જે પાણી હતું તે સ્થિર થઈ ગયું એટલે તરંગરૂપ જળનો વિનાશ કહેવાય છે. આમ તરંગરૂપે ઉત્પન્ન થયું ત્યારે અને તરંગરૂપે વિલીન થયું ત્યારે બંનેમાં જળ દ્રવ્ય કાયમ રહે છે. આમ પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, પ્રલય અને ધ્રૌવ્યરૂપ છે. આ વાત જૈન શાસ્ત્રમાં સારી રીતે સિદ્ધ કરાયેલી છે. ભાષ્યમાં ઉપયુક્ત “અસ્તિ’ શબ્દનું પ્રયોજન આ રીતે પદાર્થમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત છે તે પ્રવચનમાં સિદ્ધ જ છે. તેથી ધર્માદિ દ્રવ્યોમાં આ ત્રણને બતાવવાની ઇચ્છાથી પૂ. આચાર્ય ભગવંત ઉમાસ્વાતિ મ. સ્વોપજ્ઞ ભાષ્યમાં ધર્માદિ બધાં દ્રવ્યોમાં ધ્રૌવ્યના પ્રતિપાદન માટે “અસ્તિ' અવ્યયનો પ્રયોગ કર્યો છે. એટલે “અસ્તિ’નો અર્થ ધ્રૌવ્ય થાય છે અને આપત્તિ અર્થક એટલે કે ઉત્પાદ અને વિનાશના અર્થવાળો કાયશબ્દ તો સૂત્રમાં ગ્રહણ કરેલો જ છે. સારાંશ એ છે કે–પ્રત્યેક દ્રવ્યમાં રહેલ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યને દર્શાવવાની પૂ. આચાર્ય ભગવંત ઉમાસ્વાતિ મ.ની ઇચ્છા છે. આ વાત બતાવવા તેમણે ભાષ્યમાં “અસ્તિ' શબ્દ જોડ્યો છે જેનો અર્થ સ્વભાવ છે અર્થાત્ બ્રૌવ્યાંશ છે, જ્યારે સૂત્રમાં “કાય’ શબ્દનું સાક્ષાત્ ગ્રહણ કર્યું છે જેનો અર્થ ઉત્પત્તિ અને વ્યય છે. અર્થાત્ આપત્તિ અર્થવાળો આ “કાય' શબ્દ છે. આ સૂત્રમાં બતાવેલ ‘કાય” શબ્દ અને ભાષ્યમાં વ્યાખ્યારૂપે જોડેલ “અસ્તિ' શબ્દથી “ધર્માસ્તિકાય'રૂપ પૂર્ણ શબ્દ નિષ્પન્ન થયેલ છે. જેનો અર્થ થયો છે કે ધર્મદ્રવ્ય, ધ્રૌવ્ય, ઉત્પત્તિ તેમ જ વ્યયથી યુક્ત છે. નિરુપચારિક “કાય’ શબ્દ કાયાદિનો વાચક છે. અસ્તિકાયનો વાચક તો ઉપચારથી છે. કેમ કે અહીં ધમદિની સાથે સંસર્ગ દ્વારા “કાય' શબ્દ અસ્તિકાયનો વાચક બને છે. અથવા ધર્માદિ શબ્દો જ ધર્માસ્તિકાય વગેરે અર્થના વાચક છે. કેમ કે ભગવતીજીમાં ધર્મ શબ્દના અનેક પર્યાયો બતાવ્યા છે. ત્યાં ધર્મનો પર્યાય ધર્માસ્તિકાય પણ કહ્યો છે. તો પછી “અજીવકાયાઃ' કહેવાની જરૂર શી ? તો સમજવું કે ધર્માદિ દ્રવ્યોમાં અજીવપણું છે અને કાયપણું છે તેની સ્પષ્ટતા માટે છે. તેમાં “અજીવ' શબ્દથી જીવનો વ્યવછેદ છે અને “કાય' શબ્દથી કાળનો વ્યવચ્છેદ છે. અર્થાતુ જીવમાં અજીવતા નથી. પણ ધર્માદિમાં છે, અને “કાય' એટલે પ્રદેશ અને અવયવોનો સમુદાય. આ કાયતા કાળમાં નથી. આમ અજીવ અને “કાય’ શબ્દથી “જીવ' અને “કાળ'નો વ્યવચ્છેદ થયો. તેથી અજીવ દ્રવ્યો ધર્માદિ ચાર છે અને “કાળ' સિવાયના બધા “કાય' છે....મુદ્રિત ટિપ્પણીમાં પૃ. ૩૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર સૂત્રમાં “અસ્તિ' શબ્દના અગ્રહણમાં દોષાપત્તિ તથા વારણ જો “અસ્તિ” અને “કાય' બંને શબ્દો ધર્મ, અધર્મ આદિ સાથે જોડવા ઈષ્ટ હતા તો તો કાય’ શબ્દની જેમ સૂત્રમાં જ “અસ્તિ' શબ્દનું ગ્રહણ કરવું ન્યાયયુક્ત હતું. કેમ કે તે પણ ધ્રૌવ્યરૂપ વિશેષ અર્થને બતાવનાર છે. તમારે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વિશિષ્ટ અર્થની પ્રતિપત્તિ કરાવવી છે તો જેમ ઉત્પત્તિ અને વ્યય માટે “કાય’ શબ્દનું ગ્રહણ કર્યું છે તેમ “ધ્રૌવ્ય' અર્થની પ્રાપ્તિ માટે અસ્તિ શબ્દનું ગ્રહણ પણ જરૂરી છે. અથવા તો જેમ “અસ્તિ' શબ્દ સૂત્રમાં ગ્રહણ નથી કર્યો તેમ “કાય' શબ્દ પણ સૂત્રમાં ગ્રહણ ન કરવો જોઈએ. આ રીતે “અસ્તિ' શબ્દનું સૂત્રમાં ગ્રહણ નથી કર્યું તેમાં કોઈએ દોષની આપત્તિ તો આપી પણ તેનું વારણ કરતાં ટીકાકાર મ. કહે છે કે સૂત્રકાર મહારાજાનો એ અભિપ્રાય છે કે એકના ગ્રહણમાં બીજાનું જ્ઞાન થઈ જાય છે. કાય' કહેવાથી “અસ્તિ” અથવા “અસ્તિ' કહેવાથી કાયનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે શબ્દના અર્થ કરવામાં સંસર્ગાદિ પણ કારણો છે. અન્ય શબ્દના સંનિધાનમાં અને અર્થના નિશ્ચયમાં સંસર્ગાદિ કારણ બને છે. भेदपक्षेऽपि सारूप्याद्भिन्नार्थाः प्रतिपत्तृषु । नियता यान्त्यभिव्यक्ति शब्दाः प्रकरणादिभिः ॥३१७॥ नामाख्यातसरूपा ये कार्यान्तरनिबन्धनाः । शब्दा वाक्यस्य तेष्वर्थो न रूपादधिगम्यते ॥३१८॥ શ્લોકાર્થ- સંસર્ગાદિ - સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, શબ્દનું લિંગ, અને અન્યની સંનિધિ, સામર્થ્ય, ઔચિતિ, દેશ, કાળ, વ્યક્તિ, સ્વર વગેરે શબ્દના અર્થના નિર્ણયમાં વિશેષ સ્મૃતિના હેતુઓ છે. આ બધાં કારણોમાંથી અહીં સંસર્ગનું ગ્રહણ કરવું. સંસર્ગનો સ્વીકાર કરીને પ્રૌવ્ય અર્થનો બોધ થાય માટે ભાષ્યમાં “અસ્તિ' શબ્દને ગ્રહણ કરવામાં આવ્યો છે. કારણ કે ઉત્પાદ અને વિનાશ ધ્રૌવ્યની સાથે વ્યાપ્ત છે. અર્થાત્ બ્રૌવ્યની સાથે ઉત્પાદ અને વિનાશનો સંબંધ છે. એટલે કે “અસ્તિ’ શબ્દનો અર્થ ધ્રૌવ્ય છે અને ધ્રૌવ્ય સિવાય ઉત્પાદ-વિનાશ હોઈ શકતા નથી. માટે “અસ્તિ' શબ્દના જે ૧. આ શ્લોક ૨-૩૧૭-૩૧૮ વાક્યપદીયામાં આવે છે, અને એનો અર્થ પુણ્યરાજે ટીકામાં સમજાવ્યો છે. તેમાં એક એકનાં ઉદાહરણ આપ્યાં છે. કાય શબ્દનો અર્થ ઉત્પાદ અને વિનાશ છે એટલે “અસ્તિ’ શબ્દના અનેક અર્થ હોવા છતાં અહીં ઉત્પાદ-વિનાશશાળી અર્થવાળા “કાય' શબ્દની સાથે “અસ્તિ' શબ્દ હોવાથી તેનો અર્થ ધ્રૌવ્ય જ થાય. કેમ કે “કાય'નો અર્થ ઉત્પાદ-વિનાશ છે અને ઉત્પાદ-વિનાશનો પ્રૌવ્ય સાથે સંબંધ છે. માટે અહીં અસ્તિ' શબ્દનો અર્થ ધ્રૌવ્ય જ કરાય. દા. ત. “સાંgવો 'નો શંખ અને ચક્રવાળો હરિ છે આવો અર્થ થાય છે. તો શંખ અને ચક્રનો સંબંધ વિષ્ણુ સાથે છે તેથી “હરિ’ શબ્દના ઈન્દ્રઆદિ અનેક અર્થો હોવા છતાં અહીં તે નહીં લેવાય પણ “હરિ' એટલે ‘વિષ્ણુ” આ જ અર્થ થાય. તેમ ઉત્પાદવિનાશની સાથે ધ્રૌવ્યનો સંબંધ છે તેથી “અસ્તિ' શબ્દનો અર્થ અહીં પ્રૌવ્ય જ લેવાય. આ માટે જ પા. નં. ૨૬માં સંસર્ગો, વિપ્રયોગઃ આદિ શ્લોક મૂકવામાં આવ્યો છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૧ ગ્રહણથી તેની સાથે “કાય–ઉત્પાદ-વિનાશનો સંબંધ છે એટલે તેનું જ્ઞાન થઈ જ જશે. અસ્તિના સંબંધ વિના કાયનું નિરાધારપણું જો પદાર્થ ધ્રૌવ્યરૂપ ન મનાય તો અન્વયિ-દ્રવ્યનો અભાવ થશે, અને દ્રવ્યનો અભાવ થાય તો ઉત્પાદ-વિનાશ સંનિધિ વગરના થશે. એટલે ઉત્પાદ-વિનાશ નિર્ભુજ-નિરાધાર થશે. નિર્બેજ થતા હોવાથી ઉત્પાદ-વિનાશ સિદ્ધ નહીં થાય ! અર્થાત્ ઉત્પાદ-વિનાશ બનશે નહીં, અને જયારે ઉત્પાદ (આવિર્ભાવ) અને વિનાશ (તિરોભાવ) સિદ્ધ નહીં થાય તો ધ્રુવતા પણ સિદ્ધ નહિ થાય કેમ કે ઉત્પાદ અને વિનાશરહિત ધ્રુવતા પણ હોતી નથી. આથી જિનેન્દ્રના અનુયાયીઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વસ્તુ સ્વીકારે છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ પ્રમાણે જે વિભાગ બતાવાય છે તે નરસિંહની માફક બુદ્ધિથી વ્યવસ્થાપિત વિભાગ છે. વસ્તુ તો ઉત્પાદ-વ્યય ત્યાત્મક જ છે પણ ઉત્પન્નરૂપે, વ્યયરૂપે અને પ્રૌવ્યરૂપે જે વિભિન્ન વિભિન્ન પ્રરૂપાય છે તે બુદ્ધિથી કરેલ વિભાગ છે. જેમ “નરસિંહ" એક અખંડ પદાર્થ છે છતાં નરરૂપે અને સિંહરૂપે તેની ભિન્ન પ્રરૂપણા થાય છે તેવી રીતે અહીં પણ ત્રાત્મક વસ્તુની ઉત્પાદરૂપે, વ્યયરૂપે, પ્રૌવ્યરૂપે, ભિન્ન પ્રરૂપણા થાય છે. કેમ કે બુદ્ધિથી વ્યવસ્થાપિત પ્રવિભાગ એ પ્રરૂપણાનો ઉપાય છે. અર્થાત્ સામાને બોધ કરાવવા માટેનો ઉપાય બુદ્ધિથી વ્યવસ્થાપિત વિભાગ છે માટે “કાય’ શબ્દથી “આપત્તિ' કહેવાને ઇચ્છતા ભાષ્યકારે “અસ્તિ’ શબ્દથી ધ્રૌવ્ય કહ્યું છે. ધર્માદિમાં “કાય’ શબ્દનો આપત્તિ અર્થ કેવી રીતે ઘટે ? શંકા : ભાષ્યકાર માને “કાય' શબ્દનો અર્થ આપત્તિ ઇષ્ટ હતો તેથી “અસ્તિ' શબ્દથી ધ્રૌવ્ય કહ્યું પણ “કાય' શબ્દના ગ્રહણથી ઉત્પાદ-વિનાશરૂપ આપત્તિની પ્રતીતિ થાય કેવી રીતે કેમ કે ધર્માસ્તિકાય આદિના પ્રદેશોના સમુદાયનો વિભાગ નથી અને ધર્માસ્તિકાયમાં પણ કાય શબ્દ તો છે જ તો ધર્માદિમાં આ “કાય” શબ્દનો આપત્તિ અર્થ ઘટે કેવી રીતે ? ધર્માદિમાં ઉત્પાદ-વિનાશની સંગતતા. સમાધાન :- સમુદાયરૂપ જે આકાર છે તે જ કાય છે. કારણ કે કાય એટલે સમુદાય, અને આ સમુદાય વિભાગ હોય તો જ થાય. મતલબ સમુદાયરૂપ આકારે થવું એ ઉત્પાદ છે. અને ઉત્પાદ થયો તો પૂર્વના આકારનો વિભાગ એટલે કે નાશ થયો. આથી કાય’ શબ્દથી ઉત્પાદ અને વિનાશનો બોધ થાય છે. ધર્માદિ દ્રવ્યોના પ્રદેશો વિભક્ત એટલે જુદા જુદા છે પણ ભેગા મળેલા નથી. જે ૧. નરસિંહમાં નરનો ભાગ સિંહના ભાગથી જુદો નથી તેમ સિંહનો ભાગ પણ નરના ભાગથી જુદો નથી પણ અખંડ નરસિંહમાં આ ભાગ નરનો અને આ ભાગ સિંહનો એ વિભાગ બુદ્ધિથી છે. એમ તો પુગલ પરમાણુઓમાં પણ વિભાગ તો છે જ કેમ કે પુગલો પૂરણ-ગલન ધર્મવાળા છે. અહીં જે કહેવાયું કે જે આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ છે તે આકાશમાં બીજો ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી તે વિશિષ્ટ વિભાગ બતાવવા માટે છે. અર્થાતુ ધર્માસ્તિકાયના પ્રદેશોનો વિભાગ એક વિશિષ્ટ વિભાગ છે. આવો વિભાગ પુદ્ગલ દ્રવ્યમાં નથી. મુદ્રિત ટિપ્પણ. પૃ. ૩૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આકાશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ છે તે જ આકાશપ્રદેશમાં બીજો ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી. તે વિભક્ત પ્રદેશોનો પરસ્પર અંતર વગરનો જે સમુદાય' છે તે સમુદાય શબ્દથી કહેવાય છે. તેથી અવશ્ય છે તેવા પ્રકારે ઉત્પન્ન થયેલો છે. તર્ક :- જો આ રીતે ધર્માદિના પ્રદેશોનો સમુદાય માનવામાં આવે તો તંતુ આદિના સમુદાયની જેમ શરૂઆત છે તેમ તેની ધર્માદિની પણ શરૂઆત માનવી પડશે. પ્રતિવિધાન - તે તંતુ આદિના સમુદાયો પણ આદિવાળા નથી. કારણ કે પુદ્ગલ દ્રવ્યની અનેક શક્તિઓ છે. એટલે તંતુસમુદાયરૂપે પરિણમવાની શક્તિ પુદ્ગલ દ્રવ્યમાં અનાદિથી છે. તે શક્તિ અને શક્તિવાળો અર્થાતુ પુદ્ગલ દ્રવ્યની તંદુ સમુદાયરૂપ પરિણમવાની શક્તિ ભેદભેદથી ત્રિસૂત્રોમાં કહેવાશે. તંતુઓ પુદ્ગલરૂપે અનાદિના છે પણ તંતુરૂપે તેનો ઉત્પાદ દેખાય કે તેથી આદિવાળા છે. આ રીતે પ્રતિવિધાન દ્વારા તમારા તર્કનું સમાધાન થઈ જાય છે અને આપણી મૂળ વાત સમુદાય અવશ્ય તેવા પ્રકારે ઉત્પન્ન થયેલો છે. કેમ કે સમુદાય શબ્દથી કહેવાય છે. અને જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અવશ્યમેવ સમજી જ લેવો જોઈએ. કેમ કે ઉત્પાદ અને વિનાશ સહચારી છે. અર્થાત્ ઉત્પાવિનાશ સાથે રહેનારા છે. એકબીજાને છોડીને રહેતા નથી. વળી તે ઉત્પાદની સાથે રહેનાર વિનાશ પૂર્વની અવસ્થાની પ્રતિરૂપ-વિનાશરૂપ છે તે સમુદાયથી જ જણાય છે. આમ ધર્માસ્તિકાયાદિમાં પ્રદેશોનો સમુદાય હોવાથી ત્યાં ઉત્પાદ અને વિનાશની સંગતતા છે. આ રીતે ધર્માસ્તિકાયાદિમાં ગ્રહણ કરેલ “કાય’ શબ્દથી “ઉત્પાદ-વિનાશરૂપ આપત્તિની પ્રતીતિ થાય છે. બીજી રીતે પણ ધર્માદિમાં ઉત્પાદ-વિનાશની સંગતતા એક રીતે ધર્માદિમાં ઉત્પાદ-વિનાશ સિદ્ધ કરી તેમાં “કાય’ શબ્દનો આપત્તિ અર્થ ઘટાવ્યો. હવે બીજી રીતે પણ તેને ઘટાવવામાં આવે છે. હમણા ચૈત્ર ગતિ પરિણામવાળો થયો છે. તો તેને ધર્માસ્તિકાય મદદ કરે છે. પણ તેની પહેલાં એટલે પૂર્વના સમયોમાં ધર્માસ્તિકાયમાં ચૈત્રમાં રહેલ ગતિ પરિણામનું અસહાયકપણું હતું કેમ કે તે વખતે ચૈત્રની ગમન કરવાની ઇચ્છા ન હતી. તે પછીના કાળમાં કોઈ અતિશયવિશેષતા પેદા થઈ કે જેથી ધર્માસ્તિકાય ગતિમાં સહાય થયો. તેથી કોઈ બીજી અવસ્થા માનવી ૧. જેમ મોતીની માળામાં એક મોતીને બીજું મોતી, બીજા મોતીને ત્રીજું મોતી લાગીને રહ્યું છે તેમ ધર્માસ્તિકાયના એક પ્રદેશને બીજો પ્રદેશ, બીજા પ્રદેશને ત્રીજો પ્રદેશ આ પ્રમાણે અસંખ્યાતપ્રદેશોવાળો ધર્માસ્તિકાય રહેલો છે. ૨. પુદ્ગલ દ્રવ્યમાં ઓઘશક્તિ, સમુચિતશક્તિ આદિ અનેક શક્તિઓ છે. તેમાં (૧) ઓઘશક્તિ = પરંપરાકારણમાં રહેલી શક્તિ દા. ત. ઘાસમાં ઘી (૨) સમુચિતશક્તિ = અનંતરકારણમાં રહેલી શક્તિ દાત. દૂધ, દહીમાં ઘી. ૩. અધ્યાય ૫ | સૂત્ર-૨૯, ૩૦, ૩૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧ જ રહી કે જેનાથી આ આકારે ધર્માસ્તિકાયનો ઉત્પાદ થયો, અને જ્યારે ચૈત્રનો ગતિ વ્યાપાર બંધ થયો ત્યારે ધર્માસ્તિકાયની ગતિમાં સહાયરૂપ જે અવસ્થા હતી તે દૂર થઈ એટલે વિનાશ થયો. આ રીતે પણ ધર્માસ્તિકાય ઉત્પાદ અને વિનાશ સિદ્ધ છે. તેથી “કાય' શબ્દનો આપત્તિ અર્થ ઘટી જાય છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ સમજી લેવું. ફરક માત્ર આટલો જ કરવાનો કે ધર્માસ્તિકાયમ ગતિને લઈને વિચાર કર્યો તો અધર્માસ્તિકાયમ ગતિને બદલે સ્થિતિને લઈને અને આકાશાસ્તિકાયમાં ગતિને બદલે અવગાહનાને લઈને વિચાર કરવો. આમ તેમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટાવી લેવા. આથી કાય શબ્દના ગ્રહણથી “આપત્તિ અર્થ સારી રીતે જાણી શકાય છે. માટે તિશાસી યશ “તિક્ષાય:' આવો સમાસ થાય અને તેનો અર્થ ધૃવાસી ડાવિનાશવાન થાય. ધર્મશાની ગતિયશ ‘ધતિwાયઃ' એટલે ધર્મ દ્રવ્ય ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશવાળું છે. આ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ સમજી લેવું. પુદગલાસ્તિકાયમાં તો ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય પ્રાયઃ સ્પષ્ટ જ છે. આ રીતે સૂત્રમાં ચારે અજીવોની ગણના કરી છે. હવે “આ ચારેનાં લક્ષણ અમે આગળ કહીશું” આ જે ભાષ્યકારે કહ્યું છે તેને જરા સમજી લઈએ. આ ધર્માદિ અજીવોને આગળ ઉપર ગતિ, સ્થિતિ અવગાહ અને શરીરાદિમાં ઉપકાર કરવાપણાના લક્ષણથી અમે કહીશું. આ સૂત્રમાં તો માત્ર તેઓનાં નામ જ કહ્યાં છે. તેઓનાં ચૈત્ર ચાલતો હતો ત્યારે અધર્માસ્તિકાય મદદ કરતો ન હતો, પણ પછી ચૈત્ર ઊભો રહ્યો ત્યારે અધર્માસ્તિકાયે તેના ઉપર ઉપકાર કર્યો. આથી પછીના કાળમાં અધર્માસ્તિકાયમાં કોઈ અતિશય અર્થાત સહાયકતા પેદા થઈ જેણે ચૈત્રને ઊભા રહેવામાં-સ્થિતિમાં મદદ કરી. આ અતિશયરૂપ અવસ્થાવાળો અધર્માસ્તિકાય ઉત્પન્ન થયો, અને જયારે ચૈત્ર ચાલવા લાગ્યો ત્યારે આ અધર્માસ્તિકાય નષ્ટ થયો. આમ અધર્માસ્તિકાયમાં ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જે આકાશપ્રદેશોમાં ઘટ નહોતો ત્યારે તેઓમાં ઘટાવગાહના પરિણામ પેદા થયો નહોતો. જયારે એ આકાશપ્રદેશોમાં ઘટ સ્થાન લીધું ત્યારે તે આકાશપ્રદેશોમાં ઘટને જગા આપવાનો પરિણામ પેદા થયો અને જ્યારે તે પ્રદેશોમાંથી ઘટ લઈ લેવામાં આવે ત્યારે તેમાં ઘટને અવગાહના આપવાનો પરિણામ નાશ પામ્યો. આ રીતે આકાશાસ્તિકાયમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જુઓ સ્યાદ્વાદમંજરી શ્લોક-૫ ની ટીકા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અનાદિ કાળથી છે, અનંતકાળ સુધી રહેશે. તેથી ધ્રૌવ્યાંશ સહેલાઈથી ઘટે છે. ૨. સોનું એ પુદ્ગલ છે. સોનાની બનેલી વીંટી એ સોનાનો ઉત્પાદ છે, વીંટીનું એરીંગ બનાવવું એ વીંટી આકારે સોનાનો નાશ થયો. સોનું કાયમનું કાયમ રહ્યું. આમ વીંટીરૂપે નાશ અને એરીંગરૂપે ઉત્પાદ અને સોનારૂપે ધ્રૌવ્ય ત્રણે પુગલમાં સ્પષ્ટ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થ સૂત્ર પ્રત્યેકનાં જુદાં જુદાં લક્ષણ આગળ કહીશું. જેઓ પદાર્થના ભેદ સ્વીકારે છે. અર્થાત પદાર્થને જુદા જુદા માને છે તેઓએ પ્રત્યેક પદાર્થનું જુદું જુદું લક્ષણ કરવું જ જોઈએ, નહીં તો તે દ્રવ્યોનો ભેદ પાડી શકાય જ નહીં. આથી તે પ્રત્યેક દ્રવ્યોનાં જુદાં જુદાં લક્ષણનું આગળ પ્રતિપાદન કરીશું. ભાષ્યકારે બતાવેલ “કાય’ શબ્દના ગ્રહણનું પ્રયોજન બે પ્રયોજનથી સૂત્રમાં “કાય’ શબ્દ ગ્રહણ કર્યો છે તે (૧) પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે (૨) અધ્ધા સમય એટલે સમયરૂપ કાળના પ્રદેશો નથી તે બતાવવા માટે અર્થાત કાળ અવયવી નથી. અસ્તિકાય નથી એ બતાવવા માટે. ટીકાકારની સામે તર્ક અને તેનું સમાધાન. તમે એક વાર તો બતાવી દીધું કે “કાય’ શબ્દનો અર્થ આપત્તિ છે એટલે ઉત્પાદ, વ્યય કાય શબ્દથી ગ્રહણ થઈ જશે. હવે ફરી કાયશબ્દનું પ્રયોજન કેમ કહો છો ? તમારી વાત સાચી છે. અત્રે “કાય’ શબ્દનું જે પ્રયોજન ઉત્પાદ અને વ્યય બતાવ્યું હતું તે ભાષ્યના અક્ષરોથી નિરપેક્ષ હતું પણ ભાવાર્થ સંગત હતું. હવે જો તે જ વાત ભાષ્યના અક્ષરો સાથે પણ સંગત છે. તે બતાવીએ છીએ. જો “કાય” શબ્દ ગ્રહણ ન કરાય તો પણ ધર્માદિ દ્રવ્યો અજીવ છે એ તો સમજાઈ જાય તેવું જ છે. માટે “કાય' શબ્દનું જે ગ્રહણ થયું છે તેનું પ્રયોજન પ્રદેશો ઘણા છે એ બતાવવું ગ્રન્થકારને ઈષ્ટ છે. પ્રદેશ એટલે પ્રકૃષ્ટ- નાનામાં નાનો દેશ, જેનો વિભાગ થઈ શકે નહીં, જેનો ખંડ કલ્પી શકાય નહીં એવો જે દેશ તે પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યોના પ્રદેશો એવા છે કે એ જે આકાશપ્રદેશમાં રહેલા છે ત્યાં અનાદિકાળના પરિણામથી પ્રાપ્ત સ્થિતિવાળા છે. એટલે કે ધર્માસ્તિકાયના પ્રદેશો અનાદિકાળથી એના એ જ આકાશપ્રદેશમાં અનાદિ પરિણામથી રહેલા છે. આ ધર્માધર્મના પ્રદેશો પોતાનું સ્થાન-પરિવર્તન કરતા નથી. આવા પ્રકારના તે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશનું બહત્વ છે એટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે, અધર્માસ્તિકાયના પણ અસંખ્યાત પ્રદેશો છે તે જ પ્રદેશોનું બહુપણું છે. આકાશના અનંતા પ્રદેશો છે એ તેના પ્રદેશનું બહુપણું છે. આ રીતે પ્રદેશોનું બહુપણું અર્થાત્ ઘણા પ્રદેશો છે એ સિદ્ધ થાય છે. આમ અસંખ્યાત પ્રદેશોનો સમુદાય એ જ ધર્માસ્તિકાય છે, તેવી જ રીતે અસંખ્યાત પ્રદેશોનો સમુદાય એ જ અધર્માસ્તિકાય છે અને લોકપરિમાણઆકાશ પણ અસંખ્યાત પ્રદેશોનો સમુદાય છે. સમસ્ત આકાશ અનંત પ્રદેશનો સમુદાય છે અર્થાત્ અનંત પ્રદેશવાળું છે. આ રીતે સમુદાયરૂપ હોવાથી ગતિ આદિમાં ઉપગ્રહરૂપ વિક્રિયાની પ્રાપ્તિ દ્વારા આપત્તિ ફુટ જ છે. પૂર્વેક્ષણમાં એક જ મૈત્રાદિને ગતિ સ્થિતિ અને અવગાહમાં અનુક્રમે ધર્મ, અધર્મ, Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૧ આકાશ સહાયક બને છે અને ઉત્તરક્ષણમાં મૈત્રાદિ ગતિ, સ્થિતિ, અવગાહ પરિણામથી અટકી જાય છે ત્યારે તે સમયમાં તે ધર્માદિ દ્રવ્યોનું મૈત્રાદિને સહાયકપણું નથી રહેતું. આ રીતે ધર્મ, અધર્મ અને આકાશમાં આપત્તિ સ્પષ્ટ રીતે સમજાય છે. આ રીતે ભાષ્યકારે “કાય’ શબ્દના ગ્રહણમાં બતાવેલ પ્રયોજનમાં (૧) “પ્રદેશો ઘણા છે તે બતાવવા માટે તેમાં અમારો બતાવેલ આપત્તિ અર્થ સ્પષ્ટ સમજાય છે. કેમ કે પ્રદેશોના સમુદાયરૂપ આ દ્રવ્યો છે અને તેમાં તો “આપત્તિ અર્થ આપણે બરાબર ઘટાવી ગયા. એટલે આ અર્થ ભાષ્યના અક્ષરોને અનુસરીને જ છે. હવે જે પ્રયોજન(૧)માં બતાવ્યું કે “પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે કાય શબ્દનું ગ્રહણ છે તો તેમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પ્રદેશબહુત્વ છે પણ અવયવબહુત્વ નથી. અવયવબહુત પુદ્ગલ દ્રવ્યમાં કહેવાય પણ ધર્માધર્માકાશમાં' ન કહેવાય. કેમ કે “નવય્યને તિ અવયવી: “જે જુદા કરાય તે અવયવો”. આ વ્યુત્પત્યર્થથી પરમાણુ, ચણક આદિ અવયવ કહેવાય છે. કારણ કે પરમાણુઓ સમુદાયરૂપ પરિણામનો અનુભવ કરીને ભેદને પણ પ્રાપ્ત કરે છે. એટલે કે સ્કંધ બનીને પણ પાછા પરમાણુરૂપે થાય છે. તેથી તે પરમાણુઓ ક્ય છૂટા પણ હોય છે. આથી તે અવયવો કહેવાય છે. જયારે ધર્માસ્તિકાય આદિના પ્રદેશો તેવા નથી. આથી જ તે અવયવો નથી કહેવાતા. માટે જ ભાષ્યકારે પ્રદેશ અને અવયવોનું જુદું ગ્રહણ કરીને કહ્યું કે (૧) પ્રદેશ અને અવયવો ઘણા છે તે બતાવવા માટે કાય' શબ્દ ગ્રહણ કર્યો છે. પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવોવાળું હોય છે. સંખ્યાત પ્રદેશવાળો પણ પુદ્ગલ સ્કંધ હોય છે. અસંખ્યાત પ્રદેશવાળો, અનંત પ્રદેશવાળો અને અનંતાનંત પ્રદેશવાળો પણ પુદ્ગલ સ્કંધ હેય છે. શંકા :- પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવોવાળું હોય છે એમ તમે કહ્યું તો એક પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે તો તે એક પરમાણુ બહુ અવયવવાળો કેવી રીતે બને ? પરમાણુ તો નિરવયવ છે એમાં ઘણા અવયવો કેવી રીતે સમજાય ? સમાધાન :- આ પ્રસિદ્ધિ જ છે કે પરમાણુ એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શવાળો હોય છે. આ બધા ભાવ અવયવો છે. એટલે પરમાણુ ભાવ અવયવવાળો છે અને દ્રવ્ય અવયવ એટલે પોતાના સિવાયના બીજા કોઈ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યથી સંયુક્ત ન હોવાથી દ્રવ્ય અવયવની અપેક્ષાએ પરમાણુ નિરવયવ છે. આગમમાં પણ કહ્યું છે કે વિદે જં તે આવપરાપૂ પુણત્તે ? જોયHI ! વધ્યદે भावपरमाणू पण्णत्ते, तं जहा-वण्णमंते रसमंते गंधमन्ते फासमन्ते इति ॥ भगवतीजी सूत्र ६७० આ સૂત્રમાં માર્યું પ્રત્યય લગાવ્યો છે તેનો અર્થ સંસર્ગ-સંબંધ છે. અથવા દ્રવ્ય પરમાણુની અપેક્ષા રાખનારો છે. તેથી વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના સંબંધથી દ્રવ્ય પરમાણુમાં અવયવ બહુવ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે પરમાણુ સાવયવ પણ છે અને નિરવયવ પણ છે. પરમાણુ સાવયવ નથી એ દ્રવ્યરૂપ અવયવની અપેક્ષાએ છે. અને અવયવ છે તે વર્ણાદિ ભાવોની અપેક્ષાએ છે. પરમાણુ દ્રવ્યનો પરિચય ૨૪ જો તે તે રીતે પ્રયતતે સંયુખ્યતે, વિદ્યુતે, શ્વેત(તે) અર્થાત્ તેવી રીતે-જે પ્રવૃત્તિ કરાવે છે, જોડાય છે, છૂટા પડાય છે અને વર્ણ થાય છે. આ બધામાં કારણ જે દ્રવ્ય છે તે પરમાણુ દ્રવ્ય' છે... આ રીતે પરમાણુ દ્રવ્યમાં જોડાવારૂપ ઉત્પાદ અને છૂટા પડવારૂપ વિનાશ સ્પષ્ટ છે. આ રીતે ઘણા અવયવવાળા પરમાણુ પુદ્ગલ દ્રવ્યમાં પણ ‘આપત્તિ' અર્થ સ્પષ્ટ સમજાય છે. આથી ‘અવયવ ઘણા છે’. આ બતાવવા માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે આ ભાષ્યના અક્ષરોથી ‘આપત્તિ’ અર્થ સ્પષ્ટ થાય છે માટે અમારો અર્થ ભાષ્યને અનુસરીને જ છે. આમ ભાષ્યકાર મ. સૂત્રમાં ‘કાય' શબ્દના ગ્રહણમાં બે પ્રયોજન બતાવ્યાં. તેમાં પ્રયોજન (૧) પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે. તેનો વિચાર પૂર્ણ થયો. ભાષ્યકારે બતાવેલ ‘કાય' શબ્દના ગ્રહણમાં બીજું પ્રયોજન અધ્ધા સમય એ કાયર નથી. અર્થાત્ સમયરૂપ કાળના પ્રદેશો નથી. આમ અધ્ધા સમયના નિષેધ માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે. અા સમય એટલે કાળરૂપ સમય. આ અધ્યા સમય અઢી દ્વીપમાં છે. તે એક પરમ સૂક્ષ્મ, જેનો વિભાગ ન થઈ શકે તેવો છે. એટલે તેના પ્રદેશો નથી. પ્રદેશો નથી એટલે સમુદાયરૂપ નથી. સમુદાયરૂપ નહિ હોવાથી તેમાં કાયતા નથી. કેમ કે કાય શબ્દનો અર્થ સમુદાય થાય છે. આ અધ્યા સમય કોઈના મતે દ્રવ્ય છે એ પ્રમાણે દ્રવ્ય પ્રકરણમાં ગ્રંથકાર કહેશે, અને દ્રવ્ય તો ક્યાં તો પ્રદેશોનો સમુદાય હોય છે. ક્યાં તો અવયવોનો સમુદાય હોય છે. જ્યારે સમયમાં તો પ્રદેશો નથી. આથી આ અપેક્ષાએ સૂત્રકારે અધ્ધા સમય એ દ્રવ્ય નથી તે જણાવવા માટે ‘કાય' શબ્દનું ગ્રહણ કરીને અસ્તિકાય તરીકે કાળનો નિષેધ કર્યો છે. સમયનું નિરૂપણ નિરાધાર થશે ! જો આ રીતે અધ્ધા સમયને ‘કાય' ન કહેવાય, તેમાં ‘કાય'નો નિષેધ કર્યો એટલે ‘કાય’ શબ્દનો અર્થ જે ઉત્પાદ અને વિનાશ તેનો પણ નિષેધ થઈ જાય છે, અને જ્યારે ઉત્પાદવિનાશનો નિષેધ કર્યો એટલે સમય ઉત્પાદ-વિનાશ વગરનો થયો અને ઉત્પાદ-વિનાશનો નિષેધ કર્યો એટલે તેની સાથે રહેનાર ધ્રૌવ્યનો પણ નિષેધ થાય. આમ સમય ઉત્પાદ-વિનાશ અને ધ્રૌવ્ય ૧. જુઓ નયચક્ર પૃ ૧૦૩ ૨. सहि समय एव न काय इत्यर्थः, कायत्वे तु तत्प्रदेशावयवानां सदैव भावात् सदा तत् साचिव्यजधर्म्मभेदभाव इति भावनीयम् हारि० टी० पृ० २१२. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૧ ૨૫ વિનાનો થયો. સમય એ ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય યુક્ત ન થયો તેથી દેડકાની જટાના ભાર વડે કરેલ કેશના અલંકારવાળો વંધ્યાપુત્ર છે. તેને માટે ખપુષ્પની માળા વડે મુંડમાળા કરેલી છે. આ મુંડમાળા સુરભિ છે, પાંચ વર્ણવાળી છે. આવું જે આખ્યાન-વર્ણન છે. આમાં જેમ દેડકાની જટા આદિ બધા પદાર્થો ફક્ત બોલાય છે પણ હોતા નથી તેમ સમય એ પણ બોલવા માત્ર જ રહ્યો પણ વાસ્તવિક પદાર્થ નથી. તો સમયનું વર્ણન કરવાનું કોના આધારે? એટલે આ રીતે સમયનું આખું વર્ણન નિરાલંબન-નિરાધાર થશે. સમયનું નિરૂપણ સાધાર છે એવો કોઈ નિયમ નથી કે “કાય’ શબ્દ જેને જોડાય તે જ વસ્તુ ઉત્પાદ-વિનાશવાળી છે અને જેને “કાય' શબ્દ ન લાગે તે વસ્તુ ઉત્પાદ-વિનાશશાળી નથી. પ્રશ્ન :- જો કાય શબ્દ ન હોય ત્યાં પણ ઉત્પાદ-વિનાશ અર્થ થઈ શકે અને “કાય' શબ્દ હોવામાં પણ ઉત્પાદ-વિનાશ અર્થ કરી શકાય તો બંને સ્થાને અર્થઘટન કેવી રીતે કરવું ? ઉત્તર:- જયાં “કાય' શબ્દ ગ્રહણ કર્યો છે ત્યાં “કાય' શબ્દનો અર્થ એ છે કે ઉત્પાદ અને વિનાશ જે સ્વભાવથી જ સિદ્ધ છે તે “કાય’ શબ્દથી પ્રકાશિત કરાય છે પણ જે હતા નહીં એવા ઉત્પાદ-વિનાશની ‘કાય’ શબ્દના સામર્થ્યથી સંનિધાન છે એવી કલ્પના કરાતી નથી. અને જ્યાં કાય’ શબ્દ ગ્રહણ નથી કર્યો ત્યાં સ્વર-સ્વભાવથી સિદ્ધ ઉત્પાદ-વિનાશ છે જ અને તેની સાથે રહેનાર હોવાથી પ્રૌવ્ય પણ છે જ. આ બધો વિચાર દ્રવ્યના પ્રકરણમાં વિચારીશું. આ રીતે સમયનું નિરૂપણ સાધાર છે એ બરાબર સમજાય છે. ભાષ્યમાં ક્યાયમાં પ્રવેશવયવદુત્વાર્થમાણમય વિધાર્થ આમાં જે ર છે તે કારણનો સમુચ્ચય કરવા માટે છે. આથી આ બંને હેતુથી “કાય' શબ્દનું ગ્રહણ છે આવો સમુચ્ચય થાય છે. સૂત્રમાં બતાવેલ ધર્માદિ દ્રવ્યના ક્રમનો હેતુ સૂત્રમાં બતાવેલ શબ્દ, પદ તેના સમાસ અને પદાર્થનો તેમ જ ભાષ્યનો સંપૂર્ણ વિચાર કર્યા પછી હવે આપણે સૂત્રમાં પહેલા ધર્મ પછી અધર્મ પછી આકાશ અને તે પછી પુગલ આ પ્રમાણે અજીવ કાયનો ક્રમ શા માટે રાખ્યો તેને જરા વિચારી લઈએ. (૧) ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ આ ચારેમાં ધર્મ એ પ્રશસ્ત શબ્દ છે માટે તે ધર્મ પહેલા ગ્રહણ કર્યો છે. (૨) ધર્મ દ્રવ્યની જેમ અધર્મ પણ લોકાકાશની વ્યવસ્થાનો હેતુ છે, (૨) ધર્મ દ્રવ્યથી અધર્મનો સ્વભાવ તદ્દન વિપરીત છે અર્થાત્ ધર્મ ગતિમાં ઉપગ્રહ કરનાર છે જ્યારે અધર્મ સ્થિતિમાં ઉપગ્રહ કરનાર છે. આમ ધર્મ દ્રવ્યથી અધર્મ વિપરીત છે. ૧. જુઓ દ્વાદશાર નયચક્ર ભા. ૪, પૃ ૧૦૪૯. Page #35 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર (૩) ધર્મ જેમ એક દ્રવ્ય છે તેમ અધર્મ પણ એક દ્રવ્ય છે. આ ત્રણ હેતુથી ધર્મ પછી બીજા નંબરે અધર્મ શબ્દ મૂક્યો છે. (૩) (૧) ધર્મ અને અધર્મ આ બંનેથી યુક્ત આકાશ લોક હોવાથી અને (૨) ધર્મ અને અધર્મની જેમ આકાશ પણ અમૂર્ત છે. આમ ધર્મ અને અધર્મની સાથે તેનું સાધર્મે છે માટે ધર્મ-અધર્મ પછી ત્રીજા નંબરે આકાશ શબ્દ મૂક્યો છે. . (૪) આકાશમાં અવગાહ કરનારા પુલો છે માટે આકાશ પછી ચોથા નંબરે છેલ્લે પુદ્ગલ શબ્દ મૂક્યો છે. આ રીતે સૂત્રમાં બતાવેલ અજીવકાયના ક્રમના હેતુની વિચારણાઓ સાથે આ પ્રથમ સૂત્ર પૂર્ણ થાય છે. ધર્માદિના, ગુણ અને પર્યાય બતાવ્યા સિવાય આ ધર્માદિ અજીવકાય કહ્યા એ દ્રવ્ય છે ? ગુણ છે કે પર્યાય છે? આવો સંદેહ થાય તેથી એ સંદેહને દૂર કરવા માટે આ નવા સૂત્રનો આરંભ કરાય છે. દ્રવ્યાળિ નીવાશ -૨ સૂત્રાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્ય છે. ટીકાઃ “ગુણવત્ દ્રવ્યમ્ (અધ્યાય ૫, સૂ. ૩૭) ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે'. આવું દ્રવ્યનું લક્ષણ આગળ કહેવાશે. ધર્માદિની દ્રવ્ય સંજ્ઞા તેમાં “દ્રવ્ય' એ સામાન્ય નામ છે અને ધર્માદિ એ વિશેષ નામ છે. આથી ધર્માદિ સામાન્ય સંજ્ઞાવાળા પણ છે અને વિશેષ સંજ્ઞાવાળા પણ છે, અને આ ધર્માદિની જે દ્રવ્યસંજ્ઞા છે તે દ્રવ્યત્વના નિમિત્તે છે. આ વાત દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી છે. આ દ્રવ્ય શબ્દનો અર્થ “જાતિ' થાય છે. વાસ્તવિક વિચાર કરીએ ત્યારે તે દ્રવ્યત્વ વ્યતિરિકતા વ્યતિરિક્ત–ભિન્નભિન્ન એવા પક્ષનું અવલંબન કરનાર છે. આ દ્રવ્યત્વ ધર્માદિ દ્રવ્યોથી એકાંતથી ભિન્ન નથી, એકાંતથી T १. बाह्याभ्यन्तर निमित्तकोत्पादविगमैः स्वपर्यायै यन्ते गम्यन्ते तांस्तान् पर्यायान् वा द्रवन्ति गच्छन्तीति द्रव्याणि बाह्यं निमित्तं द्रव्यक्षेत्रकालभावलक्षणं, आभ्यन्तरञ्च स्वपरिणामविशेषः, तावेतौ मिलित्वोत्पादविगमयोर्हेतू भवतः नत्वन्यतरापाये, तथा चैतानि पर्यायद्रवणाद् द्रव्याणि न तु द्रव्यत्वसम्बन्धात्, द्रव्यत्वसम्बन्धात् पूर्वमेषामद्रव्यत्वापत्तेः न हि दण्डसम्बन्धात् प्राग् देवदत्तो दण्डयासीत् । किन्तु यदा दण्डसम्बन्धस्तदैव । न च तथा प्रकृते द्रव्यताऽभिमता प्राग्द्रव्यत्वसम्बन्धात्, अभिमतत्वे वा तत्सम्बन्धाऽऽनर्थक्यमेव । यद् वा जातिः शब्दार्थ इत्यभ्युपगन्तद्रव्यास्तिकनयाभिप्रायेण द्रव्यत्वनिमित्ता द्रव्यसंज्ञैतेषां भवतु, तच्च द्रव्यत्वं वस्तुतः कथञ्चिद्भिन्नाभिन्नमिति न कोऽपि दोषः ॥ इति तत्त्वन्यायविभाकरटीकायाम् पृ० १३ ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨ ૨૭ અભિન્ન નથી કિંતુ કથંચિત ભિન્નભિન્ન છે. આ રીતે આગળ ત્રણ સૂત્રોમાં કહેવાશે. આથી આ ધર્માદિ દ્રવ્યો મોરના ઈંડાના રસમાં જેમ ગ્રીવા, શિર, ચંચુ, નેત્ર. પીંછાં, પગ, પેટ આદિ અનેક અવયવો અને તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ રહેલાં છે તેમ જેની અંદરમાં સર્વ ભેદ અને પ્રભેદનાં બીજો રહેલાં છે કે જે દેશ અને કાળના ક્રમથી પ્રગટ થવા યોગ્ય જે ભેદ છે તેની સાથે સમરસ અવસ્થામાં એકરૂપ છે. મતલબ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી દ્રવ્ય સિવાય બીજો કોઈ પદાર્થ નથી. જે બીજા. ગુણ કે પર્યાયો દેખાય છે તે દ્રવ્યની સાથે એકરસ એટલે અભિન્નરૂપે રહેલી દ્રવ્યની જ અવસ્થાઓ છે. આ અવસ્થાઓ દેશ અને કાળના ક્રમથી વ્યક્ત થાય છે. જેમ મોરના ઈંડાના રસમાં એકરસ-એકમેક થઈને રહેલા ગ્રીવાદિ અવયવો દેશ-કાળને પામીને વ્યક્ત થાય છે. આમ આ દ્રવ્યો ગુણ અને પર્યાયના સમુદાયરૂપ પરિણામનું કારણ છે. આથી ગુણ અને પર્યાયથી દ્રવ્ય પદાર્થ જુદો નહિ હોવા છતાં ભેદના વિચારથી આ બધાં દ્રવ્યો ગુણ અને પર્યાયથી ભિન્ન છે આવો ભાસ થાય છે. | વ્યં મધ્યે(પા. અ. ૫. ૩ સૂ. ૧૦૪)થી ‘દ્રવ્ય' શબ્દ ભાવ અને કર્તામાં નિપાતથી સિદ્ધ થાય છે, પણ અહીં તો ભાવમાં નિપાતથી બન્યો છે. એટલે દ્રવ્ય કહો, ભવ્ય કહો કે ભવન કહો એક જ છે. દ્રવ્ય જે જુદાં જુદાં પરિણામોને પ્રાપ્ત કરે તે જ ભવન છે. ગુણ અને પર્યાયો ભવનની સમવસ્થારૂપ જ છે. જેમ એક પુરુષ ઊભો હોય કે બેઠો હોય. ઉત્કટુક આસને અર્થાત ઉભડક પગે બેઠો હોય કે સૂતેલો હોય પણ આ બધી-ઊઠવું, બેસવું, સૂવું આદિઅવસ્થાઓથી પુરુષ જુદો નથી.એટલે કે પુરુષ જુદો અને આ બધી અવસ્થાઓ જુદી એવું નથી. કિંતુ આ અવસ્થાઓ પુરુષથી અભિન્ન છે. એટલે પુરુષ જ બેઠો છે, પુરુષ જ સૂતો છે. તેમ દ્રવ્યની ગુણ પર્યાયરૂપ અવસ્થાઓ ભવનની સમાન અવસ્થાઓ જ છે, દ્રવ્યથી જુદી નથી. એટલે દ્રવ્ય જ ગુણ-પર્યાયરૂપે પરિણમે છે પણ તે ગુણ-પર્યાયો દ્રવ્યથી જુદા નથી. આમ સૂવા-બેસવારૂપ અવસ્થાથી પુરુષ જ કહેવાય છે તેવી રીતે બીજી બીજી ગુણપર્યાયરૂપ જે અવસ્થા પ્રગટ થાય છે તેનાથી દ્રવ્ય જ વ્યક્ત થાય છે. દ્રવ્ય તે તે રૂપે થાય છે. માટે દ્રવ્ય એ જ ભવન છે. કહેવાનો આશય એ છે કે અહીં “ભવન’ શબ્દ ભાવ-પ્રત્યયથી લેવાનો છે તેથી જ નૃત્યન્તર વ્યક્તિરૂપે અર્થાત બીજી અવસ્થાઓ વડે વ્યવહાર પામે છે. અર્થાત્ બીજી બીજી અવસ્થાઓરૂપે આવિર્ભત થાય છે. પણ દ્રવ્યથી ભિન્ન ગુણ-પર્યાય નથી. ઉપલબ્ધ થતા રૂપ, १. नयचके पृ० ५.२ प्रभेदनिर्भेदं अस्ति-तत्र च निर्भेदश्च शने तथागृहीततरंगादिप्रभेदसर: सलिलवत् दृष्टांत આપ્યું છે. તેથી અહીં પાઠફરક હોવો જોઈએ. કેમ કે ટીકા. આગળ પૃ. ૩૭૫માં ખેવીનું અને નિર્દેટું કરીને નિર્ભેદને ગ્રહણ કર્યો છે. 2 ધાતુથી ભવ્ય અર્થમાં ૧ પ્રત્યય લગાડીને દ્રવ્યશબ્દ બનાવ્યો છે. તેથી દ્રવ્ય શબ્દનો અર્થ અહીં બનતીતિ પાવ: “જે થાય તે ભાવ છે આવો કરવો. અર્થાત જે જે જુદાં જુદાં પરિણામોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે. agો જેવાં પરિણામોને પ્રાપ્ત કરે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થ સૂત્ર રસાદિ દ્રવ્યની વૃત્તિ માત્ર છે. આવું અવધારણ થાય છે પણ દ્રવ્યથી ભિન્ન જાતિરૂપે રૂપ, રસાદિનું અવધારણ થતું નથી. કિંતુ ચક્ષુ આદિ જુદી જુદી ઇન્દ્રિયોના ગ્રહણના ભેદથી તે દ્રવ્યની વૃત્તિઓનો જ ભેદ પડે છે. જેમ એક જ પુરુષની બાપ-કાકા વગેરે જે વૃત્તિઓ છે તે પુરુષથી ભિન્ન નથી તેમ દ્રવ્યની રૂપ, રસાદિ જે વૃત્તિઓ છે તે દ્રવ્યથી જુદી જુદી નથી માટે દ્રવ્ય જ છે, ગુણપર્યાય નથી." કોણ કોણ કોણ દ્રવ્ય.. કોણ ? આમ દ્રવ્યાર્થિક નય દ્રવ્યને પદાર્થ માને છે પણ જે વ્યવહાર થાય છે તેને નિભાવવા માટે કહે છે કે દ્રવ્ય જ ગુણ-પર્યાયથી કહેવાય છે કેમ કે ભવનથી ગુણ અને પર્યાય જુદા નથી, ભવન એ ખુદ દ્રવ્ય જ છે. ભવનના છ વિકારો બીજી બીજી અવસ્થારૂપે પ્રગટ થતું તે દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે, છે, બદલાય છે, વધે છે, ઘટે છે, નાશ પામે છે. આ રીતે કહેવાય છે. એટલે આ દ્રવ્ય-ભવનના છ વિકારો છે. (૨) નાયો..થાય છે.... કોણ દ્રવ્ય... (૨) ગતિ......છે દ્રવ્ય.... (૩) વિપરિણમતે...બદલાય છે.... દ્રવ્ય... (૪) વધતિ..વધે છે..... (૫) અપક્ષીયો.... ક્ષીણ થાય છે... દ્રવ્ય... (૬) વિનશ્યતિ વિનાશ પામે છે.....કોણ દ્રવ્ય , () “નાથ' “ઉત્પન્ન થાય છે એ ક્યારે કહેવાય? માટીના પિંડથી જુદી વર્તતી જે અવસ્થા છે, એ અવસ્થાનો પ્રકાશ થતો હોય ત્યારે “ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. અર્થાતુ માટીનો પિડ ડફૂલ આદિ પ્રગટ અવસ્થાઓને પ્રાપ્ત કરે ત્યારે પિણ્ડ, ડફૂલ યાવતું ઘટ “થાય છે' એમ કહેવાય છે. અર્થાત વ્યાપારવાળી જે ભવનવૃત્તિ છે તે “થાય છે' કહેવાય છે. પિડનું શૂલરૂપે ભવન, સ્થાસરૂપે ભવન, ઘટરૂપે ભવન અર્થાત્ પિve: પ મવતિ “પિડ ઘટ થાય છે. આ રીતે માટીરૂપ દ્રવ્ય જ ઘટરૂપ બીજી ૧. જુઓ તત્ત્વાર્થ, અધ્યા ૫ | સૂ. ૩૧ના ભાષ્ય પાંચની ટીકામાં (મુદ્રિત પૃ. ૪૦૪). નિરક્તકાર “યાસ્ક' આ પ્રમાણે અર્થ કરે છે – 'षड्भावविकारा भवन्तीति वार्ष्यायणि:(૧) ગાયતે (૨) પ્તિ (૩) વિપરિણમતે (૪) વક્તિ (૫) અપક્ષીય (૬) વિનતીતિ | ગાયત તિ पूर्वभावस्य आदिमाचष्टे । अस्तीति उत्पन्नस्यावधारणम् । विपरिणमते इति अप्रच्यवमानस्य तत्त्वाद् विकारः । वर्धते इति स्वाङ्गाभ्युच्चयं सांयोगिकानां वाऽर्थानाम् । अपक्षीयते इति अनेनैव व्याख्यातः प्रतिलोमम् । કિનારયતિ અપનાવલિમાવો | નયચક્ર પૃ. ૫૦૨ અર્થાતુ વાર્ષાયણિ આચાર્ય પદાર્થોના છ વિકારોનો-પરિણામોનો નિર્દેશ કરે છે. (૧) નાયરે - એ પદ પૂર્વ ભાવનો—ઉત્પન્ન થયેલા પદાર્થનો પ્રારંભ સુચવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨ દ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે દ્રવ્ય જ થાય છે એમ કહેવાય છે. (૨) “અસ્તિ' “છે' એ ક્યારે કહેવાય ? જ્યારે કોઈ પણ પ્રકારના વ્યાપારથી રહિત જે સ્વરૂપાવસ્થા છે, અર્થાત્ પિડનું કોઈ ભવન થતું ન હોય ત્યારે તે “છે” એમ કહેવાય છે. ભવનવૃત્તિ ઉદાસીન હોય છે તેમનું તેમ રહે ત્યારે એમાં કોઈ પણ જાતનો વ્યાપાર થતો નથી તેથી તે દ્રવ્ય “છે' એમ કહેવાય છે. અહીં “અતિ એ અત્ ધાતુનું વર્તમાનકાલીનરૂપ નથી પણ “તિ' શબ્દનો નિપાત છે. તેથી તેનો “સત્તા' અર્થ કર્યો છે. (૩) “વિરામો' બદલાય છે' એ કયારે કહેવાય ? અનુવૃત્તિવાળા તિરોભૂત-સત્તારૂપે રહેલા સ્વરૂપનો નાશ થયા વગર બીજા રૂપે થવું તે વિપરિણમન કહેવાય છે. અર્થાત્ અનુવૃત્તિવાળા સત્તારૂપે રહેલા સ્વરૂપનો નાશ થયા વગર રૂપાન્તર થાય છે ત્યારે બદલાય છે... “વિકાર થાય છે' એમ કહેવાય છે. દા. ત. ક્ષીર દહીં રૂપે પરિણામ પામે છે' “બદલાઈ જાય છે” વિકારાન્તરવૃત્તિથી રહે છે. અર્થાત્ દૂધ દહીંરૂપે રહે છે તે વિપરિણામ છે. દૂધનું દહીં થવું એ તેનો વિકાર છે. દહીંમાં અનુવૃત્તિવાળું સત્તારૂપે રહેલ દૂધ તેનો નાશ નથી થયો પણ રૂપાંતર થયું છે. આમ (૧) વિકારાન્તર વૃત્તિથી રહેવું એ વિપરિણામ છે. અથવા (૨) વૃત્યન્તર વ્યક્તિરૂપે રહેવું કે (૩) હેતુરૂપે થવું તે વિપરિણામ કહેવાય છે. આમ ત્રણ પ્રકારે વિપરિણામ કહેવાય છે અને ત્રણે વ્યાખ્યામાં આ દષ્ટાંત નીચે મુજબ ઘટી શકે છે. (૧) વિકારાન્તરથી રહેવું—દૂધ દહીંરૂપે છે. (૨) વૃત્યન્તર વ્યક્તિરૂપે રહેવું-દૂધ દહીંરૂપે થાય છે. (૩) હેતુ રૂપે. રહેવું-દૂધ દહીંનો હેતુ બને છે. આ રીતે રૂપાંતર થાય છે ત્યારે તે દ્રવ્ય જ “પરિણામ પામે છે. એમ કહેવાય છે. (૪) “વઈ “વધે છે' એ ક્યારે કહેવાય ? તેનો તે પરિણામ ઉપચય-પુષ્ટિરૂપે થયા કરે ત્યારે “વધે છે” એમ કહેવાય છે. જેમ આપણે કહીએ છીએ કે “અંકુર વધે છે ત્યારે અંકુરનું ઉપચય-પુષ્ટિવાળા પરિણામરૂપે ભવનવૃત્તિ-હોવાપણું વ્યક્ત થાય છે. મતલબ અંકુરમાં જ્યારે પુષ્ટતા થઈ રહી હોય ત્યારે વર્ધર્ત’ આવો પ્રયોગ થાય છે. ૧. (૨) “ક્તિ એ પદ ઉત્પન્ન થયેલાની સ્થિતિ દર્શાવે છે. (૩) વિપરિણ? એ પદથી વસ્તુમાં અન્ય વિકાર ઉત્પન્ન થવા છતાં તેનો નાશ થતો નથી એ સૂચક કરાયું છે. (૪) વધરે એ પદથી અનેક પદાર્થોના સંયોગથી ઉત્પન્ન થતી વૃદ્ધિ સૂચવાઈ છે. (૫) આપણીસે એ પદથી એથી વિપરીત હકીકતનું પ્રતિપાદન કરાયું છે. (૬) વિનશ્યતિ એ પદથી અપર ભાવ-ભાવાંતર-રૂપાંતરની શરૂઆત દર્શાવાઈ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આમ પુષ્ટિરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે ત્યારે તે દ્રવ્ય જ “વધે છે એમ કહેવાય છે. (૫) “અપક્ષીયતે' “ક્ષીણ થાય છે એ ક્યારે કહેવાય ? તે જ પરિણામ જ્યારે અપચયવૃત્તિ થાય છે ત્યારે તેને “ક્ષીણ થાય છે' એમ કહેવાય છે. જેમ દુર્બલ બનતો પુરુષ એ “ક્ષીણ થાય છે. એમ કહેવાય છે તેમ અપચયરૂપ જે થવું અર્થાત ઉપચયરૂપ જે પુષ્ટિ તેનાથી વૃત્યન્તર અપચયરૂપ ક્ષીણ થાય તે સાક્ષી કહેવાય છે. આમ પુષ્ટ દ્રવ્ય જ અપચયરૂપ બને છે ત્યારે “ક્ષીણ થાય છે.' એમ કહેવાય છે. (૬) “વિનતિ' વિનાશ પામે છે' એ ક્યારે કહેવાય ? આવિર્ભત ભવનનું જે તિરોભૂત થવું તે અર્થાત્ પ્રગટ રૂપનું દબાઈ જવું તે “વિનાશ પામે છે' એમ કહેવાય છે. જેમ આપણે કહીએ કે “ઘટ નાશ પામ્યો તેનો અર્થ એ છે કે જે ઘટરૂપે ભવન હતું તે તિરોભૂત થયું, પણ તેની અસ્વભાવરૂપતા નથી અર્થાત્ તે અસ્વભાવરૂપ નથી. માટી કે બીજી અવસ્થારૂપ ભાવ થયો છે. કેમ કે ઘટનો નાશ એટલે કપાલ ભવન. આમ એક પછી એક ક્રમથી ભવનની બીજી વૃત્તિઓ થયા જ કરે છે. ઘટ વિનાશ પામ્યો એટલે કે ઘટના ટુકડા થયા, એ ટુકડાના પાછા ટુકડા થયા. આમ વૃજ્યન્તર પામતા આ ભવન આખરમાં પુદ્ગલરૂપે રહે છે. છેવટે, પરમાણુ સુધી વિભાગ થઈ જાય તો પણ તેનું પુદ્ગલરૂપે ભવન ચાલુ છે તેમ માનવું પડશે. અર્થાત્ પુગલમાંથી પ્રગટ થયેલો ઘટ પુદ્ગલમાં તિરોભૂત થયો છે પણ તેનો નાશ નથી થયો. માત્ર આ તિરોભૂત વૃત્તિને જ લોકો નાશ કહે છે. આ પ્રમાણે ઘટના વિનાશ થવા છતાં તેનો પુદ્ગલ સ્વભાવ કાયમ રહે છે માટે ઘટ વિનાશ પામ્યો તે અસ્વભાવતા નથી અર્થાત્ પુદ્ગલ સ્વભાવ કાયમ છે. આમ આવિર્ભત ભવન તિરોભૂત થાય છે ત્યારે નાશ પામે છે એમ કહેવાય છે. આ રીતે તે તે આકારો વડે ભવનલક્ષણ દ્રવ્યો જ કહેવાય છે. આ સૂત્ર એક જ છે, બે નથી તેની ચર્ચા બીજાઓ દ્રવ્યfખ નીવાશ આ રીતે એક સૂત્ર ન કહેતાં “વ્યનિ અને “પીવાએમ બે સૂત્ર ભણે છે–કહે છે. પણ તે યુક્ત નથી. કેમ કે સૂત્રકારને પ્રતિપાદન કરવાની ઇચ્છા જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા છે. અર્થાત અહીં દ્રવ્ય અને જીવનું નિરૂપણ સૂત્રકારને ઈષ્ટ નથી પણ જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા ઇષ્ટ છે. માટે બે સૂત્રોની કલ્પના કરવી અયુક્ત છે. જીવોમાં અસ્તિકાયતા અને દ્રવ્યતાનું પ્રતિપાદન કરવું છે તે બંને તો એક સૂત્ર હોય તો પણ “ચ” શબ્દનું ગ્રહણ કર્યું છે. તેના સામર્થ્યથી અવ્યાહત જ છે, સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે તો પછી બે સૂત્રનો આદર-આગ્રહ શા માટે ? આમ જીવોની અસ્તિકાયતા અને દ્રવ્યતા એક જ સૂત્રથી સિદ્ધ થઈ જાય છે માટે આ એક જ સૂત્ર છે પણ બે સૂત્ર નથી. ભાષ્ય:- આ ધર્માદિ ચાર અને જીવો આ પાંચ દ્રવ્યો છે. મતિ અને શ્રુતનો વિષય સર્વ પર્યાયથી રહિત સર્વ દ્રવ્યો છે. (અર્થાત્ અસર્વ પર્યાયો અને સર્વ દ્રવ્યો.) કેવળજ્ઞાનનો વિષય १. तथा तथा द्रवणात, ते ते कायाश्च द्रव्याणि च, उभयव्यवहारदर्शनात्, श्रीतत्त्वार्थ. हरि० पृ० २१३ Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨ ૩૧ સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. એ પ્રમાણે પહેલા અધ્યા. ૧ | સૂ. ૨૭. ૩૦માં કહ્યું હતું. ટીકાઃ આ અધ્યાયના પહેલા સૂત્રમાં કહેલ ધર્માદિ ચાર અને જીવ આ પાંચ અસ્તિકાયો છે અને દ્રવ્યો છે. સૂત્રમાં રહેલ “ચથી જીવોમાં “અસ્તિકાય' અને દ્રવ્ય બંનેનો સંબંધ કરાય છે. અર્થાત્ જીવોમાં અસ્તિકાયતા છે અને દ્રવ્યતા પણ છે. આવો વ્યવહાર થાય છે. દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્યનું નિરૂપણ આ દ્રવ્યોની દ્રવ્યતા બે પ્રકારે જણાય છે : (૧) સ્વનિમિત્ત (૨) પરનિમિત્ત. એટલે કે આ દ્રવ્યો છે એ શેનાથી જણાય? શેના દ્વારા દ્રવ્યતાનો નિશ્ચય કરાય? આવા પ્રશ્નનું સમાધાન છે કે તેને ઓળખવા માટે સ્વ અને પર બે નિમિત્ત છે. (૧) સ્વનિમિત્ત :- જેમાં સ્વધર્મ કારણ બને અર્થાતુ પોતાના સ્વભાવથી ઓળખાય તે સ્વનિમિત્ત છે. સ્વનિમિત્ત એ સ્વધર્મની વ્યાપ્તિ છે. જેના વડે આ વ્યક્તિ આલંબનપણે તથા ગૃહીત તેવી રીતે ગ્રહણ કરાય છે કે મતલબ સ્વધર્મવ્યાપ્તિ વડે જ દ્રવ્યનો પ્રતિષેધ અને પ્રતીતિ થાય છે, અથવા જેવું દ્રવ્ય છે તેવું જ્ઞાન થાય છે. આ પ્રાપ્તિરૂપ સ્વધર્મની વ્યાપ્તિ એ તાદાભ્યથી રહે છે. આ બધી વિચારણાથી એક જ નિચોડ આવે છે કે દ્રવ્યનું લક્ષણ એટલે દ્રવ્યની દ્રવ્યતા સ્વભાવમાં અવસ્થાન છે. અર્થાત્ સ્વભાવમાં જે અવસ્થિતિ તે જ દ્રવ્યતા છે. અને આ દ્રવ્યતાની ઓળખમાં સ્વનિમિત્ત બીજું કોઈ નથી પણ પોતાના સ્વભાવમાં રહેવું એ જ છે. (૨) પરનિમિત્ત જે દ્રવ્યતાના જ્ઞાનમાં બીજું નિમિત્ત પડે, બીજાથી જણાય તે પરનિમિત્ત કહેવાય છે. ૧. અહીં એવો અર્થ લાગે છે કે દ્રવ્યના જેટલા ધર્મો પ્રસિદ્ધ હોય તેટલા બધા ધર્મો જેમાં વ્યાપીને રહે તે દ્રવ્ય. દા. ત. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ધર્મો છે તો તેના વડે વ્યાપ્ત જે દ્રવ્ય તે જ આત્મા છે. આમ પોતાના બધા ધર્મોની વ્યાપ્તિ એટલે વૃત્તિ વડે જ જે પદાર્થનું જ્ઞાન કરવાનું છે તે દ્રવ્યનું સ્વનિમિત્ત લક્ષણ છે. અને તેથી જ અર્થાતુ પોતાના સ્વલક્ષણથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતાં જુદું હોવાથી તેનો પ્રતિષેધ કરી શકાય છે. જેમ કે આત્મામાં જ્ઞાનાદિ છે માટે તે અજીવ નથી. આમ આત્માના સ્વનિમિત્તરૂપ લક્ષણથી તે અપર દ્રવ્યરૂપ નથી તેવો પ્રતિષેધ થયો અને આમ સ્વધર્મની વ્યાપ્તિ વડે સ્વરૂપે ઓળખાણ અને પરરૂપે દ્રવ્યનો પ્રતિષેધ થઈ શકતો હોવાથી બીજા વ્યાપ્ત આત્માને પણ ઓળખાવી શકાય છે કે જ્ઞાનાદિ ધર્મવાળો છે તે જ આત્મા છે, પણ પગલાદિ નથી. અહીં પાઠ આવો હોવો જોઈએ કે સ્વધર્મવ્યારિશ તાજોન વ્યવસ્થાન' કારણ કે આગળ તેમને સ્વધર્મવ્યાપ્તિની વાત કરી છે. વ્યાપ્તિમાં વાત કરી જ નથી. અહીં એ વિચાર કરવાનો છે કે દ્રવ્યાસ્તિક નય દ્રવ્યથી જુદા ધર્મોને માનતો નથી તો તે કેવી રીતે સ્વધર્મની વ્યાપ્તિરૂપે દ્રવ્યનું લક્ષણ માને ? માટે જ સમજાવે છે કે વસ્તુતઃ આ સ્વધર્મની પ્રાપ્તિ એટલે દ્રવ્યનું જ તે રૂપે રહેવું. અર્થાત્ સ્વભાવમાં જ રહેવું તે જ સ્વનિમિત્ત દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યાસ્તિક નયના મતે. ૨. ‘થાકસાવથથતા ગૃહ' આ પાઠ રાખીને અને આવો અર્થ કર્યો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ‘ચક્ષુથી ગ્રાહ્ય રૂપ છે’. આમાં ચક્ષુથી ગ્રાહ્ય એ પરિમિત્ત છે. આવી રીતે રસાદિમાં પણ યોજના કરી લેવી. કેમ કે દ્રવ્ય જ રૂપાદિપણે વ્યપદેશ થાય છે, વ્યવહારનો વિષય બને છે અને ગત્યાદિ ઉપગ્રહકારીપણે પણ તે દ્રવ્ય જ વ્યવહારનો વિષય બને છે. કેમ કે ચતુર્ગાહ્ય રૂપ છે તેથી દ્રવ્યનો રૂપાદિપણે વ્યપદેશ થાય છે તેમાં ચક્ષુર્ગાહ્ય એ વિશેષણની અપેક્ષા છે, અને આ ચક્ષુર્ગાહ્ય એ વિશેષણ દ્રવ્યથી પર બહારનું છે. આમ દ્રવ્યતાની ઓળખાણમાં ચક્ષુગ્રાહ્ય આ નિમિત્ત પર છે. હર એવી રીતે દ્રવ્ય જ્યારે ગત્યાદિ ઉપગ્રહકારીપણે વ્યપદેશ પામે છે ત્યારે પણ વિશેષણની અપેક્ષા રાખે છે. તેથી ગતિઆદિમાં ઉપકારીરૂપે દ્રવ્યતાની ઓળખાણમાં બીજું નિમિત્ત પડે છે. તેથી જે બીજું નિમિત્ત પડે છે તે પર છે. આમ ગતિ આદિમાં ઉપકારીપણે દ્રવ્યનો વ્યપદેશ થાય છે તે પરિનમિત્તથી થાય છે. દા. ત. એક જ દેવદત્તમાં પિતૃત્વ, પુત્રત્વ, ભ્રાતૃત્વ, ભાગિનેયત્વ માતૃત્વ આદિનો સંબંધ છે તેથી તે ધર્મરૂપે દેવદત્ત પિતા, પુત્ર, ભાઈ, ભાણેજ, મામા આદિરૂપે કહેવાય છે. આમ દેવદત્ત પિતા છે એમ કહેવાય છે તે પોતાના પુત્રની અપેક્ષાએ એટલે દેવદત્તમાં પિતાપણું પુત્રના નિમિત્તે છે. આ પુત્ર એ દેવદત્તથી પર છે. માટે દેવદત્ત પિતા કહેવાય છે તે પરનિમિત્તથી છે. આ જ રીતે દેવદત્ત પુત્ર કહેવાય છે. તે પોતાના પિતાના નિમિત્તે, ભાઈ કહેવાય છે ભાઈના નિમિત્તે. મામા કહેવાય છે ભાણેજના નિમિત્તે. આમ એક જ દેવદત્તમાં પુત્ર, પિતાદિ પરનિમિત્તથી પિતા, પુત્ર આદિનો વ્યવહાર થાય છે તેવી જ રીતે દ્રવ્યમાં પણ રૂપાદિનો સંબંધ તેથી ચક્ષુથી ગ્રાહ્ય આદિ પરનિમિત્તથી રૂપ, રસાદિનો વ્યવહાર થાય છે. આ રીતે વિશેષણની અપેક્ષાવાળું દ્રવ્ય જ ગતિ આદિમાં ઉપગ્રાહી તરીકે વ્યવહાર કરાય છે. આમ દ્રવ્યોનું જ્ઞાન, દ્રવ્યતાની ઓળખ સ્વનિમિત્ત અને પનિમિત્તથી થાય છે. પ્રશ્ન :- ભાષ્યકાર મ. તો ‘આ ધર્માદિ ચાર અને જીવ આ પાંચ દ્રવ્યો છે'. આટલી જ વાત કરી છે તો તમે આ સ્વનિમિત્ત', પરનિમિત્તથી દ્રવ્ય ઓળખાય છે. આ નિરૂપણ કેવી રીતે કરો છો ? ઉત્તર ઃ- ભાષ્યકાર મ. ‘આ પાંચ દ્રવ્યો છે'. આના પછી તરત દિ....' કરીને જે પંક્તિ મૂકી છે તે આ સ્વનિમિત્ત અને પરનિમિત્તના ઉપલક્ષણને બતાવવાના અભિપ્રાયથી જ મૂકી છે. ૧. રૂપાદિ વસ્તુગત્યા તો ચક્ષુગ્રાહ્ય છે પણ કેવળજ્ઞાનીને પદાર્થોનું ગ્રહણ ઇન્દ્રિયથી હોય નહિ તેથી તેમને તે દ્રવ્યની દ્રવ્યતા સ્વનિમિત્તથી ગૃહીત છે. ધર્માસ્તિકાય આદિ અતીન્દ્રિય હોવાથી આપણે તેનું ગત્યાદિ ઉપકારપણે અનુમાન કરવું પડે છે. આમ ધર્માદિ દ્રવ્ય આપણને અનુમાનરૂપ પર નિમિત્ત ગ્રાહ્ય બને છે જ્યારે કેવળજ્ઞાનીને ધર્માસ્તિકાયમાં રહેલ ગતિ ઉપકારક પર્યાયપણે તે દ્રવ્ય ગતિ ઉપકારમાં પ્રવૃત્ત હોય કે નહિ તો પણ જણાય છે માટે તેમના માટે દ્રવ્યની દ્રવ્યતા સ્વનિમિત્તથી ગ્રાહ્ય થવાની. તેથી જ કહ્યું કે દ્રવ્યનું દ્રવ્યપણું એટલે દ્રવ્ય જેવું છે તેવું હોવાપણું તેમને સ્વનિમિત્તથી લક્ષિત થતું જ ગ્રહણ થઈ જાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨ ૩૩ પહેલા જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય ધર્માદિ દ્રવ્યો અને અસકલ પર્યાયો છે એમ (અધ્યા. ૧/સૂ. ૨૭માં) કહ્યું છે. અર્થાત્ મતિ અને શ્રુતથી બધાં દ્રવ્યોનું જ્ઞાન થાય છે પણ બધા પર્યાયોનું ગ્રહણ થતું નથી. તે દ્રવ્યોનું ગ્રહણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને શ્રુતથી થાય છે. કારણ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય-અનીન્દ્રિય દ્વારા થાય છે. આથી ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી થતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો છે પણ સર્વપર્યાયથી યુક્ત દ્રવ્યો નથી. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવિશુદ્ધ કહેવાય છે. સર્વ પર્યાયોથી સહિત સર્વ દ્રવ્યોનું ગ્રહણ કેવળજ્ઞાનથી થાય છે માટે કેવળજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાન છે. તેથી સર્વ વિશેષણોથી રહિત એવા કેવળજ્ઞાન વડે દ્રવ્યોનું યથાર્થ જે જ્ઞાન થાય છે તે સ્વનિમિત્ત છે એટલે વિશુદ્ધ કેવળજ્ઞાનથી દ્રવ્યોનું થતું જ્ઞાન છે તેને સ્વનિમિત્તથી દ્રવ્યની ઓળખાણ થઈ કહેવાય છે અને મતિ-શ્રુતથી જે દ્રવ્યોનું જ્ઞાન થાય છે તે ઈન્દ્રિયાદિથી થતું હોવાથી પરનિમિત્ત કહેવાય છે. આમ ભાષ્યકારે પહેલા અધ્યાયમાં આ સ્વનિમિત્ત અને પરનિમિત્ત દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. આ બતાવવાના અભિપ્રાયથી જ આ પંક્તિ મૂકી છે. આથી અમારું નિરૂપણ બરાબર છે, સાધાર છે. ભાગ્યકારના અભિપ્રાયને અનુસરનારું છે. આ રીતે ધર્માદિ દ્રવ્યો સ્વનિમિત્ત અને પરનિમિત્તથી ઓળખાય છે. આ પ્રતિપાદન દ્રવ્યાસ્તિકાયનયના અભિપ્રાયથી સમજવું. અવતરણિકા :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ દ્રવ્યો છે. આવું જ્ઞાન બીજા સૂત્ર દ્વારા થયું. હવે એના વિશે ત્રણ પ્રશ્નો થાય છે. (૧) શું ધર્માદિ પાંચે દ્રવ્યો ક્યારે પણ પોતાના સ્વભાવથી મુક્ત થાય છે? અર્થાત્ ધર્માદિ દ્રવ્યોનો સ્વભાવ બદલાય કે નહિ ? (૨) કોઈ પણ કાલે આ પાંચ જ દ્રવ્ય રહે કે એ દ્રવ્યો પાંચ સંખ્યામાં ફેરફાર થાય ? અર્થાત્ પાંચની સંખ્યા રહે પણ ખરી અને ન પણ રહે. આવું સંભવે ? (૩) આ દ્રવ્યો મૂર્ત-રૂપાદિવાળાં છે કે અમૂર્ત-રૂપાદિ વગરનાં છે? જિજ્ઞાસુના આ સંશયોને દૂર કરવા જ જોઈએ. આથી (૧) ધર્માદિ દ્રવ્યો સ્વભાવથી અત થતાં નથી. (૨) ધર્માદિ દ્રવ્યો પાંચના પાંચ જ રહે છે. (૩) ધર્માદિ ચાર દ્રવ્યો અમૂર્ત છે અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આવો દ્રવ્યો વિશેનો નિશ્ચય રહે માટે જ સૂત્રકાર સૂત્રનો પ્રારંભ કરે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર નિત્યવસ્થિતા પાળિ' છે -રૂ સૂત્રાર્થ : ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય છે અને અવસ્થિત-સ્થિર છે, તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે. ટીકા : ઉપર કરેલા ત્રણે પ્રશ્નોનો અનુક્રમે આ સૂત્ર દ્વારા જવાબ અપાય છે. પ્રશ્ન(૧)નો ઉત્તર “નિત્ય' શબ્દ દ્વારા પ્રશ્ન(૨)નો ઉત્તર “અવસ્થિત' શબ્દ દ્વારા પ્રશ્ન(૩)નો ઉત્તર “અરૂપ' શબ્દ દ્વારા પ્રાપ્ત થાય છે. હવે આપણે આ શબ્દોના અર્થ અને તેના દ્વારા તે તે પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે પ્રાપ્ત થાય છે તે બરાબર સમજી લઈએ. દ્રવ્યોનું સ્વરૂપ અને સંખ્યા નિત્ય' શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે તેનાથી પ્રશ્ન(૧)નો ઉત્તર અપાય છે કે ધર્માદિ દ્રવ્યો સ્વભાવથી શ્રુત-છૂટા થતા નથી. અવસ્થિત શબ્દના ગ્રહણથી પ્રશ્ન(૨)નો ઉત્તર અપાય છે કે એ દ્રવ્યોની પાંચની સંખ્યામાં ન્યૂનાધિકતા થતી નથી. આમ આ દ્રવ્યો સ્વરૂપથી જેવા છે તેવા છે એટલે અનાદિ અનંત છે અને પાંચ સંખ્યા ઇયત્તાવાળા છે અર્થાતુ પાંચ જ છે. આથી પોતાના સ્વતત્ત્વ એટલે સ્વરૂપ-સ્વભાવને કદી છોડતા નથી. પ્રશ્ન :- તમે તો ધર્માદિ પાંચ જ દ્રવ્યો કહો છો પણ તૈયાયિક અને વૈશેષિકે તો પૃથ્વી, અપ, તેલ, વાઉ, આકાશ, દિગુ, કાળ, આત્મા અને મન. આમ નવ દ્રવ્યો કહ્યાં છે તો તમારી કહેલ પાંચની સંખ્યામાં વ્યભિચાર તો આવ્યો જ ને ? અન્યોએ માનેલાં દ્રવ્યોનો પાંચમાં સમાવેશ ઉત્તર :-પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને મન આ બધાં પુદ્ગલદ્રવ્ય જ છે કેમ કે એ બધાં મૂર્ત છે અને ક્રિયાવાળાં છે. અથવા જીવે પરિણાવેલાં પૃથ્વી આદિ પુદ્ગલો જીવ છે. જેમાં આત્માએ મનુષ્યરૂપે પરિણાવેલાં પુદ્ગલો એ મનુષ્ય જીવે છે. અર્થાત જેમ મનુષ્યાદિ જીવો છે તેમ પૃથ્વીર આદિ પણ જીવો છે. આથી પૃથ્વીકાયાદિ જીવો છે, માટે તેમનો આત્મદ્રવ્યમાં સમાવેશ થાય છે. આમ બે રીતે પૃથ્વી આદિની વિચારણા કરી અને પુદ્ગલ દ્રવ્ય અથવા તો આત્મદ્રવ્યમાં તેનો સમાવેશ થાય છે. ૧. આ દ્રવ્યો કોઈ પણ કાળે ન હતા એમ નહિ, અને બીજાં દ્રવ્યો તે દ્રવ્યપણે પરિણમતાં નથી. મુદ્રિત ટિપ્પણીમાં પૃ. ૩૨ ૧. सास्नाविषाणादिसंघाता हि छेद्यभेद्योत्क्षेप्यभोग्यप्रेयरसनीयस्पृश्यदृश्यद्रव्यत्वे सति जीवशरीरतया प्रसिद्धाः...... पाणिपादसंघाता-नामिवपृथ्व्यादिनामपि कदाचित् चैतन्यं न चात्यन्तमचित्ततेति, कदाचित् किञ्चिदचेतनमपि શોપદતત્વન પાળ્યવિવેતિ. તત્ત્વા. અધ્યા. ૨, સૂ૦ ૨૬, પૃ. ૨૬૦. Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩ ૩૫ કાળ કોઈના મતે દ્રવ્ય છે એમ કહેવાશે પણ વાચકમુખ્ય પૂ. ઉમાસ્વાતિજી મ.તો પાંચ જ દ્રવ્ય માને છે. દિશા એ આકાશથી જુદી નથી. કેમ કે વિશિષ્ટ રચનાવાળા આકાશપ્રદેશો જ દિશા કહેવાય છે. આકાશપ્રદેશો સિવાય દિશાના સ્વરૂપની ઉપલબ્ધિ નથી. અર્થાત્ દિશાનું સ્વરૂપ આકાશપ્રદેશો જ છે. એટલે દિગૂ દ્રવ્યનો સમાવેશ ‘આકાશ'માં થઈ જાય છે આ રીતે અન્યોએ માનેલા નવ દ્રવ્યોનો આ પાંચ દ્રવ્યોમાં જ સમાવેશ થઈ જાય છે. અને તેથી જ પાંચની સંખ્યામાં વ્યભિચાર આવતો નથી. અરૂપી દ્રવ્યોની સંખ્યા અરૂપ' શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે તેનાથી પ્રશ્ન(૩)નો ઉત્તર અપાય છે કે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ, દ્રવ્ય અમૂર્ત છે. કેમ કે આ દ્રવ્યો રૂપ, રસ, ગંધ, અને સ્પર્શના પરિણામપર્યાયથી બહાર-રહિત છે. અર્થાત્ આ ધર્માદિ ચાર દ્રવ્યોમાં રૂપાદિ પર્યાય નથી એટલે આ દ્રવ્યો રૂપાદિથી રહિત છે. માટે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યો અરૂપી છે. સૂત્રના વિભાજનમાં દોષ પ્રદર્શન બીજાઓ આ સૂત્રના “નિત્યવસ્થિતનિ' તd: ‘મન’ આમ બે વિભાગ કરે છે. ધર્માદિ પાંચ નિત્ય અને અવસ્થિત છે માટે “અરૂપી છે. આ રીતે વિભાગ કરીને કહે છે કે આ જ ધર્માદિ ચાર રૂપ, રસાદિથી રહિત હોય છે. અર્થાત્ ધર્માદિ ચારમાં રૂપાદિ વિદ્યમાન હોતા નથી. આમ સૂત્રનો વિભાગ કરવાથી, પૃથફ યોગ કરવાથી પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે અને ધર્માદિ ચાર દ્રવ્યો અરૂપી છે આવો અર્થ પ્રાપ્ત થાય છે. બીજાઓએ આ રીતે સૂત્રના બે વિભાગ કરી અર્થ કર્યો તે કરવાની જરૂર નથી. કારણ કે સૂત્રનો વિભાગ ન કરીએ તો પણ આ પ્રમાણેનો લાભ થઈ શકે છે. સૂત્રમાં “ગરૂપ'નું ગ્રહણ કર્યું છે તેનાથી જેનો સંભવ છે એવા ધર્માદિની સાથે જ સંબંધ થાય છે પણ જ્યાં અસંભવ છે એવા પુદ્ગલની સાથે “અરૂપનો સંબંધ થઈ શકતો નથી. અથવા બીજી રીતે વિચારીએ કે “અપના ગ્રહણથી પાંચે દ્રવ્યોમાં અરૂપીપણાનો પ્રસંગ આવશે. તો તે પ્રસંગને આના પછીના “રૂપિણ: પુતિઃ ' આ સૂત્રથી દૂર કરાશે. એટલે સૂત્રનો વિભાગ ન કરવામાં આવે તો પણ બરાબર અર્થ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે જો તમે પૃથક યોગ કરો તો પણ પાંચે દ્રવ્યોમાં અરૂપીપણાનો પ્રસંગ આવશે જ અને દૂર કરવા તમારે પિm:-પુતા:' આ સૂત્રનો જ આશરો લેવો પડશે. પરંતુ ધર્માદિ ચાર અરૂપી છે. આવો અર્થ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તે તો પ્રાપ્ત થઈ શકશે નહિ માટે સૂત્રનો વિભાગ કરવાની ઇચ્છા જ વ્યર્થ છે. આ રીતે બીજાઓએ સૂત્રના જે બે વિભાગ કર્યા નિત્યવસ્થિતન તો “’ આમાં દોષ આવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થ સૂત્ર ફરી પણ સૂત્રપાઠ માટે અન્યોના વિચાર અને સૂત્રભંગદોષ કોઈએ સૂત્રના બે વિભાગ કરવાનું કહ્યું તેમાં દોષ આવે છે એ આપણે જોઈ ગયા. તો હવે એની સામે બીજા પણ કેટલાક પરસ્પર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે તે જોઈ લઈએ પછી તેને જવાબ આપીશું. નિત્યવસ્થતાચણિ' આ પ્રમાણે એક જ સૂત્ર છે. આમાં “નિત્યાવસ્થતાનિ' આ બે પદોનો સમાસવાળો પાઠ છે, અને “મા પદનો આ બેની સાથે સમાસ નથી કર્યો. આથી ‘નિત્યવસ્થિતનિ અને “કરૂણાનિ આમ બે વિભક્તિ સંભળાય છે. આનાથી એમ નિશ્ચય થાય છે કે “નિત્ય” અને “અવસ્થિત' એ બધાં દ્રવ્યોનું વિશેષણ છે અને એકલા “અરૂપનું ગ્રહણ છે તે પુદ્ગલ દ્રવ્યને છોડીને ધર્માદિ ચારે દ્રવ્યનું વિશેષણ છે. આ રીતે પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે. આવો અર્થ પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે બીજાઓએ એક જ યોગ છે નિત્યાનંસ્થિતાન્યરૂપણ' આવી સૂત્રપાઠ માટે વિચારણા કરી તો તેની સામે અન્ય કોઈ જવાબ કરતાં કહે છે કે તમે જે સૂત્રપાઠ માટે વિચારણા કરી, પૃથક યોગવાળાની સામે એક યોગની વાત કરી તે બહુ જોરદાર નથી. કેમ કે નિત્યવસ્થિતાપનિ' આવો પાઠ પણ મળે છે. આવો પાઠ હોય તો પણ ઉત્તર સૂત્ર રૂપ: પુતિના ગ્રહણથી આપણો ઇચ્છિત અર્થ “પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે અને પુદગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે' તે પ્રાપ્ત થઈ જાય છે માટે ત્રણે પદો સમાસવાળાં જ વાંચવાં જોઈએ પણ તમે જે પહેલાં બે પદોનો સમાસ કર્યો અને ત્રીજું પદ અલગ રાખ્યું. આમ બે વિભક્તિ દ્વારા અર્થ પ્રાપ્ત કર્યો તે કરવાની જરૂર નથી. ત્રણે પદોનો સમાસ કરવો એ જ બરાબર છે. આ રીતે પરસ્પર બીજાઓએ સૂત્રપાઠ માટે વિચારણા કરી પરંતુ અંતે તેમાં ત્રણેય પદોનો સમાસ રાખવામાં પણ સૂત્રભંગનો દોષ આવે છે કે કેમ કે પૂ. ઉમાસ્વાતિ સૂરિમ. રચેલ સૂત્રમાં વિન્યાસ-રચનાનો ભંગ થાય છે. કેમ કે સૂત્રકારે બે પદો સમાસવાળાં રાખ્યાં છે, ત્રણ નહીં. માટે આ વાત બરાબર નથી. પ્રક્રિયામાં કોઈ દૂષણ આવતું નથી પણ સૂત્રને બદલી નાંખવું એ દોષ છે એટલે આ રીતે સૂત્રભંગનો દોષ આવે છે. ‘નિત્ય પદ “અવસ્થિત'નું વિશેષણ માનવામાં ભાષ્યનો વિરોધ સૂત્રમાં નિત્ય પદ છે તે “અવસ્થિત' પદનું વિશેષણ છે. “નિત્ય મથતાનિ' નિત્યવસ્થિતાન' “નિત્યપ્રગતિમાં જેવો સમાસ છે તેવો આ સમાસ છે. આ રીતે સમાસ કરવો તે બરાબર નથી. કેમ કે આનાથી ભાષ્ય સંગત થતું નથી. ભાષ્યકારે આવો અર્થ કર્યો નથી. આ રીતે સમાસ કરવાથી તો ભાષ્યકારથી વિરુદ્ધ અર્થ થાય છે. ભાષ્યકારે તો ત્રણે પદોનો અર્થ સ્વતંત્ર બતાવ્યો છે તો પછી “ નિત્ય' પદ “અવસ્થિત' પદનું ૧. વિક્ષ૪ પટુઃ વિસ્પષ્ટપઃ રાશ૧૮ સિદ્ધહેન ચાવળે ! એની જેમ નિત્યં પ્રગન્ધિત ‘નિત્યં કન્વિતમ્' બને. આ નિત્યપ્રનલ્પિત્તની જેમ નિત્ય અતિનિ' “નિત્યવસ્થિતનિ' સમાસ સમજવો. Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩ વિશેષણ કેવી રીતે કલ્પી શકાય? વિશેષણ માનીએ તો ભાષ્યની વ્યાખ્યાની સાથે ભેદ પડી જાય છે. માટે “નિત્ય' પદ એ “અવસ્થિત' પદનું વિશેષણ નથી એ માનવું જ બરાબર છે. “અરૂપીણિ' શબ્દના બતાવેલા વિગ્રહમાં શંકાને તેનું સમાધાન વળી બીજાઓ કહે છે કે સૂત્રકારે “નિત્યવસ્થિતા પf' આવું સૂત્ર કરેલું છે. તેમાં ‘અપ' શબ્દથી રૂનું પ્રત્યય લગાડ્યો છે તે બરાબર નથી. કેમ કે અહીં નાપ્તિ રૂપ યય અર્થાત્ જે રૂપવાળું ન હોય તે અરૂપ છે. આ રીતે બહુવતિ સમાસ થાય છે. આ બહુવ્રીહિ સમાસથી જ “રૂપવાળું ન હોય તે અરૂપી છે' આવો અર્થ પ્રાપ્ત થઈ જાય છે તો ફર્ પ્રત્યય શા માટે લગાડવાનો? વળી બહુવ્રીહિ સમાસથી કહેલું હોય તો સત્વર્ગીય પ્રત્યય લાગી શકે નહિ. અર્થાત્ બહુવતિ સમાસથી જો અર્થ પ્રાપ્ત થઈ જતો હોય તો સત્વર્ગીય પ્રત્યય લગાડાય નહીં. આવો જાય છે. આથી અહીં રૂપં નાતિ ચેષાં તાનિ પણ આ રીતે પ્રયોગ કરવો જોઈએ. માટે નિત્યાવસ્થતા રૂપાળ’ આ રીતે સૂત્રરચના જોઈએ. તત્પરુષથી મવર્ગીય પ્રત્યયનું પ્રમાણ બીજાઓએ આ જે શંકા કરી છે તેનું સમાધાન આ પ્રમાણે છે કે—કોઈ કોઈ સ્થળે બહુવ્રીહિનો બાધ કરીને તપુરુષ સમાસમાં મવર્ગીય પ્રત્યય થાય છે. દા. ત. પાણિનીય વ્યાકરણકારે “ફ ધાર્યો. શત્રણ (અધ્યા. ૩. થી ૨. સૂ. ૧૩૦) સૂત્રમાં “અડ્ડીન'નો પ્રયોગ કર્યો છે તેમાં બહુવિધિ સમાસને છોડીને પહેલા તપુરુષ સમાસ કર્યો છે. અને પછી નું પ્રત્યય લગાડ્યો છે. તે વૃચ્છમ્ ગચ્છમ્ આ તપુરુષ સમાસ કર્યો ત્યાર પછી અ રૂતિ વીર, તમન્ પ્રત્યય લગાડ્યો છે. આથી તપુરુષ સમાસ કર્યા પછી મવર્ગીય પ્રત્યય લાગી શકે છે. માટે “અપળી'માં જે મવર્ગીય ન પ્રત્યયનો પ્રયોગ કર્યો છે તે બરાબર છે. હજી પણ એક, બે દૃષ્ટાંત દ્વારા શંકાનું બરાબર સમાધાન કરી લઈએ. ન કરી: 1:, નર: નિત પણાં તાનિ ‘નરવત્તિ' વનિ અહીં પણ તપુરુષ સમાસ કર્યા પછી મવર્ગીય પ્રત્યય લગાડ્યો છે. સર્વ ૬ ધનં સર્વધનમ, સર્વધનં પ્તિ કર્યું ત્તિ “સર્વધની'. અહીં પહેલાં કર્મધારય સમાસ કર્યો છે, ત્યાર પછી મવર્ગીય પ્રત્યય લગાડ્યો છે. આ રીતે મffમાં સમજી લેવું. અહીં અપરો બીજાઓ કહે છે કે જે મત્વર્ગીય પ્રત્યય યોગ્ય હોય તે થાય, અને યોગ્ય તો અહીં માતુ પ્રત્યય જ છે. કેમ કે “ક્ષ'િ સૂત્રથી ૫ શબ્દને મતનું પ્રત્યય આવે પણ ફ પ્રત્યય આવી શકે નહીં. મતલબ એ છે કે આપની પાઠ નહીં રાખતાં “નિત્યવસ્થિતાન્ય ૧. જી-જૂર “તી છે’ સ્માત્ ર પ્રત્યયઃ, પ્રવૃત્તેિરન્ચય તવારા જીલેશઃ આ પ્રમાણે છે શબ્દની સિદ્ધિ છે. ૨. “યુઝિ ' આ સૂત્રથી ત્રુ પ્રત્યય આવ્યો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - તત્ત્વાર્થ સૂત્ર રૂપણ' આવો પાઠ જ રાખવો. પાણિનીય વ્યાકરણમાં જ “બન્યતરસ્યાં પ્રહળ” કહ્યું છે તેથી ફન પ્રત્યય પણ આવી શકે છે. ત્યાં જ કહ્યું છે કે અન્યતરસ્યાનુગ્રહણ મા૫ના સમુચ્ચય માટે છે. માટે અમે રૂને બદલે મલુન્ થાય એમ કહ્યું છે તેમાં કોઈ દોષ નથી. આ રીતે આપણે સૂત્રનો સંક્ષેપમાં વિચાર કર્યો. હવે ભાષ્યકાર મ. સ્વયં વિસ્તારથી વિચારે છે. ભાષ્ય - આ દ્રવ્યો નિત્ય છે. નિત્યનું લક્ષણ આગળ “તભાવાવ્યય' (અધ્યા. ૫ સૂ. ૩૦) આ સૂત્રથી બતાવાશે. વળી આ દ્રવ્યો અવસ્થિત છે. કારણ કે ક્યારે પણ એ પાંચની સંખ્યાને અને ભૂતાર્થતાને છોડતા નથી. વળી આ દ્રવ્યો અરૂપી છે એટલે કે તેઓને રૂપ નથી. રૂપ એટલે મૂર્તિ અને મૂર્તિના આશ્રયવાળા સ્પર્શાદિ છે. દ્રવ્યાસ્તિકના આધારે ધ્રૌવ્ય નિરૂપાય ટીકા : હમણાં જે ધર્માદિ પાંચે દ્રવ્યો કહ્યાં તે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી છે. પર્યાયાસ્તિક નયના અભિપ્રાયથી નથી, કારણ કે દ્રવ્યાસ્તિકનય પ્રૌવ્યાંશને જ માને છે, ઉત્પાદ અને વિનાશને માનતો નથી. આથી દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી પૂ. આચાર્ય મ. ધ્રૌવ્યાંશને લઈને જ દ્રવ્યોની નિત્યતાને કહે છે. અર્થાત્ બ્રૌવ્યાંશને લઈને જ દ્રવ્યો નિત્ય છે એમ કહે છે. અપેક્ષા વગરના નિરૂપણમાં એકાંતવાદમાં પ્રવેશ જો આમ ન મનાય તો એટલે કે દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્યો નિત્ય છે. આવી રીતે દ્રવાસ્તિક નયની અપેક્ષા રાખ્યા વગર નિરૂપણ કરવામાં આવે તો એકાંતવાદ થઈ જાય, અને એકાંતવાદ ઘણા દોષોથી યુક્ત હોવાથી સામીફિકના અભિપ્રાયની જેમ અસુંદર થશે. પ્રશ્ન :- જો આ રીતે દ્રવ્યાસ્તિક નિરપેક્ષ નિરૂપણ કરવાથી એકાંતવાદ થઈ જાય છે. તો તો આ રીતે એક નયથી નિરૂપણ કરવું એ પણ જૈન દર્શનની પૂર્ણતા માટે સમર્થ નથી. નિરૂપણ કરવાની શૈલી ઉત્તર :- તમારી આ વાત ઠીક છે પરંતુ વીર પરમાત્માના અનુયાયીઓ વસ્તુતત્ત્વનું જ્ઞાન દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નયની પ્રધાનતા અને ગૌણ ભાવની વિવક્ષાથી કરે છે. જો આ રીતે એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા અર્થાત્ પ્રધાન અને ગૌણ ભાવ ન રખાય તો તો ઇષ્ટ વસ્તુનું નિરૂપણ અત્યંત મુશ્કેલ થઈ જાય. આથી પ્રધાન અને ગૌણ ભાવ રાખવાપૂર્વક જ નિરૂપણ થઈ શકે. વસ્તુતત્ત્વનું જ્ઞાન કરવાની, નિરૂપણ કરવાની શૈલી જ આ છે. અહીં આપણે જે કહી રહ્યા છીએ કે દ્રવ્યો નિત્ય છે તે વસ્તુના અભિન્ન અંશને લઈને કારણ કે નિત્યતા એ વસ્તુ-પદાર્થનો અભિન્ન અંશ છે. જેમ નરકેસરી શબ્દથી નરસિંહની નિરૂપણા કરવામાં આવે છે તેમાં નરકેસરી અને નરસિંહ શબ્દ જુદા છે પણ પદાર્થ જુદા નથી. પદાર્થ તો એક જ છે પણ નરસિંહ કોને કહેવાય તે સમજાવવા માટે શબ્દાત્તર નરકેસરી શબ્દનો ૧. મુલી ટાવાન્ - 'અવતરણાં પ્રહ મા૫ સમુન્નયાર્થ” કહું છે અત્યંત સ્થાપત્યણાવ્યત્વત્ અનેકાર્થવવાત આ પ્રમાણે “બાલ મનોરમા'માં કહ્યું છે. ૨. સક્ષ-સાંધ્યશાસ્ત્ર, તત્ નાનાતિ તિ સામીલ: સાંખ્ય શાસ્ત્રનો જાણકાર. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અધ્યાય-૫ : સૂત્ર-૩ પ્રયોગ કર્યો છે. આવી જ રીતે વસ્તુમાં નિત્યતા છે તેની પ્રરૂપણા કરવી છે માટે તો તેના માટે શબ્દાન્તરની સહાય લેવી પડે છે. તેથી ‘દ્રવ્ય નિત્ય છે' આવી પ્રરૂપણા કરાય છે. તેમાં દ્રવ્ય અને નિત્ય બે શબ્દ જુદા છે પણ પદાર્થ જુદા નથી. પદાર્થ તો એક જ છે. આમ ભિન્ન શબ્દથી નિરૂપણ કરવામાં આવે તો બે જુદા પદાર્થ છે એવું સિદ્ધ થતું નથી. તેથી પદાર્થને દ્રવ્ય કહો કે નિત્ય કહો બંને એક જ છે. આમ દ્રવ્યમાં નિત્યતાનું નિરૂપણ અભિન્ન અંશને લઈને કરાય છે. આ નિરૂપણ દ્રવ્યાસ્તિક નયને લઈને કરાય છે. દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતા અને પર્યાયાસ્તિક નયની ગૌણતાથી નિત્યતાનું પ્રજ્ઞાપન કરાય છે—જ્ઞાન કરાવાય છે. મતલબ દ્રવ્યાર્થિકનય ધ્રૌવ્યાંશને સ્વીકારે છે, અને આ અંશને લઈને જ નિત્યતા કહેવાય છે. આથી સ્યાદ્વાદીને ત્યાં વસ્તુ ધ્રૌવ્ય પણ છે, ઉત્પદ્યમાન પણ છે અને નાશવાન પણ છે. આ વાત બંને નયથી છે. એટલે જ્યારે દ્રવ્યાર્થિક નયને પ્રધાન બનાવીએ અને પર્યાયાર્થિક નયને ગૌણ બનાવીએ ત્યારે વસ્તુ નિત્ય કહેવાય છે. એવી રીતે પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી તે જ વસ્તુ અનિત્ય કહેવાય અર્થાત્ ઉત્પાદ-વ્યયવાળી બને છે. આમ આ ઉત્પાદાદિ બંને નયથી સંગૃહીત છે તે વાત પહેલા સૂત્રમાં કહેવાઈ ગઈ છે અને આગળ ત્રિસૂત્રીમાં કહેવાશે અહીં આ ઉત્પાદાદિમાંથી જે દ્રવ્યાસ્તિક નયથી જણાવવા યોગ્ય છે તે જ ધ્રૌવ્યાંશને બતાવવા માટે ભાષ્યકાર મ. ‘એ દ્રવ્યો નિત્ય છે' એમ કહ્યું છે. નિત્ય શબ્દની સિદ્ધિ ને ધ્રુવે (સિદ્ધ. અ. ૬. પા.૩, સૂ. ૧૭) આ સૂત્રથી નૈ ધાતુને ધ્રુવ અર્થમાં ત્યજ્ પ્રત્યય લાગવાથી ‘નિત્ય' શબ્દ બન્યો છે. આ રીતે વ્યાકરણથી ધ્રુવ અર્થમાં નિત્ય શબ્દ સિદ્ધ થાય છે. માટે નિત્ય એટલે ધ્રુવ અર્થ થાય છે. આ દ્રવ્યો નિત્ય છે અર્થાત્ ધ્રુવ છે. ધ્રૌવ્યાંશને લઈને આ દ્રવ્યો ધ્રુવ છે પણ ઉત્પાદ-વિનાશવાળા નથી આવું તેનું તાત્પર્ય છે. નિત્ય શબ્દના પ્રયોગનું રહસ્ય વળી ભાષ્યકારે ‘નિત્યાનિ’કહીને સાથે ‘ભવન્તિ'નો પણ પ્રયોગ કર્યો છે. તેનાથી સકલ કાળમાં વિકારરહિત, બદલાય નહીં એવી ધર્માદિની સત્તા કહેવાય છે. અર્થાત્ ‘મત્તિ’શબ્દના પ્રયોગમાં ભાષ્યકાર મ.નો એવો અભિપ્રાય છે કે ‘સર્વ કાળમાં આ ધર્માદિ દ્રવ્યોની વિકારરહિત સત્તા હોય છે, અસ્તિત્વ હોય છે. આગળ આ નિત્યનું જે લક્ષણ સૂત્ર-૩૦ તદ્ધાવાવ્યયં નિત્યં કહેવાનું છે તેને ભાષ્યકાર મ. અહીં બતાવી રહ્યા છે. સત્ ભાવથી અર્થાત્ સત્ત્વ-સત્તાથી જેનો વ્યય થતો નથી. જેનો વ્યય (થયો નથી) અને જેનો વ્યય થશે નહિ તે નિત્ય છે. અર્થાત્ જે હોય છે, જે છે છે ને છે તે નિત્ય કહેવાય છે. અને જે આ ‘છે’ તે કર્તા છે, અહીં કર્તા દ્રવ્ય છે. અને તે દ્રવ્ય સ્વરૂપથી નાશથી યુક્ત થતું નથી અને થશે પણ નહીં. આથી દ્રવ્ય નિત્ય કહેવાય છે. જે કોઈ પણ કાળે સદ્રુપતા સત્ત્વને છોડશે નહિ હંમેશા સ્વરૂપથી રહે જ તે નિત્ય કહેવાય છે. આમ નિત્ય શબ્દના પ્રયોગનું રહસ્ય જ આ છે કે જે હંમેશા સ્વરૂપથી છે છે ને છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - તત્ત્વાર્થ સૂત્ર નિત્ય અને અવસ્થિત પદમાં “સંકર'ની શંકા અને તેનું સમાધાન નિત્ય શબ્દનો અર્થ જોઈ ગયા કે “હંમેશા સ્વરૂપથી રહેવું. હવે તેના પછી સૂત્રમાં અવસ્થિત’ શબ્દ મૂક્યો છે તેનો આપણને સામાન્યથી અર્થ “રહેલ” એવો જ પ્રાપ્ત થાય છે એટલે મનમાં શંકા થાય છે કે શું નિત્ય અને અવસ્થિત બેનો અભેદ છે? જો એમજ છે તો તો બંનેનો સંકર થઈ જાય ! આથી આપણી આવી સમાન અર્થની ભ્રાંતિને દૂર કરતા, બંનેનો સંકર ન થાય માટે ભાષ્યકાર મ. નિત્યનું લક્ષણ જુદું છે અને અવસ્થિતનું લક્ષણ જુદું છે એ બતાવી રહ્યા છે. અવસ્થિતનું લક્ષણ : “કોઈ પણ કાળે પાંચની સંખ્યાને અને ભૂતાર્થપણાને છોડે નહીં તે અવસ્થિત કહેવાય ભાષ્યમાં મૂકેલા “ચ” શબ્દની સાર્થકતા ભાષ્યમાં “અવસ્થિત િર આ પંક્તિમાં જે ર મૂક્યો છે તે નિત્યતાની અનુજ્ઞાની અપેક્ષાએ છે. અર્થાત્ નિત્યતાની પણ ‘હા’ છે. એટલે ધર્માદિ દ્રવ્યો નિત્ય છે અને અવસ્થિત છે આવો અર્થ થાય. અવસ્થિતનું વ્યાખ્યાન અને તેનો ધર્માદિમાં સમન્વય આ દ્રવ્યોનું અવસ્થાન છે તે વાત જ બીજા વાક્ય વડે બતાવતા ભાષ્યકાર મ. કહે છે न कदाचित् पञ्चत्वं व्यभिचरन्ति भूतार्थत्वं च व्यभिचरन्ति' (૧) કોઈ પણ કાળે પાંચની સંખ્યાને છોડતા નથી. (૨) કોઈ પણ કાળે સ્વતસ્વરૂપ ભૂતાર્થપણાને છોડતા નથી. માટે જ આ દ્રવ્યો અવસ્થિત છે. આ બંને વ્યાખ્યાને બરાબર સમજી લઈએ. (૧) વિત્ પશ્ચર્વ પતિ તદ્ સ્વરૂપથી અવ્યયતા છે અર્થાત્ નિત્યતા છે તો જ આ ધર્માદિ દ્રવ્યો આટલા જ છે. આવું “અવસ્થિત' શબ્દથી નક્કી કરી શકાય છે. અથવા હંમેશા જગત પંચાસ્તિકાયમય છે કોઈ કાળ પંચાસ્તિકાયથી રહિત હોતો નથી. આથી આ ધર્માદિ દ્રવ્યો પાંચ જ છે પણ એનાથી ઓછા કે વધારે નથી. આવી રીતે સંખ્યાનો નિયમ અભિપ્રેત છે. કાળ તો આ બધાં દ્રવ્યોનો પર્યાય છે. એટલે જગત તો પંચાસ્તિકાયમય જ છે. માટે દ્રવ્યો પાંચ જ છે. આથી આ ધર્માદિ દ્રવ્યો અવસ્થિત છે. (२) न कदाचित् भूतार्थत्वं व्यभिचरन्ति ૧. ભૂતાર્થતં સ(૩ ?)તવન ..હારિભદ્રીય તત્ત્વા. પૃ૨૧૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાય-૫ સૂત્ર-૩ આ ધર્માદિ દ્રવ્યો કોઈ પણ કાળે ભૂતાર્થપણાને-સ્વતત્ત્વને પણ છોડતા નથી. આથી અવસ્થિત કહેવાય છે. આ ધર્માદિ દ્રવ્યો પરસ્પર બંધાયેલા હોવા છતાં સ્વતસ્વરૂપ-ભૂતાર્થવરૂપ વિશેષ લક્ષણને છોડતા નથી. ધર્માદિ દ્રવ્યોનાં વિશેષ લક્ષણો નીચે પ્રમાણે છે : (૧) ધર્માસ્તિકાયનું ગતિમાં સહાયકપણું. (૨) અધર્માસ્તિકાયનું સ્થિતિમાં સહાયકપણું. (૩) આકાશાસ્તિકાયનું અવગાહનામાં સહાયકપણું. (૪) જીવાસ્તિકાયનું સ્વ અને પરનો પ્રકાશ કરનાર ચૈતન્ય પરિણામ. (૫) પુદ્ગલાસ્તિકાયનું અચૈતન્ય; શરીર, વાણી, મન, પ્રાણાપાન, સુખ, દુઃખ, જીવન અને મરણમાં ઉપકારપણું, મૂર્તત્વ આદિ. આ ધર્માદિ દ્રવ્યો પોતપોતાનાં વિશેષ લક્ષણોને છોડતા નથી. આથી અવસ્થિત છે. અથવા આ દ્રવ્યોની અસંખ્યાત પ્રદેશાદિ અનાદિ પરિણામસ્વભાવના અર્થાત્ દ્રવ્યો જે અસંખ્યાત પ્રદેશવાળા છે, અનંત પ્રદેશવાળા છે તે અનાદિથી છે એટલે અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ એ અનાદિનો પરિણામ છે અને આ પરિણામ સ્વાભાવિક છે. આથી દ્રવ્યોમાં જે અસંખ્યાત પ્રદેશાદિ અનાદિ પરિણામ સ્વભાવતા છે તે તથા મૂર્તતા અને અમૂર્તતા આ ભૂતાર્થતા છે. ધર્માદિ દ્રવ્યો આ ભૂતાર્થતાને અર્થાત્ અનાદિ કાળથી પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલી આ મર્યાદાને ધર્માદિ દ્રવ્યો ઓળંગતા નથી. કારણ કે પદાર્થોના ભેદને પાડનાર તો પોતપોતાના લક્ષણો છે. આથી પદાર્થો પોતપોતાનાં ગુણને છોડીને બીજાના ગુણને ગ્રહણ કરતા નથી. મતલબ બધાં દ્રવ્યોનાં જે પોતપોતાનાં લક્ષણો હોય છે, તે લક્ષણો બીજાં દ્રવ્યોમાં જતાં નથી. જો બીજામાં જાય તો તે લક્ષણ જ ન કહેવાય. વસ્તુનો અસાધારણ ધર્મ એટલે એ ધર્મ એનામાં જ રહે, એને છોડીને બીજામાં રહે નહીં ત્યારે તો તે અસાધારણ ધર્મ કહેવાય. આ અસાધારણ ધર્મ હોય તે જ લક્ષણ કહેવાય છે. આમ આ ધર્માદિ દ્રવ્યો પોતપોતાનાં લક્ષણને છોડતાં નથી તેથી અવસ્થિત છે. આ રીતે ધર્માદિ દ્રવ્યો (૧) કોઈ પણ કાળે પાંચની સંખ્યાને અને (૨) કોઈ પણ કાળે ભૂતાર્થતાને છોડતા નથી માટે અવસ્થિત છે. હવે પૂ. ભાષ્યકાર મ. નિત્ય અને અવસ્થિત શબ્દ ૧. ધર્માસ્તિકાય આખા લોકમાં વ્યાપ્ત છે અને અધર્માસ્તિકાયાદિ પણ આખા લોકમાં વ્યાપ્ત છે તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો પરસ્પર સંબંધવાળા છે પણ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય જ રહે છે. એટલે કે એ પોતાનું સ્વતત્ત્વરૂપ વિશેષ લક્ષણ છોડતું નથી અને અધર્માસ્તિકાય બની જતું નથી માટે ધર્માસ્તિકાય એ ધર્માસ્તિકાય જ રહે છે. આ પ્રમાણે બાકીનાં દ્રવ્યો માટે સમજી લેવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થ સૂત્ર પછી આવતા પણ શબ્દનો વિચાર કરી રહ્યા છે. નરૂપણ શબ્દનો વિગ્રહ અષાં નું પ્રતીતિ “ઓને રૂપ ન હોય તે અરૂપ છે. આ ધર્માદિ ચાર દ્રવ્યો રૂપવાળાં નથી. અરૂપાળ' એ પુદ્ગલનું વિશેષણ નથી. આ “નરૂપણ' વિશેષણ સમુદાયનું નથી. અર્થાત પાંચે દ્રવ્યનું નથી. કેમ કે એ વિશેષણ બધાં દ્રવ્યનું સંભવી શકતું નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચારમાં જ આ વિશેષણ સંભવે છે પણ પુદ્ગલ દ્રવ્યમાં સંભવી શકતું નથી. જોકે પુદ્ગલ દ્રવ્યમાં આ વિશેષણનો પ્રસંગ આવે તો તેનો “fપણઃ પુન:' આ ઉત્તર સૂત્ર દ્વારા નિષેધ કરાશે. અરૂપીની ઓળખાણ ચક્ષુથી ગ્રહણ કરાય તે રૂપ છે. આ રૂપ જેઓને હોય તે અરૂપી છે. અને અરૂપી હોવાથી ધર્માદિ ચાર દ્રવ્યો ચક્ષુથી ગ્રહણ થતા નથી. જોકે “ચક્ષુથી ગ્રહણ નથી થતા માટે અરૂપી છે' આવું નથી. આ રીતે અરૂપીની ઓળખાણ ન આપી શકાય કારણ કે પરમાણુ પણ ચક્ષુથી ગ્રહણ થતો નથી અને છે તો રૂપી. આ રીતે રૂપી એવા પરમાણુ આદિમાં વ્યભિચાર આવે છે માટે “ચક્ષુથી ગ્રહણ ન કરાય તે અરૂપી' એમ ન કહેવાય. પરંતુ “રૂપ વગરનો હોય તે અરૂપી” છે. આવી અરૂપીની ઓળખાણ બરાબર છે. “અરૂપી' પદનું રહસ્યોદ્ઘાટન આ રીતે “અરૂપી”ની ઓળખાણ કરી. અર્થાત “રૂપ વગરના છે તે અરૂપી છે. આ માટે ધર્માદિ દ્રવ્યો અરૂપી છે. આમ “અરૂપી' કહેવામાં રહસ્ય છુપાયેલ છે. તે આ પ્રમાણે છે (૧) દ્રવ્યનું સ્વરૂપ બતાવવું છે, (૨) મૂર્તિમત્ત્વનો નિષેધ કરવો છે. મતલબ ધર્માદિ દ્રવ્યોનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનો જવાબ છે “અરૂપી છે', ધર્માદિ દ્રવ્યો મૂર્તિમાન છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા છે? ‘ના’ મૂર્તિમાન નથી, પણ અરૂપી છે. આ રીતે ધર્માદિ દ્રવ્યોનું સ્વરૂપ બતાવવા માટે તથા મૂર્તિમત્ત્વનો નિષેધ કરવા માટે “અરૂપી' પદનું ગ્રહણ કર્યું છે. १. अरूपीणि-अपुद्गलद्रव्याणि....नैषां रूपं अस्तीति-विशिष्टरूपप्रतिषेधोऽयं, तथा न समुदायप्रतिषेधः, किं तर्हि ? આદ્યાનાં વાળ વિકત્સચેમૂર્વમાવેfપ મૌનિષેધવા, તત્ત્વા, હારિભ, પૃ. ૨૧૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩ આમ “અરૂપી’ પદ પૂ. ઉમાસ્વાતિ મ. ગ્રહણ કર્યું છે તેમાં આ રહસ્ય છુપાયેલું છે. ધર્માદિ દ્રવ્યોમાં અરૂપીપણાની ભજના ઉપર આપણે જોઈ ગયા કે ધર્માદિ ચાર દ્રવ્યો અરૂપી છે પરંતુ પ્રાયયિક ઉત્પાદને લઈને આ દ્રવ્યો પણ “રૂપી' કહેવાય છે તે આપણે સમજી લઈએ. પ્રત્યય એટલે કારણ, કારણથી જે ઉત્પાદ થાય તે પ્રાયયિક ઉત્પાદ કહેવાય. અર્થાત કોઈ કારણને લઈને, બીજાને લઈને જે ઉત્પાદ થાય તે પ્રાયયિક ઉત્પાદ કહેવાય છે. દા. ત. અંગુલીઆકાશ, ઘટાકાશ, પટાકાશ વિ. જે આકાશમાં અંગુલી છે તે અંગુલીઆકાશ કહેવાય છે. આમ અંગુલીઆકાશ આ જે પ્રત્યય થાય છે તેમાં અંગુલી કારણ છે. આ અંગુલી રૂપવાળી છે તેથી અંગુલી આકાશ રૂપવાળું કહેવાય છે. આમ અંગુલીઆકાશ આ પ્રત્યયથી જ્યારે આકાશ ઉત્પાદવાળું બને ત્યારે તે મૂર્તિમાન છે. આ રીતે બીજાના કારણે અર્થાત્ પ્રાત્યયિક ઉત્પાદના કારણે આકાશાદિ અરૂપી હોવા છતાં રૂપી કહેવાય છે. આમ પ્રાત્યયિક ઉત્પાદથી આકાશાદિમાં અરૂપીપણાની ભજના છે. આ પ્રમાણે પ્રાયયિક ઉત્પાદરૂપ ઉપાધિને લઈને આકાશાદિમાં અરૂપીપણાનો વિકલ્પ છે, બાકી સ્વતઃ સ્વાભાવિક તો આકાશાદિ દ્રવ્યો રૂપી નથી, અરૂપી છે. રૂપ એ શું છે? પૂ. ભાષ્યકાર મ. રૂપ શબ્દનો અર્થ “મૂર્તિ' કહે છે. રૂપ એટલે મૂર્તિ. તે મૂર્તિ રૂપાદિ સંસ્થાન-આકારરૂપ પરિણામ છે. મૂર્તિના પરિચયમાં વિવાદ અને તેનું નિરાકરણ આપણે “રૂપાદિ આકારરૂપ પરિણામ મૂર્તિ છે'. આવો રૂપ શબ્દથી કહેવાતી મૂર્તિનો પરિચય કર્યો. પરંતુ વૈશેષિકો મૂર્તિનો પરિચય બીજી રીતે આપતાં કહે છે કે- જે સર્વગત દ્રવ્યનો પરિમાણ ન હોય અર્થાત્ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ હોય તે મૂર્તિ કહેવાય છે. તેમના આ પ્રમાણે અપાતા પરિચયમાં વ્યભિચાર દેખાય છે. આત્મામાં દોષ આવે છે તે આ રીતે લોક એ ચારે તરફથી પરિમિત પરિમાણવાળો છે. એટલે એ સર્વવ્યાપક નથી. પરંતુ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ છે. આત્મા આ લોકમાં જ છે તેથી તે પણ પરિમિત પરિમાણવાળો છે પણ સર્વગત નથી. અર્થાત્ આત્મા સર્વગત દ્રવ્યના પરિમાણરૂપ નથી પણ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ છે, અને અમૂર્ત છે. સાધ્ય “મૂર્ત' છે, હેતુ “અસર્વગત દ્રવ્યનો પરિમાણ છે' એટલે કે “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ હોવાથી મૂર્તિ છે' આવું તમારું કથન છે. આત્મા તો “અમૂર્ત છે ત્યાં પણ તમારો “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ' હેતુ રહી ગયો એટલે જે સાધ્ય નથી ત્યાં આ હેતુ રહી ગયો. આમ વ્યભિચાર આવે છે. આથી આત્મા મૂર્તિમાન નથી તેને પણ તમારે મૂર્તિમાન માનવો પડશે ! Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર આ રીતે કાણભુજ-વૈશેષિકો “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ મૂર્તિ છે'. આવો પરિચય આપે છે. તેમના આ કથનમાં આત્મામાં વ્યભિચાર આવે છે અને તેથી આત્માને મૂર્ત માનવાનો પ્રસંગ આવે છે માટે તેમનો આ પરિચય બરાબર નથી. હવે જો વૈશેષિકો એમ કહે કે “અમે લોકને પરિમિત અર્થાત્ અવધિવાળો માનતા નથી માટે આત્માને લઈને તમે અમારા હેતુમાં જે વ્યભિચાર બતાવ્યો તે આવતો નથી.' તેમનું આ રીતનું કથન પણ બરાબર નથી. કેમ કે લોક વિશિષ્ટ સંસ્થાન આદિવાળો છે તેથી પરિમિત-સાવથિક છે. એમ સ્વીકારવું જ જોઈએ. જેમ ઘટાદિ વિશિષ્ટ સંસ્થાનવાળા છે તો તે સાવધિક છે તેમ લોક પણ વિશિષ્ટ સંસ્થાન આદિવાળો હોવાથી સાવધિક જ છે. આથી તમારો હેતુ વ્યભિચારી છે અને આત્માને મૂર્ત માનવાનો પ્રસંગ તમને આવશે જ ! આથી “રૂપમેવ મૂર્તિઃ' આ પ્રમાણે પૂ. ભાષ્યકાર મ. લખી રહ્યા છે તે જ બરાબર છે. આ પ્રમાણે બોલવામાં કોઈ વ્યભિચાર આવતો નથી માટે “રૂપાદિ સંસ્થાનના પરિણામરૂપ મૂર્તિ છે'. આ મૂર્તિનો પરિચય બરાબર છે. બીજાઓ તરફથી “રૂપે મૂર્તિની બીજી રીતે વ્યાખ્યા બીજાઓ “રૂપ' શબ્દના બીજા અર્થ કરે છે. (૧) નીલાદિ વર્ણ, (૨) દીર્ધાદિ સંસ્થાન. તેઓ આપણને કહી રહ્યા છે કે પૂ. આચાર્ય મ. આ બે અર્થમાંથી બીજો “દીર્ધાદિ સંસ્થાન' અર્થ છે તેને લઈને રૂi મૂર્તિ આવી મૂર્તિનો પરિચય આપ્યો છે. અર્થાત્ જે રૂ૫ શબ્દ સંસ્થાનની પ્રતિપત્તિનો આવિષ્કાર કરે છે એટલે કે સંસ્થાનનો વાચક બને છે. આ અર્થને સ્વીકારીને પૂ. આચાર્ય મ. સૂપ પૂર્તિ કહ્યું છે. સર્વદા આવા પ્રકારની મૂર્તિના આશ્રયવાળા સ્પર્ધાદિ હોય છે તે કોઈ કાળે સંસ્થાન વગરના હોઈ શકતા જ નથી. જો સ્પર્શાદિ સંસ્થાન વગરના મનાય તો તે સ્પર્શ-રૂપાદિ વંધ્યાપુત્ર. આકાશકુસુમ અને દેડકાની જટા જેવા થઈ જાય. મતલબ આપણે જે રૂપનો અર્થ મૂર્તિ એટલે રૂપાદિ આકારનો પરિણામ કહ્યો અર્થાત રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ જે સંસ્થાનનો પરિણામ આવો અર્થ કહ્યો તે બરાબર નથી પણ રૂપનો અર્થ દીર્ઘ. હસ્વ આદિ આકારરૂપ પરિણામ આવો અર્થ છે. આવું અન્યો આપણને સમજાવી રહ્યા છે. જો સ્પર્શાદિનું સંસ્થાન ન મનાય તો તો તે વંધ્યાપુત્ર આદિની જેમ અસત્ થઈ જાય. માટે પૂ. આચાર્ય મ. “રૂપનો અર્થ “દીર્ધાદિ સંસ્થાની સ્વીકાર્યો છે અને તે અર્થ સ્વીકારીને જ રૂપ એટલે મૂર્તિ કહ્યું છે. આ રીતે બીજાઓએ બીજી રીતે વ્યાખ્યા કરી. Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩ ૪૫ આ વ્યાખ્યાનું નિરાકરણ તેઓની આ વ્યાખ્યા બરાબર નથી. રૂપ એટલે “દીર્ધાદિ સંસ્થાન' આવો અર્થ કરવાથી ધર્મ, અધર્મ અને સિદ્ધ ભગવંતોમાં વ્યભિચાર આવશે. કારણ કે ધર્મ, અધર્મ અને સિદ્ધ ભગવંતોમાં સંસ્થાન છે. પણ તેઓમાં રૂપ નથી. અર્થાત્ ધર્માદિ અરૂપી છે, રૂપી નથી. આથી રૂપનો અર્થ દીર્ધાદિ સંસ્થાન કરવામાં દોષ આવે છે માટે આવો અર્થ બરાબર નથી, પૂ. આચાર્ય મ.પણ આ અર્થ સ્વીકારીને “ મૂર્તિઃ' કહ્યું છે. આ તમારી વાત બરાબર નથી. માટે “રૂપ' શબ્દનો અર્થ મૂર્તિ જ યુક્ત છે. રૂપનો અર્થ ઘણે ઠેકાણે વર્ણ કરવામાં આવે છે તેથી અરૂપી એટલે કોઈ પણ જાતના વર્ણ વિનાનો આવો અર્થ થાય છે. ધર્મ, અધર્મ, જીવમાં કોઈ પણ જાતનો વર્ણ નથી પણ ભાષ્યકારને તેથી પણ વિસ્તૃત અર્થ કરવો છે એટલે તેઓ કહે છે કે-રૂપ શબ્દનો અર્થ માત્ર વર્ણ ન કરતાં મૂર્તિ કરવો. આથી રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આ ચારેય પુગલ ગુણો અને સંસ્થાન જ અર્થ મૂર્તિથી કરવો જેથી મૂર્તિ એટલે વિશિષ્ટ સંસ્થાન એટલે વર્ણાદિનો પરિણામ છે, અને આના આધારે જ બધા સ્પર્ધાદિ રહ્યા છે. જો માત્ર સંસ્થાનનો જ અભાવ અર્થ અરૂપીનો કરીએ તો સંસ્થાન તો ધર્માદિમાં છે જે માટે વર્ણાદિ વિશિષ્ટ સંસ્થાન જ મૂર્તિ અને ત્યાં જ વર્ણ, રસ, ગંધ વગેરે રહ્યા છે. માટે તે લક્ષણથી ધર્માદિમાં કોઈ વાંધો નહિ આવે. રૂપના અર્થમાં અવાન્તર શંકા : જો રૂપનો અર્થ મૂર્તિ કરશો તો મૂર્તિ શબ્દનો વિષય ગુણ જ થશે તેથી તમે રૂપે પવ મૂર્તિ રૂપ જ મૂર્તિ છે આવો અર્થ નહિ કરી શકો ? દ્રવ્યાસ્તિક નયથી તેનું સમાધાન આ બધું નિરૂપણ દ્રવ્યાસ્તિક નયને અવલંબીને કરાય છે એ વાત અમે પહેલાં કહી ગયેલ તે શું વાદી તમે જલદીથી ભૂલી ગયા કે? દ્રવ્યાસ્તિક નયના મતે કોઈ પણ રૂપાદિ મૂર્તિથી જુદા નથી. કારણ કે તે દ્રવ્યસ્વભાવરૂપે મૂર્તિ જ ચક્ષુથી ગ્રહણ કરાય છે ત્યારે “રૂપ' આ પ્રમાણે વ્યવહાર થાય છે. આમ દ્રવ્યાસ્તિક નયથી જ નિરૂપણ છે માટે “મેવ મૂતિઃ' આ જ અર્થ બરાબર છે. રૂપાદિ દ્રવ્યથી જુદા નથી. તે દ્રવ્ય જ “રૂપાદિ રૂપે વ્યવહાર કરાય છે. આથી જ પૂ. ભાષ્યકાર મ. ફરી પણ સહચાર અને અવ્યભિચાર બતાવવાની ઇચ્છાથી કહે છે કે “મૂલ્યશ્રયાશ સર્જાય?” ૧. રૂપાદિ સંસ્થાન પરિણામ મૂર્તિ છે. આમ કહીને તમે દ્રવ્યનું ગ્રહણ કરી શકશો નહીં, કેમ કે મૂર્તિને તમે રૂપ જ કહ્યું છે અને રૂપ તો ગુણ છે તેથી સામેવ મૂર્તિઃ એટલે રૂપ જ મૂર્તિ છે. આ વ્યાખ્યાથી ગુણ જ આવશે પણ દ્રવ્યનું ગ્રહણ થઈ શકશે નહિ. આવો પ્રશ્નકર્તાનો અભિપ્રાય છે. ૨. રૂપ, રસ, ગંધ, સ્પર્શનો તેવા પ્રકારનો એક વિશિષ્ટ પરિણામ છે જે ચક્ષુ આદિથી ગ્રાહ્ય બને છે, કેમ કે સ્પર્ધાદિ તેવા પ્રકારના વિશિષ્ટ એક પરિણામના આશ્રય હોય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થ સૂત્ર સ્પર્શદિનો રૂપાદિ સાથે સહચાર સ્પર્શદિ રૂપ સહચારી હોવાથી કદી મૂર્તિને છોડીને રહેતા નથી. જ્યાં મૂર્તિ છે ત્યાં સ્પર્શાદ છે. ‘જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય છે'. આ રીતે વાક્યપ્રયોગથી ધૂમ અને અગ્નિનો સહચાર છે એમ સમજાય છે. એવી રીતે જ્યાં રૂપનો પરિણામ છે ત્યાં અવશ્ય સ્પર્શ, રસ, ગંધ હોય જ છે. આથી રૂપાદિ ચારનો સહચાર છે અને સહચાર હોવાથી વ્યભિચાર નથી. અર્થાત્ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સાથે જ રહે છે, કોઈ કોઈને છોડીને રહેતા નથી. વૈશેષિકાભિમત ભિન્ન ભિન્ન પરમાણુનો નિષેધ આથી પરમાણુમાં પણ રૂપાદિ ચારે છે. પણ પરમાણુઓ જુદા જુદા ગુણોને ભજનારા છે એવું નથી. અર્થાત્ વૈશેષિકો જે ચાર ગુણવાળા પૃથ્વીપરમાણુ ત્રણ ગુણવાળા જલીય પરમાણુ, બે ગુણવાળા તૈજસ્ પરમાણુ, એક ગુણવાળા વાથ્વીય ૫૨માણુ આમ ગુણોને લઈને ચાર પ્રકારની જાતિના ભેદવાળા માને છે તે બરાબર નથી. તેઓ પૃથ્વીત્વ જાતિને લઈને પાર્થિવ પરમાણુ જુદા છે, જલત્વ જાતિને લઈને જલીય પરમાણુ જુદા છે, તેજસ્વ જાતિને લઈને તૈજસ પરમાણુ જુદા છે, વાયુત્વ જાતિને લઈને વાણ્વીય પરમાણુ જુદા છે આવું સ્વીકારે છે તે બરાબર નથી અને તે મતમાં પૃથ્વીના પરમાણુ અનાદિથી તેવી રીતે જ છે કદી જળના પરમાણુ બનતા નથી, જળના પરમાણુ જળ પરમાણુ છે. દરેક પરમાણુઓ અનાદિથી જુદા જ છે એ જુદા રહે છે. કારણ કે બધા પરમાણુઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા હોય છે. એટલે દરેક પરમાણુઓ સરખા છે તેથી દરેક ૫૨માણુઓ ચા૨ ગુણવાળા જ છે પરંતુ ચાર ગુણ આદિથી જુદા જુદા નથી. આમ વૈશેષિકે માનેલ પાર્થિવ પરમાણુ, જલીય પરમાણુ આદિ ભિન્ન ભિન્ન પરમાણુનો નિષેધ થાય છે. રૂપાદિ ચારથી પરમાણુઓ યુક્ત હોવા છતાં ઉત્કટતાથી તેનો ભેદ આપણે જોઈ ગયા કે રૂપાદિ ચારેનો સહચાર હોવાથી દરેક પરમાણુઓ રૂપાદિ ચારથી યુક્ત છે.પણ આટલી વિશેષતા છે કે કોઈ દ્રવ્ય ઉત્કટ ગુણ પરિણામને પામીને તે જ પરિણામને છોડી દે છે. જેમ સમુદાયના પરિણામથી લવણ અને હિંગ ચક્ષુગ્રાહ્ય અને સ્પર્શગ્રાહ્ય હોય છે અર્થાત્ મીઠાનો ગાંગડો કે હિંગનો ટુકડો આંખથી જોઈ શકીએ છીએ અને સ્પર્શેન્દ્રિયથી તેનું જ્ઞાન થઈ શકે છે. હાથથી પકડી શકીએ છીએ પરંતુ તેને જ જ્યારે પાણીમાં ઓગાળી દઈએ છીએ ત્યારે તે લવણ અને હિંગ બંનેનો સમુદાય પરિણામ ચાલ્યો જાય છે અને શીર્ણ, વિશીર્ણ બની જાય છે જેથી સમુદાયરૂપે ચક્ષુ અને સ્પર્શથી ગ્રાહ્ય હતા તેના બદલે રસના અને પ્રાણથી ગ્રાહ્ય બને છે. અર્થાત્ સ્વાદથી કે ગંધથી મીઠું અને હિંગ જાણી શકાય છે. પાણીમાં ઓગળી ગયા પછી પણ રૂપ અને સ્પર્શ તો બંનેમાં છે જ પરંતુ પરિણામ બદલાઈ ગયો, પરિણામનો ભેદ થયો માટે તે રૂપ અને સ્પર્શ ગ્રહણ થઈ શકતા નથી પણ સ્વાદ અને ગંધ ગ્રહણ થાય છે. આમ પાણીમાં ઓગળી ગયા પછી લવણ અને હિંગમાં રસ અને ગંધની ઉત્કટતા છે તેથી રૂપ, સ્પર્શ હોવા છતાં તે ચક્ષુ અને સ્પર્શથી ગ્રહણ થતા નથી પણ રસના અને પ્રાણથી ગ્રહણ થાય છે. એવી જ રીતે પાર્થિવ પરમાણુ, આપ્ય પરમાણુ, તૈજસ પરમાણુ અને વાયવીય પરમાણુ આ બધા એક પુદ્ગલ જાતિ જ છે, એક જ જાતીય છે છતાં કોઈ વખત કોઈ પરિણામને ધારણ Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩ કરે છે તેથી સર્વ ઇન્દ્રિયથી ગ્રહણ થતા નથી. જયારે રૂપાદિ જે પરિણામની ઉત્કટતા હોય છે ત્યારે ચક્ષુ આદિ તે ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. - આથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ તેવા પ્રકારના વિશિષ્ટ પરિણામવાળા થયેલા મૂર્તિ શબ્દથી કહેવાય છે. આથી પૂ. ભાષ્યકાર મ. રૂપે મૂર્તિ અને તે મૂર્તિ રૂપાદિ સંસ્થાન પરિણામ છે. આવી જે વ્યાખ્યા કરી છે તે જ બરાબર છે. બીજાઓ આ ભાષ્યનો જે અર્થ કરે છે તે બરાબર નથી. મૂર્તિઃ મૂર્યાશ્રયાશ વય: આ ભાષ્યનો અર્થ બીજાઓ બીજો કરે છે તે આ પ્રમાણે “મૂર્તિ શબ્દથી તો રૂપ જ કહેવાય છે અને તે રૂપને આશ્રયીને સ્પર્શાદિ રહેલા છે તે પણ મૂર્તિ શબ્દથી કહેવાય છે.” તેઓએ કરેલ ભાષ્યનો આવો અર્થ બરાબર નથી, કારણ કે પૂ. ઉમાસ્વાતિ મ. આ અધ્યાયમાં આગળ “દવ્યાશ્રયા નિર્જળા :' એટલે કે ગુણોનો આશ્રય દ્રવ્ય છે અને તે ગુણો નિર્ગુણ હોય છે અર્થાત્ ગુણમાં ગુણ હોતા નથી. આવું ગુણનું લક્ષણ સૂત્ર-૪૦માં કહેવાના છે. એટલે સ્પર્શદિનો આશ્રય દ્રવ્ય બને છે પણ રૂપ એ ગુણ હોવાથી સ્પર્ધાદિ ગુણનો આશ્રય બની શકે નહીં. માટે બીજાઓએ ભાષ્યની વ્યાખ્યા જે કરી છે તે બરાબર નથી. તેમની વ્યાખ્યા અયુક્ત છે. આ ભાષ્ય પર્યાય નયથી નથી પણ દ્રવ્યાસ્તિક નયથી છે. આપણે બધું નિરૂપણ દ્રવ્યાસ્તિક નથી કર્યું છે પણ બીજો પર્યાય નય છે જે માત્ર પર્યાયને જ માને છે, દ્રવ્ય છે એવું માનતો જ નથી. તેનો આશ્રય લઈને કોઈ કહે છે કે રૂપાદિના ગ્રહણમાં દ્રવ્ય બુદ્ધિનો અભાવ હોવાથી પરસ્પર એકબીજાના આશ્રયે રહેલા રૂપાદિ જ મૂર્તિ શબ્દથી વાચ્ય છે. અર્થાત્ રૂપના જ્ઞાનમાં રૂપ જ છે આવું જ્ઞાન થાય છે પણ દ્રવ્ય છે. આવી બુદ્ધિ થતી નથી. માટે મૂર્તિ શબ્દથી પરસ્પર સમાન આશ્રયવાળા રૂપાદિ જ કહેવાય છે. જેમ પ્રત્યેક સૈનિક જ્યારે પરસ્પર શ્રેણિમાં ઊભા રહે છે ત્યારે તે સેના શબ્દથી કહેવાય છે. વૃક્ષો જ્યારે પરસ્પર શ્રેણીમાં રહે છે ત્યારે વન શબ્દથી કહેવાય. છે તેવી રીતે પરસ્પર સમાન આશ્રયવાળા પ્રત્યેક રૂપાદિ મૂર્તિ શબ્દથી કહેવાય છે. આ રીતે પર્યાય નયનું આલંબન લઈને કોઈ નિરૂપણ કરે છે પરંતુ આ રીતે વ્યાખ્યા કરવાથી ભાષ્ય સંગત થતું નથી. કેમ કે રૂપે મૂર્તિ, “મૂર્વાશ્રયાશ સ્પર્શત:' આ ભાષ્યમાં તો સ્પર્શદિના સમુદાયરૂપે પરિણામ પામેલાને મૂર્તિ કહે છે પણ રૂપાદિ એક એકને મૂર્તિ નથી કહેતા. જેમ એક હાથી કે એક સૈનિક સેના ન કહેવાય પરંતુ પરસ્પર આશ્રય કરીને રહેલા હાથી, ઘોડા, રથ અને સૈનિક આ બધાનો સમુદાય જ સેના કહેવાય છે એમ રૂપ જ મૂર્તિ છે ૧. અહીંના અર્થમાં રૂપ એટલે વર્ણ લેવો. અને અહીં જે રીતનું ખંડન કરે છે તેથી સમજાય છે કે તેઓ મૂર્તિ એટલે દ્રવ્ય માને છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ તત્ત્વાર્થ સૂત્ર એમ નથી પણ રૂપાદિનો સમુદાય મૂર્તિ છે. આથી અમે જે ભાષ્યનું વ્યાખ્યાન કર્યું છે તે જ રહો.' આ ધર્માદિ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે. આમ સામાન્યથી પૂર્વ સૂત્રમાં વિધાન કર્યું છે. એમાંથી કેટલાંક દ્રવ્યોના અર્થાત્ પુદ્ગલ દ્રવ્યોના અપવાદ માટે લક્ષણનો આરંભ કરાય છે... रूपिणः पुद्गलाः ॥ ५-४॥ આ ધર્માદિ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી છે અર્થાત્ પુદ્ગલો રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે. ટીકાઃ અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનું વિધાન સામાન્યથી જેની પ્રાપ્તિ થતી હોય તેના નિષેધપૂર્વક વિશેષનું જે વિધાન તે અપવાદ કહેવાય છે. કારણ કે સામાન્ય શ્રુતિના નિષેધ દ્વારા વિશેષશ્રુતિનો આત્મલાભ થાય છે. આથી અપવાદ એ વિશેષથી ગૃહીત હોય છે મતલબ અપવાદ એ વિશેષ વિષયક હોય છે. તેથી વિશેષ શાસ્ત્ર સામાન્ય શાસ્ત્રનો અપવાદ કહે છે. એટલે અપવાદ કહો કે વિશેષ કહો એક જ છે. આ ચાલુ સૂત્રમાં “પુગલો રૂપી છે” આવું જે વિધાન કરાય છે તે પૂર્વ સૂત્રમાં સામાન્યથી દ્રવ્યો “અરૂપી' છે આવું વિધાન કરવામાં આવ્યું હતું તેનો નિષેધ કરે છે. પૂર્વ સૂત્રમાં દ્રવ્યો અરૂપી છે આવું સામાન્યથી વિધાન કર્યું હતું પરંતુ તેમાંથી પુદ્ગલ દ્રવ્ય અરૂપી નથી પણ રૂપી છે. આ વિશેષ વિધાન કરવામાં આવ્યું છે. એટલે “સામાન્યના નિષેધ પૂર્વક વિશેષનું વિધાન કરે તે અપવાદ કહેવાય'. આ વ્યાખ્યાનુસાર અહીં અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનું વિધાન છે. પર્યાયાસ્તિક નયપૂર્વપક્ષનો સારાંશ એ છે કે દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. મૂર્તિ શબ્દથી રૂપાદિ જ કહેવાય છે. દા. ત. સેના જેને કહીએ છીએ તે સેના એટલે રથ, હાથી, ઘોડા, પાયદળ આ ચાર જ છે. એના આ ચારથી કોઈ જુદી ચીજ નથી. “સેના' કહેવાથી આ ચારનો જ બોધ થાય છે. આથી રથ એ સેના છે, હાથી એ સેના છે, ઘોડા એ સેના છે અને પાયદળ એ પણ સેના છે. આમ રથ આદિ પ્રત્યેકને સેના કહેવાય છે. એવી જ રીતે “વન' જેને કહીએ છીએ તે વન એટલે અનેક પ્રકારનાં વૃક્ષો જ છે. વન એ અનેક પ્રકારનાં વૃક્ષોથી ભિન્ન નથી. આથી પ્રત્યેક વૃક્ષ વન કહેવાય છે. તેવી રીતે “મૂર્તિ’ જેને કહીએ છીએ તે મૂર્તિ એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે તેનાથી જુદી કોઈ મૂર્તિ નથી. આથી રૂપ એ મૂર્તિ છે, રસ એ મૂર્તિ છે. ગંધ એ મૂર્તિ છે અને સ્પર્શ એ પણ મૂર્તિ છે. આ રૂપાદિથી ભિન્ન મૂર્તિ નથી. દ્રવ્યાસ્તિકનય-ઉત્તરપક્ષનો સારાંશ :- “રૂપ એટલે મૂર્તિ’ અને ‘સ્પર્ધાદિ મૂર્તિને આશ્રયીને અર્થાત્ સહચારથી રહેલા છે’ આ રીતે જે ભાષ્ય છે તે ભ રાષ્ટ્રની સાથે “પ્રત્યેક રૂપાદિ મૂર્તિ છે' આવો તમે અર્થ કરો તો તે સંગત થતો નથી. કારણ કે ‘ાં મૂર્તિઃ' “રૂપાદિ સંસ્થાન પરિણામ મૂર્તિ આને બદલે તમે “રૂપાદિ પ્રત્યેક મૂર્તિ' આવો અર્થ કરો તો પૂર્વાશ્રયાશ : આ ભાષ્ય સંગત કેવી રીતે થાય ? આથી રૂપાદિ સંસ્થાન પરિણામરૂપ મૂર્તિ અને સ્પર્શાદિ મૂર્તિની સાથે રહેલા છે માટે રૂપાદિનો સમુદાય એ જ મૂર્તિ છે આ અર્થ બરાબર છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૪ ૪૯ નિત્યત્વ અને અવસ્થિત્વની અનુજ્ઞાપૂર્વક અરૂપીપણાનો નિષેધ પૂર્વના સામાન્ય સૂત્રમાં નિત્યત્વ, અવસ્થિત્વ અને અરૂપીત્વ ત્રણનું વિધાન છે. અર્થાત્ દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને અરૂપી છે આવું વિધાન છે. તેમાંથી આ સૂત્ર તો માત્ર અરૂપીપણાનો જ અપવાદ કરે છે. નિત્યત્વ અને અવસ્થિત્વનો અપવાદ કરતું નથી. એટલે આ સૂત્ર, પિન: આ પદથી અરૂપીત્વનો નિષેધ કરે છે. અને નિત્યત્વ અને અવસ્થિતત્વની હા પાડે છે. મતલબ કે આ સૂત્ર રચના એવા પ્રકારની છે કે અરૂપીપણાના નિષેધપૂર્વક રૂપીપણાનો વિધિ કરે છે. પરંતુ નિત્યત્વ અને અવસ્થિતત્વની અનુજ્ઞા છે જ એટલે નિત્યત્વ અને અવસ્થિતત્વની અનુજ્ઞા પૂર્વક અરૂપીપણાનો નિષેધ છે. આમ પુદ્ગલોમાં રૂપીપણું છે આવો વિશેષ વિધિ બતાવ્યો. પુદ્ગલો રૂપ વગરનાં હોતાં જ નથી કિંતુ રૂપવાળાં જ હોય છે. પુદ્ગલોમાં નિત્યત્વ, અને અવસ્થિતત્વનું નિરૂપણ પુગલો પુદ્ગલપણાના સ્વભાવથી રહિત થતાં ન હોવાથી નિત્ય છે, અને રૂપાદિથી છૂટા નહીં પડતા હોવાથી અવસ્થિત છે. એટલે સ્વભાવની અવ્યયતાથી હંમેશા નિત્યતા છે જ અને રૂપાદિમાન હોવાથી અવસ્થિતત્વ પણ છે જ. પુદ્ગલોમાં નિત્યત્વની શંકા પુદ્ગલોમાં ઉત્પાદ અને વિનાશ પ્રત્યક્ષ દેખાય છે એટલે તેમાં અનિત્યતા છે તો સ્પષ્ટ જ છે તો અનિત્યતાની વિરોધિની નિત્યતા પુદ્ગલોમાં કેવી રીતે સમજી શકાય? તમે પુદ્ગલોમાં નિત્યત્વનું નિરૂપણ તો કર્યું પણ અનિત્યતા જ સ્પષ્ટ દેખાય છે તો નિત્યતા કેવી રીતે સમજી શકાય ? તમારી આ શંકા તો બરાબર છે પણ તેનું સમાધાન પણ છે. સમાધાન વાંચશો એટલે તમારી શંકા દૂર થઈ જશે. નિત્યતાના પ્રકાર અને તેની સમજાણ પ્રવચનના જાણકારો નિત્યતા બે પ્રકારની બતાવે છે. (૧) અનાદિ અપર્યવસાન નિત્યતા (૨) સાવધિ નિત્યતા.- (૧) અનાદિ અપર્યવસાન નિત્યતા - વસ્તુનું વસ્તુપણે કાયમ રહેવું તે અનાદિ અપર્યવસન નિત્યતા કહેવાય છે. આ પહેલી નિત્યતા લોકના સંનિવેશ જેવી છે. અર્થાત વિશ્વની જેમ આદિ નથી અને અંત નથી તેવી રીતે આ નિત્યતાની પણ શરૂઆત નથી અને અંત પણ નથી. એટલે આ નિત્યતા પૂર્વ અને અપર આવા વિભાગ વગરની છે. મતલબ એ છે કે અહીંથી જેની શરૂઆત થઈ છે અને અહીં તેનો અંત થયો, આ કાળે જેની શરૂઆત થઈ છે અને આ કાળે અંત થયો છે. આવો જેમાં વિભાગ નથી. એટલે આ દેશ કે આ કાળમાં જેની શરૂઆત કે જેનો અંત નથી આવી (૧) પૂર્વ અપરના Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વિભાગ વગરની, (૨) પ્રવાહથી અટક્યા વગર સ્વભાવને નહીં છોડનારી, (૩) અનેક પરિણામોને પેદા કરનારી છુપાયેલી અનેક શક્તિવાળી, માત્ર ભવનરૂપા આ પહેલી નિત્યતા પ્રસિદ્ધ જ છે. (૨) સાવધિ નિત્યતા : ૫૦ ઉત્પાદ-વિનાશ થવા છતાં જે કાયમ રહે તે સાવધિ નિત્યતા કહેવાય છે. ઉત્પત્તિ અને પ્રલય હોવા છતાં શાસ્ત્રનો' ઉપદેશ જેમ કાયમ રહે છે તેથી તે ઉપદેશ નિત્ય છે તથા પર્વતો, સમુદ્રો અને વલયો આ બધાનું જેમ અવસ્થાન છે તેવી રીતે ફેરફાર થવા છતાં ચીજનું કાયમ રહેવું તે સાવધિ નિત્યતા છે. અનિત્યતાના પ્રકાર અને તેની સમજણ નિત્યતાની જેમ અનિત્યતા પણ બે પ્રકારે છે : (૧) પરિણામ અનિત્યતા, (૨) ઉપ૨મ અનિત્યતા. (૧) પરિણામ અનિત્યતા : જે વસ્તુ પોતાની અવસ્થામાં રહીને અર્થાત્ પૂર્વ અવસ્થાને છોડ્યા વિના, પ્રયોગ અને વિસસાથી પ્રતિસમય જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે તે પરિણામ અનિત્યતા કહેવાય છે. દા. ત. મૃત્ પિંડ. વિસ્રસા અને પ્રયોગથી માટીનો પિંડ સમયે સમયે પોતાની પૂર્વ અવસ્થાને છોડ્યા સિવાય કપાલ આદિ બીજી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. મતલબ મૃત્ પિંડ પોતાની અવસ્થામાં રહીને જુદી જુદી અવસ્થાઓને પ્રાપ્ત થાય છે. આ અવસ્થાઓ પરિણામ છે અને આ અવસ્થાઓ બદલાતી હોવાથી મૃત્ પિંડ પણ પરિણામથી અનિત્ય છે. જ્યાં સંખ્યા આદિના કારણે વસ્તુ નિત્ય લાગતી હોય પણ તેમાં ફેરફાર થતો હોય તે સાવધિ નિત્યતા અને જેમાં પરિણામના કારણે અનિત્યતા દેખાતી હોય અને દ્રવ્યપણે ભલે તે કાયમ હોય છતાંય તે પરિણામ અનિત્યતા છે. તેથી એમ પણ કહી શકાય કે આદિમાન પર્યાયનું પર્યાયાન્તર તે પરિણામ અનિત્યતા અને અનાદિમાન પર્યાયનું પર્યાયાન્તર તે ઉ૫૨મ અનિત્યતા. (૨) ઉપરમ અનિત્યતા : અનાદિ કાળથી ચાલી આવતી અવસ્થાની પરંપરાનો નાશ તે ઉપરમ અનિત્યતા કહેવાય છે. દા. ત. સંસારનો નાશ, અનાદિથી જે સંસારની પરંપરા ચાલતી હતી તે મોક્ષ મળે એટલે અટકી ગઈ. અર્થાત્ ચારે ગતિના પરિભ્રમણની ક્રિયાનો જે ક્રમ ચાલતો હતો તેમાં જ છેલ્લા ક્રમમાં પ્રાપ્ત થયેલી જે અવસ્થા-વિશેષ છે તે ઉપરમ અનિત્યતા છે. ૧. શાસ્ત્રનો ઉપદેશ અર્થાત્ દ્વાદશાંગી શબ્દથી અનિત્ય છે અને અર્થથી નિત્ય છે. અર્થથી દ્વાદશાંગી કાયમ હોવા છતાં શબ્દરચનાથી એ દ્વાદશાંગી જુદી જુદી બને છે એટલે દ્વાદશાંગીમાં ઉત્પાદવિનાશ હોવા છતાં તે કાયમ છે. આવી નિત્યતા તે સાવધિ નિત્યતા છે. આ જ રીતે મેરુ પર્વતાદિ પોતાના આકારોને છોડ્યા વગર નવા નવા પર્યાયોના ઉત્પાદ-વિનાશવાળા હોવા છતાં તે કાયમના કાયમ રહે છે. આમ આ બધામાં રહેલી નિત્યતા છે તે સાવધિ નિત્યતા છે એમ સમજવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪ ૫૧ આ રીતે ઉપરમ અવસ્થા અનાદિની પરંપરાના અટકી જવારૂપ છે પરંતુ અત્યંતાભાવથી થનારી નથી. વાસ્તવિક બોધનું વિધાન આ રીતે શાસ્ત્રમાં પ્રવચનના જાણકારોએ બે પ્રકારની નિત્યતા અને બે પ્રકારની અનિત્યતા બતાવી છે. આ પુદ્ગલ દ્રવ્ય પરિણામ અનિત્યતાથી અનિત્ય છે અને ભાવના અવિનાશથી નિત્ય છે આવું આગળ કહેવાશે. એટલે પુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય પણ છે અને અપેક્ષાએ અનિત્ય પણ છે કારણ કે તેમાં નિત્યતા અને અનિત્યતા બંનેનાં દર્શન થાય છે. આમાં કોઈ વિરોધ નથી. કેમ વિરોધ નથી આ વાત આગળ વિસ્તારથી પ્રતિપાદન કરાશે. અથવા ઉભય અવસ્થાને લઈને જ વસ્તુ સંપૂર્ણ વાસ્તવિક બુદ્ધિ પેદા કરે છે. પ્રધાન અને ગૌણ ભાવને લઈને જ વાસ્તવિક બુદ્ધિ થઈ શકે છે. અર્થાત્ પરિણામથી પુદ્ગલ દ્રવ્ય અનિત્ય છે અને સ્વભાવને છોડતું નથી તેથી નિત્ય છે. એટલે સ્વભાવને પ્રધાન બનાવાય અને પરિણામને ગૌણ રખાય ત્યારે પુદ્ગલ દ્રવ્યમાં નિત્યતાની બુદ્ધિ થાય છે અને પરિણામને મુખ્ય કરીએ અને સ્વભાવને ગૌણ કરીએ ત્યારે પુદ્ગલ દ્રવ્યમાં અનિત્યતાનું ભાન થાય છે. આ રીતે બોધ થતો હોવાથી અનિત્યતા અને નિત્યતાનો કોઈ વિરોધ નથી. આમ પુદ્ગલોમાં ઉત્પાદ અને વિનાશ દેખાતા હોવાથી અનિત્યતા જ સ્પષ્ટ છે તો નિત્યતા તેમાં કેવી રીતે સમજાય ? તમારી આ શંકાનું સમાધાન થઈ જાય છે. જો ઉપર મુજબ ન સ્વીકારાય એટલે કે વસ્તુ ઉભય અવસ્થાવાળી છે. આ ઉભય અવસ્થા ન બનાય તો નિત્ય જ છે કે અનિત્ય જ છે. આમ નિત્યતાની પ્રધાનતા કે અનિત્યતાની પ્રધાનતા બની શકે નહિ. અંગારકિત જ પલાશ છે. આમ અંગારતિની જ પ્રધાનતાની બુદ્ધિ પલાશમાં કરાય તો તે અત્યંત અધૂરી બુદ્ધિ છે. તેમ નિત્ય જ છે કે અનિત્ય જ છે. આમ નિત્યની ૧. અન્યથા[7]ગંરકિ.....તિ પા4િ: દાદર નથવ.... પલાશની કાળને લઈને અંકુર, કિસલય, પત્ર, કુસુમ અને ફળાદિ જુદી જુદી અવસ્થાઓ છે. અમુક કાળે પત્રવાળું હોય, અમુક ઋતુમાં એનાં પાંદડાં અંગારા જેવાં થઈ જાય. અમુક સમયે ખરી જાય. જેને કાળનું જ્ઞાન નથી તે તેની બધી અવસ્થાઓએ જાણી શકતો નથી. આથી જે સમયે જોઈ રહ્યો છે તે સમયે જેવું હોય તેવું જ જ્ઞાન કરે છે. દા. ત. એના પરથી પત્રાદિ બધું ખરી પડ્યું હોય એટલે કોઈ કહે પલાશ ત્વનું રૂપ જ છે, કોઈ સમયે અંગાર જેવો હોય ત્યારે કહે પલાશ અગ્નિરૂપ જ છે. આ રીતે પલાશનું જ્ઞાન કરવું તે ન્યાયયુક્ત નથી. જેને તેની સકલ અવસ્થાનું જ્ઞાન નથી તે જ આવું જ્ઞાન કરે છે. પણ જેને કાળને લઈને થતી તેની સંપૂર્ણ અવસ્થાઓનું જ્ઞાન છે તે તો અંકુર એ પણ તેની એક અવસ્થા છે, અંગારકિત એ પણ એક અવસ્થા છે, કિસલય એ પણ એક અવસ્થા છે, કુસુમ એ પણ એક અવસ્થા છે આવું જ્ઞાન કરશે અને તે જ વાસ્તવિક છે. આ રીતે અપેક્ષાને નહીં જાણનારો નિત્યનિયત્વનો વિરોધ છે એમ કહે છે....જુઓ નયચક્ર ભા. ૪ પૃ. ૧૧૯૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થ સૂત્ર પ્રધાનતા કે અનિત્યની પ્રધાનતાને સિદ્ધ કરનારી બુદ્ધિ થઈ શકે નહીં. પલાશની અનેક અવસ્થાઓ છે. એક અંગારકિત જ અવસ્થા નથી તેમ પદાર્થ નિત્ય અને અનિત્ય ઉભય અવસ્થાવાળો છે. માટે એક નિત્ય જ પદાર્થ છે કે અનિત્ય જ પદાર્થ છે. આવો બોધ કરી શકાય નહીં, અને આવો બોધ કરવામાં આવે તો તે બોધ અધૂરો છે. પ્રધાનભાવ અને ગૌણભાવથી કોઈ વખત કોઈ ધર્મની વિવેક્ષા કરાય છે તેથી નિત્યાનિત્ય ઉભય અવસ્થાવાળા પદાર્થોમાં ક્યારેક નિત્યની પ્રધાનભાવે તો ક્યારેક ગૌણભાવે વિવક્ષા કરાય છે તેમ અનિત્યની પણ પ્રધાન-ગૌણભાવે વિવક્ષા કરાય છે. શિબિકાવાહક યાનેશ્વર યાનવત્ અર્થાતુ શિબિકાને ઉપાડનાર પણ શિબિકાવાળા છે અને શિબિકાનો માલિક પણ શિબિકાવાળો છે. એક શિબિકાનો માલિક છે ત્યારે બીજા શિબિકાને ઉઠાવનારા છે. કયારેક શિબિકાવાહક મુખ્ય બને છે. કયારેક માલિક. માટે પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ એવા પદાર્થના સ્વરૂપમાં બુદ્ધિમાનું આત્માઓ બુદ્ધિને પ્રયત્નશીલ કરતા નથી. માટે પુદ્ગલો નિત્યાનિત્યના એક સ્થાનવાળા છે. અર્થાત્ યુગલો નિત્ય છે, અનિત્ય છે, નિત્યાનિત્ય છે એમાં કશો જ કોઈને બાધ નથી અને તે પુદ્ગલો રૂપ મૂર્તિવાળા છે. ભાષ્ય - પુગલો જ રૂપી હોય છે. જેઓને અથવા જેઓમાં રૂપ હોય છે તે રૂપી કહેવાય છે. પુદ્ગલમાં રહેલી રૂપવત્તાનો પરિચય પુરાતા હોવાથી અને ખાલી થતા હોવાથી અર્થાત્ જે પુરાય છે અને ખાલી થાય છે તે પુદ્ગલ છે. આ પુદ્ગલો પરમાણુ, કચક, ચણકથી માંડીને અનંતાનંત પ્રદેશવાળા સ્કન્ધ સુધીના હોય છે. તે જ પરમાણુ આદિ અનન્ય–બીજા કોઈનામાં ન હોય તેવી અસાધારણ રૂપવત્તાને ધારણ કરે છે. જે રૂપવત્તા અનેકરૂપે પરિણમવાની શક્તિથી પ્રાપ્ત કરેલ સૂક્ષ્મતા, સ્થૂલતા, વિશેષતા, અવિશેષતા (સામાન્યતા) પ્રકર્ષ, અપકર્ષ સ્વરૂપ છે. પુદ્ગલોની જે અનેકરૂપે પરિણમવાની શક્તિ છે તેના કારણે સૂક્ષ્મ અને સ્કૂલરૂપે તથા બધાય એક જ સરખા રૂપ, રસાદિપણે અથવા જુદા જુદા રૂપ રસાદિપણે તે જ એકદમ ઉત્કટ રૂપ અને, રસાદિપણે અથવા અનુત્કટ રૂપ, રસાદિપણે રહેલ છે જેને પુદ્ગલ ધારણ કરે છે. ભાષ્યમાં રહેલ “વ' કારનું ફળ પૂ. ભાષ્યકાર મ. પુતા રૂપિળો મવત્તિ'માં “પd કાર વાપર્યો છે તેનાથી અહીં ધર્માદિ દ્રવ્ય-વિશેષો અર્થાત્ ધર્માદિ દ્રવ્યો રૂપી નથી પણ પુદગલો જ રૂપી છે આવું અવધારણ થાય છે. આમ “એવ'કારનું ફળ પુદ્ગલમાં જ પ્રાપ્ત થાય છે. કેમ કે રૂપવત્ત્વ અતિચિર પરિચયવાળા પરમાણુ, કચણુક આદિના ક્રમથી વધેલા દ્રવ્ય સમુદાયને છોડતું નથી. મતલબ પરમાણુ, કચણુકાદિ અને છેવટે અનંતાનંત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યને રૂપ છોડતું નથી અને પુદ્ગલો પણ રૂપીપણાને છોડતા નથી. રૂપને છોડીને પુદ્ગલો કોઈ કાળે ક્યાંય હોતાં નથી, ક્યારેય રહેતાં નથી માટે ભાષ્યકાર મ. “પુદ્ગલો જ રૂપી છે' એમ જે કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪ ૫૩ હવે “રૂપ એટલે મૂર્તિ આવું પહેલાં પ્રતિપાદન કરેલું છે માટે તેની સાથે અનુસંધાન કરવાની ઇચ્છાથી હવે પૂ. ભાષ્યકાર મ. ‘fપળઃ'નો વિગ્રહ બતાવે છે. જેઓને રૂપ હોય અથવા “જેઓમાં રૂપ હોય તે રૂપી કહેવાય છે. આ રીતે વિગ્રહવાક્યમાં પૂ. ભાષ્યકાર મ. છઠ્ઠી વિભક્તિ સહિત એતદ્ સર્વનામનો પ્રયોગ કર્યો છે. તેનાથી પરમાણુ, ચણક આદિ ક્રમને ભજનારા પુદ્ગલો લેવા. જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું છે કે રૂપ મૂર્તિ અર્થાતુ રૂપ એટલે મૂર્તિ અને તે જેઓને હોય એટલે જેઓ મૂર્તિવાળા છે, રૂપવાળા છે તે પુદ્ગલો રૂપી કહેવાય છે. ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિ દ્વારા કરેલ વિગ્રહનું પ્રયોજન પૂ. ભાષ્યકાર મહારાજે “પટ'નો વિગ્રહ કરતાં “ષાનું' “પુ ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિનો પ્રયોગ કર્યો છે એટલે કંઈક પ્રયોજન હોવું જોઈએ. આપણે તે પ્રયોજન જાણી લઈએ. ષષ્ઠી વિભક્તિનું પ્રયોજન છે દ્રવ્ય અને ગુણનો ભેદ, અને સપ્તમી વિભક્તિનું પ્રયોજન છે દ્રવ્ય અને ગુણનો અભેદ. આમ દ્રવ્ય અને ગુણનો ભેદભેદ છે તે બતાવવા માટે બે વિભક્તિનો પ્રયોગ કર્યો છે. એટલે ષષ્ઠી વિભક્તિથી વિગ્રહ બતાવ્યો છે તેનાથી ભેદની વિવક્ષા કરીએ તો દ્રવ્ય અને ગુણનો ભેદ જણાય છે. અને જ્યારે અભેદની વિરક્ષા કરીએ ત્યારે દ્રવ્ય અને પર્યાયમાં ઐક્ય-અભેદનો અભિપ્રાય થાય છે. આ બતાવવા માટે પૂ. આચાર્ય મ. વિગ્રહમાં વ્યાપક અધિકરણવાળી સપ્તમી વિભક્તિ વાપરી છે. અથવા ભાષ્યકારે બે પ્રકારે વિગ્રહ કર્યો છે. છતાં બંને વિગ્રહથી મત્વર્ગીય રૂર્ પ્રત્યય તુલ્ય જ બતાવ્યો છે. અર્થાત્ વિગ્રહ જુદા જુદા છે પણ પ્રત્યય તો એક જ છે. તેથી બંને વિભક્તિના વિગ્રહમાં ભેદ અને અભેદની યોજના કરી લેવી. પ્રશ્ન :- ભેદ અને અભેદની વિવક્ષા કરવી કેવી રીતે ? ઉત્તર :- બંને વિભક્તિના વિગ્રહમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી અભેદ અને ભેદની યોજના કરવી જોઈએ. તે આ રીતે પર્યાય નયની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણનો ભેદ છે અને, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયનો અભેદ છે. - આ રીતે ઉપર મુજબ પહેલી રીતે ભેદની વિવક્ષાથી ષષ્ઠી વિભક્તિ દ્વારા દ્રવ્ય ગુણનો ભેદ સમજાય છે અને અભેદની વિવલાથી સપ્તમી વિભક્તિ દ્વારા દ્રવ્ય-પર્યાયનો અભેદ સમજાય છે. અથવા બીજી રીતે બંને વિભક્તિ દ્વારા પર્યાયાર્થિક નયથી બંનેનો ભેદ સમજાય છે અને દ્રવ્યાર્થિક નયથી બંનેનો અભેદ સમજાય છે. ૧. સૂ. ૩, પૃ. ૧૮. Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર મૂર્તિ અને પુદ્ગલના અભેદનું અનુમાન પુદ્ગલો(પક્ષ)મૂર્તિથી રહિત હોતાં નથી (સાધ્ય) કેમ કે પુદ્ગલો ભિન્ન દેશસંબંધીપણે મળતા નથી (હેતુ) અર્થાત્ રૂપ અને પુદ્ગલો બંને એક જ દેશમાં રહે છે. ભિન્ન દેશમાં રહેતાં નથી માટે પુદ્ગલ અને રૂપનો અન્ય કોઈ દેશ સંબંધી બનતો નથી. તેથી પુદ્ગલો પાદિથી ભિન્નદેશના સંબંધીપણે પ્રાપ્ત થતાં નથી. આમ પુદ્ગલરૂપ પક્ષમાં ભિન્નદેશસંબંધીત્વેન અનુપલબ્ધિરૂપ હેતુ છે. આ હેતુ વ્યતિરેક છે. અહીં કદાચ કોઈને પ્રશ્ન થાય કે વ્યતિરેક હેતુ સાધ્યનો ગમક કેવી રીતે બને? અર્થાત વ્યતિરેક હેતુ શું સાધ્યને સિદ્ધ કરી શકે ? તો તેના પ્રશ્નનું સમાધાન છે કે વ્યતિરેક હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેનો કોઈ વિપક્ષ નથી એવા વ્યતિરેકી હેતુ પણ ગમક બને છે. તેથી “રૂપાદિની ભિન્નદેશથી અનુપલબ્ધિ રૂપ જે આ હેતુ છે તે હેતુ “રૂપ સિવાય પુગલ હોતા નથી. આ સાધ્યનો ગમક બને છે. તેથી પુદ્ગલ અને મૂર્તિઓ અભેદ છે એ અનુમાન દ્વારા સિદ્ધ થાય છે. પ્રત્યક્ષથી ભેદની સિદ્ધિ પુદ્ગલ અને રૂપનો અભેદ છે તે આપણે અનુમાન દ્વારા સિદ્ધ કરી ગયા. હવે પુદ્ગલ અને રૂપનો ભેદ છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે તે સમજી લઈએ. દા.ત. “આ ચંદન છે” આવી જે ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ ચંદનનો પ્રત્યક્ષ થાય છે તે ચંદનનું શ્વેત રૂપ છે, કડવો રસ છે, સુંદર ગંધ છે અને શીતલ સ્પર્શ છે આવું જે ભાન થાય ૧. પુદ્ગલ પક્ષ છે, મૂર્તિ વ્યતિરેકેણ ન સનિ (રૂપની સાથે રહેવાપણું અર્થાત મૂર્તિમન્તઃ) આ સાધ્ય છે, ભિન્નદેશસંબંધીત્વેન અનુપલબ્ધઃ આ હેતુ છે તે વ્યતિરેકી હેતુ છે. હેતુ બે પ્રકારના હોય છે. (૧) વિધિ-અન્વય હેતુ, (૨) નિષેધ-વ્યતિરે કહેતુ. જેમ અન્વય હેતુ સાધ્યનો ગમક બને છે તેમ વ્યતિરેક હેતુ પણ સાધ્યનો ગમક બને છે. દા. ત. પર્વતો વહિમાન ધૂમાન્ અહીં ધૂમરૂપ અન્વય હેતુ “પર્વત વહિમાનું છે'. આ સાધ્યનો ગમક છે તેવી રીતે પર્વતો ધૂમાબાવવાનું વચમાવાત્માં વહુન્યભાવરૂપ વ્યતિરેક હેતુ પર્વત ધૂમાભાવવાનું છે. આ સાધ્યનો ગમન બને છે. યત્ર યત્ર ધૂમત્ર તત્ર વહિન: આ અન્વય વ્યાપ્તિ છે. જે અન્વય વ્યાપ્તિવાળો હોય તે હેતુ અન્વય હેતુ કહેવાય. તેવી રીતે યત્ર વર્ચમાવ: તત્ર ધૂમાવ: આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જે હેત વ્યતિરેક વ્યાપ્તિવાળો હોય તે વ્યતિરેકી હેત કહેવાય. આ રીતે અન્વય હેતની જેમ વ્યતિરેકી દેત પણ સાધ્યનો ગમક બને છે. તેથી અહીં પણ ભિનદેશસંબંધિત્વેન અનુપલબ્ધઃ' આ હેતુ વ્યતિરેકી હોવા છતાં સાધ્યનો ગમક બને છે. વળી આ હેતુ વિપક્ષમાં રહેતો નથી. અહીં રૂપની સાથે રહેવાપણું આ સાધ્ય છે. તેના અભાવવાળા ધર્માસ્તિકાય. આકાશાદિ છે. તેમાં ‘ભિન્નદેશસંબંધિત્વેન અનુપલબ્ધ:' આ હેત રહેતો નથી. કેમ કે ધર્માસ્તિકાય, આકાશાદિ રૂપથી જુદા મળે છે. તેથી રૂપ અને ધર્માસ્તિકાય, આકાશાદિનું ભિન્ન દેશસંબંધીપણે ઉપલબ્ધિ છે પણ અનુપલબ્ધિ નથી. માટે વિપક્ષ જે આકાશાદિ છે તેમાં હેતુ રહેતો ન હોવાથી હેતુ અસંનિહિત વિપક્ષવાળો થયો. આમ અસંનિહિત વિપક્ષવાળો એવો વ્યતિરેકી હેતુ પણ મૂર્તિમાનપણારૂપ સાધ્યનો ગમક છે. આ રીતે આ હેતુથી રૂપ અને પુદગલનો અભેદ સિદ્ધ કર્યો. Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪ ૫૫ છે તે ચંદનની સાથે રૂપાદિનો ભેદ છે માટે થાય છે. જે ચંદનનો પ્રત્યક્ષ થાય છે તે ચંદનના પ્રત્યક્ષથી ચંદનના રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો પ્રત્યક્ષ થાય છે. એટલે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યપદેશ થાય છે. આમ એકના પ્રત્યક્ષથી બીજાનો પ્રત્યક્ષ થાય છે તે બંને જુદા હોય છે. આ રીતે જેનો પ્રત્યક્ષ થાય છે તે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યપદેશ થાય છે અને તે અર્થાન્તર-ભેદમાં જોવાયેલો છે. આ સમજવા માટે આબાલગોપાલ પ્રસિદ્ધ દષ્ટાંત છે કે– આ બ્રાહ્મણનું આ કમંડલુ છે'. આ દષ્ટાંતમાં બ્રાહ્મણના પ્રત્યક્ષથી કમંડલુનો પ્રત્યક્ષ થાય છે. તેથી બ્રાહ્મણ અને કમંડલુ બંને જુદા છે. એટલે એકત્ર સ્થળે જેની નજીકમાં કમંડલુ પડ્યું છે તે બ્રાહ્મણને જોઈને પાસે પડેલું કમંડલુ પણ આ બ્રાહ્મણનું છે. આ રીતે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યવહાર થાય છે. આમ જે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો વ્યવહાર થાય છે તે અર્થાન્તરમાં જોવાયેલો છે. એટલે ભેદ તો પ્રત્યક્ષથી સિદ્ધ છે. આ રીતે પુદ્ગલ અને રૂપનો ભેદ સિદ્ધ જ છે. શંકા - તમે બ્રાહ્મણ અને કમંડલુનું દષ્ટાંત આપ્યું તેનાથી તો દ્રવ્ય જ દ્રવ્યથી અર્થાન્તર છે પરંતુ ગુણોથી દ્રવ્ય અર્થાન્તર છે એવું સાબિત થતું નથી. અર્થાત્ બ્રાહ્મણ અને કમંડલુ બંને દ્રવ્ય જે છે એટલે દ્રવ્યથી દ્રવ્ય ભિન્ન છે એવું સાબિત થાય છે પણ શ્વેત રૂપાદિ ગુણોથી ચંદ્રન દ્રવ્ય ભિન્ન છે તેવું સિદ્ધ થતું નથી. અર્થાત્ પુગલ દ્રવ્યથી રૂપાદિ ગુણનો ભેદ સાબિત થતો નથી. સમાધાન :- પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો પ્રાપ્ત થયેલ સમસ્ત ધર્મો વડે જે વ્યપદેશ થાય છે તે અર્થાન્તર–ભેદને જણાવે છે. તેથી રૂપાદિ વડે ચંદનનું જ્ઞાન થાય છે તે ચંદન અને રૂપાદિનો ભેદ બતાવે છે. આ રીતે સમસ્ત પ્રાપ્ત થયેલ [ધર્મો] વડે પ્રાપ્ત કરવા યોગ્યનો જે વ્યવહાર છે તે ભેદ સિદ્ધ કરે જ છે તો પછી તે દ્રવ્ય હોય, ગુણ હોય કે ક્રિયા હોય એમાં અપરિતોષ શા માટે ? અર્થાત્ દ્રવ્ય દ્રવ્યનો ભેદ જણાય, દ્રવ્ય અને ગુણનો પણ ભેદ જણાય અને દ્રવ્યને ક્રિયાનો પણ ભેદ જણાય એમાં અસંતોષ શા માટે ? જેનાથી અર્થાન્તર સિદ્ધ કરવામાં આવે છે તેમાં વ્યભિચાર આપણે ઉપર મુજબ પુદ્ગલ અને રૂપનો ભેદ સિદ્ધ કરી રહ્યા છીએ ત્યારે અભેદવાદી કહે છે તમે જે “સમસ્ત પ્રાપ્ત થયેલ વડે પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો જે વ્યવહાર છે તે ભેદ સિદ્ધ કરે છે આવું નિરૂપણ કર્યું તેમાં વ્યભિચાર આવે છે. કારણ કે દ્રવ્યથી દ્રવ્યનો ભેદ જ હોય એવું નથી હોતું. અર્થાત અનર્થાન્તર- અભેદમાં પણ “સમસ્ત પ્રાપ્ત થયેલ વડે પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થનો વ્યવહાર જોવાયેલો છે, અભેદમાં પણ આવો વ્યવહાર થાય છે. દા.ત. સેના, વન આદિ. હાથી, ઘોડા, રથ, પાયદળ આ સેના કહેવાય છે. આ બધાથી સેના જુદી નથી, આમ્રાદિ અનેક વૃક્ષોનો સમુદાય વન કહેવાય છે. આ બધાં વૃક્ષોથી વન જુદું નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થ સૂત્ર આમ વૃક્ષો અને વનનો, હાથી આદિ અને સેનાનો અભેદ છે એટલે દ્રવ્યોથી દ્રવ્યનો અભેદ પણ પ્રસિદ્ધ છે. આથી તમારા નિરૂપણમાં વ્યભિચાર આવે છે. હજી પણ વ્યભિચારને પુષ્ટ કરતાં કહે છે કે–અનર્થાન્તરમાં પણ સેનાનો હાથી, વનનો આંબો આ વ્યપદેશ થાય છે કેમ કે તેનાથી હાથી જુદો નથી અને આંબો વનથી જુદો નથી. સેનાને હાથીનો અભેદ છે. વનને આંબાનો અભેદ છે માટે પ્રત્યક્ષથી પ્રત્યક્ષનો જ્યાં વ્યવહાર થાય છે ત્યાં બે પદાર્થ જુદા જ હોય છે. આ વાત સિદ્ધ થઈ શકતી નથી. આ રીતે તમે જે નિરૂપણથી અર્થાન્તર સિદ્ધ કર્યો તેમાં વ્યભિચાર આવે છે અર્થાત્ અનર્થાન્તરમાં પણ આવો વ્યવહાર થાય છે. અનર્થાન્તરપણાની અસિદ્ધિ દ્વારા વ્યભિચારનું વારણ તમે સેના અને વનમાં અભેદ સિદ્ધ કરી અમારા નિરૂપણમાં વ્યભિચાર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમારો પ્રયત્ન વ્યર્થ છે. કેમ કે હાથી આદિથી સેનાનું અને વૃક્ષોથી વનનું અભેદપણું પ્રસિદ્ધ નથી અર્થાત્ અસિદ્ધ છે અભેદ જ સિદ્ધ થતો નથી કેમ કે (૧) દિશા અને દેશના અનિયત-અચોક્કસ સંબંધી, (૨) પરસ્પર એકબીજાની સાથેના સંબંધથી ઉપકારવાળા બનેલા (૩) નિશ્ચિત સંખ્યાવાળા હોય કે અચોક્કસ સંખ્યાવાળા હોય એવા હાથી, પુરુષ, ઘોડા અને રથમાં રહેલી જે બહુત્વ સંખ્યા છે તે જ સેના છે. મતલબ એ છે કે જેને સેના કહીએ છીએ તે એક હાથી કે એક ઘોડા કે એક રથને નથી કહેતા પરંતુ ઘણા હાથી, ઘોડા, મનુષ્ય, રથ હોય તેને તેના કહેવાય છે. વળી ઘણા છે એટલે (૧) એક જ દિશામાં બધા રહેલા નથી હોતા. સમૂહમાં સહુની અલગ અલગ દિશા હોય છે તેમ જ કોઈ અમુક જ દેશ–ક્ષેત્રમાં સમૂહ ન સંભવે આથી દિશા અને દેશના અચોક્કસ સંબંધવાળા હાથી આદિમાં રહેલી બહુત્વ સંખ્યા સેના કહેવાય છે. (૨) વળી છૂટા છૂટા રહેલા હાથી, ઘોડા પણ સેના ન કહેવાય પરંતુ જયારે પરસ્પર એકબીજાની સાથે સંબંધમાં રહેલા હોય એટલે સંબંધથી ઉપકારવાળા બનેલા હોય એવા ઘણા હાથી, ઘોડા આદિમાં રહેલી બહુત્વ સંખ્યા સેના કહેવાય છે (૩) કેટલી સંખ્યા છે એ નિશ્ચિત હોય કે નહિ પણ ઘણા હાથી, ઘોડા આદિ હોય એવી બહુત સંખ્યાને તેના કહેવાય છે. આમ હાથી, ઘોડા આદિમાં રહેલી જે બહુત્વ સંખ્યા છે તે જ સેના કહેવાય છે. તેવી જ રીતે આગ્રાદિ વૃક્ષોમાં જે નિશ્ચિત કે અનિશ્ચિત બહુત્વ સંખ્યા છે તેને જ વન કહેવાય છે. આમ હાથી આદિ સેના નથી અને વૃક્ષાદિ વન નથી. પણ હાથી આદિમાં રહેલી બહુત્વ સંખ્યા તે સેના છે, વૃક્ષાદિમાં રહેલી બહુત્વ સંખ્યા વન છે, અને આ બહુત્વ સંખ્યાથી તો હાથી આદિ તથા આશ્રાદિ ભિન્ન જ છે. માટે સેના અને વનના ઉદાહરણથી હાથી આદિથી સેના ૧. સિમેતત્ અનન્તરત્વે આ પ્રમાણે “ન્યાયવાર્તિક' પૃ. ૭૬માં પાઠ હોવાથી અમે અહીં પ્રસિદ્ધ શબ્દનો અર્થ અસિદ્ધ કર્યો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૪ ૫૭ તથા વૃક્ષાદિથી વનનો અભેદ સિદ્ધ નથી થતો, અને અનર્થાન્તરપણું જ અસિદ્ધ છે તેથી વ્યભિચાર આવી શકતો નથી. આ રીતે આપણે ભેદની સિદ્ધિમાં અભેદવાદીએ આપેલ વ્યભિચારનું વારણ કર્યું પણ અભેદવાદીએ અભેદની સિદ્ધિ માટે બીજા પણ યૂષ અને પંક્તિનાં ઉદાહરણ આપ્યાં છે તે પણ બરાબર નથી. કેમ કે અભેદવાદી યૂષ અને પંક્તિ શું છે તે જાણતો નથી. યૂષ અને પંક્તિનું સ્પષ્ટીકરણ યૂષ અને પંક્તિ આદિ પણ દ્રવ્યોથી અર્થાન્તર છે કેમ કે પાકજ દ્રવ્યોની ઉત્પત્તિમાં કાળ વિશેષની મદદ મળવાથી દ્રવ્યાન્તરના સંબંધવાળા ઉત્પન્ન એવા પાકજ દ્રવ્યોનો જે સંયોગ છે તેને યૂષ કહેવાય છે. અર્થાત પાકથી થતી ઉત્પત્તિમાં દ્રવ્યોનો જે સંયોગ છે તે જ યૂષ કહેવાય છે. એટલે દ્રવ્યો અને દ્રવ્યોનો જે સંયોગ છે તે જ યૂષ છે અને તે સંયોગ જુદો છે. અર્થાત્ દ્રવ્યોથી સંયોગ જુદો છે એટલે યૂષ એ અર્થાન્તર છે પણ અનર્થાન્તર નથી. એવી જ રીતે બીજું “પંક્તિનું' જે દષ્ટાંત આપે છે તે પંક્તિ પણ અર્થાન્તર છે. કેમ કે પંક્તિ એટલે શ્રેણી. તે પણ (૧) એક દિશા અને દેશના સંબંધી, (૨) જેઓના પરસ્પર સંબંધ થવાથી ઉપકારવાળી (૩) નિશ્ચિત સંખ્યા કે અનિશ્ચિત સંખ્યાવાળી (૪) ભિન્ન ભિન્ન જાતિવાળા આધારમાં રહેલી જે બહુત સંખ્યા છે તે જ કહેવાય છે. અર્થાત્ પંક્તિ પણ બહુત્વ સંખ્યાને કહેવાય છે. પાંચ માણસ કે દશ મનુષ્યની લાઈન હોય પણ એ લાઈનમાં રહેલ દરેક મનુષ્ય એ પંક્તિ નથી, આ બધામાં રહેલ જે બહુર્તી સંખ્યા છે તે પંક્તિ કહેવાય છે. એટલે પંક્તિ પણ આ બધાથી અર્થાન્તર છે. આ રીતે અભેદવાદીનાં સઘળાંય દષ્ટાંતોમાં અનર્થાન્તરતા સિદ્ધ થતી નથી પરંતુ દરેકમાં અર્થાન્તરપણું જ સિદ્ધ થાય છે. પ્રસિદ્ધ ભેદ અને અભેદ એકાંતથી નથી. આથી આ બે નય સાપેક્ષપણે જ વસ્તુના સદ્ભાવને જણાવે છે. એકાંતે વસ્તુના સ્વરૂપને જણાવતા નથી. આ અર્થના પ્રકાશ માટે અર્થાત્ વસ્તુમાત્ર એકાંતથી લિપ્ત નથી, એકાંતથી અભિન્ન નથી પરંતુ દ્રવ્યાર્થિક નયથી અભિન્ન છે, પર્યાયાર્થિક નયથી ભિન્ન છે. આ વાત જણાવવા માટે ભાષ્યકાર મ. ષષ્ઠી અને સપ્તમી બે વિભક્તિ દ્વારા “fપણ:'નો વિગ્રહ કર્યો છે. આથી ભાષ્યકાર મ. ના વિગ્રહ વાક્યનો આ પ્રમાણે અર્થ થાય છે કે- “વિવફાવશથી પુદ્ગલોમાં મૂર્તિનો ભેદ પણ છે અને અભેદ પણ છે.” પુદ્ગલો અને રૂપનો ભેદ પણ છે અને અભેદ પણ છે. ૧. ...fમન્નમત્રનાતીલેવુ “ન્યાયવાર્તિક' પૃ. ૭૬માં આવો પાઠ છે તેના આધારે અહીં આ અર્થ કર્યો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર સૂત્રકાર મહારાજે ધર્માદિ દ્રવ્યો નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે, માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. આ રીતે દ્રવ્યોની ઓળખાણ આપી હજી પણ તે દ્રવ્યોમાં વિશેષ કહેવાની ઇચ્છા છે તેથી પૂ. આચાર્ય મ. આ સૂત્રરચના કરી રહ્યા છે. आकाशादेकद्रव्याणि ॥ ५-५ ॥ આકાશ સુધીનાં બધાં દ્રવ્યો એક એક છે. મતલબ ધર્મદ્રવ્ય એક છે, અધર્મદ્રવ્ય એક છે અને આકાશદ્રવ્ય એક છે. ટીકા : આકાશ સુધીનાં દ્રવ્યોની સંખ્યા પૂર્વ સૂત્રની સાથે સંબંધ કરતાં દ્રવ્યોમાં વિશેષ કહેવાની ઇચ્છાથી આ સૂત્રરચના છે એ આપણે અવતરણિકામાં જોયું અથવા પુદ્ગલદ્રવ્ય પરમાણુઆદિના ભેદથી અનેક પ્રકારનું છે અને જીવદ્રવ્ય નારક આદિ વિશેષથી અનેક પ્રકારે છે. અર્થાત્ પરમાણુ પુદ્ગલ, ચણક પુદ્ગલ એવી રીતે અનંત ભેદ થાય છે અને નારકીનો જીવ, દેવનો જીવ, એકેન્દ્રિય જીવ, બેઈન્દ્રિય જીવ ઇત્યાદિ જીવના પણ વિશેષને લઈને અનેક ભેદ થાય છે. તો શું ધર્માદિ દ્રવ્યના પણ અનેક ભેદ છે ? શું ધર્માદિ દ્રવ્યો પણ જીવ અને પુદ્ગલ જેવા અનેક છે ? આવી શંકા થાય છે તેના સમાધાનમાં આ સૂત્રરચના છે. આથી આ સૂત્ર દ્વારા આકાશ સુધીનાં બધાં દ્રવ્યો એક એક છે પણ અનેક નથી. આવું સમાધાન થાય છે. આ વાતને પૂ. ભાષ્યકાર મ. બતાવી રહ્યા છે. ભાષ્ય :- આકાશ સુધીનાં ધર્માદિ દ્રવ્યો એક જ હોય છે. પુદ્ગલ અને જીવ' તો અનેક દ્રવ્ય હોય છે. ‘માલાશા'માં રહેલા માની સંધિ અને તેનો અર્થ સૂત્રમાં ‘મારીનું પદ છે તેમાં ‘ના’ અને ‘બાવા' બે શબ્દો છે. 'મા' એટલે જે માફ છે તે અભિવિધિનો વાચક છે અર્થાત્ માનો અર્થ અભિવિધિ છે તેથી તેની સંધિ થઈ શકે છે. માટે ના મ અને મારાના કાનું દ્ધિત્વ અર્થાતુ બંનેની સંધિ થઈને “બાશક્તિ' આવું સૂત્રપદ છે. તેમાંથી પૂ. ભાષ્યકાર મ. ‘ના’ને છૂટો પાડીને “મા ગાવાશા' ભાષ્યમાં કહે છે. તેનો અર્થ છે “આકાશ સુધીના'. ૧. ૨. अनेनात्मैकत्वप्रत्येकत्वनिरासः, तदेकत्वे संसाराद्यभाव इति भावनीयम् । श्री हारि० पृ० २१४ અહીં બહુ અભિવિધિ અર્થમાં છે તેથી વાળો છે. અર્થાત મહું માંથી હું ચાલ્યો જાય છે અને ‘મા’ રહે છે. આ કાર્ફ સ્વરાદિ અવ્યય હોવા છતાં એની સંધિ થાય છે કેમ કે “વાદ્રિ રોડના (સિદ્ધ દેH૦ શરારૂ૬)માં મદ્દ સિવાયના સ્વરાદિ અવયવોની સંધિનો નિષેધ છે વત્ અર્થે, ક્રિયાયોને, વિદ્યૌ ૨ : / પતમાતં ડિતં વિદ્યાર્ વાવયમરાયોહિત્ II ઈષદ્ અર્થ, ક્રિયાયોગ, મર્યાદા અને અભિવિધિ આ અર્થ સિવાયના વાક્ય અને સ્મરણ અર્થમાં મારું હિત મનાતો નથી. તેથી અહીં આ અને આવાશન ની સંધિ થતાં માવશાત આવો પ્રયોગ પૂ. સૂત્રકાર મ કર્યો છે. મ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯ અધ્યાય-૫ ઃ સૂત્ર-૫ આ અધ્યાયના પહેલા સૂત્રમાં ગ્રહણ કરેલા ક્રમને ઉદ્દેશીને આકાશની અભિવિધિ એટલે આકાશને સાથે લઈને અર્થાત્ આકાશ સુધીના અર્થાત્ આકાશ સહિત ત્રણેય દ્રવ્યોને પ્રકાશિત કરવાની ઇચ્છાથી ભાષ્યકાર મ. ઞ ઞાશાત્ એવું બોલ્યા છે. ભાષ્યમાં આ આાશાત્ પછી ‘ધર્માવીનિ’કહ્યું છે તે પ્રસિદ્ધ વિશિષ્ટ ક્રમ બતાવે છે. એટલે ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો સમજવા. સૂત્રમાં ‘આકાશ સુધીનાં’ દ્રવ્યો કહ્યાં તો તે કયાં દ્રવ્યો લેવાં તે ભાષ્યમાં ધર્માદિ' કહીને પ્રસિદ્ધ ક્રમ દ્વારા બતાવ્યાં છે. ધર્માદિ દ્રવ્યો એક એક જ છે તેનું કારણ આ ધર્માદિ દ્રવ્યો એક એક છે. ધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ એક એક દ્રવ્યો જ છે. અર્થાત્ ધર્માદિના સમાન જાતિવાળાં બીજાં દ્રવ્યો નથી. કેમ કે ધર્મ, અધર્મ અને આકાશ અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં ઉપકાર કરે છે તેવો બીજા કોઈ દ્રવ્ય ઉપકાર કરતા નથી. એટલે ધર્માદિનો ગત્યાદિમાં જે ઉપકાર છે તે અવિલક્ષણ ઉપકાર છે. આ અવિલક્ષણ ઉપકારને આપણે જરા સ્પષ્ટ સમજી લઈએ. ધર્મ, અધર્મ, અને આકાશનો ઉપકાર ગતિ, સ્થિતિ અને અવગાહની જે ઉત્પત્તિ છે તેનાથી પ્રભાવિત છે અર્થાત્ જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ આદિમાં પરિણત થાય છે ત્યારે ધર્મ, અધર્મ અને આકાશ ગતિ આદિમાં ઉપકાર કરે છે એટલે ધર્માદિ દ્રવ્યોનો ઉપકાર જીવાદિમાં જે ગતિ આદિની ઉત્પત્તિ છે તેનાથી પ્રભાવિત છે. ધર્માદિનો આવો ગતિ આદિની ઉત્પત્તિથી પ્રભાવિત ઉપકાર છે એટલે જ અવિલક્ષણ ઉપકાર કહેવાય છે. આ ધર્માદિ દ્રવ્યો અવિલક્ષણ ઉપકારવાળાં છે માટે જ એક છે. અર્થાત્ ગતિની ઉત્પત્તિથી પ્રભાવિત ઉપકારવાળું ધર્મદ્રવ્ય ગતિમાં ઉપકાર કરે છે તેનું કામ બીજાં કોઈ દ્રવ્ય કરતાં નથી. તેથી તે એક જ દ્રવ્ય છે. એવી જ રીતે સ્થિતિમાં ઉપકારી અધર્મ દ્રવ્ય જ છે અને અવગાહમાં ઉપકારી આકાશ જ છે તેથી અધર્મ અને આકાશ દ્રવ્ય પણ એક એક જ છે. આમ અવિલક્ષણ ઉપકાર હોવાથી ધર્માદિ દ્રવ્યો એક એક જ છે પણ તેના સમાન બીજા દ્રવ્યો નથી. ધર્માદિમાં અવિલક્ષણ ઉપકારની સિદ્ધિ આ અવિલક્ષણ ઉપકારવાળા ધર્માદિ દ્રવ્યો ગતિ આદિમાં ઉપકાર કરે છે એ ત્યારે જ બની શકે છે જ્યારે તે ધર્માદિ દ્રવ્યો અર્થક્રિયા કરવામાં સમર્થ હોય અને વસ્તુ અર્થક્રિયા કરવામાં સમર્થ ત્યારે જ બને કે તે સ્થિતિ, ઉત્પાદ અને વ્યયથી યુક્ત હોય. કારણ કે અનેકાંતવાદીઓનો આ સિદ્ધાંત છે કે સ્થિતિ-ઉત્પાદ અને વ્યય આ ત્રણથી વસ્તુ જ અર્થક્રિયા કરવામાં સમર્થ બને છે. અહીં ધર્માદિ દ્રવ્ય વસ્તુ છે એટલે અર્થક્રિયા કરવામાં સમર્થ છે. એટલે ધર્માદિ દ્રવ્યોનું અર્થક્રિયાકારીપણું ગતિ આદિમાં ઉપકાર કરવો તે છે તેથી ધર્માદિ દ્રવ્યો અવિલક્ષણ ઉપકાર કરવાવાળાં છે એ સિદ્ધ થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ ધર્માદિ દ્રવ્યોનો જે ગતિ આદિ ઉપકાર છે તે આગમ પોતપોતાના સ્થાનમાં યુક્તિપૂર્વક કહેવાશે. ‘જ’શબ્દનો વિક્ષિત અર્થ ΦΟ ભાષ્યમાં દ્રવ્યાળિમાં રહેલો જે શબ્દ છે તે અસહાયવાચક લેવો. મતલબ ધર્મ, અધર્મ અને આકાશ આ દ્રવ્યો એક એક જ છે પણ તેના વિવિધ પ્રકાર નથી. જેમ પરમાણુ બીજા પરમાણુની સાથે મળતા બે થાય છે. જેમ આત્મા જ્ઞાન, સુખ, દુ:ખ, જીવન આદિના ભેદવાળા બીજા આત્માની સાથે સદ્વિતીય બને છે. એટલે કે આ પરમાણુ જેવો બીજો પરમાણુ છે. આ જીવ જેવો બીજો જીવ સુખી છે, દુઃખી છે. આ પ્રમાણે બધાને બીજાની સહાય છે. મતલબ પરમાણુ જુદા જુદા છે. આત્મા જુદા જુદા છે તે રીતે ધર્માદિ દ્રવ્યના પ્રકાર નથી. કેમ કે આ ધર્માસ્તિકાય ગતિમાં જેવી મદદ કરે છે તેવી રીતે આ બીજો ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે છે તેવું થતું નથી. આમ ધર્માસ્તિકાયના પ્રકાર પડતા જ નથી એટલે ધર્માસ્તિકાય એ એક જ દ્રવ્ય છે, નાના દ્રવ્ય નથી. એવી જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ સમજી લેવું. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક એક દ્રવ્ય છે અર્થાત્ સસહાય દ્રવ્ય છે. પણ અસહાય દ્રવ્ય નથી. આમ અહીં એક શબ્દનો અર્થ અસહાય વિવક્ષિત છે. ભાષ્યમાં દ્રવ્ય શબ્દના પ્રયોગનું પ્રયોજન ભાષ્યમાં શબ્દ પછી દ્રવ્ય શબ્દ છે તે દ્રવ્યનું લક્ષણ પૂ. સૂત્રકાર મ. આગળ ‘મુળપર્યાયવત્ દ્રવ્યમ્’(પૂ. રૂ૭)માં કહેશે. અહીં આ ભાષ્યમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે તે મુક્તાત્માની જેમ સ્વમાં રહેલા ધર્મનાં પરિણામની પ્રાપ્તિ જણાવવા માટે છે. અર્થાત્ મુક્તાત્મા દ્રવ્ય છે તો તે ગુણપર્યાયવાળું છે. કેમ કે ગુણપર્યાયવાળું દ્રવ્ય હોય છે. આમ કહેવાથી ધર્માદિ દ્રવ્યોમાં રહેલા ધર્મનાં પરિણામોની પ્રાપ્તિનું આપાદન કરાય છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ આદિવાળાં છે. ઉત્પાદાદિ પરિણામો ધર્માદિમાં મનાય તો જ તેઓ ગુણપર્યાયવાળા બને અને તેમાં દ્રવ્યનું લક્ષણ ઘટી શકે. જો ધર્માદિમાં ગુણ-પર્યાય ન મનાય તો તે દ્રવ્ય જ બની શકે નહીં. પણ આકાશકુસુમની જેમ અસત્ થઈ જશે. ‘વ’ કારથી નિયમની પ્રાપ્તિ અને તેનું ફળ ભાષ્યમાં દ્રવ્યાળિ પછી વ લખેલા છે. તે Ç કાર -‘જ' કાર નિયમ કરે છે કેધર્મથી લઈને આકાશ સુધીનાં દ્રવ્યો એક જ છે. કેમ કે તેમના સમાન જાતિવાળા દ્રવ્યનો અભાવ છે. ૧. અસહાય-અસમાન. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૬ આ રીતે “પવ'થી ધર્માદિ દ્રવ્યો એક જ છે આવો નિયમ થયો એટલે તેનાથી ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. તે બતાવતાં પૂ ભાષ્યકાર મ. કહે છે કે “પુગલ અને જીવો અનેક દ્રવ્ય હોય છે. “પુતિનીવાસ્તુ અનેવ્યાનીતિ | આમ “વ' કારથી ધર્માદિ પ્રત્યેક ત્રણ દ્રવ્યો એક જ છે આવો નિયમ થયો અને પુદ્ગલ અને જીવો અનેક છે આવા ઈષ્ટ અર્થની સિદ્ધિ થઈ. આ તેનું ફળ છે. ભાષ્યમાં રહેલા તુની સાર્થકતા પુનિનીવાતુ અનેકવ્યાજિ' આમાં જે તુ લગાવેલો છે તે “તુ ધર્માદિ દ્રવ્યોથી પુદ્ગલ અને જીવને જુદા પાડે છે. એટલે કે પુદ્ગલ અને જીવો અનેક દ્રવ્ય છે. આમ ‘તુ' શબ્દ દ્વારા સંભાવના કરીને “પુદ્ગલ અને જીવો અનેક છે'. આમ “અનેક' વિશેષણથી પુદ્ગલ અને જીવને વિશિષ્ટ કરાય છે. આ “શબ્દની સાર્થકતા છે. ભાષ્યમાં “ત્તિ શબ્દ કારણ કે અર્થમાં છે. તેથી આવો અર્થ થાય “કારણ કે પુદ્ગલ અને જીવનું તુલ્ય જાતિવાળું બહુપણું છે અર્થાત્ પુદ્ગલ અને જીવના સમાન જાતિવાળાં ઘણાં દ્રવ્યો છે તેથી પરમાણુથી લઈને અનંત પરમાણુના સ્કંધ સુધીનાં પુદ્ગલ અનેક દ્રવ્યો છે. તેવી રીતે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય આમ જીવો અનેક દ્વિવ્યો છે. પૂર્વ સૂત્રમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો એક એક છે. આવી તેમાં વિશેષતા બતાવી. હજી પણ આ ત્રણ દ્રવ્યોમાં જ વિશેષતા બતાવવા માટે આ સૂત્રરચના છે. નિરિયાળિ ૨ | -૬ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો ક્રિયા(ગતિ)થી રહિત ોય છે. ભાષ્યની અવતરણિકા ટીકા : ઉપર જણાવ્યા મુજબ હજી પણ ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં વિશેષતા બતાવતી આ સૂત્રરચના છે. અથવા પહેલા જેમ અરૂપીત્વ અને એક દ્રવ્યત્વ એ બંને વિભાગ કરીને કહ્યું તેવી રીતે આ નિષ્ક્રિયત્ન પણ વિભાગ કરીને કહે છે. હવે પૂ. ભાષ્યકાર મ. ‘ નિયન ર આ સૂત્રમાં જે “ર છે તેનો અર્થ કહે છે. ભાષ્ય –ધર્મથી લઈને આકાશ સુધીનાં જ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. વળી પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે. અહીં ક્રિયાથી ગતિ ક્રિયા લેવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ તત્ત્વાર્થ સૂત્ર ભાષ્યકાર ‘='થી ધર્માદિ કેવી રીતે બતાવ્યા ? આવી શંકા અને તેનું સમાધાન અહીં એક પ્રશ્ન થાય છે કે પૂ. ભાષ્યકાર મ. આવા પ્રકારનું ભાષ્ય લાવ્યા ક્યાંથી ? સૂત્રમાં નિષ્ક્રિયની વાત છે ત્યાં ‘આકાશ સુધીના જ ધર્માદિ' આ કેવી રીતે ગોઠવ્યું ? તેનું સમાધાન એ જ છે કે આવી પૂર્વના સૂત્રમાં ‘આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે.’ આ વાત કરી ત્યાં ‘આકાશ સુધીના’ કહેવાથી ધર્મ, અધર્મને આકાશ સામર્થ્યથી પ્રાપ્ત થયાં હતાં. તે જ ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યો આ સૂત્રમાં જે 'વ' મૂક્યો છે તેનાથી અહીં પ્રાપ્ત થાય છે. અર્થાત્ ‘ચ’થી આકાશ સુધીનાં દ્રવ્યોનું અનુકર્ષણ થાય છે. આમ સૂત્રમાં રહેલ ઘનો અર્થ ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યો છે તેને જ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં જણાવતાં કહ્યું કે ‘આકાશ સુધીનાં જ ધર્માદિ દ્રવ્યો નિષ્ક્રિય છે.' આ રીતે ‘વ’નો જે અર્થ છે તે જ પૂ. ભાષ્યકાર મ. બતાવ્યો છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. નિષ્ક્રિય એટલે શું ? નિષ્ક્રિય એટલે ક્રિયાથી રહિત. (અહીં ક્રિયાથી ગતિક્રિયા લેવાની છે.) ધર્માદિથી આકાશ સુધીનાં દ્રવ્યો ગતિક્રિયાથી રહિત છે માટે નિષ્ક્રિય કહેવાય છે. અપરના મતે ક્રિયાની વ્યાખ્યા ‘રળ જિયા'. આ વ્યુત્પત્તિ દ્વારા ૢ ધાતુને ભાવમાં ૬ અને વ્ય પ્રત્યય લાગતા ‘જિયા’ શબ્દ બન્યો છે. એટલે ‘કરાય તે ક્રિયા’ અર્થાત્ ક્રિયા એટલે ભાવ. તે આકારથી દ્રવ્યનો ભાવ અર્થાત્ પર્યાય વડે દ્રવ્યનું થવું તે ક્રિયા છે. આ ક્રિયા ધર્માદિ દ્રવ્યોમાં નથી, જેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ દ્રવ્યો અતિશય પ્રાપ્ત કર્યા વગરનાં જ હંમેશા પૂર્વ અવસ્થા અને અપર અવસ્થાના ભેદને છોડતાં જ દેખાય છે. મતલબ આ ત્રણ દ્રવ્યોમાં એવો કોઈ અતિશય પેદા નથી થતો કે જેથી આ ધર્માસ્તિકાયની પૂર્વ અવસ્થા અને આ ધર્માસ્તિકાયની પછીની અવસ્થા આવો ભેદ પડે. આ ત્રણ દ્રવ્યોમાં કોઈ ફેરફાર થતો નથી માટે જ પૂર્વ-અપર અવસ્થાના ભેદ વગરનાં જ આ દ્રવ્યો દેખાય છે. દા. ત. જેમ ઘટની પૂર્વ અવસ્થા મૃત્ પિંડ છે અને અપર અવસ્થા ઘટના ટુકડા છે તેવું ધર્માદિ દ્રવ્યોમાં નથી. આવા ધર્માદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. અપરે કરેલ વ્યાખ્યા સિદ્ધાંત-વિરોધિની છે. કરવું તે ક્રિયા એટલે કે દ્રવ્યનો તે આકારે ભાવ અર્થાત્ પર્યાયરૂપે દ્રવ્યનું થવું તે ક્રિયા, અને આવી ક્રિયાથી રહિત તે નિષ્ક્રિય. આવી અપરે ક્રિયાની વ્યાખ્યા કરી તેથી તો ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ અને વ્યયથી યુક્ત નહીં બને કેવલ ધ્રૌવ્યથી યુક્ત બનશે. માટે ક્રિયાની આવી વ્યાખ્યા કરવી તે તો અપસિદ્ધાન્ત છે. સિદ્ધાંતને નહીં જાણનારાઓ આવી વ્યાખ્યા કરે છે. કેમ કે જે સત્ છે તે સર્વ બધા જ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ધર્મરૂપ વ્યવસ્થાને ઓળંગતા નથી. એટલે કે સત્ તે જ કહેવાય કે છે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય. આવો સિદ્ધાંત છે. જ્યારે Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૬ ૬૩ અપરની વ્યાખ્યાથી ધર્માદિ ઉત્પાદ-વ્યયથી યુક્ત બનતા નથી માટે તેમની વ્યાખ્યા સિદ્ધાંત વિરોધીની છે. ઉત્પાદાદિ ન મનાય તો ધર્માદિ અસત્ થશે. સિદ્ધાંત પ્રમાણે સર્વ સતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મરૂપ વ્યવસ્થાને ઓળંગતા નથી. આ ધર્માદિ દ્રવ્યો પણ સત્તાને ઓળંગતાં નથી એ સિદ્ધ થયું. હવે જો ધર્માદિ દ્રવ્યો પણ સત્તાને ઓળંગતાં નથી તો જીવોની જેમ ધર્માદિ દ્રવ્યો પણ ઉત્પાદ, વિગમ રૂપ ક્રિયાથી યુક્ત હોવાં જોઈએ. એટલે ધર્માદિ દ્રવ્યોમાં પણ ઉત્પાદ અને વ્યયરૂપ ક્રિયા સ્વીકારવી જ પડશે. જો ધર્માદિ દ્રવ્યોમાં સત્ત્વ નહીં સ્વીકારો તો ધર્માદિ દ્રવ્યોમાં દ્રવ્યપણાની હાનિ આવશે અને આકાશકુસુમની જેમ અસત્ થશે. વળી ત્રિપદીરૂપ સિદ્ધાંતના વિનાશની આપત્તિ ખુદ ભગવાને પણ પહેલેથી જ ગણધર ભગવંતોને સકલ વસ્તુનો સંગ્રહ કરનારા હોવાથી ત્રણ પ્રશ્ન વડે જ પ્રવચનનો અર્થ પૂતિ વા, વિખેતિ વા, ધુતિ વા' આ ત્રિપદીરૂપ કહ્યો છે. અર્થાત્ ત્રિપદી સકલ વસ્તુનો સંગ્રહ કરી લે છે. આથી જ ગણધર ભગવાને ત્રણ પ્રશ્ન પૂક્યા તેના જવાબમાં ભગવાને પહેલા જ ત્રિપદીરૂપ દ્વાદશાંગ પ્રવચનનો આ અર્થ કહ્યો છે કે સર્વ વસ્તુ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને સ્થિર રહે છે. હવે જો ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય ન સ્વીકારાય તો ખુદ ભગવાને કહેલ આ ત્રિપદીરૂપ બધું વિનાશ પામી જાય. અર્થાત ત્રિપદીરૂપ વ્યવસ્થા રહે નહીં. માટે ધર્માદિ દ્રવ્યોમાં સત્ત્વ સ્વીકારવું જ પડશે અને સત્ત્વ ત્યારે જ બની શકે કે તેમાં ઉત્પાદાદિ ક્રિયાનો સ્વીકાર થાય. ધમદિ દ્રવ્યમાં ઉત્પાદાદિ ક્રિયાનું અનુમાન ધર્માદિ દ્રવ્યો દ્રવ્ય છે એટલે સતુ છે જ. આથી હેતુવાદીઓતાર્કિકો મુક્તાત્માની જેમ ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય અને સ્થિતિમત્ત્વનું અનુમાન કરે છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત છે આવું અનુમાન કરે છે. બદ્રિવ્ય (પણ), ડા-ચય-fથતિમતિ (સાધ્ય) ટચત્વનું 0િ મુજ્જાત્મવત્ (ઉદાહરણ) જેમ મુક્તાત્મા દ્રવ્ય છે તો તે ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત છે તેમ ધર્માદિ પણ દ્રવ્ય છે માટે ઉત્પાદ, વ્યય અને સ્થિતિથી યુક્ત હોવા જોઈએ. આ પ્રમાણે તાર્કિક અનુમાન કરે છે. ઉક્ત અનુમાનમાં વિશેષાવશ્યકનું પ્રમાણ આપણા આ અનુમાનમાં સિદ્ધાંતનું હાર્દ જેમને પ્રાપ્ત થયું છે તેવા વિશેષાવશ્યકના કર્તા પૂ. જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મ.નું પ્રમાણ છે. જેઓએ નમસ્કારની નિયુક્તિમાં શબ્દનું અનિત્યત્વ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી દ્રવ્યો ઉત્પાદ-વ્યય અને સ્થિતિવાળાં છે એના માટે અનુમાન કરતી ગાથાઓ મૂકી છે તે આ પ્રમાણે Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર अवगाहणादओ' नणु गुणत्तओ चेव पत्तधम्मव्व । उप्पादादिसभावा वह जीवगुणानि को दोसो ? ॥ २८२१ ॥ अवगाढारं च विणा कत्तोऽवगाहोत्ति तेण संजोगो । उप्पत्ती सोऽवस्सं गच्चुवकारादओ चेवं ॥२८२२॥ ण य पज्जयतो भिण्णं दव्वमिहेगं ततो जतो तेण ।' तण्णासंमि कहं वा नभादओ सव्वहा णिच्चा ॥२८२३।। આ ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે છે – અવગાહના વગેરે ગુણ છે. જેમ પાંદડામાં નીલતા એ ગુણ છે, અને ગુણ હોવાથી અનિત્ય છે તેમ આકાશનો અવગાહ પણ ગુણ હોવાથી અનિત્ય છે. આકાશનું સ્વલક્ષણ–પોતાનું લક્ષણ અવગાહરૂપ ઉપકાર છે, અને તે અવગાહરૂપ ઉપકાર અવગાહક જીવ વગેરે સિવાય પ્રગટ થતો નથી માટે અવગાહી જીવાદિનો આકાશ સાથે જે સંયોગ છે તે જ અવગાહ છે, અને સંયોગ તો ઉત્પન્ન થનાર છે. જેમ બે આંગળીનો સંયોગ જોડાતી બે આંગળીથી પેદા થાય છે તેમ સંયોગ પામતી વસ્તુઓથી જ સંયોગ પેદા થાય છે એટલે સંયોગ ઉત્પાદવાળો છે. વળી જેવી રીતે અવગાહ એ આકાશનો ઉપકાર છે તેવી રીતે ગતિ એ ધર્માસ્તિકાયનો ઉપકાર છે અને સ્થિતિ એ અધર્માસ્તિકાયનો ઉપકાર છે, અને અવગાહ જેમ અવગાહી જીવાદિનો આકાશ સાથે સંયોગ છે તે જ અવગાહ છે તેવી રીતે ગતિ અને સ્થિતિ પણ ગતિવાળા અને સ્થિતિવાળા દ્રવ્યનો ધર્મ અને અધર્મ સાથે જે સંયોગ છે તે જ છે. એટલે અવગાહની જેમ ગતિ અને સ્થિતિ પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે. કેમ કે ગતિવાળું દ્રવ્ય હોય અને તે દ્રવ્યનો ધર્માસ્તિકાયની સાથે સંયોગ થાય ત્યારે ધર્માસ્તિકાયગતિમાં ઉપકારક બને છે એવી રીતે સ્થિતિવાળા દ્રવ્યનો અધર્માસ્તિકાયની સાથે સંયોગ થાય ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક अवगाहणातयो णणु इत्यादि । एष साध्यधर्मशुन्यो दृष्टान्तः, यस्मान्नभोऽवगाहोऽप्यनित्य एव, गुणत्वात, पत्रधर्मनीलतादिवत् । एवं जीवगुणा अपि ज्ञानदर्शनादयः सर्वे उत्पाद-विगम-ध्रुवस्वभावा इति ॥३३५१।। अवगाढारं च विणा । नभसोऽवगाह: स्वलक्षणमुपकारः । स चावगाढारमन्तरेण-जीवं पुद्गलं वा-नाभिव्यज्यत इति । अथवाऽवगाह(ढ)जीवादिसंयोगमात्रमवगाह इति सिद्धम् । संयोगश्चोत्पादी, संयुज्यमानवस्तुजन्यत्वात्, ह्यङ्गलसंयोगवत् । यथा चाऽवगाह आकाशस्य, एवं गतिस्थित्युपकारादयोऽपि धर्मादीनां गतिमदादिद्रव्यसंयोगत्वात् तदुत्पादादिस्वभावा इति ॥३३५२॥ ण य पज्जयतो भिण्णं । न हि पर्यायात्मीयात् किञ्चिद् द्रव्यमेकान्तभिन्नमुपलभ्यते यत् सम्भाव्येत तस्मिन् पर्याये विनिर्गतेऽप्यविनि(न)ष्टमेकान्ताविकृतं नित्यत्वमिति । यतस्त पर्यायादनन्यद द्रव्यम ततस्तत्पर्यायनाशे तेनात्मना तद् द्रव्यं नश्येत्, नान्यपर्यायात्मना, अनेकपर्यायानन्त(न्य)रूपत्वाद् एकेनात्मना नश्यति, अन्येनात्मनोत्पद्यते अन्येनात्मना ध्रुवमिति बहुत्वादात्मनामेकस्य वस्तुन इति । तस्मात् कथमिव एकान्तेन आकाशादयो नित्याः પ્રતિપનું સવા રૂતિ ? રૂરૂા . विशेषावश्यकभाष्य कोट्यार्यवादिगणिकृत तृतीयो भागः पृ० ६५३ Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૬ ૬૫ બને છે. આથી અવગાહની જેમ ધર્મ અને અધર્મના ગતિ, સ્થિતિ, ઉપકાર, ગતિ અને સ્થિતિવાળા દ્રવ્યના સંયોગમાત્ર હોવાથી તે પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે. આ રીતે ધર્માદિમાં ઉત્પાદાદિના અનુમાનમાં પૂ. જિનભદ્રગણીક્ષમાશ્રમણ મ.ની ગાથાઓ પ્રમાણરૂપ છે. તો ધર્માદિને નિષ્ક્રિય કેમ કહો છો? ઉપર મુજબ અનુમાનથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયમાં ઉત્પાદાદિ છે એવું સિદ્ધ થાય છે. અહીં એક પ્રશ્ન થાય છે કે ધર્માદિ ત્રણે ઉત્પાદાદિ સ્વભાવવાળા છે જ તો પછી ધર્માદિ દ્રવ્યોને નિષ્ક્રિય શા માટે કહો છો ? ઉત્પાદાદિ ક્રિયા તો છે જ પછી નિષ્ક્રિય કેવી રીતે કહેવાય ? ગતિક્રિયાથી ધર્માદિ નિષ્ક્રિય છે. આ પ્રશ્નના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ફરમાવે છે કે પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે. અહીં ક્રિયાથી સામાન્ય ક્રિયા લેવાની નથી પણ ક્રિયાવિશેષ લેવાની છે અને તે વિશેષ ક્રિયા ગતિક્રિયા લેવાની છે. મતલબ પુદ્ગલ અને જીવમાં જે દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થાત્ એક જગા છોડી બીજી જગા લેવારૂપ જે વિશેષ ક્રિયા છે તેનો અહીં નિષેધ કરાય છે, પરંતુ ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાનો નિષેધ કરાતો નથી. એટલે ધર્માદિને નિષ્ક્રિય કહીએ છીએ તે ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાને લઈને નહીં પરંતુ ગતિ ક્રિયારૂપ વિશેષ ક્રિયાને લઈને કહીએ છીએ. ધર્માદિમાં ગતિ-ક્રિયા નથી માટે તે નિષ્ક્રિય છે. પુદ્ગલ અને જીવ જ ગતિ ક્રિયાવાળા છે ધર્માદિ તો ગતિ કરતા જીવાદિને ગતિ આદિમાં સહાય કરે છે પરંતુ તેઓમાં ગતિક્રિયા નથી. જ્યારે પુદ્ગલો અને જીવો તો અમુક દેશથી બીજા દેશને પ્રાપ્ત થતા દેખાય છે. અર્થાત્ દડો આપણે અહીંથી ફેંક્યો, સામાએ તે ઝીલ્યો તો તે પુગલ એક જગાથી બીજા જગાએ ગયેલ દેખાય છે તેવી રીતે જીવ પણ સવારે ઘરે, બપોરે સ્કૂલમાં એવી રીતે એક દેશથી બીજા દેશમાં પ્રાપ્ત થયેલ દેખાય છે. માટે પુદ્ગલ અને જીવ આ બે જ દ્રવ્ય ગતિક્રિયાવાળા છે અર્થાત્ આ બે દ્રવ્ય જ ક્રિયાવાળા છે, બાકીનાં દ્રવ્યો નિષ્ક્રિય છે. “નિયિ ' શબ્દમાં તો ક્રિયા શબ્દ છે તો ગતિ કર્મ અર્થ કેવી રીતે કર્યો ? સૂત્રમાં તો “નિષ્ક્રિય” શબ્દ છે અને પૂ. ભાષ્યકાર મ. તો “ગતિક્રિયા' કહ્યું. “ક્રિયા” શબ્દને બદલે “ગતિક્રિયા કેવી રીતે કહ્યું. “ગતિક્રિયા કેવી રીતે લાવ્યા? અહીં આપણે દેશાંતરપ્રાપ્તિરૂપ ક્રિયાથી રહિત હોવાથી નિષ્ક્રિય કહીએ છીએ. તો આ દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થમાં પ્રસિદ્ધ મ્ ધાતુ છે. તેથી આ જ અર્થને દેશાંતરપ્રાપ્તિરૂપ અર્થમાં પ્રસિદ્ધ બીજા જ ધાતુ વડે પ્રકાશ કરતાં કહે છે કે અહીં ક્રિયા શબ્દથી કહેવાને ઈષ્ટ વિશિષ્ટ ગતિક્રિયા જ છે પણ સામાન્ય ક્રિયા નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ६६ તત્ત્વાર્થ સૂત્ર એટલે ગતિ વિશિષ્ટ ક્રિયાનો જ ધર્માદિ દ્રવ્યોમાં નિષેધ કરાય છે અને તેથી જ નિષ્ક્રિય શબ્દમાં ક્રિયા’ શબ્દ છે. છતાં પૂ. ભાષ્યકાર મ. “તિ' અર્થાત “નતિવિયા' આવો શબ્દપ્રયોગ કર્યો છે. ધર્માદિમાં ગતિક્રિયા કેમ નથી ? ધર્માદિમાં ગતિક્રિયા નથી આથી તે નિષ્ક્રિય છે. આ વાત તો બરાબર સમજાઈ ગઈ પણ એક એ જ નથી સમજાતું કે તે દ્રવ્યોમાં ગતિક્રિયા કેમ નથી. શા માટે તે દ્રવ્યો ગતિ ન કરે? આ ન સમજાતી વાત માટે એટલું જ કહેવાનું છે કે આ ધર્માદિ દ્રવ્યો પહેલા જે પ્રદેશોમાં રહેલાં છે ત્યાંથી બીજા પ્રદેશમાં જવા માટે ઉત્સાહ વગરનાં છે. અર્થાત અનાદિ કાળથી ધર્માદિ દ્રવ્યોની જે આકાશપ્રદેશમાં અવગાહના છે તે આકાશપ્રદેશથી છૂટા પડી બીજા આકાશપ્રદેશમાં તે જતાં જ નથી. ત્યાંને ત્યાં જ રહે છે. તેમનામાં એવો કોઈ અતિશય પ્રાપ્ત થતો જ નથી કે જેથી એક સ્થળેથી બીજે સ્થળે જાય. આથી ધર્માદિ દ્રવ્યો ગતિરૂપ ક્રિયાના આધાર કેવી રીતે બને ? તેમનામાં ઉત્સાહ-અતિશય જ પેદા નથી થતો તો કેવી રીતે ગતિક્રિયા થાય? કેવી રીતે તે દ્રવ્યો ગતિ કરે ? તેથી ધર્માદિ દ્રવ્યો નિષ્ક્રિય છે. આ જ દર્શન નિરવદ્ય નિર્દષ્ટ છે. ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં એકદ્રવ્યત્વ અને નિષ્ક્રિયત્વ અર્થાત આ ત્રણ દ્રવ્યો એક એક છે અને નિષ્ક્રિય છે. આ રીતે વિશેષતા બતાવી. હવે પ્રસ્તુત ધર્માદિ સમસ્ત અર્થાત્ પાંચે દ્રવ્યોના પ્રદેશ અને અવયવની સંખ્યા બતાવવા માટે પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય રચે છે. ભાષ્ય :- આ ગ્રંથમાં તમે પહેલા સૂત્રના ભાગ્યમાં “પ્રદેશ અને અવયવનું બહુત્વ તેનું નામ કાય' અર્થાત્ ઘણા પ્રદેશો અને અવયવો હોય તેને કાય કહેવાય એમ કહ્યું હતું તો તે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશ અંગે અવયવનો કયો નિયમ છે? શું તેની ચોક્કસ સંખ્યા છે ? આ પ્રશ્નનો જવાબ અપાય છે. ટીકા - આગળના સૂત્રની સાથે સંબંધ કરતા પૂ. ભાષ્યકાર મ. આ પ્રશ્નાત્મક ભાષ્યની રચના કરી છે. આ ભાષ્યમાં ‘તમે પહેલાં કહ્યું હતું.' ઇત્યાદિ ભાષ્યવાક્ય વડે પૂર્વની સાથે સંબંધ કરતાં ક્યું છે કે પ્રદેશ અને અવયવોની સંખ્યાવિષયક પ્રશ્ન આ અધ્યાયના પહેલા સૂત્રમાં “મનીવાયા:' કહ્યું છે ત્યાં “વાય શબ્દના ગ્રહણ પ્રયોજનમાં જણાવ્યું હતું કે “પ્રદેશ અને અવયવના બહુત્વ માટે કાય શબ્દનું ગ્રહણ છે.” તેથી જિજ્ઞાસા થાય છે કે ધર્માસ્તિકાયથી લઈને જીવાસ્તિકાય સુધીનાં સર્વ દ્રવ્યોમાં પ્રદેશ અને અવયવનો કયો નિયમ છે ? આ દરેક દ્રવ્યોના કેટલા પ્રદેશો છે? કેટલા અવયવો છે ? તેનો १. अमूर्तेष्ववयवव्यवहारो दुर्घटः, मूर्तेषु चान्त्यावयवेषु परमाणुषु प्रदेशव्यवहार इत्यभिप्रायः । श्री हारिभ० पृ० २१५ Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૬ શું નિયમ છે ? આમ દ્રવ્યોના પ્રદેશ અને અવયવો માટે પ્રશ્ન થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘મોતે’ આ પંક્તિ દ્વારા કહી રહ્યા છે કે ‘હું આગમથી આ પ્રશ્નનો જવાબ આપું છું.' આમ કહીને પૂ. ભાષ્યકાર મ. પ્રશ્નાત્મક ભાષ્યની જેમ હવે તેના જવાબમાં ઉત્તરાત્મક ભાષ્ય રચે છે. ૬૭ જો કે તે પહેલાં આપણે પ્રશ્નકારનો અભિપ્રાય શું. છે તે જાણી લઈએ. કેમ કે પૂ. ભાષ્યકાર મ. તો પ્રશ્નકારનો પ્રશ્ન ભાષ્યમાં બતાવ્યો પણ તેનો અભિપ્રાય શું છે તે બતાવ્યું નથી. પ્રશ્નકારનો અભિપ્રાય પૂ. ભાષ્યકાર મ. જણાવ્યું હતું કે ‘પ્રદેશ અને અવયવનું બહુત્વ બતાવતા માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે તો ‘કાય’ શબ્દનો પ્રયોગ તો ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ બધાં દ્રવ્યની સાથે છે તો શું આ દરેક દ્રવ્યોના પ્રદેશ અને અવયવો છે ? જોકે અમૂર્ત એવા ધર્માદિ દ્રવ્યોમાં અને અંત્ય ભેદ અવસ્થાવાળા અર્થાત્ એકલા પરમાણુઓ કે જે મૂર્ત છે તેમાં પણ અવયવનો વ્યવહાર તો નથી. કારણ કે અવયવનો વ્યવહાર તો મૂર્ત દ્રવ્યોમાં જ પ્રતીત થાય છે. આથી પ્રશ્ન થાય છે કે અમૂર્ત દ્રવ્ય અને પરમાણુઓના કયા અવયવો ? કયા દ્રવ્યના કેટલા પ્રદેશો છે ? કેટલા અવયવો છે ? આ રીતે અમૂર્ત ધર્માદિ દ્રવ્યો અને મૂર્ત એવા પરમાણુમાં પણ અવયવનો વ્યવહાર નથી તો ત્યાં કેવી રીતે સમજવું ? આ પ્રશ્નકારનો અભિપ્રાય છે. આ પ્રશ્નના જવાબરૂપે ભાષ્યકાર મ. ભાષ્યની રચના કરી રહ્યા છે. તે આ પ્રમાણે ભાષ્ય ઃ- પરમાણુને છોડીને બધાં દ્રવ્યોના પ્રદેશો હોય છે. અવયવો તો સ્કંધોના જ હોય છે. કારણ કે આગળ કહેવાશે કે પુદ્ગલના બે ભેદ છે “અણુઓ અને સ્કંધો” અને સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી ઉત્પન્ન થાય છે. (અધ્યાય ૫, સૂ. ૨૫, ૨૬) મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોના પ્રદેશો હોય છે. ટીકા :પ્રદેશ શબ્દની વ્યુત્પત્તિ ‘સંવ્યવહાર માટે બતાવાય તે પ્રદેશો છે.' સારી રીતે વ્યવહાર માટે બતાવાય તે પ્રદેશો કહેવાય છે. પ્રદેશનું પરિમાણ આ દ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ અને જીવોના પ્રદેશો દ્રવ્ય પરમાણુના જેવડા છે. ૧. धर्मादीनां प्रदेशाः सन्निकृष्टा देशाः प्रदेशा इति कृत्वा, परमाणोरित्येतत् प्राप्तेऽन्यत आह- अन्यत्र परमाणोः परमाणुं मुक्त्वा, द्रव्यतोऽशक्यभेदस्य परमाणुत्वात् समानजातीयप्रदेशप्रतिषेधोऽयं... हारिभ० पृ० २१५. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્ત્વાર્થ સૂત્ર આમાં પ્રમાણ આમાં આકાશપ્રદેશનું પ્રમાણ આપતાં જેમ કહ્યું છે કે. નિરવયવ એવો આકાશનો જે દેશ-ભાગ છે તે ક્ષેત્રપ્રદેશ છે. આ પ્રમાણે જોવાયેલું છે.' આ પ્રમાણ આપીને સમજાવે છે કે દ્રવ્ય પરમાણુ એક આકાશપ્રદેશ-ક્ષેત્ર પ્રદેશમાં રહે છે એટલે દ્રવ્ય પરમાણુના જેવડા જ આકાશના એક એક પ્રદેશ છે. ક્ષેત્રપ્રદેશના ઉપલક્ષણથી ધર્માદિ દ્રવ્યોના પ્રદેશનો પરિચય આ રીતે આકાશપ્રદેશનો પરિચય આપીને તેના ઉપલક્ષણથી ધર્મ-અધર્મ-આકાશ અને જીવના પ્રદેશોનો પણ પરિચય આપી દીધો. અર્થાતુ આકાશનો નિરવયવ દેશ તે ક્ષેત્રપ્રદેશ છે તેવી જ રીતે ધર્માસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે, અધર્માસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે, જીવાસ્તિકાયનો નિરવયવ દેશ તે પ્રદેશ છે આ રીતે સમજી લેવું. આ રીતે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ અમૂર્ત દ્રવ્યોના નિરવયવ દેશ તે પ્રદેશ છે. આમ આપણે જોઈ ગયા કે ધર્માદિ અમૂર્ત દ્રવ્યોના પ્રદેશના અને પરમાણુરૂપ મૂર્ત દ્રવ્યના પ્રદેશ પરિમાણમાં કશો ફરક નથી. ધર્માદિ અમૂર્ત દ્રવ્યોના પ્રદેશ અને દ્રવ્ય પરમાણુનું પરિમાણ સરખું છે. - હવે બધાં દ્રવ્યોના પ્રદેશનો પરિચય કરીએ તો ધર્માદિ ચાર અમૂર્ત દ્રવ્યોના તો નિરવયવ દેશ છે તે પ્રદેશ છે એટલે ચારે દ્રવ્યોના પ્રદેશનો પરિચય સમાન છે પરંતુ મૂર્ત એવા પુદ્ગલ દ્રવ્યના પ્રદેશના પરિચય કંઈક જુદો છે એટલે આપણે હવે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશનો પરિચય કરશું. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશનો પરિચય પુદ્ગલ દ્રવ્યનો નિરંશ એવો દ્રવ્યરૂપે જે દેશ છે તે પ્રદેશ છે. પરંતુ તે પ્રદેશરૂપ પરમાણુનો બીજો પ્રદેશ ભાગ હોતો નથી. ભાષ્યમાં પરમાણુને છોડીને કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આમ પુદ્ગલ દ્રવ્યનો પ્રદેશ એ નિરંશ એવો જે દ્રવ્ય પરમાણુ છે તે જ છે અને તે પરમાણુને બીજો પ્રદેશ હોતો નથી. આથી જ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં “પરમાણુને છોડીને કહ્યું છે. મતલબ પરમાણુ સિવાય દરેક દ્રવ્યોના પ્રદેશો હોય છે. આ સ્પષ્ટ સમજાય છે. ભાષ્યકારે પરમાણુને છોડીને કેમ કહ્યું? તેનો ખુલાસો પૂ. ભાષ્યકાર મ. પ્રદેશ શબ્દથી વાચ્ય દ્રવ્યાંશને મનમાં રાખીને “પરમાણુ સિવાય દ્રવ્યના પ્રદેશો છે એમ કહ્યું છે પણ રૂપાદિ જે પર્યાયાંશ છે તેને લઈને કહ્યું નથી. કારણ કે Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૬ ૬૯ ગ્રન્થકારે જ પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે-“પ્રદેશ વગરનો પરમાણુ વર્ણાદિ ગુણોથી ભજનીય છે.” અર્થાત દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશી છે પણ વર્ણાદિ ગુણોની અપેક્ષાએ સપ્રદેશ છે. આમ અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે. અહીં તો દ્રવ્યાંશને લઈને પરમાણુને છોડીને કહ્યું છે. એ સ્પષ્ટ સમજાઈ જાય છે. અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે પણ અવયવ ન હોઈ શકે પરમાણુમાં રહેલા રૂપાદિ એ પરમાણુના પ્રદેશ કહેવાય તેથી આ અપેક્ષાએ અર્થાત વર્ણાદિ ગુણોથી પરમાણુ સંપ્રદેશી કહેવાય છે એટલે અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે. આથી જ પ્રદેશ અને અવયવનો ભેદ છે. અને એટલે જ અપેક્ષાએ પરમાણુને પ્રદેશો હોઈ શકે છે પણ અવયવો તો હોતા જ નથી. પ્રદેશ અને અવયવની ઓળખાણ જે કોઈ પણ કાળે વસ્તુથી ભિન્ન પ્રાપ્ત ન થાય તે પ્રદેશો છે. જ છૂટા પડેલા અને નિયત આકારવાળા બુદ્ધિમાં આવી શકે છે તે અવયવો છે. અવયવો સ્કંધોમાં જ હોય છે. ભાષ્યમાં “અવયવસ્તુ'માં તુ શબ્દ વિશેષતા બતાવે છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે કે વિગ્નસા અને પ્રયોગથી જુદા કરાય તે અવયવો છે. અને તે અવયવો ચણક આદિ ક્રમવાળા તથા રૂપાદિ ભેદને ઓળંગ્યા નથી એવા સ્કંધોના જ હોય છે. અર્થાત્ અવયવો એવા સ્કંધોના જ હોય છે કે રૂપાદિ જેનામાં હોય છે. તેવા સ્કંધોના જ અવયવો હોય છે પણ રૂપાદિ વિહીન જે द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशकाः स्कन्धाः । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥२०८।। द्वयादिप्रदेशभाजः स्कन्धाः-संघाताः एकट्यणुकप्रभृतयः द्वयोरण्वोः त्रयाणां वा इत्यादि प्रारब्धाः यावत् अनन्तप्रदेशाः सर्वे स्कन्धाः परमाणुस्तु न स्कन्धशब्दाभिधेयोऽप्रदेशत्वात् नहि तस्य द्रव्यप्रदेशाः सन्ति अन्ये, स्वयमेवाऽसौ प्रदेशः प्रकृष्टो देशोऽवयवः, प्रदेशः न ततः परं अन्यः सूक्ष्मतमोऽस्ति पुद्गलः द्रव्यप्रदेशः । શંકા :- અહીં પ્રદેશ અને અવયવોનો વિચાર કર્યો તેથી પગલના આપણે ત્યાં ચાર ભેદ કહેવાય છે તે ચાર ભેદ નહીં થાય પણ સ્કંધ, પ્રદેશ અને અવયવ આમ ત્રણ ભેદ થશે. સમાધાન :- આ શંકાના સમાધાનમાં સમજવું કે તત્ત્વથી સ્પષ્ટપણે પ્રાપ્ત થતા સ્નેહાદિથી થયેલ જે સંયોગ અને વિભાગને ભજનારા અંશો છે તે અવયવો છે જેના વડે દ્રવ્ય અન્ય કરાય છે અથવા થાય -- છે. આ પ્રક્રિયા સ્કંધોમાં જ હોય છે. એટલે કે અવયવો કહો કે અંશો કહો. આ અંશોને અવયવો કહો કે દેશ કહે એક જ છે. તેથી પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ ચાર ભેદ પ્રસિદ્ધ થઈ જશે. અહીં તત્ત્વાર્થકારે અવયવનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે બીજાઓમાં દેશની પ્રસિદ્ધિ નથી, અવયવ પ્રસિદ્ધ છે. માટે અહીં સ્કંધના દેશ આ પ્રમાણે નહીં કહેતાં અવયવો કહ્યા છે. તત્ત્વાર્થસૂત્ર, મુદ્રિત ટિપ્પણીમાં પૃ૩૨૮ अवयवास्तु विसकलितभेदवृत्तयः स्कन्धानामेवानन्तानन्तप्रदेशकान्तानां....हारिभ० पृ० २१५ રૂ. Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ધર્માસ્તિકાયાદિ ધો છે તેના અવયવો કદી હોતા નથી. ધર્માદિ દ્રવ્યોના અવયવો હોતા નથી પણ પુદ્ગલના જ હોય છે ભાષ્યમાં રહેલો “વ' શબ્દ નિયમ કરનાર છે. તેથી એવો નિયમ થાય છે કે ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને અણુના અવયવો નથી, પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય છે. સર્વ દ્રવ્યોમાંથી માત્ર પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય છે, બાકી કોઈ દ્રવ્યોના અવયવો હોતા નથી. અહીં જરૂર એ પ્રશ્ન થાય કે પુદ્ગલ સ્કંધોના જ અવયવો હોય અને બીજાં દ્રવ્યોના નહિ. આમ શા માટે હોય છે ? ધર્માદિના અવયવો હોતા નથી અને પુદ્ગલ સ્કંધોના જ હોય છે તેનું કારણ તેનું કારણ એ જ છે કે આગળ પૂ. સૂત્રકાર મ. સૂ. ર૬માં બતાવશે કે સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધ થાય છે. અર્થાત છૂટા રહેલા અવયવો સમુદાયરૂપે પરિણામ પામે છે ત્યારે સ્કંધો બને છે અને સમુદાયરૂપે પરિણમેલા સ્કંધમાં ભેદ પરિણામ તથા સંઘાતથી પણ યણુક આદિ સ્કંધો બને છે. આથી જે વિગ્નસા કે પ્રયોગથી છૂટા કરાય તે અવયવો છે. ઉત્તર : પરમાણુઓ તો ભેદથી જ છૂટા પડતા હોય છે, સંઘાતભેદથી કે સંઘાતથી નથી થતા માટે અવયવોનો વ્યવહાર પુદ્ગલ સ્કંધોમાં જ થાય છે પણ અમૂર્ત ધર્માદિ દ્રવ્યોમાં થતો નથી. આ રીતે ધર્માદિ અમૂર્ત દ્રવ્યો અને પરમાણુ સિવાયના પુદ્ગલ દ્રવ્યોના પ્રદેશો હોય છે અને મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યના અવયવો હોય છે. આવો પ્રદેશ અને અવયવનો નિયમ નિશ્ચિત થયા પછી હવે પૂ. સૂત્રકાર મ. ધર્માદિ દ્રવ્યોના પ્રદેશોની ઇયત્તા-સંખ્યાની મર્યાદા બતાવતાં કહે છે असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ५-७॥ ધર્માધર્મના અસંખ્યાત પ્રદેશો છે. ભા. (પ-૧) સૂત્રમાં જેનો નિર્દેશ કર્યો છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે. ધર્માધર્મના પ્રદેશની સંખ્યા ટીકા: ‘તત્ર' એટલે સૂત્રમાં કહેલ તે ધર્માદિ દ્રવ્યો જેની સંખ્યા પાંચ છે તેમાં ધર્મ અને અધર્મ આ પ્રત્યેકના અસંખ્યાતા પ્રદેશો છે. આ પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. મતલબ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો સંખ્યાતા નથી અને અનંતા પણ નથી. આમ સંખ્યાત અને અનંત આ બંને સંખ્યાનો ભુદાસ કરવા દ્વારા અસંખ્યાતા પ્રદેશો કહેવાય છે. અમૂર્ત એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યોના પ્રદેશોની સંખ્યા બતાવ્યા પછી પ્રદેશના સ્વરૂપનું નિર્ધારણ કરાવવાની અર્થાત્ પ્રદેશના સ્વરૂપનો નિશ્ચય કરાવવાની Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૭ ૭૧ ઇચ્છાવાળા પૂ. ભાષ્યકાર મ. કહે છે કે – ભાષ્ય - પ્રદેશ ખરેખર આપેક્ષિક સર્વસૂક્ષ્મ જ છે તે પરમાણુનો અવગાહ છે. ભાષ્યકારે આપેલ પ્રદેશનો પરિચય પૂ. ભાષ્યકાર મ. “પ્રદેશ' શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે કે “પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ” અર્થાત્ જેનાથી બીજો નીચો વિભાગ થઈ શકે નહીં, તે પ્રદેશ છે. આ પ્રદેશ એટલે પરમ નિરુદ્ધ દેશ કે નિરવયવ દેશ છે. પરમનિરુદ્ધ દેશ કહો કે નિરવયવ દેશ કહો એક જ છે. અર્થાત ઊતરતાં ઊતરતાં જ્યાં અટક્યા પછી આગળ ઊતરવાનું નથી એવો અથવા જેનો બીજો કોઈ અવયવ નથી તે પ્રદેશ છે. પ્રદેશની સમજણ માટે દષ્ટાન્ત જેમ મેરુથી નાનો, બીજો એનાથી નાનો, બીજો એનાથી નાનો આમ વિભાગ કરતા જ જઈએ. છેવટના પરમાણુ સહુથી નાનો આવ્યો. હવે પરમાણુથી નાનો કોઈ નથી. કેમ કે પરમાણુ પરમ નિરુદ્ધ છે. અહીં સારી રીતે અટકી જવું પડે છે. - જો પરમાણુ સાવયવી હોત તો તેનાથી નાનો કોઈ વિભાગ પ્રાપ્ત થાય પણ પરમાણુ નિરવયવ હોય છે. આ રીતે પરમાણુ એ પરમનિરુદ્ધ, નિરવયવ છે તેના જેવો પ્રદેશ છે. આમ ઉપર પ્રમાણે પ્રદેશના પરિચયથી પ્રદેશ અને પરમાણુ એકસરખા છે તે બતાવ્યું. પ્રદેશોની પ્રત્યક્ષતા અને અપ્રત્યક્ષતા ભાષ્યમાં જે “નામ શબ્દ છે તે ખરેખર અર્થમાં છે. એટલે કે ખરેખર તે પ્રદેશો આપણી ઇન્દ્રિયોથી અપ્રત્યક્ષ છે પણ સર્વજ્ઞ ભગવંતોએ પ્રત્યક્ષથી જાણીને કહે છે. ભાષ્યમાં આપેક્ષિક વિશેષણ કઈ દૃષ્ટિએ છે ? અપેક્ષા જેનું પ્રયોજન હોય અથવા અપેક્ષાથી જે થયેલ હોય તે આપેક્ષિક કહેવાય છે. ૨. ૧. જેમ સ્કંધોમાં સંબદ્ધ પ્રદેશ કોઈ પણ વખતે આવીને લાગેલો છે તેમ આકાશાદિના પ્રદેશો આવીને લાગેલા નથી પણ અનાદિ કાળથી સંબદ્ધ જ છે. ભાષ્યમાં જે સર્વ આદિનો પ્રયોગ છે તે નિશ્ચય પરમાણુના જ્ઞાપન માટે છે. જો આમ ન મનાય તો એક આકાશપ્રદેશમાં પણ પરમાણુઓનો સમૂહ અને અનંત પરમાણુઓના સ્કંધનો અવગાહ હોય છે એ પણ સુક્ષ્મ હોઈ શકે છે. પણ તે જેમ એક આકાશપ્રદેશમાં અવગાહે છે તેમ બે આદિ પ્રદેશોમાં પણ અવગાહી શકે છે જ્યારે પરમાણુ તો એક જ આકાશપ્રદેશમાં અવગાહે છે. બે આદિ પ્રદેશોમાં નહીં તેથી પરમાણુનો જ સૂક્ષ્મ અવગાહ કહ્યો છે એ સુંદર છે. તત્ત્વા. મુ. ટી. પૃ. ૩૨૯ ...........સર્વસૂક્ષણ પરમાળોઃ સર્વપરિત્યર્થ.હરિપ૦ પૃ. ૨૨૬ तत्र धर्माधर्मयोः असंख्येयाः प्रदेशाः इति भाष्यं संभाष्यते । ૩. नामशब्दः किल एवार्थः स च परोक्षाप्तागमवादसूचकः, एवमाप्ताः कथयन्ति, यदुत अपेक्षाप्रयोजनस्तन्निर्वृत्तये वा आपेक्षिकः, स्थिरा विभागापेक्षया सर्वलघुरित्यर्थः तदयं मूर्तेतरेषु साधारणसत्तानिबन्धनत्वात्...हारिभ० पृ० २१५ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થ સૂત્ર તે પ્રદેશ સ્વસિદ્ધ જ છે પણ સામે પ્રત્યક્ષ દેખનારા અમારા વડે આ ઉપાયથી પ્રજ્ઞાપન કરાતો હોવાથી અર્થાત્ જણાવાતો હોવાથી આપેક્ષિક કહેવાય છે. મતલબ પ્રદેશ કોઈનાથી બનેલો નથી. સ્વતઃ સિદ્ધ છે. પણ આપણને તે પ્રદેશનું જ્ઞાન પ્રજ્ઞાપન દ્વારા થાય છે માટે તે પ્રદેશ આપેક્ષિક કહેવાય છે. મતલબ એ છે કે પ્રદેશનું જ્ઞાન આપણને પ્રત્યક્ષ જ્ઞાનીઓના વચનથી થાય છે માટે જ ભાષ્યમાં પૂ. ભાષ્યાકાર મ. આપેક્ષિક શબ્દ મૂક્યો છે. પ્રદેશો સૂક્ષ્મ છે પણ સ્કૂલ નથી આ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ સર્વેના પ્રદેશો આપેક્ષિક હોવા છતાં સૂક્ષ્મ જ છે, સ્થૂલ નથી. ભાષ્યમાં રહેલ તુ શબ્દનો અર્થ અવધારણ છે આથી સૂક્ષ્મ જ છે, ભૂલ નથી. આવો અર્થ સમજાય છે. આપેક્ષિકત્વનું નિરૂપણ ધર્માદિ દ્રવ્યોના પ્રદેશો આપેક્ષિક છે તો કોની અપેક્ષાએ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય છે. આથી તેના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. જણાવે છે કે “પરમાણુનો જે અવગાહ છે તે અવગાહની અપેક્ષાએ પ્રદેશ કહેવાય છે.” આ ભાષ્યમાં જે પરમાણુનો અવગાહ કહ્યો છે તે દ્રવ્ય પરમાણુનો જ બતાવ્યો છે. અને આ દ્રવ્ય પરમાણુના ગ્રહણથી પ્રદેશના પરિમાણનું જ્ઞાન કરાય છે. મતલબ એ છે કે પરમાણુથી રોકાયેલો જે દેશ છે તે પ્રદેશ છે. અર્થાત્ પરમાણુ અને પ્રદેશ સરખા છે. અહીં “પરમાણુનો અવગાહ’ કહ્યું તો તે અવગાહ એટલે “પરમાણુની ગતિ’ આવો અર્થ નથી સમજવાનો માટે અવગાહ’ શબ્દના પર્યાયવાચી શબ્દ બતાવીએ છીએ. અવગાહ’ શબ્દના પર્યાયવાચી અવગાહ, વ્યવસ્થાન, આક્રાન્તિ, અધ્યાસન આ બધા શબ્દો એક જ અર્થવાળા છે. આથી નક્કી સમજાય છે કે અહીં અવગાહ એટલે ગતિ અર્થ લેવાનો નથી. આકાશપ્રદેશના પરિચય દ્વારા બીજાં દ્રવ્યોના પ્રદેશનો પરિચય શંકા :- આ ભાષ્યથી તો આકાશના જ પ્રદેશનું નિરૂપણ થયું કહેવાશે પરંતુ ધર્માસ્તિકાયાદિના પ્રદેશનું નિરૂપણ થયું નહીં કહેવાય, કેમ કે અવગાહ એ આકાશનું લક્ષણ છે. સમાધાન :- એ પ્રમાણે રહો, એમાં વાંધો શું છે? પ્રદેશનું લક્ષણ તો જાણી લીધું અને લોકાકાશમાં જ્યાં આકાશપ્રદેશ છે અને તે પ્રદેશ જેવડો છે તેવડો જ, તે જ આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ રહેલો છે. મતલબ જ્યાં આકાશપ્રદેશ છે ત્યાં જ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે અને આકાશપ્રદેશ જેટલો છે તેટલો જ ધર્માસ્તિકાયનો પ્રદેશ પણ છે. આ જ રીતે અધર્માસ્તિકાયનો પ્રદેશ પણ ત્યાં જ અને તેટલો જ છે એ સમજી લેવું. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો આકાશપ્રદેશના તુલ્ય પ્રમાણ હોવાથી એક જ રચના (કથન, વાક્ય) દ્વારા પ્રદેશનું નિરૂપણ કર્યું છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૮ ૭૩ તેમાં આકાશ અવકાશ આપવામાં વ્યાપારવાળું છે, ગતિ પરિણામમાં ધર્મનો અને સ્થિતિ પરિણામમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે. તેથી “સર્વસૂક્ષ્મ પરમાણુનો અવગાહ એનું નામ પ્રદેશ” આવું પ્રદેશનું લક્ષણ અવ્યાહત છે. માટે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ સર્વના પ્રદેશ માટે આ લક્ષણની જ અપેક્ષા રાખવી. ભાષ્યમાં રહેલ ‘તિ' શબ્દથી ઉપસંહાર કરે છે કે—ધર્માધર્મની પ્રદેશ સંખ્યા અસંખ્યાત જ છે. હવે અસંખ્યાત પ્રદેશના પ્રકરણથી(એક)જીવના પણ તે ધર્માદિના તુલ્ય પ્રદેશ હોવાથી (એક) જીવ દ્રવ્યના પ્રદેશનો નિયમ કહે છે. નીવર્થ છે -૮ . પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. ભાષ્ય :- એક જીવના પણ અસંખ્યાતા પ્રદેશો હોય છે. સૂત્રમાં સામાન્યથી જીવ શબ્દનો પ્રયોગ હોવા છતાં એક જીવ આવો અર્થ ભાષ્યકારે કેવી રીતે કર્યો ? ટીકા - જીવ જ્ઞાનરૂપ ઉપયોગ અને દર્શનરૂપ ઉપયોગના સ્વભાવવાળો છે. તે જીવનો કોઈ વખત સામાન્યથી જીવ આ પ્રમાણે નિર્દેશ કરાય છે, અને તેથી જેમ ગો' બોલવાથી જેટલા ગાયોના ભેદ છે નીલી ગાય. પીળી ગાય ઇત્યાદિ બધા ભેદો આવી જાય છે તેમ સામાન્યથી “જીવ' શબ્દ કહેવાથી સકળ નારકાદિ ભેદો અંદર આવી જાય છે. કોઈ વખત અમુક જીવ આમ કહીને વ્યક્તિ લેવાય. તેમ અહીં ભાષ્યમાં શબ્દથી એક વ્યક્તિ લેવાની છે. મતલબ અનંતા જીવોમાંથી એક જીવ લેવો. આ રીતે અનંતા જીવોનો વ્યવચ્છેદ કરીને એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે એ ૧. જો પૂર્વસૂત્રની સાથે એક યોગ કરવામાં આવે તો સૂત્ર નવું રચવું પડે નહીં. તો શા માટે બે સૂત્ર રચ્યાં ? આનું સમાધાન એ છે કે જો એક સૂત્ર બનાવવામાં આવે તો જેમ ધર્મ અને અધર્મથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે એ સમજાય છે તેવી રીતે જીવાસ્તિકાય-જીવસમૂહના અસંખ્યાત પ્રદેશ છે. આવો બોધ થાય. પ્રત્યેક જીવોના અસંખ્યાત પ્રદેશ છે આવો બોધ થઈ શકે નહીં માટે સૂત્રકારે “ગીવણ ૨' આ સૂત્ર જુદું રચ્યું છે. જેમ ચોથા અધ્યાયમાં સૂત્ર ૪૪-૪૫-૪૬ આમ ત્રણ સૂત્રો રચ્યાં છે ત્યાં ‘શવર્ષસહસ્ત્રારનામાવ્ય-તોપુ' આ પ્રમાણે સૂત્ર રચી શકાય તેમ હતું છતાં ‘ચતાનાં (સૂ. ૪૬) રચ્યું છે તેમ અહીં ‘નવસ્થ ર’ સૂત્ર જુદું રચ્યું છે. અથવા આ જ અધ્યાયમાં ૪૩૪૪ બે સૂત્રોની રચના કરી છે તેના બદલે “રૂfપનીવોપયોષ સમિાન' આવું સૂત્ર નથી કહ્યું. (એટલે સૂત્રકારે “જીવી ૨' આ સૂત્રની જુદી રચના કરી છે તેનાથી જ સમજાય છે કે પ્રત્યેક જીવોના અસંખ્યાત પ્રદેશો છે.) તસ્વાર્થ. મુદ્રિટિપ્પષ્ણામ્ પૃ૦ ૩૩૦, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્ત્વાર્થ સૂત્ર બતાવવા માટે ભાષ્યમાં પ નીવર્ય આમ “જીવ' શબ્દની સાથે “એક' શબ્દ યોજ્યો છે. સૂત્રમાં “ઘ' શબ્દથી શું લેવું તે બતાવે છે સૂત્રમાં “ર' શબ્દ છે તેનાથી આત્મામાં અસંખ્યાત પ્રદેશો છે તેનું અનુસંધાન થાય છે. મતલબ એક જીવના અસંખ્યાત પ્રદેશો છે. એટલે કે પૂર્વસૂત્રમાં ‘ ધ્યેય:' વિશેષણ છે તેનું અહીં વથી અનુકર્ષણ થાય છે એટલે જીવના પણ અસંખ્યાત પ્રદેશો છે આવો અર્થ પ્રાપ્ત થાય છે. ક્રમના ઉલ્લંઘનનું કારણ અહીં પ્રસિદ્ધ ધર્માદિના ક્રમનું ઉલ્લંઘન કરીને અર્થાત ધર્મ, અધર્મ પછી આકાશ આવે તેના બદલે જીવનું કથન કરવામાં આવ્યું છે તે તુલ્ય પ્રદેશના કથનમાં લાઘવ રહે એટલા માટે છે. અર્થાતુ ધર્માદિ એક એકના પ્રદેશો અને એક જીવના પ્રદેશો સમાન છે. આ નિરૂપણ સહેલાઈથી થઈ જાય છે એટલા માટે જ સૂત્રમાં “ઘ' શબ્દથી એક જીવના અને ધર્માસ્તિકાયાદિના પ્રદેશની સંખ્યા તુલ્ય છે. આ પ્રમાણે લાઘવ માટે કહ્યું. આમ અહીં ધર્માદિના ક્રમથી પ્રાપ્ત થતા આકાશાદિનું ઉલ્લંઘન કરી આત્માનું ગ્રહણ કર્યું અને “ઘ'થી તેના પણ અસંખ્યાત પ્રદેશ છે એમ લાઘવ થયું. સૂત્રમાં “ઘ'થી તેના પણ અસંખ્યાત પ્રદેશ છે એમ લાઘવ થયું. પૂર્વ સૂત્રમાં જીવને સાથે કેમ કહ્યો નહીં તેવી શંકાને તેનું સમાધાન અહીં એક શંકા થઈ શકે છે કે પૂર્વ સૂત્રમાં જ, ધર્માધર્મની સાથે જ “જીવ' કેમ ન કહ્યું ? જો ધર્માધર્મની સાથે જ “જીવ' પણ કહ્યું હોત તો આ જુદું સૂત્ર બનાવવું ન પડત ને ? શા માટે આ જુદું સૂત્ર બનાવ્યું? આ શંકાના સમાધાનમાં પૂ. સૂત્રકાર મહારાજાનો એ અભિપ્રાય છે કે ધર્માદિની જેમ જીવના પ્રદેશો અસંખ્યાત હોવા છતાં તે જીવના પ્રદેશો સંકોચ અને વિકાસ સ્વભાવવાળા છે જયારે ધર્માધર્મના અસંખ્યાત પ્રદેશો હંમેશા વિસ્તૃત જ હોય છે, સંકોચ પામતા નથી. આ રીતે ધર્મના, અધર્મના અને એક જીવના પ્રદેશો તુલ્ય છે અર્થાત અસંખ્યાત પ્રદેશો સરખા હોવા છતાં આટલો તફાવત છે. આ બતાવવા માટે પૂ. સૂત્રકાર મહારાજે બે સૂત્રો જુદાં બનાવ્યાં છે. આ જીવના અસંખ્યાત પ્રદેશો સંકુચિત થવાના અને વિસ્તારવાળા થવાના સ્વભાવવાળા છે. સંકુચિત સ્વભાવવાળા હોવાથી કોઈ વખત નાનામાં નાના કુંથુ આદિના શરીરને ગ્રહણ કરવાવાળા હોય છે અને વિકાસ સ્વભાવવાળા હોવાથી કદાચિત અસંખ્યાત પ્રદેશની સંખ્યાને છોડ્યા વગર મોટા શરીરવાળા હાથીના શરીરને પણ ગ્રહણ કરે છે. હવે ઉપર કહેલા ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યની જેમ આકાશના પણ પ્રદેશોનો નિયમ કહેવાની ઇચ્છાથી પૂ. સૂત્રકાર મ. કહે છે કે Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૯ આાશયાનન્તાઃ || ૧-૧ || ૭૫ આકાશના અનંતા પ્રદેશો છે. અવગાહ આપે તે આકાશ આ પરિચયમાં દોષોદ્ભાવન ટીકા : અહીં ‘અવકાશનું દાન કરે તે આકાશ'. આવી રીતે આકાશનો પરિચય આપવામાં આવે તો લોકાકાશની જ સિદ્ધિ થશે પણ અલોકાકાશની સિદ્ધિ થશે નહીં. કેમ કે ત્યાં જીવ કે પુદ્ગલ આદિ કોઈ અવગાહીને રહેલો નથી. અર્થાત્ અલોકાકાશ કોઈને અવગાહનું દાન કરતું નથીં. તેથી અલોકાકાશ અનાકાશ જ થશે અર્થાત્ અલોકાકાશ આકાશ કહેવાશે નહીં. ઇષ્ટાપત્તિ આ રીતે ‘અવગાહ આપે તે આકાશ' આવો પરિચય આપનારને જણાવ્યું કે અલોકાકાશમાં દોષ આવશે તે અનાકાશ થઈ જશે. તો પરિચય આપનાર આ આપત્તિને સ્વીકારી લે છે અને કહે છે કે આ તો અમને ઇષ્ટ છે. કેમ કે ધર્માદિની જેમ અલોકાકાશ એ અનાદિકાલીન એક જુદા દ્રવ્યની સંજ્ઞા છે. બીજાઓની માન્યતા બીજાઓ અહીં એમ માને છે કે અલોકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ તો છે પણ તેમાં કોઈ અવગાહ લેનાર નથી માટે તે શક્તિ પ્રગટ થતી નથી. જો કોઈ અવગાહ લેનાર હોત તો અલોકાકાશમાં અવગાહ પરિણામ હોવાથી અવગાહશક્તિ અભિવ્યક્ત થાત, પરંતુ ત્યાં અવગાહક નથી. માટે અલોકાકાશમાં અવગાહ આપવાની શક્તિ હોવાથી એ પણ આકાશ જ છે, બીજું જુદું દ્રવ્ય નથી. અલોકાકાશ આકાશ કહેવાય છે તે ઉપચાર છે વળી બીજા કોઈ ‘અલોકાકાશને આકાશ' કહેવામાં આવે છે તે ઉપચાર છે અર્થાત્ ઉપચારથી તે આકાશ કહેવાય છે એવું કહે છે. લોકાકાશમાં જેમ પોલાણ છે તેમ અલોકાકાશમાં પણ પોલાણ દેખાય છે. માટે અલોકાકાશ પણ આકાશ છે. આમ પોલાણને લઈને અલોકાકાશને પણ ઉપચારથી આકાશ કહેવાય છે. આ કથન સિદ્ધાન્તથી વિરુદ્ધ છે અલોકાકાશને ઉપચારથી આકાશ કહેવાય છે અર્થાત્ અલોકાકાશમાં આકાશનો ઉપચાર છે. આવું જેઓ કહી રહ્યા છે તે સિદ્ધાન્તથી વિરુદ્ધ છે, સિદ્ધાન્તથી રહિત છે માટે અયુક્ત છે. ૧. સિદ્ધાંતમાં અલોકાકાશમાં આકાશનો ઉપચાર નથી કર્યો તે બતાવતો પાઠ “અતોનાાસે ખં ભંતે ? જિ जीवा पुच्छा हि चेव ? गोयमा ! नो जीवा जाव नो अजीवप्पएसा एगे अजीवदव्वदेसे अगुरुलहुए अ अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अणंतभागुणे" इति ॥ ( भगवतीसूत्र) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થ સૂત્ર આકાશમાં સ્વતિ: ઉત્પાદાદિ નથી આવી માન્યતાનું નિરૂપણ હવે બીજી માન્યતાને વિચારીએ. કેટલાક કહે છે કે આકાશમાં ઉત્પાદ અને વ્યય સ્વાભાવિક નથી કિંતુ બીજાના કારણે થાય છે. કેમ કે આકાશમાં અવગાહના લેનારનું સંનિધાન હોય તો ઉત્પાદ થાય છે અને અવગાહના લેનારનું સંનિધાન ચાલ્યું જાય છે. ત્યારે વ્યય થાય છે. મતલબ અવગાહના લેનાર પુદ્ગલ અને જીવ આકાશપ્રદેશમાં અવગાહના લે છે ત્યારે તે આકાશપ્રદેશોમાં અવગાહનો ઉત્પાદ થાય છે અને એ પુગલ અને જીવ બીજા પ્રદેશોમાં અવગાહના લે છે ત્યારે તે આકાશપ્રદેશોમાં અવગાહનો વ્યય થાય છે. માટે આકાશમાં અવગાહક દ્રવ્યના કારણે ઉત્પાદ અને વ્યય છે પરંતુ સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી. વળી અલોકાકાશમાં સતુનું લક્ષણ સંપૂર્ણ ઘટી શકશે નહિ. આ રીતે અવગાહકના સંનિધાનને આધીન ઉત્પાદ છે, અસંનિધાનને આધીન વ્યય છે. તો બોલો અલોકાકાશમાં ઉત્પાદ અને વ્યય કેવી રીતે ઘટશે? ત્યાં તો કોઈ અવગાહક દ્રવ્ય જીવ કે પુદ્ગલ નથી અને અવગાહક દ્રવ્યનો અભાવ હોવાથી બીજાને આધીન ઉત્પાદ અને વ્યય અલોકાકાશમાં કેવી રીતે સંભવે ? આ રીતે અલોકાકાશમાં ઉત્પાદ-વ્યય ઘટશે નહીં અને આથી જ સનું લક્ષણ પણ અર્ધવૈશસં થશે અર્થાત અડધું નાશ પામી જશે. કેમ કે સતનું લક્ષણ “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતુ છે જ્યારે આકાશમાં સ્વતઃ ઉત્પાદ અને વ્યય મનાય નહીં ત્યારે એમાં સંપૂર્ણ લક્ષણ તો ઘટ્યું જ નહીં. એક ધ્રૌવ્ય અંશ જ ઘટ્યો. લક્ષણ તો વ્યાપક જ હોય છે. અર્થાત્ સતુમાત્રમાં લક્ષણ ઘટવું જોઈએ, તેઓના મતમાં તે લક્ષણ ઘટી શકતું નથી. મતલબ એ સમજાય છે કે આકાશમાં સ્વતઃ ઉત્પાદવ્યય નથી પરંતુ પરથી થાય છે. આ નિરૂપણમાં સતનું સંપૂર્ણ લક્ષણ ઘટી શકતું નથી અને લક્ષણ તો સમાત્રમાં ઘટવું જ જોઈએ. જ્યાં સત્ત્વ છે ત્યાં ઉત્પાદ, વ્યય, અને સ્થિતિ છે જ. જ્યાં ઉત્પાદ, વ્યય અને સ્થિતિ છે ત્યાં જ સત્ત્વ છે. આમ ઉત્પાદ, વ્યય, સ્થિતિરૂપ સતનું લક્ષણ વ્યાપક છે. તે આકાશમાં ઘટવું જ જોઈએ પણ ઘટી શકતું નથી માટે અસત્ થશે ! આ નિરૂપણો અધૂરાં છે કેમ કે અલોકાકાશમાં પણ વિસસાથી ઉત્પાદાદિ છે. આકાશમાં સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી, પરથી છે. આ નિરૂપણ અને તેની સામે કરાયેલ कतिविहे णं भंते आगासे पण्णत्ते ? गोयमा दुविहे आगासे पण्णत्ते, तं जहा- लोयागासे य अलोयागासे य । भग० श० २० उद्दे० २ । सू० ६६३. ૧. સિદ્ધ એવા આકાશનો ઉપકાર અવગાહ આપવો તે છે પણ તેનાથી જ આકાશની સિદ્ધિ નથી. અવગાહ એ આકાશની સિદ્ધિનું સાધન હોવા છતાં પણ વ્યાપ્ય છે. તેથી અવગાહનો અલોકાકાશમાં અભાવ રહે તેથી આકાશનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી. તત્ત્વા. મુકિત ટિપ્પામ વૃ૦ રૂરૂ૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૯ નિરૂપણ કે “આમ નિરૂપણ કરશો તો અલોકાકાશમાં ઉત્પાદ-વ્યય ઘટશે નહિ અને સતનું અડધું લક્ષણ નાશ પામી જશે. આ બંને નિરૂપણો અધૂરાં છે. જે મહાત્માઓ આ રીતે પોતાના બુદ્ધિબળથી પદાર્થના સ્વરૂપની તર્કણા... વિચારણા કરે છે તેઓને આ વિષયમાં અતિ નિપુણ બનીને પૂછવું જોઈએ કે તમે આવું નિરૂપણ કરી રહ્યા છો તે કેવી રીતે મનાય ? તમારો અલોકાકાશ માટેનો જે ખુલાસો છે તે બરાબર નથી. કારણ કે અમે તો ધર્મ, અધર્મ અને આકાશ આદિ તમામ દ્રવ્યોમાં ઉત્પાદાદિ ત્રણ વિગ્નસા પરિણામથી સ્વીકારીએ છીએ અને જીવ તથા પુદ્ગલોમાં વિગ્નસા અને પ્રયોગ પરિણામથી ઉત્પાદાદિ ત્રણે સ્વીકારીએ છીએ. આ પ્રમાણે અમારું દર્શનનિરૂપણ અવિરુદ્ધ સિદ્ધાન્તવાળું છે કારણ કે અલોકાકાશમાં પણ વિગ્નસા પરિણામથી ઉત્પાદાદિ ત્રણે છે જ. આ રીતે અમે જે અર્થ કહ્યો છે તેને અનુકૂળ જ, અનુરૂપ જ પૂ. ભાષ્યકાર મ. પણ કહે છે". ભાષ્ય :- લોકાકાશના અર્થાત્ સંપૂર્ણ આકાશના અનંતા પ્રદેશો છે. વળી લોકાકાશના ધર્મ, અધર્મ અને એક જીવના તુલ્ય પ્રદેશો છે. મતલબ એક જીવના જેટલા પ્રદેશો હોય તેટલા લોકાકાશના પ્રદેશો છે. આકાશનો વિભાગ ટીકા :- જો આકાશ શબ્દથી અવિશિષ્ટપણે અર્થાત્ સામાન્યથી આકાશ જ કહેવાને ઇચ્છતા હોત તો આકાશના અનંતા પ્રદેશો છે. એમ કહેવું સુંદર સમીચીન થાત, પણ પૂ. ભાષ્યકાર મ. આકાશનો વિભાગ પાડીને કહે છે કે લોકાલોકાકાશના અનંતા પ્રદેશ છે અને લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ છે. સંપૂર્ણ આકાશના પ્રદેશની સંખ્યા પૂ. ભાષ્યકાર મ. લોકાકાશ અને અલોકાકાશ બે વિભાગ પાડીને કહ્યું. તેમાં જીવ અને અજીવનું જે આધાર ક્ષેત્ર છે તે લોકાકાશ છે અને તેનાથી બીજો અલોકાકાશ છે. વિભાગ પાડ્યા વિના લોકાલોકાકાશ એટલે સંપૂર્ણ આકાશના અનંતા પ્રદેશો છે. અનંતા એટલે જેનો અંત નથી તેટલા પ્રદેશો છે અર્થાત્ અપર્યવસાન સંખ્યાવાળા છે. લોકાકાશના પ્રદેશની સંખ્યા હવે અહીં એ વિચારવાનું છે કે જીવ અને અજીવના આધારની અવધિ-મર્યાદાથી લોકાકાશનો વિભાગ કર્યો તો તે લોકાકાશમાં કેટલા પ્રદેશો છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. મતલબ પૂ. ટીકાકાર મ કહી રહ્યા છે કે મારું નિરૂપણ ભાષ્યકાર મા ને અનુગુણસંમત છે. આના પછીનું જે ભાષ્ય છે તેમાં પૂ. ભાષ્યકાર મ. આ જ વાત કરી રહ્યા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ધર્મ, અધર્મ અને એકજીવથી લોકાકાશના પ્રદેશો અન્યૂનાધિક છે. ભાષ્યમાં રહેલ તુ શબ્દ અન્યૂનાધિકનો બોધ કરાવે છે. ધર્મ, અધર્મ અને એક જીવના જેટલા પ્રદેશો છે તેટલા જ લોકાકાશના પ્રદેશો છે પણ તેનાથી ઓછાય નથી અને અધિક પણ નથી. એટલે કે ધર્મના અસંખ્યાત પ્રદેશો છે, અધર્મના અસંખ્યાત પ્રદેશો છે, એક જીવના અસંખ્યાત પ્રદેશો છે તેવી રીતે લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશો છે પણ તેનાથી વધારે કે ઓછા નથી. હવે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશની સંખ્યા કેટલી છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. કહે છે કે સયાડસયાજી પુનાનામ્ પ-૧૦ || પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે. પરમાણુમાં પુદ્ગલપણું પૂરણ અને ગલનરૂપ પરિણામથી જેમનું નામ પુદ્ગલ છે તે પુગલો પરમાણુથી શરૂ કરીને અચિત્ત મહાત્કંધ સુધીના વિચિત્ર પરિણામવાળા છે. તે પુદ્ગલોના સંખ્યાતા પ્રદેશો પણ હોય છે, અસંખ્યાતા પણ હોય છે અને અનંતા પ્રદેશો પણ હોય છે. સંખ્યાતા પરમાણુનો સ્કંધ સંખ્યાત પ્રદેશવાળો કહેવાય છે. એવી રીતે બીજા બે પણ પોતપોતાની સંખ્યાયુક્ત પરમાણુથી ઘટિત કહેવા જોઈએ. જેમ કે અસંખ્યાત પરમાણુનો સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળો અને અનંતા પરમાણુનો સ્કંધ અનંત પ્રદેશવાળો જાણવો. પુદ્ગલમાં અનંત પ્રદેશતા ક્યાંથી લાવ્યા? સૂત્રમાં અનંત પ્રદેશતા તો કહી નથી તો પુદ્ગલના અનંત પ્રદેશ છે એમ કહીને અનંત પ્રદેશતા કેવી રીતે લેવાય? સૂત્રમાં સંખ્યાત, અસંખ્યાત કહ્યું છે. અનંત તો કહ્યું નથી એ કેવી રીતે લાવ્યા ? સૂત્રમાં “ઘ'ના ગ્રહણથી અનંત પ્રદેશતાનો લાભ - તમારી આ શંકાના સમાધાનમાં સમજવું કે અનંત પ્રદેશતાનો લાભ થાય માટે સૂત્રકારે ઘ' શબ્દને ગ્રહણ કરવારૂપ પ્રયત્ન કર્યો છે. અર્થાત્ વ મૂક્યો છે તેનાથી અનંત પ્રદેશતા ગ્રહણ થઈ જાય છે. આ રીતે સૂત્રમાં ગ્રહણ કરેલ “વ'થી અનંત પ્રદેશતાનો લાભ થઈ જાય છે તે બતાવવા માટે જ પૂ. સૂત્રકાર મ. સ્વોપજ્ઞ ભાષ્ય રચે છે. ભાષ્ય - પુગલોના સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા પ્રદેશો છે. અનંતા એ શબ્દની અનુવૃત્તિ કરી લેવી. ટીકા - ભાષ્યમાં કહેલ “અનંતા તિ વર્તત” આ પંક્તિને આપણે સમજી લઈએ. વિધિઓ Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૧૦ ૭૯ અનુવર્તનથી–અનુકર્ષણથી જ થાય છે એવું નથી. તો કેવી રીતે થાય છે ? યત્ન કરવાથી વિધિઓ થાય છે. પરમાણુમાં સંખ્યાતાદિ પ્રદેશની આપત્તિ જે ભેગા થાય અને છૂટા થાય તે પુગલ કહેવાય છે અર્થાતુ પુગલ શબ્દથી જે પુરાય અને ગળાય તે પુદ્ગલ આવો અર્થ કરીએ છીએ માટે પરમાણુ પણ પુદ્ગલ શબ્દથી આવી જાય છે. તો (પૂર્વ) સૂત્રમાં કહેલ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશના જે વિકલ્પો છે તેમાંથી પરમાણુ પણ પુદ્ગલ હોવાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશમાંથી કોઈ પણ વિકલ્પવાળો હોવો જોઈએ. અર્થાત્ પરમાણુ ક્યાં તો સંખ્યાત પ્રદેશવાળો, ક્યાં તો અસંખ્યાત પ્રદેશવાળો, ક્યાં તો અનંત પ્રદેશવાળો થવો જોઈએ. પ્રદેશવાળો નહીં મનાય તો પુલ નહીં બની શકે અથવા જો કોઈ વિકલ્પવાળો અર્થાત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશવાળો ના મનાય તો પરમાણુ પુદ્ગલ નથી એમ સિદ્ધ થશે. પરમાણુ સપ્રદેશી માનશો તો અણુ નહીં રહે અને અપ્રદેશી માનશો તો અસતુ થશે. જો પરમાણુને સંખ્યાના આદિ પ્રદેશવાળો સ્વીકારો તો તે પરમાણુ જ નહીં રહે. કેમ કે જેમ ઘડો સંખ્યાતાદિ પ્રદેશવાળો છે તો તે અણુ નથી તેમ આ પરમાણુ પણ પ્રદેશવાળો માનો તો અણુ જ ન રહે. હવે જો આ દોષથી ડરીને પરમાણુ અપ્રદેશી છે તેમ માનશો તો ગગનકુસુમની જેમ અસત્ સિદ્ધ થશે. કેમ કે જે અસત્ છે તે બધા અપ્રદેશવાળા છે અને પ્રદેશવાળા છે તે સત્ છે. અપેક્ષાએ પરમાણમાં પ્રદેશત્વની સિદ્ધિ પ્રદેશ બે પ્રકારના છે : (૧) દ્રવ્ય પ્રદેશ (૨) પર્યાય પ્રદેશ. પર્યાય પ્રદેશો રૂપાદિ છે. પરમાણુઓ રૂપાદિવાળા છે અને આ રૂપાદિ પર્યાય પ્રદેશો છે એટલે પરમાણુમાં રૂપાદિનો સ્વીકાર કરવાથી સપ્રદેશીપણું છે. તેથી આ અપેક્ષાએ પરમાણુ પ્રદેશવાળો છે.. ૧. અનુવર્તન તો કોઈ પણ પ્રયત્ન વિના પણ થાય, પણ અનુવૃત્ત થયેલો શબ્દ વિધિ બતાવી શકતો નથી. અહીં “પુદ્ગલોના” અનંત પ્રદેશો છે તેવું વિધાન કરવાનું છે અને તે વિધાનમાત્ર અનુવૃત્તિથી નથી થતું પણ કંઈક પણ પ્રયત્ન વિશેષ હોય તો જ થાય છે. તે પ્રયત્નરૂપે જ સૂત્રમાં “ચ“કારનો ઉલ્લેખ છે અને તેથી જ અનંતાની માત્ર અનુવૃત્તિ નથી પણ એનું વિધાન પણ થયું છે. ૨. પરમાણુ પણ સંયુક્ત થઈને પૂરે છે અને વિમુક્ત થઈને ખાલી કરે છે તેથી કોઈ પણ પરમાણુ અનાદિ નથી. તત્ત્વાર્થ. મુદ્રિત ટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૩૨. Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર હવે જેમ દ્રવ્ય પરમાણુરૂપ પ્રદેશો વડે ઘટ સપ્રદેશી છે તે ઘડો અનંતા પરમાણુવાળો એક પ્રકારનો સ્કંધ વિશેષ છે તેની જેમ પરમાણુ પણ અપ્રદેશી છે. આવું કોઈ કહે તો તે વાત અસિદ્ધ છે. તે જણાવવાની ઇચ્છાથી પૂ. સૂત્રકાર મ. કહે છે કે - નાળોઃ । - ।। પરમાણુના દ્રવ્ય પરમાણુરૂપ પ્રદેશ હોતા નથી. ભાષ્ય અણુના પ્રદેશો હોતા નથી. પરમાણુના પ્રદેશ ન મનાય તો જ તેનું પરમાણુપણું રહે અણુના ‘આપૂરકાઃ' એટલે પરિણામી કારણપણાને ભજનારા દ્રવ્યરૂપ પ્રદેશો હોતા ८० નથી. મતલબ એ છે કે પરમાણુ પોતે જ પ્રદેશ છે એની સાથે બીજો પરમાણુ જોડાય તો તે પરમાણુ ન રહે પણ સ્કંધ કહેવાય. માટે પરિણામી કારણ જે દ્રવ્યરૂપ પ્રદેશ છે તે પરમાણુને હોતા નથી. આ નિરૂપણની સામે બૌદ્ધો પરમાણુનો અભાવ સિદ્ધ કરવા અનુમાન કરે છે તે અનુમાન અને તેના અનુમાનમાં આવતા દોષો વિચારીએ. પરમાણુના અભાવને સિદ્ધ કરતું બૌદ્ધોનું અનુમાન.. સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે. આ પ્રમાણે બૌદ્ધો અનુમાન કરે છે કે ‘પરમાણુ’ ‘નાસ્તિ’ પક્ષ સાધ્ય પરમાણુ નાસ્તિત્વ સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે. આ અનુમાનમાં આવતા દોષ... બૌદ્ધોએ કરેલ અનુમાનથી પરમાણુનો અભાવ સિદ્ધ થતો નથી પરંતુ તેમાં બે દોષ આવે છે. (૧) પ્રતીતિ વિરોધ, (૨) અવ્યાપકસિદ્ધિ પ્રતીતિ વિરોધ : $. ‘સપ્રદેશીત્વાત્’ હેતુ સપ્રદેશીત્વ છેલ્લામાં છેલ્લો અંત્ય વિભાગ, જેના પછી કોઈ વિભાગ નથી—પ્રદેશ નથી તે પરમાણુ अणोः परमाणुपुद्गलस्य प्रदेशाः - आरम्भकाः परमाणवः न सन्ति हारिभ. तत्त्वा० पृ० २१७ Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૧ ૮૧ છે. આ જ પ્રતીતિ છે. તમે પરમાણુને પક્ષ કરી સપ્રદેશીત્વ હેતુ આપી પરમાણુને પ્રદેશવાળો કો છો આ જ પ્રતીતિ વિરોધ છે. અવ્યાપકાસિદ્ધ : વળી પરમાણુના અભાવને સિદ્ધ કરવા “સપ્રદેશીત્વ' હેતુ આપો છો તે વ્યાપક નહીં હોવાથી અસિદ્ધ છે. જેમ વનસ્પતિ જીવ છે તે સિદ્ધ કરવા અને વનસ્પતિઃ' નીવ: વાત્વાન્ આ અનુમાન કરી “સ્વાપ-પત્ર સંકોચરૂપ ઊંઘ હોવાથી આ હેતુ આપીએ છીએ તે એક એક વનસ્પતિમાં ઘટતો નથી. અર્થાત્ સર્વ વનસ્પતિમાં નહીં ઘટતો હોવાથી અવ્યાપક છે માટે અસિદ્ધ છે આવું તમે કહો છો તેવી જ રીતે અમે પણ તમને કહીએ છીએ કે પરમાણુત્વના અભાવની સિદ્ધિ માટે તમે જે “પ્રીત્વતિ' હેતુ આપો છો “સપ્રદેશી હોવાથી પરમાણુનો અભાવ છે'. આમ અનુમાન કરો છો તેમાં “પ્રવેશત્વાસ્' આ હેતુ પણ સર્વ પ્રકારના પરમાણુમાં રહેતો નહીં હોવાથી અવ્યાપક છે માટે અસિદ્ધ છે. કેમ કે પરમાણુ ચાર પ્રકારના છે. તેમાં તમારો હેતુ દ્રવ્ય પરમાણુમાં જ રહ્યો, બીજા ત્રણ પ્રકારના પરમાણુમાં તો સપ્રદેશીપણું નથી અને પરમાણુત્વ તો ક્ષેત્ર પરમાણુ, કાલ પરમાણુ અને ભાવ પરમાણુ ત્રણેમાં છે. આમ તમારો હેતુ ચારે પ્રકારના પરમાણુ નથી રહેતો માત્ર દ્રવ્ય પરમાણુમાં જ રહે છે માટે અવ્યાપક હોવાથી અને તેથી તમારો પ્રવેશીત્વ' આ હેતુ અસિદ્ધ છે. મધ્યવિભાગાદિ સહિત હોય તે અણુ બની શકતો નથી અને પરમાણુને મધ્યવિભાગાદિ રહિત માનો તો ગગનકુસુમવત્ અસત્ થશે એ કેવી રીતે અનુમાન કરે છે તે બતાવે છે. પરમાણુ અણુ બની શકતો નથી અને અસત્ છે તે માટેનું બૌદ્ધોનું અનુમાન परमाणुः नाणुः मध्यविभागादिसहितत्वात् घटवत् परमाणुः असत् मध्यविभागादिरहितत्वात् गगनकुसुमवत् વળી જેઓ કહી રહ્યા છે કે પરમાણુ મધ્યવિભાગ વગેરેથી રહિત હોવાથી આકાશ કુસુમની જેમ અસતુ છે. અથવા પરમાણુ મધ્યવિભાગ આદિ વિભાગવાળો છે તેથી અણુ નહિ રહે. કેમ કે જેમ ઘડો એ મધ્યવિભાગ આદિ સહિત હોવાથી અણુ નથી તેમ પરમાણુ પણ મધ્યવિભાગ આદિ સહિત હોવાથી અણુ નથી. આમ મધ્યવિભાગાદિ રહિત હોવાથી અસત્ અને મધ્યવિભાગાદિ સહિત હોવાથી પરમાણુનો અભાવ સિદ્ધ કરી રહ્યા છે. અર્થાત્ મધ્યવિભાગાદિ સહિત કે રહિત માનો તો પણ પરમાણુ સિદ્ધ થઈ શકતો નથી. આવું કેટલાકો કહી રહ્યા છે. પરમાણુ સત્ છે અને અણુ જ છે. જેઓ ઉપર પ્રમાણે સિદ્ધ કરી રહ્યા છે તેઓનું અનુમાન પણ બરાબર નથી. કેમ કે पक्षैकदेशासिद्धः निरस्तो हेतुः । यथा चेतनास्तरवः स्वापादिति । पक्षीकृतेषु तरुषु पत्रसंकोचलक्षणः स्वाप एकदेशेन सिद्धः । न हि सर्वे वृक्षा रात्रौ पत्रसंकोचभाजः । किं तु केचिदेव । बौद्धाचार्य श्रीधर्मकीर्तिप्रणीतः न्यायबिंदुः पृ० ३१. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થ સૂત્ર વિજ્ઞાન ક્ષણ પણ મધ્ય આદિ વિભાગ રહિત છે છતાં સત્ છે એટલે સતું હોય તે મધ્ય આદિ વિભાગ સહિત જ હોય એવી વ્યાપ્તિ નથી. આમ તમે જે હેતુ આપીને અનુમાન કર્યું કે : પરમાણુઃ ગત્ મધ્યવિવાદ્રિ રહિતસ્વાત્ આ અનુમાન બરાબર નથી, કારણ કે વિજ્ઞાન ક્ષણમાં તમારો હેતુ રહી ગયો પણ અસતપણું ન રહ્યું. એટલે વિજ્ઞાનક્ષણ મધ્ય આદિ વિભાગ રહિત હોવા છતાં સત્ છે. તેવી રીતે તમે પરમાણુને અસત્ સિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો તે વ્યર્થ છે. તમારો હેતુ વિજ્ઞાનક્ષણને લઈને વ્યભિચારી છે માટે પરમાણુ અસત્ સિદ્ધ થઈ શકતો નથી. તે જ પ્રમાણે મધ્યવિભાગાદિ સહિત હોવાથી પરમાણુ નથી તે પણ સિદ્ધ કરી શકતા નથી. કેમ કે તમારો “મધ્યવિભાગાદિ સહિત’ હોવાથી આ હેતુ આપો છો તે અસિદ્ધ છે. અમે પરમાણુ તેને જ કહીએ છીએ કે જે છેલ્લામાં છેલ્લો વિભાગ છે અર્થાત્ એના કોઈ વિભાગની કલ્પના થઈ શકતી જ નથી. માટે અમારા અભિમત પરમાણુમાં તમારો હેતુ રહી શકતો નથી. આથી તમારો “મધ્યવિભાગાદિસહિતત્વાતું હતું અસિદ્ધ છે. આ જ પ્રમાણે દિગ્વિભાગની કલ્પનાથી એટલે કે પરમાણુમાં જુદી જુદી દિશાઓના સંબંધની કલ્પના કરીને પરમાણુને સાંશ સિદ્ધ કરીને પરમાણુનો અભાવ સિદ્ધ કરે છે તેનું પણ ઉપર પ્રમાણે પ્રત્યાખ્યાન કરવું. તો તે કેવી રીતે થાય તે જોઈએ. દિગ્વિભાગની કલ્પનાથી પણ પરમાણુનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી. બૌદ્ધી કહે છે કે “પરમાણુઅસત, વિવિમા ત્વનાયુwવાતુ, પરમાણુનો છ દિશામાં સંયોગ થાય છે તેથી પરમાણુ પરમાણ રહેતો નથી પણ વિભાગવાળો બની જાય છે. એટલે પરમાણુના છ વિભાગ થાય. તેથી પરમાણુ નહીં રહે આ રીતે બૌદ્ધો દિન્ વિભાગની કલ્પના કરીને પરમાણુ પરમાણુ નહીં રહે આવું જે કહે છે તે બરાબર નથી. કેમ કે વિજ્ઞાનક્ષણનો દિશાઓ સાથે સંબંધ છે. છતાં તેનો અભાવ નથી એટલે દિ વિભાગની કલ્પનાથી અભાવ સિદ્ધ થઈ શકતો નથી. માટે દિવિભાગાદિ કલ્પનારૂપ તમારો હેતુ પરમાણુના અભાવમાં કારગત થાય તેમ નથી. વિજ્ઞાનક્ષણ એ સ્કંધ નથી. અવયવોનો સમુદાય નથી તેમ પરમાણુ એ સ્કંધ નથી તેમ અવયવો સમુદાય નથી પણ નિરવયવ એક પુદ્ગલ દ્રવ્ય છે. આમ બૌદ્ધોનો હેતુ વિજ્ઞાનક્ષણમાં રહી જાય છે અને વિજ્ઞાનક્ષણનો અભાવ નથી માટે તમારો આ હેતુ વ્યભિચારી છે. વાદીએ પૂર્વપક્ષ કરતાં બીજું અનુમાન કરતાં કહ્યું હતું કે મધ્યમવિભાગાદિ રહિત હોવાથી પરમાણુ અસત્ છે પણ તે હેતુ સાધ્યને સાધી શકતો શકતો ન હોવાથી અસિદ્ધ છે કેમ કે તે હેતુવાળો પક્ષ પણ સત્ છે. આ વાતને પ્રગટ કરવાની ઇચ્છાથી પૂ. ભાષ્યકાર મ. ફરમાવે ૧. “pfસવજ્ઞાનક્ષMવત'... આ પ્રમાણે સકળ વસ્તુઓની સાથે આકાશનો સંબંધ છે એમાં દષ્ટાંત તરીકે વિજ્ઞાનક્ષણને આગળ ૧૧મા સૂત્રના ભાષ્યની ટીકામાં પૃ. ૮૦ પર લખ્યું છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૧ ૮૩ ભાષ્યઃ પરમાણુ આદિ વગરનો છે, મધ્ય વગરનો છે, અપ્રદેશ છે ટીકા : પરમાણુ મધ્ય આદિ વિભાગ રહિત છે. પરમાણુ આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશોથી રહિત જ ઇચ્છાય છે. અર્થાત્ પરમાણુમાં અહીંથી એની શરૂઆત છે, એનો આ મધ્યભાગ છે, એનો આ અંત્ય ભાગ છે. આવો વ્યવહાર થઈ શકતો નથી. અંત્ય વિભાગ વગરનો પરમાણુ છે આવું ક્યાંથી લાવ્યા? પૂ. ભાષ્યકાર મ. તો ભાષ્યમાં “અનાદિ અને “અમધ્ય' આ બે શબ્દો કહ્યા છે. “અંત્ય' શબ્દ તો કહ્યો જ નથી તો તમે “અંત્ય' શબ્દ કયાંથી ગોઠવી દીધો ? અપ્રદેશ શબ્દ “અંતની પ્રાપ્તિ છે પૂ. ભાષ્યકાર મ. “મપ્રવેશ' શબ્દ ગ્રહણ કર્યો છે. તે “પ્રદેશ”નો જ અંત છે. તેથી આદિ, મધ્ય અને અંત્ય વગરનો પરમાણુ છે આવો અર્થ થાય છે. અર્થપત્તિથી પણ અંતનું ગ્રહણ થાય છે. અથવા આદિ અને મધ્યના ગ્રહણથી અંત્યનું ગ્રહણ અર્થથી પ્રાપ્ત થાય છે. કેમ કે આદિ અને મધ્ય અંત્ય વગર હોઈ શકે નહિ. પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં અનાદિમાં “આદિ' શબ્દ અને અમધ્યમાં “મધ્ય’ શબ્દનું ગ્રહણ કર્યું છે તે ત્યારે જ બની શકે જ્યારે અંત્ય હોય. તેથી અંત્ય અર્થ અર્થાપત્તિથી પણ પ્રાપ્ત થાય છે. અથવા પક્ષમાં “અપ્રદેશ' શબ્દનું વ્યાખ્યાન્તર ઉપર “અથવા’ કરીને અર્થપત્તિથી “અંત્ય' અર્થની પ્રાપ્તિ થાય છે. એમ જણાવ્યું છે તે અથવા વાળા પક્ષમાં “અપ્રદેશ' શબ્દની વ્યાખ્યા રહી જાય છે. માટે આ પક્ષમાં “અપ્રદેશ શબ્દથી પ્રતિવિશિષ્ટ પ્રદેશનું નિરાકરણ જ કરેલું છે એમ સમજવું. અર્થાત્ અહીં ‘અપ્રદેશ એટલે પ્રદેશ નહીં તે, આટલો જ માત્ર અર્થ કરવાનો નથી પણ પ્રતિવિશિષ્ટ પ્રદેશોનો નિષેધ સમજવો. મતલબ પરમાણુ આદિ, મધ્ય અને અંત્ય વિભાગો વડે અપ્રદેશી છે પણ રૂપાદિ દેશોથી અપ્રદેશી નથી. એટલે પ્રતિવિશિષ્ટ-દ્રવ્યપ્રદેશથી આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશો લીધા છે એમ સમજવું. એવા દ્રવ્યપ્રદેશો પરમાણુને હોતા નથી. એટલે પરમાણુ અપ્રદેશી છે. આ અર્થ કરીને પરમાણુમાં આદિ, મધ્ય અને અંત્ય વિભાગ છે જ નહીં. માટે પરમાણુમાં મધ્યમ આદિ વિભાગ રહ્યા નહીં. આથી પરમાણુ સમદેશી નથી માટે વાદીએ સપ્રદેશીવાતુ” હેતુ આપ્યો હતો તે અસિદ્ધ છે. કેમ કે અમે પરમાણુને અપ્રદેશી માનીએ છીએ. હવે પૂ. ભાષ્યકારે કહેલ “અપ્રદેશ' શબ્દનો અર્થ આ રીતે આવી જાય છે. પરમાણુ વસ્તુ નથી એવી શંકા વસ્તુનું વસ્તુપણું આદિ, મધ્ય અને અંત્ય અવયવના કારણથી છે પણ તમે પરમાણુમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર એ બધાનો નિષેધ કરો છો તો પરમાણુ વસ્તુ કેવી રીતે કહેવાય? પરમાણુ વસ્તુ છે એની સિદ્ધિ આદિ, મધ્ય અને અંત્ય અવયવો ન હોય તો પણ વસ્તુનું વસ્તુપણું હોય છે. કેમ કે અંત્યાદિ અવયવો વગરના પણ વિજ્ઞાન આદિની ઉપલબ્ધિ છે. વિજ્ઞાનમાં આ આદિ, મધ્ય કે આ અંત્ય આવા વિભાગો નથી. વિજ્ઞાનના આવા અવયવો નથી. છતાં વિજ્ઞાન વસ્તુ છે. તેવી રીતે પરમાણુમાં પણ આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશો-અવયવો ન હોવા છતાં પરમાણુ છે. તેથી પરમાણુ વસ્તુ છે એ સિદ્ધ થાય છે. પરમાણુ વિભાગવાળો નહીં હોવાથી આકાશનો અનુપ્રવેશ (અવગાહ) પણ પ્રત્યાખ્યાત છે. આકાશમાં પરમાણુના અનુપ્રવેશની આપત્તિનું નિરાકરણ - પરમાણુનો અનુપ્રવેશ નહીં માનો તો આકાશ સર્વવ્યાપક નહીં બને શકે. શંક: જો તમે આકાશમાં પરમાણુનો અંત પ્રવેશ નહીં માનો તો આકાશ સર્વગત સર્વગત-સર્વવ્યાપક નહીં બને. ઉપર આપેલી શંકાનું નિરસન આકાશની સાથે પરમાણુનો સંયોગ સંબંધ તો છે જ. માટે આકાશનું સર્વગતપણું તો રહેશે જ. કેમ કે બધી વસ્તુનો જે સંબંધી હોય તે સર્વગત છે. આ પ્રમાણે સ્વીકારેલું છે. જેમ પ્રસિદ્ધ વિજ્ઞાન ક્ષણ સાથે બધા પદાર્થોનો સંબંધ છે તેમ આકાશ સાથે બધાનો સંબંધ છે એટલે આકાશ સર્વવ્યાપક જ રહે છે. આમ પરમાણુનો આકાશમાં અંતઃપ્રવેશ નહીં માનવા છતાં તેનો આકાશ સાથે સંયોગ સંબંધ છે જ માટે આકાશ સર્વવ્યાપક છે જે એ સિદ્ધ થાય છે. આકાશના સર્વગતપણામાં કોઈ આપત્તિ આવતી નથી. ‘દ્રવ્ય પ્રદેશ'માં દ્રવ્ય શબ્દનું પ્રયોજન અને ઉપસંહાર હવે આપણે આપણી મૂળ વાત પર આવી જોઈએ...આથી જ પરમાણુ પોતે જ પ્રદેશ છે. તેના દ્રવ્ય સ્વભાવરૂપ બીજા દ્રવ્યરૂપ પ્રદેશો નથી. આ વાત બરાબર સિદ્ધ થાય છે. અહીં દ્રવ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે તે એટલા માટે જ છે કે પરમાણુના રૂપાદિ ભાવપ્રદેશો તો છે જ. માટે ‘દ્રવ્યપ્રદેશ કહીને પરમાણુ સ્વયં પ્રદેશ છે પણ તેના દ્રવ્યપ્રદેશ નથી આ નિરૂપણ કર્યું છે. જેઓએ યથાર્થપણે ગુરુના વચનની ઉપાસના કરી નથી તેવા અન્યો દ્વારા પરમાણુના અપ્રદેશીપણાના નિરાકરણમાં જે કોઈ હેતુ આપવામાં આવે તેનું દ્રવ્યનય અને પર્યાયનય એમ બંને નયના સદ્ભાવના જાણકાર એવા સ્યાદ્વાદીએ આશ્રય અને યુક્તિના અનુસાર તેનું વિઘટન-નિરાકરણ કરવું જોઈએ. ૧. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશી છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ સદેશી છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૨ ૮૫ અવતરણિકા જેમ આકાશ પોતાનામાં પ્રતિષ્ઠિત છે તેમ ધર્માદિ દ્રવ્યો શું સ્વાત્મ પ્રતિષ્ઠિત છે કે પાણીની જેમ બીજા આધારમાં રહેલા છે ? અર્થાત્ પાણી જેમ ભિન્ન પાત્રમાં રહેલું હોય છે તેમ શું ધર્માદિ દ્રવ્યોનો બીજો કોઈ આધાર છે કે આકાશની જેમ પોતે જ આધાર છે આ પ્રશ્ન સ્વાભાવિક સંભવે છે. કેમ કે અજીવ દ્રવ્યો કયાં છે ? તેનાં નામ શું ? તેઓનું સ્વરૂપ શું ? આ તો આપણે જ્ઞાન મેળવ્યું પણ આગળ જિજ્ઞાસા વધે છે. આ બધાં દ્રવ્યોનો આધાર કોણ ? ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ દ્રવ્યો ક્યાં રહ્યાં છે ? આ પ્રશ્નના સમાધાનમાં નિશ્ચય નયના અભિપ્રાયથી સમજવું કે બધી જ વસ્તુ, બધા જ પદાર્થો આકાશની જેમ સ્વાત્મ પ્રતિષ્ઠિત એટલે પોતાનામાં જ પોતે રહેલા છે. પોતે જ પોતાનો આધાર છે. વ્યવહાર નયના અભિપ્રાયથી વ્યવહાર નયની અપેક્ષાએ, ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો આધાર કોણ છે ? આ દ્રવ્યો ક્યાં રહ્યાં છે ? તે બતાવતાં પૂ. સૂત્રકા૨ મ. કહે છે કે - તોજાજાોવાદઃ ॥ ૧-૨૨॥ સૂત્રાર્થ : ધર્માદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે. ભાષ્ય : અવગાહ લેનારા ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો લોકાકાશમાં અવગાહ છે. લોકાકાશ આ બધાં દ્રવ્યોનો આધાર છે. ધર્માદિ દ્રવ્યોની સ્થિતિ ક્યાં છે ? ટીકા : સૂત્રમાં રહેલ ‘અવગાહ' શબ્દનો અર્થ છે અનુપ્રવેશ અને ભાષ્યમાં રહેલ ‘અવગાહી’ શબ્દનો અર્થ છે અનુપ્રવેશવાળા. અનુપ્રવેશવાળા જીવ અને પુદ્ગલોનો અવગાહ એટલે કે પ્રવેશ દ્રવ્યોની પ્રતિષ્ઠા, સ્થિતિ, ધર્માધર્મ દ્રવ્ય જેમાં અવગાહીને રહેલા છે. તે આકાશમાં છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો જ્યાં છે ત્યાં જ જીવ અને પુદ્ગલો પણ છે. આકાશમાં ધર્મ અને અધર્મનો આશ્લિષ્ટ પરિણામ છે ? હવે અહીં પ્રશ્ન થાય કે આકાશમાં તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો જેમ અવગાહ છે તેમ જીવ અને પુદ્ગલનો પણ અવગાહ છે અને આ બધાનો આકાશમાં અવગાહ અનાદિ કાળથી છે છતાંય ધર્માધર્મના અવગાહને જ અનાદિકાલીન કહીને ધર્મ અને અધર્મથી અવગાહ આકાશમાં જીવ અને પુદ્ગલનો અવગાહ છે. આમ જુદું કેમ કહ્યું ? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે કે—જીવ અને પુદ્ગલનો આકાશમાં અવગાહ અનાદિથી છે પણ જે આકાશપ્રદેશમાં જીવ અને પુદ્ગલનો અવગાહ છે તેના તે જ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્ત્વાર્થ સૂત્ર આકાશપ્રદેશમાં સર્વદા અવગાહ નથી. અવગાહનું સ્થળ બદલાયા કરે છે. તેમનો આકાશમાં સંયોગ માત્ર છે. ત્યારે ધર્મ અધર્મનો આકાશ સાથે એકાકાર પરિણામરૂપ સંયોગ છે. એટલે કે આકાશમાં ધર્મ અધર્મનો આશ્લિષ્ટ પરિણામ છે. આ પ્રમાણે આકાશપ્રદેશો અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના પ્રદેશોની પરસ્પરના સંયોગ પરિણામથી તે પ્રકારે જ રચના છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોનો આકાશમાં અનાદિથી અવગાહ છે. માટે ધર્મ –અધર્મથી અવગાઢ આકાશમાં જીવ અને પુદ્ગલોનો અવગાહ છે તેમ કહ્યું છે. ધર્માદિનો અવગાહ લોકાકાશમાં જ છે આ જીવાદિ દ્રવ્યોનો અવગાહ લોકાકાશમાં જ છે પણ અલોકાકાશમાં નથી. કેમ કે ગતિમાં ઉપકાર કરનાર ધર્માસ્તિકાય અને સ્થિતિમાં ઉપકાર કરનાર અધર્માસ્તિકાયનો ત્યાં અભાવ છે. ધર્માધર્મ દ્રવ્યો લોકાકાશમાં જ છે. આથી જ જીવાદિનો અવગાહ લોકાકાશમાં જ છે. ધર્માદિનો અવગાહ અલોકાકાશમાં કેમ નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં જ છે, અલોકાકાશમાં નથી. આવું તમે જણાવ્યું છતાં સ્વાભાવિક પ્રશ્ન થાય છે આમ કેમ? ધર્માધર્મ દ્રવ્ય અલોકાકાશમાં કેમ નથી? કારણ શું ? ધર્માધર્મનો અવગાહ લોકાકાશમાં જ છે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો સ્વભાવ જ એવો છે કે તે લોકાકાશમાં જ હોય છે. સ્વભાવમાં પ્રશ્ન હોતો જ નથી કે આવો સ્વભાવ શા માટે? “સ્વભાવ છે” કહ્યું એટલે બસ કોઈ પ્રશ્ન સંભવે નહિ. ઉપસંહાર ઃ આમ સ્વભાવથી જ ધર્માધર્મનો અવગાહ લોકાકાશમાં જ છે. સ્વભાવમાં પ્રશ્ન હોઈ શકે જ નહિ માટે જ પ્રશ્નની ઉપેક્ષા કરીને “લોકાકાશમાં ધર્માદિનો અવગાહ છે એમ પૂ. સૂત્રકાર મ. કહ્યું છે..... અવતરણિકા સાચા અભ્યાસીને જ્ઞાન મળતું જાય તેમ તેમ જિજ્ઞાસા જાગતી જાય છે. દ્રવ્યોનો આધાર તો જાણ્યો પણ એ દ્રવ્યો આધારમાં કેવી રીતે રહ્યા છે. આ નવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને અહીં ટીકા. સ્વભાવ કહ્યો છે તે છેવટનો જવાબ છે તે કેવી રીતે છે તે વિચારીએ છીએ... અહીં યુક્તિ આપવી હોય તો આપી શકાય છે કે - ધર્માધર્મના પ્રદેશો અસંખ્યાતા છે અને તે વિસ્તૃત સ્વભાવવાળા છે. એટલે એ પ્રદેશો આકાશના અસંખ્યાતા પ્રદેશો સાથે જ સંબંધવાળા બની શકે. આથી આકાશના અસંખ્યાતા પ્રદેશોનો સંબંધી ધર્માધર્માસ્તિકાય થાય. એટલે ધર્માધર્મનો આકાશ સાથે સંયોગસંબંધ છે. સંયોગસંબંધ જ્યાં હોય ત્યાં જ એનું સંયોગી દ્રવ્ય હોય. ધર્માધર્મનો સંબંધ આકાશના અસંખ્યાત પ્રદેશોમાં છે માટે એ બંને પણ ત્યાં જ છે. આથી જ આ આકાશ લોકાકાશ કહેવાય છે. હવે આગળ કોઈ પૂછે કે ધર્માધર્મના અસંખ્યાતા પ્રદેશો જ કેમ ? તો ત્યાં સ્વભાવ છે એમ જવાબ આપવો પડે માટે જ આપણે કહ્યું કે એનો સ્વભાવ છે કે લોકાકાશમાં જ હોય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૩ ૮૭ સહજ ભાવે પૂ. સૂત્રકાર મને કહે છે કે હવે તમારે આ કહેવું જ પડશે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો લોકાકાશમાં અવગાહ છે તે શું સર્વથી છે? આખા લોકાકાશના જેટલા પ્રદેશો છે તે બધા પ્રદેશોમાં દૂધ ને પાણીની જેમ કે ઝેર અને લોહીની જેમ સર્વાત્મના વ્યાપીને છે કે હૃદ-જલાશયમાં રહેલ પુરુષ જેમ હૃદના અમુક વિભાગમાં જ હોય છે પરંતુ આખા જલાશયમાં હોતો નથી તેમ આકાશના અમુક વિભાગમાં જ છે? અર્થાત્ દૂધ ને પાણીની જેમ મળીને રહેલા છે કે પુરુષ ને હૃદની જેમ દેશથી રહ્યા છે ? સર્વાત્મના વ્યાપીને રહ્યા છે કે દેશથી છે ? જિજ્ઞાસુની આ જિજ્ઞાસાને સંતોષતાં પૂ. સૂત્રકાર મ. ફરમાવે છે કે – થથર્મયોઃ વૃન્ને | -રૂ છે સૂત્રાર્થઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં છે. ભાષ્ય : સંપૂર્ણ લોકાકાશમાં ધર્માધર્મનો અવગાહ છે. ધર્માધર્મ લોકાકાશ વ્યાપી છે તેની સિદ્ધિ ટીકા : જેમ સંપૂર્ણ ચંદ્રમંડલમાં ચંદ્રિકાનો અવગાહ છે તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અયુતસિદ્ધ હોવા છતાં પણ તેમનો લોકાકાશમાં સર્વત્ર અવગાહ છે. પણ લોકાકાશની બહાર તેમનો અવગાહ નથી. સિદ્ધિમાં હેતુ ધર્માધર્મ લોકાકાશની બહાર અલોકાકાશમાં નથી. કારણ કે તે બંને અયુતસિદ્ધ છે. એટલે કે ધર્માસ્તિકાયને છોડીને લોકાકાશ નથી અને લોકાકાશને છોડીને ધર્માસ્તિકાય નથી. એવી જ રીતે અધર્માસ્તિકાયને છોડીને લોકાકાશ નથી અને લોકાકાશને છોડીને અધર્માસ્તિકાય નથી. માટે જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો લોકાકાશમાં જ અવગાહ છે. સિદ્ધિમાં દષ્ટાંત ચેતનાનો ઉપકાર જેમ શરીરમાં જ દેખાય છે, પણ શરીરની બહાર દેખાતો નથી એટલે શરીરમાં જ ચેતના છે એમ ચોક્કસ થાય છે તેમ ધર્માધર્મનો ઉપકાર આખા લોકાકાશમાં જ દેખાય છે તેની બહાર દેખાતો નથી. તેથી ધર્માધર્મ લોકાકાશમાં જ છે તે સિદ્ધ થાય છે. આમ અયુતસિદ્ધ હોવાથી ધર્માધર્મ લોકાકાશ વ્યાપી છે તે અનુમાનથી સિદ્ધ થાય છે. સૂત્રમાં રહેલ વૃત્ર શબ્દનું ફળ આથી જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોકાકાશમાં લોકાકાશના પ્રદેશો સાથે પરસ્પર દૂધ અને પાણીની જેમ પરસ્પર અવગાહરૂપ પરિણામથી વ્યવસ્થાન છે અવગાહ છે. પણ હૃદ ૧. જે જુદા પ્રાપ્ત ન થાય તે અયુતસિદ્ધ કહેવાય. દા. ત. રૂપ અને ઘટાદિ. જૈન દર્શનમાં સંયોગી દ્રવ્યો પણ અયુતસિદ્ધ હોય છે. નૈયાયિકની જેમ સમવાયી દ્રવ્યો અયુતસિદ્ધ હોય છે એવું નથી. ૨. અવગાહ, વ્યવસ્થાન, આક્રાન્તિ, અધ્યાસન પર્યાયવાચી છે... જુઓ પૃ. ૫૬. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તત્ત્વાર્થ સૂત્ર અને પુરુષની જેમ રહેલા નથી. આ વાત પૂ. સૂત્રકાર મ. 7 શબ્દના પ્રયોગ દ્વારા બતાવી. એટલે જ હૃદ-પુરુષની જેમ ધર્માધર્મ લોકાકાશમાં રહ્યા નથી. આ રીતે વ્યવચ્છેદ કર્યો. અર્થાત્ હૃદમાં પુરુષનો સંયોગ કોઈ ભાગમાં છે, બીજા ભાગોમાં નથી. એવી રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો આકાશપ્રદેશોની સાથે સંયોગ નથી પણ તેઓનો સંપૂર્ણ આકાશપ્રદેશો સાથે સંબંધ છે. એટલે આકાશના કોઈ એક દેશની સાથે ધર્માધર્મનો સંબંધ છે એમ જો કોઈ સમજતો હોય તો તે બરાબર નથી. માટે તેવી સમજણને દૂર કરવા પૂ. સૂત્રકાર મ. “વૃત્ન' શબ્દનો ઉપયોગ કર્યો છે અને તેનાથી એક દેશ સંયોગ નથી તેમ જણાવ્યું. આ જ પ્રયોગ કરાયેલ શબ્દનું ફળ છે. આમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં દૂધને પાણીની જેમ સર્વાત્મના વ્યાપીને રહ્યા છે. આ જવાબ આપીને પૂ. સૂત્રકાર મ. જિજ્ઞાસુની જિજ્ઞાસાને શમાવવા પ્રયત્ન કર્યો છે. અવતરણિકા ધર્માદિ દ્રવ્યો લોકાકાશમાં કેવી રીતે રહ્યાં છે? આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર મ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સંપૂર્ણ લોકાકાશમાં દૂધને પાણીની જેમ રહ્યાં છે” આવું જણાવ્યું. હવે પુદ્ગલ દ્રવ્યોનો લોકાકાશમાં અવગાહ કેવી રીતે છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. કહી રહ્યા છે કે एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ ५-१४॥ સૂત્રાર્થ– લોકાકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશ આદિ અસંખ્યાત પ્રદેશોમાં પણ પુદ્ગલ દ્રવ્યનો અવગાહ છે. પુદ્ગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશમાં પણ રહે છે અને બે આદિ પ્રદેશોમાં પણ રહે છે. એટલે પુદ્ગલ દ્રવ્યોની લોકાકાશના એક આદિ પ્રદેશોમાં ભજના છે. સૂત્રમાં કયો સમાસ છે તેનું સ્પષ્ટીકરણ સૂત્રમાં રહેલ “પ્રવેશવિપુ' આ પદમાં સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. તેની પહેલા “વ' અને ‘પ્રવેશ' આ બે પદનો તપુરુષ સમાસ છે. તે આ પ્રમાણે અવસ્થાની પ્રવેશ પ્રવેશ: આમાં રહેલ પ્રદેશનું લક્ષણ આગળ બતાવી ગયા છે. હવે “પ્રવેશ: ગતિ ર્યેષાં તે પ્રવેશ:' તેવુ-પપ્રવેશવિવું આ પ્રમાણે સમાનાધિકરણ બહુવીહિ સમાસ કરવો. તેથી “એક પ્રદેશ છે જેઓની આદિમાં એવા પ્રદેશોમાં” અણુ આદિ પુદ્ગલ દ્રવ્યોનો અવગાહ છે આવો અર્થ પ્રાપ્ત થાય છે. આ રીતે બહુવ્રીહિ સમાસ કર્યો એટલે પુગલોનો અવગાહ ક્યાં છે? કેવા લોકાકાશમાં છે તે અર્થ બરાબર રીતે પ્રાપ્ત થઈ જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૪ અણુ તથા સ્કંધોના અવગાહનું સ્પષ્ટીકરણ લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે તેમાં પહેલા એક પ્રદેશથી શરૂઆત કરવી, પછી બે, ત્રણ, સંખ્યાત અને છેવટે અસંખ્યાત પ્રદેશ સુધી જવું. એટલે ‘જેની આદિમાં એક પ્રદેશ છે' તેવા લોકાકાશના પ્રદેશોમાં એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં પરમાણુ' આદિ પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે. એટલે કે લોકાકાશના એક પ્રદેશમાં પણ પુદ્ગલનો અવગાહ હોઈ શકે છે અને બે આદિથી સંખ્યાતા પ્રદેશોમાં પણ સંભવી શકે છે અને અસંખ્યાતા પ્રદેશોમાં પણ સંભવી શકે છે, પરંતુ એક જ આકાશપ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં જ કે અસંખ્યાતા પ્રદેશમાં જ અવગાહ હોય તેવું નથી. આ રીતે ઉપર મુજબ બહુવ્રીહિ સમાસ દ્વારા પ્રાપ્ત થયેલ અર્થથી અણુ તથા સ્કંધોના અવગાહનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આ જ વાત પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા બતાવતાં કહી રહ્યા છે કે ૮૯ ભાષ્ય :- અપ્રદેશ પુદ્ગલ, (પરમાણુ) સંખ્યાત પ્રદેશવાય પુદ્ગલ, અસંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલ અને અનંતપ્રદેશવાળાં પુદ્ગલોનો આકાશના એક આદિ યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં અવગાહ ભાજ્ય છે. જે આકાશપ્રદેશોની આદિમાં એક છે તે આકાશપ્રદેશોમાં પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે. આકાશના એક પ્રદેશમાં પણ પુદ્ગલ રહે છે અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં પણ પુદ્ગલ રહે છે પણ આકાશના એક જ કે અસંખ્યાત પ્રદેશોમાં રહે એવો નિયમ નથી, ભાજ્ય, વિભાષ્ય અને વિકલ્પ્ય આ પર્યાયવાચી શબ્દો છે. તે વિકલ્પો આ પ્રમાણે કરવા— પરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહે છે. ચણુક આકાશના એક પ્રદેશમાં ય રહે અને બે પ્રદેશમાં પણ અવગાહે, ઋણુક આકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, અને ત્રણ પ્રદેશમાં પણ અવગાહે, આ રીતે ચાર પરમાણુનો સ્કંધ એક, બે, ત્રણ અને ચાર પ્રદેશોમાં પણ અવગાહે, સંખ્યાતા પ્રદેશવાળા સ્કંધો, અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધો અને અનંતપ્રદેશવાળાં પુદ્ગલો એક પ્રદેશથી આરંભીને સંખ્યાતા અને અસંખ્યાતા આકાશપ્રદેશોમાં અવગાહે છે. ૧. અહીં અણુનું ગ્રહણ પુદ્ગલોના ક્રમને આશ્રિત છે એમ સમજવું. બાકી અણુ તો આકાશના એક પ્રદેશમાં જ હોય છે. ૨. શંકા :- પુદ્ગલનો એકથી લઈને અસંખ્યાતા પ્રદેશોમાં જ અવગાહ કહ્યો પણ અનંતા પ્રદેશોમાં કેમ કહ્યો નહિ ? સમાધાન :- અનંતા પ્રદેશોમાં તો ધર્માદિ દ્રવ્યોનો અવગાહ જ નથી. કેમ કે અનંતા પ્રદેશ તો અલોકાકાશના છે. આ બધાં દ્રવ્યોનો અવગાહ તો લોકાકાશમાં જ છે અને લોકાકાશ તો અસંખ્યાત પ્રદેશવાળો છે. માટે એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં જ અણુ આદિ પુદ્ગલોનો અવગાહ કહ્યો પણ અનંતાપ્રદેશોમાં કહ્યો નહીં. Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્ર અપ્રદેશ કહેવાથી પરમાણુ જ આવે ટીકાઃ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યની પંક્તિની શરૂઆતમાં “અપ્રદેશ' શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તે “અપ્રદેશ' શબ્દથી શું ગ્રહણ કરવાનું? આ સૂત્રમાં પુદ્ગલના અવગાહનું જ્ઞાન આપી રહ્યા છે અને “અપ્રદેશ” શબ્દ પછી સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળાં પુદ્ગલોની વાત કરી છે એટલે સંખ્યાતાદિ પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધોની વાત આવે છે તો બાકી રહે છે પરમાણ. એ પણ પુદ્ગલદ્રવ્ય વળી ‘અપ્રદેશ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે– જેનો દ્રવ્યાન્તરરૂપ પ્રદેશ વિદ્યમાન ન હોય તે અપ્રદેશ કહેવાય છે. આવો કોણ છે કે જેને બીજો દ્રવ્યરૂપ પ્રદેશ નથી ? આ પ્રશ્નનો ઉત્તર છે “પરમાણુ” એટલે અપ્રદેશ કહો કે પરમાણુ કહો એક જ વાત છે. આમ અહીં “અપ્રદેશ' કહેવાથી પરમાણુ જ આવે એ વાત સિદ્ધ થાય છે. પ્રચય વિશેષથી પરમાણુથી બનતા સ્કંધો પરમાણુનો બીજો દ્રવ્યરૂપ પ્રદેશ નથી તે ખુબ જ પ્રદેશ છે. પ્રચયરૂપ વિશેષ પરિણામથી સંખ્યાતા પરમાણુઓથી બનેલ સંખ્યા પરમાણુઓનો સંઘાત છે તે સંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે. એવી રીતે અસંખ્યાત પ્રદેશવાળો સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે અને અનંતા પ્રદેશ-પરમાણુવાળો સ્કંધ અનંતપ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે. હવે સૂત્રમાં રહેલ પ્રવેશવિવુ “એક છે આદિમાં જે આકાશપ્રદેશોની તે આકાશપ્રદેશોમાં પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે.' આ અવયવને પૂ. ભાષ્યકાર મ. અત્યંત સ્પષ્ટ રીતે ભાષ્ય દ્વારા સમજાવે છે. પરમાણુ આદિ બધાં પુદ્ગલોનો એકથી લઈને સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાહ ભાજ્ય છે.” ધાતુઓના અનેક અર્થ હોય છે. તેથી અહીં જે “ભાજ્ય' શબ્દનો પ્રયોગ છે તેના વિભાષ્ય અને વિકલ્પ એ પર્યાયવાચી છે. ૧. અપ્રદેશ યુગલ એટલે પરમાણુ જ આવે અને તે એક જ આકાશપ્રદેશમાં રહે છે. અને પૂ. ભાષ્યકાર મ એકાદિ આકાશપ્રદેશમાં પુદગલની ભજના કહી છે તે પરમાણમાં ઘટી શકે નહિ તેથી સમજાય છે કે પૂ. ભાષ્યકાર મા સામાન્ય પુદ્ગલ શબ્દ રાખીને જ ભજના કહી છે. માટે જ આગળની પંક્તિમાં વિભાષ્ય અને વિકધ્ય એ પર્યાયવાચી શબ્દો બતાવ્યા છે. પ્રશ્ન :- સમયરૂપ કાળ છે તેને પણ કોઈ પ્રદેશ નથી. તો અપ્રદેશ કહેવાથી તે સમયરૂપ કાળ કેમ ન આવે અને પરમાણુ જ કેમ આવે ? ઉત્તર :- અહીં પુદ્ગલનું પ્રકરણ ચાલે છે એટલે અપ્રદેશ કહેવાથી પરમાણુ જ આવે પણ સમયરૂપ કાળ આવે નહિ. 3. पुद्गलश्चायं पूरणगलनधर्मत्वत एव... हारिभ० पृ० २१७ Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૪ ૯૧ ભાજ્ય, વિભાષ્ય અને વિકલ્પ આ ત્રણે પર્યાયવાચી છે છતાં ત્રણેની વિશેષતા છે તે જાણી લઈએ. વિભાષ્ય :- વિશેષથી-અતિશયથી પરમાણુથી શરૂ કરીને જે વ્યાખ્યા કરાય તે વિભાષ્ય કહેવાય છે. જેમ ભાષ્યમાં કહ્યું કે પરમાણુ એક આકાશપ્રદેશમાં જ રહે છે . વિકલ્પ્ય :- ભેદનો સંભવ હોય ત્યારે વિકલ્પ થાય. જેમ ચણુકનો એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં અર્થાત્ દ્વિપ્રદેશી સંધ એક આકાશપ્રદેશમાં પણ રહે અને બે પ્રદેશમાં પણ રહે. આમ ભેદ સંભવે છે ત્યાં વિકલ્પ હોય છે. એ જ પ્રમાણે ત્રિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં પણ રહે. બે આકાશપ્રદેશમાં પણ રહે અને ત્રણ પ્રદેશમાં પણ રહે આમ ભેદ પડે છે માટે અહીં પણ વિકલ્પ સંભવે છે. આ જ રીતે ચતુરણકાદિ સ્કંધો, સંખ્યાત પ્રદેશી કંધો, અસંખ્યાત પ્રદેશી કંધો એક આકાશપ્રદેશમાં પણ રહે અને અનેક આકાશપ્રદેશમાં પણ રહે. આ વિકલ્પ છે. કિંતુ પરમાણુમાં તો ભેદનો અભાવ હોવાથી એક પ્રદેશમાં જ રહે છે માટે ત્યાં વિકલ્પનો અભાવ છે. એક આકાશપ્રદેશમાં સંખ્યાતાદિ પ્રદેશવાળા સ્કંધો કેવી રીતે રહી શકે ? પૂ. ભાષ્યકાર મ. જણાવ્યું કે પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે તેવી રીતે ચણુક આદિ સ્કંધો પણ એક આદિ આકાશપ્રદેશમાં રહી શકે છે. તેથી શંકા થાય છે કે—અત્યંત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં અસંખ્યાત પ્રદેશી કંધો કેવી રીતે રહી શકે ? કારણ કે એક ઘડામાં ચાર સમુદ્રનું પાણી રહી શકે નહિ કેમ કે પાણી ઘણું છે અને ઘડામાં જગા ઓછી છે તેમ આકાશનો એક પ્રદેશ છે તેમાં અસંખ્યાત પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે રહી શકે ? શંકાના સમાધાનમાં હેતુ અને દૃષ્ટાન્ત આ શંકાના સમાધાનમાં હેતુ છે પ્રચયવિશેષ. પ્રચયવિશેષથી અત્યંત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં પણ અસંખ્યાત પ્રદેશી સ્કંધ રહી શકે છે. દા. ત. હાથીના દાંતના ટુકડામાં કેટલા બધા પ્રદેશો છે છતાં અલ્પ પ્રદેશમાં અલ્પ સ્થાનમાં રહેલો જોવાયો છે. જ્યારે ભેષ્ડ ખણ્ડ હાથીના દંતશૂળ જેટલો જ હોવા છતાં તેટલા જ પરિણામવાળો હોવા છતાં ઘણા આકાશપ્રદેશમાં રહેલો જોવાયો છે. એટલે અવયવો વધારે હોય તો વધારે અને ઓછા હોય તો ઓછી જગ્યા જોઈએ તેવું નથી. કારણ કે આપણે જોયું કે હાથીના દાંતનો ટુકડો ઘણા વધારે અવયવવાળો છે છતાં અલ્પ આકાશખંડને રોકે છે. માટે પરિણામવિશેષ પ્રચય જ તેવા પ્રકારનો પરમ સૂક્ષ્મ છે કે જેને લીધે અનંતા પણ પરમાણુઓ સ્કંધરૂપ થયેલા આકાશના એક પ્રદેશનો અશ્રય લે છે. આમ હાથીના દંતશૂળના ટુકડાના દૃષ્ટાંત દ્વારા આપણે જોયું કે ઘણા અવયવવાળો પણ ઓછા સ્થાનમાં રહી શકે છે તેમ અસંખ્યાતપ્રદેશી સ્કંધ પણ જરૂર એક પ્રદેશમાં રહી શકે. હવે આ વાતમાં જરાય શંકાને સ્થાન નથી. છતાં આપણે હજી વધારે દૃષ્ટાંત જોઈએ. ૧. इह परिणतिविशेषमङ्गीकृत्य पुद्गलाः केचिदतिस्थूलतया वर्तन्तेऽल्पेऽपि सन्तो भेण्डकाष्ठादिषु...तत्त्वा० अ० २, सू० ३८ पृ० १९७. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થ સૂત્ર લોખંડના પિંડનું બીજું દૃષ્ટાંત દા. ત. અત્યંત સખત લોખંડના પિંડથી વ્યાપ્ત આકાશપ્રદેશમાં ભાજ્ઞા-ધમણાના વાયુથી પ્રેરિત થયેલા અગ્નિના અવયવોનું લોખંડના ગોળામાં આવવું. મતલબ એ છે કે જેમ એક ઘટ્ટ એવો લોખંડનો ગોળો છે. ત્યાં જ લુહાર ધમણથી વાયુ નાંખે છે એટલે તે જ લોખંડના ગોળામાં અગ્નિના અવયવો પ્રવેશે છે. લોખંડનો ગોળો અગ્નિથી તપીને લાલચોળ થઈ જાય છે. હવે એને ઠંડો પાડવો છે. તો તપેલા એ સઘન લોખંડના ગોળામાં ક્યાંય છિદ્ર નથી છતાં એને ઓલવવા માટે તેના પર પાણી નાખવામાં આવે છે તો સૂક્ષ્મ પરિણામથી પરિણત થયેલા તે પાણીના અવયવો વ્યાઘાત પામ્યા વિના તે ગોળામાં પ્રવેશ પામે જ છે. આ તો આબાલગોપાલ પ્રસિદ્ધ છે. આ આપણે જોયું કે જે આકાશપ્રદેશોમાં લોખંડનો ગોળો છે ત્યાં જ તે ગોળામાં જ અગ્નિના અવયવો પ્રવેશ પામે છે અને તેમાં જ વળી પાણીના અવયવો પણ સમાઈ શકે છે. તેવી રીતે એક આકાશપ્રદેશમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ પણ રહી શકે છે. આકાશ તો એવું છે કે ક્યારેય ભરાતું નથી. જેટલા આવે તેટલાનો સમાવેશ કરે છે. આકાશમાં બધા સમાઈ જાય છે માટે આમા મૂંઝાવાની જરૂર નથી. આ કેવી રીતે બને ? એક આકાશપ્રદેશમાં તે આવડા મોટા સ્કંધો રહી શકે ? આવા વિચારોથી હવે મૂંઝાવાની જરૂર નથી. બબ્બે દૃષ્ટાંતો જોયાં હજી પણ એકાદ બે દૃષ્ટાંતો વાંચીને બરાબર સમાધાન કરી લો. તમારી શંકાનું નિવારણ કરી લો. પ્રસ્થકનું ત્રીજું દૃષ્ટાન્ત પ્રસ્થક એ ધાન્યને માપવાનું એક સાધન છે જેને પાલી કહેવામાં આવે છે. આ પ્રસ્થક ભરીને રેતી છે. પ્રસ્થક ઠસોઠસ રેતીના કણથી ભરેલો છે. હવે તેમાં તમે પાણી નાંખશો તો બીજું તેટલું જ પાણી તેમાં સમાઈ જશે. આમ રેતીથી ઠસોઠસ ભરેલ પ્રસ્થકમાં બીજો તેટલો જ પાણીનો પ્રસ્થક પણ પ્રવેશ કરતો દેખાય છે તેવી જ રીતે એક આકાશપ્રદેશમાં અસંખ્યાતાદિ પ્રદેશવાળા સ્કંધો પણ રહી શકે છે તે સહેલાઈથી સમજાઈ જાય તેવું છે. દીપકની પ્રભાનું ચોથું દૃષ્ટાન્ત વળી એક દીવાની પ્રભાના વિસ્તારથી પ્રકાશિત ભોંયરા વગેરેમાં બીજા હજારો દીપકની પ્રભાના સમૂહ આકારથી પરિણત પુદ્ગલોનો પ્રવેશ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. અર્થાત જ્યાં એક દીવાનો પ્રકાશ છે ત્યાં બીજા અનેક દીવાનો પ્રકાશ એકસાથે રહી શકે છે. આ તો આપણે જોયેલું જ છે તેની જેમ જ એક જ આકાશપ્રદેશમાં સઘન પરિણામવિશેષના સ્વીકારથી અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોનું અવસ્થાન પણ છે એ નિશ્ચિત કરવું. હવે મગજમાં બરાબર સમજી રાખવું કે અનંત પ્રદેશી સ્કંધ પણ ઉપરનાં દૃષ્ટાંતો મુજબ જરૂર આકાશના એક પ્રદેશમાં રહી શકે છે. આ રીતે આ સૂત્રનો અર્થ બરાબર સમજાઈ જાય છે કે લોકાકાશના એક, બે આદિ અસંખ્યાત પ્રદેશોમાં ૫૨માણુથી લઈને અનંત પ્રદેશવાળા પુદ્ગલનો અવગાહ હોઈ શકે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૫ ૯૩ અવતરણિકા હવે જીવોનો અવગાહ કેટલા ક્ષેત્રમાં છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. નૂતન સૂત્ર રચી રહ્યા છે— असङ्ख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५ ॥ સૂત્રાર્થ-લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને લોકાકાશના સંપૂર્ણ પ્રદેશોમાં જીવોનો અવગાહ હોય છે. ટીકા : સૂત્રના પૂર્વપદનો સમાસ અને વિગ્રહ બહુવ્રીહિ સમાસ બે પ્રકારે હોય છે : (૧) સમાનાધિકરણ બહુવ્રીહિ (૨) વ્યધિકરણ બહુવ્રીહિ. આ સૂત્રમાં ‘અસોભાષુિ'. આ પૂર્વપદમાં સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. તેનો વિગ્રહ આ પ્રમાણે છે- અસદ્ધેય મા આવિ: યેષાં તે સુવાવય: તેવું અસદ્ધેયમાાતિવુ । ‘અસંખ્યાતમો ભાગ છે પહેલો જેનો' તેવા અસંખ્યાતભાગાદિમાં જીવોનો અવગાહ છે આવો તેનો અર્થ થાય છે. અર્થના કારણે વિભક્તિનું પરાવર્તન અસંખ્યાત ભાગાદિમાં જીવોનો અવગાહ એમ સામાસિક પદનો અર્થ તો કર્યો પણ તે ક્યાં ? અસંખ્યાત ભાગાદિ ક્યાં લેવાના ? કોના સમજવાના ? આ પ્રશ્નના ઉત્ત૨માં આપણે સૂત્ર ૧૨માં ૨હેલ ‘તોાળાશે' - આ પદની અહીં અનુવૃત્તિ લઈ લેવી. જોકે ‘તોાાશે' આ પદ સપ્તમ્યન્ત છે પણ અર્થના કારણે વિભક્તિ બદલાય છે'. આ ન્યાયથી ‘તોળાાશે'માં સાતની વિભક્તિ છે. પણ છઠ્ઠી વિભક્તિ કરી લેવી. એટલે ‘તોાશસ્ય' આ પ્રમાણે ષષ્ચન્ત પદ સમજવું જેથી ‘લોકાકાશના અસંખ્યાત ભાગાદિમાં જીવોનો અવગાહ છે' આ પ્રમાણે અર્થ જોડી દેવો. આમ અર્થના કારણે વિભક્તિના પરાવર્તનથી અર્થ બરાબર સમજાઈ જશે. જીવોનું અવગાહ ક્ષેત્ર ‘અસંખ્યાતમો એવો જે ભાગ' ‘તે ભાગ જે અસંખ્યાતા ભાગોની આદિમાં હોય' તે અસંખ્યાત ભાગાદય કહેવાય. પ્રથમ અસંખ્યાત ભાગ છે. આવા જ બીજા અસંખ્યાતા ભાગો છે. આનો તાત્પર્યાર્થ એ થાય છે કે લોકાકાશના અસંખ્યાતા જ ભાગો છે. તેમાં જીવોનો અવગાહ કોઈ વખતે લોકાકાશના જે પ્રદેશો છે તેના એક અસંખ્યાત ભાગમાં હોય છે, કોઈ વખત બે અસંખ્યાત ભાગમાં, કોઈ વખત ત્રણ આદિ અસંખ્યાત ભાગોમાં હોય છે. जीवानां पृथिवीकायिकादीनां,...... अवगाहो प्रवेश: हारिभ० तत्त्वार्थ० पृ० २१८. ૧. Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર જીવોનો અવગાહ લોકાકાશના અસંખ્યાતમા ભાગમાં હોય છે. આ બતાવ્યું તેના સ્પષ્ટીકરણરૂપે પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં કહે છે કે ભાષ્ય - લોકાકાશના પ્રદેશોના અસંખ્યાત ભાગથી માંડીને અસંખ્યાતા બીજા ભાગો છે તેમાં યાવત્ સર્વ લોકાકાશમાં જીવોનો અવગાહ છે. ટીકા : આ ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બે વાત બતાવી રહ્યા છે. (૧) અધિકારની અનુવૃત્તિ–બારમા સૂત્રમાં “નોવાકાશે'માં લોકાકાશ શબ્દ છે તે લોકાકાશ શબ્દની અહીં અનુવૃત્તિ લેવી કેમ કે લોકાકાશનો અધિકાર ચાલે છે. () વિભક્તિનો વિપરિણામ–બારમા સૂત્રમાં નોાિશે’ સાતમી વિભક્તિ છે. તેનો અહીં ફેરફાર કરી છઠ્ઠી વિભક્તિ સમજવી. એટલે “ તોરાણુ' આ પ્રમાણે ફેરફારથી કરી લેવો. આમ અધિકારની અનુવૃત્તિ અને વિભક્તિના ફેરફારથી જીવોનો અવગાહ “લોકાકાશના' અસંખ્યાત ભાગોમાં છે આવો અર્થ પ્રાપ્ત થશે. અસંખ્યાત ભાગોનું પ્રમાણ લોકાકાશના બધા મળીને અસંખ્યાત પ્રદેશો છે. તેને અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાતા ભાગો વડે બુદ્ધિથી ભાગીએ તો તે આકાશના અસંખ્યાતા ભાગો થાય છે એટલે અસંખ્યાત વિભાગો અસંખ્યાત થયા. તેમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આકાશના એક અસંખ્યાત ભાગ પ્રમાણ દેશમાં જઘન્યથી એક જીવનો અવગાહ હોય છે. અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણમાં આત્મા કેમ રહે છે તેની સ્પષ્ટતા અહીં જરા વિચાર આવે છે. શા માટે જીવને ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમા ભાગનો અવગ્રહ હોય છે. જીવ જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણવાળા આકાશપ્રદેશમાં કેમ રહે છે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–જીવ કામણ શરીરનું અનુસરણ કરે છે અને જીવને જ્યારે એકલું કાર્મણ શરીર હોય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જેટલું કાર્પણ શરીર છે તેટલામાં આત્મા રહેલો છે. આથી જઘન્યથી જીવ અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહે છે. एतयोश्च तैजसकार्मणयोरवरतः (जघन्यतः) प्रमाणम् अङ्गलासंख्येयभागः उत्कृष्टतश्चौदारिकशरीरप्रमाणे केवलिनः समुद्घाते लोकप्रमाणे वा भवतः मरणान्तिकसमुद्घाते वा आयामतो लोकान्ताल्लोकान्तायते स्यातामिति ॥ અધ્યાય ૨ | સૂત્ર ૪૯ | પૃ. ૨૧૦-૧૧, આ ટીકામાં ટીકાકારે કાશ્મણ શરીરનું જઘન્ય પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ બતાવ્યો છે તેથી આત્મા જ્યારે વિગ્રહગતિમાં એકલા કાર્મણ યોગમાં હોય છે ત્યારે આત્માનું પ્રમાણ અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ હોય છે. તેથી આત્માનો જઘન્ય અવગાહ લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ લોકાકાશના પ્રદેશોમાં હોય છે..... Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૫ ૯૫ જઘન્ય અવગાહ આમ જઘન્યથી જીવનો અવગાહ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વિભાગવાળા જે આકાશના અસંખ્યાતા ભાગો છે તેમાંથી જે એક અસંખ્યાતમો ભાગ છે તેમાં હોય છે. મધ્યમ અવગાહ કોઈ જીવ તેવા બે આકાશખંડમાં અવગાહ કરે છે. તેવી રીતે ત્રણ, ચાર, પાંચ આદિ આકાશ ખંડમાં જીવોનો મધ્યમ અવગાહ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહ છેવટના આખા લોકાકાશને વ્યાપીને જીવ અવગાહના કરે છે. કેમ કે કેવલી સમુદ્યાત કાળમાં કેવલીનો આત્મા સર્વલોકવ્યાપી બને છે. કેવલી સિવાય બીજો કોઈ આ સમુદ્ઘાત કરી શકે નહીં એવી જ લોકમર્યાદા–લોકસ્થિતિ છે. એટલે કે સમુદ્ધાત અવસ્થામાં રહેલા કેવલી સિવાય બીજા કોઈનો આત્મા લોકવ્યાપી હોતો નથી અને વળી તે અલોકાકાશના એક પણ પ્રદેશને અવગાહતો નથી. આ રીતે પૂ. ભાષ્યકાર મ. સાર્વતોછાત્ આ ભાષ્ય દ્વારા વધારેમાં વધારે જીવનો લોકવ્યાપી અવગાહ છે પણ અલોકાકાશમાં નથી તે બતાવ્યું છે . આમ જીવોનો અવગાહ સમજાઈ ગયો અને તેની સાથે દરેક દ્રવ્યો પોતાના આધાર લોકાકાશમાં કેવી રીતે રહ્યા છે તેનું નિરૂપણ પૂર્ણ થયું. આ નૂતન સૂત્રની સાથે પૂર્વ સૂત્રનો સંબંધ કરતાં પૂ. ભાષ્યકાર મ. કહે છે કે ભાષ્ય - શો હેતુ છે કે જીવોનો અવગાહ લોકાકાશના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે ? ટીકા :- આ ભાષ્ય પૂર્વ સૂત્રની સાથે સૂત્રનો સંબંધ કરે છે તે આ રીતે–આટલું તો નક્કી સમજાઈ ગયું છે કે જીવ અસંખ્યાત પ્રદેશના પરિમાણવાળો છે પણ કાર્મણ શરીરથી બનેલા ઔદારિકાદિ શરીરના સંબંધથી તે અલ્પ પ્રદેશમાં અને બહુપ્રદેશમાં રહે છે. એટલે કોઈ જીવ એક અસંખ્યાત ભાગમાં, કોઈ જીવ બે અસંખ્યાત ભાગમાં અને ઘણા અસંખ્યાત ભાગોમાં અવગાહે છે.... પણ અહીં પ્રશ્ન થાય છે કે એમાં હેતુ કયો છે ? કેમ કે એકસરખા પ્રદેશના પરિમાણવાળો આત્મા છે. દરેક જીવના અસંખ્યાત પ્રદેશ છે તો અવગાહનામાં ભેદ કેમ છે? જો વસ્ત્રો પણ સરખા પરિમાણવાળાં હોય છે તો તેની અવગાહનામાં વિષમતા-ભેદ દેખાતો નથી. આત્મા પણ તુલ્ય પ્રદેશવાળો છે તો વસ્ત્રની જેમ એકસરખો અવગાહ કેમ નહીં ? વિષમતા શાથી છે ? આ પ્રમાણે પૂભાષ્યકાર મ. આક્ષેપ-પ્રશ્ન તેના પ્રતિવિધાન-જવાબ માટે પૂ. સૂત્રકાર મ. સૂત્રરચના કરે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્ત્વાર્થ સૂત્ર प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥ ५-१६ ॥ સૂત્રાર્થ :- પ્રદીપના પ્રકાશ પુદ્ગલોનો સંકોચ અને વિસ્તાર થાય છે તેવી રીતે આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ થાય છે તેથી અવગાહનાનો ભેદ થાય છે. ટીકા : જીવોની અવગાહનાની વિષમતાનું કારણ સૂત્રમાં રહેલ ‘પ્રદેશ'નું લક્ષણ આગળ સૂત્ર ૭ની ટીકામાં કહ્યું છે. હવે સૂત્રના બાકીના શબ્દોનો અર્થ કરીએ. એક આત્માના પ્રદેશો લોકાકાશના પ્રદેશ જેટલા જ છે. તે પ્રદેશોનો સંહાર એટલે સંકોચ અને વિસર્ગ એટલે વિકાસ થાય છે. આ સંકોચ અને વિકાસરૂપ હેતુથી આત્માના અવગાહમાં વિષમતા છે. જીવના પ્રદેશો સરખા છે છતાં કોઈ એક અસંખ્યાત ભાગમાં રહે છે. કોઈ બે આદિ ભાગોમાં રહે છે તેનું કારણ પ્રદેશોનો સંકોચ અને વિકાસ છે. આ સંકોચ અને વિકાસ થાય છે માટે આત્માના અવગાહમાં વિષમતા છે. દીપકની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ હવે સૂત્રમાં રહેલ છેલ્લો શબ્દ ‘પ્રીપવત્' જેનો અર્થ છે ‘દીપકની જેમ’. દીપક એટલે તેજના અવયવો. જેમ એ તેજના અવયવો જેટલો અવકાશ મળે તેટલામાં ફ્લાય છે. થોડી જગા હોય તો તેમાં સંકોચ પામીને રહે છે. અને મોટી જગા હોય તો તેમાં વિકાસ પામે છે. તેમ આત્મા પણ સંકોચના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે ત્યારે લોકાકાશના એક અસંખ્યાતમા ભાગમા રહે છે અને જ્યારે ઉત્કૃષ્ટ વિકાસને પ્રાપ્ત કરે છે ત્યારે કેવલીનો આત્મા સર્વ લોકમાં અવગાહ કરે છે. આ પ્રમાણે અત્યંત સંકોચ અને અત્યંત વિકાસને જે જીવો પ્રાપ્ત થયા નથી તેવા જીવોની અવગાહના મધ્યમ અસંખ્યાતમા ભાગોમાં હોય છે. આમ વધારેમાં વધારે સંકોચ એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને વધારેમાં વધારે વિકાસ સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ થાય છે તે સિવાયની બીજી બધી મધ્યમ અવસ્થા અનેક પ્રકારવાળી છે. આ રીતે દીપકની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ છે તેથી જ જીવોની અવગાહનાંમાં ભેદ છે. આ જ વાતને પૂ. ભાષ્યકાર મ. વિસ્તારથી બતાવે છે. ભાષ્ય :- કારણ કે દીપકની જેમ જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઇષ્ટ છે. આત્મપ્રદેશોના સંકોચ અને વિકાસની વિશેષ વિચારણા ટીકા : કારણ કે જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઇષ્ટ છે એ આપણે દીપકના દૃષ્ટાંત દ્વારા જોયું. હજી પણ બીજાં દૃષ્ટાંતો દ્વારા આત્મપ્રદેશોના સંકોચ અને વિકાસ ઈષ્ટ છે તે આપણે વિશેષ રીતે વિચારી લઈએ એટલે જીવની અવગાહનાના ભેદમાં આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ કારણ છે તે બરાબર બેસી જશે. प्रदीपो विशिष्टज्वालात्मकः प्रतिबद्धप्रभासंघातपरिवारः.....हारिभ० तत्त्वा० पृ० २१९. ૧. Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૬ (૧) વસ્ત્રની પિડિત અને વિસ્તૃત અવસ્થાની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ ઈષ્ટ છે તે આ પ્રમાણે–જેમ કપડાની ઘડી વાળી દઈએ, પીલું બનાવી દઈએ તે કપડાનો સંકોચ કહેવાય અને ઘડી ઉકેલીને કપડું પહોળું કરીએ તે તેનો વિકાસ કહેવાય તેવી રીતે જીવના પ્રદેશોનો પણ સંકોચ અને વિકાસ ઈષ્ટ છે. (૨) દીપકનો પ્રકાશ જેટલો આધાર મળે તે પ્રમાણે સંકોચાય છે અને લાય છે તેવી રીતે જીવના પ્રદેશોનો પણ સંકોચ અને વિકાસ ઇષ્ટ છે. (૩) ચર્મમંડલનું જેમ સંકુચન અને પ્રસારણ થાય છે તેવી રીતે આત્માના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઈષ્ટ છે. દીપક અનિત્ય છે માટે આત્મા અનિત્ય સિદ્ધ થશે ? શંકા - તો તો આત્મા દીપક આદિની જેમ અનિત્ય થશે કેમ કે દીપકાદિ અનિત્ય છે. દીપક એકાંતથી અનિત્ય નથી. સમાધાન :- આ શંકા અયોગ્ય છે. કેમ કે સ્યાદ્વાદી દીપક આદિને એકાંતથી અનિત્ય માનતા નથી. બધા પદાર્થો દ્રવ્ય નય અને પર્યાય નયથી યુક્ત છે. આથી બધા પદાર્થો નિત્યાનિત્યાદિ વિકલ્પને ભજનારા છે. આવી જૈનોની પ્રતિજ્ઞા છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે, તમારે ત્યાં બધા જ પદાર્થો નિત્યાનિત્ય છે તેથી આત્મા પણ એવા ધર્મવાળો જ અર્થાત્ નિત્યાનિત્ય જ થશે. આ અનુમાનમાં સિદ્ધસાધ્યતા છે : અમારે ત્યાં આત્મા નિત્યાનિત્ય જ છે એટલે સિદ્ધસાધ્યતા છે. તમે અમારા માટે આત્મામાં નિત્યાનિત્યપણું સાધ્ય કરો છો તે નકામો પ્રયત્ન છે કેમ કે તે તો અમે માનીએ જ છીએ. અમારે ત્યાં આત્મા નિત્યાનિત્ય સિદ્ધ જ છે. એને જ તમે સિદ્ધ કરો છો. અમે આત્મા નિત્યાનિત્ય છે. આ પ્રમાણે સ્વીકારીએ છીએ તેથી જેઓ આ શ્લોકમાં જે આપત્તિ આપે છે તે પણ ખંડિત થઈ જાય છે. "वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फल:२ ॥" શ્લોકાર્થ- આકાશ નિત્ય છે તો વરસાદ પડે કે તાપ પડે પણ એમાં કશો જ ફરક પડતો નથી, પણ ચર્મમાં તેનું ફળ છે. અર્થાત્ ચર્મ વરસાદથી સંકોચાય છે અને તાપથી વિસ્તૃત થાય છે. તેથી જો આત્માને ચર્મ જેવો કહેશો તો અનિત્ય સિદ્ધ થશે અને આકાશ જેવો કહેશો તો ૧. અર્થાત્ પટ સાપેક્ષ નિત્યાનિત્ય છે, આત્મા સાપેક્ષ નિત્યાનિત્ય છે, વસ્તુમાત્ર સાપેક્ષ નિત્યાનિત્ય છે. ..મસજ્જન: II ત્યાં “સત્યમ:' તિ પાઠાન્તર ન્યાયમંજરી ઉત્તરભાગ પૃ. ૧૬. निर्विकारत्वे तु सताऽसता वा सुखदुःखादिना कर्मफलेन कस्तस्य विशेष इति कर्मवैफल्यमेव, तदुक्तम्वर्षातपाभ्यां किं व्योम्नः, चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत्सोऽनित्यः, खतुल्यश्चेदसत्समः ॥ इति ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્ત્વાર્થ સૂત્ર ફળ વગરનો થશે. આ પ્રમાણે જેઓ આત્માને એકાંતથી નિત્ય કે અનિત્ય માનવામાં આપત્તિ આપે છે તેનું નિરાકરણ થઈ જાય છે કેમ કે અમે આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનીએ છીએ એટલે અમારે આ આપત્તિ આવતી જ નથી. આકાશ એકાંતથી નિત્ય નથી અને ચર્મ એકાંતથી અનિત્ય નથી. બધી વસ્તુઓ ઉત્પાદાદિ ત્રણથી યુક્ત છે. આ વાત કહી છે અને કહેવાશે માટે કોઈ પણ વસ્તુ એકાંતથી નિત્ય નથી કે એકાંતથી અનિત્ય નથી. આથી આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય છે. જો આત્માને એકાંત નિત્ય અને એકાંત અનિત્ય માનવામાં આવે તો કર્મનો સંબંધ અને કર્મનું ફળ બંને બનશે નહિ. જો આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો તેની સાથે કર્મનો સંબંધ થશે નહીં અને એકાંત અનિત્ય માનવામાં આવે તો કર્મના ફળનો અભાવ થશે. માટે અમે જૈનો જે આત્માને કથંચિત નિત્યાનિત્ય માનીએ છીએ તે બરાબર છે. પદાર્થમાત્ર નિત્યાનિત્ય છે. અમારી આ પ્રતિજ્ઞા બરાબર છે. હવે પૂ. ભાષ્યકાર મ. દીપકનો સંકોચ અને વિકાસ છે તે બતાવવાની ઇચ્છાથી કહી રહ્યા છે કે ભાષ્ય - તે આ પ્રમાણે–તેલ, દીવેટ અને અગ્નિરૂપ ઉપાદાનથી વધેલો દીપક મોટી એવી પણ કૂટાગારશાલાને અને નાની પણ શાળાને પ્રકાશિત કરે છે. માણિકાથી આવરાયેલ માણિકાને, દ્રોણથી આવરાયેલ દ્રોણને, આઢકથી આવરાયેલ આઢકને, પ્રસ્થથી આવરાયેલ પ્રસ્થને, હાથથી આવરાયેલ હાથને પ્રકાશિત કરે છે. દીપકના પ્રકાશની અધિકરણની અપેક્ષાએ અલ્પતા અને વિશાળતા દેદીપ્યમાન કિરણનો સમૂહ તે પ્રદીપ છે. આ દીપક માણિકા, આઢક, પ્રસ્થ વગેરે પોતાના અધિકરણનો સંબંધી છે. આવરણ વગરના આકાશમાં રહેલા અંધકારના અવધૂત -નિશ્ચય પ્રમાણવાળો છે. આવો દીપક તેજના અવયવોના સંકોચથી અલ્પ, અલ્પતર, અલ્પતમ અને અન્યતમ દેખાય છે. ૧. ટૂથTR-. ઉપલી મેડી, અગાસી, ખોટું ઘર, ક્રીડાનું ઘર. ૨. મIિ -સી. આઠ પળનું વજન. ૩. ટોન-પુ ના બત્રીસ શેરનું એક વજન. (જેમાં શેર એંશી રૂપિયા ભારનો હોવો જોઈએ.) એક ખારીનો સોળમો ભાગ. ૪. માઢતા-પું. એક હજારને ચોવીસ તોલાનું એક માપ, ચાર પ્રસ્થ બરાબરનું એક વજન ૫. પ્રથ- એક જાતનું માપ –શબ્દરત્નમહોદધિ यथा प्रदीपस्य प्रकाशः निरावरणाकाशप्रदेशेऽनवधृतप्रकाशपरिमाणं भवति । तत्त्वार्थ, श्रुतसागरीया टीका पृ० १८७ पंक्ति ११ Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૬ ૯૯ દીપકને જેમાં મૂકીએ તે અધિકરણનો તે સંબંધી છે. પ્રદીપના પ્રકાશમાન અવયવો પ્રમાણ જેટલી ખુલ્લી જગા હોય તેટલામાં તેનો પ્રકાશ ફેલાય છે. જો ઓરડામાં રાખીએ તો ઓરડાને પ્રકાશિત કરે છે અને કૂંડામાં રાખીએ તો કૂંડાને પ્રકાશિત કરે છે. એટલે પોતાના તેજસ્વી અવયવો પ્રમાણ નિરાવરણ આકાશમાં પ્રદીપ વ્યાપ્ત થાય છે. એને જેમ જેમ નાની નાની વસ્તુમાં મૂકતા જઈએ તેમ તેમ તેના અવયવોનો સંકોચ થાય છે. અને જેમ જેમ મોટા આધારમાં મૂકીએ તેમ તેમ વિકાસ થાય છે. દા. ત. માણિકામાં દીપક મૂક્યો તો એ માણિકાથી આવૃત થાય છે ત્યારે અલ્પ દેખાય : છે. દ્રોણમાં રાખીએ તો દ્રોણથી આવરાય છે ત્યારે એનાથી પણ અલ્પ એટલે અલ્પતર દેખાય છે. આઢક અને પ્રસ્થમાં મૂકીએ તો તેનાથી આવૃત થયેલ અલ્પતમ અવભાસવાળો દેખાય છે અને જ્યારે હાથથી ઢાંકીએ છીએ ત્યારે હાથથી આવરાયેલ અન્યતમ-એકદમ બીજા જેવો દેખાય છે. જયારે તે જ દીપક ઉપરથી સંપૂર્ણ ઢાંકણ લઈ લેવાય છે ત્યારે પ્રકાશમાન મૂળ શરીરવાળો તે દીપક આકાશના ઘણા વિભાગને પ્રકાશિત કરે છે. આમ અધિકરણની અપેક્ષાએ દીપકના પ્રકાશની અલ્પતા અને વિશાળતા છે. ભાષ્યના અર્થનું નિરૂપણ તેલ, વાટ અને અગ્નિરૂપ ઉપાદાનથી વધેલ' ભાષ્યની આ પંક્તિ દીપકનું વિશેષણ છે. આ વિશેષણથી સકળ કારણ સામગ્રીનું કથન કર્યું છે. “કૂટાગારશાલા ..' આદિ વાક્યોથી દીપકની અનેક અવસ્થાઓ બતાવે છે. પોતાના સ્વરૂપ અને અવયવોના ત્યાગ કર્યા સિવાય દીપક અનેક આકારને ધારણ કરે છે. સંપૂર્ણ તેલ આદિ પ્રકાશને યોગ્ય કારણ સામગ્રીવાળો દીપક પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર મોટામાં મોટા કે નાનામાં નાના અધિકરણમાં રહીને જેટલી જગા છે તેટલામાં પોતાનો પ્રકાશ ફેલાવે છે. નાની જગા હોય તો સંકોચ પામે છે, મોટી જગા હોય તો વિકાસ પ્રાપ્ત કરે છે. આ રીતે પૂ. ભાષ્યકાર મ. દીપકનો સંકોચ અને વિકાસ છે તે બતાવ્યો તેને આપણે સારી રીતે વિચારી ગયા. હવે પૂ. ભાષ્યકાર મ. સ્વયં જ આ દૃષ્ટાંતને દાન્તિક જીવમાં ઘટાવે છે. ૧ અનાવૃત-આવરણ વગરના પોતાના અવયવપ્રમાણ આકાશને વ્યાપ્ત થાય છે પણ આખા વિશ્વને વ્યાપ્ત થતા નથી. વળી આત્મા કેવલી સમુદ્યાત વખતે લોકવ્યાપી હોઈ શકે છે પણ મોક્ષપ્રાપ્તિ ક્ષણે પોતાના શરીરની અવગાહનાથી ત્રીજા ભાગથી ન્યૂન હોય છે કારણ કે પોલાણ વગરના શરીરની અનુકરણવાળી આત્માની જે અવગાહના થાય છે તે પછી કોઈ પણ પ્રયોજન ન હોવાથી અવગાહનાનો સંકોચ હોઈ શકતો નથી...તત્વાર્થ મુદ્રિટિપ્પામ- કૃ૦ ૩૩૬. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થ સૂત્ર દાન્તનો ઉપનય : ભાષ્ય - એવી રીતે પ્રદેશોના સંહાર અને વિસર્ગથી જીવ મહાન–મોટા કે નાના પાંચ પ્રકારના શરીરસ્કંધને અવગાહે છે. એટલે જીવ લોકાકાશમાં રહેલા ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવના પ્રદેશ સમુદાયને વ્યાપે છે અર્થાત્ અવગાહે છે. દૃષ્ટાન્તનો ઉપસંહાર જીવ પ્રદેશોનો સંકોચ અને વિકાસ થતો હોવાથી નાના કે મોટા પાંચ પ્રકારના ઔદારિક આદિ શરીરસંઘાતને જીવ વ્યાપે છે એટલે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ પ્રદેશોના સમુદાયને જીવ અવગાહે છે. કારણ કે લોકાકાશમાં અવયવ જ ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલો છે. જીવ પ્રદેશોની ભજના છે. જે લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં એક જીવ અવગાહીને રહેલો છે ત્યાં બીજા જીવનો પણ અવગાહ હોઈ શકે છે. એમાં કશો વિરોધ નથી. એટલે આવી રીતે જીવ અણુ કે મહાન ધર્માદિ સમૂહને વ્યાપે છે. આ રીતે દાર્શત્તિક જીવમાં દીપકના દાંતનો ઉપસંહાર કરાય છે કે–દીપકના પ્રકાશની જેમ જીવ પાંચ પ્રકારના શરીરમાં સ્થાન લે છે. તે શરીરો બધાં એકસરખાં હોતાં નથી. કોઈ શરીર કદમાં નાનું હોય તો કોઈ શરીર કદમાં મોટું હોય. જેવડું શરીર હોય તેવડા શરીરમાં જીવ રહે છે. આમ દીપકના પ્રકાશની જેમ જીવને જેવો આધાર મળે છે તે આધાર પ્રમાણ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર થાય છે. એટલે પ્રદેશોના સંકોચ અને વિસ્તારના કારણે જીવ ધર્માદિ સમુદાયને વ્યાપે છે. આમ જીવના પ્રદેશો સંકોચ અને વિકાસ સ્વભાવવાળા હોવાથી જીવના પ્રદેશો દીપકના પ્રકાશની જેમ પાંચ પ્રકારના નાના કે મોટા શરીરસ્કંધને એટલે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશસમુદાયને અવગાહે છે. પૂ. ભાષ્યકાર મ. જીવના પ્રદેશો ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવપ્રદેશોને અવગાહે છે આવો અર્થ કર્યો એટલે એક પ્રશ્ન થાય છે કે જીવપ્રદેશો જીવપ્રદેશોને કેવી રીતે અવગાહે ? તો તેનું સમાધાન એ જ છે કે જ્યાં એક જીવ રહ્યો છે ત્યાં બીજો જીવ રહી શકે છે તેનો વિરોધ હોઈ શકતો નથી. માટે આકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કોઈ એક જીવના આત્મપ્રદેશો છે ત્યાં બીજા જીવોના પણ આત્મપ્રદેશો રહી શકે છે માટે જીવપ્રદેશો ધર્માદિ દ્રવ્યના પ્રદેશ સમુદાયને અવગાહે છે. આ અર્થ બરાબર છે. ઉપરના ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બતાવ્યું કે જીવપ્રદેશો ધર્માદિ દ્રવ્યના પ્રદેશના સમુદાયને વ્યાપે છે અર્થાત્ જીવના પ્રદેશોની દરેક દ્રવ્યના પ્રદેશો સાથે સ્થિતિ જણાવી એટલે એક વિચાર સ્ફરે છે કે–પરસ્પર દ્રવ્યો એકબીજામાં રહે આ તે કેવી રીતે બને ? ૧. એક આકાશપ્રદેશમાં અનેક જીવોના અનેક પ્રદેશોનો અવગાહ હોય છે તેથી મુકિત ટિપ્પષ્યાન પૃ૦ રૂરૂ. Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૬ ૧૦૧ પૂ. ભાષ્યકાર મ. આપણા વિચારને જાણીને આપણી મૂંઝવણને દૂર કરતાં કહે છે કે - ભાષ્ય :- ધર્મ, અધર્મ, આકાશ અને જીવોનું પરસ્પર રહેવું અને પુદ્ગલોમાં વૃત્તિવિરુદ્ધ નથી કેમ કે તે અમૂર્ત છે. ટીકા : ધર્માદિ દ્રવ્યો અમૂર્ત છે. તેથી તેઓનું પરસ્પર રહેવું વિરુદ્ધ નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્ય પરસ્પર સાથે રહી શકે છે. બધા અમૂર્ત છે એટલે પરસ્પર કોઈને ટકરાવાનો પ્રશ્ન નથી માટે ‘સાથે રહેવું' બની શકે છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે આકાશપ્રદેશની સાથે વ્યાપીને જ ધર્મ, અધર્મના પ્રદેશો રહેલા છે. વળી જે આકાશપ્રદેશમાં ધર્મ, અધર્મ વ્યાપીને રહેલા છે તે જ લોકાકાશમાં જીવ, પુદ્ગલોની ગતિ, સ્થિતિ અને અવગાહ છે. આથી જેમ અમૂર્ત ધર્મ, અધર્મ, આકાશ અને આત્મપ્રદેશોની પરસ્પર વૃત્તિ છે તેમાં વિરોધ નથી તેમ પુદ્ગલના વિષયવાળી ધર્માદિની વૃત્તિનો પણ વિરોધ નથી. કારણ કે ધર્મના બળે જ પુદ્ગલ ગતિ કરે છે. અધર્મના બળે સ્થિતિ કરે છે અને આકાશના બળે અવગાહ લે છે એ તો દેખાય જ છે. વળી આત્માની તો કર્મ પુદ્ગલોની સાથે વ્યાપ્તિ છે. આત્માને કર્મ પુદ્ગલો એકમેક છે માટે પરસ્પર દ્રવ્યોની વૃત્તિનો કોઈ વિરોધ નથી. આથી પૂ. ભાષ્યકાર મ. જણાવેલ ‘જીવપ્રદેશો ધર્માદિના પ્રદેશસમુદાયને અવગાહે છે' આ વાત સમજાઈ જાય છે. અને એ વાત સિદ્ધ થાય છે કે આત્મા પ્રદેશોના સંકોચ અને વિસર્ગના કારણે નાના કે મોટા શરીરને ગ્રહણ કરે છે. જેટલું શરીર હોય તેમાં વ્યાપીને રહે છે. આ રીતે જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ હોવાથી દીપકની જેમ જીવ નાના, મોટા શરીરમાં વ્યાપીને રહે છે. આમ જીવોના પ્રદેશો સમાન હોવા છતાં તેના અવગાહમાં વિષમતા છે આ બરાબર સમજાઈ ગયું. ભાષ્ય :- પ્રદેશોના સંહાર (સંકોચ) અને વિસર્ગ(વિકાસ)નો સંભવ છે તો શા માટે જીવોનો અવગાહ અસંખ્યાતભાગાદિમાં થાય છે અને એકપ્રદેશાદિઓમાં થતો નથી ? એક આકાશપ્રદેશમાં જીવના અવગાહનાની શંકા : આપણને વારંવાર દીપક આદિ દૃષ્ટાંત દ્વારા બતાવી દીધું કે જીવના પ્રદેશોમાં સંકોચ અને વિસર્ગનો સંભવ છે. હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો આત્મામાં પ્રદેશના સંહરણનું સામર્થ્ય છે તો તે સંપૂર્ણ કારણકલાપના સમુદાયવાળો આત્મા સર્વ પ્રદેશોને સંહરીને એક જ આકાશપ્રદેશમાં કેમ રહેતો નથી ? કારણ કે એને કોઈ રોકનાર તો નથી તો પછી આકાશના અસંખ્યાત ભાગાદિમાં જ કેમ રહે છે અને એકાદિ આકાશપ્રદેશમાં કેમ રહેતો નથી ? આમાં કોઈ યુક્તિ નથી. તમે ઓછામાં ઓછો સંકોચ અસંખ્યાત ભાગ પ્રયાણ બતાવ્યો એમાં કોઈ યુક્તિ કે કારણ લાગતું નથી. ૧. धर्माधर्माकाशजीवानामिति, अमूर्तत्वसाधर्म्यादित्थमुपन्यासः, परस्परेण वृत्तिरितीतरेतराबुवेधस्तत्स्वभावतया न विरुध्यते, पुद्गलेषु च स्कन्धादिषु न विरुध्यते ... अमूर्तत्वाद्, धर्मादीनां एवं व्यवहारनयमतादवगाह्यादि, निश्चयस्तु सर्व एव भावा: स्वावगाहा इति ॥ हारिभ० पृ० २१९. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે કોઈની શંકાને ઉપર પ્રશ્નાત્મક ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બતાવી અને હવે તેનો જવાબ આપતાં કહે છે કે યુક્તિથી રિક્ત એટલે યુક્તિ વગરના પદાર્થની પ્રતિજ્ઞા કરતા જ નથી. પરંતુ યુક્તિયુક્ત અર્થની જ પ્રતિજ્ઞા કરીએ છીએ. અહીં તમારો પ્રશ્ન છે તેમાં પણ યુક્તિયુક્ત જવાબ છે જ તે આ પ્રમાણે ભાષ્ય - સંસારી જીવો યોગવાળા હોવાથી અને સિદ્ધો ચરમ શરીરના ત્રીજા ભાગ હીન અવગાહનાવાળા હોવાથી એકાદિ પ્રદેશમાં જીવોના અવગાહ નથી. ટીકા : જીવોનો અવગાહ એકાદિ આકાશપ્રદેશમાં કેમ નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પૂ. ભાષ્યકાર મ. સંસારી અને સિદ્ધ બંનેને માટે યુક્તિપૂર્વક ખુલાસો આપે છે. (૧) સંસારી જીવો યોગવાળા છે માટે (૨) સિદ્ધો ચરમ શરીરની ત્રીજા ભાગ હીન અવગાહનાવાળા છે માટે જીવના પ્રદેશોનું સંકોચનું સામર્થ્ય હોવા છતાં એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ નથી. પણ ઓછામાં ઓછોય આકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ પ્રદેશમાં અવગાહ છે. હવે આપણે પૂભાષ્યકાર મ.ના શબ્દો, તેમની પંક્તિની વિચારણા કરી યુક્તિયુક્ત જવાબના રહસ્યને મેળવીએ. “સંયોગ' શબ્દમાં રહેલ “યોગથી શું લેવાનું? ઔદારિક શરીર આદિ જે પ્રસિદ્ધ છે તે જ લેવાના. એટલે ઔદારિકાદિ શરીરરૂપ યોગો તો પ્રસિદ્ધ જ છે. અહીં તો સામાન્યથી યોગ બોલ્યા છે છતાં વ્યાપક હોવાથી કાર્પણ યોગ જ લેવાનો છે. એટલે યોગ એટલે કાશ્મણ યોગ અને “યોગની સાથે હોય તે સયોગ, કાર્મણ યોગની સાથે હોય તે સયોગ. એટલે સયોગથી “કામણશરીરી” આવો અર્થ સમજવો. કેમ કે સર્વ સંસારી જીવોને અવશ્ય કાર્મણ શરીર હોય જ છે. તેથી અનંતાનંત પુદ્ગલથી પ્રચિત સર્વ સંસારી જીવોને કાર્પણ શરીર લાગેલું હોવાથી આત્મા અસંખ્યાત પ્રદેશમાં અવગાહ કરે છે પણ એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ કરતો નથી. આથી સ્પષ્ટ સમજાઈ જાય છે કે સંસારી જીવો યોગવાળા હોવાથી કાર્યણશરીરી હોવાથી જઘન્યથી લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ અવગાહે છે પણ એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના કરતા નથી. અધ્યાય બીજામાં આપણે જોઈ ગયા છીએ કે કાશ્મણ શરીરનું જઘન્ય યોગ શબ્દ શરીરમાં જ વ્યાપ્ત છે પણ કાર્પણ શરીરમાં જ વ્યાપ્ત નથી માટે યોગ શબ્દની વ્યાખ્યામાં ઔદારિક આદિ શરીર જ યોગની વ્યાખ્યામાં બતાવ્યા. ૨. ઔદારિક આદિ સ્થૂલ શરીરો કાર્પણ શરીરની અવગાહનાને અનુસરનારા હોવાથી કાર્પણનો જ ગ્રહ છે. અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ જ કાર્મણાદિનું ગ્રહણ થાય છે પણ આનાથી પહેલા સંખ્યાતપ્રદેશમાં અવગાઢ પુદ્ગલોનો ગ્રહ થતો નથી. એક આકાશપ્રદેશાદિમાં અવગાઢનું ગ્રહણ થતું નથી એ બોધ છે પણ અંતર બતાવવા માટે નથી.... ગતિ દિguથમ y૦ રૂ૩૬. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સુત્ર-૧૬ ૧૦૩ પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે એટલે કામણ શરીરને લઈને જીવનો પણ જઘન્ય અવગાહ તેટલો જ છે. આમ પૂ. ભાષ્યકાર મ. ના યુક્તિયુક્ત જવાબથી સ્પષ્ટ સમાધાન થઈ જાય છે કે સંસારી જીવોની એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના સંભવે જ નહિ. સંસારી જીવો માટે યુક્તિયુક્ત જવાબ આપ્યા પછી પૂ. ભાષ્યકાર મ. સિદ્ધ પરમાત્મા માટે પણ સુંદર યુક્તિ આપે છે તેને હવે વિચારી લઈએ. સંસારી જીવો તો કાર્મણ શરીરવાળા છે માટે ઉપરની યુક્તિ બરાબર છે પરંતુ સિદ્ધોને તો કાર્મણ શરીરનો યોગ જ નથી. તેઓ તો સયોગી નથી તો શા માટે સિદ્ધ ભગવંતો એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના ન કરે ? તેના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવે છે કે–સિદ્ધ ભગવંતો ત્રીજા ભાગથી હીન ચરમ શરીરને અવગાહે છે માટે એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના કરતા નથી. તો આ સમાધાન દ્વારા આપણને એ બતાવે છે કે–શરીરમાં ત્રીજા ભાગનું પોલાણ છે. તે પોલાણને પૂરી દેવાથી ત્રીજો ભાગ હીન અવગાહના થાય છે, અને આ ત્રીજા ભાગથી હીન અવગાહના ચરમ શરીરમાં યોગ નિરોધ કાળમાં જ થાય છે. આથી સિદ્ધ ભગવંત પણ તેટલા પ્રમાણવાળા જ હોય છે. અનાવરણવીર્યવાળા કેવલી ભગવંતનું પણ આનાથી ન્યૂન અવગાહ માટે સામર્થ્ય નથી તો બીજા સંસારી જીવો માટે તો કહેવું જ શું? મતલબ એ છે કે સિદ્ધ ભગવંતોના વીર્યને– સામર્થ્યને રોકનાર કોઈ કર્મ નથી. તો તેમને તો જેટલો આત્મપ્રદેશોનો સંકોચ કરવો હોય તેટલો કરી શકે. જ્યારે સંસારી જીવોને કર્મ રોકનાર છે એટલે તેમનો અવગાહ કાર્મણ શરીરને આધીન છે. પણ આ અનાવરણવીર્યવાળા સિદ્ધ ભગવંતો પણ જે જન્મમાં સિદ્ધ થઈ રહ્યા છે તે જન્મમાં જેટલી ઊંચાઈ છે તેનો ત્રીજો ભાગ કાઢીને બાકીનો અવગાહ કરી શકે છે. તેઓ પણ આનાથી ઓછો અવગાહ કરી શકતા નથી તો હવે કર્મવાળા સંસારીઓને માટે તો કહેવાનું જ શું ? હવે અહીં કોઈ કહે કે આમ કેમ? શું કર્મ વગરના સિદ્ધો પણ વધારે સંકોચ ન કરી શકે ? તો આ પ્રશ્ન બરાબર નથી, કેમ કે આ સ્વભાવ છે કે આટલો જ ઉપસંહાર થાય છે, અને સ્વભાવમાં પ્રશ્ન હોતો જ નથી. પ્રશ્ન:- જોકે ચરમ શરીરનો ત્રીજો ભાગ જ હીન થાય છે તે વખતે અયોગી કેવલી કર્મ સહિત એટલે સકર્મા છે. માટે આનાથી અલ્પતર એટલે અત્યંત ઓછો સંકોચ થઈ શકે નહિ પણ કર્મનો સંપૂર્ણ નાશ થયા પછી તો સિદ્ધ થાય છે તો કર્મથી વિમુક્ત થયેલ એકાદિ પ્રદેશમાં અવગાહી શકે તેટલો સંકોચ કેમ નથી કરતા ? ઉત્તર - આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે કર્મ રહિત થયા પછી પ્રયત્નનો અભાવ છે. પ્રયત્નનો અભાવ કારણનો અભાવ છે. માટે ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થ સૂત્ર મતલબ એ છે કે કારણ હોય તો પ્રયત્ન થાય અને પ્રયત્ન થાય તો અધિક સંકોચ થાય. જ્યારે સિદ્ધ ભગવંતો કૃતકૃત્ય છે માટે તેમને કોઈ પ્રયોજન નથી કે જેથી પ્રયત્ન કરે અને પ્રયત્ન નથી માટે અધિક સંકોચ નથી. એટલે આ રીતે આ નિરૂપણમાં કોઈ દોષ નથી. આ રીતે પૂ. ભાષ્યકાર મ. જીવના પ્રદેશોનો એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ કેમ નથી તેના યુક્તિપુરસ્સર જવાબો આપ્યા. તેના દ્વારા બરાબર પ્રશ્નનું સમાધાન થઈ ગયું. ટૂંકમાં તેમણે આ પ્રમાણે કહ્યું કે–વિકાસ અને સંકોચ ધર્મવાળા આત્મપ્રદેશો છે. વિકાસ અને સંકોચ ધર્મવાળા હોવાથી આત્મપ્રદેશોની પરંપરા કમળના નાળના તાંતણાઓની પરંપરાની જેમ વચમાં વિચ્છેદ પામ્યા વગર વિકાસ પામે છે. પ્રશ્ન :- આત્મપ્રદેશો વચમાં વિચ્છેદ કેમ નથી પામતા ? ઉત્તર :- અમૂર્તિ છે માટે આત્મપ્રદેશો વચમાં વિચ્છેદ પામતા નથી. વળી આત્મપ્રદેશો વિકાસધર્મવાળા છે અને એકપણે પરિણામ પામે છે અર્થાતુ જીવપ્રદેશો વિકાસ પામે છે અને જીવની સાથે એક રૂપે પરિણમે છે. જેમ કીડી જેવા નાના શરીરમાંથી હાથી જેવા મોટા શરીરમાં જતા જીવના પ્રદેશોની અભિવૃદ્ધિ દેખાય છે. આમ જીવની અભિવૃદ્ધિ થાય છે તેથી આત્મપ્રદેશોનો વિકાસ સિદ્ધ છે. આમ આત્મપ્રદેશો અમૂર્ત હોવાથી તેઓનો અવિચ્છેદ બતાવ્યો છે. એકત્વરૂપ પરિણામ અને જીવની અભિવૃદ્ધિ પ્રદેશોનો વિકાસ બતાવ્યો છે. આ રીતે પાનાળના તાંતણાઓની જેમ આત્મપ્રદેશો પણ વિચ્છેદ પામ્યા વિના વિકાસને પ્રાપ્ત કરે છે. સંકોચથી પૂ. ભાષ્યકાર મ. નો આ પ્રમાણે ભાવાર્થ છે કેઆત્મપ્રદેશસંતાન :- પક્ષ અવિચ્છેદન વિકાસમાસાદયતિ- સાધ્ય વિકસન-સંકોચ-ધર્મવાતુ-હેતુ પદ્મના સંતાનવતુ–દષ્ટાંત ૧. પ્રશ્ન :- હા, જીવના પ્રદેશોનો અલ્પમાં અલ્પ સંકોચ તો સમજાયો પણ વધારેમાં વધારે વિકાસ લોકપ્રમાણ જ કેમ છે ? તેથી વધારે કેમ નહિ ? તે સમજાતું નથી. ઉત્તર :- વિકાસ એ ગતિને આધીન છે. ગતિનું કારણ ધર્માસ્તિકાય છે અને આ ધર્માસ્તિકાય લોકમાં જ છે. તેથી આત્માના પ્રદેશોનો લોકની મર્યાદાને છોડીને આગળ વિકાસ થઈ શકતો નથી. માટે આત્મપ્રદેશોનો વધારેમાં વધારે વિકાસ લોકવ્યાપી જ થાય છે, આનાથી વધારે નહિ. વળી આત્માના પ્રદેશો અસંખ્યાતા છે અને લોકાકાશના પણ અસંખ્યાતા પ્રદેશ છે. એટલે આકાશના એક એક પ્રદેશમાં આત્માના એક એક પ્રદેશનું સ્થાપન થાય તો પણ લોકવ્યાપી જ બને. આથી આગળ આત્મપ્રદેશોનો વિકાસ નથી. આ રીતે પણ આત્માના પ્રદેશોનો વિકાસ લોકાધિક જ છે પણ બહાર નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૬ ૧૦૫ આ પ્રકારે અનુમાન કરીને સાધ્યમાં રહેલ ‘અવિચ્છેદેન’ વિશેષણની પ્રસિદ્ધિ કરે છે કે આત્મપ્રદેશો અમૂર્ત છે તેથી તેનો અવિચ્છેદ છે માટે સાધ્યમાં કોઈ દોષ નથી. હેતુમાં કોઈ શંકા કરે તો તેને દૂર કરતાં કહે છે કે—વિકાસ ધર્મ હોવાથી એકત્વ પરિણામ થાય છે અને એકત્વ પરિણામથી પ્રદેશોમાં વૃદ્ધિ થતી હોવાથી વિકાસ સિદ્ધ છે. આ રીતે આપણે પદ્મનાળના તંતુ સંતાનની જેમ આત્મપ્રદેશસંતાન પણ વિચ્છેદ પામ્યા વગર વિકાસધર્મવાળા હોવાથી વિકાસને પ્રાપ્ત કરે છે તે વિચારી ગયા. હવે આ જ દૃષ્ટાંતની સાથે આત્મપ્રદેશોનો સંકોચ ઘટાવીએ. જીવપ્રદેશાઃ—પક્ષ સકલં ઈતર ્ અલ્પે અપહાય વિશન્તિ—સાધ્ય છેદદર્શનાત્, સક્રિયત્વાત્ ચ—હેતુ અરવિન્દનાલ તન્નુસન્તાનવત્—દૃષ્ટાંત આ અનુમાન દ્વારા આત્મપ્રદેશો અલ્પ સ્થાનને છોડીને મોટા આધા૨માં પ્રવેશી જાય છે. આ સિદ્ધ કરાય છે. જેમ કમળની નાળનો છેદ કરાય છતાં નાળના તંતુઓ તૂટી જતા નથી કે બહાર નીકળી જતા નથી પણ બાકી રહેલ નાળના વિભાગમાં પ્રવેશી જાય છે તેવી રીતે જીવના પ્રદેશો પણ કોઈ પણ અવયવનો છેદ થાય છે તો સક્રિય હોવાથી તરત જ તે છેદાયેલા અવયવમાંથી શરીરમાં પ્રવેશી જાય છે. દા. ત. ગરોલીનું પૂંઠું છેદાઈ ગયું એટલે ગરોળીના અવયવનો છેદ થયો. ત્યાર પછી છેદાયેલું એ પૂછડું ક્યાંય સુધી હાલ્યા કરે છે કેમ કે આત્મપ્રદેશો હજી શરીર સાથે સંબદ્ધ છે. હવે એ આત્મપ્રદેશો પૂછ્યું છેદાઈ જવાથી તેમાં રહેલા વિખરાઈ નથી જતા કે શરીરથી બહાર ચાલ્યા નથી જતા કે તેટલા ઓછા નથી થતા પરંતુ પૂંછડા રૂપ નાના સ્થાનને છોડીને શરીરમાં પ્રવેશી જાય છે. આ તો આપણે જોયેલું છે. આમ આત્મપ્રદેશોનું અલ્પ અવયવને છોડીને શરીરમાં પ્રવેશી જવું તે સંકોચ સમજાય છે. પ્રશ્ન :- તો મસ્તક એ પણ અવયવ છે, એનો છેદ થાય છે ત્યારે તે મસ્તકમાં રહેલા પ્રદેશો મસ્તકને છોડીને શરીરમાં કેમ પ્રવેશ કરતા નથી ? ઉત્તર ઃ- આ વાત અસત્ છે. કેમ કે વેદના અને આયુષ્ય એ બંને જુદા છે કેમ કે ઘણા જીવપ્રદેશો જ્યાં એકઠા થયેલા હોય છે તે મર્મસ્થાન કહેવાય છે અને મસ્તક તો ઘણાં મર્મ સ્થાનવાળું છે, અને મર્મસ્થાનમાં ખૂબ પીડા થાય છે, મોટી વેદના થાય છે. આવી વેદના ૧. આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ થાય છે. આ બંને વાત એક જ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. તેથી અહીં વિકાસ અને સંકોચ બંનેમાં એક જ દૃષ્ટાંત મૂક્યું છે. જ્યારે નાળને તોડીએ છીએ ત્યાં તાંતણા-પ્રદેશોનો વિકાસ છે, અને એ તંતુઓ જ્યારે નાળમાં પ્રવેશી જાય છે એટલે સંકોચાઈ ગયા. આમ નાળના તંતુઓ સંકોચ અને વિકાસ પામે છે પણ નાશ પામતા નથી અને એક થઈ જાય છે. આવી રીતે અહીં બંને અનુમાનમાં એક જ દૃષ્ટાંત છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થ સૂત્ર આયુષ્યનો ભેદ કરે છે તેથી મસ્તક છેદાઈ જવાથી મસ્તકના પ્રદેશો શરીરમાં પ્રવેશી જાય આવું બની શકે નહિ. આ વાત પ્રસિદ્ધ છે કે આયુષ્યનો ભેદ અધ્યવસાય આદિના નિમિત્તે સાત પ્રકારે થાય છે. તેથી આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ કર્મથી થયેલો છે. આ આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ થવા છતાં આત્માનો નાશ થતો નથી કેમ કે આત્મા અમૂર્ત છે. સ્યાદ્વાદીના મતમાં કોઈ પણ વસ્તુના સ્વતત્ત્વ(સ્વભાવ, ધર્મ)નો સર્વથા (એકાંત) નાશ નથી. આત્માનો સંકોચ અને વિકાસ થવા છતાં પ્રદેશોની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી. અર્થાત્ આત્મપ્રદેશો તો અસંખ્યાતા છે તેટલા જ રહે છે, ઓછાવત્તા થતા નથી. અહીં આત્માનો સંકોચ અને વિકાસ કહ્યો છે તે ક્ષેત્રથી છે એમ સ્વીકારવું જોઈએ. એટલે શરીરરૂપ જેટલું ક્ષેત્ર મળે તેમાં સંકોચાઈને કે ફ્લાઈને રહે છે એ બરાબર સમજાય છે. અવતરણિકા આ રીતે આ અધ્યાયનાં ૧૬ સૂત્ર દ્વારા દ્રવ્યો, તેનું સ્વરૂપ, દ્રવ્યોનો આધાર અને આધારમાં દ્રવ્યો કેવી રીતે રહ્યાં છે ઇત્યાદિ વિસ્તારથી જાણ્યું પણ મુખ્ય વાત દ્રવ્યોને ઓળખવા કેવી રીતે ? તેઓનું લક્ષણ શું? આ તો ખાસ જાણવું જ જોઈએ. અભ્યાસીની આ જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને પૂ. ભાષ્યકાર મ. સ્વયં વિદ્યાર્થી તરફથી પ્રશ્ન કરીને ચાલુ સૂત્રની સાથે સંબંધ કરતાં કહે છે કે ભાષ્ય :- આ પાંચમા અધ્યાયના પહેલા સૂત્રમાં જ તમે કહ્યું હતું કે ધર્માદિ અસ્તિકાયોને લક્ષણથી આગળ કહીશું તો હવે કહો કે તે દ્રવ્યોનું લક્ષણ શું છે?....અહીં લક્ષણ કહીએ છીએ. ટીકા :- અવસર સંગતિ પ્રદર્શન આ જ અધ્યાયના પહેલા સૂત્રમાં “તે ધર્માદિને લક્ષણથી અમે આગળ કહીશું એ પ્રમાણે જે કહ્યું હતું તે હવે અવસર પ્રાપ્ત છે માટે અહીં કહીએ છીએ. તિસ્થિત્યુપાહી થથર્મયોપાર: તા -૨૭ સૂત્રાર્થ- જીવ અને પુગલની ગતિમાં ઉપગ્રહ (નિમિત્ત) અને સ્થિતિમાં ઉપગ્રહ (નિમિત્ત) અનુક્રમે ધર્માધર્મનો ઉપકાર (પ્રયોજન) છે. ટીકા : ઉપર જણાવ્યા મુજબ હવે લક્ષણનો પ્રસંગ છે માટે લક્ષણ કહીએ છીએ અથવા પૂર્વ સૂત્રમાં જીવના પ્રદેશો લોકાકાશના અસંખ્યાત પ્રમાણવાળા અસંખ્યાત ભાગોમાં રહે છે તેનું કારણ જણાવ્યું કે જીવના પ્રદેશો સંકોચ અને વિકાસવાળા છે માટે વિષમ અવગાહના છે તેવી प्राणाहार-निरोधा-ध्यवसान निमित्त वेदना घाताः । स्पर्शाश्चायुभेदे, सप्तैते हेतवः प्रोक्ताः ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭ ૧૦૭ રીતે એક જીવના જેટલા જ ધર્મ અને અધર્મના પ્રદેશ હોવા છતાં ધર્મધર્મ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે પણ લોકાકાશના અસંખ્યાત ભાગાદિમાં વૃત્તિ નથી. આ વાત સૂ. ૧૩માં કરી પણ ત્યાં તેનો હેતુ જણાવ્યો નથી તો તેમાં કારણ શું ? હેતુ બતાવ્યા વગર કેવી રીતે જાણી શકાય ? આવો તમને સ્વાભાવિક પ્રશ્ન થાય. તો તે માટે અહીં સમજવું કે જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ લોકાકાશના કોઈ પણ પ્રદેશમાં થાય છે એટલે સમસ્ત લોકાકાશમાં ધર્મ અને અધર્મ છે એવું કહ્યું તેનો હેતુ સ્પષ્ટ છે કે સમસ્ત લોકાકાશમાં જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ આ કાર્યમા થાય છે. તો આ કાર્યનું કોઈ કારણ હોવું જ જોઈએ. તો એ કાર્યનું અસાધારણ કારણ કહેવું જ જોઈએ. તે વાત અમે કહીએ છીએ તે તમે વિના શંકાએ નિશ્ચિત કરો. પ્રયોગ અને વિસ્રશા પરિણામથી પેદા થયેલ અને પ્રકારની, સર્વલોકપ્રસિદ્ધ અને અન્ય દ્રવ્યોમાં જેનો સંભવ નથી તેવી ગતિક્રિયાને આરંભી રહેલા આત્મા અને પુદ્ગલને, જેમ આંખની જોવાની શક્તિમાં સૂર્યનો પ્રકાશ ઉપગ્રહ-મદદ કરે છે તેમ જે ગતિમાં મદદ કરે છે તે ધર્માસ્તિકાય છે. આવી રીતે સ્થિતિમાં મદદ કરે છે તે અધર્માસ્તિકાય છે. આમ ધર્મગતિમાં અને અધર્મસ્થિતિમાં ઉપગ્રહ કરે છે. આ તેનું કાર્ય છે.ગતિમાં ઉપગ્રહ કરનાર ધર્મ અને સ્થિતિમાં ઉપગ્રહ કરનાર અધર્મ છે. આ પ્રમાણે કાર્યથી સકલ જગતવ્યાપી એવા ધર્મ અને અધર્મનો નિશ્ચય થાય છે. તે અસાધારણ કાર્ય સૂત્રથી બતાવે છે. ભાષ્ય :- ગતિવાળાઓને ગતિમાં અને સ્થિતિવાળાઓને સ્થિતિમાં ઉપગ્રહ (સહાય) રૂપ અનુક્રમે ધર્માધર્મનો ઉપકાર છે. ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષાકારણ, હેતુ આ ઉપગ્રહના પર્યાયવાચી શબ્દો છે. ઉપકારર, પ્રયોજન, ગુણ, અને અર્થ આ ઉપકારના પર્યાયવાચી શબ્દો છે. ગતિ અને સ્થિતિનું સ્પષ્ટીકરણઃ દેશાંતરપ્રાપ્તિમાં એક જગ્યાઓથી બીજી જગ્યાએ જવામાં કારણરૂપ જે પરિણામ છે તે ગતિ છે અને તેનાથી વિપરીત પરિણામ સ્થિતિ છે. આવી આ ગતિવાળાં અને સ્થિતિવાળાં દ્રવ્યોને ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક છે. ૧. एते - पर्यायशब्दाः, एते सामान्येन, नवरं उपग्रहकारणं उपग्राहकं वहन्यादितद्धूमादेर्निमित्तकारणं सहकारि दण्डादिवद् घटादेः, अपेक्षाकारणं भिक्षादिवत्तथाविधवासादेः भिक्षाः तत्र वासयन्तीति, कारीषोऽऽग्निरध्यापयति निश्चौरता पन्थानं वाहयतीतिवचनात् हेतुरुपादानकारणं मृदादि घादेरिति,... उपग्रहकारणस्योपकारः कार्यं निमित्तकारणस्य प्रयोजनं, अपेक्षाकारणस्यानुपघातो गुणः हेतोरर्थ इति,... हारिभ० पृ० २२०. દેશાવસ્થાનતક્ષા.......હારિમ પુ૦ ૨૨૦. ર. ૩. Page #117 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૧૦૮ ગતિ અને સ્થિતિથી તેમાં પરિણત દ્રવ્ય જ લેવું : અહીં સૂત્રમાં તો ‘ગતિ’ અને ‘સ્થિતિ’ શબ્દનો પ્રયો ગર્યો છે તેનાથી પૂ. ભાષ્યાકાર મ. ગતિવાળાં અને સ્થિતિવાળાં દ્રવ્યો આવો અર્થ કેવી રીતે કર્યો ? આવો પ્રશ્ન થાય કારણ કે પૂ. ભાષ્યકાર ગ. ‘તિમતાં "તેઃ સ્થિતિમતાં સ્થિતેઃ' આવી ભાષ્યરચના કરી છે. પણ તેનું સમાધાન છે કે મ. દ્રવ્ય સિવાય ગતિક્રિયા અને સ્થિતિક્રિયા હોઈ શકતી જ નથી તેથી અહીં સૂત્રમાં ગતિ અને સ્થિતિ શબ્દથી ગતિક્રિયામાં પરિણત અને સ્થિતિક્રિયામાં પરિણત દ્રવ્ય લેવાનું છે. ભાષ્યમાં રહેલ ‘યથાસંખ્ય' શબ્દનું પ્રયોજન ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય કોઈ પણ એક, બે કાર્ય કરતા નથી. બંનેનું જુદું જુદું કાર્ય છે. ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરવારૂપ ઉપકાર કરે છે. આમ અનુક્રમે બે દ્રવ્યનો જુદો જુદો ઉપકાર છે પણ એક દ્રવ્ય બે ઉપકાર નથી કરતું તે બતાવવા માટે પૂ. ભાષ્યકાર મ. યથાસંખ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ રીતે ભાષ્યની પ્રથમ પંક્તિનો અર્થ આપણે વિચારી ગયા કે ગતિક્રિયામાં પરિણત થયેલ દ્રવ્યને ગતિમાં અને સ્થિતિક્રિયામાં પરિણત થયેલ દ્રવ્યને સ્થિતિમાં અનુક્રમે ધર્મ, અધર્મ સહાય કરવારૂપ ઉપકાર કરે છે. હવે આપણે એ વિચારવું છે કે પૂ. સૂત્રકાર મ. ‘ગતિ’ પછી ‘સ્થિતિ’નો પ્રયોગ શા માટે કર્યો ? સામાન્યથી વિચારીએ તો કહી શકાય કે સૂત્રમાં ધર્મ પછી અધર્મ દ્રવ્યનો ક્રમ છે અને તે બંને લોકાકાશમાં અવિનાભાવીથી રહ્યા છે. એટલે ગતિમાં સહાયરૂપ ધર્મનું લક્ષણ બતાવ્યું તો હવે તેના પછી સ્થિતિમાં સહાયરૂપ અધર્મનું લક્ષણ બતાવવું જોઈએ માટે ‘ગતિ’ પછી ‘સ્થિતિ’ શબ્દનો પ્રયોગ છે. અથવા તો ક્રિયાવાળા જીવ અને પુદ્ગલોની જ્યાં ગતિ છે તો ત્યાં સ્થિતિ પણ અવશ્ય હોવી જોઈએ. જે ગતિ કરે છે તે અવશ્ય સ્થિતિ કરે જ છે. જે આકાશપ્રદેશોમાં ધર્માસ્તિકાયના કારણે જીવ અને પુદ્ગલોની ગતિ છે તે જ આકાશપ્રદેશોમાં અધર્માસ્તિકાયના કારણે સ્થિતિ પણ હોવી જ જોઈએ. માટે પણ ‘ગતિ' પછી ‘સ્થિતિ' શબ્દનો પ્રયોગ છે. આમ વિચારી શકાય છે. જીવ અને પુદ્ગલની સતત ગતિ અને સ્થિતિનો આક્ષેપ અથવા ધર્મ દ્રવ્યનું સંનિધાન હોવાથી ધર્મ દ્રવ્ય પાસે હોવાથી શું અટક્યા વગર હંમેશા ગતિ જ થાય છે ? કેમ કે સંપૂર્ણ કારણ કલાપના સંનિધાનમાં અવશ્ય થનારી કાર્યની ઉત્પત્તિ થાય છે. જો સંપૂર્ણ કારણ સમૂહ પાસે હોય તો જરૂર કાર્ય થાય છે. તો જીવ અને પુદ્ગલોની સતત ગતિ જ થયા કરે છે ? એવી રીતે સ્થિતિ પણ સતત રહે જ કેમ કે અધર્મ દ્રવ્યનું પણ સંનિધાન છે એટલે શંકા થાય કે શું સતત સ્થિતિ રહે છે ? આમ ધર્મ, અધર્મ બંને દ્રવ્યનું સંનિધાન છે એટલે સંપૂર્ણ કારણ સામગ્રી હોવાથી કાર્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૧૭ ૧૦૯ થવું જ જોઈએ તેથી આક્ષેપ કરે છે કે શું જીવ અને પુલની સતત ગતિ અને સ્થિતિ છે ! આક્ષેપનો પ્રતિકાર આ રીતે કોઈએ આક્ષેપ કર્યો ત્યારે તેના જવાબમાં આપનો પ્રતિકાર કરતાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવ્યું કે ધર્માસ્તિકાય સ્વયં ગતિમાં પરિણત દ્રવ્યને ગતિમાં મદદ કરે છે પણ ધક્કો મારીને ગતિ કરાવે છે એવું નથી. એવી રીતે અધર્માસ્તિકાય સ્વયં સ્થિતિમાં પરિણત દ્રવ્યને સ્થિતિમાં મદદ કરે છે પણ પકડીને સ્થિતિ કરાવે છે એવું નથી. એટલે ધર્માધર્મ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ પેદા કરનાર નથી પણ પોતાની મેળે ગતિ પરિણામવાળા અને સ્થિતિ પરિણામવાળાં જે દ્રવ્યો છે તેને આકાશ અને કાળની જેમ ઉપગ્રહ કરનાર અપેક્ષા કારણરૂપ છે પરંતુ નિર્વક કર્તરૂપ કારણ નથી. કારણ કે નિર્વતક કારણ તો ગતિ અને સ્થિતિ ક્રિયાથી યુક્ત તે જ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. વળી ધર્માધર્મ ઉપગ્રાહક છે, અનુપઘાતક છે અર્થાત્ અનુગ્રાહક છે. કારણ કે સ્વભાવથી જ ગતિ અને સ્થિતિમાં પરિણત દ્રવ્યોને તો બંને મદદ કરે છે. ગતિ, સ્થિતિમાં ધર્માધર્મ ઉપકારક છે તે માટે દાન જેમ વેગ વગરના પ્રવાહવાળા નદી, તળાવ, જલાશય અને સમુદ્રોમાં પોતાની મેળે જ પેદા થયેલી જવાની ઇચ્છાવાળા માછલાને મદદ કરનાર પાણી નિમિત્તપણે ઉપકારી બને છે. જેમ પરિણામ પાણી રહેલ માટીને દંડ નિમિત્તપણે ઉપકાર કરે છે, અથવા અવગાહનામાં આકાશ જેમ નિમિત્ત કારણ છે તેવી રીતે ગતિ, સ્થિતિમાં ધર્માધર્મ નિમિત્ત કારણ છે. ભાષ્યમાં “અપેક્ષા કારણે હેતુઃ'.... આ પ્રમાણે જે કહ્યું છે તે કારણે સામાન્યનું જ્ઞાન કરાવનાર છે. કારણ કે આ શબ્દો અર્થાન્તરને કહેનારા નથી... કહ્યું છે કે "निर्वर्तको निमित्तं परिणामी च विधेष्यते हेतुः । कुम्भस्य कुम्भकारो, वर्ता मृच्चेति समसङ्गख्यम् ॥" ઉદાહરણપૂર્વક ત્રણ પ્રકારના કારણ - હેતુ-કારણ ત્રણ પ્રકારના હોય છે. (૧) નિર્વર્તક, (૨) નિમિત્ત, (૩) પરિણામી. કુંભનું કુંભાર નિર્વતૈક કારણ છે. દોરો નિમિત્ત કારણ છે.. . માટી પરિણામી કારણ છે.. જીવ અને પુગલની ગતિ અને સ્થિતિમાં ધમધર્મ નિમિત્ત છે તે માટે બીજાં દષ્ટાંતો એવી જ રીતે તે જળ દ્રવ્ય ગતિમાં કારણ બનતું હોવા છતાં ગતિ નહીં કરતા એવા માછલાને બલાત્કારે ગતિ કરાવતું નથી. વળી પૃથ્વી પણ પોતાની મેળે ઊભા રહેનાર દ્રવ્યનું સ્થાન થઈને આધાર બને છે પણ નહીં કે ઊભા રહેવા નહીં ઇચ્છતા દ્રવ્યને બલાત્કારે પૃથ્વી સ્થાપન કરે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થ સૂત્ર વળી આકાશ સ્વયમેવ અવગાહ લઈ રહેલાને અવગાહમાં હેતુ બને છે, નહીં કે અવગાહનાને નહીં સ્વીકારતાને અવગાહ માટે પ્રેરણા આપે છે. કેમ કે જલ, પૃથ્વી, આકાશ પોતે આલંબનારૂપ છે. આથી ગતિ, સ્થિતિ અને અવગાહને ઇચ્છતા દ્રવ્યને ગતિ આદિમાં પરિણત થાય ત્યારે તે જળાદિ મદદ કરે છે. વળી જેમ સ્વયં ખેતીનો આરંભ કરવાને તૈયાર થયેલા ખેડૂતોને વરસાદ અપેક્ષા કારણ બને છે પરંતુ જે મનુષ્યો કાંઈ કરવા માંગતા નથી તેઓને માટે વરસાદનું પાણી આરંભ કરાવતું પ્રતીત નથી. વર્ષાઋતુમાં નવા વાદળાના અવાજને સાંભળવાના નિમિત્તથી જેણે ગર્ભ ધારણ કરેલો છે તેવી બગલી સ્વયં જ (ગર્ભને) જન્મ આપે છે પણ જે પ્રસૂતિ કરી રહી નથી તેવી બલાકાને વાદળાનો ધ્વનિ બલાત્કારે પ્રસવ કરાવતો નથી. કોઈ પુરુષ બોધ પામીને પાપથી અટકવારૂપ પ્રતિબોધના નિમિત્તવાળી વિરતિને આચરતો જોવાયો છે પણ પાપથી નહીં અટકતા પુરુષને પ્રતિબોધ બલાત્કારે અટકાવતો નથી. આ રીતે અનેક દૃષ્ટાંતો કરનારને કરવામાં નિમિત્તરૂપ બનતાં જોવાય છે. તે જ રીતે આપણે પ્રસ્તુત ધર્માધર્મ પણ નિમિત્ત કારણરૂપ છે તે સમજી લેવું. ધર્માધર્મ અપેક્ષા કારણ કેવી રીતે કહી શકાય ? શંકા - જો દંડાદિની જેમ ધર્માધર્મ નિમિત્તકારણ છે તો ધર્માધર્મ અપેક્ષાકારણ નહીં બની શકે. કેમ કે જેમાં કોઈ વ્યાપાર ન હોય તે અપેક્ષાકારણ કહેવાય છે. સમાધાન : યુક્તિરહિત હોવાથી આ વાત બરાબર નથી. કારણ તો નિર્ચાપાર હોતું જ નથી. તો કેવું હોય છે? કરી રહ્યું હોય તે કારણ છે. એટલા જ માટે ધર્માદિને અપેક્ષા કારણ કહીએ છીએ. જીવાદિ દ્રવ્યમાં રહેલ ક્રિયા પરિણામની અપેક્ષા કરતું અપેક્ષા કારણ ધર્માદિ દ્રવ્ય, જીવ અને પુદ્ગલના ગતિ, સ્થિતિ પરિણામને પુષ્ટ કરે છે. મતલબ કે ધર્માદિ દ્રવ્ય, જીવ અને પુદ્ગલમાં જ્યારે ગતિ, સ્થિતિ પરિણામ પેદા થાય છે ત્યારે તે ધર્માદિ દ્રવ્ય, ગતિ અને સ્થિતિમાં મદદગાર બને છે માટે ધર્માદિ દ્રવ્ય અપેક્ષા કારણ છે. શંકા - એમ હોય તો નિમિત્ત કારણ અને અપેક્ષા કારણમાં કોઈ વિશેષ ભેદ નહીં પડી શકે. બે કારણ જુદાં નહીં પડી શકે ! અપેક્ષાકારણ અને નિમિત્તકારણનો ભેદ : બંને એક જ છે એવું નથી. બંનેમાં ભેદ છે. દંડાદિ જે નિમિત્ત કારણ કહેવાય છે તે દંડાદિમાં બે પ્રકારની ક્રિયા છે : (૧) વૈગ્નસિકી (૨) પ્રાયોગિકી. જયારે ધર્માદિ જે અપેક્ષાકારણ છે તેમાં એક વૈગ્નસિકી ક્રિયા જ છે. નિમિત્ત કારણમાં બે પ્રકારની ક્રિયા હોય છે અને અપેક્ષા કારણમાં એક વૈગ્નસિકી જ ક્રિયા હોય છે. આમ નિમિત્ત કારણ અને અપેક્ષા કારણમાં ભેદ-વિશેષ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ અધ્યાય-૫ સૂત્ર-૧૭ ભાષ્યના નિમિત્ત શબ્દનો વિશિષ્ટ અર્થ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં કારણ સામાન્યને પ્રતિપાલન કરવાની ઇચ્છાથી નિમિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ નિમિત્તકારણ જે કહેવાય છે તે બતાવવા માટે નથી. એટલે જેટલા અંશે દંડાદિમાં સ્વતઃ વ્યાપાર પરિણામ થાય છે તે અંશને બતાવનાર નિમિત્ત શબ્દનું ઉપાદાન છે એમ સમજવું. આથી ભાષ્યમાં રહેલ ઉપગ્રહના પર્યાયવાચી તરીકે બતાવેલ નિમિત્ત શબ્દનો અર્થ અહીં કારણ છે પણ નિમિત કારણ નથી. આમ જુદો વિશિષ્ટ અર્થ છે. શંકા - ગતિમાં આકાશને જ કારણ માની લો ધર્મની શી જરૂર છે? આકાશ અવગાહનું જ કારણ છે તે માટે તર્કઃ આકાશનું કાર્ય અવગાહ છે. ગતિકાર્ય તો ધર્મનું જ છે અને સ્થિતિકાર્ય અધર્મનું જ છે. તેથી અવગાહ લક્ષણ આકાશનું ગતિ અને સ્થિતિ કાર્ય નથી કારણ કે અવશ્યમેવ એક દ્રવ્યનો બીજા દ્રવ્યથી કોઈ અસાધારણ ગુણ સ્વીકારવો જોઈએ ધર્માધર્મ એ આકાશથી જુદું દ્રવ્ય છે માટે આકાશમાં ન હોય તેવો ધર્માધર્મમાં ગતિ અને સ્થિતિ ઉપકારરૂપ અસાધારણ ગુણ સ્વીકારવો જ જોઈએ. જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આકાશ જુદું દ્રવ્ય છે તો તેનો અસાધારણ ગુણ અવગાહરૂપ ઉપકાર છે તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જુદા દ્રવ્ય છે તો તેનો પણ અસાધારણ ગુણ હોવો જ જોઈએ. આથી એ સિદ્ધ થાય છે કે ગતિ અને સ્થિતિમાં અનુક્રમે ધર્માધર્મ કારણ છે પણ આકાશ નથી. આકાશ તો અવગાહનું જ કારણ છે. ધર્માદિ ભિન્ન દ્રવ્ય છે એની સિદ્ધિ યુક્તિથી અથવા આગમથી નિશ્ચિત કરવી. યુક્તિ આગળ કહેવાશે અને આગમ પ્રમાણ હમણાં આપીએ છીએ. આકાશથી ધર્માદિ દ્રવ્યની ભિન્નતાને સિદ્ધ કરતું આગમપ્રમાણ : __"कइ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णत्ता, तं जहा-धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अद्धासमये" । આ રીતે સર્વજ્ઞ ભગવાને આપેલ આગમરૂપ દસ્તાવેજ અવ્યાહત રીતે પ્રકાશી રહ્યો છે. ધર્માસ્તિકાયની ગતિ કારણતામાં શંકા અને તેનું નિરાકરણ અનાદિકાલીન–અનાદિ કાળથી જ સ્વભાવથી જ પક્ષીઓનું ઊડવું, અગ્નિનું ઊંચે જવું ૧. ટીકાકારે નિમિત્તકારણ અને અપેક્ષા કારણને જુદાં બતાવ્યાં, પણ ભાષ્યમાં તો નિમિત્ત અને અપેક્ષાકારણને પર્યાયવાચી કહ્યા. તેથી હવે પૂ. ટીકાકાર મ, પૂ. ભાષ્યકાર મઠનું રહસ્ય બતાવતાં કહે છે કે–દંડમાં નિમિત્તકારણતા પ્રાયોગિક અને વૈગ્નસિક ઉભય ક્રિયાવાળી હોય છે. કુંભાર દંડને ફેરવે તેનાથી જે નિમિત્તકારણતા આવે તે પ્રાયોગિક અને સ્વવ્યાપારથી દંડમાં જે નિમિત્તકારણતા આવે તે વૈગ્નસિક. આ બે ક્રિયામાંથી પ્રાયોગિક ક્રિયા કાઢી નાંખીને દંડમાં રહેલી જે ક્રિયા છે તેને લઈને દંડમાં નિમિત્તકારણતા આવે છે. આ નિમિત્તકારણતા ભાષ્યકાર મને વિચલિત છે તેથી તેમણે ઉપગ્રહના પર્યાયમાં અપેક્ષાકારણની સાથે જે નિમિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે તેનો અર્થ નિમિત્તકારણ એવો અર્થ કરવાનો નથી પણ અહીં નિમિત્ત શબ્દનો અર્થ માત્ર “કારણ' છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થ સૂત્ર અને પવનનું તિય ગમન થાય છે. તે ધર્મ દ્રવ્યના ઉપકારથી નિરપેક્ષ ધર્મ દ્રવ્યના ઉપકાર વિના જ થાય છે તો ધર્માસ્તિકાય ગતિમાં અપેક્ષા કારણ કેવી રીતે ? સમાધાન : આ તો તમારી માત્ર પ્રતિજ્ઞા જ છે. હેતુ અને દૃષ્ટાન્ત સિવાય પ્રતિજ્ઞા માપથી સાધ્યની સિદ્ધિ થતી નથી. સ્યાદ્વાદીના માટે તમારી પાસે ધર્મદ્રવ્યના ઉપકારની અપેક્ષા ન હોય અને સ્વાભાવિક (વિગ્નસા) ગતિ હોય એવા હેતુ કે દૃષ્ટાંત નિર્દોષ નથી, કેમ કે ગતિ પરિણામવાળા બધા જીવ અને પુદ્ગલની ગતિમાં ઉપગ્રાહક ધર્મ દ્રવ્યનો અનુરોધ હોય છે, ધર્મ દ્રવ્યની મદદ હોય છે. આ અનેકાંતવાદીનો સિદ્ધાન્ત છે. પૂર્વપક્ષમાં જે દષ્ટાન્ન આપ્યાં છે તેમની પણ ગતિમાં ધર્મદ્રવ્યનો ઉપકાર છે જ અને સ્થિતિ પરિણામવાળા જીવ અને પુદ્ગલોની સ્થિતિમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે. અહીં એટલું સમજી લેવું કે ધર્મ અને અધર્મ આ બે દ્રવ્ય ગતિ, સ્થિતિ કરાવતા નથી પણ તેમનું સાચિત્ર-સંનિધાન એ જ ઉપકારક છે. સંનિધાન જ ઉપકારક છે કેવી રીતે તે માટે એકબે દષ્ટાંત જોઈએ. દા. ત. જેમ ભિક્ષા વાસ કરાવે છે. અહીં જે વાસ કરી રહ્યો છે તેમાં ભિક્ષા ઉપકારક છે. કેમ કે ભિક્ષા બરાબર મળે છે માટે તે રહ્યો છે. વળી “બકરીની લીંડીનો અગ્નિ ભણાવે છે. અહીં ભણવામાં અગ્નિ ૧. પંચલિંગી પ્રકરણમાં પૂ. જિનેશ્વરસૂરિ મ કહ્યું છે તે જાણવા જેવું હોવાથી અહીં તેની નોંધ કરીએ छीये. "ननु यदि जीव-पुद्गलेभ्य एव गतिस्थिती भवतस्तदा कृतं धर्माधर्माभ्यां, तत्कार्यस्यान्यथासिद्धेः इति चेत् तन्न जीव-पुद्गलेभ्यः परिणामिकारणेभ्यो गतिस्थित्योरुत्पादेऽपि ज्ञानोत्पत्तौ चक्षुरादेरिव ताभ्यां सहकारितया धर्माधर्मास्तिकाययोरप्यपेक्षणात् । न च क्षिति-जल-तेजसां तत्र सहकारित्वं वाच्यं, क्षित्याद्यभावेऽपि वियति पक्षिणां पवनोद्भतरूतादीनां च गतिस्थित्योरुपलम्भात् । ननु वियति स्थूलक्षित्याद्यभावेऽपि सूक्ष्मक्षित्यादिसम्भवात् तदपेक्षयैव तत्र पक्ष्यादीनां गति-स्थिती भविष्यतः इति चेत् न, एवं तर्हि सूक्ष्मक्षित्यादीनां तत्र गतिस्थित्योरभावप्रसङ्गः, तदीयगतिस्थित्योस्तत्रापेक्षाकारणान्तराभावात्, अत एव न वायोरप्यपेक्षाकारणता, तस्याप्यपेक्षाकारणान्तराभावेन गतिस्थित्योरभावप्रसङ्गात् तस्माद् ययो न गत्वा स्थितिः, स्थित्वा च न गतिस्तन्निमित्ते जीव-पुद्गलानां गति-स्थिति, न च धर्माधर्मास्तिकायाभ्यामन्यस्तादृशः क्षित्यादिषु कश्चिदप्यस्ति ॥ ननूक्तस्वरूपाभावात् क्षित्यादीनां मा भूत् कारणत्वं, तद्योगाच्चाकाशस्य तद् भविष्यति इति चेत् न लोकालोकविभागाभावप्रसङ्गात्, यत्र हि जीव-पुद्गलानां गति-स्थिती स्तः स लोक इतरस्तु अलोक इति लोकालोकव्यवस्था, आकाशनिमित्तत्वे तु गति-स्थित्योरलोकेऽपि तद्भावप्रसङ्गेन लोकत्वप्राप्त्याऽलोकवार्ताऽप्युच्छिद्येत, अत एव पुण्य-पापयोरपि न तदपेक्षाकारणत्वं, स्वदेहव्यापकात्मगतत्वेन नियतदेशस्थयोरपि पुण्यपापयोः पुद्गलानां गतिस्थितिकारणत्वेऽसम्बद्धत्वाविशेषात, तन्महिम्नैव तेषां लोक इवालोकेऽपि गतिस्थितिप्रसङ्गात् तथा चालोकस्यापि लोकत्यमापद्येत, मुक्तात्मानां च पुण्यपापाभावेन इतः कर्मक्षयेन मुक्तौ गच्छतां गतेस्तन्न स्थितेश्चाभावप्रसङ्गात्, नाप्यालोक-तमसोस्तदपेक्षाकारणत्वम्, अहिन तमोऽभावेऽपि रजन्यां चालोकाऽभावेऽपि गतिस्थतिदर्शनात् न च यदभावेऽपि यद् भवति तत् तस्य कार्यं नाम, तस्माद् क्षित्यादीनामपेक्षाकारणत्वाभावाद् व्यापकयोर्धर्माधर्मास्तिकाययोरेव जीवपुद्गलगतिस्थिती प्रति अपेक्षाकारणत्वमिति स्थितम् । न चैतं सति सर्वदा जीवादिनां गतिस्थितिप्रसङ्ग इति वाच्यं, सदा सान्निध्येऽप्येतयोः स्वयं गतिस्थितिपरिणतानामेव जीवादीनां गतिस्थित्युपष्टम्भकत्वात् तथा च प्रयोग: जीवपुद्गलानां गतिः साधारण-बाह्यनिमित्तापेक्षा गतित्वात्, एकसरोजलाश्रितानां प्रभूतमत्स्यादीनां गतिवत् ।.... Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭ ૧૧૩ ઉપકારક છે કેમ કે ઠંડી પડે છે એટલે ઠંડીમાં ઊઠીને ભણવાનું ગમે નહીં પણ ત્યાં બકરીની લીડીઓનો અગ્નિ સળગી રહ્યો છે એટલે તેના સંનિધાનથી ભણે છે. માટે ભણવામાં કા૨ીષના અગ્નિનું સંનિધાન છે તે જ ઉપકારક છે. આ રીતે ધર્મ અને અધર્મ દ્રવ્યનું સંનિધાન એ જ ગતિ, સ્થિતિમાં ઉપકારક છે. ધર્માધર્માસ્તિકાય છે તે પ્રતિજ્ઞામાત્ર છે. શંકા :- લોકવ્યાપી ધર્મદ્રવ્યના અસ્તિત્વને કહેનાર (અર્થાત્ લોકવ્યાપી ધર્મ દ્રવ્ય છે એવું કહેનાર એવા તારી પણ શું માત્ર પ્રતિજ્ઞા જ છે કે ગતિમાં ધર્મદ્રવ્યનો અને સ્થિતિમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે ? આ રીતે પૂર્વપક્ષે પણ આપણને જણાવ્યું કે તમે પણ માત્ર બોલો જ છો કે કોઈ યુક્તિ છે કે જેથી ધર્મદ્રવ્યનો ગતિ અને અધર્મ દ્રવ્યનો સ્થિતિ ઉપકાર સિદ્ધ થઈ શકે છે ? સમાધાન :- તો તેના સમાધાનમાં આપણે કહીએ છીએ કે—પહેલા પણ અમે આકાશથી ધર્માધર્મ જુદા દ્રવ્ય છે તે આગમથી અને યુક્તિથી નિશ્ચિત કરવું તેમ કહીને આગમપ્રમાણ આપેલ. હવે પુનઃ તમારી શંકાના સમાધાનના અવસરે યુક્તિનો પ્રસંગ આવ્યો છે તો ધર્માધર્મનો ઉપકાર છે તે બતાવતા યુક્તિ આપીએ છીએ તે સાંભળો. ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય છે અને કદાચિત્ તેનું અસ્તિત્વ હોવાથી, સ્વતઃ પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિ, પરિણામી કારણ, કર્તા, અને નિમિત્તકારણ સિવાયના બીજા કોઈ કારણથી થાય છે. દા. ત. માછલીની ગતિ ઉદાસીન કારણ પાણીની અપેક્ષા રાખે છે તેવી રીતે જીવો અને પુદ્ગલોની ગતિ, સ્થિતિ ઉદાસીન કારણ ધર્માધર્મની અપેક્ષા રાખે છે તેથી યુક્તિ દ્વારા ધર્માધર્મ સિદ્ધ થાય છે. આ જ યુક્તિને આપણે અનુમાનનો આકાર આપી બરાબર વિસ્તારથી સમજી લઈએ. સ્વતઃ' પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિ છે—પક્ષ ઉદાસીન કારણાન્તર સાપેક્ષાત્મલાભ—સાધ્ય અસ્વાભાવિક પર્યાયત્વે સતિ કદાચિદ્ભાવાત્—હેતુ ઝષગતિવત્-દૃષ્ટાન્ત જેમ માછલું સ્વાભાવિક ગતિ કરે છે ત્યારે તેમાં પાણી કારણ બને છે. આ પાણી પરિણામી કારણ નથી. નિર્વર્તક કારણ નથી કે નિમિત્ત કારણ પણ નથી. આ બધાથી જુદું જ કારણ છે. એટલે આ ઉદાસીન કારણ કહેવાય. પાણી હોય તો માછલીની સ્વાભાવિક ગતિ થાય એવી અપેક્ષા રહે છે એટલે પાણી અપેક્ષા કારણ છે. એનો લાભ થાય તો અર્થાત્ પાણી હોય તો સ્વાભાવિક ગતિ કરવાના પરિણામવાળી માછલી ગતિ કરી શકે છે... ૧. આવાં અનુમાન સામાન્યતોદૃષ્ટ કહેવાય છે. સામાન્યથી સિદ્ધિ કરીને પછી જે આપણે સિદ્ધ કરવું છે તેની સિદ્ધિ થાય એટલે આવું કારણ જે છે તે ધર્માસ્તિકાય છે આમ સિદ્ધિ કરી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થ સૂત્ર તેમ જીવ અને પુદ્ગલમાં સ્વતઃ ગતિ અને સ્થિતિનો પરિણામ પેદા થાય છે ત્યારે તેમની ગતિ અને સ્થિતિમાં ધર્મ, અધર્મ કારણ બને છે. આ ધર્મ, અધર્મ પરિણામી કારણ નથી. કારણ કે પરિણામી કારણ જીવ અને પુદ્ગલ સ્વયં છે, વળી આ ધર્મ અધર્મ નિર્વતૈક કારણ પણ નથી કારણ કે ગતિ, સ્થિતિનો કર્તા સ્વયં જીવ અને પુદ્ગલ છે. વળી આ ધર્મ, અધર્મ નિમિત્ત કારણ પણ નથી, કારણ કે જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ આકાશાદિમાં થાય છે માટે માર્ગ, આકાશ વગેરે નિમિત્ત કારણ છે. તેથી આ ત્રણે કારણોથી જુદું જ કારણ હોય તે ઉદાસીન કારણ કહેવાય. ધર્મ, અધર્મ એ અપેક્ષા કારણ છે. ધર્મ, અધર્મ હોય તો જ સ્વતઃ ગતિ અને સ્થિતિમાં પરિણત થયેલા જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલોની પેદા થતી ગતિ અને સ્થિતિમાં (પક્ષમાં) ઉદાસીન સાપેક્ષ કારણ ધર્મ, અધર્મ, સિદ્ધ થાય છે. (સાધ્ય) હવે તેમાં હેતુ જોઈએ. અસ્વાભાવિક પર્યાય એવો કદાચિત ભાવ હોવાથી.' ગતિ અને સ્થિતિ એ જીવ અને પુદ્ગલનો અસ્વાભાવિક પર્યાય હોય છે તે કોઈ સમયે હોય છે. મતલબ એ છે કે જીવના સ્વાભાવિક પર્યાય જ્ઞાનાદિ છે અને પુદ્ગલના સ્વાભાવિક પર્યાય સ્પર્શાદી છે તેવા ગતિ અને સ્થિતિ એ સ્વાભાવિક પર્યાય નથી. અને આ ગતિ અને સ્થિતિ હંમેશાં હોતાં નથી કેમ કે ગતિ અને સ્થિતિ એ વિરોધી પર્યાય છે. તેથી જ્યારે સ્થિતિ હોય ત્યારે ગતિ પર્યાય નથી હોતો અને ગતિ પર્યાય હોય છે ત્યારે સ્થિતિ પર્યાય નથી હોતો. આમ ગતિ અને સ્થિતિ કદાચિત્ હોય છે માટે આ ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય એવા यथा च स्वयमेव सातजिगमिषस्य मत्स्यस्य गतौ जलमनुपघातकं सन्निमित्ततयोपकारकं तथा स्वभावेन परिणतजीवपुद्गलगतिरप्यनुपघातकं किञ्चन द्रव्यं निमित्ततयोपकारकमपेक्षत एव, गतित्वस्योभयत्र समानत्वात्, न च तादृशं द्रव्यमाकाशं भवितुमर्हति, अवगाहनामात्रगुणत्वात्, नह्यन्यस्य धर्मोऽन्यस्य भवितुमर्हति तथा च सत्यप्तेजोगुणा द्रवदहनादयः पृथिव्या एव प्रसज्येरन् । आकाशस्यैव निमित्तत्वेऽलोकाकाशेऽपि गमनप्रसङ्गाच्च । न च कारणत्वमन्वयव्यतिरेकगम्यं, यथा जलादिसद्भावे मत्स्यादीनां गतिस्तदभावे च तदभाव इति, तथा च धर्मद्रव्यसत्त्वेऽपि जलाभावे मत्स्यादीनां गत्यभावाद् व्यभिचारेण न कारणत्वं गतौ तस्यापि तु जलस्यैवेति वाच्यम्, सत्यपि भूम्यादावधिकरणे गगनस्य सर्वाधारत्वमिव सत्यपि झषादिगतौ जलादीनां कारणत्वे सर्वेषां गतिसामान्यं प्रति निमित्तान्तरस्यापेक्षितत्वात् । न च देशान्तरप्राप्तिहेतुर्द्रव्यपरिणामविशेषो गतिस्तथा च देश एव गत्यपेक्षाकारणमस्त्विति वाच्यम्, देशविशेषाणां देशत्वेनानुगतरूपेण कारणत्वासम्भवात् तथासति ह्यलोकेऽपि गमनं प्रसज्येत,* तत्तद् गति प्रति तत्तद्देशत्वेन कारणत्वे त्वनन्तकार्यकारणभावकल्पनाप्रसङ्गः स्यात्, न च धर्मास्यापि न धर्मत्वेन कारणत्वमतिप्रसङ्गात्, अपि तु तत्तत्प्रदेशत्वेनैवेति तवापि गौरवं दुर्वारमेवेति वाच्यम्, लोकालोकविभागान्यथानुपपत्त्यापि धर्मद्रव्यस्यावश्यकत्वे तस्यैव गतित्वावच्छिन्नकार्यतानिरूपितकारणत्वाभ्युपगमात् पुद्गलस्कन्धातिरिक्तस्याकाशातिरिक्तस्य वा देशस्याभावेन तयोर्गतिपरिणामिकारणत्वेनावगाहनागुणत्वेन च गत्य पेक्षाकारणत्वा-सम्भवाच्चेति ॥ तत्त्वन्यायविभाकरे पृ० ३८ ★. न चेष्टापत्तिः, अलोकस्यानन्तत्वाल्लोकान्निर्गत्य जीवपुद्गलानां तत्र प्रवेशाल्लोके द्विव्यादिजीवपुद्गलसत्त्वस्य सर्वथा तच्छून्यत्वस्य वा प्रसङ्गादिति । तत्त्वन्यायविभाकरे टिप्पण्याम् पृ० ३८ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭ કદાચિત્ હોય છે તેથી કોઈ કારણની અપેક્ષા રાખે છે. તો તેનું કારણ ધર્મ, અધર્મ છે જે આપણે જોઈ ગયા. આ રીતે ‘અસ્વાભાવિકપર્યાયત્વે સતિ કદાચિદ્ ભાવાત્ ‘ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય હોતે છતે ક્યારેક હોવાથી' ‘સ્વતઃ પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિરૂપ પક્ષમાં ઉદાસીન બીજા કારણથી સાપેક્ષ આત્મલાભ (કાર્ય-ગતિ, સ્થિતિ) છે. આમ સાધ્યની સિદ્ધિમાં આપેલ હેતુ પક્ષમાં બરાબર ઘટી ગયો. આ અનુમાન દ્વારા ધર્મ દ્રવ્ય ગતિમાં અને અધર્મ દ્રવ્ય સ્થિતિમાં અપેક્ષા કારણરૂપે ઉપકાર કરે છે એ સિદ્ધ થાય છે. તેથી ધર્મ અધર્મનું અમે જે અસ્તિત્વ કહીએ છીએ તે અમારી પ્રતિજ્ઞા માત્ર નથી પરંતુ યુક્તિથી સિદ્ધ થાય છે. આ રીતે આપણે અનુમાન દ્વારા ધર્મ અને અધર્મ બંનેની સિદ્ધિ કરી. જો બંને ન મનાય તો આ અનુમાન ગમક ન બને. જો આ અમૂર્ત એવા ધર્માધર્મનું પણ અનુમાન ત્યારે ગમક બને તે એક એકનો અભાવ ન હોય. મતલબ કે ધર્મ અને અધર્મ બંને હોય તો જ ગતિ, સ્થિતિ બને. ગતિમાં અધર્મ ઉપકારી બની શકતું નથી અને સ્થિતિમાં ધર્મ ઉપકારી બની શકતું નથી. એટલે કે ગતિમાં ઉપકાર ક૨ના૨ ધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં ઉપકાર કરનાર અધર્માસ્તિકાય છે. આ બંનેની સિદ્ધિ એક જ અનુમાનથી થાય છે. તેથી બંને માનવા જોઈએ તો જ અનુમાન ગમક બને. ‘ઉપકાર'ના પર્યાયવાચી શબ્દો સૂત્રમાં ‘ઉપકાર’ શબ્દ મૂક્યો છે. તે ધર્માધર્મનું લક્ષણ કહો કે ઉપકાર કહો બને એક જ છે. એટલે ગતિ અને સ્થિતિમાં ઉપકાર કરવો તે ધર્માધર્મનું લક્ષણ છે આવો અર્થ થાય છે. આ લક્ષણ જ પૂ. સૂત્રકાર મ. ‘ઉપકાર' શબ્દ દ્વારા કહ્યું. પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં તેના પર્યાયવાચી શબ્દો બતાવે છે. ઉપકાર, પ્રયોજન, સામર્થ્ય, ગુણ અને અર્થ. આ ઉપકારાદિ શબ્દો સમાન અર્થને કહેનારા છે તે પ્રમાણે અત્યંત પ્રસિદ્ધ જ છે. પર્યાયવાચી શબ્દોના અર્થ ૧. (૧) ઉપકાર એટલે ગતિ અને સ્થિતિ પરિણામવાળા દ્રવ્યની સમીપતાથી ક્રિયાશીલતા, (૨) પ્રયોજન એટલે ગતિ અને સ્થિતિને સહાય થાય તેવી ક્રિયા, (૩) ગુણ એટલે અતિશય ઉપકાર કરનાર, (૪) સામર્થ્ય એટલે પોતાની શક્તિનો પ્રભાવ, – (૫) અર્થ એટલે બીજા, દ્રવ્યમાં જેનો સંભવ ન હોય એવું પ્રયોજન. અહીં મુદ્રિત ભાષ્યમાં ‘સામર્થ્ય' શબ્દ નથી પણ ટીકામાં ‘સામર્થ્ય' શબ્દ લીધો છે અને તેનો અર્થ પણ બતાવ્યો છે તેથી સમજાય છે કે ટીકાકારને પ્રાપ્ત ભાષ્યમાં ‘સામર્થ્ય' શબ્દ હોવો જોઈએ ! જોકે હારિભદ્રીયટીકામાં પણ ‘સામર્થ્ય’ શબ્દનું ગ્રહણ નથી એટલે શું ટીકાકાર પોતે જ એ શબ્દને ટીકામાં વધારે મૂક્યો છે ? અમોએ તો ટીકા. સામર્થ્ય શબ્દ લીધો છે અને વ્યા કરી છે તે પ્રમાણે કર્યું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થ સૂત્ર | ઉપકારના સંબંધથી અતીન્દ્રિય એવા ધર્માધર્મનું અસ્તિત્વ નિશ્ચિત કર્યું. હવે ધર્માધર્મ પછી તરત કહેલ અતીન્દ્રિય એવા આકાશના નિર્ણયમાં, આકાશની સિદ્ધિમાં કયો ઉપકાર છે? (જીવ અને પુગલોની ગતિ અને સ્થિતિમાં ધર્માધર્મનો ઉપકાર છે આ રીતે સિદ્ધ કર્યું તેનાથી ધર્માધર્મ છે એ નક્કી કર્યું. હવે આકાશનો કયો ઉપકાર છે, જેના દ્વારા આકાશનું અસ્તિત્વ નક્કી કરાય છે ? આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે ગાથાવIR | -૧૮ છે. સૂત્રાર્થ : ધર્માદિ દ્રવ્યોને જગ્યા આપવી તે આકાશનો ઉપકાર છે. ટીકા :- પૂર્વ સૂત્રથી આકાશનું લક્ષણ આવી જાય છે પુનઃ પ્રારંભ શા માટે ? લોકાકાશમાં અવગાહ છે' આ પ્રમાણે પહેલાં નિરૂપણ કર્યું છે. આ નિરૂપણથી આકાશનું લક્ષણ તો આવી જાય છે. તોળાશેડવIઉં.' એ સૂત્ર દ્વારા આકાશનું લક્ષણ જ કહ્યું છે ને ? આકાશના લક્ષણને કહેવાની ઈચ્છાથી આ સૂત્રનો ફરી આરંભ શા માટે કરો છો ? પુનઃ પ્રારંભનું રહસ્ય ઠીક છે, પહેલા લોકાકાશમાં અવગાહ બનાવ્યો હતો તે અવગાહક જીવ અને પુદ્ગલની પ્રધાનતા પ્રગટ કરવાની ઇચ્છાથી કહ્યું હતું. એટલે કે “લોકાકાશેડવગાહ એ સૂત્ર અવગાહનની મુખ્યતા રાખીને બનાવ્યું છે. અવગાહના લેનાર જીવ અને પુદ્ગલોનો અવગાહ ક્યાં હોય છે ? લોકાકાશમાં અવગાહના લેનાર દ્રવ્યોના આધારરૂપે બતાવેલ એટલે અવગાહના લેનાર જીવ અને પુદ્ગલોની પ્રધાનતા બતાવવા તે સૂત્રરચના હતી. જ્યારે અહીં તો આકાશના સ્વરૂપનો જ નિર્ણય કરાય છે. આ સૂત્રમાં જ આકાશના સ્વરૂપની સિદ્ધિને બુદ્ધિમાં સ્થાપિત કરીને પહેલાં તે કહ્યું હતું માટે હવે જરૂર પદાર્થના સ્વરૂપનું વર્ણન કરવું જોઈએ. આથી આ સૂત્રનો પુનઃ પ્રારંભ કરાય છે. ભાષ્ય : અવગાહ લેનાર ધર્મ (અધર્મ) પુદ્ગલ અને જીવને અવગાહ આપવો એ આકાશનો ઉપકાર છે. અવગાહ ટીકા : જે આકાશનું પહેલા નિર્વસન થયું છે તેનું લક્ષણ અવગાહ છે. જે અવગાહનો અનુપ્રવેશ અને નિષ્ક્રમણ સ્વભાવ છે. અર્થાત્ અવગાહ-અવકાશ દાયિત્વ પ્રવેશ અને નિર્ગમનરૂપ છે. પ્રવેશમાં અને નીકળવામાં જગા આપવારૂપ છે. સૂત્રમાં કહેલ “અવગાહ’ એ સંબંધી શબ્દ છે. માટે એના સંબંધી કહેવા જોઈએ. તેથી પૂ. ભાષ્યકાર મ. અવગાહના સંબંધી અવગાહી ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનું ગ્રહણ કર્યું છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૧૮ ૧૧૭ આ બધાંને અવગાહમાં જેનો ઉપકાર છે તે આકાશ છે. ધર્માદિને અવકાશ આપવારૂપે ઉપકાર કરવો તે આકાશનું લિંગ, સ્વતત્ત્વ (સ્વભાવ) છે. તે આત્મભૂત સ્વભાવભૂત ઉપકાર જ આકાશનું લક્ષણ કહેવાય છે. આ પંક્તિ દ્વારા પૂ. ભાષ્યકારનો કહેવાનો મતલબ એ છે કે–અવગાહના લઈ રહેલાં દ્રવ્યોને અવગાહ આપનાર છે પણ અવગાહના નહીં લેતા એવા પગલાદિને બલાત્કારે અવગાહ આપનાર નથી. માટે જેમ માછલાને અવગાહ આપવામાં પાણી નિશ્ચિતકારણ છે તેમ અવગાહના લઈ રહેલ પુદ્ગલાદિને અવગાહમાં આકાશ નિમિત્ત કારણ છે. આ પ્રમાણે પૂર્વ સૂત્રમાં ધર્માધર્મને નિમિત્ત-અપેક્ષા કારણરૂપે સિદ્ધ કરતા માછલાં માટે જેમ પાણી, ખેતી કરી રહેલ ખેડૂત માટે વર્ષા ઇત્યાદિ અનેક ઉદાહરણો આપ્યાં હતાં તે બધાં ફરી અહીં સમજી લેવાં. અર્થાત્ તેનું અહીં પુનરાવર્તન કરવું. શંકા - આ અવગાહ પગલાદિ દ્રવ્યોનો સંબંધી છે અને આકાશનો પણ સંબંધી છે તો બંનેનો અવગાહ ધર્મ થયો. તો આકાશનો જ અવગાહ ધર્મ છે એમ કેમ કહો છો ? કેમ કે આ અવગાહ ઉભયજન્ય છે. જેમ બે આંગળીનો સંયોગ બે આંગળીથી જન્ય છે તો બંને આંગળીમાં સંયોગ છે તેમ બંનેમાં અવગાહ છે તો આકાશનું જ સ્વતત્ત્વ (સ્વરૂપ) કેમ મનાય? બે દ્રવ્યથી થયેલ સંયોગ એક દ્રવ્યનો કેવી રીતે કહેવાય ? એકનું જ લક્ષણ કેવલી રીતે કહેવાય ? સમાધાન :- ઠીક છે, તો પણ અવગાહ્ય-અવગાહના લેવા યોગ્ય લક્ષ્ય આકાશ પ્રધાન છે. અવગાહન-અનુપ્રવેશ જયાં હોય તે અવગાહ લક્ષણ આકાશ વિવક્ષિત છે. આકાશ લક્ષ્ય છે, અવગાહ લક્ષણ છે જ્યારે પુદ્ગલાદિ દ્રવ્ય અવગાહક છે તેથી આકાશ અને પગલાદિ સંયોગથી અવગાહ ઉત્પન્ન થતો હોવા છતાં પુદ્ગલાદિમાં તેની વિવક્ષા નથી. આમ પુદગલાદિમાં અવગાહની વિવક્ષા નથી. આથી જ અવગાહલક્ષણ આકાશનું છે. કેમ કે આકાશ જ અસાધારણ કારણપણે તેવી રીતે ઉપકાર કરે છે. માટે બીજા દ્રવ્યમાં અસંભવવાળા ઉપકારથી આત્મા અને ધર્માદિની જેમ અતીન્દ્રિય એવું આકાશ પણ અનુમેય બને છે. મતલબ બીજાં દ્રવ્યોમાં અવગાહદાયિત્વરૂપ ઉપકાર સંભવિત નથી. અવગાહદાયિત્વરૂપ ઉપકાર આકાશનો જ છે તેથી આ અવગાહદાયિત્વરૂપ ઉપકારથી આકાશનું અનુમાન કરાય છે. ૧. પ્રશ્ન :- અવગાહ વગરના તો કોઈ પુદ્ગલ છે જ નહીં તો અનવગાહમાન કેવી રીતે કહેવાય ? ઉત્તર :- આકાશના અસંખ્યાતા પ્રદેશો છે તેમાંથી જ્યારે પુગલ ગતિ પરિણામવાળો બને છે ત્યારે અપેક્ષિત આકાશપ્રદેશની અપેક્ષાએ અનવગાહમાન છે એમ સમજવું. અહીં નિમિત્તકારણ' આ શબ્દપ્રયોગ “અપેક્ષાકરણ' આ અર્થમાં સમજવો. પૂર્વ સૂત્રમાં આ વાત બતાવી છે. ૩. જેનું લક્ષણ કરવાનું હોય તે લક્ષ્ય કહેવાય. ४. "द्रव्याणां युगपदवगाहोऽसाधारणबाह्यनिमित्तापेक्षो युगपदवगाहत्वादेकसरोवर्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् ।" तत्त्वन्यायविभाकरे पृ० ४१ વિશેષ જ્ઞાન માટે “તત્ત્વન્યાયવિભાકર' પૃ. ૪૧ની ચર્ચા અહીં મૂકીએ છીએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થ સૂત્ર દા.ત. જેમ પુરુષનો હાથ દંડનો સંયોગ અને ભેરી વગેરે શબ્દનું કારણ હોવા છતાં ભેરીનો શબ્દ કહેવાય છે. પણ દંડ શબ્દ કે હસ્ત શબ્દ નથી કહેવાતો. શબ્દના અવાજના સંબંધી તો એ બધા છે. છતાં મુખ્યતા ભેરીની છે માટે ભેરી શબ્દ કહેવાય છે. આ ભેરીનો અવાજ છે, ભેરી વાગી રહી છે એમ કહેવાય છે પણ આ પુરુષના હાથનો કે દંડનો અવાજ છે આવું કહેવાતું નથી. તેમ અવગાહમાં આકાશની મુખ્યતા છે એટલે આકાશનો અવગાહન કહેવાય. વળી જેમ વાંકુર કહેવાય છે. અંકુરના તો માટી, પાણી, પ્રકાશ, બીજ (યવ) વગેરે ઘણાં કારણો છે છતાં બીજા કોઈની સાથે અંકુર શબ્દનો પ્રયોગ થતો નથી. કેમ કે અંકુરનું પ્રધાનઅસાધારણ કારણ થાય છે. તેવી રીતે આકાશ પણ અવગાહનું અસાધારણ કારણ છે. માટે અવગાહના સંબંધી પુદ્ગલાદિ અને આકાશ બંને હોવા છતાં આકાશનું જ અવગાહ લક્ષણ છે એમ કેહવાય છે પણ પગલાદિનું સ્વરૂપ છે, લક્ષણ છે એમ કહેવાતું નથી. અવગાહ એ અવગાહક દ્રવ્યનો જ છે પણ આકાશનો નથી. આ રીતે આપણે બંને દ્રવ્યનો સંયોગ હોવા છતાં અસાધારણ કારણ આકાશ હોવાથી આકાશનું જ લક્ષણ અવગાહ છે એ વિચારી ગયા તો પણ આ વિષયમાં કોઈ પ્રત્યુદાહરણ આપીને નીચે પ્રમાણે નિરૂપણ કરે છે... “અણ અવગાહે છે “જીવ અવગાહે છે' આમ સમાનાધિકરણ પ્રયોગ દેખાય છે. માટે અવગાહ એ અવગાહક દ્રવ્યવિષયક જ છે. દા. ત. જેમ ‘દેવદત્ત બેસે છે.' આમાં બેસવા રૂપ ક્રિયાનો સંબંધ દેવદત્ત તેમ જ બેસવાની જગ્યા આ બંને સાથે છે છતાં બેસવાની ક્રિયાનો કર્તા દેવદત્ત જ કહેવાય છે. તે જ પ્રમાણે અણુ અને જીવ આકાશમાં અવગાહે છે તેથી જીવ અને પુદ્ગલનો અર્થાતુ અવગાહક દ્રવ્યનો અવગાહ છે પણ આકાશનો અવગાહ નથી. આ પ્રત્યુદાહરણ પણ ભેરી દંડાદિના દષ્ટાંતથી ખંડિત છે એમ સમજવું. કેમ કે અવગાહ न चाकाशस्यापि धर्मादीनामिवावगाहदायि द्रव्यान्तरं स्यादिति वाच्यम्, ततोऽधिकव्यापिद्रव्यान्तराभावात् । धर्मिग्राहकप्रमाणेन तस्यावगाह्यत्वेनैव सिद्धेश्च । एवमेव यद्यद् द्रव्यं तत्तत्साधारमिति व्याप्त्याऽस्ति गगनं द्रव्याणां साधारत्वान्यथानुपपत्तेरित्य-नुमानादपि सर्वाधारत्वेनाकाशसिद्धिः । न च तस्यापि द्रव्यत्वेन साधारत्वं स्यात्तथा चानवस्थेति वाच्यम्, धर्मिग्राहकमानेनाधार-मात्रस्वरूपतयैव सिद्धेः । ....न चाकाशे द्रव्यत्वसत्त्वेऽपि साधारत्वाभावेन व्यभिचार इति वाच्यम्, धर्मसिद्धेः पूर्वं व्यभिचारास्फुरणात्, तदुत्तरं तत्स्फूर्तेरकिञ्चित्करत्वादिति* ॥ ★. न च धर्माधर्मावेवाधारौ भविष्यतः किमतिरिक्तेनाकाशेनेति वाच्यम् । तयो गतिस्थितिसाधकत्वात् । नान्यसाध्यं कार्यमन्यः प्रसाधयति, अतिप्रसङ्गात् । न च युतसिद्धानामेव कुण्डबदरादीनामाधाराधेयभावदर्शनादयुतसिद्धानां न धर्माधर्माद्याकाशानामा-धाराधेयभाव इति वाच्यम्, युतसिद्ध्यभावेऽपि पाणौ रेखेत्यादौ तद्दर्शनात् । न चाकाशस्यावकाशदातृत्वे भित्त्यादिना गवादीनां प्रतिघातो न स्यादिति वाच्यम् मूर्तानां स्थूलानामन्योऽन्यप्रतिघातात् सूक्ष्माणामन्योन्यप्रवेशशक्तियोगात्, अन्योन्यप्रवेशयोग्या-नामवकाशदातृत्वादाकाशस्य तावता सामर्थ्यहानाમાવતિ | Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૮ ૧૧૯ લેનાર (અવગાહક), અને અવગાહ આપનાર (અવગાહ્ય) આ બેમાં અવગાહ આપનાર આકાશ જ પ્રધાન છે. ભલે અવગાહનો સંબંધ બંને સાથે હોય પણ પ્રધાન, અસાધારણ કારણ તો આકાશ જ છે માટે આકાશનો અવગાહ છે પણ અવગાહક દ્રવ્યનો અવગાહ નથી એમ સમજવું. આકાશના લક્ષણમાં અવ્યાપ્તિ આપણે આ સૂત્રમાં આકાશના સ્વરૂપનો નિર્ણય કરતા બતાવ્યું કે “આકાશનો જ અવગાહ છે'. આમાં કોઈ અવ્યાપ્તિની શંકા કરતાં કહે છે કે તમે પહેલાં આકાશનું અવગાહ લક્ષણ કહ્યું તે તો અવ્યાપ્ત છે તેથી અલક્ષણ છે. કેમ કે આકાશના તમે બે ભેદ પાડો છો : (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. તો અલોકાકાશમાં અવગાહ નથી. એટલે લક્ષ્ય એક ભાગ– લોકાકાશમાં તમારું લક્ષણ રહે છે પણ અલોકાકાશમાં ઘટતું નથી માટે “અવગાહ એ આકાશનું લક્ષણ છે' એમ કહ્યું તેમાં અવ્યાપ્તિ આવે છે. હે વાદી ! તું કહે છે “આ અવગાહ લક્ષણ આકાશ સામાન્યનું અર્થાત આકાશમાત્રનું છે'. તો તેમ નથી. અમારું પ્રતિપાદન આકાશવિશેષ અર્થાત્ લોકાકાશનું આ લક્ષણ છે. કારણ અવગાહને સિદ્ધાંતના જાણકારો સંપૂર્ણ આકાશનું લક્ષણ કહેતા નથી. પણ લોકાકાશનું લક્ષણ જ કહે છે. માટે જ પૂ. સૂત્રકાર મ. લોકાકાશે અવગાહઃ' કહ્યું છે આ વાત તું ભૂલી ગયો લાગે છે. શુષિર-પોલાણરૂપ આકાશ એક જ છે પણ અવગાહી ધર્માદિ દ્રવ્યોથી આનો વિભાગ થયો છે માટે લોકાકાશ કહેવાય છે. હવે જો આ રીતે અવગાહ લક્ષણવાળું લોકાકાશ જ છે તેમ ન માનવામાં આવે તો આકાશનું કોઈ લક્ષણ બનાવવું પડે. તે લક્ષણ જો શુષિરતાને માનવામાં આવે તો શુષિરતા આકાશમાત્રનું લક્ષણ બનશે પણ લોકાકાશનું લક્ષણ બનશે નહીં. કારણ કે શુષિરતા તો અલોકાકાશમાં પણ છે. હવે જો અવગાહને જ લક્ષણ માનવામાં આવે તો તે માત્ર લોકાકાશનું જ લક્ષણ બનતું હોવાથી અલોકાકાશ નિર્લક્ષણ થાય. તેથી શુષિર લક્ષણવાળું આકાશ એક જ છે અને ધર્માદિ વડે જેનો વિભાગ થયો છે તે લોકાકાશ છે અને અવગાહ તેનું જ લક્ષણ છે. ૧. આકાશ દ્રવ્ય હોવા છતાં પણ શુષિરપણે પ્રતિપાદન છે તે પરપ્રસિદ્ધિથી છે, અવગાહકતા ગુણનું પ્રાધાન્યપણું છે. -- - तत्त्वा० मुद्रित टिप्पण्याम् पृ० ३४० २. ननु लोकाकाश एव भवतु किमलोकाकाशेनेति चेन लोको विद्यमानविपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वादघट विपक्षकघटवदित्यनुमानेन तत्सिद्धः, न च घयदिरेवालोक इति वाच्यम्, नत्रा निषेध्यसदृशस्यैव बोधनात् तस्माद्धर्माद्या-धारात्मकलोकाकाशस्य विपक्षोऽलोकाकाशमेव भवितुमर्हतीति बोध्यम् ॥ तत्त्वन्यायविभाकरे पृ० ४२ ૩. ટીકાકાર મહર્ષિ સિદ્ધસેન ગણી મ. એવું માને છે કે અવગાહ એ લોકાકાશનું લક્ષણ છે. અલોકાકાશમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થ સૂત્ર હવે પૂ. ભાષ્યકાર મ. આકાશ કયાં દ્રવ્યોનો કેવી રીતે ઉપકાર કરે છે તે બતાવે છે. ભાષ્ય - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અંદર પ્રવેશ આપીને તથા પુદ્ગલ અને જીવોને સંયોગ અને વિભાગ વડે પણ ઉપકાર કરે છે. ટીકાઃ ધર્માધર્મના પ્રદેશો લોકના છેડા સુધી લોકાકાશના પ્રદેશોની સાથે નિર્વિભાગપણે રહેલા છે તેથી ધર્માધર્મને પોતાની અંદર અવકાશ આપવા વડે ઉપકાર કરે છે. કેમ કે ધર્માધર્માસ્તિકાય લોકાકાશના પ્રદેશની અંદર રહેલા છે. તેથી અલોકમાં ધર્માધર્મના પ્રદેશોનો સંભવ જ નથી. આનો મતલબ એ લાગે છે કે ધર્માધર્માસ્તિકાયના પ્રદેશો સતત વિસ્તૃત છે એમાં પ્રચય નથી તેમ જ સંકોચ નથી અને લોકાકાશમાં વ્યાપ્ત છે એટલે આકાશપ્રદેશાભ્યન્તરવર્તિ જ માનવા પડે. તેથી ધર્માધર્મને આકાશ અંદર પ્રવેશ આપવા વડે ઉપકાર કરે છે તેમ કહ્યું. પુદ્ગલ અને જીવના પ્રદેશો સ્વલ્પતર અસંખ્યય પ્રદેશમાં વ્યાપીને રહ્યા છે. અર્થાત્ લોકાકાશના સર્વ પ્રદેશો સાથે વ્યાપક નથી. પણ અમુક પ્રદેશોમાં જ વ્યાપક છે એટલે ધર્માધર્મની જેમ નિર્વિભાગપણે રહેલા નથી તથા ક્રિયાવાળા છે એટલે જ ક્યારેક કોઈ બીજા સ્થળે રહેલાં અવગાહ છે જ નહીં અને તેથી તેઓ આગળ નવમા સુત્રની ટીકામાં જ્યારે પ્રશ્ન કરાયો કે જો અવગાહને આકાશનું લક્ષણ ન સમજવું કારણ કે તે માત્ર લોકાકાશમાં જ છે ત્યારે વાદીએ કહ્યું કે અલોકાકાશમાં અવગાહ નહીં માનો તો તે અનાકાશ થઈ જશે. આ આપત્તિને તેઓએ ઈષ્ટપત્તિ કહી છે અને કહ્યું છે કે–જેમ ધર્માદિ બધાં દ્રવ્યોની અનાદિ સંજ્ઞા છે તેમ અલોકાકાશ એવી સંજ્ઞા પણ અનાદિકાલથી છે. સાથે જ તેઓએ અલોકાકાશ વિષેના બે મતના ખંડન કર્યાં છે. તે આ પ્રમાણે– (૧) પૃ. ૩૩૦માં ‘અને મચ' કહીને અવગાહલસણ અલોકાકાશમાં ઘટી શકતું નથી તેથી ત્યાં લક્ષણ ઘટાવવા માટે અવગાહ આપવાની શક્તિ છે. આમ અવગાહલક્ષણ આખા આકાશનું છે તે મત. (૨) “અરે' કહીને જ બીજે મત ઉપચાર કરીને કહે છે કે આકાશની જેમ આકાશ છે શુષિલક્ષણ દેખાય છે માટે. અહીં આકાશમાં શુષિરદર્શન છે તેમ અલોકાકાશ પણ આકાશ છે એટલે તે પણ શુષિરરૂપ છે. આ બંને મતનું આ ચાલુ સૂત્રમાં સુ કહીને ખંડન કરી રહ્યા છે. ૧. તે ધર્માદિનો ક્યાંયથી પ્રવેશ નથી પરંતુ અરૂપીપણાથી હંમેશા આકાશથી અભિન્નવૃત્તિપણે અવસ્થાન છે અને જીવ તથા પુદ્ગલ વ્યાપક ન હોવાથી એમનો સંયોગ અને વિભાગ છે. ભાષ્યમાં રહેલો “ચ કાર જીવ અને પુદ્ગલરૂપ ઉપકાર્યના સંગ્રહ માટે છે. એટલે જીવ અને પુગલ ઉપર ધર્માધર્મનો ઉપકાર છે અને અન્તઃપ્રવેશ' શબ્દનો અર્થ આકાશપ્રદેશથી અન્યૂન, અનતિરિક્તવૃત્તિ ધર્માધર્મ છે તેથી જીવાદિના પ્રતિપ્રદેશસમાન અવગાહનો અભાવ છે માટે આવો અંતઃપ્રવેશ જીવાદિનો નથી...... स्वमध्ये धर्मादिप्रवेशदानेन......तत्त्वा० हारिभ० पृ० २२१ मुद्रित तत्त्वा० पृ० ३४०. ભાષ્યમાં રહેલા “સંભવ' શબ્દથી આ અર્થ બતાવ્યો છે. જુઓ सम्भवग्रहणं अलोके तदसंभवात्....तत्त्वा० हारिभ० पृ. २२१. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૮ ૧૨૧ માટી, મનુષ્ય, ઢેફુ, ટુકડો આદિ ફરી બીજે સ્થળે દેખાય છે. માટે પુદ્ગલ અને જીવને આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે. ઉપર મુજબ પૂ. ભાષ્યકાર મ.ના ભાષ્યના કથન દ્વારા સમજાયું કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્ય કાયમ તે જ આકાશપ્રદેશોમાં અવગાહીને નિર્વિભાગપણે રહેલા છે માટે તેમને આકાશ અત્યંતર અંદર પ્રવેશ આપવા વડે ઉપકાર કરે છે. જ્યારે પુદ્ગલ અને જીવો અતિ ઓછા આકાશપ્રદેશમાં વ્યાપીને રહ્યા છે તેથી કાયમ તેને તે જ આકાશપ્રદેશોને વ્યાપીને નથી રહ્યા પણ ભિન્ન ભિન્ન આકાશપ્રદેશોમાં અવગાહે છે અને ક્રિયાવાળા હોવાથી અહીંથી ત્યાં ગયેલા, ફેંકાયેલા સંયોગ અને વિભાગથી જણાય છે માટે તે બે દ્રવ્યોને આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે. શંકા :- પુદ્ગલ અને જીવો પર આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે. આ વાતથી તો એમ સમજાય છે કે આકાશ એક હોવા છતાં એમાં અવગાહ અનેક છે. કેમ કે આકાશમાં પરમાણુ, ચણુક આદિ સ્કંધોનો જુદો જુદો અવગાહ છે એવી રીતે જીવનો પણ અવગાહ છે, ધર્મ અને અધર્મનો પણ અવગાહ છે. આમ આકાશમાં અનેક અવગાહ છે તો શું આકાશમાં અવગાહ ગુણ અનેક છે ? સમાધાન :- સર્વત્ર પોતાનામાં અવકાશ આપતું હોવાથી અવયવ એક હોવા છતાં પણ અવગાહ-અવગાહ્યરૂપ ઉપાધિના ભેદથી અવગાહ લેનાર જુદા જુદા હોવાથી અવગાહ અનેક દેખાય છે. દા. ત. ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિ. આકાશમાં અવગાહગુણ તો એક જ છે પણ આ રીતે અવગાહના લેનાર ભિન્ન ભિન્ન હોવાથી અનેક દેખાય છે પણ અનેક નથી. ભાષ્યમાં જે શ્વ છે તે ‘શ્વ' શબ્દથી ‘અંત:પ્રવેશસમ્ભવેનોપા, સંયોનવિમાૌથ' આ પ્રમાણે ભાષ્ય કરી લેવું એટલે આનો અર્થ આ પ્રમાણે થાય કે ‘અંતઃપ્રવેશનો સંભવ હોવાથી આકાશ ધર્માધર્મને અંદ૨માં પ્રવેશ આપવાથી ઉપકાર કરે છે અને પુદ્ગલ તથા જીવોનો સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે.' આ રીતે ભાષ્યનો અર્થ સમજાઈ ગયો. તેથી કયાં દ્રવ્યોનો આકાશ કેવી રીતે અવગાહ આપીને ઉપકાર કરે છે તે બોધ થયો. આની સાથે જ આ સૂત્રના પ્રારંભમાં કહેવાયેલ કે આકાશનું સ્વરૂપ આ સૂત્રમાં જણાવાશે તો તે આકાશનું સ્વરૂપ અવગાહલક્ષણ છે એ બરાબર વિચારી લીધું. હવે આકાશને વિશે તૈયાયિક, સાંખ્ય આદિની શું માન્યતા છે તેઓ આકાશને કેવું માને છે તે દાર્શનિક વિચારણા કરીએ. ૧. સંયોગ બે પ્રકારના છે. એક અનાદિ અને બીજે આદિ. ધર્માધર્મનો આકાશ સાથે જે સંયોગ છે તે અનાદિથી છે અને જીવ અને પુદ્ગલનો તત્ તત્ પ્રદેશ સાથે સંયોગ આદિથી છે. જે દ્રવ્યોના સંયોગની આદિ હોય છે તે દ્રવ્યનો વિભાગ થાય છે. કેમ કે આદિ સંયોગ સ્વલ્પતરવ્યાપિ અને ક્રિયાવાત્ હોય તેનો હોય છે. અને જ્યાં આવો સંયોગ હોય છે ત્યાં વિભાગ પણ હોય છે. તેથી પૂ ટીકા મ૰ સંયોગ અને વિભાગના કારણમાં સ્વલ્પતરવ્યાપિ અને ક્રિયાવાન્ આપ્યા છે. સ્વલ્પતરવ્યાપી હોવાથી અને ક્રિયાવાળા હોવાથી જીવ અને પુદ્ગલને સંયોગ અને વિભાગ વડે ઉપકાર કરે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ તત્ત્વાર્થ સૂત્ર આવરણનો અભાવ એ આકાશ છે. અર્થાત્ આકાશ એ અભાવરૂપ છે. આકાશ એ ભાવ પદાર્થ છે પણ અભાવરૂપ નથી.... તમારા કથન મુજબ અભાવરૂપ આકાશ માની શકાય નહીં. કેમ કે અભાવ એ કોઈનો ઉપકારક બનતો નથી. જેમ શશશૃંગ એ આત્મારૂપ છે તો કોઈનો ઉપકારક બનતું નથી. તેવી રીતે આકાશ પણ ઉપકારક બનવું ન જોઈએ. જ્યારે આકાશ તો અવગાહ આપવામાં ઉપકાર કરે છે માટે આવરણના અભાવરૂપ આકાશ કહી શકાય નહિ. - - આ રીતે અનાવરણરૂપ જ આકાશ છે આવું કહેનારનો બુદાસ થાય છે. અને જેમ પાણી આદિ અવગાહ્ય છે એ લોકવ્યવહારમાં સિદ્ધ છે અને પાણી એ ભાવરૂપ છે તેમ આકાશ એ અવગાહ્ય છે અને પાણીની જેમ અવગાહ્ય હોવાથી ભાવરૂપ પદાર્થ છે પણ અભાવરૂપ નથી. એ સિદ્ધ થાય છે. અમે અનાવરણનો અર્થ “આવરણનો અભાવ એવો નહીં કરીએ પણ “જ્યાં આવરણ નથી” અથવા “જેને આવરણ નથી તે અનાવરણ' આવો અર્થ કરીશું એટલે આકાશ અનાવરણરૂપ છે. આમાં કોઈ દોષ આવશે નહીં.' આ રીતે અર્થ કરવાથી તમે અન્ય પદાર્થ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરો છો. તેથી તો અનાવરણનો અર્થ “આવરણના અભાવવાળો' આવો થશે. તો તો ભાવ જ આવશે પણ અભાવરૂપ પદાર્થ મળશે નહીં. તેથી આ રીતે પણ તમે આકાશને અનાવરણરૂપ સિદ્ધ કરી શકતા નથી. હવે જો અનાવરણનો વિગ્રહ “આવરણથી અન્ય હોય તે અનાવરણ' આમ પર્યદાસ પ્રતિષેધ કરાય તો પણ આકાશ અભાવરૂપ છે. આવી સિદ્ધિ કરી શકાતી નથી. આવરણથી જુદો બીજો કોઈ પદાર્થ માનવો જ પડશે. એટલે આકાશ એ અભાવરૂપ સિદ્ધ ન થતાં આકાશ ભાવ છે એ સિદ્ધ થાય છે. તેથી પર્યદાસ પ્રતિષેધરૂપ વિગ્રહ કરો તો પણ આકાશ અભાવરૂપ છે એમ સિદ્ધિ થઈ શકે તેમ નથી. અથવા આવરણ ન હોય તે અનાવરણ' આમ વિગ્રહ કરી પ્રસજ્ય પ્રતિષેધ કરો તો પણ પ્રયત્ન નિષ્ફળ છે. કેમ કે આવો વિગ્રહ કરવામાં આવે તો પણ આકાશ અભાવરૂપ સિદ્ધ થતું નથી પણ આકાશનો અભાવ છે. આવી સિદ્ધિ થશે ! આમ તમે પ્રસજય પ્રતિષેધ કે પર્યદાસ પ્રતિષેધ કોઈ પણ સ્વીકારો પણ દોષ તો છે જ તેથી તમે ન ઈચ્છો તો પણ બલાત્કારે આકાશ સિવાયના કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ થશે પણ આકાશ સિદ્ધ નહિ થાય કે અનાવરણરૂપ આકાશ અભાવરૂપ છે એમ સિદ્ધ નહિ થાય. આવરણના અભાવરૂપે આકાશ સિદ્ધ નહીં થાય પરંતુ પદાર્થાન્તરરૂપે સ્વીકારવું પડશે. નૈયાયિક તરફથી પૂર્વપક્ષ આકાશનું લિંગ અવગાહ નથી પણ શબ્દ છે. કેમ કે શબ્દ ગુણ છે અને આકાશ ગુણી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩ અધ્યાય-૫: સૂત્ર-૧૮ છે. શબ્દ અને આકાશ ગુણ-ગુણી ભાવથી વ્યવસ્થિત છે. જૈનોનો જવાબ આકાશનું લિંગ અવગાહ છે શબ્દ નહીં તમારો આ સિદ્ધાન્ત અયુક્ત છે. કેમ કે શબ્દ રૂપાદિવાળો છે. શબ્દનો પ્રતિઘાત અને અભિભવ થાય છે તેથી શબ્દ રૂપાદિવાળો છે એ નિશ્ચિત થાય છે. જે રૂપાદિમાન હોય છે તેનો જ પ્રતિઘાત અને અભિભવ થાય છે માટે શબ્દ રૂપાદિમાન છે. આથી શબ્દ ગુણ નથી. ગુણમાં ગુણ હોતો નથી. એટલે શબ્દ ગુણ નથી પણ દ્રવ્ય છે એમ સિદ્ધ થાય છે. શબ્દ પુદ્ગલ દ્રવ્ય છે માટે એનો આકાશમાં અવગાહ છે. આથી શબ્દ એ આકાશનું લિંગ નથી પણ અવગાહદાન એ આકાશનું લિંગ છે. આકાશ પ્રધાનનો વિકાર છે. સાંખ્ય કહે છે કે આકાશ એ તો પ્રકૃતિ –પ્રધાનનો વિકાર છે. આ સાંખ્યની વાત પણ સુંદર નથી. કેમ કે પ્રધાન અસિદ્ધ છે. અથવા અભ્યપગમવાદથી પ્રધાન છે એમ સ્વીકારીએ છીએ તો પ્રશ્ન થાય છે કે, નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિયત્વાદિ સ્વભાવવાળું સત્ (પ્રધાન-પ્રકૃતિ) અનિત્યાદિ આકારો વડે કેવી રીતે પરિણામ પામી શકે ? અર્થાત્ પ્રધાન નિત્ય હોઈને અનિત્ય ઘટાદિરૂપે પરિણામ કેવી રીતે પામે ? પોતે નિત્ય છે અને તેનો વિકાર અનિત્ય આ તો વિરુદ્ધ વચન છે. નિત્ય પ્રધાન અનિત્ય આદિરૂપે પરિણમે નહીં એટલે પ્રધાનનો વિકાર આકાશ બની શકે નહિ. સાંખ્ય તરફથી પ્રતિપાદન હવે જો તું એમ માનવા કહેતો હોય કે–પ્રધાનનો વિકાર વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન સક્રિય છે. આ વાતમાં તમે આનાકાની કરી શકતા નથી. કેમ કે એ તો પ્રત્યક્ષથી સમાધિગત છે તો તેનો અપદ્વવ કરાય નહીં જે પદાર્થ પ્રત્યક્ષથી પ્રાપ્ત હોય તેનો અપલાપ કરાય નહીં. એ પદાર્થનો નિષેધ કરાય નહીં. જૈનોનો પ્રત્યુત્તર... હે સાંખ્ય ! તું જે કહે છે તે ઠીક છે પણ વિજ્ઞાન એ પ્રધાનનો વિકારપણે દષ્ટ નથી. વિજ્ઞાન એ તો સહુને પ્રત્યક્ષ છે એ નિવિર્વાદ છે પણ પ્રધાન તો અસિદ્ધ જ છે. તેથી વિજ્ઞાન પ્રધાનનો વિકાસ સિદ્ધ થઈ શકતો જ નથી. मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयस्सप्त । षोडशकरस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥१॥ इति कारिकयेदलङ्गठरकृष्णेन प्रकृतेः कारणत्वमेवैकादशेन्द्रियपञ्चभूतलक्षणषोडशगणस्य विकारत्वमेव . સાંશ્ચરિશl- IIરા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થ સૂત્ર સાંખ્યની રજૂઆત સત્ત્વ એ પ્રધાનનો વિકાર જે જ્ઞાન-બુદ્ધિ છે તે જ્ઞાનાકારે પરિણમે છે. સાંખની સામે જૈનોનું કથન.... આની સામે એક અનુમાન રજૂ કરવામાં આવે છે કે જેમ તમ એ ગુણ છે અને જ્ઞાનાકારે પરિણમતો નથી તેવી રીતે સત્ત્વ પણ ગુણ છે તો તે પણ જ્ઞાનાકારે પરિણમી શકે નહિ. માટે સત્ત્વ જ્ઞાનાકારે પરિણામે છે. આ તમારી વાત યુક્તિથી રિક્ત છે. વળી ચૈતન્ય કહો, બુદ્ધિ કહો કે વિજ્ઞાન કહો આ બધા એક છે, અને તે સાંખ્ય ! તમે તો ચૈતન્ય એ પુરુષનો સ્વભાવ છે એમ માનો છો પણ પ્રધાનનો વિકાર નથી. એટલે રેતયતે, નાનીતે, વૃષ્યતે આ બધા એક જ અર્થના બોધક પ્રયોગો છે. માટે ચૈતન્ય, જ્ઞાન અને બુદ્ધિ બધા એક છે. માટે વિજ્ઞાન એ પ્રધાનનો વિકાર છે એવું સિદ્ધ કરી શકે તેવી કોઈ યુક્તિ તમારી પાસે નથી. હવે જો તમે એમ કહો કે આત્મા અને અંતઃકરણ એટલે બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. એટલે બુદ્ધિમાં ચૈતન્યનો ભ્રમ થાય છે. તેથી બુદ્ધિ અને ચૈતન્યની એક પ્રતીતિ થાય છે. આ વાત પણ તારી બરાબર નથી. કેમ કે આત્મા અને બુદ્ધિ બંને અમૂર્ત છે, અને અમૂર્તમાં પ્રતિબિંબ પડે નહીં. દા. ત. જેમ મુક્તાત્મા. મુક્તાત્મા અમૂર્ત હોવાથી તેમાં જેમ પ્રતિબિંબ પડી શકે નહીં તેમ આત્મા અને બુદ્ધિમાં પણ પ્રતિબિંબ પડે નહીં. માટે બુદ્ધિ-વિજ્ઞાન એ પ્રધાનનો વિકાર નથી. આમ જ્યારે બુદ્ધિ પ્રધાનનો વિકાર બની શકતી નથી તો આકાશ તો પ્રધાનનો વિકાર બની જ ક્યાંથી શકે ? તેથી આ ચર્ચા વડે સર્યું. અવતરણિકા બીજાઓએ પ્રધાન આદિનો પરિણામ છે એવું માનેલું છે તેના નિષેધ માટે, ઉપકાર પ્રકરણના સંબંધથી પૂ. સૂત્રકાર મ. આ નવા સૂત્રની રચના કરી રહ્યા છે. અર્થાતુ ધર્માસ્તિકાયથી લઈને દરેક દ્રવ્યનો કયો ઉપકાર છે તે બતાવી રહ્યા છે. તેમાં હવે અનુક્રમથી આવતા પુદ્ગલ દ્રવ્યનો પ્રશ્ન થાય છે કે–પુદ્ગલ દ્રવ્યનો કયો ઉપકાર છે ? આ પ્રશ્નના ઉત્તરરૂપે આ સૂત્રરચના છે તથા શરીરાદિ જેને આપણે પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર કહીએ છીએ તેને અન્ય (સાંખ્ય) પ્રધાન આદિનો પરિણામ કહે છે. પરંતુ એ પ્રધાન આદિનો પરિણામ નથી, પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. આમ પ્રધાન આદિ પરિણામના નિષેધ અને પુદ્ગલદ્રવ્યના ઉપકારને બતાવવા માટે આ સૂત્રની રચના કરતાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે શરીર-વામાન -પ્રાણાપાના: પુનાનામ્ | -૬ . સૂત્રાર્થ ઃ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવ્વાસ એ પુદ્ગલોનો ઉપકાર છે. ટીકા - સૂત્રમાં શરીરાદિના ક્રમનું કારણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ અધ્યાય-૫ઃ સૂત્ર-૧૯ શરીર હોય તો જ વાણી, મન અને શ્વાસોચ્છવ્વાસ હોય છે. માટે સૂત્રમાં પહેલા શરીર શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાર પછી વાણી બેઇન્દ્રિય આદિમાં દેખાય છે પણ સર્વ શરીરી અર્થાત્ સર્વ સંસારી જીવોમાં નથી દેખાતી કેમ કે એકેન્દ્રિયોને વાણી હોતી નથી. માટે શરીર પછી વાળુ કહ્યું છે. શરીર સર્વ સંસારી જીવોને હોય છે જ્યારે વાણી એકેન્દ્રિય સિવાયના સંસારી જીવોને હોય છે માટે પહેલા શરીર ત્યાર બાદ વાણી કહ્યું છે. પ્રશ્ન :- અહીં સાંખ્યો પ્રશ્ન કરે છે કે તમે વાણી ઇન્દ્રિય લીધી તો બીજી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિય કેમ ન લીધી ? ઉત્તર :- સ્પર્શનાદિ બીજી ઇન્દ્રિયો આત્મપ્રદેશરૂપ છે, વળી અહીં તો પુદ્ગલથી થયેલ ઉપકારને કહેવા માટે આરંભ છે. આ આરંભ તો પુદ્ગલના ઉપકારની પ્રસિદ્ધિ માટે છે. આથી શરીર અને વાણી લીધા છે, જે બંને પૌદ્ગલિક-પુદ્ગલ જન્ય છે. હવે શરીર અને વાણી પછી પાંચે ઈન્દ્રિયોનો વિષય એ મનનો વિષય છે માટે તે બંને પછી “મનઃ પદ મૂકયું છે. છેવટના સર્વ સંસારી પ્રાણીઓનું કાર્ય હોવાથી “પ્રા/પાના: શ્વાસોશ્વાસ’ એ પદ મૂક્યું છે. અહીં એક વાત સમજવા જેવી છે કે આ સૂત્રમાં જે બતાવ્યા છે, તે પૌગલિક છે કેમ કે આ બધા પુદ્ગલથી બને છે એટલે શરીર આદિ ઉપર પુદ્ગલનો ઉપકાર છે. આ સૂત્ર સામાસિક પદ છે. તો કયો સમાસ છે? આવો પ્રશ્ન થાય તેનો ઉત્તર એ છે કે આ સામાસિક પદમાં ઇતિરેતર કુન્દુ સમાસ છે. ૧. કામણ અથવા ઔદારિક આદિ હોતે ત.. વી. મુદ્રિતટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૪૨ કપિલ મત તરફથી આ શંકા છે. તેના મતમાં વાણી એ ઇન્દ્રિય છે અને પંક્તિન(૨ / સૂo ૨૫)માં તેનો નિષેધ કરેલ છે માટે અહીં પ્રયત્ન કર્યો નથી. તત્ત્વા. ૫૦ ૨૦ પૃ૦ રૂ૪૨ ૩. સ્પર્શન અને પ્રાણાદિ ઇન્દ્રિયોનું આ પ્રમાણે...તન્વી મુદ્રિત રે. પૃ૦ રૂ૪૨ अत्र च पुद्गलद्रव्यमेवानन्तप्रदेशस्कन्धमात्मप्रयोगापेक्षमायतते निर्वत्युपकरणरूपतया सर्वाणीन्द्रियाण्यनन्तप्रदेशानि असङ्ख्येयात्मप्रदेशाधिष्ठितानि च द्रव्यात्मकानि भवन्ति.....तत्त्वा० अ० २ सू० १६ टीकायाम् पृ० १६४ ૫. સ્પર્ધાદિ બધા જ વિષયો આના છે. તત્ત્વા, મુ. ૨૦ પૃ૦ રૂ૪૨ પાંચ ઇન્દ્રિયથી જે વિષયનું જ્ઞાન થાય છે તેના ઉપર જ મન ચિંતન કરે છે તેથી પાંચ ઇન્દ્રિયનો વિષય જ મનનો વિષય છે. - - - ...मनः पुनः चक्षुरादीन्द्रियकलापविषयीकृतमनुपतति रूपाद्यर्थम् न साक्षात्....तत्त्वा. अ.२ । सू० १५ पृ० १६२ ૬. કર્મબંધ અને નિર્જરાદિના હેતુપણે શરીરોને કહીને તેનાથી ભિન્ન કાયયોગ વિશેષનું અભિધાન કરે છે “પ્રાણાપાન' ઇત્યાદિથી “પ્રાણાપાનાઃ'. આ પ્રમાણે પ્રથમા વિભક્તિથી જે અભિધાન છે તે પુદ્ગલો જ પ્રાણાપાનરૂપે પરિણમે છે માટે છે. પણ ધર્માદિની માફક ઔદાસિનતાથી ઉપકારક નથી... તત્ત્વા, मु० टी० पृ० ३४१ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ તત્ત્વાર્થ સૂત્ર શંકા - આ બધાં પ્રાણીના અંગ હોવાથી છેલ્લે નપુંસકલિંગ એકવચન આવવું જોઈએ ને? સમાધાન - અંગ એટલે અવયવ. જો અવયવોને સમાસ થતો હોય તો નપુંસકલિંગ એક વચન આવે પણ અંગાંગીઓનો દ્વન્દ સમાસ હોય તો નપુંસકલિંગ એક વચન ક્યાંથી આવે ? કેમ કે શરીર એ તો અંગી છે. એટલે અહીં પ્રાથંગ જે નથી એમ સમજવું. સૂત્રમાં પુતાનામમાં છઠ્ઠી વિભક્તિ છે તે ઉપકારના પ્રકરણથી સમજવી. એટલે પુદ્ગલ ઉપકાર કર્તા છે. આ શરીરાદિ ચાર પુદ્ગલથી બનેલા પરિણામ વિશેષથી યુક્ત હોવાથી પ્રાણીઓના ગમન, આદાન, વ્યાહરણ, ચિંતન અને પ્રાણન વગેરે રૂપે અનુગ્રાહક બને છે. શરીરથી ગમન થાય છે, ગ્રહણ કરાય છે. વાણીથી બોલાય છે, મનથી ચિંતન થાય છે અને પ્રાણાપાનથી શ્વાસોશ્ર્વાસ લેવાય છે. આમ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસ એ પુદ્ગલથી બનેલા છે. તેથી આ પુદ્ગલનો ઉપકાર છે. અર્થાત્ ગમન આદિ આ બધા ભાવોનો કર્તા પુદ્ગલ છે. ભાષ્ય - ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીરો, વાણી, મન, અને શ્વાસોચ્છવાસ આ પુગલોનો ઉપકાર છે. શરીર ટીકા : શરીર એટલે ઘસાવાના સ્વભાવવાળું પુદ્ગલ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ નામના પાંચ પ્રકારનાં શરીરો છે. આ શરીરો તથા વાણી, મન અને શ્વાસોચ્છવાસ પુદ્ગલોનો ઉપકાર છે. ભાષ્યમાં તિ શબ્દનો અર્થ છે. તેથી જ શરીરો અને વાણી, મન વગેરે આવો અર્થ કર્યો છે. વાણી જે બોલાય તે વાણી કહેવાય છે. આ વાણી પણ પૌદ્ગલિકી છે. આ રણન સ્વભાવવાળી (શબ્દરૂપ) વાણી ભાષા પર્યાપ્તિવાળા જીવોને હોય છે. જેનું નિમિત્ત વિયંતરાયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને અંગોપાંગ નામકર્મ છે. વીર્યવાળો આત્મા કાયયોગથી ભાષાયોગ્ય સ્કંધોને લઈને ભાષારૂપે પરિણમાવીને વાફ પર્યાપ્તિકરણ વડે સ્વ અને પરના ઉપકાર માટે છોડે છે તે જ વાણી કહેવાય છે. આ સ્કંધો મૂર્ત હોવા છતાં ચક્ષુગ્રાહ્ય બનતા નથી. દા. ત. પાણીમાં નાંખેલા મીઠાના કણિયાઓ જેમ આપણને દેખાતા નથી તેમ આ સ્કંધો મૂર્ત હોવા છતાં ચક્ષુગ્રાહ્ય નથી. ૧. “પ્રfનતુર્યામ્' સિદ્ધહેમ રાશરૂ૭ वाङ्मनः पर्याप्त्येकत्ववविवक्षयैकवचनं, प्राणापानयोरप्युच्छ्वासनिश्वासयोर्जात्यपेक्षमिति... श्रीतत्त्वा० हारिभ० पृ० २२२ Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૯ ૧૨૭ શંકા - શબ્દો (વાણી) મૂર્ત છે એટલે રૂપાદિવાળો તો તો અવશ્યમેવ ચક્ષુ વગેરેથી ગ્રાહ્ય કેમ નથી બનતો ? સમાધાન :- એવી કોઈ વ્યાપ્તિ નથી કે જે રૂપાદિવાળી વસ્તુ હોય તે બધી ચક્ષુ આદિથી ગ્રાહ્ય હોવી જ જોઈએ. અર્થાત્ જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે તો કોઈ ને કોઈ ઇન્દ્રિય દ્વારા તેનું જ્ઞાન થવું જ જોઈએ. આવી કોઈ વ્યાપ્તિ નથી. દા. ત. પરમાણુ રૂપાદિવાળો છે છતાં કોઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી કેમ કે પુગલોનાં પરમાણુ વગેરે જે પરિણામો છે તે વિચિત્ર છે. તેથી પરમાણુ, ચણક આદિ જે પુદ્ગલનાં પરિણામો છે તે રૂપાદિવાળાં હોવા છતાં ચક્ષુ આદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થતા નથી. આમ પુદ્ગલનાં પરિણામોની વિચિત્રતાથી ઇન્દ્રિયોથી તેનું જ્ઞાન થાય જ આવું બનતું નથી. માટે અમૂર્ત છે એવું નથી તેમ વાણી પણ અમૂર્ત નથી, મૂર્ત જ છે તે અનુમાન દ્વારા આપણે સિદ્ધ કરીએ. વાણી અમૂર્ત નથી. કેમ કે પૂર્વદિશાના પવનના વેગથી હણાયેલી વાણી પશ્ચિમ દિશામાં રહેલાને શબ્દરૂપે પરિણમેલી ઉપલબ્ધ થાય છે, પ્રતિઘાત થાય છે અને અભિભવ થાય છે. આથી વાણી અમૂર્ત નથી. આ રીતે વાણી મૂર્ત-રૂપાદિવાળી સિદ્ધ છે તેથી પૌદ્ગલિક છે. આમ વાણી એ પુદ્ગલનો ઉપકાર છે. મન અનંત પુદ્ગલ(પરમાણુઓ)ના સ્કંધરૂપ મનોદ્રવ્યને યોગ્ય જે પુગલો છે તેનાથી નિર્મિત હોવાથી મન પણ પૌલિક છે. આ મન પર્યાપ્તિવાળા પંચેન્દ્રિયોને જ હોય છે. છબસ્થોને શ્રુતજ્ઞાનાવરણના ક્ષાયોપશમ માટે કારણ-સાધન છે. मनोऽभिनिर्वत्यै यद् दलिकद्रव्यमुपातमात्मना सा मनःपर्याप्तिर्नाम करणविशेषः, तेन करणविशेषेण सर्वात्मप्रदेशवतिना यानन्तप्रदेशान् मनोवर्गणायोग्यान् स्कन्धान् चित्तार्थमादत्ते ते करणविशेषपरिगृहीताः स्कन्धाः द्रव्यमनोऽभिधीयते (न्ते) । भावमनस्तु जीवस्योपयोगः चित्तचेतनायोगाध्यवसानावधानस्वान्तमनस्काररूप: परिणामः । * श्रुतज्ञानावरणक्षयोपशमजतया चैतन्मनोरूपं करणमिष्यतेऽर्हद्भिः , धारणा च मनोयुक्तस्यैव च जन्तो भवति नेतरस्येति । तत्त्वा० अध्या० २ । सू० ११ टीकायाम् अर्थावग्रहात् परतो मतिज्ञानमेव श्रुतज्ञानं भवति तच्च न सर्वेषामिन्द्रियाणामर्थावग्रहात् परतः, किन्तु मनोऽर्थावग्रहात् परतो मतिः श्रुतीभवतीति श्रुतस्य मनोविषयत्वं बोध्यम् । तत्त्वन्यायविभाकर-द्वितीयकिरणे पृ० ३३७ ...सामान्यार्थग्रहणानन्तरभाविनी सदर्थमीमांसा ईहा-किमयं शङ्खध्वनिरुताहो शृङ्गध्वनिरिति, मधुरादिगुणयोगादयं शङ्खस्यैव ध्वनिः, न शृङ्गस्येत्यन्वयव्यतिरेकवद् विज्ञानमपोह उच्यते, ईहापोहाभ्यां युक्ता ईहापोहयुक्तागुणदोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा, तां प्रति संज्ञिनोऽत्र संज्ञिनो विवक्षिताः, गुणाश्च दोषाश्च गुणदोषाः, स्वार्थपुष्टिहेतवो गुणाः तदपचयहेतवो दोषाः, तेषां विचारणम् आलोचनं-कथं गुणावाप्तिर्दोषपरिहारश्चेति तदेवात्मास्वरूपं यस्याः सम्प्रधारणसंज्ञायाः सा गुणदोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा ।। तत्त्वा० अ० २/सू० २५ टीकायाम् Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થ સૂત્ર આ સાધનરૂપ દ્રવ્ય મનની મદદથી પેદા થયેલ ગુણદોષની વિચારણારૂપ ભાવમન છે જે સંપ્રધારણ, સંજ્ઞાજ્ઞાન અને ધારણાજ્ઞાનરૂપ છે. આ રીતે આપણે જે મનની વ્યાખ્યા કરી તેમાં આ પ્રમાણ છે "चित्तं चेतो योगोऽध्यवसानं चेतना परीणामः । भावो मन इति चैते, ह्युपयोगार्था जयति शब्दाः ॥" ચિત્ત, ચેતસુ, યોગ, અધ્યવસાન, ચેતના, પરિણામ, ભાવ, મન જગતમાં આ બધા ઉપયોગ અર્થવાળા શબ્દો છે. અહીં તો આવા પ્રકારના ભાવ મનનું નિમિત્ત (કારણ), પુદ્ગલથી બનેલ, સર્વ આત્મપ્રદેશમાં રહેલ એવા દ્રવ્યમનનો અધિકાર છે. અર્થાત્ દ્રવ્યમાન અને ભાવમન આ બે પ્રકારના મનમાંથી અહીં પુદ્ગલથી બનેલ જે દ્રવ્યમાન છે તે લેવાનું છે. એ મન આખા આત્મામાં વ્યાપી છે, જેના દ્વારા આત્મા ચિંતન કરે છે. આમ મન પણ પુદ્ગલથી બનેલું છે માટે મન એ પણ પુદ્ગલનો ઉપકાર છે. પ્રાણ અને અપાન... તેવા પ્રકારના પરિણામને પામતો હોવાથી કોઠામાંથી નીકળતો જે ઉચ્છવાસરૂપ વાયુ તે પ્રાણ કહેવાય છે તથા બાહ્ય વાયુ જે અંદર લેવાય છે તે અપાન કહેવાય છે. આ બંને પ્રાણવાયુ અને અપાનવાયુ આત્માને ઉપકાર કરનાર છે. આ બંને વાયુ મૂર્તિમાન છે તેની સિદ્ધિ કરનાર આ પ્રમાણે હેતુઓ છે : (૧) આ વાયુ રૂપી દ્રવ્યનો પરિણામ છે, (૨) વાયુનો પ્રતિઘાત દેખાય છે, અને (૩) આ વાયુ દ્વારાનુવિધાયી છે. નાસિકારૂપ દ્વારથી લેવાય છે ને મુકાય છે. આમ આ બંને વાયુ મૂર્ત છે. આથી પૌલિક હોવાથી પુદ્ગલનો ઉપકાર છે. ભાષ્ય :- તેમાં શરીરો જેમ પહેલા (બીજા અધ્યાયમાં) અ ૨/૩૭ કહ્યા છે તેમ સમજવા અને પ્રાણ-અપાનની વ્યાખ્યા નામ કર્મ (અ. ૮ | સૂ. ૧૨)માં કરી છે. ૧. પ્રશ્ન :- દાર્શનિક ગ્રંથોમાં મનને શરીરવ્યાપી કહેવામાં આવે છે. અહીં આત્મવ્યાપી કહે છે તો આ બંને નિરૂપણોનો સમન્વય કેવી રીતે થાય ? ઉત્તર :- આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે શરીર અને આત્માનો કથંચિત્ અભેદ હોવાથી અહીં આત્મા કહ્યો છે. પ્રાણ અને અપાનનો નિરોધ થાય તો મરણ થાય છે. માટે જ કાઉસ્સગ્નમાં પણ ઉવાસ આદિના નિરોધની અનુજ્ઞા નથી આપી અને ઉચ્છવાસ આદિ લેવાની છૂટ આપી છે. તત્ત્વા, મુ. ૨૦ ૦ રૂકર ૩. સૂત્રનાં અનેક અવતરણોમાં વક્યતે (કહેવાશે) વગેરે કથન મૂળ સૂત્રના વિષય તરીકે કહેવાયું છે. અહીં તે વ્યારાતી વ્યાખ્યા કરેલ છે) આ પ્રમાણેનું કથન તે (પ્રાણ-અપાનની) અસિદ્ધતા કહે છે. એ બે કોઈપણ કર્મમાં કહેલા નથી તેથી પરમ ઋષિઓએ જે વિષય કહેલો છે તેને મનમાં રાખીને આ કહ્યું છે.....તત્તા મુદ્રિત ટિપ્પષ્ણામ્ પૃ૦ રૂ૪૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૧૯ ૧૨૯ ટીકાઃ બીજા અધ્યાયમાં ઔદારિક આદિ શરીરની વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અહીં એ પાંચે શરીરની વ્યાખ્યા કરવી. પ્રાણાપાનની વ્યાખ્યા નામકર્મની વ્યાખ્યાના અવસરે આઠમા અધ્યાયમાં ગતિ-જાત્યાદિ સૂત્રમાં પાંચ પ્રકારની પર્યાપ્તિના પ્રકરણમાં “પ્રાણાપનક્રિયાયો યદ્રવ્યહાજી: નિર્તક્રિયાપરિસમસઃ પ્રાપન યff:” આ ભાષ્યમાં કહેવાશે. કહેવાશે ને બદલે કહ્યું આવો પ્રયોગ કેમ કર્યો ? શંકા - હજી તો પ્રાણાપાનની વ્યાખ્યા આગળ કહેવાશે અને ભાષ્યકારે ભાષ્યમાં વ્યાખ્યાત” છે એમ શા માટે કહ્યું ? શંકાનું સમાધાન આશંસા અર્થમાં ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રત્યય લાગે છે. જેમ કે-“જો ઉપાધ્યાય આવશે તો વ્યાકરણ ભણી લીધું સમજજો' તેમ અહીં પણ “જ્યારે નામકર્મનું સૂત્ર આવશે ત્યારે પ્રાણ અને અપાનની વ્યાખ્યા થશે” આ અર્થને લઈને “આશંસિત' કહ્યું છે એમ સમજવું. - ભાષ્ય :- બેઇન્દ્રિય આદિ જીવો રસનેન્દ્રિયના સંયોગથી ભાષાપણે પરિણમે એવા પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ, અને સંજ્ઞીઓ મન પણે પરિણમે એવાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ. ટીકા : પર્યાપ્તા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવો રસનેન્દ્રિયના સંયોગસંબંધથી ભાષા પરિણામને યોગ્ય અનંતપ્રદેશવાળા સ્કંધોને કાયયોગથી–કાયાના વ્યાપારથી ગ્રહણ કરે છે અને ભાષા પર્યાપ્તિરૂપ કરણ વડે–સાધન વડે છોડે છે. આ ભાષ્યનો ભાવ આ પ્રમાણે છે કે–જ્યાં રસનેન્દ્રિયનો સંબંધ છે ત્યાં જ ભાષા ...तत्रोदारं बृहदसारं यद् द्रव्यं तन्निर्वृत्तमौदारिकमसारस्थूलद्रव्यवर्गणासमारब्धमौदारिरुप्रायोग्यपुद्गलग्रहणकारणपुद्गलविपाक्यौदारिकशरीरनामकर्मोदयनिष्पन्नम् ।.... विक्रिया विकारो बहुरूपतानेककरणं तथा निर्वृत्तमनेकाद्भुताश्रयं विविधगुणद्धिसम्प्रयुक्तपुद्गलवर्गणाप्रारब्धं वैक्रियम् । शुभतरशुक्लविशुद्धद्रव्यवर्गणाप्रारब्धं प्रतिविशिष्टप्रयोजनायाहियतेऽन्तर्मुहूर्तस्थित्याहारकम्... ...तेजोगुणोपेतद्रव्यवर्गणा तेजोविकारस्तेज एव वा तैजसमुष्णगुणं शापानुग्रहसामर्थ्याविर्भावनं तदेव यदोत्तरगुणप्रत्यया लब्धिरुत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातमानसो गोशालादिवत्, प्रसन्नस्तु शीततेजसाऽनुगृह्णाति । यस्य पुनरुत्तरगुणलब्धिरसती तस्य सततमभ्यवहताहारमेव पाचयति यच्च तत् पाचनशक्तियुक्तं तत् तैजसमवसेयम् । कर्मणा निवृत्तं कार्मणम्, अशेष कर्मराशेराधारभूतं कुण्डवद् बदरादीनामशेषकर्मप्रसवसमर्थं वा यथा बीजमङ्करादीनाम्, एषा च किलोत्तरप्रकृतिः शरीरनामकर्मणः पृथगेव कर्माष्टकात् समुदायभूतादित्यतः कमैव कार्मणम् ।..... तत्त्वा० अ० २ । सू० ३७ पृ० १९५ ૨. અપર્યાપ્તાને વાગ્યોગ હોતો નથી તેથી આ પર્યાપ્તા વિશેષણ છે. તેથી જે પર્યાપ્તા છે તેની જે જીભ છે તેની સાથે સંબંધ થાય છે. તા. મુદ્રિત ટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૪૨. Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૧૩૦ પર્યાપ્તિ છે. કેમ કે ભાષા-પર્યાપ્તિ જિલ્લાને આશ્રયીને છે. આથી પૃથિવી આદિ વાયુ' સુધીના બીજા એકેન્દ્રિયોનો વ્યવચ્છેદ થાય છે. કેમ કે એકેન્દ્રિયોને રસનેન્દ્રિયનો સંબંધ હોતો નથી અને રસનેન્દ્રિયનો સંબંધ નથી તો જીભ નથી, જીભ નથી માટે ભાષાનો અભાવ છે. જીભવાળા જ ભાષાનો પ્રયોગ કરી શકે... બેઇન્દ્રિય વગેરે જીભવાળા છે તેથી જેમ આર્યો, આર્ય ભાષાનો અને મ્લેચ્છો મ્લેચ્છ ભાષાનો પ્રયોગ કરે છે તેમ પોતપોતાની ભાષારૂપે તે પુદ્ગલોને પરિણમાવીને ચોક્કસ એવી જ ભાષાનો પ્રયોગ કરે છે. સંશીઓનું નિરૂપણ.....હવે આપણે ભાષ્યમાં રહેલા સંજ્ઞિનશ શબ્દથી વ્યાખ્યા કરીએ. ગુણદોષની વિચારણારૂપ જે સંપ્રધારણ સંજ્ઞા, તેના યોગથી સંશી કહેવાય છે. એટલે કે ગુણદોષની વિચારણારૂપ સંપ્રધારણ સંજ્ઞા છે. આ સંજ્ઞા જૈને હોય તે સંશી કહેવાય છે. ભાષ્યમાં રહેલા ત્તનો અર્થ વ્ ‘જ' છે. મનન કરવાની ઇચ્છાવાળા તે સંજ્ઞીઓ જ મનના પરિણામથી (કાયયોગ વડે) જેટલા આકાશપ્રદેશોમાં આત્મા રહેલો છે તે આકાશપ્રદેશોમાં રહેલા મનોવર્ગણાને યોગ્ય અનંત સ્કંધોને સર્વ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે. તે પછી તે સ્કંધના બળથી સંશીઓ ગુણદોષની વિચારણારૂપે પરિણમે છે. અર્થાત્ સંશીજીવો ગુણદોષની વિચારણામાં તત્પર બને છે. એકેન્દ્રિયથી લઈને અસંશી પંચેન્દ્રિય સુધીના જેઓ આવા સંજ્ઞાવાળા નથી તેઓ ગુણદોષની વિચારણારૂપ મનન કરી શકતા નથી. કેમ કે એમને મન:પર્યાપ્તિકરણ વિશેષ હોતું નથી માટે એ બધા સંજ્ઞીમાં આવી શકતા નથી. આમ નાન્યે આ ભાષ્યથી અસંજ્ઞીનો વ્યવચ્છેદ કર્યો... બેઇન્દ્રિય આદિમાં મનોવ્યાપારની શંકા મનોવ્યાપાર ન હોય તો બેઇન્દ્રિય આદિ પોતાના સ્થાન તરફ ગતિ કરે છે, કૃમિ, કીડી, વગેરે જે ચોખાના કણો, શ્યામાક બીજ વગેરેનો સંગ્રહ કરે છે તે કેવી રીતે બને ? બેઇન્દ્રિયઆદિ અસંશીને અવગ્રહની પટુતા છે પણ મનોયોગ નથી કૃમિ અને કીડી વગેરે બેઇન્દ્રિયાદિ અસંશી પોતાના દર તરફ જાય છે અને ચોખા ૧. સૂત્રકારે ‘વાચ્છન્તાનામેળમ્'(૪૦ ૨ / સૂ૦ ૨૩)માં એક ઇન્દ્રિયવાળાઓમાં વાયુને છેલ્લે લીધો છે એટલે પૃથ્વી, અપ્, વનસ્પતિ તેજ અને વાયુ આ પ્રમાણે ક્રમ રાખ્યો છે. તેથી અહીં ટીકા. વાયુ છેલ્લે લીધો છે. ૨. यद् वा कालिकीहेतुदृष्टिवादोपदेशाख्यासु तिसृषु संज्ञासु कालिकीसंज्ञा सम्प्रधारणाख्या गृह्यते, येन सुदीर्घमपि कालमनुस्मरति भूतमागामिनञ्चानुचिन्तयति कथं कर्तव्यं किमनुष्ठेयमिति सा दीर्घकालिकी सम्प्रधारणेत्युच्यते .. तथा च सम्प्रधारणसंज्ञा मनोरूपैव ।.. तत्त्वन्यायविभाकरे द्वितीयकिरणे पृ० ३४ Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૧૯ ૧૩૧ વગેરેનો સંગ્રહ કરે છે તે મનોવ્યાપાર વગર જ પોતાના અવગ્રહની પટુતાથી કરે છે. તે અવગ્રહની પટુતા તેવા પ્રકારની લબ્ધિ જ છે, પણ ઈહાદિ જ્ઞાનભેદનો વિચાર કરવા માટે તો બેઇન્દ્રિય આદિ અયોગ્ય છે. એટલે બેઈન્દ્રિય આદિ અસંશીને અવગ્રહની પટુતા છે પણ મનોયોગ નથી. આ રીતે આ સૂત્ર દ્વારા આપણે જાણ્યું કે શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસ એ પુદ્ગલનો ઉપકાર છે. હવે એક પ્રશ્ન થાય છે કે આત્મા શરીરાદિ બનવાને યોગ્ય પુદ્ગલો કેવી રીતે ગ્રહણ કરે છે, અને કેવી રીતે તે પુગલો પરસ્પર એકઠાં રહે છે પણ છૂટાં પડતાં નથી ? આ પ્રશ્નનો પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે. ભાષ્ય :- આગળ કહેવાશે કષાય સહિત હોવાથી જીવ કર્મયોગ્ય પુગલોને ગ્રહણ કરે છે. વળી બીજું.... ટીકાઃ “કષાય સહિત હોવાથી જીવ કર્મ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે આગળ આઠમા અધ્યાયમાં કહેવાશે. કષાયો ક્રોધાદિ છે. તેની સાથે એટલે કે કષાય સહિત જે હોય તે અકષાય કહેવાય. આ કષાયવાળો હોવાથી આત્મા કષાય નામના કારણથી જ્ઞાનાવરણાદિ કર્મયોગ્ય અને નોકર્મયોગ્ય પુદ્ગલોને સર્વ આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે.' કહ્યું છે કેજેમ ઉષ્ણગુણવાળો થતો દીપક દીવેટથી તેલને લે છે અને તે સ્નેહને–તેલને ગ્રહણ વિશિષ્ટ મનોવ્યાપારની અપેક્ષાએ નિષેધ છે પણ સંગ્રહાદિની પ્રયોજિકા હેતુવાદ સંજ્ઞા તો છે જ. અહીં જે ઈહાદિનો નિષેધ બતાવ્યો છે તે ઈહાદિ અહીં સંપ્રધારણરૂપ અથવા દીર્ઘકાલીન સ્મરણાદિરૂપ સમજવા, પણ પ્રાપ્ત ઇન્દ્રિયના ઈહાદિનો તેઓમાં સદૂભાવ મનાય તો તે અવિરુદ્ધ છે.. તત્ત્વામુકિત टिप्पण्याम् पृ० ३४३ સિદ્ધાલયમાં પણ પુગલના સદૂભાવથી સિદ્ધોને શરીરાદિરૂપે પગલો કેમ ઉપકાર કરતા નથી ? માટે કહે છે કે- તત્ત્વા, મુ. ટી પૃ૦ રૂ૪૩. મતલબ એ છે કે અહીં જે આ બંધ બતાવી રહ્યા છે તે સાંપરાયિક બંધ સમજવો. કેમ કે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી કષાય સહચરિતયોગ હોય છે. તેથી જ કષાયવાળો આત્મા પુદ્ગલોને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગલો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરની માફક અભેદપણાને પામે છે. ઉપશાન્તાદિ ગુણસ્થાનકોમાં તો સુંવાળી ભીંત ઉપર નાંખેલી વાલુકાનો સમુદાય જેમ ભીંતની સાથે એકમેક થતો નથી પણ નાંખતાંની સાથે જ ખરી પડે છે તેવો કર્મની સાથે સંબંધ છે તેથી અહીં કષાયવાળો આત્મા લીધો છે એમ સમજવું. ૪. જ્ઞાનાવરણાદિ કર્મરૂપે જે પુલો પરિણમે છે તે કર્મયોગ્ય પુદ્ગલો છે અને જે શરીરાદિરૂપે પરિણમે છે તે નોકર્મયોગ્ય પુગલો છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થ સૂત્ર કરીને શરીરરૂપે એટલે દીપકરૂપે પરિણાવે છે તેમ રાગાદિગુણવાળો અર્થાત કષાયવાળો આત્મારૂપી દીપક પોતાના યોગરૂપી દીવેટથી સ્કંધોને લે છે અને તે સ્કંધોને કર્મરૂપે પરિણમાવે છે. આથી પ્રાણીઓનો શરીરાદિ આકારથી પુદ્ગલો જ ઉપકાર કરે છે, પણ પ્રધાન, વિજ્ઞાન, સ્વભાવ, ઈશ્વર, નિયતિ, હઠ, પુરુષ અને કાળ આદિ શરીર આદિ આકારની પરિણતિને ધારણ કરનારા નથી. કારણ કે એમાં યુક્તિ નથી. (આ બધા યુક્તિવિહીન છે.) અવતરણિકા પૂર્વ સૂત્રમાં આપણે જીવોને શરીર આદિ રૂપે પુદ્ગલોએ કરેલો ઉપકાર છે તે જોયું. હવે તો પુદ્ગલોની ઉપકારમાં નિમિત્તમાત્રતા છે તે બતાવવું છે માટે પૂ. ભાષ્યકાર મ. છેલ્લા ભાષ્યમાં “ઉં મચત્' “વળી બીજું કંઈક' કહ્યું છે તે ભાષ્ય દ્વારા આ નવા સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ કરે છે કે–પૂર્વ સૂત્રમાં તો શરીરાદિ રૂપે પુદ્ગલનો ઉપકાર અપેક્ષાએ કહ્યો છે. હવે બીજા આકારે—બીજી રીતે પણ પુદ્ગલોમાત્ર નિમિત્ત કારણરૂપે ઉપકારક છે તે બતાવવું છે માટે આ સૂત્રરચનાનો પ્રારંભ છે. सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥५-२०॥ સૂત્રાર્થ - સુખ, દુઃખ, જીવન અને મરણમાં પુદ્ગલો નિમિત્તરૂપે ઉપકાર કરે છે. ટીકા :- સૂત્રમાં વકર છે તે “પુદ્ગલોનો ઉપકાર' આ વાતના અનુકર્ષણ માટે છે. જુદું સૂત્ર શા માટે? પૂર્વમાં શરીરાદિ સૂત્રનો વિન્યાસ કરીને કહ્યું અને હવે વિભાગ પાડીને શા માટે કહો છો ? અર્થાત્ પૂર્વ સૂત્રમાં પુગલોનો ઉપકાર બતાવ્યો એની સાથે જ આ “સુખાદિ લઈ લેવાના હતા. આ જુદું સૂત્ર શા માટે બનાવ્યું ? પૃથ સૂત્રરચનાનો હેતુ આ સૂત્રમાં કહેલાં જે સુખાદિ કાર્યો છે તે કર્મના ઉદયની અપેક્ષા રાખે છે જ્યારે પૂર્વ સૂત્રમાં કહેલાં જે શરીરાદિ કાર્યો હતો તે ગ્રહણ માત્રનો જ વિષય હતો માટે વિભાગ પાડીને પૃથનું સૂત્રરચના કરી છે. ૧. સાતવેદનીયના ઉદય આદિમાં અપેક્ષા કારણ હોવાથી. તત્ત્વામુદ્રિત થિથાન પૃ૦ રૂ૪રૂ ૨. શરીર આદિમાં તો પરિણામી કારણ પુદ્ગલો છે માટે ગ્રહણમાત્ર વગેરે કહ્યું છે. તે મુ. સી. પૃ૦ ૨૪રૂ. पुद्गलसम्बन्धि प्रयोजनमात्मसमवायि, चशब्दाच्छरीरादि च, तस्मिन् सत्येतदिति, भेदेन सूत्राभिधानं पुद्गलात्मोभयाधीनत्वेऽप्यधिकृतफलस्य पुद्गलानामसाधारणतया व्युद्धटिष्यत् इत्युक्तं,... हारिभ० तत्त्वा० पृ० २२३ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૦ સૂત્રમાં સમાસની વિવિધતા આ સૂત્રમાં પહેલા દ્વન્દ સમાસ કરવો, પછી સમાનાધિકરણ તપુરુષ સમાસ કરવો. ક્રમવિન્યાસનું પ્રયોજન આ સૂત્રમાં સુખ, દુઃખ, જીવિત અને મરણ આ પ્રમાણે જે ક્રમવિન્યાસ છે તેનું પ્રયોજન નીચે પ્રમાણે છે. જીવોની ચેષ્ટા સુખ માટે છે માટે પહેલા સુ9 શબ્દ મૂકયો છે, સુખનું વિરોધી દુઃખ હોવાથી ત્યાર પછી તુર્ણ શબ્દ મૂક્યો છે, જીવંત આત્મામાં સુખ અને દુઃખ બંને દેખાય છે માટે ત્યાર બાદ નીવિત શબ્દ મૂક્યો છે, કર્મના ઉપભોગની પરિસમાપ્તિ થતાં જીવનનો અસંભવ છે. અર્થાત્ આયુષ્યકર્મની સમાપ્તિ થાય ત્યારે મરણ થાય છે. માટે જીવિત પછી મરણ શબ્દ મૂક્યો છે. આ સૂત્રમાં ૩૫પ્રદ શબ્દ ગ્રહણ કર્યો છે. એ તો “ર'ની અનુવૃત્તિથી આવી જ જતો હતો. છતાં આ સૂત્રમાં એનો અનાદર કરીને ફરી વખત ૩પપ્રદ શબ્દ ગ્રહણ કરવામાં આવ્યો છે તે વિશિષ્ટ અર્થના જ્ઞાન માટે છે. શરીરાદિ આકારથી તો પુગલ સાક્ષાત્ ઉપકાર કરે છે મતલબ પુદ્ગલ પોતે જ તથાવિધ પરિણામથી શરીરાદિ આકાર ધારણ કરે છે માટે સાક્ષાત ઉપકાર છે. જ્યારે અહીં તો સુખ, દુઃખાદિરૂપે પરિણામ પામતા આત્માને પુદ્ગલો ઉપકારક બને છે એટલે કે સુખ, દુઃખાદિ પુદ્ગલ નિમિત્ત બને છે. ભાષ્ય : સુખાનુગ્રહ, દુઃખાનુગ્રહ, જીવનાનુગ્રહ, મરણાનુગ્રહ આ યુગલનો નિમિત્તપણે ઉપકાર છે. ટીકાઃ બાહ્ય દ્રવ્યના સંબંધની અપેક્ષાવાળા સાતા વેદનીયના ઉદયથી સંસારી આત્મામાં જે પ્રસાદ એટલે આનંદનો પરિણામ થાય છે તે સુખ છે. १. सुखं च दुःखं च जीवितं च मरणं च = सुखदुःखजीवितमरणानि, तानि एव उपग्रहाः सुखदुःख जीवितमरणोपग्रहाः । ૨. વિપ્રિયને દુઃખ અને મરણકારિપણે પુદ્ગલોનો ઉપયોગ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ સ્વરૂપનું આખ્યાન છે, તેથી પુદ્ગલનું આ કાર્ય નથી.... તન્વી મુકિત ટિપ્પષ્ણામ્ – પૃ૦ રૂ૪૪ નિસ્થિત્યુપદી' આ સૂત્રમાં સમાસની અંદર જ ઉપગ્રહ શબ્દ છે તેથી તેની અનુવૃત્તિ થઈ શકતી નથી. “સનિયોગ' ન્યાયથી મતલબ ઉપગ્રહ શબ્દ સમસ્ત હોવાથી ધર્મ અને અધર્મની સાથે જ તેનો યોગ છે, પણ ઉપકાર શબ્દ તો પુતાનાં ૩૫%ા:' સૂત્રમાં સમાસમાં નથી માટે ઉપકાર શબ્દની અહીં અનુવૃત્તિ થઈ શકે જ છે. તેથી અહીં સૂત્રમાં ૩પગ્રહનું ગ્રહણ આવશ્યક છે. વળી સુખાદિ પુદ્ગલરૂપ નથી કિન્તુ પુગલથી જન્ય છે માટે અહીં ૩પપ્રદ શબ્દનું ગ્રહણ યોગ્ય છે. આગળનું ભાષ્ય પણ તેવી જ રીતે છે. __ तत्त्वा० मुद्रित टिप्पण्याम् पृ० ३४४ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થ સૂત્ર મનગમતી સ્ત્રી, મનગમતો છોકરો, મનગમતી માળા, મનગમતું વિલેપન, મનગમતાં અન્નપાનાદિ દ્રવ્યો આ બધાં આનંદનાં-સુખનાં સાધન છે. આ જ પુદ્ગલદ્રવ્યો આત્માને સુખાદિ પરિણામમાં નિમિત્ત બને છે માટે પુદ્ગલો સુખાદિમાં નિમિત્ત છે. આ પ્રમાણે દુઃખાદિને વિશે પણ જાણી લેવું. દુઃખની વ્યાખ્યા અસાતા વેદનીયના ઉદયથી બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખનાર સંક્લેશપ્રાયઃ આત્માનો જે પરિણામ છે તે દુઃખ છે. જીવનની વ્યાખ્યા ભવની સ્થિતિના નિમિત્તરૂપ આત્માનું જે આયુદ્રવ્ય છે અર્થાત જે ગતિમાં જીવને રહેવાનો જે કાળ તેના નિમિત્તરૂપ પુરુષનું આયુદ્રવ્ય છે. તે આયુદ્રવ્યના સંબંધવાળા આત્માની પ્રાણાપાનરૂપ ક્રિયાવિશેષનો અબુપરમ એટલે અટકવું નહીં તે જીવન છે. મતલબ જયાં સુધી આયુના સંબંધવાળા જીવની શ્વાસોચ્છવ્વાસની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી જીવન છે. આમાં આયુષ્યકર્મના પુદ્ગલનો સંબંધ છે એટલે આયુષ્યકર્મ પુદ્ગલ જીવનમાં નિમિત્ત છે. મૃત્યુની વ્યાખ્યા શ્વાસોચ્છવાસનું સંપૂર્ણપણે વિરમી જવું અર્થાત્ શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તે મરણ છે. પ્રશ્ન :- મરણ એ આત્માને ઉપકારક કેવી રીતે કહી શકાય ? ઉત્તર :- કંટાળી ગયેલા આત્માને મરણ પ્રિય થઈ જાય છે અને તેથી તે મરણ માટે વિષાદિ દ્રવ્યોનું ગ્રહણ કરે છે અર્થાત્ ઝેર આદિ ખાય છે. તેનો સંબંધ થાય છે એટલે એકીસાથે આયુષ્યના ઉપભોગનો ઉદય થઈ જાય છે અર્થાત્ પૂર્ણ થાય છે. જોકે આયુષ્યકર્મનો ઉદય સામાન્ય અવસ્થામાં ક્રમપૂર્વક થાય છે પણ જ્યારે ઉપક્રમ દ્વારા મરણાદિ થાય છે ત્યારે તે કર્મોનાં પુદ્ગલો યુગપદ્ એટલે એકસાથે ભોગવાઈ જાય છે. તેથી ઉપભોગ એટલે ઉદય એમ અર્થ કરવો જોઈએ. (એકવચનના અનુરોધથી) જેમ કાંટો પગમાં સીધો પેસી જાય છે અને પેસતાંની સાથે જ એકસાથે વેદનાનો અનુભવ થાય છે તેમ શસ્ત્રાદિ ઉપક્રમથી આયુષ્યનાં કર્મપુદગલોનો ઉપભોગ થઈ જાય છે. આ રીતે કંટાળેલા આત્માને મરણ ઉપકાર કરે છે. ૧. દુઃખમાં અનિષ્ટ દ્રવ્યો નિમિત્ત થાય છે. ૨. પ્રાણાપાન પૌલિક છે તેથી શ્વાસોચ્છવ્વાસની ધારણા સુધી જ જીવન છે. મુદ્રિત તસ્વી. વૈ૦ પૃ૦ રૂ૪૪ ૩. ટીકાકાર મ. અહીં શ્વાસોચ્છવાસ કહ્યો છે પણ તેનો આધાર આયુષ્ય કર્મ છે. એમ લાગે છે કે આયુ અને શ્વાસોચ્છવાસ બંને એકસાથે જ પૂરાં થઈ જાય છે અથવા લોકવ્યવહાર આશ્રિત શ્વાસોશ્વાસ કહ્યો હશે ! Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૦ ૧૩૫ હવે સુખાદિમાં પુદ્ગલ કેવી રીતે ઉપકાર કરે છે તે બતાવતાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવે તે આ પ્રમાણે– ભાષ્ય : ઈષ્ટ-મનગમતાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ સુખનો ઉપકાર કરે છે, અનિષ્ટ સ્પર્ધાદિ દુઃખનો ઉપકાર કરે છે, સ્નાન, આચ્છાદન (ઢાંકવું), અનુપન (લેપ કરવો), ભોજન વગેરે વિધિપૂર્વક લેવાય તો તે જીવિત અને આયુષ્યના અનાવર્તનમાં ઉપકાર કરે છે, વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે મરણ અને આયુષ્યના અપવર્તનમાં ઉપકાર કરે છે. સુખાદિનાં ઉદાહરણો ટીકાઃ “તે આ પ્રમાણે' ઇત્યાદિ ભાષ્ય દ્વારા સુખ આદિ દરેકના ઉદાહરણ બતાવે છે. કેટલાક સ્પર્શ વગેરે કોઈ વખત આશયના કારણે પ્રાણીઓને વલ્લભ-પ્રિય થતાં આત્મામાં પરિણામ પામવાના સ્વભાવરૂપ સુખને ઉપકૃત કરે છે. ભાષ્યમાં સુઇ શબ્દને લાગેલ છઠ્ઠી વિભક્તિનો અર્થ કર્મ છે. અહીં ભાષ્યમાં “સુવ'માં છઠ્ઠી વિભક્તિ છે તે કર્મમાં છે. એટલે સુખકર્મક પુગલનો ઉપકારક છે. સ્પર્ધાદિ પુગલો સુખને મેળવવામાં ઉપકાર કરે છે. એના એ જ સુખકર સ્પશદિ દુઃખકર લાગે છે....... જે સ્પર્શાદિ સુખકર લાગતા હતા તે જ સ્પર્ધાદિ અનિષ્ટ-દ્રષ્ય થતાં પોતાના આશયના કારણે દુઃખકર્મક ઉપકાર કરે છે અર્થાત્ દુઃખમાં નિમિત્ત બને છે.... કહ્યું છે કે–“જે પદાર્થો પર દ્વેષ કરે છે તે જ પદાર્થો પ્રલયમાન આસક્ત થતાં પ્રિય બને છે કેમ કે નિશ્ચય દૃષ્ટિથી આત્માને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી'...પ્રથમ શ્લો. પર આથી સ્પર્ધાદિ પોતાના મનના વિકલ્પની અપેક્ષાએ ઈષ્ટ અને અનિષ્ટ બને છે.. સ્નાનાદિનો વિધિપ્રયોગ રહે તો આયુ અનપવર્તનીય રહે છે... સ્નાનાદિનો વિધિથી પ્રયોગ કરવામાં આવે તો પ્રાણધારણરૂપ જીવિતમાં તે ઉપકાર કરે છે. આ વિધિપ્રયોગ દેશ, કાળ, માત્રા, પ્રમાણ, સામ્ય, દ્રવ્ય, ગુરુ, લાઘવ તથા પોતાના ૧. આ પ્રમાણે દુઃખ, જીવિત અને મરણમાં જે છઠ્ઠી વિભક્તિ છે તેનો અર્થ કર્મ સમજી લેવો. कालं क्षेत्रं मात्रां सात्म्यं, द्रव्यगुरुलाघवं स्वबलम् । ज्ञात्वा योऽभ्यवहार्य भुङ्क्ते कि भेषजैस्तस्य ॥१३७|| भोक्त्रा कालो अपेक्षणीयः ग्रीष्मवर्षाशिशिरभेदः, ग्रीष्मे बहुपानकं पातव्यं, अत: स्वल्पतरं भुङ्क्ते, येन भक्तं पानं वाऽक्लेशेनैव जीर्यते । तथा वर्षासु साधारणं भक्तं पानं च, यथा उदरषट् भागऊनो भवति तथा भुङ्क्ते । शिशिरे क्षेत्रे शीतबहुलतमे (बहु) भुङ्क्ते, स्वल्पतरउदकं आपिबति ॥ तथा क्षेत्र सापेक्ष्यं रूक्षस्निग्धं शिशिरं च त्रिधा क्षेत्रम् । तत्र रूक्षे सुराष्ट्रादौ बहुभक्तभोजी भवति । न्यूनोदरषड्भागमात्रं स्निग्धे च बहुलविषये मात्रया अभ्यवहारं करोति । यथा सुजरं भवति । तथा शिशिरक्षेत्रे शीतबहुले काश्मीरादौ अन्नपरिपाक: सुखो भवति यथा तथाभ्यवहर्त्तव्यम् ॥ मात्रा निजाग्निबलापेक्षा प्रमाणयुक्तोऽपि आहारः कस्यचित् न क्षमते । अतः तादृशी मात्रा Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થ સૂત્ર બળની અપેક્ષાવાળો છે. અર્થાત જેમાં દેશાદિની અપેક્ષા રહે છે તેવો જે પ્રયોગ તેનું નામ વિધિપ્રયોગ છે. આ વિધિપ્રયોગથી જીવનમાં ઉપકાર થાય છે અને જન્માન્તરમાં બાંધેલા આયુષ્યનું અનાવર્તન રહે છે. અપવર્તન એટલે શું ? અપવર્તન એટલે અધ્યવસાયાદિ વિશેષની સહાયથી દીર્ઘ આયુષ્યનું અલ્પ થવું અર્થાત્ જીવનનું સંવર્તન થવું. અનપવર્તન એટલે શું ? ઉપકારક હેતુની હાજરી રહે તો જેટલું આયુષ્ય બાંધ્યું છે તેટલું જ રહે છે કેમ કે સારી રીતે બાંધેલું છે. માટે જેમ પવનશ્લેષ છે તે અત્યંત ગાઢ હોવાથી દૂર કરી શકાતો નથી તેમ આયુષ્યનું અપવર્તન થતું નથી. બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત આ ચાર કરણથી એકઠાં કરેલાં કર્મોમાં નિકાચિત કર્મનો ઉપક્રમ હોતો નથી માટે જીવિતનું સંવર્તન થતું નથી. એટલે જેમાં જીવનનું સંવર્તન ન થાય તે અનપવર્તન કહેવાય છે. વિષાદિ અપવર્તનકારી છે... ઝેર, શસ્ત્ર, અગ્નિ, મંત્ર, પ્રહરણ આદિ જીવનના ઉચ્છેદરૂપ મરણના ઉપકારક છે અને પૂર્વમાં બાંધેલા આયુષ્યના અપવર્તનકારી છે. कर्तव्या या सुजरा भवति । सात्म्य इति स्वभावः । कस्यचित् अत्यन्त स्निग्ध एव आहारः सुखं परिणमते, कस्यचित् रूक्षः, कस्यचित् मध्यः, विरुद्धद्रव्यसंपर्कोऽपि कस्यचित् सुखावहः, कस्यचित् असुखकरः सात्म्यस्य अनेकप्रकारत्वात् ॥ द्रव्यं माहिषं घ(घृतं) दधि क्षीरं वा ॥ गुरुलघु तु गव्वं दधि पयो वा खण्डखाद्यदध्योदनादीनां विज्ञाय | स्वबलं च वात प्रकोपादिव्याधिदूषितं अदूषितं च ज्ञात्वा यो अभ्यवहारं अन्नादि भुङ्क्ते । प्रशमरति-अज्ञातकतृका हस्तलिखितटीकायाम् ।श्लो० १३७ ।। ૩. પ્રકૃતિને અનુકૂળ અથવા જેને જે યોગ્ય હોય તે. ते च प्राणिनस्तदैव तदायुर्बघ्नन्तोऽध्यवसायविशेषात् केचिदपवर्तनाह कुर्वन्ति केचिदनपवर्तनीयमिति, मन्दपरिणामप्रयोगोपचितमपवर्त्य तीव्रपरिणामप्रयोगोपचितमनपवयं तत्रापवर्तना नाम प्राक्तनजन्मविरचितस्थितेरल्पतापादनमध्य-वसानादिविशेषात्.... अनपवर्तनीयं पुनस्तावत्कालस्थित्येव न हासमायाति स्वकालावधेरारात्, तैलवर्तिक्षयतो निर्विघातप्रदीपोपशान्तिवत् घनसंहतत्वाद् वा पवनश्लेषवत्, तच्च किलाखिन्नवीर्यारब्धत्वात् असङ्ख्येयसमयोपार्जितमायुरनपवर्त्यम्, तथा गाढबन्धनत्वान्निकाचितबन्धात्मनियमादनपवायुर्भवति ।... तत्त्वा० अ० २ / सू० ५१ / टीकायाम् पृ० २१९ ૩. પવન એટલે વાયુ વડે શોષાતો જે શ્લેષ-ચીકણો પદાર્થ તે અત્યંત ગાઢ છે તેનું ઉદ્ધલન કરવું શક્ય નથી... મુદ્રિત તવા ટીપ્પ૦ પૃ૦ રૂ૪૪ ૪. ૫ ૨૧૯, બીજા અધ્યાયની ટીકામાં “નિકાચિત બંધવાળું આયુષ્ય અનપવર્તનીય હોય છે' આવું લખ્યું છે માટે અહીં નિકાચિત કર્મનો ઉપક્રમ થતો નથી એવો અર્થ કર્યો છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અધ્યાય-૫ સૂત્ર-૨૦ વિષાદિ બાહ્ય હોવા છતાં આયુકર્મને ભેદી શકે છે તેમાં હેતુ આ વિષાદિ આયુષ્યના અપવર્તનકારી છે એટલે કે આયુષ્ય કર્મની દીર્ઘ સ્થિતિને અલ્પ કરી મરણમાં ઉપકારક બને છે અર્થાત્ આયુષ્ય કર્મને ભેદી શકે છે. તેનું કારણ એ જ છે કેકર્મ પૌલિક છે. માટે બહારનાં પુદગલો વડે ભેદવા માટે શક્ય છે. અર્થાત્ વિષાદિમાં એવી તાકાત છે કે આયુષ્યકર્મ જે પૌગલિક છે તેને પણ ભેદી નાંખે છે. આથી આયુષ્યનું અપવર્તન થાય છે. કહ્યું છે કે... સોપક્રમી આયુ ખલાસ થઈ શકે છે... મૂછ પામતા વેદનાથી પીડાયુક્ત જંતુનું સોપક્રમી આયુષ્ય બંધને યોગ્ય સ્નેહ અને રૌઢ્યથી ખલાસ થઈ જાય છે. ...૧ નિરુપક્રમ આયુ ખલાસ થઈ શકતું નથી... વળી નિરુપક્રમ આયુષ્ય વિષાદિથી અલ્પ થતું કે નાશ પામતું નથી. કેમ કે તે દઢ સંહતા છે. જેમ કાંગડું અન્નનો દાણો કેટલુંય પકાવવામાં આવે પણ તેને અગ્નિ આદિની અસર થતી નથી તેમ નિરુપક્રમ આયુષ્યને અગ્નિ આદિનો ઉપક્રમ લાગતો નથી.......૨ ઉપક્રમ આયુનાં પુદ્ગલો છૂટાં થઈ જાય છે તેનું ઉદાહરણ... ઉપક્રમથી આયુષ્ય કર્મનાં પુદ્ગલો બંધનથી મુક્ત થયેલા આયુષ્યકર્મથી છૂટાં પડી જાય છે કેવી રીતે ? જેમ ભીના વસ્ત્રના સુકાવાથી ભીના વસ્ત્રના પાણીના અવયવો વસ્ત્રથી છૂટા થાય છે તેમ આયુષ્ય કર્મના અવયવો આયુષ્યકર્મથી છૂટા પડી જાય છે....૩ આયુર્ભેદના સાત હેતુઓ. (૧) પ્રાણ અને (૨) આહારનો નિરોધ, (૩) અધ્યવસાય, (૪) નિમિત્ત (૫) વેદના, (૬) આઘાત અને (૭) સ્પર્શ. આ સાત આયુષ્યના ભેદના હેતુઓ કહ્યા છે.........૪ ભાષ્ય :- તમે જે વેદનાદિથી મરણમાં પુદ્ગલનો ઉપકાર બતાવ્યો તે સોપક્રમી અપવર્તનીય આયુષ્યવાળા માટે ઘટી શકે છે. અનેપવર્તનીય આયુષ્યવાળા માટે વેદનાદિ ભેદક કેવી રીતે બની શકે ? १. यः पुनरतिमहान्तं धातुक्षोभमाश्रित्यापथ्यनिदानासेवनादिना समजनि व्याधिरतिदीर्घकालकलापापादितजरठिमा समुपगूढनिरवशेषाङ्गोपाङ्गसङ्घातः कुष्ठक्षयादिः, स खलु भेषजप्रकारमनेकमुपचीयमानमनुदिनमप्यवगणय्य सञ्जातबल: क्षिप्रमाक्षिपति तं रोगिणमकाण्ड एव, न खलु प्रयत्नपरमेण धन्वन्तरिणाऽपि शक्यः समुच्छेत्तुम् । एवं हि तीव्रपरिणामप्रयोगबीजजनितशक्ति तदायुरात्तमतीतजन्मनि न शक्यमन्तराल एवावच्छेत्तुमित्यनपवर्तनीयमुच्यते । तत्त्वा० अ० २ । सू० ५१ पृ० २२० टीकायाम् તત્ત્વા૦ ૨ / સૂ૦ ૧૨ / પૃ. ૨૨૨, ૨૨૩ ભાષ્ય, ટીકા જુઓ. ૩. અપવર્તનીય આયુ નિરુપક્રમ હોતું નથી એ બતાવતાં “સોપક્રમી” એ વિશેષણ છે. ૪. આયુષ્ય પરથી ઉપગ્રાહ્ય ન હોવાથી સ્વાભાવિક તેઓનું અનાવર્તનીયોનું મરણ છે. માટે તેઓને પુદગલનો ઉપગ્રહ કેવી રીતે ? આ પ્રમાણે શંકા કરે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થ સૂત્ર ટીકા :- ભાષ્યમાં ઉઠાવેલી શંકાનું વિશદીકરણ... આ ભાષ્ય દ્વારા શંકા કરવામાં આવે છે કે—સોપક્રમી અપવર્તનીય આયુષ્યનો અનશન અને રોગ વગેરેની પીડાથી પુદ્ગલનો ઉપકાર રહો, તેમ જ ભૃગુપાત અને ફ્રાંસા વગેરેથી અપવર્તનીય આયુષ્યનો ઉપકાર પુદ્ગલ કરે છે એ વાત તો મનાય એવી છે પણ જે ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમપુરુષો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા જે અનપવર્તનીય આયુષ્યવાળા છે તેમના જીવન અને મરણમાં પુદ્ગલોના ઉપકાર કેવી રીતે છે ? આ રીતે શંકા કરી તેનો પૂ. ભાષ્યકાર મ. મોયતે કહીને જવાબ આપે છે— ભાષ્ય ઃ- અનપવર્તનીય આયુષ્યવાળાને પણ જીવન અને મરણમાં પુદ્ગલોનો ઉપકાર છે. એ કેવી રીતે છે ? આવો પ્રશ્ન કરે છે તો તેનો જવાબ અપાય છે કે— અનપવર્તનીય આયુવાળા પર પુદ્ગલનો ઉપકાર કેવી રીતે ? ટીકા : તે અનપવર્તનીય આયુષ્યવાળાના જીવન-પ્રાણધારણરૂપ ઉપગ્રહ અને મરણજીવનના ઉચ્છેદરૂપ ઉપગ્રહ એ પુદ્ગલસમૂહાધીન જ છે. અર્થાત્, પુદ્ગલકૃત જ—પુદ્ગલનો જ ઉપકાર છે. તમારી આ વાત બરાબર છે. પણ એ બને કેવી રીતે ? કેમ કે અનપવર્તનીય આયુષ્યની વૃદ્ધિ કે હાનિ શક્ય નથી. આથી પુદ્ગલો અનપવર્તનીય આયુને કયો ઉપકાર કરી શકે ? આ પ્રશ્નનો પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે કે— ભાષ્ય :- તેઓને કર્મની સ્થિતિ અને ક્ષયથી ઉપકાર છે. કેમ કે કર્મ એ પુદ્ગલનો વિકાસ છે, અને વળી ત્રણ પ્રકારનો આહાર બધા જ સંસારીઓ પર ઉપકાર કરે છે. તેનું શું કારણ..? શરીરની સ્થિતિ, ઉપચય, બલ, વૃદ્ધિ અને પ્રીતિ માટે આહાર છે.... ટીકા :- અનપવર્તનીય આયુવાળા પર પુદ્ગલોનો ઉપકાર અનપવર્તનીય આયુવાળાને પણ પુદ્ગલોનો ઉપકાર છે કેમ કે જ્ઞાનાવરણાદિ બધાં કર્મો પુદ્ગલરૂપ છે, જે અનંત પ્રદેશવાળા સ્કંધનો વિકાર છે. એ કર્મોની સ્થિતિ કર્મનિમિત્તે છે, અને તે સ્થિતિ દ્વારા જીવનમાં ઉપકાર કરનાર છે, તે જ કર્મ પુદ્ગલો ક્ષય પામતા મરણમાં ઉપકારી બને છે માટે અનપવર્તનીય આયુવાળાને પણ જીવન અને મરણમાં પુદ્ગલોનો ઉપકાર છે એ કહ્યું છે. તે સારું જ છે. બરાબર જ છે. ૧. અનશનાદિથી અને ભૃગુપાતાદિથી આમ ભેદ પાડી રહ્યા છે તેમાં જલદી આયુષ્યનો ક્ષય થાય છે તેના પ્રતિપાદન માટે છે એવો આશય છે. मुद्रित तत्त्वा० टिप्पण० पृ० ३४५ ૨. અહીં કર્મ શબ્દથી આયુષ્ય કર્મ જ ગ્રહણ કરવું. કેમ કે અહીં જીવન-મરણનું પ્રકરણ છે. અનપવર્તનીયોનું પણ જીવન આયુ સિવાય નથી અને આયુના ક્ષય સિવાય મરણ નથી. માટે ઉપર ભાષ્યમાં ‘તેમાં” અનપવર્તનીયોનું પણ ઇત્યાદિ જે કહ્યું છે તે યુક્ત જ છે. (આમ છતાં ટીકા મ૰ કર્મથી જ્ઞાનાવરણીયાદિ કર્મ જ લે છે.) मुद्रित तत्त्वा० टिप्प० पृ० ३४५ Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૦ ૧૩૯ આ રીતે અનાવર્તનીય અને અપવર્તનીય આયુવાળાઓને જીવન અને મરણમાં પુદ્ગલો ઉપકાર કરે છે એ સમર્થન કર્યા પછી હવે પુદ્ગલો બંને પ્રકારના આયુવાળા સર્વ સંસારીઓ પર બીજી રીતે ઉપકાર કરે છે તે વાત પૂ. ભાષ્યકાર મ. બતાવે છે-“અને આહાર ત્રણ પ્રકારનો'.....ઈત્યાદિ ભાષ્યમાં રહેલ નો અર્થ.. ભાષ્યમાં “દાર' આમાં જે ર મૂક્યો છે તે સમુચ્ચય અર્થમાં છે એટલે “અને ત્રણ પ્રકારનો આહાર.... આ પ્રમાણે અર્થ કર્મો.. આહારના પ્રકાર. આહાર એટલે ખાવું. આ આહારના ત્રણ પ્રકાર છે. (૧) ઓજાહાર, (૨) લોમાહાર, (૩) પ્રક્ષેપ-કવલાહાર... ઓજાહાર :- સર્વ આત્માને અપર્યાપ્ત અવસ્થામાં જન્મ કાળે ગર્ભમાં આવે ત્યારે ઘીની મધ્યમાં નાંખેલા માલપૂવાની જેમ સર્વ આત્મપ્રદેશો વડે જે આહાર થાય તે ઓજાહાર છે. લોમ આહાર : પર્યાપ્ત અવસ્થામાં ત્વમિન્દ્રિયથી ગ્રહણ કરાય તે લોકાહાર છે. પ્રક્ષેપ આહાર - કવલથી બને છે, અર્થાત્ કોળિયારૂપ છે તે પ્રક્ષેપ આહાર છે. આ આહાર પણ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય. નારક અને દેવ સિવાયના પર્યાપ્તકોને જ હોય છે. ભાષ્યમાં સર્વેષાનું કહ્યું છે તેનાથી સંસારી જીવો લેવા. “સર્વ સંસારી જીવો પર આહાર ઉપકાર કરે છે” આવો અર્થ થાય. પ્રશ્ન :- સંસારીઓ પણ કેટલાક અન્તર્ગતિ-વિગ્રહગતિમાં અનાહારક હોય છે, વળી કેવલીઓ તો સમુદ્યાતકાળમાં અને શૈલેશી અવસ્થામાં અનાહારક હોય છે. તો પછી આહાર બધાને ઉપકાર કરે છે તે કેવી રીતે કહેવાય? ઉત્તર :- બહુલતા આશ્રિત આ વાત છે અને વિગ્રહગતિવાળાનો કાળ તો એકદમ અલ્પ १. तत्रौजआहारोऽपर्याप्तकावस्थायां कार्मणशरीरेणाम्बुनिक्षिप्ततप्तभाजनवत् पुद्गलादानं सर्वप्रदेशैर्यत् क्रियते जन्तुना प्रथमोत्पादकाले योनौ अपूपेनेव प्रथमकालप्रक्षिप्तेन घृतादेरिति, एष च आन्तर्मुहूर्तिकः । लोमाहारस्तु पर्याप्तकावस्थानप्रभृति यत् त्वचा पुद्गलोपादानमाभवक्षयाच्च सः । प्रक्षेपाहारः ओदनादिकवलपानाभ्यવહારત્નક્ષ: | तत्त्वा० अध्या० २ । सू० ३१ टीकायाम् ૨. અહીં જન્મ શબ્દનો ભાવ ગર્ભમાં અવતરવું આવો સમજવો. મુકિત તત્વા ટિપ૦ પૃ૦ રૂ૪૬ ૩. “અપવર્તનીયથી ઈતર આયુષ્યવાળાઓ' અર્થ કરવો. આ અર્થ કરાય તો જ ભાષ્યમાં કહેલ શરીર, સ્થિતિ આદિ હેતુ સંગત થાય. तत्त्वार्थ मुद्रित टिप्पण्याम् पृ० ३४६ ४. एवमयं सर्वेषामपि संसारिणां, विग्रहमतिसमापनसमुद्घातशैलेशीकेवल्युपकाराभावेऽपि स्तोकतया बाहुल्यमधि ત્યાદ-૩પવુતે... દાખ૦ તત્ત્વા વૃ૦ રર૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ છે માટે પૂ. ભાષ્યકાર મ. તેની અપેક્ષા રાખી નથી. સંસારીઓ ઉપર આહાર ઉપકાર કરે છે તેનું કારણ.... તત્ત્વાર્થ સૂત્ર શું કારણ છે કે આ આહાર બધા સંસારીઓને ઉપકાર કરે છે ? પૂ. ભાષ્યકાર મ. આ પ્રશ્ન કરી તેનો શરીર ઇત્યાદિ દ્વારા જવાબ આપે છે.... આહાર એ અપવર્તનીય અને અનપવર્તનીય આયુવાળા બંનેને ઉપકાર કરે છે. કેમ કે અનપવર્તનીય આયુવાળાના શરીરની સ્થિતિ વગેરે આહારને આધીન છે, અને આહાર એ પુદ્ગલનો વિકાર છે. એટલે આહાર એ પૌદ્ગલિક છે તેથી પુદ્ગલ ઉપકાર કરે છે એ વાત સિદ્ધ થઈ. આમ સર્વ સંસારીને પુદ્ગલ ઉપકાર કરે છે તે સિદ્ધ થાય છે. હવે ભાષ્યમાં જે શરીરની સ્થિતિ આદિ માટે આહાર છે એમ કહ્યું છે તેમાં સ્થિતિ આદિના અર્થ બતાવે છે. સ્થિતિ આદિ પદોની વ્યાખ્યા સ્થિતિ એટલે સારી રીતે ધારી રાખવું, શરીરનું ધારણ કરવું. જો આહાર ન હોય તો શરીરનું ધારણ થઈ શકે નહીં—શરીર ટકી શકે નહિ). ઉપચય એટલે માંસ અને મજ્જા આદિની પુષ્ટતા. બલ એટલે શક્તિ, પ્રાણ, સામર્થ્ય.. વૃદ્ધિ એટલે શરીરની ઊંચાઈ, પહોળાઈ પ્રીતિ એટલે પરિતોષરૂપ ચિત્તનો ધર્મ અર્થાત્ ચિત્તની પ્રસન્નતા... આવી રીતે અનેક પ્રયોજનને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોવાથી આહાર ઉપકારક છે. અવતરણિકા ભાષ્ય :- ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલો જીવ દ્રવ્યોના ઉપર ઉપકાર કરે છે એ વાત અમે માની લીધી પણ હવે જીવોનો કયો ઉપકાર છે ? આ પ્રશ્ન થાય છે. તો તેનો જવાબ અપાય છે.... ટીકા : નવા સૂત્રના પ્રારંભનો પૂર્વ સૂત્ર સાથે સંબંધ અને જીવનો શો ઉપકાર..? ‘અન્નાહ....' ઇત્યાદિ ભાષ્ય પૂર્વ સૂત્ર સાથે સંબંધ બતાવે છે. નિમિત્તરૂપ વ્યાપાર વિશેષથી જીવો ધર્માદિના ઉપકારવાળા છે. અર્થાત્ ધર્મ, અધર્મ, આકાશ અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં નિમિત્ત છે તેથી જીવોને નિમિત્તરૂપ વ્યાપારવિશેષથી ધર્મ, અધર્મ, આકાશ ઉપકાર કરે છે તો હવે પ્રશ્ન થાય છે કે શું આત્માઓ બીજા આત્માઓનો જ ઉપકાર કરે છે ? આ રીતે જીવ સંબંધી ઉપકારની પૃચ્છા કરે છે અથવા ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલોનો બીજાઓ ઉપર ધારાબદ્ધ ઉપકાર કહ્યો તો શું Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૧ ૧૪૧ જીવો પણ બીજા ઉપર ધર્માદિની જેમ સાંતતિક ઉપકાર કરે છે કે બીજી રીતે કરે છે? આ પ્રમાણે પ્રશ્ન કરે છે. તેમાં જીવ દ્રવ્યો ઉપર ધર્માદિ સર્વે ઉપકાર કરે છે એટલે કે ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલો ઉપકાર કરે છે; ધર્મ, અધર્મ અને આકાશ પુદ્ગલ દ્રવ્યો ઉપર ઉપકાર કરે છે, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલોનું ઉપકારક છે; આ રીતે ધર્માદિ ઉપકાર કરે છે એ તો પ્રસિદ્ધ છે, એ તો અમે જાણીએ છીએ. પણ હવે જીવોનો કયો ઉપકાર છે તે અમે જાણતા નથી માટે પ્રશ્ન કર્યો તેના જવાબમાં પૂ. ભાષ્યકાર મ. કહે છે કે–ત્રોચતે - પરસ્પરોપગ્રહો નવાનામ્ ૧-૨ . સૂત્રાર્થ : જીવોનો પરસ્પર એકબીજા પર ઉપકાર છે. ભાષ્ય :- પરસ્પર એકબીજાને હિત અને અહિતના ઉપદેશ દ્વારા જીવોનો ઉપકાર છે. અર્થાત એક જીવ બીજા જીવને હિતનો ઉપદેશ કે અહિતનો પ્રતિષેધ કરે છે તે જ જીવોનો ઉપકાર છે. પરસ્પર શબ્દનો અર્થ... ટીકાઃ પરસ્પર શબ્દ કર્મવ્યતિહારનો વિષય છે. એટલે કે એકબીજા કર્મ બને. એક જીવ બીજા જીવનો ઉપકાર કરે છે, બીજો જીવ એ જીવનો ઉપકાર કરે છે. આમ બધા જીવો પરસ્પર કમ બને છે. આનું નામ કર્મનો વ્યતિહાર છે. અન્ય જીવને ઉપકાર એ જીવોનો ઉપગ્રહ છે. સૂત્રમાં કોઈ “અપરસ્પર' શબ્દની સંભાવના કરે છે. અહીં કેટલાક કહે છે કે આ સૂત્રમાં “પરસ્પરને બદલે અપરસ્પર શબ્દ હોવો જોઈએ, અને અર્થ તો “પરસ્પર ક્રિયાના સાતત્ય વડે જીવોનો ઉપગ્રહ છે આવો જ થાય છે. તો કેટલાક કહે છે કે અપરસ્પરનો પરસ્પર અર્થ થાય કેવી રીતે ? તેનો ખુલાસો કરતાં કહે છે કે–અપરસ્પર શબ્દ હોવા છતાં આ નો લોપ કરીને પૂ. સૂત્રકાર આચાર્ય મહારાજે પરસ્પર' શબ્દ સૂત્રમાં મૂક્યો છે. તેથી “પરસ્પરોપગ્રહો જીવાનામ્' આવો નિર્દેશ કર્યો છે જેના દ્વારા ઉપરનો અર્થ પ્રાપ્ત થઈ જાય છે. ક્રિયા વ્યતિહારના વિષયમાં પરસ્પર' શબ્દનો પ્રયોગ થઈ શકે છે તેમાં પ્રમાણ - અથવા પાણિનીયના સ્તરેતરી ચોપપલાવ (૫. ./. ૩ / સુ.૪૬) સૂત્રનું કાત્યાયને પરસ્પરોપગ્ન' (૯૯૦) આ વાર્તિક કર્યું છે તેમાં “પરસ્પરસ્થ વ્યતિતુતિ' આવું ઉદાહરણ મૂક્યું છે. તે વ્યાકરણના આધારે અહીં “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ સૂત્રમાં પૂ. આચાર્ય મ. “પરસ્પર' શબ્દ જ ગ્રહણ કર્યો છે. મતલબ એ છે કે “પરસ્પર' શબ્દ ક્રિયાવતિહારનો વિષય કરનાર છે. તેથી જ્યાં Page #151 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૧૪૨ ‘પરસ્પર’ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો ત્યાં ‘પરસ્પરસ્ય વ્યતિતુનાતિ' આવો પ્રયોગ થાય પણ પરસ્પરસ્ય વ્યતિgનીતે આવો પ્રયોગ ન થાય એટલે ‘પરસ્પર’ શબ્દ જ ક્રિયાવ્યતિહાર' બતાવે છે. આ રીતે વાર્તિકના પ્રમાણ દ્વારા ક્રિયાવ્યતિહારના વિષયમાં પરસ્પર શબ્દનો પ્રયોગ છે તે સિદ્ધ થાય છે તેની સાથે ભાષ્યમાં પ્રયોગ કરેલ ષષ્ચન્ત પરસ્પરસ્ય પણ તેના-જ ઉદાહરણ દ્વારા સિદ્ધ થઈ જાય છે. હવે ભાષ્યનાં આગળનાં પદોનો વિચાર કરાય છે. હિત, અહિતની વ્યાખ્યા.. ભવિષ્યમાં અને વર્તમાનમાં જે સમર્થ હોય, જે યુક્ત હોય, જે ન્યાયયુક્ત હોય તે હિત કહેવાય. આનાથી જે વિપરીત એટલે કે વર્તમાનમાં અને ભવિષ્યમાં જે સમર્થ, યુક્ત અને ન્યાય યુક્ત ન હોય તે અહિત કહેવાય. હિતનું પ્રતિપાદન કરવાથી અને અહિતના નિષેધથી પરસ્પર જીવો ઉપગ્રહ કરે છે. આ સૂત્રમાં પુનઃ ઉપગ્રહ શબ્દનું પ્રયોજન... પૂર્વ સૂત્રથી ‘ઉપગ્રહ' શબ્દ તો ચાલ્યો જ આવતો હતો છતાં અહીં ફરી ‘ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે તે ઇરાદાપૂર્વક છે. જીવો પરસ્પર હિતાહિતના ઉપદેશદાનથી અનુગ્રહ કરે છે પણ પુદ્ગલો આ પ્રમાણે ઉપકાર કરતાં નથી. મતલબ એ છે કે પુદ્ગલો પરસ્પર હિતાહિતના ઉપદેશદાન રૂપ ઉપકાર કરતા નથી. એટલે શું ? બીજી રીતે ‘ઉપગ્રહ' શબ્દની રહસ્યમયતા અથવા બીજી રીતે પણ વિચારીએ તો ‘ઉપગ્રહ' શબ્દનું રહસ્ય છે. ઉપગ્રહ શબ્દનું સાર્થક પ્રયોજન છે. તે આ રીતે—જીવના સુખાદિમાં પુદ્ગલ એકલું પણ અનુગ્રાહક થાય છે, ત્યારે અહીં જીવના વિષયમાં તો ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક પરસ્પર સ્ત્રી, પુરુષની જેમ જીવો એકબીજાને ઉપકારક થાય છે. આમ યૌગપદ્ય બતાવવા માટે ફરી વખત ‘ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે કેમ કે હંમેશા બે આદિ જીવોનો પરસ્પર ઉપકાર થાય છે પણ જીવ એકલો ઉપકાર કરી શકતો નથી. એટલે જીવો એકબીજા પરસ્પર ઉપકાર કરે છે જ્યારે પુદ્ગલો તો એકેક પણ ઉપકાર કરી શકે છે. ‘ઉપગ્રહ’ શબ્દના પુનઃ ગ્રહણમાં આ અભિપ્રાય છે. વળી પૂર્વસૂત્રમાં ‘ઉપગ્રહ' શબ્દ ઉપસર્જન-ગૌણ છે એટલે કે સુખાદિ રૂપે નિમિત્તપણે પુદ્ગલોનો ઉપકાર છે ત્યાં ‘ઉપગ્રહ’ (એટલે નિમિત્તપણે આ અર્થ છે એટલે તે) શબ્દ ગૌણ છે. જ્યારે અહીં તો ‘ઉપગ્રહ' શબ્દ સ્વતંત્ર છે. ‘જીવોનો પરસ્પર ઉપકાર છે.' અહીં ઉપકાર અર્થમાં સ્વતંત્ર ‘ઉપગ્રહ' શબ્દ છે. ૧. इतरचिकीर्षितायाः क्रियायाः इतरेण करणं क्रियाव्यतिहारः । Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૧ ૧૪૩ જીવોને ઉપદેશ બહુ ઉપકારી હોવાથી “ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે. ઉપદેશથી પ્રાણીઓનો જેવો ઉપકાર થાય છે તેવો ઉપકાર ધનાદિથી થતો નથી. પ્રશ્ન :- અહિતનો ઉપદેશ અથવા અહિત અનુષ્ઠાન એ કેવી રીતે ઉપકાર કહેવાય ? ઉત્તર :- અહીં “ઉપકાર' શબ્દ નિમિત્ત અર્થમાં છે. તેથી અહિતના નિમિત્તવાળો ઉપદેશ કે અહિતના નિમિત્તવાળું અનુષ્ઠાન પણ ઉપકારક બને. જો નિમિત્ત અર્થ ન કરીએ તો ઇષ્ટ ઉપગ્રહ જ ઉપકાર થાય, અનિષ્ટ ઉપગ્રહ ઉપકાર થાય નહીં તો સૂત્રની વ્યાપકતા બની શકે નહીં માટે નિમિત્ત અર્થ જ કરવો. એટલે ઇષ્ટ ઉપદેશ, અનિષ્ટ ઉપદેશ, ઇષ્ટ અનુષ્ઠાન અને અનિષ્ટ અનુષ્ઠાન પણ નિમિત્ત બની શકે છે. પ્રશ્ન :- જીવોનું ઉપયોગ લક્ષણ બતાવેલું છે તો ફરી આ સૂત્ર રચનાથી શું ? ઉત્તર :- “ઉપયોગ' એ જીવોનું અંતરંગ લક્ષણ છે જયારે આ પરસ્પર ઉપગ્રહ એ જીવોનું બહિરંગ લક્ષણ છે. માટે ફરીથી સૂત્રરચના નથી. પ્રશ્ન :- જો આ પ્રમાણે તમે કહો છો તો તો ધર્માદિ ત્રણનું લક્ષણ નથી. ઉત્તર :- ગતિ, સ્થિતિ અને અવગાહના અનુગ્રાહક ધર્માદિ ત્રણનું સ્વભાવથી જ લક્ષણ છે. અર્થાત્ ધર્માદિ ત્રણનું અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં સહાય કરવી તે જ તેનું લક્ષણ છે. કારણ કે જેમાં જે અસાધારણ ધર્મ હોય તે જ તેનું લક્ષણકહેવાય છે. ભાષ્યમાં રહેલ તિ શબ્દ અધિકારની સમાપ્તિ બતાવે છે. અર્થાત્ અસ્તિકાયનું નિરૂપણ સમાપ્ત થયું.... અવતરણિકા ભાષ્ય - હવે કાળનો કયો ઉપકાર છે? આ પ્રશ્ન થાય છે તેનો જવાબ અપાય છે. ટીકા :- કાળનો શો ઉપકાર છે ? ૧. તત્ત્વાર્થસૂત્ર મુદ્રિત ટીકા પૃ. ૩૭૩ પંક્તિ ૧૫ જુઓ.. ધર્માદિ ત્રયનું અંતરંગ અને બહિરંગ લક્ષણ એક જ હોય તેવો ટીકાકારનો આશય લાગે છે. જીવનું લક્ષણ તો ઉપયોગ જ છે. આ ઉપયોગ એ અંતરંગ છે અર્થાત્ જીવનો સ્વભાવ છે તેમ ધર્માદિત્રયનો ગતિ, સ્થિતિ અને અવગાહ સ્વભાવ છે. એટલે ધર્માદિ ત્રયનું લક્ષણ નથી એવો જે પ્રશ્ન છે તે ટકી શકતો નથી. બહિરંગ લક્ષણ પણ હોવું જ જોઈએ તેવો આગ્રહ રાખી શકાય નહીં કેમ કે એવી કોઈ અમે પ્રતિજ્ઞા કરી નથી કે દરેકનાં બે લક્ષણ હોવાં જ જોઈએ. છતાં પણ પૂ. ટીકાકાર મ. આ ૧ | સૂ. ૧ | પહેલા ભાગની ટીકા પૃ૨૭ | પં. ૮ | માં કહ્યું છે કે'तद् (लक्षणम्) द्विधा आन्तरबहिर्भेदेन, रुचिपरिच्छेदानुष्ठानाख्याः पौरुषेय्यः शक्तयो जीवस्य याः समासाद्य व्यपदिश्यते सम्यग्दर्शनीत्याद्यान्तरम् । बाह्यं तु तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशिः अन्तर्लक्षणोपकारितया प्रवर्तमानः “તત્વાર્થવૃદ્ધાનં સવર્ણનમ્ (૧-૨)” ત્યકિ . આ રીતે વિચારીએ તો ધર્માસ્તિકાયાદિનું બાહ્ય લક્ષણ બહિરંગલક્ષણ “ધર્માસ્તિકાય' આદિ શબ્દરાશિ બની શકે છે ! Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘અહ’ દ્વારા આગળના સૂત્રનો સંબંધ બતાવે છે. તેમાં ‘અત્ર’ એટલે પંચાસ્તિકાયની પરિસમાપ્તિના અવસ૨ને પામીને કોઈ પ્રશ્ન કરે છે કે હવે કાળનો ક્યો ઉપકાર છે ? કાળનો પ્રશ્ન સંગત કેવી રીતે ? શંકા :- પૂર્વમાં ઉપન્યસ્ત ધર્માદિ દ્રવ્યોમાં ઉપકાર વિષયક પ્રશ્ન યોગ્ય હતો પણ “અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ” એ સૂત્રમાં કાળ દ્રવ્યનું તો નામ પણ બોલ્યા નથી તો કાળના ઉપકાર વિષયક પ્રશ્ન સંગત કેવી રીતે થાય ? કાળનો શો ઉપકાર છે આ પ્રશ્નની સંગતતા સમાધાન :- સાચી વાત છે, કાળ દ્રવ્ય કહ્યું નથી પણ આગળ ‘હ્રાતક્ષેત્યે' (મ. ૧. સૂ. રૂ૮) આ પ્રમાણે સૂત્રમાં બીજાઓ દ્રવ્ય માને છે એમ કહેવાશે. ૧૪૪ તે કાળ કોઈ વખત (કોઈ ગ્રંથકારોના મતે) ધર્માદિ પાંચ દ્રવ્યની અંદર આવેલો છે. કેમ કે ધર્માદિ દ્રવ્યોનો પરિણામ-પર્યાય છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યથી કાળ ભિન્ન નથી તેઓનો પર્યાય છે અને કોઈ વખત (કોઈ ગ્રંથકારોના મતે) ધર્માદિ દ્રવ્યો જેમ જુદાં છે તેમ કાળ પણ જુદું દ્રવ્ય છે. લો તે કાળપર્યાય હોય કે દ્રવ્ય હોય પણ કોઈ પણ રીતે તેનું લક્ષણ અવશ્ય કહેવું જ જોઈએ આ વાત મનમાં રાખીને પ્રશ્ન કરે છે કે કાળનો શો ઉપકાર છે ? આ કાળના અસાધારણ લક્ષણ વિષયક પ્રશ્ન છે. અર્થાત્ (કાળનું અસાધારણ લક્ષણ શું છે ?) કાળનો અસાધારણ ધર્મ કયો ? આ રીતે અહીં આ પ્રશ્ન સંગત જ છે. હવે આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર ભગવંત નવા સૂત્રની રચના કરી રહ્યા છે તે પહેલા કેટલાક કાળને પર્યાયરૂપ માને છે તો તે કેવી રીતે છે એ આપણે જોઈ લઈએ. કાળ એ ધર્માદિ દ્રવ્યોનો પરિણામ-પર્યાય જ છે. કારણ કે અભૂત, ભવિષ્યતિ અને મવૃતિ આ ક્રિયાપદોથી વાચ્ય કહેવા યોગ્ય જે અતીત, અનાગત અને વર્તમાન તે ધર્માદિ દ્રવ્યોના ધર્મવિશેષો એટલે કે તે દ્રવ્યોના પર્યાય જ છે. આ ધર્મવિશેષો બુદ્ધિ, અર્થ અને શબ્દ ત્રણ રૂપ છે. અર્થાત્ પદાર્થરૂપ છે, પદાર્થના જ્ઞાનરૂપ છે અને પદાર્થના નામરૂપ છે. દા. ત. વર્તમાનરૂપ અર્થ, વર્તમાનરૂપ બુદ્ધિ અને વર્તમાન એ શબ્દ આ ત્રણે વસ્તુ છે. ભૂતાર્થ, ભૂતાર્થ બુદ્ધિ અને ભૂત શબ્દ આ ત્રણે વસ્તુ છે, અનાગત અર્થ, અનાગત બુદ્ધિ અને અનાગત શબ્દ આ ત્રણે વસ્તુ છે. અને આ રીતે સર્વ વસ્તુ અર્થ, નામ અને જ્ઞાનથી સંગૃહીત હોય છે કારણ કે શબ્દ, અર્થ અને બુદ્ધિનો તુલ્ય વ્યવહાર છે. મતલબ એ છે કે ઘટાદિ વસ્તુ બુદ્ધિ અર્થ અને શબ્દ આ ત્રણરૂપ છે. કેમ કે એક જ વ્યવહારથી વ્યપદેશ થતી તમામ અર્થો અર્થ, અભિધાન અને જ્ઞાનથી સંગૃહીત થઈ જાય છે. ‘ઘટ' આ પ્રમાણે નામ બોલવાથી પણ ઘટ કહેવાય છે. કંબુગ્રીવાદિમાન્ એવો જે અર્થ તે ઘટ આ રીતે અર્થથી પણ ઘટ કહેવાય છે અને ઘટ બુદ્ધિથી પણ ઘટ કહેવાય છે. આમ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અધ્યાય-૫: સૂત્ર-૨૨ શબ્દ, અર્થ અને બુદ્ધિમાં બધા પદાર્થો આવી જાય છે. શબ્દ એ પણ વસ્તુ, પદાર્થ પણ વસ્તુ અને પદાર્થનું જ્ઞાન એ પણ વસ્તુ છે. આથી જ ક્રિયાપદોથી વાચ્ય જે અતીત, અનાગત અને વર્તમાનરૂપ ધર્માદિ દ્રવ્યોના ધર્મવિશેષ છે તે વસ્તુ છે. અર્થ, અભિધાન અને જ્ઞાન આ ત્રણેય ચીજોનો એક સરખો વ્યપદેશ હોય છે તો “કાળ' એવા વ્યપદેશથી “કાળ' શબ્દ, કાળરૂપ પદાર્થ અને “કાળનું જ્ઞાન થાય છે. અહીં કાળ એ અર્થલક્ષણ છે, અર્થાત પદાર્થરૂપ છે. અને જ્યારે કાળ પદાર્થ હોય તો પદાર્થનો નિશ્ચય તેની અર્થવૃત્તિઓ વડે જ થઈ શકે. તેથી કાળની પણ અર્થવૃત્તિઓ એટલે કે તેના ધર્મો બતાવવા જોઈએ. તે જ આશયથી આ સૂત્રની રચના કરતાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે– वर्त्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ ५-२२॥ સૂત્રાર્થ : વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ એ કાળનો ઉપકાર છે. ટીકા? વળી જ્યારે કાળ દ્રવ્ય ધર્માદિ દ્રવ્યોથી જુદું છે તો તે સતુ છે અને સત્ છે તો અવશ્ય ઉપકારી થવું જોઈએ. અને કાળ એ સત્ છે એ પ્રમાણે સ્વીકાર કર્યો તો તે કાળનો શો ઉપકાર છે ? જેનું સ્વરૂપ કહેવાનું છે, જેને તત્ત્વરૂપે અર્થાત્ સ્વતંત્ર દ્રવ્યરૂપે એ સૂત્રથી બતાવવાના છે તે કાળનું વર્તન, પરિણામ ઇત્યાદિથી અવિનાભૂત-વ્યાપ્ત લિંગ બતાવાય છે. વર્તના, પરિણામ, ક્રિયા, પરવાપરત્વ એ કાળનું લિંગ છે. વળી કાળ એ અસ્તિકાય નથી એ બતાવવા માટે જ સૂત્રકારે પહેલા બધાં દ્રવ્યો બતાવ્યાં ત્યાં કાળનું ગ્રહણ કર્યું નથી. કહ્યું છે કે – “તેથી મનુષ્યલોકવ્યાપી કાળ એક સમયરૂપ છે અને એક હોવાથી તે કાયરૂપ નથી કારણ કે કાય એટલે સમુદાય. કાય સમુદાય હોય છે..” १. अर्थाभिधानप्रत्ययतुल्यनामधेया इति...यथा कोऽयम् ? घटः किमयमाह घट शब्दम्, किमस्य ज्ञानम् ? घट इति, अग्निरिति च यज्ज्ञानं तदव्यतिरिक्तो ज्ञाता तल्लक्षणो गृह्यते, अन्यथा तज्ज्ञानेऽपि नोपलभेत अतन्मयत्वात् प्रदीपहस्तान्धवत् पुरुषान्तरवद् वा इति सूत्रार्थमुक्तावल्याम् पृ० १७३ ૨. અર્થાત્ વિદ્યમાન અર્થ કોઈ પણ કાર્યમાં નિમિત્ત ન બને તેવું શક્ય નથી. કોઈને કોઈ કાર્યમાં તો વિદ્યમાન દ્રવ્ય કારણ બને જ છે, નહીં તો આકાશપુષ્પની જેમ તે દ્રવ્ય અસત્ બને અર્થાત તે દ્રવ્ય સિદ્ધ ન થઈ શકે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થ સૂત્ર કાળનું સ્વરૂપ તે એક સમય દ્રવ્ય અને પર્યાયની સાથે બંધાયેલ વૃત્તિ જ છે અર્થાત્ સમયરૂપ કાળ પ્રત્યેક દ્રવ્ય તથા પર્યાય સાથે સંબંધવાળો છે. દ્રવ્યાર્થરૂપે દરેક પર્યાયોમાં ઉત્પાદત્રય ધર્મવાળો પણ સ્વરૂપથી અનન્યભૂત, ક્રમભાવી અને અક્રમભાવી અનાદિ અપર્યવસાનરૂપ અને અનંત સંખ્યાના પરિમાણવાળો છે. મતલબ એ છે કે એક સમયરૂપ આ કાળ દ્રવ્યરૂપે પ્રૌવ્ય છે અને એના જેટલા પર્યાયો થાય છે તેમાં પૂર્વ પર્યાયની અપેક્ષાએ તે વ્યય ધર્મવાળો છે અને નવીન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ ધર્મવાળો છે. આમ સમયરૂપ કાળ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય યુક્ત બને છે. આ રીતે સ્વરૂપથી અનંત એવો જે કાળ તેના સત્ત્વાદિ અક્રમભાવી પર્યાય છે અને બીજા ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ વગેરે ક્રમભાવી. પર્યાયો છે. આ બધા ક્રમભાવી, અક્રમભાવી પર્યાયો અનંતા છે. માટે જ પર્યાયરૂપ પ્રવાહમાં એક સમયરૂપ કાળ ચાલ્યા જ કરે છે. એટલે કે સમયરૂપ કાળ એક હોવા છતાં પર્યાયના પ્રવાહ એટલે એક પર્યાય પછી બીજો પર્યાય, પછી ત્રીજો આમ જે પર્યાય પ્રવાહ છે તેનાથી વ્યાપ્ત પોતે પોતાને વિસ્તાર છે. કાળમાં ધ્રૌવ્યાંશનું નિરૂપણ અતીત, અનાગત અને વર્તમાન અવસ્થાઓમાં પણ કાળ, કાળ આ પ્રમાણે હંમેશા સામાન્યથી શ્રુતિ થાય છે તે કાળના ધ્રૌવ્યાંશના અવલંબનથી થાય છે. મતલબ કાળની કૃવતા હોય તો જ કાળ, કાળ આ પ્રમાણે શ્રવણ થઈ શકે. અતીત, અનાગત અને વર્તમાન દરેક પર્યાયોમાં કાળ દ્રૌવ્યરૂપે રહેતો હોય તો જ અતીત કાળ, અનાગત કાળ, વર્તમાન કાળ એમ બધે કાળ તરીકે શબ્દપ્રયોગ થયેલો સાંભળી શકીએ. આમ કાળમાં ધ્રુવતા સિદ્ધ છે. દ્રવ્યાર્થિક નયના મતે સામાન્યાંશ-ધ્રૌવ્યાંશ પરમાર્થ હોવાથી કાળ એ સત જ છે. કોઈ પણ કાળે એ કાળ અસત્પણાને ભજતો નથી અર્થાત્ અસત્ થતો જ નથી. આ રીતે કાળ એ સત્ છે. આપણે ઉપર શ્લોકમાં જોઈ ગયા મનુષ્યલોક વ્યાપી સમયરૂપ કાળ છે. હવે તે કાળ દ્રવ્ય છે અને તેથી સત્ છે એ સિદ્ધ કર્યું. એટલે કોઈ પ્રશ્ન કરે છે કેમનુષ્યલોકની બહાર પણ વર્તના છે તો ત્યાં પણ કાળ દ્રવ્ય માનવું જોઈએ ? પ્રશ્ન : જે અઢી દ્વીપ અને બે સમુદ્રથી યુક્ત ક્ષેત્ર પરિમાણવાળા તછ ૪૫ લાખ યોજના પ્રમાણ, ઊર્ધ્વ લોકમાં ૯૦૦ યોજન પ્રમાણવાળા અને અધોલોકમાં પણ ૯૦૦ યોજન પ્રમાણવાળા કાળ દ્રવ્યનું વર્તનાદિ લિંગના સદ્ભાવથી નિરૂપણ કરાય છે, અર્થાત્ મનુષ્યલોકમાં કાળ મનાય છે તો મનુષ્યલોકની બહાર પણ કેમ સ્વીકારતા નથી? કેમ કે અહીં મનુષ્યલોકમાં १. तथा च श्वोभावेन विनश्याद्यत्वे प्रादुर्भवति, अद्यत्वेनापि विनश्य ह्यस्त्वेनोत्पद्यते, कालत्वेन तु श्वोऽद्यह्यः पर्यायेषु संभवित्वादन्वयरूपत्वाद् ध्रुव एवेति । तत्त्व० तृतीयकिरणे पृ० ४४ Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૨ ૧૪૭ કાળના લિંગ વર્તનાદિની ઉપપત્તિ છે અર્થાત્ વર્તમાનરૂપ કાળ કહેવાય છે તે વર્તનાદિ મનુષ્યલોકની બહાર પણ છે કારણ કે વર્તના ભાવ-પદાર્થ માત્રમાં છે, તથા પ્રાણાપાનશ્વાસોચ્છવ્વાસરૂપ પરિણામ નિમેષ અને ઉન્મેષરૂપ ક્રિયા, આયુષ્ય પ્રમાણ, પરવાપરત્વાદિ લિંગ છે. તો મનુષ્યલોકની બહાર કાળ માનવો જોઈએ ને ? શા માટે મનુષ્યલોકની બહાર કાળને સ્વીકારતા નથી ? મનુષ્યલોકની બહાર વર્તના હોતા માત્રથી લિંગ બની શકતી નથી તેનું કારણ ઉત્તર :- મનુષ્યલોકની બહાર ભાવોની વૃત્તિ-વર્તના છે. પરંતુ વર્તના હોવા છતાં સામાન્યથી વર્તના એ કાળનું લિંગ મનાતું નથી કેમ કે સત્ પદાર્થો પોતે જ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને રહે છે. કોઈ બીજી વસ્તુની અપેક્ષા રાખતા નથી. જોકે ભાવોનું અસ્તિત્વ બીજી વસ્તુઓની અપેક્ષાવાળું છે પણ મનુષ્યલોકની બહાર પ્રાણાદિની જે વૃત્તિ-વર્તના છે તે કાળની અપેક્ષા રાખનારી નથી. જો કાળની અપેક્ષાએ હોત તો સમાન જાતિવાળા જેટલા હોય છે તે બધાને એકસાથે ભવન થવું જોઈએ. અર્થાત્ એકીસાથે થવા જોઈએ પણ તેવું થતું નથી માટે ત્યાં મનુષ્યલોકની બહાર કાળની અપેક્ષાએ ભાવોની વૃત્તિ નથી. કેમ કે કાળની અપેક્ષા રાખનારા તુલ્ય જાતિવાળાઓ એક કાળમાં થાય છે, વિજાતીય પદાર્થોનું એક કાળમાં ભવન થતું નથી અને પ્રાણીઓની તે પ્રાણાદિ વૃત્તિઓ એક કાળમાં થતી નથી અને અટકતી નથી માટે મનુષ્યલોકની બહાર તે પ્રાણાદિ વૃત્તિઓ કાળ સાપેક્ષ નથી. આથી ત્યાં રહેલી વર્તના એ કાળનું લિંગ બની શકે નહિ. તેવી રીતે મનુષ્યલોકની બહાર રહેલ પરત્વાપરત્વ પણ લિંગ નથી તેનું કારણ મનુષ્યલોકની બહાર વર્તના જેમ કાલાપેક્ષ નથી અને તેથી તે કાળનું લિંગ બની શકતી. નથી તેવી રીતે પરત્વાપરત્વ પણ મનુષ્યલોકની બહાર કાલાપેક્ષ નથી. કેમ કે પરવાપરત્વ એ સ્થિતિ વિશેષની અપેક્ષા રાખે છે. ૧૦૦ વર્ષની સ્થિતિની અપેક્ષાએ ૬૦ વર્ષની સ્થિતિવાળો અપર કહેવાય છે, અને ૬૦ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ ૧૦૦ વર્ષવાળો પર છે. ૬૦ વર્ષ અને ૧૦૦ વર્ષ આ સ્થિતિ જ છે. આ સ્થિતિ સત્ત્વની અપેક્ષાના અસ્તિત્વથી જ છે. અર્થાત્ સ્થિતિ પદાર્થના અસ્તિત્વની જ અપેક્ષા રાખે છે. આ શાથી ? અસ્તિત્વ હોવાથી જ, અને ભાવોનું અસ્તિત્વ બીજી વસ્તુની અપેક્ષાએ નથી પોતાની મેળે જ છે, કોઈની પણ અપેક્ષા રાખતું નથી. એ વાત પહેલા જ કહી ગયા છીએ. જો ભાવોનું અસ્તિત્વ બીજાની અપેક્ષાએ મનાય તો ભાવ-સપણે બીજા ઉપર આધારિત થાય. તો તે સ્વયં સતુ નથી એમ કહેવું પડે. તો અસત્ પણ સત્ થઈ જાય. માટે ભાવોનું અસ્તિત્વ-સત્ત્વ અન્ય અનપેક્ષ છે. ૧. અહીં અમે આગળમાં “બાવાનાસ્તિત્વ વાનપેક્ષમત્યુ'આના આધારે સુધારીને અર્થ કર્યો છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થ સૂત્ર આથી મનુષ્યલોકની બહાર પ્રાણાદિની વૃત્તિઓ સ્વયમેવ ઉત્પન્ન થાય છે. વ્યય પામે છે અને અવસ્થિત રહે છે. આમ મનુષ્યલોકની બહાર પરવાપરત્વ કાલાપેક્ષ નથી. આથી એ કાળનું લિંગ નથી. માટે ત્યાં કાળ નથી. આ રીતે મનુષ્યલોકની બહાર વર્તનાદિ કાલાપેક્ષ નથી. માટે કાળના લિંગ નથી. આનું નિરૂપણ થયું એટલે કોઈ આવું નિરૂપણ કરનાર સિદ્ધાન્તીને સામે પ્રશ્ન કરે છે કે – તો મનુષ્યલોકમાં પણ વર્તનાદિ કાલનિરપેક્ષ માનો. એવી રીતે મનુષ્યલોકમાં પણ કાળ નિરપેક્ષ વર્તના વગેરે થઈ જશે. કાળની કલ્પનાથી શું ? અર્થાત્ જેમ મનુષ્યલોકની બહાર વર્તનાદિ કાલ નિરપેક્ષ છે તેમ મનુષ્યલોકમાં પણ વર્તનાદિ કાળથી નિરપેક્ષ જ માની લો ને કાળની કલ્પના કરવાની શી જરૂર છે ? ઉત્તર : જો કાળ નિર્વક કારણ (કર્તા) હોય અથવા પરિણામી કારણ હોય તો તો કાળની કલ્પનાની જરૂર નથી પણ કાળ તો અપેક્ષાકારણ છે. એટલે કુંભારની જેમ અધિષ્ઠિત થઈને સ્વતંત્રપણે કરતો નથી માટે કાળ એ નિર્વક કારણ નથી અને માટીની જેમ પરિણામી કારણ પણ નથી પરંતુ થઈ રહેલા પદાર્થોએ આ કાળમાં થવું જોઈએ, અન્ય કાળમાં નહિ. આ પ્રમાણે ધર્મદ્રવ્ય જેમ ગતિમાં અપેક્ષાકારણ છે તેમ કાળઅપેક્ષા કારણ છે. અર્થાત્ કાળ પદાર્થને બનાવતો નથી માટે કર્તા નથી અને માટી જેમ ઘટ બની જાય તેમ કાળ પોતે કોઈ વસ્તુ બની જતો નથી માટે પરિણામી કારણ નથી, પરંતુ જેમ ગતિમાં પરિણત થયેલ જીવ અને પુગલને ધર્માસ્તિકાય મદદ કરે છે એટલે ધર્માસ્તિકાય અપેક્ષા કારણ બને છે તેમ સ્વયં પદાર્થો અમુક કાળમાં થાય છે, અન્ય કાળમાં નહિ. દા. ત. આંબો વસંત ઋતુમાં ફળે છે તેમાં કાળ અપેક્ષા કારણ બને છે. મનુષ્યલોકમાં જે પદાર્થો થાય છે તે કાળની અપેક્ષા રાખે છે. એટલે મનુષ્યલોકમાં જે પદાર્થોની વર્તનાદિ છે તે કાલાપેક્ષ છે. જો આમ ન માનીએ તો અમુક કાળમાં જ અમુક પદાર્થોની ઉત્પત્તિ જોવાય છે. તે બને નહિ માટે મનુષ્યલોકમાં કાળનિરપેક્ષ પદાર્થોની વર્તનાદિ મનાય નહિ. આ રીતે મનુષ્યલોકમાં કાળને અપેક્ષાકારણ માનવામાં કોઈ દોષ નથી. અહીં સુખાદિ ૧. તત્ત્વાર્થસત્ર અ. ૫ | સુ. ૨૦ સુખમાં. દુઃખમાં જીવન અને મરણમાં પુદગલનો ઉપકાર છે એટલે આ પણ અહીં દૃષ્ટાંતમાં લેવું. આ બધાની જેમ કાળનો પણ ઉપકાર છે. જો તીછલોકમાં રહેલા પદાર્થો ઉપર ચંદ્ર, સૂર્યાદિની ગતિક્રિયાનો ઉપકાર છે તો સ્પષ્ટ જ છે કે કાળનો તીર્થાલોકમાં ઉપકાર છે. સ્વર્ગાદિ લોકમાં સૂર્યાદિની ગતિક્રિયા નથી તો ત્યાં તેના વડે કાળનો ઉપકાર નથી એટલે સ્પષ્ટ જ થઈ જાય છે કે તીર્થાલોક સિવાય બીજે કાળનો ઉપકાર નથી. અને પૂર્વમાં કહેવાઈ ગયું છે કે સ્વર્ગાદિમાં અહીંના કાળ વડે વ્યવહાર છે. પરમ નિરુદ્ધ એવો સમય પણ સર્યાદિ ક્રિયાથી વ્યંગ્ય દિવસ વગેરે છે તેનો પરમ લવ જ છે. સૂર્યાદિગતિમાં પણ પૂર્વની તેની ગતિ હેતુ જ છે. આમ તોછલોકમાં જ કાળની વૃત્તિ-વર્તન યુક્ત છે. નહીં તો લોક અને અલોકમાં વર્તનાનો સદભાવ છે તે છતાં સર્વત્ર કાળ મનાતો નથી. આ રીતે વિચારાય તો કાળ પર્યાય છે. એ પણ યુક્ત જ છે. મુદ્રિત તત્ત્વાદિપૃ૦ રૂ૪૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૨ ૧૪૯ દૃષ્ટાન્તો પણ પૂર્વની જેમ કહેવા તેની જેમ કાળ અપેક્ષાકારણ છે એમ સમજવું. કોઈ કહે છે વર્તનાદિ પદો સમસ્ત છે, કોઈ કહે છે અસમસ્ત છે આ સૂત્રની વ્યાખ્યા કરતાં કેટલાક કહે છે કે–વિરોધનો સંભવ નથી માટે “વર્તના” આદિ ત્રણ પદોનો સમાસ કરવો. વળી બીજાઓ કહે છે કે –“વર્તના' આદિ પદો અસમસ્ત છે, તેઓનો સમાસ નથી, પણ પરત્વ અને અપરત્વનો તો સમાસ જ છે, કેમ કે પરત્વ અપરત્વની અપેક્ષા રાખે છે અને અપરત્વ પરત્વની અપેક્ષા રાખે છે. વર્તનાદિ ક્રમવિન્યાસનું પ્રયોજન. પૂર્વ અને અપરની અપેક્ષા વગર જ્ઞાન (બુદ્ધિ) અને નામનો “વર્તના' તું છે તે બતાવવા માટે પહેલા “વર્તના'નું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી પરિણામ'નું ગ્રહણ છે. ત્યાર બાદ વર્તનાદિ તત્ ક્રિયાની જાતિ હોવાથી “ક્રિયાનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી કાળનું ખાસ લિંગ હોવાથી છેલ્લે પરવાપરત્વ પ્રહણ કર્યું છે. કેમ કે પરવાપરત્વને બધા દર્શનકારો માને છે. આથી જ પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ એ કાળનું લિંગ નથી તે બતાવવા માટે અર્થાત્ પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને દૂર કરવા માટે છેલ્લે ‘પરત્વાપરત્વ'નું ગ્રહણ છે. સૂત્રમાં રહેલ “રા'નો અર્થ સૂત્રમાં પરવાપરત્વે જ આમાં જે “ર મૂક્યો છે તે ઉપકારના અનુકર્ષણ માટે છે. માટે વર્તનાદિ કાળનો ઉપકાર છે એવો અર્થ થાય છે. આગળથી ચાલ્યા આવતા “ઉપકારની અનુવૃત્તિ લેવાય છે. હવે પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા વર્તનાનું સ્વરૂપ બતાવે છે ભાષ્ય :- સર્વ ભાવો–પદાર્થોની વર્તના કાલ આશ્રિત વૃત્તિ છે. વર્તના, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રથમ સમયાશ્રયા આ પ્રમાણે અર્થ છે. એટલે કે પ્રથમ સમયના આશ્રયવાળી, ક્રિયા એ વર્તન છે, ઉત્પત્તિ છે, અને સ્થિતિ છે.... ટીકા : આ ભાષ્ય દ્વારા ભાષ્યકાર મ. વર્તના આદિ સકલ પદાર્થોમાં વ્યાપક છે તે બતાવે છે. તેમાં પહેલા વર્તના શું છે તે બતાવાય–વિચારાય છે. (૧) વર્તના - વર્તનાનો પરિચય.. - કાળને લઈને જે વર્તે છે તે વર્તના છે. આમ તો પદાર્થો સ્વયં–પોતે જ વર્તે છે. વર્તી રહેલા તે પદાર્થોની કાલાશ્રયા વૃત્તિ-વર્તના છે. અર્થાત્ પદાર્થોનું કાળને આશ્રિત જે રહેવું તે રૂપ વર્તના પ્રાયોજિકા છે. એટલે કે સ્વયં રહેલા પદાર્થોને કાળના આશ્રયવાળી વર્તના પ્રયોજિકા છે. આ સમજાવવા માટે “વર્તના” શબ્દની વ્યુત્પત્તિ બતાવીએ છીએ. વર્ચને યથા સા વર્તના જેના વડે વર્તાવાય તે વર્તના. આ રીતે પ્રેરક પ્રયોગ કરીને થાસભ્યો યુવ્ (TI. . , પા. ૩, ટૂં. ૨૦૭) યુન્ પ્રત્યય લગાડ્યો છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થ સૂત્ર અથવા સૈવ તાશ્રયી વૃત્તિ - વર્તનશીતા તે વર્તના કાળના આશ્રયથી રહેનારી–રહેવાના સ્વભાવવાળી છે. અનુદાજેતશ હતા (પા. . રૂ, પા. ૨, . ૨૪૧)થી સુર્ પ્રત્યય લગાડવો. વૃત્તિ કહો વર્તના કહો એક જ છે અર્થાત્ તથાશીલતા તે પ્રકારે રહેવાના સ્વભાવવાળી છે. તે વર્તના દરેક દ્રવ્ય અને પર્યાયની અંદર રહેલી એક સમયની જે સ્વસત્તા તેના અનુભવરૂપ છે. ઉત્પાદ્ય-ઉત્પન્ન થવા યોગ્ય અને વિનાશ્ય-વિનાશ પામવાને યોગ્ય પદાર્થનો પ્રથમ સમયનો સંવ્યવહાર ચોખા આદિના વિકારની જેમ અનુમાનથી ગમ્ય છે. વર્તના અનુમાનગમ્ય છે. જેમ ચોખામાં અગ્નિ અને પાણીના સંયોગથી વિક્રિયા થાય છે તેમાં પહેલી જે વિક્રિયા થાય છે તે અતીતરૂપ વિશેષ કે અનામતરૂપ વિશેષથી રહિત છે અર્થાત્ વર્તમાનરૂપ છે કેમ કે વિમતતિ- (પાકનો) પ્રથમ સમય છે જે “વત' આ ક્રિયાપદથી કહેવાય છે. આ પાકની ક્રિયા સમયે સમયે થઈ રહી છે. આનું નામ વર્તન છે. અને તે વર્તના અતિ નિપુણ પુરુષોની બુદ્ધિથી ગમ્ય છે. જેમ કહ્યું છે કે “કમળની નાળના રેસાઓ સળગી રહ્યા છે એવું માલુમ પડતું નથી એવી રીતે અગ્નિ અને પાણીનો સંયોગ થાય છે. ત્યારે ચોખામાં વિકૃતિ (પાકની ક્રિયા) પ્રથમ સમયમાં જ શરૂ થઈ જાય છે, તે વિકૃતિને સર્વ પદાર્થના જાણકાર જણાવે છે પણ તે દેખાતી નથી અનુમાનથી જણાય છે. તેવી રીતે ઉત્પાદ્ય અને વિનાશ્ય પદાર્થનો પહેલો સમય અનુમાનથી જણાય છે, કારણ કે સૂક્ષ્મકાળ એ અનુમાનથી ગમ્ય છે”... ક્રિયા એ જ કાળ છે.. પ્રશ્નઃ સૂર્યના ઉદયથી વર્તમાન ઓળખાતી પદાર્થોની વિશિષ્ટ ક્રિયા જ વર્તના છે. આ પ્રમાણે જણાય છે તો તે ક્રિયાથી અન્ય કાળ કયો છે? ગઈ કાલ, આવતી કાલ આ જે કહેવાય છે તે સૂર્યમંડળના ભ્રમણથી અનુમેય વસ્તુની ક્રિયા જ કહેવાય છે, વર્તી હતી અને વર્તશે. આનાથી જુદો બીજો કયો કાળ છે? અર્થાત્ આ જ કાળ છે. જેમ કહ્યું છે કે एवञ्च यत्र कालस्तत्र वृत्तिर्वर्तनाद्याकारेण परिणमते नान्यत्रेति निगमः । न च बाह्यद्वीपेषु भावानां वृत्तिः कालापेक्षा वृत्तिशब्दवाच्यत्वादिहत्यकुसुमवृत्तिवदिति तत्रापि कालसिद्धिरिति वाच्यम्, अलोकस्य वृत्तौ समयवृत्तौ च व्यभिचारात्... तत्त्वन्यायविभाकरे पृ० ४३ तथा च स्वयमेव वर्तमानानां पदार्थानां या वर्तनशीलता सा बाह्यनिमित्तान्तरसापेक्षा कार्यत्वाद्घटादिवदिति वर्त्तनशीलत्वनिरूपितापेक्षाकारणत्वेन कालसिद्धि भवति । न च सा वर्तना समयपरिणतिस्वभावा दुरधिगमा चेति कथं तस्य पक्षत्वमिति वाच्यम्, व्यावहारिकस्य पाकस्य तण्डुलविक्लेदनलक्षणस्यौदनपरिणामस्य दर्शनात् प्रतिसमयं प्रथमसमयादारभ्य सूक्ष्मपाकाभिनिर्वृत्तेरिव सर्वेषामपि द्रव्याणां स्वस्वपर्यायाभिनिवृत्तौ प्रतिसमयं वर्तनाया अनुमीयमानत्वादस्ति कालो नवपुराणादिपरिणामान्यथानुपपत्तेरिति ॥ तत्त्वन्यायविभाकरे - पृ० ४३ Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૨ ૧૫૧ ‘મનુષ્ય' લોકમાં સૂર્યની ક્રિયાથી કાળનો વિભાગ છે' અર્થાત્ અતીત, અનાગત એમ કાળનો વિભાગ સૂર્યની ગતિથી છે. સાપેક્ષપણે કાળ દ્રવ્ય છે અને પર્યાય(ક્રિયા) છે... ઉત્તર : પહેલા અમે કાળ માટે જે કહ્યું હતું કે ધર્માદિ દ્રવ્યનો પરિણામ (પર્યાય) માત્ર કાળ છે' અથવા ‘ધર્માદિ દ્રવ્યોથી જુદો છે' તે ઊડતી નજરે જ કહ્યું હતું. જોકે આ બંને પક્ષમાં અમને કોઈ દોષ નથી. કેમ કે પ્રથમ પક્ષ સ્વીકારીએ તો સિદ્ધસાપ્યતા છે તે આ પ્રમાણે જો ધર્માદિ દ્રવ્યનો પર્યાય કાળ છે એટલે કે ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદાદિરૂપ જે ક્રિયા થાય છે તે જ કાળ છે આવું સાધ્ય સિદ્ધ કરાય તો તેમાં અમને કોઈ વાંધો નથી. કારણ કે અમે તો કાળ એ ધર્માદિ દ્રવ્યનો પર્યાય છે એમ માનીએ છીએ તેથી અમારે તો કાળ એ પર્યાય છે. આ વાત સિદ્ધ જ છે એને જ તમે સિદ્ધ કરો છો એટલે તમારા સાધ્યમાં સિદ્ધસાધ્યતા નામનો દોષ આવશે... વળી જો ધર્માદિ દ્રવ્યોથી કાળ અન્ય છે આવું સિદ્ધ કરો તો પણ અમને દોષ નથી, કેમ કે અમે કાળને દ્રવ્ય પણ માનીએ છીએ. આ રીતે સાપેક્ષપણે કાળ દ્રવ્ય છે અને પર્યાય પણ છે. સૂર્યની ગતિથી ઓળખાતી ક્રિયા કાળ મનાય તો ? સૂર્યની ગતિથી ઓળખાતી વસ્તુની ક્રિયાકાળ છે એમ જે તમે કહ્યું તે તો નહીં કહી શકાય. એવું ન મનાય. કેમ કે સૂર્યની ગતિમાં પણ વર્તનાનો સદ્ભાવ છે એટલે ગતિ પણ વર્તે છે. માટે સૂર્યની ગતિમાં પણ બીજા કારણની કલ્પના કરવી પડશે. સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ પણ નથી. હવે પ્રશ્ન થાય સૂર્યની ગતિમાં વર્તના છે તેમાં કોણ કારણ ? આ પ્રશ્નના જવાબમાં તમે કહેશો કે સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ છે. તો તમારો આ જવાબ પણ બરાબર નથી કેમ કે આકાશપ્રદેશ એ સૂર્યની ગતિનું અધિકરણ છે. સૂર્યની ગતિનો આધાર છે, જેમ સ્થાલી-હાંડલી એ પાણીનો આધાર છે પણ નિમિત્ત નથી તેમ આકાશપ્રદેશ એ ગતિનો આધાર છે પણ ગતિમાં નિમિત્ત નથી. માટે સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ પણ નથી તેથી એમ કહી શકાય કે સૂર્યની ગતિ પણ કાલાશ્રિત છે. ૧. ૨. तत्त्वा० अ० ४ / सू० १४, १५ જૈનો ક્રિયાને પર્યાય કહે છે. ... Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વાદી :- સૂર્યની ગતિમાં વર્તના છે તે પણ કાલાશ્રયવૃત્તિ છે એમ કહી રહ્યા છો તો તે પણ કેવી રીતે મનાય ? કેમ કે કાળની તો હજી સિદ્ધિ કરી રહ્યા છીએ. હજી ‘કાળ' સિદ્ધ થયો નથી. કાળ સિદ્ધ થાય તો તેના આધારે વૃત્તિ કહી શકાય... અનુમાનથી કાળની સિદ્ધિ.. ૧૫૨ આ વાત બરાબર નથી. કારણ કે આત્મા વગેરેનું સ્વરૂપ હજી નિશ્ચિત થયું નથી તો પણ ઉભય (વાદી-પ્રતિવાદીને) સિદ્ધ સાક્ષાત્ બુદ્ધિ, સુખ, દુઃખાદિ કાર્યોથી આત્મા જણાય છે, નિશ્ચિત થાય છે, કેમ કે સુખ, દુ:ખાદિ કાર્ય છે અને તે દૃશ્ય છે તો તે તેના કારણ વગર હોઈ શકે નહિ. તેનું કારણ આત્મા છે. આત્મા વગર સુખ, દુ:ખાદિ બની શકે નહિ તેમ વર્તના પણ સકલ વસ્તુવ્યાપી છે. આથી પદાર્થના પરિણામના હેતુરૂપ કાળ છે જેનું નવ પુરાણાદિ કાર્યથી અનુમાન કરાય છે. તે આ પ્રમાણે—જેમ સુખદુઃખાદિ કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ અને જે કારણ છે તે આત્મા છે. આ રીત અનુમાનથી આત્માની સિદ્ધિ થાય છે તેવી રીતે પદાર્થના પરિણામરૂપ કાર્ય છે તો તેનું કારણ જરૂર હોવું જોઈએ, જે કારણ છે તે કાળ છે. આમ કાળનું પણ અનુમાન કરાય છે. અને આ રીતે અનુમાનથી કાળની સિદ્ધિ થાય છે. વળી લોકમાં કાળદ્રવ્યને કહેનારા શબ્દો પણ પ્રસિદ્ધ છે. એ બધા શબ્દો વસ્તુની ક્રિયાને જ કહેનારા છે એવું નથી. તે શબ્દો આ પ્રમાણે છે- યુગપદ્, અયુગપદ્, ક્ષિપં, ચિત્રં, ચિરેણ ઇદ પરં, ઇદં અપરું, વર્સ્પતિ, ન એતદ્ વસ્મૃતિ, વર્તતે, તદ્ વૃત્ત અપ વર્તતે, ઇદ અંતર્વર્તતે... આદિ શબ્દો કાળને કહેનારા છે. કારણ કે આપ્તો આ શબ્દોને કાળની અપેક્ષાવાળા જ કહે છે તેથી કાળ એ બધાને માન્ય છે. શબ્દપ્રયોગ દ્વારા કાળદ્રવ્યની સિદ્ધિ વળી જો કાળ ન હોય તો કાળને કહેનારા હ્ય: શ્વ, અદ્ય, સમ્પ્રતિ, પશ્તુ, પરિ, નń, વિવા, પેષમ:, પ્રાત:, સાયં આદિ શબ્દો કેવી રીતે પ્રવર્તે ? માટે કાળદ્રવ્ય માનવું જ જોઈએ. આમ વર્તના એ કાલાપેક્ષ છે, કાળસ્વરૂપ છે. હવે ભાષ્યકાર મ. તેના એકાર્થક શબ્દો કહ્યા છે તે જોઈએ. ૧. વર્ઝના જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. ઉત્પત્તિ' આત્મલાભ એટલે કાર્ય થવું. સ્થિતિ અપ્રચ્યુતિ એટલે નાશ ન થવો. આ રીતે કંઈક ભેદવાળી વર્તના જ ઉત્પત્તિ અને સ્થિતિ કહેવાય છે. उत्पत्तिस्तथा तद्भावप्रादुर्भावलक्षणा अधिगतिः अविच्युतिः..... हारिभ, तत्त्वा० पृ० २२५ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અધ્યાય-૫ સૂત્ર-૨૨ સમયનો પરિચય ' જેનો કોઈ પણ વિભાગ ન થઈ શકે એવો જે કાળ તે સમય કહેવાય છે. અર્થાત્ કાળનો છેલ્લામાં છેલ્લો ભાગ જેના પછી કોઈ કાળનો વિભાગ નથી એવો જે કાળ તે સમય કહેવાય છે. વસ્તુની ઉત્પત્તિથી યુક્ત જે સમય તે પ્રથમ સમય. એ પ્રથમ સમયના આશ્રયવાળી વર્તના છે. અર્થાત્ સમયરૂપ પરિણામના સ્વભાવવાળી વર્તના છે. આ રીતે છેલ્લે સમયનો પરિચય આપી વર્તનાનો પરિચય પૂ. ભાષ્યકાર મ. આપ્યો તેની વિચારણા પણ આપણે પૂર્ણ કરીએ છીએ. ૨. પરિણામ ભાષ્ય :- પરિણામ બે પ્રકારનો છે : (૧) અનાદિ (૨) આદિમાનું. તેને અમે આગળ (અ) ૫ / સૂ. ૪૨)માં કહીશું. ટીકા - પરિણામ બે પ્રકારનો છે. તેમાં પહેલા પરિણામ કોને કહેવાય તે બતાવાય છે. પરિણામનું નિરૂપણ પોતાના દ્રવ્યપણાનો–જાતિનો ત્યાગ કર્યા સિવાય અર્થાત્ મૂળ સ્વરૂપને કાયમ રાખવાપૂર્વક પરિસ્પદ કે અપરિસ્પન્દરૂપ પ્રયોગથી ઉત્પન્ન થયેલ દ્રવ્યનો જે પર્યાય તે પરિણામ કહેવાય છે. તે પરિણામ આ પ્રમાણે છે અંકુર અવસ્થામાં રહેલી વનસ્પતિનાં મૂળ, કાડ, છાલ, થડ, ડાળી, પાન, પુષ્પ, ફળ આ બધા પરિણામ (પર્યાય) છે. અંકુર હતો, હાલમાં સ્કન્ધવાળી છે. ભવિષ્યમાં પુષ્પવાળી થશે. આ બધાં પરિણામો છે. આમાં વનસ્પતિ દ્રવ્ય પોતાનું વનસ્પતિપણું છોડ્યું નથી અને પ્રયોગથી પર્યાય પ્રાપ્ત કર્યો છે. આ વનસ્પતિનો પરિણામ છે. વળી બીજું દષ્ટાંત જોઈએ. જેમ-પુરુષ એ દ્રવ્ય છે એની બાલ, કુમાર, યુવા, મધ્યમાદિ અવસ્થાઓ એ પરિણામ છે. પુરુષે પુરુષપણું છોડ્યા વગર આ બધી અવસ્થાઓરૂપ પર્યાય પ્રાપ્ત કર્યા છે. આનું જ નામ પરિણામ. પરિણામના પ્રકાર... આ પરિણામ બે પ્રકારે છે. (૧) અનાદિ :- જેની આદિ વિદ્યમાન ન હોય તે અનાદિ પરિણામ કહેવાય. આવો અનાદિ પરિણામ ધર્માદિ અમૂર્ત દ્રવ્યોમાં હોય છે. (૨) આદિમાન :- મૂર્ત એવાં વાદળાં, ઇન્દ્રધનુષ વગેરેમાં અને થાંભલા તથા ઘડા આદિમાં આદિમાન પરિણામ હોય છે. ૨ શબ્દનો અર્થ જ છે. ભાષ્યમાં ‘વ’ શબ્દ છે તેનો અર્થ અવધારણ ‘જ થાય છે. માટે પરિણામ એ જ પ્રકારનો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થ સૂત્ર છે આવો અર્થ થાય. તે પરિણામ આ અધ્યાયની સમાપ્તિમાં “તભાવઃ પરિણામ અ. ૫ | સૂર ૪૧ એ સૂત્રથી અમે કહીશું; અને વસ્તુઓનો તે પરિણામ ઋતુવિભાગ અને વેલાના નિયમથી કરાયેલો છે. તેમાં (૧) હેમંત (૨) શિશિર (૩) વસંત (૪) ગ્રીષ્મ, (૫) વર્ષા, (૬) શરદ નામની છ ઋતુઓ છે. તે ઋતુઓ એક કાળની જુદી જુદી શક્તિઓ છે. આવી કાળની શક્તિઓના ભેદરૂપ દરેક ઋતુઓ પોતાના વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિથી અનુમાન કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે હેમંત ઋતુમાં વૃત્તાક (રીંગણાં) અને કપાસનાં વનો મોટા હિમના પડવાથી કરમાઈ ગયેલા હોય છે... સંકોચાઈ ગયેલ હાથવાળા, વાગતી દાંતની વીણાવાળા, કંપતી કાયવાળા મુસાફરો પતંગિયાની જેમ આગ તરફ જતા દેખાય છે અર્થાત્ ઠંડીની ઋતુમાં પ્રવાસીઓનાં શરીર અને દાંત કંપે છે અને હાથ ઠરી જાય છે. તેથી તાપણી તરફ ધસતા હોય છે...વળી હિમના લેશ સંગથી અત્યંત ઠંડો પવન પ્રાણીઓનાં શરીરોને આવાસવાળા કરતો થાય છે... પ્રિયતમાના આલિંગનથી દુર્લાલિત યુવાનોમાં સ્થાન નહીં પામતાં કંકુ જેવા લાલ સૂર્યનાં કિરણો જીવલોકમાં પ્રિય બની જાય છે. અર્થાત યુવાનો પોતાની સ્ત્રીઓમાં અતિ આસક્ત બનેલા છે જેથી તેઓને સૂર્યનો ઉદય અળખામણો લાગે છે તેથી તેઓમાં પ્રસર નહીં પામતા એવા સૂર્યનાં કિરણો જીવલોકને પ્રિય લાગે છે...વળી માગસર અને પોષ મહિનામાં અટક્યા વગર ઠંડીથી પીડાતા છોકરાઓ લાકડાના ટુકડાઓને એકઠા કરી એક બાજુ આગ સળગાવીને બે હાથ પહોળા કરેલા એવા તાપણી તપે છે, અર્થાત્ તાપણી ઉપર પોતાના બે હાથના પંજાને પસારીને અગ્નિને સેવે છે. આ રીતે માગસર અને પોષ મહિનામાં અતિશય ઠંડી હોવાથી આવી પરિસ્થિતિ હોય છે તે હેમંતઋતુથી થાય છે. આ ઋતુ એ કાલની એક પ્રકારની શક્તિ છે જે તે ઋતુમાં થતા આ બધાં કાર્યોથી અનુમાન કરી શકાય છે. શિશિર ઋતુ - અતિ દુર્ભાગી એવા ચંદ્રનાં કિરણવાળી શિશિરઋતુમાં ફળના અર્થી એવાં બાળકોથી પ્રાપ્ત થયેલા નીચેના ભૂમિભાગવાળા, પાકી ગયેલાં અને સુગંધીદાર ફળની સંપત્તિથી નમી ગયેલી શાખાના ભારવાળાં બોરડીનાં ઝાડો હોય છે....બરફની શિલાના ટુકડાઓ જેવો નિર્મળ, મોગરા અને માલતીના ફૂલની વાસને વહન કરનાર પવન હોય છે. અર્થાત્ પવન સુગંધવાળો હોય છે...દિશાનાં મુખો પ્રિયંગુ અને સેધવના પ્રસવથી સનાથ હોય છે...કમલની ખાણો નષ્ટ થયેલ હોય છે. રાત્રિઓ લાંબી હોય છે...કેસર અને અગરતગરની ગંધથી યુક્ત એવા ગર્ભગૃહઘરના મધ્યભાગમાં સૂઈ જનારા સુખીઓ હોય છે. આ ઋતુ મહા અને ફાગણ મહિનામાં હોય છે. આ પ્રમાણે શિશિર ઋતુમાં જ થાય છે તે કાળની જ એક શક્તિ છે. તે ઋતુમાં થતા કાર્યથી આ અનુમાન કરી શકાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૨ ૧૫૫ વસંત ઋતુ : વસંત ઋતુમાં ચારે તરફથી કંઈક જોવા યોગ્ય ફૂલો, મોગરાની યષ્ટિઓ, કેસર, તિલક, કુરબક, શિરીષ અને અંકોલનાં ફૂલોથી વિલાસ પામતા પરાગને ભજનાર તથા યુવાનોના હૃદયને હરણ કરનાર હૃદયહારી એવા વાયુ છે. આંબાની મંજરીના રજકણોથી પીળા શરીરવાળા, કુસુમના આસનના પાનને વશ થયેલા, ભમરીઓની પાંખ લાગવાથી ખડખડ હસતા, મનોહર અવાજવાળા, ચક્રાકારે થયેલા, રાગને ધારણ કરનાર કાયર જનોને કામ પેદા કરતા એવા ભમરાઓ વનમાં ચારે તરફ ઊડતા હોય છે.... કોયલના સમુદાયના મનોહર નિનાદ અને કોલાહલથી બંધાયેલા ગમનવાળો ડગલે ને પગલે અલના પામતો, કુસુમના સમુદાયને ભજનારા જાણે સળગી રહેલા અગ્નિના કૂટો ન હોય તેવા આગળ પલાશનાં વનોને જોતો, મલય પર્વતના વાયુના વેગથી હાલી રહેલ ચંપકની રજકણના સમુદાયથી આમતેમ ફરતા નેત્રવાળો પથિકે સમુદાય પાછો ફરે છે. વળી પાકી ગયેલા બિંબનાં ફળોની કાન્તિથી અને અશોકવૃક્ષના ફૂલના સમુદાયથી ચારે તરફથી બધી દિશાઓના ભાગ શોભાયુક્ત હોય છે. તેવા ચૈત્ર અને વૈશાખ મહિનામાં આ વસંતઋતુ હોય છે. આ પ્રમાણે વસંત ઋતુમાં જે પરિણામો થાય છે તે કાળની જ એક શક્તિ છે જે તે ઋતુમાં થતા કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે. ગ્રીષ્મ ઋતુ : ગ્રીષ્મ ઋતુમાં જાણે સૂર્ય કિરણના સમુદાયથી અગ્નિને ફેંકતો, ભૂમિને અંગારાના સમુદાયથી વ્યાપ્ત કરતો હોય તેવો લાગે છે.. ચીરી એટલે તમરાના અવાજવાળા લાંબા દિવસો પથિક જનો મહામુશ્કેલીથી પસાર કરે છે...વનના કિનારા સુધી ઊગેલાં જે વૃક્ષો છે તેની છાયાનો આશ્રય લીધેલા, થાકેલા યાત્રામાં ફરનાર હાથી વગેરે વાહનના જે શબ્દો છે તેનાથી ભરી દીધેલી દિશાઓનો વિસ્તાર છે.. ચંદનના લેપના વિલેપનથી સફેદ થયેલા, નોકરોના હાથથી ઊંચા કરાયેલા વીંઝાતા પંખાના પવનથી શીતલ શરીરવાળા, શીતળ બગીચાઓમાં અને નદીસરોવરના કિનારાઓ ઉપર અનેક પ્રકારના ધારાગૃહ-ફુવારાવાળાં ઘરોમાં રહેલ પરસેવાના પ્રસર દૂર કર્યા છે એવા ભોગીઓ ક્રીડા કરે છે. હાથીના દાંતના ટુકડા જેવા સફેદ મોગરાના ફૂલની કળીની પુષ્કળ પરિમલને હરી લેનાર, સુગંધીદાર ગુલાબની ઉત્પત્તિ જેમાં છે તેવા, સાંજે અને સવારે વિલાસી જીવોની કામવાસનાને ઉદીપન કરતાં સુરભિવાળા પવન વાય છે.. કઠોર અને કઠિન ડોકવાળા વરાહની દાઢાઓના અગ્રભાગથી ખોદવાથી મૂળમાંથી ખોદાઈ ગયેલા મોથના પાનની સુગંધી જેમાં છે, હાથી અને પાડાઓના ટોળાથી વ્યાપ્ત ખાલોચીઆઓ છે જેમાં હાથીઓના ચીત્કારથી ભરી દીધેલી દશ દિશાઓવાળા રચેલી સરોવરના તરંગની શ્રેણીઓ ના હોય તેવી મૃગતૃષ્ણા વડે ઠગાયેલા ભોળા હરણીયાઓના સમુદાય છે જેમાં તેવાં મોટાં જંગલો હેય છે...એવા જેઠ અને અષાઢ મહિનામાં આ ગ્રીષ્મ ઋતુ હોય છે. આ પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં જે કાર્યો થાય છે તે કાળની જ એક શક્તિ છે. જે તે ઋતુમાં થતાં કાર્યો દ્વારા અનુમાન કરી શકાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્વાર્થ સૂત્ર વર્ષાઋતુ - જેમાં વીજળીઓના વલયથી પ્રકાશિત મધ્યભાગવાળા નૂતન મેઘના સમુદાયથી ઢંકાયેલું અને રચાયેલા ઈન્દ્રધનુષની રેખાવાળું આકાશ હોય છે. મુશળધાર વરસાદની ધારાઓના પડવાથી દબાઈ ગયેલી ધૂળવાળું પૃથ્વીમંડળ છે. કદંબ અને કેતકીની રજકણોના પરિમલથી સુગંધિત બનેલા અંગને સુખકારી એવા પવન હોય છે... --- ----- ઇન્દ્રગોપના સમુદાયથી શોભતી લીલા ઘાસવાળી પૃથ્વી શોભે છે. નદીઓ કિનારા સુધી પહોંચેલી હોય છે... પર્વતની તળેટીઓ વિકાશ પામેલા કુટજ વૃક્ષનાં ફૂલ, કેળ અને કેળના ફૂલથી શોભતી હોય છે. મેઘના ગર્જરવથી અતિ તીવ્ર ઉત્કઠાવાળા બનેલા મુસાફરો જાણે બુદ્ધિ ચોરાઈ ગઈ ન હોય તેવા થાય છે. અને તેમની સ્ત્રીઓ ચાતક, મોર મંડલ અને દેડકાના અવાજરૂપ વિષમ વિષના વેગથી મોહ પામેલી બને છે. ક્ષણે ક્ષણે પ્રકાશરૂપી દીવડીઓથી દિશાઓના અગ્રભાગને પ્રકાશ કરનારી વીજળીઓ થઈ રહી છે, આગિયાઓ પરિભ્રમણ કરી રહ્યા છે તેવી રાત્રિઓમાં ત્યારે ચીકણી જગા ઉપર અભિસારિકાઓ-વ્યભિચારી સ્ત્રીઓ સંચાર કરે છે ફરે છે... કોઈ સ્થળે માર્ગો કાદવથી વ્યાપ્ત હોય છે, કોઈ કોઈ સ્થળે પાણીવાળા હોય છે, કોઈ સ્થળે ધારાબદ્ધ વરસાદની ધારાઓથી ધોવાયેલ રેતીવાળા હોય છે. આવા શ્રાવણ અને ભાદરવા માસમાં આ વર્ષાઋતુ હોય છે. આ રીતે વર્ષાઋતુમાં જે પરિણામો થાય છે તે કાળની એક શક્તિ છે, જે શક્તિ તે તે કાર્યોથી અનુમાન કરવા યોગ્ય છે. શરદ ઋતુ : કાદવને સૂકવતા સૂર્યનાં કિરણો પોતાના અત્યંત પ્રતાપને વિસ્તારે છે. વિકસિત કમળો અને કુમુદવાળાં વનો છે. હંસ અને સારસવાળા સ્ફટિક મણિઓની ભીંતો જેવા નિર્મળ પાણીથી ભરેલાં સરોવરો હોય છે... કલ્હાર-સફેદ કમળો અને કુમુદની સુગંધને વહન કરનાર પવન વાય છે. સપ્તચ્છદનાં ફૂલોની રજવાળી ધૂળથી ધૂસરા વર્ણયુક્ત શરીરવાળા અને મનોહર ગુંજારવ કરતા ભમરાઓ હોય છે.. બપોરીયાના મુકટવાળી દિશાઓ છે. મદે ચઢેલા મત્ત શબ્દની ગંભીરતાને કરતા, લાગેલા માટીના ખંડથી–ટુકડાથી શોભતા શીંગડાના અગ્રભાગવાળા બળદો ગમન કરે છે.. ખેડૂતોના હૃદયને હરણ કરનાર તથા હરણીયાના સમુદાયના દાંતથી જેના કિનારા નાશ પામ્યા છે તેવા ઘાસના ગુચ્છાના અગ્રભાગવાળા પ્રાપ્ત થયેલ પાકી ગયેલ ચોખાવાળા અને કલમ-ડાંગરના રક્ષણ કરનારાઓના છત્કાર-સીસકારથી ત્રાસ પામેલા પોપટના મંડળવાળાં ખેતરો અત્યંત શોભે છે. દિશાઓનાં મુખોને સફેદ કરતા ચંદ્રમાનાં કિરણો ધીરે ધીરે કામીઓના અંતઃકરણમાં બળાત્કારે હર્ષ વધારે છે. આવા શરદઋતુના આસો અને કાર્તિક આ બે મહિનાઓમાં આ બધું થાય છે તેમાં કાળની એક શક્તિ કારણ છે, જે શક્તિ તે તે ઋતુમાં થતા કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે. ૧ तथादृष्टस्य स तरोरेव कार्याविर्भाव इति चेन्न सततसन्निहितत्वात् समकमेव सकलकार्याविर्भावप्रसङ्गः स्यात् । ननु यस्यापि कालद्रव्यमेकं विविक्तं तस्यापि तत्सन्निधानात् सर्वाः कार्यावस्थाः किमिति युगपन्नानुवर्तन्ते ? उच्यते-तद्धि शिशिरवसन्तादिभेदेन भिद्यमानमनेकधा कार्यव्यक्ती: सृजति, ते च भेदाः प्रतिविशिष्टपरिणतिमनुरुध्यमाना विविक्तकार्यहेतवस्तस्मादस्तु द्रव्यान्तरं कालः । तत्त्वा० अध्या० ४ / सू० १५ टीकायाम् Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અધ્યાય-૫: સૂત્ર-૨૨ આ રીતે પ્રત્યેક ઋતુમાં જુદાં જુદાં કાર્યો થાય છે અને ઋતુના વિભાગથી દ્રવ્યોમાં પરિણામ થાય છે. - હવે વેલાના નિયમથી વસ્તુઓનો પરિણામ થાય છે તે બતાવે છે. વેલા નિયમ : ચોક્કસ ટાઈમે પ્રાપ્ત કરેલ પટુતાવાળા કમળની કળીઓનો સમૂહ સવારે સૂર્યના કિરણના સંપર્ક-સંબંધથી વિકાસ પામે છે. ચંદ્રનાં કિરણોના સમૂહના સ્પર્શથી ધોળા કમળ તથા નીલકમળની કળીઓ મુખમાંથી કાઢેલ સુરભિ પરિમલને આપે છે અર્થાત્ સુગંધ લાવે છે. કોશાતકીના પુષ્પરૂપી પટના ઉત્તરીય વસ્ત્રવાળી, સુરભિ ગંધના ઓડકારવાળી, કામીજનથી પેદા થયેલા સંમદવાળી(હર્ષવાળી), તરુણીઓની જેમ પુષ્કળ અંગરાગવાળી ગ્રામવૃત્તિઓ સાંજે શોભે છે. વેલાના નિયમને અનુસરતો સમુદ્ર પણ ચંદ્રનો ઉદય થાય છે ત્યારે વળતી ઊંચી તરંગોરૂપી બાહુથી મેઘના જેવા ગંભીર અવાજવાળી અને ઈલાયચીના ફળની સુગંધની ચાડી ખાતી વેલાવધૂને આલંબન આપે છે. ઘુવડનાં બચ્ચાઓ રાતના લાંબા ભયાનક ધ્વનિ વડે અટકી અટકીને અવાજ કરે છે. ઊંચી ડોકવાળા, વાંસ સુધી સ્થાપિત કરેલી ચીપોથી બનાવેલા ઘરવાળા કૂકડા લાંબી મનોહર ગંભીર ધ્વનિઓથી પહોરના વિભાગોને જણાવે છે. કેટલીક વનસ્પતિઓ પત્રથી સંકોચાયેલી લાંબા કાળ સુધી ચોક્કસ ટાઇમે નિદ્રાને આધીન થાય છે. આમ વેલાના નિયમથી જુદાં જુદાં પરિણામો થાય છે. આ રીતે ઋતુવિભાગ અને વેલાનો નિયમ જે વિચિત્ર પરિણામવાળો છે તેનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ તે સિવાય બને નહિ. કેમ કે બધાં કારણો હોવા છતાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી માટે અનેક શક્તિયુક્ત કાળદ્રવ્યની અપેક્ષા પ્રગટ છે. આથી જેમ ચણકાદિ કાર્યથી પરમાણુ અનુમેય છે તેમ પ્રતિવિશિષ્ટ કાર્યથી કાળ અનુમેય છે. કાળને ન માનવામાં દોષ અને માને તો જ દોષનું નિવારણ. જો નિયામક હેતુ ન માનવામાં આવે તો બધા ભાવો એકીસાથે થવા જોઈએ. કેમ કે સ્વત્ર છે માટે આ બધાં પરિણામો ચોક્કસ કાળમાં થતાં હોવાથી આ પરિણામોનું અનેક શક્તિયુક્ત એક કારણ હોવું જોઈએ, અને પરિપાક પ્રાપ્ત કર્યો છે એવી તે શક્તિઓ કોઈ વખત જ પોતાના કાર્યના નિષ્પાદન માટે પ્રવર્તે છે. સર્વદા કાર્ય કરવા માટે પ્રવર્તતી નથી. કાળની શક્તિ માનવાની જરૂર નથી. પૂર્વપક્ષ - અહીં કોઈ એવી બુદ્ધિ લગાવી તર્ક કરે છે કે આમાં કોઈ “ખરવિષાણ' જેવી શક્તિ કામ કરે છે, કાલની શક્તિને માનવાની જરૂર નથી. ખરવિષાણ અવસ્તુ છે માટે તેની શક્તિ અવસ્તુ થશે. ઉત્તરપક્ષ - કેમ કે “ખરવિષાણ' કોઈ વસ્તુ નથી, અને અવસ્તુ છે માટે તેવી શક્તિ પણ અવસ્તુ થશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વાર્થ સૂત્ર વળી અહીં જેનું પ્રતિપાદન કરી રહ્યા છીએ તે કાળ પ્રસિદ્ધ છે અને ખરવિષાણ તો અપ્રસિદ્ધ છે માટે પ્રસિદ્ધ જે કાળ છે તેની જ શક્તિ મનાય. ૩. ક્રિયા : ભાષ્ય :- ક્રિયા એટલે ગતિ. તે ત્રણ પ્રકારની છે. (૧) પ્રયોગ ગતિ, (૨) વિગ્નસા ગતિ, (૩) મિશ્રિકા ગતિ. પૂ. ભાષ્યકાર મ કહ્યું કે ક્રિયા એટલે ગતિ સમજવી પણ સૂત્રમાં ‘ક્રિયા' શબ્દનો પ્રયોગ છે માટે આપણે વિજ્યા શબ્દને લઈને વિચારણા ચલાવીએ છીએ. ટીકા - ક્રિયા એ દ્રવ્ય પરિણામ છે.. કરાય તે ક્રિયા' “શરણે ક્રિયા' અર્થાત્ દ્રવ્યનો પરિણામ. આ ક્રિયારૂપ દ્રવ્યના પરિણામને કાળ ઉપકારક છે. તે આ પ્રમાણે–આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલી વર્તે છે (વર્તમાન), વર્તી હતી (અતીત), વર્તશે (અનાયત). પરિણામનો આશ્રય સમય ન મનાય તો અનિષ્ટપત્તિ : જો આમ માનવામાં ન આવે તો અર્થાત્ દ્રવ્યના પરિણામનો ઉપકારક સમય છે તેમ માનવામાં ન આવે તો ભૂતકાળ જ વર્તમાન અને અનાગત થશે, અને અનામત વર્તમાન થશે તો સાંકર્ય આવશે. આ અનિષ્ટ છે. આ અનિષ્ટપત્તિ ત્યારે જ ન આવી શકે કે સમયને માનીએ. સમયને માનીએ તો જ સમયભેદથી ભૂતકાળના સમયોની અપેક્ષાએ અંગુલી આદિની ક્રિયા “ભૂતા' હતી કહેવાય, વર્તમાન સમયની અપેક્ષાએ “થઈ રહી છે' કહેવાય અને ભવિષ્યકાળના સમયોની અપેક્ષાએ થશે” કહેવાય. આ ક્રિયાપર્યાય કહેવાય છે. આ રીતે આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલી વર્તે છે, વર્તી હતી. અને વર્તશે આ સિદ્ધ થશે. માટે જેને લઈને અતીત આદિનો વ્યવહાર થાય છે તેનું અપેક્ષાકારણ કાળ છે. અને તે પરસ્પર અસંકીર્ણપણે વ્યવહારને અનુરૂપ પ્રસિદ્ધિને પામે છે. અતીત કાળના પ્રકારો : અતીત કાળના બે પ્રકારો છે. (૧) ભાવ અતીતકાળ, (૨) વિષય અતીતકાળ. ભાવ અતીત કાળ - ઘટ વિનાશ પામ્યો.” આ ભાવ અતીતકાળ છે. ૧. જૈનોને ત્યાં જે ભાવ-પદાર્થ હોય છે તેનો જ વિનાશ છે. પ્રાગુઅભાવનો વિનાશ મનાય નહીં તેથી ઘટાદિ જે ભાવ પદાર્થ છે તેનો નાશ થયો એટલે વર્તમાનમાં ઘટ નથી પણ અતીતમાં હતો. આમ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૨ વિષય અતીત કાળ : ચક્ષુથી ગ્રહણ કર્યા પછી “મેં ઘટ જોયો’. આ વિષય અતીતકાળ છે. ઘટ વિનાશ પામ્યો'. આ વાક્યમાં “ઘટ’ એ ભાવ (પદાર્થ) છે, અને “વિનાશ પામ્યો' એટલે ઘટ અતીત થઈ ગયો. અર્થાત્ “ઘટ હતો’ આ જે કહીએ તે ભાવ અતીત કહેવાય. એવી રીતે મેં ઘડો જોયો હતો. આ વાક્યમાં જોવાના વિષયરૂપે ઘડો છે તે જોયો એ ભૂતકાળ થયો. માટે આ અતીતકાળ વિષય અતીત કહેવાય. અર્થાત્ ભાવરૂપે ઘટની અપેક્ષા કરી ત્યારે એ ઘટનો વિનાશ ભાવાતીત કહેવાય અને વિષયરૂપે ઘટ જોયો હતો આવી વિવક્ષા કરીએ ત્યારે ઘટ વિષયરૂપે છે તેથી ઘટ જોયો’ આ વિષય અતીત કહેવાય. ભવિષ્યકાળના પ્રકારો. ભવિષ્યકાળના બે પ્રકાર છે. (૧) વિષય અનાગતકાળ. (૨) ભાવ અનાગત કાળ વિષય અનાગત કાળ : ભવિષ્યમાં જોવાની ઇચ્છાની નજીકમાં રહેલ વિષય જે ઘટ છે તે વિષય અનાગતકાળ છે. ભાવ અનાગત કાળ : હજી જેણે ભાવ (કાર્ય સ્વરૂપ) પ્રાપ્ત કર્યો નથી તે ભાવ અનાગત કાળ છે. દા. ત. “ઘટ થશે.” આ રીતે આપણે ક્રિયા શબ્દની વિચારણા કરી. હવે પૂ. ભાષ્યકાર મ. વિજ્યા એટલે ગતિ અર્થ કરી તેના ત્રણ ભેદ બતાવ્યા છે તે ભેદ વિચારીએ. (૧) પ્રયોગગતિ : જીવના પરિણામથી પ્રેરિત અર્થાત્ જીવ દ્વારા થતી જે ગતિ તે પ્રયોગગતિ છે. દા. ત. શરીર, આહાર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર આ શરીરાદિ વિષયવાળી જીવના પરિણામથી પ્રેરિત તે પ્રયોગગતિ કહેવાય છે. જે વ્યવહાર થાય છે તે ઘટરૂપ જે ભાવ તે ભૂતકાળમાં થઈ ગયો એટલે કે ઘટ નાશ પામ્યા પછી ઘટ અતીત કહેવાય છે. આ અતીત કાળ ભાવનો (પદાર્થનો) છે તેથી ભાવ અતીતકાળ કહેવાય. ૧. ચક્ષુથી જે ઘટ જોયા પછી ચક્ષુનો વિષય બનેલો જે ઘટ હતો તે અતીતકાળનો વિષય થઈ ગયો તેથી ઘટ વિષયક જે કાળ છે તે વિષયાતીત કાળ કહેવાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. તત્વાર્થ સૂત્ર (૨) વિગ્નસાગતિ : જીવના પ્રયોગ વગર કેવલ અજીવ દ્રવ્યના પોતાના જ પરિણામરૂપ જે ગતિ તે વિગ્નસાગતિ છે. દા. ત. પરમાણુ, વાદળ, ઇન્દ્રધનુષ, પરિવેષાદિ (સૂર્યની ચારેબાજુ ફરતું ગોળાકારે તેજમંડળ)રૂપ વિચિત્ર આકારો. આ રીતે વિચિત્ર આકારોવાળી અજીવ દ્રવ્યના પોતાના પરિણામરૂપ જે ગતિ તે વિગ્નસાગતિ છે. (૩) મિશ્રિકાગતિ : પ્રયોગ અને વિગ્નસાથી ઉભયપરિણામરૂપ જીવ અને અજીવ આ બંનેના પરિણામરૂપ હોવાથી અર્થાત્ જીવના પ્રયોગના સહચારથી, અચેતન દ્રવ્યના પરિણામથી જ ક્રિયા-ગતિ થાય છે તે મિશ્રિકાગતિ કહેવાય છે. દા. ત. ઘટ, થાંભલો વગેરે... કેમ કે તેવા પ્રકારના ઘટાદિ પદાર્થો તે પરિણામથી ઉત્પન્ન થવા માટે સ્વતઃ જ શક્તિવાળા, કુંભાર આદિની મદદથી બને છે. પર્યન્ત “ક્રિયા ગ્રહણનું કારણ સૂત્રમાં “વર્તના” અને “પરિણામના પછી “ક્રિયા’નું ગ્રહણ છે તેનું કારણ એ છે કે વર્તના અને પરિણામ એ ક્રિયાની જાતિ-પ્રકાર છે. માટે એ બેના પછી “ક્રિયા' ગ્રહણ કરી છે. પરિણામ શબ્દ વચમાં શા માટે ? વળી અહીં ચાલુ વિષયમાં પરિણામ એ પ્રધાન છે માટે “વર્તના' અને ક્રિયા'ની વચમાં પરિણામ શબ્દ કહ્યો છે. અર્થાત્ વર્તન અને ક્રિયા' એ પરિણામવિશેષ છે. (૪) પરવાપરત્વ : ભાષ્ય :- પરવાપરત્વ ત્રણ પ્રકારનું છે. (૧) પ્રશંસાકૃત (૨) ક્ષેત્રકૃત, (૩) કાલકૃત તેમાં પ્રશંસાકૃત પરત્વાપરત્વમાં દાખલો આપે છે કેધર્મ એ પર છે, જ્ઞાન એ પર છે. एवंरूपत्वेऽपि कियायाः पदार्थानां भूतत्वभविष्यत्ववर्तमानत्वविशिष्टा गतिक्रियारूपाः क्रियापर्यायत्वेन ग्राह्याः कालानुकलत्वात् । अथ परिणाममाह-प्रयोगेति । स्पष्टं तदुक्तं "द्रव्याणां या परिणतिः प्रयोगविस्रसादिजा । नवत्वजीर्णताद्या च परिणामस्सः कीर्तित" इति । यद्यपि परिणामः क्रियाविशेष एव तथापि परिणामेन स्थितेस्सङ्ग्रहात् क्रियातो भेदेनोत्कीर्तनम् । न च परिणाम एवोच्यतां कि क्रियया, तस्या अपि तत्रान्तर्गतत्वादिति वाच्यम् । द्रव्याणां वैविध्यप्रकाशनाय तदुपादानात्, द्रव्यं हि द्विविधं परिस्पन्दरूपमपरिस्पन्दरूपमिति, तत्र परिस्पन्दः क्रिया, अपरिस्पन्दः परिणाम इति ॥ तत्त्वन्यायविभाकरे पृ० ४७ Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૨ ૧૬૧ અધર્મ એ અપર છે, અજ્ઞાન એ અપર છે. આમાં ધર્મ અને જ્ઞાનની પ્રશંસા કરી એટલે ધર્મ અને જ્ઞાન પર છે અને એની અપેક્ષાએ અધર્મ અને અજ્ઞાન અપર છે. હવે શ્રેત્રકૃત પરત્વાપરત્વનો દાખલો આપે છે કે – એક દિશા અને એક કાળમાં રહેલાઓમાં જે દૂર રહેલો હોય તે પર કહેવાય અને નજીકમાં રહેલો હોય તે અપર કહેવાય. હવે કાલકૃત પરત્વાપરત્વનો દાખલો આપે છે કે ૧૬ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૦૦ વર્ષની ઉંમરવાળો પર છે અને ૧૦૦ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૬ વર્ષની ઉંમરવાળો અપર છે. આ રીતે પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને કાલકૃત પરત્વાપરત્વ લેવાનું છે. આમ વર્તના, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વનો જે વ્યવહાર થાય છે તેમાં કાળનો ઉપકાર છે. - ટીકા :- પરવાપરત્વના પ્રકાર. પ્રશંસા, ક્ષેત્ર અને કાલના ભેદથી પરવાપરત્વ ત્રણ પ્રકારનું છે. પ્રશંસાકૃત પરત્વાપરત્વ આ ત્રણ પ્રકારના પરતાપરત્વમાંથી પ્રશંસાકૃત પરત્વાપરત્વમાં ઉદાહરણ આ પ્રમાણે છે–ધર્મ એ પર છે' કેમ કે ધર્મ એ સર્વથી-સર્વમાં ઉત્તમ હોવાથી પ્રશસ્ત છે, સઘળાય મંગળોનું ઘર હોવાથી ઉત્કૃષ્ટ અવસ્થાને–પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો “અધર્મ એ અપર છે અર્થાત્ જઘન્ય હલકો છે. કેમ કે એ થોડા ગુણવાળો હોવાથી નિકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત થયેલ છે. વળી જેવી વસ્તુ હોય તેવી રીતે વસ્તુને જણાવનાર હોવાથી “જ્ઞાન એ પર' છે. જે યથાવસ્થિત વસ્તુને જણાવનાર ન હોય તે અપર છે. આવું તો અજ્ઞાન જ છે. અપ્રશસ્ત હોવાથી “અજ્ઞાન એ અપર છે' અસમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ કુત્સિત છે. આથી અપ્રશસ્ત હોવાથી તે પણ અપર છે. ક્ષેત્રત પરત્વાપરત્વ એક દિશામાં એક કાળે વિપ્રકૃષ્ટ-દૂર રહેલો પર કહેવાય અને નજીકમાં રહેલો અપર કહેવાય. ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ સાથે લેવાનું રહસ્ય. ક્ષેત્રકૂત પરત્વાપરત્વમાં દિશાનું પ્રાધાન્ય છે. અર્થાત્ આ ક્ષેત્રકૃત પરત્વાપરત્વમાં દિશા પ્રધાન છે પણ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ વગર હોતું નથી. કાળને લઈને થાય છે તેથી જ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ બતાવવામાં દિશાની સાથે કાળને પણ લેવો પડે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્ત્વાર્થ સૂત્ર પ્રશ્ન :- એક દિશા અને કાળમાં રહેલાઓનું પરવાપરત્વ કહ્યું તે ઠીક છે પણ જે બેનું ક્ષેત્રકૃત પરત્વાપરત્વ બતાવવું છે ત્યાં કાળને વચમાં લો છો તેથી એક કાળમાં બને છે તો ક્ષેત્રકૃત પરવાપરત્વ કેવી રીતે બનશે ? શું કાળ અને દિશા એક છે ? અને જો કાળ સમાન છે તો પરવાપરત્વ કેવી રીતે ? ભિન્ન કાળ હોય તો પરત્વાપરત્વ બની શકે. ઉત્તર :- કાળ એક હોવા છતાં પણ એક દિશામાં રહેલાઓમાં “આ પર છે', અંગે “આ અપર છે' આવો વ્યવહાર થઈ શકે છે. માટે એક કાળમાં પણ દિકૃત-ક્ષેત્રકૃત પરત્વાપરત્વ થઈ શકે છે. આથી આ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કહેવાય છે. આમાં ભિન્નકાળની જરૂર નથી. સમાનકાળ હોવા છતાં ક્ષેત્રકૃત પરત્વાપરત્વ ઘટી શકે છે. કેમ કે તમારા પ્રશ્નની પહેલા જ અમે બતાવી દીધું છે કે દિશાનું પ્રાધાન્ય કાળ સાથે અવિનાભાવી છે, તેથી ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ સાથે જ બતાવાય. કાલકૃત પરત્વાપરત્વ આ બધા વર્ણનથી અપરમાં પર અને પરમાં અપર આવો પ્રત્યય અને અભિધાન(કથન)રૂપ વ્યવહાર જેના નિમિત્તે થાય છે તે કાળ છે અર્થાતુ જેના નિમિત્તે આ પર છે અને આ અપર છે એવું જ્ઞાન અને અભિધાન થાય છે તે કાળ છે. તે આ પ્રમાણે–સોળ વર્ષવાળાથી સો વર્ષવાળો પર છે અને સો વર્ષના આયુષ્યવાળા કરતાં સોળ વર્ષના આયુષ્યવાળો અપર છે. આ વ્યવહારમાં કાળ કારણ છે. આ પરવાપરત્વ ઉંમરને લઈને છે તેથી પ્રશંસાકૃત કે ક્ષેત્રકૃત નથી. કારણ કે આવો પરવાપરત્વનો વ્યવહાર આ “પર” અને “અપર’ એ તો હલકાં કુળોમાં પણ દેખાય છે. દાત. લુબ્ધક એટલે શિકારી, હિંસાળુ જે દેશ, કુળ, જાતિ અને વિદ્યાથી હીન છે તેમાં પણ પ્રવાપરત્વના પ્રત્યય અને અભિધાનનો સંભવ છે. અર્થાત્ તેવાઓમાં પણ આ પર છે અને આ અપર છે આવું જ્ઞાન થાય છે અને આવો શબ્દપ્રયોગ થાય છે તેથી ત્યાં પ્રશંસાકૃત પરવાપરત્વ તો નથી. ૧. પ્રશ્ન - કાળની સિદ્ધિ ક્ષેત્રકૂત પરત્વાપરત્વથી પણ થઈ જાય તેમ છે, કેમ કે ક્ષેત્રકૂત પરત્વાપરત્વ કાળ સિવાય બની શકતું નથી. આમ કહેવામાં આવ્યું છે તો કાળકૃત પરત્વાપરત્વની શી જરૂર છે? ઉત્તર :- હા, તેનાથી સિદ્ધ થઈ શકે છે પણ ત્યાં દિશાની પ્રધાનતા છે તેથી કાળની પ્રધાનતા સિદ્ધ ન થાય. એ તો ત્યારે જ થાય કે કાળકૃતપરવાપરત્વની પ્રધાનતા બતાવાય. માટે કાળકૃત પરવાપરત્વ બતાવી રહ્યા છે. એક જ સ્થાન, એક જ કુળ, એક જ જાતિ કે જે વિદ્યાથી હીન છે છતાં ત્યાં પરત્વાપરત્વનો વ્યવહાર થાય છે તે ક્ષેત્રકૃત ન મનાય. કેમ કે એક જ સ્થાન છે. કુળ ઊંચું, નીચું હોય તો પ્રશંસાકૃત પરવાપરત્વ કહેવાય તે કુળ પણ એક જ છે, જાતિને લઈને ઊંચી, નીચી જાતિ હોય તો પ્રશંસાકૃત પરત્વાપરત્વ બની શકે પણ જાતિ એક જ છે, વિદ્યામાં પણ હીન છે, કોઈનાથી કોઈમાં વિદ્યા ઓછી વધારે નથી કે જેથી પ્રશંસાકત પરત્વાપરત્વ બને એટલે કહેવું જ પડે કે આ બંને પરવાપરત્વથી ભિન્ન પરત્વાપરત્વ છે જે કાળકત પરત્વાપરત્વ છે. આ ભાવ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૨ ૧૬૩ વળી આ પરત્વાપરત્વ બંધુજનની અપેક્ષાએ છે એમ પણ ન કહેવાય, કારણ કે એકમાં પણ પરત્વાપરત્વનો સંભવ છે. એક વ્યક્તિમાં પણ ‘પર' અને ‘અપર’નો વ્યવહાર થાય છે. વળી આ પરત્વાપરત્વ તપ અને ચારિત્રની અપેક્ષાએ છે એમ પણ નથી કેમ કે જે તપસ્વી નથી તેનામાં પણ પરત્વાપરત્વનો વ્યવહાર છે. વળી આ પરત્વાપરત્વ કર્મ-ક્રિયા અને સંસ્કારની અપેક્ષાએ છે એમ પણ કહી શકાય તેમ નથી કેમ કે કર્મ અને સંસ્કારનો પરત્વાપરત્વમાં અધિકાર નથી. વળી આ પરત્વાપરત્વ સૂર્યના નિમિત્તે છે એમ પણ નહીં માની શકાય કેમ કે સૂર્યમાં પણ પરત્વાપરત્વ દેખાય છે. સૂર્યની અપેક્ષાએ અભિયોગ્ય (ક્ષેત્રથી) ૫૨ છે અને સૂર્ય અ૫૨ છે તથા (પ્રશંસાથી) સૂર્ય ૫૨ છે અને અભિયોગ્ય અપર છે. આ રીતે આપણે વિચારી ગયા કે ઉંમરને લઈને જે પરત્વાપરત્વ છે તે પ્રશંસાકૃત નથી, ક્ષેત્રકૃત નથી, બંધુજનની અપેક્ષાએ નથી, તપ અને ચારિત્રની અપેક્ષાએ નથી, કર્મ અને સંસ્કારની અપેક્ષાએ નથી, સૂર્યના નિમિત્તે પણ નથી તો કઈ અપેક્ષાએ આ પરત્વાપરત્વ કહેવાય છે ? આથી સામર્થ્યથી કહેવું જ પડશે કે આ ઉંમરને લઈને કહેવાતું સોળ વર્ષની અપેક્ષાએ સો વર્ષવાળામાં અને સો વર્ષની અપેક્ષાએ સોળ વર્ષવાળામાં જે પરત્વાપરત્વ છે તે કાલકૃત જ છે. આથી જ ભાષ્યકારે ‘પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત છોડીને' એમ જે કહ્યું છે તે પરત્વાપરત્વ વિશેષ લેવા માટે કહ્યું છે. મતલબ કાલકૃત પરત્વાપરત્વ બતાવવા માટે કહ્યું છે. આ સૂત્રનો ટૂંકમાં અર્થ એ છે કે વર્તના આદિ કાલકૃત છે. આ બધાનું અપેક્ષાકારણ જે કાળ છે તેનો અનુગ્રહ ઉપકાર છે. અર્થાત્ વર્તના આદિ કાળનો ઉપકાર છે. વળી સૂત્રમાં જે આ પ્રમાણે ભેદથી પરત્વાપરત્વે સમાસ કરીને સૂરિજીએ મૂક્યું છે અર્થાત્ વર્તના પરિણામ: ક્રિયા આ ત્રણ છૂટાં પદો છે જ્યારે ‘પરત્નાપરત્વે' એ સમાસ કર્યો છે તે એમ બતાવે છે કે અહીં પ્રશંસામૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ લેવાનું નથી. વર્તના, પરિણામ અને ક્રિયા એ કાળની અપેક્ષાવાળો દ્રવ્યનો સ્વભાવ પરત્વાપરત્વ એ અવધિપણે-મર્યાદાને લઈને કાળનું લિંગ છે. અવતરણિકા અને પહેલા શરીરાદિ જે બને છે તેમાં પુદ્ગલનો ઉપકાર છે. આ પ્રમાણે કહ્યું હતું તે વિષયમાં પૂ. ભાષ્યકાર મ૰ કોઈના તરફથી શંકા કરતાં કહે છે કે— ૧. જેને કોઈ બંધુ હોતો નથી તેવા પુરુષમાં પણ આ ઉંમરથી નાનો છે કે મોટો છે આવી પ્રતીતિ થાય છે—આવો ભાવ છે. કાળમાં પરત્વાપરત્વ નથી પણ પરત્વાપરત્વનું નિમિત્ત છે. સૂર્યમાં તો પરત્વાપરત્વ છે માટે મુખ્યતયા પરત્વાપરત્વનું સૂર્ય નિમિત્ત નથી. ૨. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વાર્થ સૂત્ર ભાષ્ય :- અહીં તેમ (અ. ૫ | સૂટ ૧૯ | ભાષ્યમાં) શરીરાદિ પુગલોનો ઉપકાર છે એમ કહ્યું પણ બીજા દર્શનકારો જીવોમાં પુદ્ગલની પરિભાષા કરે છે અર્થાત્ પુદ્ગલ શબ્દ વડે જીવોને કહે છે, વળી બીજાઓ કહે છે કે–પુદ્ગલો સ્પર્શરિરહિત છે, તો આ કેવી રીતે છે? - આ પ્રશ્નનો જવાબ અપાય છે. બૌદ્ધો જીવને પુદ્ગલ શાથી કહે છે તેનું નિરૂપણ. ટીકા - આ ભાષ્ય સંબંધ બતાવનાર છે. આ પ્રકરણમાં બીજા કહે છે કે તમે શરીર વગેરે અને સુખ વગેરે પુગલનો ઉપકાર છે એવું પ્રતિપાદન કર્યું, અને તન્ત્રાન્તરીયોમાયા સૂનવીયાઃ (વભાષિક) પુદ્ગલ શબ્દથી જીવને કહે છે. મતલબ પુદ્ગલ શબ્દનો સંકેત જીવોમાં કરે છે એટલે કે જીવને પુદ્ગલ કહે છે. કેમ કે જીવ અને પુદ્ગલ આ બંનેનો વ્યવહાર છે એટલે જીવની પણ પ્રતીતિ થાય છે એની સિદ્ધિ માટે–નિર્વાહ માટે જીવને પુદ્ગલ કહે છે. જીવને માને તો પુદ્ગલનો સંકેત થાય ને? શંકા - બૌદ્ધોને ત્યાં જીવ જ નથી તો જીવમાં પુલનો સંકેત કેવી રીતે થાય ? સમાધાન :- આર્યસમિતીને માનનાર બૌદ્ધોના મતમાં આત્મા-જીવ છે. વળી સૌત્રાન્તિક બૌદ્ધના મતમાં ચિત્ત અને ચિત્તયુક્ત સંતતિમાં પુદ્ગલની પ્રજ્ઞપ્તિ છે. અર્થાત ચિત્ત સંતતિને પુદ્ગલ કહે છે. કેમ કે વેદના અને સંજ્ઞા ચેતના યુક્ત તથા ચક્ષુઆદિ સહિત ચિત્તસંતતિમાં ચિત્તની સાથે એકબીજા વ્યાપ્ત છે. આ પ્રમાણે ચિત્ત અને તયુક્ત ધર્મોની આ ચિત્તસંતતિ અહંકારરૂપ વસ્તુ હોવાથી આત્મા તરીકેનો ઉપચાર થાય છે, તથા વારંવાર ગતિનું આદાન કરવાથી પુદ્ગલનો ઉપચાર થાય છે. વળી યોગાચાર બૌદ્ધોના મતમાં વિજ્ઞાનનો પરિણામ એ પુદ્ગલ છે. આના માટે એક શ્લોક નોંધે છે. "आत्मधर्मोपचारो हि विविधो यः प्रवर्त्तते । विज्ञानपरिणामोऽसौ परिणामः स च त्रिधा" ॥१॥ “વિવિધ આત્મધર્મનો ઉપચાર જે પ્રવર્તે છે તે આ વિજ્ઞાન પરિણામ છે અને તે પરિણામ ત્રણ પ્રકારનો છે.” ૧ ધર્માસ્તિકાયાદિ અરૂપી છે અને ગતિ વગેરેથી લક્ષ્ય છે અને જીવનું લક્ષણ ઉપયોગ છે. આ પ્રમાણે પૂર્વમાં જ કહી દીધું છે એટલે પુદ્ગલનું લક્ષણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર વિરુદ્ધ સ્વીકારનારા બીજાઓને દૂર કરવા માટે શંકા કરે છે અથવા સંઘાત અને ભેદની કહેવાની ઇચ્છાથી હેતુ બતાવવા માટે ત્યાં ભાષ્યકાર ‘બાદ કહીને ભાષ્ય રચી રહ્યા છે. તત્ત્વો મુદ્રિત ટિપ્પ૦ પૃ. ૩૫૪ ૨. ટીકામાં “માથાકૂનવીયાડ' કહ્યું છે. માયાનો સૂનું એટલે બુદ્ધ અને એના જે અનુયાયી તે માયા સૂનવીયા અર્થાત્ બૌદ્ધો. Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૨ ૧૬૫ શંકાના ઉત્થાનમાં કારણ વિપ્રતિપત્તિઓ. આવી રીતે તન્ત્રાન્તરીયો–બીજા દર્શનકારોએ જીવને પુદ્ગલ કહ્યો છે અને તમે શરીરાદિના ઉપકાર કરનારને પુદ્ગલ કહો છો તો તમારું આ કથન વિપ્રતિષિદ્ધ એટલે વિવાદગ્રસ્ત—વિવાદવાળું હોવાથી કેવી રીતે યોગ્ય ગણાય ? અમારે કેવી રીતે સમજવું ? અહીં વિપ્રતિપત્તિ હોઈ શકતી જ નથી. આ પ્રશ્ન ઊઠી શકતો નથી. કેમ કે પહેલાં પુદ્ગલરૂપી છે એમ કહેવાઈ ગયું છે. મતલબ કે જો જીવ પુદ્ગલ હોય તો “fપણ: પુતા:” આવું લક્ષણ બનાવાય નહીં. વળી આત્મા તો રૂપી પ્રસિદ્ધ જ નથી માટે આત્મા રૂપી છે એમ કહેવાય નહીં. કેમ કે રૂપ શબ્દથી “fપણ: પુત્રિા :' આ સૂત્રમાં “મૂર્તિ કહી છે. અને આ મૂર્તિને બીજા દર્શનકારો સસર્વગતદ્રવ્યસાવચ્છિન્ન દ્રવ્યનો પરિણામ કહે છે. અર્થાત્ જે સર્વવ્યાપક દ્રવ્ય નથી તેનો એ પરિણામ-ધર્મ છે એમ માને છે. જેમ મન એ સર્વવ્યાપક નથી અને સ્પર્શાદિથી રહિત છે. અર્થાત્ મન એ દ્રવ્ય છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ નથી એવું માને છે. તેના નિરાસ–દૂર કરવા માટે સ્પર્શ, રસ, ગંધ અને રૂપ યુક્ત હોય તે મૂર્તિ એમ અવશ્ય કહેવું જોઈએ. વૈશેષિકોએ પૃથ્વી આદિમાં ચાર આદિ ગુણ કહ્યા છે તે અયુક્ત છે. વળી વૈશેષિકોએ પૃથ્વી આદિ દ્રવ્ય માન્યા છે. તેમાં પૃથ્વીમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, પાણીમાં રસ, રૂપ અને સ્પર્શ, અગ્નિમાં રૂપ અને સ્પર્શ, વાયુમાં સ્પર્શ આમ પૃથ્વી આદિમાં અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ગુણ કહ્યા છે. તે અયુક્ત છે. તેથી તેનો નિષેધ બતાવવા માટે આમ કહેવું જ જોઈએ કે પૃથ્વી આદિ બધાં પુદ્ગલ દ્રવ્યો છે. આથી તે બધા ચાર ગુણ એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શયુક્ત છે. આ બધી વિપ્રતિપત્તિઓ–વિવાદોનો ખ્યાલ કરીને જ ભાષ્યકાર કહે છે કે ભાષ્ય :- આ આદિ વિપ્રતિપત્તિઓના નિષેધ માટે અને વિશેષ વચનની વિવક્ષાથી આ (સૂત્ર-૨૩) કહેવાય છે. વિપ્રતિપત્તિનો અર્થ અને વિવેચન. ટીકા :- આ (વિપ્રતિપત્તિ) જેઓ(વિપ્રતિપત્તિઓ)ની આદિમાં હોય તે તાદ્રિ કહેવાય. “પુદ્ગલ શબ્દથી આત્મ કહેવાય છે” આ પહેલી વિપ્રતિપત્તિ છે. વિપ્રતિપત્તિનો વિગ્રહ આ પ્રમાણે છેકુત્સિતા પ્રતિપત્તિ: વિપ્રતિપત્તિઃ “નિન્દનીય જે સ્વીકાર તે વિપ્રતિપત્તિ કહેવાય.” તથા “સર્વવ્યાપક દ્રવ્ય સ્પર્ધાદિ રહિત છે”. આ બીજી વિપ્રતિપત્તિ છે. તેના નિષેધ માટે આ સૂત્રનો આરંભ છે. અને વળી, પૃથિવી આદિ દ્રવ્યો વિશેષ વચનોથી કહેવાને ઇષ્ટ છે કે–પૃથિવી આદિ એક એક દ્રવ્ય રૂપાદિ ચારથી યુક્ત છે.” Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે બે વિપ્રતિપત્તિના નિષેધ માટે તથા પૃથિવી આદિ પ્રત્યેક દ્રવ્ય સ્પર્ધાદિ ચારથી યુક્ત છે. આ વિશેષ વચનની વિવલાથી સૂત્રકાર મ. સૂત્ર રચે છે. પરસન્થવવન્તઃ પુના: | બ-૨રૂ . સૂત્રાર્થ:- પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. સૂત્રનિર્દિષ્ટ ક્રમની અપેક્ષા. ટીકા - સૂત્રમાં સ્પર્ધાદિનો જે ક્રમ રાખવામાં આવ્યો છે તે પૂર્વમાં નિર્દેશાવેલ ઇન્દ્રિયોના ક્રમની અપેક્ષાએ રાખવામાં આવ્યો છે. સ્પર્શની બલવત્તા સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ બલવાન હોવાથી અને સ્પર્શ ગુણ હોય તો રસાદિ ગુણોનો સદ્ભાવ હોય છે માટે પહેલા સ્પર્શનું ગ્રહણ કર્યું છે. મતલબ કે પાણી આદિ સ્પર્શવાળા હોવાથી પૃથ્વીની જેમ ચાર ગુણવાળા છે તેવી રીતે મન પણ પૃથ્વીના પરમાણુની જેમ સ્પર્શાદિ ચાર ગુણવાળું છે, કેમ કે મન સર્વવ્યાપક દ્રવ્ય નથી. મન સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે તે બતાવવું અનુમાન મન (પક્ષ) સ્પર્ધાદિ સ્પર્ધાદિ ગુણવાળું (સાધ્ય) અસર્વગતદ્રવ્યત્વ (હેતુ) પૃથ્વી પરમાણુ (દૃષ્ટાંત) આ અનુમાન કરીને મન સ્પશદિવાળું છે એમ સિદ્ધ થાય છે. સૂત્રમાં રહેલ સ્પર્ધાદિનો સમાસ. સૂત્રમાં રહેલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ બધાનો દ્વન્દ સમાસ કરવો. એટલે “સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ' આવો અર્થ થશે. સૂત્રમાં રહેલ મત્વર્થ પ્રત્યયની ચર્ચા. દ્વન્દ સમાસ કર્યા બાદ મત્વર્ગીય પ્રત્યય લગાડવો. અહીં મત્ય પ્રત્યય મતુર્ છે અને આ પ્રત્યય સંબંધની અપેક્ષાવાળો છે. તે સંબંધ આ રીતે છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયોને પ્રાપ્ત થયેલાં જે પુગલો છે તે સ્પર્શારિરૂપે ઉપપત્ન–પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્પર્શેન્દ્રિયની સાથે સંબંધવાળાં પુદ્ગલો સ્પર્શાદિ આકારથી પ્રાપ્ત થાય છે. ૧. સર્જન-સન-ગણ-વધુઃ-શ્રોત્રાણ તત્ત્વાઅ. ૨ / સૂ૦ ૨૦. ૨. પર્શશ રસ અશ્વશ વશ-પરસાન્જવળf: I 3. स्पर्शरसगन्धवर्णाः एषां अस्ति इति स्पर्शरसगन्धवर्णवन्तः । Page #176 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૩ ૧૬૭ અથવા અહીં મામ્ પ્રત્યય નિત્યયોગમાં છે. એમ કહીએ તો પુદ્ગલો હંમેશા સ્પર્શાદિ ગુણોથી યુક્ત હોય છે કેમ કે ઇન્દ્રિયો સાથે સંબંધ થયા પહેલા પણ પુદ્ગલો સ્પશદિ આકાર-પર્યાયને ભજનારાં હતાં. ભાષ્ય - જેથી આ પ્રમાણે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ લક્ષણવાળાં પુદ્ગલો હોય છે. સ્પશદિ શબ્દોની વ્યુત્પત્તિ ટીકા :- સ્પર્શાદિ સર્વે કર્મસાધન છે. પૃશ્યતે ય ર :, જે સ્પર્શાય તે સ્પર્શ કહેવાય. આ કર્મસાધન કહેવાય. આ રીતે “ રતે', “પ્રાયતે', “વતિ : : : ૫, વ: આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવી. એટલે જે સ્પર્શાય, સ્વાદ કરાય, સૂંઘાય, જોવાય અર્થાત્ જે સ્પર્શનો વિષય બને, રસનો વિષય બને, ગંધનો વિષય બને, રૂપનો વિષય બને તે પુદ્ગલો છે આવો અર્થ થાય છે. ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ.. ભાષ્યમાં ટૂંતિ શબ્દ “જે કારણથી' એ અર્થમાં છે એટલે “જે કારણથી આ પ્રમાણેના લક્ષણવાળાં પુદ્ગલો છે. આ પ્રમાણે અર્થ કરાય છે. તેથી જીવો એ પુદ્ગલ શબ્દથી વાચ્ય નથી. અર્થાત્ જીવોને પુદ્ગલ કહેવાય નહીં. સ્પશદિ પુદ્ગલ દ્રવ્યથી ભિનાભિન છે. વળી પરમાણુ આદિમાં રહેલા આ સ્પર્ધાદિ ગુણો પરમાણુ આદિથી જે રીતે ભિન્ન છે અને અભિન્ન છે તે રીતે “પપર્યાયવદ્ દ્રવ્યમ્' (૩૭) આ સૂત્રમાં પ્રતિપાદન કરાશે. વિજ્ઞાનવાદી તરફથી પૂર્વપક્ષ. પૂર્વપક્ષ - વિજ્ઞાનથી ભિન્ન કોઈ સ્પર્શાદિ ગુણવાળાં પુદ્ગલો નથી. જેમ સ્વપ્નમાં બાહ્ય પદાર્થની અપેક્ષા રહેતી નથી, અર્થાત્ પદાર્થ રહે કે ન રહે પણ સ્વપ્નમાં જેમ અવભાસ થાય છે તેમ બાહ્ય પદાર્થની અપેક્ષા રાખ્યા વિના વિજ્ઞાન જ તે પ્રમાણે ભાસે છે. વિજ્ઞાનવાદીનું વક્તવ્ય અનુભવવિરુદ્ધ છે. ઉત્તરપક્ષ - હે વાદી ! અનુભવથી વિરુદ્ધ હોવાથી અર્થાત્ અનુભવનો વિરોધ આવતો હોવાથી તારી આ યુક્તિ યુક્તિથી રિક્ત (રહિત) છે. કારણ કે દેશનો-વિભાગનો વિચ્છેદ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા અનુભવના કારણે નીલ, પીતાદિરૂપ પદાર્થ બહાર આવભાસમાન થતો દેખાય છે. બુદ્ધિમાં રહેલો બાહ્યાર્થ આકાર ભાયમાન થાય છે એ સ્વાનુભાવ સિદ્ધ છે. તેનો અપલાપ કરી શકાય નહીં, અને જ્યારે જ્ઞાનથી જાણી શકાય એવું અર્થનું સ્વરૂપ ભાસમાન થાય છે તો તે પદાર્થ નથી એમ કેવી રીતે કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. આ રીતે વિજ્ઞાનવાદીનું વક્તવ્ય અનુભવ વિરુદ્ધ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાર્થ સૂત્ર સ્વપ્નદૃષ્ટાંતની અસંગતતા વળી સ્વપ્નનું જે ઉદાહરણ આપ્યું છે તે બંધબેસતું નથી. કેમ કે સ્વપ્નમાં તો વિપરીત દર્શન થાય છે અને જાગ્રત અવસ્થામાં અવિપરીત દર્શન થાય છે માટે સ્વપ્નનું દષ્ટાંત બરાબર નથી. બાહ્યર્થ નિરપેક્ષ વિજ્ઞાન માનવામાં પ્રમાણ અને પ્રમાણાભાસનો ભેદ બની શકશે નહિ. વળી બાહ્યા નિરપેક્ષ વિજ્ઞાન થાય છે એમ જો માનવામાં આવે તો પ્રમાણ અને પ્રમાણાભાસમાં કોઈ ભેદ નહીં રહે કેમ કે બાહ્યર્થને લઈને જ પ્રમાણ અને પ્રમાણાભાસ થાય છે. દા. ત. સાપને જોતાં “આ સાપ છે' આવું જે જ્ઞાન થાય છે તે પ્રમાણરૂપ છે અને રજુને જોતાં આ સાપ છે' આવું રજ્જુમાં જ્ઞાન થાય છે તે પ્રમાણાભાસ છે. પ્રમાણ અને પ્રમાણાભાસ બંને બાહ્ય પદાર્થને લઈને થાય છે. તું તો બાહ્યર્થ નિરપેક્ષ વિજ્ઞાન માને છે એટલે તારા મતમાં પ્રમાણ અને પ્રમાણાભાસ આવો કોઈ ભેદ રહેશે નહિ. પ્રમાણ અને પ્રમાણાભાસની આપત્તિનું વિશદીકરણ. વળી પ્રમાણ અને પ્રમાણાભાસનું લક્ષણ જુદું છે. વસ્તુના સ્વલક્ષણને ગ્રહણ કરનારું જ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણ છે અને અર્થાન્તરના વિકલ્પથી પ્રવર્તતું જ્ઞાન એ પ્રત્યક્ષાભાસ છે. આમ પ્રત્યક્ષપ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણાભાસ બેનો ભેદ પડે છે તે તો તારા મતે નહીં પડી શકે. માટે વિજ્ઞાન બાહ્યાર્થ નિરપેક્ષ છે એમ હું માને છે તે બરાબર નથી પરંતુ વિજ્ઞાન બાહ્યર્થના સ્વરૂપના જેવું હોવાથી સાકાર છે. નિરાકાર વિજ્ઞાનમાં સર્વજ્ઞ અને અસર્વશની આપત્તિ.... જો વિજ્ઞાનનો નિરાકાર અર્થાતુ બાહ્યર્થ નિરપેક્ષ માનવામાં આવે તો “પ્રત્યાસત્તિ વિપ્રકર્ષાભાવાત્' એટલે સંબંધ થતો નહીં હોવાથી અર્થાત્ બાહ્ય પદાર્થો સાથે ઇન્દ્રિયોનો સંનિકર્ષ નથી તેથી ક્યાં તો સર્વ પદાર્થોનું ગ્રહણ થવું જોઈએ ક્યાં તો અગ્રહણ થવું જોઈએ ! મતલબ એ છે કે પદાર્થની સાથે સંબંધ થયા વગર બાહ્યર્થ નિરપેક્ષ જ વિજ્ઞાન થાય તો બધા સર્વજ્ઞ બનવા જોઈએ અને ક્યાં તો બધા અસર્વજ્ઞ રહેવા જોઈએ ! જો કે આવું તો છે નહીં કે બધા સર્વજ્ઞ હોય કે બધા અસર્વજ્ઞ હોય. માટે બાહ્યાર્થ નિરપેક્ષ વિજ્ઞાન હોઈ શકે નહીં. આથી ગ્રાહક વિશેષથી જ ગ્રાહ્યનો સાક્ષાત્કાર થાય છે. અર્થાત જ્ઞાનવિશેષથી જ શેયનો સાક્ષાત્કાર થાય છે. મતલબ જ્ઞાનવિશેષથી જ જ્ઞાનગ્રાહ્ય અર્થનું સ્વરૂપ જણાય છે–સ્વરૂપ પ્રકાશિત થાય છે. આ વાત માનવામાં ન આવે તો અર્થજ્ઞાન પણ નહીં થાય. કારણ કે “આ ઘટ છે.', “આ પટ છે” આવો જે વ્યવહાર થાય છે એ ઉપકારના પ્રભાવથી થાય છે. ઉપકાર એ જન્ય-જનક ભાવ સિવાય બની શકે નહીં. દા. ત. “આ ઘટ છે' આવો જે વ્યપદેશ (વ્યવહાર) છે તેમાં ઘટાદિનો ઉપકાર છે. આ ઘટાદિનો ઉપકાર ત્યારે જ બને કે ઘટ અને ઘટ વ્યપદેશનો જન્યજનક ભાવ હોય ! અર્થાત ઘટ વ્યપદેશનો જનક ઘટ છે અને ઘટ વ્યપદેશ એ જન્ય છે. આમ Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૩ ૧૬૯ જન્યજનક ભાવ હોય તો જ વ્યપદેશમાં બાહ્યાર્થનો ઉપકાર નિમિત્ત બની શકે. અર્થાત્ બાહ્યાર્થ માનવામાં આવે તો જ વિજ્ઞાન બની શકે. બાહ્યાર્થ શૂન્ય વિજ્ઞાન હોઈ શકે નહીં. હવે આ પ્રસંગથી સરો... આપણે આપણી ચાલુ વાત ચલાવીએ. ભાષ્ય :- તેમાં કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ આ પ્રમાણે આઠ પ્રકારનો સ્પર્શ છે. તિક્ત, કટુ, કષાય, અમ્લ, મધુર આ પાંચ પ્રકારે રસ છે. સુરભિ અને અસુરભિ બે પ્રકારની ગંધ છે. કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ આ પાંચ પ્રકારે વર્ણ છે. અને વળી બીજું... ટીકા :- સ્પર્શાદિના સ્થૂલ ભેદો સ્પર્શદિના અનંત પર્યાયો હોવા છતાં મૂલ ભેદની પ્રસિદ્ધિ માટે આ પ્રક્રિયા કરાય છે. આ આઠ પ્રકારનો સ્પર્શ વિદ્વાનો, અંગનાઓ અને બાલાદિમાં પ્રસિદ્ધ છે. તો પણ સારી રીતે પ્રયોગ કરનારાઓ વડે સ્પર્શાદના લક્ષણનો પ્રકાશ કરાય છે. સ્પર્શ : ૧. (૧) નમી ન પડે એવી વસ્તુનો અર્થાત્ નમનશીલ નહિ એવો જે સ્પર્શ તે કઠિન (૨) સોન્નતિરૂપ જે સ્પર્શ તે મૃદુ (૩) નીચે જવામાં હેતુરૂપ જે સ્પર્શ તે ગુરુ (૪) પ્રાયઃ કરીને તિળું અને ઊંચે જવામાં હેતુરૂપ જે સ્પર્શ તે લઘુ (૫) સ્પષ્ટ કરનાર અને થોભાવવાના સ્વભાવવાળો જે સ્પર્શ તે શીત (૬) મૃદુતા (નરમાશ) કરનાર, પાક કરનાર જે સ્પર્શ તે ઉષ્ણ (૭) સંયોગ હોય તો સંયોગ પામનારાઓના બંધનું કારણ જે સ્પર્શ તે સ્નિગ્ધ (૮) તે જ પ્રમાણે બંધ નહિ થવામાં કારણ જે સ્પર્શ તે રૂક્ષ ભાષ્યમાં ‘રૂતિ' શબ્દ છે તે સ્થૂલરૂપે સ્પર્શના આટલા જ ભેદ છે એને બતાવનાર છે. અહીં એક વિશેષ વાત જાણવા જેવી છે કે— અણુઓમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ આ ચાર સ્પર્શ જ સંભવે છે. સ્કંધોમાં તો આઠેય સ્પર્શ યથાસંભવ—જેટલા સ્પર્શોનો સંભવ હોય તેટલા કહેવા જોઈએ. સ્પર્શમાં આ પ્રમાણે ઉદાહરણ છે. કઠિન—પથ્થરમાં, મૃદુ—હંસ અને મોરના પીંછામાં, ગુરુ—વજમાં, લઘુ—આકડાના રૂમમાં, શીત—બરફમાં, ઉષ્ણ—અગ્નિમાં, સ્નિગ્ધથીમાં, રૂક્ષ—રાખમાં. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ રસ : તત્ત્વાર્થ સૂત્ર (૧) શ્લેષ્મ-કફને શમન કરનાર જે રસ તે તિક્ત (કડવો) (૨) શ્લેષ્મનો ભેદ કરવામાં પટુ—કુશળ જે રસને કટુ (તીખો) (૩) ખાવાની રુચિને અટકાવનાર જે રસ તે કષાય (તૂરો) (૪) આશ્રવણ—કાન સુધી ભીનું કરનાર, કાનને ભીંજવનાર જે રસ તે અમ્લ (ખાટો) (૫) આહ્લાદ અને પુષ્ટિ કરનાર, આનંદને વધારનાર જે રસ તે મધુર કેટલાક લવણ રસનો મધુર રસમાં અંતર્ભાવ કરે છે અને કેટલાક કહે છે કે સંસર્ગથી ઉત્પન્ન થાય છે પણ સ્વતંત્ર નથી અર્થાત્ પાંચ રસના મિશ્રણરૂપ માને છે. ગંધ : ચંદન, ઉશીર અને કેસર આદિથી પેદા થયેલી ગંધ એ સુરભિ-સુગંધ છે. લસણ અને વિષ્ઠા આદિની જે ગંધ તે અસુરભિ-દુર્ગંધ છે. જે સન્મુખ કરે અને વિમુખ કરે એવી જે ગંધ છે તે સાધારણ ગંધ છે એમ ગંધનો ત્રીજો પ્રકાર કેટલાક માને છે. પરંતુ તે બરાબર નથી. કેમ કે બંનેને અંદર લઈ લેવાય છે. અર્થાત્ ક્યાં તો સુરભિમાં સમાવેશ થાય, ક્યાં તો અસુરભિમાં સમાવેશ થાય. વર્ણ ઃ કૃષ્ણાદિ વર્ણો ક્રમથી અંજન, શુક, પત્ર, રુધિર, કાંચન, શંખાદિમાં વિચારવા જોઈએ. (૧) અંજનમાં કૃષ્ણ વર્ણ, (૨) પોપટના પીંછામાં લીલો, (૩) લોહીમાં લાલ, (૪) સુવર્ણમાં પીળો અને (૫) શંખ આદિમાં શુક્લ વર્ણ હોય છે. કાલરચીતરાદિ વર્ણો એકબીજા વર્ણના સંસર્ગથી—મેળાપથી થાય છે. દ્રવ્યનયના અભિપ્રાયે સ્પર્શોદિ.. આ રીતે સ્પર્શેન્દ્રિય આદિ ઇન્દ્રિયોને પ્રાપ્ત થયેલ દ્રવ્ય જ સ્પર્શાદિના ભેદથી જુદું પડે છે. કેમ કે દ્રવ્યમાં અનેક શક્તિઓ રહેલી છે. આવો દ્રવ્યનયનો અભિપ્રાય છે. પર્યાયનયના અભિપ્રાયે સ્પર્શોદિ... પર્યાય નયના અભિપ્રાયે સ્પર્શાદિ જ છે પણ દ્રવ્ય નથી. કેમ કે સ્પર્શાદિનું ગ્રહણ થાય નહીં તો સ્પર્શદિની બુદ્ધિ થાય નહિ. પૂરું ભાષ્યકાર મ૰ ભાષ્યમાં વિષ્ણુ અન્યત્ આ પદ દ્વારા નવા સૂત્રની સાથે સંબંધ બતાવે છે તે આ પ્રમાણે— ૧. રસમાં આ પ્રમાણે ઉદાહરણ છે—તિક્ત—મરચા આદિમાં, કટુ—નાગર (સૂઠ)વગેરેમાં, કષાય— કાચા કોઠ આદિમાં, અમ્લ—આંબળા આદિમાં, મધુર—સાકર આદિમાં.. Page #180 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૪ ૧૭૧ દ્રવ્યના સંપૂર્ણ ધર્મનો નિર્દેશ ન હોવાથી અર્થાત્ આ ચાલુ (૨૩મા) સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના બધા ધર્મો બતાવ્યા નથી. માટે વિશ્વ અન્યત્ આ પદ વડે બીજા પણ ધર્મો છે એ બતાવવું છે. અર્થાત્ પુદ્ગલોના કેવલ સ્પર્માદિ જ ધર્મો નથી, શબ્દાદિ બીજા પણ ધર્મો છે એ બતાવવા માટે આ નવા ૨૪મા સૂત્રની રચના કરે છે. શબ્દ-વન્ય- -સૌમ્ય-શ્રૌત્ય-સંસ્થાન-ભેટ્तमश्छायातपोद्योतवन्तश्च ॥ ५-२४ ॥ સૂત્રાર્થ :- પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત ધર્મવાળા છે. ટીકા :- સૂત્રમાં દ્વન્દ્વ સમાસવાળા શબ્દાદિ પુદ્ગલના પરિણામ છે. એ બતાવવા માટે મતુમ્ પ્રત્યયથી નિર્દેશ કરાયો છે. વળી સૂત્રમાં જે હૈં મૂકવામાં આવ્યો છે તે પુદ્ગલના અનુકર્ષણ માટે છે. એટલે પૂર્વસૂત્રમાં સ્પર્શરસ, ગંધ અને વર્ણવાળાં પુદ્ગલો છે એમ કહ્યું તે પુદ્ગલો શબ્દાદિ ધર્મવાળા પણ છે આવો અર્થ થાય માટે અહીં પણ ‘પુદ્ગલ’ શબ્દને ગ્રહણ કરવા માટે ૬ મૂક્યો છે. ભાષ્ય :- તેમાં શબ્દના છ પ્રકાર છે. (૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) શુશિષર, (૫) સંઘર્ષ, (૬) ભાષા. ટીકા :- ર્ એટલે તે શબ્દાદિ પુદ્ગલ પરિણામો છે તેમાં શબ્દ નીચે બતાવાશે તેવા સ્વરૂપવાળો છે. શબ્દનું લક્ષણ... વિવક્ષાના કારણે અન્વય અને વ્યતિરેકથી, પ્રધાન-ગૌણ ભાવે સામાન્ય અને વિશેષ આ ઉભય સ્વરૂપવાળા અર્થને કહેનાર, પ્રત્યેક અર્થમાં નિયત અને સંગત એવો વર્ણાદિ વિભાગવાળો જે ધ્વનિ છે તે જ શબ્દ છે. ‘જ' કારથી સ્ફોટનો નિષેધ કરે છે. અર્થાત્ સ્ફોટ એ શબ્દ નથી. (મતલબ, શબ્દોના ચોક્કસ અર્થ હોય છે. શબ્દ અનેક અર્થવાળો હોવા છતાં ઉપયોગ કરનારની વિવક્ષાથી અમુક અર્થ મુખ્ય કરવામાં આવે છે. આમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ જે ૧. अष्टविधासु वर्गणासु भाषायोग्या या वर्गणा तदात्मकपरमाणुभिरारब्धो यो मूर्तिमानकारादिस्स वर्ण इत्यर्थः । ..... ननु स्वार्थप्रत्यायनशक्तिमानेव शब्दोऽत्र विवक्षितेन तादृक् शब्दत्वं वर्णे निरर्थकत्वादित्याशङ्कायामाह .... घटादिसमुदायघटका वर्णाः प्रत्येकमर्थवन्तः तद्व्यत्ययेऽर्थान्तरगमनात् तस्य व्यत्यये हि राक्षसाः साक्षरा इत्यादावर्थान्तरगमनं दृश्यते तस्मादवश्यं वर्णा अर्थवन्तः, उपलक्षणोऽयं हेतुस्तेन वर्णत्वाद्धातुप्रत्ययनिपातवत् वर्णविशेषानुपलब्धौ पूर्वदृष्टार्था सम्प्रत्ययात् यथा प्रतिष्ठत इत्यत्र प्रशब्दानुपलब्धौ प्रस्थानरूपस्यार्थस्यासम्प्रत्ययादित्यादयो हेतवोऽत्र संगृह्यन्ते । तत्त्वन्याय० पृ० ४१० Page #181 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૧૭૨ અર્થ છે તેને કહેનાર છે. પણ આ અર્થનો બોધ ત્યારે થાય કે વર્ણાદિનો પરસ્પરનો બરાબર સંબંધ રખાતો હોય. આવો જે ધ્વનિ છે તે જ શબ્દ છે.) શબ્દનું લક્ષણ બતાવતાં જે ત્રણ વિશેષણ બતાવ્યાં કે—(૧) પ્રત્યેક અર્થમાં નિયત, (૨) સંગત (૩) વદિ વિભાગવાળો ધ્વનિ તે શબ્દ કહેવાય છે તો તે ત્રણ વિશેષણોને સ્પષ્ટ રીતે સમજી લઈએ. પ્રત્યેક અર્થની સાથે શબ્દનું નિયતપણું... અનાદિ કાળથી ચાલી આવેલી વૃદ્ધોથી પરંપરાથી જે સંકેતની પ્રસિદ્ધિ છે તેનાથી શબ્દનું દરેક અર્થની સાથે નિયતપણું છે. દા. ત. કંબુગ્રીવાદિમાનને ‘ઘટ' શબ્દથી કહેવો. આ ઘટ શબ્દનો કંબુગ્રીવાદિમાનમાં સંકેત કહેવો. તે આ સંકેત અનાદિ વૃદ્ધ પરંપરાથી ચાલ્યો આવે છે. એટલે કંબુગ્રીવાદિમાન અર્થની સાથે ઘટ શબ્દનું નિયતપણું છે. આવી રીતે બધા શબ્દો અને અર્થનું નિયતપણું સમજી લેવું. શબ્દમાં સંગતત્વનું નિરૂપણ... જેમ શિબિકાને ઉઠાવનારા પુરુષોનું કાર્ય એક છે અને પરસ્પર અપેક્ષા રાખતા તેઓ શિબિકાને વહન કરે છે. આમ શિબિકાને વહન કરવારૂપ એક કાર્ય કરવાપણા વડે એકબીજાની એકબીજા અપેક્ષા રાખતા હોવાથી શિબિકા વહન સંગત રીતે થાય છે. તેવી રીતે પરસ્પરની અપેક્ષાથી જે શબ્દનો જે અભિધેય અર્થ હોય તેની સાથે એક કાર્ય કરવા વડે સંગતપણું છે. દા. ત. ઘટ શબ્દમાં ‘ઘ' અને ‘ટ’ આ બે અક્ષરો છે. આ બંને પરસ્પર અપેક્ષા રાખતા હોવાથી કંબુગ્રીવાદિમાન એક પદાર્થના અભિધાયક બને છે. શબ્દના વિભાગ... વર્ણ, પદ અને વાક્યો આ વિભાગ છે. આ ત્રણ વિશેષણવાળો ધ્વનિ જ શબ્દ છે અને આ શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય બને છે. આવા સ્વરૂપવાળો જ શબ્દ છે પણ શાલાતુરીય-પાણિનિ મતને અનુસરનારાઓએ કલ્પેલો સ્ફોટ નથી. તેઓનો મત આ પ્રમાણે છે કે— ઉચ્ચરેલ ધ્વનિ સ્ફોટને અભિવ્યક્ત કરે છે, અને તેની અભિવ્યક્તિથી અર્થનો બોધ થાય છે. મતલબ શબ્દનું ઉચ્ચારણ કરીએ એટલે સ્ફોટ સ્પષ્ટ થાય છે અને તે સ્ફોટથી અર્થનું જ્ઞાન થાય છે. ૧. વૈયાકરણોએ સ્ફોટ એટલા માટે માન્યો છે કે બધા વર્ણ ભેગા થઈને વાચક બને છે કે પ્રત્યેક વર્ણ વાચક છે ? જો પ્રત્યેક વર્ણ વાચક છે તો બીજા વર્ણો નિરર્થક થશે, અને જો બધા વર્ણો ભેગા થઈને વાચક બને છે એમ માનીએ તો પણ ઠીક નથી. કેમ કે બધા વર્ણોની ઉત્પત્તિ સાથે થતી નથી, માટે વર્ણથી જુદો સ્ફોટ છે અને તે વાચક છે. આ સ્ફોટ વર્ણથી અભિવ્યગ્ય છે. - मुक्तावली Page #182 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૪ ૧૭૩ સ્ફોટ અભિવ્યજ્યમાન મનાય તો અનિત્ય સિદ્ધ થાય. તેમનો આ મત બરાબર નથી. કેમ કે તેમનું આ જે નિરૂપણ છે એનાથી તો સ્ફોટ એ અનિત્ય સિદ્ધ થાય છે જે અભિવ્યજ્યમાન–પ્રગટ થતો હોય છે તે અનિત્ય હોય છે, જેમકે – મૂળ, કીલ, ઉદક એ બધા અભિવ્યજ્યમાન છે તો તેમનો વિનાશ છે. આ રીતે અભિવ્યજ્યમાન હોવાથી સ્ફોટ એ અનિત્ય થશે. વળી બીજા હેતુ દ્વારા પણ સ્ફોટની અનિત્યતા સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે જેમ દીપક એ અર્થની પ્રતીતિનો હેતુ છે તો અનિત્ય છે તેમ સ્ફોટ એ પણ અર્થની પ્રતીતિનો હેતુ છે માટે સ્ફોટ પણ અનિત્ય સિદ્ધ થશે. આથી શબ્દના ઉચ્ચારણથી સ્ફોટ અભિવ્યક્ત થાય છે અને એનાથી અર્થની પ્રતીતિ થાય છે આ મત ઠીક નથી. હવે જો સ્ફોટને નિત્ય માનવામાં આવે તો પ્રદીપાદિ દષ્ટાંત નહીં બની શકે. કેમ કે પ્રદીપાદિ અનિત્ય છે અને સ્ફોટ નિત્ય છે. છે. તેથી સ્ફોટને અનિત્ય માનશો તો જ અભિવ્યંજકની સિદ્ધિ માટે પ્રદીપ દાંત બની શકે ! હવે આ દોષથી ડરીને જો એમ કહેવામાં આવે કે ધ્વનિ સ્કોટની અભિવ્યંજક નથી કેમ કે ધ્વનિનો ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થાય છે. જેમ ગંધ એ ચક્ષુથી જુદી ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તો તે ગંધ અભિવ્યંજક નથી તેમ ધ્વનિ-શબ્દ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે માટે ધ્વનિ સ્ફોટની અભિવ્યંજક બની શકે નહિ. ધ્વનિ એ અચાક્ષુષ પ્રત્યક્ષ છે. અર્થાત્ ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયોથી ધ્વનિનો પ્રત્યક્ષ થાય છે. જેમ ગંધનો પ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિયથી થાય છે તેથી ગંધ એ કોઈની અભિવ્યંજક નથી તેમ ધ્વનિ પણ અચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી સ્ફોટની અભિવ્યંજક નથી. ધ્વનિ (પક્ષ) સ્ફોટાનભિવ્યંજકત્વ (સાધ્ય) અચાક્ષુષપ્રત્યક્ષ–ાત્ (હેતુ) ગંધવત્ (દષ્ટાંત) આમ અનુમાન દ્વારા ધ્વનિ એ સ્ફોટની અભિવ્યંજક નથી એમ સિદ્ધ થાય છે. આથી ધ્વનિરૂપ શબ્દ એ સ્મૃતિનું કારણ છે. કેમ કે પહેલાં વિદ્વાન્ પાસેથી લીધેલા સંકેત બધા શબ્દોના અર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ધ્વનિરૂપ શબ્દથી પૂર્વમાં સંકેતથી જે અર્થનું જ્ઞાન મેળવેલું છે તેનું સ્મરણ થાય છે. એટલે શબ્દથી થતું જે જ્ઞાન છે તે સ્માર્ત એટલે સ્મૃતિજન્ય છે અથવા સ્મૃતિ વિષયક છે. હવે અન્યાપોહવાદી' કહે છે કે–શબ્દનો અર્થ અન્યાપોહ જ છે. અન્ય–બીજાને, ૧. બૌદ્ધોનું કહેવું છે કે શબ્દ ને અર્થનો કશો સંબંધ નથી. કેમ કે અર્થ હોય છે ત્યારે જે શબ્દો જોયેલા છે તે શબ્દો અર્થનો નાશ થઈ ગયો હોય કે ઉત્પન્ન થવાનો હોય તો પણ દેખાય છે. જેના ન હોવા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાર્થ સૂત્ર અપોહ–દૂર કરવો. અન્યાપોહ એટલે બીજાને દૂર કરવો. આ કેવલ નિષેધ બને છે. કેવલ અન્યાપોહ શબ્દનો અર્થ બની શકે નહિ. વિધિની અપેક્ષા રાખ્યા વગરના વ્યતિરેક એટલે નિષેધ અપ્રસિદ્ધ છે. મતલબ કે વિધિ સિવાય નિષેધ બની શકતો નથી, તેમ નિષેધ નિરપેક્ષ વિધિ હોતો નથી. આ બંને પરસ્પર અપેક્ષિત છે. પરસ્પર અપેક્ષાવાળા અન્વય-વિધિ, અને વ્યતિરેક-નિષેધથી સર્વત્ર અર્થનો અવબોધ થાય છે. માટે વ્યતિરેક-નિષેધનું જ પ્રાધાન્ય કહેવું એ અયુક્ત છે. આમાં દત્તક ભિક્ષુનું પ્રમાણ છે કે – અર્થાન્તરને દૂર કરવા પૂર્વક સ્વાર્થને કહેનારને શબ્દ કહેવાય છે.” અર્થાત શબ્દ બીજા અર્થને દૂર કરવા પૂર્વક પોતાના અર્થનો બોધ કરાવે છે. એટલે વિધિ સાપેક્ષ નિષેધ છે. આ દત્તક ભિક્ષુકે આપેલ પ્રમાણની પંક્તિમાં રહેલા “દિ શબ્દનો અર્થ “યસ્માતું' છે. “જે કારણથી શબ્દ બીજા અર્થને દૂર કરતો પોતાના અર્થનો બોધ કરાવે છે.” આ પ્રમાણે અર્થ થાય. જેમ “વૃક્ષ' શબ્દ છે તે વૃક્ષથી જુદા બીજા અર્થોનો અપોહ કરતો અર્થાત્ અવૃક્ષની નિવૃત્તિ અને સ્વાર્થે પુર્વનું એટલે સ્વાર્થ-વૃક્ષ છે તેનો બોધ કરાવતો–વૃક્ષરૂપ સ્વાર્થને જણાવે છે. તાત્પર્ય એ છે કે નિવૃત્તિ વિશિષ્ટ વસ્તુ એ શબ્દાર્થ છે પણ અપોહમાત્ર–નિવૃત્તિમાત્ર શબ્દાર્થ નથી. શબ્દનો અર્થ નિવૃત્તિ માત્ર કરાય તો તે અવસુ બની જશે. મતલબ કે નિષેધપૂર્વકનું વિધાન એ શબ્દાર્થ છે પણ નિવૃત્તિમાત્ર તો અર્થ બની શકે જ નહીં. કેમ કે નિવૃત્તિમાત્રનો તો પરિચય થાય તેમ જ નથી. જેમ ખરવિષાણનો અભાવ છે. અર્થાત્ ગધેડાનું શીંગડું એ કોઈ વસ્તુ જ નથી તો તેનું કોઈ વર્ણન કરે કે ગધેડાનું શીંગડું કુષ્ઠ છે, તીક્ષ્ણ છે. એ કેવી રીતે બને ? અવસ્તુ હોવાથી તેનો આવો પરિચય આપી શકાતો નથી. તેવી જ રીતે નિવૃત્તિમાત્ર જો શબ્દાર્થ હોય તો તે અવસ્તુ બની જાય છે અને તેથી તે લક્ષ્ય બની શકતો નથી. માટે અન્યાપોહમાત્ર શબ્દાર્થ નથી. છતાં પણ જે દેખાય છે તે તેની સાથે બંધાયેલ નથી તેમ અર્થ ન હોવા છતાં પણ શબ્દો દેખાય છે માટે શબ્દો અર્થના પ્રતિપાદક નથી. અન્યાપોહ માત્રને કહેનારા શબ્દો છે. किन्त्वन्यापोहमात्राभिधायका इति चेन्नार्थवतश्शब्दात्तद्रहितस्य शब्दस्यान्यत्वात्, न चान्यस्य व्यभिचारेऽन्यस्यापि व्यभिचारो भवितुमर्हति, गोपालघटिकादिधूमस्याग्निव्यभिचारोपलम्भेन पर्वतादिप्रदेशवर्तिनोऽपि वन्यगमकत्वापत्तेस्तथा च कार्यहेतवे जलाञ्जलिर्दत्ता स्यात् किञ्च प्रतीतिविरोधोऽपि स्याच्छब्दस्यान्यापोहाभिधायकत्वे गवादिशब्देभ्यो विधिरूपतयाऽर्थप्रतीतेः, अन्यनिषेधमात्राभिधायकत्वे च तेन सानादिमतोऽर्थस्य प्रतीत्यनापत्त्या ततस्तद्बोधो न स्यात्, न चैकस्य गोशब्दस्य बुद्धिद्वयजनकत्वान्न दोष इति वाच्यम्, एकस्य शब्दस्य युगपद्बुद्धिद्वयजनकत्वस्यादर्शनात् । तत्त्वन्यायविभाकरे पृ० ४०६ Page #184 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ ૧૭૫ અહીંયાં શબ્દનો અર્થ અન્યાપોહ કહેનાર બૌદ્ધને કહેવામાં આવે છે કે નિવૃત્તિવિશિષ્ટવસ્તુ એ શબ્દનો અર્થ છે તે પણ તારા મતમાં ઘટી શકતો નથી કેમ કે પહેલા વિધિથી ઘટનું જ્ઞાન થાય છે પછી અન્યાપોહ થાય છે તેમ નથી અને અન્યાપોહ કરીને પછી જુદા કાળમાં ઘટનું જ્ઞાન થાય છે તેમ પણ નથી. કેમ કે સર્વ ભાવો—પદાર્થો અત્યંત હ્રસ્વ અને ક્ષણિક છે અને તેથી જ જ્ઞાનનો વ્યાપાર અને ધ્વનિનો વ્યાપાર આમ બે વ્યાપારયુક્ત નથી. કેમ કે જ્યારે ધ્વનિનો વ્યાપાર છે ત્યારે જ્ઞાનનો વ્યાપાર નથી અને જ્ઞાનનો વ્યાપાર છે ત્યારે ધ્વનિનો વ્યાપાર નથી. આથી નિવૃત્તિવિશિષ્ટવસ્તુ એ અર્થ પણ ઘટી શકતો નથી. બૌદ્ધ :- સંતાનથી થશે. તે કહેવું અયુક્ત છે. કેમ કે સંતાન કોઈ પદાર્થ નથી. આમ તમારી માન્યતા ટકી શકતી નથી અને વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે— જો આ પ્રમાણે ઘટ અને અઘટનો બોધ એકસાથે થાય છે એમ સિદ્ધ થાય. કેમ કે ‘નિવૃત્તિવિશિષ્ટવસ્તુ’ આવો અર્થ કરવો હોય તો અન્ય વસ્તુનો અપોહ અને સ્વાર્થને બતાવવું બંને ક્રમથી તો બની શકતું નથી કારણ કે પદાર્થો ક્ષણિક છે. તેથી બંને એકસાથે થાય છે એ જ સિદ્ધ થાય છે. દા. ત. સ્વભાવ હોવાથી જેમ સૂર્યના ઉદયમાં અંધકારનો નાશ અને પોતાના સ્વરૂપનું પ્રકાશન બંને એકીસાથે થાય છે. એવી રીતે આ બંને વિધિ અને નિષેધ પણ એકસાથે થાય છે. એટલે ઘટ અને અઘટ બંનેનો બોધ એકસાથે થયો. તેમાં ઘટનો બોધ એ (સામાન્ય) અને અન્યાપોહ(વિશેષ) આ બંને એકીસાથે છે આવું તમારે માનવું પડશે. આમ સંતાનથી ઘટગ્રહણ અને અન્યાપોહ એકસાથે સિદ્ધ થયા એટલે વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે એવું તમારે વગર ઇચ્છાએ પણ માનવું પડશે. અન્વય (વિધિ) અને વ્યતિરેક (નિષેધ) બંને એક કક્ષાવાળા છે માટે વિધેય પણ પ્રધાન છે એમ માનવું પડશે. ધવ અને દિર આ બંને એકસાથે ગ્રહણ કરાયેલા હોવાથી પ્રધાન છે તેવી રીતે એકસાથે ગ્રહણ કરાયેલા અન્વય અને વ્યતિરેકમાં એક પ્રધાન છે અને એક ગૌણ છે આવી કલ્પના કરવી એ શ્રેયસ-કલ્યાણકારી નથી. અર્થાત્ ધવ અને દિર બંને જેમ પ્રધાન છે તેમ શબ્દનો સામાન્ય અર્થ પણ પ્રધાન છે અને વિશેષ અર્થ પણ પ્રધાન છે એમાં કોઈને ગૌણ કહેવો એ યુક્ત નથી. માટે જ ધવ અને ખદિરનું ઉદાહરણ આપ્યું છે. આ બેમાંથી એકને પણ ગૌણ કહી શકાય નહીં. નહીં તો દ્વન્દ્વ સમાસ બને નહિ. શંકા :- જો અન્વય-વિધિની પ્રધાનતા સ્વીકારવામાં આવે તો પ્રયત્નાનન્તરીયકત્વરૂપ હેતુ સપક્ષમાં વ્યાપ્ત નહીં થતો થકો જ અનિત્યત્વનો બોધ કરાવશે. શબ્દ (પક્ષ) અનિત્યત્વ (સાધ્ય) પ્રયત્નાનન્તરીયકત્વ (હેતુ) (દૃષ્ટાંત) Page #185 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્રયત્ન' સિવાય નહીં થતો હોવાથી શબ્દ એ અનિત્ય છે. આવું આપણે અનુમાન કરીએ છીએ. તેમાં સપક્ષ (દષ્ટાંત) ઘટ લઈએ. કેમ કે જેમ ઘટ એ પ્રયત્ન સિવાય નહીં થતો હોવાથી અનિત્ય છે તેમ શબ્દ એ પણ પ્રયત્ન સિવાય નહિ થતો હોવાથી અનિત્ય છે. ૧૭૬ હવે જે સપક્ષ ઘટ છે તે ઘટ શબ્દથી આપણને ઘટ અને અઘટ બંનેનો બોધ થશે. તો આપણો પ્રયત્ન સિવાય નહીં થતો હોવાથી આ હેતુ માત્ર ઘટમાં રહ્યો. અઘટરૂપ સપક્ષમાં આ હેતુ રહ્યો નહિ. કેમ કે અન્વયનો પ્રધાનપણે સ્વીકાર છે તેથી વ્યતિરેકરૂપ અઘટ સપક્ષમાં હેતુ રહેશે નહિ. આ રીતે અન્વયની પ્રધાનતા સ્વીકારતા હેતુ સપક્ષમાં વ્યાપ્ત બનતો નથી. સમાધાન :- આ શંકા પણ બરાબર નથી. કેમ કે આવું કહ્યું છે કોણે કે સપક્ષમાં વ્યાપ્ત હોય તો હેતુ સાધ્યનો ગમક બને છે અને સપક્ષમાં અવ્યાપ્ત હેતુ સાધ્યનો ગમક થતો નથી ? અર્થાત્ સપક્ષમાં હેતુ વ્યાપ્ત હોય કે ન હોય તે જોવાનું નથી પણ હેતુ અન્વય અને વ્યતિરેકી છે કે નહીં તે જ જોવાનું છે. આવું અમે માનતા જ નથી કે સપક્ષમાં વ્યાપ્ત હોય તો હેતુ ગમક બને છે, વ્યાપ્ત ન હોય તો ગમક બનતો નથી. અમે તો આટલું જ માનીએ છીએ, આટલું જ કહીએ છીએ કે અન્વય નિરપેક્ષ વ્યતિરેક ગમક થતો નથી. અર્થનો પ્રતિપાદક થતો નથી અને વ્યતિરેક નિરપેક્ષ અન્વય અર્થનો પ્રતિપાદક થતો નથી. પરસ્પરની અપેક્ષાવાળા હોય તો શિબિકાને વહન કરનારાઓની જેમ અન્વય અને વ્યતિરેક અર્થના પ્રતિપાદક બને છે. શિબિકાને વહન કરનારા જેટલા પુરુષો હોય તે બધા એકબીજાની અપેક્ષા રાખતા એ બધા જ પુરુષો શિબિકાને વહન કરવામાં પ્રધાન છે તેની જેમ પરસ્પર અપેક્ષા રાખતા હોય તો અન્વય અને વ્યતિરેક સર્વ ઠેકાણે પ્રધાન છે. અથવા ક્વચિત્ કોઈ ઠેકાણે વિવક્ષાના કારણે બેમાંથી એકની ગુણભાવ અને પ્રધાન ભાવની કલ્પના થાય છે. જેમ દ્વાદશશતિકામાં કહ્યું છે કે—“જે કહ્યું છે કે અપ્રસક્ત(જે પ્રસંગને પ્રાપ્ત નથી તે)નો નિષેધ શા માટે ? એકલો પ્રતિષેધ જ નથી કહેવાતો, પરંતુ તે વસ્તુનો કોઈ ભાગ અર્થાન્તરની નિવૃત્તિથી લોકમાં જણાય છે. જેમ ‘વિષાળિાત્ અનશ્વ: '‘શીંગડાવાળો હોવાથી અનશ્વ છે.’ આ દૃષ્ટાંતમાં અર્થાન્તર જે અશ્વ એની નિવૃત્તિથી વિષાનિત્વ શબ્દથી બળદ વગેરે જણાય છે—એટલે કે વસ્તુનો-પદાર્થનો કોઈ ભાગ બળદ વગેરે જણાય છે. એટલે આ પ્રતિષેધ માત્ર નથી કહેવાતો પરંતુ પ્રતિષેધ દ્વારા કોઈ વસ્તુની સિદ્ધિ કરાય છે અર્થાત્ વિશેષ બતાવાય છે. ૧. પ્રયત્નાનન્તરીયકત્વાત્ એટલે પ્રયત્ન સિવાય નહિ થતો હોવાથી પ્રયત્ન સિવાય શબ્દ ઉચ્ચારાતો નથી એટલે જ્યાં જ્યાં પ્રયત્ન છે ત્યાં ત્યાં શબ્દ છે. શબ્દનું ઉચ્ચારણ પ્રયત્ન સિવાય થતું નથી એટલે શબ્દની સાથે પ્રયત્નની વ્યાપ્તિ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૪ ૧૭૭ હવે તમે કહેશો કે આ તો અર્થથી આક્ષિપ્ત છે. અહીં વિશેષનો બોધ અર્થથી થાય છે કેમ કે વિષાણી શબ્દથી ઇંગવાળાનો બોધ થાય છે પણ અશ્વનો તો બોધ અર્થથી છે. આમ અહીં વિશેષ અર્થથી આક્ષિપ્ત-ગમ્ય છે. - તમારી આ વાત બરાબર નથી. વિશેષનો બોધ અર્થીક્ષિપ્ત નથી. કેમ કે “વિષmત્વાત્ નશ્વ:'. આમાં અનશ્વ–અશ્વ નિવૃત્તિનો બોધ કરાવનાર ‘અશ્વ' શબ્દનો પ્રયોગ છે. શબ્દપ્રયોગ વગર જે અર્થથી બોધ થાય તે અર્થગમ્ય કહેવાય. અર્થાત્ અનશ્વનો બોધ સાક્ષાત્ છે. શબ્દથી જેમ સામાન્ય કહેવાય છે તેવી રીતે વિશેષ પણ કહેવાય છે. માટે અહીંયાં બંને મુખ્ય છે. આથી સામાન્ય અને વિશેષ બંને અભિધેય છે. સામાન્ય (અન્વય) એ પણ મુખ્ય છે અને વિશેષ (વ્યતિરેક) એ પણ મુખ્ય છે. માટે શબ્દનો અર્થ સામાન્ય-વિશેષ ઉભય છે. તેથી શબ્દ સ્ફોટ નથી કે શબ્દનો અર્થ અન્યાપોહ માત્ર નથી પણ શબ્દનો અર્થ સામાન્યવિશેષ ઉભય છે. શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. કારણ કે એ મૂર્ત છે માટે પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે એમ સમજાય છે. હવે શબ્દમાં મૂર્તતા છે એ કેવી રીતે તે જોઈએ. શબ્દમાં મૂર્તતાની સિદ્ધિ બીજાં દ્રવ્યોમાં વિકાર પેદા કરવાનું સામર્થ્ય છે. અર્થાત્ શબ્દ બીજાં દ્રવ્યોમાં વિકાર પેદા કરે છે. પિપ્પલપાણી જેમ બીજા દ્રવ્યમાં વિકાર પેદા કરે છે તો તે મૂર્ત છે એની જેમ શબ્દ પણ મૂર્ત છે. આમ શબ્દમાં બીજા દ્રવ્યમાં વિકાર કરવાનું સામર્થ્ય છે. આથી શબ્દમાં મૂર્તતા છે. શબ્દમાં મૂર્તતા છે એ તો સિદ્ધ થયું પણ તેમાં દ્રવ્યાન્તરમાં વિકાર કરવાનું સામર્થ્ય છે એ કેવી રીતે સમજાય ? તેને દષ્ટાંતથી વિચારીએ. દ્રવ્યાન્તરવરત્વાન્ હેતુની સિદ્ધિ માટે દષ્ટાંત તાડન કરાતા ઢોલના તળિયે રહેલી કલિમ્બામાં પ્રકંપ થતો દેખાય છે, તથા શંખાદિનો અતિમાત્રામાં વધેલો અવાજ બહેરા કરે છે. આમ દ્રવ્યાન્તરમાં વિકાર કરવાનું સામર્થ્ય શબ્દમાં છે પણ અમૂર્ત એવા આકાશાદિમાં નથી. અર્થાત્ અમૂર્તમાં આ સામર્થ્ય નથી. માટે શબ્દ એ મૂર્તિ છે, અને મૂર્ત હોવાથી શબ્દ પુદ્ગલનો પરિણામ છે. એટલે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે. આ રીતે આપણે શબ્દ એ પુદગલદ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે એ મૂર્તવાતુ હેતુથી સિદ્ધ કર્યું. હજી પણ તેને સિદ્ધ કરતા બીજા હેતુઓ વિચારી લઈએ. પર્વતથી અથડાયેલો પથ્થર ઊલટી દિશામાં જાય છે. જે દિશામાં ફેંક્યો તે દિશામાં જતો નથી. પૂર્વમાં પર્વત હોય અને એની સામે પથ્થર અથડાય તો તે પશ્ચિમમાં જાય છે આથી પર્વતથી અથડાયેલા પથ્થરની જેમ શબ્દ વિરુદ્ધ–ઊલટી દિશામાં જતો હોવાથી પુગલદ્રવ્યનો પરિણામ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્ત્વાર્થ સૂત્ર વળી જેમ મકાનમાં બારી, બારણાં કે છિદ્ર હોય તો તડકો આવી શકે તેમ શબ્દ પણ દ્વારની અપેક્ષા રાખે છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. વળી અગુરૂધૂપની જેમ શબ્દમાં સંહારનું સામર્થ્ય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. વળી ઘાસ અને પાંદડાં જેમ વાયુની પ્રેરણાવાળાં છે અર્થાત જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં ઘાસ અને પાંદડાં વગેરે જાય છે તેમ શબ્દ પણ જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં જાય છે. માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. વળી દીપકનો પ્રકાશ જેમ બધી દિશામાં ગૃહીત થાય છે તેમ શબ્દ પણ સર્વ દિશાથી ગ્રહણ થાય છે–સર્વ દિશામાં સંભળાય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. વળી તારાનો સમૂહ જેમ સૂર્યના તેજથી અભિભૂત થાય છે તેમ શબ્દ પણ બીજા જોરદાર અવાજથી પરાજિત થાય છે માટે પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. વળી સૂર્યમંડળનો પ્રકાશ જેમ બીજાનો અભિભાવક છે એટલે બીજાના પ્રકાશને દબાવનાર છે તેમ એક શબ્દ (અવાજ) બીજા શબ્દને દબાવે છે કારણ કે આ વાત અનુભવસિદ્ધ છે કે મોટા શબ્દ(અવાજ)થી નાનો શબ્દ (અવાજ) દબાઈ જાય છે. આ પ્રતીત જ છે. તેથી શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે. આમ અનેક હેતુ દ્વારા શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો પરિણામ છે અર્થાત્ પુદ્ગલદ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. વૈશેષિકોની માન્યતાનું નિરૂપણ અને નિરાકરણ. શબ્દ, સંખ્યા, પરિમાણ પૃથક્વ, સંયોગ, વિભાગ આ આકાશના ગુણો છે. એટલે શબ્દ એ આકાશનો ગુણ છે આવો વૈશેષિકનો મત છે. શબ્દ એ દ્રવ્ય નથી બની શકતો તેમાં યુક્તિ આપે છેशब्दः, न द्रव्यम्, एकद्रव्यवत्त्वात् શબ્દ, એક દ્રવ્યવાળો હોવાથી દ્રવ્ય નથી. ‘પદ્રવ્યવર્ત'નો વિગ્રહ આ પ્રમાણે છેએક આશ્રય દ્રવ્ય વડે જે દ્રવ્યવાનું હોય તે “એક દ્રવ્યવાનું કહેવાય. અથવા એક દ્રવ્ય જેનો આશ્રય હોય તે “એક દ્રવ્યવાનું છે. અને એનો જે ભાવ તે “એક દ્રવ્યવસ્વ' છે. જે એક દ્રવ્યમાં રહેલું હોય, જેનો આશ્રય એક દ્રવ્ય હોય તે એકદ્રવ્યવાનું છે તો શબ્દ એ એકદ્રવ્યવાળો છે. કેમ કે શબ્દ જે આકાશમાં રહે છે તે આકાશ એક દ્રવ્ય છે. આ શબ્દનો એકદ્રવ્ય આશ્રય થયો. બીજો કોઈ શબ્દનો આશ્રય નથી. તેથી શબ્દ એક દ્રવ્યઆશ્રય વડે દ્રવ્યવાળો કહેવાય. માટે શબ્દ એ દ્રવ્ય નથી. મતલબ દ્રવ્યનો આશ્રય તે બને જે બે હોય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ જેમ ઘટ દ્રવ્ય છે તો તેનો આશ્રય બે કપાલ દ્રવ્ય બને છે. જ્યારે શબ્દનો આશ્રય તો એક આકાશદ્રવ્ય જ છે. માટે શબ્દ એ દ્રવ્ય નથી. શબ્દ એ કર્મ-ક્રિયા નથી. કેમ કે શબ્દનો ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. અર્થાત્ ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયથી પ્રત્યક્ષ છે. અહીં ચક્ષુથી ભિન્ન શ્રોત્રેન્દ્રિય છે. શબ્દનો પ્રત્યક્ષ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. મતલબ શબ્દ ક્રિયા હોય તો આંખથી દેખાય. માટે શબ્દ કર્મ જ નથી. આમ શબ્દ એ દ્રવ્ય નથી, કર્મ નથી. બાકી રહ્યો ગુણ. માટે પારિશેષ અનુમાનથી શબ્દ એ ગુણ છે એમ સિદ્ધ થાય છે. વળી શબ્દ એ ક્ષણિક છે. કેમ કે ઉચ્ચારણથી પહેલા અને પછી શબ્દના અસ્તિત્વને સિદ્ધ કરનારું કોઈ લિંગહેતુ નથી. ઉચ્ચારણની પહેલા શબ્દ નથી... શબ્દની જે કારણસામ્રગી છે તેના પહેલાં શબ્દનો આત્મલાભ નથી. અર્થાત્ શબ્દરૂપ કાર્ય નથી. માટે ઉચ્ચારણ પહેલા શબ્દ નથી. ઉચ્ચારણ પછી પણ શબ્દ નથી... ઉચ્ચારણ કર્યા પછી પણ શબ્દ નથી. કેમ કે શબ્દની અભિવ્યંજક કોઈ વસ્તુ નથી. શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી શબ્દને પ્રકાશિત કરનાર કોઈ વસ્તુ નથી તેથી શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી શબ્દને સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી. શબ્દનો અભિભંજક નથી તેનું કારણ... જો કોઈ અભિવ્યંજક હોય તો કારણને લીધે વિકાર ન થાય. અર્થાત્ વસ્તુમાં ફેર પડતો નથી. વસ્તુ તેવી ને તેવી રહે છે. દા. ત. દીપક, દિવ્યમણિ આ બધા ઘટના અભિભંજક છે. આ બધાના સંનિધાનમાં ઘટમાં કોઈ પરિમાણનો ફરક પડતો નથી જોવાયો. કારણ કે અભિવ્યંજકનો ભેદ હોવા છતાં એટલે અભિવ્યંજક જુદા જુદા હોવા છતાં ઘટમાં કશો ફરક પડતો નથી. ઘટ એવો ને એવો જ હોય છે. જ્યારે શબ્દમાં આ શબ્દ અલ્પ છે, આ મધ્ય છે આવો ભેદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ તાર છે, આ શબ્દ નાનો છે, આ શબ્દ મોટો છે. આવા શબ્દ-ધ્વનિમાં ભેદ દેખાય છે માટે શબ્દનો કોઈ અભિવ્યંજક નથી. વળી ભેરી આદિના સંયોગથી, વેણુના પર્વના વિભાગથી અને શબ્દથી શબ્દની ઉત્પત્તિ વીચિતરંગ ન્યાયથી થાય છે. વીચિસંતાન એટલે તરંગની શ્રેણી. જેમ એક તરંગ બીજી તરંગને, બીજી તરંગ ત્રીજી તરંગને પેદા કરે છે. આમ તરંગથી જેમ તરંગ થાય છે તેમ શબ્દથી શબ્દની ઉત્પત્તિ થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે (૧) ભેરી આદિના સંયોગથી, (૨) બંસરીના પર્વના વિભાગથી, (૩) શબ્દથી આ ત્રણ પ્રકારે શબ્દની ઉત્પત્તિ થાય છે. આવો વૈશેષિકોનો મત છે.. હવે શબ્દ એ આકાશનો ગુણ છે તે બતાવતાં કહે છે કે સ્પર્શવાળાં દ્રવ્યો જે પૃથ્વી, પાણી, આગ, વાયુ છે તેઓનો શબ્દ એ ગુણ નથી. કેમ કે શબ્દ એ કારણગુણપૂર્વક નથી. નૈયાયિકો કહે છે કે–ઘટનું કારણ કપાલ છે અને ઘટના રૂપ પ્રતિ કપાલનું રૂપ કારણ છે. આમાં ઘટનું કારણ કપાલ છે અને આ કારણમાં રહેલું રૂપ ઘટના રૂપનું કારણ બને છે તેથી ઘટનું રૂપ કારણગુણપૂર્વક કહેવાય. તેવી રીતે શબ્દને ગુણ માને છે તે તે શબ્દનું કારણ આકાશ માને છે અને આકાશ એ નિત્ય દ્રવ્ય છે તેથી આકાશનું કોઈ કારણ નથી માટે શબ્દ એ કારણગુણપૂર્વક બની શકે નહિ. જેમ સફેદ શંખના કારણ(શંખના અવયવો)ની ધવલિમા-ધોળાશ કારણ છે તેવી રીતે શબ્દ કારણગુણપૂર્વક નથી. આથી શબ્દ પૃથ્વી આદિનો ગુણ બની શકતો નથી. કેમ કે પૃથ્વી આદિમાં રહેલા ગુણો કારણગુણપૂર્વક છે. જેમ શંખનો નાશ થવા છતાં શંખના ટુકડાઓમાં તેવી ને તેવી ધવલિમા દેખાય છે તેવી રીતે ભેરી આદિના શબ્દો ભેરી આદિ નાશ પામે છતે ભેરી આદિના અવયવોમાં પ્રાપ્ત થવા જોઈએ પણ પ્રાપ્ત થતા નથી. અથવા શરીર નષ્ટ થયે છતે શરીરમાં શરીરના અવયવોમાં સામગ્લોક આદિ શબ્દો પ્રાપ્ત થવા જોઈએ—સંભળાવવા જોઈએ પણ પ્રાપ્ત થતા નથી. માટે શબ્દ એ કારણગુણપૂર્વક નથી. અને આથી એ પૃથ્વી આદિ દ્રવ્યનો ગુણ બની શકે નહિ. વળી પણ શબ્દ એ પૃથ્વી આદિનો ગુણ નથી તેમાં બીજો તર્ક છે. જો શબ્દ એ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ હોય તો જેટલાં સ્પર્શવાળાં દ્રવ્યો છે તેટલા શબ્દો થવા જોઈએ. જેમ રૂપાદિ જેટલાં દ્રવ્યો છે તેટલા ભેદવાળા છે. અર્થાત જેટલાં દ્રવ્યો છે તેટલાં દ્રવ્યોમાં રૂપ જુદું જુદું છે તેવી રીતે શબ્દો પણ જેટલાં સ્પર્શવાળાં દ્રવ્યો છે તે બધાંમાં જુદાં જુદાં થવા જોઈએ. પણ એમ છે નહીં. મતબલ જેટલાં દ્રવ્યો છે તેટલાં દ્રવ્યોમાં શબ્દ થતો નથી. આમ રૂપાદિ યાવદ્રવ્યભાવિ છે જયારે શબ્દ એ અયાવદ્ દ્રવ્યભાવિ છે. માટે શબ્દ એ પૃથ્વી આદિનો ગુણ નથી. વળી આશ્રયથી અન્યત્ર-આશ્રય સિવાય શબ્દની ઉપલબ્ધિ થાય છે માટે શબ્દ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી. કારણ કે શંખ અને મુખનો સંયોગ અન્યત્ર છે. અર્થાત્ શંખ વાગી રહ્યો છે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ કોઈ બીજે સ્થળે અને શબ્દની ઉપલબ્ધિ બીજી દિશામાં રહેલા શ્રોતાઓને પણ થાય છે. જ્યારે સ્પર્શવાળા દ્રવ્યના રૂપાદિ ગુણો આશ્રયથી બીજે ઠેકાણે ગ્રહણ થતા નથી. માટે શબ્દ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી. હવે રહ્યા આત્મા, મન, દિશા અને કાળ. શબ્દ આ દ્રવ્યોનો પણ ગુણ બની શકતો નથી. કેમ કે શબ્દ બાહ્મેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું ગ્રહણ થાય છે. જ્યારે આ આત્માદિ દ્રવ્યોના ગુણ બાહ્ય ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતા નથી. એટલે જો શબ્દને આત્માદિનો ગુણ મનાય તો બાહ્મેન્દ્રિયથી એનો પ્રત્યક્ષ થાય નહીં. આથી શબ્દ એ બાહ્મેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે માટે શબ્દ એ આત્મા, મન, દિશા અને કાલનો ગુણ બની શકે નહીં. હવે બાકી એક દ્રવ્ય રહ્યું તે આકાશ છે. શબ્દ દ્રવ્યાશ્રિત છે અને આઠ દ્રવ્યમાં આશ્રિત નથી તેથી બાકી રહ્યું આકાશ. આથી આકાશનો ગુણ સિદ્ધ થાય છે. આ રીતે પારિશેષ્ય અનુમાનથી શબ્દ આકાશનો ગુણ છે અને અપ્રત્યક્ષ એવા આકાશનું લિંગ છે. આ પ્રમાણે વૈશેષિકે પોતાના મતનું નિરૂપણ કર્યું. વૈશેષિકની માન્યતાનું નિરાકરણ... ગગનના મહાન શિખરના વર્ણનની જેમ આ બધું વૈશેષિકોએ વાચાલપણાથી અઘટમાન સ્વમતિથી કલ્પેલ શિલ્પરચના માત્ર છે. ગગનને શિખર જ હોતું નથી તો તેનું વર્ણન ક્યાંથી થાય ? તેમ શબ્દ એ ગુણ નથી તો એની સિદ્ધિ માટેનું વિવેચન પણ ક્યાંથી ? અર્થાત્ એની સિદ્ધિ માટેનું વિવેચન પણ અયુક્ત છે. શબ્દ એ મૂર્ત છે. આ વાત આની પહેલાં જ અમે યુક્તિથી સિદ્ધ કરી દીધેલ છે. માટે કોઈ પણ રીતે મૂર્ત એવો શબ્દ આકાશનો પણ છે તેને સિદ્ધ કરનારી કોઈ યુક્તિસંગત થઈ શકતી જ નથી. જેમ રૂપાદિ એ આકાશનો ગુણ છે એમ કહેવું અશોભનિક તેમ શબ્દ આકાશનો ગુણ છે એમ કહેવું તે પણ બરાબર નથી. પુદ્ગલોનો જ તેવા પ્રકારનો પરિણામ છે એ શબ્દના વ્યવહારને પામે છે. માટે એ શબ્દમાં એક દ્રવ્યવત્ત્વનો અભાવ છે અને તેથી શબ્દ એ કથંચિત્ દ્રવ્ય છે અને કથંચિત્ ગુણ છે. પરિણામ અને પરિણામી કચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. આવું અમે સ્વીકારીએ છીએ. આ કહેવાથી શબ્દનું એકાંતથી અનિત્યપણું પણ ખંડિત સમજવું. અર્થાત્ શબ્દ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, કેમ કે બધા પદાર્થો દ્રવ્ય-પર્યાયરૂપ છે. અર્થાત્ દ્રવ્યાત્મકપણે નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે એટલે શબ્દમાં નિત્યાનિત્યપણું છે. शब्द आकाशाधिष्ठितः अष्टद्रव्यानाश्रितत्वे सति द्रव्याश्रितत्वादिति । ૧. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્ત્વાર્થ સૂત્ર વાદી - જો તમે (સ્યાદ્વાદી) એમ માનો છો તો પછી કોઈ આકારે શબ્દ આકાશનો ગુણ જ છે એમ મનાય તો વાંધો શું છે? અર્થાત્ કોઈ આકારથી શબ્દને આકાશનો ગુણ કહો ને ! સ્યાદ્વાદી :- અમારે ત્યાં આકાશના પણ નામ આકાશ વગેરે ઘણા ભેદ છે. તો શબ્દ જેનાથી થાય છે તેનું નામ આકાશ પાડીએ તો ભેરી વગેરે નામ આકાશ છે. આ ભેરી કે જે નામ આકાશ છે તેનો ગુણ શબ્દ છે. આ રીતે અમારે ત્યાં તો આ અપેક્ષાએ શબ્દ આકાશનો ગુણ પણ છે એમ કહી શકાશે. અમને એમાં કોઈ દોષ આવતો નથી. હવે પહેલાં વૈશેષિકે શબ્દ એ ક્રિયા નથી તેની સિદ્ધિ માટે ‘ગવાક્ષુષપ્રત્યક્ષત્વતિ' હેતુ આપ્યો હતો તે પણ અસિદ્ધ છે. કર્મમાં ચાક્ષુષ પ્રત્યક્ષતા અસિદ્ધ છે. કેમ કે કર્મ-ક્રિયા એ દ્રવ્યનો પરિણામ છે. અને ક્રિયા તો અમે દરેક દ્રવ્યમાં માનીએ છીએ. તેમાં કેટલાંક દ્રવ્યો અપ્રત્યક્ષ છે. આવાં અપ્રત્યક્ષ દ્રવ્યોમાં પણ કિયા છે. તે ક્રિયાનો ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. માટે ક્રિયામાં ચાક્ષુષ પ્રત્યક્ષતા અસિદ્ધ છે. આથી તમે શબ્દ એ ક્રિયા નથી તેમાં “વાયુપપ્રત્યક્ષદ્વા' આ હેતુ આપ્યો છે તે જ અસિદ્ધ છે. હવે વૈશેષિકે શબ્દમાં ક્ષણિકત કહ્યું હતું અર્થાત્ શબ્દ એ ક્ષણિક છે, કેમ કે ઉચ્ચારણની પહેલા અને પછી તે છે એવું સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી. તે જો એકાંતમાંથી ક્ષણિકત્વ સિદ્ધ કરતા જાય તો શબ્દનો પ્રત્યક્ષ જ ન થાય અને કથંચિત ક્ષણિકત્વ સિદ્ધ કરવા જાય તો સ્યાદ્વાદીના મતે સિદ્ધસાધ્યતા છે. મતલબ સાદી તો શબ્દનું કથંચિત ક્ષણિકત્વ માને જ છે. જો સર્વાત્મના ક્ષણિકત્વ એટલે સર્વથા ક્ષણિકત્વ કહે તો દષ્ટાંત જ નહીં મળે. વળી શબ્દને સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી એમ જે કહ્યું તે પણ બરાબર નથી. કેમ કે શબ્દનું કોઈ પુદ્ગલરૂપાદિ આકારથી સત્ત્વ છે. અર્થાત્ કોઈ ને કોઈ પુદ્ગલ આકારે શબ્દ છે જ. માટે શબ્દના અસ્તિત્વમાં કોઈ લિંગ નથી એ વાત ખોટી છે. શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલ તો રહે જ છે. આ પુદ્ગલ એ જ શબ્દના અસ્તિત્વમાં લિંગ છે. જેમ કારણરૂપ સામગ્રીથી આકારાન્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ વસ્તુની અવસ્થા બદલાય છે પણ વસ્તુ તો કાયમ રહે છે દા. ત. ઊડતો, બેસતો, સૂતેલો, પુરુષ છે. આમાં આ સૂવા બેસવાદિ ક્રિયામાં પુરુષની અવસ્થાઓ બદલાઈ છે પણ પુરુષ તો એ બધી અવસ્થાઓમાં છે જ. એવી રીતે શબ્દરૂપ પુદ્ગલ અવસ્થાન્તરોને પ્રાપ્ત કરે છે પણ પુદ્ગલ કાયમનું કાયમ રહે છે. માટે ઉચ્ચારણની પહેલા કે પછી શબ્દના અસ્તિત્વમાં કોઈ લિંગ નથી આ વાત અસંબદ્ધ છે. વાદી - શબ્દપર્યાયથી તો શબ્દ નથી જ ને? એટલે શબ્દના સત્ત્વમાં લિંગ નથી એમ કહી શકાય જ ને ? સ્યાદ્વાદી :- અમે અનેક વખત કહી ગયા છીએ કે વસ્તુ-પદાર્થ પર્યાય જ નથી. તો શું છે ? Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૪ ૧૮૩ વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. તે વખતે શબ્દપર્યાય ભલે ન રહ્યો પણ દ્રવ્ય તો છે જ એ જ એનું લિંગ છે. હવે શબ્દને નિત્ય માનવામાં આવે તો અભિવ્યક્તિ થવી જોઈએ. વૈશેષિકે આવાં આવાં જે દૂષણો આપ્યાં છે તે એકાંતનિત્યના સ્વીકારનારના મતમાં આવવાને ઉત્સાહિત થઈ શકે છે પણ જેઓ શબ્દને કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય માને છે તેમના મતમાં અભિવ્યક્તિ આદિ દૂષણો આવી શકતાં નથી. શંકા :- શબ્દ પુદ્ગલ છે અને પુદ્ગલ રૂપાદિવાળાં છે તો શબ્દમાં રૂપાદિ કેમ દેખાતા નથી ? સમાધાન - કારણગુણપૂર્વક હોવા છતાં દંડાદિના તાડનથી ઉત્પન્ન થયેલા, શબ્દના પરિણામને પામેલા ભેરી આદિનાં પુદ્ગલો રૂપાદિવાળાં છે છતાં સૂક્ષ્મ હોવાથી જણાતાં નથી. શબ્દનું કારણ પુદ્ગલ છે. એ પુદગલમાં રહેલા રૂપાદિ શબ્દમાં રહેલા રૂપાદિનું કારણ છે માટે શબ્દમાં જે રૂપાદિ છે તે કારણગુણપૂર્વક છે. જેમ બુઝાઈ ગયેલા દીપકની શિખાનું રૂપ દેખાતું નથી અથવા ગંધવાળા પરમાણુ (પૃથ્વી પરમાણુ)માં રૂપાદિ છે છતાં ગંધનું ગ્રહણ થાય છે અને રૂપનું ગ્રહણ થતું નથી. તેમ શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે. એમાં રૂપાદિ છે પણ એ શબ્દપરિણામ સૂક્ષ્મ છે તેથી તેમાં રહેલા રૂપાદિનું ગ્રહણ થતું નથી. શંકા :- જેમ રૂપાદિ એ પુદ્ગલનો પર્યાય છે તો હંમેશા પુદ્ગલમાં હોય જ છે તેમ શબ્દ એ પુદ્ગલનો પર્યાય પરિણામ છે તો હંમેશા હોવો જોઈએ ! સમાધાન :- આ તમારી શંકા યોગ્ય નથી. કેમ કે એવું તો છે જ નહીં કે હંમેશા તે શબ્દપર્યાય પ્રગટ ન થતો હોય. કેમ કે પર્યાય એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાવાળા છે. શબ્દ પરિણામને યોગ્ય દ્રવ્ય મળે, ક્ષેત્ર ગળે, કાળ મળે અને ભાવ મળે ત્યારે થાય છે. જેમ પિત્તનો પ્રકોપ તેને યોગ્ય દ્રવ્યાદિ મળે ત્યારે થાય છે પણ હંમેશા નથી થતો તેમ શબ્દપર્યાય પણ તેને યોગ્ય દ્રવ્યાદિ મળ ત્યાર પ્રગટ થાય છે. હવે શબ્દ એ સ્પર્શવાળા દ્રવ્યનો ગુણ નથી કારણ કે આશ્રયથી અન્યત્ર પ્રાપ્ત થાય છે આવું જે વૈશેષિકોએ કહ્યું છે તે બરાબર નથી. કારણ કે શબ્દ જે સ્કંધોનો પરિણામ છે તેને છોડીને પ્રાપ્ત થતો નથી. પરંતુ શબ્દનો આશ્રય જે પુદ્ગલસ્કંધ છે તે અન્યત્ર પ્રાપ્ત થાય છે. આથી જ ભેરી આદિના આશ્રયને પામીને ગતિ કરતા પુદ્ગલ સ્કંધો શબ્દપર્યાયને નહીં છોડતા બીજી દિશાઓમાં રહેલાઓ વડે પણ ગ્રહણ થાય છે એમાં કોઈ આશ્ચર્ય નથી. શબ્દપરિણામ તો પોતાના આશ્રય વગર અન્યત્ર ઉપલબ્ધ થતો નથી. એ તો તેવા પ્રકારના આકારવાળા (વ્યાવહારિક) પરમાણુઓમાં જ રહે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શબ્દપરિણામનો આશ્રય જે પુગલ છે તેને છોડીને શબ્દપરિણામ રહેતો નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્ત્વાર્થ સૂત્ર વળી વૈશેષિકોએ ત્રણ પ્રકારે શબ્દની ઉત્પત્તિ માની છે પણ બીજી રીતે બે પ્રકારે પણ શબ્દની ઉત્પત્તિ છે. (૧) આધ્યાત્મિક શબ્દ, (૨) બાહ્ય શબ્દ. આધ્યાત્મિક શબ્દ : કાયયોગથી ગ્રહણ કરેલા શબ્દ (ભાષા) વર્ગણાને યોગ્ય જે સ્કંધ તેનો પરિણામ વાગ્યોગ છે, જે પ્રયોગથી ફેકેલો રૂપાદિવાળો પુદ્ગલના સ્કંધરૂપ છે તે જ આધ્યાત્મિક શબ્દ છે. અર્થાત્ કાયયોગથી ભાષા વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણાવીને છોડાતા (છૂટતા) ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે તે જ આધ્યાત્મિક શબ્દ છે. આ આધ્યાત્મિક શબ્દ જીવનપ્રયોગથી બને છે. બાહ્ય શબ્દ : બાહ્ય-ધ્વન્યાત્મક શબ્દ સંઘર્ષથી ઉત્પન્ન થતો આદિ અનેક પ્રકારે છે. શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે એ તો ઠીક છે પણ અમને પ્રશ્ન થાય છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય ? કારણ કે શબ્દમાં કોઈ નિત્યતા બતાવે છે અને કોઈ અનિત્યતા બતાવે છે. આ બે નિરૂપણોથી એકેય નિશ્ચિત થતું નથી, ઊલટો સંશય થાય છે કે શબ્દ નિત્ય છે અનિત્ય ? તે બે નિરૂપણ કેવી રીતે છે તે બતાવવા માટે કણાદ અને મીમાંસક તરફથી થતાં અનુમાનો રજૂ કરાય છે. કણાદ શબ્દને અનિત્ય માને છે. તેની સામે મીમાંસક કહે છે શબ્દ નિત્ય છે. જેમ શબ્દત્વ એ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે અને નિત્ય છે તેમ શબ્દ પણ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય છે માટે નિત્ય છે. ત્યારે કણાદ કહે છે કે–શબ્દ એ કૃતક-કાર્ય છે માટે અનિત્ય છે. કેમ કે કૃતત્વની વ્યાપ્તિ અનિત્યત્વની સાથે છે. અર્થાત “યત્ કાર્ય તત્ નિત્યમ્ ઘટ એ કૃતક છે તો અનિત્ય છે. આમ કણાદ (વૈશેષિક) વૃક્તત્વ હેતુ શબ્દની અનિત્યતા સિદ્ધ કરતા આપે છે. એની સામે મીમાંસક શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવા શ્રાવણત્વ હેતુ આપે છે. આ રીતે બંનેનાં અનુમાનો છે માટે અમને સંશય થાય છે કે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે ? આ રીતે કણાદ અનિત્યત્વનું અનુમાન કરે છે અને મીમાંસક નિત્યત્વનું અનુમાન કરે છે તે બંનેના હેતુઓ વિરુદ્ધાવ્યભિચારી છે. પ્રાચીન ગ્રંથોમાં અનેકાન્તિકના છ પ્રકાર બતાવે છે. તેમાં છેલ્લો પ્રકાર વિરુદ્ધાવ્યભિચારી છે અને તેના દૃષ્ટાંતમાં તત્ત્વાર્થ ટીકાકાર મ, જે અનુમાનો આપ્યાં છે તે જ આપ્યાં છે અને ૧. સમજવા માટે ટેપ, રેડિયો આદિમાં જે શબ્દો છે તે ધ્વનિરૂપ છે તેથી તે ભાષા ન કહેવાય–બોલેલાનો ધ્વનિ છે. ૨. તત વગેરે શબ્દના પ્રકારોથી બતાવેલ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૪ ૧૮૫ વિરુદ્ધાવ્યભિચારી કયારે કહેવાય તે સમજાવ્યું છે. અહીં શબ્દમાં મીમાંસક નિત્યત્વ અને વૈશેષિક અનિયત્વ સિદ્ધ કરે છે તેથી શબ્દ નિત્ય છે કે અનિત્ય છે આવો સંશય થાય છે. માટે પ્રથમ અનુમાનથી બીજું અનુમાન વિરુદ્ધ છે, અને બીજું અનુમાન પ્રથમ અનુમાનથી વિરુદ્ધ છે. આ વિરુદ્ધને છોડતા ન હોવાથી બંને અનુમાનના હેતુઓ ભેગા મળીને વિરુદ્ધાવ્યભિચારી કહેવાય છે. સ્યાદ્વાદી :- આ બંનેની સામે જવાબ આપતા સ્યાદ્વાદી કહે છે કે–અમારે ત્યાં બધા પદાર્થોનો નિત્યાનિત્ય સ્વભાવ છે એટલે અમને કશું બાધ કરનાર નથી. કેમ કે અનેકાંતવાદીને ત્યાં નિત્યત્વ અને અનિત્યત્વનો વિરોધ માનવામાં આવ્યો નથી. કારણ કે વિરોધનું જે લક્ષણ છે તે એમાં ઘટતું નથી. વિરોધના પ્રકાર.. | વિરોધ ત્રણ પ્રકારે છે. (૧) વધ્યઘાતકલક્ષણ વિરોધ, (૨) અસહાવસ્થાનલક્ષણ વિરોધ (૩) પ્રતિબધ્યપ્રતિબંધકભાવ લક્ષણ વિરોધ. વધ્યઘાતકલક્ષણવિરોધ.. સાપ અને નોળિયો, અગ્નિ અને પાણી વગેરેનો એક કાળમાં સંયોગ થાય તો જેમ દ્વિત્ત્વ બેમાં રહે છે તેમ સંયોગ પણ બેમાં રહે છે. આમ “એક નહીં તે અનેક' આ અર્થમાં અનેક શબ્દ સમજવો તેથી જે એક આશ્રયવાળો ન હોય તે અનેક આશ્રય છે. એટલે સંયોગ અનેકમાં રહે છે, એકમાં હોતો નથી, તેથી બે હોય તો સંયોગ થાય. આ સંયોગ થાય ત્યારે વધ્યઘાતકલક્ષણવિરોધ થાય. સાપ વધ્ય છે અને નોળિયો ઘાતક છે, આગ વધ્ય છે અને પાણી ઘાતક છે. નોળિયાનો અને સાપનો સંયોગ ન થાય તો નોળિયો સાપનો ઘાતક ન બને. આગની સાથે પાણીનો સંયોગ ન થાય તો પાણી આગનું ઘાતક ન બને. જો સંયોગ થયા વગર જ નોળિયો સાપનો ઘાતક બને તો ત્રણે લોકમાં સાપનો અભાવ થાય ! સંયોગ થયા વગર જ પાણી આગનું ઘાતક બને તો ત્રણે લોકમાં આગનો અભાવ પ્રાપ્ત થવો જોઈએ પણ એ બન્યું નથી. જો હવે પાણી અને આગનો ક્ષણવાર પણ સંયોગ થયો તે તેટલો સમય તો બંને સાથે રહ્યા ને ? પછીથી એકનું બળવાનપણું અને બીજાનું અબળપણું કહેવાય. આવી રીતે નિયત્વ અને અનિયત્વનું ક્ષણવાર પણ એકત્ર રહેવાપણું એકાંતવાદી સ્વીકારતા નથી. માટે નિયત્વ અને અનિત્યત્વનો વધ્યઘાતક વિરોધ નથી. જો બંને સાથે રહે તો રહ્યા પછી એક વધ્ય બને બીજો ઘાતક બને તો વિરોધ સંભવે પણ એવું તો તે સ્વીકારતા નથી એટલે આ વિરોધ આવતો નથી. અસહઅવસ્થાનલક્ષણવિરોધ. અસહઅવસ્થાનલક્ષણવિરોધ પણ નિત્યત્વ અને અનિત્યત્વમાં ઘટતો નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તત્ત્વાર્થ સૂત્ર સહ અવસ્થાન એટલે સાથે રહેવું, અસહ અવસ્થાન એટલે સાથે ન રહેવું. સાથે ન રહેવારૂપ જે વિરોધ તે અસહ અવસ્થાન લક્ષણ વિરોધ. દા. ત. શીતળતા અને ઉષ્ણતા, ફળમાં ડીંટાનો સંયોગ અને વિભાગ, કેરીમાં શ્યામતા અને પીતતા. એક વસ્તુમાં એક કાળે આ બંને રહેતા નથી, પરંતુ એકની પહેલા વિદ્યમાનતા હોય છે અને બીજાની ઉત્પદ્યમાનતા હોય છે. અર્થાત એક રહેલ હોય છે, બીજું ઉત્પન્ન થતું હોય છે. દા. ત. પકાવવા નાંખેલ કેરીમાં અત્યારે શ્યામતા રહેલી છે અને પીળાશ ઉત્પન્ન થઈ રહી છે. વળી જે ઉત્પન્ન થાય છે તે પૂર્વનો વિરોધ કરે છે. જેમ કેરીમાં પીળાશ ઉત્પન્ન થઈ રહી છે તે પૂર્વમાં રહેલી શ્યામતાને રોકે છે. એવી રીતે પહેલા નિત્યત્વ વિદ્યમાન હોય અને ઉત્પન્ન થઈ રહેલ અનિત્યત્વ તેનો નાશ કરે તો આ અસહ અવસ્થાનલક્ષણવિરોધ બની શકે. પણ જો ઉત્પન્ન થતું અનિત્યત્વ નિત્યત્વનો નાશ કરે તો તે નિત્ય જ ન કહેવાય. કારણ કે અધુવ છે. અધુવ હોવાથી નિત્ય જ ન બની શકે. જે નાશ પામે તે નિત્ય હોય નહિ. આથી આવું તો બની શકતું નથી કે પહેલા નિત્યત્વ હોય અને ઉત્પન્ન થતું અનિત્યત્વ તેનો નાશ કરે માટે નિત્યત્વ અને અનિત્યત્વનો અસહઅવસ્થાનલક્ષણવિરોધ પણ બની શકતો નથી. પ્રતિબધ્ધપ્રતિબંધકલક્ષણવિરોધ.. એક સ્થળે રહેતા એકને બીજો અટકાવે ત્યારે પ્રતિબધ્યપ્રતિબંધકરૂપ વિરોધ બને છે. કોઈ કહે કે નિત્યત્વ અનિત્યત્વનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ તો બની શકે ને ? કેમ કે નિત્યત્વ અનિત્યત્વનો પ્રતિબંધક છે. જેમાં નિત્યત્વ છે તેમાં અનિત્યત્વ રહી શકતું નથી. એટલે અનિત્યત્વનો નિત્યત્વ પ્રતિબંધક છે અને નિત્યત્વનો અનિત્યત્વ પ્રતિબંધક છે. અર્થાત્ નિત્યત્વ અનિત્યત્વને રોકે છે અને અનિત્યત્વ નિત્યત્વને રોકે છે. આમ નિત્યત્વ અને અનિત્યત્વનો પ્રતિબધ્યપ્રતિબંધક ભાવ છે. એટલે પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ ઘટી શકશે. આથી નિયત્વ અને અનિત્યત્વ એક વસ્તુમાં રહી શકશે નહિ તે સિદ્ધ થાય છે. સ્યાદ્વાદીનું સમાધાન... સ્યાદ્વાદીના મતમાં પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ બની શકતો નથી, ઘટી શકતો નથી. કેમ કે એક જ આત્મામાં એકીસાથે ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ બંને રહે છે. ધર્મ, અધર્મનો પ્રતિબંધક છે અને અધર્મ, ધર્મનો પ્રતિબંધક છે. આમ બંને પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધક હોવા છતાં એક ઠેકાણે રહી શકે છે. એટલે પ્રતિબધ્ધ-પ્રતિબંધક લક્ષણ વિરોધ ઘટી શકતો નથી. આ રીતે જેમ ધર્મ-અધર્મ પરસ્પર પ્રતિબધ્ધ-પ્રતિબંધક હોવા છતાં એક આત્મામાં એકીસાથે રહી શકે છે તેમ નિત્યત્વ અને અનિત્યત્વનો પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ મનાય તો પણ Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૪ ૧૮૭ બંને એકસ્થાનમાં એકીસાથે રહી શકે છે. આથી નિત્યત્વ અને અનિત્યત્વમાં આ પ્રતિબધ્ધ-પ્રતિબંધકલક્ષણ વિરોધ ઘટી શકતો નથી. આ રીતે સ્યાદ્વાદીના જવાબથી વિરોધના ત્રણ પ્રકારો વિચાર્યા એક પણ પ્રકારે નિત્યત્વ, અનિત્યત્વનો વિરોધ ઘટી શક્તો નથી. તેથી વાદી આ વિરોધમાં ફાવી શકતો નથી ત્યારે નવી વાત કરે છે કે વાદી - એકનું ગૌણપણું રાખો અને એકનું પ્રધાનપણું રાખો. બંને ગૌણ કે પ્રધાન તો મનાય નહીં. બંને ગૌણ છે કે બંને પ્રધાન છે આવો તો વ્યવહાર જ બની શકે નહિ. કેમ કે ગૌણ એ મુખ્યની અપેક્ષાએ છે અને મુખ્ય એ ગૌણની અપેક્ષાએ છે. એટલે ગોણ-મુખ્ય-ભાવ એ આપેશિક છે. માટે એક ગૌણ અને એક મુખ્ય મનાય. આથી તમે આત્મામાં ધર્મ અને અધર્મ બંને રહેલા છે તેમાંથી ધર્મને ગૌણ માનો અને અધર્મને મુખ્ય માનો અથવા એક અધર્મને ગૌણ માનો અને બીજા ધર્મને મુખ્ય માનો. બંનેને મુખ્ય માનો તો વિરોધ આવે. ગૌણ-મુખ્યભાવ મનાય તો વિરોધ આવે નહીં. એ જ પ્રમાણે નિત્યત્વ અને અનિત્યત્વમાં ગૌણ-મુખ્ય-ભાવ સ્વીકારવો જોઈએ. આથી એકને ગૌણ અને એકને મુખ્ય માનો. સ્યાદ્વાદી - અમને સાદ્વાદીઓને આ ગૌણ-મુખ્યભાવ ઇષ્ટ જ છે. દ્રવ્ય અને પર્યાયમાં એકનો ગૌણ ભાવ અને બીજાનો પ્રધાનભાવ અમે ઇચ્છીએ જ છીએ. હે વાદી ! તારે પણ એક કાળમાં અને એક દ્રવ્ય(આત્મા)માં ધર્માધર્મ સ્વીકારવા જ પડે. જો એક કાળમાં અને એક દ્રવ્યમાં ધર્મ અને અધર્મ ન સ્વીકારે તો ધર્મ અને અધર્મનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવ બને જ નહીં આ જ રીતે એક કાળમાં અને એક દ્રવ્યમાં જો નિત્યત્વ અને અનિત્યત્વ બને ન સ્વીકારે તે નિત્યત્વ અને અનિયત્વનો વિરોધ છે. આ તો કેવલ બોલવાનું જ છે. અર્થાતુ વિરોધ શબ્દનો પ્રયોગ જ કરે છે પણ વિરોધ ઘટી શકતો નથી. નાદવૃદ્ધિ પરા છે આ કથન યોગ્ય નથી. જૈન સિદ્ધાન્ત સામાન્યથી વ્યક્તિ (વિશેષ) અત્યંત ભિન્ન માનતો નથી. માટે જે કોઈ નાદની વૃદ્ધિ પરા છે આવું કહે છે તે બરાબર નથી. કેમ કે ઉત્કૃષ્ટ શબ્દ વ્યક્તિ-વિશેષ અને સામાન્ય શબ્દ આ બંને એક છે. એટલે સામાન્ય શબ્દથી “પરા' શબ્દ વ્યક્તિ-વિશેષ ભિન્ન નથી. નાદ એ શબ્દથી ભિન્ન નથી... હવે શબરે શાબર ભાષ્યમાં “મહાન, મધ્ય અને અલ્પ નાદ છે પણ શબ્દ એ મહાન, મધ્ય અને અલ્પ નથી.” આવી જે વાત કહી છે તે ખોટી છે. કેમ કે શબ્દ જ તે પ્રકારે થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તત્ત્વાર્થ સૂત્ર તીવ્ર પ્રયત્નથી મહાન્ શબ્દ થાય છે, મંદ પ્રયત્નથી અલ્પ શબ્દ થાય છે. અને મધ્યમ પ્રયત્નથી મધ્ય શબ્દ થાય છે. મહત્ત્વ, અલ્પત્વ, મધ્યમત્ત્વ આ બધું શબ્દતની સાથે એકાધિકરણ છે. અર્થાત્ આ બધું શબ્દમાં થાય છે એટલે શબ્દ જ મોટો, નાનો અને મધ્યમ આ પ્રમાણે વ્યવહાર થાય છે. વળી શ્રોત્રેન્દ્રિયને શબ્દ સિવાય કોઈ ગ્રાહ્ય વિષય નથી. અર્થાત્ શ્રવણેન્દ્રિય તો શબ્દને જ ગ્રહણ કરે છે. માટે નાદ શબ્દથી જુદો નથી. જો નાદ એ શબ્દથી જુદો હોય તો શ્રોત્રેન્દ્રિયની ગ્રાહ્ય બને નહીં. પ્રશ્ન :- નાદ એ શબ્દનો ધર્મ છે એમ માનીએ તો ? ઉત્તર :- હક છે એમ મનાય, તો તે નાદ શબ્દથી અન્ય (ભિલ) છે કે અનન્ય (અભિન) છે ? ભિન્ન કહેશો તો પણ દોષ છે અને અભિન્ન કહેશો તો પણ દોષ છે. કેમ બરાબર નથી તેનું કારણ.. જો નાદ એ શબ્દથી અભિન્ન છે એમ કહો તો તો શબ્દ જ રહ્યો. જો નાદ એ શબ્દથી ભિન્ન છે એમ કહો તો તો નાદ એ શબ્દનો ધર્મ છે. તેથી નાદ એ મોટો છે, મધ્ય છે અને નાનો છે આવો વ્યવહાર થાય છે તે થાય નહીં. માટે નાદ એ શબ્દનો ધર્મ છે એમ પણ માની શકાય નહિ. સાંખ્યો શબ્દ એ પ્રધાનપરિણામ કહે છે તે પણ બની શકે નહિ.. વળી જેઓ શબ્દને પ્રધાનનો પરિણામ કહે છે તેઓએ પણ શબ્દને સામાન્ય અને વિશેષ ધર્મવાળો અને મૂર્ત છે એમ સ્વીકારવું જ પડશે. શબ્દને મૂર્ત અને સામાન્ય-વિશેષ ધર્મવાળો ન સ્વીકારાય તો શબ્દથી જે વ્યવહાર ચાલે છે તેનો નાશ થશે ! વળી કેટલાક કહે છે કે – ગ્રહણ કરેલા કે નહીં ગ્રહણ કરેલા સેવા ઉભય (વાયુ અને આકાશ) મહાભૂતના હેતુવાળો શ્રોત્રેન્દ્રિયનો વિષય બનેલો શબ્દ છે. અર્થાત્ શબ્દનું કારણ મહાભૂત છે. તેઓએ સામાન્યરૂપ મૂળને ઉખેડી નાંખીને કેવલ વિશેષનું જ આલંબન લેવું એ અયોનિ વાળા એટલે સામાન્ય વગરના વિશેષો આકાશ કુસુમની સૌરભની જેમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા વગરના જ વિશેષ થશે. અર્થાત્ અસત્ થશે. સામાન્ય વગર વિશેષ હોઈ શકે નહિ, કેમ કે વિશેષની યોનિ સામાન્ય છે. માટે શબ્દનો તેમણે આપ્યો એ પરિચયયુક્ત નથી. શબ્દને એકાંત ક્ષણિક માનવામાં દષ્ટાંતની દુર્લભતા... વળી શબ્દને એકાંત ક્ષણિક માનવામાં આવે તો દષ્ટાંત જ નહીં મળે. દષ્ટાંતનો અભાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૪ ૧૮૯ થતો હોવાથી એકાંત ક્ષણિકતા દુર્લભ થઈ જશે. શબ્દ પુદ્ગલનો પરિણામ છે એ ઉપસંહાર માટે આ સિદ્ધ થયું કે પ્રતિવિશિષ્ટ એટલે અમુક પ્રકારના પરિણામથી અનુગ્રહવાળું પુદ્ગલદ્રવ્ય જ શબ્દ છે. અર્થાત્ શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે. શબ્દના પ્રકારો ... શબ્દના બે પ્રકાર છે. (૧) વૈગ્નસિક (૨) પ્રાયોગિક (૧) વૈગ્નગિક શબ્દ :- મેઘનો ગર્જારવ આદિ. (૨) પ્રાયોગિક શબ્દ :- જીવના પ્રયોગથી થયેલો તે પ્રાયોગિક શબ્દ તેના છ પ્રકાર છે. (૧) તત :- મૃદંગ અને પટહ-ઢોલ વગેરેથી થતા શબ્દને તત કહેવાય છે. (૨) વિતત - વીણા અને ત્રિસારિકા, સારંગી આદિ તંત્રીથી થયેલ શબ્દને વિતત કહેવાય છે. (૩) ઘન :- કાંસાના પાત્રનો, કાઢઠ, શળી આદિથી પેદા થયેલો શબ્દ ઘન કહેવાય છે. (દા. ત. ઘંટ, ઝાલર વગેરેનો શબ્દ.) (૪) શુષિર :- (ફૂંક મારીને વગાડાતા) વાંસળી, શંખ અને વાંસ(બંસી)ના વિવર આદિથી થતા શબ્દને શુષિર કહેવાય છે. (૫) સંઘર્ષ :- ક્રકચ-કરવત અને કાષ્ઠાદિના સંઘર્ષથી થતા શબ્દને સંઘર્ષ કહેવાય છે. (૬) ભાષા :- સ્પષ્ટ વાણી વડે વર્ણ, પદ અને વાક્યરૂપે જે શબ્દ બોલાય તે ભાષા કહેવાય છે. અમુક ચોક્કસ આકારવાળા જે અક્ષરો છે તે વર્ણ કહેવાય છે. વર્ણનો સમુદાય તે પદ કહેવાય છે. અર્થ વિશેષના જ્ઞાનમાં હેતુરૂપ પદનો સમુદાય તે વાક્ય કહેવાય છે. શબ્દવિષયક વિચારણાની સમાપ્તિ... ભાષ્યમાં જે “તિ' શબ્દ છે તે શબ્દના આટલા જ ભેદ છે એને બતાવવા સાથે સમાપ્તિ ૧. પૂર્વમાં શબ્દ બે પ્રકારે બતાવ્યો છે : (૧) આધ્યાત્મિક, (૨) બાહ્ય. અહીં શબ્દના જે ભેદ બતાવે છે તેમાં આ બેય ભેદ આવી જાય છે તેથી પ્રકારાન્તર નથી. ૨. પાછળ આધ્યાત્મિક શબ્દ કહ્યો છે. આનાથી એમ સમજાય છે કે ભાષાત્મક શબ્દ એ પ્રાયોગિક છે. શું કારણ હશે કે અહીં આધ્યાત્મિક ભાષાના ભેદ ન બતાવ્યા ? ૩. આ પાંચ ભેદ પૂર્વમાં બતાવેલ બાહ્ય શબ્દના છે. ૪. પૂર્વમાં બતાવેલ આધ્યાત્મિક શબ્દ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્ત્વાર્થ સૂત્ર બતાવે છે. આ રીતે પુદ્ગલનો પરિણામ જે શબ્દ છે તેની વિચારણા સમાપ્ત થઈ છે. હવે ક્રમથી આવેલ બીજો જે પુદ્ગલનો બંધપરિણામ છે તેની વિચારણા શરૂ થાય છે. (ર) વન્ય ભાષ્ય :- બંધના ત્રણ પ્રકાર છે. (૧) પ્રયોગ બંધ, (૨) વિગ્નસા બંધ, (૩) મિશ્ર બંધ. આ બંધ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓથી થાય છે એમ આગળ (અ. ૫ | સૂ. ૩૨) કહેવાશે. ટીકા - બંધ એટલે બંધાવું. પરસ્પર આશ્લેષરૂપ તે બંધ. અર્થાતુ એકબીજા સાથે લાગી જવારૂપ, ચોંટી જવારૂપ સંબંધ થવો તે બંધ કહેવાય છે. પ્રયોગ એટલે જીવનો વ્યાપાર (૧) પ્રયોગ બંધ - જીવના વ્યાપારથી થયેલો બંધ તે પ્રાયોગિક બંધ કહેવાય છે. દા. ત, જીવ અને ઔદારિક આદિ શરીરનો જે બંધ થાય છે તે તથા લાખ અને લાકડા આદિનો જે બંધ થાય છે તે પ્રાયોગિક બંધ છે. અહીં એ સમજાય છે કે ઔદારિક આદિ શરીરનો કર્તા આત્મા છે અને એ આત્મા કર્મને આધીન થઈ શરીર બનાવે છે. એટલે શરીર સાથે સંબંધ થવામાં જીવનો વ્યાપાર રહેલો છે, વળી લાકડાને જોડવા હોય તો એમાં જીવનો વ્યાપાર હોય તો જોડી શકાય છે માટે એમાંય જીવનો વ્યાપાર કારણ છે, “લાખ' તો સાધન છે. આ રીતે થતો બંધ તે પ્રાયોગિક બંધ છે. (૨) વિસસા બંધ : વિગ્નસા એટલે સ્વભાવ. જીવના વ્યાપારની અપેક્ષા વગર સ્વાભાવિક જે બંધ થાય તે વિગ્નસા બંધ કહેવાય છે. આ વિન્નસા બંધન બે પ્રકાર છે. (૧) આદિમાન વિગ્નસા બંધ, (૨) અનાદિમાન વિગ્નસા બંધ આદિમાન વિસસાબંધ - વીજળી, ઉલ્કા, વાદળ, અગ્નિ, ઈન્દ્રધનુષ વગેરે કે જે વિષમગુણ વિશેષમાં પરિણત પરમાણુઓના થયેલ સ્કંધરૂપ પરિણામ છે. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ પરમાણુનો ત્રણ ગુણ સ્નિગ્ધ અથવા દ્વિગુણ રૂક્ષ પરમાણુઓની સાથે બંધ થાય છે એટલે સ્કંધરૂપ પરિણામ થાય છે અર્થાત્ સ્કંધ બને છે. આ બંધની શરૂઆત થાય છે માટે આવો જે બંધ તે આદિવાળો વિગ્નસાબંધ કહેવાય છે. અનાદિ વિસસાબંધ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશના પ્રદેશોનો પરસ્પર જે બંધ અર્થાત્ પરસ્પર આશ્લેષરૂપ જે સંબંધ છે તે અનાદિ વિગ્નસાબંધ કહેવાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૪ ૧૯૧ (૩) મિશ્ર બંધ : પ્રયોગ અને વિગ્નસા ઉભયથી એટલે જીવના વ્યાપારના સહકારથી અને અચેતન દ્રવ્યના પરિણામરૂપ જે થાંભલા, કુંભ વગેરેનો બંધ થાય છે તે મિશ્રબંધ કહેવાય છે. અર્થાત્ થાંભલા વગેરે જે બને છે તેમાં જીવનો વ્યાપાર છે તે પ્રયોગ છે અને અચેતન દ્રવ્યનો સ્વભાવ છે કે એ રૂપે પરિણમે છે તે વિગ્નસા છે. આમ પ્રયોગ અને વિગ્નસા બંનેથી થતો હોવાથી આ મિશ્રબંધ કહેવાય છે. બંનેની પ્રધાનતાથી મિશ્રબંધ છે. થાંભલા વગેરેમાં જીવનો વ્યાપાર પણ પ્રધાન છે અને અચેતન દ્રવ્યોનો પરિણામસ્વભાવ છે તે પણ પ્રધાન છે. આ મિશ્રબંધમાં પ્રયોગ અને સ્વભાવ બંનેની પ્રધાનપણે વિવક્ષા છે અર્થાત બંને પ્રધાન છે. આ તો બંધવિશેષનો પરિચય આપ્યો છે. વળી ‘સ્નિગ્ધ અને રૂક્ષત્વથી બંધ થાય છે. આ પ્રમાણે બંધનું સામાન્ય લક્ષણ આગળ કહેવાશે. આ સામાન્ય લક્ષણ અનાદિ વૈગ્નસિક બંધમાં સંભવતું નથી પણ બીજા પ્રકારના બંધોમાં તો ઘટી શકે છે. કારણ કે “સામાન્ય વિધિવિશેષેડવસ્થાનું નક' એ ન્યાય છે. “સામાન્યથી કહેલ વિધિ, વિશેષમાં જાય છે આ ન્યાયથી સામાન્યથી બંધનું લક્ષણ બતાવ્યું તે આદિ વિગ્નસા બંધમાં ઘટી જાય છે. માત્ર અનાદિવિગ્નસાબંધમાં આ લક્ષણ ઘટતું નથી એટલા માત્રથી વાંધો આવતો નથી (અહીં એમ સમજાય છે કે સ્નિગ્ધ અને રૂક્ષનો બંધ થાય છે. આ લક્ષણ આદિવિગ્નસાબંધ માટે જ છે. અનાદિવિગ્નસાબંધ માટે નથી.) હવે ક્રમથી પ્રાપ્ત થતા પુગલદ્રવ્યનો પરિણામ જે સૂક્ષ્મતા છે તેનો વિચાર કરાય છે. (૩) સૌમ્ય : ભાષ્ય - સૂક્ષ્મતા બે પ્રકારે છે. ૧. કેમ કે અનાદિ વિગ્નસાબંધ ધર્મ, અધર્મ અને આકાશનો છે. પુદ્ગલમાં અનાદિ વિગ્નસા બંધ હોઈ શક્તો નથી પુદ્ગલોનો જે વિગ્નસા બંધ થાય છે તે બંધની આદિ છે. અનાદિનો કોઈ પણ પુદ્ગલ સ્કંધ હોઈ શકતો નથી. કેમ કે અસંખ્યાત વર્ષે એ સ્કંધ છૂટો થઈ જાય છે. માટે અહીં સ્નિગ્ધ અને રૂક્ષથી બંધ થાય છે તે પુદ્ગલમાં જ થાય છે. અને પુદ્ગલોનો બંધ વૈગ્નસિક હોય કે પ્રાયોગિક હોય પણ અનાદિનો હોઈ શકે જ નહીં માટે અહીં જે કહ્યું છે કે સામાન્યલક્ષણબંધ વૈઋસિક બંધમાં સંભવી શકતો નથી એ બરાબર જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્માને કર્મનો બંધ અનાદિનો છે. તો તમે ના કેમ કહો છો ? તો તેના સમાધાનમાં સમજવું કે આ મિશ્રબંધ છે. આત્માનો પ્રયોગ પણ છે અને પુગલોનો પરિણમન સ્વભાવ છે. આ બંને પ્રધાન છે તેથી મિશ્રબંધ છે પણ વૈગ્નસિક બંધ નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્ત્વાર્થ સૂત્ર (૧) સત્ત્વ સૌમ્ય, (૨) આપેશિક સૌમ્ય સત્ય સૌમ્ય પરમાણુઓમાં જ હોય છે. આપેશિક સૌમ્ય ચણુક વગેરેમાં સંઘાતના પરિણામની અપેક્ષાએ હોય છે. અર્થાત્ ચણકાદિમાં આપેક્ષિક સૌમ્ય છે. તે આપેક્ષિક સૌમ્ય આ પ્રમાણે છે-“આમળા કરતાં બોર નાનું છે'... આ આગળની અપેક્ષાએ બોર નાનું છે. આવું જે સૌમ્ય છે તે કોઈની અપેક્ષાએ હોય છે. ટીકા - સૌમ્ય એટલે સૂક્ષ્મતા. આ સૂક્ષ્મતા પુદ્ગલના પરિણામરૂપ છે. તેના બે પ્રકાર છે. (૧) અન્ય સૂક્ષ્મતા, (૨) આપેક્ષિક સૂક્ષ્મતા. (૧) અન્ય સૂક્ષ્મતા : અંત એટલે વિભાગ. અહીં વિભાગથી પરમાણુઓ આવે છે. આ પરમાણુઓમાં રહેલ જે સૂક્ષ્મતા તે અંત્ય સૂક્ષ્મતા કહેવાય છે. આ અંત્ય સૂક્ષ્મતાનો બીજે ઠેકાણે સંભવ નથી માટે અંત્ય સૂક્ષ્મતા પરમાણુઓમાં જ હોય છે. ભાષ્યમાં રહેલ વ કારનું ફળ આ છે કે અંત્ય સૂક્ષ્મતા પરમાણુઓમાં જ છે પણ બીજે નથી. • (૨) આપેક્ષિક સૂક્ષ્મતા : અપેક્ષા એટલે પ્રતીત્યબુદ્ધિ. (કોઈને લઈને જે બુદ્ધિ થાય તે) આ અપેક્ષાબુદ્ધિ પ્રયોજન જેનું હોય તે આપેક્ષિક કહેવાય. એટલે કે જે સૂક્ષ્મમાં અપેક્ષા પ્રયોજન-કારણ હોય તે આપેક્ષિક સૂક્ષ્મતા કહેવાય. દા. ત. વ્યક આદિ સ્કંધની અપેક્ષાએ ચણક સ્કંધ સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ચણક સ્કંધ સૂક્ષ્મ છે. આવી રીતે ઘણા ભેદવાળું આપેશિક સૌમ્ય છે. ભાષ્યમાં રહેલ સંઘાત પરિણામનો અર્થ સ્કંધ પરિણામ છે. સંઘાત પરિણામ કહો કે સ્કંધ પરિણામ બંને એક જ છે. સ્કંધની સૂક્ષ્મતા બીજા સ્કંધની અપેક્ષાએ હોય છે. એટલે કચણુક આદિમાં સ્કંધના પરિણામની અપેક્ષાએ સૂક્ષ્મતા હોય છે. ૧. ‘મારાવિષે તેણનામમૂર્તત્વા'તત્વા પિ૦ પૃ૦ રરર કોઈ એક અંધ લો. તેના વિભાગ કરતા જઈએ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ જ આવે. આ પરમાણુથી કોઈ સૂક્ષ્મ નથી. માટે પરમાણુમાં જે સૂક્ષ્મતા છે તે અંત્ય છે. અહીં પુદ્ગલની વિચારણા ચાલે છે તેથી પરમાણુ બતાવ્યો છે. (અહીં કોઈ પ્રશ્ન કરે કે પરમાણુ બતાવ્યો તેમ પ્રદેશ બતાવ્યો હોત તો તેમાં પણ અંત્ય સૂક્ષ્મતા છે જ પછી એ કેમ ન બતાવ્યો ? તો તેના સમાધાનમાં સમજવું કે અહીં પુદ્ગલનું પ્રકરણ છે અને પરમાણુ આ ભેદ પુદગલમાં જ છે. પ્રદેશ બતાવાય તો સ્કંધમાં લાગેલા અંત્ય સૂક્ષ્મતા છે આવું ભાન થાત પણ છૂટા પડેલા પરમાણુમાં કેવી સૂક્ષ્મતા છે. આનું ભાન થાય નહીં. માટે પરમાણુ બતાવ્યો છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અધ્યાય-૫ સૂત્ર-૨૪ ભાષ્યમાં રહેલ “તથા’ ‘તે આ પ્રમાણે” આ વાક્ય દ્વારા દષ્ટાંત બતાવે છે કેઆમળાને લઈને (આમળાની અપેક્ષાએ) બોર નાનું છે. ભાષ્યમાં છેલ્લે જે રૂતિ શબ્દ છે તેનો અર્થ “આદિ કરવો. એટલે આમળા અને બોર આદિ દષ્ટાંત છે. “આદિ'થી કહી શકાય કે “બોર કરતાં ચણો નાનો છે.” “ચણા કરતાં રાઈ નાની છે' વગેરે... હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલનો જે સ્થૌલ્ય તેની વિચારણા આરંભાય છે. (૪) સ્થૌલ્ય : ભાષ્ય - સ્થૌલ્ય પણ બે પ્રકારે છે. (૧) અંત્ય સ્થૌલ્ય, (૨) આપલિક સ્થૌલ્ય. આ સ્થૌલ્ય સંઘાત-સ્કંધના પરિણામની અપેક્ષાએ જ હોય છે. તેમાં અંત્ય સ્થૌલ્ય છે તે સર્વલોકવ્યાપી મહાત્કંધમાં હોય છે અને આપબ્લિક સ્થૌલ્ય બોર આદિથી આમળા વગેરેમાં હોય છે. ટીકા :- સ્થૌલ્ય એટલે સ્થૂલભાવ-ભૂલતા (અવયવોનો વિકાસ). આ સ્થૂલતા પરમાણુઓના પ્રચય-સમુદાયના પરિણામરૂપે છે. તેમાં (૧) અંત્ય સ્થૌલ્ય : આ અંત્ય સ્થૌલ્ય સંપૂર્મ લોકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં હોય છે. અહીં અવયવના વિકાસરૂપ સ્થૂલતાની વિવક્ષા કરી છે. પ્રવચનમાં તો આ અચિત્ત મહાસ્કન્ધ સૂક્ષ્મ પરિણામવાળો જ કહ્યો છે. આથી અહીં સ્થૂલતાના વિભાગ કરતાં કરતાં અંત્ય છેલ્લી જેનાથી વિશાળ સ્થૂલતા કોઈ નથી એવી અવયવના વિકાસરૂપ અંત્ય પૂલતા સચિત્ત મહાસ્કન્ધમાં છે એમ સમજવું, પરંતુ તે સૂક્ષમ પરિણામવાળો છે, બાદર પરિણામવાળો નથી. જો આ પુદ્ગલનો સ્થૂલ પરિણામ બાદર હોય તો મોટા પર્વતોની જેમ સમસ્ત લોકનો નાશ થઈ જાય. માટે અહીં જે અચિત્ત મહાત્કંધમાં સ્થૌલ્ય કહ્યું છે અર્થાત્ અંત્ય સ્થૌલ્ય છે તે વિકાશવાળા અવયવોનું ચક્ષુથી અગમ્ય સમજવું અર્થાત્ કોઈ પણ ઇન્દ્રિયથી આ સચિત્ત મહાત્કંધનો પ્રત્યક્ષ થતો નથી. -- (૨) આપેક્ષિક સ્થૌલ્ય : --- બોરથી મોટું આમળું છે અને આમળાથી મોટું દાડમ છે. આ બધું આપેક્ષિક સ્થૌલ્ય છે. ૧. અચિત્ત મહાત્કંધ સ્થૂલતાનો અભાવ હોવાથી ઉત્કૃષ્ટપ્રદેશવાળો બીજો ગ્રહણ કરવો જેથી તે આઠ સ્પર્શવાળો છે પણ અચિત્ત મહાત્કંધ આઠ સ્પર્શવાળો નથી. પ્રચય વિશેષથી સ્થૂલરૂપે ધૂમાદિની માફક વ્યાપક હોવા છતાં પણ નાશ થતો નથી. તેવા મુ0 ટિપ્પ૦ पृ० ३६१ Page #203 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વળી આ આપેક્ષિક સ્થૌલ્યમાં અવયવોનો વિકાસ થવા છતાં પણ બાદર પરિણામ છે અને તેથી જ આમળા વગેરે નયનથી અર્થાત્ ઇન્દ્રિયથી ગમ્ય બને છે. ૧૯૪ હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલના પરિણામ સંસ્થાનને વિચારીએ છીએ. (૫) સંસ્થાન : ભાષ્ય :- સંસ્થાનના અનેક પ્રકાર છે. દીર્ઘ, હ્રસ્વ વગેરેથી લઈને અનિત્યત્વ સુધીના સમજવા. ટીકા :- સંસ્થાન એટલે આકાર, રચના સંનિવેશ. આ આકૃતિ બે પ્રકારે છે. (૧) જીવે ગ્રહણ કરેલ, (૨) અજીવે ગ્રહણ કરેલ. (૧) જીવે ગ્રહણ કરેલ આકૃતિ : પૃથ્વીકાય જીવોની મસૂર જેવી, અપ્લાય જીવોની પરપોટા જેવી, તેઉકાય જીવોની સોયોના સમૂહ જેવી, વાઉકાય જીવોની ધ્વજા જેવી, વનસ્પતિકાય જીવોની અનિત્ય (અનિયત આકાર) જેવી. આ રીતે પૃથ્વીકાયાદિ જીવોના ક્રમથી મસૂર આદિ આકારો છે. અર્થાત્ તેમનાં જે શરીરો છે તે પુદ્ગલથી કરેલાં છે. વિકલેન્દ્રિયનું સંસ્થાન ત્રણેનું શરી૨-સંસ્થાન હુંડક છે. વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય આ પંચેન્દ્રિયોના સંસ્થાન :- પંચેન્દ્રિયોની શરીરરચના છ પ્રકારે છે. યથાસંભવ જે રીતે સંભવી શકે તે નામકર્મના ઉદયથી છ પ્રકારે છે. (૧) સમચતુરર્સ (૨) ન્યગ્રોધ પરિમંડલ, (૩) સાદિ (૪) કુખ્ત, (૫) વામન, (૬) હુંડક. આ પ્રકારે એનાં નામ છે. છયે સંસ્થાનનો પરિચય આ બધાનો પરિચય નીચેની ગાથાથી જાણવો. ૧. આ ઉપ૨થી ફલિત થાય છે કે જે સૂક્ષ્મતા અને સ્થૂલતા બંને એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર પણ ઘટી શકે નહીં તે ‘અંત્ય' છે અને જે અપેક્ષાભેદને લઈને ઘટી શકે તે આપેક્ષિક' છે. વળી જેમાં આપેક્ષિક સૂક્ષ્મતા રહેલી છે તેમાં આપેક્ષિક સ્થૂલતા પણ રહેલી છે. અપેક્ષાજન્ય હોવાથી એકમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા બેનો કોઈ વિરોધ નથી. દીર્ઘતા ને હ્રસ્વતાની જેમ. જેમકે બોર આમળાની અપેક્ષાએ સૂક્ષ્મ છે. પરંતુ ચણાની અપેક્ષાએ તે સ્થૂલ છે. આમ બોરમાં સૂક્ષ્મતા અને સ્થૂલતા બંને અનુભવસિદ્ધ છે. ૨. न चातात्त्विकमेतत् सौक्ष्म्यं स्थौल्यं वा, सन्मूर्ताचेतनत्वादिवदनन्तधर्मात्मके वस्तुनि तद्वाचिशब्देन प्रतीते:, सर्वार्थे न, निमित्तत्वाद् धियो भेदायोगात्, न हि नीलं कृष्णपीताद्यपेक्षयापि नीलानीलधीजनकमिति भावनीयं... तत्त्वा० हारिभ० पृ० २३०. 3. समचतुरस्रं संस्थानं तुल्यं सर्वासु दिक्षु शास्त्रोक्तेन प्रकारेण समप्रमाणं । न्यग्रोधमण्डलं नाभेरुपरि विस्तृतबहुलं Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ (૧) જેના ચારે ખૂણા સમાન હોય તે પહેલું સમચતુરસ્ર સંસ્થાન. (૨) વિસ્તારથી વ્યાપ્ત એવું બીજું ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, (૩) ઊંચાઈથી વ્યાપ્ત એવું ત્રીજું સાદિ સંસ્થાન (૪) મડભકોઇ ખૂંધ નીકળેલી હોય તે ચોથું કુબ્જ સંસ્થાન (૫) નીચેનો ભાગ મડભ (નમી ગયો) હોય તે પાંચમું વામન સંસ્થાન (૬) કોઈ પણ અવયવોમાં ઠેકાણું ન હોય તે છઠ્ઠું હુંડક સંસ્થાન (૨) અજીવે ગ્રહણ કરેલ આકૃતિ : અજીવે ગ્રહણ કરેલ આકૃતિ (૧) વૃત્ત, (૨) ગ્યસ (૩) ચતુરસ (૪) આયત અને (૫) પરિમંડલના ભેદથી પાંચ પ્રકારે છે. ૧. તેમાં વૃત્તના બે પ્રકાર છે : (૧) યુગ્મ (૨) અયુગ્મ. યુગ્મના પણ બે ભેદ છે. (૧) પ્રતર યુગ્મ (૨) ઘન યુગ્મ. તેમાં (૧) પ્રતર યુગ્મ : જઘન્યથી પ્રદેશવાળો અર્થાત્ આકાશના બાર પ્રદેશોને રોકીને રહેલા બાર પરમાણુઓનો જે આકાર થાય છે તે પ્રતયુગ્મ છે. (૨) ઘન યુગ્મ વૃત્ત : ૨. ૧૯૫ આ જ પ્રતર યુગ્મમાં બીજા બાર પરમાણુનો તથા મધ્યમાં રહેલાં ચાર ઘરોમાં ઉપર અને विस्तारबहुलं सादिसंस्थानमुत्सेधबहुलं प्रमाणोपपन्नोत्सेधमित्यर्थः । वामनं मडभकोष्ठं मडभो न्यूनाधिकप्रमाण: कोष्ठो यत्र तन्मडभकोष्ठं परिपूर्णप्रमाणपाणिपादशिरोग्रीवाद्यवयवं न्यूनाधिकप्रमाणकोष्ठं वामनमित्यर्थः । कुब्जमधस्तनकायमडभमधस्तनाः पाणिपादशिरोग्रीवादिरूपा अवयवा मडभा यस्य तत्तथा यत् प्रमाणहीनहस्तपादशिरोग्रीवाद्यवयवं परिपूर्णप्रमाणकोष्ठं तत् कुब्जमित्यर्थः । अन्ये तु वामनकुब्जयोर्व्यत्यासेन लक्षणं प्रतिपेदिरे । अधस्तनकायमडभं वामनं मडभकोष्ठं कुब्जमिति तथा सर्वत्र सर्वेषु शरीरावयवेष्वसंस्थितं न शास्त्रोक्तेन प्रमाणेन संस्थितं तत् हुण्डं हुण्डसंस्थानमिति ॥ १७६ ॥ बृहत्संग्रहणी श्रीमलयगिरिटीकायाम् પરમાણુઓનો સમૂહ કેવળ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલો હોય, પરંતુ વચમાં ચૂડીની પેઠે પોલાણ હોય તે ‘પરિમંડલ સંસ્થાન' છે, જ્યારે જેનો વચલો ભાગ પણ કુંભારના ચાકની જેમ ભરેલો હોય અને જે ગોળાકાર હોય તે ‘વૃત્ત સંસ્થાન' છે. યુગ્મ એટલે સમ સંખ્યા અર્થાત્ બેકી સંખ્યા, અયુગ્મ એટલે વિષમ સંખ્યા—એકી સંખ્યા... ૩. • Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તત્ત્વાર્થ સૂત્ર નીચે ચાર ચાર પરમાણુઓનો પ્રક્ષેપ કરવાથી, અર્થાત્ ૧૨+૧૨+૮=૩૨ પ્રદેશ(પરમાણુ)થી બનેલું આ ઘનયુગ્મવૃત્ત હોય છે. અયુગ્મના પણ બે ભેદ છે : (૧) પ્રતર અયુગ્મ (૨) ઘન અયુગ્મ. (૧) વિષમ-અયુગ્મ પ્રતરવૃત્ત : આ સંસ્થાન જઘન્યથી પાંચ પરમાણુઓથી બનેલું હોય છે અને તે આકાશના પાંચ પ્રદેશોને રોકીને રહેલું હોય છે. (૨) વિષમ-અયુગ્મ ઘનવૃત્ત : અયુગ્મ પ્રતરવૃત્ત સંસ્થાનમાં જ પાંચ પરમાણુના મધ્ય ઘરમાં ઉપર અને નીચે એક એક પ્રદેશના પ્રક્ષેપથી સાત પ્રદેશવાળું અર્થાત્ સાત પરમાણુથી બનેલું સાત આકાશ પ્રદેશોને રોકીને રહેલું આ વિષમ ઘનવૃત્ત બને છે. (જઘન્યથી) ઉત્કર્ષ (ઉત્કૃષ્ટ)થી અનંત પ્રદેશથી બનેલ સંસ્થાન આકાશના અસંખ્યાત પ્રદેશોને રોકે છે. આ રીતે યુગ્મ, અયુગ્મ અને પ્રતર ઘનના ભેદ-પ્રભેદવાળું વૃત્ત સંસ્થાન છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિના (૨) વ્યગ્ન સંસ્થાનની વિચારણા કરીએ છીએ. (૨) ચગ્ન - ચગ્ન એટલે ત્રિકોણ. આ વ્યગ્નના બે પ્રકાર છે : (૧) યુગ્મ વ્યગ્ન (૨) અયુગ્મ વ્યગ્ન. યુગ્મ વ્યગ્નના બે પ્રકાર છે. (૧) યુગ્મ પ્રતર વ્યગ્ન (૨) યુગ્મ ઘન વ્યગ્ન. અયુગ્મ ચગ્નના બે પ્રકાર છે. (૧) અયુગ્મ પ્રતર વ્યગ્ન (૨) અયુગ્મ ઘન વ્યગ્ન. યુગ્મ પ્રતર વ્યસ્ર : જઘન્યથી છ પ્રદેશથી બનેલું આ સંસ્થાન આકાશના છ પ્રદેશોને રોકીને રહે છે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. યુગ્મ ઘન વ્યગ્ન: જઘન્યથી ચાર પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અધ્યાય-૫ સૂત્ર-૨૪ જઃ (અયુગ્મ') પ્રતર વ્યક્ષ : જઘન્યથી ત્રણ પ્રદેશથી બનેલું આકાશના ત્રણ પ્રદેશને વ્યાપીને રહે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. ઓજઃ અયુગ્મ ઘન વ્યગ્ન : જઘન્યથી પાંત્રીશ પ્રદેશથી બનેલું હોય છે. આમાં છેલ્લા છેલ્લા પ્રદેશોને છોડીને દશ+, છઠ, ત્રણ, અને એક નાંખવા. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિમાં (૩) ચતુરગ્ન સંસ્થાનની વિચારણા કરાય છે. (૩) ચતુરસ :- ચતુરગ્ન એટલે ચતુષ્કોણ. આ ચતુરગ્નના પણ બે પ્રકાર છે. (૧) યુગ્મ ચતુરગ્ન, (૨) અયુગ્મ ચતુરગ્ન. યુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) યુગ્મ પ્રતર ચતુરગ્ન, (૨) યુગ્મ ઘન ચતુરગ્ન અયુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) અયુગ્મ પ્રતર ચતુરગ્ન (૨) અયુગ્મ ઘન ચતુરગ્ન. યુગ્મ પ્રતર ચતુરસ : જઘન્યથી ચાર પ્રદેશથી, ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. યુગ્મ ઘન ચતુરગ્ન : આ યુગ્મ પ્રતર ચતુરગ્નમાં ચાર પ્રદેશના પ્રક્ષેપથી યુગ્મઘનચતુરગ્ન આઠ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ આ સંસ્થાન છે. આ પાંત્રીસની ઉપર બતાવેલ પ્રક્રિયા દ્વારા અલગ અલગ બનતા પ્રતરો ઉપર પ્રમાણે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઓજ-અયુગ્મ પ્રતર' ચતુરસ ઃ આ સંસ્થાન જઘન્યથી નવ પ્રદેશોથી બનેલું આકાશના નવ પ્રદેશોને રોકીને રહે છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. ઓજ-અયુગ્મ ઘન ચતુરસ : ઓજ પ્રતર ચતુરસ્રમાં ઉપર અને નીચે નવ નવ પ્રદેશના-પ્રક્ષેપથી આ સંસ્થાન ૨૭ પ્રદેશોથી બનેલું હોય છે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. હવે અજીવેગ્રહણ કરેલ આકૃતિ (૪) આયતનો વિચાર કરાય છે. (૪) આયત ઃ- આયત એટલે લંબચોરસ. આયતના બે પ્રકાર છે : (૧) યુગ્મ આયત, (૨) અયુગ્મ આયત. યુગ્મ આયતના બે ભેદ છે. (૧) યુગ્મ શ્રેણી આયત, (૨) યુગ્મ પ્રતર આયત. અયુગ્મ આયતના બે પ્રકાર છે : (૧) અયુગ્મ શ્રેણી આયત, (૩) અયુગ્મ પ્રતર આયત. યુગ્મ શ્રેણી આયત : ૫. જઘન્યથી બે પ્રદેશથી અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. તત્ત્વાર્થ સૂત્ર યુગ્મ પ્રતર૪ આયત : જઘન્યથી છ અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ સંસ્થાન હોય છે. આ જ જેવી રીતે રચિત છે તેમાં ઉપર છ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી બાર પ્રદેશવાળું યુગ્મઘનાયત થાય છે અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું થાય છે. ૨. ૩. ૪. Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ ઓજ-અયુગ્મ શ્રેણી આયત : આ સંસ્થાન જઘન્યથી ત્રણ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું હોય છે. ઓજ-અયુગ્મ પ્રતર આયત : જઘન્યથી ૧૫ પ્રદેશથી અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. આમાં જ ઉ૫૨ અને નીચે ૧૫-૧૫ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી ૪૫ પ્રદેશવાળું અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને ઓજઘનાયત બને છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિ (૫) પરિમંડલનો વિચાર આરંભાય છે. (૫) રિમંડલ : આ પરિમંડલ સંસ્થાનના બે પ્રકાર છે : (૧) પ્રતર પરિમંડન, (૨) ઘન પરિમંડલ. પ્રતર૪ પરિમંડલ : જધન્યથી ૨૦ પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. ઘન પરિમંડલ -- પ્રતર પરિમંડલમાં ૨૦ પ્રદેશ નાંખવાથી જઘન્યથી ૪૦૫ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ ઘન રિમંડલ સંસ્થાન છે. પ્રશ્ન :- ભાષ્યમાં તો ‘આયત' કહ્યું નથી તો ‘આયત' લાવ્યા ક્યાંથી ? ઉત્તર ઃ- ભાષ્યમાં દીર્ઘ અને હ્રસ્વનું ગ્રહણ કર્યું છે તેનાથી ‘આયત’”નું ગ્રહણ થાય છે, અને આદિ પદથી બાકીના સંસ્થાન ગ્રહણ કરવાના છે. ૧. ૪. ૨. ૫. • :::: . ૧૯૯ . . . · ૩. ૬. વ્યવહારને અનુસા૨ી ઉપદેશથી કેટલાક પરમાણુથી બનનાર સંસ્થાનનો ઉપદેશ નથી, અને ‘અનિત્યં’સંસ્થાન દીર્ઘદિરૂપે વ્યવહારને યોગ્ય નથી અને જીવનાં સંસ્થાનો વડે પણ અધિકા૨ નથી. તત્ત્વા૰મુદ્રિત॰ ટિપ્પણ૦ પૃ૦ રૂ૬૨. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્ત્વાર્થ સૂત્ર અનિત્ય : વૃત્ત આદિ જે પ્રકારો બતાવ્યા તે પ્રકારથી જેનું નિરૂપણ થઈ શકે નહીં તે અનિત્થ (અનિયત આકારવાળું) સંસ્થાન કહેવાય છે. “અનિત્થ'નો જે ભાવ તે અનિયંત્વ. આ અનિત્યં સુધી સંસ્થાન(આકાર)ને અનેક પ્રકાર છે. હવે ક્રમથી પ્રાપ્ત થતા પુદ્ગલના પરિણામભેદના પ્રકાર વિચારાય છે. (૬) ભેદ - ભાષ્ય :- ભેદના પાંચ પ્રકાર છે : (૧) ઔત્કારિક (૨) ચૌર્ણિક, (૩) ખ૭, (૪). પ્રતર, (૫) અનુતટ, ટીકા - એકત્વરૂપ દ્રવ્યના પરિણામને જુદો પાડવો તે ભેદ કહેવાય છે, અર્થાત્ એકને અનેક કરવું તે ભેદ કહેવાય. આ ભેદ, પુદ્ગલનો પરિણામ છે. કેમ કે જે વસ્તુ ભૂદાઈ રહી છે. તે વસ્તુનો વિષય છે. અર્થાતુ વસ્તુનો ભેદ થાય છે માટે તે ભેદ, વસ્તુનો પરિણામ છે. વસ્તુ ન હોય તો ભેદ કોનો ? વસ્તુ હોય તો જ તેનો ભેદ થાય. માટે બે ભિન્ન વસ્તુ છે તે જ ભેદ છે. એટલે ભેદતી વસ્તુનો વિષય હોવાથી ભેદ એ પુદ્ગલનો પરિણામ છે તે સિદ્ધ થાય છે. (ભેદ એ અભાવરૂપ નથી.) આ ભેદના પાંચ પ્રકાર છે. તેમાં (૧) ઔત્કારિક : છોલાઈ રહેલ લાકડું, પાલી, ભેરી અને બુન્દાદિના ઘર્ષણ આદિના વિષયરૂપ ઔત્કારિક ભેદ છે. અર્થાત્ ઘસારાથી જે છૂટા પડે દા. ત. ચંદન ઘસવાથી તેના ઘસારા જુદા પડે તે અથવા લાકડા આદિને ફાડવા, વહેરવા, પથ્થર ચીરવા વગેરે ઔત્કારિક ભેદ કહેવાય. (૨) ચૌર્ણિક : અવયવ સુધી ચૂરવાથી અર્થાત્ દાણે દાણાને ચૂરવાથી જે ભૂકો થાય તે ચૌર્ણિક ભેદ કહેવાય છે. દા. ત. આટો ચૂર્ણ થાય તે, દળવાથી જેનું ચૂર્ણ થાય તે, મુઠ્ઠીમાં રહેલા લોટની જેમ ચૂર્ણ થાય તે ચૌર્ણિક ભેદ કહેવાય છે. (૩) ખંડ : ખંડ ખંડ કરીને નાશ કરવો અર્થાત્ મોટા મોટા કટકા થવા, ઘડા, આદિને ફોડવાથી થાય તે ખંડ કહેવાય છે. દા. ત. નાંખેલા માટીનો પિંડ જેમ ટુકડેટુકડા થઈ જાય છે તેમ ટુકડેટુકડા થવા તે ખંડભેદ છે. (૪) પ્રતર : અબરખ અને ભોજપત્ર આદિના પડને છૂટા પાડવાથી જે ભેદ થાય તે પ્રતર ભેદ છે. આ રીતે ઘણા પ્રકારના પડવાળી વસ્તુના પડ પડ છૂટા કરવા તે પ્રતરભેદ કહેવાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ (૫) અનુતટ : છોલવાથી જે જુદું પડે તે, છોતરા ઊખડે તે અનુતટ ભેદ કહેવાય છે. દા. ત. વાંસની ચીપ ઉતારવી, શેરડીની છાલ ઉખાડવી અનુતટ ભેદ છે. ૨૦૧ ભાષ્યમાં જે રૂતિ શબ્દ છે તે ભેદની ઇયત્તા બતાવવા માટે છે. એટલે ભેદના આટલા જ—પાંચ જ પ્રકાર છે. આવો અર્થ થાય છે. હવે ક્રમથી આવતા પુદ્ગલના પરિણામ અંધકાર, છાયા, આતપ, અને ઉદ્યોતનો વિચાર શરૂ કરાય છે. (૭) તમ (૮) છાયા (૯) આતપ (૧૦) ઉદ્યોત. ભાષ્ય :- અંધકાર, છાયા, તડકો અને ઉદ્યોત પરિણામથી થનારા છે. અર્થાત્ પુદ્ગલના પરિણામ છે. આ બધા જ સ્પર્શાદિ બધાં પુદ્ગલોમાં જ હોય છે માટે પુદ્ગલો સ્પર્શોદિવાળાં છે. શેષ પરિણામો એક જ ભાષ્યથી બતાવવાનું કારણ... અંધકાર આદિ ચારેનો વિચાર સમાન હોવાથી એક જ પ્રઘટ્ટ એટલે એક જ ભાષ્યરચનાથી નિર્દેશ કર્યો છે. અંધકાર આદિ આ ચારે પુદ્ગલ દ્રવ્યના પરિણામથી થનારા છે. અર્થાત્ આ બધા પૌદ્ગલિક છે. આવું ભાષ્યકાર મ૰ પ્રતિપાદન કરે છે. (૭) અંધકાર ઃ અંધકાર એ પદ્ગલનો પરિણામ છે. કેમ કે દીવાલની જેમ જોવામાં અવરોધ કરે છે, દૃષ્ટિને રોકે છે, વસ્ત્રની જેમ દૃષ્ટિને ઢાંકી દે છે. જોવામાં આડું આવે છે તેમ અંધકાર પણ દૃષ્ટિને અવરોધક અને આવારક છે. આથી પુદ્ગલનો પરિણામ છે. (૮) છાયા : પાણી અને વાયુની જેમ શીતલ હોવાથી અને વૃદ્ધિ પામતી હોવાથી છાયા એ પુદ્ગલનો પરિણામ છે. (મંદ વાયુ વૃદ્ધિ પામતા મહાવાયુ બની છાપરાના છાપરા ઉડાડી દે છે. વાયુ જેમ અલ્પ અને મહા બને છે. તેમ છાયા પણ નાની, મોટી બને છે તેથી વાયુની જેમ વૃદ્ધિ પામતી ક્યું છે.). (૯) આતપ : અગ્નિની જેમ તડકો પણ તપાવે છે, પરસેવાનું કારણ છે અને ઉષ્ણ છે માટે આતપ પણ પુદ્ગલનો પરિણામ છે. (૧૦) ઉદ્યોત : પાણીની જેમ આહ્લાદક હોવાથી અને અગ્નિની જેમ પ્રકાશક હોવાથી ચંદ્રનાં કિરણો આદિ પુદ્ગલનો પરિણામ છે, તથા પદ્મરાગમણિ આદિનો ઉદ્યોત ઉષ્ણ પણ નથી, શીત પણ चशब्दात् वृष्टिदीपोद्योताविरोधादिपरिणामपरिग्रहः.... हारिभ० तत्त्वा० पृ० २३१. K. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્ત્વાર્થ સૂત્ર નથી અર્થાત્ અનુષ્કાશીત છે. આ બધો પુદ્ગલનો પરિણામ છે. આથી અંધકાર અને છાયા આદિ મૂર્ત દ્રવ્યનો વિકાર છે. આપણે અંધકાર એ પુદ્ગલ દ્રવ્ય છે આ પ્રમાણે નિરૂપણ કર્યું પણ વૈશેષિકો તેને અભાવરૂપે સ્વીકારે છે. “અંધકાર એ પુદ્ગલ દ્રવ્ય નથી પણ અભાવરૂપ છે.” આવું નિરૂપણ કરે છે તે માટે અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યનું વૈધર્મ બતાવી અંધકાર અભાવરૂપ છે તે સિદ્ધ કરે છે. અંધકાર અભાવરૂપ છે. પૂર્વપક્ષ :- અંધકાર એ ભાવનો અભાવ છે–પદાર્થનો અભાવ છે. કેમ કે દ્રવ્ય, ગુણ અને કર્મની નિષ્પત્તિનું તેમાં વૈધર્મ છે. અર્થાત્ દ્રવ્યની ઉત્પત્તિ, ગુણની ઉત્પત્તિ અને કર્મની ઉત્પત્તિના જેવી અંધકારની ઉત્પત્તિ નથી. અંધકારરૂપ કાર્ય એ ઘટાદિ દ્રવ્યના જેવું કાર્ય નથી, રૂપાદિ ગુણ જેવું નથી અને ક્રિયા જેવું નથી. તેથી દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યથી અંધકારરૂપ કાર્ય જુદા પ્રકારનું છે. આ પ્રમાણે અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મરૂપ કાર્યનું સાધર્મ નથી અર્થાત અંધકારમાં દ્રવ્ય, ગુણ અને કર્મનું વૈધર્મે છે માટે અંધકાર એ ભાવ નથી પણ અભાવ છે. અંધકાર દ્રવ્ય નથી.. જો અંધકાર દ્રવ્ય હોય તો અનિત્ય હોવાથી ઘટાદિની જેમ ઉત્પત્તિ થવી જોઈએ ! પરંતુ દ્રવ્યની જેમ એની ઉત્પત્તિ નથી કેમ કે અંધકાર એ અમૂર્ત છે, સ્પર્શ રહિત છે, પ્રકાશનો વિરોધી છે, પરમાણુઓથી બનેલ નથી. આમ (૧) અમૂર્ત હોવાથી, (૨) સ્પર્શરહિત હોવાથી, (૩) પ્રકાશનો વિરોધી હોવાથી, (૪) પરમાણુઓથી નહિ બનેલ હોવાથી આ ચાર હેતુ દ્વારા સિદ્ધ થાય છે. અંધકાર એ દ્રવ્ય નથી, અંધકારરૂપ કાર્યમાં દ્રવ્યરૂપ કાર્યનું વૈધર્મ છે. અંધકાર ગુણ નથી.. જો અંધકાર એ ગુણ હોય તો તેનો કોઈ આધાર હોવો જોઈએ ! કેમ કે ગુણનો કોઈ ને કોઈ આધાર હોય છે. જયારે અંધકારના આધારની ઉપલબ્ધિ નથી. આમ (૧) આધારની અનુપલબ્ધિ હોવાથી તથા અંધકાર પ્રકાશનો વિરોધી છે. પ્રકાશ એ દ્રવ્ય છે અને દ્રવ્યનો વિરોધી ગુણ હોઈ શકતો નથી. આથી (૨) પ્રકાશનો વિરોધી હોવાથી અંધકાર એ ગુણ નથી, અંધકારમાં ગુણનું વૈધર્મે છે એ સિદ્ધ થાય છે. ૧. ઉદ્યોતનો સ્પર્શ ઉષ્ણ નથી તેમ શીત નથી પણ અનુષ્કાશીત છે. આવા સ્પર્શવાળો ઉદ્યોત આવ્હાદક છે અને પ્રકાશક છે એ વાત ઉપમા આપીને સમજાવી છે. અર્થાતુ ઉદ્યોત એ પાણી જેવો આલ્હાદક છે અને અગ્નિ જેવો પ્રકાશક છે છતાં પાણી જેવો ઠંડો નથી અને અગ્નિ જેવો ઉષ્ણ નથી, પણ અનુષ્માશીત છે. २. ...प्रभा च सूर्याचन्द्रमसोस्तेजस्विपुद्गलानाञ्च प्रकाशरश्मिभ्यो निर्यदुपप्रकाशः सोऽपि विरलप्रकाशरूपत्वात् पुद्गलपरिणाम एव । तत्त्वन्यायविभाकरे तृतीयकिरणे प० ५३. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૪ અંધકાર એ કર્મ નથી.. જો અંધકાર એ કર્મ હોય તો તેના આશ્રયની ઉપલબ્ધિ થવી જોઈએ ! કેમ કે કર્મનો કોઈ ને કોઈ આશ્રય હોય છે. જ્યારે અંધકારનો આશ્રય નથી. અંધકારના આશ્રયની અનુપલબ્ધિ છે. વળી અંધકાર કર્મ હોય તો સંયોગ, વિભાગ અને સંસ્કારનો હેતુ બનવો જોઈએ ! અંધકાર સંયોગમાં, વિભાગમાં કે સંસ્કારમાં કારણ બનતો નથી માટે અંધકાર એ કર્મ-ક્રિયા નથી. આમ (૧) આશ્રયની અનુપલબ્ધિ હોવાથી (૨) સંયોગ, વિભાગ અને સંસ્કારનો કારણ નહીં બનતો હોવાથી અંધકાર કર્મ(ક્રિયા) નથી. અંધકારમાં કર્મનું વૈધર્મે છે તે સિદ્ધ થાય છે. આમ અંધકાર દ્રવ્ય નથી, ગુણ નથી, કર્મ નથી એટલે અંધકારમાં દ્રવ્ય, ગુણ, કર્મનું વૈધર્મે છે માટે એ સિદ્ધ થાય છે કે તેજનો જ્યાં અભાવ છે ત્યાં અંધકાર છે. તથા તેજનો દ્રવ્યાન્તરના આવરણથી અંધકાર થાય છે. અર્થાત્ જયાં તેજનો અભાવ છે અથવા અન્ય દ્રવ્યથી તેજનું ઢંકાઈ જવું તે અંધકાર છે. એટલે અંધકાર એ અભાવ પદાર્થ છે. આ પ્રમાણે વાદીએ પોતાના પૂર્વપક્ષનું સ્થાપન કર્યું. હવે આપણે તેનો ઉત્તર આપીએ છીએ. ઉત્તરપક્ષ :- દીવાલ આદિની જેમ વ્યવધાન ક્રિયાનું સામર્થ્ય હોવાથી અંધકાર એ પુદ્ગલનો પરિણામ છે. વળી અંધકાર દ્રવ્ય નથી એની સિદ્ધિ માટે તમે આપેલા અમૂર્તત્વ, અસ્પર્શત્વ, પરમાણ્વકૃતત્વ આ હેતુઓ અસિદ્ધ છે. કેમ કે અંધકારમાં મૂર્તિત્વ છે, સ્પર્શવત્ત્વ છે અને પરમાણુક્તત્વ છે. વાદીનો પ્રતિપ્રશ્ન.... પ્રશ્ન - જો મૂર્તવાદિ છે તો અમને અંધકારમાં સ્પર્ધાદિ દેખાતા કેમ નથી ? પ્રતિપ્રશ્નનો પ્રત્યુત્તર. ઉત્તર :- અંધકારમાં મૂર્તિવાદિ હોવા છતાં આપણને સ્પર્શીદિ દેખાતા નથી કારણ કે અંધકારનો પરિણામ જ તેવા પ્રકારનો છે. આથી અંધકારમાં સ્પર્ધાદિ છે તો પણ આપણા લક્ષ્યમાં આવતા નથી. દા. ત. જેમ બારીમાં દેખાય એવા રેણુઓ છે. સૂર્યનાં કિરણોને લીધે બારીમાં રહેલા ઝીણા ઝીણા રજકણો આપણને દેખાય છે પણ તેમનો સ્પર્શ માલૂમ પડતો નથી. એવી રીતે અંધકારમાં મૂર્તિત્વ હોવા છતાં સ્પર્ધાદિ માલૂમ પડતા નથી. આ રીતે તમે અમૂર્તિત્વ અને અસ્પર્શત્વ હેતુ આપ્યા છે તે અસિદ્ધ છે. અંધકાર મૂર્ત છે અને તેથી સ્પર્શદિવાળો છે. માટે દ્રવ્ય છે. ૧. વૈશેષિકો સંયોગ અને વિભાગ એ દ્રવ્યના ગુણ માને છે. એ ત્યારે જ બને કે બે દ્રવ્યોમાં અથવા બેમાંથી કોઈ એકમાં ક્રિયા થાય માટે કહે છે કે અંધકાર એ સંયોગ-વિભાગનું કારણ બનતો નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વળી અંધકાર એ દ્રવ્ય નથી તેની સિદ્ધિમાં અમે ત્રીજો હેતુ ‘પ્રકાશનો વિરોધી હોવાથી' આપ્યો છે. કેમ કે અમે તેજ અને પ્રકાશ બંને અલગ માનીએ છીએ. હવે જે કાર્યદ્રવ્ય હોય છે તેનો તેજ સંબંધી પ્રકાશ સાથે વિરોધ હોતો નથી. જ્યારે અંધકાર તો પ્રકાશનો વિરોધી છે. તેથી અંધકાર એ પૃથ્વી આદિનું કાર્ય નથી. અંધકાર કાર્યરૂપ દ્રવ્ય નથી. આમ અમે આપેલા ત્રીજા હેતુથી અંધકાર દ્રવ્ય નથી એ સિદ્ધ થાય છે. વાદીના હેતુનું અસામર્થ્ય... તમારું આ પ્રતિપાદન પણ યુક્ત નથી. કારણ કે અમે તેજ અને પ્રકાશ બંનેને એક જ માનીએ છીએ. એટલે તેજ કહો કે પ્રકાશ કહો એક જ છે. હવે અંધકાર એ પ્રકાશનો વિરોધી છે માટે દ્રવ્ય નથી આવું તમે કહ્યું હતું તે બરાબર નથી, અસિદ્ધ હેતુ છે, કારણ કે પ્રકાશનો વિરોધક તો જળદ્રવ્ય છે. જળદ્રવ્ય પ્રકાશનું વિરોધી છે છતાં એ કાર્યદ્રવ્ય છે જ તો જેમ જળ પ્રકાશનું વિરોધી છે છતાં એ કાર્યદ્રવ્ય છે તેમ હે વાદી ! અંધકારમાં પણ ‘પ્રકાશનો વિરોધી’ આ હેતુ રહી જાય છે તેથી તે અંધકારમાં દ્રવ્યનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. આમ તમારો હેતુ તમારા સાધ્યને સિદ્ધ કરવા સમર્થ નથી. એટલે તમારો હેતુ અસિદ્ધ જ છે. આની સામે વાદીએ ઉઠાવેલ શંકા : ૨૦૪ નિરંતર ધારથી વરસાદ વરસતો હોવા છતાં ટોડલા ઉપર રાખેલો દીપક બહાર પ્રકાશ આપે જ છે. જો જળ અને પ્રકાશનો વિરોધ હોય તો તો દીપકનો પ્રકાશ બહાર જાય નહિ. કેમ કે દીપકના એ પ્રકાશ પર પાણી પડવાથી તેનો નાશ થઈ જાય ! પણ એવું તો થતું નથી. માટે જળદ્રવ્ય અને પ્રકાશનો વિરોધ નથી. આથી જળદ્રવ્ય પ્રકાશનું વિરોધી છે આ તમારું કથન પણ બરાબર કેવી રીતે ? જળ એ પ્રકાશનો વિરોધી છે. અમારું આ કથન બરાબર જ છે. કેમ કે તેવા પ્રકારના સ્વરૂપને છોડ્યા સિવાય બહાર' નીકળેલા દીપકનાં પુદ્ગલો જળબિંદુઓનો સંબંધ થવાથી તેવા પ્રકારના સ્વરૂપનો ત્યાગ કરે છે. અર્થાત્ પાણી પડે છે તે સમયે તો તે પ્રકાશનાં પુદ્ગલો નાશ પામે છે પરંતુ તે જ કાળમાં, તે જ વખતે દીપકની શિખાથી છૂટા પડેલા બીજા અગ્નિકાયનાં પુદ્ગલો જે જગાને મેળવે છે. અર્થાત્ ત્યાં જ અગ્નિનાં બીજાં પુદ્ગલો આવી જાય છે. એટલે પહેલાના પ્રકાશનાં પુદ્ગલોનું જવું ને નવાં પુદ્ગલોનું આવવું બંને એક જ સાથે થાય છે તેથી જણાતું નથી કે જળપ્રકાશનું વિરોધી બન્યું. અને નવા આવેલા પ્રકાશનાં તે પુદ્ગલોને જળપાત બુઝાવી શકતો નથી. દા.ત. વડવાનલના અવયવોને પાણી જેમ બુઝાવી શકતું નથી તેમ પરિણામની વિચિત્રતા હોવાથી વરસતો વરસાદ પણ તે પ્રકાશનાં પુદ્ગલોને ઓલવી શક્તો નથી. ૧. उत्पत्तिस्थानस्थानामेव प्रदीपपुद्गलानां जलेन विरोधो, न ततो बहिर्निस्सृतानामिति स्याद् विरोधस्स्यादविरोधश्चेति भावः । तत्त्वन्यायविभाकरे पृ० ५३ टिप्पण्याम् । Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૪ ૨૦૫ આ રીતે જળ પ્રકાશનો વિરોધી પણ અને નવાં આવતાં પુદ્ગલોનો અવિરોધી પણ છે. માટે તમારી જે શંકા હતી કે વરસતા વરસાદમાં પણ ટોડલાના દીપકનો પ્રકાશ બહાર જાય છે માટે જળ વિરોધક નથી તેનું સમાધાન થઈ જાય છે. અને જળની જેમ અંધકારમાં પણ ‘પ્રકાશનો વિરોધી હોવાથી' આ હેતુ રહી જાય છે તેથી તે અંધકાર દ્રવ્યત્વ નથી તે સિદ્ધ કરી શકતો નથી.૧ વળી સ્યાદ્વાદીઓને તો કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની સાથે વિરોધી બને છે. દા. ત. દહીં તેલ આદિની સાથે વિરોધી છે પણ ગોળ સાથે વિરોધી નથી. પરંતુ તેલ દહીંની સાથે વિરોધી છે જ. પણ એ બંનેનો વિરોધ તેની દ્રવ્યતાનો નાશ કરવા સમર્થ નથી. આમ વિરોધ હોવા માત્રથી દ્રવ્ય નથી તેમ ન કહી શકાય. આથી પરિણામના ક્રમવિશેષથી પુદ્ગલો તેવા પ્રકારના પરિણામને છોડીને બીજા પરિણામથી રહે છે. આ કથનથી પૃથ્વી આદિ પરમાણુની જાતિ એટલે કે આ પૃથ્વી પરમાણુ છે, આ જલ પરમાણુ છે, આ તેજ પરમાણુ છે, આ વાયુ પરમાણુ છે. આવી જે બીજાઓની માન્યતા છે તે અસિદ્ધ છે એમ સમજાય છે, કેમ કે પરમાણુઓ પૃથ્વીરૂપે, પાણીરૂપે, તેજરૂપે, વાયુરૂપે પરિણામ પામે છે. માટે આ પાર્થિવ પરમાણુ, આ જલીય, પરમાણુ, આ તૈજસ પરમાણુ, આવા વાણ્વીય પરમાણુ આદિ જે નિયમ છે તે અસિદ્ધ છે. બધા પરમાણુઓ સ્પર્શવાળા હોવાથી રૂપાદિવાળા છે. અર્થાત્ દરેક પરમાણુઓ સ્પર્શવાળા જ હોય અને તે સ્પર્શવાળા છે તે રૂપાદિવાળા પણ છે જ. આ કથન દ્વારા જ તમે જે અંધકાર દ્રવ્ય નથી તે સિદ્ધ કરતા ચોથો હેતુ ‘પરમાણુઅકૃતત્વ હોવાથી' તે પણ અસિદ્ધ સિદ્ધ થાય છે. અંધકાર પણ તેવા પ્રકારનો પુદ્ગલનો પરિણામ છે. તે પણ પરમાણુથી જ થયેલો છે. આ રીતે અંધકાર એ દ્રવ્ય નથી તે સિદ્ધ કરતા તમારા આપેલા ચારે હેતુ અસિદ્ધ છે. વળી તમે ‘અંધકારનો કોઈ આધાર ઉપલબ્ધ થતો નથી'. આ હેતુ દ્વારા અંધકાર એ ગુણ નથી. અંધકાર એ કર્મક્રિયા નથી આવું સિદ્ધ કરેલ તે પણ અસિદ્ધ છે. કારણ કે ગુણ અને ક્રિયા એ દ્રવ્યનો પરિણામ માત્ર છે. તેવી રીતે અંધકાર પણ પુદ્ગલનો પરિણામ છે અને પરિણામનો આધાર દ્રવ્ય જ હોય છે. અંધકારરૂપ પરિણામનો આધાર પુદ્ગલ દ્રવ્ય જ છે. માટે આધારની અનુપલબ્ધિ હોવાથી' તમારો આ હેતુ પણ અસિદ્ધ છે. આથી સિદ્ધ થાય છે કે અંધકાર એ પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે (એટલે કે પુદ્ગલ દ્રવ્ય છે.) અને અંધકારને પુદ્ગલ દ્રવ્યનો પરિણામ સિદ્ધ કરવાથી ‘છાયા આદિ પણ પુદ્ગલનો ૧. પ્રદીપનાં કિરણોનો પુષ્કરાવર્તના મેઘની ધારાથી પણ નાશ થતો નથી. સર્વથા જળ અને અનલનો વિરોધ છે એમ કહેવું ઉત્પત્તિસ્થાનમાં જ વિરોધ છે. તત્ત્વા॰ મુદ્રિત ટિપ્પળ પૃ૦ ૩૬૨ छायाऽपि द्रव्यम्, क्रियावत्त्वात्, घटवत्, तत्त्व० तृतीयकिरणे पृ० ५३. ૨. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્ત્વાર્થ સૂત્ર પરિણામ છે એમ સમજી લેવું. હવે પ્રતિબિંબ પણ એક પ્રકારની છાયા જ છે તેથી દર્પણમાં જે પ્રતિબિંબ-છાયા પડે છે તેને માટે કોઈ પ્રશ્ન કરે છે... પ્રશ્ન :- દર્પણના તળિયા વગેરેમાં મુખ વગેરેનું છાયાકારે પ્રતિબિંબ સામે જ કેમ પરિણમે છે? પરાભુખ કેમ પરિણમતું નથી ? વળી દર્પણનું તળિયું કઠિન છે તેને ભેદીને મુખથી નીકળેલાં પુદ્ગલો પ્રતિબિંબપણાને કેવી રીતે પામે છે? ઉત્તર - પ્રતિબિંબ સંમુખ (સામું) જ પડે છે પણ પરાક્ષુખ અન્યતોમુખ (પાછળ) પડતું નથી તેમાં પુદગલોનો તેવા પ્રકારનો પરિણામ જ કારણ છે. અર્થાત્ પુદ્ગલો તેવા પ્રકારે જ પરિણમે છે જેથી સામું પ્રતિબિંબ પડે પરંતુ પાછળ ન પડે. જયાં સ્વભાવ છે એમ કહ્યું ત્યાં કોઈ પ્રશ્ન જ હોઈ શકતો નથી. તેવા પ્રકારનો પરિણામ છે કહ્યું. પછી તે વિષયક પ્રશ્ન જ ન થઈ શકે. કોણ એવો બુદ્ધિશાળી હોઈ શકે કે દૂધ કેમ દહીં આદિરૂપે પરિણમે છે ? અથવા ગાયને ખાવા યોગ્ય ઘાસ વગેરે દૂધરૂપે કેમ પરિણમે છે આવો પ્રશ્ન કરે ? ન જ કરે. કેમ કે આમાં સ્વભાવ કારણ છે. એટલે કોઈ યુક્તિની જરૂર હોય જ નહિ. વળી તે જ પ્રમાણે આપણે તેને જોઈએ છીએ, અને જે પ્રત્યક્ષ દેખાતું હોય તેમાં કોઈ યુક્તિની જરૂર હોતી નથી. માટે અનુપપત્રમ્ દેખાતું હોય ત્યાં યુક્તિયુક્ત નથી આવું કહેવાય નહીં. ત્યાં જો યુક્તિયુક્ત નથી એવું કહે તો ઉપહાસને પાત્ર (મશ્કરીને યોગ્ય) બને છે. આંખ રૂપ જ કેમ ગ્રહણ કરે છે? આવો પ્રશ્ન કરાય ? ન જ કરાય. કરે તો મશ્કરીપાત્ર બને. માટે જ કહેવું પડે કે “પરિણામ કહ્યો” “પરિણામ જયાં કારણ હોય ત્યાં પ્રશ્નને અવકાશ હોય જ નહિ. જેઓ પરિણામને સ્વીકારતા નથી તેઓના મતે મુખાદિને લઈને પ્રતિબિંબ માટે અનેક કારણો કહેવા પડશે. તો પણ સપ્રતિઘ પ્રતિબિંબોદય તે આકારે થાય છે, અન્ય આકારે થતો નથી. આનો જવાબ તો સરખો જ છે, અને કઠિન શિલાના તળિયામાંથી ઝરતા જળ વડે અને અયસ્પિડમાં અગ્નિ પુદ્ગલના પ્રવેશ વડે, શરીરમાંથી પરસેવારૂપે જળના નિર્ગમન વડે પ્રતિભેદ વ્યાખ્યા કરવી. અર્થાત્ જેઓ પરિણામને માનતા નથી તેઓ મુખાદિનું દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે તે માટે કેટલાંય કારણો કહે પણ દર્પણમાં જેવી વસ્તુ છે તેવો તે વસ્તુનો વર્ણ તથા સંમુખ પ્રતિબિંબ પડે છે તે માટે તો કહેવું જ પડશે કે પરિણામ સિવાય બીજું કોઈ કારણ નથી. વળી મુખથી નીકળેલાં પુદ્ગલો કઠિન અરીસાનો પ્રતિભેદ કરે છે તે કેવી રીતે ? અર્થાત કઠિન અરીસાને ભેદીને કેવી રીતે પ્રતિબિંબપણાને પામે છે ? ૧. સતિષ: પ્રતિવોઃ આનો અર્થ એવો સમજાય છે કે પ્રહાર કરતો હોય તો તેનું પ્રતિબિંબ તેવું પડે છે, કોપ કરતો હોય તો કોપવાળું, મૂછ ખાધેલો હોય તો મૂછવાળું પ્રતિબિંબ પડે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૪ ૨૦૭ તેને સમજાવવા માટે આ પ્રમાણે દષ્ટાંત છે—જેમ કઠણ પથ્થરમાંથી પાણી ઝરે છે તેવી રીતે દર્પણમાંથી પ્રતિબિંબનાં પુદ્ગલો બહાર નીકળે છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિનાં પુદ્ગલો પ્રવેશે છે તેમ મુખાદિમાંથી નીકળેલાં પુદ્ગલો કઠિન અરીસામાં પણ પ્રવેશ કરે છે. તથા શરીરમાંથી જેમ પરસેવો બહાર નીકળે છે તેમ પુદ્ગલો દર્પણમાંથી બહાર નીકળે છે. આ રીતે દર્પણતલ કઠિન હોવા છતાં પુદ્ગલો નીકળી શકે છે અને પ્રવેશી શકે છે. પ્રતિબિંબોદય નિર્મળ પદાર્થમાં, દર્પણમાં કે બીજે ઠેકાણે થઈ શકે છે અર્થાત્ સ્વચ્છ પદાર્થમાં, દર્પણમાં કે એવા કોઈ સ્થળે પ્રતિબિંબ પડી શકે છે એમ સમજવું. અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત પુદ્ગલના પરિણામવિશેષ છે. હવે ભાષ્યની બીજી પંક્તિ સર્વ પર્વે તે ઈત્યાદિ દ્વારા પૂ. ભાષ્યકાર મ. બંને સૂત્રમાં બતાવેલા (સૂ. ૨૩, ૨૪) અર્થનું નિગમન કરે છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ વગેરે પુદ્ગલોમાં જ થાય છે માટે પુદ્ગલો સ્પર્શદિવાળાં છે. પરસધવવન્તઃ'માં રહેલો તુન્ પ્રત્યય નિત્ય સંબંધ માટે કરેલો પુદ્ગલ પરિણામ વિશેષને પ્રગટ કરનાર છે. અર્થાત્ “સ્પર્ધાદિ શબ્દાદિ પરિણામ જેમનો સ્વભાવ છે.” અથવા સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામ જેમાં છે તે સ્પર્શદિવાળા કહેવાય. આનાથી અનન્યત્વ બતાવ્યું અને પૂર્વના પરિણામની અપેક્ષાએ અન્યત્વ બતાવ્યું. સ્પર્ધાદિ પરિણામ જેમાં પેદા થાય છે. આ અપેક્ષાએ સ્પર્શાદિ પુદ્ગલથી અન્ય છે અને “સ્પર્શદિવાળાં પુદગલો છે'. આનાથી સ્પર્ધાદિ અને પુગલનું અનન્યપણું બતાવ્યું છે. એટલે કે સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામો પુદ્ગલથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. ભાષ્ય :- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સ્પર્ધાદિ અને શબ્દાદિનું સૂત્ર જુદું કેમ કર્યું ? તેનો જવાબ અપાય છે કે– સ્પર્ધાદિ પરમાણુઓમાં અને સ્કંધોમાં પરિણામથી જ થનારા હોય છે, અને શબ્દાદિ સ્કંધોમાં જ થાય છે અને અનેક નિમિત્તવાળા છે. બંનેમાં આટલો તફાવત છે માટે જુદું સૂત્ર બનાવ્યું છે. ટીકા :- અહીં પ્રશ્નકારે શા માટે પ્રશ્ન કર્યો તેનો આશય સમજીએ. જુદાં જુદાં સૂત્રોની રચના કરવી એ ગૌરવ છે. એકયોગ એટલે એક સૂત્ર રચનાથી કામ થતું હોય તો પૃથફ યોગ– ૧. અન્યયોગવ્યવચ્છેદનું ફળ આ છે - તેના વડે શબ્દાદિ સર્વ સ્કંધના વિષય નથી. તત્ત્વામુદ્રિત ટિકા पृ० ३६१ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તત્ત્વાર્થ સૂત્ર જુદાં સૂત્રોની રચનામાં તે એક યોગ પ્રતિબંધક બને છે. આમ જુદું સૂત્ર બનાવવામાં ગૌરવ આવે છે અને એકયોગ પ્રતિબંધક છે. માટે એક સૂત્રની રચનાથી ઇષ્ટ અર્થની સિદ્ધિ થઈ જાય છે. છતાં બીજું જુદું સૂત્ર બનાવ્યું માટે પ્રશ્નકાર પ્રશ્ન કરે છે. જ્યારે પૂ. આચાર્ય મ(ભાષ્યકાર) વિવક્ષિત અર્થનો બોધ નથી થતો માટે એક સૂત્રથી સ્પર્ધાદિ અને શબ્દાદિનો સંગ્રહ થઈ શકતો નથી, આથી એકયોગના અર્થાત્ “એક સૂત્ર બનાવ્યું હોત તો ? આ પ્રશ્નને હટાવવા માટે જવાબ આપે છે કે – પૂર્વ સૂત્રમાં કહેલા સ્પર્ધાદિ, પરમાણુઓ તથા ચણકાદિ સ્કંધોમાં અનેક પ્રકારના પરિણામની ઉત્પત્તિથી પ્રગટ થાય છે. જ્યારે શબ્દાદિ તો સ્કંધોમાં જ થાય છે. પરમાણુઓમાં થતા નથી. આમ સ્પર્શાદિ પરમાણુથી લઈને પુદ્ગલ માત્રામાં હોય છે જ્યારે શબ્દાદિ સ્કંધોમાં જ હોય છે. આટલો તફાવત છે તે જણાવવા માટે બે સૂત્રોની રચના જુદી છે. શંકા - પૂ. ભાષ્યકાર મા જ્યારે શબ્દની ઉત્પત્તિનો પરમાણુમાં નિષેધ કર્યો તો ચણકાદિ સ્કંધોમાં શબ્દાદિની ઉત્પત્તિનો નિષેધ પ્રાપ્ત થતો નથી. વળી વ કારથી તો “સ્કંધોમાં જ થાય એવો નિયમ થાય છે. તો શું યણુકાદિ સ્કંધમાં શબ્દની ઉત્પત્તિ થાય ? જો પરમાણુમાં શબ્દાદિ ન સંભવે તો કચણુકમાં પણ કેવી રીતે થાય ? આવી સહજ શંકા થાય છે. આ શંકાનું નિવારણ કરવા માટે પૂ. ભાષ્યકાર મ ર શબ્દથી વિકલ્પ કરે છે અને શબ્દાદિ અનેક નિમિત્તવાળા છે' અર્થાત્ શબ્દાદિ સ્કંધોમાં જ થાય છે અને તે અનેક નિમિત્તવાળા છે. અહીં અનેક નિમિત્ત એટલે અનેક–અનંત પરમાણુઓના સ્કંધથી થાય છે. અનંત પરમાણુઓના બનેલા સ્કંધમાં શબ્દાદિ ઉત્પન્ન થાય છે પરંતુ તેથી ઓછા પરમાણુઓના બનેલા સ્કંધમાં ઉત્પન્ન થતા નથી માટે શબ્દાદિ અનંત પરમાણુવાળા સ્કંધનો વિષય છે પણ કયણુક આદિનો વિષય નથી. આથી કયણકાદિમાં પણ શબ્દાદિ સંભવે નહિ. આ રીતે બીજું પણ જોડવા યોગ્ય લાગતું હોય, સંભવતું હોય તે જોડી દેવું જોઈએ. આ રીતે બંનેમાં તફાવત છે તેથી જુદું સૂત્ર કરવામાં આવે તો જ વિવક્ષિત અર્થની પુષ્ટિ થાય પણ એક સૂત્ર કરવામાં આવે તો ન થાય. માટે પર્ણસાધવfવન્તઃ પુદ્રતા અને શબ્દ.આદિ બે સૂત્ર જુદાં બનાવ્યાં છે. નવીન સૂત્રની સાથે પૂર્વ સૂત્રનો સંબંધ કરતાં પૂ. ભાષ્યકાર મા ફરમાવે છે કે– ભાષ્ય :- તે આ પુદ્ગલો સંક્ષેપથી બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે ટીકા - આ ભાષ્ય સંબંધને બતાવનાર છે. પરમાણુથી લઈને સ્કંધ સુધી બધી પુદ્ગલની જાતિ જ છે. તેમાં નિરવયવ, સાવયવ ભેદથી અનંત પ્રકારનાં પુદગલો હોવા છતાં (આવી રીતે પૂર્વ સૂત્ર સાથે સંબંધ કરીને) બે પ્રકારનાં પુદ્ગલો જાણવા આવો ભાષ્યકાર મનો અભિપ્રાય છે. १. अनेकनिमित्ताश्च शब्दादयः संघातभेदादिभ्यो भावादित्यतः पृथक्करणं सूत्रयोरिति । हारिभ० तत्त्वा० पृ० २३१. Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૫ ૨૦૯ એટલે પૂર્વ સૂત્રમાં આપણે જે કહી ગયા કે સ્પર્ધાદિ અને શબ્દાદિ પરિણામને ભજનારાં (પ્રાપ્ત કરનારાં) પુદ્ગલો છે. તે સંક્ષેપથી બે પ્રકારનાં હોય છે. આ બે પ્રકાર બતાવવા માટે ભાષ્યમાં “તથા'.... કહ્યું છે તે આ પ્રમાણે– સાવઃ ન્યાશ ક-૨, I સૂત્રાર્થ - પુદ્ગલોના બે પ્રકાર છે : (૧) અણુ, (૨) સ્કન્ધ (ક્યણુક આદિ) ટીકા :- ક્રમથી આવતા પુદ્ગલના પહેલા પ્રકાર “અણુ'ની વિચારણા કરતાં પહેલાં અણુ' શબ્દની વ્યુત્પત્તિ બતાવાય છે “ગષ્યન્ત તિ મળવ:' આપણા બધાની ઇન્દ્રિયોના વિષયને જે ઓળંગી ગયેલા છે, આપણી ઇન્દ્રિયોથી જે ગમ્ય નથી પણ કેવલ “અણુ” એ પ્રમાણેના શબ્દથી જ જ્ઞાન કરાય છે કેમ કે તે સૂક્ષ્મ છે. અર્થાત્ સૂક્ષ્મ હોવાથી માત્ર શબ્દથી જ જેવું જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોનો વિષય નથી તે અણુ છે. ચણકાદિથી લઈને આગળ અનંતાણુક સ્કંધો એ સ્થૂલ છે. તેથી તેઓમાં પ્રાયગ્રહણઆદાન આદિનો વ્યાપાર સમર્થ બને છે. અર્થાત્ પુદ્ગલનો બીજો પ્રકાર જે સ્કન્ધો છે તે સ્કૂલ હોવાથી લેવા અને આપવાની પ્રવૃત્તિમાં સમર્થ બને છે અને આવા ગ્રહણ, આદાનમાં સમર્થ પુદ્ગલો પ્રાયઃ સ્કંધ કહેવાય છે. સૂત્રમાં શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી આવો અર્થ થાય કે બધાં પુદ્ગલો જ બે પ્રકારનાં છે - (૧) પરમાણુઓ (૨) સ્કંધો. તેમાં પરમાણુનું લક્ષણ પૂર્વાચાર્યોએ જ બતાવ્યું છે તે પ્રમાણ બતાવવા માટે હવે ભાષ્યકાર મ. ૩ ૨ કહીને કારિકા લખે છે. ભાષ્ય - કહ્યું છે... “આ પરમાણુ બધાં કાર્યોનું અંત્ય કારણ છે, સૂક્ષ્મ છે, (દ્રવ્યની અપેક્ષાએ) નિત્ય છે, જેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ હોય છે, કાર્ય જેનું લિંગ છે અર્થાત કાર્યથી (યણકાદિ સ્કંધરૂપ જે કાર્ય છે તેનાથી) પરમાણુનું અનુમાન કરી શકાય છે.” ૧. પ્રાયઃ શબ્દ એટલા માટે છે કે એના કેટલાયે સ્કંધો છે જે સૂક્ષ્મ છે એટલે આદાન આદિ વ્યવહારમાં આવતા નથી. ૨. સૂક: સર્વતપુરતીન્દ્રિયઃ | 3. स चैकरसस्तिक्तरसाद्यपेक्षया एकगन्धः सुरभिगन्धाद्यपेक्षया एकवर्णः कृष्णादिवर्णापेक्षया द्विस्पर्शः शीत कठिनताद्यविरुद्धस्पर्शापेक्षया... अन्ये तु करणमेवेति पठन्ति, तत्त्वसाम्प्रपतिकमिति गुरवः, भेदस्य कार्यतयाऽपि तदन्यत्वावधारणानुपपत्तेः, पाठेऽपि कारणं अन्त्यमेवेति केचिद् व्याचक्षते, एतदपि यत्किचिद, भेदस्य कार्यस्यापि तदन्यत्वादिति,....हारिभ० तत्त्वा० पृ० २३२. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્ત્વાર્થ સૂત્ર હવે આપણે આ કારિકામાં બતાવેલા પરમાણુના લક્ષણને વિસ્તારની વિચારીએ છીએ. (૧) સઘળાંય કાર્યોનું અંત્ય કારણ છે... પૂર્વાચાર્યોએ પરમાણુનો પરિચય આપતાં લક્ષણ બતાવ્યું છે કે “અંત્ય કારણ છે. કારણ કોને કહેવાય? જે કરે તે કારણ... અર્થાત્ કરનાર અહીં કર્તરિમાં સનસ્ પ્રત્યય લગાડ્યો છે અંત્ય એટલે છેલ્લામાં છેલ્લું. અંત્ય કારણ એટલે છેલ્લામાં છેલ્લું જ કારણ છે તે પરમાણું છે. પુદ્ગલના જેટલા ભેદ પ્રકાર થાય છે તે બધામાં છેલ્લામાં છેલ્લો ભેદ પરમાણુ છે. અર્થાત્ પુલના ભેદ પાડતા જ જઈએ, પાડતા જ જઈએ તો છેવટનો ભેદ પરમાણુ થાય છે. એટલે સઘળાય ભેદોને છેડે રહેલો હોવાથી, છેલ્લો ભેદ હોવાથી અંત્ય કહેવાય છે. યણુક અંધથી લઈને ઠેઠ અચિત્ત મહાત્કંધ સુધી સ્થૂલ અને સૂક્ષ્મ ભેદવાળું કાર્ય છે જેમાં, અર્થાત્ ચણક સ્કંધ વગેરે સ્થૂલ (પુદ્ગલ) અને સૂક્ષ્મ ભેદ છે જેના એવા પુદ્ગલરૂપ કાર્યથી લઈને અચિત્ત મહાત્કંધરૂપ પુદ્ગલ સુધી બધાં કાર્ય છે અને પરમાણુ આ બધાનું અંત્ય કારણ છે. અનંત પરમાણુના સ્કંધથી લઈ છેવટે ચણક સુધી બનતા સ્કંધો રૂપ જે કાર્ય થાય છે બધામાં અંત્ય કારણ પરમાણુ છે. બે પરમાણુ ભેગા થતાં કચણુક બને. ત્રણ પરમાણુ ભેગા થતા ચણુક બને ઈત્યાદિ. આ રીતે અણુ સઘળાંય કાર્યોનું અંત્ય કારણ છે. આમ કારિકાના વારાં અત્યં પદ દ્વારા કાર્ય-કારણનો વિભાગ બતાવ્યો. હવે આ અંત્યકારણ પરમાણુ કેવો છે? શું એકાંતે નિત્ય જ છે કે અનિત્ય જ છે? જો એકાંત સ્વીકારાય તો તો કારણ બની શકે નહિ. તે કેવી રીતે એ વાત વિકલ્પો દ્વારા સમજી લઈએ. કાર્યકારણનો વિભાગ આ રીતે છેયણુક આદિ મૂર્ત વસ્તુનું કારણ પરમાણુઓ છે અને અમૂર્ત જ્ઞાનાદિનું કારણ આત્મા છે. પરમાણુ અને આત્મા આ બંને કારણે સર્વથા નષ્ટ માનવામાં ન આવે તો જ કારણ બની જો સર્વથા પરમાણુ અને આત્મા આદિને નષ્ટ માનવામાં આવે તો એ બંને અસતુ થઈ જશે. અસત્ એ કોઈનું કારણ ન બને. દા. ત. વ્યોમપુષ્પ. આકાશકુસુમ અસત્ હોવાથી જેમ કોઈનું જનક બનતું નથી તેમ પરમાણુ, આત્માદિ પણ સર્વથા નષ્ટ મનાય તો અસત્ થશે ને, અસત્ થશે તેથી કોઈના કારણ નહીં બને. આમ એકાંતે નષ્ટ (અનિત્ય) કારણ મનાય તો દોષ આવે છે અને એ કારણ, કારણ બની શકતું નથી. હવે જો આ કારણ એકાંતે (સર્વથા) અનષ્ટ (નિત્ય) માનવામાં આવે તો જેવી પૂર્વ Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૫ ૨ ૧ ૧ અવસ્થા હતી તેવી ને તેવી જ અવસ્થા રહેવી જોઈએ. હવે પરમાણુ અને આત્માની તેવી ને તેવી અવસ્થા રહે તો તે કારણ બની શકે નહિ. કાર્યના જનક બની શકે નહિ. આમ એકાંતે અનન્ટ (નિત્ય) કારણ મનાય તો પણ દોષ આવે છે અને એ કારણ, કારણ બની શકતું નથી. કાર્યકારણના સ્વીકારમાં એકાંતવાદીઓ માટે બીજી કોઈ અવસ્થા નથી. એ જ અવસ્થા છે : (૧) અનિત્ય, (૨) નિત્ય. આ બંનેમાં એકાંતવાદીઓનો એકાંત હોવાથી તેઓ ક્યાં તો કારણને એકાંત નિત્ય માનશે, ક્યાં તો એકાંત અનિત્ય માનશે. આ રીતે એકાંત નિત્ય કે અનિત્ય માનતા ક્યાં તો તેવી ને તેવી અવસ્થા રહે એટલે કોઈ કાર્ય થાય નહીં અને ક્યાં તો તે બંને નષ્ટ થતાં કારણ અસત્ અવિદ્યમાન થઈ જશે માટે કાર્ય થશે નહિ અર્થાત્ આત્મા અને પરમાણુ કારણ બની શકશે નહિ. આમ બેમાંથી કોઈ પણ રીતે સ્વીકારાય તો તે કારણ બની શકે નહીં અને કારણ બની શકે નહીં એટલે કોઈ કાર્યનો જનક બને નહિ. જયારે કાર્ય અને કારણ બંનેય જગતમાં પ્રસિદ્ધ છે. ઉપર મુજબ કારણને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનવામાં દોષ આવે છે તો તેના નિવારણ માટે એકાંતવાદી એમ કહેવા ઉત્સુક થાય કે આ બેથી ત્રીજો જ જુદો પક્ષ (પક્ષાન્તર) એકાંત નિત્ય પણ નહીં, એકાંત અનિત્ય પણ નહીં પણ “અવક્તવ્ય કારણ છે આવો જુદો જ પત્ર સ્વીકારાય જે જાજ્વલ્યમાન છે. આ “અવક્તવ્ય કારણ છે' આવો પક્ષ પણ બરાબર નથી. તે કહેવું પણ અયુક્ત છે. કેમ કે અવક્તવ્યતાનો પક્ષ સ્થિર કરવો અતિ મુશ્કેલ છે. કોઈ પણ અવક્તવ્ય ત્રણ પ્રકાર હોઈ શકે છે. (૧) બોલવા માટે શક્ય ન હોય, (૨) એ વસ્તુનું અજ્ઞાન હોય, (૩) વસ્તુનો અભાવ હોય. હવે આપણે જોઈએ આ પરમાણુ અને આત્માદિ કારણ કયા પ્રકારે અવક્તવ્ય છે? (૧) કહેવાને અશકય હોવાથી અવક્તવ્ય છે ? શું બોલવા માટે અશક્ય છે માટે અવક્તવ્ય છે? જેનો પરિચય આપી શકાય નહીં તે અવક્તવ્ય હોય છે. જો આ રીતે તું અવક્તવ્ય કહે તો તારી આ વાત બરાબર નથી, કારણ કે લોકમાં તે પ્રમાણે પ્રતીત છે. માટે કહેવાને અશક્ય હોવાથી અવક્તવ્ય છે આવું તું કહી શકતો નથી. (૨) અજ્ઞાન હોવાથી અવક્તવ્ય છે ? શું કાર્ય કારણનું અજ્ઞાન છે માટે અવક્તવ્ય છે ? કારણ કે જે વસ્તુનું જ્ઞાન ન હોય, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તત્ત્વાર્થ સૂત્ર અજ્ઞાન હોય તે વક્તવ્ય બનતું નથી. જો આ રીતે તું અવક્તવ્ય કહે તો તારી આ વાત પણ બરાબર નથી. કેમ કે આપ્ત પુરુષને અજ્ઞાન હોતું નથી. માટે અજ્ઞાનથી અવક્તવ્ય છે એમ પણ કહી શકાય તેમ નથી. (૩) વસ્તુનો અભાવ હોવાથી અવક્તવ્ય છે..? શું કારણનો અભાવ છે? કારણ કે વસ્તુ જ ન હોય તેનો અભાવ હોય તો તે કેવી રીતે વક્તવ્ય બની શકે ? જો આ રીતે તું અવક્તવ્ય કહે તો પણ તારી વાત બરાબર નથી. કારણ કે વસ્તુ તો તે પ્રમાણે દેખાય છે. આ રીતે ત્રણ પ્રકારે કારણ અવક્તવ્ય નથી તે આપણે વિચાર્યું. કોઈ પણ રીતે અવક્તવ્યતાનો પક્ષ ઊભો રહી શકતો નથી. ઉપર મુજબ અવક્તવ્ય પક્ષ પણ ઘટી શક્તો નથી તેથી એકાંતવાદી નવા પક્ષની જ વાત કરે છે કે – કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ બંને એક કાળે થાય છે આવું સ્વીકારવું અર્થાત્ જે સમયે કારણનો નાશ થાય છે તે જ સમયે કાર્ય ઉત્પન્ન થાય છે. આમ બંને એકસાથે થાય છે. હવે જો તું આ નવો પક્ષ સ્વીકારે તો તે પણ બરાબર નથી. કારણ કે આ પક્ષ પણ પહેલા કરેલા બે વિકલ્પો (૧) એકાંત નષ્ટ (અનિત્ય) (૨) એકાંત અનષ્ટ(નિત્ય)ને ઓળંગી શકતો નથી. આ બંને વિકલ્પો આ પક્ષમાં પણ આવી જ જાય છે. કારણ કે તું કહે છે કે કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ સમકાલે થાય છે. હવે જો કારણ નાશ નથી પામ્યું તો તે શું એકાંતે અનન્ટ છે ? જો (૧) એકાંતે કારણ અનન્ટ છે તો તે તેવું ને તેવું રહે છે, કશો ફેરફાર થતો નથી માટે કાર્ય ઉત્પન્ન થાય જ નહિ. હવે જો તું કહે કે (૨) કારણ વિનાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે તો તે પણ વિચારવા લાયક નથી. કેમ કે “કારણ વિનાશ પામે છે. આમાં ‘વિનશ્યતિ' આ પદ વડે વિનાશ ક્રિયાવાળી એક વસ્તુ કહેવાય છે. જે વસ્તુ સ્વાભાવિક, નશ્વર, વર્તમાનકાળની અવધિવાળી અર્થાત્ વર્તમાનકાળમાં રહેલી, સંપૂર્ણ નાશ પામેલી નહીં અર્ધનષ્ટ છે. આવું ‘વિનશ્યતિ'થી ભાન થાય છે. આથી આ બાહ્ય પદાર્થ કિંચિત નષ્ટ છે અને કિંચિત્ અનષ્ટ છે. એટલે “વિનશ્યતિથી નખાનદ બંને ધર્મથી યુક્ત વસ્તુ કહેવાય છે. આથી “વિનશ્યતિ' આ પ્રયોગ, પ્રાપ્ત થયેલી ક્રિયાના વિસર્જનના માર્ગવાળી વસ્તુની પ્રતીતિ કરાવે છે. અર્થાત “વિનશ્યતિ' “વિનાશ પામે છે'. આ ક્રિયાપદથી નાશ ક્રિયાવાળી વસ્તુ છે. આવું ભાન થાય છે. આથી આ બીજો વિકલ્પ પણ તારા અન્ય પક્ષમાં ટકી શકતો નથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૫ ૨૧૩ ક્ષણિકવાદ સિદ્ધ થયો. કોઈનું આવું નિરૂપણ થયું એટલે ક્ષણિકવાદી બૌદ્ધ વચ્ચે જ બોલી ઊઠે છે કે આ રીતે જો કારણ વિનાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત કરે છે તેનાથી તો અમારો ક્ષણિકવાદ સિદ્ધ થયો. ક્ષણિકવાદ સંગત થઈ શકતો નથી. બુદ્ધના અસંબદ્ધ વચનથી હણાઈ ગયેલા ચિત્તવાળા હે બૌદ્ધો ! એ પક્ષમાં તમે સંગત થઈ શકતા નથી. કેમ કે તમે જે બે એકસાથે માનો છો તે જુદી રીતે અને આ પક્ષ કહે છે તે જુદી રીતે. તમે ત્રાજવાની સાથે અભિન્ન એવી જે ત્રાજવાની દાંડી છે તેની સાથે બંધાયેલા બે ખૂણાઓ-પલ્લાઓમાં નમન અને ઉન્નમન બે એકસાથે થાય છે તેમ વિનાશ અને ઉત્પત્તિ એક કાળમાં માનો છો. જ્યારે “કારણ નાશ પામે છે અને કાર્ય ઉત્પન્ન થાય છે. આ બંને એકીસાથે થાય છે? આવું માનનાર અન્ય પક્ષ છે. આ પક્ષમાં ત્રાજવાની મોટી દાંડીના જેવું કોઈ અભિન્ન અન્વય કારણ છે જેને લઈને નાશ અને ઉત્પત્તિ એકસાથે થઈ શકે છે. ત્યારે તારા મતમાં મોટી ત્રાજવાની દાંડી જેવું કોઈ અભિન્ન અવયિ કારણ નથી, એવું કોઈ અન્વયિ દ્રવ્ય નથી કે જેનાથી એક વસ્તુમાં નાશ અને ઉત્પત્તિ એકસાથે થઈ શકે. માટે કારણનો નાશ અને કાર્યનો ઉત્પાદ થાય છે. આવું માનવાવાળાના પક્ષમાં તું સંગત થઈ શકતો નથી. પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણને અત્યંત ભિન્ન માનવામાં દોષ... હવે જો તું પૂર્વક્ષણ (કારણ) અને ઉત્તરક્ષણ(કાય)ને અત્યંત ભિન્ન માનીશ તો આ સંતતિ સભાગ છે અને આ સંતતિ વિભાગ છે આ પ્રમાણેનો વ્યવહાર બની શકશે નહિ. તેથી સ્વસંતતિમાં ફળનું આધાન અર્થાત્ કાર્ય બની શકશે નહિ. બુદ્ધની સંતાન અમારી સંતાનમાં (બુદ્ધ સિવાયના બીજાઓમાં) ફળ-કાર્ય કેવી રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. આ રીતે પરમાણુ અને આત્માદિરૂપ કારણના સ્વીકારમાં એકાંતવાદીઓની વિચારધારા ટકી શકતી નથી. (૧) એકાંત નષ્ટ માને કારણને તો અસત્ થવાથી તે કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ, (૨) એકાંત અનષ્ટ માને કારણને તો જેવું છે તેવું જ રહ્યું માટે પણ કાર્ય ઉત્પન્ન થાય નહિ. (૩) કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ સમકાળે માનવામાં પણ ઉપરના બે વિકલ્પો કાયમ રહે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તત્ત્વાર્થ સૂત્ર (૪) ક્ષણિકવાદી બૌદ્ધના મતે તો ત્રાજવાના પલ્લાની જેમ એકસાથે બંને થાય છે તેનો કોઈ આધાર અન્વયિ દ્રવ્ય નથી તો કોના આધારે થાય ? વળી પૂર્વની ક્ષણરૂપ કારણ, ઉત્તર ક્ષણરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે તે ક્ષણ અત્યંત ભિન્ન મનાય તો તેની ઘટ, ઘટ, ઘટ, આવી સભાગ સંતતિનો વ્યવહાર રહે નહિ. અત્યંત ભિન્ન હોવાથી તે ઉત્તરક્ષણરૂપ કાર્ય સંતતિને ઉત્પન્ન કરી શકે નહિ તેથી સ્વસંતતિમાં ફળનું આધાન ન કરી શકે માટે કોઈ કાર્ય થાય નહિ. આ રીતે કાર્ય-કારણ ભાવના સ્વીકારમાં એકાંતવાદીઓની વિચારધારા અલિત થાય છે. તેથી હવે આ વાતને અહીં જ ટૂંકાવીએ. આની ચર્ચાને હવે જવા દો. અને આપણે આપણો ચાલુ વિષય આગળ ચલાવીએ. કેમ કે પરમાણુનું લક્ષણ સમજવાનું છે. હજી તો “સર્વ કાર્યોનું અંત્ય કારણ એ જ વિચારી રહ્યા છીએ. હવે આ જ વિચારણાને સ્યાદ્વાદની આપણી શૈલીથી વિચારીએ. પરમાણુ, આત્મા વગેરે પરિણામી કારણ છે. પરિણામી કારણ હોય તો ક્યણુકાદિ કાર્ય અને જ્ઞાનાદિ કાર્ય થાય જ છે, નહિ તો નથી જ થતા. જો આત્માદિને અને પરમાણુને પરિણામી કારણ ન મનાય તો કયણુકાદિ, જ્ઞાનાદિ કાર્ય થઈ શકે નહિ. માટે જેના હોવાથી જ જેનો સદૂભાવ હોય છે અને જેના અભાવમાં જે ન જ હોય તે કારણ કહેવાય, બીજું કાર્ય કહેવાય છે. દાત. તંતુ હોય તો જ પટ થાય છે, તંતુ ન હોય તો પટ થતો જ નથી માટે તંતુ એ કારણ છે અને પટ એ કાર્ય છે. આને અન્વય-વ્યતિરેક કહેવાય છે. આ રીતે “અંત્ય કારણ” પરમાણુને પરિણામી કારણ તરીકે સ્વીકારાય તો જ તેની હાજરીમાં કાર્ય થાય. નહિ તો ન જ થાય. પરિણામી સ્વીકારવાથી તે સર્વથા નષ્ટ નથી થતું અને સર્વથા તેવું ને તેવું નથી રહેતું માટે તે કારણ કાર્ય કરવા સમર્થ બને છે. આ રીતે “કારણ હોય તો જ કાર્ય થાય, કારણ ન હોય તો ન જ થાય'. આ નિરૂપણ દ્વારા યદચ્છાવાદી જે આકાશ, બગીચો, પહાડ આદિના કારણ તરીકે યદચ્છાને માને છે તેનું નિરાકરણ બીજા ગ્રંથોમાં કરેલું છે ત્યાંથી જાણી લેવું. કારણના પરિચયમાં “જનો ઉપયોગ અયુક્ત છે. વાદી - આમ કહો તો પણ તમે જે “જે હોય તો જ થાય છે, ન હોય તો નથી જ થતું' આવું જે અવધારણ કરો છો તે અયુક્ત છે. કેમ કે (૧) કણેરનો જન્મ લાલ ઉત્પલના ફળથી, પોતાની શાખાથી અને સ્વબીજથી જોવાયેલ છે. (૨) વળી ગાયના અને ઘેટાના રૂંવાટાથી દૂર્વા નામનું ઘાસ થાય છે. (૩) શીંગડાથી બાણ બને છે. આમ જે હોય તો જ થાય છે. આ અવધારણ ખોટું થયું કેમ કે બીજાથી પણ ઉપરોક્ત વસ્તુઓ થાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૫ અવધારણ નિર્દોષ છે... સ્યાદ્વાદી :- પરમાણુ હોયે છતે જ કણેર આદિ થાય છે અને આત્મા હોય તો જ જ્ઞાનાદિ થાય છે. એટલે અમે જે સ્કંધનું કારણ પરમાણુ કહીએ છીએ તે છે જ. જ્ઞાનનું કારણ આત્મા કીએ છીએ તે પણ છે જ માટે અવધારણ કરવામાં કોઈ દોષ નથી. પરિણામી કારણથી અપેક્ષાવાળાં પરિણામો છે... સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે પરિણામી કારણની અપેક્ષાવાળાં પરિણામો પ્રત્યેક કાર્યપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પરિણામી કારણની અપેક્ષા રાખનારાં બધાં કાર્યો છે. આમ એ નિશ્ચિત થાય છે કે પરિણામી કારણની અપેક્ષા રાખનારાં પરિણામો છે. પરિણામો ત્યારે બની શકે એનું પરિણામી કારણ હોય. કારણ ન હોય તો પરિણામો પ્રગટિત થતાં નથી. ૨૧૫ દા. ત. જેમ મંત્રથી પ્રતિબદ્ધ-બાંધેલ ઝેરની મારણશક્તિ. મતલબ ઝે૨માં મા૨ણશક્તિ છે પણ મંત્રથી તે દૂર કરી છે તો ઝેર મારી શકતું નથી. મારણનું કારણ ઝેરમાં મારણશક્તિ છે તે તો મંત્રથી પ્રતિબદ્ધ છે. માટે ઝેર મારણરૂપ કાર્ય કરી શકતું નથી. તેમ પરિણામી કારણ માનવામાં ન આવે તો પદાર્થમાં પરિણમન શક્તિ હોવા છતાં પરિણામ પેદા થઈ શકે નહીં. આ રીતે પરિણામી કારણ હોય તો જ કાર્ય થાય છે. પરિણામી કારણ ન હોય તો કાર્ય નથી જ થતું આવો જે કાર્યકારણભાવ બતાવ્યો છે તે બરાબર છે. આ રીતે બીજાં પણ જે કારણો કુંભાર-નિર્વર્તક કારણ, દંડ-નિમિત્ત કારણ, આકાશાદિઅપેક્ષા કારણ આ બધાં કારણોની યોજના કરી લેવી. આ રીતે કરવાથી કોઈ વિરોધ આવતો નથી. બીજાં કારણોની યોજના પણ પરિણામી કારણની જેમ કરવાની. તે ‘આ પ્રમાણે આ બધાં કારણો હોય. તો જ કાર્ય થાય.' આ બધાં કારણો ન હોય તો કાર્ય ન જ થાય. આ રીતે કાર્ય-કારણભાવ સુવ્યવસ્થિત છે. આ સાથે પરમાણુના લક્ષણનો વિચાર કરતાં (૧) સઘળાં કાર્યોનું અંત્ય કારણ છે, આ વિચાર સમાપ્ત થાય છે અને આપણે એટલું સમજ્યા કે સર્વ કાર્યોનું અંત્ય પરિણામી કારણ પરમાણુ છે. હવે પરમાણુ ‘સૂક્ષ્મ' છે તે વિચારીએ છીએ. (૨) સૂક્ષ્મ છે... પરમાણુ સૂક્ષ્મ છે કેમ કે આપણા જેવાઓને (ચર્મચક્ષુવાળાઓને) આગમથી જાણવા યોગ્ય છે. (૩) નિત્ય છે... Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પરમાણુ ‘નિત્ય છે' તે આ પ્રમાણે— દ્રવ્યાસ્તિક નયથી રૂપાદિવાળો પરમાણુ નિત્ય છે અને પર્યાયાસ્તિક નયથી નીલાદિ આકારરૂપ પર્યાયથી અનિત્ય જ છે. તત્ત્વાર્થ સૂત્ર (૪) પરમાણુ છે... જે પરમ અનુરૂપ છે, જેનાથી કોઈ નાનો નથી. અર્થાત્ એવું કોઈ દ્રવ્ય જેનાથી નાનું નથી તે પરમાણુ છે. (૫) એક રસ, ગંધ, વર્ણવાળો છે... પરમાણુમાં પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણમાંથી કોઈ એક રસ, એક ગંધ અને એક વર્ણ હોય છે. (૬) પરમાણુ બે સ્પર્શવાળો છે... ચાર સ્પર્શમાંથી અવિરુદ્ધ બે સ્પર્શવાળો હોય છે. (૭) કાર્ય જેનું લિંગ છે... પરમાણુને ઓળખવાનું ચિહ્ન કાર્ય છે અર્થાત્ કાર્ય દ્વારા અનુમાનથી જેનું જ્ઞાન કરાય છે. આપણને પ્રત્યક્ષ દેખાતા બાદર પરિણામને ભજનારા અનેક પ્રકારના કાર્ય દ્વારા તેનું જ્ઞાન કરાય છે. જેમ પ્રત્યક્ષ ધૂમથી અપ્રત્યક્ષ વિહ્નનું અનુમાન કરાય છે તેમ દેખાતા ઘટાદિ કાર્ય વડે પરમાણુનું અનુમાન કરાય છે. આ રીતે પરમાણુનું લક્ષણ પૂર્વાચાર્યોએ કહેલું છે તે આપણે વિસ્તારથી વિચાર્યું. હવે સૂત્રમાં બતાવેલ પુદ્ગલનો બીજો ભેદ ‘સ્કંધ’ અને આ પ્રથમ ભેદ પરમાણુ આ બેમાં શું તફાવત છે તે પહેલા વિચારી લઈએ ત્યાર બાદ બીજા ભેદ ‘સ્કંધ'ને સારી રીતે સમજીશું. ભાષ્ય :- પરમાણુઓ અબદ્ધ હોય છે અને સ્કંધો બદ્ધ જ હોય છે. ટીકા :- અબદ્ધ એટલે પરસ્પર અસંયુક્ત, નહિ જોડાયેલા. પરમાણુઓ પરસ્પર અબદ્ધ છે, એકબીજાને નહિ જોડાયેલાં એવાં પુદ્ગલો તે પરમાણુઓ છે. બંધાયેલા પરમાણુઓનો સમુદાય અર્થાત્ પરસ્પર જોડાઈને રહેલા પરમાણુઓનો સમુદાય તે સ્કંધ કહેવાય છે. તેમાં બાદર પરિણામવાળા સ્કંધો આઠ સ્પર્શવાળા બંધાયેલા જ અણુના સમુદાયરૂપ હોય છે અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો ચાર સ્પર્શવાળા જ બંધાયેલા જ પરસ્પર જોડાઈને રહેલા પરમાણુઓના સમુદાયરૂપ હોય છે. અણુઓ પરસ્પર અબદ્ધ હોય છે જ્યારે સ્કંધો પરસ્પર બદ્ધ હોય છે. આ બંને ભેદમાં આટલો તફાવત હોય છે. પૂર્વ સૂત્રમાં સંક્ષેપથી પુદ્ગલના બે ભેદ બતાવી પહેલા ભેદનું સ્વરૂપ વિચાર્યું, અને Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૬ ૨૧૭ અંતે પહેલા ભેદ અને બીજા ભેદમાં તફાવત છે તે સમજાવ્યો. હવે આ તફાવત શા માટે ? આવો પ્રશ્ન ઉઠાવી પૂ. ભાષ્યકાર મ. તેના સમાધાનરૂપે નવા સૂત્રનો આરંભ છે જે જણાવતાં કહે છે કે – ભાષ્ય :- આ વૈવિધ્યતા શા માટે છે ? આ પ્રશ્નનો જવાબ છે–સ્કન્ધો તો ટીકા - પૂર્વ સૂત્રના અંતે પરમાણુ અને સ્કંધમાં ભેદ છે એમ જણાવ્યું. આ વિષયને નહીં જાણનાર કોઈ પ્રશ્ન કરે છે કે પરમાણુ અને સ્કન્ધ આ બંને પુદ્ગલ દ્રવ્ય છે છતાં આટલો ફરક કેમ? એક બદ્ધ અને બીજો અબદ્ધ આ તફાવત શા માટે? ત્યારે પૂ. આચાર્ય મહારાજ જવાબ આપે છે કે “જાતાવત' આ વાક્યથી સ્કન્ધનું નિરૂપણ શરૂ કરે છે તેથી કોઈ પૂછે છે કે – પ્રશ્ન :- તમે પુગલના બે ભેદ પાડ્યા. તેમાં પહેલા અણુ અને પછી સ્કન્ધો કહ્યા છે તો ક્રમથી પ્રાપ્ત થયેલા પરમાણુનું વક્તવ્ય પહેલા કરવું જોઈએ, સ્કંધોનું પછી કરવું જોઈએ ને ? જવાબ :- સ્કંધોનું બહુ વક્તવ્ય હોવાથી અર્થાત્ સ્કંધો માટે ઘણું કહેવાનું હોવાથી પહેલા સ્કંધની વાત શરૂ કરાય છે. ભાષ્યમાં “તા' શબ્દ ક્રમભેદ-ક્રમનો ફરક બતાવવા માટે છે. હવે તે સ્કંધો જેવી રીતે થાય છે તેવી રીતે આ સૂત્રથી બતાવે છે. અર્થાત્ સ્કંધો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે બતાવવા પૂ. સૂત્રકાર મ કહે છે કે – રક્તમેશ્ય સ્પંદને I -૨૬ સૂત્રાર્થ - સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી ઉત્પન્ન થાય છે. ભાષ્યઃ- બે પ્રદેશ આદિવાળા સ્કંધો સંઘાત, ભેદ અને સંઘાતભેદ આ ત્રણ કારણોથી ઉત્પન્ન થાય છે. ટીકા - ભાષ્યનો ભાવાર્થ એ છે કે સંઘાત (સંહતત્વ), ભેદ (ભિન્નત્વ) અને સંઘાતભેદથી સ્કંધોની ઉત્પત્તિ થાય છે. ભાષ્યમાં રહેલ તિ શબ્દ સ્કંધની ઉત્પત્તિમાં આ ત્રણ જ કારણ છે એમ કારણની ઇયત્તા બતાવે છે. ભાષ્યમાં “દ્ધિપ્રદેશાદય કહ્યું છે તેનો અર્થ આ પ્રમાણે છે– १. स्कन्दन्ति-शुष्यन्ति पुद्गलविचटनेन, धीयन्ते च-पुष्यन्ते पुद्गलचटनेनेति स्कन्धाः द्रव्यलोकप्रकाश पृ० २०. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તત્ત્વાર્થ સૂત્ર ઢિપ્રદેશાદિમાં રહેલા “આદિ' શબ્દનું પ્રયોજન... સંપૂર્ણ સ્કંધના પ્રકારોમાં પ્રથમ સ્કંધનો પ્રકાર યણુક અંધ છે. તે “દ્ધિપ્રદેશથી બતાવી યણુકથી લઈને ઠેઠ અનંતાનંત અણુ સુધીના સ્કંધો છે તે સારી રીતે સમજાઈ જાય માટે “આદિ શબ્દ મૂક્યો છે, અર્થાત “યણુકથી લઈને અનંતાનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. આનાથી બે પ્રદેશથી લઈને બધા સ્કંધો સારી રીતે સમજાઈ જાય. માટે “આદિ શબ્દનું ગ્રહણ છે. હવે “આદિ પદ દ્વારા બધા સ્કંધો સમજાય છે તે કેટલા પ્રદેશના સંઘાતથી કયો સ્કંધ બન્યો કહેવાય તે બતાવતાં સ્કંધની ઉત્પત્તિનું પહેલું કારણ બતાવે છે. ભાષ્ય :- તે આ પ્રમાણે બે પરમાણુઓના સમુદાયથી દ્ધિપ્રદેશી ઢંધ બને છે, જ્યણુક (બે પ્રદેશવાળો સ્કંધ) અને પરમાણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો વ્યણુક અંધ બને છે. આ રીતે સંખ્યાતા પરમાણુના સંઘાતથી, અસંખ્યાત પરમાણુના સંઘાતથી, અનંતાનંત પરમાણુના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો બને છે. સ્કંધની ઉત્પત્તિમાં ચોથું કારણ નથી.. ટીકા - ભાષ્યમાં રહેલા તથા શબ્દથી ભાષ્યકાર સંઘાતાદિ ત્રણની વિચારણા કરે છે. સ્કંધની ઉત્પત્તિનાં આ ત્રણ જ કારણ છે એવું આ મુનિ મહારાજનું વચન સ્કંધની ઉત્પત્તિમાં આ ત્રણ કારણ સિવાય ચોથું કોઈ કારણ નથી તે બતાવે છે. હવે સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણો પૈકી પહેલા કારણનો વિચાર કરાય છે. (૧) સંઘાતથી સ્કંધ બને છે. બે પરમાણુના સંઘાતથી અર્થાત્ પરસ્પર આશ્લેષ-સંયોગ પરિણામથી ચણક સ્કંધ બને છે. આ વાત આગળ “ધિક્ષાત્ વધુઃ '(/ ફૂડ રૂર)માં કહેવાશે. બૌદ્ધો તરફથી ઉઠાવાતો પ્રશ્ન.. પૂર્વપક્ષ ઃ નિરવયવ (નિષ્પદેશ) બે પરમાણુઓની સંહતિ થવાથી કયણુક અંધ કેવી રીતે બને ? કેમ કે બે પરમાણુઓનો સંબંધ તો કોઈ રીતે બની શકતો નથી. છતાં પણ બે પરમાણુનો સંબંધ મનાય તો તે સર્વાત્મના માનશો કે એકદેશથી? અર્થાત્ એક પરમાણુનો બીજા પરમાણુ સાથે જે સંબંધ થાય છે તે સર્વથી થાય છે કે દેશથી? પરમાણુના પરમાણુ સાથે સર્વાત્મ સંબંધમાં એક જ પરમાણુની આપત્તિ. જો સર્વાત્મના-સર્વથી પરસ્પર પરમાણુનો પરમાણુ સાથે સંબંધ થાય છે એમ કહો તો તો આખું જગત એક પરમાણુરૂપ બની જશે. કેમ કે જેટલા પરમાણુઓ છે તે બધા પરસ્પર સર્વાત્મના સંબંધ કરે તો એક જ પરમાણુ બની જાય. આમ આખું જગત એક પરમાણુમાત્ર જ થઈ જશે. માટે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સર્વાત્મના સંબંધ બની શકે નહિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૬ ૨૧૯ દેશથી સંબંધ માનવામાં પરમાણુ સાવયવ થશે... જો એક પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી સંબંધ છે એમ કહેશો તો પરમાણુ પરમાણુ નહિ રહે. કેમ કે પરમાણુ તો નિરવયવ-નિપ્રદેશ છે અને દેશથી સંયોગ માનતા પરમાણુ સાવયવ થઈ જશે. આમ કોઈ પણ રીતે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સંબંધ બની શકતો નથી. આ રીતે દેશ અને સર્વ ઉભયથી સંયોગ ઘટતો ન હોવાથી બંને બાજુથી પાશારજજુ-દોરડાનો ફાંસો આવી જાય છે. આ રીતે સ્કંધ ઘટી શકતો નથી. માટે પરસ્પર સંયુક્ત થયા વગર સંબંધવાળા પરમાણુઓ જ છે પણ સ્કંધ નથી. દા. ત. જેમ આકાશમાં ભેગા થયેલા વાળ દેખાય છે એ બધા વાળ પરસ્પર બદ્ધ નથી. તેમ પરમાણુઓ પરસ્પર બદ્ધ નથી માત્ર પરસ્પર ભેગા થયેલા છે. વાળ જ્યારે દૂર હોય છે તો એનો પ્રત્યક્ષ થતો નથી તેમ પરમાણુઓ છૂટા હોય છે ત્યારે તેમનો પ્રત્યક્ષ થતો નથી પણ એનો સમુદાય હોય છે ત્યારે પ્રત્યક્ષ થાય છે. આમ પરમાણુઓ ભેગા થયેલા સમુદાયરૂપ હોય છે પણ બદ્ધ એટલે પરસ્પર આશ્લિષ્ટ નથી. આથી અંધ બની શકતો નથી. આ વાત વિદ્વાનથી લઈને સ્ત્રી, બાળક સહુ જાણે છે અર્થાત્ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. આ રીતે પરમાણુઓમાં પરસ્પર સંયોગ છે. આ વાત ઘટતી ન હોવાથી સ્કંધની વાત ઉપેક્ષણીય છે. એક પરમાણુ બીજા પરમાણમાં પ્રવેશી શકતા નથી. ઉત્તરપક્ષ :- હે વાદી ! તારી વાત યુક્તિ વિનાની છે. તે વસ્તુને યથાર્થ રીતે, વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવી રીતે વિચાર્યા વગર જ જેમ તેમ વિચાર ચલાવ્યો છે. કારણ કે રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ હોવાથી સપ્રતિઘ એટલે (સપ્રદેશા) પ્રદેશવાળા એવા પરમાણુઓ સંયોગ વખતે વ્યવધાનવાળા એકબીજામાં પ્રવેશી જતા નથી. કેમ કે રૂપાદિ પરમાણુઓના અવયવો છે. અર્થાત રૂપાદિની અપેક્ષાએ પરમાણુઓ સાવયવ છે અને સાવયવ હોવાથી એકબીજામાં પ્રવેશી જતા નથી. જેમ સ્તંભ અને કુંભ સાવવી છે તો તેમનો આશ્લેષ (સંયોગ) જરૂર થાય છે પણ એકબીજામાં પ્રવેશી જતા નથી તેમ પરમાણુઓ પણ સાવયવ હોવાથી એકબીજામાં પ્રવેશી જતા નથી. વળી દ્રવ્ય અને ભાવના ભેદથી પરમાણુ સાવયવ પણ છે અને નિરવયવ પણ છે. આ વાત અમે પહેલા કહેલી છે. દ્રવ્ય પરમાણુની અપેક્ષાએ પરમાણુ નિરવયવ છે અને ભાવ પરમાણુની અપેક્ષાએ સાવયવી છે. પરમાણુનો સર્વાત્મના સંબંધ માનશો તો આ પ્રશ્ન જ બેહૂદો છે.. વળી કયણુક આદિ બધા ભેદોનો દૂર કરેલ એવો દ્રવ્યરૂપે પરમાણુ એક છે. એ એક પરમાણુમાં તું સર્વ શબ્દનો પ્રયોગ કરે છે તે કેવી રીતે સંભવે? પરમાણુ પરમાણુની સાથે સર્વથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ તત્ત્વાર્થ સૂત્ર સંબંધવાળો છે? આવો પ્રશ્ન કરતાં તને વિચાર ન આવ્યો કે તું સર્વશબ્દનો પ્રયોગ કરે છે તે અનેક વસ્તુનો વિષય કરનાર સર્વશબ્દ “સંપૂર્ણ” અર્થને કહે છે. આ વાત લોકમાં વિવાદ વગર રૂઢ છે તે સર્વશબ્દ અસંબંધ અર્થવાળો ન થાય? અર્થાત્ સર્વશબ્દ સંપૂર્ણવાચી છે એક પરમાણુને કહેનાર કેવી રીતે થાય? માટે સર્વાત્મના પરમાણુનો પરમાણુ સાથે સંબંધ કેવી રીતે? આવો વિકલ્પ જ થઈ શકતો નથી. વાદી ! તારા બે વિકલ્પોમાંથી “સર્વાત્મના પરમાણુ બીજા પરમાણુની સાથે સંબંધવાળો બને છે? આ વિકલ્પ તો હવામાં ઊડી ગયો. પરમાણુનો એક દેશથી સંબંધ છે? આ પ્રશ્ન પણ બેહૂદો છે. અનેક અધ્યવસાય અભિપ્રાયવાળી વસ્તુના કોઈ એક અભિપ્રાયને કથન કરનાર એક શબ્દ છે. જ્યારે જેમાં કોઈ વિશેષ નથી. વિભાગ નથી એવા પરમાણુના વિષયમાં સાધ્યમાનું પ્રસંગ એકદેશથી સંબંધ છે ! આ કેવી રીતે સ્વીકારી શકાય? અર્થાત્ અનેક દેશવાળી વસ્તુ હોય તો તેના કોઈ એક દેશને કહેનાર એક દેશ શબ્દ છે પણ જેમાં કોઈ ભેદ નથી, દેશ નથી તેવા પરમાણુના વિષયમાં એક દેશથી સંબંધ છે. આવો પ્રસંગ કેવી રીતે સાધી શકાય? ન જ સાધી શકાય. આ રીતે બીજો વિકલ્પ પણ બની શકતો નથી. ઉપસંહાર.. આપણો કહેવાનો મતલબ એ જ છે કે એક જ વસ્તુને અનેક દૃષ્ટિઓ હોય છે. તેમાંથી કોઈ એક દૃષ્ટિને જણાવનાર તારો એકદેશથી સંબંધ છે આવો શબ્દ પ્રયોગ પરમાણુ માટે યોગ્ય નથી. કેમ કે પરમાણુ એ સર્વ ભેદ-પ્રભેદોથી મુક્ત છે. માટે પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી સંબંધ છે? આ તારો પ્રશ્ન અયોગ્ય છે. કેમ કે પરમાણુમાં દ્રવ્યથી દેશ જ નથી, તો તું પરમાણુમાં એકદેશ સિદ્ધ કરી શકે ક્યાંથી? કેમ કે પરમાણુ નિરવયવ છે. માટે સર્વ અને દેશથી આ બંને વિકલ્પોને કહેનારું તારું વચન શબ્દ અને અર્થના નહીં જાણનારા અને સારી રીતે પ્રસિદ્ધ એવા લોકવ્યવહારથી દૂર રહેલાં શુદ્ર જંતુઓની જડતા-મૂર્ખતા વધારે છે. આ રીતના વિકલ્પો કાતર પુરુષ એકાંતવાદી જ કરે પણ સકલવાદના પરમેશ્વર એવા સ્યાદ્વાદના આશ્રયથી પ્રાપ્ત કરેલ અતુલ બલવાળા સ્યાદ્વાદી ન કરે. વળી કોઈ શંકા કરતાં પૂછે છે કે શું એક પરમાણુ બીજા પરમાણુ સાથે સંયુક્ત થતાં તે પરમાણુ દેશથી તેમાં પ્રવેશી જાય છે ? પરમાણુમાં પરમાણુ પ્રવેશી જતો નથી.... તેનું સમાધાન એ છે કે પરમાણુ પરમાણુની સાથે સંબંધ કરતો કોઈ એકદેશથી જોડાતો નથી–સંબદ્ધ થતો નથી, કેમ કે પરમાણુ નિરવયવ છે, એનો કોઈ અવયવ નથી. પરમાણુ પોતે જ અવયવ છે, બીજા દ્રવ્યરૂપ અવયવ દ્રવ્યથી રહિત છે. એટલે સ્વયં અવયવરૂપ પરમાણુ બીજા Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨૨૧ પરમાણુ સાથે ભેદથી સંબંધને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પોતાના જુદા અસ્તિત્વને રાખીને યોગ પામે છે. પરમાણુ બીજા પરમાણુ સાથે સંબંધવાળો બને છે પણ બીજા પરમાણુમાં દેશથી પ્રવેશી જતો નથી. કારણ કે પરમાણુ સક્રિય છે અને તેથી જે આકાશપ્રદેશમાં બીજો પરમાણુ રહેલો છે તે આકાશમાં જ તે પરમાણુ પ્રવેશે છે. આમ અણુશંનો અર્થ જ્યાં એક પરમાણુ છે ત્યાં જ તે આકાશમાં બીજો પરમાણુ પ્રવેશે છે આવો થાય છે પરંતુ અણુમાં અણુ પ્રવેશી જાય છે તેવો કોઈ રીતે સિદ્ધ થતો નથી તે આપણે ૩yÍની બે પ્રકારે વ્યુત્પત્તિ દ્વારા સમજી લઈએ. અને આથી શંકાનું સમાધાન પણ થઈ જશે કે પરમાણુ બીજા પરમાણુમાં દેશથી પ્રવેશતો નથી પણ ભેદથી સંબંધ પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે (૧) તિતિ મિન રૂતિ મજુર્થ કરણ અને અધિકરણમાં પ અર્થમાં તે પ્રત્યય “જે આકાશમાં પરમાણ રહેલો છે તેમાં પ્રવેશે છે'... ઉપર જે વ્યાખ્યા કરી છે તે આ વ્યુત્પત્તિથી કરી છે. (૨) મળી તિષ્ઠતિ તિ પુર્ઘ શાસ્ત્રી પ... ઇત્યાદિથી જ પ્રત્યય. “અણુમાં રહે છે તે અર્થાત્ વિવક્ષાવશથી અણુમાં રહે એટલે અણુસંબદ્ધ કહેવાય. આ બીજી વ્યુત્પત્તિથી અર્થ કરો તો પણ અણુની સાથે અણુનો સંબંધ છે. આ જ વિવક્ષા છે, પણ અણુમાં અણુ પ્રવેશે છે. આવો અર્થ તો થાય જ નહિ. શંકા - પ્રવેશ વગર યોગ નહિ.... જો અણુમાં બીજા અણુનો આવેશ-પ્રવેશ ન હોય તો યોગ બનશે નહિ. જેમ બે આંગળીઓ પરસ્પર પ્રવેશ નહીં પામેલી હોવાથી દેશમાં યોગ નથી તેવી રીતે પરમાણુનો દેશમાં પ્રવેશ ન હોવાથી પરમાણુની સાથે યોગ બની શકશે નહીં. પરમાણુ પરમાણુ સાથે સ્વયં સંયુક્ત થાય છે. આ વ્યવહાર અયોગ્ય છે. કેમ કે અમે પ્રવેશથી યોગ કહેતા નથી પરંતુ પરમાણુ નિરવયવ હોવાથી બે આંગળીની જેમ દ્રવ્યરૂપ બીજા પ્રદેશ સાથે સંયુક્ત નથી. તેને બીજો દ્રવ્યરૂપ પ્રદેશ જોડાયેલો નથી. પરમાણુ પોતે જ યુક્ત થાય છે આટલું જ અમે કહીએ છીએ. અનાવિકૃત્વાન્ - હેતુ અનેકન્તિક છે. ૧. અહીં જે “મેન' “ભેદથી' આ શબ્દપ્રયોગ છે તે સ્કંધથી છૂટા પડેલા પરમાણુઓ માટે જ છે એવું નથી તેથી અહીં ભેદ શબ્દનો અર્થ એક પરમાણુનો બીજા પરમાણુ સાથે યોગ થાય છે, તે બંનેનો ભેદ રહે છે અને યોગ થાય છે. આ સમજણ આપના માટે છે. અને તેથી જ એક પરમાણુમાં બીજા પરમાણુના પ્રવેશની મનાઈ કરી. માટે જ આગળ મજુરચંનો અર્થ કરે છે તેનાથી સમજાય છે કે સ્કંધમાંથી છૂટો પડેલો (ભેદથી) બે પરમાણુનો યોગ છે તે અહીં વિવક્ષિત નથી. સ્કંધથી છૂટો પડેલો એ પરમાણુના યોગને પ્રાપ્ત કરે છે ત્યાં ભેદથી યોગ થયો એમ કહી શકાય પણ અહીં તે વિવક્ષિત નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર હવે તમે જે ‘અનાવિષ્ટાત્' હેતુ આપ્યો હતો તે હેત્વાભાસ છે, અનૈકાન્તિક દોષથી દૂષિત છે. કેમ કે સૂક્ષ્મ ક્ષેત્રના-ચંગુલ પ્રમાણ ક્ષેત્રના ભેદ કરતા જઈએ ત્યારે ચંગુલના અંતિમ ભાગમાં જે બે પ્રદેશો છે તે નિરંતર (આંતરાવગર) ત્યાં જ રહેલા છે. ત્યાં રહેલા એવા બે પ્રદેશો પ્રવેશ નહીં કરતા જ સંયુક્ત થાય છે અર્થાત્ પ્રવેશ કર્યા વિના જ સંયુક્ત છે એટલે એ બે પ્રદેશોનો યોગ છે પણ પ્રવેશ નથી તો આમ તમારો હેતુ જ્યાં સાધ્યાભાવ છે ત્યાં રહી ગયો. કેમ કે તમે યોગાભાવની સિદ્ધિમાં ‘અનાવિષ્ટત્વાત્' હેતુ આપ્યો હતો તે હેતુ જ્યાં યોગ છે ત્યાં રહી ગયો માટે તમારો આ હેતુ વ્યભિચારી છે. ૨૨૨ શંકા :- તો તમારા કહેવા પ્રમાણે પર્યન્તવર્તિ બે પ્રદેશો નિરંતર અવસ્થિત છે અને પ્રવેશ નથી તો તો તમારે દેશથી સંયુક્ત છે એમ કહેવું પડશે. સમાધાન :- વાદી ! તારું આ કથન પણ બરાબર નથી. કેમ કે પ્રદેશો સૂક્ષ્મ છે તેથી એના બીજા કોઈ દેશનો સંભવ જ નથી. દેશનો સંભવ જ નથી તો દેશથી સંયુક્ત છે એમ કહેવાની વાત જ ક્યાં ? શંકા :- તો તમારા કહેવા પ્રમાણે પ્રદેશો સ્વયં સંયુક્ત થઈ જાય છે એ વાત ઠીક પણ સૂક્ષ્મ હોવાથી દેશથી યોગ નથી એમ કહ્યું તો હવે બે આંગળીઓ છે તેનો યોગ નહીં થાય. કેમ કે તે તો સૂક્ષ્મ નથી અને દેશના અભાનવાળી પણ નથી. માટે તેનો તો દેશથી યોગ થશે પણ આંગળીઓનો યોગ તો નહીં જ થાય. સમાધાન :- તારી આ શંકા પણ બરાબર નથી. કેમ કે બે આંગળીઓમાં કોઈ અંતર નથી. નૈરન્તર્ય હોવાથી તેનો યોગ છે જ. શંકા :- જો તમે આંગળીનો યોગ માનશો તો તેના પ્રદેશોનો પ્રવેશ માનવો પડશે. સમાધાન :- તારું આ કથન પણ બરાબર નથી. કેમ કે જો પરસ્પર પ્રદેશોનો પ્રવેશ મનાય અર્થાત્ એકબીજામાં મળી જાય છે. આવું મનાય તો બે આંગળીના અભાવનો પ્રસંગ આવશે. કેમ કે એક આંગળીના પ્રદેશો બીજી આંગળીમાં પ્રવેશે તો એક આંગળી જ રહે, બીજી આંગળીનું અસ્તિત્વ ન રહે. માટે પ્રદેશોનો પરસ્પર પ્રવેશ પણ મનાય નહીં. વાદી :- તમે પરમાણુને નિરવયવ માનો છો તે બરાબર નથી. કેમ કે પરમાણુનો કોઈ આકાર છે, અને આકારવાળી વસ્તુ સાવયવ હોય છે. દા. ત. ઘટાદિ, આકારવાળા છે તો સાવયવ હોય છે. તેમ પરમાણુ પણ આકારવાળો હોવાથી સાવયવ છે જ તો તેને તમે નિરવયવ કેવી રીતે સ્વીકારી શકો ? પરમાણુ આકાર વગરનો છે. પ્રતિવાદી :- સંસ્થાન દ્રવ્યના અવયવોથી બને છે, અને તે સંસ્થાન ત્યારે જ બની શકે કે અવયવી દ્રવ્યના અવયવો હોય. જેમ ઘટ એ અવયવી દ્રવ્ય છે તો તેના અવયવો છે, અને અવયવો છે માટે ઘટ આકારવાળો બને પણ પરમાણુને કોઈ અવયવ નથી, નિરવયવ છે. નિરવયવ હોવાથી એનું કોઈ સંસ્થાન નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૬ ૨ ૨૩ આમ નિરવયવ હોવાથી પરમાણુમાં સંસ્થાનની અસિદ્ધિ છે. પરમાણુ આકાર વગરનો છે. વાદી - જો પરમાણુ આકાર વગરનો છે તો અસતુ થશે ! આકાર વગરનો હોવાથી પરમાણુ અસત્ છે. આકાર ન હોવા છતાં આકાશ સત્ છે. પ્રતિવાદી - સંથાનિત્વાન્ પરમાણુઃ ' આ અનુમાન દ્વારા તું પરમાણુને અસત્ સિદ્ધ કરવા માટે “આકાર ન હોવાથી આ જે હેતુ આપે છે તે હેતુ વ્યભિચારી છે. કેમ કે આકાશ એ સત છે અને તેનો કોઈ આકાર નથી. અર્થાત્ આકાર વગરનું પણ આકાશ સત્ છે. આમ અસતના અભાવવાળા (સ) આકાશમાં “અસંસ્થાનિત્વા' હેતુ રહી ગયો. આથી તારો હેતુ વ્યભિચારી છે. હેતુ નહીં પણ હેત્વાભાસ છે. વાદી :- આકાશનો દડાદિની જેમ આકાર છે. દડાદિની માફક આકાશ પરિધિવાળું મનાય છે એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. આકાશનો દડાદિ જેવો આકાર માનવામાં અનેક વિરોધ. પ્રતિવાદી - સર્વ લોક, શાસ્ત્ર અને અનુમાનથી વિરોધી વાત છે. આકાશની દડાદિની જેમ પરિધિ મનાતી નથી. પરમાણુમાં અંદર બહાર અન્યદેશનો અભાવ હોવાથી તે અસત્ છે... વાદી - તમારા મતમાં પરમાણુ સિદ્ધ થઈ શકતો નથી. કેમ કે તમે પરમાણુનો જે પરિચય આપો છો તે યુક્ત નથી. તમે પરમાણુમાં અંદરમાં કે બહાર કોઈ અન્ય દેશ નથી એમ કહો છો માટે પરમાણુનો અભાવ થશે. અર્થાત્ અંદર કે બહાર અન્ય દેશ નથી માટે પરમાણુ અસત્ સિદ્ધ થશે ! અંતરબહિર્ અભાવાતું' હેતુ વ્યભિચારી છે. પ્રતિવાદી :- “અંતર બહિરભાવ ન હોવાથી પરમાણુ નથી. તમે પરમાણુની અસિદ્ધિમાં આ હેતુ આપ્યો છે પણ તે વ્યભિચારી છે. કેમ કે નિરંશ જે એક ક્ષણ વૃત્તિ વિજ્ઞાન તેમાં અંતર બહિર ભાવ નથી છતાં તમે તે માનો છો. માટે તમારો હેતુ જેનું અસ્તિત્વ છે. જેના નાસ્તિત્વનો અભાવ છે એવા ક્ષણ રહેનાર વિજ્ઞાનમાં પણ રહી ગયો. આથી તમારો હેતુ વ્યભિચારી છે. પરમાણુનો યોગ કહીએ છીએ તેનો અર્થ સંપ્રાપ્તિ છે. -વળી અમે જે પરમાણુનો યોગ કહીએ છીએ તે સંપ્રાપ્તિરૂપ છે. આ સંપ્રાપ્તિ પ્રદેશવાળા દ્રવ્યથી જ હોય છે એવું નથી. નિષ્પદેશ-નિરવયવ દ્રવ્ય પણ સ્વયં પ્રાપ્ત થાય છે જ. આ કથનથી જ તમે જે “અવયવોથી બનેલો નહિ હોવાથી પરમાણુ નથી' આવું સિદ્ધ કરી રહ્યા હતા તે પણ ખંડિત થઈ જાય છે. પરમાણુનું નાસ્તિત્વ સિદ્ધ થતું નથી. કેમ કે નિuદેશ-નિરવયવ દ્રવ્ય પણ સ્વયં પ્રાપ્ત થાય છે જ એટલે પરમાણુ નિરવયવ હોવા છતાં સ્વયં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ તત્વાર્થ સૂત્ર પ્રાપ્ત થવામાં કોઈ વાંધો નથી. હવે આપણે ફરી પણ દળેલાને દળીએ તેની જેમ પરમાણુ નિરવયવ છે તે જ વાતને ફરી દોહરાવીએ છીએ. આપણે પહેલા પરમાણુની સિદ્ધિ કેવી રીતે કરી હતી યાદ છે? જુઓ સર્વ સ્થૂલ વસ્તુનો વિભાગ કરતા જઈએ, કરતા જ જઈએ એટલે છેવટના અવિભાજય વસ્તુ આવશે. અર્થાત્ છેવટે નિરવયવ દ્રવ્યમાં વિભાગનો અંત આવશે. છેલ્લે એવો એક ભાગ આવે છે કે જ્યાં ભાગ કરવાનું પૂરું થઈ જાય છે. માટે જ છેલ્લો જે ભાગ છે તેનો બીજો ભાગ કલ્પી શકાતો નથી. આવો જે ભાગ છે તે પરમાણુ છે....કેમ કે સ્કૂલ વસ્તુ સૂક્ષ્મ પૂર્વક હોય છે... કહ્યું છે કે - બધી વિભાગવાળી વસ્તુ નિર્વિભાગમાં અટકે છે તેથી પરમાણુ નિરવયવ છે. આવા નિરવયવ પરમાણુની બીજા પરમાણુને પ્રાપ્તિ થવામાં કશો વાંધો નથી. માટે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે યોગ બને છે અને તેથી બે પરમાણુનો સ્કંધ થઈ શકે છે. એક આકાશપ્રદેશમાં અનંતા સ્કંધો કેવી રીતે રહે? હવે તમે એમ પૂછો કે એક આકાશપ્રદેશમાં એક પરમાણુ રહે એ તો સમજાય તેમ છે પણ અનંતા પરમાણુઓ (અનંતા પરમાણુનો સ્કંધ) એક આકાશપ્રદેશમાં કેવી રીતે રહે... ? અપ્રતિઘાત પરિણામથી.. ઉત્તર : - તેનો જવાબ એ છે કે – એ બધા પરમાણુઓમાં પ્રતિઘાત પરિણામ પેદા થયો નથી, પણ અપ્રતિઘાત પરિણામવાળા તે પરમાણુઓ છે. તેથી જે આકાશપ્રદેશમાં એક પરમાણુ છે ત્યાં બીજા પરમાણુઓ રહી શકે છે. તે પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા હોવાથી એકબીજાને અવરોધરૂપ થતા નથી. દા. ત. જેમ એક ઓરડામાં એક દીપકની પ્રભા છે. તે જ ઓરડામાં બીજા અનેક દીપક પ્રગટાવીએ તો તે અનેક દીપકની પ્રભા પણ ત્યાં રહે છે. આમ એક દીપકની પ્રભા અનેક દીપકની પ્રજાને પ્રતિઘાત કરતી નથી તેમ અપ્રતિઘાત પરિણામથી પરિણત અર્થાત્ અપ્રતિઘાત પરિણામવાળો પરમાણુ બીજા પરમાણુને પ્રતિઘાત કરતો નથી. આથી જ એક આકાશપ્રદેશમાં જ્યાં એક પરમાણુ છે ત્યાં જ બીજા અનંતાનંત પરમાણુઓ પણ રહે છે. વળી પણ અપ્રતિઘાત પરિણામવાળા પરમાણુઓ અન્ય સ્થળે પણ સાથે રહેલા અનુભવાય છે તે જોઈએ. દા. ત. શિયાળાની રાત્રિમાં પડાતી બૂમ સંભળાય છે. અર્થાત્ જ્યાં શીતનાં પુગલો છે, ત્યાં જ અંધકારના પુદ્ગલો છે, ત્યાં જ શબ્દનાં પણ પુદ્ગલો છે. આમ શીત, અંધકાર અને શબ્દનાં અનેક પુગલો એક સ્થળે રહી શકે છે. કોઈ કોઈના પ્રતિઘાતક બનતા નથી.આમ તેઓમાં અપ્રતિઘાતિપણું જોવાયું છે. તેની જેમ એક આકાશપ્રદેશમાં રહેલો પરમાણુ અવગાહના લેતા બીજા ઘણા પરમાણુઓનો વિઘાત કરતો નથી. વિઘાત કરવા સમર્થ બનતો નથી. પ્રશ્ન :- જો પરમાણુમાં પ્રતિઘાત પરિણામ નથી તો મહાન દ્રવ્યની–સ્કંધની ઉત્પત્તિ કેવી રીતે થાય? વળી સ્કંધ તો સંયોગ હોય તો થઈ શકે છે અને અપ્રાપ્ય એવા બે પરમાણુની Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨ ૨૫ પ્રાપ્તિ અર્થાત્ Qય છે તેનું ભેગા થવું સંયુક્ત થવું અને તમે સંયોગ કહો છો પણ પરસ્પર પ્રવેશરૂપ સંયોગ નથી કહેતા. તો પ્રતિઘાત વિના મહાન દ્રવ્યની ઉત્પત્તિ કેવી રીતે થાય ? ઉત્તર :- મહાન દ્રવ્ય અર્થાત્ કચણુક આદિ સ્કંધના આરંભકાળમાં પરમાણુઓમાં અમે અપ્રતિઘાત પરિણામ સ્વીકારતા નથી. જ્યારે સ્કંધની શરૂઆત થાય છે ત્યારે પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા નથી પરંતુ મોટા દ્રવ્યના અનારંભકાળમાં (જ્યારે સ્કંધની શરૂઆત નથી થતી ત્યારે) પરમાણુઓ અપ્રતિઘાત પરિણામવાળા છે. મહાન દ્રવ્યના આરંભકાળમાં તો પ્રતિઘાત પરિણામવાળા છે. કારણ કે ભગવાન પરમાણુઓના ત્રણ પ્રકારના પ્રતિઘાત કહે છે. (૧) બંધ પરિણામ પ્રતિઘાત :- બંધ પરિણામથી જે પ્રતિઘાત થાય તે બંધ પરિણામ પ્રતિઘાત કહેવાય છે. (૨) ઉપાકારાભાવ પ્રતિઘાત:- ઉપકારના અભાવથી જે પ્રતિઘાત થાય તે ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે. (૩) વેગ પ્રતિઘાત :- વેગથી જે પ્રતિઘાત થાય તે વેગ પ્રતિઘાત કહેવાય છે. આ ત્રણ પ્રકારના પ્રતિઘાત છે. તેમાં પહેલો બંધપરિણામ નામનો પ્રતિઘાત આ જ અધ્યાયના “ન્નિધરૂક્ષત્થાત્ વન્ધઃ' સૂત્ર ૩૨માં અમે કહીશું. (૨) ઉપકારાભાવ પ્રતિઘાત તિસ્થિત્યુપBો ધધર્મોપદ' સૂ. ૧૭ એ જ સૂત્રથી અર્થથી ઉપકારાભાવરૂપ પ્રતિઘાત લઈ લેવો. હવે આપણે આ બીજા પ્રકારના ઉપકારાભાવ નામના પ્રતિઘાતને બરાબર સમજી લઈએ. ઉપકારાભાવ એટલે ઉપકાર કરનારનો અભાવ હોવાથી જે ઉપઘાત થાય તે ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકમાં જ છે. એટલે અર્થાપત્તિથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી જીવો અને અજીવોની જે અનુક્રમે ગતિ અને સ્થિતિ થાય છે તે લોક સિવાય થતી નથી. માટે લોકમાં જ ધર્માધર્મનો ઉપકાર છે. લોકથી અન્યત્ર અલોકમાં ગતિ અને સ્થિતિમાં મદદ કરનાર ધર્માધર્મ નથી. તેથી ત્યાં તેમનો ઉપકાર નથી. માટે જીવ અને અજીવની ગતિસ્થિતિનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ લોકથી અન્યત્ર ગતિ-સ્થિતિ અટકી જાય છે. કારણ કે ગતિસ્થિતિમાં ઉપકાર કરનાર હેતુ નથી. ઉપગ્રહમાં જે હેતુ છે તેનો અભાવ છે. માટે આ પ્રતિઘાતનું ૧. પ્રતિઘાત એટલે પરસ્પર ટકરાવું. तत्र बन्धात् प्रतिघातो जायते अण्वोः अणूनां वा प्रतिघातश्च एकदेशावगाहे अन्योन्यं प्रतिहननम् मा ६५ પરિણામ પ્રતિઘાત કહેવાય છે. તત્ત્વો સૂ૦ ૩૨ ટીકાયામ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્ત્વાર્થ સૂત્ર નામ ઉપકારાભાવ પ્રતિઘાત છે. દા. ત. મત્સ્ય, મગર આદિની ગતિ (સ્થિતિ) પાણીમાં જ થાય છે. પાણી સિવાય બીજે થતી નથી. કારણ કે તેમની ગતિમાં પાણી મદદગાર છે. આથી પાણી સિવાય બીજે તેમની ગતિ અટકે છે. ત્યાં મદદગાર, ઉપકારમાં કારણ પાણીનો અભાવ છે તેવી રીતે લોકના છેડે ઉપકારમાં કારણ ધર્માધર્મનો અભાવ હોવાથી પરમાણુ પ્રતિઘાત પામે છે—લોકના છેડે હણાય છે. આમ ઉપકારના અભાવથી પ્રતિઘાત થાય છે માટે આ પરમાણુઓનો ઉપકારાભાવ પ્રતિઘાત કહેવાય છે. (૩) વેગ પ્રતિઘાત... વેગથી ટકરાવું તે વેગ પ્રતિઘાત કહેવાય છે. એક પરમાણુ, આવતા બીજા પરમાણુની સાથે વિગ્નસાથી ઉત્પન્ન થયેલ ગતિના વેગથી પ્રતિઘાત પામે છે—ટકરાય છે. કારણ કે ગતિના વેગવાળો પરમાણુ બીજા આવતા વેગવાળા પરમાણુનો પ્રતિઘાત કરે છે. દા. ત. જેમ સ્પર્શવાળો, મૂર્ત, પ્રબલ વેગવાળો પવન બીજા પવનને પ્રતિઘાત કરે છે તેમ વેગ ગતિના પરિણામવાળો, સ્પર્શવાળો અને મૂર્તિવાળો હોવાથી પરમાણુ બીજા પરમાણુનો વેગથી પ્રતિઘાત કરે છે. આમ અનેક યુક્તિઓથી પરમાણુના વિષયમાં પ્રતિઘાતિત્વ, અને અપ્રતિઘાતિત્વ બંને આપણે સિદ્ધ કર્યું. એટલે પરમાણુ પ્રતિઘાત પરિણામવાળો પણ છે અને અપ્રતિઘાત પરિણામવાળો પણ છે. એ વાત સિદ્ધ થઈ. બંને રીતે સિદ્ધ થતા પ્રશ્ન થાય ક્યારે પ્રતિઘાત પરિણામવાળો હોય, ક્યારે અપ્રતિઘાત પરિણામવાળો હોય ? પરમાણુઓમાં પ્રતિઘાત પરિણામ અને અપ્રતિઘાત પરિણામ ક્યારે હોય..? સ્કંધરૂપ કાર્યના અનારંભક અનંતા પરમાણુઓ સંયોગથી એક આકાશપ્રદેશમાં રહેલા હોય છે. અને જ્યારે આ રીતે સંયોગથી રહેલા હોય છે ત્યારે એ પરગણુઓમાં અપ્રતિઘાત પરિણામ હોય છે અને જ્યારે સ્કંધરૂપ કાર્યનો આરંભ કરતા હોય છે ત્યારે બંધ પરિણામથી પ્રતિઘાત પરિણામવાળા હોય છે તેથી તે પરમાણુઓનો સ્કંધ થાય છે. સંયોગ અને બંધમાં ફરક શો ?... પ્રશ્ન :- તો પછી સંયોગ અને બંધ આ બેમાં તફાવત શું છે ? સંયોગ અને બંધમાં તફાવત... ઉત્તર ઃ- વચમાં અંતર વગર અવયવોની પ્રાપ્તિમાત્ર સંયોગ છે અર્થાત્ અંતર વગર અવયવોનું ભેગા મળીને રહેવું તે સંયોગ કહેવાય અને પરસ્પર અંગાંગીભાવે પરિણમવું તે બંધ છે. બંધ પરિણામમાં અવયવ-અવયવીભાવ થાય છે એટલે સ્કંધ બને છે. પ્રશ્ન :- વિરોધ બતાવવાની ઇચ્છાથી કોઈ મૂર્ખ એમ પ્રશ્ન કરે છે કે એક જ પરમાણુમાં પ્રતિઘાતીપણું અને અપ્રતિઘાતિપણું જે બંને પરસ્પર વિરુદ્ધ છે તે કેવી રીતે માની શકાય ? Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૬ ૨૨૭ ઉત્તર :- વિરોધી કેવી રીતે નથી તે વાત અમે પહેલા કહી ગયા છીએ, અને વળી પરિણામ-વિશેષથી પુદ્ગલોમાં પ્રતિઘાતિપણું અને અપ્રતિઘાતિપણે બંને પ્રકાર સંભવી શકે છે. દા. ત. જેમ દીવાલ આદિથી નહીં હણાતો શબ્દ કાનથી સંભળાય છે, તે જ શબ્દ કોઈ વખત વાયુ વડે વહન કરાતો હોવાથી પ્રતિઘાત પામે છે—હણાય છે. હણાય છે એ કેવી રીતે સમજાય ? વિરુદ્ધ પવનવાળા ભાગમાં રહેલા પુરુષને શબ્દ સંભળાતો નથી અને અનુકૂળ પવનવાળા દેશમાં રહેલાને સંભળાય છે માટે નક્કી થાય છે, વાયુથી વહન કરાતો શબ્દ હણાય છે. જેમ ગંધ પ્રતિકૂળ વાયુ હોય તો આવતી નથી અને અનુકૂળ વાયુ હોય તો આવે છે તેમ વિરુદ્ધ પવન હોય તો શબ્દ સંભળાતો નથી, અનુકૂળ વાયુ હોય તો સંભળાય છે એટલે વાયુથી લઈ જવાતો શબ્દ હણાય છે એ નિઃસંશય વાત છે. આ રીતે શબ્દ એ પુદ્ગલ છે તેમાં પ્રતિઘાત અને અપ્રતિઘાત સ્પષ્ટ છે તેના દ્વારા સિદ્ધ થાય છે. પુદ્ગલમાં પ્રતિઘાત અને અપ્રતિઘાત બંને રહે છે. બંનેને રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ સંભવતો નથી. માટે સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ છે એ સાચું જ કહ્યું છે. વાદીએ પૂર્વમાં ઉઠાવેલા પ્રશ્નોના સમાધાન શું પરમાણુનો બીજા પરમાણુ સાથે એકદેશથી યોગ થાય છે? આ રીતે વાદીનો જે એકદેશથી યોગનો જે પ્રશ્ન હતો તે તો દૂરથી જ ફેંકી દીધો. ક્યારનીય એ વાત તો ઊડી ગઈ. વળી બીજો પ્રશ્ન હતો શું સર્વાત્મના સંયોગ છે? તો એ તો કોઈ વખત ઉપચારથી ઈષ્ટ પણ છે. કારણ કે પરમાણુ અવયવ વગરના છે. આથી પરમાણુઓનો કૃત્ન સર્વાત્મના યોગ બને પણ પ્રવેશથી ન બને. - આ રીતે વાદીના બંને પ્રશ્નોના સમાધાન થઈ ગયા. અનાશ્લિષ્ટ પરમાણુ સમૂહરૂપે જણાય છે તેનો પ્રતિવાદ. વળી પણ વાદીએ પૂર્વમાં કહ્યું હતું કે–પરમાણુઓ એકબીજાથી બદ્ધ થયા વગર જ અનાશ્લિષ્ટ' સંબંધવાળા જ સમૂહરૂપે જણાય છે તે વાત પણ અત્યંત અસુંદર છે. કેમ કે અણુ અવસ્થામાં રહેલા છે અને વળી અસંહત છે અર્થાતુ બદ્ધ નથી તો સમૂહરૂપે પણ દેખાય કેવી રીતે ? સમૂહરૂપે પણ દેખાય નહીં. શું તે અતીન્દ્રિય એવા પરમાણુઓમાં એવો તે કયો અતિશય પેદા થયો કે જે અબદ્ધ એવા જ સંબંધ થવા માત્રથી ચક્ષુ આદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બની ગયા? પૂર્વ અવસ્થામાં એક એક પરમાણુ અદેશ્ય હતા તો ઉત્તરાવસ્થામાં પણ તે અદશ્ય જ રહેવા જોઈએ. બદ્ધ થયા વગરના કેવલ સંબંધવાળા અનંતા પરમાણુઓ પણ દશ્ય બનતા નથી. ૧. પૃ. ૩૬૦ પર જુઓ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તત્વાર્થ સૂત્ર વળી તે સમૂહરૂપે પરમાણુ દેખાય તેના સમર્થનમાં વાળનું દૃષ્ટાંત આપ્યું હતું કે “એક વાળ દેખાતો નથી પણ વાળનો સમુદાય હોય તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે એવી રીતે એક એક પરમાણુ અદેશ્ય છે પણ સંબંધવાળા થયેલા સમૂહરૂપે હોય તો દેખાય છે'. આ રીતે દષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તે પણ વ્યર્થ છે. આવું કહેવું એ તદ્દન અયુક્ત છે. કેમ કે એક એક વાળ તો ક્યારેક પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે તો તે અનેક વાળ ભેગા થાય તો ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે પણ પરમાણુઓ તો એક એક કદી પણ દશ્ય હોતા નથી તો પરસ્પર અનાશ્લિષ્ટ-અબદ્ધ એવા પરમાણુઓનો સમૂહ પણ દશ્ય બને કેવી રીતે ? માટે અનાશ્લિષ્ટ પરમાણુઓ સમૂહરૂપે જણાય છે તે બરાબર નથી. આથી સમજાય છે કે પરસ્પર અનાશ્લિષ્ટ–અબદ્ધ એવા પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં આવે તો ઘણા દોષોનો સંભવ છે. અબદ્ધ પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં દોષ. તે આ પ્રમાણે–દેશ આધાર થશે. દા. ત. એક ઘડો છે. તેમાં પરસ્પર અબદ્ધ પરમાણુઓ છે. હવે તેનો કોઈ પણ એક દેશએક ભાગ પકડીએ તો આખો ઘડો પકડાશે નહિ. જે ભાગથી ઉપાડ્યો એટલો જ ભાગ હાથમાં આવશે, આખો ઘડો નહીં ઊપડે કારણ કે અણુઓ અબદ્ધ છે. આમ એક ભાગને પકડવાથી સંપૂર્ણ ઘડાનું પકડાવું, ધારણ કરવું, ઉપાડવું, મૂકવું, ખેંચવું આ બધી પ્રક્રિયા બની શકે નહિ. માટે અબદ્ધ પરમાણુઓનો સમુદાય માત્ર માનવામાં આવા ઘણા દોષો સંભવે છે. પરમાણુઓનો બંધ પરિણામ મનાય તે દોષ ન આવે.... આથી અંગાગીભાવરૂપે અવયવઅવયવીરૂપે અણુઓના બંધપરિણામનો સ્વીકાર કરીએ તો કોઈ દોષ સંભવે નહિ અને સંપૂર્ણ સંહત મહાન દ્રવ્યના એક દેશમાં વર્તમાન એવી ક્રિયાઓ–જેવી કે ધારણ કરવું, ઉપાડવું, મૂકવું, ખેંચવું આદિ સિદ્ધ થશે. અર્થાત્ જો સંબંધવાળા પરમાણુઓનો બંધપરિણામ પરિવાત થાય છે આવું માનીએ તો જ મહાન દ્રવ્યના–દા. ત. ઘટના એક ભાગને પકડવાથી આખો ઘટ પકડાશે ઈત્યાદિ સર્વ ક્રિયાઓ સિદ્ધ થશે. પરંતુ જો આનાથી બીજી રીતે માનવામાં આવે તો આકર્ષણ ખેંચવું આદિ બની શકે નહીં. જો બંધપરિણામ માનવામાં ન આવે અને માત્ર બાલિકા અને પુરુષના સંયોગની જેમ સંયોગ જ સ્વીકારવામાં આવે તો બહુલોકપ્રસિદ્ધ બધું નાશ પામશે. જૈનો અને વૈશેષિકોના સ્કંધોની ભિન્નતા આહત દર્શનમાં તે મહાન દ્રવ્ય-સ્કંધ વૈશેષિકે કલ્પેલ અવયવી જેવો નથી. અર્થાત્ વૈશેષિક જેવો અવયવી માને છે તેવો જૈન દર્શનમાં અંધ-અવયવી માનવામાં આવ્યો નથી. કેમ કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી સળીઓની સાવરણી બને છે. અને ઈસથી પલંગ બને છે, પણ સળીઓથી જુદી સાવરણી નથી કે ઈસથી જુદો પલંગ નથી માટે અવયવી પોતાના Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ અવયવથી જુદો નથી. આથી અવયવી પોતાના દેશોથી અર્થાત્ પોતાના અવયવોથી જલદીથી પ્રત્યક્ષ કે અનુમાનથી જુદો ગ્રહણ થઈ શકે નહીં. માટે અવયવી અવયવોથી ભિન્ન નથી. હવે આ સમજવા માટે અનુમાનનો આકાર આ પ્રમાણે બાંધીએ છીએ. પક્ષ સાધ્ય દૃષ્ટાંત देहादिरवयवी શરીર આદિ અવયવી, ૨૨૯ स्वावयवकलापात् न अन्यः પોતાના અવયવના સમૂહથી જુદો નથી. હેતુ अबद्धत्वे सक्रियत्वे च सति विभागेन अगृह्यमाणत्वात् નહીં બંધાયેલ, ક્રિયાવાળો અને વિભાગથી ગ્રહણ નહીં થતો હોવાથી, અવયવસ્વરૂપવત્ જેમ અવયવનું સ્વરૂપ અવયવથી જુદું ગ્રહણ થતું નથી. અવયવી અવયવોના સમુદાયથી જુદો નથી. કેમ કે અબદ્ધ અને ક્રિયાવાળો એવો અવયવી જુદો ગ્રહણ થતો નથી. અર્થાત્ દેહ વગેરે અવયવીમાં ક્રિયા છે, અવયવોથી અબદ્ધ છે અને આ અવયવ અને આ અવયવી આ પ્રમાણે જુદો ગ્રહણ થતો નથી. જેમ અવયવનું સ્વરૂપ અવયવથી જુદું ગ્રહણ થતું નથી તેમ અવયવી અવયવોથી જુદો ગ્રહણ થતો નથી. માટે અવયવી સમુદાયથી જુદો નથી. ૧. આ રીતે અનુમાનનો આકાર સમજ્યા પછી હવે પક્ષ, હેતુ આદિને બરાબર સ્પષ્ટ રીતે સમજી લઈએ. પક્ષ જે શરીર છે, તેમાં સ્થાન (ઊભા રહેવું) આસન (બેસવું), શયન (સૂવું) આદિ ક્રિયા છે. આ બધી દેહની જ ક્રિયા છે એટલે દેહ ક્રિયાવાળો છે. હેતુનું સક્રિયત્ને સત્તિ આ એક વિશેષણ શરીરરૂપ પક્ષમાં ઘટી ગયું. શરીરના અવયવો જે હાથ, પગ આદિ છે તે ગ્રહણ કરવું, ચાલવું આદિ ક્રિયાવાળા છે. આ હાથ પગ આદિ શરીરના અવયવો છે અને શરીરની જેમ તે અવયવો પણ ક્રિયાવાળા છે. આથી ગ્રહણાદિ ક્રિયાથી અવયવો પણ ચેષ્ટા' સહિત છે. અર્થાત્ ચેષ્ટાવાળા છે. આ રીતે એક વિશેષણ સાર્થક છે સિદ્ધ થયું. હવે એક દૃષ્ટાંત લઈએ. પરસ્પર બંધાયેલા બે પુરુષ છે. એમાં ક્રિયા છે, અને તે વિભાગથી અગૃહ્મમાણ છે. આત્માધિષ્ઠિત શરીર અને તેના અવયવો છે. તેથી તેની જે ક્રિયા છે તે ચેષ્ટા કહેવાય. એટલે ચેષ્ટા એ પણ ક્રિયાવિશેષ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તત્ત્વાર્થ સૂત્ર આમાં વ્યભિચાર આવે છે. અહીં સ્વાવયવકલાપથી અભેદ સાધ્ય છે. હવે બંધાયેલા આ બે પુરુષોનું એક જોડકું છે અને આ જોડકામાં આ બે પુરુષો અવયવ છે. આ બંને અવયવો(પુરુષો)થી જોડકું ભિન્ન છે તેથી આ બદ્ધ પુરુષનું જોડકું સાધ્યાભાવવાળું છે, અને આ જોડકામાં સવિયત્વે સત્તિ વિમાન મહામાત્વ હેતુ રહી જાય છે કેમ કે એ જોડકું ક્રિયાવાળું છે. અને એ બદ્ધ પુરુષજ્યમાંથી એકને પણ તમે જુદો ગ્રહણ કરી શકતા નથી માટે વિમાન અહમાગતું રહ્યું. આમ વ્યભિચાર આવે ! આ વ્યભિચાર ન આવે માટે હેતુમાં વિદ્ધત્વે સતિ આ વિશેષણ લગાવ્યું છે. તો ‘વદ્ધત્વે સતિ' ‘વિપાન અJહ્યામાળવા' આટલો જ હેતુ રાખો વચમાં “યિત્વે સતિ આ વિશેષણની શી જરૂર છે? વિશેષણ સાર્થક છે. કારણ કે જુઓ ધર્માસ્તિકાયના પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશ અને આકાશાસ્તિકાયના પ્રદેશ આ ત્રણેનો સમૂહ એક આકાશપ્રદેશમાં રહેલો છે. તેથી તે સમૂહ એક છે અને સમૂહના અવયવરૂપ ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ અને આકાશાસ્તિકાયનો પ્રદેશ એમ જુદા છે કેમ કે ધર્માસ્તિકાયનો પ્રદેશ એ અધર્માસ્તિકાયનો કે આકાશાસ્તિકાયનો પ્રદેશ નથી એવી રીતે આકાશાસ્તિકાય અને અધર્માસ્તિકાયનો પ્રદેશ એ ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી. આમ ધર્માદિ ત્રણ, પ્રદેશોના સમૂહરૂપ જે એક અવયવી છે તે પ્રત્યેક અવયવરૂપ ધર્માદિના પ્રદેશો ભિન્ન છે. એટલે ધર્માદિ ત્રણના પ્રદેશના સમૂહરૂપ અવયવી પ્રત્યેક ધર્માદિના પ્રદેશથી ભિન્ન છે અને એ વિભાગથી અગૃહ્યમાણ છે તેથી એમાં વ્યભિચાર આવશે તે ન આવે માટે સયિત્વ હેતુનું વિશેષણ મૂક્યું છે. ધર્માસ્તિકાયાદિ ત્રણના પ્રદેશના સમૂહરૂપ અવયવી ક્રિયાવાળો નથી. આથી આ હેતુપૂર્વક મુકાયેલ વિશેષણ સાર્થક છે અને તેનાથી ધર્માદિમાં આવતો વ્યભિચાર દૂર થાય છે, કારણ કે ધર્માદિ નિષ્ક્રિય છે. આ રીતે હેતુમાં લગાવેલાં બંને વિશેષણો સાર્થક છે. આ અનુમાનથી અવયવથી ભિન્ન પરિકલ્પિત અવયવી અસત્ છે. દા. ત. જેમ કેળના પાનથી કેળના પાનનો સાર જુદો છે.” એમ કોઈ કહે તો તે બને નહિ. કેમ કે કેળના પાનનો સાર કેળના પાનથી જુદો નથી. તેમ અવયવોથી અવયવી દ્રવ્ય કોઈ જુદું દ્રવ્ય નથી. અવયવી ભિન્ન નહિ માનવામાં લોકપ્રસિદ્ધિનો અપલાપ જોકે લોકમાં અવયવ અને અવયવી દેખાય છે–પ્રસિદ્ધિ છે. આ પ્રસિદ્ધિનો અપલાપ કેવી રીતે થાય ? અર્થાત્ દેખાતી વસ્તુની ના કેવી રીતે કહેવાય? લોકમાં અવયવ, અવયવી બંને પ્રસિદ્ધ છે અને આપણા ઉપર મુજબના કથનથી અવયવી અવયવથી જુદો નથી. આ નિરૂપણથી લોકપ્રસિદ્ધનો અપલોપ થાય છે. તે પ્રસિદ્ધિ દેશોમાં જ અવયવોમાં જ છે. કેમ કે તેનો એક દેશ (ભાવ) દેખાયો તો સર્વ (આખો) દેખાયો છે એવો વ્યવહાર છે. દા. ત. ચૈત્ર કે મૈત્રાદિનું માથું, પગ કે પાછળનો ભાગ દેખાય અને મેં ચૈત્રને જોયો, Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨૩૧ મૈત્રને જોયો આ વ્યવહાર થાય છે તેમ અવયવોરૂપ દેશોમાં કોઈ એક અવયવ દેખાય છે ત્યારે અવયવોનો સમૂહ જોયો આ વ્યવહાર થાય છે. એટલે પ્રસિદ્ધિનો અપલાપ થશે નહીં. અવયવી અવયવથી અત્યંત ભિન્ન માનવામાં દોષ.... જોકે કણાદની જેમ અવયવોથી અવયવીને અત્યન્ત જુદો જ માનવામાં આવે તો તે બરાબર નથી. કેમ કે અવયવીને ક્યાંય રાખવો તો પડશે જ. ક્યાંય રહેલો છે એમ કહેવું તો પડશે જ ત્યારે પ્રશ્ન થશે કે એ અવયવી પ્રત્યેક અવયવોમાં છે કે નહીં ? કહેવું જ પડશે કે છે, જો પ્રત્યેક અવયવોમાં અવયવી છે તો જેટલા અવયવ છે તેટલા અવયવી કહેવા પડશે પરંતુ અવયવો ઘણા હોવા છતાં ઘણા અવયવીની પ્રતીતિ થતી નથી. એક અવયવી છે આવું જ જણાય છે. દા. ત. એક પટના અનેક તંતુઓ છે. એ પટના અવયવો છે. એટલે જેટલા તંતુઓ છે તેટલા તંતુઓમાં પટને માનવો પડશે. દરેક તંતુઓમાં પટ માનીએ તો પટ અનેક થવા જોઈએ પણ તેવું બનતું નથી. એક પટની પ્રતીતિ થાય છે. આમ અવયવી અવયવથી અત્યંત ભિન્ન માનવામાં અનેક દોષોનું આથી કોઈ પણ પ્રકારે પ્રત્યેક અવયવોમાં અવયવી રહી શકે છે એવું મનાય નહિ. કોઈ પણ રીતે અવયવી અવયવોમાં વૃત્તિ બની શકતો નથી. (સંબદ્ધ બની શકતો નથી) અને આથી જ અવયવી આકાશકુસુમની જેમ અસત્ થશે. આ રીતે અવયવથી અવયવી અત્યંત ભિન્ન માનવામાં અનેક દોષ ઉત્પન્ન થાય છે. માટે અવયવથી અત્યંત ભિન્ન નથી. અવયવ અને અવયવીની અભિન્નતા માટે બીજું અનુમાન... વળી અવયવ અને અવયવીનો અભેદ પણ દેખાય છે. તેથી અવયવોથી અવયવી અત્યંત ભિન્ન નથી, અને જો અત્યંત ભિન્ન માનવામાં આવે તો અભેદનું જ્ઞાન થાય છે તે થઈ શકે નહિ માટે બીજું નૂતન અનુમાન કરીએ છીએ. अवयवी પક્ષ अवयवात् न अन्यः સાધ્ય उपलब्धिकारणसंनिधाने सति अवयवरूपादिव्यतिरेकेण अनुपलभ्यमानरूपादिगुणत्वात् - हेतु હસ્ત્યાગિવયવવ્યતિરેળ સેનાવત્ - અન્વય દૃષ્ટાંત व्यतिरेके घटबदरादयः વ્યતિરેક દૃષ્ટાંત અવયવી (પક્ષ) અવયવોથી ભિન્ન નથી. (સાધ્ય) કારણ કે રૂપાદિના જ્ઞાનની સામગ્રી હોવા છતાં પણ અવયવના રૂપાદિથી અવયવીમાં જુદા રૂપાદિનું જ્ઞાન થતું નથી. અર્થાત્ અવયવના રૂપાદિથી અવયવીના રૂપાદિ જુદા ભાસમાન થતા નથી. (હેતુ) માટે અવયવ Page #241 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૨૩૨ અને અવયવીનો અભેદ છે. દા. ત. હાથી વગેરે સેનાના અવયવો-વિભાગો છે. તે સેનાથી જુદા નથી. (અન્વય દૃષ્ટાંત) જ્યાં જ્યાં અવયવ-અવયવી ભાવ હોય છે ત્યાં ત્યાં અવયવ અવયવીથી ભિન્ન નથી સેનાથી સેનાના અવયવો હાથી, ઘોડા, પાયદળ આદિ જુદા નથી. અને જ્યાં અવયવ અવયવી ભાવ હોતા નથી તે ભિન્ન હોય છે. દા. ત. ઘટ અને બોર. આ બોર અને ઘટનો અવયવ-અવયવી ભાવ નથી માટે એ બંને જુદા છે. અભિન્ન નથી તેથી ઘટના રૂપાદિના જ્ઞાનની આમગ્રી હોય તો ઘટરૂપાદિનું જ્ઞાન થાય છે અને બોરના રૂપાદિના જ્ઞાનની સામગ્રી હોય તો બોરના રૂપાદિનું જ્ઞાન થાય છે પણ ઘટાદિના રૂપાદિનું જ્ઞાન થતું નથી, કારણ કે ઘટ અને બોરનો અભેદ નથી. (વ્યતિરેક દૃષ્ટાંત) આમ અવયવી અવયવથી ભિન્ન નથી તે અનુમાન દ્વારા સિદ્ધ થાય છે. હોતો. આવું વિવેચન દ્રવ્યાસ્તિક નય તરફથી થયું. હવે આપણે પર્યાયાસ્તિક નયથી અવયવ અને અવયવીનો વિચાર કરીએ છીએ. પર્યાયાસ્તિક નયથી અવયવ અને અવયવી ભિન્ન છે. પર્યાય નય અવયવોથી અવયવીને જુદો માને છે. અવયવના ગુણોથી અવયવીના ગુણ જુદા છે. જ્યારે તે અવયવો છૂટા છૂટા હતા ત્યારે તેઓમાં અવયવીનું પ્રમાણ, વર્ણ અને આકાર અદૃશ્યમાન હતા—દેખાતા ન હતા. અર્થાત્ અવયવીનું પ્રમાણ, વર્ણ કે આકાર તે સમસ્ત અવયવોમાં દેખાતા ન હતા અને અવયવીમાં દેખાય છે. દા. ત. જેમ અનેક રત્નોની બનેલી રત્નની માળામાં જે પ્રમાણ, વર્ણ અને આકાર દેખાય છે તે છૂટાં છૂટાં રત્નોમાં નહોતાં દેખાતાં એટલે રત્નોથી રત્નની માળા જુદી છે. વળી છૂટા દેશોમાં (અવયવોમાં) (તંતુઓમાં) ચાર હાથનો પટ, ચિત્રપટ, ચારે તરફ સરખો પટ આવી ઉપલબ્ધિ થતી નથી અર્થાત્ આવું જ્ઞાન થતું નથી માટે અવયવોથી અવયવી જુદો છે. આ રીતે અવયવોથી અવયવી જુદો છે એવું પર્યાયાસ્તિક નયનું નિરૂપણ થયું. બંને નયોનું એકાંત નિરૂપણ હોવાથી દુષ્ટ છે. દ્રવ્યાસ્તિક નય એકાંત નિરૂપણ કરે છે કે—અવયવથી અવયવી અભિન્ન જ છે. તેમાં ઘણા દોષ છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨૩૩ પર્યાયાસ્તિક નય એકાંત નિરૂપણ કરે છે કે–અવયવથી અવયવી ભિન્ન જ છે. તો તેમાં પણ ઘણા દોષ છે. બંને નયથી એકાંત માન્યતામાં ઉપર મુજબ ઘણા દોષો રહેલા છે. જયારે સ્યાદ્વાદીઓ તો થાત્ શબ્દનો પ્રયોગ કરીને નિરૂપણ કરે છે એટલે એમને કોઈ દોષ આવતો નથી. સ્યાદ્વાદીઓ કોઈ પણ નિરૂપણ કરતા યાત્ શબ્દનો પ્રયોગ કરે છે. તે વાત શબ્દ યોગ્ય પરિણામની વિવક્ષા અને અવિવક્ષાને લઈને રહેલો છે. એને જે ધર્મનું પ્રતિપાદન કરવાની ઇચ્છા હોય તે ધર્મને આગળ કરનાર છે. તેથી યાત્ શબ્દ બધા ધર્મોનો સંગ્રહ કરી લે છે. આવો ચાત્ શબ્દ સર્વ એકાંત ધર્મને દૂર કરીને સર્વ એકાંત વાક્યોને અંદર લઈ લેતો હોવાથી સ્યાદ્વાદીઓ થાત્ શબ્દને જોડીને કહે છે કે... સ્યાદ્વાદીની નિરૂપણ શૈલી.. અવયવથી અવયવી લ્ મઃ, યાત્ અનન્ય, ચાન:, વિવ્ય ઇત્યાદિ સપ્તભંગીની વિજ્ઞા કરવાથી કોઈ પણ દોષનો અવકાશ છે જ નહિ. સ્યાદ્વાદની શૈલીથી “ચાત્' શબ્દના પ્રયોગ દ્વારા નિરૂપણ કરવાથી કોઈ પણ દોષને જગા મળતી નથી. નયોની અર્પણા અને અર્પણાથી જ અન્યત્વ અને અનન્યત્વ છે. બે નયનું અર્પણ કરીએ અને અર્પણ ન કરીએ એટલે બે નયના અર્પણ અને અનર્પણની વિવેક્ષાથી પદાર્થોનું અન્યત્વ-જુદાપણું અને અનન્યત્વ-અભેદપણું ભાજય છે. મતલબ અન્ય પણ છે, અનન્ય પણ છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયને અર્પણ એટલે આગળ કરીએ ત્યારે અભેદ અને પર્યાયાર્થિક નયને આગળ કરીએ ત્યારે ભેદ. આમ નયની અર્પણા અને અનપણાથી ભેદ અને અભેદ ભાજ્ય બને છે. અર્થાત્ ભેદ જ છે કે અભેદ જ છે એમ નહીં પણ નયની અપેક્ષાએ ભેદ પણ છે અને અભેદ પણ છે. કયા નયની અપણાથી ભેદ અને અભેદ છે ?.. અવયવ અને અવયવીનો પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ છે એટલે પર્યાયાર્થિક નયની અર્પણા અને દ્રવ્યાર્થિક નયની અનપણાથી ભેદ છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ છે. આમ કહીએ ત્યારે દ્રવ્યાર્થિક નયની અર્પણા અને પર્યાયાર્થિક નયની અનર્પણાથી અભેદ છે. આ પ્રમાણે વિશ્વ-બધાં પરિણામોના પ્રપંચની સ્થિતિને ભજનારાં દ્રવ્યો પોતાનામાં નહીં રહેલા જ કેટલાક ધર્મો વડે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ દ્રવ્ય જ તે તે પર્યાયોથી ઉત્પન્ન થાય છે અને કેટલાક વિદ્યમાન પણ ધર્મોથી નાશ પામે છે, અને વળી કેટલાંક દ્રવ્યો અન્વય પર્યાયોથી નિત્ય છે. ૧. સત્ત્વ એ અન્વયિ પર્યાય છે. આ પર્યાયથી દ્રવ્ય નિત્ય છે એવી રીતે બીજા વસ્તત્વાદિ અન્વયિ ધર્મો જાણી લેવા. જુઓ સૂટ ૫-૩૦ની ટીકા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિવાળાં બધાં દ્રવ્યો છે. આવા નિરૂપણથી મૌનીન્દ્ર દર્શન નિરવઘ છે, નિર્દોષ છે. ઉત્પાદ-વિનાશ-સ્થિતિ સમજવા માટે દષ્ટાંત.... આ વસ્તુને સમજવા માટે આપણે અહીં એક દાખલો લઈએ. જેમ સોનું એ દ્રવ્ય છે. એ કડાના આકારે હતું ત્યારે તેમાં કડાનો પર્યાય હતો. હવે એ કડાનો કંદોરો બનાવ્યો ત્યારે વિદ્યમાન જે સોનામાં કડાનો પર્યાય હતો તે નાશ પામ્યો અને સોનાનો કંદોરો થયો. આ કંદોરો એ નવો પર્યાય પેદા થયો. વળી સોનામાં જે રૂપાદિ અન્વયિ પર્યાયો છે કે જે સોનાના ગમે તેવા આકારો-પર્યાયો પેદા થાય કે નાશ પામે પણ તે રૂપાદિ અન્વયિ પર્યાયો કાયમના કાયમ રહે છે. આમ સોનારૂપ દ્રવ્ય જૂના પર્યાયોથી રહિત બન્યું અને નવા પર્યાયથી યુક્ત થયું અને રૂપાદિ પર્યાયથી નાશ પામ્યું નથી. આ રીતે સોનામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ઘટી ગયું. આ રીતે બધાં દ્રવ્યોમાં ઘટના કરીને સમજી લેવું. હવે આપણે સ્કંધનું પ્રસ્તુત નિરૂપણ ચલાવીએ. ચણુક આદિ સ્કન્ધો કેવી રીતે બને છે તેનું નિરૂપણ... બે પ્રદેશવાળો સ્કંધ છે. તેમાં કોઈ એક પરમાણુનો યોગ-સંબંધ થાય ત્યારે ત્રણ પ્રદેશવાળા સ્કંધનો ઉત્પાદ થાય છે. ‘વ’ શબ્દથી ત્રણ પરમાણુઓનો એટલે છૂટા છૂટા એક એક પરમાણુઓ ત્રણ ભેગા થાય અને તેમાં સ્કંધ પરિણામ થાય તો ચણક સ્કંધ બને. એવી રીતે સંખ્યાતા પરમાણુઓના સંઘાતથી સંખ્યાત પ્રદેશવાળો, અસંખ્યાત પરમાણુઓના સંઘાતથી અસંખ્યાત પ્રદેશવાળો અને અનંતા પરમાણુઓના સંઘાતથી અનંત પ્રદેશવાળો સ્કંધ બને છે. ભાષ્યમાં પ્રયોગ કરાયેલ વિકારથી ભલામણ કરે છે કે બે સંખ્યાથી શરૂ થયેલ ગણિત શીર્ષપ્રહેલિકા સુધી છે. તેમાં પણ આગળ જે રીતે કહ્યું તેવી રીતે વિચારણા કરી લેવી. અર્થાત એક ને એક મળવાથી બેની સંખ્યા થાય. આ સંખ્યા સંઘાતથી થઈ તેવી રીતે ઠેક શીર્ષપ્રહેલિકા સુધી જે સંખ્યાઓ થાય છે તે બધી સંઘાતથી થાય છે. આ શીર્ષપ્રહેલિકાથી આગળ ગણિત નથી તેથી એની આગળ અસંખ્યાતનો રાશિ આવે. આ પણ સંઘાતથી છે. અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધથી ઉપર બહુ બહુતર, બહુતમ પરમાણુના સમુદાયવાળો અનંતક રાશિ કહેવાય. તે અનંત પ્રદેશવાળો સ્કંધ પણ સંઘાતથી થાય છે. ભાષ્યમાં રહેલ અનંતાનંત શબ્દ છે તે “અનંતાનંત રાશિના અનંતા સ્થાન-ભેદો થાય છે? તે બતાવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૬ ૨૩૫ સંઘાતથી અંધ બને છે તે નિરૂપણનો ઉપસંહાર... આ રીતે સંઘાતથી પ્રદેશો સ્કંધરૂપે થાય છે. આ સાથે ત્રણ પ્રકારે થતા સ્કંધનો પહેલો પ્રકાર “સંઘાતથી સ્કંધ થાય છે. તે નિરૂપણ સમાપ્ત થાય છે. હવે સ્કંધની ઉત્પત્તિ બીજા પ્રકારે થાય છે તે બતાવતા પૂ. ભાષ્યકાર મા ફરમાવે છે ભાષ્ય :- ક્યણુકથી લઈને અનંતાનંત પરમાણુવાળા સંઘાતથી બનેલા તે સ્કંધોના જ ભેદથી ચણક સુધીના સ્કંધ બને છે. ટીકા : (૨) ભેદથી સ્કંધ બને છે. યણુકથી લઈને અનંતાનંત પરમાણુના જે સ્કંધો સંઘાતથી ઉત્પન્ન થયા છે તેના છેલ્લા સ્કંધમાંથી એક પરમાણુ જ્યારે જુદો થાય ત્યારે એક પરમાણુના ભેદથી એક પરમાણુની ન્યૂન જે સ્કંધ થયો તે ભેદથી સ્કંધ થયો કહેવાય અર્થાત્ એક પરમાણુ જેમાં ઓછો થયો એવો છેલ્લો જે સ્કંધ બન્યો તે ભેદથી થયો કહેવાય. એવી રીતે બે પરમાણુ, ત્રણ પરમાણુ આદિ પરમાણુના ભેદથી અર્થાત્ પરમાણુના ભેદ કરતા કરતા નીચે જઈએ તે ત્યાં સુધી કે છેલ્લે બે પ્રદેશવાળો સ્કંધ થાય. આનો સાર એ છે કે અનંતાનંત પરમાણુના સ્કંધમાંથી ક્રમથી એક એક પરમાણુ ઓછા થતા જાય તેટલા ભેદથી સ્કંધ બને છે. આખરમાં બધા પરમાણુઓ નીકળી ગયા અને બે જ પરમાણુનો સ્કંધ રહ્યો તે પણ ભેદથી સ્કંધ થયો કહેવાય. આમ સંઘાતથી થતા સ્કંધમાં કયણુકથી શરૂઆત થાય છે અને ભેદથી થતા સ્કંધમાં કરણુક સ્કંધ અંતિમ બને છે. આ રીતે બીજા પ્રકારે થતા સ્કંધનું નિરૂપણ પૂર્ણ થયું. હવે સંઘાતભેદથી ત્રીજા પ્રકારે થતા સ્કંધનું નિરૂપણ કરતા પૂ. ભાષ્યકાર મ ફરમાવે છે કે– ભાષ્ય - એ ત્યણુકાદિ સ્કંધો જ એક અભિન્ન સમયવાળા સંઘાત અને ભેદથી ઢિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. અન્ય પરમાણુના સંઘાતથી અને અન્ય પરમાણુના ભેદ(છૂટા પડવા)થી જે સ્કંધ બને છે તે સંધાતભેદથી સ્કંધ થાય છે એમ કહેવાય છે. ટીકા : (૩) સંઘાતભેદથી સ્કંધ બને છે. સંઘાતભેદથી અંધ બને છે. આ ત્રીજો પ્રકાર સૂત્રમાં તો બતાવ્યો નથી. સૂત્રમાંથી તો માત્ર બે ભેદ પ્રાપ્ત થાય સંઘાત અને ભેદ, સંઘાતભેદ આ ત્રીજો પ્રકાર કેવી રીતે પ્રાપ્ત થાય ? આ પ્રશ્નનું સમાધાન એ જ છે કે સૂત્રમાં બહુવચન છે તેના દ્વારા જ આ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે – Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તત્ત્વાર્થ સૂત્ર संघातश्च भेदश्च संघातभेदौ संघातभेदौ च संघातभेदश्च संघातभेदाः આ ચાર પદો છે. તેમાંથી સંઘાત, ભેદ અને સંઘાતભેદ આ પ્રમાણે અર્થ થાય. આથી સ્કંધો સંઘાત, ભેદ અને સંઘાતભેદથી થાય છે આવો અર્થ થાય. આ અર્થને મનમાં રાખીને પૂ. ભાષ્યકાર મઠ ત્રીજો વિકલ્પ બતાવ્યો છે. આમ સમજાવવા છતાં પુનઃ કોઈએ પ્રશ્ન કર્યો કેસૂત્રથી બે વિકલ્પ પ્રાપ્ત થાય. આ ત્રીજો વિકલ્પ કેવી રીતે લાવ્યા ? તેને આપણે ફરીથી પણ સમજાવતાં કહીએ છીએ કે આ સૂત્રમાં એકશેષ દ્વન્દ સમાસ છે. જેમ “નિના:' કહીએ તો જિન, જિન અને જિન આવો અર્થ થાય તેમ “સંધાતએન્ટેશ્યમાં બહુવચન છે જેથી અહીં ઉપર બતાવ્યો તે પ્રમાણે વિગ્રહ થાય છે. તેમાંથી સંઘાત, ભેદ અને છેલ્લે રહેલ જે સંઘાતભેદ છે તે ત્રણ રહ્યા અને વચલા બે સંધાતમે હતા તે છૂટી ગયા. એટલે સંઘાત, ભેદ અને સંઘાતભેદ આમ ત્રણ હોવાથી “બંધાતખેવા.' આ પ્રમાણે બહુવચનાન્ત પ્રયોગ થયો. જો સંઘાત અને ભેદ આ બે જ વિવક્ષિત હોત તો બહુવચનનો પ્રયોગ ન કરત. માટે એકશેષ% સમાસ છે જેથી બહુવચન છે. આમ બહુવચનાન્તના પ્રભાવે એકશેષદ્વન્દ સમાસ સમજાય છે અને તેથી સંઘાત અને ભેદ એટલે કે સંઘાતભેદથી સ્કંધ થાય છે. આમ સૂત્રમાં રહેલ બહુવચનથી સંઘાતભેદથી પણ સ્કંધ થાય છે. આ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. હવે આપણે ભાષ્યની પંક્તિનો વિચાર કરીએ. જે સંઘાતથી અને ભેદથી બનેલા સ્કંધો છે તે જ સ્કન્ધો સમાન કાળમાં થયેલા સંઘાત અને ભેદથી થાય છે. તે સ્કન્ધો સંઘાત અને ભેદ આ બંનેથી થયેલા છે એમ કહેવાય છે. જેના બે વિભાગ ન થાય એવો નાનામાં નાનો જે કાળ તે સમય છે. તેવા એક સમયમાં અર્થાત્ સમયાન્તર થયા વગર બે પરમાણુના સ્કંધમાંથી એક અણુનો ભેદ થાય અર્થાત એ સ્કંધમાંથી એક પરમાણુ છૂટો થાય અને તે જ સમયે બીજો પરમાણુ એટલે કે જે સ્કંધમાંથી જે સમયમાં પરમાણુ છૂટો (ભિન્ન) થયો છે તે જ સમયમાં બીજો પરમાણુ સંહત થાય છે (સંઘાત પામે છે.) આવો સ્કંધ છે તે સંઘાત અને ભેદથી બનેલો સ્કંધ કહેવાય છે. ભાષ્યમાં રહેલ રાધિવા પદનો વિચાર સમયમાં થયેલ હોય તે સામચિવ કહેવાય, અને પર્વ એટલે સમાન. સામયિક એટલે સમાન સમયમાં થયેલ.” પ શબ્દનો “સમાન' અર્થ થાય છે તેમાં નીચે પ્રમાણે પ્રમાણ છે Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૭ ૨૩૭ પર્વતની અને વીજળીની એક દિશા છે તેથી તેનૈતિ' (૫૦ ૦ ૪, પ૦ રૂ, સૂo ૨૨) આ સૂત્રમાં એક શબ્દનો સમાન અર્થ થાય ત્યારે આ સૂત્રથી વીજળી અને પર્વતની સમાન દિશા હોય તો સુદ્દામનું શબ્દથી કર્યું પ્રત્યય થાય અને ‘સામી’ શબ્દ બને. એટલે “સમાન દિશાવાળી વીજળી છે.” આવો અર્થ થાય છે. એ જ પ્રમાણે જે સંઘાત અને ભેદ, તે બેનો સમાન સમય હોય અર્થાત તે બે સંઘાત અને ભેદથી થયેલ હોય તે સમાનકાલીન સંધાતભેદથી થયેલ સ્કંધ કહેવાય છે. એવી રીતે ચણકાદિ સ્કંધો માટે પણ સમજી લેવું. અન્ય પરમાણુના સંઘાતથી અને અન્ય પરમાણુના ભેદથી જે સ્કંધ થાય છે તે સંઘાતભેદથી ઉત્પન્ન થયેલ કહેવાય છે. ભાષ્ય :- પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તેનો જવાબ અપાય છે કે આ રીતે આપણે પુદ્ગલના બે ભેદમાંથી સ્કંધની ઉત્પત્તિનું વ્યાખ્યાન કર્યું. તેની ઉત્પત્તિની વ્યાખ્યા કરવામાં આવી એટલે હવે પરમાણુની વ્યાખ્યાનો અવસર છે. આ સમયે કોઈ અજાણ અથવા સંશયવાળો પ્રશ્ન કરે છે કે પરમાણુની ઉત્પત્તિ કેવી રીતે ? શું સ્કંધની ઉત્પત્તિના ત્રણ પ્રકાર છે તેવી રીતે પરમાણુની ઉત્પત્તિના પણ ત્રણ પ્રકાર છે કે બીજી રીતે છે ? આ પ્રશ્નના જવાબમાં પૂ. ભાષ્યકાર મ. મત્રોચતે આ ભાષ્ય દ્વારા જવાબ આપતાં કહે છે કે–ઉત્પત્તિના કારણની ત્રિવિધતામાં અવિશેષતા છે. અર્થાત્ સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણ બતાવ્યાં તે સામાન્યથી છે. સામાન્યથી સ્કંધરૂપ પુગલદ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારે છે. પરંતુ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યની ઉત્પત્તિ વિશેષ પ્રકારે છે તે બતાવતા આ સૂત્રકાર સૂત્રની સચના કરી રહ્યા છે કે મેવાણુ છે ૧-૨૭ સૂત્રાર્થ - ભેદથી જ અણુની ઉત્પત્તિ થાય છે. ભાષ્ય :- ભેદથી જ પરમાણુની ઉત્પત્તિ છે, સંઘાતથી નથી. સામાન્યથી ઉત્પત્તિનાં ત્રણ કારણ બતાવ્યાં છે તેમાંથી માત્ર એક “ભેદ રૂપ કારણથી જ પરમાણુની ઉત્પત્તિ છે. ભાષ્યકારે સામર્થ્યથી ગ્રહણ કરેલ પર કારનું પ્રયોજન... ટીકા - ભાષ્યમાં જે વ કાર ગ્રહણ કર્યો છે તે સામર્થ્યથી છે. કેમ કે “ભેદથી અણુ થાય ૧. ‘રસ્તુલિપિ' સિદ્ધ શબ્દો દારૂાર૬૦ ૨. દ્રવ્ય પરમાણુ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્ત્વાર્થ સૂત્ર છે’ આમ કહેવાય તો પરમાણુ સંઘાતથી પણ ઉત્પન્ન થાય છે. આવો અર્થ થાય અને આવો અર્થ થાય તો આ સૂત્રનો આરંભ નિષ્ફળ જાય. કારણ કે એ તો પૂર્વ સૂત્રથી જ સિદ્ધ થઈ જાય છે. માટે “મેદાન્ત' કહ્યું છે છતાં ‘બેફાલ્ વ' ભેદથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે આવો અર્થ કરવામાં આવે તો જ સૂત્રની સાર્થકતા છે. આમ “જકારપૂર્વક જ અર્થ કરવો જોઈએ. તેથી પૂ. ભાષ્યકાર મ. અર્થના સામર્થ્યથી “મેવાતું' પદની સાથે “વકાર લગાડીને ભાષ્ય રચ્યું છે. આથી ભેદથી જ દ્રવ્ય પરમાણુ ઉત્પન્ન થાય છે પણ સંઘાત અદિથી નહિ આવો અર્થ પ્રાપ્ત થાય છે. ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ. ભાષ્યમાં રહેલ રતિ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. માટે “તિ' શબ્દથી સંઘાત, ભેદનો સમુચ્ચય કર્યો એટલે સંઘાત અને સંઘાતભેદથી પરમાણુની ઉત્પત્તિ નથી આવો અર્થ પ્રાપ્ત થયો. આનો સાર એ છે કે–ત્રણ વિકલ્પો કે જે સંઘાત, ભેદ અને સંઘાતભેદ છે તેમાંથી એક ભેદથી જ પરમાણુ પેદા થાય છે અને બીજા બે વિકલ્પો છૂટી જાય છે. આ સૂત્રારંભનું ફળ છે. પરમાણુ અંત્યકારણ જ છે આવું અવધારણ બરાબર નથી, કાર્ય પણ છે.. પૂર્વપક્ષ - (૧) સ્નેહ અને રૌઢ્યના નાશથી અર્થાત ચીકાશ અને લુખાશ દૂર થવાથી, (૨) સ્થિતિ પૂરી થઈ જવાથી, (૩) બીજા દ્રવ્યની સાથે ભેદથી, (૪) સ્વાભાવિક ગતિથી, યણુક વગેરેના સ્કંધની અંદર ભેદ થવાથી ઉત્પન્ન થતો પરમાણુ કાર્ય પણ બને છે. જ્યારે પરમાણુ યમુક આદિ સ્કંધોમાં સંઘાતરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે ત્યારે અણુ અણપણે રહેતો નથી. સ્થૂલ દ્રવ્યરૂપ હોવાથી શેષ પર્યાયોથી તો પરમાણુ વિદ્યમાન છે જ. કારણ કે “તદ્ભાવઃ પરિણામ આ વચન છે–આ સૂત્રનો આધાર છે. આ સૂત્રનો અર્થ છે તેનો જે ભાવ છે તે પરિણામ છે'. આમાં તેનો જે છઠ્ઠી વિભક્તિ છે તે કર્તામાં છે અર્થાત તેનો અર્થ કર્તા છે. દ્રવ્યનું તે તે રૂપે થવું, દ્રવ્ય જ તે તે રૂપે થાય છે. આ રીતે કર્તામાં છઠ્ઠી વિભક્તિ છે. એટલે પરમાણુ પૂર્વ પરિણામનો નાશ થાય ત્યારે ઉત્તર પરિણામને પ્રાપ્ત થાય છે. અર્થાત્ ઉત્તર પરિણામ ત્યારે જ બને કે પૂર્વ પરિણામ ચાલ્યો જાય. આ રીતે ઉત્તર પરિણામનો કર્તા પરમાણુ થાય છે એટલે શેષ પર્યાયથી પરમાણુ છે જ. અને તે ઉત્તર પરિણામમાં પૂર્વ પરિણામનો સંભવ નથી. કેમ કે પરિણામનું ફળ બીજા ભાવને પ્રાપ્ત થયું તે છે. આથી સૂક્ષ્મ ૧. પ્રશ્ન :- શેષ પર્યાયથી કયા પર્યાય લેવા ? ઉત્તર :- અન્વયિ પર્યાય લેવા. અહીં દ્રવ્યત્વાદિ દ્રવ્યરૂપથી તો અણુ જ છે.. જુઓ ૪૧મા સૂત્રની ટીકા. Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૭ ૨ ૩૯ પરિણામ અને બાદર પરિણામ આ બંને પરિણામો જુદાં જુદાં છે. માટે જ્યારે પરમાણુ યણુકાદિ સ્કંધરૂપે થાય છે ત્યારે તે અણુમાં અણુ પરિણામનો અભાવ છે. દા. ત. જેમ ગોળ, પાણી અને ધાવડી આ ત્રણ દ્રવ્યના સંયોગવિશેષથી સરક દ્રવ્યરૂપ પરિણામ થાય છે. અર્થાત્ દારૂ બને છે. તો આ ત્રણનો પરિણામ અને દારૂનો પરિણામ જુદો છે. આ કાલાંતર-બીજા કાળની અપેક્ષા રાખતા દારૂરૂપ પરિણામમાં તે ત્રણેને જુદા કરવા દુઃશક્ય છે. વળી જો ગોળ, પાણી અને ધાવડી આ દ્રવ્યો સિવાય કોઈ પરિણામ નથી. આમ કહીએ તો તે પણ બરાબર નથી. કેમ કે દારૂરૂપે છે ત્યારે પૂર્વરૂપે એટલે કે ગોળરૂપે, પાણીરૂપે કે ધાવડીરૂપે નથી. વળી જો એ દ્રવ્યો પૂર્વરૂપે છે એમ કહેશો તો પૂર્વકાળમાં જેમ પરિણામ ન હતો તેમ હાલમાં પણ પરિણામ નહીં થાય. માટે પરમાણુ કાણુકાદિ સ્કંધરૂપે થાય છે ત્યારે તેમાં અણુ પરિણામનો અભાવ છે. આ વાતની સિદ્ધિમાં નીચે મુજબ અનુમાન છે. બાદર પરિણામથી પરિણત મહાન દ્રવ્યમાં–પક્ષ પરમાણુઓ પરમાણુરૂપથી નથી–સાધ્ય બીજા પરિણામે પરિણત થયેલા હોવાથી–હેતુ દા. ત. દારૂરૂપે પરિણમેલા ગોળ, પાણી, ધાવડ–દષ્ટાંત જેમ દારૂ છે ત્યારે ગોળ, પાણી અને ધાવડી એ ગોળ, પાણી અને ધાવડીરૂપે નથી પણ દારૂરૂપે છે તેવી રીતે પરમાણુ જ્યારે સ્કંધરૂપે બને છે ત્યારે બીજા પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ નથી રહેતો પણ સ્કંધરૂપે પરિણત જુદું દ્રવ્ય બની જાય છે. આ રીતે પરમાણુ કાર્યરૂપે પણ છે. માટે “પરમાણુ ચણુક આદિ સ્કંધોનું અંત્ય કારણ જ છે' આવું તમે જે “જ કાર પૂર્વક બોલો છો તે બરાબર નથી. ઉપર મુજબ તમારા અવધારણમાં વિરોધ આવે છે. ઉત્તરપક્ષ:- અમારા અવધારણમાં કોઈ વિરોધ નથી. કેમ કે બધા સ્થૂલ એવા જે મૂર્ત દ્રવ્ય છે તેના ભેદ કરતા કરતા જઈએ ત્યારે છેવટે જેનો ભેદ બની શકતો નથી એવો અર્થાત્ ભેદનો અંત પરમાણુમાં આવે છે. વળી જે ભેદ કરતા આવ્યા તે ભેદ નિરૂપાખ્ય (કહી ન શકાય તેવા) અત્યન્તાભાવરૂપ નથી માટે પરમાણુ કારણ જ છે. આમ અવધારણમાં કોઈ જાતનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કારણ જ છે. અહીં જૈનમતમાં બે નયો છે : (૧) દ્રવ્યાર્થિક નય (૨) પર્યાયાર્થિક નય. તેમાં– દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ કારણ જ છે. કેમ કે ચણકાદિ જેટલા સ્કંધો બને છે તેનું પરમાણુ જ કારણ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કાર્ય જ છે.. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તત્ત્વાર્થ સૂત્ર પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ ઉત્પન્ન થાય છે. એમ કહ્યું છે. ઉત્પન્ન થનાર કાર્ય હોય છે. આથી પરમાણુ ઉત્પન્ન થતો હોવાથી કાર્ય જ છે. આ રીતે દ્રવ્યાર્થિક નયથી પરમાણુ કારણ જ છે પર્યાયાર્થિક નયથી પરમાણુ કાર્ય જ છે. આ રીતે અવધારણમાં કોઈ વિરોધ આવતો નથી. તે પરમાણુ દ્રવ્યરૂપ અવયવ દ્વારા સ્વનો અભેદ્ય છે. કેમ કે એનો કોઈ દ્રવ્યરૂપ અવયવ નથી. માટે પરમાણુ અભેદ્ય છે–અપ્રદેશી છે, પણ રૂપાદિને લઈને પરમાણુમાં ભેદ પણ છે. પરમાણુ સપ્રદેશી છે. શંકા :- જો પરમાણુ અપ્રદેશી (નિરવયવ) છે, એનો કોઈ અવયવ નથી તો ગગનકુસુમની જેમ અસત્ બની જશે. સમાધાન :- આવી શંકા કરવી નહીં. કેમ કે પરમાણુ સાવયવ દ્રવ્ય નથી આમ બોલાય છે એટલે સાવયવ દ્રવ્યના પ્રતિપક્ષરૂપે અનવયવ દ્રવ્ય સિદ્ધ થાય છે. મતલબ સાવયવનો પ્રતિપક્ષ-વિરુદ્ધ પક્ષ નિરવયવ છે. જયારે આ સાવયવ વસ્તુ નથી એમ કહેવાય તો એનાથી વિરુદ્ધ નિરવયવ વસ્તુ હોવી જ જોઈએ. આમ આપોઆપ સિદ્ધ થઈ જાય છે તેથી પરમાણુ નિરવયવ હોવા માત્રથી અસત્ સિદ્ધ થઈ શકે નહીં કેમ કે એવો કોઈ નિયમ નથી કે જે નિરવયવ પવ' હોય તે અસત્ જ હોય છે. માટે પરમાણુ અપ્રદેશી હોવા છતાં સત્ છે પણ અસત્ નથી એ સિદ્ધ છે. વળી તે પરમાણુ સહુથી પહેલો પ્રદેશ છે, ત્યાર પછી કયણુક આદિ ક્રમ ચાલે છે. આ રીતે યુક્તિ અને આગમથી દ્રવ્ય પરમાણુની સિદ્ધિ કરી અને તેની સિદ્ધિ થઈ એટલે બીજા ત્રણ પ્રકારના ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ અને ભાવ પરમાણુની સિદ્ધિ અવશ્ય થઈ જશે. આ પ્રમાણે વિસ્તાર જોઈ લેવો. પૂર્વના સૂત્ર-૨૬ “સંધાતબેગ સાન્ત'માં પરમાણુ સિવાયના કચણુક આદિ સ્કંધોની ઉત્પત્તિમાં ત્રણ કારણ બતાવ્યાં છે સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે તે કવણુક આદિ જે ચક્ષુગ્રાહ્ય સ્કંધો નથી તેને માટે સમજવું પણ જે ચક્ષુગ્રાહ્ય સ્કંધો છે તે તો એકાંતથી (એક કારણથી) જ થાય છે તે વાત જણાવતા પૂ. સૂત્રકાર મઠ કહે છે કે – મેસતામ્યાં રાક્ષષાઃ | ૧-૨૮ ! સૂત્રાર્થ :- ચક્ષુથી ગ્રાહ્ય એવા ચાક્ષુષ સ્કંધો ભેદસંઘાતથી ઉત્પન્ન થાય છે. ભાષ્ય:- ભેદસંઘાત ઉભયથી ચાક્ષુષ સ્કંધો ઉત્પન્ન થાય છે, અને અચાક્ષુષ સ્કન્ધો (જેમ કહ્યું છે તેમ) કહેલા સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી થાય છે. ૧. જેમ સમયરૂપ કાળ અનવયવ દ્રવ્ય છે અને સત્ છે. આ વાત આગળ “વાતશેત્યે' સૂત્રમાં બતાવાશે. Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૮ ૨૪૧ ટીકા :- ચક્ષુપ્ શબ્દને તસ્યેમ્ (પા૦ ૪૦ ૪, પા॰ રૂ, સૂ૦ ૧૨૦) સૂત્રથી અદ્ પ્રત્યય શબ્દ બને છે અને તેનો અર્થ ‘ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય-જાણવા યોગ્ય' લાગતાં ચાલુપ થાય છે. પ્રયોગ અને વિગ્નસાથી બનેલ, સારી રીતે મળેલ હોવાથી પરમાણુઓનો સમુદાય તે ન્ધ છે. તે સ્કન્ધો એવા પ્રકારના ઉત્પન્ન થાય છે કે જે ચક્ષુથી ગ્રહણ કરાય છે. અર્થાત્ આવા સ્કંધો ચક્ષુથી ગ્રાહ્ય બને છે. જોકે એવું સમજવાની ભૂલ ન કરવી કે ભેદસંઘાતથી ઉત્પન્ન થતા સ્કંધો ચક્ષુગ્રાહ્ય જ હોય. કેમ કે એવો કોઈ નિયમ નથી કે જે ભેદ અને સંઘાતથી બનેલા સ્કંધો છે તે બધા ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય હોય છે. કેમ કે ભેદસંઘાતથી એવા પણ સ્કન્ધો બને છે જે ચક્ષુગ્રાહ્ય હોતા નથી અર્થાત્ અચાક્ષુષ સ્કન્ધો પણ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રમાણે વ્યાખ્યા કરવી જોઈએ કે— પોતાની મેળે જ સ્વાભાવિક ખાસ અમુક પરિણામ વિશેષથી ચક્ષુથી ગ્રાહ્ય બને તેવા પરિણામવાળા બાદર સ્કન્ધો ભેદસંઘાતથી જ ઉત્પન્ન થાય છે આ નિયમ છે. ‘અપર’નું કથન... ‘સંઘાત’થી જ સ્કન્ધોની ઉત્પત્તિ સિદ્ધ થઈ જાય છે માટે ભેદસંઘાત'નું ગ્રહણ યોગ્ય નથી. ‘ભેદસંઘાત’ ગ્રહણ કરવું એ નિરર્થક છે. ‘ભેદ’નું ગ્રહણ સાર્થક છે... આ વાત બરાબર નથી. કારણ કે ભેદનું ગ્રહણ કંઈક વિશેષતા બતાવે છે. એ વિશેષતા એ છે કે—સંઘાત એટલે સ્કંધો. બધા સ્કંધો ચક્ષુગ્રાહ્ય હોતા નથી. કારણ કે અનંતાનંત પરમાણુઓના સમુદાયથી બનતો સ્કંધ પણ બાદર પરિણામવાળો જ નયન આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, બાકીનો નહિ. આ વિશેષતા બતાવવા માટે ભેદનું પણ ગ્રહણ કરવું જ જોઈએ. ‘ભેદનું’નું ગ્રહણ સાર્થક છે. આ પ્રમાણે કોઈ સમાધાન કરે છે તો તે પણ બરાબર નથી. આ રીતે વ્યાખ્યા કરનારાઓના મતે ‘ભેદ'નું ગ્રહણ સાર્થક છે એમ સિદ્ધ થઈ શકતું નથી. આમ પરસ્પર અન્યોએ ‘ભેદ’ના ગ્રહણ માટે ચર્ચા કરી. કોઈએ પૂર્વના વાદીની સમક્ષ ‘ભેદ' ગ્રહણ નિરર્થક છે એમ સિદ્ધ કર્યું પરંતુ તે બરાબર નથી. કેમ કે ભેદનું ગ્રહણ પણ જરૂરી છે. ‘ભેદ’ગ્રહણની સાર્થકતા... ‘ભેદ’નું ગ્રહણ કરવું જ જોઈએ. કેમ કે સૂક્ષ્મ પરિણામ ઉપરત થાય—રોકાઈ જાય તો Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વાર્થ સૂત્ર જ સ્થૂલ પરિણામ પેદા થાય, અને આ પ્રક્રિયામાં જેમ પરમાણુઓ એકઠા થાય છે તેમ કેટલાક ભેજવાળા પણ બને છે. અર્થાત છૂટા પણ પડે છે. માટે સંઘાત અને ભેદથી જ ચાક્ષુષ (ઇન્દ્રિયગ્રાહ્ય) સ્કંધો બને છે પણ એકલા સંઘાતથી જ નહિ. મતલબ એ છે કે અનંતાનંત પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થયેલો સ્કંધ જ્યારે બાદર પરિણામ પામે છે ત્યારે ચક્ષુ આદિઇન્દ્રિયોનો વિષય બને છે. આ પ્રમાણે જે બીજાએ કથન કર્યું તે અધૂરું છે. કેમ કે અનંતાનંત પરમાણુઓના સંઘાત થાય છે ત્યારે કેટલાક પરમાણુઓનો ભેદ પણ થાય છે માટે ચાક્ષુષ સ્કંધો એટલે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષય બનતા સ્કન્ધો સંઘાતભેદ ઉભયથી જ બને છે. પ્રશ્ન :- પહેલા જે પરમાણુઓ કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય ન હતા તેવા પરમાણુઓનો સમુદાય થયો તો તેમાં એવો તે કયો અતિશય આવી ગયો કે પરમાણુઓનો પ્રત્યક્ષ ન હતો અને સમુદાયનો પ્રત્યક્ષ થયો? ઉત્તર :- વિશ્વમાં જેટલી વસ્તુઓ છે તેનો વિદ્યમાન પરિણામથી બીજો જે પરિણામ હોય છે તે કથંચિત્ ભિન્ન જ હોય છે. આથી પરમાણુ પરિણામથી ચાક્ષુષ પરિણામ-ચક્ષુનો વિષય બનતો જે સ્કંધ છે તે જુદો છે. અર્થાત્ અણુ પરિણામ અને સ્કંધ પરિણામ આ બે જુદા છે. કેમ કે પરમાણુ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે. અહીં પ્રશ્ન થાય છે કે શું કારણ છે કે પરમાણુ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે ? તો તેનો જવાબ એ જ છે કે – રૌલ્ય અને સ્નેહવિશેષથી પરમાણુઓ અણુ પરિણામનો ત્યાગ કરીને બાદર પરિણામને પામે છે. આપણા મૂળ પ્રશ્નના ઉત્તરનો સાર એ છે કે પરમાણુઓનો જ્યારે સ્કંધપરિણામ થાય છે ત્યારે તે પરમાણુઓ લુખાશ અને ચીકાશ વિશેષથી સ્કંધપરિણામને પ્રાપ્ત કરતા અણુ પરિણામનો ત્યાગ કરી બાદર પરિણામને પ્રાપ્ત કરે છે. આથી જ ચાક્ષુષ વિષયક બાદર પરિણામવાળો સ્કંધ (પરમાણુઓનો સમુદાય) પ્રત્યક્ષ થાય છે. પરંતુ એમાં કોઈ અતિશય પેદા થયો નથી. પરમાણુ અને સ્કંધોમાં સ્પર્શની સંખ્યા. લૂખો અને ચીકણો આ બંને સ્પર્શ છે. ભગવાને સ્કંધોમાં યથાસંભવ આઠ સ્પર્શ બતાવ્યા છે. વળી પરમાણુઓમાં ચાર સ્પર્શ જ હોય છે, બીજા નથી હોતા. પરમાણુઓમાં સંભવતા ચાર સ્પર્શ.. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ પરમાણુઓમાં હોય છે. એક પરમાણુમાં અવિરોધી બે જ સ્પર્શ.. તેમાં પણ એક પરમાણુમાં તો પરસ્પર અવિરોધી બે જ સ્પર્શ હોય છે. દા. ત. શીતસ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ, ઉષ્ણ-રૂક્ષ. આ રીતે અવિરોધી બે સ્પર્શ એક પરમાણુમાં હોય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૮ ૨૪૩ વળી અહીં બંધ પરિણામમાં તો સ્નિગ્ધ અને રૂક્ષ બે જ સ્પર્શ કામ લાગે છે. એટલે કે કેટલાક પરમાણુઓ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે તો કેટલાક રૂક્ષ પરિણામવાળા હોય છે. કેમ કે આ બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે એક પરમાણુમાં તો સંભવે જ નહીં. પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા ને રૂક્ષતામાં તારતમ્યતા... વળી આ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓમાં પણ તારતમ્યતા હોય છે. કેટલાક એક ગુણ સ્નિગ્ધ હોય છે, કેટલાક દ્વિગુણ, કેટલાક ત્રિગુણ એમ કરતાં કરતાં કેટલાક પરમાણુઓ અનંતગુણ સ્નિગ્ધ પણ હોય છે. એવી જ રીતે કેટલાક પરમાણુઓ એક ગુણ રૂક્ષ હોય છે તો કેટલાક દ્વિગુણ, કેટલાક ત્રિગુણ આદિ રૂક્ષ હોય છે તે ત્યાં સુધી સમજવું કે કેટલાક અનંતગુણ રૂક્ષ પણ હોય છે. પૃથ્વી પરમાણુ આદિ જુદી જુદી જાતના પરમાણુ નથી... આ રીતે પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા ને રૂક્ષતામાં તારતમ્યતા છે, પરંતુ તેથી કાંઈ પરમાણુઓ વિજાતીયરૂપે નથી. બધા પરમાણુઓ સજાતીય છે. એટલે આ પૃથ્વી પરમાણુ છે, આ જલ પરમાણુ છે, આ તેજ પરમાણુ છે, આ વાયુ પરમાણુ છે આમ જુદા જુદા વિજાતીયરૂપે વિભક્ત પરમાણુઓ નથી. કેમ કે એક પરમાણુમાં જેમ રૂપાદિ ચાર છે તેમ દરેક પરમાણુઓમાં પણ રૂપાદિ ચાર છે જ. કારણ કે બધા સ્પર્શવાળા છે અને સ્પર્શવાળા હોવાથી રૂપાદિ ચારવાળા છે. જે સ્પર્શવાળા છે તે રૂપ, રસ, ગંધવાળા હોય જ. તેથી પૃથ્વી આદિ બધા પરમાણુઓમાં સ્પર્શ હોવાથી બધા પરમાણુ રૂપાદિવાળા છે. આથી આ પૃથ્વી આદિ અમુક પરમાણુ છે એમ ભેદ પાડી શકાય નહીં. એટલે બધા પરમાણુ સજાતીય છે પણ વિજાતીયરૂપે નથી. પ્રશ્ન :- એક પરમાણુમાં ઉષ્ણ સ્પર્શ છે તો બીજામાં શીત સ્પર્શ છે. આમ ૫૨માણુઓમાં સ્પર્શાદનો ભેદ તો છે જ તો વિજાતીય પરમાણુની ના કેમ પાડો છો ? બધા પરમાણુ સજાતીય કેવી રીતે કહેવાય ? ઉત્તર ઃ- બધા પરમાણુ સજાતીય- છે એમ કહીએ છીએ તે એટલા જ માટે કે જે સ્નિગ્ધ પરમાણુ છે તે રૂક્ષ બને છે, જે રૂક્ષ છે તે સ્નિગ્ધ બને છે. પરિણામ જુદા જુદા થાય છે પણ જાતિ અલગ નથી. જેમ સોનું તો સોનું જ છે, કારીગરી કરવાથી તે વિજાતીય નથી કહેવાતું. તેમ પરમાણુઓમાં તો તે જ છે પણ જુદા જુદા પરિણામથી પરિણત થયેલા હોય છે તેથી તે પૃથ્વી પરમાણુ, જલીય પરમાણુ. આ વાયવીય પરમાણુ, ઇત્યાદિ જુદી જુદી જાતના પરમાણુ છે એમ મનાય નહીં. માટે બધા પરમાણુઓ સજાતીય છે, પણ વિજાતીય નથી તે વાત બરાબર જ છે. આ પ્રમાણે બધા સજાતીય પરમાણુઓ છે. તેઓનો રૌક્ષ્ય અને સ્નેહવિશેષથી બંધ પરિણામ થાય છે (અર્થાત્ બીજા દ્રવ્યની સાથે બીજા દ્રવ્યનો સંબંધ થાય છે.) અને એ બંધપરિણામ એવા પ્રકારનો હોય છે કે જેનાથી પ્રચય॰ વિશેષ થાય છે. ૧. પ્રચય એક પ્રકારનો સંયોગ છે અને જૈનોમાં સંયોગ એ પણ એક પ્રકારનો પરિણામ છે. આગળ સંયોગ વિશેષથી થાય છે એ વાત આવે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્ત્વાર્થ સૂત્ર પ્રચય અનેક પ્રકારના હોય છે માટે પ્રચય વિશેષથી થાય છે એમ કહેવું પડે છે. આ પ્રચય વિશેષથી મહતું પરિણામવાળો સ્કૂલ-બાદર ઘટાદિ (સ્કંધ) પેદા થાય છે. દા. તજેમ શ્લેષ માટી અને ધૂળના સંબંધવાળું ઘાસ. જેમ ચીકણી માટી અને ધૂળના સંબંધથી ઘાસ આદિ સ્કન્ધો થાય છે તેમ સ્નિગ્ધ પરમાણુ અને રૂક્ષ પરમાણુના સંબંધથી અંધ પેદા થાય છે. માટે પરમાણુઓનો સમુદાય થયો તે તો પરમાણુઓ જ છે તો તેમાં શો અતિશય પેદા થયો કે એ ચાક્ષુષ થઈ ગયા. આ સવાલ જ ઊઠતો નથી. અર્થાત્ અતિશયના આધાન વગરનો પરમાણુનો સમુદાય માત્ર જ છે આ કથન યોગ્ય નથી, કિંતુ પરમાણુઓના પ્રચય વિશેષથી ચૂલા એક મહાન દ્રવ્ય પેદા થાય છે અને તે પરમાણુઓથી કથંચિત્ ભિન્ન છે. કેમ કે સ્નેહ અને રૌઢ્ય વિશેષથી પ્રચયવિશેષ થાય છે. આથી એ પોતાના અણુપણાને છોડીને મહાન બને છે તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. એટલે સમજી લેવું કે અમે જે ઉપર બતાવી આવ્યા તે સ્વગતભેદના સ્વીકારથી અર્થાત્ કેટલાક પરમાણુ સ્નિગ્ધ છે તો કેટલાક રૂક્ષ છે. આવો સ્વમાં રહેલ વિશેષ છે તેનાથી પ્રચય થાય છે. આ પ્રચયથી બાદર પરિણામ થાય છે અને તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. તેથી કોઈ પણ રીતે સર્વથા પદાર્થમાં નિરતિશયપણું સિદ્ધ થઈ શકતું નથી પણ સાપેક્ષ નિરતિશયપણું છે. આથી સ્નેહ, રૌઢ્યવિશેષથી પ્રચયવિશેષ થાય છે અને પ્રચય વિશેષથી મહાન, સ્કૂલ પદાર્થ બને છે અને તે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. ઉપર જે સ્વગતભેદ કહ્યો છે તેમાં પણ એકાંત નથી, અર્થાત્ અત્યંત જ ભેદ નથી પણ કોઈ ને કોઈ પ્રકારે સામાન્ય-સદશતા પણ છે જ. પરમાણુઓમાં સ્વગત ભેદ જ નથી સામાન્ય પણ છે. વસ્તુમાત્રના સામાન્ય અને વિશેષ આ બે ધર્મ છે. માટે પરમાણુઓમાં જેમ સ્વગતભેદ–પોતાનામાં રહેલ વિશેષ છે તેમ સામાન્ય પણ છે, સામાન્યને લઈને એ બધા એક છે. એકદમ એમનો ભેદ નથી. અર્થાત્ જુદી જાતના નથી આ તાત્પર્યાર્થ છે. પ્રચયથી જ ઇન્દ્રિયગ્રાહ્ય છે? પરમાણુઓ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તેનું કારણ પ્રચયવિશેષ જ છે કે બીજું કોઈ કારણ છે ? આવી જિજ્ઞાસા થતાં જિજ્ઞાસુ જરૂર પ્રશ્ન કરે છે કે – પ્રશ્ન :- પરમાણુઓનો સ્નેહ અને રોક્યવિશેષથી પ્રચય વિશેષરૂપ જે પરિણામ છે તેથી જ તેઓમાં ઐન્દ્રિયકપણું આવ્યું કે બીજું કોઈ કારણ છે? અર્થાત્ સ્કંધ જે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તેમાં કેવલ પરિણામ જ કારણ છે કે બીજું કોઈ કારણ છે ? ઉત્તર :- હા, ઈન્દ્રિયગ્રાહ્ય સ્કંધ બને છે તેમાં બીજું પણ કારણ છે, કેવલ પરિણામ જ કારણ છે એવું નથી. ખાસ અનંત સંખ્યાવાળા સ્કંધની અપેક્ષાવાળો જે સ્થૂલ પરિણામ પ્રત્યેક ઇન્દ્રિયોના પ્રતિનિયત વિષયપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ દરેક ઇન્દ્રિયોને ગ્રહણ કરવા યોગ્ય નિયત વિષય Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૮ ૨૪૫ હોય છે. તે અનંત પરમાણુઓનો સ્કંધરૂપે પરિણમેલ સ્થૂલ પરિણામવિશેષ છે. આવો સ્કૂલ પરિણામરૂપે પરિણત સ્કંધમાત્ર સંઘાતથી નથી બનતો પરંતુ સંધાત અને ભેદ ઉભય દ્વારા બને છે. આથી જે સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય બને છે તે સ્કંધોના ઐન્દ્રિયકપણામાં કેવલ સંઘાત હેતુ થતો નથી કે કેવલ પરિણામ પણ હેતુ થતો નથી પણ એક કાળના (સમાન કાળના) ભેદ અને સંઘાત ઉભય કારણ છે. ભેદ અને સંઘાત ઉભયથી ઐન્દ્રિયક (ઇન્દ્રિયગ્રાહ્ય) ચાક્ષુષ (સ્કંધ) બને છે. અહીં ‘ચક્ષુ’૧ ઇન્દ્રિય ગ્રહણ કરી છે તેનાથી બધી ઇન્દ્રિયો સમજવી. ચક્ષુ શબ્દની વ્યુત્પત્તિ.... ‘પતિ-પત્નમતે રૂતિ વક્ષુઃ ' જે જુએ છે, પ્રાપ્ત કરે છે તે ચક્ષુ કહેવાય છે. એવી જ રીતે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ પુદ્ગલો પણ ઉપરોક્ત—આવા પ્રકારના પરિણામવાળા જ સ્પર્શેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોનો વિષય બને છે. આ રીતે ઐન્દ્રિયક-ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી થાય છે તે જણાવી ચાક્ષુષ સ્કંધોનો વિચાર સમાપ્ત કરીએ છીએ. હવે જે સ્કન્ધોમાં ઐન્દ્રિયકત્વ નથી અર્થાત્ જે સ્કન્ધો અચાક્ષુષ છે તેનું સ્વરૂપ વિચારીએ છીએ. તેની ઉત્પત્તિનાં કારણો હવે જોઈશું... અતીન્દ્રિય સ્કંધોનાં ત્રણ કારણ... વળી જે ચણુકાદિ અનંત પરમાણુઓના અતીન્દ્રિય, સૂક્ષ્મ સ્કંધો છે તે જેવી રીતે કહ્યા છે તેવી રીતે (૧) સંઘાત, (૨) ભેદ અને (૩) સંઘાતભેદ એ ત્રણ પ્રકારના કારણથી બને છે. આ રીતે આપણે વિચારી ગયા કે— ચાક્ષુષ સ્કન્ધો ‘ભેદસંઘાત' થી બને છે જ્યારે અચાક્ષુષ સ્કન્ધો સંઘાત, ભેદ અને સંઘાતભેદ ત્રણ પ્રકારથી થાય છે. ઉપરના વિવેચનથી આપણે બતાવ્યું કે અતીન્દ્રિય સૂક્ષ્મ સ્કંધની ઉત્પત્તિનાં ત્રણ કારણ છે પણ કોઈ આ વિવેચનથી એવું પણ સમજી લે છે કે અતીન્દ્રિય સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા જ હોય છે તેથી પ્રશ્ન કરે છે કે— પ્રશ્ન :- તમે તો કહો છો કે જે સૂક્ષ્મ છે તે જ બાદર છે અને જે બાદર છે તે જ સૂક્ષ્મ પરિણામવાળા બને છે તે કેવી રીતે ? ૧. અહીં ચક્ષુ શબ્દ ઉપલક્ષક છે. ‘સ્વોધત્વે સતિ સ્વેતવોધત્વ ગુપતક્ષમ્'... ૨. સ્પર્શાદિ પુદ્ગલનાં પરિણામો છે તેથી જે સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય છે તેના જ સ્પર્શાદિ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે એમ સમજવું. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પરિણામોની વિચિત્રતાથી સૂક્ષ્મ, બાદર અને બાદર સૂક્ષ્મ બને છે... ઉત્તર :- પુદ્ગલનાં પરિણામોનું વૈચિત્ર્ય છે. તેથી જ કોઈ વખત એ પુદ્ગલો બાદરરૂપે પરિણમે છે તો ક્યારેક સૂક્ષ્મરૂપે પરિણમે છે માટે આવી શંકા કરવી નહીં કે તે જ પુદ્ગલો સૂક્ષ્મ પરિણામવાળાં અને તે જ પુદ્ગલો બાદર પરિણામવાળાં કેવી રીતે બને ? આ તો પુદ્ગલનાં પરિણામોની વિચિત્રતા છે. દા. ત. જેમ વાદળ, ઇન્દ્રધનુષ, વીજળી, મીઠાનો ગાંગડો આદિ બાદરૂપે પરિણમેલાં હોય છે અને પછી તે બધા એવા સૂક્ષ્મ બની જાય છે કે તે દેખાતાય નથી. આ રીતે વાદળ આદિ બાદર પરિણામને અનુભવીને પછી સૂક્ષ્મ પરિણામને ધારણ કરે છે. અથવા પહેલા જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય છે તે, તે ઇન્દ્રિયથી ગ્રાહ્ય ન બનતા બીજી ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે. દાત. જેમ મીઠું (મીઠાનો ગાંગડો) પહેલા ચક્ષુ ઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો વિષય હતું તે પાણીમાં પીગળી જાય પછી રસનેન્દ્રિયનો જ વિષય બને છે. એવી રીતે હિંગ જે ઘ્રાણેન્દ્રિયનો વિષય હતી તે બીજી ઇન્દ્રિય(રસનેન્દ્રિય)નો વિષય બને છે. તત્ત્વાર્થ સૂત્ર આમ પુદ્ગલો બીજા પરિણામને પામે છે અથવા બીજી ઇન્દ્રિયોનો વિષય બને છે. વળી વાદળ વગેરે સૂક્ષ્મ પરિણામને પેદા કરીને પુનઃ આકાશમાં ચારે તરફ સકળ દિશાઓને રોકનાર વાદળપણે સ્થૂલ આકારે પરિણમે છે. આ રીતે પુદ્ગલોમાં વૈચિત્ર્ય પરિણમન હોવાથી સૂક્ષ્મ બાદર બને છે અને બાદર સૂક્ષ્મ બને છે. ભાષ્યમાં ૐ શબ્દ પુનઃ અર્થમાં છે. ૬ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. રૂતિ શબ્દ ચાલુ પુદ્ગલ પ્રકરણની સમાપ્તિ થાય છે તે અર્થમાં છે. ભાષ્યની પંક્તિનો અર્થ આ પ્રમાણે છે— વળી અચાક્ષુષ સ્કન્ધો ભેદ, સંઘાત અને સંઘાતભેદથી થાય છે. આ રીતે પુદ્ગલનું પ્રકરણ સમાપ્ત થાય છે. પુદ્ગલ વિષયક વિચાર પૂર્ણ થાય છે. અવતરણિકા :- ધર્માદિ વસ્તુ છે તેથી તેની સત્તાનું નિરૂપણ કરવા માટે ભાષ્યકાર ભાષ્યરૂપે પ્રશ્ન કરે છે કે— તેનો નિશ્ચય કેવી રીતે થાય ? ભાષ્ય :- અહીંયાં કહે છે કે—ધર્માદિ દ્રવ્યો સત્ તેનો જવાબ આ છે કે—લક્ષણથી. તો સત્ત્નું લક્ષણ કયું છે ? તેનો જવાબ આપતાં કહે છે કે— આ ઉપરનું ભાષ્ય સંબંધ ગ્રંથ છે. અર્થાત્ પૂર્વ સૂત્રની સાથે આ સૂત્રનો સંબંધ કેવી રીતે છે ? નવા સૂત્રનો પ્રારંભ કયા સંબંધથી છે તે બતાવનાર આ ભાષ્ય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૮ ૨૪૭ પૂર્વ સૂત્રોમાં ધર્માદિ દ્રવ્યોનું જેવી રીતે સંભવી શકે તેવી રીતે ગતિ-સ્થિતિમાં ઉપગ્રહરૂપ વિશેષ લક્ષણ તો કહ્યું, પણ હવે આ દ્રવ્યોનું અંતરંગ વ્યાપી લક્ષણ કયું ? આ લક્ષણની જિજ્ઞાસાથી સંદેહ કરતા પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે ધર્માદિ દ્રવ્યો સત્ છે તે કેવી રીતે જણાય ?” આ રીતે પૂભાષ્યકાર મઠ સંદેહનું કારણ શું છે તે જણાવતાં કહ્યું કે શું ધર્માદિ દ્રવ્યો વિકારથી રહિત સત્તા માત્ર છે ? અથવા તો શું ઉત્પાદ-વિનાશરૂપ વિકારરૂપ છે? કે સત્તા અને વિકાર ઉભયરૂપ છે? આમ અનેક પ્રકારનો સંભવ હોવાથી સંદેહ થાય છે. આ રીતે સંદેહ થતા પ્રશ્નકારથી પુછાઈ જાય છે કે વેન પ્રકારે કેવા પ્રકારે ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે? આની સાથે રહેલા તિ શબ્દનો અર્થ “હેતુ છે. તેથી જે હેતુથી ધર્માદિ દ્રવ્યોની વિદ્યમાનતા નિશ્ચિત થાય તે હેતુનો વિષય ધર્માદિ દ્રવ્યો કેવી રીતે થાય છે? ભાષ્યની પંક્તિના અંતે રહેલ “તિ' શબ્દ પૂછવા યોગ્ય અર્થની ઇયત્તા બતાવે છે. અર્થાત્ ધર્માદિના સત્ત્વમાં કોણ કરણ—હેતુ છે ? અને તેનો પ્રકાર કોણ છે ? આટલો જ પૃચ્છાનો વિષય છે. ધર્માદિ છે એ કેવી રીતે જ્ઞાન થાય અને કોનાથી થાય ? આ બે પ્રશ્ન છે. પૃાતે તિ ગ્રાહ્ય–જે ગ્રહણ કરાય તે ગ્રાહ્ય અર્થાત્ નિશ્ચય કરવા યોગ્ય છે. ભાષ્યની પ્રથમ પંક્તિનો અર્થ આ પ્રમાણે થયો કેધર્માદિ દ્રવ્યો છે તે કેવી રીતે નિશ્ચય કરાય ?' એ ધર્માદિ દ્રવ્યોનું અસ્તિત્વસ્વરૂપ શું છે ? સ્વરૂપ નિશ્ચિત હોય તો તેના હેતુમાં અને પ્રકારમાં જિજ્ઞાસા થાય. અહીં તો સત્ત્વનું સ્વરૂપ જ સંદિગ્ધ છે એટલે તેમાં જ પક્ષાન્તર બતાવે છે... અથવા... ધર્માદિ દ્રવ્ય વિદ્યમાન છે ? એના અસ્તિત્વમાં જ સંદેહ હોવાથી કોઈ પ્રશ્ન કરે છે કે ૧. અંતરંગ લક્ષણ એટલે સામાન્ય લક્ષણ સમજાય છે. જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય તે અંતરંગ લક્ષણ કહેવાય છે. જુઓ તત્ત્વા, પૃ. ૩૭૪ ગતિ-સ્થિત્યાદિલક્ષણ જીવ અને પુદ્ગલને લઈને જણાય છે તે પરાપેક્ષ છે તેથી તે બહિરંગ છે. જોકે સ્વતઃ અવસ્થિત સ્વરૂપ જે ધર્માદિ છે તેના ઉત્પાદ અને વ્યય છે તે પણ પરાપેક્ષ જ થતા હોવાથી બહિરંગ થઈ જશે. આ રીતે સત્ત્વસ્વરૂપ પરાપેક્ષ થઈ જવા છતાં પણ ક્ષણે ક્ષણે સ્વપર્યાયરૂપે વસ્તુ પરિણામ પામ્યા જ કરે છે. માટે જીવ-પુદ્ગલાદિની ગત્યાદિમાં મદદ કરનાર કોઈ ધર્માદિનો પોતાનો પરિણામ હોવો જ જોઈએ. એટલે ધર્માદિમાં સ્વતઃ ઉત્પાદાદિ છે માટે સત્ત્વસ્વરૂપ પરાપેક્ષ નહીં હોવાથી બહિરંગ નહીં થાય આવો અભિપ્રાય સમજાય છે. અહીં પ્રશ્નકાર ભાષ્યકાર પોતે જ છે અને ભાષ્યકારને તો સત્ત્વનું સ્વરૂપ નિશ્ચિત છે તેથી અહીં સંદેહ આહાર્યરૂપ સમજવો. આહાર્યજ્ઞાન કોઈનું પ્રતિબંધક કે કોઈથી પ્રતિબધ્ય હોતું નથી. માટે નિશ્ચય હોવા છતાં પણ સંદેહ કરી શકે છે. એમાં કોઈ વિરોધ નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્ત્વાર્થ સૂત્ર શું ધર્માદિ છે ? “ધર્માદિનિ સન્તિ' આ વાક્યથી ધર્માદિના સ્વરૂપમાં જ સંદેહ છે નહીં. આ સંદેહ છે. ધર્માદિ છે કે નહીં આવો સંદેહ જ કેમ થાય ? પરંતુ આવો સંદેહ થાય જ કેમ? કેમ કે પહેલા ગતિ આદિના ઉપકાર વડે અનુમાનથી ધર્માદિનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે તે ધર્માદિ પ્રસિદ્ધ સત્તાવાળા છે જ અર્થાતુ ગતિ આદિમાં ઉપકારક ધર્માદિ છે તે પ્રસિદ્ધ જ છે પછી એના અસ્તિત્વમાં સંદેહ કયાંથી ? સંદેહ કેમ થયો તેનો ખુલાસો... આટઆટલી રીતે સમજાવ્યા બાદ પણ આવો સંદેહ કેમ થાય ? એવું તો આપણને લાગ્યા વગર રહે જ નહીં. પરંતુ છતાં વિચાર કરવાનો છે કે ગત્યાદિમાં સહાય કરનાર કોઈ ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે. આ પ્રમાણે ધર્માદિની વિદ્યમાનતાને જેઓ સ્વીકારતા નથી તેઓનો આ પ્રશ્ન છે. પ્રશ્નકારને માટે હજી ધર્માદિની સત્તા અપ્રસિદ્ધ જ છે. પ્રશ્ન કારને ગત્યાદિમાં સહાયક ધર્માદિ દ્રવ્યો વિદ્યમાન છે જ આવો હજી નિશ્ચય થયો નથી. માટે જ એનો પ્રશ્ન છે જે હમણા પૂછી રહ્યો છે કે ધર્માદિનું અસ્તિત્વ કેવી રીતે નિશ્ચિત કરવું? એ છે જ એ કેવી રીતે માનવું? એ બધા સત્ છે એનો નિશ્ચય કેવી રીતે થાય ? આ રીતે પૂભાષ્યકાર મા નવા સૂત્રના આરંભનો સંબંધ બતાવતા પ્રશ્નકારના પ્રશ્નનું કારણ જણાવી તેનો પ્રશ્ન રજૂ કર્યો. સંદેહ દૂર કરતું ભાષ્ય... હવે તેનો જવાબ કરતા પૂ. ભાષ્યકાર મ, ભાષ્યની બીજી પંક્તિમાં જણાવે છે કે – લક્ષણથી'... ધર્માદિ વિદ્યમાન છે “ધર્માદિ છે જ' આ લક્ષણથી જાણવું. ભાષ્યકારનો અભિપ્રાય પૂ. આચાર્ય ભગવંતનો આ જવાબ સંગ્રહનયના અભિપ્રાયથી છે. સંગ્રહનયથી એકીભાવથી સનું ઉત્પાદાદિ લક્ષણ છે અર્થાત્ અસ્તિ શબ્દથી પ્રતિપાદ્યથી ઉત્પાદાદિ છે તે જ ઉત્પાદાદિ સતનું લક્ષણ છે. સત્ કોને કહેવાય? જે ઉત્પાદાદિવાળા હોય તે સત્ કહેવાય. આમ ઉત્પાદાદિ સનું લક્ષણ છે તે અસ્તિ શબ્દ દ્વારા જણાય છે અને ધર્માદિ આવા પ્રકારના એટલે ઉત્પાદાદિવાળા જ પ્રાપ્ત થાય છે. પ્રશ્નકારનો પ્રશ્ન છે ધર્માદિ છે? કેવી રીતે નિશ્ચય કરાય? તો એના પ્રશ્નમાં જ પ્તિ (છે) શબ્દ છે તેનો અર્થ ઉત્પાદાદિ છે અને ઉત્પાદ આદિવાળા તે સત તો ધર્માદિ ઉત્પાદાદિવાળા છે જ. માટે તે છે તે લક્ષણથી જણાય છે. આ રીતે સામાન્યથી પૂ. આચાર્ય ભગવંતે “લક્ષણથી ધર્માદિનું અસ્તિત્વ જાણવું એમ કહ્યું. સનું લક્ષણ શું છે? પૂ. ભાગ્યકાર મના આ સામાન્ય જવાબથી સંતોષ ન થતાં હજી પણ સંદેહ થવાથી પ્રશ્નકાર ફરી પૂછે છે કે “સનું લક્ષણ શું ? જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય એટલે કે Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ આ સત્ છે આવું જેનાથી ભાન થાય તેવું સત્ત્નું લક્ષણ શું છે ? લક્ષણની પ્રતિજ્ઞા... ૨૪૯ ત્યારે પૂ. ભાષ્યકાર મ આ પ્રશ્નનો ઉત્તર આપવાની ઇચ્છાથી ભાષ્યમાં જણાવે છે કે—અત્રો—તે... આ વાક્યથી સત્ત્વના લક્ષણની પૂ॰ સૂત્રકાર મ પ્રતિજ્ઞા કરે છે. આ લક્ષણ તે ધર્માદિ દ્રવ્યોના અસ્તિત્વનું અવ્યભિચારી લિંગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ આ પાંચ અસ્તિકાય જગતનું સ્વરૂપ છે. તેમાં જીવ, દ્રવ્ય એ ધર્માદિ અને તેના સ્વરૂપનો જ્ઞાતા છે. સામાન્ય પ્રશ્ન અને સામાન્યથી લક્ષણ... સંક્ષેપમાં કહીએ તો શબ્દ, અર્થ અને જ્ઞાન એ સત્ત્વના લક્ષણના લક્ષ્ય છે. માટે જાણવા લાયક જે જે પદાર્થ છે તે પદાર્થના જ્ઞાન માટે ઉપાયવિશેષ એવા પ્રશ્ન વડે ચાલુ વિષયમાં પ્રશ્ન ઉઠાવીને હવે પૂ. આચાર્ય મહારાજ તેનો સામે જવાબ પણ તેવી જ રીતે આપે છે અર્થાત્ પ્રશ્ન પણ સામાન્યથી છે અને લક્ષણ પણ સામાન્યથી કહે છે કે જે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય તે વ્યાપી લક્ષણ કહેવાય છે. આથી જ પૂ સૂત્રકાર મ સત્તું વ્યાપક લક્ષણ બાંધતા નૂતન સૂત્રનો પ્રારંભ કરે છે. આ સૂત્રરચનાના પ્રયોજનમાં સમજાય છે કે પદાર્થમાત્રના અસ્તિત્વનું સામાન્ય લક્ષણ શું ? દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ સત્ (પદાર્થ) છે. તેમાં ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ એ દ્રવ્યનું સામાન્ય લક્ષણ બતાવાશે. ગતિઉપકારત્વ એ દ્રવ્યવિશેષનું લક્ષણ છે. પરંતુ આ બધા પદાર્થો છે જ એ કેવી રીતે જણાય ? અથવા આ દ્રવ્યો છે જ તો જેવા છે તેવા જ રહે છે કે કાંઈ ફેરફાર થાય છે ? આવા અભ્યાસીને પ્રશ્નો સ્વાભાવિક થાય તેથી તેની જિજ્ઞાસાને જાણી પદાર્થ માત્રનું અસ્તિત્વ, તે કેવા સ્વરૂપે છે તેનો બોધ થાય તે માટે આ સૂત્રરચનાનો પ્રારંભ કરતાં કહે છે કે— ઉત્પાવ્યપધ્રૌવ્યયુક્ત્ત સત્ ॥ ૧-૨૧ ॥ સૂત્રાર્થ :- ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે. ભાષ્ય :- ઉત્પાદર, વ્યયથી અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે. જે ઉત્પન્ન થાય છે, જે નાશ પામે છે અને જે સ્થિર છે તે સત્ છે. આનાથી બીજું અર્થાત્ આ લક્ષણવાળું જે ન હોય તે અસત્ છે. , ૧. તત્ સત્ ઉત્પાવ્યપ્રૌવ્યવુાત્ આ અનુમાનમાં સત્ત્નું લક્ષણ છે તે જ હેતુ-પ્રમાણ બને અને અનુમાનનો વિષય કોણ છે ? સત્ એટલે લક્ષણથી પ્રમાણ અને તેનો વિષય જણાય છે તે આ રીતે સમજવું. ૨. ઉત્પાદ-વ્યય પર્યાયાર્થિક નયને અભિપ્રેત છે, ધ્રૌવ્ય દ્રવ્યાર્થિક નયને અભિપ્રેત છે માટે ભાષ્યકારે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આમ બંને છૂટા પાડ્યા છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તત્ત્વાર્થ સૂત્ર ટીકા :- સંક્ષેપથી આ સૂત્રનો અર્થ આ છે— સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશસ્વરૂપ સત્ છે. તે એકઠા રહેલા જ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ અવશ્યપણે સત્તા ગમક બને છે. અર્થાત્ સાથે રહેલા જ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ સનું જ્ઞાન કરાવે છે. કારણ કે સ્થિતિ વગેરે સત્તા જ હોય છે પણ નિરુપાખ્ય (જેનું સ્વરૂપ કહી ન શકાય તેવા) અસત્તા ક્યારેય ઉત્પાદાદિ હોતા નથી. કારણ કે કોઈ પણ આકારે અસનું ઉપાખ્યાન-સ્વરૂપ કહી શકાતું નથી માટે નિરુપાખ્યના સ્થિતિ આદિ હોતા નથી. જે વસ્તુનું ઉપાખ્યાન એટલે સ્વરૂપનું નિરૂપણ ન કરી શકાય તે વસ્તુ હોતી નથી. જે વસ્તુ કથંચિત્ ધ્રુવ ન હોય, કથંચિત્ ઉત્પન્ન થતી ન હોય અને કથંચિત્ વિનાશધર્મવાળી ન હોય સત્ નથી. તે જ સત્ કહેવાય છે કે જે કથંચિત્ ઉત્પાદ આદિ ધર્મવાળી વસ્તુ હોય. સત્ત્નું આ લક્ષણ ઉભય નયાવલંબી છે... આ સૂત્ર દ્રવ્ય અને પર્યાય ઉભયનયાવલંબી છે, જે સંગ્રહાદિષ્ટ નયોનું મૂળ છે. તેમાં દ્રવ્યાસ્તિક ઉત્સર્ગરૂપ છે અને પર્યાયાસ્તિક અપવાદ સ્વરૂપ વિશેષ (અહીં ઉત્પાદ-વ્યય) છે. કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય કોઈ એક સંગ્રહાદિ નય સ્વીકારતા નથી પણ એ બધા નયોનો સમાવેશ જેમાં થાય છે તે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયો છે. આ બે નયોને લઈને જ ઉત્પાદાદિ બની શકે છે. કેમ કે ઉત્સર્ગ અને અપવાદરૂપ આ બે નયો જ સંગ્રહાદિ નયોના વિસ્તારનું મૂળ છે. અને આ બે નયથી બધી વસ્તુનું નિરૂપણ થાય છે. આમ આ સનું લક્ષણ ઉભય નયાવલંબી છે. નયોના સ્વરૂપની ભલામણ... વળી આ સંગ્રહાદિ નયોનું વિધિ (સામાન્ય) સ્વરૂપે અને અપવાદ (વિશેષ) સ્વરૂપે પહેલા અધ્યાયમાં નિરૂપણ કરેલું છે. આ નયોની પહેલા ચર્ચા કરી હોવા છતાં અહીં હવે વિશેષ વિવક્ષાથી થોડું કહેવાય છે. ઉત્સર્ગના પર્યાય ૪. દ્રવ્યાસ્તિક ઉત્સર્ગરૂપ છે. તે ઉત્સર્ગના વિધિ, વ્યાપિત્વ અને અપ્રતિષેધ આ પર્યાયો છે. ૧. આકાર કયો લેવાનો ? અહીં અસમસ્ત અને અખંડ શબ્દથી જે અભિલાપ્ય હોય એ ‘આકાર' શબ્દથી સમજવું પણ ‘શશશ્રૃંગાદિ' શબ્દથી અભિલાષ્ય જે આકાર છે તેનું અહીં ગ્રહણ નથી આમ સમજવું. ૨. જુઓ સંમતિ ‘મૂલપયડિસંગહો' ગાથા ૩. પરસ્પર વિરુદ્ધ હોવાથી સૂત્રમાં સ્થિત્યાદિ આ ત્રણેનો એક આશ્રય બતાવ્યો તે અસંગત છે. આવી કોઈને શંકા થાય તેને દૂર કરવા માટે કહ્યું કે—આ સૂત્ર ઉભય નયાવલંબી છે. સામાન્ય અને વિશેષ આ બંને નૈગમનયના વિશેષ છે તેથી વિશેષગ્રાહી નૈગમ વ્યવહારમાં આવી જાય છે અને સામાન્યગ્રાહી સંગ્રહમાં આવી જાય છે તેથી અહીં ટીકાકાર મ. સંગ્રહ વગેરે નયનું મૂળ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને કહ્યા છે એમ સમજવું. मुद्रित तत्त्वा० टि० पृ० ३७४ ૫. પૂર્વ પૂર્વ વિધિ કહેવાય છે અને પર પર અપવાદ કહેવાય છે. મુ॰ đટી પૃ૦ રૂ૭૪ ૬. ઉત્સર્ગમાં કરવાનું કહેવાય છે તેથી તે વિધિ કહેવાય છે. ઉત્સર્ગ બધાની સાથે સંબંધ ધરાવે છે માટે વ્યાપી છે. આ ઉત્સર્ગમાં કોઈનો નિષેધ નથી માટે અપ્રતિષેધ કહેવાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ અર્થાત્ તેના પર્યાયવાચી શબ્દો છે. દ્રવ્યનય વિશેષને ઇચ્છતો નથી તેનું કારણ... ૨૫૧ આ દ્રવ્યનય વિશેષને ઇચ્છતો નથી કેમ કે વિશેષ જુદો પર્યાય હોવાથી અર્થાત્ એક પર્યાયમાં બીજો પર્યાય રહેતો નહીં હોવાથી અન્યના પ્રતિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે જ્યારે દ્રવ્યનય અપ્રતિષધરૂપ છે. વિશેષ એટલે પર્યાય અને પર્યાયો બધા જ જુદા જુદા છે. એટલે જેટલા પર્યાયો છે તેટલા વિશેષો છે. આમ એક વિશેષ-પર્યાય બીજા પર્યાયના નિષેધ વડે જ પોતાનું પ્રતિપાદન કરે છે— અસ્તિત્વ સિદ્ધ કરે છે. અર્થાત્ બધા પર્યાયો એક નથી પણ ભિન્ન ભિન્ન છે. એટલે જ પર્યાયો પોતપોતાનું પ્રતિપાદન કરે છે તે એવી જ રીતે કરે છે કે ઘટપર્યાય એ પટપર્યાય નથી. આમ વિશેષ બીજાના નિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે. કેમ કે જે વિશેષ છે તે બીજા વિશેષથી જુદો છે. જેમ ઘટપર્યાય પોતાનું અસ્તિત્વ પ્રતિપાદન એવી જ રીતે કરે છે કે ઘટપર્યાય એ પટપર્યાય નથી કેમ કે ઘટપર્યાય એ પટપર્યાયથી જુદો છે. આ રીતે વિશેષ એ ભેદને ઇચ્છતો હોવાથી પ્રતિષધરૂપ છે માટે દ્રવ્યનય તેને ઇચ્છતો નથી. દ્રવ્યનય વિશેષનું નિરાકરણ કરવા અભાવને હટાવે છે. આ પ્રમાણે વિશેષવાદી અન્યના પ્રતિષેધ વડે પોતાનું પ્રતિપાદન કરે છે. આમાં જે અન્યનો પ્રતિષેધ કહે છે એનાથી દ્રવ્યવાદી વિશેષવાદીને પૂછે છે કે તું પ્રતિષેધ કરે છે તો શું પ્રતિષેધમાત્ર અભાવરૂપ છે? જો અભાવરૂપ કહે તો તે પણ બની શકશે નહીં. કેમ કે અભાવ કેવલ પ્રતિષધરૂપ જ નથી. અભાવ પણ પદાર્થરૂપ છે પણ પદાર્થના અભાવરૂપ નથી. કેવી રીતે છે તે આપણે જોઈએ છીએ. અભાવ ચાર પ્રકારના છે : (૧) પ્રાગભાવ (૨) પ્રધ્વંસાભાવ, (૩) અન્યોન્યાભાવ (૪) અત્યન્તાભાવ (૧) પ્રાગ્ અભાવ પહેલા જે અભાવ... વસ્તુની ઉત્પત્તિની પહેલા ઉત્પન્ન થનારી વસ્તુનો જે અભાવ તે પ્રાગ્ અભાવ કહેવાય છે. દા. ત. માટીનો પિંડ ઘડો થશે. નૃસ્પિડ ઘટરૂપે હજી થયો નથી માટે ઘટરૂપ નથી. એ માટીનો પિંડ ઘટરૂપ બને છે માટે ઘટની પહેલાનો જે મૃતપિંડ પિંડ અવસ્થાવાળું મૃદ્રવ્ય એ જ મૃતપિંડ છે. તે ઘડાનો પ્રાગ્ અભાવ કહેવાય છે. ઘટની ઉત્પત્તિ પહેલા, હજી જે ઘટાદાર થયો નથી તેવો જે માટીનો પિંડ તે જ ઘટનો પ્રાગ્ અભાવ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ તત્ત્વાર્થ સૂત્ર આમ પ્રાગુ અભાવ છે તે ભાવાંતર સિદ્ધ થાય છે પણ પ્રતિષેધમાત્ર નથી. (૨) પ્રધ્વંસ અભાવ :- નાશથી જે અભાવ.. પેદા થયેલી વસ્તુનો અર્થાત્ કાર્યરૂપ વસ્તુનો (કાર્યનો) નાશ થવાથી વસ્તુનો જે અભાવ થાય તે પ્રધ્વસાભાવ કહેવાય છે. મૃતપિંડ નાશ થયો. આથી મૃતપિંડ મૃપિંડરૂપે રહ્યો નહીં, પણ કપાલાદિ અવસ્થારૂપ થયો. આ કપાલાદિ અવસ્થારૂપ પ્રધ્વંસ અવસ્થાન્તરરૂપ હોવાથી એટલે કપાલાદિ અવસ્થાનરૂપ વિનાશ છે તે ઘટાદિ અવસ્થાન્તરરૂપ છે તેથી વસ્તુ સ્વભાવ એટલે ભાવરૂપતાને છોડતો નથી. વિનાશ છે, અને તે બીજી વસ્તુરૂપ હોવાથી વસ્તુતાને છોડતો નથી. દા. ત. (૧) જેમ લેપ આદિની રચનાથી બીજા વેશને ધારણ કરનાર નટ અનેક વેશ ધારણ કરે તો પણ તે નટ છે અથવા (૧) ફણાવાળો કે ફણા વગરનો સર્પ તેનો તે જ છે માત્ર આકૃતિનો ત્યાગ છે. તેમ પ્રધ્વસાભાવ પણ ભાવરૂપ છે. કપાલાદિ નાશ કોઈ ને કોઈ અવસ્થારૂપ છે પણ અભાવરૂપ નથી. માટે પ્રધ્વસાભાવ પણ ભાવાંતર સિદ્ધ થાય છે પ્રતિષેધમાત્ર નથી. () અન્યોન્યાભાવ (ઇતરેતરાભાવ) પરસ્પરનો પરસ્પરમાં જે અભાવ. દા. ત. ઘટ એ પટ નથી, પટ એ ઘટ નથી. આમ ઘટને લઈને પટને જુદો બતાવવો અને પટને લઈને ઘટને જુદો બતાવવો તે અન્યોન્યાભાવ કહેવાય છે. આ અભાવમાં ઘટને પટ ભાવ જ આવે પણ અભાવ આવે નહિ. વળી જેમ સ્તંભ અને કુંભ પરસ્પર ભિન્નરૂપ હોવાથી અર્થાત્ સ્તંભભેદ એ કુંભરૂપ છે અને કુંભભેદ એ સ્તંભરૂપ છે. સ્તંભ અને કુંભ બંને વસ્તુ છે એટલે સમસ્તવસ્તુનો આ રીતે સ્વીકાર થતો હોવાથી ઇતરેતરાભાવ વસ્તુ જ સિદ્ધ થાય છે પણ અવસ્તુ નથી. એટલે કે ઘટના આકાર આદિથી ભિન્ન જે આકાર છે તે આકારને કહેનાર અભાવ શબ્દ છે. આમ ઇતરેતરાભાવ એ ભાવરૂપ જ સિદ્ધ થાય છે પણ પ્રતિષેધ માત્ર નથી. (૪) અત્યન્તાભાવઃ- કોઈ કાળે, કોઈ પણ રૂપે જે ન હોય તે અત્યન્તાભાવ કહેવાય છે. ૧. ઘટનો પ્રાગભાવ મૃત પિંડરૂપ છે. આ મૃતપિંડ એ ઉત્પાદાદિથી યુક્ત છે. તેથી પ્રાગભાવ પણ ઉત્પાદાદિથી યુક્ત છે. તેથી પ્રાગભાવ ભાવરૂપ કહેવામાં કશો જ બોધ આવતો નથી. તરત જ થનાર જે પર્યાય એ જ પહેલાના પર્યાયનો વિનાશ છે. એ આપણે જોઈ ગયા. પૂર્વ પર્યાય માટીનો પિંડ છે તેનો વિનાશ માટીના પિંડ પછી તરત જ થનાર જે કપાલાદિ અવસ્થા છે તે રૂપ છે, અને કપાલાદિ અવસ્થાના પછી તરત જ થનાર ઘટ છે એ કપાલાદિ વિનાશરૂપ છે. આમ માટી, માટીરૂપે કાયમ રહે અને કપાલાદિ અવસ્થારૂપે વિનાશ અને ઘટરૂપે ઘટનો ઉત્પાદ થયો. એટલે વિનાશ ઘટરૂપ થયો. આમ વિનાશ ઘટરૂપ હોવાથી ઘટમાં રહેલા ઉત્પાદાદિ વિનાશમાં પણ આવી જાય છે એટલે વિનાશ પણ ભાવરૂપ કહેવાય છે. ૩. “પણથી પ્રા| અભાવ ભાવરૂપ છે તેનો સમુચ્ચય કરે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ દા. ત. વંધ્યાપુત્ર, સસલાનું શીંગડું આ ક્યારેય કોઈ પણ રૂપે હોતાં નથી. જેનું ઉપાખ્યાન કરી ન શકાય એવો અનુપાખ્ય અત્યન્તાભાવ છે નહીં કેમ કે જેને બોલી શકાતું નથી તેનું સ્વરૂપ તો કોઈ પણ પ્રકારે ગમ્ય થતું નથી—જાણી શકાતું નથી. ૨૫૩ શંકા :- અનુપાખ્ય સ્વરૂપ નથી એમ કેમ કહો છો ? શશવિષાણાદિનો અત્યન્નાભાવ તો છે તો જેમ કહો છો કે શવિષાણનો અત્યંતાભાવ છે. પણ આ તમે કહી રહ્યા છો તે બરાબર નથી. કેમ કે શશ અને વિષાણ વગેરે વસ્તુનું અવસ્થાન્તર છે એટલે તે જ્ઞાનનો વિષય બને છે. કારણ કે શશવિષાણનો અભાવ એટલે મૌણ્ય-સમતલ મસ્તક સ્વરૂપની ઉપલબ્ધિ. સસલાને શીંગડા નથી અર્થાત્ સસલાનું માથું સપાટ હોય છે. આવું આપણને જ્ઞાન થાય છે. એટલે શવિષાણના અભાવથી સમતલ મસ્તકની પ્રાપ્તિ છે માટે શશવિષાણ એ અત્યન્તાભાવ નથી. શશવિષાણભાવ અત્યંતાભાવ નથી. અન્યત્ર શીંગડું છે અને અન્યત્ર સસલાનું મસ્તક છે એટલે બીજે બીજે સ્થળે બંને છે. માટે શવિષાણાભાવ એ અત્યન્તાભાવ નથી પણ ઇતરેતરા ભાવ જ છે. સસલાનું માથું એ શીંગડું નથી અને શીંગડું એ સસલાનું માથું નથી. આમ પરસ્પર એકબીજામાં એકબીજાનો ભેદ જ છે. આમ બંનેનો ભેદ ભાવપદાર્થ જ બને છે. સસલાનું મસ્તક એ શીંગ નથી એટલે સસલાના મસ્તકનો ભેદ શીંગમાં છે. અહીં શીંગથી જુદો કોઈ ભેદનો અભાવ નથી પણ શીંગ જ છે. આમ શીંગ એ સસલાનું મસ્તક નથી એટલે શીંગનો ભેદ એ સસલાના મસ્તક સિવાય કઈ ચીજ છે ? કહેવું જ પડશે કે સસલાના મસ્તક સિવાય કોઈ શીંગભેદ નથી માટે ભેદ એ પણ ભાવ પદાર્થથી કોઈ જુદો પદાર્થ નથી. આથી શવિષાણાભાવ એ ઇતરેતરાભાવ જ છે પણ અત્યન્તાભાવ નથી એ સિદ્ધ થાય છે. અહીં કોઈ કહે છે કે—અન્યોન્યાભાવ પ્રતિયોગી વાચકપદ અને અનુયોગી વાચકપદ બંને સમાન વિભક્તિઓમાં હોવા જોઈએ આવો સિદ્ધાંત છે. જેમ કે—‘અયં ઘટ' ‘ન પટ’. આ અન્યોન્યાભાવ છે. આ અભાવનો પ્રતિયોગી વાચક ‘પટ’ છે અને અનુયોગી વાચક પદ ‘ઘટ’ છે. આ બંને સમાન વિભક્તિવાળા છે. શશશ્ચંગમાં તમે અન્યોન્યાભાવ ઘટાવવા જાવ છો પણ શૃંગરૂપ પ્રતિયોગી વાચકપદ પ્રથમાંત છે અને શશરૂપ અનુયોગી વાચકપદ સપ્તમ્યન્ત છે. એટલે શશશ્રૃંગ એ અન્યોન્યાભાવનો વિષય બની શકે નહીં. આવી કોઈ શંકા કરે તો તેને દૂર કરવા માટે કહે છે કે— અથવા ૧. સસલામાં શીંગડાનો સમવાય નથી. રાશ પણ પુદ્ગલનો પરિણામ છે, શીંગ પણ પુદ્ગલનો પરિણામ છે એટલે બંને પુદ્ગલ વસ્તુની બીજી અવસ્થાઓ છે માટે ઉપલબ્ધિનો વિષય બને છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તત્ત્વાર્થ સૂત્ર આ સમવાય એક સંબંધ છે. એટલે આમાં સસલા અને શૃંગના સંબંધનો નિષેધમાત્ર જ છે. કેમ કે બીજે તો શૃંગ છે. અર્થાત સસલાના મસ્તક પર સમવાય સંબંધથી શૃંગ નથી. આમ સમવાય સંબંધથી ના કહે છે પરંતુ બીજે સ્થળે તો શૃંગ છે જ. આથી માત્ર સમવાયસંબંધનો નિષેધ હોવાથી શશશૃંગનો અત્યન્તાભાવ નથી પણ ઇતરેતરાભાવ જ છે. - વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી.. આગળ આપણે કહ્યું કે “શશવિષાણાદિ વસ્તુની અવસ્થાન્તર છે.” તેમાં જે આદિ પદ છે તેનાથી બીજું પણ ઉદાહરણ જોઈએ. દા. ત. વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી. નામકર્મના પરિણામથી વાંઝણી પુત્રવાળી થાય તો તેની પુત્રવત્તાને કોણ રોકી શકે તેમ છે? તે પુત્રવાળી બને તો કોણ રોકે ? વાંઝણી પણ નામકર્મના પ્રભાવે પુત્રવાળી બની શકે છે. પૂર્વમાં બાંધેલા કર્મના પરિણામ સિવાય અથવા તે જીવની તેવા પ્રકારની પરિણતિના અભાવમાં પછીના જન્મની પ્રાપ્તિ બની શકે નહીં માટે તેનું મૂળ હોવું જોઈએ. મૂળ વિના બની શકે નહીં. જો મૂળ માનવામાં ન આવે અર્થાત્ પૂર્વ જન્મના કર્મ માનવામાં ન આવે તો ઉત્તર જન્મની પ્રાપ્તિ અમૂલ થશે. અર્થાત્ કારણ વગર માનવી પડશે. અથવા તે જીવની તેવા પ્રકારની પરિણતિ માનવામાં ન આવે તો પણ ઉત્તર જન્મની પ્રાપ્તિ અમૂળ-મૂળ વગરની થશે. માટે નામકર્મનો પરિણામ હોય તો વાંઝણી પણ પુત્રવાળી બની શકે છે. આથી વંધ્યાપુત્રનો પણ અત્યન્તાભાવ બની શકતો નથી. આમ અત્યન્તાભાવ તો બની શકતો જ નથી. કેમ કે તે બોલી શકાતો નથી, જાણી શકાતો નથી તો અત્યન્તાભાવ કહેવો કોને ? શું કોઈ પદાર્થ, વસ્તુ દેખાય નહિ એટલા માત્રથી અભાવ કહી દેવાય ? દા. ત. આંખની કીકી પોતે જોઈ શકતા નથી એટલા માત્રથી નથી તેમ કહી શકાય ? પદાર્થની અનુપલબ્ધિમાં દ્રવ્યાદિની વિપ્રકર્ષતાની કારણતા. આથી આપણને પ્રાપ્ત થતા નથી માટે નથી આમ કહેવું તે બરાબર નથી. કારણ કે બધા પદાર્થો દ્રવ્યવિશેષ, ક્ષેત્રવિશેષ, કાળવિશેષ અને ભાવવિશેષની અપેક્ષાવાળા હોવાથી કોઈ કાળે પ્રાપ્ત થાય છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિશ્ચિત થાય છે અને કોઈ વખત ઉપલબ્ધ હોવા છતાં પણ ફરી વખત પ્રાપ્ત થતા નથી, કેમ કે દ્રવ્યાદિની નજીકતા નથી. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવિશેષથી દૂર છે માટે ફરીથી નથી પ્રાપ્ત થતા. (૧) દ્રવ્ય વિપ્રકર્ષ :- દ્રવ્યો હોવા છતાં યોગ્ય સંનિધાન ન હોવાથી પ્રાપ્ત થતા નથી. ૧. કથંચિત્ તાદાભ્યલક્ષણ અવિપ્નભાવ સંબંધ જાણવો. વિપ્રકર્ષ = યોગ્ય સંનિધાન ઇતિ ભાવ: ૩. ઘટાદિમાં રૂપાદિની ઉપલબ્ધિ થાય છે અને પરમાણુમાં નથી થતી એ દ્રવ્યવિપ્રકર્ષથી અનુપલબ્ધિ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૨૫૫ દા. ત. જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ કારણની સંપૂર્ણતા છે અને ઉપયોગ પણ છે અર્થાતુ મતિજ્ઞાનની લબ્ધિ અને ઉપયોગ બને છે તો પણ દ્રવ્યોનો તેવા પ્રકારનો પરિણામ હોવાથી કોઈ દ્રવ્ય, અન્ય (પોતાના સિવાયના) આત્મા, પરમાણુ, ચણકાદિ અને વૈક્રિય શરીર વગેરે હોવા છતાં પ્રાપ્ત થતા નથી. અહીં વૈક્રિય શરીર આદિ કહ્યું છે તો આદિથી દિવસે તારા આદિ અને અડદના ઢગલામાં એક અડદનો દાણો નાખવામાં આવે તો તે હોવા છતાં પ્રાપ્ત થતો નથી. આ રીતે દ્રવ્યો હોવા છતાં વિપ્રકર્ષ હોવાથી પ્રાપ્ત થતા નથી, ઇન્દ્રિયનો વિષય બનતા નથી. (૨) ક્ષેત્ર વિપ્રકર્ષ:- સ્થાનમાં રહેવા છતાં વિપ્રકર્ષથી પ્રાપ્ત થતા નથી. દૂર રહેલ, અતિ નજીક રહેલ અને વ્યવધાનમાં વિદ્યમાન હોય છે જ તો પણ પ્રાપ્ત થતું નથી અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય થતું નથી. (૩) કાલવિપ્રકર્ષ - કાળનું યોગ્ય સંનિધાન ન હોવાથી પ્રાપ્ત થતા નથી. જે આવિર્ભત નથી. તિરોભૂત છે. જેમ માટીમાં ઘટ છે પણ હજી તે કાળથી દૂર છે માટે ઘડો દેખાતો નથી. (૪) ભાવવિપ્રકર્ષ :- વિચાર, રૂપ આદિ ભાવો હોવા છતાં વિપ્રકર્ષથી પ્રાપ્ત થતા નથી. દા. ત. બીજાના આત્મામાં મતિજ્ઞાનના વિકલ્પો છે. અર્થાત્ બીજો આત્મા જે વિચારો કરે છે તે વિચાર ભાવવિપકર્ષ છે. તથા પરમાણુમાં પરિવર્તન પામનાર સંસ્થાન અને રૂપાદિ પર્યાયોનો સમૂહ હોવા છતાં પ્રાપ્ત થતો નથી. આ બધા ભાવવિપ્રકર્ષ છે. આથી ભાવ હોવા છતાં આપણને તેનું જ્ઞાન થતું નથી. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે વિપ્રકર્ષ હોય છે તે હોવા છતાં ઉપલબ્ધ થતું નથી. અર્થાત્ અનુપલબ્ધ છે. અનુપલબ્ધિ એટલે ઉપલબ્ધિનો અભાવ નહીં. અનુપલબ્ધિ એટલે વિવક્ષિત ઉપલબ્ધિથી જુદી ઉપલબ્ધિ છે પરંતુ અત્યંતાભાવ નથી. ૧. વચમાં દીવાલ આદિ ન હોય એવા દેશમાં રહેલો જે પૂર્વમાં ઉપલબ્ધ હતો તે જ દીવાલ આદિથી વ્યવહિત દેશમાં રહેલો ઉપલબ્ધ કરી શકાતો નથી. આ ક્ષેત્ર વિપ્રકર્ષથી અનુપલબ્ધિ છે. દૂરમાં ક્ષેત્ર વિપકર્ષ - મહાવિદેહમાં રહેલ સીમંધરસ્વામી ભગવાન, મેરુપર્વત આદિ. નજીકમાં ક્ષેત્ર વિપ્રકર્ષ - આંખમાં આંજેલ આંજણ. વ્યવધાનમાં ક્ષેત્ર વિપ્રકર્ષ - આંખે બાંધેલ પાટો, દીવાલ વગેરે. પોતાના અસમાન કાળમાં રહેલ પદાર્થ વર્તમાનકાળમાં રહેલા પુરુષની ઉપલબ્ધિનો વિષય હોવા છતાં પણ બીજા કાળના પુરુષ વડે ઉપલબ્ધિ થતી નથી. અહીં અનુપલબ્ધિનું કારણ કાળવિપ્રકર્ષ છે. ૩. પહેલા મીઠું આંખથી ઉપલબ્ધ હતું પણ એ મીઠું પાણીમાં ઓગળી જાય ત્યારે ઉપલબ્ધ થતું નથી. અહીં અનુપલબ્ધિનો હેતુ સ્વભાવવિપ્રકર્ષ છે. આ રીતે એકની જ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ સમજવી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તત્ત્વાર્થ સૂત્ર ૩ળે. કન્યા ૩પત્નવિમનુપબ્ધિઃ | આઈ નો અર્થ સદણગ્રાહી પર્યદાસ સ્વીકારેલો હોવાથી આ પ્રમાણે અર્થ થાય છે. પણ “ઉપલબ્ધિનો અભાવ આવા પ્રતિષેધ કરનાર પ્રસજ્યનું ગ્રહણ નહીં કરવું, કારણ કે જેનું ઉપાખ્યાન (કથન) ન થઈ શકે તેવા અનુપાખ્ય અભાવનું તો આપણે ખંડન કરી આવ્યા છીએ અર્થાત્ અત્યંતાભાવ નિરુપાખ્ય છે. આથી અનુપલબ્ધિનો અર્થ “અન્ય ઉપલબ્ધિ' એ જ બરાબર છે, અને અન્ય ઉપલબ્ધિ એટલે જ ભાવપદાર્થ જ આવે. આમ અભાવ શબ્દનો કથંચિત ભાવ જ અર્થ થાય છે. તેથી ઉપલબ્ધિની કારણતાવાળાની જ અનુપલબ્ધિ હોય છે. અર્થાત્ જેની ઉપલબ્ધિ હોય છે તેની જ અનુપલબ્ધિ હોય છે. જ્ઞાનપ્રાપ્તિનું કારણ જે પદાર્થ હોય છે તે ભાવપદાર્થ જ અનુપલબ્ધ હોય છે. આ પ્રકાર સિવાય બીજો અનુપલબ્ધિનો કોઈ પ્રકાર નથી. આ રીતે દ્રવ્યનયે સિદ્ધ કર્યું કે અભાવ કેવલ પ્રતિષેધરૂપ જ નથી. ત્યારે પ્રકારના અભાવ પણ ભાવરૂપ જ છે. દ્રવ્યાદિ વિપ્રકર્ષથી અનુપલબ્ધ છે તે ભાવ જ છે. આમ વિશેષનું નિરાકરણ કરતા અભાવને હટાવ્યો. આ નિરૂપણથી આપણે વિશેષ-પર્યાય નયનું કંઈક સ્વરૂપ જાણ્યું કે તે અન્યના પ્રતિષેધ વડે પોતાનું નિરૂપણ કરે છે. તે પ્રતિષેધરૂપ છે. પણ દ્રવ્યનયે બતાવ્યું કે તે પ્રતિષેધ ભાવરૂપ જ છે પરંતુ અભાવરૂપ નથી. આ રીતે ભાવરૂપ પ્રતિષેધ સિદ્ધ થયો તે જ દ્રવ્યની સિદ્ધિ કરે છે. આમ દ્રવ્યાસ્તિક નયને અભિગત ધ્રૌવ્ય સિદ્ધ થયું. હવે આપણે દ્રવ્યનયને જ વિચારીએ. દ્રવ્યાસ્તિક નયનું સ્વરૂપ अस्ति इति मतिः अस्य इति आस्तिक: द्रव्ये एव आस्तिकः-द्रव्यास्तिकः દ્રવ્યમાં જ એની બુદ્ધિ છે તે દ્રવ્યાસ્તિક અર્થાત્ દ્રવ્યને જ જે સ્વીકારે છે તે દ્રવ્યાસ્તિક કહેવાય છે. સકળ ભેદ(વિશેષ)ને દૂર કરતો હોવાથી દ્રવ્યમાં જ જેની આસ્થા છે તે દ્રવ્યાસ્તિક છે. ત્રેિ અવ આતિ: આ લક્ષણ વગરનો તત્પરુષ સમાસ લાગે છે પરંતુ એવું નથી. “યૂટ્યાયઃ' આ સૂત્રથી તેનો તપુરુષ સમાસ થાય છે. તપુરુષના બીજા કોઈ લક્ષણો ઘટતાં નથી પરંતુ “મથુરચં:'ની જેમ આ સમાસ થયો છે. આથી તપુરુષ સમાસ જ છે. દ્રવ્યાસ્તિક નયનો વિષય પ્રૌવ્યલક્ષણ જે દ્રવ્ય છે તે દ્રવ્ય ભવનરૂપ છે. “પૂ સત્તાયાં' એ ધાતુથી ભવન શબ્દ બનેલો છે તેથી આ નયમાં ભવન જે સત્તારૂપ છે. તે દ્રવ્ય ભવનરૂપ છે અર્થાત્ તે તે રૂપે થાય તે દ્રવ્ય. શંકા - એકરૂપ એવું દ્રવ્ય તે તે રૂપે કેવી રીતે થાય? સમાધાન :- માટી જેમ સ્થાસ, હશુલ, કપાલ અને ઘટ આદિ તે તે આકારે પરિણમે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ દરેકમાં માટી દ્રવ્ય કાયમ છે. માટે આ રીતે એકરૂપ એવું પણ દ્રવ્ય પરિણમનશીલ છે. વળી આ દ્રવ્ય મોરનાં ઈંડાંના રસની જેમ અંદર રહેલા સર્વ ભેદોના બીજરૂપ છે. પહેલા માત્ર પ્રવાહી રસ હોય છે પછી અવસ્થાન્તરને પ્રાપ્ત કરતાં કરતાં અનેક રંગબેરંગી પીંછાવાળો મોર થાય છે. મોરની આ બધી અવસ્થાઓ તે રસમાં રહેલી છે તો જ પ્રગટ થાય તેમ આ દ્રવ્ય અનેક ભેદોનું બીજ છે. વળી દ્રવ્ય નિર્ભેદ-ભેદરહિત છે. અનેક આકારે પરિણમવા છતાં સ્વયં દ્રવ્ય નિર્ભેદ જ છે. નિર્ભેદ એવું પણ આ દ્રવ્ય દેશ અને કાળના ક્રમને લઈને પ્રગટ કરી શકાય તેવા ભેદવાળું છે. અર્થાત્ દેશકાલક્રમથી વ્યંગ્યભેદરૂપ છે. સમરસ' અવસ્થાવાળું એકરૂપ તરંગ વગરના શાંત સમુદ્ર જેવું આ એકરૂપ દ્રવ્ય છે. ટૂંકમાં આ દ્રવ્ય ભવનરૂપ, સર્વભેદોના બીજરૂપ, નિર્ભેદ, સમરસ અવસ્થાવાળું એકરૂપ છે. છતાં ભેદના વિચારથી અભિન્ન એવું પણ દ્રવ્ય ભેદવાળું અર્થાત્ જુદા જેવું લાગે છે. અહીં કોઈ શંકા કરે છે કે–સત્ત્વ એકરૂપ નથી કેમ કે ઘટનું સત્ત્વ ઘટમાં છે, પટનું સત્ત્વ પટમાં છે. આમ અનનુગત હોવાથી ભેદરૂપ જ સત્ત્વ છે. કેમ કે ઘટસત્તા, પટસત્તા આમ ભિન્ન ભિન્ન પ્રતિભાસ થતો હોવાથી સત્ત્વ એકરૂપ નથી. સમાધાન :- આ શંકા બરાબર નથી. કેમ કે સત્ત્વનો તમે જે ભેદ બતાવ્યો તે ઘટ, પટાદિ ઉપાધિ લઈને બતાવ્યો છે. એટલે સત્ત્વનો ભેદ જે બતાવ્યો તે વાસ્તવિક નથી. ઔપાધિક ભેદ વાસ્તવિક ભેદનો વિરોધી હોતો નથી. આ આશયથી કહે છે કે–અભિન્ન પણ ભવનલક્ષણ દ્રવ્ય ઘટાદિ ભવનવિશેષના અવગાહન કરનાર જ્ઞાનથી ભિન્ન જેવું લાગે છે. જેમ મહાઆકાશ એક જ છે પણ મઠાકાશ, ઘટાકાશ આદિ ઉપાધિઓ વડે જુદો જુદો ભાસે છે તે રીતે ભવનલક્ષણ દ્રવ્ય પણ એક અભિન્ન હોવા છતાં ભિન્નની જેમ ભાસે છે... કેવલ સત્ત્વનું જ ભાવપણું છે. બીજે તો ભાવપણાનું જે જ્ઞાન કરાય છે તે ઉપચારથી છે તે બતાવવા માટે કહે છે કે–સત્તારૂપ જે મહાસામાન્ય છે તેના અભેદના આશ્રયથી ભવિતરી વિશેષમાં ભાવતા છે. આમ તેના લીધે તે દ્રવ્યને આશ્રયીને થનાર વિશેષમાં ભાવપણું-પદાર્થના છે. અર્થાત્ દ્રવ્યને આશ્રયીને જ થતા હોવાથી તે પદાર્થ કહેવાય છે. જો ભવિતા વિશેષ (થનાર ભેદ) દ્રવ્યાશ્રિત માનવામાં ન આવે તો અર્થાત્ દ્રવ્ય જ તે તે રૂપે થાય છે તેમ માનવામાં ન આવે તો ભવિતા વિશેષ (થનાર વિશેષ) દ્રવ્યથી જુદો હોવાથી ભાવ (પદાર્થ, વસ્તુ) જ બની શકે નહીં. એટલે સમજવું કે જે વિશેષો દેખાય છે તે બધા દ્રવ્યના જ છે. જેમ માટીથી માટીનો મૃતપિંડ, કપાલિકા, કપાલ, ઘટ, ઠીકરી આદિ આ બધા વિશેષો માટી રૂપ જ છે. માટીથી જુદા નથી. કેમ કે દ્રવ્યથી ભિન્ન ભાવ છે જ નહીં. માટે ભવિતાવિશેષ એ દ્રવ્યથી અભિન્ન છે. જેમ ૧. સમરસ અવસ્થા એટલે નાના પ્રકારના વિશેષોમાં અનુગતપણે રહેલું છે માટે જ એકરૂપ છે. જે અનેકરૂપ હોય છે તે અનુગતપ્રતીતિનું નિયામક બની શકતું નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તત્ત્વાર્થ સૂત્ર દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથી અભિન્ન છે તો તે ભાવપણું છે તેમ થનાર વિશેષ દ્રવ્યથી અભિન્ન મનાય તો જ તે ભાવ બની શકે. આ રીતે ભવિતાવિશેષ એ દ્રવ્યથી અવ્યતિરિક્તરૂપ (અભિન) સિદ્ધ થાય છે તેથી આ સારુંય જગત, સંપૂર્ણ વિશ્વ ભવનરૂપ જ દ્રવ્યરૂપ જ છે. જે ભિન્ન ભિન્ન વૃત્તિઓ અભિમત છે તે દ્રવ્યથી જુદી નથી. અર્થાત્ જે કાંઈ છે તે બધું દ્રવ્યરૂપ જે છે. આનાથી જાત્યન્તર નથી. એટલે કે દ્રવ્યોથી જુદા વિશેષો નથી. આ રીતે દ્રવ્યમાં જ જેની મતિ છે તેવા ઉત્સર્ગ સ્વભાવવાળા દ્રવ્યાસ્તિકાયનું આ નિરૂપણ પૂર્ણ થયું. હવે પર્યાયાસ્તિક નયનું સ્વરૂપ જાણીએ. પર્યાયાસ્તિક નયનો અભિપ્રાય શું છે તે જોઈએ. પર્યાયાસ્તિક નયનું સ્વરૂપ. પર્યાય એ અપવાદ સ્વરૂપ છે. અપવાદ એટલે બીજાને દૂર કરવું. પર્યાયનય બીજાને દૂર કરવાના સ્વભાવવાળો છે. આ નય પ્રતિષેધરૂપ છે માટે અન્યને દૂર કરીને અન્યનું પ્રતિપાદન કરે છે. એટલે એ ઘટનો અર્થ આ પ્રમાણે કરે ‘મયે ન જવતીતિ ઘટઃ' “જે અઘટ ન થાય તે ઘટ છે.” અપર એટલે ઘટ નહીં, ઘટ સિવાયના પટ આદિ. આ અન્યનું પરિવર્જન. તેને દૂર કરીને અઘટ નહીં એટલે પટાદિ નહીં તે “ઘટ'. આ અન્યનું પ્રતિપાદન. પટ આદિ નહીં તે ઘટ' આ રીતે પર્યાય નય એકને દૂર કરીને બીજાનું પ્રતિપાદન કરે છે. આમ પર્યાયાર્થિક નય ઘટ શબ્દ વિધિરૂપથી ઘટ પદાર્થને કહેતો નથી પરંતુ ઘટથી જુદા જે પટાદિ છે તેના નિષેધપૂર્વક ઘટથી અન્ય જે પટાદિ, એ પટાદિથી જે અન્ય એને ઘટ કહે છે. કેમ કે એ વિધિરૂપ સામાન્યને માનતો નથી. કિંતુ અઘટ-વ્યાવૃત્તિરૂપ જ સામાન્ય છે એ જ વાત કહે છે. આ નય પ્રતિષેધરૂપ છે. આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે–‘મય ન મવતીતિ પટ:' નિષેધરૂપ અર્થ માને છે. આ નય પર્યાયોને જ માને છે પણ પર્યાયથી જુદું કોઈ એક દ્રવ્ય છે એવું તે માનતો નથી. દ્રવ્યાસ્તિકે નિશ્ચિત કરેલ ધ્રૌવ્યનો તિરસ્કાર કરે છે અને વિશેષ જ પદાર્થ છે એવી પ્રતિજ્ઞા કરે છે. આથી જ પર્યાયે [ā] માહિત: પર્યાયક્તિ: પર્યાયમાં જ જેની બુદ્ધિ છે તે પર્યાયાસ્તિક કહેવાય છે. દ્રવ્યાસ્તિકના પક્ષનું નિરાકરણ કરવા પૂર્વક પોતાના પક્ષનું સ્થાપન કરવું એ જ પ્રતિજ્ઞા છે. એટલે પર્યાયાસ્તિકના મતમાં અનુગત પદાર્થ એ વિકલ્પમાત્ર છે, વસ્તુનો નિશ્ચય કરાવનાર નથી. બધા પર્યાયોમાં પરોવાયેલ અનુગત દ્રવ્ય એ કેમ સ્વીકારતો નથી તે માટે દૃષ્ટાંત આપે Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૨૫૯ દા. ત. દેખાતો લોખંડના સળિયાઓનો સમુદાય. જેમ લોખંડની સળીઓનો સમુદાય છે. તેમાં લોખંડની જુદી જુદી સળીઓની જ પ્રાપ્તિ થાય છે પણ તે બધી સળીઓ પ્રત્યેક જુદી જુદી છે એક નથી તેની જેમ ભેદ એટલે કે વિશેષના સમુદાયથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી. લોખંડની સળીઓ સિવાય બીજો કોઈ જુદો પદાર્થ નથી. બધી લોખંડની સળીઓ જ છે તેમ વિશેષ (પર્યાયો) જ છે પણ સામાન્ય (દ્રવ્ય) જેવી કોઈ ચીજ નથી. આ રીતે પર્યાયાસ્તિક નયે પર્યાય જ છે એમ પ્રતિપાદન કર્યું. આ રીતે દ્રવ્યાસ્તિક નયમાત્ર દ્રવ્ય જ સ્વીકારે છે, પર્યાયાસ્તિક નયમાત્ર પર્યાયને જ સ્વીકારે છે. બંનેના અભિપ્રાયને આપણે સંક્ષેપમાં વિચાર્યો. હવે આપણે બંને પરસ્પર પોતપોતાની માન્યતાને સિદ્ધ કરતા યુક્તિ દલીલો આપી ખંડન-મંડન દ્વારા પોતાનો પક્ષ કેવી રીતે સ્થાપિત કરે છે તે જોઈએ. દ્રવ્યાસ્તિકનો પૂર્વપક્ષ (૧) રૂપાદિ' સિવાય આ મૃત્ દ્રવ્ય છે. આવો એક જ વસ્તુનો વિષય કરનાર જે ચાક્ષુષ જ્ઞાન થાય છે તેનો કોઈનાથી પણ નિષેધ કરી શકાય તેમ નથી. મતલબ માટીરૂપ દ્રવ્યનો ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. દષ્ટિ પડતા જ આ માટી છે આવું જ્ઞાન થાય છે કારણ કે આંખથી પ્રત્યક્ષ માટી દેખાય છે પરંતુ આ રૂપાદિ છે આવું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યનો પ્રત્યક્ષ થાય છે પણ રૂપાદિ સમુદાય છે. આવો પ્રત્યક્ષ થતો નથી. (૨) ગાઢ અંધકારના સમુદાયથી ઢંકાયેલા સ્થાનમાં રહેલ મૃત દ્રવ્યમાં સ્પાર્શન જ્ઞાન થાય છે પણ રૂપાદિ જ્ઞાન થતું નથી. ત્યાં કેવલ અભિન્ન મૃત દ્રવ્યનું જ આલંબન છે. અર્થાત્ એક મૃત દ્રવ્યના આલંબનથી મૃત દ્રવ્યનું જ સ્પાર્શન જ્ઞાન થાય છે. માટે સ્પાર્શન જ્ઞાનનો વિષય મૃત દ્રવ્ય જ છે પણ તેનાથી ભિન્ન સ્પર્ધાદિ છે જ નહીં માટે સ્પાર્શનનો વિષય દ્રવ્ય જ છે. અર્થાત્ અંધારામાં અડતા જ આ ઘડો છે. આવું જ્ઞાન થાય છે પણ આ સ્પર્શાદિ છે આવું જ્ઞાન થતું નથી. આમ દ્રવ્ય સિવાય રૂપ કે સ્પર્શ કોઈ જુદી વસ્તુ નથી માટે ચક્ષુથી પણ દ્રવ્યનું (માટીનું) જ્ઞાન થાય છે અને સ્પર્શનથી પણ દ્રવ્યનું (માટીનું) જ જ્ઞાન થાય છે, કેમ કે દ્રવ્યથી રૂપ કે સ્પર્શ જુદા નથી, બધા દ્રવ્યરૂપ જ છે. (માટી સિવાય રૂપાદિ સમુદાય કોઈ વસ્તુ નથી.) આ જ્ઞાન અસત્ય છે. તેમનું કહેવાનું કોઈનું સામર્થ્ય નથી. કેમ કે અભેદજ્ઞાનનો વિષય ૧. રૂપાદિમાં રહેલ આદિ પદથી રસ, ગંધ ને સ્પર્શનું ગ્રહણ કરી લેવું. ૨. આ વાક્યથી આ સૂચન કર્યું–સહકારી કારણ આલોકનો અભાવ હોય તો રૂપગ્રહણમાં ચક્ષુનો વ્યાપાર થતો નથી. સ્પર્શ અને મૃદ્ધવ્યનો અભેદ છે. આપણે ઘડાનો સ્પર્શ કર્યો એટલે સ્પર્શવાળા મૃદૂદ્રવ્યનું જ્ઞાન થયું. એટલે સ્પર્શનું જ્ઞાન જેમાં થયું તે મૃદ્રવ્યનો સ્પર્શથી અભેદ છે. માટે સ્પાર્શન જ્ઞાન અભેદમાં થાય છે. આથી અભેદમાં જ્ઞાનનો વિષય હોવાથી માત્ર એક મૃદ્રવ્ય છે. પક્ષ મૃદ્રવ્યમાં થતા સ્પર્શજ્ઞાનમાં સાધ્ય અભિન્ન એક મૃદ્રવ્ય છે. હેતુ અભિન્ન માટીમાં સ્પશનજ્ઞાનનો વિષય હોવાથી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તત્ત્વાર્થ સૂત્ર હોવાથી રૂપાદિથી અભિન્ન એક દ્રવ્ય છે. પર્યાયાર્થિક નય અનુગતપ્રતીતિઓ બ્રાંત છે એમ માને છે તેથી કહે છે કે–તમે અનુગત પ્રતીતિથી દ્રવ્યની સિદ્ધિ કરો છો તે થઈ શકે નહીં... તેના આ કથનના નિષેધમાં કહે છે કે– આ એક મૃત દ્રવ્ય-અભેદનું જે જ્ઞાન થાય છે તે ભ્રમ છે એમ પણ નહીં કહી શકાય કેમ કે બુદ્ધિશાળીઓને વારંવાર તેનું જ જ્ઞાન થાય છે. આ રીતે દ્રવ્યાસ્તિકે પૂર્વપક્ષ કરી કહ્યું કે–જેને જોવાથી કે સ્પર્શવાથી જ્ઞાન થાય છે તે દ્રવ્ય જ છે પણ રૂપાદિ નથી. રૂપાદિથી અભિન્ન દ્રવ્ય જ છે. કેમ કે ચાક્ષુષ કે સ્પાર્શન જ્ઞાનનો વિષય દ્રવ્ય જ છે તે તેનાથી ભિન્ન નથી, અભિન્ન છે, આવું તો પ્રત્યક્ષ વારંવાર જ્ઞાન થાય છે માટે આ અભેદજ્ઞાન એ ભ્રમ છે એવું કહી શકાશે નહીં. પર્યાયાસ્તિક ઉત્તરપક્ષ... ઉપર મુજબ દ્રવ્યાસ્તિકે પૂર્વપક્ષ સ્થાપ્યો કે સ્પાર્શન વિષય કોઈ છે જ નહીં માત્ર દ્રવ્યનું આલંબન કરનારું જ એક જ્ઞાન છે. ઘડાના રૂપ ને સ્પર્શનું જ્ઞાન થતું નથી માત્ર ઘટનું જ જ્ઞાન થાય છે ત્યારે પર્યાયાસ્તિક પોતાનું નિરૂપણ કરતાં કહે છે કે હું જે કહી રહ્યો છે તે પ્રમાણે નથી કેમ કે દ્રવ્યથી ભિન્ન વિષય છે. ચાક્ષુષજ્ઞાન રૂપનો વિષય કરનાર છે અને સ્પાર્શન જ્ઞાન સ્પર્શનો વિષય કરનાર છે. આમ સ્પાર્શન અને ચાક્ષુષ બંનેનો વિષય દ્રવ્યથી ભિન્ન છે. આ જ વાતને બતાવી રહ્યા છે કે જેમ રૂપનો વિષય કરનારું ચાક્ષુષ જ્ઞાન જુદું છે, સ્પર્શનો વિષય કરનારું સ્પાર્શજ્ઞાન જુદું છે તેમ આ બંનેથી રૂપાદિ સમુદાયનું વિષય કરનારું સ્માર્ત જ્ઞાન જુદું છે. રૂપનું ચાક્ષુષ પ્રત્યક્ષ છે, સ્પર્શનું સ્પાર્શન પ્રત્યક્ષ છે. તેનાથી ભિન્ન વિષયવાળું રૂપાદિ સમુદાયનું સ્માર્ત* (સ્મરણથી થતું) જ્ઞાન દ્રવ્યાર્થિકને માન્યજ્ઞાનથી જુદું છે. કિંતુ દ્રવ્યવિષયક નથી. આ સ્માર્ત જ્ઞાન અભેદ વિષયવાળું છે. અર્થાત્ રૂપાદિ સમુદાયનું પૂર્વમાં જે જ્ઞાન કર્યું હતું તેની સાથે આ સ્માર્તજ્ઞાન અભેદ ધરાવે છે. આ અભેદસ્માર્તજ્ઞાનનો આકાર આ પ્રમાણે છેરાતે કે દિવસે મેં જે ઘડો જોયો હતો, સ્પર્યો હતો તે જ આ ઘડો છે.” આમાં પૂર્વમાં જે ઘડાનું જ્ઞાન કર્યું હતું તે જ ઘડાની સ્મૃતિ છે. આમ એ બંનેમાં જે ઘડાનું જ્ઞાન થાય છે તે બંને જ્ઞાનનો વિષય એક છે તેથી આ તે ઘડો છે કે મેં જે પૂર્વમાં જોયો હતો. આ રીતે અભેદ બને છે. આ રીતે થતા અભેદ જ્ઞાનમાં રૂપાદિનું જ્ઞાન કારણ બને છે, કારણ કે જેને ઘડો જોયો હોય કે સ્પર્યો હોય અર્થાત્ રૂપાદિ વિષયક પ્રત્યક્ષ થયો હોય—અનુભવ થયો હોય તેને જ સ્માર્ત કહેવાથી અનુભવરૂપ રૂપજ્ઞાન અને સ્પર્શજ્ઞાન આ બેથી જ આની (સ્માર્તની) ઉત્પત્તિ છે. આને લઈને જુદા દ્રવ્યની કલ્પના થઈ શકે નહીં. અર્થાત્ રૂપાદિ સમુદાયનું જે સ્મરણ થાય છે તેમાં રૂપ જ્ઞાનનો અનુભવ અને સ્પર્શને જ્ઞાનનો અનુભવ જ કારણ છે પણ તેમાં દ્રવ્ય કારણ પડી શકતું નથી માટે દ્રવ્યની કલ્પના કરવી અયુક્ત છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૨૬૧ રૂપાદિ સમુદાયની સ્મૃતિ થાય. આથી સ્મરણ થતું હોવાથી એ નક્કી થાય છે કે રૂપાદિનો ગ્રહ અર્થાત્ રૂપાદિનું જ્ઞાન ન થયું હોય તો આવી અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે નહિ. આ જ વાતને ફરીથી સ્પષ્ટ કરતાં કહે છે કે જોઈને કે સ્પર્શ કરીને “તે જ આ ઘડો છે' આવું સ્મરણ થાય છે તેમાં કોઈ બીજો ઘડો નથી પણ પૂર્વમાં જે ઘડો જોયો હતો, સ્પર્યો હતો તે જ છે. આમ આ ઘડાનું જે સ્માર્ત જ્ઞાન થાય છે તે અભેદ સ્માર્ત છે. તે ઘડો રૂપાદિ સમુદાયથી કોઈ જુદો પદાર્થ નથી પણ તે રૂપાદિ સમુદાય જ છે. તેથી રૂપાદિ સમુદાયની જે સ્મૃતિ થાય છે તે રૂપાદિ સમુદાય વિષયક અભેદ સ્માર્ત કહેવાય છે. કેમ કે રૂપાદિ સમુદાયનો ગ્રહ ન થયો હોય તો તેની રૂપાદિ સમુદાયની સ્મૃતિ બને નહીં. રૂપાદિના અગ્રહણમાં રૂપાદિ સમુદાય વિષયક માર્તવિષયક અભેદબુદ્ધિ થાય નહિ. કેમ કે જો રૂપાદિનું જ્ઞાન નથી તો આ તે જ રૂપાદિ સમુદાય છે. આવી અભેદબુદ્ધિવાળી સ્મૃતિ થાય જ કેવી રીતે ? સમુદાયિના જ્ઞાન સિવાય સમુદાયનું જ્ઞાન હોઈ શકતું નથી. દાત. ધવાદિનું જ્ઞાન નથી તો આ લવ છે એ સ્મૃતિ થાય કેવી રીતે ? ધવાદિના અગ્રહમાં ધવાદિ વિષયક જ્ઞાન થતું નથી અર્થાત્ ધવ આદિ વૃક્ષવિશેષની જ્ઞાન (મૃતિ) ત્યારે જ બને કે ધવાદિનો પ્રત્યક્ષ થયો હોય. આથી એ જ સિદ્ધ થાય છે કે રૂપ અને સ્પર્શથી અભિન્ન એવું દ્રવ્ય કોઈ છે જ નહીં પરંતુ રૂપાદિથી અભિન્ન એવો રૂપાદિ સમુદાય જ છે. આ રીતે પર્યાયાસ્તિકે દલીલ આપી કે–રૂપાદિના સંગ્રહમાં રૂપાદિ સમુદાય વિષયક અભેદબુદ્ધિ થતી નથી. રૂપાદિથી અભિન્ન એવા રૂપાદિ સમુદાયની સ્મૃતિ થતી નથી તેથી રૂપાદિ જ છે પણ દ્રવ્ય નથી. તો હવે તેની સામે દ્રવ્યાસ્તિક દલીલ આપી તેના હેતુમાં અનેકાંત વ્યભિચાર બતાવે છે. દ્રવ્યાસ્તિક :- “આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી.” આલોક એટલે પ્રકાશ. પ્રકાશ હોય તો જ શુક્લ બુદ્ધિ એટલે સફેદ વર્ણનું જ્ઞાન થાય છે, પરંતુ શુક્લબુદ્ધિ એ આલોક વિષયક નથી. એટલે કે શુક્લબુદ્ધિનો વિષય શુક્લ રંગ થાય છે પણ આલોક બનતો નથી. આથી આલોક અને શુક્લબુદ્ધિ બંને જુદાં છે. એટલે આલોકથી શુક્લબુદ્ધિ (રૂપ) અનન્ય નથી પણ જુદા ૧. રૂપાદિ સ્વરૂપ ઘડો છે. આ રીતે રૂપાદિનું જ્ઞાન ન થયું હોય તો આવો અર્થ સંભવે છે. જુઓ આગળ તત્ત્વો પૃ. ૩% પરિસ્વરૂપોનૈવ ઇત્યાદિ પાકિસમુહાવિષયે માત ખેદજ્ઞાન - પક્ષ, રૂપનિવિષય - સાધ્ય, હરિ મહે સતિ ગમે અનુત્પાવત્ - હેતુ ---- જે જ્ઞાન જેના અગ્રહણમાં થતું નથી તે જ્ઞાન તેનાથી અભેદ વિષયક છે. જેમ ધવાદિ સમુદાયાત્મક વન જ્ઞાન, એ જ્ઞાન ધવાદિના અગ્રહણમાં ઉત્પન્ન થતું નહીં હોવાથી ધવાદિ અભેદ વિષયક છે. અહીં વિજ્ઞાન બદલે વન શબ્દ રાખે છે તો તેનો અર્થ આ રીતે છેધવાદિ વિષયક વન જ્ઞાન ધવાદિના અગ્રહમાં થતું નથી. અર્થાતુ ધવાદિ સમુદાયાત્મક વનજ્ઞાન ધવાદિ સમુદાયિનું જ્ઞાન હોય તો જ થાય. ૩. Page #271 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૨૬૨ છે. આથી આલોકની બુદ્ધિ અને શુક્લબુદ્ધિ (રૂપબુદ્ધિ) બંને જુદાં થયાં. આથી તારો જે હેતુ છે ‘રૂપાદિના અગ્રહણમાં રૂપાદિ સમુદાયવિષયક અભેદબુદ્ધિ થતી નથી’ તેમાં વ્યભિચાર આવે છે. કેમ કે જેના અગ્રહણમાં તબુદ્ધિ થતી નથી તે (રૂપાદિ) અને તબુદ્ધિ (રૂપાદિ સમુદાયવિષયક અભેદબુદ્ધિ) બંને જુદાં થશે. આમ તેં અભેદબુદ્ધિ સિદ્ધ કરવા જે હેતુ આપ્યો હતો તે ભેદને સિદ્ધ કરે છે માટે તેમાં વ્યભિચાર છે. પર્યાયાસ્તિક આ વ્યભિચાર આપો છો તે બરાબર નથી કેમ કે તમને અમારા હેતુના અર્થનું જ્ઞાન નથી. અમે જે ‘રૂપાદિના અગ્રહમાં તબુદ્ધિનો અભાવ' કહ્યો છે તેમાં રૂપાદિનો અગ્રહ એટલે શું તે તમે બરાબર સમજ્યા નથી. રૂપાદિનો અગ્રહ એટલે કે રૂપાદિના અભાવમાં અભેદબુદ્ધિનો અભાવ કહ્યો તે માત્ર રૂપાદિનો અભાવ નથી સમજવાનો પણ રૂપાદિના અભાવનો અભાવ અર્થાત્ રૂપાદિનો ગ્રહ હોય તો જ રૂપાદિ સમુદાયની બુદ્ધિ થાય છે આવો અર્થ કરવો. ‘તદભાવાભાવમુખેન’ રૂપાદિનો ગ્રહ કરવો. એટલે કે રૂપાદિનો અભાવ = રૂપાદિ નહિ તે. રૂપાદિના અભાવનો અભાવ—રૂપાદિ. આ રીતે રૂપાદિના અભાવના અભાવરૂપે રૂપાદિનું જ્ઞાન થયું હોય તો જ રૂપાદિ સમુદાયનું અભેદ જ્ઞાન થાય. આમ અમારા હેતુનો આ તાત્પર્યાર્થ છે તે સમજો એટલે કોઈ વ્યભિચાર આવતો નથી. આલોકની વિદ્યમાનતામાં રૂપબુદ્ધિ... વળી તમે આ જે કહ્યું કે ‘આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી' તે જરા પણ બંધબેસતું નથી. કેમ કે આલોકનું જ્ઞાન હોય તો જ રૂપબુદ્ધિ (શુક્લબુદ્ધિ) થાય છે એવું નથી કેમ કે આલોકનું શાન શુક્લબુદ્ધિમાં કારણ હોય તો આલોક ન હોય તો પણ શુક્લબુદ્ધિ થવી જોઈએ. કેમ કે આલોકનું જ્ઞાન તો છે જ. પણ આલોક (પ્રકાશ) હોય તો રૂપનું જ્ઞાન થાય છે. એટલે રૂપબુદ્ધિમાં આલોક કારણ બને છે પણ આલોકનું જ્ઞાન કારણ નથી એટલે આલોકનો અભાવ હોય તો કારણ ન રહ્યુ. આલોકના અભાવમાં કારણનો અભાવ હોવાથી જ શુક્લબુદ્ધિ થતી નથી. દા. ત. ચિત્ર(કાબરચીતરું)રૂપ. જેમ ચિત્રરૂપનું જ્ઞાન હોય તો ચિત્રરૂપની બુદ્ધિ થતી નથી તેમ ૧. અહીં ચિત્રરૂપનું જે ઉદાહરણ આપ્યું છે તેથી સમજાય છે કે ચિત્રરૂપ એ એક સ્વતંત્ર રૂપ છે. કેમ કે કાબરચીતરો ઘડો છે, વસ્ત્ર છે આવી પ્રતીતિ થાય છે પણ રૂપવાળો ઘડો છે. આવી બુદ્ધિ થતી નથી. એટલે ચિત્રરૂપનું ગ્રહણ થાય તો ચિત્રરૂપની બુદ્ધિ થાય છે પણ રૂપબુદ્ધિ થતી નથી આવો જ આશય ‘ચિત્રરૂપવત્' દૃષ્ટાંતનો સમજાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૨૬૩ આલોકનું જ્ઞાન હોય તો રૂપબુદ્ધિ થતી નથી. કેમ કે રૂપનું ગ્રહણ તો પ્રકાશ હોય તો થાય. રૂપનું જ્ઞાન આલોક સહિત થાય છે. આલોક હોય તો રૂપબુદ્ધિ થાય છે અર્થાત આલોકની વિદ્યમાનતામાં રૂપબુદ્ધિ થાય છે પણ આલોકના જ્ઞાનમાં રૂપની બુદ્ધિ થતી નથી આવું સમજવાનું છે. કેમ કે શુક્લબુદ્ધિમાં આલોકનું ગ્રહણ એ કારણ નથી જેથી આલોકનું ગ્રહણ હોય તો જ શુક્લબુદ્ધિ થાય. કિંતુ આલોક તો શુક્લબુદ્ધિમાં ભાસે છે. આથી આ રીતે વિચારતાં અમારા હેતુ વ્યભિચારી નથી જ એ વાત સ્પષ્ટ સમજાય છે. આ રીતે પર્યાયાસ્તિકે તેના હેતુને નિર્દોષ સિદ્ધ કરી પોતાનું નિરૂપણ કાયમ રાખ્યું કે રૂપાદિના અગ્રહમાં અભેદબુદ્ધિ થતી નથી ત્યારે ફરી પણ દ્રવ્યાસ્તિક શંકા કરતાં કહે છે કેરૂપસમુદાયનો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નથી તો સ્મૃતિ કેવી રીતે થાય ? જે સમુદાયનો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ જ નથી કર્યો તે રૂપસમુદાયની સ્મૃતિ થાય કેવી રીતે ? સ્મૃતિમાં રૂપાદિનું જ્ઞાન કારણ છે એમ તમે કહો છો તો બરાબર નથી કેમ કે સ્મૃતિ તો પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવેલની થાય છે. રૂપાદિ સમુદાયનો તો અનુભવ જ નથી કેમ કે રૂપાદિ જ્ઞાનનો પ્રત્યક્ષ થયો છે પણ રૂપસમુદાયનો પ્રત્યક્ષ કયાં છે ? જેનો અનુભવ જ નથી તેની સ્મૃતિ ક્યાંથી ? પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નહીં હોવાથી સ્મૃતિ કેવી રીતે? આ હેતુમાં અનેકાંત... પર્યાયાસ્તિક નય : તારી આ શંકા બરાબર નથી. કેમ કે તે જે હેતુ આપ્યો કે “પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવ નહીં હોવાથી આ હેતુમાં અનેકાંત દોષ આવે છે તે આ રીતે– જે અર્થ માત્ર વિકલ્પરૂપ છે અર્થાત જે પદાર્થમાત્ર કલ્પનારૂપ છે, માત્ર કલ્પનાથી જ તે પદાર્થ કહ્યો છે તેની પણ સ્મૃતિ થાય છે. દા. ત. બંધુમતી આદિ જે કથાઓ છે તેમાં કેટલાય વિકલ્પો (કલ્પના) હોય છે, કાલ્પનિક પાત્રો હોય છે તેનું પણ સ્મરણ થાય છે. આથી પ્રત્યક્ષ કે અનુમાનથી જેનો અનુભવ નથી થયો તેવી કલ્પનાની પણ સ્મૃતિ થાય છે એ સહુ જાણે છે માટે તારા હેતુમાં અનેકાંત આવે છે". વળી પરમાણુના સમુદાયમાં આને ઘટ કહેવો. આવા સંકેતથી સમુદાયમાં ઘટનો વિકલ્પ છે, જેમ વૃક્ષ સમુદાયમાં વનાદિનો વિકલ્પ છે અર્થાત્ વૃક્ષોનો સમુદાય હોય તેને વન કહેવું ૧. સ્મૃતિના પ્રતિ અનુભવ કારણ છે એવું નથી કેમ કે એમાં વ્યભિચાર છે. દા. ત. બંધુમતી આદિ આખ્યાન... એમાં અનુભવનો સંબંધ નથી. કેમ કે એ કવિની કલ્પનામાત્રનો વિષય છે તેથી તે વસ્તુ બની શકતી નથી. અને એ વસ્તુ નહીં હોવાથી એનો અનુભવ હોઈ શકતો નથી. અનુભવ તો વસ્તુનો જ થાય છે અને વિકલ્પ તો રૂપ ને સ્પર્શના સમુદાયમાં પણ છે માટે રૂપાદિ સમુદાયનું સ્મરણ બની શકતું નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તત્ત્વાર્થ સૂત્ર આવો સંકેત છે તેમ પરમાણુના આવા આકારના સમુદાયને ઘટ કહેવો. આમ સંકેતથી વિકલ્પ છે કેમ કે વૃક્ષાદિ સિવાય કોઈ જુદું વન નથી તેમ પરમાણુ સમુદાયથી ભિન્ન કોઈ ઘટ નથી ને એને વન કહેવું કે ઘટ કહેવો એ વિકલ્પ કેવલ શબ્દવ્યવહાર છે. આ રીતે સંકેતથી સમુદાયમાં “વિકલ્પ' કરેલો છે. તેની પણ સ્મૃતિ થાય જ છે. જો વિકલ્પિત અર્થની સ્મૃતિ નહીં માનો તો વન અને સેનાનું પણ સ્મરણ નહીં થાય. કેમ કે આપણે જોયું કે વન અને સેના પણ સંકેતથી કરેલો વિકલ્પ જ છે. વિકલ્પિત પદાર્થ જ છે. માટે વિકલ્પિત અર્થની સ્મૃતિ માનવી જ પડશે. આથી પ્રત્યક્ષ કે અનુમાનથી અનુભવેલ પદાર્થની જ સ્મૃતિ થાય છે એવું નથી, નહીં અનુભવેલ વિકલ્પિત પદાર્થોની પણ સ્મૃતિ થાય છે. આથી તમારો હેતુ દોષિત છે. આ રીતે અમારું નિરૂપણ નિર્દોષ છે અને એ સિદ્ધ થાય છે કે રૂપાદિથી જુદું કોઈ દ્રવ્ય નથી. આ રીતે પર્યાયાસ્તિક નયે પોતાનો પક્ષ સિદ્ધ કર્યો ત્યારે ફરી પણ દ્રવ્યાસ્તિક કહે છે કે– બુદ્ધિનો ભેદ હોવાથી દ્રવ્ય જુદું છે જ દ્રવ્યાસ્તિક નય :- દ્રવ્ય રૂપાદિથી ભિન્ન છે. રૂપાદિને નહીં ગ્રહણ કરનાર એવા જ્ઞાનથી ગ્રાહ્ય હોવાથી અથવા દ્રવ્ય અને પર્યાય પરસ્પર ભિન્ન છે, ભિન્ન બુદ્ધિથી ગ્રહણ થતા હોવાથી રૂપ અને સ્પર્શની જેમ. રૂપ જેમ વિભિન્ન બુદ્ધિથી ગ્રહણ થાય છે તેમ સ્પર્શ પણ વિભિન્ન બુદ્ધિથી ગ્રહણ થાય છે. દાંત - સ્પર્શનું જ્ઞાન જે જ્ઞાનથી થાય છે તે રૂપનું અગ્રાહક છે અને રૂપનું જે ગ્રાહક જ્ઞાન છે તે સ્પર્શનું અગ્રાહક છે. માટે રૂ૫ અને સ્પર્શ બંને જુદા છે. રૂપાદિનું અગ્રાહક જ્ઞાનદ્રવ્યજ્ઞાન એનાથી દ્રવ્યનું ગ્રહણ થાય છે. એવી રીતે દ્રવ્યનું અગ્રાહક જ્ઞાન–પર્યાયજ્ઞાન–આ પર્યાયજ્ઞાનથી પર્યાયનું જ્ઞાન થાય છે માટે દ્રવ્ય અને પર્યાય જુદા છે. માટે જ પર્યાયની દ્રવ્ય અન્ય છે. બુદ્ધિનો ભેદ હોવાથી. કેમ કે રૂપાદિ બુદ્ધિ જુદી છે અને ઘટબુદ્ધિ (દ્રવ્ય) એ જુદું છે. આનાથી આ અનુમાન બને છે. રૂપાદિથી જુદું જ દ્રવ્ય છે. કારણ કે રૂપની બુદ્ધિ જુદી જ છે અને ઘટની બુદ્ધિ પણ જુદી છે. આથી બુદ્ધિનો ભેદ થતો હોવાથી રૂપાદિથી જુદું દ્રવ્ય છે જ. જેમ રૂપાદિની બુદ્ધિ થાય છે તેમ દ્રવ્યની પણ બુદ્ધિ થાય છે એટલે બુદ્ધિનો ભેદ છે. અર્થાત્ જ્ઞાનનો ભેદ વિષયને આધીન છે. જેમ ઘટજ્ઞાન અને પટજ્ઞાન બંનેનો વિષય જુદો છે એટલે ઘટબુદ્ધિ અને પટબુદ્ધિ જુદી છે. તેમ દ્રવ્યબુદ્ધિ અને રૂપાદિ બુદ્ધિ જુદી છે. આ બુદ્ધિનો ભેદ ઘટ અને રૂપાદિ જુદાં હોય તો જ થઈ શકે. જુદા ન હોય તો થઈ શકે નહિ માટે રૂપાદિ અને દ્રવ્ય જુદાં છે તે અનુમાનથી સિદ્ધ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ : સૂત્ર-૨૯ રૂપાદિ અને દ્રવ્ય—પક્ષ જુદાં છે—સાધ્ય ૨૬૫ બુદ્ધિભેદ હોવાથી—હેતુ ગાય આદિની જેમ—દૃષ્ટાંત જેમ ગાય અને અશ્વ બંનેના જ્ઞાન, બંનેની બુદ્ધિ જુદી છે—દૃષ્ટાંત તેમ રૂપબુદ્ધિ અને ઘટબુદ્ધિ જુદા હોવાથી રૂપ અને દ્રવ્ય બંને જુદાં છે. આ રીતે ‘બુદ્ધિ ભેદ હોવાથી' આ હેતુ દ્વારા રૂપાદિથી દ્રવ્ય જુદું છે. આ અનુમાન દ્વારા દ્રવ્યાસ્તિકે ‘દ્રવ્ય છે જ' એવું નિરૂપણ કર્યું એટલે પુનઃ પર્યાયાસ્તિક દોષ આપે છે. તારો પક્ષ અસિદ્ધ છે. હે દ્રવ્યાર્થિક ! તું જે કહી રહ્યો છે તે બરાબર નથી. તું બંનેમાં અન્યત્વ સિદ્ધ કરે છે પણ અમે દ્રવ્ય માનતા નથી. આથી દ્રવ્યનો અભાવ હોવાથી જે તારો પક્ષ ‘રૂપ અને દ્રવ્ય’ આવો છે તેમાં દ્રવ્ય તો હજી સિદ્ધ થયું નથી. એટલે ‘રૂપવ્યયો:' આમાં જે એક દેશ દ્રવ્ય છે તે અસિદ્ધ છે. અન્યત્વનો આશ્રય ‘રૂપ’ અને ‘દ્રવ્ય’ બંને છે તેમાંથી એક દેશ દ્રવ્ય છે તે અસિદ્ધ છે. આથી તારો હેતુ ‘એકદેશાશ્રયાસિદ્ધ' છે. એક દેશાશ્રયમાં અસિદ્ધ હોવાથી ભાગાસિદ્ધિ નામના દોષથી યુક્ત છે. હંમેશા પક્ષ વાદી અને પ્રતિવાદી બંનેને સિદ્ધ હોવો જોઈએ. શંકા :- અહીં દ્રવ્યાસ્તિક શંકા કરે છે કે—વિકલ્પસિદ્ધ એવો પણ ધર્મી સ્વીકારાય છે. એટલે વિકલ્પથી દ્રવ્ય સિદ્ધ છે. એટલે દ્રવ્ય ‘પક્ષ' થઈ જાય. એટલે પક્ષ ‘આશ્રયસિદ્ધ' નહીં રહે. સમાધાન :- સત્ત્નું વિશેષણ અને અસત્ત્નું વિશેષણ એક મનાય નહીં. રૂપ પ્રસિદ્ધ છે એટલે તે સત્ છે અને દ્રવ્ય તો પ્રસિદ્ધ નથી માટે તે અસત્ છે તો આ બેનું એક સાધ્યવત્વ બની શકે નહીં, સન્માં સત્ સાધ્ય ધર્મ અને અસમાં અસત્ સાધ્યધર્મ બને. આથી અન્યત્વ વિશેષણ જે રૂપાદિ સત્ છે તેનું બની શકે પરંતુ અસત્ એવા દ્રવ્યનું કેવી રીતે બની શકે ? અન્યત્વરૂપ સાધ્યનો આશ્રય દ્રવ્ય બની શકે નહીં. આથી સત્ અને અસત્ ઉભયના વિશેષણપણે એક સાધ્યનો અભાવ છે. માટે બંનેનું એક જ વિશેષણ માનવું એ ન્યાય નથી—ન્યાયયુક્ત નથી. આમ રૂપ સત્ છે તે જ પક્ષ બની શકે પણ અસત્ એવું દ્રવ્ય પક્ષ બની શકે નહિ. આ રીતે રૂપાદિ અને દ્રવ્ય બંને જુદાં છે. આ સાધ્યમાં પર્યાયાસ્તિકે દોષ આપ્યો એટલે ફરી પણ દ્રવ્યાસ્તિક કહે છે કે દ્રવ્ય રૂપાદિથી ભિન્ન છે, ભિન્ન બુદ્ધિથી ગ્રાહ્ય હોવાથી. આમ જ અમે અનુમાન કરીશું. તેમાં એકલું દ્રવ્ય જ પક્ષ હોવાથી ‘ભાગાસિદ્ધિ' નહીં આવે. રૂપાદિ અન્યત્વને સાધ્ય કરીને અસિદ્ધિને હટાવે છે. દ્રવ્યાસ્તિક :- હવે અમે દ્રવ્યને પક્ષ બનાવીને રૂપાદિથી અન્યત્વ સાધ્ય કરીએ છીએ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તત્ત્વાર્થ સૂત્ર અર્થાત દ્રવ્યરૂપાદિથી જુદું છે, રૂપાદિથી દ્રવ્યનું અન્યત્વ છે એ સિદ્ધ કરીએ છીએ. દ્રવ્ય—પક્ષ રૂપાદિથી અન્યત્વ-સાધ્ય બુદ્ધિનો ભેદ હોવાથી-હેતુ ઘટપટવર્દષ્ટાંત જેમ ઘટબુદ્ધિ જુદી છે અને પટબુદ્ધિ જુદી છે તેમ બુદ્ધિનો ભેદ થતો હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે. રૂપાદિમાં દ્રવ્યનો ભેદ ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જેનો ભેદ કહો છો તેની પ્રસિદ્ધિ હોય પણ ભેદનો પ્રતિયોગી જે દ્રવ્ય છે તે પારમાર્થિક નથી. તો અપારમાર્થિક દ્રવ્યમાં ભેદનો સંબંધ કેવી રીતે બની શકે ? એટલે દ્રવ્યમાં રૂપાદિભેદનો સંબંધ સંભવી જ શકતો નથી. આશયથી પર્યાયવાદી સમાધાન કરે છે કે તે વાત બરાબર નથી. ઉક્ત અનુમાનમાં દોષ પર્યાયાસ્તિક સ્વરૂપથી કોઈ દ્રવ્ય જેવી ચીજ જ નથી કે જેનું અન્યત્વ સિદ્ધ કરાય. દ્રવ્ય જ નથી તો દ્રવ્યનું અન્યત્વ કેવી રીતે સિદ્ધ કરશો? આથી તમારું આ અનુમાન દુષ્ટ છે. માટે આ અનુમાન પણ કરી શકતા નથી. જો ધર્મી પ્રસિદ્ધ હોય ને ધર્મનો વિવાદ હોય તો અનુમાન કરી શકાય પણ અહીં તો ધર્મી દ્રવ્ય જ અપ્રસિદ્ધ છે. તેથી તેનું અન્યત્વ સિદ્ધ થઈ શકે નહીં. ધર્મી દ્રવ્ય જ અસિદ્ધ છે તો પછી તેમાં રૂપાદિથી ભેદ કેવી રીતે સાધી શકો ? બુદ્ધિભેદ હેતુમાં વ્યભિચાર. વળી તમારા “બુદ્ધિભેદ હોવાથી આ હેતુમાં પણ અનેકાંત આવે છે. ગોળ અને પાણીથી પીણું જુદું નથી છતાં પીણામાં બુદ્ધિભેદ થાય છે. ગોળ પાણી અને મરીમસાલાથી બનેલ જે પીણું છે તે ગોળ અને પાણીથી જુદું છે આવું જ્ઞાન થાય છે. એટલે તમારો હેતુ પીણામાં પણ છે પણ તે પીણું ગોળ અને પાણીથી જુદું નથી. એટલે ભેદમાં હેતુ રહેવો જોઈએ તે હેતુ અભેદમાં પણ રહ્યો એટલે આ હેતુ વ્યભિચારી છે. દ્રવ્યની કલ્પના કર્યા વગર પણ રૂપાદિમાં બુદ્ધિભેદ હોય છે.. વળી બુદ્ધિનો ભેદ થાય છે અર્થાત્ જુદી બુદ્ધિ થાય છે માટે જુદો જ પદાર્થ છે એવું શા માટે માનવું જોઈએ? કેમ કે અર્થાન્તરભૂત દ્રવ્યની કલ્પના કર્યા વગર પણ બુદ્ધિનો ભેદ થાય છે. દા. ત. રૂપાદિમાં અવયવોની રચના વિશેષથી બુદ્ધિનો ભેદ છે. અર્થત રૂપાદિ સમુદાયનો અને રૂપ, સ્પર્શ વગેરેનો વિશેષથી બુદ્ધિભેદ થાય છે પણ વાસ્તવિક રીતે રૂપાદિ અને રૂપાદિ સમુદાયનો અભેદ છે. આમ રૂપાદિ સમુદાયમાં અને રૂપાદિમાં ૧. રૂપ, સ્પર્શ રૂપાદિસમુદાયમાં હોવાથી રૂપ, સ્પર્શ એ સમુદાયી છે. એટલે અહીં રૂપાદિ સમુદાયના રૂપ, સ્પર્શ અવયવો કહેવાય. આ અપેક્ષાએ અહીં રૂપાદિ અવયવોનો સંનિવેશ કહ્યો છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૨૬૭ બુદ્ધિનો ભેદ હોવા છતાં તે બંનેનો અભેદ છે. જેમ આપણે ઉપર જોઈ ગયા ગોળ અને પાણીથી પીણું જુદું નથી અને જુદું છે એવી બુદ્ધિ થાય છે. એટલે અભિન્ન છે તેમાં પણ બુદ્ધિનો ભેદ થાય છે. એ જ પ્રમાણે (વન ) વિપંક્તિ આદિમાં પણ સમજી લેવું. વૃક્ષાદિથી વન જુદું નથી પણ વૃક્ષ' અને “વન' આ પ્રમાણે ભિન્ન બુદ્ધિ થાય છે. આથી આમાં બુદ્ધિભેદરૂપ હેતુ રહી ગયો તેવી રીતે “સેનાદિમાં પણ બુદ્ધિભેદ થાય છે પણ તે હાથી વગેરેની સેના જુદી નથી. આ રીતે બુદ્ધિભેદ હોવાથી આ હેતુ વન અને સેનાદિમાં પણ રહી ગયો તેથી વ્યભિચાર આવશે. આ પ્રમાણે “બુદ્ધિભેદ હોવાથી આ હેતુ દૂષિત હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે. આ પણ સિદ્ધ થઈ શકતું નથી. માટે દ્રવ્ય જેવો કોઈ પદાર્થ જ નથી એવું નિરૂપણ કરતાં પર્યાયાસ્તિક હવે પોતાના કથનનો ઉપસંહાર કરતાં કહે છે કે – દ્રવ્ય નથી એવો પર્યાયાસ્તિકનો ઉપસંહાર... માટે ઉત્પાદ અને વ્યયથી જુદો કોઈ ધ્રૌવ્યાંશ (દ્રવ્ય) નથી કે જેના આધારે જેને આશ્રયિને અભેદ પ્રત્યય એટલે કે અભેદ જ્ઞાનનો હેતુ એક દ્રવ્ય છે આવું પ્રરૂપણ તમે કરી શકો. આ રીતે પર્યાયાસ્તિક નયે, દ્રવ્યાસ્તિક નયે જે પૂર્વપક્ષ સ્થાપ્યો હતો કે રૂપાદિથી અભિન્ન એવું એક દ્રવ્યનું જ જ્ઞાન થાય છે તેનું ખંડન કરી માત્ર પર્યાય જ છે આવું સિદ્ધ કર્યું. આમ દ્રવ્યાસ્તિકે આરંભેલ “અભિન્ન એક દ્રવ્ય જ છે' તે ચર્ચા સમાપ્ત થાય છે. હવે ઉપર ચર્ચાને અંતે “બુદ્ધિમેદાન્’ હેતુમાં વ્યભિચાર બતાવી દ્રવ્યનું ખંડન કરતાં પર્યાયવાદીએ જે પાનક-વન-સેના આદિના દાંતો આપી પાણી અને ગોળથી જુદું કોઈ પીણું નથી. વૃક્ષોના સમુદાયથી જુદું કોઈ વન નથી, હાથી-ઘોડા-રથ-પાયદળથી જુદી સેના નથી આવું જે નિરૂપણ કર્યું તે બરાબર નથી. કેમ કે “અવયવોથી અવયવી જુદું એક દ્રવ્ય છે'. આવો મનમાં આશય રાખીને દ્રવ્યાસ્તિક નય પોતે આપેલા દોષોનો પર્યાયાસ્તિકે ઉદ્ધાર કર્યો ત્યારબાદ ફરી પણ માથું ઊંચું કરતાં જુદી રીતે ચર્ચાની શરૂઆત કરે છે. અવયવોથી ભિન્ન અવયવની સિદ્ધિ.. દ્રવ્યાસ્તિક :- તંતુઓ પોતાના સ્વરૂપથી જુદા અવયવી(પટના)ના આરંભક છે. તંતુઓ અવયવ છે, પટ અવયવી છે. અવયવો અવયવીના આરંભક છે એટલે અવયવોથી અવયવી દ્રવ્ય જુદું છે. એ સિદ્ધ થાય છે. અવયવના સમુદાયથી ભિન્ન કોઈ અવયવી દ્રવ્ય નથી. પર્યાયાસ્તિક :- આ વાત તો એકદમ અયોગ્ય છે. કેમ કે ત્રાજવામાં તંતુઓ અને પટને ૧. તત્ત્વાર્થ, પૃ. ૩૭૯ પં. ૨૪ માં “વનવિપકૂલ્યા” લખ્યું છે માટે “વને લઈને અર્થ કર્યો છે. વિશિષ્ટ પંકિ = વિજ઼િટ એટલે ફૂલ વગેરેનો ક્રમથી થનાર સંનિવેશ (રચના) વિશેષ જે માળાદિ. અહીં વિપંક્તિનો અર્થ “પુષ્પની માળા’ થાય. તો માળાથી પુષ્પ જુદાં નથી છતાં પુષ્પની બુદ્ધિ જુદી થાય છે અને માળાની બુદ્ધિ પણ જુદી થાય છે છતાં પુષ્પથી માળા જુદી નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ તત્ત્વાર્થ સૂત્ર તોલીએ તો ત્રાજવાનાં બંને પલ્લાં એકસરખાં રહે છે. કોઈ પલ્લું નમતું નથી. જો તંતુઓથી પટ જુદો હોય તો તો પટનો આરંભ કર્યો નથી તેવી અવસ્થામાં તંતુઓનું જે વજન છે તે જ વજન પટ થયા પછી પણ તંતુઓ તો કાયમ છે જ તો પટનું વજન વધવું જોઈએ અને વજન વધે એટલે એક બાજુનું પલ્લું તો નમવું જોઈએ ને ? જ્યારે ત્રાજવાના નમવામાં તો કોઈ ફરક પડતો નથી. માટે તંતુઓ પોતાનાથી જુદા કોઈ અવયવી દ્રવ્યના આરંભક નથી. આથી અવયવના સમુદાયથી જુદું કોઈ અવયવી દ્રવ્ય નથી. આ રીતે પર્યાયાસ્તિક નયે દ્રવ્યાસ્તિકનું ખંડન કર્યું અને હવે પોતે કરેલ ખંડન બરાબર જ છે તે દઢ કરતાં બતાવે છે કે અવયવ દ્રવ્યમાં રહેલ રૂપાદિ ગુણો અવયવીના રૂપાદિ ગુણોના આરંભક છે કેમ કે વૈશેષિકના મતમાં જે અવયવોના ગુણો છે તે જ ગુણો અવયવીના ગુણોના આરંભક છે તે માટે પ્રમાણ આપે છે– ‘દ્રવ્યો બીજાં દ્રવ્યોના આરંભક છે. ગુણો બીજા ગુણોના આરંભક છે.” પણ આ વાત માની શકાય તેમ નથી. કારણ કે જો આરંભક દ્રવ્યોના ગુણો અવયવી દ્રવ્યના ગુણોના આરંભક બનતા હોય તો અવયવોનું જે વજન છે તે વજનથી અવયવીનું વજન વધવું જોઈએ. દશપલ જેટલા વજનવાળાં તંતુઓના સમુદાયથી એક જુદો પટ હોય તો તંતુઓના વજન કરતાં પટનું વજન વધવું જોઈએ પણ ત્રાજવામાં તોલ કરતાં તંતુઓના વજનથી પટનું થોડું પણ વજન વધતું નથી. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં હોય છે. એના નમવામાં કોઈ ફરક હોતો નથી. માટે અવયવોના સમુદાયથી કોઈ જુદું અવયવી દ્રવ્ય નથી આ જ સિદ્ધ થાય છે. આ રીતે અવયવના ધર્મોથી તમે જે અવયવી માનો છો તેમાં ધર્મ(વજન)નો ભેદ પડ્યો નથી. આથી જે પક્ષ છે “અવયવોથી જુદું અવયવી દ્રવ્ય છે તેનો અપવાદ થાય છે. અર્થાત્ તમારો પક્ષ દૂર થાય છે. આ પ્રકૃત ખંડનનો તાત્પર્યાય છે. આ રીતે પર્યાયાસ્તિક દ્રવ્યાસ્તિકના પક્ષને દૂર કરીને હવે અભ્યપગમવાદથી જાણે તેની વાતને સ્વીકારીને આગળ ફરી પ્રશ્ન કરે છે કે – અવયવોના સમુદાયથી ભિન્ન અવયવી દ્રવ્ય માનનારને પ્રશ્નો તમે પટને તંતુથી જુદો માનો છો તો અમે તમને બે પ્રશ્ન પૂછીએ છીએ, કેમ કે તંતુઓમાં પટને રહેવાની શક્યતા બે પ્રકારે બની શકે છે. (૧) દેશથી, (૨) સર્વથી. તો દરેક તંતુઓમાં પટ સર્વથી રહે છે ? કે દેશથી રહે છે? અમારા આ બે પ્રશ્નોના જવાબ આપો. (૧) એક તંતુમાં સર્વથી પટ છે એમ કહો તો પટનું ગ્રહણ થવું જોઈએ. Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૨૬૯ જો તમે પ્રત્યેક તંતુમાં પટ સર્વથી રહે છે (સમવેત છે) એમ કહેશો તો તે બરાબર નથી. કેમ કે તંતુ સાથે ઇન્દ્રિયનો સંબંધ હોવા છતાં પણ પટનું ગ્રહણ (જ્ઞાન) થતું નથી. માટે એક તંતુમાં સર્વથી પટ નથી. જેમ થાંભલા સાથે ઇન્દ્રિયનો સંબંધ છે છતાં મેરુનું ગ્રહણ થતું નથી કેમ કે થાંભલામાં મેરુ નથી. તેમ તંતુમાં સંનિકર્ષ હોવા છતાં પટનું ગ્રહણ થતું નથી માટે એક તંતુમાં સર્વથી પટ નથી. એક તંતુમાં સંનિકર્ષ છે તો પટનું ગ્રહણ થવું જોઈએ તે માટે પ્રમાણ. જે જેમાં સમવાય સંબંધથી હોય તે તેનો (ઇન્દ્રિયનો) સંબંધ હોય તો સંનિકર્ષ હોતે છતે પ્રહણ થાય છે.” આ સામાન્ય વ્યાપ્તિ છે તેનો અર્થ આ પ્રમાણે છે. “જે–પટ, “જેમાં–તંતુમાં હોય તે–પટ તેનો સંનિકર્ષ'-તંતુમાં હોતે છતે પટનું ગ્રહણ થવું જોઈએ. એટલે કે જેમાં સમવાય સંબંધી રહે છે તેમાં ઇન્દ્રિયનો સંબંધ થતાં તેનું જ્ઞાન થાય છે અથવા તે પ્રત્યક્ષ થાય છે. જેમ રૂપાદિ તંતુમાં છે. તો તે તંતુમાં ઇન્દ્રિયનો સંનિકર્ષ થાય એટલે તેમાં રહેલા (તદ્ગત) રૂપાદિનું પણ પ્રહણ થાય છે. અર્થાત્ તંતુને જોતાં જ તેમાં રહેલ રૂપ પણ દેખાય છે. તેવી રીતે અહીં પણ એક તંતુમાં પટ રહેલો છે. તો તંતુમાં ઇન્દ્રિયોનો સંનિકર્ષ થતાં પટનું ગ્રહણ થવું જોઈએ. એટલે એક તંતુમાં પણ આખો પટ દેખાવો જોઈએ. પણ આવું બનતું નથી. એક તંતુમાં આખો પટ છે આવું જ્ઞાન થતું નથી માટે એક તંતુમાં સર્વથી પટ છે. આ જવાબ બરાબર નથી. પ્રત્યેક તંતુમાં પટ માનવામાં આપત્તિ. વળી પ્રત્યેક તંતુમાં પટ છે એવું માનવામાં આવે તો તે પણ બરાબર નથી. કેમ કે જેટલા તંતુઓ છે તેટલા અવયવી થશે. અર્થાત્ તેટલા પટ થશે. આથી અવયવીનું બહુત થશે. આમ એક તંતુમાં સર્વથી પટ પ્રત્યક્ષ નથી છતાં માની લઈએ તો ઘણા અવયવી માનવા પડશે. તમારે પક્ષ તો એક અવયવી દ્રવ્ય છે. માટે દોષ આવશે. માટે તંતુમાં પટ સર્વથી રહે છે. આ જવાબ બરાબર નથી. (૨) તંતુમાં પટ દેશથી છે એમ કહેશો તો એક પટની અપ્રસિદ્ધિ.. હવે તમે “તંતુમાં પટ દેશથી રહે છે અર્થાતુ તંતુમાં પટનો એક ભાગ રહે છે આવો જવાબ આપશો તો કોઈ એક આખો પટ સિદ્ધ નહીં થાય. કેમ કે એક તંતુમાં પણ પટ એક વિભાગથી જ રહે છે તો સર્વ તંતુઓમાં પણ વિભાગથી જ પટ રહેશે. એક પટ તો કોઈપણ તંતુમાં રહ્યો જ નહીં. એટલે એક સંપૂર્ણ પટ તો અપ્રસિદ્ધ જ થયો. વળી ‘તંતુમાં પટ દેશથી રહે છે. એમ કહો તો તંતુ સિવાય તો કોઈ પટનો દેશ છે જ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તત્ત્વાર્થ સૂત્ર નહીં કે જે દેશ(અવયવ)થી પટ તંતુમાં રહી શકે ? એટલે તંતુ જ તેનો દેશ છે એવું વૈશેષિકો ઇચ્છે છે. અર્થાત્ વૈશેષિકો તંતુને જ પટનો દેશ માને છે. તંતુ જ પટનો દેશ છે તેનાથી જ તંતુમાં રહે એ કેવી રીતે બને? માટે તંતુમાં પટ દેશથી રહે છે. આ જવાબ પણ બરાબર નથી. આ રીતે આપણે વિચારી લીધું કે બંનેમાં દોષ આવે છે. (૧) જો તંતુમાં પટ સર્વથી રહે તો ઘણા અવયવી માનવા પડે. (૨) જો તંતુમાં પટ દેશથી રહે તો સંપૂર્ણ પટની અપ્રસિદ્ધિ થાય. આ રીતે અવયવી જુદું દ્રવ્ય છે એ સિદ્ધ થતું નથી. તંતુમાં તંતુને લઈને પટની વૃત્તિમાં દોષ નિરૂપણ... હવે તમે બીજી રીતે કહો કે તંતુ પોતે જ પોતાનામાં પટને રાખે છે. તે પણ યોગ્ય નથી. કેમ કે પટને તંતુ પોતે પોતાનામાં રાખે એવું મનાય તો આત્માશ્રય દોષ થશે. જે તંતુને લઈને તંતુમાં રહે છે તે જ એક જ અવયવવાળો અવયવી (પટ) થશે. આ રીતે વિચારતાં અવસ્થિત ધ્રૌવ્યાંશરૂપ) એક દ્રવ્ય છે એ સિદ્ધ થતું નથી. ધ્રૌવ્યાંશરૂપ એક દ્રવ્યનો અભાવ હોવાથી માત્ર ઉત્પાદ-વિનાશ છે. અર્થક્રિયામાં સમર્થ સર્વ વસ્તુ ઉત્પાદવિનાશવાળી છે. જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે વસ્તુ કહેવાય છે. તો અર્થક્રિયામાં સમર્થ ઉત્પાદવિનાશવાળી છે તે જ “વસ્તુ' શબ્દને યોગ્ય છે, પણ જે ઉત્પાદ-વિનાશથી શૂન્ય અર્થાત્ ઉત્પાદવિનાશ જેમાં છે જ નહિ તેવા ઉત્પાદ-વિનાશના અત્યંતભાવવાળા સસલાના શીંગડા વંધ્યાપુત્ર આદિ “વસ્તુ' શબ્દના વ્યવહાર માટે અયોગ્ય છે. તે વસ્તુ કહેવાતી જ નથી આ તો પ્રસિદ્ધ છે. આથી તે જ વસ્તુ કહેવાય કે જે ઉત્પાદવિનાશવાળી હોય. ૧. તંતુ પોતે પોતાનામાં પટની વૃત્તિમાં અવચ્છેદક રહો. આમ કહે તો તે પણ બરાબર નથી. કેમ કે પોતાનામાં પટની વૃત્તિમાં પોતે અવચ્છેદક બની શકે નહિ. એ જ વાત કહે છે કે–તચૈવ–પટની જ, તમિનતંતુમાં વૃત્તિ યુક્ત નથી. અર્થાત તંતુમાં પટની વૃત્તિમાં તંતુ પોતે અવચ્છેદક બની શકે નહિ. આત્માશ્રય દોષ આવે છે. કેવી રીતે તે બતાવે છે - તંતુમાં પટની વૃત્તિમાં તંતુ જ અવચ્છેદક બને છે કેમ કે અધિકરણનિષ્ઠધર્મ અવચ્છેદક બને છે પણ અધિકરણ બનતું નથી. અને નિયમ છે. તેથી પટની તંતુમાં વૃત્તિમાં તંતુ અવચ્છેદક મનાય તો સ્વનો જ સ્વ આશ્રય થયો. આ રીતે આત્માશ્રય દોષ આવે અને આ રીતે સ્વીકારવામાં આવે તો પટની તંતુમાં વૃત્તિ તત્ત્વવચ્છેદન માનવામાં આવે તો અવયવીનું અખંડપણું નહીં રહે. એટલે અવયવવાળો અવયવી થશે.* એટલે કે ખંડશઃ અવયવી થશે. અખંડ અવયવી નહીં થાય. * જોકે અવયવ જેને હોય તે અવયવી કહેવાય. આ વ્યુત્પત્તિના બળથી અવયવી સાવયવ હોય જ છે. તો આ અનિષ્ટ બની શકે નહિ. તો પણ પટનો આશ્રય લે તંતુ છે તેનાથી ભિન્ન પ્રત્યેક અવયવમાં પટની વૃત્તિમાં અવરચ્છેદક જે અવયવ બને છે તે અવયવ વડે અવયવી અવયવવાળો બને તે ઈષ્ટ નથી. આ જ આપત્તિ અહીં આપે છે કે-“અવયવી અવયવવાળો થશે' ! Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પક્ષ હેતુ અધ્યાય-૫: સૂત્ર-૨૯ આ રીતે પર્યાયાસ્તિક નયે ઉત્પાદ-વ્યય (પર્યાય) જ છે પરંતુ પ્રૌવ્ય (દ્રવ્ય) છે જ નહીં આવું સિદ્ધ કર્યું. એટલે હવે ફરી પણ દ્રવ્યાસ્તિક નય દ્રવ્યની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે છે. બીજી રીતે દ્રવ્યની સિદ્ધિ.. દ્રવ્યાસ્તિક : તમે કહ્યું કે “ઉત્પાદ-વિનાશવાળી હોય તે વસ્તુ છે. તો આ ઉત્પાદ અને વિનાશ એ કાર્ય છે. કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ. उत्पादविनाशौ कारणवन्तौ कार्यत्वात् घटादिवत् સાધ્ય દૃષ્ટાંત ઉત્પાદ અને વિનાશ, કારણવાળા છે, કાર્ય હોવાથી, ઘટઆદિની જેમ... જે જે કાર્ય હોય છે તે તે કારણવાળા હોય છે. ઉત્પાદ, વિનાશ કાર્ય છે તો તે કારણવાળા છે. દા. ત. ઘટ જેમ કાર્ય છે તો તે કારણવાળો છે. તેમ ઉત્પાદ, વિનાશ પણ કાર્ય (પર્યાય) છે. તો તેનું કારણ હોવું જોઈએ. તે જ દ્રવ્ય છે. ઉત્પાદ-વિનાશનું કારણ દ્રવ્ય છે. આ રીતે પણ દ્રવ્ય સિદ્ધ થાય છે. પરમાર્થથી કારણપ્રકૃતિ એટલે કારણસ્વભાવ અર્થાત કારણ છે. યત્ર = કારણ પ્રકૃતિમાં, દ્રવ્યસત્તા ભવ્યત્વાન્ ભવસ્થિત અર્થાત્ તે તે કાર્યરૂપે ભવન થતું હોવાથી અથવા પરિણમન સ્વભાવ હોવાથી દ્રવ્યસત્તા છે એવું નહીં કહેવું કેમ કે કાર્યકારણ ભાવ કલ્પના છે. આ કારણ અને આ કાર્ય એ કલ્પના જ છે. પર્યાયાસ્તિક તમે કારણ પ્રકૃતિ દ્રવ્યનું અસ્તિત્વ ભવ્યત્વ હેતુ આપીને સિદ્ધ કરો છો પણ તે દ્રવ્યસત્તા છે જ નહીં કે જ્યાં એનો બોધ થતો હોય કેમ કે કારણ અને કાર્ય એ કલ્પનામાત્ર છે. વાસ્તવિક રીતે કોઈ કારણ છે જ નહીં, કારણ-કાર્ય કલ્પના માત્ર જ છે માટે તમે ભવ્યતા” હેતુથી કારણરૂપે દ્રવ્ય છે એ સિદ્ધ કરી શકતા નથી. ઉત્પાદ પણ સ્વયં થાય છે અને વિનાશ પણ સ્વયં થાય છે. ઉત્પાદ અને વિનાશનું કોઈ કારણ નથી. કાર્ય-કારણ ભાવનું જે જ્ઞાન થાય છે તે પ્રતીત્ય છે. આ કારણ છે અને આ કાર્ય છે. તે તો માત્ર અપેક્ષાજ્ઞાનનો જ વિષય છે. અપેક્ષાથી આ કારણ છે અને આ કાર્ય છે. કારણ એ કાર્યની અપેક્ષાએ જ પ્રતીતિનો વિષય છે. આ આનું કારણ છે. કેવલ કારણનું જ્ઞાન થતું જ નથી. એવી રીતે કાર્ય પણ કારણની અપેક્ષા કરીને જ જણાય છે. આ આનું કાર્ય છે. આમ અપેક્ષા સિવાય આ કાર્ય છે. આવું જ્ઞાન થતું નથી અને જે પ્રતીત્ય પ્રત્યય માત્રવૃત્તિ હોય છે તે કલ્પનાથી બનેલું હોય છે. એમાં દૃષ્ટાંત કહે છે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તત્ત્વાર્થ સૂત્ર દા. ત. દીર્ઘ દ્રસ્વ. આ દીધું છે ને આ હૃસ્વ છે કહીએ છીએ તે હ્રસ્વની અપેક્ષાએ દીર્ઘ છે અને દીર્ઘની અપેક્ષાએ હ્રસ્વ છે પણ વાસ્તવિક તો કોઈ દીર્ઘ, હ્રસ્વ નથી. અપેક્ષાએ જ લાંબું, ટૂંકું છે તેમ વાસ્તવિક કોઈ કારણ નથી કોઈ કાર્ય નથી અપેક્ષાએ જ છે. તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કોઈ સ્વતોસિદ્ધ (સ્વાભાવિક) રૂપ નથી. અર્થાત્ તંતુ કે પટ એ સ્વાભાવિક સ્વરૂપે નથી. તંતુમાં કે માટીમાં જેનું કારણ પ્રત્યય—આ કારણ છે. આવું જ્ઞાન થાય છે તે પટ અને ઘટ આદિ સર્વ બીજા પદાર્થોની અપેક્ષાએ થાય છે પરંતુ તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કારણ પ્રત્યય સ્વસિદ્ધ નથી. અર્થાત્ સ્વયં કારણ નથી અપેક્ષાએ કારણ છે. કેમ કે તંતુ એ પણ કોઈનું કાર્ય છે અને પટ એ પણ કોઈનું કારણ છે. તેથી તંતુ સ્વસિદ્ધ કારણ નથી, પટ સ્વસિદ્ધ કાર્ય નથી તેથી તંતુ કારણ છે અને પટ કાર્ય છે આ આપેક્ષિક છે. તેવી રીતે માટી કારણ છે અને ઘટ કાર્ય છે. આ પણ આપેક્ષિત જ છે. આ રીતે સ્વસિદ્ધ કારણ-કાર્ય નથી પરંતુ અપેક્ષિત છે તેથી કાર્ય-કારણભાવ કલ્પનામાત્ર જ છે. કાર્ય-કારણભાવની કલ્પનામાં ઇતરેતરાશ્રયદોષ અને તેથી તંતુ-પટ પ્રત્યય અસદાર્થ વિષયક છે. આ રીતે કાર્ય-કારણભાવ સ્વસિદ્ધ નથી. બીજા પદાર્થની અપેક્ષાએ છે તેથી તેમાં ઇતરેતરાશ્રય દોષ આવે છે. તંતુ કારણ છે આવું જ્ઞાન ત્યારે થાય કે પટ કાર્ય છે. આ જ્ઞાન હોય અને પટ કાર્ય છે. આવું જ્ઞાન ત્યારે બને કે તંતુ કારણ છે. આ જ્ઞાન હોય તેથી તંતુમાં તંતુનું જ્ઞાન, પટમાં પટનું જ્ઞાન છે તે એકબીજાના જ્ઞાનને લઈને કરવું પડે છે માટે ઇતરેતરાશ્રયદોષવાળું છે. આ રીતે કાર્ય-કારણભાવની કલ્પનામાં ઇતરેતરાશ્રય દોષ આવે છે. તેથી તંતુમાં કારણ પ્રત્યય અને પટમાં કાર્યપ્રત્યય છે એ અસઅર્થનો વિષય બની જાય છે. એટલે કે તંતુ કારણ નથી અને તંતુ કારણ છે આવું જ્ઞાન કરો છો તે, પટ કાર્ય. નથી અને પટ કાર્ય છે આવું જ્ઞાન કરો છો તે અસદ્ વિષયક છે. તંતુ નથી તો કારણ અને પટ નથી તો કાર્ય. એકબીજા બંનેમાં કાર્ય-કારણ ભાવ કલ્પો છો તે કોઈ કાર્ય કે કારણ છે જ નહીં માટે તે બંનેમાં કાર્ય-કારણનું જ્ઞાન કરો છો તે અસદ્ અર્થાત્ જે નથી તેનું જ્ઞાન કરો છો માટે તે જ્ઞાન અસદ્ અર્થ વિષયક છે. આમ તંતુ કારણ છે અને પટ કાર્ય છે. આવું જ્ઞાન કરવું તે અસદ્ અર્થના વિષયવાળું છે. તથા માટી અને ઘટનો અભાવ છે કેમ કે એમનું સ્વરૂપ સિદ્ધ નથી. તથા માટી ઘટનું કારણ નથી અને ઘટ માટીનું કાર્ય નથી માટે માટી અને ઘટ “અતત્કારણકાર્ય થાય છે. આથી માટી અને ઘટનો અભાવ સિદ્ધ થશે. કેમ કે બંનેના સ્વરૂપની અસિદ્ધિ છે. અ = નહીં તત્ = તેનું તેનું (ઘટનું) કારણ નથી. તેનું (માટીનું) કાર્ય નથી. માટી ઘટનું કારણ નથી અને ઘટ માટીનું કાર્ય નથી. આથી માટી અને ઘટ Page #282 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૨૭૩ અતત્ કારણ કાર્ય' કહેવાય છે. હવે જે કોઈનું કારણ નથી અને કાર્ય નથી તેનો અભાવ હોય છે. દા. ત. જેમ આકાશકમલ. આકાશકમલ કોઈનું કાર્ય નથી તેમ કોઈનું કારણ પણ નથી તો તેનો અભાવ છે. તેવી રીતે માટી અને ઘટ પણ કોઈનું કારણ કે કાર્ય નથી માટે તેનો પણ અભાવ જ છે કેમ કે માટી અને ઘટનું સ્વરૂપ જ સિદ્ધ નથી. અતત્કારણકાર્યયોઃ અભાવ: સ્વરૂપઅસિદ્ધવાદ્ વ્યોમોત્પલાદિવત્ પક્ષ સાધ્ય દૃષ્ટાંત સ્વરૂપ જ સિદ્ધ નહીં હોવાથી જે કારણ કે કાર્ય નથી તેવા માટી અને ઘટનો, આકાશકમલ આદિની જેમ અભાવ છે. આ રીતે પર્યાયાસ્તિક નયે દ્રવ્યાસ્તિકે જે ઉત્પાદ-વિનાશના કારણરૂપ દ્રવ્ય છે એવી સિદ્ધિ કરી તેને કાર્યકારણભાવ કલ્પનામાત્ર છે. ઇતરેતરાદોષથી દૂષિત હોવાથી અસત્ અર્થના વિષયક છે અને અતનુ કારણકાર્ય હોવાથી તેનો અભાવ છે. આવું નિરૂપણ કરી “દ્રવ્ય છે જ નહીં' એવું સિદ્ધ કર્યું. ધ્રૌવ્યાંશરૂપ દ્રવ્યને હટાવી માત્ર ઉત્પાદ-વિનાશરૂપ પર્યાયની જ સ્થાપના કરી. આ રીતે આપણે પૃ. ૪૩૨થી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકની ચર્ચાવિચારણા કરી. બંનેએ પરસ્પર પોતપોતાની માન્યતાને સિદ્ધ કરતી દલીલો આપી દ્રવ્યાસ્તિકે માત્ર પ્રૌવ્યાંશ અને પર્યાયાસ્તિકે માત્ર ઉત્પાદ-વિનાશની સિદ્ધિ કરી. આ પ્રમાણે એકાંતથી પરસ્પરના સ્વરૂપના મર્દન કરનારા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયો એકાંત નિરૂપણ કરનારા છે. આમ બતાવીને હવે ગ્રંથકાર મહારાજા પોતાનો સિદ્ધાંત જણાવતાં કહે છે તે પહેલા આપણે થોડું સિંહાવલોકન કરી જઈએ. આ રીતે દ્રવ્યાસ્તિક સ્થિતિવાળાને સત્ કહ્યું, પર્યાયાસ્તિકે ઉત્પાદ-વ્યયવાળાને સત્ કહ્યું. અર્થાત્ સર્વ પદાર્થ સ્થિતિવાળા હોય છે, સ્થિતિવાળી હોય તે જ વસ્તુ કહેવાય. આ દ્રવ્યાસ્તિકનું સનું લક્ષણ છે અને પદાર્થ ઉત્પાદ-વ્યયવાળા જ હોય. ઉત્પાદ-વ્યયવાળી હોય તે જ વસ્તુ કહેવાય છે. આ પર્યાયાસ્તિકનું સનું લક્ષણ છે. તમારા જેવા નવા અભ્યાસીને લાગે છે કે બરાબર છે, આપણે જે કહ્યું “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સતુ' તે લક્ષણ ઘટી જાય છે. બંનેના નિરૂપણથી સત્ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યેક નયથી આ લક્ષણ ઘટી જાય છે. તો શા માટે આ સૂત્રની શરૂઆતમાં “આ સૂત્ર બંને નયથી યુક્ત છે” એમ કહ્યું છે ? સાચી વાત છે, અનંતજ્ઞાનીના વચનના રહસ્યને નહીં સમજેલ જરૂર આવું કહી શકે છે. તેને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ જરા શાંતિથી વિચારશો તો લાગશે કે આ વાત બરાબર છે. બંને નયથી યુક્ત આ સૂત્ર છે. બંને નયથી મળેલું આ સૂત્ર છે. માત્ર પ્રત્યેક અલગ નથી આ લક્ષણ બની શકે નહીં. કેમ કે અમે જે ટીકાની શરૂઆતમાં પ્રથમ પંક્તિમાં જ જણાવ્યું છે Page #283 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર કે ‘સ્થિતિ ઉત્પત્તિ વિનાશ સ્વભાવું સત્' એ સામાન્યથી જ માત્ર ઊડતી નજરે કહ્યું છે. તેનો અર્થ એવો નથી કે સ્થિતિવાળું હોય તે સત્ છે, તેનો અર્થ એવો નથી કે ઉત્પત્તિવાળું હોય તે સત્ છે, તેનો અર્થ એવો નથી કે વિનાશવાળું હોય તે સત્ છે, પરસ્પર દ્રવ્ય-પર્યાય ત્રણે નિરપેક્ષ સત્ છે. આ અર્થ બરાબર નથી. અમે જે ‘સ્થિતિ ઉત્પત્તિવિનાશ સ્વરૂપ સકળ સત્ છે' એમ કહ્યું છે તે દ્રવ્ય-પર્યાય નિરપેક્ષ હોય તો સત્ત્નું લક્ષણ બની શકતા નથી. પરસ્પર ત્રણે મળીને, પરસ્પર સાપેક્ષ સત્ત્નું લક્ષણ છે. જ્યારે આ દ્રવ્ય અને પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. કેમ કે દ્રવ્યાસ્તિકનું લક્ષણમાત્ર ધ્રૌવ્યમાં જ રહે છે. પર્યાયાસ્તિકનું લક્ષણમાત્ર ઉત્ત્પત્તિ-વિનાશમાં જ રહે છે. આમ દ્રવ્ય અને પર્યાય બંને નિરપેક્ષ છે માટે તે સનું લક્ષણ બની શકે નહિ. વસ્તુનું લક્ષણ તો દ્રવ્ય-પર્યાય પરસ્પર સાપેક્ષ છે. અર્થાત્ સ્થિતિ એ દ્રવ્યાંશ છે, ઉત્પત્તિ વિનાશ એ પર્યાયાંશ છે. આ સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશ જો નિરપેક્ષ હોય એટલે કે ઉત્પાદ-વિનાશ સ્થિતિની અપેક્ષા ન રાખે અને સ્થિતિ ઉત્પાદ-વિનાશની અપેક્ષા ન રાખે તો તે સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશ સ્વભાવ સત્ત્નું લક્ષણ બની શકે નહીં. કેમ કે દ્રવ્યાસ્તિક ધ્રૌવ્યાંશ માત્રને જ સ્વીકારે છે અને પર્યાયાસ્તિક ઉત્પાદ વ્યયમાત્રને જ સ્વીકારે છે. ૨૭૪ એટલે વસ્તુનું સ્વતત્ત્વ (લક્ષણ)-સ્વરૂપ દ્રવ્ય પર્યાય બંને પરસ્પર સાપેક્ષ જ છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' આ પરસ્પર સાપેક્ષ જ સત્નું લક્ષણ છે એમ સમજવું. પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકે સ્વીકારેલા દ્રવ્યાંશ (ધ્રૌવ્ય) કે પર્યાયાસ્તિકે સ્વીકારેલા પર્યાયાંશ (ઉત્પાદ-વિનાશ) એ સત્ત્નું લક્ષણ નથી આવો અમારી પંક્તિનો અર્થ સમજવો. પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાંશ અને પર્યાયાંશ પરિકલ્પિત છે. વળી પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાંશ કે પર્યાયાંશ તો પરિકલ્પિત છે માટે તે તો પરમાર્થથી છે જ નહીં. આ દ્રવ્યાંશ કે પર્યાયાંશ એ તો માત્ર કલ્પના છે, કોઈ વાસ્તવિક નથી. ઘટ કેવલ દ્રવ્યાંશ કે પર્યાયાંશ નથી પણ જાત્યન્તર છે... જેમ કહ્યું છે કે.... શ્લોકાર્થ ઃ- “ઘટ (સત્) એ ભેટરૂપ (ઉત્પાદ-વ્યયરૂપ) હોવાથી અન્વય (દ્રવ્ય) નથી, ઘટ એ અન્વયરૂપ (ધ્રૌવ્યરૂપ) હોવાથી ભેદ (ઉત્પાદ-વ્યય) નથી પણ માટી અને ભેદ બંનેના સંસર્ગથી રહેનાર ઘટ એક જાત્યન્તર છે.." માટી એ દ્રવ્યાંશ છે અને ઘટ એ પર્યાયાંશ છે. એટલે ઘટ કેવલ દ્રવ્યાંશ નથી કે કેવલ પર્યાયાંશ નથી પરંતુ આ બંનેના સંસર્ગવાળો જાત્યન્નર છે. એટલે કે એકાંતે ઉભયરૂપ નથી. આથી પરસ્પર સાપેક્ષ દ્રવ્યાંશ પર્યાયાંશ સત્ત્નું લક્ષણ બની શકે છે. એકલો દ્રવ્યાંશ કે પર્યાયાંશ વસ્તુ બની શકે નહિ. એકલી માટી શું ઘટનું કાર્ય કરી શકે ? અને માટી વગરનો ઘટ તો સંભવે ક્યાંથી ? આથી જ પરસ્પર નિરપેક્ષ દ્રવ્યાંશ અને પર્યાયાંશ એ તો માત્ર કલ્પના જ છે, વાસ્તવિક છે જ નહિ. Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૨૭૫ માટે જ એકાંતવાદે કલ્પલ દ્રવ્યવૃત્તિ ધ્રૌવ્યાંશ કે ભેદવૃત્તિ પર્યાયાંશરૂપ વસ્તુથી અનેકાંતવાદીને સંમત વસ્તુ જુદી જ છે. અનેકાંતવાદી તો દ્રવ્ય, પર્યાય બંનેના સંસર્ગવાળી જ વસ્તુ માને છે. (પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે.) દા. ત. જેમ નરસિંહ એ અવિભક્ત છે. નર પણ નહીં અને સિંહ પણ નહીં પણ નર અને સિંહથી જાત્યન્તર છે તેવી રીતે અવિભક્ત જે ઉત્પાદ-વ્યય (વિશેષ-પર્યાય) અને ધ્રૌવ્ય (સામાન્ય-દ્રવ્ય) આ બંનેના સંસર્ગરૂપ હોવાથી વસ્તુ જાત્યન્તર છે. જેમ... શ્લોકાર્થ :- “સિંહરૂપ હોવાથી નર નથી અને નરરૂપ હોવાથી સિંહ નથી પણ શબ્દ વિજ્ઞાન અને કાર્યના ભેદથી નરસિંહ એ જુદી જ જાતિ છે...” નરસિંહ એ નર અને સિંહથી જાત્યન્તર છે. કેમ કે શબ્દ, જ્ઞાન અને કાર્ય જુદાં છે. નર શબ્દ નર શબ્દનું જ્ઞાન અને “નર'નું કાર્ય જુદું છે. સિંહ શબ્દ સિંહ શબ્દનું જ્ઞાન અને “સિંહ”નું કાર્ય જુદું છે. જ્યારે આ બંનેના સંસર્ગથી જુદો નરસિંહ છે. કેમ કે “નરસિંહ એ શબ્દ પણ આ બેથી જુદો છે. “નરસિંહનું જ્ઞાન પણ આ બેથી જુદું છે. કેમ કે એ નરરૂપ પણ નથી. સિંહરૂપ પણ નથી. આથી નર અને સિંહથી જુદો છે. આવું એનું જ્ઞાન થાય છે, અને નર અને સિંહથી. નરસિંહ'નું કાર્ય પણ જુદું છે. માટે શબ્દ, જ્ઞાન અને કાર્યના ભેદથી એટલે કે શબ્દ, જ્ઞાન અને કાર્ય જુદાં હોવાથી નરસિંહ એ જાત્યન્તર છે. નર, અને સિંહથી જુદી જ જાતિ છે. આ રીતે “નરસિંહની જેમ ઘટ આદિ પણ કલ્પિત દ્રવ્યરૂપથી અને કલ્પિત પર્યાયરૂપી જાત્યન્તર છે. આ પ્રમાણે માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાયથી જુદો દ્રવ્ય પર્યાય બંનેના સંસર્ગવાળો અર્થાત્ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ પદાર્થ છે. આવા પ્રકારની પ્રક્રિયાને સ્વીકારવાથી એક નયના મતને અનુસરીને જે દોષ દેવામાં આવે છે તે બધા અસંબદ્ધ જ ઠરે છે. દ્રવ્યનય માત્ર દ્રવ્ય જ છે અને પર્યાયનય માત્ર પર્યાય જ છે. આવું સિદ્ધ કરતા પરસ્પર અનેક દોષ આપ્યા એક નયને આશ્રયીને જે દોષ આપ્યા તે બધા જો દ્રવ્યપર્યાયના સંસર્ગવાળી વસ્તુ છે એમ માનવામાં આવે તો દૂર થઈ જાય છે. વસ્તુ ભેદભેદરૂપ છે. એટલે માત્ર ભેદ માનતા જે દોષ આવતા હતા કે અભેદ માનતા જે દોષ આવતા હતા તે બધા ભેદભેદરૂપ માનવાથી દૂર થઈ જાય છે. ભેદભેદરૂપ વસ્તુમાં માત્ર અભેદ કે ભેદનું જ્ઞાન થવાનું કારણ. આ રીતે વસ્તુ ભેદભેદરૂપ છે. આવી ભેદભેદ સ્વરૂપ વસ્તુમાં પણ ક્યારેક અભેદ જ્ઞાન જ પ્રવર્તે છે. માત્ર સામાન્યને માનનાર કોઈ પોતાના મતના સંસ્કારના કારણે ફક્ત અન્વય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તત્ત્વાર્થ સૂત્ર અંશને રક્ષણ કરતો (વળગતો) પ્રવર્તે છે. તેને માત્ર અભેદજ્ઞાન થાય છે. એટલે કે સર્વ વસ્તુમાં “તદ્ વ્ય’ ‘પદ્ માત્ર આ પ્રતીતિ થાય છે. વળી કોઈ માત્ર વિશેષને જ માને છે જે ભેદવાદી છે તેને એ જ ભેદભેદસ્વરૂપ વસ્તુમાં પણ માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. એ પોતાની માન્યતાને આગળ કરે છે. એટલે તેને ભેદના આલંબનવાળું જ્ઞાન થાય છે. અર્થાત્ ભૈદાલંબન પ્રત્યય પ્રગટે છે. આ રીતે પોતાની માન્યતાને લઈને સ્વવાસનાના આવેશથી ભેદભેદરૂપ એવી પણ વસ્તુમાં દ્રવ્યનયને માત્ર અભેદનું અને પર્યાયનયને માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. વસ્તુ ભેદભેદરૂપ છે પણ નિરૂપણ ગૌણ-મુખ્ય ભાવથી છે. જ્યારે સ્યાદ્વાદીને તો જિજ્ઞાસિત (જે પદાર્થને જાણવાની ઇચ્છા હોય) અને વિવક્ષિત પદાર્થ છે જે પદાર્થને કહેવાની ઇચ્છા હોય) તેને આધીન થઈને જ્ઞાન અને શબ્દની સર્વવસ્તુ વિષયક વ્યવહારની પ્રવૃત્તિ, દ્રવ્ય-પર્યાયના પ્રધાન-ગૌણ ભાવની અપેક્ષા લઈને છે માટે વસ્તુત્વ અનેક આકારવાળું છે. મતલબ સમસ્ત વસ્તુના વ્યવહારની પ્રવૃત્તિ જિજ્ઞાસા અને વિવક્ષાને આધીન છે તેથી અનેક ધર્માત્મક વસ્તુમાં કોઈ પણ એક ધર્મની જિજ્ઞાસા કે વિવક્ષાને આધીન થઈને દ્રવ્ય કે પર્યાયનું કથન કે જિજ્ઞાસા તે દ્રવ્ય અને પર્યાયના ગૌણ-મુખ્ય ભાવને લઈને કરે છે. જ્યારે દ્રવ્યને કહેવું હોય કે જાણવું હોય ત્યારે દ્રવ્યને મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે. જ્યારે પર્યાયને કહેવો કે જાણવો હોય ત્યારે પર્યાયને મુખ્ય કરે છે અને દ્રવ્યને ગૌણ કરે છે. આ રીતે વસ્તુનું વસ્તુત્વ અનેક આકારવાળું છે. વસ્તુ અનેક ધર્મવાળી છે. પરંતુ પોતાના મતના સંસ્કારથી માત્ર અભેદ કે માત્ર ભેદનું જ જ્ઞાન થાય છે. જ્યારે સ્યાદ્વાદીને ભેદભેદનું જ્ઞાન થાય છે. પરંતુ તે તેનું જ્ઞાન અને નિરૂપણ ગૌણ-મુખ્ય ભાવથી કરે છે. આથી વસ્તુ તો અનેક આકારવાળી જ સિદ્ધિ થાય છે. જેમ કહ્યું છે કે.. શ્લોકાર્થ :- “સર્વ માત્રાનો સમૂહ અને અનેક ધર્મવાળું જે વિશ્વ છે તે સર્વ પ્રકારે હંમેશા હોવાથી કોઈ ઠેકાણે કોઈ ધર્મની વિવક્ષા કરાય છે...” (વાક્ય. કા. ૩) તેમ અનેક આકારવાળી વસ્તુમાં દ્રવ્ય-પર્યાયના પ્રધાન અને ગૌણ ભાવથી સમસ્તૃવસ્તુવિષયક વ્યવહાર પ્રવર્તે છે. ૧. મિત્રાસદાયણ..' આ પાઠને લઈને નયચક્ર વિષમપદ ટિપ્પણમાં આ પ્રમાણે અર્થ છે - વિશ્વે દિ शक्तिरूपेण निखिलधर्मात्मकमतस्तत्र सर्वस्य सद्भावात् सर्वस्यैकदा विवक्षासम्भवाद्यथा प्रयोजनं क्वचिदेव किञ्चिद् विवक्ष्यते इति तदर्थः स्यादिति भाति उपलभ्यमानवाक्यपदीये... इति द्वादसारनयचक्रम् भा० २ पृ० ५३० यतः प्रयोजनवशादनन्तधर्मात्मकेऽपि वस्तुनि यद्यप्यसावेकं पर्यायमासादयति यथा सौवर्णपटे दृष्टे घटार्थी घटत्वमध्यवस्यति सुवर्णार्थी तु सुवर्णत्वं जलानयनार्थी तु जलभाजनत्वमिति व्यवस्यति... ज्ञानार्णवप्रकरणे पृ० ६९/१ Page #286 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૨૭૭ પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થતું નથી માટે દ્રવ્ય-પર્યાય મનોકલ્પના છે પૂર્વપક્ષ : થક છે, તમારા કહેવા મુજબ વિવક્ષાથી વચનનો વ્યવહાર ભલે થાય પરંતુ ચાક્ષુષ આદિ જ્ઞાન જ્યારે પ્રવર્તમાન થાય છે ત્યારે તે કાલાંતરને સહી શકતું નથી. કેમ કે પહેલા સંપાતમાં જ વિષયને ગ્રહણ કરે છે. આંખ પડતાની સાથે જ જ્ઞાન થાય છે. જે કાળમાં વિષયને ગ્રહણ કરે છે. તે જ કાળમાં જ્ઞાન થાય છે. જેવી દૃષ્ટિ પડી કે તરત જ તેનું જ્ઞાન થાય છે. જેવો સ્પર્શ કર્યો કે તરત જ તેનું જ્ઞાન થાય છે. સૂંઘતાની સાથે જ, શબ્દ પડતાની સાથે જ જીભ પર મૂકતાની સાથે જ તેનું જ્ઞાન થઈ જાય છે. તો જો વસ્તુ ભેદાભેદરૂપ છે તો ચક્ષુની સાથે પદાર્થનો સંબંધ થાય ત્યારે જ ભેદભેદનું જ્ઞાન થવું જોઈએ ને ? પણ તમારા કહેવા મુજબ વિવક્ષાવશથી (જિજ્ઞાસાથી) પહેલા ક્યાં તો ભેદનું જ્ઞાન થાય, ક્યાં તો અભેદનું જ્ઞાન થાય ! એટલે પ્રથમ ક્ષણમાં ક્યાં તો ભેદનું જ્ઞાન થાય ! ક્યાં તો અભેદનું જ્ઞાન થાય ! એટલે પ્રશ્ન થાય છે કે વસ્તુ ભેદભેદસ્વરૂપ છે તો પહેલેથી જ ભેદભેદના ઉલ્લેખ કરનારું ઈન્દ્રિયજ્ઞાન કેમ પેદા થતું નથી ? ઇન્દ્રિયો દ્વારા ભેદભેદનું જ્ઞાન કેમ નથી થતું? આથી નક્કી થાય છે કે દ્રવ્ય અને પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર છે. માત્ર મનની કલ્પના જ છે. ઇન્દ્રિયોના સંપાતમાત્રથી નિશ્ચય થતો નથી પણ અવગ્રહાદિ ક્રમથી થાય છે. ઉત્તરપક્ષ : ભાઈ ! તમારી વાત બરાબર નથી. ઇન્દ્રિયોના સંપાત માત્રથી જ નિશ્ચય નથી થતો તે તો અવગ્રહ આદિના ક્રમથી જ થાય છે. ઘણાં કાર્યો આપણને લાગે છે મેં એકસાથે કર્યા પણ તેવું બનતું નથી. પાનાની થોકડીમાં સ્પંચથી એકસાથે ૨૫-૫૦ પાનાને કાણાં પાડ્યાં આપણને લાગે છે. બધા એકસાથે કાણાં પડ્યાં. પરંતુ તેવું નથી. પહેલા એકમાં પછી બીજામાં એમ ક્રમથી જ કાણાં પડ્યાં છે પરંતુ મશીનથી ઝડપી થતું કાર્ય આપણને એકસાથે થયું તેવું લાગે છે. તેવી જ રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન (નિશ્ચય) અવગ્રહાદિ ક્રમથી જ થાય છે. સહુ પ્રથમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો પદાર્થ સાથે સંબંધ થાય છે જેને અર્થાવગ્રહ કહેવાય છે. આ અર્થાવગ્રહ એક સમયનો હોય છે. ૧. અહીં વ્યંજનાવગ્રહ કેમ બતાવ્યો નથી ? આ શંકાના સમાધાનમાં સમજાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી માટે અહીં વ્યંજનાવગ્રહ બતાવ્યો નથી એમ લાગે છે..અથવા..વ્યંજનાવગ્રહમાં કોઈ પદાર્થ વિષય બનતો નથી માટે અર્થાવગ્રહને આદિમાં રાખ્યો છે. અર્થાવગ્રહ એટલે સામાન્યમાત્રથી વસ્તુનું ગ્રહણ કરવું. જેનો આકાર “કંઈક છે'... ઈહા એટલે વિશેષ જાણવાની ઇચ્છા. જેનો આકાર “આ શંખનો શબ્દ છે કે બીજા કોઈનો’... અપાય એટલે નિશ્ચય. જેનો આકાર “આ શંખનો જ શબ્દ છે.” Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ તત્ત્વાર્થ સૂત્ર ત્યારબાદ જિજ્ઞાસા થાય છે આ શું છે? આ છે કે આ છે? જેને ઈહા કહેવાય છે. મુહૂર્તની અંદર રહેલું “હા” જ્ઞાન થાય છે. ત્યારબાદ નિશ્ચય થાય છે જેને અપાયજ્ઞાન કહેવાય છે. તે પછી ઇન્દ્રિયને જ વ્યાપાર કરાવતું હોવાથી નિશ્ચિત આકારવાળું પ્રમાણ પેદા થાય છે. અર્થાત્ અવગ્રહ, ઈહા, અપાય બાદ જ તે તે ઇન્દ્રિયનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે અવગ્રહ આદિ થાય તો જ અપાય જ્ઞાન થાય. જો અવગ્રહ આદિ ન થાય તો અપાય જ્ઞાન થાય નહીં. એટલે કે અવગ્રહ આદિના સદ્ભાવમાં નિશ્ચિત આકારવાળું પ્રત્યક્ષ પ્રમાણ પેદા થાય છે. અવગ્રહ આદિના અભાવમાં નિશ્ચિત આકારવાળું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. ચાક્ષુષ આદિ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર પદાર્થનો સંબંધ થવાથી જ નથી થતું. દૃષ્ટિ પડતાની સાથે જ જ્ઞાન નથી થતું પરંતુ વચમાં ઈહા આવે છે. ઈહા એટલે જિજ્ઞાસા થાય છે ત્યાર પછી જ નિશ્ચય થાય છે. આમ જ્ઞાનનો ક્રમ જ એવો છે તેથી વિવક્ષા અને જિજ્ઞાસાને આધીન શબ્દની પ્રવૃત્તિ છે. માટે વસ્તુ ભેદભેદસ્વરૂપ હોવા છતાં પણ જેની વિવક્ષા કે જિજ્ઞાસા હોય છે તેનું જ્ઞાન કરાય છે. અમે કહી ચૂક્યા છીએ કે એક વસ્તુમાં નિત્યાનિત્યાદિ અનેક ધર્મો છે તેમાંથી કોઈ પણ એક ધર્મની વિવક્ષા કરીને નિરૂપણ થાય છે. એટલે વસ્તુ ભેદભેદરૂપ જ છે. ક્રમથી જ નિશ્ચિત આકારવાળું પ્રમાણ જ્ઞાન થાય છે માટે પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થાય તે વાત બરાબર નથી. ઇન્દ્રિયોના સંપાત માત્રથી નિશ્ચય થતો નથી પણ અવગ્રહાદિ ક્રમથી થાય છે માટે તમે પ્રથમ સંપાતમાં જ ભેદભેદનું જ્ઞાન થતું નથી માટે દ્રવ્ય-પર્યાય મનોવિજ્ઞાનની કલ્પના છે' આવું જે અનુમાન કર્યું તે બરાબર નથી. અહીં મુહૂર્તાલ્પત્તરવર્તી ઈહા લીધું છે તેનાથી આ વાત સમજવી કે–આ અર્થાવગ્રહાદિ ચાર પ્રકારના ક્રમવાળા જે દીર્ઘઉપયોગરૂપ ચક્ષુઆદિથી થતું મતિજ્ઞાન છે તે ભેદાભૂદાત્મક વસ્તુ વિષયક જ છે. આ પ્રમાણે ઇન્દ્રિયોનો જ વ્યાપાર કરાતા પ્રમાતાનું નિશ્ચિત આકારવાળું જે અપાયજ્ઞાન છે તે માનસ વિકલ્પરૂપ નથી. મનોવિજ્ઞાન વિકલ્પરૂપ નથી એટલે માનસિક વિકલ્પરૂપ નથી એમ સમજવું. વળી નિશ્ચય જ્ઞાન એ ચક્ષુ આદિનો પણ વિષય છે અને મનનો વિષય પણ છે. એટલે કે નિશ્ચિત-અપાય જ્ઞાન એ ઇન્દ્રિયો દ્વારા પણ થાય છે અને મન દ્વારા પણ થાય છે. કેમ કે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ પ્રકાર બતાવ્યા છે. જો મનથી પણ નિશ્ચય (અપાય) જ્ઞાન થતું ન હોય તો તો મતિજ્ઞાનના ૨૮ ભેદ બની શકે નહિ. તથા બહુ, બહુવિધ આદિ ભેદ વડે પણ મતિજ્ઞાનના ઘણા વિકલ્પો હોવાથી મનથી પણ નિશ્ચય જ્ઞાન થાય છે. આ રીતે ઇન્દ્રિયો અને મન દ્વારા અવગ્રહ આદિ ક્રમથી નિશ્ચિત જ્ઞાન (નિશ્ચય) થાય છે. આમ ઇન્દ્રિયથી થતું જ્ઞાન નિશ્ચિત આકારવાળું દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરનારું જ છે પરંતુ દ્રવ્ય અને પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર નથી. પ્રશ્ન :- ઇન્દ્રિયો દ્વારા જે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થાય છે તે મનથી પણ થાય છે તો ઇન્દ્રિય વિષયક કેવી રીતે કહેવાય ? જવાબ :- આ તારું કથન અયોગ્ય છે. કેમ કે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન માનસ પણ થાય Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૨૭૯ છે. એ તો અમે કહ્યું જ ત્યારે તો મતિજ્ઞાનના ૨૮ આદિ ભેદો થાય. એટલે માનસ પ્રત્યક્ષ પણ ભલે થાય. એમાં શો વાંધો છે? અર્થાત્ કોઈ દોષ નથી. એટલે મનથી પણ દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન થાય છે, પણ તમે સર્વથા દ્રવ્ય-પર્યાયનું મનોવિજ્ઞાન અયથાર્થ છે. વિકલ્પરૂપ જ કલ્પનામાત્ર કહો છો તે અસત્ છે. નિષ્ણમાણ છે. દ્રવ્ય-પર્યાય મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર નથી પણ વસ્તુતઃ છે જ. ઇન્દ્રિયો અને મન દ્વારા અવગ્રહાદિના ક્રમથી તેનો નિશ્ચય થાય છે. આથી દ્રવ્ય-પર્યાય એ મનોવિજ્ઞાનના વિકલ્પમાત્ર છે. આવું તમારું જે કથન છે તે જ કલ્પિત છે. આ રીતે વિચારતાં લાગે છે કે વાદીને સાદ્વાદનું તત્ત્વજ્ઞાન સમજાયું નથી. માટે જ ગોથાં ખાય છે. જો અનેકાંતવાદ સમજાઈ જાય તો આવા અસત્ વિકલ્પો થાય નહિ. સ્યાદ્વાદનું રહસ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાપેક્ષ સતનું લક્ષણ છે.. તેથી દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ છે... એટલે જ અનેક ધર્મવાળી વસ્તુમાં પણ જિજ્ઞાસા કે વિવક્ષાથી ગૌણ-મુખ્યભાવે કોઈ ધર્મનું જ્ઞાન કરાય છે, નિરૂપણ કરાય છે. અંતે વસ્તુ ભેદભેદરૂપ જ છે. આવો ઈન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય થાય છે. આ છે અત્યાર સુધી આપણે વિચારેલ સ્યાદાદનું રહસ્ય... આ સ્યાદ્વાદનું રહસ્ય જાણી લીધું એટલે હવે એકાંત નયવાદીના કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ યુક્તિઓ દલીલો કે તર્કો આપણી સામે ટકી શકતા નથી. પહેલા આપણે પાનં. ૪૩૨થી ૪૫૩ સુધીમાં દ્રવ્યનય અને પર્યાયનયે જે પરસ્પર યુક્તિઓ આપી માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાયને સિદ્ધ કર્યા તે વિચાર્યું છે. હવે તે બંનેની બધી યુક્તિઓ, દલીલી, તર્કો ને સિદ્ધાંતોને આપણે સ્યાદ્વાદની પ્રક્રિયાથી વિચારીશું એટલે આપોઆપ દૂર થઈ જશે. સ્યાદ્ધવાદના સૂર્ય સામે ઘુવડ જેવી દૃષ્ટિવાળા તર્કો આપોઆપ નષ્ટ થઈ જાય છે. એકાંતવાદીના લૂલા સિદ્ધાંતો ટકી શકતા નથી. કેવી રીતે છે તે આપણે હવે ક્રમથી તેમની એક એક વાતને વિચારીએ અને પદાર્થના સત્ય સ્વરૂપનો બોધ કરીએ. માટે જ હવે વિસ્તારથી તેની વિચારણા શરૂ કરીએ છીએ. (૧) પહેલાં જે કહ્યું હતું કે...“રૂપાદિ સિવાય મૃદુ દ્રવ્ય છે. આ પ્રમાણે એક વસ્તુના આલંબનવાળું ચાક્ષુષ જ્ઞાન થાય છે તેનું ખંડન કરવું અશક્ય છે.” આ તર્ક કેવલ મીતિકલ્પના છે કેમ કે સ્યાદ્વાદી રૂપાદિથી દ્રવ્યને કથંચિત્ ભિન્નાભિન માને છે... દ્રવ્યવાદી ! આ તારો તર્ક સાદ્વાદની પ્રક્રિયાનો બોધ નહીં હોવાથી પોતાની મતિના વિલાસથી ઉઠાવેલ વિકલ્પમાત્ર છે. કારણ કે ઉપર અમે ભેદભેદવાળી વસ્તુ છે એ સિદ્ધ કર્યું છે તેથી રૂપાદિથી અત્યન્ત (સર્વથા) ભિન્ન કોઈ દ્રવ્ય છે જ નહિ. તો રૂપાદિ સિવાય માત્ર દ્રવ્યનું જ જ્ઞાન થાય છે તે કેવી રીતે બને ? Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તત્ત્વાર્થ સૂત્ર અથવા કથંચિત ભેદ માને તો તારા સિદ્ધાંતમાં બાધા આવે. જો તું રૂપાદિથી કથંચિત ભિન્ન દ્રવ્ય છે એમ સ્વીકારે તો તારા સિદ્ધાંતમાં બાધા આવે કેમ કે તું રૂપાદિ માનતો નથી. કથંચિત્ ભેદ માનતા રૂપાદિ સિદ્ધ થાય છે અને તે તો તું સ્વીકારતો નથી. કથંચિત્ ભેદ સિદ્ધ કરતા સિદ્ધ સાધ્યતા દોષ. -- વળી પણ જો તું કથંચિત્ ભેદ સિદ્ધ કરવા જાય છે તો બીજો સિદ્ધસાધ્યતાદોષ આવે છે. કેમ કે “સ્યાથી યુક્ત પદાર્થનું જ્ઞાન કરનાર અને “સ્માતુ' યુક્ત પદાર્થને કહેનાર સ્યાદ્વાદી તો કથંચિત ભેદ માને છે. અત્યંત ભેદ માનતો નથી. આથી તેમને તો સિદ્ધ જ છે અને તું તેને જ સાધ્ય બનાવી સિદ્ધ કરી રહ્યો છે એટલે તારા નિરૂપણમાં સિદ્ધસાધ્યતા’ નામનો દોષ આવે છે. આથી તારું સઘળુંય કથન અસમીચીન છે. તારી બધી વાત યુક્તિ વિનાની છે. (૨) ....વળી પણ જે તેં કહ્યું હતું કે...” ઘોર અંધકારમાં માત્ર માટીનું જ ગ્રહણ થાય આ કથન પણ સમીચીન છે... ..કેમ કે દ્રવ્ય-પર્યાયનો ભેદભેદ છે એ સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે આ ન્યાયથી પણ ઘોર અંધકારમાં માટીનું જ ગ્રહણ છે. આ કથન પણ યુક્તિરહિત છે. આ તર્ક પણ યુક્તિશૂન્ય છે. આ રીતે પણ તારો તર્ક યુક્તિશૂન્ય છે. શ્લોકાર્થ - વળી પણ... “પર્યાયથી રહિત એવું દ્રવ્ય કે દ્રવ્યથી રહિત પર્યાયો ક્યાંય, ક્યારેય, કોઈ પ્રમાણથી, કોઈ સ્વરૂપે, કોઈએ જોયા છે ?” અર્થાત્ દ્રવ્ય પર્યાયરહિત કે પર્યાય દ્રવ્યરહિત હોતાં જ નથી. ક્યારેય, કોઈએ, ક્યાંય, કોઈ પણ પ્રમાણથી, પર્યાયરહિત દ્રવ્ય કે દ્રવ્યરહિત પર્યાયો જોયા જ નથી. માટે જ પર્યાયરહિત (રૂપાદિ સિવાય) માત્ર મૃદ્રવ્યનું ગ્રહણ થતું જ નથી. સામાન્ય-વિશેષ પરસ્પર સાપેક્ષ છે નિરપેક્ષ નથી.. વિશેષ(પર્યાય)થી નિરપેક્ષ સામાન્ય સ્વરૂપ ધ્રૌવ્યાંશ (દ્રવ્ય) છે જ નહીં કે જે કેવલ ગ્રહણ થાય. વિશેષની અપેક્ષા વિનાનું એકલું સામાન્ય ગ્રહણ થતું જ નથી. તથા સામાન્યથી નિરપેક્ષ વિશેષ છે જ નહીં કે જે ઈન્દ્રિયોનો વિષય બને. દ્રવ્યથી નિરપેક્ષ એકલા વિશેષનું પણ જ્ઞાન થતું નથી. આથી પર્યાયરહિત એકલા મૃદ્ધવ્યનું જ્ઞાન થતું જ નથી. આ રીતે એકાંત દ્રવ્યાસ્તિકની એકાંત માન્યતાને સ્યાદ્વાદના “વસ્તુ ભેદભેદરૂપ છે એ સિદ્ધાંતથી દૂર કરી. દ્રવ્યનયના બંને Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ તર્કોને હટાવ્યા. - હવે પર્યાયનયનું જે નિરૂપણ છે કે માત્ર રૂપાદિનું જ ગ્રહણ થાય છે તેને આપણે વિચાર કરીએ છીએ કે– સામાન્યાંશનું ગ્રહણ અશક્ય છે તેથી વિશેષનું જ ગ્રહણ થાય છે. પર્યાયનય ! જો તું એમ કહેતો હોય કે અમે સામાન્યાંશ (ધ્રૌવ્યાંશ) નથી એમ નથી કહેતા, કારણ કે તે સામાન્યાંશ હોવા છતાં ગ્રહણ કાળે ગ્રહણ કરવા માટે અશક્ય છે અર્થાત્ જ્ઞાન કરીએ છીએ ત્યારે તેનું જ્ઞાન થવું અશક્ય છે માટે વિશેષનું જ ગ્રહણ થાય છે. એટલે કે પદાર્થનું જ્ઞાન કરીએ છીએ ત્યારે માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે પણ સામાન્યાંશનું જ્ઞાન થતું નથી. દા. ત. વનમાં નજર નાંખતાં જ આ આંબો છે, પીપળો છે, અશોક છે. આવું જ્ઞાન થાય છે પણ માત્ર વૃક્ષ છે આવું જ્ઞાન થતું નથી. મેળામાં હાટ માંડીને બેઠેલ દુકાનદારોની લાઈનમાં નજર નાંખતા જ આ માટીનો ઘડો છે, તાંબાનો ઘડો છે, સ્ટીલનો ઘડો છે આવું જ્ઞાન થાય છે પરંતુ માત્ર ઘડો છે આવું જ્ઞાન તો થતું જ નથી. એટલે સામાન્યાંશ હોવા છતાં માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે. સામાન્યથી રહિત વિશેષ આકાશકુસુમવત્ થશે... જો તું એમ કહે છે કે –“રૂપાદિનું જ જ્ઞાન થાય છે”. આ નિરૂપણ દ્વારા અમે સામાન્યાંશનો નિષેધ જ કરીએ છીએ એવું નથી, પરંતુ પદાર્થનો બોધ કરતા માત્ર વિશેષનું જ જ્ઞાન થાય છે, સામાન્યાંશનું જ્ઞાન થતું નથી એમ કહીએ છીએ... તો તો તારા કથનથી વિશેષનો અભાવ જ સિદ્ધ થશે, કેમ કે સામાન્યાંશ એ વિશેષનું શરીર છે. એ શરીરનો અભાવ છે. આથી શરીર વગરનો વિશેષ એ તો પદાર્થ બને જ કેવી રીતે ? શરીર વગરનો ભાવ એ તો વિભાવ હોવાથી સત્તારહિત હોવાથી આકાશકુસુમની જેમ થશે. એટલે સામાન્યથી રહિત વિશેષ આકાશકુસુમની જેમ હોવાથી તેનું જ્ઞાન જ ક્યાંથી થાય ? આકાશકુસુમનો અભાવ છે તેમ સામાન્યાંશ સિવાય વિશેષ છે જ નહીં. તો તેનું જ્ઞાન ક્યાંથી થાય ? માટે વિશેષનું જ જ્ઞાન થાય છે આ વાત બરાબર નથી. એકલા વિશેષ ગ્રહણમાં અનુભવવિરોધ... વળી એકલા વિશેષનું જ જ્ઞાન થાય છે એમ માનવામાં અનુભવનો વિરોધ આવશે. કેમ કે સામાન્યનું જ્ઞાન થાય છે એ તો અનુભવસિદ્ધ છે દા. ત. તમે બગીચામાં પ્રવેશતાં જ આ ગુલાબ છે, મોગરો છે એવું જ્ઞાન કરો છો પણ એ ફૂલ છે એનું જ્ઞાન તો તમને છે જ ત્યારે જ તો તમે ગુલાબનું ફૂલ કહેવાય, આંબાનું ઝાડ કહેવાય. આવું બોલી શકો છો. સામાન્યથી તમને ફૂલનું જ્ઞાન છે ત્યારે જ અનેક જાતનાં પુષ્પોનું જ્ઞાન કરી શકો છો. સામાન્યથી વૃક્ષનું જ્ઞાન છે ત્યારે જ આ આંબાનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ એવું જ્ઞાન કરો છો. માટે સામાન્યનું જ્ઞાન થાય છે એ અનુભવસિદ્ધ જ છે. માટે સામાન્યથી રહિત વિશેષમાત્રનું જ ગ્રહણ થાય છે આવું કહેનાર છે વાદી ! તારા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તત્ત્વાર્થ સૂત્ર મતમાં આ બધા દોષો આવે છે. ઉપર બતાવ્યા મુજબ (૧) વિશેષ આકાશકુસુમવત થઈ જશે. (૨) અનુભવમાં વિરોધ આવશે. માટે સામાન્યાંશ સહિત વિશેષ સ્વીકારવો જ જોઈએ. એટલે જો તું એમ કહે કે સામાન્યાંશ નથી એવું અમે નથી કહેતા પરંતુ જ્ઞાનમાત્ર વિશેષનું જ થાય છે તે વાત બરાબર નથી. સામાન્યાંશ સહિત જ વિશેષનું જ્ઞાન થાય છે તે વાત બરાબર છે. બંનેના ગ્રહણમાં સંકર દોષ.. સામાન્ય નિરપેક્ષવિશેષ નથી અને વિશેષ નિરપેક્ષ સામાન્ય નથી. આમ જો તમે બંનેનું પ્રહણ થાય છે આવું માનશો તો ઇન્દ્રિય વિષય સંકર થશે. કારણ તમારા કહેવા મુજબ વસ્તુ સામાન્ય-વિશેષ-ઉભયાત્મક છે. તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જ્ઞાન પણ તેવું થશે માટે ઇન્દ્રિયવિષય સંકરદોષ આવશે. સંકરદોષનું નિવારણ તમારું આ કહેવું બરાબર નથી. કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો જ્યારે સામાન્યાંશના ગ્રહણમાં વ્યાપાર હોય છે ત્યારે એ વિશેષ વિષયોને ગ્રહણ કરવામાં વ્યાપૃત હોતી નથી. કારણ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો જે જ્ઞાન કરી રહી છે તેનો ક્ષયોપશમ જ તેવા પ્રકારનો છે અર્થાત્ ઇન્દ્રિયોથી થતા જ્ઞાનનો રોકનાર ને મતિજ્ઞાનાવરણ અને ચક્ષુદર્શનાવરણ કર્મ છે તેનો ક્ષયોપશમ જ એવો છે જેનાથી બધી ઈન્દ્રિયો માત્ર સામાન્યનું જ્ઞાન કરવામાં જ વ્યાપારવાળી હોય છે પરંતુ એકબીજાના વિશિષ્ટ સર્વથા વિલક્ષણ અર્થગ્રહણમાં વ્યાપારવાળી હોતી નથી કેમ કે તે પ્રમાણે દેખાય છે. ઇન્દ્રિયો જ્યારે સામાન્યાંશનું જ્ઞાન કરતી હોય છે ત્યારે વિશેષાંશનું જ્ઞાન કરતી નથી. પણ વસ્તુ તો સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ છે.... સર્વ વસ્તુ પરસ્પર વિલક્ષણ જ છે તેથી સામાન્યાંશની સંભાવના પણ થઈ શકતી નથી. આવી શંકાના સમાધાનમાં કહે છે કેસામાન્યાંશની સિદ્ધિમાં યુક્તિ.... તમે જે સામાન્યાંશનો નિષેધ કરો છો પણ તે નથી જ એવું સિદ્ધ કરનાર કોઈ યુક્તિ છે જ નહિ. કેમ કે સામાન્ય એટલે સમાનતા સદશતા તો વિવક્ષિત વસ્તુ સર્વ પ્રકારે બીજી વસ્તુની સાથે અસદશ સ્વરૂપમાં રહે તો તે સત્ ન કહેવાય. જો વસ્તુ સર્વ પ્રકારે અતુલ્ય હોય, કોઈ પણ પ્રકારની બીજી વસ્તુઓની સાથે સમાનતા ન હોય તો તે વંધ્યાપુત્રની જેમ અસતુ થશે. વંધ્યાપુત્ર કોના જેવો ? છે જ નહીં, કારણ કે તેવો પદાર્થ જ નથી. આથી વાસ્તવિક વંધ્યાપુત્ર છે જ નહિ. એવી રીતે આ કોઈ પણ વસ્તુ છે. તે કોઈક રીતે તો કોઈના જેવી હોય ને ? ત્યારે તો આ વસ્તુ છે એમ કહી શકાય. આથી વિવક્ષિત ૧. આ દોષ બરાબર બેસાડવાનો છે. જુઓ ૨-૧૮ સૂત્રની ભાષ્ય ટીકા. Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૨૮૩ વસ્તુનું સત્પણું ઇચ્છનારે અર્થાત્ “આ વસ્તુ છે', “સત છે' આવું ઇચ્છતા હોય તેને બીજી વસ્તુ સાથે કોઈ પણ પ્રકારે તુલ્યતા અવશ્ય સ્વીકારવી જ જોઈશે. તે તુલ્યતા કોણ ? સામાન્ય, ધ્રૌવ્યરૂપ જે સામાન્ય છે તે જ વસ્તુમાત્રની સમાનતા છે. આ વસ્તુ છે. આ પણ વસ્તુ છે, પેલી પણ વસ્તુ છે. આમ વસ્તુનો બોધ થાય છે તેમાં રહેલ પ્રૌવ્યાંશરૂપ સામાન્ય(વસ્તુત્વ)ને લઈને થાય છે. આ પણ મનુષ્ય છે. આ પણ મનુષ્ય છે આવું જ્ઞાન કોને લઈને થાય છે? શું ઇન્દ્રિયોને લઈને ? ઇન્દ્રિયો તો કોઈને ઓછીવત્તી પણ સંભવે. વર્ણ બધાનો સમાન નથી હોતો. આકાર સમાન નથી હોતો. ઊંચાઈ સરખી નથી હોતી. તો આ બધા માનવ છે. આવું જ્ઞાન શાનાથી થાય ? આકાર, વર્ણ, ઊંચાઈ, ઇન્દ્રિયોમાં તો અસમાનતા છે. તો કહેવું જ પડશે કે કોઈ એક સમાનતા-તુલ્યતા છે જેનાથી બધા માનવ છે તે જણાય છે. તે છે દ્રૌવ્યાંશરૂપ સામાન્ય માનવતા. માનવતા બધામાં સમાન છે. આ રીતે “વસ્તુ છે' આવું જ્ઞાન તુલ્યતા–બીજી વસ્તુની સાથે સદશતા સ્વીકારવાથી જ થાય છે. માટે સામાન્યાંશ સિદ્ધ થાય છે. સામાન્યાંશ પરિકલ્પિત છે માટે તુલ્યતા બની શકે નહીં. પૂર્વપક્ષ - કલ્પિત સામાન્યથી ભાવાંતરની ભાવાંતર સાથે તુલ્યતા રહો એમાં શો દોષ ? આ તુલ્યત્વ બુદ્ધિથી પરિકલ્પનારૂપ જ સામાન્યમાં ઘટી શકે નહિ. કેમ કે કલ્પનારૂપ શરીરવાળા સામાન્યનો વસ્તુની સાથે–પારમાર્થિક વસ્તુ સાથે સંબંધ બની શકતો નથી. એટલે દોષો કાયમના કાયમ રહે છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે કે – પરિકલ્પ એ અતાત્ત્વિક હોવા છતાં પણ તત્ત્વથી વસ્તુમાં જ તેવા પ્રકારની બુદ્ધિને પેદા કરે છે. અવસુ એવા વાજીવિષાણ આદિમાં એવા પ્રકારની બુદ્ધિને પરિકલ્પ કેમ પેદા કરતો નથી ? એમાં શું કારણ છે? અર્થાત્ કોઈ કારણ નથી. વિકલ્પ વસ્તુને લઈને જ થાય છે. ત્યારે સામાન્ય તો પરિકલ્પિત છે. એટલે અવસ્તુ છે. તત્ત્વથી વસ્તુ નથી તો સામાન્યને લઈને વિકલ્પ કેવી રીતે કેવી રીતે થાય ? સામાન્યાંશ છે આ તો બુદ્ધિની માત્ર કલ્પના જ છે. તેમાં સમાનતાની બુદ્ધિ થાય નહિ. કારણ કે જે પરિકલ્પિત હોય છે, માત્ર કલ્પના હોય છે તેનો વસ્તુ સાથે સંબંધ હોતો નથી. માટે સામાન્યાંશ નથી. માટે ઉપર જે દોષો કહ્યા છે તે બધા કાયમના કાયમ રહે છે. એ જ વાતને સ્પષ્ટ કરે છે. કલ્પના વસ્તુમાં જ થાય છે. કદાચ માની લો કે વાસ્તવિકતત્ત્વથી ન હોય, પરિકલ્પિત હોય તો કલ્પના પણ વસ્તુઓમાં જ તેવા પ્રકાસ્ની બુદ્ધિ પેદા કરાવે છે, અવસ્તુ એવા વાજીવિષાણ આદિમાં નથી પેદા કરાવતી તેમાં શું કારણ છે? અર્થાત્ કોઈ કારણ છે નહીં. એટલે કલ્પના પણ વસ્તુમાં જ થાય. એટલે સામાન્યાંશ વાસ્તવિક નથી, કલ્પના માત્ર છે તો તે પણ વસ્તુમાં જ થાય. વસ્તુ હોય તો જ કલ્પના થાય છે. ઘોડાના શીંગડા અવસ્તુમાં કલ્પના થતી નથી. એ કોઈ વસ્તુ જ નથી તો તેમાં કોઈ કલ્પનાબુદ્ધિ પેદા થઈ શકતી નથી. તેમાં સામાન્ય જો અવસ્તુ છે માટે તેમાં કોઈ કલ્પના જ ન થાય. Page #293 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વિકલ્પ વસ્તુમાં જ થઈ શકે છે, અવસ્તુમાં નહીં. તેથી વસ્તુમાં જ સદશતા છે, અવસ્તુમાં નહીં માટે શંકા કરે છે કે—વસ્તુને લઈને જ કલ્પના થાય છે. શંકા :- વિકલ્પ વસ્તુને પકડીને પ્રવર્તે છે. સમાધાન :- આ તારી વાત ખોટી છે. કેમ કે તે વસ્તુનું વસ્તુપણે નિર્ધારણ નહીં હોવાથી વસ્તુનું ઉપાદાન કરીને કારણતા છે તે ખોટી વાત છે. અર્થાત્ કૈવલ વસ્તુ એ વિકલ્પમાં કારણ બની શકે નહિ. વસ્તુરૂપે જ વસ્તુ કારણ છે આવો નિર્ધાર થાય તો જ વસ્તુ વિકલ્પનું કારણ છે આવું કહી શકાય ! અને વસ્તુનું વસ્તુપણું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે એટલે ધ્રૌવ્યાંશ (સામાન્યાંશ) સિવાય નિર્ણય થઈ શકે નહિ. સામાન્યાંશ સિવાય વસ્તુના વસ્તુપણાનો નિર્ધા૨ થઈ શકે નહિ. માટે સામાન્યાંશ છે એ સિદ્ધ થાય છે. ૨૮૪ હવે સર્વથા સામાન્યરૂપ જ વસ્તુ છે એવું પણ નથી માટે કહે છે કે— વિશેષાંશની સિદ્ધિમાં યુક્તિ... વળી સર્વ પ્રકારે વસ્તુની બીજી વસ્તુ સાથે તુલ્યતા જ છે એવું નથી. અર્થાત્ બધી જ વસ્તુ સર્વથા સમાન છે એવું નથી. જો સર્વ પ્રકા૨ે તુલ્યતા હોય તો અસમાનતાનો અભાવ થાય કેમ કે વિરૂપતાનો અભાવ છે. તેથી આ વસ્તુ આ વસ્તુથી જુદી છે આવું જે જ્ઞાન થાય છે તે ન થાય. કેમ કે કોઈ પણ પ્રકારે વસ્તુમાં ભેદ તો રહ્યો જ નહિ. એટલે સર્વ પ્રકારે વસ્તુ સમાન હોવાથી કોઈ પણ પ્રકારે વસ્તુમાં ભેદ રહ્યો નથી તેથી આપણે વિવક્ષિત વસ્તુ, બીજી વસ્તુથી જુદી છે આવી પ્રતીતિ થાય છે તે ન થાય ! માટે જ ભેદને ઇચ્છનાર, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરનારાઓએ કોઈક આકારથી (કોઈ પ્રકારે) તો વિરૂપતા (વિસŁશતા) પણ સ્વીકારવી જ જોઈએ. તો જ ભેદની પ્રતીતિ થઈ શકશે. માટે વિશેષાંશ પણ છે જ એ સિદ્ધ થાય છે. આ રીતે હંમેશા સર્વ વસ્તુ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે એવું સ્વીકારવું જોઈએ. કેમ કે— સદેશતા હોવાથી—આ જેમ વસ્તુ છે તેમ આ પણ વસ્તુ છે આવું જ્ઞાન થાય છે એટલે સમાનતા ‘વસ્તુ છે' આવી પ્રતીતિ કરાવે છે માટે સામાન્યાંશ છે. તેવી રીતે વિસદશતા હોવાથી—આ વસ્તુથી આ વસ્તુ જુદી છે આવું જ્ઞાન થાય છે એટલે અસમાનતા ‘વસ્તુ જુદી છે' આવી પ્રતીતિ કરાવે છે માટે વિશેષાંશ છે. આ પ્રમાણે પ્રતીતિ થાય છે માટે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે એ સિદ્ધ થાય છે માટે સામાન્ય-વિશેષ બંને સ્વીકારવું જ જોઈએ. વાદી :- તમે સામાન્ય-વિશેષ ઉભયાત્મક વસ્તુ કહો છો પણ તે કેવી રીતે બની શકે ? કેમ કે સામાન્યનું લક્ષણ જુદું છે, વિશેષનું લક્ષણ જુદું છે. બંને જુદા જુદા લક્ષણવાળા હોવાથી એ બંનેનો તો અત્યન્ત ભેદ છે તો એકમાં કેવી રીતે મનાય ? Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૨૮૫ સ્યાદ્વાદી :- વસ્તુ શબલરૂપ—ચિત્રસ્વભાવ છે. આથી સામાન્ય-વિશેષનો અત્યંત ભેદ નથી. એટલે કે સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુનું સ્વરૂપ છે. જેમ અનેકરૂપ એકમાં હોય ત્યારે તે શબલ કહેવાય છે તેમ સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુમાં હોવાથી શબલ' કહેવાય છે. દા. ત. ચિત્રપટ જેમ ચિત્રમાં અનેકરૂપ હોવા છતાં ચિત્રરૂપ નીલ, પીતાદિથી અત્યંત ભિન્ન નથી તેમ શબલ હોવા છતાં સામાન્ય અને વિશેષ બંને અત્યંત ભિન્ન નથી. શબલરૂપ હોવાથી સામાન્ય(વસ્તુ) અને વિશેષ (વસ્તુ) બંનેનો અત્યંતભેદ મનાય નહિ. અર્થાત્ સામાન્ય (વસ્તુ) એ જ વિશેષ (વસ્તુ) છે અને વિશેષ (વસ્તુ) એ જ સામાન્ય (વસ્તુ) છે. આ સામાન્ય છે અને આ વિશેષ છે આવો ભેદ પડી શકે નહિ. સામાન્ય-વિશેષ વસ્તુનું સ્વરૂપ ન મનાય તો વસ્તુનો જ અભાવ થશે. અમે ઉપર કહી ગયા છીએ કે અત્યંત ભિન્ન એવા માત્ર સામાન્ય અને માત્ર વિશેષ જ માનીએ તો દોષ આવે છે અને વસ્તુનો જ અભાવ થાય છે. જો વસ્તુનું વસ્તુત્વથી પણ બીજી વસ્તુ સાથે અતુલ્યપણું હોય તો બીજી વસ્તુ છે તે વસ્તુ નહીં બને. અર્થાત્ જેમ આ પણ વસ્તુ છે તેમ આ પણ વસ્તુ છે કેમ કે બંનેમાં વસ્તુત્વ છે. આ રીતે સાદશ્ય ન રહે તો તો અસમાનતા થવાથી બીજી પણ વસ્તુ છે એ કહી શકાય નહીં એટલે એક વસ્તુ અવસ્તુ થઈ જશે. તમે બંનેને વસ્તુ કહો તો આ પણ વસ્તુ અને આ પણ વસ્તુ એ કયા કારણથી ? કંઈક તો સમાનતા હોય જ ને ? હવે સમાનતા નથી સ્વીકારતા એટલે આ પણ વસ્તુ છે એ તમે કહી શકતા નથી. કેમ કે ‘પણ’ શબ્દ વાપરો છો ત્યારે તેના જેવી બીજી પણ વસ્તુ હોવી જોઈએ. તે તો નથી કારણ કે સાદશતા સ્વીકારતા નથી એટલે ‘આ બીજી પણ વસ્તુ છે' એમ કહી શકાય નહિ. માટે જ વસ્તુના વસ્તુપણે પણ બીજી વસ્તુ અતુલ્ય રહે અર્થાત્ સાદૃશ્ય ન રહે તો તેમાંથી એક વસ્તુ અવસ્તુ થઈ જાય એટલે કે એનો અભાવ થઈ જાય. વળી વસ્તુત્વ અને વિશેષની સાથે સામાન્ય અવિનાભાવી છે એટલે કે સામાન્ય અને વિશેષ વિના વસ્તુત્વ નથી, અને વસ્તુત્વ વિના સામાન્ય વિશેષ નથી તેથી જો વસ્તુત્વ નથી તો તેના વિના સામાન્ય અને વિશેષ પણ નથી. ઉપર પ્રમાણે સામાન્યનો અભાવ સ્વીકાર્યો તો આ ૧. વસ્તુત્વરૂપે બધી વસ્તુઓનું ઐકય છે. જેમ સત્ત્વધર્મ લઈએ તો બધા પદાર્થો સત્ કહેવાય. આ ઐક્ય કહેવાય, અને પોતપોતાના અસાધારણરૂપથી ભેદ છે. જેમ જીવ અને પુદ્ગલ. ચેતનત્વ એ જીવનું અસાધારણરૂપ છે અને અચેતનત્વ એ પુદ્ગલનું અસાધારણરૂપ છે. આ રીતે પોતપોતાના અસાધારણરૂપથી જીવ અને પુદ્ગલનો ભેદ છે. સત્ત્વધર્મ લઈએ તો જીવ, પુદ્ગલ બંને એક છે. આનું નામ સામાન્ય. હવે અસાધારણ ધર્મ ચેતનત્વ અને અચેતનત્વ આ બંને ધર્મને લઈને ભેદ બતાવાય છે તે જ વિશેષ છે. એટલે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. ૨. તદ્ અવિનાભાવનો શબ્દાર્થ લઈએ તો વસ્તુત્વ વિના વસ્તુનો અભાવ હોવાથી બીજાનો પણ અભાવ થશે. તે આ રીતે—એક વસ્તુની સાથે બીજી વસ્તુની તુલ્યતા ત્યારે જ બની શકે કે તે બંને અવસ્તુ હોય, જો વસ્તુ હોય તો વસ્તુત્વ બંનેમાં છે. તો વસ્તુત્વથી બંનેની તુલ્યતા કોણ હટાવી શકે છે ? વસ્તુત્વ ન હોય તો જ વસ્તુત્વાભાવ થાય. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ બીજી વસ્તુ(વિશેષ)નો પણ અભાવ સિદ્ધ થાય. આ રીતે સામાન્ય અને વિશેષ બંનેનો અભાવ થશે. વસ્તુ તો સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. સામાન્ય-વિશેષ સિવાય કોઈ વસ્તુ જ નથી. જો સામાન્ય-વિશેષ વસ્તુનું સ્વરૂપ ન મનાય તો વસ્તુનો અભાવ જ થશે. જગતમાં કોઈ વસ્તુ જ નહિ રહે. આ રીતે સ્યાદ્વાદીએ સમજાવ્યું કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. બંનેનો અત્યંત ભેદ નથી. વસ્તુ શબલરૂપ છે એટલે ઉભયરૂપ જ છે. માત્ર એક ઇચ્છશો તો તેનો અભાવ થશે અને સામાન્યવિશેષ અવિનાભાવી છે તેથી બીજાનો પણ અભાવ થશે. આ રીતે સર્વ શૂન્ય થઈ જશે. તત્ત્વાર્થ સૂત્ર વસ્તુના અભાવની આપત્તિ ઇષ્ટ છે એમ નહીં કહી શકાય... હવે જો શૂન્યવાદી ! તમે કહો કે ‘સર્વ શૂન્ય’ થાય, સર્વ વસ્તુનો અભાવ થાય એ તો અમે ઇચ્છીએ જ છીએ. અમને ઇષ્ટ છે. તમારું આ કથન અયુક્ત છે. આવું તમે નહિ કરી શકો. કેમ કે પ્રમાણ પણ છે, પ્રમેય પણ છે. પ્રતિપાદ્ય પણ છે અને પ્રતિપાદક પણ છે. જગતમાં જ્ઞાન કરનાર, જ્ઞાન કરવા યોગ્ય પદાર્થો અને તેનું જ્ઞાન આ બધું છે જ. ભણતા વિદ્યાર્થીઓ પદાર્થોનું જ્ઞાન મેળવી રહેલા દેખાય જ છે. આ બધાનો સદ્ભાવ છે જ માટે સર્વ શૂન્ય છે એવું તમે કહી શકતા નથી. કથામાં તારે પણ જગત સત્ય છે એની સામે કોઈ પ્રમાણથી શૂન્યતા સિદ્ધ કરવી પડશે ત્યારે શૂન્યતા એ પ્રમેય થશે અને તેને સિદ્ધ કરનારું પ્રમાણ આપવું પડશે. એટલે પ્રમાણ અને જગત સત્ય છે એ કહેનાર પ્રતિપાદ્ય છે અને તું પોતે શૂન્યવાદી પ્રતિપાદક થશે. આવું ત્યારે સ્વીકારવું જ પડશે. એટલે તારે પણ પ્રમાણ, પ્રમેય, પ્રતિપાદ્ય, પ્રતિપાદક છે. માટે સર્વશૂન્યતા હોઈ શકતી જ નથી. આ જ રીતે બીજા પણ પદાર્થોની સિદ્ધિ થઈ જશે અને શૂન્યતામાં પ્રમાણનો ઉપન્યાસ કર્યા વગર શૂન્યતાથી સિદ્ધિ કેવી રીતે થાય ? અને શૂન્યતાની સિદ્ધિમાં પ્રમાણની અપેક્ષા ન રખાય જગત સત્ય છે તેને માટે પણ પ્રમાણની જરૂર નહીં રાખવી જોઈએ, એ પણ પ્રમાણ વગર જ સિદ્ધ થઈ જશે. આવા અભિપ્રાયથી કહે છે કે—à શૂન્યવાદી ! તું સર્વ શૂન્ય છે એવું ઇષ્ટ કરે તો તે અયુક્ત છે. શૂન્યવાદી :- આ બધું છે, આવો વ્યવહાર થાય છે તે તો સાવૃત છે. અપારમાર્થિક છે. સંવૃત્તિથી થયેલો વ્યવહાર છે. વાસ્તવિક આ કોઈ ચીજ છે જ નહિ, માત્ર કાલ્પનિક વ્યવહાર છે. એટલે કથામાં પ્રમાણ, પ્રમેય, પ્રતિપાદ્ય, પ્રતિપાદકનો જે વ્યવહાર થાય છે, તે સાંવૃત્તિક છે, વાસ્તવિક નથી. સ્યાદ્વાદી : ૧. તે પણ અસત્ છે. તારી આ વાત પણ બરાબર નથી. 'सांवृतं काल्पनिकम्' सम्मति तत्त्व सोपाने पृ० ९८ - संमतितर्क भा० २, पृ० २९५, पं० २० Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ સંવૃત્તિ પ્રમાણ છે કે અપ્રમાણ... તેં જણાવ્યું કે આ બધો સંવૃત્તિથી થતો કાલ્પનિક અપારમાર્થિક વ્યવહાર છે તો અમે તને પૂછીએ છીએ કે સંવૃત્તિ પ્રમાણ છે કે અપ્રમાણ ? પ્રમાણ કહે તો સાંવૃત્તિ સત્ થશે... જો તું ‘સંવૃતિ પ્રમાણ છે' એમ કહીશ તો એમાં કોઈ બાધક પ્રમાણ ન હોવાથી સંવૃત્તિ પરમાર્થથી સત્ સિદ્ધ થશે. જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ પરમાર્થથી સત્ છે તેમ સંવૃત્તિ પણ સત્ સિદ્ધ થશે. ૨૮૭ અપ્રમાણ કહે તો મૂર્ખ છે... હવે જો ‘સંવૃત્તિ અપ્રમાણ છે' એમ કહીશ તો હે મૂર્ખ ! તારો આ સાંવૃત વ્યવહાર છે’ એ કહેવાનો પ્રયાસ વ્યર્થ સિદ્ધ થાય છે. કેમ કે બુદ્ધિપૂર્વક વ્યવહાર કરનારા બુદ્ધિશાળીઓનો વ્યવહાર પ્રમાણ અને પ્રતીતિને આધીન હોય છે. જ્યારે તું તો જે સંવૃત્તિ અપ્રમાણ છે તેનાથી વ્યવહાર કરે છે માટે મૂર્ખ છે. આ રીતે શૂન્યવાદીએ પોતાની માન્યતાને અનુસાર ‘કોઈ વસ્તુ છે જ નહિ’ ‘છે એવો વ્યવહાર અપારમાર્થિક છે' તે રજૂ કર્યું. પરંતુ સ્યાદ્વાદીના પ્રશ્નથી તો બંને તરફથી ફસાયો. કારણ કે જો ‘સંવૃત્તિ પ્રમાણ કહે તો બધું પારમાર્થિક છે એ સિદ્ધ થાય.' ‘સંવૃત્તિ અપ્રમાણ કહે તો મૂર્ખ ઠરે..' સર્વશૂન્યતાના ભયથી ઉભય સ્વીકારે તેના કરતાં ઉભય સ્વભાવ વસ્તુ છે આવો સ્વીકાર કર ને! આ બધી આપત્તિઓનું કારણ છે ‘સર્વ શૂન્ય છે' આવો સિદ્ધાંત. એટલે હવે સર્વશૂન્યતાના પ્રસંગથી ડરીને જો તું કહે કે—‘વસ્તુત્વથી સામાન્ય અને વિશેષ તુલ્ય છે' આવું સ્વીકારીએ છીએ. અર્થાત્ વસ્તુત્વ તો સામાન્યમાં પણ છે અને વિશેષમાં પણ છે. બંનેમાં વસ્તુત્વ છે. આથી વસ્તુત્વથી બંને સમાન છે. એટલે સામાન્ય પણ વસ્તુ છે અને વિશેષ પણ વસ્તુ છે. આ રીતે વસ્તુત્વથી તુલ્ય હોવાથી અમે બંનેને સ્વીકારીએ છીએ. તો તો અમે કહીએ છીએ કે ‘વસ્તુ જ સામાન્ય અને વિશેષ છે, વસ્તુથી જુદું કોઈ સામાન્ય-વિશેષ નથી એમ કહી તું બંનેને સ્વીકારે છે તેના કરતાં ‘સર્વ વસ્તુ (પદાર્થ) સામાન્યવિશેષ સ્વભાવવાળી છે આવું નિઃશંકપણે સ્વીકાર કરને ! ઉભય સ્વભાવ મનાય તો બંને સંકીર્ણ થઈ જશે... તમારું કથન છે ‘સામાન્ય-વિશેષ ઉભય સ્વભાવવાળી વસ્તુ છે'... પરંતુ જો આવું સ્વીકારાય તો તો પરસ્પર સ્વભાવનો ભેદ નહીં હોવાથી સામાન્ય અને વિશેષની સંકીર્ણતા થઈ જશે. સામાન્યનો સ્વભાવ છે અભેદરૂપ અને વિશેષનો સ્વભાવ છે ભેદરૂપ. પણ વસ્તુ ઉભય સ્વરૂપ મનાય એટલે બંને સંકીર્ણ થઈ ગયા. (ભેગા મળી ગયા.) એટલે હવે પરસ્પર જે જેનો સ્વભાવ છે તેનો વિરહ તો રહ્યો નહિ. અર્થાત્ સામાન્યનો અભેદરૂપ સ્વભાવ છે તેમાં વિશેષનો ભેદરૂપ સ્વભાવ રહેવો ન જોઈએ. પરંતુ જ્યાં સામાન્ય છે ત્યાં વિશેષ છે. જ્યાં વિશેષ છે ત્યાં Page #297 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર સામાન્ય છે. બંને એક આશ્રયમાં રહેલા છે એટલે પરસ્પર સ્વભાવનો વિરહ ન રહ્યો પરંતુ બંને ત્યાં રહ્યા એટલે સામાન્ય અને વિશેષને જુદા નહિ પાડી શકીએ. આ રીતે ‘સામાન્ય વિશેષ ઉભયાત્મક વસ્તુ છે' આવું મનાય તો પરસ્પર સંકીર્ણત! થઈ જશે. સામાન્ય-વિશેષ બંને સંકીર્ણ થઈ જશે. ૨૮૮ સંકીર્ણતામાં પણ ધર્મભેદથી વ્યવહાર થશે. સંકીર્ણ થઈ જાય તો ભલે એમાં કશું ગભરાવા જેવું નથી. કેમ કે ધર્મભેદની પ્રસિદ્ધિથી સમસ્ત વ્યવહારની પ્રસિદ્ધિ થઈ જશે. દા. ત. કારકશક્તિ. જેમ કારકશક્તિઓ એક દ્રવ્યમાં અનેક હોવા છતાં બધી કારક શક્તિઓ જુદી જુદી પ્રસિદ્ધ છે. કારણ કે આ કારક શક્તિઓ એક દ્રવ્યથી જુદી નહીં હોવાથી સંકીર્ણ થઈ જાય છે છતાં પણ કાર્યતા ભેદથી વિશિષ્ટ વ્યવહારનાં હેતુરૂપે ભેદવાળી જ પ્રાપ્ત થાય છે. તેમ સામાન્ય અને વિશેષ પણ વસ્તુમાં સંકીર્ણ હોવા છતાં ધર્મભેદની પ્રસિદ્ધિથી બધો વ્યવહા૨ બરાબર થઈ જશે. કેમ કે સામાન્યધર્મ અને વિશેષધર્મનો ભેદ છે. બંને જુદા છે. એટલે એક જ વસ્તુમાં બંને સંકીર્ણ હોવા છતાં ધર્મભેદ હોવાથી વ્યવહાર સુચારુ બનશે. સામાન્ય અને વિશેષથી ભિન્ન કોઈ દ્રવ્યાંશ નથી... આ રીતે સામાન્ય અને વિશેષ ઉભયાત્મક વસ્તુ છે. પરંતુ કોઈએ (વૈશેષિકે) સામાન્ય અને વિશેષથી જુદો કોઈ આ બંનેના આધારરૂપ દ્રવ્યાંશ છે. આવી કલ્પના કરી છે. પરંતુ તેઓએ કલ્પેલ સામાન્ય અને વિશેષથી ભિન્ન કોઈ દ્રવ્યાંશ છે જ નહિ. તુલ્યઅંશ અને અતુલ્યઅંશની જ ઉપલબ્ધિ છે... સામાન્ય અને વિશેષથી જુદી કોઈ વસ્તુ નથી કે જેથી સામાન્ય અને વિશેષના આધારભૂત જુદો દ્રવ્યાંશ મનાય. બીજાઓએ કલ્પેલ આ બેથી જુદો દ્રવ્યાંશ છે નહીં કેમ કે તુલ્ય અંશ અને અતુલ્યઅંશ સિવાય દ્રવ્યાંશની ઉપલબ્ધિ નથી. અર્થાત્ તુલ્ય અંશ (સામાન્ય) અને અતુલ્ય અંશ (વિશેષ) આ બે અંશથી ભિન્ન દ્રવ્ય અંશની ઉપલબ્ધિ નથી. આ બે અંશની ઉપલબ્ધિના કારણ... કદાચ તમે પ્રશ્ન કરો કે શું એવું છે કે બે અંશની જ ઉપલબ્ધિ થાય ? માત્ર બેનું જ ૧. દા. ત. ચૈત્ર (દ્રવ્ય) ચૈત્ર કરે છે ત્યારે ચૈત્ર કર્તા છે, ચૈત્રને મારે છે ત્યારે ચૈત્ર કર્મ છે, ચૈત્ર વડે પ્રાપ્ત થાય છે ત્યારે ચૈત્ર કરણ બને છે. ચૈત્રને આપે છે ત્યારે ચૈત્ર સંપ્રદાય બને છે. ચૈત્રથી છૂટું પડે છે ત્યારે ચૈત્ર અપાદાન બને છે. ચૈત્રમાં જ્ઞાન છે ત્યારે ચૈત્ર અધિકરણ બને છે. આ બધા કારકો ચૈત્રમાં છે. છતાં જે વખતે જે કાર્યની જરૂર પડે તે વખતે ચૈત્રમાં રહેલા કોઈ કારકનો ઉપયોગ થાય છે. આમ એક દ્રવ્યમાં અનેક કારક હોવા છતાં એ કા૨ક શક્તિઓ ભેદવાળી જુદી જુદી છે એનું જ્ઞાન થાય છે. ૨. અતિરિત્ઝા ને બદલે અવ્યતિòિાત્ પાઠ રાખીને અર્થ કર્યો છે. ૩. જેમ કે- એક જ દંડ ઘટનું કારણ બને છે અને ગાયોને લાવવામાં કારણ બને છે વગેરે....આવો જે વ્યવહાર છે તે વિશિષ્ટ વ્યવહાર છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ જ્ઞાન થાય? ૨૮૯ હા, દ્રવ્યાંશવાદી ! વસ્તુ બે પ્રકારે જણાય છે. વસ્તુનું જ્ઞાન બે પ્રકારે જ થાય છે. (૧) અનુવૃત્તિ' પ્રત્યય = ‘આ વસ્તુ છે', ‘આ વસ્તુ છે’ આવું સાદૃશ્યજ્ઞાન. (૨) વ્યાવૃત્તિ પ્રત્યય = ‘આ વસ્તુ આ નથી આ છે' આવું વિસર્દેશ જ્ઞાન. આ બે સિવાય જ્ઞાન કરવાની કોઈ ત્રીજી રીત નથી. આ બે પ્રત્યયપ્રવૃત્તિ છે, ત્રીજી કોઈ પ્રત્યયપ્રવૃત્તિ નથી. માટે બે અંશની ઉપલબ્ધિ થાય છે. વ્યાવૃત્તિપ્રત્યયથી અતુલ્યાંશની ઉપલબ્ધિ... હવે જો તમે જે સામાન્ય અને વિશેષના આધારભૂત જુદો દ્રવ્યાંશ સ્વીકારો છો તે દ્રવ્યાંશ બીજાથી વ્યાવૃત્ત-ભિન્નપણે (જુદો) જણાય તો તે દ્રવ્યાંશ નથી પણ વિશેષ જ છે. કેમ કે વ્યાવૃત્તિ વિશેષનો જ બોધ કરાવે છે. આમ વ્યાવૃત્તિપ્રત્યય સ્વીકારો તો વિશેષ સિદ્ધ થશે. અતુલ્યાંશની ઉપલબ્ધિ થશે. અનુવૃત્તિ પ્રત્યયથી તુલ્યાંશની ઉપલબ્ધિ... વળી જો બંનેના આધારભૂત જુદું દ્રવ્યાંશ અનુવૃત્તિ—અનુગતપણે જણાય તો તે દ્રવ્યાંશ સામાન્ય જ છે પણ વિશેષ નથી. કેમ કે અનુવૃત્તિ સામાન્યનો જ બોધ કરાવે છે. આમ અનુવૃત્તિ પ્રત્યય સ્વીકારો તો સામાન્ય સિદ્ધ થશે. અનુવૃત્તિથી નિશ્ચય કરો તો તુલ્યાંશની ઉપલબ્ધિ થશે. વળી બીજી તો કોઈ એવી પ્રત્યય પ્રવૃત્તિ નથી કે જે દ્રવ્યનું જ આલંબન કરતી હોય. અનુવૃત્તિ પ્રત્યયપ્રવૃત્તિ અને વ્યાવૃત્તિપ્રત્યયપ્રવૃત્તિ સિવાય બીજો કોઈ પ્રકાર નથી કે જે દ્રવ્યાંશનો જ વિષય કરતો હોય. આથી એક વસ્તુ અનેક આકારવાળી છે. તેમાં આકારો અનુવૃત્તિ પ્રત્યયથી જાણવા. વળી બીજા કેટલાક આકારો વ્યાવૃત્તિ પ્રત્યયથી નિશ્ચિત કરવા. અનેક આકારોમાં પણ એક દ્રવ્યાંશ જણાય છે. તે અનુવૃત્તિથી જણાય છે, જ્યારે વિશેષાંશ છે તે વ્યાવૃત્તિ પ્રત્યયથી જણાય છે. સામાન્યાંશ અને વિશેષાંશના નિરૂપણનો ઉપસંહાર... આથી એ નિશ્ચિત થાય છે કે અનેક આકારવાળી એક વસ્તુમાં સામાન્યાંશ અનુવૃત્તિ ૧. અનુવૃત્તિ પ્રત્યય :- એક ઘટને જોઈને આ ઘટ, આ ઘટ આવો જે બોધ થાય છે તે અનુવૃત્તિ પ્રત્યય કહેવાય છે. કેમ કે તેમાં ઘટ સિવાય બીજો કોઈ વિષય આવતો નથી. દ્રવ્ય દ્રવ્ય આવો બોધ થાય છે. આ બોધની પાછળ દ્રવ્યની જ વૃત્તિ છે માટે દ્રવ્યનું જે જ્ઞાન થાય છે તે અનુવૃત્તિ પ્રત્યય કહેવાય છે. અનુવૃત્તિ પ્રત્યયમાં ‘છે', ‘છે' આવું જ્ઞાન થાય છે. વ્યાવૃત્તિ પ્રત્યય :- આ ઘટ નથી—પટ નથી પણ દણ્ડ છે અથવા તો કોઈ બીજી વસ્તુ છે આવો બોધ થાય છે તે વ્યાવૃત્તિ પ્રત્યય કહેવાય છે. કેમ કે તેમાં ઘટ, પટ સિવાયનો બીજો વિષય આવે છે. વિશેષ વિશેષ આવો બોધ થાય છે. આ બોધ પાછળ વિશેષની જ વૃત્તિ છે માટે વિશેષ-ભેદનું જે જ્ઞાન થાય છે તે વ્યાવૃત્તિ પ્રત્યય કહેવાય છે. આ વ્યાવૃત્તિ પ્રત્યયમાં ‘નથી'-‘નથી' આવું જ્ઞાન થાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તત્ત્વાર્થ સૂત્ર પ્રત્યયથી જણાય છે અર્થાત્ દ્રવ્યરૂપ આકારો અનુવૃત્તિ પ્રત્યયથી જણાય છે. અને બીજા વિશેષરૂપ આકારો વ્યાવૃત્તિ પ્રત્યયથી જણાય છે. અર્થાત્ બીજા વિશેષો એ વ્યાવૃત્ત આકારવાળી બુદ્ધિથી જણાય છે. માટે તુલ્યાંશ (સામાન્ય) અને અતુલ્યાંશ(વિશેષ)થી ભિન્ન કોઈ દ્રવ્યાંશ નથી. આ રીતે અન્યોએ કલ્પલ સામાન્ય અને વિશેષના આધારરૂપ અન્ય કોઈ દ્રવ્યાંશ નથી પરંતુ વસ્તુ જ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે. દ્રવ્યવાદી - જો સામાન્યાંશ અને વિશેષાંશ સત્ હોય તો તેનો અવશ્ય આધાર હોવો જ જોઈએ. ઉત્તર :- તારો આ તર્ક બરાબર નથી. કેમ કે તો તું જ વિચાર કે તે સામાન્ય અને વિશેષના આધારરૂપ જુદો દ્રવ્યાંશ કહ્યો છે તે તારા કલ્પેલા દ્રવ્યાંશનો આધાર કોણ છે? તે દ્રવ્યાંશ પણ સત્ છે તેનો આધાર કોણ છે ? જો તેના જવાબમાં એમ કહેવામાં આવે કે સર્વ દ્રવ્યનો આધાર આકાશ છે તો આ દ્રવ્યાંશનો આધાર આકાશ છે તો આકાશ આદિ સત્ છે તેનો આધાર કોણ છે ? આથી સતુ હોય તેનો આધાર અવશ્ય હોવો જોઈએ એવું નથી. માટે સામાન્ય-વિશેષથી તેના આધારરૂપ જુદો કોઈ દ્રવ્યાંશ નથી એ સિદ્ધ થાય છે. વૈશેષિકે કલ્પલ દ્રવ્યાંશ છે નહિ. આ પ્રસંગથી સરો. આ ચર્ચાને અહીં પૂર્ણ કરીએ છીએ. આ રીતે નિશ્ચિત થાય છે કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે, આ નિરૂપણ બરાબર છે. તેથી (વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ હોવાથી) ક્યાંય કેવલ મૃતદ્રવ્ય એટલે માટીરૂપ દ્રવ્યનું જ ગ્રહણ થતું નથી. હવે આપણે દ્રવ્યાસ્તિકે જે દલીલો કરી છે તેને ફરી આગળ વિચારીએ છીએ. (૩) સ્યાદ્વાદથી અભેદ પ્રત્યયની ઉપપત્તિ.. ... “આ અભેદ પ્રત્યય બ્રાન્ત નથી”.... સ્યાદ્વાદની પ્રક્રિયાથી તો તારી આ વાત પણ બરાબર છે કેમ કે સામાન્યાંશનું આલંબન છે. સામાન્યાંશના આલંબનથી અભેદ પ્રત્યય થાય છે. વસ્તુમાં સામાન્યાંશ અને વિશેષાંશ બંને છે. એટલે જ્યારે સામાન્યાંશનું ગ્રહણ થાય છે ત્યારે અભેદ પ્રત્યય થાય છે અને જ્યારે વિશેષાંશનું ગ્રહણ થાય છે ત્યારે ભેદપ્રત્યય થાય છે. માટે અભેદપ્રત્યય પણ થાય છે અને તે યુક્તિયુક્ત છે. તેથી અભેદનું જ્ઞાન ભ્રાન્ત નથી. આથી સ્યાદ્વાદની પ્રક્રિયામાં બધું સારું છે, સર્વ દોષરહિત છે. આ રીતે દ્રવ્યાસ્તિકે કરેલું જે નિરૂપણ... ૧. પૃ ૨૬૩માં આપણે દ્રવ્યાસ્તિકે પૂર્વે આપેલા દોષો સ્યાદ્વાદપ્રક્રિયાથી વિચારી રહ્યા છીએ તેમાં ૧, ૨ વિચાર્યા. Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૨૯૧ (૧) રૂપાદિ સિવાય મૃદુ દ્રવ્ય છે આવું એક વસ્તુના આલંબનવાળું ચાક્ષુષ જ્ઞાન થાય છે. (૨) ઘોર અંધકારમાં મૃદુ દ્રવ્ય છે આવું એક વસ્તુના આલંબનવાળું સ્પાર્શન જ્ઞાન થાય છે. (૩) આ અભેદ પ્રત્યય ભ્રાન્ત નથી. તેનું “ઉભય સ્વરૂપ વસ્તુ છે. આ સ્યાદ્વાદના સિદ્ધાંતથી નિરાકરણ થઈ જાય છે. (૧) રૂપાદિ સિવાય માત્ર મૃદુ દ્રવ્યનું જ્ઞાન થતું નથી. (૨) ઘોર અંધકારમાં પણ માત્ર દ્રવ્યનું જ્ઞાન થતું નથી. (૩) સામાન્યાંશના આલંબનથી અભેદ પ્રત્યય છે આવું જ્ઞાન થાય છે. પૂર્વમાં સ્થાપિત પર્યાયવાદીની એકાંત માન્યતાનું ખંડન... આ નિરૂપણથી પહેલા જે વિશેષવાદીએ કહ્યું હતું કે “રૂપાદિ સમુદયવિષયક અર્થાત રૂપાદિ સમુદાયતા વિષયવાળું સ્માર્ત અભેદ જ્ઞાન છે...” આ વાત પણ ખંડિત થાય છે એમ સમજવું.... કેમ કે ઉભય સ્વભાવવાળી વસ્તુ સતુ છે. એટલે એકલા વિશેષનું આલંબન હોઈ શકતું જ નથી. ભેદજ્ઞાન પણ સામાન્યાંશના આલંબનવાનું છે, નહીં કે સામાન્યાંશથી રહિત રૂપાદિ ભેદના સમુદાયનું જ આલંબન છે. કેમ કે સામાન્યથી રહિત વિશેષનો અભાવ છે. વસ્તુ સામાન્યાંશ અને વિશેષાંશવાળી છે. રૂપાદિ સમુદાય બંને અંશવાળો નહીં મનાય તો અસત્ થશે. તમે જે રૂપાદિ સમુદાય કહો છો તે પણ સામાન્યાંશ અને વિશેષાંશવાળો છે. સામાન્યાંશ અને વિશેષાંશ સિવાયનો સમુદાય બની શકે નહિ. તેવો સમુદાય અપારમાર્થિક છે, વાસ્તિવક છે જ નહિ. કેમ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવા મુખ્ય બે વસ્તુ લક્ષ્યમાં લેવાની હોય છે : (૧) તત્ત્વ–વસ્તુનું વસ્તુપણું અર્થાત્ વસ્તુનું સ્વરૂપ, સ્વભાવ અર્થાત્ અભિન્નત્વ (૨) અન્યત્વ—તે વસ્તુ કોનાથી જુદી છે. અર્થાત્ ભિન્નત્વ કારણ કે દરેક પદાર્થોનાં પોતપોતાનાં લક્ષણ જુદાં જુદાં હોય છે. એટલે આ પદાર્થ આનાથી જુદો છે આવું તરત સમજી શકાય છે. એટલે વસ્તુના નિર્ધારણમાં “આ વસ્તુ આવી છે? આવો નિશ્ચય કરવામાં બે બાબત મુખ્ય જોવાની હોય છે. તો હવે અમે તને પૂછીએ છીએ કે રૂપાદિ સમુદાય સમુદાયથી તત્ત્વ = અભિન્ન છે? એટલે જો રૂપાદિ સમુદાયનો રૂપ સમુદાયી રસ સમુદાયી ગંધ સમુદાયી સ્પર્શ સમુદાય સાથે અભેદ માનવામાં આવે તો રૂપ સમુદાયી રસ સમુદાયી, ગંધ સમુદાયી સ્પર્શ સમુદાયમાંથી કોઈ પણ એક સમુદાયનું ભાન થાય તો સમુદાયનું ભાન થવું જોઈએ. આ આપત્તિ આવે છે માટે ૧. પાછળ પૃ. ૨૬૦ પર વાદીએ જે - “તે જ આ ઘડો છે કે જેને મેં દિવસના કે રાતના જોયો હતો અને જેને મેં સ્પર્યો હતો આવું જે અભેદજ્ઞાન રૂપાદિ ભેદના સમુદાયમાત્રનું આલંબન કરનાર છે” આવું જે કહ્યું હતું તે બની શકતું નથી એમ સમજી લેવું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વથી અભેદથી રૂપાદિ સમુદાય અનિર્વચનીય છે. હવે અન્યત્વને લઈને પૂછીએ કે શું રૂપાદિ સમુદાય રૂપસમુદાયીથી અન્ય છે ? રસસમુદાયીથી અન્ય છે? ગંધસમુદાયીથી અન્ય છે? સ્પર્શસમુદાયીથી અન્ય છે? આવું પણ કહી શકાશે નહીં. કેમ કે રૂપાદિ સમુદાય રૂપ આદિ સમુદાયથી ભિન્ન છે એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શના ભાન વગર જ રૂપાદિ સમુદાયનું ભાન થવું જોઈએ. તે નથી થતું. માટે અન્યત્વથી પણ રૂપાદિ સમુદાય અનિર્વચનીય છે. આ રીતે રૂપાદિ સમુદાયનો રૂપ સાથે, રસ સાથે, ગંધ સાથે, સ્પર્શ સાથે અભેદ બની શક્તો નથી તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદો છે આવું પણ કહી શકાતું નથી. એટલે તત્ત્વથી અને અન્યત્વથી રૂપાદિ સમુદાય અનિર્વાચ્ય હોવાથી એના સ્વરૂપનું નિર્ધારણ થઈ શકતું નથી. અર્થાત્ રૂપાદિ સમુદાયનું આ સ્વરૂપ છે આવું નક્કી સમજી શકાતું નથી. માટે રૂપાદિ સમુદાય અપારમાર્થિક છે. આ રીતે રૂપાદિસમુદાય જ (વસ્તુ) છે આવું માનશો તો તે અસત્ થશે. પરંતુ રૂપાદિ સમુદાય (વસ્તુમાત્ર) સામાન્યાંશ અને વિશેષાંશવાળો છે અર્થાત્ રૂપાદિ સમુદાય સામાન્યાંશ(દ્રવ્ય)ના આલંબનવાળો છે, સામાન્યાંશથી શૂન્ય નથી. આવું સ્વીકારશો તો વસ્તુનું નિરૂપણ વાસ્તવિક થશે. વળી જે કહ્યું હતું કે અવયવોના સંનિવેશ વિશેષથી અવયવોનો સમુદાય જ અવયવી ભાસે છે, પરંતુ અવયવોમાં રહેલો જુદો એક અવયવી નથી આવો જે એકાંતવાદ છે તે યુક્તિને સહન કરી શકે તેમ નથી તે બતાવે છે– “તેવા પ્રકારના સારી રીતે ગોઠવેલા તંતુઓમાં પટબુદ્ધિ પ્રવર્તે છે. દા. ત. જેમ તેવી રીતે મેળવેલા દાણા અને પાણીમાં કાંજી એવી બુદ્ધિ થાય છે તેવી રીતે તેવા પ્રકારના ગોઠવેલા તંતુઓમાં પટ એવી બુદ્ધિ થાય છે...” - જ્યારે દ્રવ્યાસ્તિકે “રૂપથી દ્રવ્ય જુદું છે' આ અનુમાન કર્યું ત્યારે પર્યાયાસ્તિકે તેમાં પણ દોષ બતાવતા બતાવતા કહ્યું કે બુદ્ધિનો ભેદ થાય છે તેમાં પણ રૂપાદિ અવયવોની રચના વિશેષકારણ છે. રૂપાદિ અવયવોની રચનાવિશેષથી બુદ્ધિનો ભેદ થાય છે જેમ પીણું શું છે ? ગોળ અને પાણી. છતાં એ એવી રીતે મળી જાય છે માટે એનાથી જુદું પીણું છે આવું જ્ઞાન થાય છે માટે રૂપાદિ અવયવોથી જુદું કોઈ દ્રવ્ય નથી અર્થાત્ ઉત્પાદવ્યય સિવાય કોઈ ધ્રૌવ્યાંશ નથી. - આ વાતના અનુસંધાનમાં ઉપર કહ્યું કે– તંતુઓમાં પટ છે' “દાણા અને પાણીમાં કાંજી છે” આવું જ્ઞાન થાય છે પરંતુ પટ એ તેવા પ્રકારના સન્નિવેશ વિશેષથી ગોઠવાયેલ તંતુ સમુદાય જ છે પણ કોઈ જુદું દ્રવ્ય નથી. કાંજી એ પણ તેવા પ્રકારના મળેલા દાણા અને પાણી છે પણ કોઈ જુદું દ્રવ્ય નથી. આ રીતનું પર્યાયાસ્તિકનું નિરૂપણ છે. હવે આપણે તેને પૂછીએ છીએ કે ભાઈ ! “તેવા પ્રકારના ગોઠવાયેલા તંતુઓ” તું કહે Page #302 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૨૯૩ છે તો તેવા એટલે કેવા? કેવા પ્રકારના ગોઠવાયેલ તંતુ છે તેનું તો નિરૂપણ કરવું જોઈએ ને? એ તંતુઓ પટાદિ આકારે ગોઠવેલા છે? જો ‘તેવા પ્રકારે એટલે ‘પટાદિ આકારે” ગોઠવાયેલ આવું તારું કહેવું છે તો બોલ આ પટ બીજા કયા ઠેકાણે પ્રસિદ્ધ છે કે જેથી આ પટાકારે તંતુઓ ગોઠવાય છે એમ તું કહી શકે ? પ્રસિદ્ધ હોય તેનો જ અન્યત્ર સંનિવેશ હોય છે. પણ પટાદિ આકાર તંતુનો છોડીને બીજે ક્યાંય પ્રસિદ્ધ નથી. એટલે તથા સંનિવિષ્ટ તંતુઓમાં પટાદિ આકારથી પટની બુદ્ધિ થાય છે. આવું નિરૂપણ કરી શકતો નથી. દા. ત. અભિમન્યુ એ પાર્થ (અર્જુન) જેવો છે એમ કહેવાય છે તેમાં પાર્થ પ્રસિદ્ધ છે તો તેના આકાર જેવા આકારવાળો અભિમન્યુ છે એમ કહી શકાય તેમ બીજે ક્યાય પણ પટ પ્રસિદ્ધ હોવો જોઈએ તો તો તું કહી શકે કે પટ આકારે તંતુ ગોઠવાયેલા છે. તંતુઓનો સંનિવેશ કહે છે તો સંનિવેશ શું છે? એટલે ઉપર મુજબ કેવા પ્રકારે ગોઠવાયેલ? તેનો તો જવાબ આપી શકતો નથી પણ હવે પૂછીએ છીએ કે તું જે “તંતુઓનો સંનિવેશ' કહે છે તે સંનિવેશ શું છે ? શું સંનિવેશ એ સંસ્થાન છે ? જો સંનિવેશ એટલે સંસ્થાન (આકાર) આ જ અર્થ હોય તો તો આકાર તો યુગ્મ, અયુગ્મ, પ્રતર-ઘન આદિ વિકલ્પોથી યુક્ત વૃત્ત, વ્યગ્ન, ચતુરગ્ન, આયત, પરિમંડલ આદિ અનેક પ્રકારના હોય છે. જે અમે સૂત્ર-૨૪માં સંસ્થાનના પ્રકારમાં વૃત્તાદિ પાંચ પ્રકારના સંસ્થાન તેના યુગ્માદિ ભેદો એ રીતે બતાવી ગયા છીએ. એટલે સંસ્થાન તો યુગ્માદિ પ્રભેદવાળા વૃત્તાદિ અનેક આકારવાળું છે. સંનિવેશ એટલે “સંસ્થાન' છે તો આહંતોનો સિદ્ધાંત જ સિદ્ધ થશે.. એટલે જો સંનિવેશ એટલે “સંસ્થાન છે તો તો અમે પહેલા વિસ્તારથી કહી ગયા છીએ કે–પરમાણુઓ સ્કંધરૂપ પરિણામને પામતા હોવાથી સંઘાત, ભેદ અને સંઘાતભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે તો તંતુઓમાં પટભાવરૂપ પરિણામના કારણે અર્થાત્ તંતુઓ પટ(પદાર્થ)રૂપે પરિણમતા હોવાથી તંતુઓના સંઘાતથી પટરૂપ સ્કંધ પેદા થયો, અને તે સ્કંધ પરમાર્થથી “તેવા પ્રકારનો સમુદાય જ છે. એટલે તારો જે જવાબ છે કે પટ એ તેવા પ્રકારનો તંતુ સમુદાય છે તો અમારા કથન પ્રમાણે તેવા પ્રકારનો એટલે સ્કંધરૂપ પરિણામને પામેલો તંતુસમુદાય છે. જો હવે આનાથી બીજો કોઈ સમુદાય હોય તો તું નિરૂપણ કર. વળી તેં જે કાંજીનું ઉદાહરણ આપ્યું છે તે ભેગા કરેલા દાણા અને પાણી માત્ર નથી પણ સ્કંધરૂપ પરિણામને પામેલ જ કાંજી છે એ રીતે અરિહંત પરમાત્માના અનુયાયીઓને તો ૧. આ ઉદાહરણ પૂર્વમાં આપેલું દેખાતું નથી. કદાચ આ પાઠ ત્યાં રહી ગયો હોય ! Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તત્ત્વાર્થ સૂત્ર સિદ્ધ જ છે. કાંજી એ પણ સ્કંધરૂપ પરિણામ જ છે એટલે જેમ કાંજી એ જુદો પરિણામ છે તેમ પટ એ તંતુસમુદાયથી જુદો પરિણામ છે. કાંજી જેમ સ્કંધરૂપ દ્રવ્ય છે તેમ પટ અવયવી (સ્કંધ) દ્રવ્ય છે. માટે પર્યાયની જેમ દ્રવ્ય પણ માનવું જોઈએ. આ રીતે પર્યાયાસ્તિકે નિરૂપણ કરેલ (૨) “તેવા પ્રકારના સંનિવેશવિશેષ સારી રીતે ગોઠવાયેલ તંતુઓમાં પટબુદ્ધિ પ્રવર્તે છે” તેનું ‘તંતુ સમુદાય એ સ્કંધરૂપ પરિણામ છે. આ આહંત સિદ્ધાંતથી નિરાકરણ થઈ જાય છે. આ રીતે બીજું પણ જે કાંઈ એકાંતવાદી(પર્યાયવાદી)એ કહ્યું હોય તે ઈષ્ટને સાધી શકતું નથી. તે વાત કહે છે કે – વળી પણ પહેલાં તેં જે કહ્યું હતું કે.... “..રૂપાદિના અગ્રહમાં ઘટાદિ બુદ્ધિ થતી નથી...” તારી આ વાત પણ જૈનોને માટે કશી જ બાધા પહોંચાડી શકતી નથી. જૈનો માટે તો આ વાત પણ કંઈ જ નથી તેઓને તો ઇષ્ટ છે. કેમ કે વસ્તુ ઉભયસ્વભાવ છે એટલે વિભાગ થઈ શકે નહિ. દા. ત. જેમ અગ્નિથી તપેલ લાલચોળ લોખંડનો ગોળો. આ લોખંડનો ગોળો અગ્નિના રૂપ અને સ્પર્શમાં પરિણત થયેલો છે. અર્થાત્ લાલચોળ અગ્નિ જેવો બની ગયો છે એનો સ્પર્શ પણ બાળી નાખે તેવો છે. પરંતુ આ ગોળામાં અગ્નિનું રૂપ અને સ્પર્શ બંનેનો વિભાગ થઈ શક્તો નથી. ગોળાના આ ભાગમાં રૂપ છે અને આ ભાગમાં સ્પર્શ છે એટલે કે આ ભાગ લાલચોળ છે અને આ ભાવ ગરમ છે. આવો વિભાગ થઈ શકતો નથી. તેવી રીતે ઉભયસ્વભાવ વસ્તુ હોવાથી આ ભાગમાં સામાન્ય છે અને આ ભાગમાં વિશેષ છે એમ વિભાગ થઈ શકતો નથી. વસ્તુ સામાન્યવિશેષ ઉભયરૂપ જ છે. આથી અમારે જૈનોને તો તમે “રૂપાદિના અગ્રહમાં ઘટાદિ બુદ્ધિ થતી નથી” આમ કહી વિશેષ(પર્યાય)ને સિદ્ધ કરી રહ્યા છો તો તે પણ સિદ્ધ જ છે. અને તમે જે કહી રહ્યા છો કે– “રૂપાદિના અગ્રહમાં...” તેનાથી રૂપાદિનો સ્વરૂપથી ઉલ્લેખ થતો હોવાથી સામાન્યાંશનું ભાન થઈ જ જાય છે. એટલે કે તમે “રૂપાદિ’ કહ્યું તો રૂપથી જ સામાન્યાંશનું જ્ઞાન થાય છે. કેમ કે નીલ, પીત આદિ વિશેષ છે. “રૂપ' તો સામાન્ય છે એટલે “રૂપાદિના સ્વરૂપના ઉલ્લેખથી જ રૂપાદિ' કહેવાથી જ સામાન્યાંશનું જ્ઞાન થઈ જ જાય છે. આ રીતે અમારે બધું બરાબર છે. આથી પહેલાં દ્રવ્યાર્થવાદીને વિશેષવાદી બૌદ્ધ...(૩) “રૂપાદિના અગ્રહમાં ઘટાદિ અભેદબુદ્ધિનો અભાવ થશે” .... આવો જે દોષ આપ્યો હતો તે દોષ આ સ્યાદ્વાદ પ્રક્રિયામાં આવી શકશે નહીં... તેવી જ રીતે પહેલા દ્રવ્યવાદીએ “રૂપથી દ્રવ્ય જુદું છે'... એ અનુમાન કરતાં બુદ્ધિભેદ હોવાથી” હેત આપ્યો હતો તે હેતુમાં પર્યાયાસ્તિકે વ્યભિચાર બતાવતાં જણાવ્યું હતું કે...રૂપાદિ અવયવોના સંનિવેશવિશેષથી બુદ્ધિભેદ થાય છે. દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. દા. ત. જેમ પીણું. એ જ રીતે વિપંક્તિ આદિમાં પણ સમજવું. Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૨૯૫ આ રીતે અવયવવાદી બૌદ્ધ જે દ્રવ્યવાદીનું ખંડન કર્યું હતું તે પણ બરાબર નથી. કેમ કે અમારે જૈનોને તો (વન)' વિપંક્તિ આદિ પણ સંનિવેશ વિશેષ નથી કિંતુ પરમાર્થથી પુગલોના સામાન્યવિશેષ સ્વભાવવાળા ક્રમથી પ્રાપ્ત થયેલાં પરિણામો છે એવું સ્વીકારાય છે. આ વિપંક્તિ આદિ પ્રજ્ઞપ્તિને લઈને જ નથી–પ્રજ્ઞાપન માત્ર નથી પરંતુ વાસ્તવિક પુદ્ગલનાં પરિણામો છે. આમ સ્યાદ્વાદ પ્રક્રિયાથી વિપંક્તિ આદિ સામાન્યવિશેષ સ્વભાવવાળા પુદ્ગલનાં પરિણામો જ છે એ સિદ્ધ થાય છે એટલે વસ્તુ ઉભયસ્વરૂપ છે. અમારા આ નિરૂપણથી બધા દોષો દૂર થઈ જાય છે. હવે આપણે પર્યાયાસ્તિકને પૂછીએ છીએ કે તમે જે કહ્યું કે–“સંનિવેશવિશેષથી તંતુઓમાં પટબુદ્ધિ થાય છે.” તો ત્યાં સંનિવેશ એટલે સંસ્થાન કહો તો તે સંસ્થાન (૧) રૂપાદિથી જુદું છે કે (૨) એક છે ? રૂપાદિથી જુદું માનવામાં “સત્ની આપત્તિ... જો સંસ્થાન રૂપાદિથી જુદું માનવામાં આવે તો તે પરમાર્થથી સત્ થશે, અને તેથી રૂપાદિની જેમ બીજાની અપેક્ષા વગર જ ગ્રહણ થવું જોઈએ. જેમ રૂપાદિ સત છે તો બીજા દ્રવ્યાદિની અપેક્ષા રાખ્યા વગર ગ્રહણ થાય છે તેમ સંસ્થાન પણ સત્ થવાથી બીજાની અપેક્ષા વગર ગ્રહણ થવું જોઈએ. આ રીતે રૂપાદિથી સંસ્થાન જુદું માનવામાં સત્ થવાથી આપત્તિ આવે છે. સંસ્થાન “રૂપસ્પર્શમાત્ર માનવામાં પણ દોષ.. હવે જો સંસ્થાન એ રૂપાદિથી જુદું નથી–એક છે એટલે કે “રૂપસ્પર્શમાત્ર’ છે એમ કહે તો પણ દોષ આવે છે. કેમ કે સંસ્થાન તો રૂપ અને સ્પર્શ જ છે તો જેમ રૂપાદિ અને સ્પર્શ અનેક છે તેમ સંસ્થાન પણ અનેક માનવાનો પ્રસંગ આવશે. આ રીતે સંસ્થાન એટલે “રૂપ અને સ્પર્શ જ'- રૂપસ્પર્શમાત્ર માનવાથી તો અનેક સંસ્થાન માનવા પડશે. અને આ રીતે અનિષ્ટની પ્રાપ્તિ થશે ! માટે અસમંજસતા થશે. સંસ્થાન રૂપસંનિવેશવિશેષ ન બની શકે.. ઉપર મુજબ રૂપસ્પર્શમાત્ર એટલે કે રૂપાદિથી અભિન્ન સંસ્થાન માનવામાં જે અનિષ્ટ પ્રાપ્તિ બતાવી તે સ્પષ્ટ કરે છે. તો તમે સંસ્થાન એટલે “રૂપસંનિવેશવિશેષવૃત્ત કહો તો તે પણ યુક્ત નથી. કેમ કે તે સ્પર્શેન્દ્રિયનો અવિષય છે. તેથી સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નહીં થાય. જેમ રૂપ સ્પર્શેન્દ્રિયનો વિષય નહીં હોવાથી સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નથી થતું તેમ રૂપસંનિવેશવિશેષ સંસ્થાન પણ સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય નહીં થાય ! ૧. તત્ત્વાર્થ. પુસ્તકમાં તથા વનવિપક્વત્યા પાઠ છે. પરંતુ બીજી પ્રતમાં તથા ર = વિપત્યો પાઠ છે તે બરાબર લાગે છે માટે તે પ્રમાણે અર્થ કર્યો છે. . ૨. “વૃત્ત' સંસ્થાન કહ્યું છે તેનાથી વ્યગ્ન આદિ બીજ સમજી લેવા. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તત્ત્વાર્થ સૂત્ર સંસ્થાન તો ચક્ષુ અને સ્પર્શ બંને ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે એ અનુભવસિદ્ધ છે. જ્યારે તમારા કથન મુજબ રૂપસંનિવેશવિશેષનું તો સ્પર્શેન્દ્રિયથી જ્ઞાન નહીં થાય ! એટલે કે રૂપસ્પર્શમાત્ર સંસ્થાન કહેવું તે દોષયુક્ત છે. વળી જો સ્પર્શસંનિવેશવિશેષવૃત્ત કહો તો તે પણ યુક્ત નથી. કેમ કે સ્પર્શ જેમ ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુથી અગ્રાહ્ય છે તેમ સ્પર્શવિશેષ સંસ્થાન પણ ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુથી ગ્રહણ નહીં થાય! ઉપર કહ્યા મુજબ બંને ઇન્દ્રિયોથી સંસ્થાનનું જ્ઞાન થાય છે. માત્ર સ્પર્શેન્દ્રિયથી જ સંસ્થાનનું ગ્રહણ થાય છે તેવું નથી, ચક્ષુથી પણ ગ્રહણ થાય છે. માટે “સ્પર્શસંનિવેશવિશેષ' સંસ્થાન પણ ન બની શકે ! એટલે જ રૂપસ્પર્શમાત્ર સંસ્થાન કહેવું તે દોષયુક્ત છે. ઉપસંહાર... - આ રીતે વિચાર કરતાં સમજાય છે કે તમારી એક પછી એક કરાતી માન્યતાઓમાં દોષ આવે છે. તમે પહેલાં કહ્યું કે–“સંસ્થાન” રૂપસ્પર્શમાત્ર છે' છે “અર્થત રૂપથી અભિન્ન અને સ્પર્શથી અભિન્ન સંસ્થાન છે. આમ અનેક સંસ્થાન માનવાની આપત્તિ આવે છે. “રૂપસંનિવેશવિશેષ’ સ્પર્શેન્દ્રિયથી પ્રહણ નહીં થાય અને “સ્પર્શસંનિવેશવિશેષ’ ચક્ષુથી ગ્રહણ નહીં થાય. તો હવે રૂપ અને સ્પર્શ બે ભિન્ન સંસ્થાન માનશો તો જેમ રૂપ અને સ્પર્શ બંને અન્ય હોવાથી જુદા જુદા પ્રહણ થાય છે તેમ રૂપસંનિવેશવિશેષ અને સ્પર્શસંનિવેશવિશેષ બંનેનું ગ્રહણ થવું જોઈએ ! અર્થાત્ એક ઘડાના બે આકાર માનવા પડશે ! એટલે કે ચક્ષુથી ગ્રહણ થતા ઘડાનું સંસ્થાન જુદું અને સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ થતા ઘડાનું સંસ્થાન જુદું. પણ એવું તો છે જ નહીં. માટે બે જુદાં સંસ્થાન પણ માની શકશો નહીં. આ રીતે “તેવા પ્રકારે રહેલા તંતુઓમાં”. પટબુદ્ધિ થાય છે....તમારી આ માન્યતામાં તેવા પ્રકારે એટલે સંનિવેશ વિશેષ, સંનિવેશ વિશેષ એટલે સંસ્થાન અને સંસ્થાન એટલે શું? સંસ્થાન ભિન્ન છે? ઇત્યાદિ વિચારતાં તમારી માન્યતા ખલાસ થઈ જાય છે. કારણ કે તમે કોઈ પણ રીતે સંસ્થાનના અર્થ કરો છો તે ઘટી શકતા નથી. એટલે તમારી માન્યતા આ બધી વિચારણા કરતાં ખલાસ થઈ જાય છે. તેથી જ માત્ર તખ્તસમુદાય જ છે પણ પટરૂપ કોઈ જુદું દ્રવ્ય નથી. રૂપાદિ અવયવ છે પરંતુ એક અવયવી નથી.. અવયવથી જુદું અવયવી દ્રવ્ય નથી... તમારી આ માન્યતા રહેતી નથી અને અન્વયિરૂપ હોવાથી તભાવાવ્યયસ્વરૂપ, સ્થિત્યાત્મક એક દ્રવ્ય છે તેવું સિદ્ધ થાય છે. દ્રવ્ય અન્વયિરૂપ છે. આ દ્રવ્ય પોતાના ભેદો(પર્યાયો)ની પહેલા અને પર્યાયોની પછી પણ કાયમ રહે છે. અન્વય એટલે સંબંધ. એના સંબંધનો વિચ્છેદ થતો નથી. દા. ત. ઘટાદિ પર્યાયની પહેલાં પણ માટી હતી અને ઘટાદિ થયા પછી પણ માટી છે. અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે ત્રણે કાળમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ ૨૯૭ માટી રહી. ત્રણે કાળમાં જે રહે તે અન્વયિ કહેવાય. માટીરૂપ દ્રવ્યનો અન્વય (સંબંધ) કાયમ રહે છે માટે અન્વયિરૂપ હોવાથી તદ્ભાવાવ્યયલક્ષણવાળું (પોતાના સ્વભાવથી ચુત નહીં થવું તેવા લક્ષણવાળું) સ્થિતિસ્વરૂપ એક દ્રવ્ય છે પરંતુ રૂપાદિસમુદાય માત્ર નથી. એટલે કે ફક્ત વિશેષ (પર્યાય) જ નથી, સામાન્ય (દ્રવ્ય) પણ છે. આથી સ્યાદ્વાદ સર્વ એકાંતનો નાશ કરનાર છે. તેથી જ તેમાં કોઈ દોષ આવતા નથી. માટે જ સર્વ એકાંતના નાશ કરનાર સ્યાદ્વાદમાં કોઈ અસત્ (ખોટા) ચાર વિકલ્પ કરે છે તે પણ દૂર ફેંકાઈ જાય છે. કેમ કે સ્યાદ્વાદમાં કથંચિત્ કાર્યને કથંચિત્ કારણ છે. સ્યાદ્વાદની સામે ઉઠાવતા ચાર વિકલ્પો... તે ચાર વિકલ્પો આ પ્રમાણે છે—પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય છે ? પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય નથી જ ? પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય જ છે કારણ નથી ? પદાર્થ માત્ર સમૂહી કે પરિણમીનું કારણ જ છે કાર્ય નથી ? સ્વસિદ્ધાંતમાં પદાર્થો પારિણામિક જ છે. રત્નાવલી, પટ, સ્તંભ, કુંભ, સેના, વન, યૂથ આદિ સર્વ પદાર્થ સમૂહથી થતા કાર્ય છે. રત્નોના સમૂહથી રત્નની માળા બને છે, તંતુના સમૂહથી પટ બને છે. હાથી, ઘોડા, રથ, પાયદળનો સમૂહ તે સેના છે, અશોક, ચંપક, આમ્ર આદિ વૃક્ષોનો સમૂહ તે વન છે. આ બધાં સામૂહિક કાર્યો—પદાર્થો છે. તે બધાં સ્વસિદ્ધાંતમાં પારિણામિક જ છે. સમૂહથી બનતાં આ બધાં કાર્યો એટલે કે રત્નાવલી આદિ સર્વ પદાર્થ અમારા સિદ્ધાંતમાં પરિણામથી જ થાય છે. કેમ કે પરિણામી ભિન્ન દેશવાળો હોય કે અભિન્ન દેશવાળો હોય પણ તેઓનો પરિણામ થાય છે આવું અમે સ્વીકારીએ છીએ એટલે પદાર્થમાત્ર, સમૂહથી થતાં કાર્યો સર્વ પરિણામી જ છે. પ્રશ્ન :- તમારા કહેવા મુજબ રત્નાવલી આદિ સમૂહથી થતાં કાર્યો પરિણામી જ છે તો આ સમૂહી અને આ પારિણામી છે આવો જુદો પ્રયોગ કેમ કર્યો ? ઉત્તર ઃ- આ સમૂહી ને આ પરિણામી આવો ભેદથી પ્રયોગ કર્યો છે તે (૧) લોકવ્યવહારને અનુસરીને થાય છે.. (૨) અનેકાંતની વ્યાપ્તિના વિસ્તારને બતાડવા માટે થાય છે. (૧) લોકવ્યવહારથી સામૂહિક, પારિણામિક ભિન્ન પ્રયોગ. પૂર્વ ધર્મના નાશથી ઉત્તરધર્મની ઉત્પત્તિ થાય છે તેને લોકમાં પરિણામ કહેવાય છે. ૧. સમૂહી સમૂહવાળાનું પરિણામી પરિણામવાળાનું સંમતિ તત્ત્વ સોપાન પૃ ૧૫૪ માંથી ત્રણ વિકલ્પ નીકળે છે. ૨. રત્નાવલી, સેના, વન આદિ... ૩. પટ, સ્તંભ, કુંભ આદિ... = = Page #307 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર અર્થાત્ પૂર્વ ધર્મનો તિરોભાવ, ઉત્તર ધર્મનો આવિર્ભાવ થવો તે પરિણામ કહેવાય છે. દા. ત. જેમ દૂધના વિનાશથી દહીં આદિ ઉત્પન્ન થાય છે. તેમાં દૂધરૂપ ધર્મ(પર્યાય)નો વ્યય થયો અને દહીં આદિ રૂપ પર્યાયનો ઉત્પાદ થયો આ પરિણામ છે. ૨૯૮ એટલે લોકમાં આખી વસ્તુનું રૂપાંતર થાય છે. તેને પરિણામ કહે છે. અને રત્નો માળારૂપે થાય છે ત્યાં સમૂહ વ્યવહાર થાય છે. કેમ કે તેમાં પૂર્વધર્મનું ઉપમર્દન નથી. માટે લોકવ્યવહારથી સમૂહી અને પરિણામી એમ બે શબ્દનો પ્રયોગ થાય છે. (૨) અનેકાંતની વ્યાપકતા માટે ભિન્ન પ્રયોગ છે. સમૂહી અને પરિણામી આ બે જુદા જુદા શબ્દોના પ્રયોગમાં એક કારણ લોકવ્યવહાર છે તે બતાવ્યું ને હવે તેનું બીજું કારણ છે તે બંનેમાં અનેકાંતની વ્યાપકતાનું પ્રદર્શન. અનેકાંતની વ્યાપકતા બતાવવા માટે પણ આવો ભિન્ન શબ્દ પ્રયોગ છે. દા. ત. ઉ૫૨ રત્નાવલી સમૂહી છે તેમ બતાવ્યું. હવે તે પરિણામી છે એવું ઘટાવવું તે અનેકાંતની વ્યાપ્તિ છે. કેવી રીતે ? તે આપણે જોઈએ. એક એક રત્ન જ્યારે હતા ત્યારે બીજાં રત્નોથી તેમાં અસંયુક્તપણારૂપ ધર્મ હતો. તે ધર્મનું રત્નાવલીરૂપે સમૂહ અવસ્થામાં ઉપમર્દન સંભવે જ છે. તે પરિણામરૂપ છે. રત્નાવલીમાં સમૂહીપણું અને પરિણામીપણું બંને બતાવ્યાં. એટલે સમૂહી જ છે કે પરિણામી જ છે એવું નથી પણ એમાં અનેકાંત છે. આ રીતે અનેકાંતની વ્યાપ્તિ સમજવી. આમ પારિણામિક કથંચિત્ કાર્યકારણ છે તેમ સામૂહિક પણ કથંચિત્ કાર્ય છે અને કથંચિત્ કારણ છે. સામૂહિક એ કાર્ય જ છે અને સમૂહ એ કારણ જ છે આવો એકાંત નથી પણ એ કાર્ય પણ છે અને કારણ પણ છે. આમ અનેકાંત છે. આ રીતે અનેકાંતની વ્યાપ્તિ બતાવવા માટે સમૂહી અને પરિણામી આમ જુદો જુદો શબ્દપ્રયોગ છે. આ રીતે અમારે કાર્યમાત્ર પરિણામી જ છે. અને એકાંતે કાર્ય કાર્ય જ છે, કારણ, કારણ જ છે એવું નથી એટલે એકાંતવાદીએ જે ચાર' અસત્ વિકલ્પ કર્યા તે તો દૂર જ ફેંકાઈ જાય છે. વળી દ્રવ્યાસ્તિકે પહેલા જે “આલોકના અગ્રહણમાં શુક્લબુદ્ધિ થતી નથી” એમ કહી પર્યાયાસ્તિકના નિરૂપણ'' રૂપાદિના અગ્રહમાં અભેદબુદ્ધિનો અભાવ છે.” આમાં વ્યભિચાર આપી આલોક અને રૂપ બંને જુદાં છે એવું સિદ્ધ કર્યું હતું... ૧. રત્નોનો પરિણામ રત્નાવલી છે. એટલે રત્નાવલી પારિણામિક—પરિણામવાળાનું કાર્ય છે. એટલે એકાંતવાદીનો પ્રથમ વિકલ્પ ‘કાર્ય છે' ? આ સ્યાદ્વાદીને કશું કરી શકતો નથી. કેમ કે સ્યાદ્વાદી કથંચિત્ કાર્ય કહે છે. (૧) રત્નાવલી પરિણામવાળાનું કાર્ય છે એટલે તેમનો બીજો વિકલ્પ ‘કાર્ય નથી જ' ? આ પણ દૂર થાય છે... (૩) રત્નાવલી કથંચિત્ કાર્ય છે. દોરા વગરની થાય છે ત્યારે તે રત્નોરૂપ પરિણામનું કારણ બને છે માટે ત્રીજો વિકલ્પ ‘કાર્ય જ છે ? કારણ નથી ?' આ પણ ખોટો છે. (૪) રત્નાવલી કથંચિત્ કાર્ય છે ને કથંચિત્ કારણ છે માટે ‘કારણ જ છે ? કાર્ય નથી ?' આ ચોથો વિકલ્પ પણ ત્રીજા વિકલ્પની જેમ હવામાં ઊડી જાય છે. આ બધા વિકલ્પો આ રીતે સ્યાદ્વાદી સામે ખોટા છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૨૯૯ તો દ્રવ્યાસ્તિકાયનું ‘આલોક વિશિષ્ટ રૂપનું જ્ઞાન થાય છે' આ નિરૂપણ પણ અત્યંત ભેદની પ્રતિપત્તિ માટે થતું નથી. આલોક અને રૂપ બંને જુદાં જ છે એવું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે એકાંત ભેદનો વિષય કરનારો કોઈ વિશેષણ-વિશેષ્યભાવ પ્રસિદ્ધ નથી. વિશેષણ જેનું છે તેનાથી તે અત્યંત જુદું હોય આ તો કેવી રીતે સંભવે ? દા૰ ત૰ ‘લીલું કમળ' લીલો રંગ અને કમળ બંને જુદાં જ હોય તો કમળ લીલું છે એ કેવી રીતે કહેવાય ? એ કમળનું વિશેષણ બને જ કેવી રીતે ? તેમ ‘આલોકવિશિષ્ટરૂપ'માં આલોક અને રૂપ બંને જુદાં જ હોય તો ‘આલોક' એ ‘રૂપ'નું વિશેષણ જ બની શકે નહિ. બંને એકાંતે જુદા જ હોય છતાં વિશેષણ-વિશેષ્યભાવ બનતો હોય આવું તો પ્રસિદ્ધ જ નથી. એકાંત ભેદવિષયક વિશેષણ-વિશેષ્યભાવ પ્રસિદ્ધ નથી એવું તમે કહ્યું પણ ‘વણ્ડી પુરુષ:’ આવાં સ્થળોએ આ બંનેનો વિશેષણ-વિશેષ્યભાવ હોવા છતાં એકાંતભેદ છે. આવી કોઈ શંકા કરે તેને દૂર કરવા માટે કહે છે કે— ‘દણ્ડી' આદિ પ્રયોગ છે તેમાં પણ સામાન્ય-વિશેષભાવ હોય તો જ વિશેષણવિશેષ્યભાવ થાય છે. દણ્ડી એ મનુષ્ય છે. એટલે દRsવિશિષ્ટ મનુષ્ય તે દણ્ડી કહેવાય છે. તેમાં દણ્ડ એ વિશેષણ છે અને મનુષ્ય એ વિશેષ્ય છે. ઠંડી એ વિશેષ થયો અને મનુષ્ય એ સામાન્ય થયો. આ રીતે સામાન્ય અને વિશેષ બંને છે તેથી જ ‘દંડી મનુષ્ય' ‘દંડવાળો મનુષ્ય' આવો વિશેષણવિશેષ્યભાવ બને છે. આ રીતે વિચારતાં સમજાય છે કે સામાન્ય અને વિશેષનો એકાંતે ભેદ નથી. તે બંને જુદા જ છે એવું નથી. જુદા પણ છે. તો જ ‘આલોકવિશેષ્ટરૂપ' એ વિશેષણ-વિશેષ્યભાવ બની શકે. આમ આપણે આલોક અને રૂપ બંને અત્યંત ભિન્ન નથી એ વિચાર્યું તો શું બંનેનો અત્યંત અભેદ છે ? આવો પ્રશ્ન થાય તો તેવું પણ નથી. બંનેનો અભેદ જ છે એવું નથી. જો બંનેનો અત્યંત અભેદ હોય તો તો આલોક અને રૂપ એક જ છે. તો એકમાં વિશેષણવિશેષ્યભાવ કેવો ? આ તો બને જ ક્યાં ? એટલે જો ઉપર મુજબ આલોક અને રૂપ જુદાં જ હોય તો વિશેષણ-વિશેષ્યભાવનો વિષય જ ન બને; અને બંનેનો અભેદ જ હોય તો વિશેષણ કોણ ? વિશેષ્ય કોણ ? એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનવાથી ‘આલોકવિશિષ્ટરૂપ’ આ રીતે વિશેષણ-વિશેષ્યભાવ બની શકે નહિ. માટે કચિત્ આલોક અને રૂપનો ભેદાભેદ મનાય. સામાન્યાંશ અને વિશેષાંશ બંને મનાય તો જ ‘આલોકવિશિષ્ટરૂપ'નું ગ્રહણ થાય. આ છે અનેકાંત વ્યાપ્તિનું પ્રદર્શન... વળી પૂર્વમાં પર્યાયાસ્તિકે જે અવધારણપૂર્વક કહ્યું હતું કે...... “રૂપાદિનું જ્ઞાન હોય તો જ અભેદબુદ્ધિ થાય.” Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્ત્વાર્થ સૂત્ર આ નિરૂપણ પણ વસ્તુ ઉભયસ્વભાવ સામાન્ય વિશેષાત્મક છે આવો સ્વીકાર કરવામાં આવે તો કોઈ અપક્ષાતંત્રદોષ આવતો નથી. કેમ કે અમે આગળ પૃ. ૨૭૫ પર બતાવી ગયા છીએ કે–વસ્તુ ઉભય સ્વભાવવાળી છે એટલે એકલા વિશેષનું આલંબન હોઈ શકતું નથી. રૂપાદિનું જ્ઞાન (ભેદ-પર્યાયનું જ્ઞાન) પણ સામાન્યાંશના આલંબનવાળું જ છે. માટે અવધારણપૂર્વક નિરૂપણ કરે છે તેમાં પણ અમારી માન્યતાને લઈને કોઈ દોષ આવતો નથી. વળી પણ પહેલાં દ્રવ્યાસ્તિકે શંકા કરી હતી કે– “પ્રમાણથી અનુભવ કર્યા સિવાય મૃતિ થઈ શકે નહિ.” તે શંકાને દૂર કરવાની ઇચ્છાથી પર્યાયાસ્તિકે જે સમાધાન કર્યું હતું કે – “વિકલ્પિત પદાર્થમાં પણ સ્મૃતિ જોવાઈ છે” તે સમાધાન પણ ખોટું છે. પ્રમાણથી અનુભૂતની સ્મૃતિ હોય છે.... કયારેય પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જેનો અનુભવ નથી કર્યો તેની સ્મૃતિ થતી નથી. કેમ કે જે વસ્તુ છે જ નહીં તેની કલ્પના પણ કેવી રીતે થાય ? રામ-રાવણનું નાટક ભજવાય છે તેમાં જે પાત્રોમાં રામ-રાવણની કલ્પના કરાય છે તે રામ-રાવણ ભૂતકાળમાં થઈ ગયા છે. એટલે તેની કલ્પના કરાય છે. જેને જાણ્યું છે કે સાંભળ્યું છે તેનો વિકલ્પ થાય છે. એટલે અમે તો જે અર્થ છે, જેનું નામ છે, જેનું જ્ઞાન થાય છે તે ત્રણે વસ્તુ છે અર્થાત્ અર્થ એ પણ વસ્તુ છે. નામ એ પણ વસ્તુ છે. અને જ્ઞાન એ પણ વસ્તુ છે. વસ્તુ હોય તો જ અર્થ, અભિધાન અને જ્ઞાન થાય છે. આ રીતે ત્રણે વસ્તુ છે. આવું સ્વીકારીએ છીએ અને તમે કહો છો કે વિકલ્પિત માત્રની સ્મૃતિ છે તો તે તો છે નહીં એટલે તેનો અત્યંતાભાવ છે. તેનું કથન તો થઈ શકતું જ નથી. જે અમે આ સૂત્રની ટીકાની શરૂઆતમાં કહી ગયા છીએ. નિરૂપાખ્ય એવા અત્યંતાભાવનો તો નિષેધ છે. એ તો અવસ્તુ-અસત્ છે. કેમ કે વસ્તુ હોય તો કોઈ પણ પ્રકારે વ્યવહારયોગ્ય બને છે. જ્યારે અત્યંતાભાવ તો કોઈ પણ પ્રકારે વ્યવહારને યોગ્ય બનતો નથી. અત્યંતાભાવ તો કેવો છે, કોના જેવો છે, ક્યાં છે, ક્યારે છે. કોઈ પણ રીતે કહી શકાતો જ નથી માટે ન હોય તેની તો કલ્પના જ સંભવતી નથી. અને જે છે, જેનું નામ છે અને જેનું જ્ઞાન થાય છે તે વસ્તુ છે. વળી બંધુમતીનું જે ઉદાહરણ આપ્યું છે તે બરાબર નથી. કેમ કે અનાદિ સંસારમાં બંધુમતી આદિ પ્રાણી વિશેષો થયા છે એ અર્થ છે. બંધુમતી એ નામ છે અને તેનો વિષય કરનારું જ્ઞાન છે એટલે બંધુમતી આદિ કથાનકોમાં અર્થ, અભિધાન, પ્રત્યય ત્રણે છે. માટે સર્વત્ર પ્રમાણથી થયેલા અનુભવપૂર્વક જ સ્મૃતિ થાય છે. કોઈપણ ઠેકાણે પ્રમાણથી અનનુભૂતથી સ્મૃતિ થતી જ નથી. સમુદાય વસ્તુ છે. વળી આ નિરૂપણની સાથે જ જણાવ્યું છે કે – “સંકેતથી સમુદાયમાં વિકલ્પ થાય છે.” એટલે પરમાણુના સમુદાયમાં આને ઘટ કહેવો, વૃક્ષોના સમુદાયને વન કહેવું. આવો જે વિકલ્પ છે તે માત્ર શબ્દવ્યવહાર છે. તો એ વિકલ્પિત એવા ઘટ ને વનનું પણ સ્મરણ થાય છે. એટલે સમુદાયમાં પણ વિકલ્પિત અર્થની સ્મૃતિ Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૩૦૧ થાય છે. તો તમારા કથન પ્રમાણે સમુદાય એ માત્ર વિકલ્પ નથી. પરંતુ સમુદાય એ વસ્તુ છે. સમુદાય પણ અર્થ છે. ઘટ, વન આદિ અર્થ છે, તેનું નામ છે અને તેનું જ્ઞાન પણ થાય છે માટે સમુદાયનું વસ્તપણે પ્રતિપાદન થતું હોવાથી સમુદાયમાં વિકલ્પ છે એ નિર્મુલ નથી. એનું પણ મૂળ છે. માટે સમુદાય એ અસત્ નથી પણ વસ્તુ જ છે. બુદ્ધિભેદ' હેતુથી એકાંત સમુદાય ને સમુદાયી ભિન્ન છે એ નિરસ્ત જ છે. વળી “બુદ્ધિભેદ થતો હોવાથી રૂપાદિથી દ્રવ્ય જુદું છે જ.” આવું દ્રવ્યાસ્તિકે જે અનુમાન કર્યું હતું તે તો નિરસ્ત જ છે. કેમ કે સર્વ પ્રકારે બુદ્ધિનો ભેદ જ છે એવું જિનેન્દ્રના અનુયાયીઓ માટે નથી. કારણ કે દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી સતુ દ્રવ્યપણે ગ્રહણ થાય છે તેથી ભેદનો અભાવ છે. અર્થાત્ દ્રવ્યનય બધા સત્ પદાર્થોનું દ્રવ્યરૂપે જ્ઞાન કરે છે. એટલે અભેદ રહે છે. જ્યારે પર્યાયનયના અભિપ્રાયથી સંખ્યા, પરિમાણ અને આકારનો ભેદ હોવાથી ભેદનું જ્ઞાન કરે છે. એટલે દ્રવ્યનયથી અભેદબુદ્ધિ થાય છે અને પર્યાયનયથી ભેદબુદ્ધિ થાય છે. એટલે બુદ્ધિ ભિન્નાભિન્ન સ્વભાવવાળી જ છે. અને તે બુદ્ધિ ભેદભેદસ્વભાવવાળી જ વસ્તુમાં વ્યાપારને પ્રાપ્ત થતી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. " એટલે બુદ્ધિ એક ભેદનો જ વિષય કરે છે એવું નથી, અભેદનો પણ વિષય કરે છે એટલે કોઈ અનિષ્ટ નથી. અવયવ અને અવયવીનો અભેદ ઈષ્ટ છે. - પહેલાં જે દ્રવ્યાસ્તિકે “અવયવોથી જુદું અવયવી દ્રવ્ય છે”... આવું નિરૂપણ કર્યું ત્યારે પર્યાયાસ્તિકે તેનું ખંડન કરતાં જણાવ્યું હતું કે–“ત્રાજવાના નમવામાં કોઈ ફરક પડતો ન હોવાથી અવયવોથી જુદું અવયવી દ્રવ્ય નથી. અવયવી અવયવોથી અનન્ય છે” તે અમને ઇષ્ટ જ છે. કેમ કે અવયવોથી અવયવીનું સર્વથા અન્યત્વ માનતા નથી. સર્વ પ્રકારે અવયવોથી અવયવી જુદો નથી. કારણ કે અવયવી વિના પણ અવયવોના સંયોગમાત્રમાં અવયવોથી અર્થાન્તરરૂપ (જુદો) જે સંઘાત પરિણામ થાય છે. તેનાથી દશ પળનું પરિણામ છે જ. આ વાત અવયવવાદીએ સ્વીકારવી પડશે. કેમ કે સમુદાયરૂપને પ્રાપ્ત નથી થઈ એવી એક એક પળના પરિમાણવાળી દશ વસ્તુઓ છે. તે દશ વસ્તુનો સંયોગમાત્ર જ છે. માટે આ સંયોગ અનારંભક જ છે, કોઈ કાર્યનો આરંભક નથી. માટે એ દશ વસ્તુઓથી કોઈ અવયવી ઉત્પન્ન થઈ શકતો નથી જ સંયોગ આરંભક જ હોય એવું નથી, અનારંભક પણ હોય છે. " હવે આપણે વિચારીએ કે આરંભક સંયોગવિશેષને પ્રાપ્ત થયેલા સમુદાયમાં દશ પલ પરિમાણ અનુભવાય છે. માટે અવયવી સિવાય પણ સંઘાતવિશેષથી સમુદાયમાં દશ પલ પરિમાણપણું છે પણ અવયવીકૃત નથી. આ માટેનું અનુમાન આ પ્રમાણે છે. માટે અવયવમાં (તંતુ સમુદાયમાં) દશપળનું દશપળ પરિમાણપણું (પક્ષ) અવયવીકૃત નથી (સાધ્ય). અવયવી વગર પણ દશપળપણું પ્રાપ્ત થાય છે. (હેતુ) દા. ત. (દષ્ટાંત) જેમ અગિયાર પળના પરિમાણ Page #311 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૦૨ વગર દશપળનું પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમ અવયવી વગર દશપળ પરિમાણ હોય છે. માટે અવયવીનો અવયવોથી અભેદ ઇષ્ટ છે. અવયવ-અવયવીના અભેદ માટે થતું અનુમાન ઇષ્ટ છે. આ બાજુ અવયવથી જુદો અવયવી અસત્ છે. અવયવથી જુદો અવયવી—પક્ષ અસત્ત્વ—સાધ્ય અનભિભૂત ગુણ હોયે છતે અવયવના રૂપાદિથી ભિન્ન રૂપાદિ ગુણ પ્રાપ્ત થતા નહીં હોવાથી—હેતુ એના—અન્વય દૃષ્ટાંત ઘટબદર—વ્યતિરેક દૃષ્ટાંત આ રીતે અનુમાન કરાય તો અવયવો વગર અવયવી અસત્ છે એ સિદ્ધ થાય છે. કેમ કે અનભિભૂત (સ્પષ્ટ) ગુણ હોતે છતે અવયવના જે રૂપાદિ ગુણો છે તેનાથી ભિન્ન રૂપાદિ ગુણો પ્રાપ્ત થતા નથી. અવયવના સમુદાયમાં અવયવોના રૂપ સિવાય બીજું કોઈ રૂપ દેખાતું નથી અને અવયવોમાં જે રૂપ છે તે કોઈ રૂપથી દબાયેલું નથી—સ્પષ્ટ છે માટે અવયવીની જે કલ્પના કરવામાં આવે છે તે અસત્ છે. દા. ત. ઘોડા, હાથી, પાયદળરૂપ અવયવોથી સેના જેમ જુદી નથી તેમ અવયવોથી અવયવી કોઈ જુદો નથી. ઘોડા, હાથી વગેરે અવયવોના રૂપ સિવાય સેનામાં બીજું કોઈ રૂપ નથી. જે ઘોડા વગેરે અવયવોથી સેના એક ભિન્ન અવયવી હોય તો ઘોડા વગેરેના રૂપથી ભિન્ન સેનાનું રૂપ દેખાય પણ સેનાનું ઘોડા વગેરે અવયવોથી જુદું રૂપ નથી માટે ઘોડા વગેરેથી સેના જુદી નથી. જો અવયવોથી અવયવી જુદો હોય તો અવયવીના રૂપાદિના ગુણો અવયવના રૂપાદિ ગુણોથી જુદા ગ્રહણ થવા જોઈએ. દા. ત. જેમ ઘટ અને બોર જુદા છે તો તેના રૂપાદિ ગુણો જુદા ગ્રહણ થાય છે તેમ જો અવયવોથી અવયવી જુદો હોય તો તેના ગુણો જુદા ગ્રહણ થવા જોઈએ. પરંતુ અવયવોથી અવયવીના રૂપાદિ ગુણો જુદા ગ્રહણ થતા નથી માટે અવયવોથી અવયવી જુદો નથી. અવયવ અને અવયવીનો અભેદ છે. આ રીતે અભેદની સિદ્ધિ માટે કરાતું અનુમાન અમને (કચિત્) ઇષ્ટ છે. એટલે અવયવોથી અવયવીનો અભેદ અમારે ઇષ્ટ છે એ અમે ઉપર જણાવ્યું છે. હેતુમાં આપેલ વિશેષણની સાર્થકતા... સાર્થક છે. ૧. આ અનુમાન કરતા આપેલ હેતુમાં ‘અભિભૂતનુમત્તે સતિ' આ જે વિશેષણ મૂક્યું છે તે કેમ કે તારા વગેરેમાં પણ રૂપાદિ ગુણ છે છતાં પ્રાપ્ત થતા નથી. અને તે સત્ છે. આપણો હેતુ ‘અનુપત્તપ્યમાનનુળત્વાત્' આટલો જ વિશેષણ વગરનો હોય તો આપણું જે એના માટેનું આ અનુમાન - पलदशकस्य दशपलपरिमाणत्वं પક્ષ नववीकृतं - સાધ્ય, વિનાઽપિ તેન ઉપલભ્યમાનાત્ - હેતુ શપતેન વ - દૃષ્ટાંત. Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૦૩ સાધ્ય છે અસત્ત્વ, તે સાધ્યનો જ્યાં અભાવ છે એટલે કે તારા આદિ સત્ છે તેમાં પણ એ હેતુ ચાલ્યો ગયો તેથી વ્યભિચાર આવશે. માટે “સબૂત ગુણત્વે તિ’ આ વિશેષણ મૂક્યું છે. તેથી વ્યભિચાર નહિ આવે. કેમ કે તારા આદિનું રૂપ તેનાથી અધિક પ્રકાશવાળા સૂર્યથી અભિભૂત (દબાયેલું) છે. અભિભૂત છે માટે રૂપ હોવા છતાં પ્રાપ્ત થતું નથી. જ્યારે આ વિશેષણ દ્વારા અભિભૂત નથી અને રૂપાદિ ગુણ પ્રાપ્ત થતા નથી માટે અવયવી જુદો અસત્ છે આવું સિદ્ધ થાય છે. માટે હેતુમાં મૂકેલ વિશેષણ સાર્થક છે. વળી તંતુના પરિણામમાં દ્રવ્યરૂપે પટનો પરિણામ છે જ કેમ કે ઘણા કાળથી તંતુમાં તે પટ છે જ. કારણમાં કાર્ય કથંચિત્ સત્ છે. દ્રવ્યરૂપે તંતુમાં પટ છે જ. પર્યાયરૂપે તંતુમાં પટનો અભાવ છે. કેમ કે પર્યાય જે છે તે ક્યાં તો અતીત હોય છે, ક્યાં તો અનાગત હોય છે, ક્યાં તો વર્તમાન હોય છે. તેમાં અતીત પર્યાય અને અનાગત પર્યાય અસત છે. ભૂતકાળના પર્યાય અને ભવિષ્યકાળના પર્યાયનો અભાવ છે એટલે તે વ્યવહારને યોગ્ય હોતા નથી. ભૂત અને ભવિષ્યના પર્યાયથી કોઈ કાર્ય થતું નથી. આથી વર્તમાન પર્યાય જ ઉપયોગી થાય છે. તેનાથી જ કામ થાય છે. માટે પરમાર્થથી વર્તમાન પર્યાય જ છે. દા. ત. જેમ અતીત (ફૂટેલો) ઘટ. ફૂટી ગયેલા ઘડાથી પાણી લાવવાનું કાર્ય બને નહીં. તેમ ભવિષ્યકાળનો ઘટ, હજી ઘટ થયો જ નથી તો તેનાથી પાણી લાવવાનો વ્યવહાર કેવી રીતે થઈ શકે? એટલે વર્તમાન પર્યાય, વર્તમાન ઘટ જ પાણી લાવવા રૂપ કાર્યમાં ઉપયોગી થાય છે. માટે વાસ્તવિક વર્તમાન પર્યાય જ સત્ છે. આ રીતે દ્રવ્યરૂપે તંતુમાં પટ છે જ અને પર્યાયરૂપે (વર્તમાન પર્યાયથી) તંતુમાં પટનો અભાવ છે. એવી જ રીતે પટ પરિણામના કાળે (પટમાં) દ્રવ્યરૂપે તંતુ છે પણ પર્યાયરૂપે તંતુ નથી. જ્યારે તંતુનો પટ બને છે ત્યારે તંતુપર્યાયનો નાશ થાય છે અને પટપર્યાયનો ઉત્પાદ થાય છે. આમ સુંદર બુદ્ધિવાળા સ્યાદ્વાદીઓ ઉભયનયની અપેક્ષાએ અવયવ-અવયવી, સમુદાયસમુદાયી, ગુણ-ગુણીઓમાં ભેદભેદ સ્વીકારે છે તેથી અનેકાંતની સૂક્ષ્મ-બાદર, પ્રતિઘાતઅપ્રતિઘાત, ભેદ-સંઘાત, કાર્ય-કારણ, એકત્વ-અન્યત્વ વગેરે સર્વ પ્રકારનાં પરિણામો(પર્યાયો)ને સ્વીકારે છે. આથી કોઈ પણ પ્રકારનો દોષ અનેકાંતવાદીને આવતો નથી. આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયના વર્ણનથી..... “અવયવો પોતાનાથી જુદા અવયવી દ્રવ્યના આરંભક છે.” આવું નિરૂપણ કરતાં દ્રવ્યાસ્તિકને પર્યાયાસ્તિકે પ્રશ્ન કર્યો હતો કે-“અવયવી-પટ પોતાના કારણભૂત પ્રત્યેક અવયવોમાં (તંતુઓમાં) સર્વથી છે કે દેશથી છે ?” આ વિકલ્પ પણ સ્યાદ્વાદીની સામે સિદ્ધસાધ્યતા આદિ ઘણા દોષવાળો હોવાથી દૂર કરાયેલો જ જાણવો..........કેમ કે “જો સર્વથી તંતુઓમાં પટ હોય તો ઘણા અવયવી માનવા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ તત્ત્વાર્થ સૂત્ર પડશે. આવો દોષ આપ્યો હતો.” તે અમારે તો સિદ્ધ જ છે. કેમ કે તંતુઓમાં દ્રવ્યથી પટ રહે જ છે...... ....જો દેશથી તંતુઓમાં પટ હોય તો કોઈ એક આખો પટ બનશે જ નહીં...” તે દોષ પણ અમારી સામે ટકી શકતો નથી કેમ કે “તંતુમાં દેશથી પટ કહો તો પટનો દેશ તંતુ જ છે તો તે તંતુ પણ પટમાં દ્રવ્યથી છે જ. એટલે અમારે તો બધું સિદ્ધ જ છે. સિદ્ધને સાધ્ય કરવું તે તો સિદ્ધસાધ્યતા દોષ છે. સાધ્ય તો અસિદ્ધનું કરવાનું હોય છે. તેથી આ રીતે વિચારતાં જુદો એક અવયવી નથી. દ્રવ્યાસ્તિકે “અવયવોથી જુદું એક દ્રવ્ય જ છે. આવું જે નિરૂપણ કર્યું હતું તે બરાબર નથી. અવયવોથી જુદો એક અવયવી નથી. અને....આથી જ પહેલા જે પર્યાયાસ્તિકે કહ્યું હતું કે –“એક દ્રવ્યનો અભાવ હોવાથી માત્ર ઉત્પાદ-વિનાશ છે સર્વ વસ્તુ ઉત્પાદ-વિનાશવાળી છે. ઉત્પાદ-વિનાશવાળી વસ્તુ અર્થક્રિયામાં સમર્થ છે.” તે નિરૂપણ પણ દ્રવ્ય-પર્યાય ઉભય નયથી વિચારતા દૂર થાય છે અને સ્થિતિસ્વરૂપ અન્વયી દ્રવ્યાંશ છે જેના આધારે ઉત્પાદ અને વિનાશ છે તે સિદ્ધ થાય છે અને આથી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશ સ્વભાવ જ સર્વ વસ્તુ અર્થક્રિયામાં સમર્થ છે. સ્થિતિ નિરપેક્ષ ઉત્પાદ-વિનાશ હોઈ શકતા નથી. એટલે માત્ર ઉત્પાદ-વિનાશ નથી પણ સ્થિતિથી સાપેક્ષ ઉત્પાદવિનાશ છે. વસ્તુ સ્થિતિ-ઉત્પાદ-વિનાશ સ્વરૂપ છે. વળી પણ પહેલા પર્યાયાસ્તિકે નિરૂપણ કર્યું હતું કે...માત્ર ઉત્પાદ-વ્યય છે” ત્યારે દ્રવાસ્તિકે કહ્યું કે “ઉત્પાદ-વ્યય કાર્ય છે તો તેનું કારણ હોવું જોઈએ. કારણરૂપે દ્રવ્યની સિદ્ધિ થાય છે...” તો તેનું ખંડન કરતાં પર્યાયાસ્તિકે જણાવ્યું કે કાર્ય-કારણ કલ્પના માત્ર છે. અપેક્ષાથી આ કાર્ય છે, આ કારણ છે આવું જ્ઞાન થાય છે....” અપેક્ષાથી જ્ઞાન થતું હોવાથી કાર્યકારણ કલ્પના માત્ર છે”..... તો તેનું આ નિરૂપણ પણ અયુક્ત છે. કેમ કે કારણ એટલે શું? કારણ કોને કહેવાય? જે કરે તે કારણ. કાર્યાન્તરને (પોતાનાથી જુદા કાર્યને) પેદા કરવામાં જે સમર્થ હોય છે તે કારણ કહેવાય છે. કેમ કે ક્રિયા એ કારણાન્તરની અપેક્ષા રાખે છે. કારણ સાપેક્ષ જ ક્રિયા હોય છે. અને તમે જે કલ્પના કહો છો તે શું છે? શું કલ્પના બાહ્યર્થશૂન્ય વિજ્ઞાનમાત્ર છે? અર્થાત્ બાહ્ય પદાર્થ વિના માત્ર તેનું જ્ઞાન જ છે ? શું કલ્પના બાહ્યાWશૂન્ય શબ્દમાત્ર છે? અર્થાત્ બાહ્ય પદાર્થ વિના માત્ર શબ્દપ્રયોગ છે ? ૧. ક્રિયા જેમાં પેદા થાય છે તેના સિવાયનું કારણ તે કારણાન્તર. દા. ત. ચક્રમાં ભૂમિ પેદા કરવી હોય તો કારણાન્તર દંડની અપેક્ષા રહે છે. તેવી રીતે અહીં સમજવું. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ અધ્યાય-૫: સૂત્ર-૨૯ કલ્પના એ બાહ્યર્થ શૂન્ય વિજ્ઞાનમાત્ર હોય તો તે કારણ બની શકે નહીં. જો કલ્પના એ બાહ્યાર્થન્ય વિજ્ઞાનમાત્ર હોય તો તે(વિજ્ઞાન)ની પોતાનાથી જુદા ઘટાદિ કાર્યાન્તરને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પદાર્થ વિના માત્ર જ્ઞાન એ કાર્યને ઉત્પન્ન કરી શકે નહીં, એટલે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ પદાર્થથી શૂન્ય એકલું વિજ્ઞાન છે એ પ્રમાણે માની શકાય નહીં. કેમ કે “અર્થશૂન્ય એકલું વિજ્ઞાન છે' આમાં કોઈ પ્રમાણ નથી. પ્રમેયરૂપ કોઈ અર્થ તો છે જ નહીં તો પ્રમાણ કેવી રીતે બને ? જો કોઈ પદાર્થ નથી તો તેનું જ્ઞાન કેવી રીતે ? વિજ્ઞાન વિજ્ઞાન ત્યારે જ કહેવાય કે એનાથી કોઈ ગ્રાહ્ય હોય. માટે બહિરંગાથે(બાહ્ય પદાર્થોથી શૂન્ય ગ્રાહ્ય-ગ્રાહક વિજ્ઞાનમાત્ર છે. એમાં કોઈ પણ પ્રમાણ નહીં હોવાથી સ્વીકારી શકાય તેમ નથી . કાર્ય-કારણ એ ભ્રાન્તિ છે. ઉપર મુજબ જો વાદી કલ્પના એટલે “બાહ્યાWશૂન્યવિજ્ઞાન' આવું નિરૂપણ કરે છે તો દોષ આવે છે. કલ્પના ઘટાદિ કાર્યનું કારણ બની શકતી નથી માટે હવે તે વાદી કહે છે કે કાર્યકારણ, ગ્રાહ્ય-ગ્રાહક અર્થાત્ આ કાર્ય છે ને આ કારણ છે. આવી જે વ્યવસ્થા છે તે માત્ર ભ્રાંતિ છે. કાર્ય-કારણ વ્યવસ્થા અબ્રાંત છે.. કાર્ય-કારણ વ્યવસ્થા ભ્રાંતિ નથી. કેમ કે ભ્રાંતિનું પણ કોઈ બીજ (કારણો હોય છે. જ્યારે કાર્ય-કારણ વ્યવસ્થા ભ્રાંત છે આવું સિદ્ધ કરનારું કોઈ કારણ નથી માટે કાર્યકારણ વ્યવસ્થા અભ્રાત છે, ભ્રાંત નથી. જો તું “બાહ્યર્થ શૂન્ય' પ્રયોગ કહે તો તે પણ બની શકે નહિ. કેમ કે પ્રતિષેધ અને પ્રતિષેધ્ય બંનેનો સદ્ભાવ છે. તમે અભાવ કહો તો કોનો અભાવ ? જેનો અભાવ બોલો છો તે પ્રતિષેધ્ય છે અને અભાવ એ પ્રતિષેધ છે. આમ પ્રતિષેધ અને પ્રતિષેધ્ય બને છે. તમે બાહ્ય અર્થની શૂન્યતા બોલો છો તેથી બાહ્ય અર્થનો પ્રતિષેધ થાય છે. અહીં પ્રતિષેધ્ય બાહ્ય અર્થ હોય જ નહીં તો પ્રતિષેધ કોનો ? અર્થાતુ-પ્રતિષેધ્ય વિના પ્રતિષેધ બની શકે નહીં. દા. ત. જેમ શશશૃંગ એ પ્રતિષેધ્ય નથી એટલે એનો અભાવ બોલાતો નથી. આથી પ્રતિષેધ્ય અને પ્રતિષેધ બંનેનો સદ્ભાવ હોવાથી શૂન્યતા પણ સંભવી શકે નહિ. માટે “બાહ્યર્થ શૂન્ય” પણ કહી શકે નહિ. કલ્પના એ શબ્દમાત્ર હોય તો અભાવ પણ અસત્ થશે. હવે તમે કહો કે–“કલ્પના એ બહિરંગાર્થશૂન્ય માત્ર શબ્દપ્રયોગ જ છે. અર્થાત્ પદાર્થો છે. જ નહીં. પરમાર્થથી કોઈ પદાર્થ નથી. પણ પદાર્થ છે એવું કહેવાય છે તે વ્યવહારથી. આ કાર્ય છે, આ કારણ છે. આ તો માત્ર શબ્દપ્રયોગ છે. વાસ્તવિક કોઈ પદાર્થ કાર્ય નથી, કોઈ કારણ નથી.” તો અમે કહીએ છીએ કે–પ્રતિષેધ પણ વ્યવહાર જ છે. એટલે પ્રતિષેધ પણ અસત્ થશે ! તમે બાહ્ય પદાર્થનો પ્રતિષેધ કરી રહ્યા છો તો તે પણ વ્યવહાર જ છે. માત્ર શબ્દપ્રયોગ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ તત્ત્વાર્થ સૂત્ર છે એટલે તે અસતુ થશે ! બાહ્ય પદાર્થોનો પ્રતિષેધ અસત છે એટલે બાહ્યપદાર્થોનો સદ્દભાવ અપ્રતિહત છે. બાહ્ય પદાર્થો નથી એ વ્યવહારથી કહેવાય છે એટલે બાહ્યપદાર્થો છે એ વાસ્તવિક જ છે તો પદાર્થો નથી એ કેવી રીતે કહેવાય? એટલે પદાર્થો પણ છે અને કાર્યકારણ ભાવ પણ છે. જે અસત છે, રાસભશંગ નથી તેની કોઈએ પોતે કલ્પના કરી હોય કે તે આવું છે તો તેવું પરિકલ્પિત રાસભશૃંગ માટી ખોદવાનું કામ કરતું કોઈ કાળે ઈષ્ટ પણ નથી અને દષ્ટ પણ નથી. આવું જોયું કોઈએ કે રાસભ શૃંગ માટી ખોદી રહ્યું છે? આવી વાત કરે તો પણ ગમે ? નહીં જ, કારણ કે અસત્ છે. છે જ નહીં તેની વાત કયાં ? આથી અસતુ એવા રાસભશંગ આદિ કોઈનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. માટે જ સાવ અપ્રતિહત હોવાથી ભાવો (પદાર્થો) છે અને કાર્ય-કારણ ભાવ પણ છે. વળી “કાર્ય-કારણ કલ્પનામાત્ર છે', આ નિરૂપણમાં “પ્રતીત્યપ્રત્યયમાત્રવૃત્તિવાત’ હેતુ આપી દીર્ઘત્વવતાવત્' ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ પણ બરાબર નથી. કેમ કે તમે કહો છો દીર્થની અપેક્ષાએ હસ્વ છે અને હવની અપેક્ષાએ દીર્ઘ છે. વાસ્તવિક દીર્ઘતા, હ્રસ્વતા નથી. કલ્પનામાત્ર છે. તો દીર્ઘતા જ સ્વરૂપથી અસતું હોય અને અસત્ એવી દીર્ઘતા હૃસ્વત્વ બુદ્ધિનું કારણ બને તો આકાશકમલની કર્ણિકા પણ હ્રસ્વત્વ બુદ્ધિનું કારણ બનવી જોઈએ. કેમ કે તે પણ અસત છે, પણ એવું તો શકે નહીં. એટલે સ્વત્વ ને દીર્ઘત્વ સ્વરૂપથી અસત્ નથી. છતાં પણ જો તું એમ કહે કે અસતથી અસત્ જ ઉત્પન્ન થાય તો શશવિષાણથી ખરવિષાણ થવું જોઈએ. પણ એ બને નહિ. એટલે હવે જો તું વસ્તુમાં દીર્ઘતા છે જ એવું સ્વીકારે છે તો (૧) “પ્રતીત્યપ્રત્યય માત્ર સર્વ છે, બધું આપેક્ષિક છે...” એ સિદ્ધાંત ઊભો રહી શકતો નથી. કેમ કે દીર્ઘતા તો સતુ છે એટલે છે જ, હ્રસ્વતાને લીધે તેનું જ્ઞાન નથી માટે દીર્ઘતા પ્રતીત્યપ્રત્યય ન રહી... (૨) દીર્ઘતા સત્ છે એટલે દીર્ઘતા અને સ્વતાની બુદ્ધિ એકસાથે થવી જોઈએ. કેમ કે તમે દીર્ઘતાની અપેક્ષાએ હ્રસ્વત્વ સ્વીકારો છો તો દીર્ઘતા હોય તો આ હ્રસ્વ છે આવું જ્ઞાન થાય ને? એટલે દીર્ઘતા સત્ છે એટલે તે હોવી જોઈએ અને એની અપેક્ષાએ હસ્વ છે માટે તે આમ દીર્ઘ અને હૃસ્વ બંનેનું જ્ઞાન એકસાથે થવું જોઈએ, દીર્ઘતા ને હૃસ્વત્વની બુદ્ધિ એકસાથે થવી જોઈએ... પણ તે થતી નથી માટે પ્રતીત્યસમુત્પત્તિ બની શકતી નથી. (૩) સ્વતા એ દીર્ઘતાને લઈને છે, વાસ્તવિક નથી એટલે એ અસત્ છે તો અસનું કોઈ કારણ હોતું નથી. અસત્ એવી હ્રસ્વતાનું કોઈ કારણ નહીં બને. આ રીતે દીર્ઘતાને તમે “સ” છે એમ સ્વીકારો તો (૧) “પ્રતીત્યપ્રત્યયમાત્ર' આ સિદ્ધાંત (હેતુ) રહી શકતો નથી. (૨) દીર્ઘતા-સ્વના બંનેની બુદ્ધિ એકસાથે થવી જોઈએ. Page #316 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૦૭ | (૩) સતુ એવી દીર્ઘતા અસતુ એવી હ્રસ્વતાનું કારણ બની શકે નહીં. આ બધા દોષો આવે છે અને દીર્ઘતા “અસતુ’ છે એવું સ્વીકારો તો તો ઉપર બતાવી જ દીધું છે કે અસથી અસત્ ઉત્પન્ન થવો જોઈએ પણ તે તો બનતું જ નથી. જો દીર્ઘતા-હ્રસ્વતા બંનેને સત્ સ્વીકારો તો તો કોઈ પ્રશ્ન જ નથી. બંને છે જ પછી પ્રતીત્યપ્રત્યયની વાત જ રહેતી નથી. વળી જો તમે કહો કે બધું પ્રતીત્ય જ છે, પ્રતીત્યથી જ સિદ્ધ છે પ્રતીત્ય વિના થતું નથી... તો અમે પૂછીએ છીએ કે પ્રતીત્યની સિદ્ધિ કોનાથી ? પ્રતીત્યસિદ્ધિ પણ પ્રતીત્યસિદ્ધિથી જ સ્વીકારવી પડશે. અને તેથી તારા સ્વીકારેલાનો વિરોધ આવશે. કેમ કે આ પ્રતીત્યસિદ્ધિ પ્રતીત્યસિદ્ધિથી થાય છે તો એ પ્રતીત્યસિદ્ધિ આ પ્રતીત્યસિદ્ધિથી થવી જોઈએ ને ? તો જ સર્વ પ્રતીત્યપ્રત્યય છે. આ સિદ્ધાંત રહી શકે ને ? એવું તો છે નહીં માટે વિરોધ આવશે !......તેથી ધ્રૌવ્યાંશ લક્ષણથી દ્રવ્યની સત્તા સત્ છે, અપેક્ષ્ય સિદ્ધ નથી, જે દ્રવ્યસત્તા કારણ તરીકે વ્યવહારનો વિષય બને છે. અર્થાત્ દ્રવ્ય છે જ જેને આપણે કારણ કહીએ છીએ. આ રીતે કારણ છે એ સિદ્ધ થાય છે. કારણની સિદ્ધિ થઈ એટલે કાર્યની પણ સિદ્ધિ થાય જ કેમ કે કાર્ય વિના કારણ હોય નહિ. આ અવિનાભાવ વ્યાપ્તિથી કાર્યની સિદ્ધિ પણ થઈ ગઈ. જો કાર્ય ન હોય તો કારણ બની શકે જ નહીં કેમ કે કારણના ગુણનો અસંભવ છે. કારણનો ગુણ છે “કરવું' એ કરે તો કારણ કહેવાય. જો કાર્ય ન કરે તો તેનો ગુણ ન રહ્યો તો તે કારણ બને જ કેવી રીતે ? કારણ છે તો તે કરે છે માટે કાર્ય છે જ. પર્યાયાસ્તિકે જણાવ્યું હતું કે... “ઉત્પાદ-વ્યય સ્વયં થાય છે....કાર્યકારણનું જ્ઞાન અપેક્ષાથી થાય છે. સર્વ પ્રતીત્યપ્રત્યય છે....આ વાત બરાબર નથી. એ તો આપણે વિચારી ગયા છીએ... પણ આપણે ત્યાં એકાંત નથી. ઉત્પાદ આદિ કેટલાક પર્યાયો અપેક્ષાથી સિદ્ધ છે. કેટલાક અપેક્ષા વગર સ્વયંસિદ્ધ છે. અપેશ્યસિદ્ધ પર્યાયો :- પ્રયોગથી થનારા પટ આદિ પર્યાયો અપેક્ષ્યસિદ્ધ છે. અનપેશ્યસિદ્ધ પર્યાયો - સ્વાભાવિક વિગ્નસાથી થનારા પરમાણુની નીલતા, વાદળ, ઇન્દ્રધનુષ, વીજળી આદિ પર્યાયો અનપેક્ષ્ય સિદ્ધ છે. આ રીતે કાર્ય-કારણના સ્વરૂપની સિદ્ધિ થઈ ગઈ એટલે પહેલા જે તમે કહ્યું હતું કે– “તંતુ અને પટમાં કે માટી અને ઘટમાં કોઈ સ્વસિદ્ધ રૂપ નથી. તંતુમાં આ કારણ છે, અને પટમાં આ કાર્ય છેઆવું જ્ઞાન થાય છે તે તો અપેક્ષાથી થાય છે... તંતુ સ્વયં કારણ નથી, પટ સ્વયં કાર્ય નથી અને તેમાં આ કારણ છે, આ કાર્ય છે આવું જ્ઞાન કરો છો તેથી તે અસદ્ અર્થવિષયક છે. છે નહીં ને તેનું જ્ઞાન કરો છો એટલે તે અસઅર્થવિષયક છે... આ વાત પણ સિદ્ધ થઈ નહીં કારણ અને કાર્ય અસદ્ અર્થવિષયક નથી એ પ્રમાણે સિદ્ધ થયું. આ રીતે કાર્ય-કારણ કલ્પનામાત્ર નથી. કાર્ય પણ છે, કારણ પણ છે. કાર્ય-કારણ Page #317 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૦૮ સ્વરૂપથી સિદ્ધ છે પણ આ કારણ છે, આ કાર્ય છે. આ અસત્ પદાર્થના વિષયવાળું જ્ઞાન નથી. આ રીતે આપણે દ્રવ્યાસ્તિકાય ને પર્યાયાસ્તિકાયના મન્તવ્યને વિચાર્યું. તેમના એકાંત નિરૂપણમાં અનેક દોષો આવ્યા તે અનેકાંતવાદ સ્યાદ્વાદની પ્રક્રિયાથી આપણે સંમાર્જિત કર્યા અને તેના દ્વારા સૂત્રનો વિસ્તારથી અર્થ વિચાર્યો. હવે આપણે ભાષ્યના અક્ષરોને લઈને વિચારણા કરીએ.. ભાષ્યમાં ‘ઉત્પાવ્યયામ્યાં ધ્રૌવ્યેળ ચ યુ તો લક્ષળમ્'.... . આ પહેલી પંક્તિ છે.... તેમાં ‘ઉત્પાવ્યયાભ્યામ્' उत्पादश्च व्ययश्च उत्पादव्ययौ નિર્દેશ કર્યો છે. = = ૧. ઉત્પાદ અને વ્યય. આ રીતે સમાસ કરીને એક પદથી ध्रौव्येण ध्रुवतीति ध्रुवम् — शाश्वतं ध्रुवस्य भावः ध्रौव्यम् સ્થિરતા ઉત્પાદ્યયૌ ચ ધ્રૌવ્યું ૬ ઉત્પાવ્યયધ્રૌવ્યાળિ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય. યુń યુક્ત એટલે યોગ, (જોડાયેલું) સમુદાય. સત્ અસ્તીતિ સત્ વિદ્યમાન. આ પ્રમાણે ભાષ્યની પહેલી પંક્તિના શબ્દોનો અર્થ છે. હવે તેનો ભાવાર્થ વિચારીએ = નિત્ય છીએ. પરસ્પર સાપેક્ષ ઉત્પાદાદિ સમુદાય સત્ છે... ઉત્પાદાદિ એક એક સત્ નથી. પણ યોગ એટલે પરસ્પર સાપેક્ષ ઉત્પાદાદિનો સમુદાય સત્ છે. પરસ્પર નિરપેક્ષ ઉત્પાદાદિનો સમુદાય સત્ નથી. આ ભાષ્યના શબ્દોનો ભાવાર્થ છે તેનું રહસ્ય છે. દા. ત. જેમ સમુદિત (મળેલાં) વૃક્ષો એ જ વન છે પણ એક એક વૃક્ષ એ વન નથી. તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર સાપેક્ષ—તેનો યોગ એ સત્ છે પણ ઉત્પાદાદિ એક એક સત્ નથી. ‘યુક્ત’ પદનો બીજી રીતે અર્થ... ઉપર યુનુંવી યોળે આ ધાતુનો પરસ્પર સાપેક્ષ અર્થ કર્યો. હવે યુનિષ સમાધી આ ધાતુનો પ્રયોગ રાખી અર્થ કરીએ છીએ. એટલે યુનો અર્થ ‘સમાહિત' થાય. આથી ‘સમાહિત ત્રિસ્વભાવું સત્' આવો સૂત્રાર્થ થાય. તો સમાહિત એટલે એકબીજામાં સંબદ્ધ, ત્રિસ્વભાવું એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય જ. આનો સળંગ અર્થ—એકબીજામાં સંબદ્ધ એવા ઉત્પાદ, વ્યય અને અહીં યોગ એ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યના સંયોગરૂપ યોગ નથી, સમુદાય પણ જુદો નથી પરંતુ ‘સમુદિત થયેલા એવા' તે યોગ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૦૯ ધ્રૌવ્ય આ ત્રણ સ્વભાવવાળું સત્ છે. આ રીતે યુક્ત પદનો બીજો અર્થ સમાધિ કર્યો. આમ ભાષ્યમાં પ્રયોગ કરાયેલ “યુ$'ના બે અર્થ કર્યા. ૧. યુપી યોગે–પરસ્પર સાપેક્ષ. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એકબીજાની અપેક્ષાએ છે, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ છે, વ્યય ઉત્પાદની અપેક્ષાએ છે, પ્રૌવ્ય પણ ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ છે ને ઉત્પાદ-વ્યય પણ દ્રૌવ્યની અપેક્ષાએ છે. ઉત્પાદ સિવાય વ્યય નથી, વ્યય સિવાય ઉત્પાદ નથી, ધ્રૌવ્ય સિવાય ઉત્પાદ-વ્યય નથી. આમ ત્રણે પરસ્પર સાપેક્ષ છે. ૨. યુનિવ સમાધી–પરસ્પર પ્રતિબદ્ધ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય ત્રણે સાથે રહે, કોઈ કોઈને છોડીને ન રહે. આ રીતે બંને યુન્ ધાતુના અર્થ બતાવી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર સાપેક્ષ એકસાથે જ રહે છે આવું નિશ્ચિત જ્ઞાન કરાવે છે. બીજાઓએ કરેલ સૂત્રનો અર્થ. બીજાઓ “ઉત્પત્રિબ્રીચૈથુરું' આ પ્રમાણે સૂત્ર રાખી “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી જે યુક્ત હોય તે સત્ છે” આવો અર્થ કરે છે. પ્રશ્ન - તો તેઓને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે ઉત્પાદાદિથી યુક્ત શું છે? ઉત્પાદાદિથી યુક્ત જે હોય તેનું નિરૂપણ કરવું જોઈએ. ઉત્પાદાદિ ત્રણ સિવાય દ્રવ્યનો અભાવ હોવાથી અમે જાણી શકતા નથી કે ઉત્પાદાદિથી યુક્ત કોણ થાય છે ? હવે બીજાઓ આ પ્રશ્નનું સમાધાન કરતાં કહે છે કે ઉત્તર :- અહીં ઉત્પાદાદિથી યુક્ત વિશેષ્ય કરાય છે અર્થાત “સમુદિત એવા ઉત્પાદાદિ’ એ પ્રમાણે વિશેષણથી વિશિષ્ટ કરાય છે. સમુદિત ઉત્પાદાદિ સાથે જે યોગ છે તે યોગ યુક્ત કહેવાય. આ જ સત્ કહેવાય છે. એટલે કે સમુદિત ઉત્પાદાદિનો યોગ છે તે જ સત છે પણ ભિન્ન ઉત્પાદ અને વ્યય વડે જે યોગ તે સત્ નથી. આ ઉત્પાદાદિનો યોગ સામાન્યથી અનાદિથી છે. વિશેષથી (અમુકનો ઉત્પાદાદિ આ રીતે) વિવક્ષા કરીએ તો તે યોગ આદિ છે. ઉત્પાદ-વ્યય સમાસથી કહ્યા અને ધ્રૌવ્ય જુદું કહ્યું તેનું કારણ... - હવે ભાષ્યકારે ઉત્પાદ-વ્યયને સમાસથી કહ્યા અને ધ્રૌવ્યને જુદું કહ્યું તેનું શું કારણ? આ પ્રશ્ન સ્વાભાવિક થાય છે. તો તેનું સમાધાન પણ સુંદર છે. તે આ પ્રમાણે– સામાન્ય એ પ્રધાન છે તે જણાવવા માટે પ્રૌવ્ય' એ પદ જુદું રાખ્યું છે. કારણ કે અન્વયાંશ-દ્રવ્યાંશ હોય તો જ તેને આશ્રયીને ઉત્પાદ-વ્યય સંગત થઈ શકે. દ્રવ્યાંશ એ સામાન્ય Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તત્ત્વાર્થ સૂત્ર છે. ઉત્પાદ-વ્યય એ પર્યાય-વિશેષ છે. સામાન્ય વગર વિશેષ હોઈ શકતું જ નથી. જો દ્રવ્યાંશ ન હોય તો ઉત્પાદ કોનો ? અને ઉત્પાદ નથી તો તે આકારે વિનાશ કોનો ? આમ આપણે ધ્રૌવ્યાંશની મુખ્યતા બતાવવા માટે ભાષ્યકારે “બ્રૌવ્ય’ પદ અસમસ્ત મૂક્યું છે તેવું સમાધાન કર્યું ત્યારે બીજાઓ આ પ્રશ્નનું બીજી રીતે સમાધાન કરે છે..- બીજાઓ તરફથી આ પ્રશ્નનું બીજી રીતે સમાધાન..... “ધ્રૌવ્ય =' આ પદ ભાષ્યમાં ભાષ્યકારે અસમસ્ત (સમાસ વગર) મૂક્યું છે તેનું કારણ ઉત્પાદ-વ્યય સતનું લક્ષણ છે અને બીજું પ્રૌવ્ય એ સનું લક્ષણ છે. ધ્રૌવ્ય એ સતનું લક્ષણ બધાં દ્રવ્યોમાં છે જ્યારે ઉત્પાદ-વ્યય એ સતનું લક્ષણ પુદ્ગલમાં જ છે અને તે સિવાયનાં દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય ઘટાવવાં હોય તો ઉપચારથી ઘટાવાય. આ ભેદ બતાવવા માટે “ધ્રૌવ્ય' આ પદ જુદું મૂક્યું છે. તે વાત આ કારિકામાં છે. કારિકા :- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત હોય તે સત્ છે. આમ ત્રિલક્ષણરૂપ સત્ સિદ્ધ થયે છતે સાદિસતુ ઉત્પત્તિવાળી વસ્તુ કેમ ત્રિલક્ષણ ન બને? કેમ કે જે ઉત્પત્તિમ પદાર્થ હોય છે તે નિયમથી વિનાશી હોય છે. એટલે જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અને ધ્રૌવ્ય અવશ્યમેવ હોય છે. તો સતુ ત્રિલક્ષણ કેમ ન થાય ? અર્થાત્ સત્ ત્રિલક્ષણ છે. આ પૂર્વાર્ધનો અર્થ થયો. હવે ઉત્તરાર્ધનો અર્થ વિચારીએ. સૂત્રમાં ત્રિપું કહ્યું એટલે ઉત્પાદાદિ ત્રણની મધ્યમાં સના લક્ષણરૂપે જે પ્રૌવ્ય કહ્યું છે તે દ્રવ્યાર્થિકથી કહ્યું છે. જેના શંકા :- સૂત્રમાં સમાસથી જ ઉત્પાદાદિ ત્રણનો બોધ થઈ જતો હોવા છતાં ધ્રૌવ્યને ભાષ્યકારે જુદું કેમ પાડ્યું ? સમાધાન :- પ્રૌવ્ય એ સતનું લક્ષણ છે. આથી જ આ ભાષ્યમાં દ્રવ્ય ૨ આ પદ જુદું મૂક્યું છે. (ઉત્પાવ્યયાખ્યાં ધ્રૌવ્યા ૨) આ પૂર્વાર્ધનો અર્થ છે. હવે ઉત્તરાર્ધનો અર્થ છે. શંકા :- વૃત્તિમાં પ્રૌવ્ય જેમ જુદું કહ્યું તેમ ઉત્પાદ-વ્યય એ પણ જુદા કહ્યા છે તો તે બે સતનું લક્ષણ કેમ નહીં ? સમાધાન :- સત્ ત્રિરૂપ છે. ઉત્પાદાદિ ત્રય જે આ ત્રણ સંભવથી વિકલ્યતે–વિભાગ કરાય છે મતલબ જે પ્રકારે જ્યાં જેનો સંભવ હોય તે રીતે ત્યાં વિભાગ કરાય છે... રા. તો તે કેવી રીતે થાય છે તે બતાવે છે– ....ઉત્પાદ અને વ્યયમાં નિયમથી પ્રૌવ્ય છે પણ જે અંત્યે ધ્રૌવ્ય છે તેમાં ઉત્પાદ અને વ્યયની ભજના છે. ધ્રૌવ્ય એવા ગગનાદિમાં સ્વતઃ ઉત્પાદ-વ્યય નથી કેમ કે એ આકાશમાં ઉત્પાદ-વ્યય બીજાની અપેક્ષાએ છે. એટલે સ્વતઃ નથી પણ પર નિમિત્તથી તો એટલે કે અવગાહના લેનાર પુદ્ગલાદિની અપેક્ષાથી અવગાહના આદિ રૂપ ઉત્પાદ-વ્યય છે. એટલે ઉપચારથી ઉત્પાદ-વ્યય સંભવે પણ છે. આ રીતે ઉત્પાદ-વ્યય વસ્તુમાં વ્યાપક છે જ એટલે સતનું લક્ષણ કેમ ન બને ? ઉપચારથી સનું લક્ષણ બને, પ્રધાનવૃત્તિ લઈએ તો ધ્રૌવ્ય એ વસ્તુનું વ્યાપક છે તો બ્રૌવ્ય એ વ્યાપક હોવાથી સનું લક્ષણ બને. પ્રધાનવૃત્તિનો આશ્રય કરવો એ જ Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૧૧ ન્યાયયુક્ત છે....lal હજી પણ ભજના બતાવે છે.એક સત્ એવું છે કે “છે અને ઉત્પન્ન થતું નથી”, વળી એક સત્ એવું છે કે “ઉત્પન્ન થાય છે અને છે” વળી એક સતુ એવું છે કે “નથી અને ઉત્પન્ન થાય છે” જે આવું નથી તેનાથી પર જે અસત્ છે તે “નથી અને ઉત્પન્ન પણ થતું નથી.” I૪ ભજનાનું સારી રીતે સુલભતાથી જ્ઞાન થાય માટે ચાર દષ્ટાંત આપે છે.... આ ચારેનાં ઉદાહરણ આ પ્રમાણે છે– (૧) આકાશ સત્ છે પણ સ્વતઃ ઉત્પન્ન થતું નથી...છે અને ઉત્પન્ન થતું નથી. (૨) પરમાણુ ઉત્પન્ન થાય છે અને સત્ છે.... ‘ઉત્પન્ન થાય છે અને છે. (૩) પ્રદીપના અંત્યશિખાદિ નથી અને ઉત્પન્ન થાય છે... નથી અને ઉત્પન્ન થાય છે. (૪) આકાશકુસુમ નથી અને ઉત્પન્ન પણ થતું નથી. નથી અને ઉત્પન્ન પણ થતું નથી. આ પાંચ કારિકાનો સંક્ષિપ્ત ભાવાર્થ. પુદ્ગલ અને જીવોમાં ઉત્પાદ-વ્યય જુદા પ્રકારના છે, ધર્મ, અધર્મ, આકાશમાં ઉત્પાદવ્યય જુદા પ્રકારના છે જ્યારે ધ્રૌવ્ય પાંચેય દ્રવ્યોમાં સમાન છે માટે વૃત્તિ-ભાષ્યમાં ધ્રૌવ્ય ૨ આ પદ જુદું મૂક્યું છે. ઉત્પાદ-વ્યય ધર્માદિમાં જુદા પ્રકારના છે અને જીવ પુગલમાં જુદા પ્રકારના છે. ધર્મ, અધર્મ અને આકાશમાં અધિગમના ઉપાયના વિષયપણે ઉત્પાદ અને વ્યય છે, જ્યારે જીવ અને પુદ્ગલોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાથી ઉત્પાદ અને વ્યય છે. પ્રયોગથી થનારા ઉત્પાદ અને વ્યય જુદા છે અને પ્રયોગ વિના સ્વાભાવિક થનારા ઉત્પાદ-વ્યય જુદા છે. ધર્માસ્તિકાયાદિમાં દ્રવ્યસ્વભાવની અપેક્ષાવાળા અપ્રયોગજ જ્ઞાનના વિષયરૂપ જ ઉત્પાદ અને પ્રશ્રુતિ છે. તેમાં પૌરુષેય પ્રયોગ કે વિન્નસા પ્રયોગ થઈ શકતા નથી. આથી ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણના ઉત્પાદ-વિનાશ પરનિમિત્તક છે. જ્યારે જીવ અને પુગલના ઉત્પાદ-વ્યય પ્રયોગ અને વિગ્નસાથી થાય છે. આ રીતે ધર્મ અધર્મ આકાશમાં (૧) માત્ર જ્ઞાનના વિષયરૂપે જ ઉત્પાદ-વ્યય છે. આ રીતે ધર્મ-અધર્મ આકાશમાં (૨) દ્રવ્ય સ્વભાવની અપેક્ષાવાળા અપ્રયોગજ ઉત્પાદ-વ્યય છે.-- -- ૧. “ભેદાદણ' એટલે ભેદથી પરમાણુ ઉત્પન્ન થતો હોવાથી પરમાણુ કથંચિત્ અનિત્ય મનાય છે તે - અપેક્ષાએ આ ઉદાહરણ છે. ૨. “નથી અને ઉત્પન્ન થાય છે” આવું તમે જે કહ્યું એનાથી દ્રવ્ય જે અસ્તિત્વરૂપ છે તેનું વ્યાપકપણું નહી થાય ! એવી શંકા નહીં કરવી કેમ કે દ્રૌવ્ય એ સતનું લક્ષણ દ્રવ્યાર્થિક નયથી છે. પુદ્ગલરૂપે પ્રદીપની અંત્યશિખાદિનું ઉત્પત્તિ પહેલા અને વિનાશના પછી પણ પુદ્ગલરૂપે સત્ત્વ છે જ એટલે ધ્રૌવ્ય રહ્યું. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે ધર્મ-અધર્મ આકાશમાં (૩) પરનિમિત્તક ઉત્પાદ-વ્યય છે. જ્યારે (૧) જીવ અને પુદ્ગલોમાં (૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ઉત્પાદવ્યય છે. જીવ અને પુદ્ગલોમાં (૨) પ્રયોગ અને વિગ્નસાથી ઉત્પાદ-વ્યય છે, જીવ અને પુદ્ગલોમાં (૩) સ્વતઃ અને પરનિમિત્તક ઉત્પાદ-વ્યય છે. આમ ધર્માદિ ત્રણમાં ઉત્પાદ-વ્યય જુદા પ્રકારના છે અને જીવ અને પુગલોમાં ઉત્પાદવ્યય જુદા પ્રકારના છે. જ્યારે દ્રૌવ્ય તો સર્વ દ્રવ્યોમાં અવિશિષ્ટ છે, એક જ જાતનું છે, આથી જ ભાષ્યમાં બ્રવ્ય આ પદ જુદું મૂક્યું છે.... આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સનું લક્ષણ કોઈ ઠેકાણે ઉપચારથી છે, કોઈ ઠેકાણે પરમાર્થથી છે. આ બધો પૂર્વાપર વિચાર કરીને પ્રજ્ઞાવાન આગમજ્ઞો વિરોધ ન આવે તે રીતે વ્યાખ્યા કરશે. અમે તો આ વિષયમાં અનિપુણ છીએ. એટલે આ વિષયમાં અનિપુણ એવા અમે સ્કૂલબુદ્ધિથી કંઈક કહીએ છીએ. ભાષ્યના ૪ શબ્દનો અર્થ હવે ધ્રૌવ્ય પછી જે વ શબ્દ છે તે સમુચ્ચય અર્થવાળો છે. આથી ઉત્પાદાદિ એક એક સનું લક્ષણનું છે અર્થાત્ માત્ર ઉત્પાદ પણ સનું લક્ષણ છે, માત્ર વ્યય પણ સનું લક્ષણ છે, માત્ર ધ્રૌવ્ય પણ સતનું લક્ષણ છે આવો અર્થ નથી થતો પણ સમુદિત એવા જ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સનું લક્ષણ છે, પરસ્પર સાપેક્ષ-મળેલા એવા જ ઉત્પાદાદિ વસ્તુ તત્ત્વ છે આવો અર્થ થાય છે. આ જ અર્થને ભાષ્યકાર મ પછીના ભાષ્ય વડે બતાવે છે. એટલે કે ઉત્પાદાદિ પ્રત્યેક સતનું લક્ષણ ભાષ્યકારને ઇષ્ટ નથી પણ સમુદિત જ ઉત્પાદાદિ વસ્તુતત્ત્વ છે. આ જ ઈષ્ટ છે તે ભાષ્યની બીજી પંક્તિ દ્વારા બતાવે છે કે– ...“જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે સત્ છે. આનાથી બીજું અસત છે...” ભાષ્યમાં ય (જ) ઉત્પાત ઇત્યાદિમાં યત્ શબ્દ છે તે સામાન્યને જ કહેનાર સર્વનામ છે. જે ધર્માસ્તિકાયાદિ પાંચનો સંગ્રહ કરે છે. દ્રવ્યનયનો અભિપ્રાય પરસ્પર સાપેક્ષ-મળેલા જ ઉત્પાદાદિ સતનું લક્ષણ છે. તેમાં—ઉત્પાદાદિમાં દ્રવ્યનયના અભિપ્રાયે આકારાન્તરનો આવિર્ભાવ તે જ ઉત્પાદ છે અર્થાત્ બીજો આકાર પ્રગટ થવો, જે આકાર હતો તે બદલાઈને બીજો આકાર થવો તે જ ઉત્પાદ છે. જે ઔપચારિક છે. પરમાર્થથી કોઈ વસ્તુ પેદા થતી નથી. કેમ કે સતત અવસ્થિત દ્રવ્યાંશ જ છે. હંમેશા સ્થિર રહેનાર ધ્રૌવ્યાંશ જ છે. માટે કોઈ વસ્તુ પેદા થતી જ નથી માત્ર તેનું સ્વરૂપ બદલાય છે તે જ ઉત્પાદ કહેવાય Page #322 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ ૩૧૩ છે. તથા વ્યય એ તિરોભાવરૂપ છે. પૂર્વ અવસ્થાનો-પૂર્વ પર્યાયનું તિરોધાન એ વિનાશ છે. અર્થાત્ પૂર્વ પર્યાય(આકાર)નું ઢંકાઈ જવું, દૂર થવું તે જ વિનાશ છે. કારણ કે દ્રવ્ય જ તે તે પ્રકારે વર્તવું ઉત્પાદ-વિનાશ શબ્દથી કહેવાય છે. અને નિરૂપણ થાય છે. પર્યાયનયનો અભિપ્રાય પૂર્ણક્ષણનો ઉચ્છેદ થાય અર્થાત્ નાશ થાય ત્યારે બીજી ક્ષણ પેદા થાય છે એ પર્યાયનો ઉત્પાદ છે. એટલે બીજી ક્ષણનો ઉત્પાદ થયો. આ ઉત્પાદ પર્યાયરૂપ તે ક્ષણનો નિરન્વય ઉચ્છેદ થવો તે વિનાશ છે. ધ્રૌવ્ય માટે દ્રવ્યનયનો અભિપ્રાય... દ્રવ્યાસ્તિકના મતે અન્વયી સામાન્યાંશ ધ્રૌવ્ય છે. એ પારમાર્થિક છે અને ઉત્પાદ-વ્યય ઔપચારિક છે. પર્યાયમતે ધ્રૌવ્ય... પર્યાયાસ્તિક ઉપચારથી ધ્રૌવ્ય શબ્દનો અર્થ એક સંતાન જ છે આવો કરે છે અને તે સંતાનના બળે જ પ્રત્યભિજ્ઞાની પ્રસિદ્ધિ કરે છે. આમ પર્યાયનય ઉત્પાદ-વ્યયને પારમાર્થિક માને છે અને ધ્રૌવ્યને ઔપચારિક માને છે. મતલબ દ્રવ્યાસ્તિક અન્વયી ધ્રૌવ્ય છે જેને સામાન્યાંશદ્રવ્ય કહે છે જેના આધારે ઉત્પાદવ્યય થાય છે. પર્યાયાસ્તિક તો ઉત્પાદ-વ્યય જ માને છે તે કોના આધારે ? તો તે જણાવે છે સંતાન. જો કોઈ અન્વયી હોય નહીં તો ઉત્પાદ-વ્યયનો આધાર કોણ ? તો દ્રવ્યાસ્તિક ધ્રૌવ્ય સામાન્યાંશ-દ્રવ્ય કહે છે તેના બદલે બૌદ્ધો સંતાન કહે છે. આનાથી જ પ્રત્યભિજ્ઞા પણ સિદ્ધ થાય છે. સોગં ‘તે આ ચૈત્ર છે' આવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞા કહેવાય છે. જો બૌદ્ધ સંતાન ન માને તો તેના સિદ્ધાંત પ્રમાણે પૂર્વક્ષણ તો નાશ પામી ગઈ છે જ પછી સોગ્ય આવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થાય ? માટે તે એક સંતાન માને છે તેને લીધે પ્રત્યભિજ્ઞા થાય છે. આ રીતે દ્રવ્યનયથી અન્વયી સામાન્યાંશ ધ્રૌવ્ય જ છે, ઉત્પાદ-વ્યય તો ઔપચારિક છે. કારણ કે દ્રવ્ય જ તેવી તેવી રીતે ઉત્પાદ અને વિનાશ પામે છે તેમ કહેવાય છે. પર્યાયનયથી ઉત્પાદ-વ્યય જ છે. ધ્રૌવ્ય તો ઔપચારિક છે. આમ દ્રવ્યનયથી ધ્રૌવ્ય પર્યાયનયથી ઉત્પાદ-વ્યય ઉભયનયની સંગતિથી ત્રણેનું પણ વસ્તુના સદ્ભાવની પ્રતિપત્તિ માટે પ્રતિપાદન કરાય છે. કેમ કે વસ્તુ વસ્તુ ત્યારે જ કહેવાય કે આ ત્રણ હોય. ઉત્પાદ અને વ્યય વગર ધ્રૌવ્ય કોઈ પણ પ્રમાણનો વિષય બની શકતું નથી. અર્થાત્ ઉત્પાદ અને વ્યય શૂન્ય ધ્રૌવ્યમાં કોઈ પ્રમાણ નહીં મળે અને સામાન્યાંશ-ધ્રૌવ્યથી રહિત ઉત્પાદ-વિનાશમાં પણ પ્રમાણ નહીં મળે. માટે જ ભાષ્યમાં લખ્યું છે કે— “જે ઉત્પન્ન થાય છે, જે નાશ પામે છે, જે ધ્રુવ છે તે સત્ છે' ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સત્ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ છે. “અતો અન્યદ્ અસત્”. પ્રશ્ન :- આ વાત સૂત્રમાં કહી નથી તો ભાષ્યકારે કેવી રીતે કહી ? ઉત્તર ઃ- સામર્થ્યથી આ વાત પ્રાપ્ત થઈ કે.... તત્ત્વાર્થ સૂત્ર “આનાથી અન્ય અસત્ છે...” એટલે કે ઉપર જે કહ્યું તે સત્ છે અને ઉત્પાદાદિ સમુદિત સ્વભાવથી જે અન્ય છે તે અસત્ છે.... જુદું હોય તે અસત્ ઉત્પાદાદિ સમુદાય છે તેમાંથી અપકૃષ્ટ (દૂર કરાયેલ) છૂટા પડેલ એક એક ઉત્પાદ, વિનાશ કે ધ્રૌવ્ય અથવા બબ્બે ઉત્પાદ અને વિનાશ, ઉત્પાદ અને ધ્રૌવ્ય કે વિનાશ અને ધ્રૌવ્ય આવા બીજાથી નિરપેક્ષ એક એક અંશ કે બબ્બે મળેલા અંશ એ અસત્નો વિષય બને છે, (સત્નો વિષય બનતા નથી) અને અસત્ વ્યવહારની સાથે સંબંધવાળા છે. અહીં પ્રશ્ન થાય કે તે શું છે ? ઉત્પાદાદિ સમુદિત સ્વભાવથી છે તો એવું શું છે ? અહીં જે અસત્ શબ્દ કહેવાય છે તેનો અર્થ અનુપાખ્ય નથી. કેમ કે અનુપાખ્ય છે એ તો શબ્દ વ્યવહારને અયોગ્ય છે ઃ જ્યારે અહીં તો અસત્ શબ્દપ્રયોગ છે. જો અસત્ શબ્દનો અર્થ ‘અનુપાખ્ય’ માનવામાં આવે તો તે અનુપાખ્ય શબ્દ વ્યવહારથી યોગ્ય થયો કહેવાય. આથી અહીં અસત્નો અર્થ અનુપાખ્ય નથી. પરંતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક જે સમુદાય છે તેનાથી છૂટા પડેલા એક એક કે બબ્બે અંશો છે તે અસત્તા વિષય બને છે. આમ પરસ્પર સાપેક્ષ સમુદિત ઉત્પાદાદિ સત્ છે અને તે સિવાય પરસ્પર નિરપેક્ષ ઉત્પાદાદિ એક એક કે બબ્બે અંશો છે તે અસત્ છે. ભાષ્યની પંક્તિથી સત્, અસનું આ રીતે સ્પષ્ટ જ્ઞાન થાય છે. પ્રશ્ન :- તમે ઉત્પાદાદિ સત્ની વ્યાખ્યા ઉભય નયથી કરી પણ દ્રવ્યનય અને પર્યાયનય બંને સ્વતંત્ર છે. બંને નયો પરસ્પર વિજયની ઇચ્છા રાખનારા છે. પોતપોતાની માન્યતાનું ખંડન એકબીજા સહન કરી શકતા નથી. એટલે વળી પાછી વસ્તુ સીમન્વિત જ રહી. અર્થાત્ દ્રવ્યાર્થિક ધ્રૌવ્યાંશને જ માને છે અને ઉત્પાદ-વ્યયનું નિરસન કરે છે, પર્યાયાર્થિક ઉત્પાદ-વ્યય માને છે અને ધ્રૌવ્યાંશનું ખંડન કરે છે. એટલે પરસ્પર વિરોધમાં જ ઊભા છે. દ્રવ્યનય વસ્તુમાં ધ્રૌવ્યાંશ જ માને છે એટલે ધ્રૌવ્યસ્વરૂપ વસ્તુ છે આવું પ્રતિપાદન કરે છે. પર્યાયનય વસ્તુમાં ઉત્પાદ-વ્યય માને છે એટલે ઉત્પાદ-વ્યય રૂપ વસ્તુ છે આવું પ્રતિપાદન કરે છે. આ રીતે બંને નયોની જુદી જુદી માન્યતાને લીધે વસ્તુ સીમન્વિત જ રહી. એક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રહ્યા નહિ. વસ્તુની વસ્તુતા તો પરસ્પર-સાપેક્ષ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવ છે તે તો રહ્યું જ નહીં તેથી વસ્તુની વસ્તુતા વસ્તુમાં રહી શકે નહીં. ઉત્તર ઃ- ઉત્પાદ-વ્યયને માનનાર પર્યાયનયનું સ્વાતંત્ર્ય છે જ નહીં કેમ કે એના ઉ૫૨ દ્રવ્યનયનો અંકુશ છે. અર્થાત્ પર્યાયનય દ્રવ્યનયને આધીન છે. આથી તે સ્વતંત્ર નથી. હવે પર્યાયનય દ્રવ્યનયને આધીન છે, સ્વતંત્ર નથી તે કેવી રીતે ? તે આપણે વિસ્તારથી Page #324 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ સમજીએ. પર્યાયનય દ્રવ્યનયને આધીન છે... અભૂત હોય અને ભવન હોય, અર્થાત્ પૂર્વકાળમાં હોય જ નહીં અને ઉત્તરકાળમાં થતો હોય તેવો કોઈ ઉત્પાદ ધર્મ છે નહીં. ઉત્પાદ જે ઉત્પાદ છે તે ઉત્પાદના બે પ્રકાર છે : (૧) પ્રાયોગિક ઉત્પાદ, (૨) વૈગ્નસિક ઉત્પાદ. પ્રાયોગિક ઉત્પાદ : જીવના વ્યાપારથી થાય તે પ્રાયોગિક ઉત્પાદ કહેવાય છે. તે પ્રાયોગિક ઉત્પાદના બે પ્રકાર છે. (૧) અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ (૨) અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ ૧. અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ : ૩૧૫ = ઇરાદા વગર જીવના વ્યાપારથી થતો. ઇરાદાપૂર્વક જીવના વ્યાપારથી થતો. = ઇરાદા વગર જીવના વ્યાપારથી થાય તે અનભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદિ કહેવાય છે. આ અનભિસંધિજ ઉત્પાદના મન, વચન અને કાયાના ભેદથી ૧૫૨ પ્રકાર છે. કાયાનો વ્યાપાર ૭ પ્રકારે, વાણીનો વ્યાપાર ૪ પ્રકારે અને મનનો વ્યાપાર ૪ પ્રકારે આમ અનભિસંધિજ વ્યાપાર ૧૫ પ્રકારે છે. ૧. તેમાં કાયા, વાણી અને મન એ તે તે વર્ગણાનાં પુદ્ગલોનો સમુદાય છે. તે કાયાદિ સમુદાયાત્મક છે, અને સમુદાય તો સાર્થ, રથ અને ચક્રની જેમ અસત્ છે. સાર્થ, રથ અને ચક્ર એ કોઈ સ્વતંત્ર નથી પણ અવયવના સમુદાયરૂપ છે. દા. ત. સાથે એ પોતાનાં અંગોનો સમુદાય જ છે. આથી પરમાર્થથી સાર્થ કોઈ છે જ નહિ. વાસ્તવિક પોતાનાં અંગોના સમુદાય સિવાય સાર્થ જેવી કોઈ ચીજ નથી. વળી ૨થ એ પુરુષ અને કૂવર વગેરેથી જુદી કંઈ ચીજ છે ? પુરુષ અને કૂવ૨ આદિ સિવાય રથ એ કોઈ વસ્તુ નથી. એટલે સાર્થ કે રથાદિનો અભાવ છે. આથી સાર્થ, રથાદિ કેવી રીતે ઉત્પન્ન થાય ? એવી રીતે કાર્યાદિ પણ પુદ્ગલના સમુદાયરૂપ છે, અને સમૂહ તો સમૂહિ માત્ર છે. જીવ ખોરાક લઈને ચાવે છે તે ઇરાદાપૂર્વકનો વ્યાપાર અને તે ખોરાક લોહી, માંસ આદિ સાત ધાતુરૂપે પરિણમે છે તે ઇરાદા વગરનો જીવવ્યાપાર. ૨. આ અધ્યાયના ૪૪મા સૂત્રમાં જુઓ. ૩. રથમાં પુરુષને બેસવાની જગાને કૂવર કહેવાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તત્ત્વાર્થ સૂત્ર સમુદાય તો સમુદાય જ છે. એટલે જેનાથી સમુદાય કહેવાય છે તે અવયવો જ છે. તેના સિવાય કોઈ જુદી ચીજ નથી. આથી કાયાદિમાં પણ કોઈનો ઉત્પાદ નથી. પોતાના અવયવો સિવાય સમુદાયનો ઉત્પાદ છે જ નહીં. એટલે કાયાદિ શબ્દનો વ્યવહાર છે પણ પરમાર્થથી અસત્ છે. વાસ્તવિક કાયાદિ કોઈ ઉત્પન્ન થતા નથી. માત્ર પુદ્ગલનો સમુદાય છે માટે તેમાં પણ ઉત્પાદ સંભવતો નથી. આ રીતે અનભિસંધિજ ઉત્પાદ સંભવતો નથી. ૨. અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ - ઈરાદાપૂર્વક જીવના વ્યાપારથી થાય તે અભિસંધિજ પ્રાયોગિક ઉત્પાદ કહેવાય છે. કાયાદિના યોગથી સમગ્ર વાંસળા વગેરે કારણની અપેક્ષા કરતો હોવાથી સ્તંભ, કુંભ વગેરેનો ઉત્પાદ બુદ્ધિપૂર્વક કરનાર પુરુષની ક્રિયા-વ્યાપારથી થાય છે. એટલે આ પ્રયોગથી થતો ઉત્પાદ કહેવાય છે. સ્તંભ, કુંભ આદિ બનાવવામાં ઇરાદાપૂર્વક જીવનો વ્યાપાર છે. કેમ કે બુદ્ધિશાળી પુરુષ જે બનાવવું છે તેને વિચારી તેમાં જરૂરી કાષ્ટ, વાંસ કે માટી આદિ પોતે જાતે લાવે છે તે આકારે ગોઠવે ત્યારે સ્તંભ આદિ બને છે. આથી આ ઉત્પાદ જીવના વ્યાપારથી થાય છે એટલે પ્રાયોગિક છે અને તે પણ “આ બનાવવું છે' આ રીતનો ઇરાદો હોય છે માટે ઈરાદાપૂર્વકનો જીવનો વ્યાપાર છે. આ ઉત્પાદ પણ સમુદાય વિષયક છે. સમુદાયનો જ છે. અને સમુદાય તો અસતુ છે. અસત્ હોવાથી સમુદાય ઉત્પન્ન થતો નથી. આથી આ અભિસંધિજ ઉત્પાદનો પણ અભાવ જ છે. આ રીતે ઉત્પાદની વિચારણા કરતાં એવો અર્થ સમજાય છે કે અન્વયાંશથી નિરપેક્ષ હોવાથી પ્રાયોગિક ઉત્પાદ સંભવતો નથી. આમ પ્રાયોગિક ઉત્પાદની વિચારણા પૂર્ણ કરી. હવે બીજા પ્રકારના વૈગ્નસિક ઉત્પાદન વિચારીએ. વૈગ્નસિક ઉત્પાદ - સ્વાભાવિક થાય તે વૈગ્નસિક ઉત્પાદ કહેવાય છે. આ વૈગ્નસિક ઉત્પાદ પણ નથી. વિસસા એ સ્વભાવવાળી સંજ્ઞા શબ્દ છે. અર્થાતુ વિગ્નસા એ સંજ્ઞાવાચી નામ છે તેનો અર્થ સ્વભાવ થાય છે. વિગ્નસા = સ્વભાવ. વિગ્નસાથી જે થયેલો તે વૈગ્નસિક કહેવાય. સ્વભાવથી થયેલો તે સ્વાભાવિક કહેવાય. Page #326 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૧૭ એટલે વૈગ્નસિક કહો કે સ્વાભાવિક કહો બંને એક જ છે. ધર્મ, અધર્મ, આકાશ, આત્મા, પુદ્ગલ દ્રવ્યોની અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ, ઉપયોગ, સ્પર્શ-શબ્દ વગેરે આ સ્વસ્વરૂપ વૃત્તિઓ છે. અર્થાત ગત્યાદિ રૂપે ધર્માદિ વર્તે છે, ઉપયોગાદિરૂપે આત્મા વર્તે છે. અને સ્પર્શાદરૂપે પુગલ વર્તે છે. એટલે ગતિ આદિ ધર્માદિ દ્રવ્યોના સ્વરૂપે જ રહેલા છે. ધર્માદિ દ્રવ્યરૂપ જ છે પરંતુ તે ગતિ આદિ ધર્માદિ દ્રવ્યોના ધર્મો કે પર્યાયો નથી. જો ગતિ વગેરે ધર્માદિ દ્રવ્યોના ધર્મો કે પર્યાયો હોય તો ગતિ વગેરેના ઉત્પાદની વિદ્યમાનતામાં અર્થાત્ ગતિ આદિ થતા હોય ત્યારે ધર્માદિ દ્રવ્યોનું કોઈ વિલક્ષણ એવું જુદું જ રૂપ થવું જોઈએ ! મતલબ સમજાય છે કે જો ધર્માદિ દ્રવ્યોમાં ગતિ આદિનો ઉત્પાદ માનવામાં આવે તો ધર્માદિ દ્રવ્યો વિલક્ષણ થઈ જાય ! કારણ ધર્માદિ દ્રવ્યો હતો તેના કરતાં તેમાં ગતિ આદિ નવાં ઉત્પન્ન થયાં તો તો તે બદલાઈ જાય ને? તેના સ્વરૂપમાં કંઈક ફેરફાર થાય ને ? પરંતુ તેવું બનતું નથી. ધર્માદિનું જે રૂપ છે તે જ રૂપ દેખાય છે, બીજું રૂપ તો છે જ નહીં. દાતજેમ એક સાપ છે. તે લાંબો થાય, ગોળ કૂંડાળું વળીને રહ્યો હોય, ફણાવાળો થાય કે ફણા વગરનો રહે પણ સાપ તો તેનો તે છે. કારણ કે સાપનું સ્વાભાવિક અકૃત્રિમ સંસ્થાન છે તેના કરતાં માત્ર બીજા સંસ્થાનની અભિવ્યક્તિ છે. ફક્ત તેનો આકાર ફરક થયો છે. કેમ કે આ બધા આકારો પહેલા સાપનું જે રૂપ હતું તેનાથી સાપ જુદો નથી, અનન્ય-અભિન્ન છે. પહેલાં સાપનું જેવું રૂપ હતું તેવું જ છે. તેમાં કોઈ ફરક નથી. એટલે સાપરૂપ તે દ્રવ્ય તો રહ્યું જ છે. સાપરૂપ દ્રવ્યનું અવસ્થાન છે માટે ઉત્પાદ ક્યાંથી કહેવાય ? તેમાં શું ઉત્પન્ન થયેલું ન હતું કે વિદ્યમાન ન હતું જેની અભિવ્યક્તિ થઈ હોય? એમાં જે હતું તે પ્રગટ થયું છે. બાકી સાપરૂપ દ્રવ્ય તો છે જ એમાં કશું નવું ઉત્પન્ન થયું નથી. માટે ઉત્પાદનો અભાવ જ છે. આ રીતે જ ધર્માદિ દ્રવ્યોમાં પણ ગતિ આદિના ઉત્પાદનો અભાવ છે. કેમ કે ગતિ આદિ તે તે દ્રવ્યોના સ્વરૂપનું અવસ્થાન્તર જ છે. દા. ત. પાણીમાં તરંગો થાય છે. તો તે તરંગો શું છે? પાણીમાં નવા ઉત્પન્ન થયા છે ? ના. એ તો જલરૂપ જ છે માત્ર અવસ્થાન્તર છે. તરંગો એ જલનું અવસ્થાન્તર છે પણ જળથી કોઈ જુદી ચીજ નથી. વળી હિમનો સમુદાય છે તે હિમથી જુદો નથી પણ હિમનું અવસ્થાન્તર છે. આ રીતે પાણીમાં કે હિમમાં કોઈ ઉત્પાદ થયો નથી તેવી રીતે ધર્માદિ દ્રવ્યોમાં પણ ગતિ આદિનો ઉત્પાદ થતો નથી. આમ આપણે જે સ્વાભાવિક ઉત્પાદ વિચારી રહ્યા છીએ તે વૈગ્નસિક ઉત્પાદ પણ ક્યાંથી બની શકે ? ઉપર વિચાર્યું તેમ પ્રાયોગિક ઉત્પાદ પણ નથી. વૈગ્નસિક ઉત્પાદ પણ સંભવતો નથી. હવે આ બે સિવાય ઉત્પાદનો બીજો કોઈ પ્રકાર નથી. માટે ઉત્પાદનો અભાવ જ છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આમ આપણે ઉત્પાદને વિસ્તારથી વિચાર્યો. દ્રવ્યાંશથી નિરપેક્ષ એકલો ઉત્પાદ સંભવી શકતો જ નથી. માત્ર ઉત્પાદનો અભાવ જ છે માટે અમે કહ્યું તે પ્રમાણે સિદ્ધ થાય છે કે પર્યાયનય સ્વતંત્ર નથી. દ્રવ્યનયને આધીન છે. દ્રવ્યનયથી અંકુશિત છે આવું માનીએ તો જ ઉત્પાદ ઘટી શકે છે. ૩૧૮ આ રીતની વિચારણાથી સ્પષ્ટ બોધ થાય છે કે—સ્વતંત્ર પર્યાયાસ્તિક નયથી ઉત્પાદ ઘટતો નથી પણ દ્રવ્યનયની સાપેક્ષતાથી જ ઘટી શકે છે. આથી દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ અને પર્યાયાસ્તિક નયથી ઉત્પાદનું નાસ્તિત્વ આપણે આત્મા અને પુદ્ગલમાં વિચાર્યું. કેમ કે પ્રાયોગિક ઉત્પાદ જીવમાં ઘટે છે અને જીવનો વ્યાપાર પુદ્ગલ દ્રવ્યમાં થાય છે માટે જીવ અને પુદ્ગલમાં જ તેની વિચારણા સંભવે. વળી વૈગ્નસિક ઉત્પાદ એ સ્વાભાવિક ફેરફારરૂપ છે તો એ વિકારી દ્રવ્યોમાં જ ઘટી શકે એટલે વિકારી દ્રવ્યોમાં આત્મા અને પુદ્ગલ છે. માટે આપણે દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ અને પર્યાયાસ્તિક નયથી નાસ્તિત્વ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિચાર્યું. આ ઉત્પાદનો અનેકાંત જીવ અને પુદ્ગલ દ્રવ્યનો જ છે. કેમ કે બંને પ્રકારનો ઉત્પાદ એમાં સંભવે છે. અન્ય રૂપે રહેલા જીવ અને પુદ્ગલ અન્યરૂપે પરિણમે છે. પ્રશ્ન :- ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આવું તમારું લક્ષણ છે તો દરેક દ્રવ્યમાં ઘટવું જોઈએ ને ? આત્મા અને પુદ્ગલ દ્રવ્યમાં ઉત્પાદ વિચાર્યો. હવે અવિકારી દ્રવ્યો ધર્મ અધર્મ, અને આકાશમાં અન્યરૂપે રહેલા અન્યરૂપે પરિણમતા નથી તો ત્યાં ઉત્પાદનો અભાવ હોવાથી તે દ્રવ્યોમાં ઉત્પાદનું અસ્તિત્વ-નાસ્તિત્વ આમ અનેકાંત કેવી રીતે આવશે ? ઉત્તર ઃ- વિકારને પ્રાપ્ત થતા નથી તેવા ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્યોમાં પ્રાયોગિક ઉત્પાદનો અસંભવ હોવા છતાં પણ સ્વાભાવિક ઉત્પાદ છે. સ્વાભાવિક ઉત્પાદ... ૧. સ્વાભાવિક ઉત્પાદ પણ બે પ્રકારનો છે. (૧) સમુદાયજનિત..... (૨) એકત્વિક.... આ દ્રવ્યોમાં બંનેય પ્રકારનો ઉત્પાદ ભજનાથી છે. ૨. તે તે દ્રવ્યોના સ્વભાવરૂપ જે ઉત્પાદ તે સ્વાભાવિક ઉત્પાદ કહેવાય છે. स्वाभाविकश्च द्विविध उत्पादः एकः समुदायकृतः प्राक्प्रतिपादितावयवारब्धो घटादिवत्, अपरश्चैकत्विकः अनुत्पादितामूर्त्तिमद् द्रव्यावयवारब्धः, आकाशादिवत्, आकाशादीनाञ्च त्रयाणां द्रव्याणामवगाहकादिघटादिपरद्रव्यनिमित्तोऽवगाहनादिक्रियोत्पादोऽ-नियमात् - अनेकान्ताद् भवेत्, अवगाहकगन्तृस्थातृद्रव्यससन्निधानतोऽम्बरधर्माधर्मेष्ववगाहनगतिस्थितिकियोत्पत्तिनिमित्त-भावोत्पत्तिरित्यभिप्रायः ॥ सम्मति० एकोनत्रिंशं सोपानं पृ० ૨૭૧. भजनायास्त्विति, विवक्षाया एव विशेष : ... सम्मति.... एकोनविंशं ॥ पृ० १३८ भजनया कथंचिद्भावेन इत्यर्थः । Page #328 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૩૧૯ દા. ત. જેમ આત્મામાં પથમિક આદિ ભાવોનો ઉત્પાદ એટલે કે આત્માનું જ તે તે આકારે રહેવું તે જ ઔપથમિક આદિ ભાવોનો ઉત્પાદ કહેવાય છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. પરમાણમાં સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ એટલે કે પરમાણુ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ભાવોનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. સ્કંધમાં સ્પર્શ અને શબ્દાદિનો જે ઉત્પાદ એટલે કે સ્કંધ જ તે તે આકારે રહે છે તે જ સ્પર્ધાદિ ને શબ્દાદિનો ઉત્પાદ છે. આ સ્વાભાવિક ઉત્પાદ છે. તેવી રીતે આકાશાદિમાં અવગાહ આદિનો ઉત્પાદ એટલે કે આકાશાદિ જ અવગાહાદિરૂપે રહે છે તે જ અવગાહ આદિનો ઉત્પાદ છે. આ આકાશાદિમાં સ્વાભાવિક ઉત્પાદ છે. આમ આકાશમાં અવગાહસ્વભાવ, અધર્મમાં સ્થિતિસ્વભાવ, ધર્મમાં ગતિ સ્વભાવ છે તે બધા તો દ્રવ્યોનાં પરિણામો છે. કારણ કે તે આકાશાદિ જ અવગાહ આદિ આકારથી ઉત્પન્ન થયા છે. આ રીતે ધર્મ, અધર્મ, આકાશરૂપ અવિકારી દ્રવ્યોમાં સ્વાભાવિક ઉત્પાદ છે. સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ.. આ જે અવગાહ વગેરેનો ઉત્પાદ છે તે પ્રદેશરૂપ છે. જેમ આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશોનો સમુદાય એ આત્મા છે તેમ આકાશાદિ પ્રદેશનો સમુદાય છે. અને આકાશનું આકાશપણું સ્વાભાવિક છે. અકૃત્રિમ જ છે. માટે તેના અવગાહનો ઉત્પાદ પણ અકૃત્રિમ હોવાથી સ્વાભાવિક જ છે. કારણ કે આકાશ એ પોલાણ છે, જગ્યા આપવાના સ્વભાવવાળું છે. તે જ રીતે ધર્મ દ્રવ્યગતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, અધર્મ દ્રવ્યસ્થિતિમાં અનુગ્રહ કરવાના સ્વભાવવાળું છે, આત્મા પણ જ્ઞાનસ્વરૂપ હોવાથી ઉપયોગસ્વભાવવાળો છે અને પુદ્ગલો મૂર્ત હોવાથી સ્પર્ધાદિ સ્વભાવવાળા છે. આ પ્રમાણે વિચારીએ ત્યારે આ દ્રવ્યોમાં અવગાહાદિનો ઉત્પાદ થાય છે તે સ્વાભાવિક છે. અસ્વાભાવિક ઉત્પાદ.. આ રીતે આપણે અવગાહાદિનો ઉત્પાદ સ્વાભાવિક છે એમ વિચાર્યું તેવી રીતે કથંચિતુ અસ્વાભાવિક છે એ વિચારીએ છીએ. કેમ કે આપણો તો અનેકાંતવાદ છે એટલે કથંચિત સ્વાભાવિક ઉત્પાદ છે અને કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે. આ અવગાહ આદિ કથંચિત્ અસ્વાભાવિક ઉત્પાદ છે. કેમ કે એ સમુદાયનું કાર્ય છે. દા. ત. જેમ ઘણા તંતુઓના સમુદાયથી પટ બને છે તેમ યથોક્ત અવગાહ આદિનો ઉત્પાદ પણ સમુદાયથી થતો હોવાથી અસ્વાભાવિક છે. કેમ કે અવગાહ એ અવગાહ્ય અને અવગાહક આ બેના સમુદાયરૂપ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તત્વાર્થ સૂત્ર ગતિ પણ ગતિ કરનાર અને ધર્માસ્તિકાય દ્રવ્ય આ બેના સમુદાયરૂપ છે, સ્થિતિ પણ સ્થિતિ કરનાર અને અધર્માસ્તિકાય દ્રવ્ય આ બેના સમુદાયરૂપ છે. ઉપયોગ પણ જ્ઞાન કરનાર અને શેય આ બેના સમુદાયરૂપ છે, સ્પર્શાદિ પણ સ્પર્શેન્દ્રિય અને સ્પર્શ કરવા યોગ્યના સમુદાયરૂપ છે, ---- તેથી અવગાહ આદિનો ઉત્પાદ પણ સમુદાયરૂપ હોવાથી કથંચિત અસ્વાભાવિક છે. કેમ કે સમુદાયથી નિરપેક્ષ આ અવગાહ આદિનો અભાવ છે. જો અવગાહક અને આકાશદ્રવ્ય, ગમન કરનાર અને ધર્મ દ્રવ્ય, સ્થિતિ કરનાર અને અધર્મ દ્રવ્ય આ બલ્બનો સમુદાય ન હોય તો આ ઉત્પાદ થતો નથી માટે અવગાહ આદિનો ઉત્પાદ કથંચિત્ સમુદાયકૃત છે. આ રીતે આપણે વિચાર્યું કે અવિકારી દ્રવ્યોમાં પણ સ્વાભાવિક ઉત્પાદ છે, ઉત્પાદનો અભાવ નથી. સ્વાભાવિક ઉત્પાદના (૧) સમુદાયજનિત (૨) એકત્વિક બે પ્રકારો છે તેમાંથી સમુદાયજનિત આપણે વિચાર્યો. હવે બીજો પ્રકાર છે તેને વિચારશું. (૨) એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ - એકથી એકમાં જે ઉત્પાદ થાય તે એકત્વિક ઉત્પાદ કહેવાય છે. આકાશમાં અવગાહ લેનારનો પ્રવેશ થાય છે ત્યારે અવગાહનો ઉત્પાદ વ્યક્ત થાય છે. તે ઉત્પાદની વ્યક્તિ આકાશમાં જ થાય છે પણ બીજે થતી નથી. અર્થાત અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે આકાશમાં પ્રવેશ કરે છે ત્યારે અવગાહસ્વભાવવાળા આકાશમાં અવગાહ પ્રગટ થાય છે. અવગાહ તો રહેલો જ છે. પરંતુ અવગાહક દ્રવ્યના પ્રવેશથી તે પ્રગટ થાય છે. જ્યાં રહેલો છે ત્યાં જ વ્યક્ત થાય પણ અવગાહક આદિ બીજે તો ન જ થાય. કેમ કે અવગાહ આકાશનો જ ધર્મ છે, પણ અવગાહકનો ધર્મ નથી. માટે આકાશમાં જ અવગાહકના પ્રવેશથી અવગાહ વ્યક્ત થાય છે. - હવે આ જે અવગાહ પ્રગટ થાય છે તે અવગાહનો અવગાહક ભંજક બને છે પણ ઉત્પાદક નથી. અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ દ્રવ્ય આકાશમાં અવગાહ ઉત્પન્ન કરતા નથી પણ તેને પ્રગટ કરે છે એટલે અવગાહક વ્યંજક છે જે વ્યંજક હોય છે. તે આકાશથી બીજો જ હોય છે. દા. ત. જેમ દીપક આદિ ઘટના વ્યંજક છે તો તે વ્યંગ્ય એવા ઘટાદિથી જુદા છે. દીપક ઘટ આદિ છે તે બતાવે છે અને ઘટ આદિ બતાવવા યોગ્ય-વ્યંગ્ય છે. આ બંને જુદા છે તેવી રીતે અવગાહનો વ્યંજક અવગાહક છે તે પણ આકાશથી જુદો છે. આ રીતે વ્યંજક અવગાહકથી વ્યક્ત થતો જે અવગાહ છે તે એકત્વિક ઉત્પાદ છે. એકથી (અવગાહથી) એકમાં (આકાશમાં) જે ઉત્પાદ થાય છે તે એકત્વિક ઉત્પાદ કહેવાય છે. આકાશનો અવગાહ સ્વભાવ છે. એટલે આકાશ જ અવગાહરૂપે રહે છે માટે આ સ્વાભાવિક ઉત્પાદ છે અને વ્યંજક અવગાહક દ્રવ્યથી આકાશમાં જ આ અવગાહ વ્યક્ત થાય Page #330 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ છે માટે આ એકત્વિક ઉત્પાદ છે. આ રીતે જેમ એકત્વિક ઉત્પાદ છે તેવી રીતે કથંચિત્ અનેકત્વિક ઉત્પાદ પણ છે. જેમ પહેલા સમુદાયકૃત ઉત્પાદમાં સ્વાભાવિક અને અસ્વાભાવિક બંને કહ્યા તેમ અહીં પણ એકત્વિક અને અનેકત્વિક બંને સમજવા. ૩૨૧ આ રીતે આપણે વિસ્તારથી ઉત્પાદના ભેદ-પ્રભેદ વિચાર્યા, તેનું અસ્તિત્વ-નાસ્તિત્વ વિચાર્યું તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે— જીવના પ્રયોગથી થતો પ્રયોગ જ ઉત્પાદ સમુદાયરૂપ છે અને સમુદાય અસત્ હોવાથી દ્રવ્યાસ્તિકથી નિરપેક્ષ ઉત્પાદનો અભાવ છે. વિકારી દ્રવ્યમાં ફેરફાર થાય તે રૂપ, જે સ્વાભાવિક ઉત્પાદ છે તેનો પણ અભાવ છે. કેમ કે તે દ્રવ્યોમાં ગતિ આદિનો ઉત્પાદ થતો હોય તો કંઈક ફરક પડવો જોઈએ પણ એવો કોઈ ફરક થતો નથી એટલે વૈગ્નસિક ઉત્પાદનો પણ અભાવ છે. આ રીતે પર્યાય નયથી ઉત્પાદનું નાસ્તિત્વ સિદ્ધ થાય છે. ત્યારપછી અવિકારી આકાશાદિ દ્રવ્યો છે તે દ્રવ્યો જ અવગાહ આદિ રૂપે રહે છે તે રૂપે જે ઉત્પાદ છે તે સ્વાભાવિક ઉત્પાદ છે. આ વાત કરી દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. તેમાં સ્વાભાવિક ઉત્પાદ (૧) સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ, (૨) એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ વિચાર્યો, આત્માના જેમ અસંખ્યાત પ્રદેશો છે તે આત્માથી જુદા નથી અને તે પ્રદેશોનો સમુદાય તે આત્મા છે તેમ અવગાહ આદિ પ્રદેશોના સમૂહરૂપ આકાશાદિ છે, આકાશપ્રદેશરૂપ અવગાહ છે. આકાશથી જુદો અવગાહ નથી. માટે આ સમુદાયજનિત સ્વાભાવિક ઉત્પાદ છે. ૧) અવગાહક-આકાશ, ગન્તા-ધર્મ, સ્થાતા-અધર્મ આદિના સમુદાયથી થતો અવગાહ આદિ ઉત્પાદ સમુદાયજનિત અસ્વાભાવિક ઉત્પાદ છે. (૨) ભંજક એક અવગાહકથી જ આકાશમાં જ અવગાહ વ્યક્ત થાય છે માટે આ અવગાહનો ઉત્પાદ એકત્વિક સ્વાભાવિક ઉત્પાદ છે. વળી અવગાહ્ય-અવગાહક આદિના સમુદાયથી ઉત્પન્ન થાય છે માટે આ અનેકત્વિક સ્વાભાવિક ઉત્પાદ છે. આ રીતે દરેક દ્રવ્યોમાં ઉત્પાદની અનેકાંતતા સિદ્ધ થાય છે. અવગાહનો અનૈકત્વિક ઉત્પાદ માનવાથી અવગાહ અનિત્ય છે. તેમાં અનુમાન- દા૰ ત૰ જેમ પાંદડામાં લીલાશ એ ગુણ હોવાથી અનિત્ય છે તેમ અવગાહ પણ આકાશનો ગુણ હોવાથી અનિત્ય છે. ૧. न पुन निरवयवकृतत्वादैकात्विकः, अयमपि स्यादैकत्विकः न स्यादनैकत्विकः, न त्वैकत्विक एव एवं मूर्त्तिमदमूर्तिमदवयवद्रव्यद्वयोत्पाद्या- ...... सम्मतितत्त्वसोपाने त्रिंशम् सोपानम् पृ० २७२ पं० १९-२०. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ તત્ત્વાર્થ સૂત્ર આકાશનો અવગાહરૂપ ઉપકાર છે. તે અવગાહ લેનાર જીવ અને પુદ્ગલ સિવાય અભિવ્યક્ત થતો નથી. એટલે આકાશમાં અવગાહીને રહેલા જીવાદિને સંયોગ એ જ અવગાહ છે આવું સિદ્ધ થાય છે. અને સંયોગ એ ઉત્પન્ન થનારી ચીજ છે. કેમ કે જોડાતી વસ્તુથી સંયોગ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે વસ્તુનો સંયોગ કરાય છે તે વસ્તુથી સંયોગ થાય છે. દા. ત. જેમ બે આંગળીનો સંયોગ. એ જેમ બે આંગળીઓ જોડાય છે ત્યારે થાય છે. એટલે બે આંગળીઓ સંયુજયમાન વસ્તુ છે તેનાથી જ સંયોગ થાય છે. માટે સંયોગ એ ઉત્પન્ન થનારી ચીજ છે. હવે સંયોગ એ ઉત્પન્ન થનાર છે તો આકાશનો અવગાહ પણ સંયોગરૂપ હોવાથી ઉત્પન્ન થનાર છે એટલે કે ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. અને આકાશના અવગાહની જેમ જ ગતિ પણ ગતિવાળા દ્રવ્યનો, સ્થિતિ સ્થિતિવાળા દ્રવ્યનો, ઉપયોગ ઉપયોગવાળા દ્રવ્યનો, રૂપાદિ રૂપાદિવાળા દ્રવ્યનો સંયોગમાત્ર છે. માટે તે પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા છે. આ રીતે સર્વ વસ્તુ ઉત્પાદ-વિગમ અને ધ્રુવ સ્વભાવ છે. પદાર્થમાત્ર ઉત્પાદ, વ્યય અને યુવરૂપ છે. શંકા - દ્રવ્ય પોતાના પર્યાયથી એકાંત ભિન્ન પ્રાપ્ત થાય છે કારણ કે પર સ્વભાવભૂત તે પર્યાયનો નાશ થવા છતાં દ્રવ્ય તો અવિનષ્ટ રહે છે. એટલે એકાંત નિત્ય દ્રવ્ય છે આવું પ્રગટ થાય છે. માટે દ્રવ્ય નિત્ય જ છે. સમાધાન :- આ વાત બરાબર નથી. કેમ કે પોતપોતાના પર્યાયથી કોઈ દ્રવ્ય એકાંત ભિન્ન પ્રાપ્ત થતું નથી. પર્યાય રહિત દ્રવ્ય હોતું જ નથી. અને એ પર્યાય તથા દ્રવ્યનો કથંચિત્ અભેદ છે માટે પર્યાયના નાશમાં તે પર્યાયરૂપે તે દ્રવ્ય નાશ પામ્યું પણ બીજા પર્યાયરૂપે નાશ નથી થયું. વળી અનેક પર્યાયવાળું દ્રવ્ય, પર્યાય અને દ્રવ્યનો અભેદ હોવાથી અનેક પર્યાયરૂપ દ્રવ્ય હોવાથી દ્રવ્ય અનેકરૂપ છે. એટલે કે અનેક પર્યાયની સાથે દ્રવ્યનો અભેદ હોવાથી અનેકરૂપ દ્રવ્ય થયું. અને અનેકરૂપ દ્રવ્ય એકરૂપે નાશ પામે છે, અન્યરૂપે ઉત્પન્ન થાય છે અને અન્યરૂપે કાયમ રહે છે. દા. ત. એક આંગળી છે. તેમાં અંગુલિત્વ, વક્રત્વ, ઋજુત્વ આદિ ઘણા પર્યાયો છે. આંગળીને જ્યારે વાંકી કરીએ ત્યારે વક્રત્વ પર્યાયથી આંગળીનો ઉત્પાદ થયો અને ઋજુત્વ બીજાં દ્રવ્યોના જે પર્યાયો છે તે બીજા દ્રવ્યથી ભિન્ન હોવા છતાં પણ સ્વ પર્યાય સ્વથી ભિન્ન નથી. અર્થાત જે દ્રવ્યનો જે પર્યાય છે તે પર્યાયથી તે દ્રવ્ય ભિન્ન નથી. આ સ્વીકારવું જ જોઈએ. આ ન સ્વીકારાય તો “તે દ્રવ્યનો’ “આ પર્યાય છે' એમ ભેદ હોવા છતાં પણ સ્વપર્યાયની જેમ પરદ્રવ્ય પર્યાયનો ભેદ છે જ. તો એ ભેદમાં તો કોઈ વિશેષતા નથી. આમ અવિશેષતા હોવાથી સર્વ પર્યાયો સર્વ દ્રવ્યના પર્યાયો કહેવાશે માટે સ્વપર્યાયથી દ્રવ્યનો અભેદ સ્વીકારવો જ જોઈએ. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૩ * અધ્યાય-૫: સૂત્ર-૨૯ પર્યાયથી નાશ થયો અને અંગુલિત્વરૂપે આંગળી ધ્રુવ છે. તેવી રીતે દ્રવ્ય એક પર્યાયરૂપે નાશ પામે છે, એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને અન્યરૂપે કાયમ રહે છે. આમ એક વસ્તુનો વિષય કરનારાં સ્વરૂપોનું બહુપણું હોવાથી એક વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય યુક્તપણું છે. એટલે કે એક વસ્તુમાં અનેક પર્યાયો રહ્યા છે એટલે ઘણાં સ્વરૂપો છે તો તે વસ્તુ “આવી જ છે' કે “આવી જ છે' એમ કેવી રીતે કહેવાય ? ઘણાં સ્વરૂપો છે એટલે તેમાં ફેરફાર થયા જ કરે. એક રૂપ નાશ પામે, બીજું રૂપ ઉત્પન્ન થાય. માટે વસ્તુ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત જ છે. તેથી ભાઈ ! કેવી રીતે આકાશ વગેરે દ્રવ્ય નિત્ય જ છે એમ સ્વીકારાય ? અર્થાત્ આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય નથી. જો આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય છે આવું સ્વીકારાય તો સ્યાદ્વાદ દેશવ્યાપી બને, સર્વવ્યાપી બને નહીં. કેમ કે પાંચ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ઘટશે માટે સ્યાદ્વાદ દેશવ્યાપી બનશે ! જ્યારે સ્યાદ્વાદ તો સર્વવ્યાપી છે માટે આકાશાદિ એકાંત નિત્ય મનાય નહીં. જો આકાશાદિ દ્રવ્ય એકાંતથી નિત્ય છે એમ માનવામાં “સ્યાદ્વાદ દેશવ્યાપી બને છે તો આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ અને વિનાશ હોય આવું માની લઈએ તો કોઈ દોષ આવશે નહીં. સ્યાદ્વાદ ઘટી જશે. તે વાત યુક્ત નથી. કેમ કે ઉપચાર એટલે શું? જો તમે ઉપચારને અલીક–ખોટો કહો તો ઉત્પાદ-વ્યય રહ્યા જ નહિ તો હવે બાકી રહ્યું પ્રૌવ્ય. આકાશાદિમાં એક પ્રૌવ્ય જ બાકી રહે અને ધ્રૌવ્ય એ પરમાર્થરૂપ ઉત્પાદ અને વિનાશથી રહિત હોઈ શકતું નથી માટે આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ-વિનાશ મનાય નહિ. વળી આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ-વિનાશ છે જ. તે માટે આ પ્રમાણે અનુમાન કાય છે. આકાશાદિ ધ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ-વિનાશ સંબંધી–સાધ્ય ધ્રુવતાત–હેતુ પુદ્ગલ-જીવ ધૃવત્વવત્ –દષ્ટાંત. આકાશાદિમાં રહેલું દ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ અને વિનાશ સહિત છે. કેમ કે જયાં જ્યાં ધૃવત્વ છે ત્યાં ત્યાં ઉત્પાદ-વિનાશ પારમાર્થિક-અનુપચરિત છે. દા. ત. જેમ જીવ અને પુદ્ગલમાં રહેલું દૃવત્વ ઉત્પાદ અને વિનાશ સહિત છે તે જ પ્રમાણે આકાશાદિમાં રહેલું ધ્રૌવ્ય પારમાર્થિક-અનુપચરિત ઉત્પાદ અને વિનાશ સહિત છે. એટલે આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ અને વિનાશ છે. માટે આકાશમાં ઔપચારિક ઉત્પાદ અને વિનાશ માનવાની જરૂર નથી. વ્યવહાર જો ઉપચાર એટલે વ્યવહાર કહો તો વ્યવહાર બે પ્રકારનો છે : (૧) આગમિક, (૨) લોકપ્રસિદ્ધ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તત્ત્વાર્થ સૂત્ર જો આગમપૂર્વક વ્યવહાર કહો તો ભગવતે જગતનું સ્વરૂપ ઉત્પાદાદિ ત્રણ પ્રશ્નથી કહેલું છે. અર્થાત બધા પદાર્થો ઉત્પાદાદિ ત્રણ સ્વભાવવાળા છે, પણ કોઈ ઠેકાણે ઉપચારથી અને કોઈ ઠેકાણે પરમાર્થથી ઉત્પાદાદિ છે એવું કહ્યું નથી. એટલે આકાશાદિ ધ્રૌવ્ય જ છે. આ કથન તો અનાગમિક છે, આગમપૂર્વકનું નથી. માટે ઉપચારનો અર્થ વ્યવહાર કરો તો તેમાં પણ આગમપૂર્વકનો વ્યવહાર બની શકતો નથી. હવે બીજા પ્રકારનો લોકપ્રસિદ્ધિપૂર્વકનો વ્યવહાર છે એવું માનવામાં આવે તો લોકમાં તો ધર્માદિ દ્રવ્યની પ્રસિદ્ધિ જ નથી. તો તેને આશ્રયીને રહેલા ઉત્પાદ-વિનાશની વાત જ ક્યાંથી ? પછી ધર્માદિ દ્રવ્યનું પ્રૌવ્ય તો ક્યાંય દૂર ફેંકાઈ ગયું. એટલે ઉપચારનો અર્થ વ્યવહાર કરી લોકપ્રસિદ્ધિપૂર્વકનો વ્યવહાર કહો તો તો ધર્માદિનું ધ્રૌવ્ય પણ સિદ્ધ થતું નથી એટલે આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ-વ્યય છે તેવું સિદ્ધ થતું નથી. એટલે આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ-વ્યય છે તે સિદ્ધ છે. આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સર્વ વસ્તુ સત્ છે તેથી આ પ્રમાણે લક્ષણ વ્યવસ્થિત છે. આ પ્રમાણે આપણે ઉત્પાદને કહ્યો. ભાષ્યકારના “વત્ સત્વરે પદનો વિસ્તારથી વિચાર્યો. હવે વિસ્તારપૂર્વક સના લક્ષણના બીજા અંશ “વિનાશ'નો વિચાર કરીએ છીએ. વિનાશ વિનાશના પણ બે પ્રકાર છે. (૧) સમુદાયવિભાગમાત્ર, (૨) અર્થાન્તરભાવગમન તેમાં (૧) સમુદાયવિભાગમાત્રના બે પ્રકાર છે. (૧) સ્વાભાવિક સમુદાય વિભાગ (૨) પ્રાયોગિક સમુદાય વિભાગ (૧) સ્વાભાવિક સમુદાય વિભાગ : વિભાગ એટલે વિનાશ. સમુદાયરૂપ રહે અને એમાં જે વિભાગ થાય તે સમુદાયવિભાગ વિનાશ કહેવાય છે. સ્વાભાવિક વિભાગ જીવના વ્યાપારથી નિરપેક્ષ હોય છે અને પ્રાયોગિક વિભાગ આત્માના વ્યાપારથી થાય છે. १. शास्त्रवार्तासमुच्चये वाचकवर्याः श्रीयशोविजयोपाध्यायः - द्विविधो हि विनाशः प्रायोगिकः वैनसिकश्च आद्यः समुदायजनित एव, अंत्यस्तु द्विविधः समुदायजनितः एकत्विकश्च, अन्त्यो धर्मादीनां गत्याधारत्वादिपर्यायोत्पादस्य तदनाधारत्वध्वंसपूर्वकत्वेन अंततः क्षणध्वंसे तद्विशिष्टेध्वंसनियमाच्च उपेयः, समुदयजनितश्च द्विभेदः, समुदायविभागलक्षणः, अर्थान्तरगमनलक्षणश्च इति स्तबक - १ श्लोक - ४९ टीकायाम् । સંમતિતત્ત્વસોપાનમાં આવી રીતે વિભાગ પાડ્યો છે. विगमस्सवि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो । समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ॥३१॥ पृ० २७२ Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૨૫ તેમાં ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલો કે જે દ્રવ્યરૂપે અવસ્થિત-ધ્રુવ છે તેમાં સ્વાભાવિક વિનાશ છે. દા. ત. જેમ ધર્માસ્તિકાયમાં નીચે આવવાના પરિણામ વિશેષના નાશથી ઊધ્વગમન પરિણામરૂપે ગતિનો ઉત્પાદ થાય છે. આમાં જે અધોગતિ પરિણામ વિશેષનો નાશ થયો તે સ્વાભાવિક નાશ છે. અધર્માસ્તિકાયમાં કોઈ દેશમાં અવસ્થાન હતું તેનો વિનાશ થયો અને અન્ય દેશમાં જે અવસ્થાનરૂપે ઉત્પાદ થયો. આમાં તદેશ અવસ્થાનનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે. આકાશના કોઈ દેશમાં જે અવગાહ છે તે દેશના અવગાહનો વિનાશ થયે છતે દેશાન્તરમાં અવગાહનો ઉત્પાદ થાય છે. આમાં જે તદેશ અવગાહનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે. આત્મા જે ઉપયોગથી યુક્ત છે તે ઉપયોગના વિનાશથી બીજા ઉપયોગનો ઉત્પાદ થયો. તેમાં પૂર્વ ઉપયોગનો વિનાશ થયો એ સ્વાભાવિક વિનાશ છે. પુદ્ગલદ્રવ્યમાં પૂર્વનો જે વર્ણ પરિણામ હતો તે પરિણામના વિનાશથી બીજા વર્ણનો ઉત્પાદ થાય છે. આમાં જે પૂર્વના વર્ણનો વિનાશ થયો તે સ્વાભાવિક વિનાશ છે. આ રીતે દ્રવ્યરૂપે રહેલાં ધર્માદિ દ્રવ્યોમાં પૂર્વ અવસ્થાનો અધોગતિપરિણામ આદિનો નાશ તે સમુદાયવિભાગમાત્ર વિનાશ છે. અને ધર્માદિ દ્રવ્યોનો તે વિનાશ ઉત્પાદ સંજ્ઞાવાળા સમવસ્થાનત્તર ઊર્ધ્વગતિ પરિણામ આદિની અભિવ્યક્તિનું કારણ છે. કેમ કે તિરોભૂત સમવસ્થાનાન્તર જ વિનાશ કહેવાય છે. મતલબ એ છે કે દ્રવ્યમાં જ વિનાશ અને ઉત્પાદ થાય છે. દ્રવ્યની જ એક અવસ્થા વિનાશ છે અને બીજી અવસ્થા ઉત્પાદ છે. પૂર્વ અવસ્થાના વિનાશથી બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે વિનાશ એ તેના સમાન દ્રવ્યમાં જે બીજી અવસ્થા ઉત્પાદ છે તેને પ્રગટ કરવામાં કારણ છે. કારણ કે વિનાશ એ શું છે ? ઉત્પાદની બીજી સમાન અવસ્થા જ, જે તિરોભૂત છે. માટે તિરોભૂત સમવસ્થાનાન્તર જ વિનાશ છે. ૨ ૧. ગતિમાં સહાયક ધર્મદ્રવ્ય અને ગતિનો અભેદ સ્વીકારીને સમજવું નહીં તો ઉત્પાદ અને વિનાશ ગતિના જ થશે ધર્મના નહીં બની શકે. આ પ્રમાણે અધર્માદિમાં સમજી લેવું. શંકા :- જ્યારે ઉત્તરપર્યાયરૂપ ઉત્પાદની અભિવ્યક્તિ છે તે જ વખતે પૂર્વાવસ્થાનો તિરોભાવ છે. આમ આ બંને સમાનકાલીન થઈ જાય છે તો પૂર્વ પર્યાયનો વિનાશ ઉત્તર પર્યાયના ઉત્પાદની અભિવ્યક્તિમાં કારણ કેવી રીતે મનાય ? અર્થાત એ બંનેનો કાર્ય-કારણભાવ કેવી રીતે કેમ કે કારણ પૂર્વમાં હોય છે ?----- સમાધાન :- અમારે ત્યાં પૂર્વ અને ઉત્તર પર્યાયમાં દ્રવ્ય જ પરિણામી કારણ છે અને દ્રવ્યની સાથે વિનાશનો અભેદ હોવાથી ઉત્તર પર્યાયનું વિનાશ કારણ બને છે. પરિણામી કારણ દ્રવ્ય પૂર્વમાં રહેલું જ છે. એવી રીતે ઉત્તરપર્યાયનો ઉત્પાદ પણ પૂર્વ પર્યાયના વિનાશમાં કારણ બને છે. માટે બે પ્રકારનો અનુભવ છે. (૧) ઉત્તર ઉત્તર પર્યાયથી પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ આ એક અનુભાવ (૨) પૂર્વ પર્યાયના નાશથી ઉત્તર ઉત્તર પર્યાયનો ઉત્પાદ આ બીજો અનુભવ. આમ બે પ્રકારે કારણતા અનુભવાય છે. અવસ્થાનું કારણ અવસ્થાતા (દ્રવ્ય) છે. તેથી ઉત્તરપર્યાયનું પૂર્વ પર્યાય કરાણ છે. જે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તત્ત્વાર્થ સૂત્ર ત્યાં વિનાશ સમયમાં ભવિષ્યમાં ન હોય અને ભૂતકાળમાં પણ નહોતું એનું તો પૂર્વપરિણામ આદિ કશું જ પૂર્વસમયમાં વિદ્યમાન નથી. કશું નવું ઉત્પન્ન થતું નથી. આથી દ્રવ્યરૂપે રહેલામાં જ ઉત્પાદની અભિવ્યક્તિ માટે વિનાશ કહેવાય છે. દા. ત. જેમ સર્પના નિતિનરૂપ વિનાશ. ઉત્પતનની અભિવ્યક્તિ માટે સર્પનું નિષતન છે તે જ વિનાશ છે. તેવી રીતે સમવસ્થાનાન્તર ઉત્પાદની અભિવ્યક્તિ માટે કારણરૂપ તિરોભૂત સમવસ્થાનાન્તર છે તે જ વિનાશ છે. એટલે કે જે પૂર્વ અવસ્થાનો-વિનાશ છે તે જ ઉત્તર અવસ્થાનું કારણ છે. તેથી દ્રવ્યનો સ્વભાવ જે ઉત્પાદ છે તેની સાથે અવિનાભૂત જ વિનાશ છે પણ અર્થાન્તર નથી. એટલે કે દ્રવ્યનો સ્વભાવ જેમ ઉત્પાદ છે તેમ વિનાશ પણ દ્રવ્યનો જ સ્વભાવ છે. એટલે ઉત્પાદ અને વિનાશ બંને અવિનાભૂત–સાથે રહેનાર જ છે, પણ જુદા નથી. દા. ત. જેમ પટરૂપ કાર્ય ઉત્પન્ન થયું ત્યારે તંતુ દ્રવ્યત્વ અવિનષ્ટ હતું. પટમાં તંતુના વિભાગથી અવિનષ્ટ તંતુ દ્રવ્ય જ પ્રત્યક્ષ થાય છે. તેથી પૂર્વમાં પટ અવસ્થામાં તંતુદ્રવ્ય પટથી જુદું હતું નહીં ત્યારે પણ તંતુ તંતુરૂપે જ રહ્યો છે એટલે અર્થાન્તર નથી. આ રીતે ફક્ત સમુદાયનો જ વિભાગ થવો તે સમુદાયવિભાગમાત્ર વિનાશ છે. દ્રવ્યરૂપે રહેલા જ ધર્માદિ દ્રવ્યોમાં પૂર્વ અવસ્થાનો વિનાશ થવાથી ઉત્તર અવસ્થાનો ઉત્પાદ થાય છે તેમાં વિનાશ છે તે સ્વાભાવિક સમુદાયના વિભાગરૂપ વિનાશ છે. માટે આ સ્વાભાવિક સમુદાયવિભાગ માત્ર વિનાશ છે. ....પ્રાયોગિક સમુદાય વિભાગલક્ષણવિનાશ પુદ્ગલ દ્રવ્યમાં સંભવી શકે છે પણ ધર્માદિ દ્રવ્યોમાં નથી સંભવતો. તેથી પ્રાયોગિકસમુદાયવિભાગલક્ષણ વિનાશનું નિરૂપણ કર્યા વગર બીજા પ્રકારના અર્થાન્તરભાવગમનવિનાશનું નિરૂપણ કરે છે. અર્થાન્તર ભાવગમન વિનાશ... અર્થાન્તર થવારૂપ જે વિનાશ છે અર્થાત સમુદાયરૂપ રહેલ પદાર્થનું બદલાઈ જવું, જુદા પદાર્થરૂપે પર્યાયત્તર થવું તે અર્થાન્તરભાવગમનવિનાશ કહેવાય છે. જયારે આત્મા અને પુગલના સમુદાયરૂપ મનુષ્યજન્મ વિનાશ પામે છે ત્યારે અર્થાન્તરરૂપ બીજો દેવત્વાદિ પર્યાય પેદા થાય છે. અહીં આત્મા અને પુદ્ગલનો સમુદાય કહ્યું તેમાં આત્માની સાથે જે મનુષ્ય પર્યાયને બતાવનાર પુદ્ગલ સમુદાય છે તેનો વિનાશ થાય છે. એ પુદ્ગલ સમુદાયનો સંબંધ આત્મા સાથે કાર્ય કાળમાં સર્વથા અસતુ હોય છે તેનું કોઈ કારણ હોતું નથી માટે ઉત્તર પરિણામ કાળમાં પૂર્વ પરિણામનું દ્રવ્યરૂપે સત્ત્વ સ્વીકારવું જ જોઈએ દાત. સર્વથી અસતુ એવા શશશૃંગાદિના ઉત્પાદનો અભાવ છે તેમ ઉત્તર પરિણામ કાળમાં દ્રવ્યરૂપે પૂર્વ પરિણામ સતું હોય તો જ ઉત્પાદ બને. એવી રીતે ઉત્તરપર્યાયનું પણ દ્રવ્યરૂપે પૂર્વપર્યાયકાળમાં સત્ત્વ છે જ. આ રીતે પૂર્વ-ઉત્તર પર્યાયનો કાર્ય-કારણ ભાવ સિદ્ધ થયો એટલે દ્રવ્યરૂપથી અવસ્થિતિ આવશ્યક છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૨૭ હતો તે સંબંધ છૂટી ગયો અને અર્થાન્તરભૂત દેવત્વાદિ પર્યાય આત્મામાં ઉત્પન્ન થયો. આ અપેક્ષાએ આત્માનો અર્થાન્તર ભાવગનરૂપ વિનાશ છે તેમ સમજવું જોઈએ. પરંતુ અત્યન્ત અભાવરૂપે નથી. જેમ ઊભા રહેવાની ક્રિયાવાળા અદત્તની ઊભા રહેવાની ક્રિયાનો નાશ થયો અને ગમનક્રિયાનો ઉત્પાદ થયો. પહેલા અહિંદુત્તા ઊભો હતો અને હવે ચાલવા માંડ્યો. સ્થિતિક્રિયાથી ગમનક્રિયા એ અર્થાન્તર છે. સ્થિતિક્રિયાથી યુક્ત અદત્તની સ્થિતિક્રિયાનો વિનાશ થયે છતે ગમનક્રિયાવિશિષ્ટ અદ્દાનો ઉત્પાદ છે. આ અર્થાન્તરગમનરૂપ વિનાશ છે. વળી જેમ ઘટના ઉપયોગમાં રહેલ આત્માનો ઘટોપયોગ વિનાશ થયે છતે પટોપયોગ ઉત્પન્ન થયો તો તેમાં ઘટોપયોગરૂપ આત્માનો અર્થાન્તરગમનરૂપ વિનાશ થયો.. પરમાણુ આદિના શુક્લ વર્ણનો વિનાશ થતાં કૃષ્ણવર્ણરૂપે ઉત્પાદ થયો તે શુક્લવર્ણવાળા પરમાણુનો અર્થાન્તરભાવગમન વિનાશ કહેવાય છે. આ રીતે દેવત્વાદિ પર્યાયથી ઉત્પન્ન થતા આત્માનો મનુષ્યાદિ પર્યાયથી જે વિનાશ થાય છે, પટોપયોગ થતા આત્માનો ઘટોપયોગથી જે વિનાશ થાય છે, ચાલવા માંડતા અદત્તની સ્થિતિક્રિયાનો જે વિનાશ થાય છે, કૃષ્ણાદિ વર્ણરૂપે ઉત્પન્ન થતા પરમાણુઆદિને શુક્લવર્ણાદિરૂપ જે વિનાશ થાય છે તે અર્થાન્તરભાવગમન વિનાશ છે. આ રીતે પર્યાયાન્તર પામતા જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં આપણે અર્થાન્તરભાવગમનવિનાશ વિચાર્યો કારણ કે તે દ્રવ્યો વિકારી છે એટલે તેઓમાં તો મૂળ આત્મ દ્રવ્ય કાયમ રહેવા છતાં આખો પર્યાય બદલાઈ જતા જુદા પર્યાયરૂપ તે બની શકે છે, પુદ્ગલદ્રવ્યમાં પણ મૂળ પુદ્ગલત્વ કાયમ રહેવા છતાં અનેકરૂપે તે ફરી શકે છે પરંતુ ધર્મ-અધર્મ આકાશદ્રવ્ય તો અવિકારી છે એ તો બદલાતા નથી. તેમાં કશો ફેરફાર સંભવતો નથી તો તેમાં આ અર્થાન્તરભાવગમનવિનાશ કેવી રીતે ઘટી શકશે ? આવી શંકા સહજ ઉત્પન્ન થાય પરંતુ સ્યાદ્વાદીને માટે તેનું સમાધાન સરળ છે. આકાશ, ધર્મ, અધર્મ આ દ્રવ્યોમાં પણ પહેલા જે અવગાહ હતો, પહેલા જે ગતિ હતી, પહેલા જે સ્થિતિ હતી તેનો વિનાશ થતાં બીજો અવગાહ, બીજી ગતિ, બીજી સ્થિતિ ઉત્પન્ન થઈ અર્થાત્ ધર્મ, અધર્મ ને આકાશમાં પહેલા કોઈ જીવ અનુક્રમે ગતિ, સ્થિતિ કે અવગાહ લઈ રહ્યો છે. હવે બીજો જીવ કે પુદ્ગલ આવ્યો તો તે જીવને આશ્રયીને જે ગતિ, સ્થિતિ કે અવગાહ હતો તેનો નાશ થયો. આ રીતે અર્થાન્તરભાવગમનવિનાશ આકાશાદિ દ્રવ્યોમાં ઘટે છે. આમ આકાશોદિ દ્રવ્યોના પૂર્વ અવગાહાદિનો વિનાશ થયે છતે બીજા અવગાહ આદિના ઉત્પાદરૂપ અર્થાન્તરભાવલક્ષણ વિનાશ છે. આથી જ ઉત્પાદ-વિનાશ અન્યોન્ય સ્વરૂપ હોવાથી જ બીજા ભાવરૂપે ઉત્પન્ન થયેલો વિનાશ એ એકાંતથી વિનાશ નથી અને ઉત્પાદ એ પણ એકાંતથી ઉત્પાદ નથી. આ રીતે ઉત્પાદ અને વિગમનું અનેકાંતરૂપ તત્ત્વોથી નિરૂપણ કર્યું છે તે અન્વયાંશ Page #337 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૨૮ સામાન્યની અપેક્ષા રાખતા હોય તો જ પ્રાયોગિક કે સ્વાભાવિક ઉત્પાદ અને વિનાશ સ્વસ્વરૂપને પામી શકે છે, નહીં તો નહીં. અન્વયાંશ દ્રવ્યાંશની અપેક્ષા વિના ઉત્પાદ કે વિનાશ બની શકતા નથી. આ પ્રમાણે આપણે સ્યાદ્વાદથી નિરૂપણ કર્યું કે— એકાંતે ઉત્પાદ એ ઉત્પાદ નથી, એકાંતે વિનાશ એ વિનાશ નથી, દ્રવ્યાંશથી સાપેક્ષ જ ઉત્પાદ અને વિનાશ છે. દ્રવ્યાંશથી નિરપેક્ષ ઉત્પાદ અને વિનાશ છે જ નહીં. આપણે આવું નિરૂપણ કર્યું એટલે હવે કોઈ મિથ્યાભિમાની મહાનિબિડવૃદ્ધબુદ્ધથી ઠગાયેલ બુદ્ધિવાળો અર્થાત્ બુદ્ધનો અનુયાયી બોલ્યો કે— નિર્દેતુક સ્વાભાવિક વિનાશ જ બરાબર છે. પણ પ્રાયોગિક વિનાશ તો સિદ્ધ જ થઈ શકતો નથી. કેમ કે વિનાશના હેતુનો યોગ નથી તો પ્રાયોગિક વિનાશ હોય જ ક્યાંથી ? નાશ પામતા ઘટાદિના વિનાશનો કોઈ હેતુયુક્ત નથી. કેમ કે પદાર્થો સ્વાભાવિક જ વિનશ્વર છે. પોતાના હેતુથી પેદા થતાં જ ભંગુર સ્વભાવવાળા હોય છે. તેથી પેદા થયા પછી બીજી ક્ષણમાં નાશ પામી જાય છે માટે પોતાની કારણ સામગ્રીથી પ્રાપ્ત સ્વરૂપવાળા સત્ પદાર્થોના નાશનું કારણ પ્રકૃતિથી વિનશ્વર અર્થાત્ વિનશ્વર સ્વભાવને છોડીને બીજું કોઈ મુદ્ગરાદિ વિશેષ કારણ નથી. જેમ વસ્તુની ઉત્પત્તિકારણ વિશેષથી છે તેમ પદાર્થોના નાશનું કારણ મુગરાદિ વિશેષ નથી. પરંતુ પોતાનો ક્ષણભંગુર સ્વભાવ જ કારણ છે. એટલે વિનાશનું કોઈ કારણ નથી, નિહેતુક છે. સ્વાભાવિક જ વિનાશ છે. આ અમારી કેવલ માન્યતા જ છે એવું નથી. તો શું છે ? નિર્દેતુક વિનાશમાં યુક્તિ એમાં યુક્તિ પણ છે. વિનાશના હેતુપણે અભિગત મુદ્ગર આદિનું નાશ કરવાની ક્રિયામાં સામર્થ્ય જ નથી. યુક્તિથી પણ સમજાશે કે ‘મુદગર આદિ ઘટાદિનો વિનાશ કરે છે' આવું માની મુદ્ગર આદિને વિનાશનું કારણ સમજો છો તે મુદ્ગર આદિ ઘટાદિનો નાશ કરી શકતા જ નથી. નાશ કરવામાં મુદ્ગર આદિનું સામર્થ્ય જ નથી. વળી તે મુગરાદિનું નાશ કરવામાં કેવી રીતે અસામર્થ્ય છે ? તે પણ અમે બતાવીએ છીએ. મુદ્ગરાદિમાં વિનાશનું અસામર્થ્ય... મુગરાદિથી વિનાશ થાય છે આવું કહો તો વિનાશ કરવામાં વિનાશની ત્રણ ગતિ છે. અર્થાત્ મુદ્ગરાદિ ઘટાદિનો વિનાશ કરે છે એટલે શું કરે છે ? ૧. શું પદાર્થને વિનાશ સ્વભાવવાળા બનાવે છે ? ૨. શું સ્વભાવાન્તર કરે છે ? વિનાશ પામતા ઘટાદિનો બીજો સ્વભાવ કરે છે ? Page #338 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૨૯ ૩. શું વિનાશ પામતા ઘટાદિનો અભાવ કરે છે ? વિનાશની આ ત્રણ ગતિ છે. ક્યાં તો વિનાશ પામતા પદાર્થનો વિનાશ સ્વભાવ કરે, ક્યાં તો સ્વભાવાન્તર કરે, ક્યાં તો અભાવ કરે. આ ત્રણે ગતિને ક્રમથી વિચારીએ. (૧) વિનશ્યમાનભાવ સ્વભાવ કુર્યા આ પહેલો વિકલ્પ અવ્યતિરેક (વિનાશનો વિનશ્યમાન સ્વભાવ) પક્ષ છે. તે અતિશૂલ જ છે. કારણ કે મુગરાદિ જે વિનાશને હેતુ છે તે શું વિનાશ પામતા ઘટાદિને વિનાશ પામવાના સ્વભાવવાળા કરે છે ? આ પ્રશ્નનો જવાબ “હા'માં આપી શકાશે નહીં. કેમ કે મુગર પાતથી પહેલા ઘટનાં જે કારણો કુંભાર, ચક્ર આદિ છે તેનાથી ઘટ પહેલા ઉત્પન્ન થયેલા જ છે. ઉત્પન્ન થતો પદાર્થ પોતાના સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. આમ ગરમ સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. એટલે વિનાશ પામવાના સ્વભાવવાળો જ ઘટ ઉત્પન્ન થયેલો છે. ઉત્પન્ન થયેલાને શું ઉત્પન્ન કરવાનું ? એ તો અકિંચિત્ છે. આથી મુક્મરાદિ વિનાશ પામતા ઘટાદિને વિનશ્વર સ્વભાવવાળા કરી શકતા નથી. - નાશ પામી રહેલ ઘટાદિ અને વિનાશ એક જ છે. એટલે આ અવ્યતિરેક પક્ષ છે. નાશ પામી રહેલ પદાર્થ અને નાશ બંને જુદા નથી. પદાર્થ તેવા સ્વભાવવાળો જ ઉત્પન્ન થયો છે. માટે નાશ્ય ને નાશ અવ્યતિરિક્ત છે, ભિન્ન નથી. તો મુગરાદિ તેનો નાશ શું કરે ? આ રીતે વિનાશની વિનશ્યમાન ભાવ સ્વભાવે કુર્યાત્ આ ગતિ બની શકતી નથી. (૨) વિનશ્યમાન ભાવ સ્વભાવાન્તરં કુર્યાત આ બીજો વિકલ્પ વ્યતિરેક પક્ષ છે. વિનાશના હેતુ જે મુગરાદિ છે તે શું વિનાશ પામતા ઘટાદિનો બીજો સ્વભાવ કરે છે ? તેનો જવાબ પણ છે ‘ના’ કારણ કે તદવસ્થ, અવિચલ, વિનાશી ઘટાદિનો વિકાર પણ સંભવતો નથી તો તેના સ્વભાવનો નાશ તો થાય જ ક્યાંથી ? તો મુગરાદિ સ્વભાવાન્તર કેવી રીતે કરી શકે ? તદવસ્થને લઈને આપત્તિ ઘટ જો તદવસ્થ તેની તે અવસ્થામાં રહેલો હોય તો પહેલાની જેમ ઘટની ઉપલબ્ધિ થવી જોઈએ અને જલહરણાદિક અર્થક્રિયા કરવી જોઈએ ! આપત્તિ નિવારણ અનિત્ય એવા ઘટાદિના અર્થાન્તર કપાલાદિ જ ઘટનો વિનાશ છે. અને તેથી વિનાશ હેતુ મુક્મર વડે નિષ્પાદિત જે કપાલાદિ છે તે કપાલાદિથી ઘટાદિ ભાવ ઢંકાયેલ હોવાથી પૂર્વવતુ ઘટાદિની ઉપલબ્ધિ થતી નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર બૌદ્ધ :- આ પ્રમાણે કહેવું નહીં, કેમ કે વિનાશ હેતુ મુગરાદિ વડે કરાતા ઘટ સ્વભાવથી જુદા સ્વભાવવાળા કપાલાદિક છે તે અનિત્ય ઘટાદિનું આવરણ બની શકતા નથી. વિનાશના હેતુ મુદ્ગર આદિ વડે તે કપાલાદિક કર્યા હોવા છતાં જે દશ્ય સ્વરૂપ છે અને જે તદવસ્થ છે એવા ઘટને વિશે આવરણનો સંભવ જ ચાંથી હોય ? અર્થાત્ કપાલાદિ ઘટાદિનું આવરણ બની શકતા નથી. અને એક કાળમાં એક સ્થાનમાં દૃશ્યત્વ અને અદશ્યત્વ ન હોઈ શકે. કેમ કે દૃશ્યત્વ અને અદૃશ્યત્વ બંને વિરુદ્ધ ધર્મ છે. દર્શન અને અદર્શન આ બંને વિરોધી હોવાથી એકમાં એક કાળે હોઈ શકે જ નહીં. એટલે તદવસ્થ ઘટ પૂર્વવત્ ઉપલબ્ધ થવો જોઈએ અને જલહરણાદિ અર્થક્રિયા કરવી જોઈએ આ દોષ કાયમ રહે છે માટે વિનાશના હેતુ મુદ્ગરાદિ સ્વભાવાન્તર કરે છે અને તે જ વિનાશ છે આ પણ સિદ્ધ થઈ શકતું નથી. ૩૩૦ (૩) અભાવ કુર્યાત્ આ ત્રીજો વિકલ્પ છે શું મુગરાદિ વિનાશના હેતુ ભાવનો અભાવ કરે છે ? આવું પણ બની શકશે નહિ. કેમ કે અભાવ એટલે શું ? ‘અભાવ’માં ‘અ’ = પર્યુદાસ પ્રતિષેધ ‘નમ્ છે તે પર્યાદાસ પણ છે, પ્રસજ્ય થાય છે. આ વારંવાર વિચારી ગયા છીએ. અહીં પણ બંને રીતે વિચારીએ છીએ. જો ‘ન વિવક્ષિતો ભાવ: અભાવ:' આવો વિગ્રહ કરશો તો ‘વિવક્ષિત ભાવ નહિ’ અર્થાત્ ‘વિવક્ષિત ભાવથી અન્ય જે ભાવ' તે અભાવ આવો અર્થ થશે. કેમ કે ‘પર્યુદાસસ્તુ સદગ્રાહી' પર્યાદાસ તો સદેશનું ગ્રહણ કરે છે. ‘વિવક્ષિત ભાવ નહિ તે' એટલે વિવક્ષિત છે તેના સિવાયનો પણ ભાવ જ આવશે. એટલે પર્યાદાસ વિધિથી અભાવને વિચારશો તો અભાવ કાર્યરૂપ સિદ્ધ થાય છે, અને અભાવ એ કાર્યરૂપે સ્વીકારો તો જે પ્રથમ વિકલ્પ અવ્યતિરેક અને બીજો વિકલ્પ વ્યતિરેક છે તેમાં જ આ ત્રીજા વિકલ્પનો સમાવેશ થઈ જાય છે. આ બંનેથી જુદો સંભવતો નથી. તે આ રીતે જો વિનાશના હેતુ મુગરાદિ ઘટનો અભાવ કરે છે એટલે કે પર્યાદાસ વિધિથી ‘અન્ય ભાવ કરે છે' આવો અર્થ થયો તો તે અન્ય એ ભાવાત્તરરૂપ કે સ્વભાવરૂપ ? જો ભાવાત્તર (સ્વભાવાન્તર) રૂપ અભાવ કરે છે તો બીજો વિકલ્પ વ્યતિરેકપક્ષ અન્ય ભાવ-ભિન્ન ભાવને કરે છે આવો અર્થ થાય. તેથી તો બીજા વિકલ્પમાં જે દોષ આપ્યા તથોપલબ્ધિ આદિ પ્રસંગ કાયમના કાયમ રહે છે. એટલે કે તેવો ને તેવો ઘટ પ્રત્યક્ષ થવો જોઈએ અને તદવસ્થ તેવો ને તેવો રહેલો છે તો જલહરણાદિ ક્રિયા કરવો જોઈએ. આ દોષ કાયમનો કાયમ રહે છે. હવે જો મુગરાદિ ઘટનો (વિનાશ) અભાવ કરે છે એટલે સ્વભાવરૂપ કરે છે. ઘટથી Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૩૧ અભિન્ન ઘટ ભાવને જ કરે છે. આવો અર્થ કરો તો પહેલા વિકલ્પ અવ્યતિરેક પક્ષમાં તેનો સમાવેશ થઈ જાય છે. આ પણ અયુક્ત છે કેમ કે મુગરાદિના પાતથી પહેલા જ ઘટાદિ પોતાનાં કારણોથી પહેલા બનેલા જ છે. આ રીતે અવ્યતિરેક અને વ્યતિરેક આ બંને વિકલ્પોમાં ત્રીજા વિકલ્પનો સમાવેશ થઈ જાય છે. આથી પથુદાસવિધિથી અભાવનો અર્થ “વિવક્ષિત ભાવથી અન્ય ભાવ આવો કરશો તો તે પણ બરાબર નથી. હવે નવું નો અર્થ પ્રસય પ્રતિષેધ કરશો તો તે પણ બરાબર નથી. પ્રસજ્ય પ્રતિષેધ... હવે જો મુદ્રાદિ ઘટાદિનો અભાવ કરે છે તેમાં અભાવનો અર્થ “ક્રિયાનો નિષેધમાત્ર આવો કરશો તો અર્થાત “ ભાવ: ભાવ:' “ક્રિયા નહિ તે' આવો અર્થ કરો એટલે અભાવ પ્રતિષેધરૂપ થશે, અને અભાવ પ્રતિષેધરૂપ થયો એટલે સમાવે વતિ આ અસમર્થ સમાસ થાય છે. “ભાવને કરતો નથી આવો અર્થ થાય. અને આવો અર્થ થાય તો અકર્તા નાશના હેતુ તરીકે ઈષ્ટ મુગરાદિ હેતુ બની શકે નહિ. અર્થાત કારક બની શકે નહીં. કેમ કે અભાવ નિરૂપ છે. નિરૂપ હોવાથી તુચ્છ છે, અને તુચ્છ હોવાથી એમાં કોઈ કારક લાગે નહિ. જો એમાં પણ કારક લાગે તો શશશ્ચંગ આદિમાં પણ કારકનો વ્યાપાર થવો જોઈએ !... માટે ભાઈ ! વિનાશનો હેતુ તો કોઈ બની શકે જ નહીં. આ રીતે ત્રીજો વિકલ્પ વિનાશના હેતુ મુગરાદિ ઘટાદિનો અભાવ કરે છે તે આપણે વિચાર્યો, તે પણ સિદ્ધ થતો નથી એટલે અવિનાશના હેતુ અભાવ કરે છે' આ ત્રીજી ગતિ પણ બની શકતી નથી. આમ મુગરાદિમાં ઘટાદિના વિનાશનું અસામર્થ્ય છે. એ નિશ્ચિત થાય છે. માટે ઘટાદિના વિનાશમાં તેનો વિનાશ સ્વભાવ જ કારણ છે. તેના સિવાય કોઈ હેતુ છે જ નહીં અને છતાંય વિનાશનો હેતુ છે એમ માનવું એ વ્યર્થ છે. ઘટાદિનો સ્વભાવ જ એવો છે કે ક્ષણાન્તરમાં વિનાશ પામે. આમ વ્યર્થતા હોવાથી વિનાશનો હેતુ નથી. વિનાશ નિર્દેતુક સ્વભાવિક જ છે. ૨. ૧. “અપાવે તોતીતિ થાવ' આવો સમાસ બની શકે નહીં, પરંતુ અમાવ: આવો સમાસ થાય. તમારે અર્થ કરવો છે “ભાવે ન રતિ', અમાd #તિનો અર્થ “અભાવ કરે છે' આવો થાય પણ “ભાવને કરનારો નહીં આવો અર્થ ન થાય. એટલે “અમાવં તિ' આનો અર્થ “ભાવ કરતો નથી” આવો લેવો છે. માટે અભાવે અતિ આ જે સમાસ છે તે અસમર્થ સમાસ છે. विनाशहेतुना हि घटादेः कि क्रियते, अभाव इति चेत् स कि पर्युदासरूपः प्रसज्यरूपो वा, आधे च भावाद् भावान्तरं घटाभावः स्यात् तथा च मुद्गरादिना भावान्तरे क्रियमाणेऽपि घटस्तदवस्थ एव स्यात् तेन तस्य किमप्यकरणात् । द्वितीये च विनाशहेतुरभावं करोतीत्युक्तेर्भावं न करोतीति क्रियाप्रतिषेध एव प्राप्तः न तु घटस्य निवृत्तिः, तामपि करोतीति चेन्न निवृत्तेर्नीरूपत्वेन तुच्छत्वात् तत्र कारकव्यापारासम्भवात्, अन्यथा शशश्रृंगादानपि IRવ્યાપા: સ્થાવિતિ.. सूत्रार्थ मुक्तावल्याम् तृतीया मुक्ता पृ० ९९ Page #341 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર હવે અમે તેમને પ્રશ્ન પૂછીએ છીએ કે—તમે જે ભાવ(ઘટાર્દિ)ના વિનાશ માટે વિનાશનો હેતુ કલ્પો છો તે ભાવ (ઘટાદિ) સ્વભાવથી નશ્વર છે કે અનશ્વર ? ૩૩૨ જો સ્વભાવથી નશ્વર છે તો વિનાશના હેતુનું કોઈ પ્રયોજન નથી. પોતે નાશ પામવાના સ્વભાવથી જ નાશ પામે છે. કેમ કે જે ઘટાદિનો જે સ્વભાવ છે તે ઘટાદિ પોતાના કારણથી જ માટી વગેરે સામગ્રીથી પેદા થતો તેવા પ્રકારના વિનાશ સ્વભાવવાળો જ થાય છે. વિનાશમાં (ઘટાદિ ભાવો) કોઈ પણ વખતે સ્વભાવ સિવાય બીજા કોઈ મુગરાદિ હેતુની અપેક્ષા રાખતા નથી. ઘટાદિ પદાર્થોનો સ્વભાવ જ છે કે ઉત્પન્ન થયા પછી તરત જ ઘટાદિ કાર્ય પોતે જ વિનાશ સ્વભાવ બને છે. જો તેમ માનવામાં ન આવે તો તેનો સ્વભાવ જ ન કહેવાય. “જે જેનો સ્વભાવ હોય છે તે પોતાના ઉત્પત્તિના હેતુને છોડીને બીજા કોઈ હેતુની અપેક્ષા રાખતો નથી. દા. ત. જેમ પ્રકાશાદિ. પ્રકાશાદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે અને અજવાળું આપનું એ સ્વભાવ પણ સાથે જ થાય છે. અજવાળા માટે બીજા કોઈ કારણની જરૂર નથી. પ્રકાશવું એ પ્રકાશનો સ્વભાવ જ છે. એટલે જેમ પ્રકાશાદિ પ્રકાશાદિ સ્વભાવવાળા પોતાના હેતુથી ઉત્પન્ન થતા હોય છે. તે ફરીથી ઉત્પત્તિ પછી પ્રકાશાદિ સ્વભાવપણામાં પોતાના જન્મ-ઉત્પત્તિ સિવાય બીજા કોઈ હેતુની અપેક્ષા રાખતા નથી. તેવી રીતે ઘટાદિ કાર્ય પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે ત્યારે જ તે ક્ષણવારમાં વિનાશ પામે એવા સ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે. આમ ઘટાદિ ભાવો સ્વભાવથી નશ્વર છે. જેના વિનાશ માટે વિનાશના હેતુ મુગરાદિની કલ્પના કરો છો તે ઘટાદિ ભાવો સ્વભાવથી નશ્વર છે. આથી તેના વિનાશમાં વિનાશના હેતુનું કોઈ પ્રયોજન નથી. હવે જો એમ કહો કે ઉત્પન્ન થયેલ ભાવ (ઘટાદિ) સ્વભાવથી નશ્વર નથી તો પછી પણ નાશ ન પામે કેમ કે અનશ્વર સ્વભાવ છે. અને તેવા પ્રકારનો અનશ્વર સ્વભાવવાળો અર્થક્રિયામાં સામર્થ્ય ધરાવતો નથી. આ રીતે બુદ્ધના અનુયાયીએ પોતાનું નિરૂપણ કર્યું કે પદાર્થો ક્ષણભંગુર સ્વભાવવાળા છે. તેના વિનાશનો કોઈ હેતુ નથી. મુદ્ગાદિ ઘટાદિ ભાવોનો વિનાશ કરતા નથી. ઘટાદ ભાવોનો સ્વભાવથી જ વિનાશ છે. એટલે વિનાશ નિર્દેતુક સ્વાભાવિક જ છે. પણ પ્રાયોગિક વિનાશ નથી. બૌદ્ધનું આ નિરૂપણ બરાબર નથી તે આપણે સ્યાદ્વાદ શૈલીથી સમજાવીએ છીએ. બૌદ્ધ મતનું નિરસન અને પ્રાયોગિક વિનાશનું સમર્થન... ભાઈ ! તારું આ નિરૂપણ અયુક્ત છે. પોતાના મિત્રમંડળમાં જ રમણીય છે. કેમ કે એ માત્ર નિરૂપણ જ છે. એમાં કોઈ યુક્તિ યુક્તતા નથી. અનુપપત્તિક-યુક્તિ વગરનું ગમે તેવું Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ વિચિત્ર કથન હોય પણ તેને વિદ્વાનો સ્વીકારવા માટે ઉત્સાહિત હોતા નથી. હેતુની અસિદ્ધિ... તે જે નિરૂપણ કર્યું કે– “બધા પદાર્થો, સ્વભાવથી જ ક્ષણભંગુર છે, કેમ કે વિનાશહેતુનો અયોગ છે. આ નિરૂપણમાં “વિનાશહેતુઅયોગાતુ” આ જે હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે... કેમ કે આ વિનાશ કદાચિત્ (કોઈ કાળે) જ થાય છે. ઉત્પન્ન થવાની ક્ષણથી પછીના કાળમાં થાય છે, ઉત્પન્ન થવાની ક્ષણમાં જ નથી થતો; અને ઉત્પન્ન થવાની ક્ષણ એ જ આત્મલાભકાળ છે. અર્થાત્ એ જ કાર્યક્ષણ છે. ત્યાં તો વિનાશનો અભાવ છે. જો ઉત્પન્ન થવાની ક્ષણમાં જ વિનાશ હોય તો તો કાર્ય બને જ નહીં. તો ઘટાદિ પ્રત્યક્ષ થાય જ નહીં. એટલે ઉત્પન્ન થવાની ક્ષણકાર્યક્ષણમાં વિનાશનો અભાવ છે માટે વિનાશનું કાદાચિત્વ છે. અર્થાત્ વિનાશ કોઈ કાળે થાય છે. અને આ કાદાચિત્ક વિનાશ તો નિર્દેતુક વિનાશ વાદી એવા તારા મતમાં પણ પ્રસિદ્ધ છે. કારણ કે જે વસ્તુ આત્મલાભને પામી નથી અર્થાત્ કાર્યરૂપ થઈ નથી તેનો વિનાશ જ ક્યાંથી હોય? અને જો તેનો પણ વિનાશ માનવામાં આવે તો આકાશકુસુમાદિના પણ વિનાશનો પ્રસંગ આવશે. અને વળી જે કદાચિત્ક–કોઈ કાળે થનારા પટાદિ છે તે પ્રતિવિશિષ્ટ હેતુથી જન્ય જ જોવાયા છે. અર્થાત કદાચિત થનારાં પટાદિ કાર્યો છે તે પ્રતિવિશિષ્ટ હેતુથી જ ઉત્પન્ન થાય છે એ તો આપણે જોયેલું જ છે અને તેનો વિવાદગ્રસ્ત જે વિનાશ છે તે પણ પહેલા અવિદ્યમાન છે. પછી આત્મલાભના હેતુની અપેક્ષા રાખતો જ વિનાશસ્વરૂપ થાય છે. માટે કાર્યક્ષણ પછી જ વિનાશક્ષણ છે. આથી જ જેમ કદાચિત્ થનારા પટાદિ પ્રતિવિશિષ્ટ હેતુથી ઉત્પન્ન થાય છે તેમ કદાચિત્ થનારો વિનાશ પણ હેતુની અપેક્ષાવાળો જ છે. માટે “વિનાશહેતુઅયોગાતું” આ જે હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે. આ રીતે આપણે બૌદ્ધના હેતુને અસિદ્ધ બતાવ્યો એટલે ફરી તેનો અનુયાયી શંકા કરે બૌદ્ધ - જો આ પ્રમાણે માનવામાં આવે તો વિનાશ પણ હેતુવાળો થયો. એટલે જેમ પટાદિ હેતુથી થાય છે અને વિનાશ પામે છે તેમ વિનાશ પણ થાય અને વિનાશ પામે. એટલે વિનાશનો પણ વિનાશ માનવો પડશે ! - બીજું વિનાશ એ અસત્ છે, અને અસત્ હોવાથી આકાશકુસુમની જેમ નિષ્કારણ થશે ! કેમ કે સતનું જ કારણ હોય છે. અસતુનું કોઈ કારણ હોતું નથી. એટલે તમે જે કારણવાળો વિનાશ છે' આવી પ્રતિજ્ઞા કરો છો તે તો અનુમાનની વિરોધિની છે. અનુમાન આ પ્રમાણે છે– વિનાશ–પક્ષ નિષ્કાર:–સાથ, સત્તા—હેતુ શુમવ—દષ્ટાંત. આ અનુમાનથી વિનાશ નિષ્કારણ સિદ્ધ થાય છે. તેથી “Rણવાન વિનાશ:' આ પ્રતિજ્ઞા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તત્ત્વાર્થ સૂત્ર થઈ શકતી નથી. આ અનુમાનની સાથે આ પ્રતિજ્ઞાનો વિરોધ આવે છે. ' બૌદ્ધના આ કથનના પ્રત્યુત્તરમાં આપણે તેને જણાવીએ છીએ કે પહેલા એ નક્કી કરવું જોઈએ કે વિનાશ એ શું છે? કેવો પદાર્થ છે? એનો અર્થ શું છે? પૂર્વની અવસ્થાનો વિનાશ એ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ છે. અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ એ પૂર્વાવસ્થાનો નાશ છે. આ જ વિનાશ શબ્દનો અર્થ છે. આ જ વિનાશ છે પણ અત્યન્તાભાવ નથી. આ વાત અમે પહેલાં વિસ્તારથી પ્રતિપાદન કરેલી છે. તેથી વિનાશનો પણ વિનાશ પ્રસિદ્ધ જ છે. તમે કદાચિત થનારા પટાદિ હેતુથી થાય છે, વિનાશ પામે છે, તેની જેમ વિનાશ પણ કદાચિત હોવાથી હેતુથી થાય છે તો તેનો પણ વિનાશ થાય એટલે વિનાશનો પણ વિનાશ થાય ! આવું અનુમાનથી સિદ્ધ કરી રહ્યા છો પણ અમારે ત્યાં તો આ વાત પ્રસિદ્ધ જ છે. જે પ્રસિદ્ધ છે તેની જ સિદ્ધિ કરાય છે. અમારી સ્યાદ્વાદની પ્રક્રિયામાં તો વિનાશનો વિનાશ થયો એટલે ફરી અવસ્થાન્તરની ઉત્પત્તિ છે. કેમ કે પૂર્વ અવસ્થાનો વિનાશ એટલે ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને આ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ એ પૂર્વ અવસ્થાનો વિનાશ છે. એ વિનાશનો વિનાશ થયો એટલે ફરી ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ થઈ. આમ ક્રમથી ચાલ્યા કરે છે. એટલે અમારે કશું અનિષ્ટ નથી. અને આથી જ તમે જે અનુમાન કર્યું કે “વિનાશો નિષ્કાર:, અસત્ત્વાત' અસત્ હોવાથી વિનાશ નિષ્કારણ છે તે પણ અપાસ્ત જ છે. આ તર્ક પણ દૂર રહે છે, સ્યાદ્વાદીને સ્પર્શી શકતો નથી. કેમ કે “અસત્યા' આ હેતુ જ અસિદ્ધ આદિ દોષથી દુષ્ટ છે. કારણ કે વિનાશ એ સત રૂપ જ છે. પૂર્વ અવસ્થાનો વિનાશ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિરૂપ છે. એટલે ભાવરૂપ જ છે. દા. ત, ઘટનો વિનાશ એટલે કપાલાદિરૂપે ઘટનું થવું. આ રીતે અમારે ત્યાં વિનાશ એ તુચ્છ અભાવરૂપ નથી. પણ પર્યાયરૂપ છે એટલે સત્ છે. આથી “અસત્તા’ આ હેતુ અસિદ્ધ છે. વળી એવું માનવું જરૂરી નથી કે જે હેતુથી થાય તેનો વિનાશ થવો જ જોઈએ. જે હેતુવાળા છે તે બધાએ નાશ પામવું જોઈએ એવું નથી, કેમ કે અમારા મનમાં આત્મામાં આત્માનું જે અવસ્થાન છે તે મોક્ષ છે અને તેનો સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગું ચારિત્ર હેતુ છે. સમ્યગુ દર્શનાદિથી મોક્ષ થાય છે. એટલે મોક્ષ એ હેતુવાળો છે. સમ્યગુ દર્શનાદિ હેતુથી મોક્ષ થાય છે પરંતુ તેનો વિનાશ થતો નથી. એટલે જે હેતુથી થાય તેનો વિનાશ થવો જ જોઈએ એવું અમે માનતા નથી. હેતુથી થયેલા મોક્ષનો અમે અવિનાશ સ્વીકારીએ છીએ એટલે હેતુવાળા બધાએ નાશ પામવું જ જોઈએ તેવું નથી. જોકે મોક્ષના હેતુ એવા સમ્યગુ જ્ઞાનાદિ કર્મના ક્ષય માટે, ઉપાય છે, શંકા - આ રીતે કહો છો તો મોક્ષ અભાવરૂપ જ થયો. સમાધાન - આવી શંકા કરવી નહિ. કર્મક્ષય એ તુચ્છરૂપ નથી. કિંતુ પોતાના આત્મામાં રહેવારૂપ જ છે. અને સ્વાત્માવસ્થાન કર્મક્ષયરૂપ હોવાથી કોઈ દોષ નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૨૯ ૩૩૫ આ રીતે અમારે તો વિનાશ હેતુવાળો સિદ્ધ થાય છે. અને હેતુવાળો ઉત્પન્ન થાય તેનો વિનાશ જ થાય, તેને નાશ પામવું જ જોઈએ આવું અમે એકાંતે સ્વીકારવા પણ નથી. કથંચિત વિનાશ પણ નાશ પામે છે એટલે વિનાશનો વિનાશ પણ સ્વીકારીએ છીએ જે ઉપર બતાવી ગયા છીએ. અમારે તો બધું બરાબર છે પણ.....હે સૌગત ! “વિનાશવાળો વિનાશ છે” આવું સ્વીકારતા તારી માન્યતામાં વિરોધ આવે છે. કેમ કે તું તો નિર્દેતુક વિનાશ સ્વીકારે છે. જો તું વિનાશવાળો વિનાશ છે આવું સ્વીકારે તો સહેતુક વિનાશ થાય. તારો અભ્યપગમ સ્વાભાવિક વિનાશ છે એની સાથે વિરોધ આવ્યો. આ રીતે તારી માન્યતામાં વિરોધ આવે છે. હવે આપણે જે “નિર્દેતુક વિનાશ છે' આવું માને છે તે નિષ્કારણ વિનાશવાદી બૌદ્ધને પૂછીએ છીએ કે ભાઈ ! તું નિહેતુક-નિષ્કારણ વિનાશ માને છે તે વિનાશ નિત્ય છે કે અસત્ છે ? જો તું કહે કે–નિષ્કારણ વિનાશ એ નિત્ય છે તો કાર્યના ઉત્પાદના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે વિનાશ જ રહ્યો તો કાર્ય ઉત્પન્ન થાય ક્યાંથી? વિનાશ જ છે તો કાર્ય કયાંથી થાય ? એટલે “નિત્ય વિનાશ છે' આવું માને તો કાર્યની ઉત્પત્તિનો અભાવ થશે. એટલે કોઈ કાર્ય બની શકે નહિ. - જો તું બીજો વિકલ્પ “વિનાશ અસતુ છે આવું સ્વીકારે તો વિનાશનો અભાવ રહે. અને વિનાશ છે જ નહીં તો બધા પદાર્થો કાયમ રહે. એટલે વિનાશ અસત્ છે આવું સ્વીકારવામાં સર્વ પદાર્થના નિત્યત્વનો પ્રસંગ આવશે ! વળી તે જે પૂર્વમાં જણાવ્યું કે “અસત્યાત્ વિનાશઃ નિષ્કારણઃ' અસત્ હોવાથી વિનાશ નિષ્કારણ છે. આ પણ બરાબર નથી. તેમાં પણ અનેકાંત વ્યભિચાર આવે છે. કેમ કે એવું નથી કે અસત્ હોય તે બધું નિષ્કારણ જ હોય. દા. ત. સ્તંભ, કુંભ આદિ અન્ય અન્યરૂપે અસત્ છે તો પણ નિષ્કારણ નથી. પ્રતિવિશિષ્ટ હેતુથી જ બનેલા છે. એટલે તમારો હેતુ કારણવાળામાં પણ રહી ગયો. તમે નિષ્કારણની સિદ્ધિમાં “અસત્વાત’ હેતુ આપ્યો હતો તે હેતુ સાધ્યના અભાવ “કારણવાળા થંભાદિમાં પણ રહી ગયો. આ રીતે તમારો હેતુ વ્યભિચારી છે. આથી અસતું હોય તે બધું જ નિષ્કારણ છે એવું નથી. જેમ પ્રાગુ અભાવ અનાદિ હોવાથી નિહેતુક છે છતાં વિનાશ પામે છે. તેમ વિનાશ અસત્ હોવા છતાં હેતુવાળો છે. એમ કેમ ન ઇચ્છાય ? આ રીતે બીજા બીજારૂપે અસતું હોવા છતાં સ્તંભ, કુંભાદિ હેતુવાળા છે તેવી રીતે વિનાશ પણ અસત્ હોવા છતાં હેતુવાળો માની શકાય છે. ૧. જેમ સ્તંભ કુંભરૂપે અસત્ છે, કુંભ સ્તંભરૂપે અસત્ છે. પણ સ્તંભ સ્તંભરૂપે સત્ છે. કુંભ કુંભરૂપે સત્ છે આવી સ્યાદ્વાદ પ્રક્રિયા છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તત્ત્વાર્થ સૂત્ર આ પ્રમાણે સ્યાદ્વાદી માટે દ્રવ્ય-પર્યાયની પ્રક્રિયાનો વિસ્તાર જે વિશ્વનું મુખ છે તેમાં એકાંતવાદીએ જે વિચારણા કરી છે તે બધી પદાર્થના સાચા સ્વરૂપને સિદ્ધ કરવામાં અસાધન જ છે. અર્થાત્ વિશ્વમાં જે જે વિચારણા કે નિરૂપણ થાય છે તે ક્યાં તો દ્રવ્યનયનો વિસ્તાર છે, ક્યાં તો પર્યાયનયનો વિસ્તાર છે પણ આ બે નયમાં સમાવિષ્ટ ન થાય તેવું કોઈ નિરૂપણ નથી કે વિચારણા નથી. આ રીતે સ્યાદ્વાદી માટે તો એકાંતવાદીની કોઈ વિચારણી યુક્તિયુક્ત બની શકતી નથી. આમ વિનાશ સહેતુક છે આવું આપણે પ્રતિપાદન કરીએ છીએ એટલે બૌદ્ધો જે જણાવ્યું હતું કે– “વિનાશ કરવાનું મુગર આદિમાં સામર્થ્ય નથી.” તે વાત બરાબર નથી. કારણ કે તભાવભાવિતયા-ઘટવિનાશભાવભાવિતયા ઘટ વિનાશરૂપે કપાલાદિ ઉત્પત્તિનું સામર્થ્ય છે જ. મુગર આદિ ઘટનો વિનાશ કરે છે એટલે જ ઘટવિનાશરૂપ કપાલાદિની ઉત્પત્તિ થાય છે. આપણે ત્યાં ઉત્તર અવસ્થાની પ્રાપ્તિ એ જ પૂર્વ અવસ્થાનો વિનાશ છે. માટે મુગરાદિમાં સામર્થ્ય છે જ. આ રીતે પ્રાયોગિક વિનાશનું સમર્થન થયું. પ્રાયોગિક વિનાશના નિરાકરણ માટે બૌદ્ધ કરેલા વિકલ્પોનું ખંડન.... વળી પૂર્વમાં ત્રણ વિકલ્પને જેમ તેમ કરીને ઊભા તો કર્યા પણ પ્રમાણવિષયક વિચારને સહન કરી શકે નહિ તેવી સુકુમાર પ્રજ્ઞાવાળાએ થોડી શરમ આવવાથી પહેલો વિકલ્પ અતિશૂલ છે આમ કહીને તેની ઉપેક્ષા કરી. તથા બીજો વિકલ્પ... મુગરાદિ વિનાશના હેતુ સ્વભાવાન્તર કરે છે....એનું પ્રતિપાદન કરતાં કહ્યું કે . જો વિનાશના હેતુથી સ્વભાવાન્તર કરાય છે તો ઘટ તો તેને તે અવસ્થામાં છે. તો બધા ઘડાઓથી થતી જલધારણ આદિ ક્રિયાનો પ્રસંગ આવશે.. આવો શાપ આપ્યો. અર્થાત્ ઘડો તાદવથ્ય હોવાથી જલધારણ કરવું જોઈએ, થતું નથી માટે “વિનાશના હેતુ સ્વભાવાન્તર કરે છે આ વિકલ્પ પણ થઈ શકતો નથી. આ રીતે બીજો વિકલ્પ કરીને વિનાશને નિર્દેતુક સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે તે તો શાપ પ્રદાનની ઉદ્ઘોષણા કરી છે. બીજું કશું જ નથી. આ બે વિકલ્પો પહેલપહેલ ઉત્પન્ન થયેલા સર્વ પદાર્થના જ્ઞાનવાળા બુદ્ધ ખુદ ઉત્પન્ન કરેલા છે કે ભિક્ષુવર ધર્મકીર્તિએ સ્વયં કલ્પેલા છે ? ખરેખર અમે તો આવો જે વિકલ્પ ઉઠાવ્યો છે કે વિનાશનો હેતુ ઘટને જ કરે છે કે સ્વભાવાન્તર કરે છે? આ વચનયુક્તિથી આશ્ચર્ય પામ્યા છીએ. આવા વિકલ્પ કર્યા પણ બુદ્ધિથી ખાલી થયેલા એવા તેણે વિનાશ હેતુ વડે જે કરાય છે તે જ એક ન કહ્યું. ૧, બુદ્ધના ઉપહાસ માટે આ વિશેષણ છે. હજી સુધી બુદ્ધ સિવાયના કોઈ પણ વિદ્વાને આવો વિકલ્પ કર્યો નથી. આ બુદ્ધ વિદ્વાને જ કરેલો છે માટે આનું જ્ઞાન સર્વાર્થ વિજ્ઞાન છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૨૯ ૩૩૭ શું ન કહ્યું...? “ઘટના વિનાશનો હેતુ ઘટનો વિનાશ જ કરે છે. તે વિનાશ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ છે એમ પહેલાં જ કહેવાઈ ગયું છે. વળી ત્રીજો જે વિકલ્પ કર્યો હતો કે–વિનાશના હેતુ મુગરાદિ ઘટનો અભાવ કરે છે. આ અભાવના વિકલ્પમાં પણ પર્યદાસવિધિ સ્વીકારવામાં આવે તો ખરેખર “વિવક્ષિત ભાવથી અન્ય ભાવને કરે છે' આવો અર્થ થાય, અને તેથી પૂર્વની માફક વ્યતિરેક અને અતિરેક બંને વિકલ્પ ઊભા રહે. એને ઓળંગી શકે નહિ. કેમ કે બીજા ભાવને કરે છે તો તે બીજા ભાવને ભાવરૂપ કરે છે કે ? સ્વભાવાન્તર કરે છે ? આ બે વિકલ્પોમાં જ ત્રીજો વિકલ્પ સમાઈ જાય છે. ત્રીજો વિકલ્પ બની શકતો નથી આવું તેં નિરૂપણ કર્યું. પણ આ બે વિકલ્પોની અમે પહેલાં પ્રતિક્રિયા કરી લીધી છે. થોડી વાર પહેલાં જ અમે બતાવી દીધું કે શરમ આવવાથી પહેલો વિકલ્પ તો અતિ સ્થૂલ છે એમ કહી ઉપેક્ષા કરેલ છે. અને બીજા વિકલ્પ દ્વારા શાપ પ્રદાનની ઉદ્ઘોષણા કરી છે. આ રીતે બંને વિકલ્પોનો પ્રતિકાર કરેલો છે માટે તે બે વિકલ્પો તો વિકલ્યાભાસ હોવાથી અયુક્ત છે. બંને વિકલ્પો યુક્તિથી શૂન્ય છે. હવે અભાવના વિકલ્પમાં પ્રસજ્ય પ્રતિષેધ સ્વીકારવામાં આવે તો વિનાશના હેતુ “મુગરાદિ અભાવ કરે છે. ભાવ નથી કરતા” આવો અર્થ થાય છે. આવું તમે નિરૂપણ કર્યું. પરંતુ તમારું આ નિરૂપણ પણ બરાબર નથી. તમે આવો અર્થ કરો છો તે અયુક્ત છે કેમ કે અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું તમને જ્ઞાન નથી. અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું અજ્ઞાન જ તમને આ પ્રમાણે અર્થ કરાવે છે. જૈનોની પ્રક્રિયા છે કે દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ ભાવાભાવસ્વરૂપ છે. દ્રવ્ય, પર્યાય બંને ભાવરૂપ છે અને અભાવરૂપ છે. ભાવથી જુદો કોઈ અભાવ સંભવતો નથી કે જેને (જે અભાવને) વિનાશનો હેતુ કરી શકે. અર્થાતુ વિનાશના હેતુ મુદ્રગરાદિ અભાવને કરતા નથી પણ કપાલાદિરૂપે ભાવાન્તર કરે છે. મુગરાદિથી ઘટનો વિનાશ થયો એટલે ભાવાન્તર કપાલાદિ રૂપે ઉત્પત્તિ થઈ. કેમ કે ભાવથી જુદો કોઈ અભાવ જ નથી. આ બે વિકલ્પોમાં જ ત્રીજો વિકલ્પ સમાઈ જાય છે, ત્રીજો વિકલ્પ બની શકતો નથી આવું તેં નિરૂપણ કર્યું. પણ આ બે વિકલ્પોની અમે પહેલાં પ્રતિક્રિયા કરી લીધી છે. થોડી વાર પહેલાં જ અમે બતાવી દીધું કે શરમ આવવાથી પહેલો વિકલ્પ તો અતિ સ્થૂલ છે એમ કહી ઉપેક્ષા કરી છે અને બીજા વિકલ્પ દ્વારા શાપપ્રદાનની ઉદ્દઘોષણા કરી છે. આ રીતે બંને વિકલ્પોનો પ્રતિકાર કરેલો છે માટે તે બે વિકલ્પો તો વિકલ્પાભાવ હોવાથી અયુક્ત છે. બંને વિકલ્પો યુક્તિથી શૂન્ય છે. હવે અભાવના વિકલ્પમાં પ્રસજ્ય પ્રતિષેધ સ્વીકારવામાં આવે તો વિનાશના હેતુ મુદ્રાદિ અભાવ કરે છે, ભાવ નથી કરતા' આવો અર્થ થાય છે. આવું તમે નિરૂપણ કર્યું પરંતુ તમારું આ નિરૂપણ પણ બરાબર નથી. તમે આવો અર્થ કરો છો તે અયુક્ત છે કેમ કે અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું તમને જ્ઞાન નથી. અમારી સ્યાદ્વાદપ્રક્રિયાનું અજ્ઞાન જ તમને આ પ્રમાણે અર્થ કરાવે છે. જૈનોની પ્રક્રિયા છે કે દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ ભાવાભાવસ્વરૂપ છે. દ્રવ્યપર્યાય બંને ભાવરૂપ છે અને અભાવરૂપ છે. ભાવથી જુદો કોઈ અભાવ સંભવતો નથી કે જેને (જ અભાવને) વિનાશનો હેતુ કરી શકે. અર્થાત્ વિનાશના હેતુ મુગરાદિ અભાવને કરતા નથી Page #347 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પણ કપાલાદિ રૂપે ભાવાત્તર કરે છે. મુગરાદિથી ઘટનો વિનાશ થયો એટલે ભાવાત્તર કપાલાદિ રૂપે ઉત્પત્તિ થઈ. કેમ કે ભાવથી જુદો કોઈ અભાવ જ નથી. અને એવી કોઈ ક્રિયા નથી કે જે દ્રવ્યથી અત્યંત ભિન્ન સ્વભાવવાળી હોય કે જેનું પ્રસજ્જ પ્રતિષેધ દ્વારા નિવારણ કરી શકાય ! દ્રવ્યથી અત્યંત ભિન્ન ક્રિયા છે જ નહીં જેનો તમે પ્રસજ્જ પ્રતિષેધથી નિષેધ કરી શકો.-કારણ કે તેવા પ્રકારે પ્રગટિત પરિણામવાળું દ્રવ્ય જ ક્રિયાના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. દ્રવ્યનય દ્રવ્યથી ક્રિયાને જુદી માનતો નથી તેવા તેવા પ્રકારે પરિણામ પામતું દ્રવ્ય જ તે તે ક્રિયાના નામથી બોલાય છે. આવું માને છે. કારણ કે પર્યુદાસ વિધિરૂપ હોવાથી દ્રવ્યાસ્તિક છે. ૩૩૮ એટલે પર્યુદાવિધિ કરીએ ત્યારે અભાવ શબ્દનો અર્થ ‘ભાવથી અન્ય ભાવને જ કરે છે' આવો થાય. એટલે ભાવનું જ અસ્તિત્વ બતાવ્યું. આ ‘અસ્તિ' એ વિધિરૂપ છે. એટલે પર્યાદાસ વિધિરૂપ છે તેથી દ્રવ્યાસ્તિક છે. હવે જ્યારે પ્રસજ્ય પ્રતિષવિધિ કરીએ ત્યારે અભાવ શબ્દનો અર્થ ‘ભાવ નથી’ આવો થાય. એટલે નાસ્તિત્વનું પ્રતિપાદન કર્યું. આ પ્રતિષધરૂપ છે. એટલે પ્રસજ્જ પ્રતિષધરૂપ છે તેથી પર્યાયાસ્તિક છે. આ રીતે ‘અમાનું રેતિ' આ વાક્યના બંને અર્થ છે. વિધિરૂપ પર્યુદાસ પણ છે અને પ્રતિષધરૂપ પ્રસજ્ય પણ છે. વિધિરૂપ હોવાથી પર્યુદાસ દ્રવ્યાસ્તિક છે અને પ્રતિષધરૂપ હોવાથી પ્રસજ્જ પર્યાયાસ્તિક છે. અને આ બંને પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે. પરંતુ નિરપેક્ષ એકલી દ્રવ્યરૂપ કે એકલી પર્યાયરૂપ વસ્તુ નથી. અર્થાત્ વસ્તુ પરસ્પર સાપેક્ષ ભાવાભાવરૂપ છે. એકલી ભાવરૂપ કે એકલી અભાવરૂપ વસ્તુ નથી. માટે જ અમે કહ્યું કે આ ભાવરૂપ વસ્તુ છે અને આ અભાવરૂપ વસ્તુ છે આવો વિભાગ પાડી શકાતો નથી. આથી જ મુદ્ગરાદિ વિનાશના હેતુ ઘટનો અભાવ કરે છે. આ વિકલ્પ પણ બની શકતો નથી. કારણ કે એકલો અભાવ છે જ નહીં, વસ્તુ ભાવાભાવરૂપ જ છે. એટલે આ ત્રીજા વિકલ્પની પણ અસત્ વિકલ્પતા છે. કેમ કે વિષયનો સદ્ભાવ હોય તો વિકલ્પ પ્રવર્તે અને વિષયનો અભાવ હોય તો એમને એમ વિકલ્પની પ્રવૃત્તિ પણ સંભવતી નથી. હજી પણ થોડો વિચાર કરો... અભાવ તુચ્છ હોવાથી કરી શકાય નહિ. એના માટે કોઈ ક્રિયા હોઈ શકતી નથી. એ કહેવું અયુક્ત છે. આમ કહીને અભાવની ‘ભાવને ન કરે' આવી જે વ્યાખ્યા કરે છે તે બરાબર નથી. કેમ કે અભાવ અસદ્ રૂપ છે જ નહીં માટે તે કરી શકાય છે. ઊલટું ભાવ કરી શકાતું નથી. આ વાત વિસ્તારથી બતાવે છે. १. पर्युदासपक्षे कपालाख्यभावान्तरकरणे घटादेः परिणामानित्यतया तद्रूपत्वात्तत्र मुद्गरादेर्व्यापारतया घटादीन् प्रति तस्याकिञ्चित्करत्वासिद्धेः । प्रसज्यप्रतिषेधपक्षेऽपि भावं न करोतीति प्रध्वंसाभावप्राप्त्या तत्र च कारकव्यापारप्रवृत्तेः, न हि सोऽभावमात्रं किन्तु वस्तुतोऽवस्थाविशेषः पर्यायः, तस्य च भावरूपत्वात् पूर्वोपमर्द्देन प्रवृत्तत्वाच्च य एव कपालादेरुत्पादः स एव घटादेर्विनाश इति कथं विनाशस्याहेतुकत्वम्.. सूत्रार्थमुक्तावल्याम् तृतीया मुक्ता पृ० १०० - Page #348 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯ ૩૩૯ ભાવ બની શકતો નથી. જો ભાવ એ પરિનિષ્પન્ન વસ્તુ છે તો તેને કરવાની હોતી જ નથી. કેમ કે પૂર્વમાં ઉત્પન્ન છે તો કારણની સાથે તેનો સંબંધ કયાંથી થાય? કારણ કે રતિનો અર્થ અપૂર્વ ઉત્પાદ છે. કરોતિ' એટલે “કરે છે જે પૂર્વમાં ન હોય તેવું ઉત્પન્ન કરે છે. તો વસ્તુ તો ઉત્પન્ન થયેલી જ છે. એને કરવાની ક્યાં છે? એટલે કારણની સાથે સંબંધ ક્યાંથી થાય? ન થાય માટે ભાવનો કરણની સાથે સંબંધ નથી. જો આ પ્રશ્નનું એવું સમાધાન અપાય કે–પૃષ્ટ કુરુ' આવો પ્રયોગ કરાય છે. આમાં પૃષ્ટ તો નિષ્પન્ન જ છે. એ કાંઈ નવી ઉત્પન્ન કરવાની નથી. છતાં પણ “પાછળ ફર' આ અર્થમાં ક્રિયાનો સંબંધ ઉપચારથી છે. તેની રીતે પરિનિષ્પન્ન ભાવ હોવા છતાં ઉપચારથી વિરતિનો સંબંધ થઈ જશે. આ રીતે ભાવમાં આ ઔપચારિક પ્રયોગ વસ્તુ સાથે નિયત નથી. અપરિનિષ્પન્નરૂપ અભાવમાં યથાર્થ છે. માટે અમાવું જતિ એ યુક્ત જ છે. આવું સમાધાન અપાય તે ઠીક છે. છતાં પણ ભાવનું કરણ ઔપચારિક છે એમ તો માનવું જ પડશે. અને વળી અભાવ એ અપરિનિષ્પન્ન અવસ્થાન્તરરૂપ વસ્તુ છે. એટલે અભાવ એ પરિનિષ્પન્ન નથી માટે તેના નિષ્પાદન માટે પ્રયત્ન કરાય છે. અને તે અત્યંત અસત્ નથી તેમ સર્વથા સત્ નથી. માટે આ રીતે અભાવ'વિશિષ્ટ જ વસ્તુનું વસ્તુત્વ છે. આ રીતે ભાવ એ પરિનિષ્પન્ન વસ્તુ છે. અભાવ એ અપરિનિષ્પન્ન અવસ્થાન્તરરૂપ વસ્તુ છે. ભાવ એ દ્રવ્યરૂપ છે. અભાવ એ તેમાં ઉત્પન્ન નહીં થયેલ પર્યાયરૂપ છે. તે અવસ્થાન્તરને માટે પ્રયત્ન કરાય છે એટલે અભાવવિશિષ્ટ જ વસ્તુનું વસ્તુત્વ છે. કેમ કે પર્યાય વગર દ્રવ્ય હોતું જ નથી. પર્યાયથી યુક્ત જ દ્રવ્ય હોય છે. એટલે વસ્તુ અભાવવિશિષ્ટ જ છે. માટે ભાવાભાવરૂપ–પરસ્પર સાપેક્ષ જ વસ્તુ છે. આ રીતે અભાવવિશિષ્ટ જ વસ્તુ છે માટે “વસ્તુનો અભાવ કરે છે' આ ત્રીજો વિકલ્પ પણ ઘટી શકતો નથી. આ આપણી વિચારણાથી બૌદ્ધો કરેલા ત્રણે વિકલ્પો અસત્ છે, બની શકતા નથી એ સિદ્ધ થાય છે. વળી પૂર્વમાં જે “વૈધ્ધાં ન વિનાશદેતું:' મુદ્ગરાદિમાં વિનાશનું અસામર્થ્ય છે. વિનાશમાં ઘટાદિનો સ્વભાવ જ કારણ છે. પદાર્થો ક્ષણભંગુર સ્વભાવવાળા જ ઉત્પન્ન થાય છે ઘટ એ માટીનું અપરિનિષ્પન્ન અવસ્થાન્તર છે. મતલબ હજી ઘટ થયો નથી પણ માટીનો એક અવસ્થાન્તર-પર્યાય છે. આ ઘટ એ વસ્તુ છે. કેમ કે ઘટને પેદા કરવા માટે માટીમાં યત્ન કરાય છે. આ ઘટ વસ્તુ એકાંત અસતું હોય તો પણ ઘટ માટે પ્રયત્ન થાય નહીં અને એકાંત સત્ હોય તો પણ પ્રયત્ન થાય નહીં માટે વસ્તુનું વસ્તુત્વ અભાવવિશિષ્ટ ભાવ છે. આવી રીતે ઘટના વિનાશમાં પણ સમજી લેવું. ફક્ત વિનાશમાં માટીની જગાએ ઘટ અને ઘટના સ્થાને કપાલરૂપ અવસ્થાન્તરમાં વિચારી લેવું. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ તત્ત્વાર્થ સૂત્ર માટે તેનો વિનાશ સ્વાભાવિક છે છતાં તેના વિનાશમાં મુગરાદિને કારણ માનવા એ તો વ્યર્થ છે. અને વ્યર્થ હોવાથી વિનાશનો કોઈ હેતુ નથી” આવું કહ્યું તે વિચાર્યા વગરનું કથન છે. કારણ કે અમારી પ્રક્રિયાનો બોધ નથી. સ્યાદ્વાદની પ્રક્રિયાના અજ્ઞાનનું આ ફળ છે. જૈની પ્રક્રિયાને જાણતા નથી માટે જ આવું કથન કર્યું છે. અમારે ત્યાં વિનાશ બે પ્રકારનો છે. (૧) વૈગ્નસિક, (૨) પ્રાયોગિક. તેમાં પ્રાયોગિક વિનાશ કાદાચિત્ક–ક્યારેક થતો હોવાથી પટાદિની જેમ સહેતુક (તુવાળો) છે. આ પ્રત્યક્ષ છે અને જે જોયેલું છે. પ્રત્યક્ષ છે તેને છુપાવવું શક્ય નથી. તેનો અપલાપ કરી શકાય નહીં. કેમ કે પ્રમાણથી પદાર્થનો અવબોધ થાય છે. એટલે પ્રાયોગિક વિનાશ હેતુવાળો છે એમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. પરંતુ કાર્ય થયા પછી તરત જ પદાર્થ સર્વથા વિનાશ પામે છે. આ વાતમાં કોઈ પ્રમાણ નથી. કાલાન્તરમાં રહેનાર વિનાશમાં પ્રત્યક્ષ બુદ્ધિનો વ્યાપાર છે. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થયા પછીના કાળમાં તેનો વિનાશ છે એમાં તો પ્રત્યક્ષ પ્રમાણ છે પ્રત્યક્ષ દેખાય છે કાર્ય ઉત્પન્ન થયું પછી તેનો વિનાશ થયો પરંતુ કાર્ય થતાંની સાથે જ તેનો વિનાશ એટલે હજી તો કાર્ય પૂરું થયું ન થયું ને તેનો વિનાશ એમાં તો કોઈ પ્રમાણ નથી. આ રીતે અમારે પ્રાયોગિક વિનાશ હેતુવાળો છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ જ છે માટે તમે “વૈયથ્થવ વિના હેતુઃ આવું જે કહી રહ્યા છો તે બરાબર નથી. વળી પણ જે કહ્યું હતું કે.... પ્રકાશાદિ ઉત્પન્ન થયેલા પ્રકાશ વગેરે સ્વભાવમાં પોતાની ઉત્પત્તિની જ અપેક્ષા રાખે છે. પણ બીજા કોઈ હેતની અપેક્ષા રાખતા નથી. અર્થાતુ પ્રકાશ, પ્રકાશ કરવાના સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પન્ન થયા પછી પ્રકાશ આપવા માટે બીજા કોઈ સાધનની અપેક્ષા નથી જ આવું જે પહેલાં કહ્યું હતું તે પણ અસંગત છે. કારણ કે “પ્રાવિયો નશ્વત્મિનામા: પ્રાસ્વિમવતિય નનૈવાપેક્ષને નાપ હેલ્વન્તરમ્' આ વાક્યનો અર્થ જો “ઉત્પન્ન થયેલા પ્રકાશ વગેરે ફરી ઉત્પત્તિમાં બીજા હેતુની અપેક્ષા નથી રાખતા” આવો કરવામાં આવે તો તો શું કોઈની સાથે સંગત છે? આ વાત તો કોઈનેય સંગત નથી, કારણ કે ઉત્પન્ન થયેલ પદાર્થ તે રૂપે ફરીથી હેતુની અપેક્ષા રાખતો નથી. વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ ફરીથી તે રૂપે ઉત્પન્ન થવાની જ ક્યાંથી ? તેથી ઉત્પન્ન થયેલ વસ્તુ ત રૂપે ફરીથી હેતુની અપેક્ષા રાખતી નથી....આથી તમે જો “ફરી ઉત્પત્તિમાં હેવન્તરની અપેક્ષા નથી રાખતા' આવો અર્થ કરો તે તો અસંગત જ છે. પરંતુ ઉત્પન્ન થયેલ વસ્તુ કાલાન્તરમાં (ઉત્પત્તિ થયા પછી અન્ય કાળમાં) હેતુની અપેક્ષા કરીને વિનાશ પામે છે એવું અમે કહીએ છીએ. આપણા કથનના પ્રત્યુત્તરરૂપે ફરી પણ સૌગત કહે છે કે – Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૪૧ અમે એમ જ કહીએ છીએ કે પદાર્થ પોતાના હેતુઓથી ઉત્પન્ન થતો તેવો જ ઉત્પન્ન થાય છે કે ઉત્પત્તિ પછી તરત જ બીજી જ ક્ષણમાં નાશ પામે છે. આ તારી વાત અયુક્ત છે. કારણ કે પ્રતિજ્ઞામાત્ર જ છે. પ્રતિજ્ઞામાત્રથી સિદ્ધિ નથી થતી. જો પ્રતિજ્ઞામાત્રથી જ સિદ્ધિ થતી હોય તો અમે પણ કહીએ છીએ કે– પદાર્થ પોતાના હેતુથી જ તેવા પ્રકારનો ઉત્પન્ન થાય છે કે જેથી કેટલોક કાળકાલાન્તરમાં રહીને વિનાશ પામે છે. અને અમારી પ્રતિજ્ઞામાં, આ પક્ષમાં પ્રત્યક્ષાદિ પ્રમાણ પણ સહાયક છે. કેમ કે પ્રત્યક્ષ જોઈએ છીએ ઉત્પન્ન થતાંની સાથે જ વસ્તુ નાશ પામતી નથી પરંતુ કેટલોક કાળ રહે છે પછી જ નાશ પામે છે. હવે પદાર્થનો વિનાશ હેતુ વિના થાય છે. આવું માનનાર નિષ્કારણ વિનાશવાદી બૌદ્ધ સ્થિરવાદીને પ્રશ્ન પૂછે છે કે – પ્રશ્ન :- “પદાર્થ નાશ સ્વભાવવાળો છે તો એના નાશને રોકે છે કોણ? અને જો નાશ સ્વભાવવાળો ન હોય તો કોઈ કાળે નાશ પામવો જ ન જોઈએ. હંમેશા કાયમ રહેવો જોઈએ.” આ રીતે પ્રશ્નરૂપે મુક્તિ આપી બૌદ્ધ નિષ્કારણ વિનાશને સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ તેની આ યુક્તિ પ્રતિકૃતિ વિધાનવાળી છે. વિરોધી યુક્તિવાળી છે. તેવી આ યુક્તિ ખંડિત છે. તે આ રીતે “નાશ કારણવાળો હોવો જોઈએ કારણ કે તેને પહેલાં આત્મલાભ પ્રાપ્ત કર્યો નથી.” જે પહેલાં ઉત્પન્ન થયેલો નથી તેવો વિનાશ ઉત્પન્ન થાય છે તો તેનું કોઈ કારણ હોવું જ જોઈએ. કેમ કે વિનાશ એ કાર્ય છે અને કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ. આ રીતે પણ “વિનાશ કારણવાળો હોય” એ સિદ્ધ થાય છે. વળી જેને તું સ્વભાવ કહે છે તે તો વસ્તુનો પરિણામવિશેષ ધર્મ છે. આ ધર્મ વર્ણાદિનો પરિણામ છે. તે વર્ણાદિ કોઈ પરિણામ સાદિ (શરૂઆતવાળો) છે અને સત્તા, મૂર્તિત્વ, અમૂર્તત્વ આદિ કોઈ પરિણામ અનાદિ (શરૂઆત વિનાનો) છે. આ રીતે અમારે સ્યાદ્વાદીને તો વસ્તુનો હંમેશા સ્વભાવ કહે તો તે પણ પરિણામવિશેષરૂપ હોવાથી વર્ણાદિ પરિણામ ઉત્પન્ન થાય છે એટલે તેની શરૂઆત પણ છે. નવા ઉત્પન્ન થતા તેનો અંત પણ છે એટલે અનેકાંતથી જ જે પદાર્થ જે સ્વભાવવાળો હોય છે તે સ્વભાવવાળો જ કોઈ કાળે નાશ પામે છે, કોઈ કાળે રહે છે અને કોઈ કાળે ઉત્પન્ન થાય છે. હવે અતિ પ્રસંગથી સરો. આ ચર્ચાને હવે અહીં અટકાવીએ છીએ. આ વિવેચનથી એ સિદ્ધ થાય છે કે પ્રાયોગિક વિનાશ પણ છે. બૌદ્ધ માત્ર નિર્દેતુક સ્વાભાવિક વિનાશ છે આવું નિરૂપણ કર્યું તે બરાબર નથી પરંતુ પ્રાયોગિક વિનાશ પણ છે. આ રીતે આપણે વિસ્તારથી વિનાશને વિચાર્યો. અને તેની સાથે ભાષ્યની બીજી પંક્તિ “યત્ર વ્યક્તિની વિચારણા સમાપ્ત કરીએ છીએ. આ ઉત્પાદ અને વિનાશ બંને જો ધ્રૌવ્યાંશથી Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તત્ત્વાર્થ સૂત્ર સાપેક્ષ હોય તો જ બની શકે છે. ઉત્પાદની વિચારણાના અવસરે અમે કહી ગયા છીએ કે પર્યાયનય સ્વતંત્ર નથી. દ્રવ્યનયને આધીન છે. એટલે જ ત્રણે પરસ્પર સાપેક્ષ સતનું લક્ષણ બને છે. ઉભય નયથી સંગત અમારું લક્ષણ સિદ્ધ થાય છે. હવે આપણે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યનો પરસ્પર સંબંધ વિચારીએ છીએ પરસ્પર સાપેક્ષ જ તે સનું લક્ષણ બની શકે છે એમ કહ્યું છે તો તે શું ત્રણે એક કાળમાં જ રહેલા હોય છે? કે ભિન્ન કાળમાં પણ હોય છે? પરસ્પર જુદા જુદા છે? કે એક છે ? આવા પ્રશ્નો થયા કરે તેથી આ ચારે પ્રકારના પ્રશ્નો દ્વારા વિચારણા કરતા પરસ્પર ત્રણેના સંબંધને વિચારીશું. અવસ્થિતિ, ઉત્પાદ અને વિનાશ આ ત્રણે (૧) એકકાલીન પણ છે, (૨) ભિન્નકાલીન પણ છે, (૩) ત્રણે પરસ્પર અભિન્ન પણ છે (એક પણ છે), (૪) ત્રણે પરસ્પર ભિન્ન પણ છે (જુદા પણ છે), ઉત્પાદાદિ ત્રણ (૧) એક કાળમાં પણ હોય છે (૨) ભિન્ન જુદા જુદા કાળમાં પણ હોય છે. આ કથન દ્વારા કાળથી ઉત્પાદાદિની અભિન્નતા ભિન્નતા સમજવી.' ઉત્પાદાદિ ત્રણ પરસ્પર (૩) અભિન્ન પણ છે, (૩) ભિન્ન પણ છે. આ કથન દ્વારા સ્વરૂપથી અભિન્નતા ભિન્નતા સમજવી. હવે આપણે પહેલા ઉત્પાદ અને વિનાશ આ બેની એકકાલીનતા સિદ્ધ કરવાની ઇચ્છા કરીએ છીએ. (૧) ઉત્પાદ અને વિનાશ એકકાલીન પણ છે. આ સિદ્ધ કરવામાં સ્વાત્મત્વ અપૃથભાવ કારણ છે. સ્વાત્મા = પોતાનો આત્મા ઉત્પાદ અને વિનાશનો આત્મા. અપૃથભાવ = જુદો નથી. એક કાલીનતામાં સ્વાત્મત્વેન અમૃથભાવ કારણ છે. ઉત્પાદનો સ્વાત્મા પણ દ્રવ્ય છે. વિનાશનો સ્વાત્મા પણ દ્રવ્ય છે. ઉત્પાદ પણ દ્રવ્યમાં છે, વિનાશ પણ દ્રવ્યમાં છે, ઉત્પાદ અને વિનાશનો સ્વાત્મા જુદો નથી. દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ એ જ ઉત્તર અવસ્થાનો ઉત્પાદ છે. એટલે ઉત્પાદ અને ૧ तिण्णि वि उप्पायाई अभिण्णकालो य भिण्णकाला य । अत्यंतरं अणत्यंतरं च दवियाहि णायव्वा ॥३२॥ सम्मतिवत्त्वसोपाने त्रिंशम् सोपानम् पृ० २७३. Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૪૩ વિનાશનો કાળ એક જ છે. જે ક્ષણમાં વિનાશ છે તે જ ક્ષણમાં ઉત્પાદ છે. કુશુલનો વિનાશ અને ઘટનો ઉત્પાદ આ બંને એક જ ક્ષણમાં છે. એટલે ઉત્પાદ અને વિનાશની એકકાલીનતા છે. ઉત્પાદ અને વિનાશનો આત્મા તો દ્રવ્ય છે અર્થાત્ ઉત્પાદ-વિનાશનો આધાર દ્રવ્ય છે. આ દ્રવ્યમાં એકકાલીન ઉત્પાદ અને વિનાશ છે. દા. ત. જેમ એક ક્ષણવર્તી એક રૂપમાં ક્ષણથી જુદું રૂપ નથી કારણ કે એક જ રૂપ છે એટલે વિભાગ બની શકતો નથી. તેવી રીતે ઉત્પાદ અને વિનાશ બંને એક ક્ષણમાં થતા હોવાથી જુદા નથી. કેમ કે જે ક્ષણમાં ઉત્પાદ છે તે ક્ષણમાં વિનાશ છે. ઉત્પાદ અને વિનાશનો સ્વાત્મલાભ કાળ એક જ છે, બીજો નથી. અર્થાત્ ઉત્પાદરૂપ સ્વાત્મલાભ (કાર્ય) કહો કે વિનાશરૂપ સ્વાત્મલાભ (કાર્ય) કહો એ જ એક કાળ છે. બીજો કોઈ કાળ નથી માટે જ તે બંનેનો અભેદ છે. આ રીતે દ્રવ્ય સામાન્યથી લઈએ ત્યારે એક દ્રવ્યમાં ઉત્પાદ અને વિનાશ છે અને પૂર્વ અવસ્થાનો વિનાશ એ જ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ છે એટલે ઉત્પાદ-વિનાશ એકકાલીન છે. આથી જ તે બેનો અભેદ છે. અને જે એકકાલીન ન હોય તે નિયમથી એક પણ ન હોય. અર્થાત્ તેનો અભેદ ન હોય. દા. ત. જેમ ગાયનો જન્મ અને અશ્વનો વિનાશ. આ બંને એકકાલીન નથી માટે એક પણ નથી. બંને જુદાં છે. જન્મ(ઉત્પાદ)નો સ્વાત્મા થાય છે અને વિનાશનો સ્વાત્મા અશ્વ છે એટલે બંનેનો સ્વાત્મલાભ કાળ જુદો છે આ રીતે ઉત્પાદ-વિનાશ એકકાલીન પણ છે અને આથી જ ઉત્પાદ-વિનાશ પરસ્પર અભિન્ન પણ છે. એ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વિનાશની એકકાલતા છે એ જ રીતે ઉત્પાદ-વિનાશથી દ્રવ્યની અને ઉત્પાદ-વિનાશની દ્રવ્યથી અભિન્નકાલતાને સિદ્ધ કરવી જોઈએ. ઉત્પાદ-વિનાશથી દ્રવ્ય એકકાલીન અને ઉત્પાદ-વિનાશ, દ્રવ્યથી એકકાલીન છે—સાધ્ય સ્વાત્મત્વ અપૃથભાવાત્—હેતુ રૂપવત્—દૃષ્ટાંત ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે, કારણ કે તે બંનેનો સ્વાત્મા જુદો નથી. દા. ત. જેમ ક્ષણવર્તીરૂપ એ રૂપથી જુદું નથી તેમ ઉત્પાદ-વિનાશ પણ દ્રવ્યથી જુદા નથી. માટે ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે. “ ઉત્પાદ-વિનાશ એકકાલીન છે તેથી દ્રવ્ય તેનાથી અભિન્ન છે. કેમ કે પૂર્વાવસ્થામાં દ્રવ્યની પ્રતીતિ છે અને ઉત્તરાવસ્થામાં પણ દ્રવ્યની પ્રતીતિ છે એટલે ઉત્પાદ-વિનાશ કાળમાં દ્રવ્યની પ્રતીતિ છે માટે ઉત્પાદ-વિનાશથી એકકાલીન દ્રવ્ય છે. આ રીતે ઉત્પાદ-વિનાશની એકકાલીનતાને સિદ્ધ કરવા જે હેતુ અને દૃષ્ટાંત આપ્યાં છે તે હેતુ અને દૃષ્ટાંતથી ઉત્પાદ-વિનાશથી દ્રવ્ય એકકાલીન છે એ પણ સિદ્ધ થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર શંકા :- એકાંતવાદી ‘સ્વાત્મત્વ અપૃથભૂત’ ઉત્પાદ-વિનાશ છે. અર્થાત્ ઉત્પાદવિનાશનો સ્વાત્મા જુદો નથી—અભિન્ન છે આવું સ્વીકારતા નથી. સમાધાન :- અમે તેને સિદ્ધ કરવા માટે વિસ્તાર કરીએ છીએ અને દૃષ્ટાંત દ્વારા સમજાવીએ છીએ. ૩૪૪ દા. ત. સર્પરૂપ દ્રવ્યનો ઊંચે કૂદવાના આકારથી પોતામાં ઉત્પાદ થયો તે જ સર્પરૂપ દ્રવ્યનો પતનરૂપ—નીચે પડવારૂપ આકારથી પોતામાં વિનાશ થયો. બંને આકાર સર્પદ્રવ્ય રૂપ જ છે. સર્પમાં જ ઊંચે કૂદવારૂપ ઉત્પાદ અને નીચે પડવારૂપ વિનાશ છે. એટલે સર્પથી ઉત્પાદ અને વિનાશ અભિન્ન છે. સર્પ જ આ બંને આકારવાળો છે એટલે સર્પ આ બંનેથી જુદો નથી. અને જો ભેદ થતો નથી તો સર્પાત્મા જ છે. સર્પસ્વભાવતા જ છે. આથી જ એકકાલીન હોવાથી ઉત્પાદ-વિનાશની દ્રવ્યથી અનર્થાન્તરતા પણ સ્વીકારવી પડશે. ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી અભિન્ન હોય છે. આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એકકાલીન છે. આ માટે અનુમાન બતાવે છે. પરસ્પરાવધિકૌ ઉત્પાદવિનાશૌ-પક્ષ અનર્થાન્તરમ્-સાધ્ય તદ્ઘતિપત્તેરભિન્નકાલત્વાત્ હેતુ તેની પ્રતિપત્તિનો અભિન્ન કાળ એક જ કાળ હોવાથી અનર્થાન્તરભૂત છે. એકબીજાની અવધિવાળા ઉત્પાદ-વિનાશ પરસ્પર અવિધવાળા આનાથી ઉત્પાદને લઈને વિનાશ છે અને વિનાશને લઈને ઉત્પાદ છે. તે ઉત્પાદનો આરંભ-આદ્ય ક્ષણ છે તેને અભિન્ન કાલીન વિશેષણ આપવામાં આવે છે. એટલે કે અભિન્નકાલીન ઉત્પાદ, આ રીતે ‘અભિન્નકાલીન’ વિશેષણથી યુક્ત ‘ઉત્પાદ’ કહેવાય છે. તો આ ઉત્પાદનો અભિન્ન કાલ કોની સાથે છે ? તેના જવાબમાં કહેવું જ પડશે કે સામર્થ્યથી વિનાશની સાથે ઉત્પાદ અભિન્નકાલીન છે. કારણ કે વિનાશ પામી રહેલાની જે અંત્યક્ષણ છે અને ઉત્પાદની જે આદ્યક્ષણ છે તે ઉત્પાદ અને વિનાશ એકકાલીન છે. એટલે સામર્થ્યથી સિદ્ધ થયું વિનાશની સાથે અભિન્નકાલીન ઉત્પાદ છે. આ રીતે ઉત્પાદ-વિનાશ એકકાલીન અને જે એકકાલીન હોય છે તે અનર્થાન્તર (અભિન્ન) હોય છે એમ અમે ઉપર કહી ગયા છીએ. જો પૂર્વના વિનાશનો અન્ય કાળ હોય અને ઉત્તરનો ઉત્પાદકાળ અન્ય હોય અર્થાત્ વિનાશ અને ઉત્પાદ ભિન્ન કાળ હોય તો પૂર્વ તો વિનષ્ટ છે અને તે વખતે ઉત્પાદ તો છે જ નહીં તો ઉત્તર ઉત્પન્ન થયું નહીં. આખર આ પ્રમાણે વિચાર કરતાં પૂર્વ વિનષ્ટ થયું તે કાળ જુદો અને હજી ઉત્પાદ થયો નથી એટલે વચમાં વસ્તુથી શૂન્યકાળ પ્રાપ્ત થશે અને કારણ વગર ઉત્તરની ઉત્પત્તિની આપત્તિ આવશે. માટે ઉત્પાદ અને વિનાશ એકકાલીન છે અને અનર્થાન્તર છે. દા. ત. જેમ એક ક્ષણમાં રહેલું રૂપ એક હોવાથી જ તેની પ્રતિપત્તિની અભિન્નકાલતા Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ ૩૪૫ છે. કારણ કે એક જ રૂપ છે તો તેમાં વિભાગ સંભવે ક્યાંથી ? એટલે આ એકરૂપ એ અભિન્નકાલતાને પ્રતિપાદન કરે છે. કારણ કે અન્યની અન્ય સાથે ભિન્નકાલતા સંભવી શકે છે પરંતુ તેની ને તેની પોતાની સાથે ભિન્નતા હોઈ શકતી નથી. દા. ત. ગાય અને અશ્વ તે જુદાં છે તો તેમાં ભિન્નકાલતા સંભવે. પરંતુ જે વિનાશ એ જ ઉત્પાદ છે તો પોતાનામાં ને પોતાનામાં અન્ય કાલીનતા સંભવે કેવી રીતે ? તેવી જ રીતે ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી પણ એકકાલીન છે. કારણ દ્રવ્ય જ તે તે રૂપે વિનાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. એટલે દ્રવ્યની સાથે પણ ઉત્પાદ વિનાશની એકકાલીનતા છે. આ જ રીતે (૧) ઉત્પાદ અને ધ્રૌવ્ય (૨) વિનાશ અને ધ્રૌવ્ય. આ બે વિકલ્પોમાં પણ અનર્થાન્તરતા અને એકકાલીનતા ઉપર આપેલા હેતુ અને દૃષ્ટાંત દ્વારા વિચારી લેવી જોઈએ. તે આ પ્રમાણે—દા ત૰ એકક્ષણવર્તી એક રૂપમાં વિભાગનો અભાવ હોવાથી સ્વાત્મલાભકાળ એ જ એક કાળ છે, બીજો કાળ નથી. આથી એકકાલીન છે માટે અભિન્ન છે તેવી રીતે (૧) ઉત્પાદ અને ધ્રૌવ્ય કે (૨) વિનાશ અને ધ્રૌવ્ય આ બંનેનો સ્વાત્મત્વેન અપૃથભાવ હોવાથી આ ઉત્પાદ અને આ ધ્રૌવ્ય કે આ વિનાશ અને ધ્રૌવ્ય આવો ભેદ પડી શકતો નથી માટે ઉત્પાદ અને ધ્રૌવ્ય કે વિનાશ અને ધ્રૌવ્ય બંને એકકાલીન છે અને અભિન્ન છે એ સિદ્ધ થાય છે. આ રીતે આપણે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્ય સામાન્યને લઈને વિચાર્યું કે— ઉત્પાદ-વિનાશ એક કાલીન છે ઉત્પાદ-વિનાશ અનર્થાન્તર છે. ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે. ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી અભિન્ન છે. ઉત્પાદ-ધ્રૌવ્ય એકકાલીન છે. ઉત્પાદ-ધ્રૌવ્ય અનર્થાન્તર છે. વિનાશ-ધ્રૌવ્ય એકકાલીન છે. વિનાશ-ધ્રૌવ્ય અનર્થાન્તર છે. દ્રવ્ય-ઉત્પાદ વિનાશથી એકકાલીન છે—અભિન્ન છે. એટલે સમજાય છે કે ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય ત્રણે એકકાલીન છે અને પરસ્પર ત્રણે અભિન્ન છે. ૧. अभिन्नकालाश्चोत्पादादयः, न हि कुशूलविनाशघटोत्पादयोर्भिन्नकालता, अन्यथा विनाशात् कार्योत्पत्तिः स्यात्, घटाद्युत्तरपर्यायानुत्पत्तावपि प्राक्तनपर्यायध्वंसप्रसक्तिश्च स्यात्, पूर्वोत्तरपर्यायविनाशोत्पादक्रियाया निराधाराया अयोगात्तदाधारभूतद्रव्यस्थितिरपि तदाऽभ्युपगन्तव्या न च क्रियाफलमेव क्रियाधारः, तस्य प्रागसत्त्वात्, सत्त्वे वा क्रियावैफल्यात्, ततस्त्रयाणामभिन्नकालत्वात्तदव्यतिरिक्तं द्रव्यमभिन्नम् ।...... सम्मति त्रिंशं सोपानं पृ० २७३. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે આપણે અવસ્થિતિ, ઉત્પાદ અને વિનાશ ત્રણેના સંબંધને વિચારતા વિકલ્પોની વિચારણા કરી. (૧) એકકાલીન પણ છે અને (૩) પરસ્પર અભિન્ન પણ છે. હવે બીજા બે વિકલ્પોની વિચારણા કરીએ છીએ. (૨) ભિન્નકાલીન પણ છે, (૪) ત્રણે પરસ્પર ભિન્ન પણ છે. નૈગમનયના અભિપ્રાયથી ઉત્પાદ," વિનાશ અને ધ્રૌવ્યની ભિન્નકાળતા છે. કારણ કે ઉત્પાદ એ પ્રાગભાવ છે. અને તે પ્રાગુ અભાવ દ્રવ્યનો ધર્મ છે. આથી દ્રવ્યમાં રહે છે. વિનાશ એ પ્રધ્વસાભાવ છે અને તે પણ દ્રવ્યનો ધર્મ છે એટલે તે પણ દ્રવ્યમાં રહે છે. અને દ્રવ્ય પણ પોતાની દ્રવ્યરૂપતાને છોડ્યા વગર પોતામાં (પોતાના સ્વરૂપમાં) રહે છે. એટલે પ્રાગુઅભાવરૂપ ઉત્પાદ પણ દ્રવ્યમાં રહે છે. પ્રધ્વસાભાવરૂપ વિનાશ પણ દ્રવ્યમાં રહે છે. દ્રવ્યરૂપ દ્રવ્ય પણ દ્રવ્યમાં રહે છે. તેથી ઉત્પન્ન થઈને, કેટલોક કાળ રહીને પ્રધ્વંસ થતો હોવાથી વિનાશ પામે છે. એટલે ઉત્પાદનો કાળ જુદો છે. જયારે ઉત્પાદ ન હતો ત્યારે દ્રવ્ય હતું એટલે ઉત્પાદનો કાળ અને દ્રવ્યનો કાળ જુદો થાય છે. તેવી રીતે વિનાશકાળમાં ઉત્પાદ હોતો નથી એટલે વિનાશ અને ઉત્પાદ ભિન્નકાલીન થયા. જ્યારે વિનાશ થયો છે ત્યારે દ્રવ્ય તો છે જ કેમ કે દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડ્યા વગર પોતાનામાં રહે છે. આમ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ત્રણે ભિન્નકાલીન છે. કારણ કે ઉત્પાદાદિ પ્રત્યેક પોતપોતાના કાળમાં વર્તે છે. જ્યારે ઉત્પાદ છે ત્યારે વિનાશ નથી અને વિનાશ થયો ત્યારે ઉત્પાદ નથી. પ્રૌવ્ય તો ઉત્પાદ કે વિનાશ નહોતો ત્યારે પણ હતું જ એટલે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ત્રણે પોતપોતાના કાળમાં હોય છે માટે ત્રણે ભિન્નકાલીન છે. માટે જ પરસ્પર વિભિન્ન સ્વરૂપવાળા અર્થાન્તર છે. આ તાત્પર્યાર્થ છે. પટ અને આકાશ આ બંને અત્યંત પૃથજુદા સ્વરૂપવાળા છે અને અત્યંત ભિન્નકાલીન છે તો તેમનું એકપણું જોવાયું નથી. તેઓનો અભેદ નથી. અથવા તો જે આજે પેદા થઈને મરી જાય છે અને બીજો જે સો વર્ષનો થઈને મરી જાય છે તો તે બેનું એકકાલીનપણું કહેવું એ યુક્ત નથી. १. उत्पाद विगमस्थितिस्वभावात्रयोऽपि परस्परतोऽन्यकालाः, यतो न पटादेरुत्पादसमय एव विनाशः, तस्या नुत्पत्तिप्रसक्तेः, नापि तद्विनाशसमये तस्यैवोत्पत्तिः, अविनाशापत्तेः, न च तत्प्रादुर्भावसमय एव तत्स्थितिः, तद्रूपेणैवास्थितस्यानवस्थाप्रसक्तितः प्रादुर्भावायोगात्, न च घटरूपमृत्स्थितिकाले तस्याविनाशः, तद्रूपेणावस्थितस्य विनाशानुपपत्तेः, न च घटविनाशविशिष्टमृत्काले तस्या एवोत्पादो दृष्टः, नापि तदुत्पादविशिष्टमृत्समये तस्या एव ध्वंसोऽनुत्पत्तिप्रसङ्गत एव ततस्त्रयाणामपि भिन्नकालत्वात्तद् द्रव्यमर्थान्तरं नानास्वभावाम्..... સતિતત્વોપને, કાં સોપાનું, y૦ ર૭રૂ. Page #356 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ૩૪૭ તે જ રીતે ઘટનો ઉત્પાદકાળ એ જ વિનાશકાળ નથી. જો ઉત્પાદ-જન્મકાળ અને વિનાશકાળ એક હોય તો જન્મતાની સાથે જ વિનાશ થાય. એટલે જન્મ્યો ન જન્મ્યો થયો કહો કે કાર્ય થયું જ નહીં કહો. તો જે ઘટાદિ કાર્ય માટે ક્રિયા કરવામાં આવે તેના ફળનો અનાશ્વાસ અર્થાત્ ફલના (ઘટના) અભાવનો પ્રસંગ આવશે. આ રીતે ઉત્પાદકાળ એ જ વિનાશકાળ મનાય તો ઘટ પ્રાપ્ત જ નહીં થાય. કારણ કે ઘટ કાર્ય માટે માટીમાં ક્રિયા શરૂ કરી પણ ક્રિયાનું ફળ ઘટ ઉત્પન્ન થવો જોઈએ તે તો ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામ્યો એટલે ક્રિયાનું ફળ પ્રાપ્ત થયું નહિ. આ રીતે ક્રિયાના ફળ ઘટાદિના અભાવનો પ્રસંગ આવશે ! વળી જો ઘટરૂપ કાર્ય થયા પછી તરત જ ઘટનો વિનાશ થાય છે એવું મનાય તો જલહરણાદિ ક્રિયારૂપફળવાળા ઘટમાં અનાશ્વાસ થશે. એટલે કે ઘટનું ફળ મળશે નહિ. તેથી ઘટના ઉત્પાદમાં વિશ્રામનો અભાવ આવશે. અર્થાત્ ઘટ માટે ક્રિયા કર્યા જ કરો પણ એનું ફળ આવશે નહિ. કેમ કે ઉત્પાદના અનંતર સમયમાં ઘટ વિનષ્ટ થઈ જાય છે એટલે તે ઘટ ઘટકાર્ય કરી શકશે નહિ. ઘટ ઉત્પન્ન થયો અને તરત જ નાશ પામ્યો એટલે જલહરણ આદિ ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે નહિ. એટલે ઘટ પોતાનું કાર્ય કરી શકશે નહિ. એટલે તેનું ફળ પ્રાપ્ત થાય નહિ. તેથી ઉત્પાદ અને વિનાશ ભિન્નકાલીન છે એ સિદ્ધ થાય છે. વળી ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ પરસ્પર પોતાના લક્ષણસ્વરૂપનો ભેદ હોવાથી અર્થાન્તર છે. (ભિન્ન છે.) ઉત્પાદ આત્મલાભકાર્યરૂપ છે, સ્થિતિ અવસ્થાનરૂપ છે, અને ભંગ હાનિસ્વરૂપ છે. આ રીતે પરસ્પર ત્રણેમાં સ્વલક્ષણનો ભેદ છે. અને જ્યાં સ્વલક્ષણનો ભેદ છે ત્યાં અર્થાન્તરતા જોવાઈ છે. દા. ત. ઘટ, પટાદિમાં સ્વરૂપનો ભેદ છે તો તે ભિન્ન છે. એ પ્રતીત છે. અને જ્યાં અનર્થાન્તરતા છે ત્યાં સ્વલક્ષણનો ભેદ નથી. દા. ત. એલક્ષણવર્તી રૂપ. એક સ્વરૂપવાળું એકરૂપ છે તો તેમાં ભેદ નથી, અભિન્ન છે. એટલે અભિન્ન એવા એક રૂપમાં સ્વલક્ષણનો ભેદ નથી. આ રીતે ઉત્પાદ-વિનાશ ધ્રૌવ્ય પરસ્પર લક્ષણનો ભેદ હોવાથી અર્થાન્તર છે એ સિદ્ધ થાય છે. નૈગમનયના અભિપ્રાયથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભિન્નકાલીન છે એ સિદ્ધ થાય છે તથા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અર્થાન્તર છે એ પણ સિદ્ધ થાય છે. આ રીતે આપણે બીજા બે વિકલ્પોની વિચારણા પણ પૂર્ણ કરી. આ પ્રમાણે સ્યાદ્વાદની પ્રક્રિયામાં સિદ્ધાંતના સકલ પ્રમાણની સાથે વિરોધ વગર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યની ભિન્નકાલતા, અભિન્નકાલતા, અર્થાન્તરતા, અનર્થાન્તરતા સિદ્ધ થાય છે. પણ એકાંતવાદમાં ઉત્પાદાદિ સંભવતા નથી. કેમ કે એકાંતવાદીઓ ભેદાભેદાદિ લક્ષણને સ્વીકારતા ૧. तस्माद्वस्तु यन्नष्टं तदेव नश्यति नंक्ष्यति च यदुत्पन्नं तदेवोत्पद्यते उत्पत्स्यते च कथंचित्, यदेव स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथंचित् इत्यादि सर्वं उपपन्नमिति भावस्योत्पादः स्थितिविनाशरूपः, विनाशोऽपि स्थित्युत्पत्तिरूपः स्थितिरपि विगमोत्पादात्मिका कथञ्चिदभ्युपगन्तव्या, सर्वात्मना चोत्पादादेः परस्परं तद्वतश्च Page #357 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૪૮ નથી. એકાંતવાદીઓ ઉત્પાદાદિને ભેદાભેદઆદિરૂપે માનતા નથી. તેમના મતે ઉત્પાદાદિ સંભવતા નથી. તેથી એ વાત સ્થિર થાય છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત સત્ છે. પરસ્પર સાપેક્ષ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ સનું લક્ષણ છે. આ રીતે આ સૂત્રની વિચારણા સમાપ્ત થાય છે. આ પ્રમાણે વિસ્તારથી સનું લક્ષણ બતાવીને હવે પૂ. ભાષ્યકાર મ૰ ઉત્તરસૂત્રના સંબંધ માટે ભાષ્યની રચના કરે છે. ભાષ્ય :- મા- આવા લક્ષણવાળું ‘સત્' હોય છે એ પ્રમાણે અમે સ્વીકારીએ છીએ, અને આ સત્ છે તો હવે કહેવું જોઈએ કે તે સત્ નિત્ય છે કે અનિત્ય ? અત્રો—તે—હવે આનો જવાબ આપીએ છીએ. અવતરણિકા :- આ રીતે પૂ. ભાષ્યકાર મ પૂર્વસૂત્ર પછી આ સૂત્રની રચના કેમ છે ? તેનો સંબંધ ભાષ્ય દ્વારા જણાવ્યો... ટીકા :- હવે આ અવસરે કોઈ પ્રશ્ન કરે છે કે—સત્ના લક્ષણનું પ્રતિપાદન કર્યું તે સારું કર્યું છે. યુક્તિ અને આગમને માનનાર એવા અમે આવા પ્રકારનું સત્ છે તે સ્વીકારીએ છીએ. ભાષ્યમાં રહેલ તાવત્ શબ્દ છે તે ક્રમને બતાવનારો છે. તે આ પ્રમાણે—પહેલાં સત્નો નિશ્ચય કરવો. સત્નો નિશ્ચય થાય ત્યાર પછી નિત્ય છે કે અનિત્ય આ વિચારવું. આવા લક્ષણવાળું સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણના યોગમાં વ્યાપ્ત છે. સત્ એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી જુદું નથી. ‘તિ’શબ્દ હેતુ અર્થમાં છે. એટલે ‘કારણ કે સત્ છે' આવો અર્થ થાય. તુ શબ્દનો અર્થ છે ‘તેથી’ ‘તર્’શબ્દથી સત્નો પરામર્શ કરવો. ભાષ્યના રૂતિ, તુ ને તવ્ ત્રણેનો ભેગો અર્થ આ પ્રમાણે—કારણ કે સત્ છે માટે' આ કહેવું જોઈએ કે તે સત્ નિત્ય છે કે અનિત્ય છે ? પ્રશ્ન :- સાત વિકલ્પ થઈ શકે છે છતાં ભાષ્યકારે બે જ પ્રશ્ન કેમ કહ્યા ? વિધિ અને નિષેધની કલ્પનાથી ધર્મોના સાત પ્રકાર છે તેથી સંશય પણ સાત પ્રકારનો છે. માટે જિજ્ઞાસા પણ સાત પ્રકારની છે તો તેને જણાવવાના પ્રશ્નો પણ સાત પ્રકારના છે. તેના ઉત્તર પણ સાત પ્રકારના છે. આમ ઉત્તર વાક્યોનો સમુદાય સપ્તભંગીરૂપે જ પૂર્ણ છે. આ પ્રમાણે બીજે કહેલું છે તો સાત પ્રકારના પ્રશ્નોનો ઉપન્યાસ કરવો એ ન્યાય છે તો તે બધાની ઉપેક્ષા કરીને નિત્ય છે કે અનિત્ય આ બે જ પ્રશ્નો કેમ મૂક્યા ? यद्यभेदैकान्तो भवेन्नोत्पादादित्रयं स्यादिति न कस्यचित् कुतश्चित्तद्वत्ता नाम । न च वस्तुशून्यविकल्पोपरचितत्रयसद्भावात् तद्वत्ता युक्ता, अतिप्रसङ्गात् खपुष्पादेरपि तद्वत्ताप्रसक्तेः । न चोत्पादादेः परस्परतः तद्वतश्च भेदैकान्तः, सम्बन्धासिद्धितो नि:स्वभावताप्रसक्तेः । एतेन उत्पादव्ययध्रौव्ययोगाद्यदि असतां सत्त्वं शशश्रृंगादेरपि स्यात्, सतश्चेत् स्वरूपसत्त्वमायातम्, तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्यतः सत्त्वं तदाऽनवस्थाप्रसक्तिः, स्वतचेद्भावस्यापि स्वत एव भविष्यतीति व्यर्थमुत्पादिकल्पनम् एवं तद्योगेऽपि वाच्यमित्यादि निरस्तम्, एकान्तभेदाभेदपक्षोदितदोषस्य कथञ्चिद्भेदाभेदात्मके वस्तुन्यसम्भवात् .... सम्मतितत्त्वसोपाने विंशं सोपानं पृ० १४३. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ અધ્યાય-૫ : સૂત્ર-૨૯ ઉત્તર ઃ- દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનો સંગ્રહ કરવાનો આશય છે માટે ભાષ્યકારે બે જ પ્રશ્ન કર્યા છે. કેમ કે દ્રવ્યાર્થિક નિત્ય માને છે અને પર્યાયાર્થિક અનિત્ય માને છે એટલે નિત્ય છે કે અનિત્ય છે. આ બે પ્રશ્નોથી બંનેનો પરિગ્રહ થઈ જાય છે. અને આ બે નયોનો સંગ્રહ થઈ ગયો એટલે બાકીના વિકલ્પોનું સૂચન થઈ જ જાય છે. પ્રશ્ન :- પ્રશ્નકારને નિત્ય છે કે અનિત્ય છે આવી શંકા શા માટે થઈ ? શંકા થવાનું કારણ શું ? ઉત્તર :- સત્ નિત્ય પણ દેખાય છે, અનિત્ય પણ દેખાય છે. આકાશ આદિ સત્ નિત્ય દેખાય છે અને ઘટાદિ સત્ અનિત્ય દેખાય છે એટલે શંકા થઈ છે. અથવા આ અધ્યાયના સૂત્ર-૩ ‘નિત્યાવસ્થિતાન્યરૂપાણિ'માં એવું મનાય છે કે ‘બધું સત્ નિત્ય નથી કેમ કે એમાં ‘સરૂપાણિ’ પદ ગ્રહણ કર્યું છે. એટલે અરૂપી સત્ નિત્ય છે એવો અર્થ થયો તેથી અર્થપત્તિથી રૂપી અનિત્ય છે એવું સમજવાનું છે. માટે સર્વ સત્ નિત્ય નથી કે અનિત્ય નથી. અવસ્થિત અંશને લઈને રૂપી પણ નિત્ય છે. એટલે ‘નિત્યાવસ્થિતાન્ય....' સૂત્રથી અરૂપી દ્રવ્યો નિત્ય છે અને રૂપી દ્રવ્યો અનિત્ય છે આવું સિદ્ધ થયું. એટલે નિત્યત્વ અને અનિત્યત્વનો ધર્મી નિશ્ચિત છે. નિત્યત્વ અને અનિત્યત્વનો બીજો કોઈ ધર્મી છે નહિ તો સત્ નિત્ય છે કે અનિત્ય આવા સંશયની જગા જ રહેતી નથી. માટે જ કહે છે કે આ વાતમાં આગમની પણ સાક્ષી છે કે—“સે નહા ગામ” પંચસ્થિઋાયા સિયા” ‘કથંચિત્ પાંચ અસ્તિકાયો છે.' અન્યથા એટલે અવસ્થિત અંશને લઈને રૂપી પણ નિત્ય છે. આવું ન સ્વીકારાય તો સનું લક્ષણ તેમાં ઘટી શકશે નહિ, કેમ કે સન્ના લક્ષણમાં જે ધ્રૌવ્યાંશ છે તેનો અભાવ રહ્યો. એટલે સત્ત્નું લક્ષણ ઘટ્યું નહિ. સનું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત' છે. આમ સપ્નું લક્ષણ અવ્યાપી થશે ! આ આપત્તિને હટાવવા એટલે સનું લક્ષણ ઘટાવવા માટે, ધ્રૌવ્યાંશને લઈને નિત્ય છે અને ઉત્પાદ-વ્યયરૂપ અંશને લઈને અનિત્ય છે. આમ સત્ નિત્ય છે અને અનિત્ય પણ છે. આમ નિશ્ચિત થઈ જાય છે. તો સત્ નિત્ય છે કે અનિત્ય છે ? આવો ફરી પણ સંશય થઈ શકતો નથી. માટે કહે છે કે— જો આ રીતે સત્ નિત્યાનિત્ય છે એમ માનવામાં ન આવે તો ‘ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્ આ સત્ત્નું લક્ષણ વ્યાપી નહીં બને. કેમ કે ધ્રૌવ્યાંશને લઈને નિત્ય છે. ઉત્પાદ વ્યયને લઈને અનિત્ય છે. પરસ્પર સાપેક્ષ જ સત્ત્નું લક્ષણ બની શકે છે. માટે વસ્તુ નિત્યાનિત્ય જ સ્વીકારવી જોઈએ તો જ સત્ત્નું લક્ષણ વ્યાપી બની શકે છે. માટે આ કહેવું જ જોઈએ કે શું સત્ સર્વ પ્રકારે (એકાંતથી) નિત્ય છે કે સ્થિતિ અંશના આશ્રયથી (સ્થિત્યંશને લઈને) નિત્ય છે ? Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫o તત્ત્વાર્થ સૂત્ર આ રીતે પ્રશ્નકારને બે કારણથી શંકા થઈ. (૧) આકાશાદિ સત્ નિત્ય દેખાય છે, ઘટાદિ સતુ અનિત્ય દેખાય છે (૨) આગમમાં અરૂપી સત્ નિત્ય છે. રૂપી અનિત્ય છે આ પ્રમાણે હ્યું છે અને લક્ષણ બતાવ્યું છે. “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્'...તો અનિત્ય એવા રૂપવાળા દ્રવ્યમાં આ લક્ષણ કેવી રીતે ઘટશે ? આ રીતે દુવિધામાં પડતા પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો. પૂ. આચાર્ય મઠ તેનો જવાબ સ્થિત્યંશને લઈને આપે છે. સ્થિત્યંશથી પદાર્થ નિત્ય છે'. આ જવાબરૂપે સૂત્રરચના છે. તતાવાવ્યયે નિત્યમ્ | પ-૩૦ || સૂત્રાર્થ - સત્પણાથી જે વ્યય પામે નહીં તે નિત્ય છે. અર્થાત્ જેનું સ્વરૂપ પલટાય નહીં, બદલાય નહીં તે નિત્ય છે. ટીકા - સૂત્રમાં રહેલ તત્ જાવ, અવ્યર્થ અને નિત્ય આ દરેક શબ્દનો આપણે અર્થ વિચારીએ છીએ. ટુ = તે. તે કોણ ? પૂર્વ સૂત્રમાં કહ્યું કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત“પરસ્પર સાપેક્ષ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યયુક્ત સત્ છે” અને “તે સ” .....નિત્ય છે. આવું આ સૂત્રમાં કથન છે. એટલે અહીં ‘તથી “સનો સંબંધ કરવો. भवनं भावः તસ્ય ભવ: = તતવ એટલે કે તો પવને સનું થયું. “સનો જે ભાવ” તે તાવ કહેવાય. જેમ સાધુનો ભાવ (સ્વભાવ, સ્વરૂપ) સાધુતા. માનવનો ભાવ માનવતા તેમ “સનો ભાવ તે સત્ત્વ અર્થાત્ સનું થવું. અહીં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. તે પછી વિભક્તિ કર્તામાં છે. ભાવનો કર્તા સતુ છે. કારણ કે તે જ સત્ તે તે પ્રકારે થાય છે. એટલે સાણાનો કર્તા સહુ પોતે જ છે. જેમ જીવાદિ સતુ છે તે જ દેવાધિરૂપે થાય છે. આત્મા જ દેવ બને છે, આત્મા જ મનુષ્ય બને છે. પરંતુ કયારેય સપણાનો–સત્ત્વનો ત્યાગ કરીને બીજા રૂપે થતો નથી. આત્મા સપણાનો ત્યાગ કર્યા સિવાય જ દેવાદિરૂપ થાય છે. ત્યારે જ તો આ આત્મા દેવ થયો એમ બોલી શકાય. નહીં તો આ આત્મા એમ કેવી રીતે બોલી શકાય? નાશ પામનારો જુદો અને દેવ થનારો જુદો હોય તો આ આત્મા દેવ થયો આવો વ્યવહાર બની શકે નહિ. આ વ્યવહાર ત્યારે જ બને કે આત્મા સાણાનો ત્યાગ ન કરે. એટલે આત્મા જે સત્ છે તે જ દેવાધિરૂપે થાય છે? આ રીતે સતપણાનો કર્તા સહુ પોતે જ છે. એટલે તથ્ય જાવ. તાવમાં કર્તામાં ષષ્ઠીનો પ્રયોગ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ અધ્યાય-૫: સૂત્ર-૩૦ સૂત્રના સમાસનો વિગ્રહ.. તદ્ધાવાન્ મવ્યયમ્ = તદ્ધાવાવ્યયમ્ સતપણાથી નાશ ન થવો. સ્વરૂપનું બદલાવું નહિ. અર્થાતુ અવિનાશી. સતપણાથી અવિનાશી તે નિત્ય છે. નિત્ય’ શબ્દની સિદ્ધિ અને તેનાથી ધ્રૌવ્યાંશનું ગ્રહણ “નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ ગ્રહણ કરવાનો છે. કારણ કે ને ધ્રુવે ત્યર્ (સિદ્ધ. ૬, પ૦ રૂ, સૂ- ૭) આ સૂત્રથી ધ્રુવ અર્થમાં “જિ ને યક્ પ્રત્યય લાગે છે. એટલે “નિત્ય' શબ્દનો પ્રયોગ ધ્રુવ અર્થમાં જ થાય. તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ સતમાં કાયમ ધ્રુવ અંશ કયો છે? ઉત્પાદ એ ઉત્પન્ન થાય છે, વ્યય એ વિનાશ પામે છે એટલે એ બેમાં તો ફેરફાર થાય છે. નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, જૂના પર્યાયરૂપે નાશ પામે છે એટલે પર્યાયોમાં ફેરફાર થાય છે. જ્યારે જેનું સ્વરૂપ બદલાતું જ નથી, કાયમ રહે છે એવો અંશ કયો ? કહેવું જ પડશે ધ્રૌવ્યાંશદ્રવ્ય. પર્યાયો બદલાય છે, દ્રવ્ય કાયમ રહે છે. માટે “નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ ગ્રહણ કરવાનો છે. કારણ કે તે પ્રૌવ્યાંશ અન્વયી છે. દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ છે. આ અન્વયી ધ્રૌવ્યાંશ સર્વદા સર્વત્ર કોઈ પણ કાળે, કોઈ પણ ઠેકાણે નાશ પામતો નથી કેમ કે સતરૂપે કોઈ કાળે ક્યાંય સત્ ઉત્પન્ન થયું નથી અને વિનાશ પામ્યું નથી. ક્યારેય ક્યાંય પણ દ્રવ્ય ઉત્પન્ન થયું કે દ્રવ્ય નાશ પામ્યું આવું સાંભળ્યું છે? દ્રવ્ય તો કાયમ છે છે ને છે. દ્રવ્યનું સ્વરૂપ બદલાતું નથી. દ્રવ્યમાં પર્યાયોનો ફેરફાર છે પણ દ્રવ્યનો ફેરફાર નથી. દ્રવ્ય બદલાતું નથી. અવસ્થા બદલાય છે. એટલે સત્ ઉત્પન્ન થતું નથી અને વિનાશ પામતું નથી. એટલે પદાર્થનું સપણું કાયમ જ રહે છે. આ રીતે સત્ કાયમ રહીને બીજા આકારો લે છે. એટલે “નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ જ આવે છે. આથી સ્થિત્યંશને લઈને નિત્યતા કહેવાય છે એમ સમજવું. હવે આપણે સૂત્રમાં “ભાવ” શબ્દનો પ્રયોગ કર્યો છે તે ખૂબ રહસ્યવાળો છે. તેના રહસ્યને ખોલીએ છીએ. ભાવ” શબ્દનું ગ્રહણ પરિણામનિત્યતા જ બતાવે છે... નિત્યતા બે પ્રકારે કહેવાય છે. (૧) પરિણામનિત્યતા (૨) કૂટનિત્યતા. પરિણામનિત્યતામાં વસ્તુનું સ્વરૂપ કાયમ રહે છતાં તેમાં ફેરફારો સંભવી શકે છે જ્યારે કૂટસ્થનિત્યતામાં ફેરફારો સંભવી શકતા નથી. એટલે તેમાં ઉત્પાદ-વ્યય ઘટી શકતા નથી. માત્ર સ્થિતિ જ ઘટે છે. આવી નિત્યતા નૈયાયિકો સ્વીકારે છે જ્યારે આપણે જૈનો પરિણામનિત્યતા સ્વીકારીએ છીએ એટલે ઉત્પાદ-વ્યય ઘટે છે અને સનું લક્ષણ વ્યાપ્ત થાય છે. સૂત્રમાં ગ્રહણ કરેલ 'ભાવ' શબ્દ પરિણામનિત્યતાને જ બતાવે છે. આથી “ભાવ” શબ્દ ગ્રહણ કર્યો છે તેનું રહસ્ય એ છે કે પરિણામનિત્યતા ગ્રહણ કરવી. પરંતુ કૂટનિત્યતા નહિ. “ભાવ” શબ્દ વાપર્યો છે એટલે પરિણામનિત્યતા ગ્રહણ કરાય છે અને કૂટસ્થનિત્યતા છોડી દેવાય છે. આ જ તેનું રહસ્ય છે. સૂત્રકારને પરિણામનિત્યતા જ ઇષ્ટ છે, કૂટસ્થ નિત્યતા નહીં. જો સૂત્રકારને પરિણામનિત્યતા ગ્રહણ કરવાની ન હોત અને કૂટસ્થનિત્યતાનો ત્યાગ Page #361 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૫૨ ક૨વાનો ન હોત તો જે લક્ષણ બતાવ્યું તે ન બતાવતા આટલું જ સૂત્ર કહેત... ‘તવ્યયં નિત્યમ્' ‘સત્તું નાશ નહીં પામવું તે નિત્યતા છે. આવી નિત્યતા સૂત્રકારને માન્ય નથી. કેમ કે ફૂટસ્થ નિત્ય એટલે જે કોઈ પણ પ્રકારે બદલાય નહીં. તો તેવું તો અસત્ છે કે જે અનુપાખ્ય છે. કારણ કે જે કોઈ પણ આકારે બદલાય નહીં તે અનુપાખ્ય જ હોય. તેની વ્યાખ્યા થઈ શકતી જ નથી. માટે ગ્રંથકારને કૂટસ્થ નિત્ય ઇષ્ટ નથી પણ પરિણામનિત્ય જ ઇષ્ટ છે. આ રીતે પરિણામનિત્યતા ઇષ્ટ છે તેથી ‘તદ્ભાવ’ શબ્દથી આપણે જે ‘સત્ત્વ’ અર્થ કર્યો છે તે બરાબર જ છે. કેમ કે ‘સત્ફણાથી જે નાશ ન પામે તે નિત્ય' એટલે સત્ત્વ (અસ્તિત્વ સ્થિતંશ) કાયમ રહે છે અને અવસ્થાન્તર, રૂપાંતરો સંભવી શકે છે માટે જ પદાર્થનું વર્ણન કરી શકાય છે. જો પદાર્થ કાયમ તેવો ને તેવો જ રહેતો હોત તો તેનું વર્ણન જ ન થઈ શકે. કશો ફેરફાર જ નથી તો તેનું જુદી જુદી રીતે કથન સંભવે ચાંથી ? અને સત્ત્વ છે તે દ્રવ્યના જેટલા અન્વયી ધર્મો છે તે બધાનું સૂચક છે. અને વળી (સત્ત્વ) પંચાસ્તિકાયમાં વ્યાપક છે માટે જ સત્ત્વનું ગ્રહણ કર્યું છે. આ રીતે તદ્ભાવનો અર્થ સત્ત્વ કરવાથી પાંચે અસ્તિકાય અને તેના અન્વયી સર્વ ધર્મોનું ગ્રહણ થઈ જાય છે માટે તે અર્થ બરાબર છે. આપણે નિત્યનું જે લક્ષણ સૂત્ર દ્વારા બતાવ્યું કે સત્પણાથી જેનો નાશ નથી તે નિત્ય છે. આ લક્ષણને આપણે જીવદ્રવ્યમાં ઘટાવીએ છીએ. દા.ત. સાક્ષાત્ જીવ આત્મદ્રવ્ય છે. તે પોતાના સપણાનો, ચેતનપણાનો, અમૂર્તપણાનો, અને અસંખ્યાત પ્રદેશત્વનો ત્યાગ કર્યા સિવાય તેના તેવા રૂપે પરિણામ પામતો નાશ પામ્યો નથી, નાશ પામતો નથી અને નાશ પામશે નહીં. આ રીતે જીવમાં સત્ત્વ, ચેતનત્વ આદિ અન્વયિ ધર્મો રહેલા છે. જીવમાં પરિણામો થવા છતાં આ અન્વયિ ધર્મો કાયમ રહે છે માટે જીવ અવિનાશી, અવ્યય, નિત્ય કહેવાય છે. જીવમાં નિત્યતા અન્વયિ ધર્મથી જ છે, અનન્વયી ધર્મથી નથી... જીવમાં સત્ત્વ આદિ અન્વયિ ધર્મોથી નિત્યતા છે પરંતુ અન્વયિ નથી તેવા અનન્વયિ દેવાદિ પર્યાયોથી પણ નિત્યતા-ધ્રૌવ્ય છે એવું નથી. કેમ કે દેવાદ પર્યાય અનન્વયિ (નાશ પામનાર) છે તેથી તે ધર્મોથી નિત્યતા નથી. આત્મા જ સત્ત્વાદિરૂપે અન્વયિ છે એટલે તે જ પરિણામથી નિત્ય છે. પુદ્ગલ દ્રવ્યમાં ભલામણ... જીવની જેમ પરમાણુદ્રવ્યમાં પણ નિત્યતા વિચારવાની છે. પુદ્ગલદ્રવ્યમાં પણ પરિણામનિત્યતા છે. પરમાણુ, ચણુક આદિ પુદ્ગલ દ્રવ્ય સત્ત્વ, મૂર્તતા, અજીવત્વ, અનુપયોગ, ગ્રાહ્ય (પકડાવું), આદિથી છૂટવું વગેરે ધર્મના ત્યાગ કર્યા સિવાય વર્તે છે. ઘટાદિ પર્યાયોને પ્રાપ્ત થાય ૧. પ્રદ્યુતોત્પન્નસ્થિસ્વભાવત્વ સ્થનિત્યત્વમ્... Page #362 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૦ ૩૫૩ છે, જુદા જુદા આકારોને ધારણ કરે છે. એટલે પુદ્ગલદ્રવ્ય સત્ત્વાદિ ધર્મોથી નિત્ય છે પણ ઘટાદિ પર્યાયોની વિવક્ષાથી નિત્ય નથી. કેમ કે ઘટાદિ પર્યાયો અનન્વયી છે. આથી તેની અપેક્ષાએ ધ્રૌવ્ય નથી. ધર્માસ્તિકાયની નિત્યતા સત્ત્વાદિથી છે પણ ગત્યુપકારકત્વને લીધે નથી... ધર્માસ્તિકાય દ્રવ્ય પણ સત્ત્વ, અમૂર્તત્વ, અસંખ્યયપ્રદેશવત્ત્વ, લોકવ્યાપિત્વ આદિ ધર્મોને છોડ્યા વિના જ અવસ્થિત છે (રહેલ છે). એટલે સત્ત્વાદિ આ અન્વયિ ધર્મોથી ધર્માસ્તિકાય નિત્ય છે પરંતુ ગતિ કરનાર પરમાણુ, દેવદત્ત વગેરેની વિવક્ષા કરીને ધર્માસ્તિકાયની ગતિમાં ઉપકારકત્વરૂપ ધર્મથી નિત્યતા નથી. પરમાણુ જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય સહાય કરે છે. દેવદત્ત ચાલવા માંડે છે ત્યારે સહાય કરે છે. એટલે ધર્માસ્તિકાયનું ગતિમાં સહાયકપણું છે, આ એનો તદ્ભાવ નથી. કેમ કે ગત્યુપકારકત્વ પ્રત્યેક પરમાણુ વગેરેને લઈને ભિન્ન ભિન્ન છે. પહેલાં જનાર જુદો છે, પછી જનાર જુદો છે એટલે ધર્માસ્તિકાયમાં ગત્યુપકારકત્વ પૂર્વનું જુદું છે, પછીનું જુદું છે કેમ કે પહેલાંનું ગત્યુપકારકત્વ અન્ય રૂપે છે અને પછીનું ગત્યુપકારકત્વ પણ અન્ય રૂપે છે. ધર્માસ્તિકાયમાં ગત્યપ્રકારકત્વ સર્વદા નથી... પૂર્વમાં ગત્યુપકારકત્વપરિણામ જુદો છે અને પછીનો ગત્યુપકારકત્વપરિણામ જુદો છે. જો પહેલાં જે ગત્યુપકારકત્વપરિણામ ઉત્પન્ન થયો તે સર્વદા રહેતો હોય તો તે પરિણામથી-તે ધર્મથી‘તદ્ભાવાવ્યયં’ સૂત્રથી નિત્ય કહી શકીએ પણ તે પરિણામ સર્વદા રહેતો નથી. કેમ કે એ પરિણામ ધર્માસ્તિકાયથી ભિન્ન સ્વરૂપવાળી વસ્તુથી થાય છે. ધર્માસ્તિકાયથી ભિન્ન પુદ્ગલ આદિ દ્રવ્યથી ધર્માસ્તિકાયમાં તે પરિણામ ભિન્ન વસ્તુના સંબંધીપણે પેદા થાય છે માટે સર્વદા રહી શકે નહિ. દા. ત. જેમ ઘટ એ પોતાનાથી અન્ય દંડાદિથી પેદા થાય છે એટલે તે ઘટ સર્વદા હોતો નથી. તેમ ગત્યુપકારકત્વરૂપ પરિણામ જુદાં જુદાં દ્રવ્યોની અપેક્ષાએ થાય છે તેથી તેનો તે ગત્યુપકારકત્વ પરિણામ હંમેશા રહેતો નથી. આથી જ ગત્યુપકારકત્વ એ ધર્માસ્તિકાયનો અન્વયિધર્મ નથી. માટે તેને લઈને ધર્માસ્તિકાયમાં નિત્યતા નથી પરંતુ સત્ત્વાદિ ધર્મોને લઈને નિત્યતા છે. અધર્માસ્તિકાયમાં સત્ત્વાદિ ધર્મથી નિત્યતા અને સ્થિત્યુપકારકત્વથી અનિત્યતા છે તેની ભલામણ... આ રીતે જ અધર્માસ્તિકાય માટે પણ સમજી લેવું. અધર્માસ્તિકાયના સત્ત્વાદિ ધર્મો ધર્માસ્તિકાયના જેવા જ છે. ફક્ત ધર્મમાં ગત્યુપકારકત્વને લઈને અનિત્યતાનો વિચાર કર્યો તેવી રીતે અહીંયાં સ્થિત્યુકારકત્વને લઈને વિચાર કરવો. ધર્માસ્તિકાયમાં સત્ત્વાદિને લઈને નિત્યતા અને ગત્યુપકારકત્વને લઈને અનિત્યતા છે તેવી રીતે અધર્માસ્તિકાય સત્ત્વાદિને લઈને નિત્યતા, સ્થિત્યુપકારકત્વને લઈને અનિત્યતા છે તેમ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તત્ત્વાર્થ સૂત્ર વિચારવું. આકાશમાં સત્ત્વાદિથી નિત્યતા, અવગાહકની અપેક્ષાએ અનિત્યતા... વળી આકાશદ્રવ્ય પણ સત્ત્વ, અમૂર્તત્વ, અનંતપ્રદેશવન્ત આદિ ધર્મો દ્વારા નિત્ય છે અને અવગાહક દ્રવ્યોની અપેક્ષાએ અવગાહદાતાપણે અનિત્ય છે. શંકા - અહીં એક શંકા થાય છે કે અલોકાકાશમાં તો અવગાહક દ્રવ્ય નથી તો ત્યાં અનિત્યતા કેવી રીતે સંભવશે? અલોકમાં અનિત્યતા અગુરુલઘુ પર્યાયની અપેક્ષાએ છે.. સમાધાન - જ્યાં અવગાહક જીવ કે પુગલ નથી ત્યાં પણ અગુરુલઘુ આદિ પર્યાયથી અવશ્યમેવ અનિત્યતા સ્વીકારવી જોઈએ. કેમ કે ત્યાં અગુરુલઘુ પર્યાયો બીજા બીજા થયા જ કરે છે. જો આવું ન માનીએ તો ત્યાં સ્વતઃ -સ્વાભાવિક ઉત્પાદ-વ્યય છે નહીં અને આપેક્ષિક ઉત્પાદ-વ્યય નથી તો ત્યાં “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ આ લક્ષણ અવ્યાપ્ત થાય. ઉત્પાદ-વ્યય ઘટ્યા નહીં તો લક્ષણ ન્યૂન જ રહ્યું. આ જ પરિણામ નિત્યતાને ભાષ્યકાર મા બતાવે છે. ભાષ્ય :- જે સના ભાવથી વ્યય પામતું ન હોય અને જે વિનાશ પામશે નહિ તે નિત્ય છે. ભાષ્યકારે ભૂતકાળનું અગ્રહણ કયા કારણથી કર્યું? અન્વયી(દ્રવ્ય)ના અંશ સત્ત્વાદિથી જે વ્યય-વિનાશ પામતો ન હોય અને જેનો વિનાશ થશે નહીં તે નિત્ય છે. અહીં શું કારણ છે કે ભાષ્યકારે અપ્રવૃત્ત કાળ એટલે ભૂતકાળ ન કહ્યો? ભૂતકાળના અગ્રહણનું કારણ આ શંકાનું સમાધાન વિચારતાં ભાષ્યકારે ભૂતકાળ કેમ ન કહ્યો તેનું કારણ એ છે કે ભાષ્યકાર આ પ્રમાણે માને છે કે–અતીતનો નિષેધ કરવામાં આવે તો વર્તમાન સંભવે નહીં. કેમ કે વર્તમાન એ અતીતની અવધિ છે. અતીતપણું એ વર્તમાનની મર્યાદાવાળું છે. વર્તમાન એ જ અતીત બને છે. કેમ કે અતીતકાળ અસત્ હોય, અતીતકાળ નથી એવું સ્વીકારીએ તો નિર્મૂળ વસ્તુના અનુત્થાનનો પ્રસંગ આવશે. જેનું મૂળ જ નથી તેનું ઉત્થાન બની શકે નહીં. તેથી જીવાદિ સત્ત્વાદિ અનાદિ છે. આમ આમાં વર્તમાન અને ભવિષ્ય બે જ કાળ લીધા પણ ભૂતકાળ નથી લીધો તેનું કારણ એ જ સમજાય છે કે સત્ત્વનો ભૂતકાળ હોતો જ નથી. કેમ કે જીવાદિ સત્ત્વાદિ અનાદિના છે. જીવાદિ સત્ પદાર્થો અનાદિથી છે. કોઈ કાળે સત થયેલા નથી. ભૂતકાળનો પ્રયોગ કરે તો ૧. અહીં અવિભક્ત આકાશ લઈને કહી રહ્યા છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૦ ૩૫૫ અનાદિ બની શકે નહિ. કેમ કે વર્તમાન આવતાં ભૂતકાળ ખતમ થઈ જાય છે. જ્યારે જીવાદિ સત પદાર્થો અનાદિના છે. એટલે વર્તમાન કાળ લીધો છે. આથી ભૂતકાળના નિષેધનો સંભવ નથી. ભાષ્યકાર મભૂતકાળને સ્વીકારે છે. વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે માટે ભૂતકાળનો પ્રયોગ કર્યો નથી એવું સમજાય છે. ભૂતકાળની જેમ ભવિષ્યકાળનું પણ અગ્રહણ થવું જોઈએ ! ઠીક. તો ભવિષ્યકાળ પણ ન લો. નિરર્થક શા માટે એને લેવો ? વર્તમાનથી જ કામ થઈ જશે. કેમ કે સત હંમેશા વર્તમાન જ છે. સત્ થયું નથી અને થશે પણ નહીં. અનાદિથી છે છે ને છે. આથી ભવિષ્યનું ગ્રહણ પણ શા માટે કરવું જોઈએ ? ભૂતકાળની જેમ ભવિષ્યકાળનું પણ અગ્રહણ થવું જોઈએ. ભવિષ્યકાળના ગ્રહણનું પ્રયોજન. - તારી વાત ઠીક છે પણ અહીં ભાષ્યકારનો આશય એ છે કે કેટલાક અવિવિક્ત બુદ્ધિવાળા–વિવેચના કરી શકે તેવી બુદ્ધિથી રહિત છે તેવાઓ વર્તમાનકાલીન વસ્તુનો કદાચિદ્-કોઈ પણ વખત ભવિષ્યકાળની સાથે સંબંધ થતો નથી આવું કહે છે અર્થાત્ વર્તમાનવિશિષ્ટ વસ્તુનો ભવિષ્યની સાથેના સંબંધનો નિષેધ કરે છે. તેના નિષેધ માટે ભવિષ્યકાળ લીધો છે. જો વર્તમાન વસ્તુનો ભવિષ્ય સાથે સંબંધ માનવામાં ન આવે તો ભવિષ્યમાં વર્તમાન વસ્તુના અભાવનો પ્રસંગ આવે. માટે વર્તમાનવિશિષ્ટ વસ્તુનો કે જે વિનાશ પામનારી નથી તેનો ભવિષ્યત્ સાથે સંબંધ માનવો જ જોઈએ. તેથી જ જેઓ વર્તમાનવિશિષ્ટ વસ્તુનો ભવિષ્યકાળ સાથે સંબંધ ન સ્વીકારે તે યુક્તિયુક્ત નથી. માટે જ ભાષ્યકારે વિનશ્યતિ ના વિનશ્યતિ તેન્નિત્યમ્ કહી ભવિષ્યકાળનું પણ પ્રહણ કર્યું છે. આનાથી સ્પષ્ટ સમજાઈ છે કે જે છે છે ને છે” “તે નિત્ય છે.' ત્રણે કાળમાં જે હોય તે નિત્ય છે. અનાદિથી જીવાદિના સત્ત્વાદિ ધર્મો છે જ, ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. ત્રણે કાળમાં વિદ્યમાન છે. એની અવિદ્યમાનતા થતી જ નથી. આ રીતે સત્ સત્ત્વાદિ ધર્મોથી નિત્ય છે. ૧. ભાષ્યકાર મ. ભૂતકાળને સ્વીકારે છે, કેમ કે આગળ સૂ. ૩૯ની ટીકામાં ત્રણે કાળનો પ્રયોગ કર્યો છે, અને ત્યાં જણાવ્યું છે “અતીતા: સંપર્યવસાના વર્તમાન વધ:' ભૂતકાળ વર્તમાનની અવધિવાળો છે. એટલે ભૂતકાળ માનવો જ જોઈએ. નહીં તો વર્તમાન પણ સિદ્ધ થાય નહીં. અતીતકાળ હોય તો જ વર્તમાન છે. કેમ કે વર્તમાનની અવધિવાળો અતીતકાળ છે. જેની અવધિ છે તે અવધિવાળો ન મનાય તો અવધિ કોની ? વર્તમાન ભૂતકાળની અવધિ છે એટલે અવધિવાળો પણ છે જ એ જ ભૂતકાળ છે. આ રીતે ભાષ્યકાર ભૂતકાળ માને જ છે અને તે વર્તમાનની અવધિવાળો એ સપર્યવસાન છે. વર્તમાન શરૂ થતાં ભૂતકાળનો નાશ થાય છે એટલે અહીં વર્તમાનનો પ્રયોગ કર્યો છે માટે ભૂતકાળનો પ્રયોગ કર્યો નથી. આવું રહસ્ય સમજાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે ભાષ્યકાર મ૰ પરિણામનિત્યતા બતાવી. તેમાં જણાવ્યું કે સત્ત્વાદિ ધર્મો વ્યય પામતા નથી અને વ્યય પામશે નહિ. આમાં ભૂતકાળનું ગ્રહણ કર્યું નથી અને ભવિષ્યકાળનું ગ્રહણ કર્યું છે તેનું કારણ શું છે એ આપણે વિચાર્યું. ૩૫૬ આ વિચારણામાં આપણે ‘તદ્ધાવાત્ અવ્યયમ્’પંચમી તત્પુરુષ સમાસ કરી વિચાર્યું. ‘સત્પણાથી જેનો નાશ ન થાય તે નિત્ય છે...' હવે બીજી રીતે તૃતીયા તત્પુરુષ સમાસ કરી વિચારીએ છીએ. અથવા તૃતીયાથી પ્રાપ્ત થતો સીધો અર્થ... ‘તદ્ધાવેન અવ્યયમ્ ’‘તે સરૂપે સ્થિત્યંશથી નાશ ન થવો તદ્ભાવ = સ્વભાવ અવ્યયમ્ = અપ્રચ્યુતિ, વિનાશ ન પામે તે. જે સ્વભાવ વડે વિનાશ ન પામે તે નિત્ય છે. જે સત્ રૂપ સ્થિત્યંશ વડે વિનાશ ન પામે તે નિત્ય છે. તૃતીયા વિભક્તિથી પ્રાપ્ત અર્થનો વિસ્તાર... સત્ વસ્તુ કેટલાંય પરિણામો પામે છતાં સરૂપ સ્થિત્યંશ વડે સ્વભાવથી રહિત વિયોગી બનતી નથી. આનું નામ જ નિત્યતા છે. અને આ ધ્રૌવ્યાંશને લઈને જ (સ્વભાવની અપ્રચ્યુતિને લઈને જ) બધા અસ્તિકાયોમાં નિત્યતાના વ્યવહારની પ્રતીતિ છે. આ રીતે ‘તદ્ધાવ’માં પંચમી અને તૃતીયા બે વિભક્તિથી વિગ્રહ કરી વિચારણા કરી. પંચમી વિભક્તિના વિગ્રહથી સત્પણાથી અર્થાત્ સત્ આદિ અન્વયિ ધર્મોથી જે નાશ ન પામે તે નિત્ય. તૃતીયા વિભક્તિના વિગ્રહથી સત્ રૂપ સ્થિત્યંશ વડે સ્વભાવનો નાશ નહિ થવો તે નિત્ય છે. ધર્માસ્તિકાયાદિ દરેક અસ્તિકાયોમાં સ્થિતંશને લઈને જ નિત્યતા કહેવાય છે. ‘ભાવ' શબ્દનો બીજો અર્થ ભૂતિર્ભાવ આ ભાવમાં ત્તિ પ્રત્યય લગાડી ‘ભાવ' શબ્દનો સ્વાત્મા—સ્વરૂપ આવો અર્થ કરવો. ત્યારે અને ‘ભાવ'નો કર્મધારય સમાસ કરવો. સ ાસૌ માવથ' તÇાવ: સ = ત્રૂપ ભાવઃ = સ્વરૂપ ‘સત્ રૂપ સ્વરૂપથી જેનો નાશ ન થાય તે નિત્ય છે. તો અહીં સત્ રૂપ સ્વરૂપ શું છે ? તદ્ સ્વરૂપે કોણ છે ? વસ્તુની સર્વ અવસ્થાઓમાં જે નિર્વિકાર છે તે જ ‘તદ્ભાવ’ છે. આ જ દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ છે. ભેદની બધી ગ્રન્થિઓની જેમાં વિવક્ષા નથી તે જ સત્ સ્વરૂપ છે. અર્થાત્ કોઈ પણ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ અધ્યાય-૫ : સૂત્ર-૩૦ વિશેષને નહીં સ્વીકારનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં જે નિર્વિકાર વસ્તુનું સ્વરૂપ છે તે જ નિત્યતા છે. આ શુદ્ધ દ્રવ્યાસ્તિક નયને લઈને અર્થ છે. આ રીતે આપણે પહેલા મનનું માવઃ વ્યુત્પત્તિ કરી અર્થ કર્યો ‘તે તે રૂપે પદાર્થનું થવું' અને હમણાં સ્મૃતિમાંવ: વ્યુત્પત્તિ કરી ‘સ્વાત્મા-સ્વરૂપ' એવો અર્થ કર્યો. ‘અવ્યય’ પદની વ્યાખ્યા... ‘અવ્યય’ પદમાં ‘વિ' અને ‘અય’ બે શબ્દ છે. તેમાં ત્રિ એટલે ‘વિરુદ્ધ’ અને અય એટલે ગમન. વ્યય = વિરુદ્ધ ગમન. તદ્રાવણ્ય વ્યય = તાવનું વિરુદ્ધગમન. વિરુદ્ધગમન એટલે અભાવની પ્રાપ્તિ. અર્થાત્ વ્યય એટલે અભાવ. ન વ્યયઃ = અવ્યયઃ અભાવને પ્રાપ્ત ન થાય તે અવ્યય. તÇાવસ્ય અવ્યયમ્ સત્ સ્વરૂપનો અભાવ ન થવો તે તદ્ધાવાવ્યયમ્ કહેવાય. અર્થાત્ ક્યારે પણ સ્વરૂપ ન બદલાય, જેના સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર ન થાય તે અવ્યય કહેવાય છે. ‘તદ્ભાવાવ્યયમ્’નો વાક્યાર્થ આ પ્રમાણે થાય કે—‘ક્યારે પણ સત્ સ્વરૂપનો અભાવ થતો નથી'. સૂત્રમાં ધ્રૌવ્યની અપેક્ષાએ ‘નિત્યં’ નપુંસકલિંગમાં મૂક્યું છે. ‘તે નિત્ય છે' આવો અર્થ કર્યો. તો કોણ તે ? નિત્ય કોણ છે ? तद्भावश्चासौ अव्ययं च = तद्भावाव्ययम् સત્ સ્વરૂપે બદલાય નહીં તે કોણ છે ? ચાલુ પ્રકરણથી આવા પ્રકારના વિશેષણના સામર્થ્યથી ‘નિત્ય’ શબ્દથી ‘ધ્રૌવ્ય’ સમજવું. કારણ કે સત્ સ્વરૂપે રહે અને તેમાં કશો ફેરફાર થાય નહીં એવું કોણ છે ? માત્ર ‘ધ્રૌવ્ય’ એટલે ‘ધ્રૌવ્ય નિત્ય છે’ આવો અર્થ થાય છે. ‘નિત્ય’ શબ્દથી ધ્રૌવ્ય કહેવાય છે. જોકે ભાષ્યકારે વિવક્ષાવશથી પંચમી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. ‘સતો ભાવાત્ન વ્યંતિ.' તો પણ ભાષ્યકારનો જે વિવક્ષિત અર્થ છે તે અભિન્ન હોવાથી તૃતીયા અને ષષ્ઠીમાં કોઈ દોષ નથી. એટલે આપણે તૃતીયા તત્પુરુષ તજ્વાવેન અવ્યયમ્ કે ષષ્ઠી તત્પુરુષ તદ્ધાવસ્થ અવ્યયમ્ આવો સમાસનો વિગ્રહ કરીએ તો પણ ભાષ્યકારે જે પંચમી તત્પુરુષ કરી અર્થ કર્યો છે તે જ અર્થ પ્રાપ્ત થાય છે. અર્થ એક જ થાય છે. માટે તૃતીયા, પંચમી કે ષષ્ઠી કોઈ પણ વિભક્તિથી અર્થ કરશું તો પણ કોઈ દોષ આવશે નહિ. ભાષ્યકારે પંચમી વિભક્તિથી અર્થ કર્યો સત્પણાથી નાશ ન પામે તે નિત્ય. ભાષ્યકારે તૃતીયા વિભક્તિથી અર્થ થાય સત્ રૂપ સ્થિત્યંશ વડે નાશ ન પામે તે નિત્ય. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ તત્ત્વાર્થ સૂત્ર ષષ્ઠી વિભક્તિથી અર્થ થાય સત્ સ્વરૂપનો ફેરફાર ન થાય તે નિત્ય. ત્રણે વિભક્તિથી અર્થ કરીએ કોઈ પણ દોષ નથી. કેમ કે ભાષ્યકારને વિવક્ષિત છે કે સ્થિત્યંશરૂપ સત્ નિત્ય છે તે અર્થ અને તૃતીયા અને ષષ્ઠી વિભક્તિથી કરાતો અર્થ જુદો નથી. માટે કોઈ દોષ નથી. નિત્ય” પદ શા માટે ? તેવી શંકા.... પહેલા “નિત્યવસ્થિતા પfખ' ત્રીજા સૂત્રમાં “નિત્ય' - પદનું ગ્રહણ પ્રૌવ્ય માટે જ છે આવી સાથે વ્યાખ્યા કરી હતી તો પછી શા માટે આ ચાલુ સૂત્ર તદ્ધાવાવ્યાં નિત્યમમાં નિત્યનું ગ્રહણ કર્યું ? નિત્ય પદ શા માટે છે તેનો ખુલાસો. સમાધાન :- આ સૂત્રમાં નિત્યનું લક્ષણ કહેવું છે એટલે નિત્ય એ લક્ષ્ય છે. અને અહીં જેનું લક્ષણ કરવાનું છે તે લક્ષિત એવા નિત્યત્વ વડે ત્યાં વ્યવહાર કરાયો છે. ત્રીજા સૂત્રમાં તો ફક્ત નિત્ય' શબ્દનો પ્રયોગ જ કર્યો છે. જયારે અહીં આ સૂત્રમાં તો નિત્ય કઈ ચીજ છે? કોને કહેવાય ? તે બતાવવું છે માટે “નિત્ય'નું ગ્રહણ કર્યું છે. ત્યાં ધર્માદિના ધર્મ તરીકે નિત્ય શબ્દનો પ્રયોગ છે. જયારે અહીં ધર્મી તરીકે વપરાયો છે માટે બંનેમાં ફરક છે. આ રીતે ત્રીજા સૂત્રમાં નિત્ય' શબ્દનો પ્રયોગ હોવા છતાં અહીં આ સૂત્રમાં પણ ગ્રહણ છે તે કારણથી છે. બીજાઓ દ્વારા શંકાનું સમાધાન.... બીજાઓ આનો જવાબ આ પ્રમાણે આપે છે કે નિત્યતા બે પ્રકારની છે: (૧) અનાદિનિત્યતા (૨) પ્રવાહનિત્યતા. (૧) સ્વભાવની અપ્રશ્રુતિથી ત્રણે કાળમાં જે વ્યભિચારને પામતી નથી. એટલે જેનો જે સ્વભાવ છે તે કોઈ કાળે બદલાતો નથી. આવા પ્રકારની એક નિત્યતા છે જેને અનાદિનિત્યતા કહેવાય છે. (૨) પરંપરા ચાલતી રહે એવી પારપૂર્યપ્રવૃત્તિનિત્યતા છે જેને પ્રવાહનિત્યતા કહેવાય છે. આ બેમાંથી પહેલી સ્વપાવાપ્રવૃત્રિય વ્યભિવાળિી એટલે કે અનાદિનિત્યતાને લઈને નિત્યવસ્થિતાન્યપણ' આ સૂત્રની રચના છે. બીજી પારપૂર્યપ્રવૃત્તિને લઈને–પ્રવાહનિત્યતાને લઈને “ઉત્પ૯િ-વ્યય-ધ્રૌવ્ય યુ ' સૂત્ર કહ્યું છે. બીજાઓનું આ સમાધાન પણ બરાબર નથી. આ સમાધાન પણ બરાબર નથી. કેમ કે “તભાવાવ્યય નિત્યમ્' આ પ્રમાણે નિત્યનું લક્ષણ એક જ પ્રકારનું છે. બીજું લક્ષણ કહ્યું નથી. તો બે પ્રકારની નિત્યતા કેવી રીતે ? બે Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૦ ૩૫૯ પ્રકારનીનિત્યતા જ નથી તો આ સમાધાન કેવી રીતે ? આ સમાધાન પણ બરાબર નથી. નિત્યસિત'ના દૃષ્ટાંતથી પ્રવાહનિત્યતાની સિદ્ધિ નિત્યપ્રહસિત' આદિ દષ્ટાંતોમાં પ્રવાહનિત્યતા જોવાઈ છે. બીજું લક્ષણ જોવાયું છે. નિત્યપ્રસિદ્રિ=પ્રહસન આદિ નિત્ય છે. પ્રહસન એટલે હસવું. એ તો ક્રિયા છે તો તે નિત્ય કેવી રીતે હોઈ શકે ? તો ત્યાં કહેવું જ પડે કે હસવાની પરંપરા ચાલુ છે માટે જ નિત્ય કહ્યું છે. એટલે બીજી નિત્યતા જે પ્રવાહથી છે તે પણ જોવાઈ છે. આથી બીજી નિત્યતા પણ છે તે સિદ્ધ થાય છે. ઉપરોક્ત દષ્ટાંતથી આભિક્ષણ્ય સિદ્ધ થાય છે પણ પ્રવાહનિત્યતા નહીં. આ વાત પણ બરાબર નથી. કેમ કે આ દષ્ટાંત પ્રવાહનિત્યતાને બતાવનારું નથી પણ આભીસ્ય = વારંવાર અર્થને બતાવનાર છે. નિત્યપ્રહસિત = “વારંવાર હસવું' અહીં નિત્ય શબ્દનો અર્થ જ જુદો છે. અહીં હસવાની પરંપરા ચાલુ છે એનો અર્થ નથી પણ વારંવાર મલક્યા કરે છે માટે કહેવાય છે “નિત્યપ્રહસિત'. આથી ત્યાં “નિત્ય' શબ્દનો પ્રયોગ બીજા અર્થમાં છે. અહીં નિત્ય શબ્દ ઉપચારથી છે, અને તત્ત્વની વિચારણામાં ઉપચારનું કોઈ પ્રયોજન નથી. આથી “તદ્ધાવાવ્ય નિત્યમ્' આ એક લક્ષણ બરાબર છે. - આ રીતે જે અન્વયી અંશ છે તે જ નિત્યત્વથી લક્ષિત છે. દ્રૌવ્યાંશ નિત્ય છે. આ દ્રવ્યનયનો સ્વભાવ-સ્વતત્ત્વ છે. દ્રવ્યનયનું નિરૂપણ છે. દ્રવ્યનય સ્વરૂપ છે નિત્યત્વથી ઓળખાતો ધ્રૌવ્યાંશ, અને પયયનયનો સ્વભાવ છે ઉત્પાદ-વિનાશ. ઉત્પાદ જે અભૂતભાવરૂપ છે અને વિનાશ જે ભૂત અભાવરૂપ છે. આ નિત્યતા ઉત્પાદ-વિનાશથી યુક્ત છે પરસ્પર ઉત્પાદ-વિનાશ અને સ્થિત્યંશનો અવિનાભાવ છે. આ ઉક્ત ન્યાયથી ઉત્પાદન વિનાશ બંને સ્થિત્યંશથી યુક્ત જ હોય છે અને સ્થિતિ પણ પર્યાયથી યુક્ત હોય છે. એટલે અહીં આપણે જે નિત્યતા કહી છે તે પણ ઉત્પાદ-વિનાશથી યુક્ત જ છે. દ્રવ્ય પર્યાયથી રહિત નથી હોતું એનો હેતુ આ રીતે આપણે વિચાર્યું કે ઉત્પાદ-વિનાશ સ્થિત્યંશથી પ્રતિબદ્ધ હોય છે અને સ્થિતિ પણ ઉત્પાદ-વિનાશથી પ્રતિબદ્ધ હોય છે કેમ કે સર્વદા વસ્તુ સંસર્ગરૂપ છે. એટલે દ્રવ્ય પર્યાયથી ૧. પ્રશ્ન - નિત્યતાનો સ્વીકારનાર તો દ્રવ્ય નય છે અને એનું જ લક્ષણ બતાવ્યું છે તો અહીં પર્યાયનયની વાત શા માટે ? - - - ઉત્તર :- આવી શંકા કરવી નહીં, કેમ કે નિત્યતા-ધ્રુવતા-અવસ્થિતતા એ દ્રવ્યાંશ છે. ત્યારે ઉત્પાદથય એ પર્યાયાંશ છે. બંને ભેગા મળે તો જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતુ આ લક્ષણ બની શકે માટે પર્યાયનયનો સ્વભાવ બતાવ્યો છે. ૨. જે વસ્તુ ઉત્પાદાદિથી યુક્ત હોય છે તે નિત્યાનિત્ય જ હોય છેઆવી વ્યાપ્તિ છે. માટે આ સૂત્ર એ ઉત્પાદાદિમાં રહેલ જે નિત્યાંશ છે તેનું લક્ષણ છે. (હા. વૃ. પૃ. ૨૩૮) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તત્ત્વાર્થ સૂત્ર રહિત હોતું નથી અને પર્યાય દ્રવ્યથી રહિત હોતા નથી. બંનેનો પરસ્પર સંબંધ છે. એટલે વસ્તુ, વસ્તુ ત્યારે જ રહે કે આ ત્રણેનો સંબંધ હોય. માટે વસ્તુ સંસર્ગરૂપ છે. “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આ સૂત્રમાં જણાવ્યા મુજબ ત્રણે ધર્મોનો સંબંધ હોય તો જ સતું બને છે. જૈન શાસનમાં જ ઉત્પાદ-વ્યયનું એક અધિકરણ છે. આ રીતે ઉત્પાદ અને વ્યયનું એક અધિકરણ જૈન શાસનમાં જ સંગત થાય છે. જે વસ્તુનો ઉત્પાદ છે તે જ વસ્તુનો વિનાશ છે એટલે એક જ વસ્તુના ઉત્પાદ અને વિનાશ પર્યાય છે. એટલે ઉત્પાદ અને વિનાશ બંને દ્રવ્યમાં જ થાય છે. બંનેનું અધિકરણ એક છે. જ્યારે બીજાં શાસનોમાં ઉત્પાદ અને વ્યયનું વ્યધિકરણ છે. એક અધિકરણ નથી, અથવા નિયત છે. આનો જ ઉત્પાદ અને આનો જ વિનાશ. ઉત્પાદ-વિનાશ દ્રવ્યનું સ્વરૂપ માનશો તો દ્રવ્યની પણ નિવૃત્તિ માનવી પડશે. વિતર્ક - જેમ પોતાના સ્વરૂપનો અપરિત્યાગ કરનારું દ્રવ્ય છે તેમ ઉત્પાદ-વિનાશરૂપ પર્યાય પણ દ્રવ્યનું આત્મભૂત-સ્વરૂપ છે. એટલે પર્યાય પણ દ્રવ્યનું સ્વરૂપ છે. તમે તેની નિવૃત્તિ માનશો તો દ્રવ્યની પણ નિવૃત્તિ માનવી પડશે. કેમ કે પર્યાય દ્રવ્યનું સ્વરૂપ હોવા છતાં એની નિવૃત્તિ માનો છો તો તે સ્વરૂપની નિવૃત્તિ થાય તો પછી સ્વરૂપવાળો રહે જ કેવી રીતે ? આ તારો તર્ક યુક્ત નથી. આ તારી વાત ત્યારે જ બની શકે કે જો ઘટ પર્યાયની નિવૃત્તિ થાય ત્યારે માટીની નિવૃત્તિ થતી દેખાતી હોય અથવા માટીની નિવૃત્તિમાં પુલની નિવૃત્તિ દેખાતી હોય ! પણ ઘટરૂપ પર્યાય નષ્ટ થવા છતાં માટી રહે છે, માટીનો નાશ થાય તો પણ પુદ્ગલ-પરમાણુ તો રહે જ છે. એટલે પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યની નિવૃત્તિનો પ્રસંગ આવતો જ નથી. અને અન્વયી દ્રવ્ય માટી અથવા પુદ્ગલ જાતિની કોઈ પણ અવસ્થામાં નિવૃત્તિ દેખાતી જ નથી. કેમ કે તેનું નામ, જ્ઞાન અને વ્યવહાર થાય છે. જો ઘટની નિવૃત્તિ થયા પછી પાછલ કશું જ પ્રાપ્ત થતું ન હોય તો તો પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યાંશની નિવૃત્તિ વિદ્વાનો માને તો તો તારી વાત પર વિદ્વાનો શ્રદ્ધા રાખે. આ વાત પ્રત્યક્ષ છે. એટલે આમાં તર્ક કામ કરી શકે તેમ નથી. માટે તારી વાત સાંભળવા લાયક નથી. આવી રીતે યુક્ત અને આરામથી તદ્ધાવાવ્યાં નિત્યમ્ આ લક્ષણ વ્યવસ્થિત સિદ્ધ છે. આ પ્રમાણે ૨૯-૩૦ સૂત્રથી સમસ્ત વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું કે વસ્તુ અર્થ, અભિધાન અને પ્રત્યયરૂપ છે. અર્થાત વસ્તુનો અર્થ છે, નામ છે અને જ્ઞાન છે. વળી વસ્તુ સ્થિતિ, ઉત્પત્તિ અને વ્યય સ્વભાવ છે. આવું નિરૂપણ કર્યું છતાં વિસ્તાર વિશેષની ઇચ્છા રાખનાર જિજ્ઞાસુ શંકા કરે છે કે જે વ્યય પામે છે અને ઉત્પન્ન થાય છે તે સત્ નિત્ય છે આ કહેવું તે અતિસાહસ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૬૧ અથવા કોઈ અસતું નથી કે અનિત્ય નથી કેમ કે સત્ અને નિત્યત્વથી એ બેનું નિરાકરણ કરેલું છે. સૂત્ર-૨૯થી સની વ્યાખ્યા કરી અને સૂત્ર-૩૦થી નિત્યની વ્યાખ્યા કરી એટલે સત્ અને નિત્ય છે. એટલે એ સિદ્ધ થયું કે અસત્ અને અનિત્ય નથી. આ પ્રમાણે નિરૂપણ કરવાથી લોકવ્યવહારનો ઉચ્છેદ થશે. આથી સૂત્ર ૨૯-૩૦ નું પ્રતિપાદ્ય જે સત્ અને નિત્ય છે તેનું ઉપપાદન કરવું અશક્ય હોવાથી અને દુઃશ્રદ્ધેય હોવાથી અસંગત છે. કેમ કે નિત્યતા ઉત્પાદ અને વ્યયની વિરોધિની છે. જે નિત્ય હોય છે તેની ઉત્પત્તિ કે વિનાશ હોતાં નથી અને જેનો ઉત્પાદ-વ્યય હોય છે તે નિત્ય હોતું નથી. નિત્યતા અને ઉત્પાદવ્યયનું પરસ્પર છાયા અને તડકાની જેમ એકસાથે અવસ્થાન હોતું નથી. છાયા અને આતપ બંને એકસાથે રહેતાં નથી તેવી રીતે નિત્યતા અને ઉત્પાદ-વ્યય સાથે રહેતા નથી. આવો વિરોધથી યુક્ત પક્ષ વિદ્વાન્ જનોના મનને ખુશ કરી શક્તો નથી. સમાધાન - તમે શ્રદ્ધા રાખો... અમે એવી રીતે આનું ઉપપાદન કરી રહ્યા છીએ કે કોઈ વિરોધ આવશે નહિ. આ જ ગ્રંથમાં જેવી રીતે લોકવ્યવહારની સંગતિ થાય તેવી રીતે કહીએ છીએ. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયના સંભવમાં એકની મુખ્યતા અને બીજાની ગૌણ ભાવની વિવેક્ષા રાખીએ એટલે સનિત્યત્વ અને તેના વિરોધી અસ–અનિયત્વ આ બંને પ્રકારનો લોકવ્યવહાર સિદ્ધ થઈ જશે... તે ક્વી રીતે છે તે બતાવતા સૂત્રરચનાનો પ્રારંભ કરી રહ્યા છે... - તાડનતિસિદ્ધ છે -રૂ. સૂત્રાર્થ - અર્પિતથી અનર્પિતનું જ્ઞાન થતું હોવાથી અવતરણિકા - બીજાઓ આ સૂત્રનો સંબંધ બીજી રીતે કહે છે–પ્રૌવ્ય એ નિત્યનો પર્યાય હોવાથી “તભાવાવ્યય નિત્યથી તેનું લક્ષણ કર્યું. હવે ઉત્પાદ-વ્યયનું લક્ષણ કહેવું જોઈએ. પણ તે કહેવાની જરૂર નથી કેમ કે (૧) ઉત્પાદન અને વ્યય લોકપ્રસિદ્ધ છે, અને (૨) સામર્થ્યથી અસત્ અને અનિત્યત્વ આદિનું જ્ઞાન પણ થઈ જાય છે. આથી તેનું લક્ષણ સાક્ષાત્ કહેવાની જરૂર નથી. ૧. ઉત્પન્ન થયા પહેલાં “ઘડો ન હતો’ આવો લોકવ્યવહાર છે એટલે ઘડો અસતુ છે, ઘડો નાશ પામ્યો તે પછી “ઘડો નથી” આવો લોકવ્યવહાર છે એટલે ઘડી અનિત્ય છે. આ રીતે લોકવ્યવહારથી અસતુ અને અનિત્ય બને છે તે લોકવ્યવહારનો નાશ થશે. ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યરૂપ સતુ છે તેનાથી વિપરીત અસતુ છે. આ રીતે સહુના લક્ષણના સામર્થ્યથી અસતુનું જ્ઞાન થઈ જાય છે તથા “તદૂભાવાવ્યયં નિત્ય” આ લક્ષણના સામર્થ્યથી તેનાથી વિપરીત હોય તે અનિત્યત્વ કહેવાય. આ રીતે સતને નિત્યના લક્ષણના સામર્થ્યથી અસતુ અને અનિત્યનું જ્ઞાન થઈ જય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર શું કારણ છે ? શા માટે સાક્ષાત્ ન કહેવું જોઈએ ? આવા પ્રશ્નના ઉત્તરરૂપે આ સૂત્રનો પ્રારંભ છે. આ રીતે પૂર્વ સૂત્રની સાથે સંબંધ કરે છે. [અર્પિતાઽનપ્રિતસિદ્ધે ?] માધ્ય : ભાષ્યનો શબ્દાર્થ... ટીકા :- અર્પિત એટલે ગ્રહણ, અને આનાથી વિપરીત અગ્રહણ એ અનર્પિત છે, સિદ્ધિ એટલે જ્ઞાન. ભાષ્યનો અન્વયાર્થ... ૩૬૨ અર્પિતથી અનર્પિતનું જે જ્ઞાન થાય તે અર્પિતાનર્પિતસિદ્ધિ કહેવાય. તે હેતુથી એટલે ‘અર્પિતથી અનર્પિતનું જ્ઞાન થતું હોવાથી' આ ભાષ્યનો અર્થ છે. અર્પિતથી અનર્પિતના જ્ઞાનની સિદ્ધિ... અહીં ધ્રૌવ્યનું અર્પિત-ગ્રહણ થયે છતે અનર્પિત જે ધ્રૌવ્યથી વિપરીત ઉત્પાદ અને વ્યય છે તેનું જ્ઞાન પણ થઈ જશે... કેમ કે “ગ્રહણ કરાતી વિશેષ્ય વસ્તુ નિયમ કરનાર વિશેષણરૂપ જે ધર્મ તેના વિરુદ્ધ પર્યાયની આશ્રયતાનો અનુભવ કરે જ છે.” આ ન્યાય છે. દા. ત. નીલોત્પલ'. નીલોત્પલમાં જેમ ઉત્પલ એ વિશેષ્ય છે, નીલ એ વિશેષણ છે. તો ઉત્પલ (વિશેષ્ય વસ્તુ), નીલ (વિશેષણરૂપ ધર્મ, તેના વિરુદ્ધ પર્યાય પીતાદિ ધર્મોની આશ્રયતાનો અનુભવ કરે જ છે. નીલથી વિપરીત પીતાદિ ધર્મોથી યુક્ત હોય છે. તેમ અહીંયાં પણ ધ્રૌવ્ય વિશેષણનું ગ્રહણ કરતા ધ્રૌવ્ય અર્પિત થયે છતે સાક્ષાત્ અનર્પિત એવા ઉત્પાદ અને વ્યય છે તેનું જ્ઞાન થઈ જ જાય છે. ધ્રૌવ્યની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયની વિલક્ષણતા... ધ્રૌવ્ય વસ્તુ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયનો આશ્રય ધ્રૌવ્ય બને છે. ઉત્પાદરૂપ પર્યાય અને વિનાશરૂપ પર્યાય પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયનો અનુભવ કરતા નથી. તેથી ઉત્પાદ અને વિનાશ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયની પછી થનારા છે. માટે ધ્રૌવ્યથી ઉત્પાદ-વિનાશ વિલક્ષણ છે. આવું જ્ઞાન સારી રીતે થઈ જાય છે. દા. ત. માટી એ ધ્રૌવ્ય છે. એ પૂર્વપર્યાય કપાલ, ઉત્તરપર્યાય ઘટ આવો અનુભવ કરે છે. પૂર્વપર્યાય કપાલનો નાશ થાય ત્યારે ઘટનો ઉત્પાદ થાય છે. એટલે ઉત્પાદે પૂર્વપર્યાયનો ૧. અહીં ઉત્પલ વિશેષ્ય છે, અને નીલ વિશેષણ છે માટે નીલ નિયમકારી એટલે વ્યવચ્છેદ કરનાર છે. જો ઉત્પલ નીલ જ હોય, અનીલ હોય જ નહીં તો કોઈ વ્યવચ્છેદ કરવા યોગ્ય રહેતું નથી. માટે નીલ વ્યવચ્છેદકારી થાય નહીં. આમ વિચાર કરીએ એટલે સમજાઈ જાય કે નીલ વિશેષણના સામર્થ્યથી ઉત્પલ અનીલ પણ હોય છે આવો બોધ થઈ જાય છે. જેમ ઉત્પલ શબ્દમાં ગ્રહણ કરેલ નીલ વિશેષણ વડે નીલનું જ્ઞાન સાક્ષાત્ અને ઉત્પલ શબ્દમાં નહીં ગ્રહણ કરેલ અનીલનું જ્ઞાન સામર્થ્યથી થાય છે. આવો અભિપ્રાય લાગે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૩૬૩ અનુભવ કર્યો નથી અને કપાલે ઘટના નાશરૂપ ઉત્તરપર્યાયનો અનુભવ કર્યો નહીં. આ બંને પર્યાયનો અનુભવ માટીરૂપ ધ્રૌવ્ય કર્યો. તે પ્રમાણે પ્રૌવ્ય જે દ્રવ્ય છે તે જ ઉત્પાદલક્ષણ પર્યાય અને વિનાશલક્ષણ પર્યાયનું અનુભાવી છે. આમ ૨૯-૩૦ આ બે સૂત્રના સંબંધને કહીને હવે આ સૂત્રનો અર્થ કહેવાય છે. હવે જે ભાષ્ય શરૂ થાય છે તે સૂત્ર-૨૯ના સંબંધને લઈને કરાય છે. અર્થાત્ ઉત્પાદવ્યયનો પ્રૌવ્ય સાથે વિરોધ નથી. આ પ્રમાણે ઉપપાદન કરવા માટે આ સૂત્રનો આરંભ છે. ભાષ્ય - ત્રણ પ્રકારનું સતુ અર્થાત ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યરૂપ સત્ અને નિત્ય આ બંને પણ અર્પિત અને અનર્પિતથી સિદ્ધ થાય છે. ટીકા :- ભાષ્યમાં વનો અર્થ સમુચ્ચય છે. પિ સંભાવના અર્થમાં છે. ઉત્પાદ-વ્યય અને સ્થિતિરૂપ ત્રણ પ્રકારનું સત્ અને બીજા (તભાવાવ્યય...) સૂત્રમાં કહેલ નિત્ય આ બંને પણ અર્પણા (ગ્રહણ) અને અનર્પણા(અગ્રહણ)થી અવ્યાહત સિદ્ધ છે. અનેક ધર્મવાળો ધર્મી હોવા છતાં પણ તેમાં પ્રયોજનને લઈને કોઈ વખત કોઈ ધર્મનું વચનથી અર્પણ થાય છે, વિવક્ષા થાય છે, અને કોઈ ધર્મ હોવા છતાં તેની વિવક્ષા કરાતી નથી. કેમ કે પ્રયોજન નથી. અર્થાત એક ધર્મીમાં અનેક ધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મની વિવક્ષા કરાય છે. જે ધર્મની વિવક્ષા કરાય છે તે અર્પણા કહેવાય છે અને જે ધર્મની વિવેક્ષા નથી કરાતી તે અનર્પણા કહેવાય છે.........પરંતુ કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે વિવણિત ધર્મવાળો જ ધર્મી છે બીજા અનેક ધર્મો છે પણ પ્રયોજન નહીં હોવાથી તે વખતે તેની વિવક્ષા કરી નથી માટે વિવલિત ધર્મવાળો જ ધર્મી છે એવું નથી. ઉત્પાદાદિમાં સત્તાસત્ત્વાદિની વિવક્ષા.. આથી સત્ પર્યાયની વિવક્ષામાં સતુ એવા ઉત્પાદાદિ અસતું પણ છે અને સ્થિત્યંશરૂપ પર્યાયની વિવક્ષામાં નિત્ય એવા ઉત્પાદાદિ અનિત્ય પણ છે. કેમ કે હંમેશા વસ્તુ સત્ત્વાસત્ત્વવિશિષ્ટ જ ગ્રહણ કરાય છે. આવી વિવક્ષાનું કારણ.... વસ્તુ સત્ત્વાસત્ત્વવિશિષ્ટ જ ગ્રહણ કરાય છે એટલે કે જયારે પણ સત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે ત્યારે પણ અસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ પણ થાય જ છે. કેમ કે વસ્તુ અનંતધર્માત્મક હોવાથી એક ધર્મ વિશિષ્ટપણે જ ગ્રહણ કરવામાં (એક ધર્મ વિશિષ્ટ જ છે આવું જ્ઞાન કરવામાં આવે) તો આ જ્ઞાન અનંત ધર્માત્મક વસ્તુનો વિષય કરનારું બન્યું નહીં. અનંત ધર્માત્મક વસ્તુ છે આ રીતે વિષય કરનારું બન્યું નહીં માટે એ પ્રમાણ કહેવાય નહીં. પ્રમાણથી સદ્વિશિષ્ટ વસ્તુનું જ ગ્રહણ થતું હોય તો સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પણ વસ્તુ સત્ છે તેવી રીતે १. च शब्दो भिन्नक्रमः समुच्चये नित्यमुभे च सदसती च अपि संभावने अनुभे च अनुभे च असदसतीति.... सदसती च वर्तमानातीतादिपर्यायापेक्षया हि जीवद्रव्यमिति मनुष्यावस्थायां तथैव सत्, अतीतभावित तिर्यग, देवाद्यवस्थया च असद्, अनुभे वा असदसती च वर्तमानातीतादिपर्यायापेक्षयेत्यर्थः । इति हा० वृ० पृ० २३९ Page #373 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૩૬૪ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પણ વસ્તુ સત્ છે આવું જ ભાન થવું જોઈએ. ઘટ જેમ ઘટરૂપે સત્ છે તેમ પટાદિ અન્યરૂપે પણ ઘટ સત્ છે આવું ભાન થવું જોઈએ. ૫૨ દ્રવ્યાદિથી ઘટ અસત્ છે આવું ભાન થઈ શકશે નહિ. માટે વસ્તુનું જ્ઞાન સદસદ્ધિશિષ્ટ જ થાય છે એમ સ્વીકારવું જોઈએ. (આથી જ ઉત્પાદાદિમાં સત્ત્તાસત્ત્વની વિવક્ષા છે.) = આના માટે વ્યાપ્તિ છે તે આ પ્રમાણે—જે પ્રમાણથી જે વસ્તુ સત્ વિશિષ્ટ ગ્રહણ કરાય છે જ પ્રમાણથી તે જ વસ્તુ તે જ વખતે (સત્ વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ કરાય છે તે સમયે) અસત્ વિશિષ્ટ પણ ગ્રહણ કરાય છે. જેમ કે—જે પ્રમાણથી = પ્રત્યક્ષાદિ પ્રમાણથી યુદ્ વસ્તુ=વિવક્ષિત ઘટાદિ વસ્તુ, સદ્ધિશિષ્ટ ગૃહ્યતે = સ્વદ્રવ્યાદિથી સદ્ વિશિષ્ટપણે ગ્રહણ થાય છે તેનૈવ = તે જ સવિશિષ્ટપણે ગ્રહણ કરનાર પ્રત્યક્ષાદિ પ્રમાણથી તદેવ = તેજ વિવક્ષિત ઘટાદિક જ તદૈવ = સવિશિષ્ટપણે ગ્રહણ કરાતા કાળમાં જ અસદ્ વિશિષ્ટ અપ ગૃહ્યતે = પર દ્રવ્યાદિથી અસદ્ વિશિષ્ટપણે પણ ગ્રહણ થાય છે. આવું સ્વીકારવું પડે. નહીં તો અવિવિક્ત ગ્રહણ થાય. પદાર્થ પરસ્પર સંકીર્ણ થઈ જશે. આ સત્ છે પણ અસત્ નથી, આ અસત્ છે પણ સત્ નથી આવો સંકીર્ણ બોધ થશે. પણ સદસદ્ વિશિષ્ટ વસ્તુ છે આવો અસંકીર્ણ બોધ નહિ થાય ! જો આ આપત્તિનો સ્વીકાર કરવામાં આવે તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જે ચાક્ષુષ આદિ જ્ઞાન થાય છે તે અસંકીર્ણ અનુભવાય છે. આ અનુભવનો બાધ આવશે. આ અનુભવ આ અનુભવને દૃઢ કરતા આગળ કહે છે કે— જ. જેમ પોતાના અસ્તિત્વથી અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ વિશેષણના ઉલ્લેખથી અર્થાત્ સ્વદ્રવ્યાદિથી ‘અક્સ્ચેવ પ' ‘ઘટ છે જ’ આ રીતે અસ્તિત્વ હોવાથી સત્ આવી જે બુદ્ધિ થાય છે તે સબુદ્ધિ કહેવાય છે. એવી રીતે નાસ્તિત્વરૂપ હેતુ(પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)થી અસ ્ વિશેષણની મદદથી નાસ્યેવ ષટ' આ આકારથી ઘટ અસત્ છે આવી બુદ્ધિ પણ થાય છે. આ રીતે સત્ત્તાસત્ત્વવિશિષ્ટનું જ ગ્રહણ થાય છે. એટલે જ્યારે સત્ની વિવક્ષા કરીએ ત્યારે સત્ત્વવિશિષ્ટનું ભાન થાય છે ત્યારે અસત્ત્વ અવિવક્ષિત છે. છતાં પણ ગ્રહણ તો છે જ આ સિદ્ધ થાય છે. આપણે આ નિરૂપણ કર્યું ત્યારે અન્ય દર્શનકારો કહે છે કે—“આ બધું તમારું નિરૂપણ તમારા સ્યાદ્વાદની ભાવનાથી પ્રભાવિત થયેલું છે, પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોની મદદથી થયેલું નથી.... તેઓને પણ આ નિરૂપણ પ્રત્યે આદર થાય માટે કહીએ છીએ કે— ઇન્દ્રિયોથી પણ સત્ત્તાસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ... જેની ઇન્દ્રિયનો નાશ થયો હોય એવી વ્યક્તિ અથવા જેની ઇન્દ્રિયોનો વ્યાપાર નથી તેવી વ્યક્તિને બીજી વસ્તુના અભાવવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થતું નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૩૬૫ તેથી ઇન્દ્રિયોનો વ્યાપાર હોય તો વસ્વન્તરાભાવવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે. માટે અસદ્ વિશિષ્ટનું જે ગ્રહણ-ભાન થાય છે તેનો અપલાપ કરવો યોગ્ય નથી. હવે સ્યાદ્વાદ એ પ્રકાશક છે તેથી પ્રકાશકનો સ્વભાવ અને દષ્ટાંત આપીએ છીએ. પ્રકાશકમાત્રનો સ્વભાવ હોય છે કે તે એક વસ્તુનો પ્રકાશ કરતા બીજી વસ્તુના અભાવપૂર્વક જ તેનો પ્રકાશ કરે છે. પ્રકાશ્ય જે ઘટાદિ વસ્તુ છે તે વસ્તુને અસદ્ વિશિષ્ટપણે જ પ્રકાશે છે. દા. ત. અગ્નિ, સૂર્ય આદિ. સૂર્ય ઘટનો પ્રકાશ કરે છે. એટલે ઘટને ઘટરૂપે પ્રકાશે છે અને પટવાભાવવિશિષ્ટપણે પણ ઘટને પ્રકાશે છે. આ દષ્ટાંતમાં ઘટની જે પ્રકાશ્યપણે વિવક્ષા કરવી તે અર્પણા છે અને પટવાભાવવિશિષ્ટપણે વિવક્ષા ન કરવી તે અનર્પણા છે. આ રીતે સદસદ્વિશિષ્ટ બોધ થાય છે તે અર્પણા-અર્પણાથી સિદ્ધ થાય છે. આપણે આ દષ્ટાંતમાં વિચાર્યું. હવે દાષ્ટ્રન્તિકમાં ઘટાવીએ. દાન્તિક ઘટના... એવી રીતે વસ્તુના નિશ્ચયના હેતપણે વ્યાપારયુક્ત પ્રકાશક પ્રમાણ પણ વસ્વન્તરાભાવવિશિષ્ટ વસ્તુને જ પ્રકાશે છે. અને પ્રમાણ તો તે જ છે કે “યથાવસ્થિત વસ્તુના સ્વભાવનું ગ્રહણ કરનાર હોય એટલે પ્રમાણથી નિશ્ચિત અર્થ દ્વારા યથાપ્રયોજન પ્રયોજનને અનુસારે અર્પણા-અર્પણા વ્યવહાર થાય છે. ૧. જુઓ પૂર્વમાં- પૃ ૩૭૭ દ્રિયમેવ વ્યાપા તો નિશ્ચિતામુપગાલે, તનાવે ભાવાત્ તપાવે રામાવા.... ૨. ઇન્દ્રિયોનો વ્યાપાર હોય તો અસદ્વિશિષ્ટનું ગ્રહણ થાય છે આ અન્વય છે. ઇન્દ્રિયોનો વ્યાપાર ન હોય તો અસદ્વિશિષ્ટનું ગ્રહણ નથી થતું આ વ્યતિરેક છે. ઇન્દ્રિયોના આ અન્વય અને વ્યતિરેકમાં અંતર્ગત થતા પરરૂપાદિથી યુક્ત અસત્ત્વવિશિષ્ટનું ગ્રહણ થાય છે તે ઇન્દ્રિયજન્ય પણ છે આમ સ્વીકારવું જ પડે. આ ૩. યથાવસ્થિત વસ્તુ સ્વભાવને ગ્રહણ કરનાર છે. આનાથી અવિવક્ષિત પણ વસ્વન્તરાભાવાવિશિષ્ટને પણ પ્રમાણ વડે ગ્રહણ કરવું જ જોઈએ તો જ પ્રમાણનું પ્રમાણપણું રહે. એટલે પ્રમાણ ત્યારે જ બને, સત્ત્વાસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય. દા. ત. જેમ ઘટનું ગ્રહણ થાય ત્યારે વસ્વન્તર જે પટ, આનો જે અભાવ આ પટાભાવવિશિષ્ટ પણ ઘટ છે. આવો બોધ થાય ત્યારે પ્રમાણ કહેવાય. ૪. પાણી લાવવા માટે ઘડાની જરૂર પડે ત્યારે એ ઘડો છિદ્ર વગરનો, પાકો આવા ગુણવિશિષ્ટ ઘડાને આપણે ઇચ્છીએ છીએ. આવા ગુણવિશિષ્ટ ઘટનો ઘટરૂપે જે બોધ કરવો આમાં ઘટરૂપ(ઘટત્વ)ની અર્પણા છે, ઘટમાં રહેલા બીજા ધર્મો તેમાં છે છતાં તેની વિવક્ષા નથી તો તે ધર્મોની અનણા છે. ઘડો છે પરંતુ ઠંડીને દૂર કરવામાં સમર્થ નથી. એટલે પટરૂપથી ઘટ અસત્ છે. એટલે પટરૂપ જે વસ્તુત્તર છે તેનો ઘટમાં અભાવ છે. આ રીતે ઘડો વસ્વન્તર જે પટાભાવ છે, આ વ ન્તર અભાવવિશિષ્ટ ઘટ છે એટલે પટરૂપે અસત્ છે. આ પ્રમાણે ઘટમાં વસ્વન્તરાભાવ વૈશિસ્ત્રનું અર્પણ થયું. ઘડો પટરૂપે નથી. આ ઘડાનું જ્ઞાન અસત્ત્વવિશિષ્ટ છે. અહીંયાં પટત્વનું અર્પણ, ઘટાદિનું અર્નપણ છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર વસ્તુના સ્વરૂપની અંદ૨ રહેતા ઉત્પાદ-વ્યયને સ્થિતિ આ બધામાં વસ્તુત્વ છે. કેમ કે આ ઉત્પાદાદિ ત્રણનો યોગ હોય તો જ વસ્તુનું વસ્તુત્વ છે. તો આ ત્રણેમાં વસ્તુત્વ એ બતાવવા માટે તેમાં વસ્તુત્વનો સ્વીકાર કરવો જ જોઈએ. એટલે એ ઉત્પાદાદિ ત્રણમાં પણ સત્ત્વ, અસત્ત્વ સિદ્ધ કરવું જોઈએ. તો એમાં સત્ત્વાસત્ત્વ કેવી રીતે છે તે માટે કહીએ છીએ કે— ૩૬૬ ઉત્પાદરૂપે ઉત્પાદની વિવક્ષા કરીએ ત્યારે તે ઉત્પાદ સત્ છે -એટલે કે સ્વરૂપની વિવક્ષાથી ઉત્પાદ સત્ છે. માટે સત્ અને અસત્ એક જ વસ્તુ છે. સ્વરૂપની વિવક્ષાથી ઉત્પાદ સત્ છે, સ્થિતિ અને વિનાશાભાવવિશિષ્ટનું ગ્રહણ કરીએ——વિવક્ષા કરીએ ત્યારે ઉત્પાદ અસત્ છે. એવી રીતે સ્થિતિ અને વિનાશ પણ સમજી લેવા. સ્થિતિ સ્વરૂપ અર્પણાથી સત્ છે, ઉત્પાદ-વિનાશાભાવ વિશિષ્ટ ગ્રહણથી અસત્ છે. વિનાશ સ્વરૂપ અર્પણાથી સત્ છે, ઉત્પાદ-સ્થિત્યભાવવિશિષ્ટ ગ્રહણથી અસત્ છે. આમ એક જ વસ્તુ સત્ અને અસત્ છે પણ ભિન્ન વસ્તુ નથી. ઉત્પાદાદિ પ્રત્યેકમાં સત્ત્વાસત્ત્વનો જે વિચાર કર્યો વિચાર દ્વારા સત્તા ત્રણ પ્રકારનું સમર્થન કર્યું છે. આ રીતે એક જ વસ્તુ સત્ અને અસત્ છે તે વિચારણા બાદ એક જ વસ્તુ નિત્યાનિત્ય કેવી રીતે બને ? તેનો વિચાર કરીએ છીએ. નિત્યાનિત્ય પણ એક જ વસ્તુ છે. સ્વરૂપનો કોઈપણ કાળે અભાવ થતો નથી એટલે સ્વરૂપના અત્યાગની અર્પણાનીસ્વરૂપાત્યાગાર્પણાથી વસ્તુ નિત્ય છે, ઉત્પાદ અને વ્યયની અર્પણાથી તે જ વસ્તુ અનિત્ય છે. સંગ્રહ નયની અર્પણા કરવાથી સ્થિતિ વગેરે એક હોવાથી વસ્તુ છે. કેમ કે સ્થિતિ રહિત ઉત્પાદ અને વિનાશ હોઈ શકતા નથી અને ઉત્પાદ-વિનાશથી રહિત સ્થિતિ નથી હોતી માટે આ ત્રણેના સંસર્ગ-સંબંધરૂપ એક જ વસ્તુ નિત્ય અને અનિત્ય છે. ભાષ્યમાં સૂત્રનો વિરોધોાવન... સૂત્રકારે સત્ત્નું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' કર્યું છે. એટલે સત્નો ઉત્પાદ અને વિનાશ ધ્રૌવ્ય સ્વભાવ છે. અર્થાત્ ત્રણ સ્વભાવવાળી વસ્તુ જ સત્ છે એવું અવધારણ કર્યું છે અને ભાષ્યકાર સત્ ત્રણ પ્રકારનું પણ છે. આ પ્રમાણે વિવરણ કરતા ઉત્પાદનો વ્યયને અને સ્થિતિને સત્ છે. આવું પ્રતિપાદન કરે છે. એટલે સૂત્રકારની સાથે ભાષ્યકારનો મેળ નથી. વિરોધ આવે છે. સૂત્ર ને ભાષ્યનો વિરોધ નથી. આમાં કોઈ વિરોધ નથી. વિભાગ રહિત વસ્તુમાં પણ ત્રણ સ્વભાવનું કથન Page #376 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૬૭ એકબીજાના પરિત્યાગ વગર જ કરાય છે. અર્થાતુ ઉત્પાદ, સ્થિતિ અને વિનાશ ત્રણે સાથે જ રહે છે. એકબીજાને છોડીને રહેતા નથી. સ્થિતિનું નિરૂપણ, ઉત્પાદનું નિરૂપણ કે વ્યયનું નિરૂપણ સ્વતંત્ર કરાતું નથી. સ્થિતિનું નિરૂપણ ઉત્પાદ-વ્યયની સાથે જ થાય છે. ઉત્પાદ-વ્યય વગર સ્થિતિરૂપે સ્થિતિનું પ્રતિપાદન થતું નથી. સ્થિતિ ને વ્યય વગર ઉત્પાદરૂપે ઉત્પાદનું નિરૂપણ થતું નથી. ઉત્પાદ ને સ્થિતિ વગરના વ્યયરૂપથી ભયનું પ્રતિપાદન થતું નથી. જો સાથે ન જ રહેતા હોય તો પરસ્પર એકબીજાના વિયોગ વગરના નિરૂપણનો વિષય કેવી રીતે બને ? અન્યથા-બીજી રીતે કોઈ પણ પ્રકારે પ્રજ્ઞાપનાનો વિષય બને કેવી રીતે ? અર્થાત ઉત્પાદનું બીજી કોઈ રીતે પ્રતિપાદન થઈ શકતું નથી. કેમ કે સ્થિત્યાદિ પરસ્પર અવિયોગી છે. સ્થિતિ ઉત્પાદ-વ્યય વગર નથી, ઉત્પાદ સ્થિતિ-વ્યય વગર નથી, વ્યય ઉત્પાદસ્થિતિ વગર નથી. આમ ત્રણે પરસ્પર અવિયોગી છે. આ રીતે સ્થિત્યાદિ પરસ્પર અવિયોગી છે. આવા ઉત્પાદાદિ હંમેશા સદસતુરૂપ છે. ભેદભેદ(ભિન્નભિન્ન)રૂપ છે. તેવા ઉત્પાદાદિ પ્રત્યેકમાં સત્ત્વની પ્રજ્ઞાપના વિરુદ્ધ નથી માટે સૂત્રકારે ઉત્પાદાદિ સ્વભાવયુક્ત વસ્તુને સત્ કહી છે તો પણ પ્રત્યેકમાં સત્ત્વ નિરૂપણ થઈ શકે છે. જ્યારે વસ્તુની સત્ રૂપે વિવક્ષા કરીએ ત્યારે આશ્રયને લઈને સ્થિત્યાદિ સત્ છે અને જ્યારે વસ્તુ (ઉત્પાદાદિ આશ્રયને) અસત્ રૂપે વિવક્ષા કરીએ ત્યારે ઉત્પાદાદિ અસત્ છે. ઉત્પાદાદિ પ્રત્યેક લઈએ ત્યારે વિનાશ આદિની અપેક્ષાએ અસત્ છે અને ઉત્પાદ ઉત્પાદરૂપે સત છે. આમ ઉત્પાદાદિ લઈને પણ સ્થિતિ આદિ સતુ, અસત છે તેવી રીતે ઉત્પાદાદિ ભિન્નભિન્ન પણ છે. વસ્તુના લક્ષણરૂપે ઉત્પાદાદિનું નિરૂપણ કરીએ ત્યારે ઉત્પાદાદિ ભિન્ન છે અને વસ્તુના સ્વરૂપ તરીકે વર્ણન કરીએ ત્યારે ઉત્પાદાદિ અભિન્ન છે. આમ અપેક્ષાએ ભાષ્યકારે સત્ ત્રણ પ્રકારનું કહ્યું છે એટલે સૂત્રકાર અને ભાષ્યકારનો કોઈ વિરોધ નથી એક જ તાત્પર્ય છે. શંકા - ઉત્પાદાદિ પ્રત્યેકમાં સતની પ્રરૂપણા કરો છો તો પ્રત્યેક ઉત્પાદાદિ તો એક દેશ છે એ કેવી રીતે સંતુ કહેવાય ? સમાધાન - વસ્તુનો એક દેશ અસત્ થતો નથી. જેમ પટનો એક દેશ તંતુ છે એ અસત્ નથી. એવી રીતે ઉત્પાદિ સમુદાયરૂપ વસ્તુ છે તેનો એક દેશ ઉત્પાદાદિ છે એટલે પ્રત્યેક ઉત્પાદાદિ અસત્ થતા નથી. ૧. તત્ત્વાર્થ પૃ. ૩૭૭ જુઓ. ૨. ઉત્પાદ-ઉત્પાદરૂપે સત, સ્થિતિ વિનાશરૂપે અસત્...તત્ત્વા. પૃ. ૩૮૩ મતો મચ.... ૩. જો પ્રત્યેક ઉત્પાદાદિને અસત્ મનાય તો સમુદાય પણ સત્ બની શકે નહીં. કેમ કે ઉત્પાદાદિની સાથે Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ તત્વાર્થ સૂત્ર ભાષ્યકારે સત્ ત્રણ પ્રકારનું આટલું જ કહેવું હતું પણ નિત્યનું શા માટે ગ્રહણ કર્યું? પ્રશ્ન :- ભાષ્યકારે સન્ન ત્રિવિર્ધા કહ્યા પછી નિત્યે ૨ કહ્યું. સત્ ત્રણ પ્રકારે છે અને નિત્ય છે આમ બે વાત શા માટે કરી ? સહુ બોલવાથી નિત્યનું ગ્રહણ તો થઈ જતું હતું તો નિત્યનું ગ્રહણ કરવું નિરર્થક છે કેમ કે સહુના ગ્રહણથી ધ્રૌવ્ય અંશ લક્ષિત થઈ જ જાય છે. માટે સત્ ત્રણ પ્રકારનું છે આટલું જ કહેવું જોઈએ ને ? પુનઃ નિત્યના ગ્રહણમાં કારણ ઉત્તર:- હે વાદી ! તારી વાત ઠીક છે. ત્રણ પ્રકારનું સત્ કહેવાથી ધ્રૌવ્યાંશ આવી જાય છે એટલે પ્રૌવ્યાંશથી નિત્ય પ્રાપ્ત હતું છતાં નિત્યનું ગ્રહણ વિશેષતા બતાવવા માટે છે. ભાષ્યકારની અર્થવિશેષનું પ્રતિપાદન કરવાની ઇચ્છા છે. માટે ફરી નિત્યનું ગ્રહણ કર્યું છે. એ વિશેષતા આ પ્રમાણે છે જો પ્રૌવ્યાંશ એ જ નિત્ય હોય અને સમસ્ત વસ્તુ નિત્ય ન હોય તો ઉત્પાદ અને વ્યય અનિત્ય બનશે પણ સંપૂર્ણ વસ્તુ અનિત્ય બનશે નહિ. માટે એક જ વસ્તુ નિત્યાનિત્ય નહીં બને. આ રીતે તો નિત્યત્વનો આધાર અન્ય અને અનિત્યત્વનો આધાર અન્ય થશે, અને આ વાત તો અનિષ્ટ છે. કેમ કે નિત્યત્વ અને અનિયત્વ વ્યધિકરણ થયા. એકાધિકરણ ન થયા. જેમ જૈનોથી અન્ય દર્શનકારોનું નિત્યત્વ આકાશાદિમાં છે ત્યાં અનિત્યત્વ નથી અને ઘટ અનિત્ય છે તો ઘટમાં અનિત્યત્વ છે પણ નિત્યત્વ નથી. આમ નિત્યત્વ અને અનિત્યત્વના આધાર ભિન્ન ભિન્ન થયા. તેવી રીતે અહીં જૈન સિદ્ધાંતમાં પણ નિત્ય જુદું અને અનિત્ય જુદું આવું થશે. આ જૈનોને ઈષ્ટ નથી. જૈનોને તો જે નિત્ય છે તે જ અનિત્ય છે આવું ઈષ્ટ છે. આથી ફરી નિત્ય' શબ્દને ગ્રહણ કરવામાં ભાષ્યકારનો એ આશય છે કે નિરંશ-સમસ્ત વસ્તુની અર્પણા થાય છે અર્થાત્ સમસ્ત વસ્તુ નિત્ય છે આવી અર્પણા થાય છે, અને નિત્યનું વિરુદ્ધ અનિત્ય છે. નિત્યના વિપક્ષ વડે અનિત્ય છે તે સમસ્ત વસ્તુ અનિત્ય કહેવાય છે. કેમ કે વસ્તુ નિર્વિભાગ છે. વસ્તુના આ ભાગમાં નિત્યતા અને આ ભાગમાં અનિત્યતા આવું ત્યારે બને કે વસ્તુનો ભાગ થતો હોય પણ વસ્તુ નિર્વિભાગ છે. આથી આખી એક જ એની એ વસ્તુ નિત્ય અને અનિત્ય છે. શ્રોતાની બુદ્ધિ સ્વીકારી શકે માટે આ સ્થિત્યંશ છે. અને આ ઉત્પાદ-વ્યય છે. આ પ્રમાણે આનો વિભાગ બુદ્ધિથી કરાય છે. એટલે પ્રરૂપણાનો વિષય છે. કારણ કે આ રીતે જ એની પ્રજ્ઞાપના થાય છે. આ બાકી આ ત્રણ હોય તો જ વસ્તુ છે એટલે વસ્તુનો આ સ્થિત્યંશ છે અને આ ઉત્પાદથયાંશ છે એમ નથી. આ ત્રણ રૂપ જ વસ્તુ છે. એટલે વાસ્તવિક રીતે વિભાગ છે જ નહીં માટે આ ત્રણે એકાધિકરણ છે. વસ્તુનો કથંચિત્ અભેદ છે માટે પ્રત્યેક ઉત્પાદાદિને સત્ માનવા જ જોઈએ. (ન્યાય :તદભિન્નભિન્નસ્ય તદભિન્નત્વ) Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ આની સાક્ષી આપતી કારિકા છે જુઓ– કારિકા:- “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભય નયથી વસ્તુ ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યાંશથી અભિન્ન છે પણ એ બધાનું જ્ઞાન થાય માટે જ્ઞાનના ઉપાયરૂપ જુદા જુદા નયથી એનું જુદું જુદું કથન થાય છે, કેમ કે દ્રવ્યાંશ દ્રવ્યાર્થિક નયથી છે અને ઉત્પાદ-વ્યય પર્યાયાર્થિક નયથી છે.” પૂર્વમાં એકાંતવાદીએ વિરોધના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી “ઉત્પાદ-વ્યય નિત્યતાની સાથે વિરોધ કરે છે અને નિત્યતા, ઉત્પાદ-વ્યયની સાથે વિરોધ કરે છે...” આવી જે શંકા કરી હતી તેનો હવે વિસ્તારથી વિચાર કરીએ છીએ. પહેલા તો તને પૂછીએ છીએ કે વિરોધ શબ્દનો અર્થ શું છે ? શું જે બેનું એક ઠેકાણે અવસ્થાન ન દેખાતું હોય તે બે વિરુદ્ધ છે કે જે બે કાલાન્તરે એકત્ર રહેલા હોય પછીથી એ બેમાંથી એકનો વિનાશ થયો અથવા બંનેનો વિનાશ થયો તે બે વિરુદ્ધ છે ? આ બેમાંથી વિરોધ શબ્દનો અર્થ કયો છે ? વિરોધના પ્રથમ અર્થમાં દોષ... જો વિરોધ શબ્દનો પહેલો અર્થ કે “જે બે કોઈ પણ વખત એકત્ર જોયા નથી” આવો કરો તો વધ્યઘાતકભાવરૂપ સાપ અને નોળિયાનો અથવા પાણી અને અગ્નિનો વિરોધ માની શકશો નહિ ! કેમ કે નોળિયાનો અને સાપનો કે અગ્નિ અને પાણીનો સંયોગ થાય તો એક કાળમાં રહેલા તે બેનો વિરોધ થાય. કેમ કે સંયોગના અનેક આશ્રય છે. દા.ત. દ્વિવાદિ. બે હોય તો સંયોગ થાય. એટલે સંયોગના આશ્રય બે બને છે : જેમ દ્વિત્વનો આશ્રય બે પદાર્થ બને છે તેમ ત્રિત્વનો આશ્રય ત્રણ પદાર્થ બને છે, ઇત્યાદિ. જયાં સુધી સાપની સાથે નોળિયાનો સંયોગ ન થાય ત્યાં સુધી નોળિયાની તાકાત નથી કે સર્પનો વિનાશ કરી શકે. જો સંયોગ વિના પણ વિનાશ કરી શકે તો તો ત્રણે લોકમાં સાપના અભાવનો પ્રસંગ આવશે. એવી રીતે આગ અને પાણી માટે પણ સમજી લેવું. વાદી :- વડવાનલ અને પાણીનું એકત્ર અવસ્થાન જોવાય છે. જો આવું તું કહે છે તો તો તારા વિરોધની વાત જ દૂર થઈ જાય છે. એટલે કે પાણી ને આગનો વિરોધ જ નથી રહેતો. પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હોવા છતાં વિરોધ નથી આવતો તો તો નિત્યતા (ધ્રૌવ્ય) અને અનિત્યતા(ઉત્પાદ-વ્યય)નો વિરોધ કયાંથી આવવાનો ? ઠીક, આ વાત જવા દો. આપણે પ્રસ્તુત વિચારણા કરીએ. વધ્યઘાતક ભાવનું ઉપપાદન... સંયોગ થાય તો પણ એક ક્ષણ તો બંને રહેવાના. એટલે ઉત્તર કાળમાં અર્થાત્ જે ક્ષણે ૧. જુઓ. પૃ. ૩૬૧ આ જ સૂત્રની શરૂઆત કરતા અવતરણિકામાં.. Page #379 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર સંયોગ થયો તે પછી બીજી ક્ષણમાં જે બળવાળો હશે તે ઘાતક બનશે અને દુર્બળ હશે તે વધ્ય બનશે. આ રીતે રહે તો વધ્યઘાતકવિરોધ થાય. સદાદિમાં વધ્યઘાતકભાવનો અસંબંધ... ૩૭૦ એવી રીતે સત્, અસત્, નિત્યત્વ, અનિત્યત્વની તો એક ક્ષણ પણ એક સ્થળે તું સ્થિતિ માનતો નથી. સંયોગ સંબંધથી વર્તન સ્વીકારતો નથી એટલે તું વિરોધ બતાવી શકતો નથી. તારા મતે ઉત્પાદ-વ્યય અને નિત્યતાનો વિરોધ બની શકે નહિ. સદાદિમાં વધ્યઘાતક ભાવના અસંભવનું ઉપપાદન... જો એ બંને એકત્ર રહેલા કોઈ પણ ક્ષણે સત્ત્વ રહે અને અસત્ત્વ નાશ પામે અથવા અસત્ત્વ રહે અને સત્ત્વ નાશ પામે એ પ્રમાણે નિત્યત્વ રહે અને અનિત્યત્વ નાશ પામે, અનિત્યત્વ રહે અને નિત્યત્વ ન રહે તો તો વિરોધની વાત કરવી ઉચિત છે પણ આ બધા પદાર્થના સ્વભાવ છે. ધ્રૌવ્ય એ નિત્ય છે, ઉત્પાદ-વ્યય એ અનિત્ય છે. દ્રવ્યાંશ દ્રવ્યાર્થિક નય છે. ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયાંશ પર્યાયાર્થિક નય છે. આમ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સત્ત્નું સ્વરૂપ છે. એટલે જે વસ્તુ નિત્ય છે તે વસ્તુ અનિત્ય છે. માટે સદાદિ તથા નિત્ય અને અનિત્યનો વધ્યઘાતક લક્ષણ વિરોધનો કોઈ પણ રીતે સંભવ નથી. ગુણને લઈને વિરોધ બનશે... હવે કોઈ શંકા કરે છે કે ગુણને લઈને વિરોધ સિદ્ધ થશે. તે પણ બની શકે નહીં. તો તે પણ નહીં બની શકે. કેમ કે સંયોગ તો દ્રવ્યનો જ થાય. ગુણનો સંયોગ હોતો નથી. તો ગુણોમાં તો વિરોધ બતાવી જ શકાય કેવી રીતે ? કેવી રીતે શક્ય બને ? કેમ કે એનો સંયોગ નથી. સમવાયથી વિરોધની શંકા ગુણનો સંયોગ નથી હોતો માટે ગુણને લઈને સંયોગ નહીં બને પણ સમવાય તો ગુણનો હોય છે એટલે સમવાયથી વિરોધ આવશે. સમવાયથી પણ વિરોધની શંકા થઈ શકે નહીં. તો તે પણ બની શકે નહીં. કેમ કે ગુણમાં ગુણનો સમવાય નથી. જ્યાં એક ગુણનો સમવાય છે ત્યાં તેના વિરોધી ગુણનો સમવાય રહેતો નથી. જેમ સમવાયથી સુરભિ છે ત્યાં સમવાયથી તો દુરભિગંધ રહેતી નથી. આમ વિરોધના અભાવનો પ્રસંગ આવતો હોવાથી સમવાયથી ગુણને લઈને વિરોધની શંકા થઈ શકે નહીં કેમ કે બંને એકત્ર હોતા નથી. ૧. પ્રશ્ન :- ઉત્પાદાદિ ગુણરૂપ નથી તો ગુણને લઈને વિરોધ બતાવવો તે કેવી રીતે યુક્ત છે ? ઉત્તર :- અહીં સમજવું કે ‘ગુણ' શબ્દ દ્રવ્યથી ભિન્ને કહેનાર છે એટલે ઉત્પાદાદિ ગુણ ભલે ન હોય પણ દ્રવ્યથી ભિન્ન તો છે જ. Page #380 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૭૧ આથી નિત્યાનિત્યત્વ સદસદાદિની એક વસ્તુ આશ્રય બને તેમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ આવી શકતો નથી. હવે નિત્યાનિત્યનો શીતોષ્ણાદિની જેમ અસહ અવસ્થાનરૂપ વિરોધ પણ ઘટી શકતો નથી તે વિચારીએ છીએ. નિત્યાનિત્યમાં અસહાવસ્થાના વિરોધ ઘટી શકતો નથી. નિત્યાનિત્યનો અસહઅવસ્થાનરૂપ કહો તો તે વિરોધ શું શીતોષ્ણાદિના જેવો છે ? શીતત્વ અને ઉષ્ણત્વ, ફળ અને ડીંટાના સંયોગ અને વિભાગ, કેરીમાં કાળાશ (લીલાશ) અને પીળાશની જેમ છે એમ કહો તો તો તે વિરોધ તેમાં ઘટી શકતો નથી. તે આ પ્રમાણે— - પથ્થર આદિમાં પહેલા શીત પર્યાય વિદ્યમાન છે પછીથી એ પથ્થર આદિમાં પેદા થતા ગરમાશ પર્યાયની સાથે શીતતા રહી શકતી નથી તેવી રીતે પહેલા ઉષ્ણતા પર્યાય વિદ્યમાન છે પણ જયારે તે પથ્થરમાં શીત પર્યાય પેદા થાય છે ત્યારે એ શીતતાની સાથે ઉષ્ણતા રહી શકતી નથી. શીતતા ને ઉષ્ણતાના દૃષ્ટાંતનો ઉપનય આવી રીતે પહેલા નિયત્વ હતું અને પછી પેદા થતી અનિત્યતાથી વિનાશ પામતું નથી. જો એ અનિત્યતાથી નાશ પામે તો નિત્યત્વ જ ન કહેવાય. કેમ કે અપ્રૂવ થઈ ગયું. એવી રીતે પહેલા અનિત્યતા હતી અને પછી નિત્યતા પેદા થઈ એટલે અનિત્યતાનો નાશ થયો એમ કહી શકાય નહિ. નિત્યતા અને ઉત્પન્ન થવું આવું બને જ નહિ. ક્ષણિકવાદીના મતમાં પણ નિત્યાનિત્યનો વિરોધ બની શકતો નથી. વળી ક્ષણમાં નાશ પામનારા પદાર્થોમાં કોઈ પણ કાળે અસહઅવસ્થાનરૂપ વિરોધ આવી શકતો નથી. ક્ષણનશ્વર પદાર્થોમાં પહેલા અનિત્યત્વનું અવસ્થાન અર્થાત્ સ્થિતિ હોતી નથી. કારણ કે ક્ષણભંગુરતાલક્ષણ અનિત્ય વડે વસ્તુ અનિત્ય હોવાથી નાશ પામી ગઈ તો નિત્યત્વ નિરાધાર થયું. મતલબ એ જ છે કે ક્ષણિકવાદીના મતમાં પદાર્થ ઉત્પન્ન થતાની સાથે નાશ પામે છે. પદાર્થો નાશ પામવાના સ્વભાવવાળા–ક્ષણભંગુર હોવાથી જ નાશ પામે છે. એટલે કાંઈ પહેલા અનિત્યતા હતી તેવું નથી. હવે પદાર્થ સ્વભાવથી જ નાશ પામ્યો તો હવે નિત્યતા ક્યાં રહે ? એનો આધાર નહી. નિત્યત્વ નિરાધાર થયું એટલે તેનો અભાવ જ રહેશે. આમ અસહ અવસ્થાનરૂપ વિરોધુ સ્વીકારનાર વાદીએ ક્ષણભંગુર પદાર્થોમાં નિત્યત્વ અથવા અનિત્યત્વ આ બેમાંથી એકની ઉત્પત્તિ અથવા એકની પહેલા અવસ્થિતિ અવશ્યમેવ સ્વીકારવી જ પડશે. જો સ્વીકારે તો જ અસહ અવસ્થાને વિરોધ ઘટે ! જો આ બેમાંથી એકની ઉત્પત્તિ અથવા અવસ્થાને સ્વીકારે નહીં તો અસહ અવસ્થાનરૂપ વિરોધ છે એમ વાદી બોલી શકે જ નહીં એટલે અસહઅવસ્થાનરૂપ વિરોધવાદી તે કહેવાય જ નહિ. વળી જેઓના મતે કેટલોક વખત રહીને ઘટ વિનાશ પામે છે તેઓએ પણ આ કહેવું પડશે. અમે પૂછીએ છીએ તેનો જવાબ આપવો પડશે કે – Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ તત્ત્વાર્થ સૂત્ર (૧) જ્યાં સુધી ઘડો વિનાશ ન પામે ત્યાં સુધી એ ઘડો નિત્ય છે કે અનિત્ય છે ? જો નિત્ય છે એમ કહેશો તો આકાશની જેમ એનો નાશ ન થવો જોઈએ. (૨) જો અનિત્ય છે એમ કહેશો તો ઘડાનો અભાવ થશે. કોઈ કહે છે કે—જ્યાં સુધી ઘડો નાશ ન પામે ત્યાં સુધી નિત્ય પણ નથી, અનિત્ય પણ નથી. આ પણ બરાબર નથી. કેમ કે જ્યારે એકાંતવાદીઓને સત્ નિત્ય છે અથવા અનિત્ય છે આમ કહેવું જ પડે છે. નિત્યત્વ અનિત્યત્વનું અસહ અવસ્થાન સ્વીકારવું જ પડે તેથી તેઓના મતે ઉપર કહ્યા તે દોષ આવે. આથી તેઓના મતે જે ઘટમાન થતું નથી અને અનેકાંતવાદીના મતમાં તો વસ્તુ (સત્) ઉભય સ્વભાવ-નિત્યાનિત્યત્વરૂપ છે એટલે કશું જ અઘટમાન નથી. એ જ પ્રમાણે ફળ અને ડીંટાના સંયોગના વિનાશમાં વિભાગ થાય છે, ફળાદિમાં શ્યામતા જાય છે અને પીળાશ પેદા થાય છે. આ પ્રમાણે વિકલ્પ કરીને અસહ અવસ્થાન વિરોધનો નિરાસ કરવો. આવી રીતે એ બધા શીતોષ્ણાદિ વિકલ્પો પૂર્વમાં બતાવેલા અસહ અવસ્થાન વિરોધની સાથે સંગત હોવા છતાં સહી જૈન પ્રવચનમાં સ્યાત્ શબ્દથી લાંછિત એટલે યુક્ત પ્રક્રિયામાં એ વિકલ્પો સંભવતા નથી. આ રીતે આપણે જે બે એક જગાએ ન રહે તે બે વિરુદ્ધ છે' આ જે વાદીએ કલ્પના કરી છે તેને લઈને વિચાર કરીએ છીએ. તેમાં ભિન્ન ધર્મીને લઈને એકત્ર અવસ્થાનરૂપ વિરોધનો વિચાર કર્યો. હવે એક જ ધર્મીમાં એકત્ર અવસ્થાનરૂપ વિરોધ છે તેનો વિચાર કરીએ છીએ. એક ધર્મમાં વિરોધ અસિદ્ધ છે. વળી ‘જ્યાં એકત્ર અવસ્થાન નથી દેખાતું તે વિરોધ કહેવાય' આવો આ વિરોધ તું શું એકધર્મીમાં કહે છે ? જો તારો આવો આશય હોય તો તે વાત અસિદ્ધ છે. કારણ કે એક જ પથ્થર ઠંડો અને ગરમ જોવાયો છે. એક જ પથ્થરમાં શીતતા અને ઉષ્ણતા દેખાય જ છે. એક ધર્મીમાં એક દેશમાં બે હોતા નથી માટે અસિદ્ધતા નથી. હવે જો તું આમ કહે કે જે દેશમાં શીતતા છે તે દેશમાં ઉષ્ણતા નથી. અર્થાત્ પથ્થરનો ભાગ ઠંડો છે તે જ ભાગ ગરમ નથી માટે અસિદ્ધતા નથી. એક જ કાળમાં શીત અને ઉષ્ણ છે એમ કહેતા નથી. અમે જે પથ્થરમાં શીતતા અને ઉષ્ણતા દેખાય છે એમ કહીએ છીએ તે કાળને લઈને કહીએ છીએ માટે તારો હેતુ બરાબર નથી. કેમ કે પથ્થરના જે દેશમાં શીતસ્પર્શ છે તે જ દેશમાં ઉષ્ણ સ્પર્શ અમે કાલાંતરે બીજા કાળમાં સ્વીકારીએ છીએ માટે એક દેશને લઈને શીત અને ઉષ્ણનો વિરોધ અસત્ છે. બીજું એક વિશેષણ મૂકીને અસિદ્ધતા હટાવે છે... હવે વાદી વિશેષણ લગાવીને અસિદ્ધતા હટાવે છે. જ્યારે જે સમયે' એક દેશમાં Page #382 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૭૩ પથ્થર શીત છે તે જ સમયે તે દેશમાં એ પથ્થર ઉષ્ણ નથી એટલે વિરોધની અસિદ્ધતા નથી. વ્યાપ્તિનું ખંડન... તે વિશેષણ આપીને જે વ્યાપ્તિ બાંધી કે–જે દેશમાં જે સમયે શીતતા છે તે જ દેશમાં તે જ સમયમાં ઉષ્ણતા નથી. આ વ્યાપ્તિ પણ અસત્ છે. કેમ કે શિશિર ઋતુના સ્પર્શવાળું પાણી ભિન્ન દેશમાં રહેલા અસંયુક્ત અગ્નિને ઓલવી શકતું નથી. પાણીના અને અગ્નિના પરમાણુઓનો સંયોગ એક દેશમાં હોય તો જ પાણી અગ્નિને બુઝાવી શકે. જયાં પાણી હોય ત્યાં જ આગનો સંયોગ હોય તો જ આગ બુઝાઈ શકે. કારણ કે પાણી જુદા સ્થળે છે અને આગ જુદા સ્થળે છે. અસંયુક્ત છે તો તેવા અગ્નિને શિશિર ઋતુના સ્પર્શવાળું ઠંડું પાણી પણ બુઝાવી શકતું નથી. આમ એક દેશમાં રહેવામાં પાણી અને અગ્નિના પરમાણુઓનો સંયોગ સિદ્ધ થાય છે. નહીં તો એક દેશમાં સંયોગ ન હોય અર્થાતુ જે ભાગમાં આગ હોય તે જ ભાગમાં જો પાણી ન હોય તો પણ જો અગ્નિને પાણી બુઝાવે તો ત્રણે લોકમાં અગ્નિનો અભાવ પ્રાપ્ત થશે. સંયોગ સ્વીકાર્યો એટલે બંનેનું સહ અવસ્થાન સિદ્ધ થયું. હવે સંયોગ થયે ક્ષણમાત્ર તો બંનેનું એકત્ર અવસ્થાન દષ્ટ જ છે. અર્થાત્ સંયોગ થયો એટલે ક્ષણવાર તો બે એકસાથે રહ્યા આ તો દેખાય છે પછી તે વખતે વિરોધ કેવો ? આ જોયું જ છે તો વિરોધ ક્યાંથી ? - વાદી - બંને એક ઠેકાણે ક્ષણમાત્ર સમવધાન હોવા છતાં પણ બીજા કાળમાં તો અસમવધાન જ છે ને ? આમ વિરોધના નિમિત્તે જ સમવધાન અને અસમવધાન છે. માટે ઉત્તર કાળમાં દેખાતો નથી આથી વિરોધ છે જ. સ્વાલાદી - ઉત્તર કાળમાં નથી દેખાતો માટે વિરોધ છે. જો આવો અર્થ કરો તો કથંચિત વિરોધ થયો. કેમ કે કોઈ કાળમાં બંને રહેલા હતા, ઉત્તરકાળમાં દેખાતા નથી એટલે એમ જ સાબિત થાય છે કે ઉત્તર કાળમાં વિરોધ છે અને પૂર્વકાળમાં વિરોધ ન હતો. કદાચિત્ વિરોધ છે, કદાચિત્ નથી અને આ રીતે તો જેમાં કોઈ દોષ નથી તેવા સ્યાદ્વાદનો આશ્રય કર્યો. માટે કોઈ દોષ રહેતો નથી. આમ સ્યાદ્વાદનો આશ્રય કરવાથી અન્ય મત પ્રવેશ થઈ ગયો. તારો મત રહ્યો નહિ. આ રીતે આપણે નિત્યાનિત્યનો વિરોધ છે આવી શંકા કરનારને વિરોધ શબ્દના અર્થની વિચારણાપૂર્વક અવિરોધ સિદ્ધ કર્યો. માટે નિત્યાનિત્યનો વિરોધ નથી. આ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે... ત્યારે વાદી બીજું શસ્ત્ર ફેકે છે... અગ્નિમાં ઉષ્ણતા-અનુષ્ણતા એકસાથે હોતા નથી તેમ નિત્યતા અને અનિત્યતા એકસાથે નથી.. એક જ અગ્નિ દ્રવ્યમાં ઉષ્ણતા અને અનુષ્ણતા એકસાથે હોતા નથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ તત્ત્વાર્થ સૂત્ર આ પણ અસાર છે. આ પણ તારું શસ્ત્ર બુદું છે. કેમ કે સ્પર્શ પર્યાયથી અગ્નિ ઉષ્ણ કહેવાય છે અને રૂપપર્યાયથી એ જ અગ્નિ અનુષ્ણ જ છે. મતલબ અગ્નિમાં રૂપ પણ છે અને સ્પર્શ પણ છે. અગ્નિનો સ્પર્શ ઉષ્ણ છે પણ રૂપ ઉષ્ણ નથી. આમ અગ્નિમાં સ્પર્શને લઈને ઉષ્ણતા છે અને રૂપને લઈને અનુષ્યતા છે. માટે અગ્નિમાં ઉષ્ણતા અને અનુષ્ણતાનું અવસ્થાન નથી આવું તારું કથન અસાર છે. વાદી - અનુષ્ણ એટલે ઉષ્ણનો વિરોધી આવો અર્થ થાય. ઉષ્ણનો વિરોધી તો શીત જ છે. આથી અનુષ્ણ કહેવાથી શીત સ્પર્શ જ ગ્રહણ થશે. અગ્નિમાં રૂપ રહે તો પણ શીતતા તો નથી જ. - આ પણ તારો તર્ક યુક્તિથી રિક્ત છે. તે જે અનુષ્ણ એટલે ઉષ્ણનો વિરોધી આવો અર્થ કર્યો છે તે જ છે એવું નથી કેમ કે જેમ શીત સ્પર્શ છે તેવો અનુષ્કાશીત સ્પર્શ પણ છે. એટલે ઉષ્ણનો વિરોધી શીત સ્પર્શ જ નથી થતો પણ અનુષ્કાશીત સ્પર્શ પણ છે. કહેવાનો મતલબ એ છે કે ઉષ્ણનો વિરોધી અનુષ્ણ કહો છો અને અનુષ્ણ શબ્દથી શીતનું ગ્રહણ કરો છો તેમ અનુગ્ગાશીત સ્પર્શ પણ ઉષ્ણનો વિરોધી છે. તેથી ઉષ્ણ શબ્દના પ્રહણથી અનુષ્માશીત સ્પર્શનો પણ પ્રતિક્ષેપ થાય છે. એટલે ઉષ્ણનો વિરોધી એવો જે અનુષ્ણ પર્યાય તેની સાથે એક ઠેકાણે એક કાળમાં ઉષ્ણ પર્યાય જોયો છે. આ પ્રમાણે અસહ અવસ્થાનરૂપ વિરોધનો વિરોધ થતાં સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. વિરોધના બે પ્રકારમાં કોઈ ભેદ નથી... હવે જે વિરોધના (૧) વધ્યઘાતકલક્ષણ (૨) અસહ અવસ્થાનરૂપ બે પ્રકાર બતાવ્યા તેનો વિચાર કરીએ છીએ. આ બંને પ્રકારના વિરોધમાં કોઈ ભેદ નથી. અહિ-નકુલનું દગંત અસહ અવસ્થાનરૂપ જ વિરોધ સિદ્ધ કરે છે. કારણ કે જે સાપ અને નોળિયાનો વધ્યઘાતક વિરોધ કહ્યો પણ વિચારતાં તો લાગે છે કે તે વધ્યઘાતકરૂપ વિરોધ બની શકતો નથી. કેમ કે સાપનો જે જીવનપર્યાય હોય છે તે મરણપર્યાય સાથે રહેતો જ નથી. માટે તે બેનો અસહઅવસ્થાનરૂપ વિરોધ થયો પણ વધ્યઘાતક લક્ષણ વિરોધ સિદ્ધ થયો નહીં. સાપ વધ્યું છે એટલે સાપનું જીવન વધ્યું છે અને ઘાતક નોળિયો કહો છો તો ખરેખર તે ઘાતક નથી પણ મરણ ઘાતક છે. એટલે જીવન અને મરણ બે એકસાથે રહી શકતાં નથી. આથી જીવન અને મરણ પરસ્પર વધ્યઘાતક નથી પણ બે એકસાથે રહેતાં નથી. વળી અગ્નિ અને જળનો સંયોગ થતાં કોઈ વખત ઉષ્ણપર્યાય શીતપર્યાયની સાથે રહેતો નથી. દાત. પુષ્કળ પાણીની અંદર નાંખેલા એક અંગારાના ટુકડાનો ઉષ્ણ સ્પર્શ શીતસ્પર્શ Page #384 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ સાથે રહેતો નથી. કોઈ વખત વધતી જતી આગની જ્વાલાઓથી ખૂબ તપેલા પાણીમાં શીતપર્યાયનું અનવસ્થાન છે. એટલે શીતતા અને ઉષ્ણતાનું સહ અનવસ્થાન છે પણ વધ્યઘાતકભાવ નથી આવું નિરૂપણ થાય છે. આ નિરૂપણથી વધ્યઘાતકલક્ષણ અને અસહ અવસ્થાનરૂપ વિરોધમાં કોઈ વિશેષતા નથી. બંને એકસા છે તેવું સાબિત થાય છે. આપણે આવું નિરૂપણ કર્યું ત્યારે સામો વાદી કહે છે કે— પ્રાણીમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ છે. વધ્યઘાતકરૂપ વિરોધ પ્રાણીઓમાં છે. ૩૭૫ આ પણ બરાબર નથી. તો તે પણ બરાબર નથી. અસહાવસ્થાનરૂપ વિરોધ પણ કોઈ પ્રાણીમાં દેખાય છે માટે પ્રાણીમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ છે. આ કથન પણ બરાબર નથી. વાદી :- તે વધ્યઘાતકલક્ષણ વિરોધ એક કાળના વિષય એવા તે બેનો બને છે. અર્થાત્ વધ્ય અને ઘાતક એક કાળમાં હોય તો એ બેનો વધ્યઘાતક લક્ષણ વિરોધ છે. પ્રતિવાદી :- તે પણ યુક્ત નથી, કેમ કે અસહઅવસ્થાનલક્ષણ વિરોધમાં પણ જે કાળે શ્યામતા ચાલી જાય છે અને પીળાશ પેદા થાય છે ત્યારે નાશ અને ઉત્પત્તિનો એક કાળ છે. માટે અસહઅવસ્થાન એ શબ્દનો અર્થ પણ સંગત થતો નથી માટે વિરોધ નથી જ નથી. આ રીતે આપણે વિરોધ શબ્દના અર્થની વિચારણા પહેલા પક્ષને આશ્રયીને કરી અને તે સાથે ‘જે બે કોઈ પણ વખત' એકત્ર જોયા નથી' આવો અર્થ કરે તો તે પણ યુક્ત નથી તે સિદ્ધ કરી પહેલા પક્ષનું નિરસન કર્યું. હવે વિરોધ શબ્દના બીજા પક્ષની વિચારણા શરૂ કરીએ છીએ. બીજો પક્ષ અસંગત છે. વાદીને પૂછીએ છીએ કે જો તું વિરોધ શબ્દનો બીજો અર્થ એટલે કે ‘કાલાંતરમાં રહેનાર હોય એવી બે વસ્તુઓ દેખેલી છે. એમાંથી એક વસ્તુનું અનવસ્થાન અથવા બંનેનું અનવસ્થાન અર્થાત્ જે બે કાલાંતરે એકત્ર રહેલા હોય, પછીથી એ બેમાંથી એકનો વિનાશ થયો અથવા બંનેનો વિનાશ થયો' આવો અર્થ કરે તો તે બીજો પક્ષ પણ અસંગત છે. કેમ કે કાલાંતરમાં રહેનારાનો એક સ્થળમાં કોઈ વિરોધ હોઈ શકતો નથી. -- વાદી :- કિંચિત્ કાળમાં રહીને પછી ઉત્તરકાળમાં અવસ્થાન નહીં હોવાથી વિરોધ છે. આ કથન ઉપેક્ષ્ય છે. સ્યાદ્વાદી :- આમ કહો તો જે બે વિરોધીની ઉત્તર કાળમાં અવસ્થિતિ દેખાય છે તેનો અવિરોધ થશે. એટલે તમારા કહેવા મુજબ કોઈ પણ બે વિરોધી પદાર્થ હશે પરંતુ જો Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તત્ત્વાર્થ સૂત્ર ઉત્તરકાળમાં તે રહેશે તો તેનો વિરોધ નહીં થાય માટે આ રીતે તો કોઈ પણ સ્ત્રી, પુરુષ, બળદ આદિ કોઈનો પણ (કોઈ પણ વિરોધીનો વિરોધ નહીં રહે. બધાનો અવિરોધ રહેશે. માટે આ કથન ઉપેક્ષા કરવા યોગ્ય છે. આ રીતે બીજો પક્ષ તો તદ્દન ઉપેક્ષ્ય જ છે. હવે બીજી રીતે વિરોધની આશંકા કરી તેનું નિરાકરણ કરીએ છીએ. વળી સત્ કે અસત્નો કે નિત્યાનિત્યનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવરૂપ વિરોધ પાસ હોઈ શકતો નથી. કેમ કે એક કાળમાં એક આત્મદ્રવ્ય(આત્મા)માં જ ધર્મ અને અધર્મ એટલે પુણ્ય અને પાપ બંને હોય છે. તેમાં એકનો પ્રધાન ભાવ અને બીજાનો ગૌણભાવ હોય છે. આમ પ્રધાન અને ગૌણભાવ માનવામાં આવે તો એક કાળમાં એક દ્રવ્યમાં બંને હોઈ શકે છે. એમાં વિરોધ કેવો ? અર્થાત્ વિરોધ છે જ નહિ. એક કાળમાં ધર્માધર્મ ફળ આપી શકતા નથી માટે પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ છે.. પૂર્વપક્ષ વાદી - હવે જો તું એમ માને કે એક કાળમાં ધર્માધર્મ ફળ આપી શક્તા નથી. ધર્મના ફળને અધર્મનું ફળ રોકે છે અને અધર્મના ફળને ધર્મનું ફળ રોકે છે માટે એ બેનો પ્રતિબધ્યપ્રતિબંધક ભાવવિરોધ છે, પણ પ્રધાનગૌણભાવ નથી. કેમ કે જયારે એકનો પ્રધાનભાવ હોય છે ત્યારે તે જ એકનો ગૌણભાવ નથી હોતો. જયારે જેની પ્રધાનતા છે ત્યારે તેની ગૌણતા નથી હોતી. વળી પ્રધાનતા અને ગૌણતા ફલપ્રદાનમાં તત્પરતા અને અતત્પરતાથી છે. ઉદ્દભૂત વિપાકની અવસ્થાથી પ્રધાનતા છે અને અનુભૂત વિપાકની અવસ્થાયી ગૌણતા છે. અર્થાતુ જે કર્મની ઉદ્દભૂત પ્રકટિત વિપાક અવસ્થા હોય છે, જે કર્મનો જે વખતે વિપાક (અનુભવ) થઈ રહ્યો હોય છે ત્યારે તેની પ્રધાનતા કહેવાય છે, અને જે કર્મની અનુભૂત વિપાક અવસ્થા હોય છે અર્થાત્ કર્મનો વિપાકોદય શરૂ થયો નથી ત્યારે તે કર્મની ગૌણતા કહેવાય છે. આવી રીતે ઉદ્ભૂત અવસ્થાથી પ્રધાનભાવ અને અનુભૂત અવસ્થાથી ગૌણભાવ છે. એક કાળમાં ધર્માથર્મના ફળનો વિરોધ નથી. સ્યાદ્વાદી - જો વાદી આવું માને તો તે પણ બરાબર નથી. કેમ કે જૈન શાસનમાં એક કાળે એક આત્મામાં ધર્મ અને અધર્મના ફળનો ઉપભોગ સ્વીકાર્ય છે. એક આત્મા એક સમયે– એકીસાથે ધર્મ અને અધર્મ બંનેનું ફળ ભોગવે છે. આવું જૈન શાસન માને છે. ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ. ધર્મ એ પુણ્યરૂપ છે, અધર્મ એ પાપરૂપ છે. પુણ્ય અને પાપ બંને પુદ્ગલરૂપ-પુદ્ગલાત્મક છે, અને પુદ્ગલો જ્ઞાનાવરણાદિરૂપે પરિણામ પામેલાં છે. આ જ્ઞાનાવરણાદિરૂપે પરિણામ પામેલાં પુગલો કર્મ કહેવાય છે. આ કર્મના ૧૨૪ ઉત્તરભેદો છે. તેમાં ૮૨ ભેદ પાપકર્મના છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૩૭૭ પાપ, અપુણ્ય, અધર્મ આ બધા તેના પર્યાયવાચી શબ્દો છે, અને પુણ્યના ૪૨ ભેદ છે. પુણ્ય, ધર્મ આ એકાર્થક શબ્દો છે. તેમાંથી કેટલીક પુણ્યપ્રકૃતિઓ અને કેટલીક પાપપ્રકૃતિઓ અર્થાત્ કેટલાંક પુણ્યકર્મ અને કેટલાંક પાપકર્મોનો એકીસાથે વિપાક સ્વીકારીએ છીએ તો પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવરૂપ વિરોધ આવે જ કેવી રીતે ? માટે ધર્મ, અધર્મનો ફળથી પણ વિરોધ નથી. કર્મમાં પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવનો અપવાદિક દાખલો... આમ હોવા છતાં પણ કોઈ એવાં કર્મ છે કે જેનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ છે પણ છતાં કર્મનો સહઅવસ્થાનવિરોધ નથી. દા. ત. જેમ મનુષ્ય આયુષ્યનો વિપાકોદય હોય છે. ત્યારે દેવના આયુષ્યનો વિપાકોદય હોઈ શકતો નથી. આમ એક વખતે એક આત્મામાં મનુષ્યનું આયુષ્ય અને દેવનું આયુષ્ય બંનેનો વિપાકોદય નથી હોતો. જોકે એક કાળે એકત્ર વિપાકોદયનો અભાવ છે. તેમાં (ત્યાં) પણ કર્મનું સહ અવસ્થાન તો અનિષ્ટ નથી. કેમ કે એક કાળે એક જ આત્મામાં દેવાયુષ અને મનુષ્યાયુષ્ય હોઈ શકે છે. સજાતીય બે વિપાક પર્યાયનું અસહ અવસ્થાન છે.... કર્મનું સહ અવસ્થાન તો અનિષ્ટ નથી. તો શું અનિષ્ટ છે ? બે વિપાક પર્યાયોનું સહ અવસ્થાન અનિષ્ટ છે. કેમ કે જ્યારે મનુષ્યના આયુષ્યનો વિપાકોદય હોય છે ત્યારે તેની સાથે દેવના આયુષ્યનો વિપાકોદય હોતો નથી. આ રીતે સજાતીય બે વિપાક પર્યાયનું અસહ અવસ્થાન છે. આનો અસહ અવસ્થાન લક્ષણ વિરોધ જ હોઈ શકે છે. જોકે અમારે જૈનોને ત્યાં વિગમ અને ઉત્પાદ એકકાલીન હોવાથી બંનેનું સહ અવસ્થાન પણ બની શકે છે. મતલબ કાળે મનુષ્યના આયુષ્યનો વિગમ છે તે જ કાળે દેવાયુનો સ્વીકાર થાય છે. આમ વિગમ અને પ્રતિપત્તિ(ઉત્પાદ)ને લઈને જૈનોને ત્યાં સહ અવસ્થાન પણ બતાવી શકાય છે. હવે આપણે અભ્યપગમવાદથી જવાબ આપીએ છીએ. પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવરૂપ વિરોધ સ્વીકારાય તો પણ દોષ નથી. જો પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવવિરોધ છે એમ સ્વીકાર કરીએ તો પણ પ્રસ્તુત વસ્તુમાં કોઈ દોષ નથી. દ્રવ્ય અને પર્યાયમાં કોઈનો ગુણ-પ્રધાન ભાવ ઇષ્ટ જ છે. દ્રવ્ય અને પર્યાય આ બેમાંથી એકનો પ્રધાન ભાવ છે અને એકનો ગૌણ ભાવ છે. કોઈ વખતે દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે પર્યાયની વિવક્ષા નથી અને પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે દ્રવ્યની વિવક્ષા નથી. ઉભય તો સંભવે છે. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય બંને સાથે તો હોય જ છે. ૧. “દ્રવ્ય પર્યાવિયુń, પર્યાયા દ્રવ્યનગિતાઃ । क्व कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा ॥" Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તત્ત્વાર્થ સૂત્ર તું પણ પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ એક કાળે સ્વીકારશે તો વિરોધ શાનો? હે વાદી ! તું પણ એક કાળમાં જ પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સ્વીકારે છે. જો એક કાળમાં ન મનાય તો તો પ્રતિબંધ (પ્રતિબંધક) બની શકે જ નહીં. અર્થાત્ પ્રતિબધ્ધ જે કાર્ય તેનો અનુત્પાદ થઈ શકે જ નહિ. માટે કોઈ વિરોધ જેવી ચીજ નથી. જ્યારે પ્રતિબદ્ધ અને પ્રતિબંધક બંને એક કાળમાં સાથે રહ્યા પછી તે બંનેનો વિરોધ શાનો ? બોલવા માત્ર જ છે. ધર્મકીર્તિએ કરેલ પૂર્વપક્ષ.... હવે આપણે ધર્મકીર્તિને સંમત વિરોધ છે તેના ખંડન માટે શરૂઆત કરીએ છીએ. તે પહેલા ભિક્ષુવર ધર્મકીર્તિએ પણ ‘પ્રમાણવિનિશ્ચય' આદિ ગ્રંથમાં જે સત્ અને અસત્નો અને નિત્ય અને અનિત્યનો પરસ્પર વિરોધ બતાવ્યો છે તે વિરોધ કેવી રીતે છે ? કેવી રીતે બની શકે? તે વિચારીએ છીએ. સંપૂર્ણ કારણ સામગ્રીવાળું કાર્ય થઈ રહ્યું હોય તો બીજા કાર્યરૂપે એ કાર્ય થતું નથી. ત્યાં વિરોધની પ્રાપ્તિ થાય છે. દા. ત. જેમ અવિકલ કારણવાળો શીત સ્પર્શ વિદ્યમાન છે. એટલે તેનો અન્યભાવ ઉષ્ણ સ્પર્શ તેનો અભાવ હોય છે. માટે શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો વિરોધ છે. આ રીતે શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો અસહ અવસ્થાનરૂપ વિરોધ છે. અથવા એકબીજાના પરિહારપૂર્વક રહેવારૂપ વિરોધ છે. દા. ત. જેમ નિત્યાનિત્ય નિત્યત્વને છોડીને અનિત્યત્વ રહે છે અને અનિત્યત્વને છોડીને નિત્યત્વ રહે છે. આ રીતે એકબીજાના ત્યાગપૂર્વક પરિહારસ્થિતિલક્ષણવિરોધ છે. અન્યોન્ય પરિહારસ્થિતિલક્ષણ વિરોધની વ્યાખ્યા... અન્યોન્ય = પરસ્પર, પરિહાર = હટાવવું, દૂર કરવું. સ્થિતિ = રહેવું. પરસ્પર હટાવવાપૂર્વક જે રહેવું અર્થાત એકબીજાને દૂર કરીને રહેવારૂપ વિરોધ તે અન્યોન્યપરિહારલક્ષણવિરોધ છે. અન્યોન્યઅભાવરૂપ આ વિરોધ છે. આ રીતે પરસ્પર પરિહારસ્થિતિ વડે વિરોધી નિત્ય અને અનિત્યમાંથી એકનો પરિગ્રહ કરશો તો તે ગ્રહણ બીજાના ત્યાગ વિના બની શકે નહિ. કેમ કે નિત્યત્વ અને અનિયત્વમાંથી ૧. વનિ પ્રતિબધ્ધ છે. ચંદ્રકાંત મણિ પ્રતિબંધક છે. ચંદ્રકાન્ત મણિ અને અગ્નિ બંને એક કાળમાં હોય તો અગ્નિનું દાહરૂપ કાર્ય થતું નથી, અને આગ અને ચન્દ્રકાન્ત ગણિ બંને એક કાળમાં નથી હોતા તે વનિથી દાહ થાય જ છે. કેમ કે તે વખતે પ્રતિબંધક ચંદ્રકાન્ત મણિ નથી. ૨. ન્યાયબિંદુ સૂત્ર-૭૫ ૩. ન્યાયબિંદુ સૂત્ર-૭૭ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ એકનું ગ્રહણ કરશો તો બીજાનો ત્યાગ અવશ્યમેવ સ્વીકારવો જ પડે. એવી રીતે એકનો ત્યાગ પણ અપરના ગ્રહણ વિના થઈ શકતો નથી. એક ત્યાગ = અનિત્યનો ત્યાગ, એ અપર જે નિત્ય છે તેની સાથે વ્યાપ્ત છે. અર્થાત્ જ્યાં નિત્ય હોય છે ત્યાં અનિત્યનો અભાવ હોય છે. તે જ પ્રમાણે ભાવ અને અભાવનો એકત્ર અભાવ છે. અર્થાત્ ભાવ અને અભાવ બંને એક જગ્યાએ રહી શકતા નથી. અભાવ ભાવને છોડીને રહે છે અને ભાવ અભાવને છોડીને રહે છે. આ પ૨સ્પ૨પરિહારસ્થિતિલક્ષણ સામયિક પ્રતિયોગી વ્યવચ્છેદરૂપ વિરોધ અસહ અવસ્થાનનો જ ભેદ છે. પ્રતિયોગી એટલે વિરોધી, એનો વ્યવચ્છેદ એટલે અભાવ. નિત્યત્વનો અભાવ એ અનિત્યત્વ, અનિત્યત્વનો અભાવ એ નિત્યત્વ. આ પ્રતિયોગી વ્યવચ્છેદરૂપ પરસ્પરપરિહારસ્થિતિલક્ષણવિરોધ છે. તે કેવો છે ? સામયિક છે. સમયમાં (ક્ષણમાં) થનારો છે અને અસહ અવસ્થાનનો જ ભેદ (પ્રકાર) છે. પ્રતિયોગી વ્યવચ્છેદ સામયિક છે તે કેવી રીતે છે ? જ્યારે જ્યાં પ્રતિયોગી હોય છે ત્યારે ત્યાં તેનો અભાવ હોતો નથી અને જ્યારે જ્યાં અભાવ હોય છે ત્યારે ત્યાં તપ્રતિયોગી—એનો પ્રતિયોગી હોતો નથી. આમ આ રીતે અસહઅવસ્થાનનો જ પરિહાર સ્થિતિરૂપ વિરોધ છે. એટલે નિત્યાનિત્યનો પરસ્પર પરિહાર સ્થિતિરૂપ જે વિરોધ છે તે અસહઅવસ્થાનનો જ છે. જ્યારે પૂર્વવર્તી પહેલો જે અસહઅવસ્થાનવિરોધ દશ્ય (દેખાતા) અને નિષ્પન્ન (સિદ્ધ) શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો, છાયા અને આતપનો, પ્રકાશ અને અંધકારનો બંનેનો એક જગાએ અભાવ હોવાથી અનુપલબ્ધિરૂપ છે. એટલે અનુપલબ્ધિલક્ષણ અસહઅવસ્થાન વિરોધ છે. અર્થાત્ પૂર્વનો અનુપલબ્ધિરૂપ વિરોધ છે જ્યારે આ પરસ્પર પરિહારરૂપ વિરોધ એકબીજાના ત્યાગરૂપ છે. પૂર્વ વિરોધમાં સહઅવસ્થાન હોતું જ નથી, બંનેનાં અધિકરણ જુદાં જુદાં છે. જ્યારે બીજા વિરોધમાં અર્થાત્ નિત્ય અને અનિત્યમાં અનિત્યનો આધાર છે પણ નિત્ય કલ્પિત છે એટલે તેનો આધાર નથી તેથી એક અનિત્યનું જ અધિકરણ થયું. આટલો આ બેમાં વિશેષ છે. આ રીતે ધર્મકીર્તિએ પ્રમાણવિનિશ્ચય આદિમાં સત્-અસત્ અને નિત્યાનિત્યના વિરોધનું પ્રતિપાદન કર્યું. ૧. સમયે થના૨, સમયને યોગ્ય, નિયમિત અને નિયમબદ્ધ....શબ્દરત્નમહોદધિ પૃ. ૨૦૫૦. ૨. ન્યાયબિંદુ સૂત્ર-૭૭ ये परस्पर परिहारस्थितिरूपाः सर्वे ते अनेन निषिद्धेकत्वा इति सत्यपि च अस्मिन् विरोधे सहावस्थानं स्यादपि ..... Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તત્ત્વાર્થ સૂત્ર ધર્મકીર્તિએ કલ્પેલ વિરોધ અયુક્ત છે. અહીં “તાર્કિક અપશબ્દ (તાર્કિકાભાસ) અતાર્કિક એવા ધર્મકીર્તિએ કંઈ જ અધિક કહ્યું નથી.” આ કથનથી એ ભાવ નીકળે છે કે અસહઅવસ્થાનલક્ષણ વિરોધના ખંડનનો પ્રકાર પહેલા અમે જે કહ્યો છે તે અકાટ્ય જ રહ્યો છે.. અને “જે પણ કહ્યું છે તે સુંદર નથી કહ્યું... આ કથન અને ધર્મકીર્તિનો બે પ્રકારના વિરોધની સ્થાપનાનો પ્રકાર પણ શોભનિક નથી એ વાત બતાવે છે કે – કારણ કે અસહઅવસ્થાનલક્ષણ જ વિરોધ છે. તેના જ બે પ્રકાર કહ્યા છે અને અસહઅવસ્થાનલક્ષણવિરોધ એ જે નામ છે તે જ તેનું લક્ષણ છે. સાથે અવસ્થાન (રહેવાપણું) ન હોય” એ લક્ષણ જે વિરોધનું છે તે અસહઅવસ્થાનવિરોધ છે. આ અર્થ વડે જ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શની જેમ નિત્ય અને અનિત્યના વિરોધનો પણ સંગ્રહ થઈ જતો હોવાથી બે પ્રકારે વિરોધની કલ્પનાનું કોઈ પ્રયોજન નથી. મતલબ કે નિત્યાનિત્ય તો એકસાથે રહેતા નથી એટલે એને અન્યોન્યપરિહારલક્ષણ વિરોધ કહેવો પડ્યો. આમ ભેદથી વર્ણન કરવું પડ્યું તેમાં કોઈ પ્રયોજન રહેતું નથી કેમ કે અસહઅવસ્થાનલક્ષણનો જે અર્થ કર્યો તેનાથી નિત્યાનિત્યનો પણ સંગ્રહ થઈ જાય છે. માટે અસહઅવસ્થાનલક્ષણ વિરોધની બે પ્રકારે કલ્પનાની જરૂર નથી. અને વિના પ્રયોજન ભેદથી (પરસ્પર પરિહાર સ્થિતિ લક્ષણથી) અભિધાન કરતો હોવાથી પોતાની દુર્વિદગ્ધતા જ અવશેષ રહે છે. અર્થાત્ મૂર્ખતા જ પ્રગટ કરી છે. અહીં શંકા થઈ શકે છે કે– દશ્ય અને પરિનિષ્પન્ન એવા શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્ધાદિનો પ્રાચ્ય-પૂર્વનો સહ અનવસ્થાનરૂપ વિરોધ છે અને પરિકલ્પિતરૂપ નિત્ય અને અનિત્યમાં ઇતર બીજો અન્યોન્ય પરિહારસ્થિતિલક્ષણરૂપ વિરોધ છે. આ સ્વલક્ષણવિષય અને સામાન્ય લક્ષણરૂપ વિષયને લઈને વિરોધનો ભેદ બતાવ્યો છે. અર્થાત્ બે વિરોધ જુદા બતાવ્યા છે. મતલબ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શ વગેરે સ્વલક્ષણનો વિષય છે, અને નિત્યત્વ-અનિત્યત્વ એ સામાન્ય લક્ષણનો વિષય છે. માટે અસહ અવસ્થાન એ સ્વલક્ષણનો અને અન્યોન્યપરિહારસ્થિતિલક્ષણવિરોધ એ સામાન્ય લક્ષણનો વિષય હોવાથી બે ભેદ પાડ્યા છે. ૧. નિત્ય કહ્યા પછી અનિત્યતાનો પરિહાર કરવો આવશ્યક છે. જેમ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો વિરોધ હોવાથી એકનો પરિહાર કરવો આવશ્યક છે તેમ નિત્યાનિત્યનો વિરોધ હોવાથી નિત્ય કહેવામાં આવે તો અનિત્યનો પરિહાર આવશ્યક છે. તત્ત્વથી તો અવયવભેદથી અથવા કાલાદિભેદથી કોઈ ઠેકાણે વિરોધ નથી. છે તેમ નિત્યાનિતનો વિરોધ હોવાથી અને Page #390 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૩૮૧ જો આ રીતે સમર્થન કરાય તો તે પણ અસંગત છે. કેમ કે સ્વલક્ષણભેદના અનંત ભેદ થાય છે. જેટલી વ્યક્તિ છે તેટલા સ્વલક્ષણ છે. સ્વ એટલે પોતે અને તેનું લક્ષણ તે સ્વલક્ષણ. આ સ્વલક્ષણનો સામાન્ય શબ્દાર્થ છે. આ રીતે વ્યક્તિ વ્યક્તિનું લક્ષણ તે સ્વલક્ષણ છે. આ સ્વલક્ષણના અનંત ભેદ થાય છે. ઉપર મુજબ જો સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણના વિષયભેદથી વિરોધનો ભેદ બતાવાય તો આ બેમાં એક સ્વલક્ષણનો વિષય અનંત પદાર્થ બની જાય છે તો વિરોધના અનંતા ભેદ કરવા એઈએ. આ રીતે સ્વલક્ષણના વિષયથી ભેદ બતાવાય તો આ આપત્તિ આવે છે. જો સામાન્યલક્ષણના વિષયના ભેદથી વિરોધનોભેદ બતાવાય તો પરિકલ્પિતરૂપ નિત્યાનિત્યત્વાદિ પણ બહુ છે માટે તેના પણ ઘણા ભેદ થવા જોઈએ. આ પ્રમાણે (૧) સ્વલક્ષણના અનંતભેદ હોવાથી અને (૨) સામાન્ય ઘણા હોવાથી બે ભેદ કેવી રીતે થાય ? અર્થાત્ બે ભેદ બની શકે જ નહિ. બૌદ્ધ ધર્મકીર્તિ... સ્વલક્ષણ એ પ્રત્યેક વ્યક્તિમાં ભિન્ન ભિન્ન છે તેથી સ્વલક્ષણોના અનંતા ભેદો થતા હોવા છતાં સ્વલક્ષણરૂપથી અર્થાત્ બધા સ્વલક્ષણમાં રહેલા સામાન્ય ધર્મથી બધાનો સંગ્રહ થઈ જતો હોવાથી સ્વલક્ષણરૂપથી સ્વલક્ષણ એક જ થશે. તથા સામાન્ય લક્ષણ પણ બહુ હોવા છતાં પણ સામાન્યરૂપથી એટલે બધા સામાન્ય લક્ષણનો એક સાધારણ ધર્મને લઈને સામાન્ય લક્ષણોનો સંગ્રહ થઈ જતો હોવાથી સામાન્ય લક્ષણ પણ એક જ થશે. આથી બે જ વિષય થશે : સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણ. આ તો એક એક જ છે. આમ વિષય બે પ્રકારના થાય છે. તેથી વિરોધ પણ બે પ્રકારે થશે. સ્યાદ્વાદી... ઉપર મુજબ કલ્પના કરીને પણ તું નિત્યાનિત્યનો વિરોધ સિદ્ધ કરી શકતો નથી. કેમ કે નિત્યાનિત્ય સ્વલક્ષણ કે સામાન્ય લક્ષણનો વિષય બની શકતા નથી. તે આ પ્રમાણે નિત્યાનિત્ય સ્વલક્ષણ કે સામાન્ય લક્ષણનો વિષય બની શકતા નથી.. “નિત્યતા ભલે પરિકલ્પિત હો...' એટલે કે બૌદ્ધોને ત્યાં ક્ષણિક એકાંતવાદ છે. એટલે ત્યાં કોઈ નિત્ય વસ્તુ છે જ નહિ. માટે નિયત્વ પરિકલ્પિત રહે. પરિકલ્પિત છે એટલે નિત્યત્વ સામાન્યલક્ષણરૂપ બને પણ અનિત્યત્વ તો તારા મતમાં સ્વલક્ષણ છે માટે અનિત્યત્વ વાસ્તવિક છે, કલ્પિતરૂપ નથી. આથી અનિત્યત્વ એ સામાન્ય લક્ષણ બન્યું નહિ. ૧. ન્યાયબિંદુ સૂત્ર-૧૨ વું અસાધારને નક્ષ તત્ત્વ “સ્વત્નક્ષીનું અસાધારણ લક્ષણ २. न्यायबिंदु सूत्र-१६ सामान्येन लक्षणं 'सामान्यलक्षणम्' । साधारणं रूपमित्यर्थः । સમારોથમાં દિ રૂપ સવનસાધારણમ્ તત: સત્ સામાન્યનક્ષણમ્ I સાધારણ લક્ષણ..... Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તત્ત્વાર્થ સૂત્ર આમ નિત્યાનિત્યત્વ આ બેનો વિરોધ સ્વલક્ષણનો લક્ષ્ય બન્યો નહીં કે સામાન્ય લક્ષણનો વિષય પણ બન્યો નહીં. અને તમે વિરોધનો અન્ય પ્રકાર તો બતાવ્યો નથી. એટલે એ બેનો વિરોધ જ નહિ થાય ! “અનિત્યતા એ પરિકલ્પિત નથી, સંસ્કૃત લક્ષણ (સ્વલક્ષણ) છે.”. એમાં આ પ્રમાણ છે–“ઉત્પત્તિ સ્થિતિર્નાડનિત્યતા" કેમ કે ઉત્પત્તિ એ સ્થિતિ છે અને જરા એટલે વિનશ્યત અવસ્થા, વિનાશ અવસ્થા એ અનિત્યતા છે. બૌદ્ધોને ત્યાં ક્ષણિકવાદ છે એટલે પદાર્થ ઉત્પન્ન થતાં એક ક્ષણ રહી વિનાશ પામે છે. એટલે ઉત્પત્તિની જે ક્ષણ છે તે જ ક્ષણ સ્થિતિની છે. એટલે ઉત્પત્તિક્ષણ અને સ્થિતિક્ષણ એ બંને જુદા નથી પણ એક છે માટે ઉત્પત્તિ એ સ્થિતિ છે એમ કહ્યું છે. આ વાતમાં દિગ્ગાગનું પ્રમાણ આ વાતને વિશેષ દઢ કરતું દિગ્ગાગનું પ્રમાણ છે...દિગ્ગાગે પણ નિત્યસમા જાતિના પ્રસંગમાં કહ્યું છે કે“જે પદાર્થ પહેલાં ન હોય અને પછી થતો હોય અથવા થઈને નાશ પામતો હોય તે અનિત્ય છે. દા. ત. જેમ ઘટ પહેલાં હતો નહીં અને પછી થયો તો ઘટ અનિત્ય છે, ઘટ પૂર્વમાં હતો અને પછી નાશ પામતો દેખાય છે તો તે અનિત્ય છે. આમ પદાર્થ બે રીતે અનિત્ય કહેવાય છે. (૧) નથી ને થાય છે, (૨) છે અને નાશ પામે છે. આવી જે અવસ્થા છે તેને (નિત્યને) ભાવ પ્રત્યય લગાડવાથી એટલે કે નિત્યસ્થ ભાવ: નિત્યતા અનિત્યપણું કહેવાય છે. આ રીતે તમારે ત્યાં અનિત્યતા એ સંસ્કૃત લક્ષણ એટલે વાસ્તવિક છે. આ રીતે તમારે ત્યાં નિત્યતા પરિકલ્પિત ભલે રહો, પરંતુ અનિત્યતા તો સંસ્કૃતલક્ષણસ્વલક્ષણ છે. આવી વિચારણાથી તમે જે સામાન્યલક્ષણ રૂ૫ નિત્યાનિત્યનો પરસ્પર પરિહારસ્થિતિ લક્ષણ વિરોધ કહો છો તે પણ બની શકતો નથી, કેમ કે નિત્ય છે નહીં એટલે એ સામાન્ય લક્ષણ બને નહીં અને અનિત્ય સ્વલક્ષણ છે એટલે એ સામાન્ય લક્ષણ બને નહીં. સામાન્યલક્ષણરૂપ નિત્યાનિત્ય છે જ નહીં તો તેનો વિરોધ પણ કેવી રીતે બતાવી શકો ? ૨. સંસ્કIRપ્રાપ્ત સ્વમેવતક્ષાં આ વ્યુત્પત્તિથી સ્વલક્ષણ અર્થ પ્રાપ્ત થયો. બૌદ્ધના મનમાં ધ્વસ એક જુદો પદાર્થ નહીં હોવાથી તેના (ધ્વસના) પ્રતિયોગી રૂપ અનિત્યત્વનો પરિચય આપી શકે નહીં. દા. ત. ધ્વંસનો જે પ્રતિયોગી હોય તે અનિત્ય કહેવાય. કેમ કે “પો ધ્યક્ત “ઘટ નાશ પામ્યો' એનો (ઘટ ધ્વસનો) પ્રતિયોગી “ઘટ' આમ ધ્વસનો પ્રતિયોગી ઘટ થયો માટે ઘટ અનિત્ય છે. આ રીતે બૌદ્ધને ત્યાં અનિત્યનું લક્ષણ નથી. માટે વિનશ્યતુ–વિનાશ પામી રહેલી અવસ્થાને અનિત્ય કહી. અવસ્થા અને અવસ્થાવાનનો અભેદ છે માટે અવસ્થાને અનિત્ય કહી છે. આ રીતે સામાન્ય લક્ષણવિષય પરસ્પર પરિહાર સ્થિતિ લક્ષણ વિરોધ નથી ઘટતો. તેવી રીતે અસહ અવસ્થાનરૂપ વિરોધ છે તે નિત્યાનિત્યમાં ધર્મકીર્તિએ પણ સ્વીકારેલો નથી માટે તેનું અહીં ખંડન કર્યું નથી. અર્થાપત્તિથી ખંડન થઈ ગયું છે. કેમ કે અનિત્યત્વ સ્વલક્ષણરૂપ હોવા છતાં પણ નિત્યત્વ સ્વલક્ષણરૂપ નથી. વકરેલો તે આ વાત Page #392 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૩૮૩ આ રીતે સામાન્ય લક્ષણનાં વિષયરૂપે નિત્યાનિત્યનો વિરોધ સિદ્ધ થઈ શકતો નથી એટલે વાદી પ્રકારાતરથી વિરોધ બતાવે છે કે વાદી :- “નિત્યાનિત્યનો સ્વલક્ષણ અને સામાન્યલક્ષણરૂપ વિરોધ છે.” સ્યાદ્વાદી :- આ સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણનો વિરોધ પણ નિત્યાનિત્યમાં ઘટી શકતો નથી. કેમ કે સામાન્યલક્ષણનું ઉપાદાન સ્વલક્ષણ છે. અર્થાત્ સામાન્યલક્ષણ સ્વલક્ષણને આશ્રિત છે એટલે કે નિત્યત્વનો કોઈ આધાર છે. આવી કલ્પના કરીએ તો નિત્યત્વ સામાન્યલક્ષણ બને. પણ હે વાદી ! તારા મતમાં કોઈ ચીજ નિત્ય છે જ નહીં તો તેના આધારની કલ્પના ક્યાં ? માટે નિયત્વ સામાન્ય લક્ષણ બની શકે નહીં. આ રીતે પ્રકારાન્તરથી બતાવેલ વિરોધ પણ ઘટી શકતો નથી. અર્થાત તેં જે કહ્યું કે– સ્વલક્ષણનો અને સામાન્ય લક્ષણનો વિરોધ છે તે પણ બની શકતો નથી.” હવે જો તું એમ કહે કે–નિયત્વ-અનિત્યત્વ બંને પરિકલ્પિત છે. આવું નિરૂપણ કરી “પરિકલ્પિત એવા નિત્યાનિત્યમાં વિરોધ છે' આ સિદ્ધ કરવા જાય તો પણ તે બેનો (નિત્યાનિત્યનો) વિરોધ હોઈ શકતો નથી. દા. ત. ખરવિષાણ અને અશ્વવિષાણ. એ બેનો વિરોધ હોઈ શકતો નથી. કેમ કે બંને પરિકલ્પિત છે. અને નિત્યત્વ અને અનિયત્વ બંને પરિકલ્પિત માનવામાં આવે તો પરિકલ્પિત વસ્તુઓમાં વિરોધ હોઈ શકે જ નહીં છતાં હે ભિક્ષુવર ! પરિકલ્પિતમાં તે વિરોધ જોયો તે અદ્ભુત જોયું. (આ એક હાસ્યોક્તિ છે.) - હવે જો તું આ બધી આપત્તિઓથી કરીને એક સ્વલક્ષણવિષય વિરોધ જ રહો એમ કહીશ તો તે પણ બરાબર નથી. કેમ કે સ્વલક્ષણના વિષયવાળો જ વિરોધ રહો. એટલે વિરોધનો એક જ ભેદ રહ્યો. કેમ કે તે જે વિષયભેદ બતાવીને બે ભેદ પાડ્યા હતા (૧) સ્વલક્ષણ, (૨) સામાન્ય લક્ષણ તે વિષયભેદ ન હોવાથી બે ભેદ બની શકે જ નહીં, પણ એક જ વિષય છે “સ્વલક્ષણ' એટલે સ્વલક્ષણ વિષય જ વિરોધ રહ્યો અને એને લઈને જ નિત્યાનિત્યમાં વિરોધની સંગતિ કરવી જોઈએ. આ રીતે તું સ્વલક્ષણવિષય જ વિરોધ રહો એમ કહે છે તો તે પણ બરાબર નથી. આ સ્વલક્ષણવિષય માત્ર જ વિરોધ છે આવું માનવામાં આવે તો પણ બરાબર નથી. કેમ કે આ સ્વલક્ષણ છે, આ સ્વલક્ષણ છે. આમ આટલા માત્રથી વિરોધ ન બની શકે. કારણ કે અવિરુદ્ધ ઉભય સ્વભાવવાળા એક સ્વલક્ષણનો સંભવ છે માટે વિરોધ નથી. આ રીતે આપણે અવિરુદ્ધ ઉભય સ્વભાવવાળા સ્વલક્ષણનો વિરોધ પણ બની શકતો નથી એમ બતાવ્યું એટલે તે બંધુભાવે પૂછે છે કે પ્રશ્ન :- વિરુદ્ધ સ્વભાવવાળા બે સ્વલક્ષણનો વિરોધ તો બની શકે ને ? ઉત્તર :- તેના આ પ્રશ્નનો ઉત્તર આપતા આપણે કહીએ છીએ કે ભાઈ ! દ્રવ્યોના જે પર્યાયો છે તે જ સ્વલક્ષણ છે અને તે સ્વલક્ષણો વિભિન્ન સ્વભાવવાળા હોય તો પણ તેનો વિરોધ બની શકતો નથી. તે કેવી રીતે છે તે વિસ્તારથી સમજાવીએ છીએ. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ તત્ત્વાર્થ સૂત્ર દ્રવ્યોના બે પ્રકારના પર્યાયો છે. (૧) ક્રમભાવી (૨) સહભાવી. ક્રમભાવી પર્યાયો અયુગપદ્ અવસ્થાયી છે. સહભાવી પર્યાયો યુગપદ્ અવસ્થાયી છે. આ બંને પ્રકારના પર્યાયો સૂક્ષ્મ છે, સ્થૂલ છે, સાધ્ય છે, સાધન છે, વ્યાપારવાળા છે અને વ્યાપાર વિનાના (વ્યાકૃત-અવ્યાકૃત) છે. દા. ત. સહભાવી પર્યાયો - જેમ ઘટમાં સત્ત્વ, દ્રવ્યત્વ, મૂર્તત્વ, અચેતનત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, સંસ્થાન આદિ પર્યાયો. આ પર્યાયો સહભાવી છે. યુગ૫૬ અવસ્થાયી છે, સ્કૂલ અને સૂક્ષ્મ છે. સાધન અને સાધ્ય છે, કાર્યવશાત્ પાણી વગેરે લાવવા માટે વ્યાપારવાળા હોય છે. ક્રમભાવી પર્યાયો :- માટીના-માટીનો પિંડ, શિવક, સ્થાસક, કોશક, કુશૂલ, ઘટ, કપાલ, શકલ, શર્કરા, પાંશુ, ત્રુટિ, પરમાણુઓ આ બધા ક્રમથી થનારા (ક્રમભાવી) પર્યાયો છે. આ બધા માટીના ક્રમભાવી પર્યાયો છે. કેમ કે માટી આદિ સામાન્ય સિવાય પિંડાદિ ધર્મો (પર્યાયો) હોઈ શકતા નથી. દા. ત. જેમ ઋજુતા અને કુટિલતાનો અંગુલીના ભેદથી સંભવ નથી. અર્થાત્ આંગળી સીધી છે અને વાંકી છે. આમાં ઋજુ અને કુટિલતાથી આંગળી જુદી હોય તો ઋજુતા ને વક્રતા બની શકે નહિ. ઋજુતા અને કુટિલતાનો અંગુલીના ભેદથી સંભવ નથી. કારણ કે તે જ આ અંગુલી સ્વધર્મોને ઋજુત્વ અને કુટિલત્વ ધર્મોને પરંપરાથી જ પ્રાપ્ત થયેલી વૃત્તિવાળી ક્રમથી આવિર્ભત કરે છે. આંગળીમાં વક્રતા આદિ પર્યાયો એક પછી એક ક્રમથી જ થાય છે. એટલે વક્રતા આદિ પર્યાયો ક્રમભાવી પર્યાયો છે. આ વાતના સમર્થન માટે પ્રમાણ–મયૂરના ઈંડાના રસમાં રહેલા મયૂરના બધા પર્યાયો છે તે બધા ઉપારૂઢ સ્વરૂપાખ્યા છે. એટલે કે એ રસમાં મોરનો આકાર, વિચિત્રરૂપ, અને ચંદ્રકવાળી પાંખો આદિ સ્વરૂપ રહેલું જ છે. આ બધા પર્યાયો ક્રમથી આવિર્ભત થાય છે. પહેલા તો પ્રવાહી હોય છે પછી પરંપરાથી જુદા જુદા પર્યાયો-સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને મયૂર આ નામને પ્રાપ્ત કરે છે... તેવી રીતે માટીમાં પિંડ વગેરે પર્યાયો ક્રમથી આવિર્ભત થાય છે. આ જ બધા મૃતપિંડ આદિ પર્યાયો અસહઅવસ્થાયી છે. અપેક્ષાએ સ્કૂલ અને સૂક્ષ્મ, અપેક્ષાએ નિરત્યાનિત્યાદિ એટલે અપેક્ષાએ નિત્ય છે અને અનિત્ય છે, અપેક્ષાએ સાધ્ય છે અને સાધન છે અને અપેક્ષાએ પાણી વાદી લાવવામાં વ્યાપાર રહિત છે. ૧. આદિ પદથી સત્ત્વ, મૂર્તતા આદિ સામાન્યનો સંગ્રહ કરી લેવો. ૨. મૃતપિડ આદિ પર્યાયોમાં જે અનુવૃત્તિવાળા પર્યાયો છે તે નિત્ય છે અને જે પર્યાયો અન્ય અન્યરૂપે થાય છે તે પર્યાયો અનિત્ય કહેવાય છે. ૩. આદિ પદથી સત્ અસત્, ભિન્ન-અભિન્ન આદિનો સંગ્રહ કરી લેવો. Page #394 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૮૫ તો આ બધા સહાવસ્થાયી અને અસહાવસ્થાયી પર્યાયોનો વિરોધ જ ક્યાંથી હોઈ શકે ? કેમ કે ઉપર બતાવ્યું તેમ સહાવસ્થાયી અને અસહાવસ્થાયી પર્યાયો એક દ્રવ્યમાં રહે છે. દા. ત. જેમ સતાવસ્થાયી રૂપાદિ પણ માટીરૂપ એક દ્રવ્યમાં રહે છે અને અસહાવસ્થાયી શિવકાદિ પર્યાયો પણ માટીમાં રહે છે એટલે એકબીજાનો કોઈ વિરોધ નથી. આ રીતે આપણે સ્વલક્ષણનો અવિરોધ બતાવ્યો. ત્યારે વાદી કહે છે કેવાદી - વિરોધ ભલે ન રહે પણ સહઅનવસ્થાન તો રહેશે. સ્યાદ્વાદી - આ તારી વાત બરાબર નથી. (કેમ કે ક્રમભાવી અને સહભાવી પર્યાયોનો ઉત્પાદ અને અવસ્થાન સાથે જ દેખાય છે. એક જ ઘટમાં રૂપાદિ સહભાવી પર્યાયોનું અવસ્થાન છે અને કપાલાદિ પર્યાયોનો ઉત્પાદ છે. આમ ક્રમભાવી અને સહભાવી પર્યાયોનું સાથે જ દર્શન છે. આ કાળથી અવિરોધ બતાવ્યો.) કેમ કે જે પર્યાય એક અપેક્ષાએ સ્થૂલ છે તે પર્યાય બીજી અપેક્ષાએ સૂક્ષ્મ છે. એટલે એક જ કાળમાં એ જ પર્યાય શૂલપણે પણ ઉત્પન્ન થયો અને સૂક્ષ્મપણે પણ ઉત્પન્ન થયો. એવી રીતે સ્થૂલપણે જે પર્યાય રહેલો છે તે સૂક્ષ્મપણે પણ રહેલો છે. આમ ઉત્પાદ અને અવસ્થાન સાથે બતાવ્યું એટલે એક જ કાળમાં રહ્યા. - હવે એવી જ રીતે એક દેશમાં સહ અવસ્થાન સિદ્ધ છે. કારણ કે એક દ્રવ્યમાં રહેતા હોવાથી.' આ બંને પ્રકારના પર્યાયો “એક જ દ્રવ્યમાં રહે છે તેથી'.... આ હેતુ દ્વારા દેશથી પર્યાયોનું સહઅવસ્થાન છે એ સિદ્ધ થાય છે. એક જ ઘટાદિ દ્રવ્યમાં બંને પ્રકારના પર્યાયો છે. આમ એક દ્રવ્યમાં બંને પ્રકારના પર્યાયો રહેલા છે, કાળથી પણ એક સાથે રહેલા છે. માટે સહઅનવસ્થાનરૂપ વિરોધ પણ નથી. શંકા - જુદી જુદી ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા જુદા જુદા અધિકરણવાળા રૂપ, રસાદિની એકદેશતા નથી. એટલે રૂપ, રસાદિનું સહઅનવસ્થાન છે. સમાધાન :- દ્રવ્ય જ ચક્ષુ આદિના ગ્રહણ(જ્ઞાન)ના અપદેશ (વિષય) વિશેષથી રૂપાદિનો વ્યપદેશ પામે છે. એટલે કે એક જ દ્રવ્યચક્ષુઇન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે રૂપ શબ્દથી કહેવાય છે, સ્પર્શેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે સ્પર્શ શબ્દથી કહેવાય છે, ધ્રાણેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે ગંધ કહેવાય છે, રસનેન્દ્રિયથી જ ગ્રહણ કરાતું હોય ત્યારે તે રસ કહેવાય છે. મતલબ-ચક્ષુથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ રૂપાદિ તરીકે વ્યવહાર પામે છે, રસનાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ રસાદિ તરીકે વ્યવહાર પામે છે, નાસિકાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ ગંધ તરીકે વ્યવહાર પામે છે, સ્પર્શનાથી ગ્રહણવિશેષથી દ્રવ્ય જ સ્પર્શ તરીકે વ્યવહાર પામે છે. ક્રમભાવી અને અસહાવસ્થાયી એવા ઘણા પર્યાયો છે કે જે સાથે રહી શકતા નથી. જેમ શિવક અને સ્થાસક વગેરે. જ્યારે મુસ્પિડ પર્યાય છે ત્યારે શિવક પર્યાય નથી, જ્યારે શિવક પર્યાય છે ત્યારે મૃત પિંડ પર્યાય નથી. તો પર્યાયોનો સહ અનવસ્થાનરૂપ વિરોધ બની શકે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે એક જ દ્રવ્ય તે તે અપેક્ષાએ રૂપાદિના વ્યપદેશને પામે છે એટલે સહઅનવસ્થાન રહ્યું જ નહિ. પરંતુ રૂપ, રસાદિની એકદેશતા જ છે. શંકા - અપેક્ષાભેદથી એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્વભાવવાળાઓનો સમાવેશ જોવાતો નથી તો તમારું આ કથન કેવી રીતે સ્વીકારાય ? | સમાધાન :- અપેક્ષાભેદથી એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્વભાવવાળાઓનો સમાવેશ જોવાય છે. દા. ત. જેમ એક જ પુરુષ પિતા, પુત્ર, આદિ તરીકે વ્યપદેશ પામે છે. એ જ પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે, અને એ જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તેવી રીતે દ્રવ્ય જ રૂપાદિ તરીકે કહેવાય છે. એટલે એક જ વસ્તુમાં દ્રવ્યમાં વિરુદ્ધ સ્વભાવવાળો સમાવેશ થાય છે. રૂપાદિ સમુદાયવાદી તરફથી શંકા... “રૂપાદિ એ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સમુદાયરૂપ છે, પણ દ્રવ્ય નથી...” આવું સ્વીકારવું જોઈએ. એટલે દ્રવ્ય જેવી કોઈ વસ્તુ જ ન રહી તો “એક દ્રવ્યમાં ઉત્પાદ અને સ્થિતિનું સાથે દર્શન જ'... આ વાત રહી નહિ. એટલે સહ અનવસ્થાન (અસહાવસ્થાન) વિરોધ રહો. આ પ્રશ્ન તો ઊભો જ રહ્યો. આ વાત તો કાયમ રહી. સમાધાન - રૂપાદિ રૂપાદિનો સમુદાય જ છે આવું મનાય તો (૧) ઇન્દ્રિયાન્તર વૈયર્થ, (૨) સંકર આદિ દોષનો પ્રસંગ આવશે. (૧) બીજી ઇન્દ્રિયોની વ્યર્થતા.. રૂપાદિનો સમુદાય એકરૂપ છે આવું મનાય તો ચક્ષુથી રૂપનું ગ્રહણ થાય છે તેમ રસનું પણ ગ્રહણ થવું જોઈએ, નહીં તો રસાદિ યુક્ત સમુદાયનું ગ્રહણ નહિ થાય. માટે એક જ ચક્ષુ ઈન્દ્રિયથી રૂપાદિનું રૂપ, રસ, ગંધ, સ્પર્શનું) ગ્રહણ થઈ જશે અને તેથી એક જ ઇન્દ્રિયથી બધું કાર્ય થઈ જશે માટે બીજી રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયો વ્યર્થ થશે. બીજી ઇન્દ્રિયો નિરર્થક થશે. (૨) સંકર ચક્ષુથી ગ્રાહ્ય હોય તે રૂપ કહેવાય. જ્યારે રૂપાદિ સમુદાય એક રૂપ છે આવું માનતા હોવાથી રસ પણ ચક્ષુથી ગ્રાહ્ય થશે એટલે રસ પણ રૂપ કહેવાશે. તેવી રીતે રસનેન્દ્રિયથી ગ્રાહ્ય હોય તે રસ કહેવાય. તો રૂપ પણ રસ કહેવાશે. આમ સંકીર્ણતા થઈ જશે. આ રીતે રૂપાદિ સમુદાયરૂપ જ રૂપાદિ છે આવું માનીએ તો ઇન્દ્રિયની વ્યર્થતા અને શંકર આદિ દોષ આવે છે. માટે રૂપાદિ સમુદાયાત્મક રૂપાદિ માની શકાય નહિ. રૂપાદિ સમુદાયરૂપ માનવામાં આવે તો દોષ આવતા હોવાથી રૂપાદિ સમુદાયાત્મક સ્વીકારી શકાય નહીં. વાદી - તો અમે રૂપાદિનો અભાવ માનીશું. રૂપાદિ છે જ નહીં આવું સ્વીકારશું. ૧. આદિ પદથી માતુલત્વ, ભાગિનેયત્વ આદિ ગ્રહણ કરાય. Page #396 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૩૮૭ પ્રતિવાદી :- જો રૂપાદિનો અભાવ માનશો તો બીજા બે દોષ આવશે. (૧) પ્રમાણનો અભાવ, (૨) પ્રસિદ્ધિનો વિરોધ... (૧) પ્રમાણનો અભાવ. રૂપાદિ છે આવી પ્રતીતિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી રૂપાદિ સિદ્ધ છે. તેનો નિષેધ કરો છો એટલે પ્રમાણનો અભાવ થશે. (૨) પ્રસિદ્ધિ વિરોધ.. આ રૂપ છે, આ રસ છે. આવી રૂપની રૂપ તરીકે, રસની રસ તરીકે પ્રસિદ્ધિ છે. આ પ્રતીતિરૂપ જે પ્રસિદ્ધિ છે તે પ્રસિદ્ધિનો વિરોધ થાય છે. આ રીતે (૧) પ્રમાણાભાવ અને (૨) પ્રસિદ્ધિવિરોધ આ બંને દોષ આવશે એટલે રૂપાદિનો અભાવ છે આવું પણ સ્વીકારી શકાશે નહિ. શંકા - દ્રવ્ય સ્વલક્ષણરૂપ સત્ છે તો આ કેવી રીતે સામાન્યરૂપ બની શકે? આથી સ્વલક્ષણરૂપ વિશેષ અને સામાન્યનો સહ અનવસ્થાન વિરોધ થઈ શકશે. કેમ કે દ્રવ્ય સ્વલક્ષણરૂપ છે, પણ સામાન્યરૂપ થઈ શકે નહીં. એટલે સ્વલક્ષણરૂપ વિશેષ અને સામાન્યનો સહઅનવસ્થાનરૂપ વિરોધ બની શકશે. આ રીતે સ્વલક્ષણવિરોધ છે. સ્વલક્ષણવિરોધ પણ સ્યાદ્વાદીને આપી શકાશે નહીં. સમાધાન–સ્વલક્ષણવિરોધ પણ નથી જ કેમ કે સ્યાદ્વાદીએ ગ્રહણ કરેલ વસ્તુનું લક્ષણ (૧) સામાન્યવિશેષાત્મક છે અને (૨) એકાંતવાદીએ પરિકલ્પિત વસ્તુથી (જુદી) નરસિંહની જેમ જાત્યન્તર છે. એટલે સ્યાદ્વાદીને તો સ્વલક્ષણવિરોધ પણ આવશે નહીં. તે આ રીતે (૧) વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે - એક જ વસ્તુ અનુવૃત્તિ (સમાનાકાર) બુદ્ધિને પેદા કરનાર હોવાથી સામાન્ય કહેવાય છે અને વ્યાવૃત્તિ બુદ્ધિને પેદા કરનાર હોવાથી વિશેષ કહેવાય છે. વસ્તુનું લક્ષણ જ સામાન્યવિશેષરૂપ છે. વસ્તુ કેવલ સામાન્યરૂપ નથી, કેવલ વિશેષરૂપ નથી પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. (૨) વસ્તુ જાત્યન્તર છે. વસ્તુ જેમ સર્વથા સામાન્યરૂપ નથી, સર્વથા વિશેષરૂપ નથી તેમ સર્વથા ઉભયરૂપ પણ નથી. એટલે એકાંતવાદીની જે કલ્પના છે કે સામાન્યરૂપ જ વસ્તુ છે અથવા વિશેષરૂપ જ વસ્તુ છે કે ઉભયરૂપ જ વસ્તુ છે. અર્થાત્ એકાંતવાદી કોઈ માત્ર સામાન્ય જ સ્વીકારે છે, કોઈ માત્ર વિશેષ જ સ્વીકારે છે, કોઈ માત્ર ઉભયરૂપ જ સ્વીકારે છે જ્યારે સ્યાદ્વાદી વસ્તુ જાયન્તર છે એવું સ્વીકારે છે. દા. ત. જેમ નરસિંહ.' નરસિંહ જેમ નર જ છે કે સિંહ જ છે એવું નથી પરંતુ નરસિંહ કે ઉભયરૂપ વસ્તુ જાત્યન્તર છે. અર્થાત્ કથંચિત્ ઉભયરૂપ છે. ' ૧. તત્ત્વાર્થ પૃ. ૩૭૭ જુઓ. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે સ્યાદ્વાદી એકાંતવાદીએ કલ્પિત વસ્તુ કરતાં “સામાન્ય-વિશેષ' ઉભયાત્મક, નરસિંહની જેમ જાત્યન્તર' વસ્તુ છે આવું સ્વીકારે છે એટલે સ્યાદ્વાદીને સ્વલક્ષણવિરોધ પણ આવી શકતો નથી. અસહાવસ્થાથી ક્રમભાવી પર્યાયોનો તો વિરોધ હોઈ શકે ને ? ક્રમભાવી, અસહાવસ્થાયીદેવ, મનુષ્ય આદિ તથા મૃત પિંડ, શિવકાદિ પર્યાયોનો અસહઅવસ્થાનરૂપ વિરોધ તો હોઈ શકે ને ? દ્રવ્યનયની પ્રધાનતાથી વિરોધ નથી... અસહાયસ્થાયી દેવ, મનુષ્યાદિ પર્યાયો તથા ક્રમભાવી મૃતપિંડ, શિવકાદિ પર્યાયોનો વિરોધ પણ સ્યાદ્વાદીને આવતો નથી. કેમ કે દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતાથી અભેદની વિવક્ષા કરીએ ત્યારે દ્રવ્યથી ભિન્ન પર્યાયોનો અસ્વીકાર થાય છે એટલે દ્રવ્ય જ રહ્યું ત્યાં વિરોધની વાત જ કેવી ? માટે દ્રવ્યનયની પ્રધાનતાથી સ્યાદ્વાદીને કોઈ વિરોધ આવતો નથી. અંધકારાદિના વિરોધની ભલામણ. આ કહેલ વિધિથી અંધકાર-પ્રકાશ, છાયા-આતપ, શીત-ઉષ્ણ આ વિરોધનાં ઉદાહરણો આપ્યાં છે તેનો નિરાસ કરવો. દ્રવ્યાર્થથી જે પુદ્ગલો નિત્ય છે તે પુદ્ગલદ્રવ્યો અંધકારપણે, પ્રકાશપણે ક્રમભાવી છે. આમ પુદ્ગલો જ પર્યાયરૂપે પરિણમે છે. | સામાન્યનું અભિન્નપણું હોવાથી (અર્થાતુ પર્યાયોનો દ્રવ્યની સાથે અભેદ હોવાથી) એ બધા એકરૂપ જ છે. એટલે કોનો કોની સાથે વિરોધ? અર્થાત્ દ્રવ્યનયથી વિચારીએ તો વિરોધ જેવી વસ્તુ જ નથી. ( આ પ્રમાણે પદાર્થ સામાન્ય-વિશેષરૂપ હોવાથી, એકબીજાની અપેક્ષા રાખતા હોવાથી અનેકાન્ત-સ્વરૂપ સિદ્ધ થાય છે. એટલે એકાંતવાદીએ પરિકલ્પિત જે પદાર્થ છે તે પદાર્થથી જાત્યન્તર માનવાથી કોઈ દોષ આવતો નથી. સ્યાદ્વાદીને અભિમત બીજો પ્રકાર જે જાત્યન્તર છે તેનો સદ્ભાવ હોવાથી પૂર્વમાં ધર્મકીર્તિએ “એક ત્યાગો અપિ અપર પરિગ્રહાવિનાભાવી...' કહી જે દોષનું ઉલ્કાવન કર્યું છે તે પણ ઘટી શકતું નથી... તે આ રીતે તે જ પ્રમાણે સ્થિત્યંશ જે નિત્ય છે, ઉત્પાદ-વ્યય જે અનિત્ય છે. જાત્યન્તરરૂપ સ્વભાવવાળી વસ્તુતામાં આ નિત્યાનિત્ય કેવી રીતે ઘટે ? નિત્યાનિત્ય એ જાત્યન્તરરૂપ વસ્તુ હોવાથી ધર્મકીર્તિનું જે નિરૂપણ “નિત્યાનિત્યમાં એકનો પરિગ્રહ અપરના ત્યાગ સિવાય, એકનો ત્યાગ અપરના પરિગ્રહ વિના થતો નથી...” તે નિરૂપણ ઘટી શકતું નથી. કેમ કે તેનું આ નિરૂપણ પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિત્યાનિત્યયુક્ત વસ્તુ જ અનુભવાય છે. એટલે નિત્યનો પરિગ્રહ અનિત્યના પરિગ્રહ વિના થતો નથી. માટે તેને કહેલ Page #398 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ “અનિત્યના ત્યાગપૂર્વક નિત્યનો પરિગ્રહ થાય છે.” તે કથન ખોટું છે. કેમ કે નિત્યાનિત્યનો વસ્તુની સાથે અભિન્ન સ્વભાવ છે. સ્થિત્યંશ નિત્ય છે, ઉત્પાદવ્યયાંશ અનિત્ય છે. વસ્તુ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક છે. એટલે નિત્યનું ગ્રહણ અનિત્યની સાથે જ થાય અને અનિત્યનું ગ્રહણ નિત્યની સાથે જ થાય. આ પ્રત્યક્ષથી સિદ્ધ છે માટે તેનું જે કથન છે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત હોવાથી તે કેવલ તેનું પાગલપણું જ જણાવે છે. આથી જ ઉપર બતાવ્યા (૧) પરિકલ્પિતવિષયવિરોધ (૨) પરિકલ્પિતાકલ્પિતવિષયવિરોધ = સામાન્યલક્ષણવિષય અને સ્વલક્ષણવિષયવિરોધ (૩) સકલસ્વલક્ષણવિષયવિરોધ = - છીએ. બે સામાન્યનો વિરોધ ૩૮૯ (૪) સામયિક આદિ કોઈ વિરોધ નથી. અહીં આ પણ વિરોધ નથી, આ પણ વિરોધ નથી આ રીતે 7 નું ગ્રહણનું કરવામાં આવ્યું છે તેનાથી એ બતાવાય છે કે—વિરોધના બધા પ્રકારો અત્યંત અસમ્યક્ છે. તો શું વિરોધનો કોઈ પ્રકાર છે જ નહીં ? ના, એવું નથી. તો કયો વિરોધ છે ? અને જે વિરોધ છે તે કેવી રીતે સંગત થાય છે ? આ જિજ્ઞાસાનો જવાબ આપતાં કહીએ છીએ કે— એક કાળમાં રહેવારૂપ પર્યાયનયથી વિરોધ બની શકે... પર્યાયનયના અભિપ્રાયથી ક્રમભાવી પર્યાયનો વિરોધ વિષય બને છે અને તે પણ એક જ અસહઅવસ્થાન લક્ષણ જ. આ પણ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયે તો નથી જ. આ આપણે ઉપર વિચારી આવ્યા આ રીતે વિરોધનાં ખંડનનો ઉપસંહાર કરીને હવે આપણા ચાલુ વિષયનો ઉપસંહાર કરીએ છીએ. આમ એક જ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ અર્પિત અને અનર્પિતથી સિદ્ધ થાય છે. અર્થાત્ દ્રવ્યનયનું અર્પણ કરીએ ત્યારે સત્, નિત્યત્વ અને પર્યાયનયનું અર્પણ કરીએ ત્યારે અસત્, અનિત્યત્વ સિદ્ધ છે. આ પ્રમાણે બીજા પણ ધર્મ માટે ઘટના કરી લેવી. ૧. જે સાક્ષાત્ વાચક શબ્દ વડે જે કથન આ સત્ છે આવા વ્યવહારને પ્રાપ્ત કરે તે અર્પિત વ્યાવહારિક કહેવાય. તેનાથી જે સિદ્ધિ થાય તે અર્પિત સિદ્ધિ કહેવાય, અને જે સાક્ષાત્ વાચક શબ્દ વડે કરીને ન કહેવાય પણ શબ્દથી કહેવાતા અર્થની સાથે અવિનાભાવ હોવાથી જણાતો જ વ્યવહારને પ્રાપ્ત કરે તે અનર્પિત વ્યાવહારિક કહેવાય અને તેનાથી જે સિદ્ધિ થાય તે અનર્પિત સિદ્ધિ કહેવાય. Page #399 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર કહેલ વિધિથી બીજા સંબંધના કથનમાં પણ ભાષ્ય સૂત્રની સાથે સંગત જ છે. આ અર્થને જ એટલે બીજા સંબંધમાં અભિધાનમાં જે સંગત અર્થ છે એ જ અર્થનો હમણા ભાષ્યકાર ભાષ્યથી વિસ્તાર કરે છે. ૩૯૦ ભાષ્ય :- અર્પિત એવા વ્યવહાર પ્રયોજનવાળા અને અનર્પિત એવા વ્યવહાર પ્રયોજનવાળા બધા વિકલ્પો છે. અથવા સાક્ષાત્ શબ્દથી પ્રાપ્ત થયેલા વ્યવહારવાળા કે સાક્ષાત્ શબ્દથી નહીં પ્રાપ્ત થયેલા વ્યવહારવાળા બધા સદાદિ વિકલ્પો છે. અર્થાત્ શબ્દથી વ્યવહારને પ્રાપ્ત કરે તે અર્પિત વ્યાવહારિક કહેવાય અને જે અર્થથી વ્યવહારને પ્રાપ્ત કરે તે અનર્પિત વ્યાવહારિક કહેવાય. ટીકા :- ભાષ્યમાં ‘અર્પિત વ્યાવહારિક' અને ‘અનર્પિત વ્યાવહારિક' આ રીતે નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે આપણો ચાલુ વિષય ‘ત્રિવિધ સત્ નિત્યં ચ’ છે. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વસ્તુ, સત્ અને નિત્ય છે. આ ‘સત્' નપુંસકલિંગમાં છે અને ‘તદ્ભાવાવ્યયં નિત્યં” આ ‘નિત્ય’ શબ્દ નપુંસકલિંગમાં છે. એટલે આ અપેક્ષાએ અહીં નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે. માટે ‘અર્પિતવ્યાવહારિક સત્, અર્પિત વ્યાવહારિક નિયં અનર્પિત વ્યાવહારિક અસત્, અનર્પિત વ્યાવહારિક અનિત્ય' બને. આ રીતે પ્રકરણની અપેક્ષાએ નપુંસકલિંગનો નિર્દેશ છે. પરમાર્થથી સાદિ, અનાદિ પારિણામિક ભાવવાળો જ પદાર્થો છે. બધા ધર્મો પરિણામ જ છે. તેથી સ્યાદ્વાદની પ્રરૂપણાનો અર્થ પરિણામ જ છે. પરિણામથી બહાર કોઈ પણ વસ્તુનો કોઈ પણ ધર્મ છે જ નહિ. તે પરિણામોમાં જે કોઈ ધર્મ પ્રયોજનથી સાક્ષાત્ શબ્દ વડે વ્યવહાર કરાય તે અર્પિત છે અને જે ધર્મ ગમ્ય છે તે અનર્પિત કહેવાય. આનો વિસ્તાર કરતા કહીએ છીએ કે— આદિવાળા પર્યાય હોય કે અનાદિ પર્યાય હોય, યુગપદ્ભાવી પર્યાય હોય કે અયુગપ ્ ત્રિકાલ વિષયક પર્યાય હોય તેની અર્પણાની ભજનાથી એટલે અર્પણ અને અનર્પણરૂપે અનેકાંતની પ્રરૂપણા છે. કેમ કે અહીં પરિણામ એટલે આદિ-અનાદિ પર્યાયો છે. આ પરિણામરૂપ અર્થો (પર્યાયો) જેના હોય તે પરિણામાર્થ કહેવાય અને આવા અનેકાંતનું નિરૂપણ કરનાર આ સ્યાદ્વાદ છે. ૧. દા. ત. ‘ઘટ' એ સત્ શબ્દથી વ્યવહાર કરાય ત્યારે અર્પિત વ્યાવહારિક છે પણ એમાં રહેલા અસત્ત્વાદિ ધર્મો છે તે ગમ્યમાન છે એટલે અનર્પિત છે. શબ્દપ્રયોગથી થતો વ્યવહાર તે અર્પિત વ્યવહાર અને શબ્દપ્રયોગ વિના અર્થથી ગમ્યમાન વ્યવહાર તે અનર્પિત વ્યવહાર છે. એટલે ઘટ સત્ત્વધર્મવિશિષ્ટ છે. આ શબ્દપ્રયોગ અર્પિત વ્યવહાર છે પણ તેમાં બીજા અસત્ત્વાદિ ધર્મો રહેલા છે જે અર્થથી ગમ્યમાન થાય છે તે અનર્પિત વ્યવહાર છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ આ અર્પિત અને અનર્પિતથી સ્યાદ્વાદ બતાવ્યો. હવે તે સ્યાદ્વાદ કેવો છે— આ સ્યાદ્વાદ તે પર્યાયો વડે વિધિ અને પ્રતિષેધવાળા સકલાદેશ અને વિધિ અને પ્રતિષેધવાળા વિકલાદેશ વડે અને શબ્દ અને અર્થના સ્વપર્યાય અને પરપર્યાયની ભજનાથી અનેકાંત પોતપોતાના તત્ત્વને પોષે છે. અર્થાત્ કોઈ ઠેકાણે શબ્દના સ્વ-પર્યાયથી વ્યાખ્યા કરે છે. કોઈ ઠેકાણે શબ્દના પરપર્યાયથી વ્યાખ્યા કરે છે. કોઈ ઠેકાણે અર્થના સ્વપર્યાયથી વ્યાખ્યા કરે છે. કોઈ ઠેકાણે અર્થના પરપર્યાયથી વ્યાખ્યા કરે છે. આ રીતે સ્યાદ્વાદ પદાર્થના પોતપોતાના સ્વરૂપને પોષે છે. સંપૂર્ણ અર્થનો બોધ કરાવે છે. આ પ્રમાણે વિસ્તારથી આ સૂત્ર સર્વ તત્ત્વમાં વ્યાપકપણે પ્રસિદ્ધ છે. ૩૯૧ તેમાં ઉત્પાદ-વ્યય અને સ્થિતિમાં સ્થિતિરૂપ પર્યાય એ અંતરંગ છે. કેમ કે એ વસ્તુના પરિણામરૂપ છે અને વસ્તુની સાથે રહે છે, અને ઉત્પાદ-વ્યય બહિરંગ છે. કેમ કે વિજ્રસા અને પ્રયોગથી થતા આ ઉત્પાદ-વ્યય કાદાચિત્ક છે એટલે બહિરંગ પર્યાય છે. દ્રવ્યાદિના ભેદથી ઉત્પાદ-વ્યય અનંત ભેદવાળા છે એટલે પણ બહિરંગ છે અને સ્થિતિનો એક જ પ્રકાર છે. પ્રશ્ન :- દ્રવ્યાદિ ભેદથી અનંત ભેદ ઉત્પાદ-વ્યયના કહો છો પણ ઉત્પાદ-વ્યય દ્રવ્યરૂપે નથી હોતા. અવસ્થિતિ જ દ્રવ્યરૂપે હોય છે તો દ્રવ્યાદિભેદથી ઉત્પાદ-વ્યય કેવી રીતે બને ? ઉત્તર ઃ- અહીં દ્રવ્ય શબ્દનો અર્થ કારણ સમજવો એટલે જ્યારે જ્યારે જે આકારથી કાર્ય પેદા કરવામાં સમર્થ હોય ત્યારે ત્યારે તે તે આકારે ઉત્પન્ન થતું તે કાર્ય દ્રવ્યપણે ઉત્પન્ન થયું કહેવાય છે. તે આકારને છોડી દેતાં તે દ્રવ્યપણે વિનાશ પામે છે એમ કહેવાય છે. એવી રીતે જે ક્ષેત્ર જેની અવગાહનામાં જ્યારે વ્યાપારયુક્ત બને છે ત્યારે તે ક્ષેત્રપણે ઉત્પન્ન થાય છે અને તેની અવગાહનાનો પરિણામ નિવૃત્ત થાય છે ત્યારે તે ક્ષેત્રપણે નાશ થાય છે એમ કહેવાય છે. એવી રીતે કાલાદિમાં વિચારી લેવું. આ ઉત્પાદ-વ્યય પર ઉપાધિવાળા હોવાથી બહિરંગ છે. ૧. ૨. ૩. ૪. અહીં ‘વિધિ' શબ્દ ન હોવા છતાં પણ ઉપર અનેકાંત પ્રરૂપણામાં ‘સ્વાદ્ અસ્તિ' એ વિધિરૂપ ભંગ સામર્થ્યથી આવી જાય છે માટે ટીકાકારે અહીં વિધિ બોલ્યા વગર પ્રતિષેધ ભંગનું ગ્રહણ કર્યું છે અને અમે અહીં સ્પષ્ટતા માટે વિધિભંગ, પ્રતિષેધભંગ આ પ્રમાણે અર્થ કર્યો છે. વિવક્ષા અને અવિવક્ષા પોતપોતાના તત્ત્વને પોષે છે. અહીં અંતરંગ અને બહિરંગ વિવક્ષાથી છે તો તે કઈ વિવક્ષા ? સ્વાભાવિક સ્વપર્યાય હોય તે અંતરંગ છે અને અન્યને આધીન જે પરપર્યાય છે તે બહિરંગ છે. આમ અર્થની સ્થિતિ છે તે સ્વપર્યાય એટલે અંતરંગ છે અને ઉત્પાદ-વ્યય છે તે પરપર્યાય છે એટલે બહિરંગ છે. જ્યારે સ્વપર્યાય અર્પિત થાય ત્યારે ૫૨૫ર્યાય અનર્પિત થાય છે, ૫૨૫ર્યાય અર્પિત થાય ત્યારે સ્વપર્યાય અનર્પિત થાય છે. આમ પદાર્થ અર્પિતાનર્પિતધર્મરૂપ હોવાથી પદાર્થઅર્પિતાનર્પિત સિદ્ધ થાય છે. આ વ્યવહાર બરાબર રહે છે તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પદાર્થ અર્પિત વ્યાવહારિક અને અનર્પિત વ્યાવહારિક સિદ્ધ થાય છે. આદિથી ક્ષેત્ર, કાળ, ભાવ સમજવું. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે સ્યાદ્વાદની પ્રરૂપણાથી અનંતધર્માત્મક વસ્તુ છે આ સિદ્ધ થયું. એટલે પદાર્થ અર્પિત-અનર્પિત ધર્મરૂપ છે. આ અર્પિતધર્મરૂપ અને અનર્પિત ધર્મરૂપ પદાર્થનો વિષય કરનાર– પ્રતિપાદન કરનાર શબ્દ છે તે વ્યવહારનું અંગ (સાધન) છે. કેમ કે અનંતધર્મપણે રહેલી વસ્તુના તે તે ધર્મનું પ્રતિપાદન શબ્દ સિવાય વ્યવહારમાર્ગમાં આવી શકે નહિ માટે શબ્દ એ વ્યવહારનું સાધન છે. આથી પ્રધાનપણે વ્યવહારના અંગ તરીકે શબ્દને જ સ્વીકારાય છે. અર્થાત્ વ્યવહારમાં શબ્દની પ્રધાનતા છે, શબ્દ સિવાય વ્યવહાર બની શકતો નથી. અર્પિત અનર્પિતધર્મરૂપ અર્થમાં સર્વત્ર પ્રતિનિયત અર્થની શબ્દથી સાક્ષાત પ્રતિપત્તિ થાય છે અને જેનો પ્રયોગ નથી કર્યો તેની ગમ્યમાન અર્થપણે પ્રતિપત્તિ થાય છે. કારણ કે સત્ એક, નાના(અનેક), નિત્ય, અનિત્યાદિ ધર્મના સમુદાયથી યુક્ત સંપૂર્ણ અસ્તિકાય છે. તેમાં કોઈ એક ધર્મના અર્પણમાં શેષ ધર્મની ગમ્યમાનતા થાય છે એટલે કે તેનો શબ્દથી સાક્ષાત્ બોધ થાય છે અને બાકીના અનર્પિત ધર્મો છે તેનો ગમ્યમાનપણે બોધ થાય છે. દા. ત. “અસ્તિકાય સત છે' અસ્તિકામાં સત શબ્દથી સત્ત્વનો સાક્ષાત બોધ થાય છે અને તેમાં રહેલા એકત્વાદિ અનર્પિત ધર્મો છે તેનો ગમ્યમાનપણે બોધ થાય છે. આ રીતે બોધ થાય છે. કારણ કે સત્ અસત્ત્વાદિ ભેદથી જુદું નથી. સત્ અસત્ત્વ આદિના વિશેષ વિના વિકલ્પથી શૂન્ય નથી. અહીં કોઈને શંકા થાય સત્ત્વ અસત્ત્વ આદિ વિશેષથી રહિત ન થાય તેથી સત્ત્વના અર્પણમાં અસત્ત્વ આદિની ગમ્યમાનતા હોઈ શકે પરંતુ અસત્ત્વાદિ તો સત્ત્વાદિથી રહિત થશે તો અસત્ત્વ આદિના અર્પણમાં સત્ત્વાદિની ગમ્યમાનતા ન થાય. આવી શંકા ન થાય માટે કહીએ છીએ કે “અસત પણ સત્ આદિ વિકલ્પથી રહિત નથી'. જેમ સતું, અસત્ આદિ ભેદથી રહિત નથી તેમ અસતુ, સત્ આદિ વિકલ્પથી રહિત નથી. શંકા - એ કેવી રીતે મનાય ? સમાધાન :- મનાય. કારણ કે સત, અસત્ આદિની એકબીજાની અપેક્ષાથી છે. અર્થાતુ સત્ અસતની અપેક્ષા રાખે છે. અસત, સની અપેક્ષા રાખે છે. આ રીતે વસ્તુનો નિશ્ચય થાય છે. આમ પદાર્થમાં સત્ત્વ, અસત્ત્વ આદિ જુદું નથી કારણ કે સત્ત્વ, અસત્ત્વ એકબીજાની અપેક્ષાથી છે, અને તેથી જ જે ધર્મનું અર્પણ કરીએ છીએ તેનો સાક્ષાત્ શબ્દથી બોધ થાય છે અને તેમાં રહેલા બીજા ધર્મોનો ગમ્યમાન અર્થપણે બોધ થાય છે. આ રીતે જ વસ્તુનો નિશ્ચય થાય છે. એક ધર્મના ગ્રહણમાં અન્ય ધર્મનું જો ગ્રહણ ન થાય તો વસ્તુના એક જ ધર્મનું ગ્રહણ થાય પણ અનંતધર્માત્મક વસ્તુનું ગ્રહણ થાય નહીં. માટે એક ધર્મના પ્રહણમાં તેના અવિનાભાવી અન્ય ધર્મોનું પણ પ્રહણ સ્વીકારવું જોઈએ. આ જ રીતે વસ્તુનો નિશ્ચય થઈ શકે છે. એટલે કે Page #402 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૯૩ આવી રીતે વસ્તુનો નિશ્ચય થતો હોય તો વિવક્ષિત કે અવિવક્ષિત બધા ધર્મોનું ગ્રહણ જરૂરી બની જાય છે. તો વિવક્ષા અને અવિવક્ષામાં વિશેષતા શું છે ? આવી દુવિધા થાય તો તેના નિવારણ માટે કહે છે કે – અર્પિત એટલે વિવણિત ધર્મ વડે ઉપનીત (સામે રહેલી) વસ્તુ સાક્ષાત્ વાચક શબ્દ વડે અભિજિત-કહેવાયેલ. અર્થાત્ વિવણિત ધર્મયુક્ત વસ્તુનો સાક્ષાવાચી શબ્દથી જે વ્યવહાર છે, આ વ્યવહાર-પ્રયોજન જેનું હોય તે અર્પિત વ્યાવહારિક કહેવાય. હવે ભાષ્યમાં રહેલ “તવ્યાવહારિશ'નો વિગ્રહ બતાવીએ છીએ. તત્ વ્યાવહારિવં ગતિવ્યવહરિમ્ અર્પિત એવું જે વ્યાવહારિક તે અર્પિત વ્યાવહારિક કહેવાય. આનો ભાવ એ છે કે–વિશિષ્ટ અભિધાનથી અર્પિત થતી વસ્તુ વ્યાવહારને સિદ્ધ કરે છે. બીજું, અવિવણિત ધર્મવિશિષ્ટ વસ્તુ અનર્પિત જ છે. એટલે કે સાક્ષાત્ વાચક શબ્દ વડે ગમ્યમાન થતી વસ્તુ વ્યવહારમાં આવે છે તે વસ્તુ અનર્પિત વ્યાવહારિક કહેવાય. અથવા અર્પિત વિષયવાળો (અર્પિતનો) જે વ્યવહાર કરાય તે અર્પિત વિષય વ્યવહાર કહેવાય. અર્થાત્ શબ્દ દ્વારા પ્રાપ્ત થયેલો જે વ્યવહાર તે અર્પિત વ્યવહાર છે. તે અર્પિત વ્યવહાર આ સતુનો છે અને નિત્યનો છે. કેમ કે સત્ અને નિત્ય શબ્દથી અર્પિત છે. એટલે સત્ અને નિત્ય અર્પિત વ્યાવહારિક થયું. એવી રીતે જયારે સત્ અને નિત્ય છે આવો શબ્દપ્રયોગ કરીએ ત્યારે અસત્ અને અનિત્ય છે. આવો શબ્દવ્યવહારનો વિષય નહીં બનતા હોવાથી અસત્ અને અનિત્ય અનર્પિત વ્યાવહારિક છે. હવે અહીં કોઈ એમ સમજે કે અર્પિત વ્યાવહારિક એ એકાંતથી અર્પિત વ્યાવહારિક છે અને અનર્પિત વ્યાવહારિક એ અનર્પિત વ્યાવહારિક જ છે. તો આવો એકાંત ન થાય માટે કહે છે કે આ અર્પિત જ છે અને આ અનર્પિત જ છે એવું નથી. જ્યારે જેની વિવક્ષા કરીએ ત્યારે તે અર્પિત અને જેની વિવક્ષા ન કરીએ તે અનર્પિત કહેવાય છે. તેથી માનવું જ પડશે કે એક જ વસ્તુ(ઘટાદિ)માં અર્પિતધર્મ(અનિત્ય)નો પરિગ્રહ કરો ત્યારે અનર્પિતધર્મ(નિત્યાદિ)ની સત્તા હોય જ છે. અર્થાત્ અનર્પિત ધર્મ સિવાય અર્પિત ધર્મ હોઈ શકે નહિ. દા. ત. જેમ કૃતકત્વ (કાર્યત્વ) એ અનિત્યત્વની વિદ્યમાનતા સિવાય બને નહીં. અર્થાત્ જ્યાં કૃતકત્વ છે ત્યાં જ અનિત્યત્વ હોય છે. અપરના ત્યાગની સાથે એક ત્યાગ વ્યાપ્ત છે. અર્થાત્ અપરના ત્યાગ વગર એક ત્યાગ બની શકે નહિ. જેમ એક ત્યાગ-અનિત્યત્વનો ત્યાગ કરો તો કૃતકત્વનો ત્યાગ અવશ્ય થવાનો જ. માટે જ વસ્તુમાં અર્પિત ધર્મ છે ત્યાં અનર્પિત બીજા ધર્મ માનવા જ જોઈએ. Page #403 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ભાષ્યમાં રહેલ નો અર્થ સમુચ્ચય છે. સમુચ્ચય એટલે ભેગું કરવું. અહીં ૬ થી સમુચ્ચય કોનો કરવાનો ? સર્વ વિકલ્પોનો અર્થાત્ સત્, અસત્, નિત્ય, અનિત્ય આદિ વિકલ્પોનો સમુચ્ચય કરવાનો છે. એટલે સત્ત્વાદિ બધા ધર્મો અર્પિત વ્યાવહારિક અને અનર્પિત વ્યાવહારિક છે. ૩૯૪ ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ હેતુ છે કેવી રીતે ? શબ્દનો વ્યવહાર અર્પિત અને અર્પિત ધર્મને લઈને થાય છે તેથી ‘અર્પિતાનર્પિતસિદ્ધે’. આ સૂત્રથી વિવક્ષાના કારણે સત્નિત્ય અને અસત્-અનિત્ય આ પ્રમાણે શબ્દ વ્યવહાર થાય છે. અથવા રૂતિ શબ્દનો બીજો અર્થ ‘અવધારણ’ ‘આટલો જ' છે. તો જે અર્પિત અને અનર્પિત ધર્મનો વિષય કરનારો શબ્દવ્યવહાર છે તે આટલો જ છે પણ બીજો નથી. ભાષ્યમાં રહેલ ‘અર્થ' શબ્દ અભિષેયનો બોધ કરાવે છે. સંક્ષેપથી ‘અર્પિતાનર્પિતસિદ્ધઃ' આ સૂત્રનો અર્થ આ છે—વિશ્વમાં ચાર પુરુષાર્થ છે. જેના નામ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આ સકળ પુરુષાર્થને યોગ્ય વ્યવહાર અર્પણા અને અનર્પણાથી યથાવત્ એટલે જે પ્રકારે હોય તે પ્રકારે ચારે પુરુષાર્થનું જ્ઞાન થઈ શકે છે... આ અર્થ શબ્દનો અર્થ છે. વસ્તુ સત્ છે, અસત્ છે, નિત્ય છે, અનિત્ય છે. વસ્તુ સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્યરૂપ છે. આ સિદ્ધ કરી ગયા. હવે તેમાં વસ્તુ સત્ છે એ અંશને લઈને દ્રવ્યનય અને પર્યાયનયથી સત્તા ચાર પ્રકાર બતાવે છે. ભાષ્ય ઃ- તેમાં` સત્ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે— (૧) દ્રવ્યાસ્તિકદ્રવ્ય જ સત્ છે (૨) માતૃકાપદાસ્તિક-દ્રવ્ય વિશેષ જ સત્ છે (૩) ઉત્પન્નાસ્તિક-ઉત્પાદ જ સત્ છે (૪) પર્યાયાસ્તિક-વિનાશ જ સત્ છે } } દ્રવ્ય નયથી પર્યાય નયથી ૧. પ્રશ્ન :- ‘તંત્ર સત્ત્વતુવિધમ્'માં તે સત્તા ચાર પ્રકાર નહીં બતાવતાં નય કેમ બતાવ્યું ? આનાથી તો એવો ભાસ થાય છે કે નયના જે પ્રકારો પડે છે તે સત્ છે ? ઉત્તર :- આ તારો પ્રશ્ન ઠીક છે પણ ગ્રંથકારનો અભિપ્રાય ટીકાકારે ખોલ્યો છે તે તરફ નજર કરીએ એટલે શંકા દૂર થઈ જશે. નય પ્રતિપાદક છે અને નયની માન્યતા પ્રતિપાદ્ય છે. આ નયોથી જે પ્રતિપાદ્ય છે તે સત્ છે. પ્રતિપાદક અને પ્રતિપાઘની ભાષ્યકારે અભેદવિવક્ષા કરી છે. તેથી આવા પ્રકારની રચના છે એમ સમજવું. આથી જ દ્રવ્ય નયથી બે પ્રકારના સત્ બતાવ્યા. એક દ્રવ્ય સામાન્ય લઈને અને બીજા પ્રકારનું સત્ દ્રવ્ય વિશેષ લઈને. ત્યાર પછી પર્યાયનયથી બે પ્રકારના સત્ બતાવ્યા છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ટીકા :- તત્ર એટલે જે સત્, નિત્ય, અસત્અનિત્ય કહ્યા. તેમાં જે સત્ છે તેના ભેદો હે છે. સત્તા ચાર જ પ્રકાર છે પણ ત્રણ કે પાંચ પ્રકાર નથી. ત્રણ નથી એ કહેવાથી ચારથી ઓછા નથી અને પાંચ નથી એ કહેવાથી ચારથી વધારે નથી એ બતાવ્યું છે. તેનો ઉદ્દેશ માત્ર અર્થાત્ માત્ર તેના નામ કહે છે. દ્રવ્યાસ્તિક......આદિ ચાર પ્રકારનું સત્ છે. આ સામાન્યથી કથનરૂપ જે સત્નો ઉદ્દેશ છે તેનો અર્થ જુદા જુદા આ ચાર પ્રકાર છે. તે જુદા જુદા ચાર પ્રકાર બતાવે છે પણ સત્નો કોઈ નવો ધર્મ બતાવતો નથી. કિંતુ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આ સૂત્રને અભિમત જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ મૂળભેદ છે તેની અંદર જ આવતો દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક છે. (૧) દ્રવ્યાસ્તિક : ‘દ્રવ્યાસ્તિક' આ પદથી શુદ્ધ દ્રવ્યને સ્વીકારનાર સંગ્રહ નયનો વિષય જે મહાસામાન્યરૂપ જે દ્રવ્ય છે તેના સ્વરૂપને જ કહેવાય છે. તે દ્રવ્યનું સ્વરૂપ શું છે ? દ્રવ્યરૂપે અવિનાશકત્વરૂપ જે નિત્યત્વ એનો અપર પર્યાય ધ્રૌવ્ય જ છે. આ દ્રવ્યાસ્તિક પદનું રહસ્ય છે. (૨) માતૃકાપદાસ્તિક ઃ શુદ્ધ દ્રવ્યને અંગીકાર કરનાર વ્યવહાર નયના જે વિષય સત્ત્વના અવાંતર ધર્મો દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, ઘટત્વ આદિ અવાંતર સામાન્યવિશેષરૂપ દ્રવ્ય સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તે દ્રવ્યસ્વરૂપ તરૂપે ઘણા કાળ સુધી રહેવારૂપ જે ધ્રૌવ્ય છે તે માતૃકાપદાસ્તિક કહેવાય છે. (૩) ઉત્પન્નાસ્તિક આ પદથી ક્ષણે ક્ષણે નવી નવી ઉત્પત્તિને સ્વીકારનાર પર્યાય નય જે ઋજુસૂત્ર નય એનો વિષય ઉત્પાદ સ્વરૂપ જે પર્યાય છે તેનું આવેદન કરે છે. (જણાવે છે.) (૪) પર્યાયાસ્તિક પ્રતિક્ષણ વિનાશ પર્યાયનું આવેદન કરે છે. આ દ્રવ્યાસ્તિક વગેરે ચાર ભેદો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ મૂળભેદમાં અંતર્ભૂત જ છે. શંકા ઃ- દ્રવ્યાસ્તિક આદિ ઉત્પાદાદિની અંદર જ છે તો તેની અંદર જ આવી જાય છે તો દ્રવ્યાસ્તિક આદિ જુદા શા માટે બતાવવા જોઈએ ? ૧. ઘણા કાળ સુધી ધ્રૌવ્ય રહે તે વ્યવહાર નયથી. હંમેશ ધ્રૌવ્ય રહે તે સંગ્રહ નયથી. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ તત્વાર્થ સૂત્ર સમાધાન - સાચી વાત છે. દ્રવ્યાસ્તિક આદિ અંદર જ આવી જાય છે. છતાં વિપર્યય સહિત–સનો વિપર્યય અસત, નિત્યનો વિપર્યય અનિત્ય ઇત્યાદિ વિપર્યય સહિત દ્રવ્ય વગેરેના ભેદનો વિસ્તાર પરિણામ સમૂહવાળા એક દ્રવ્યના ઉત્તરોત્તર ભેદ બતાવવા માટે છે. એટલે કે–ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક (વિનાશ) જે ભેદ છે તે દ્રવ્યથી વિપરીત છે. કેમ કે દ્રવ્ય છુવાશ છે અને ઉત્પાદાદિ તેનાથી વિપરીત છે. અથવા દ્રવ્ય નિત્ય છે અને ઉત્પાદાદિ અનિત્ય છે. આ બધા વિપર્યયની સાથે દ્રવ્યાદિનો ભેદ એટલે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદ આ પ્રમાણે દ્રવ્યનો ભેદ બતાવ્યો છે. આ ભેદ કેવો છે? ઉત્પનાસ્તિક અને પર્યાયાસ્તિક જે દ્રવ્યથી વિપરીત છે. કેમ કે દ્રવ્ય નિત્ય છે અને ઉત્પનાસ્તિક આદિ અનિત્ય છે. એટલે વિપર્યય સહ દ્રવ્યાદિ ભેદનો જે દ્રવ્યાસ્તિક વગેરે પ્રપંચ એટલે વિસ્તાર છે તે એટલા માટે છે તે વાત સમજાવવા કહી રહ્યા છીએ કે – પર્યાયના સમૂહ સ્વભાવવાળો એક ધર્મી ત્રણરૂપવાળો એટલે ઉત્પાદાદિ ત્રયવાળો હોવા છતાં જે અહીં ભાષ્યકારે વિસ્તાર કર્યો છે તે ઉત્તરોત્તર ભેદ બતાવવા માટે છે. અર્થાત્ દ્રવ્યાસ્તિક કરતાં માતૃકાપદાસ્તિક ભિન્ન છે અને આ બધાથી ઉત્પન્નાસ્તિક ભિન્ન છે અને આનાથી પર્યાયાસ્તિક ભિન્ન છે. આમ એક પછી એક ભિન્ન છે. માટે ઉત્પાદાદિ ત્રણમાં આ બધાનો અંતર્ભાવ થતો હોવા છતાં આ ચાર પ્રકારનું સત ભિન્ન છે એ બતાવવા માટે ચાર ભેદ બતાવ્યા છે. શંકા - તો આ રીતે ભાષ્યની રચના કરવાની શી જરૂર હતી ? આમ જ કહેવું હતું ને કે સને દ્રવ્ય પણ કહેવાય, ધર્માસ્તિકાયાદિ પણ કહેવાય. ઉત્પાદવાળું પણ કહેવાય અને વિનાશ ધર્મવાળું પણ કહેવાય ? સમાધાન - ભાષ્યકારને જે બોધ કરાવવો છે તે આવા પ્રકારના સૂત્રના ઉપન્યાસથી જ થાય છે. તેમણે જે રીતે સૂત્રનો ઉપન્યાસ કર્યો છે તેનાથી સર્વ તદ્રવ્યના અનાદિ અને અંત્ય સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે. પ્રશ્ન :- દ્રવ્યાસ્તિકાદિના ઉપન્યાસમાં બધા પર્યાયોની આકાંક્ષા કેવી રીતે થાય? ઉત્તર :- તે તે પર્યાયોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય. આ દ્રવ્ય શબ્દની અન્વર્થ સંજ્ઞા છે એટલે એના જેટલા ઉત્તર પર્યાયો થાય એની સાથે દ્રવ્ય ચાલતું હોવાથી દ્રવ્ય તે તે સંજ્ઞાને પ્રાપ્ત કરે ૧. શંકા-સમાધાન કોઈ બીજી રીતે પણ કરે છે. શંકા :- આ બધા ઉત્તરોત્તર ભેદો જ બતાવવા હતા તો દ્રવ્યાદિ જ સામાન્યથી જ કહેવું હતું પણ તેના અવાંતર ભેદને બતાવનાર આસ્તિક પદ જોડીને દ્રવ્યાસ્તિક આમ આ માટે ઉપન્યાસ કર્યો ? સમાધાન :- દ્રવ્યના સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે એટલે કે દ્રવ્યત્વ, સંન્નિત્વ, મૂર્તત્વ, આદિ, અનાદિ સામાન્ય-પર્યાયથી લઈને છેલ્લા પર્યાય સુધી પર્યાયની પ્રવૃત્તિ રહે છે. માટે સર્વ પર્યાયો આકાંક્ષિત થતા તેવી જ રીતે નિરૂપણને પામે છે. મૂળ ભેદ હોય તો જ ઉત્તરભેદો બને. દ્રવ્ય હોય તો જ પર્યાય બને. આમ ગ્રંથનો વિસ્તાર ન કરવો પડે માટે ‘દ્રવ્ય'ને બદલે ‘દ્રવ્યાસ્તિક' કહ્યું. Page #406 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૯૭ છે. દા. ત. પરમાણુરૂપ દ્રવ્યના ઉત્ત૨ પર્યાયો માટી વગેરે અને માટી પોતાના ઉત્તર પર્યાયો પિંડ, શિવકાદિને અનુસરે છે. આ જેટલા પર્યાયો થયા તેટલા પર્યાયોને દ્રવ્યની સંજ્ઞા અને દ્રવ્યનો સંબંધ વગેરે અનુયાયી છે. તેથી દ્રવ્યના સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે. વસ્તુના સર્વ પર્યાયોનું નિરૂપણ કરવું છે તો જે રીતે વ્યવસ્થિત નિત્યત્વ અને અનિત્યત્વ સંગતિને પ્રાપ્ત કરે તે રીત બતાવીએ છીએ. તે પર્યાયોમાં આદિવાળા પર્યાયોની અર્પણા કરવાથી વસ્તુ પર્યાયથી વ્યય પામે અને વ્યય પામશે તે અનિત્ય છે, અને અનાદિ પર્યાયની અર્પણાથી વસ્તુ અવિનાશ ધર્મવાળી હોવાથી નિત્યની સંજ્ઞા પામે છે. તે અનાદિ પર્યાયો સત્ત્વ, દ્રવ્યત્વ, સંશિત્વ, પ્રમેયત્વ, ચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, ભૌતિકત્વ, ભૌતિક ઇતરત્વ, ગ્રાહ્યત્વ આદિ છે. તેમાં સત્ત્વ, દ્રવ્યત્વ, સંશિત્વ, પ્રમેયત્વ—આ પાંચે અસ્તિકાયોના પર્યાય છે. ચેતનત્વ—જીવનો પર્યાય છે. મૂર્તત્વ—પુદ્ગલનો પર્યાય છે. અમૂર્તત્વ—પુદ્ગલ સિવાયના અસ્તિકાયોનો પર્યાય છે. ભૌતિકત્વ—પુદ્ગલનો પર્યાય છે. તદ્ઉતરત્વ-અભૌતિકત્વ—પુદ્ગલ સિવાયના અસ્તિકાયોનો પર્યાય છે. ગ્રાહ્યત્વ—સર્વજ્ઞના જ્ઞાનની અપેક્ષાથી બધામાં ગ્રાહ્યત્વ છે. આ અનાદિ પર્યાયો વડે અર્પણ કરાતી વસ્તુ અવિનાશધર્મવાળી હોવાથી નિત્યની સંજ્ઞા પામે છે... કારણ કે અનાદિ પારિણામિક ભાવવાળી હોવાથી તે નિત્ય વસ્તુમાં સૂક્ષ્મ ઉત્પાદ અને વિનાશની સંતતિ(પ્રવાહ)નો સંભવ હોવા છતાં પણ તે વસ્તુ સત્ત્વાદિ આકાર-પર્યાયોથી ઉત્પન્ન થતી નથી અને વિનાશ પણ પામતી નથી માટે નિત્ય કહેવાય છે. આ રીતે સત્તું નિત્યત્વ-અનિત્યત્વ સમજાવ્યું. તેમાં નિત્યત્વને લઈને દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક છે અને અનિત્યત્વને લઈને ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક છે. આ રીતે સત્તા ચાર પ્રકારનું ઉપપાદન કરતાં કહેવાય છે કે— સત્ના જે ચાર ભેદ બતાવ્યા છે તેમાં દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક એ દ્રવ્ય નય છે. અર્થાત્ આ બે ભેદ દ્રવ્યાર્થિક નયને લઈને છે, અને ઉત્પન્નાસ્તિક તથા પર્યાયાસ્તિક આ બે ભેદ ૧. પરિણમન થયા સિવાય ક્ષણવાર પણ વસ્તુ રહી શકતી નથી માટે અહીંયાં સૂક્ષ્મ એટલે સ્થૂલ મતિગ્રાહ્ય ન હોય તેવું નહીં પણ ક્ષણવાર પણ સત્ત્વ દ્રવ્યત્વાદિથી પરિણમન પામ્યા વગર વસ્તુનું રહેવું નહીં તે સૂક્ષ્મ છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ તત્ત્વાર્થ સૂત્ર પર્યાય નય છે અર્થાત્ આ બે પર્યાયાર્થિક નયને લઈને છે. મતિ'ની વ્યુત્પત્તિ અતિ તિ: અચ રૂતિ ગાસ્તિવમ્ છે આવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય છે. પ્રશ્ન :- “કાતિવ:' પુલિંગમાં ન કહેતાં “મતિ નપુંસક લિંગમાં નિર્દેશ શા માટે કર્યો ? ઉત્તર - અહીં પ્રસ્તુત સત્ છે. કેમ કે આ ભેદો સન્ના પાડવામાં આવ્યા છે એઠલે સત શબ્દ લઈને પ્તિ શબ્દ નપુંસકલિંગમાં પ્રયુક્ત છે. (૧) દ્રવ્યક્તિ द्रव्ये आस्तिकम् = द्रव्यास्तिकम् દ્રવ્યમાં જેની બુદ્ધિ છે તેવો નય દ્રવ્યાસ્તિક છે. પ્રશ્ન :- અહીં તમે સપ્તમી તપુરુષ સમાસ બતાવ્યો છે તે વ્યાકરણની દૃષ્ટિએ કેવી રીતે થાય? કેમ કે આમાં તપુરુષનું લક્ષણ ઘટતું નથી. ઉત્તર :- તપુરુષનું લક્ષણ ન હોવા છતાં મયૂરભંસકાદિની જેમ થઈ જશે. કારણ કે જેનું તપુરુષનું લક્ષણ નથી તેનો મયૂરભંસકાદિમાં સમાવેશ થઈ જાય છે. અથવા અધિકરણમાં શેષભાવની વિવક્ષા કરીએ તો દ્રવ્ય મતિ દ્રવ્યાતિમ્ આ સમાસ સરળતાથી થઈ જાય છે. આનો અર્થ-દ્રવ્યસંબંધી જેની મતિ છે એવો નય દ્રવ્યાર્થિક નય છે. ષષ્ઠી તત્પરુષ સમાસની કેવી રીતે સારી ઘટના થઈ શકે તે પ્રકાર બતાવીએ છીએ. અથવા ‘તિ મતિઃ મણ' આ વ્યુત્પત્તિવાળો નાસ્તિક શબ્દ નથી કિંતુ સત્તાવિશિષ્ટ અર્થવાળો છે તે આ રીતે સમજવું ‘તમનું અસ્તિવાળો એટલે સત્ત્વવિશિષ્ટ અર્થવાળો નાસ્તિક શબ્દ છે. તેનું સપ્તમી એ. વ. ગતિમતિ અસ્તિવાળા અર્થમાં છે. “સત્ત્વવિશિષ્ટ હોય તે આસ્તિક'... આ રીતે સત્ત્વવિશિષ્ટ અર્થમાં છે એમ સમજવું. સત્ત્વવિશિષ્ટ તો બધા પદાર્થ છે તો દ્રવ્યાસ્તિક જુદો કેવી રીતે પડશે? આ શંકા રાખીને પ્રશ્ન થાય છે કે – પ્રશ્ન - કિં તત્ ? તે આસ્તિક શું છે? ઉત્તર - નયરૂપ છે. મતલબ યોગરૂઢિથી નયરૂપ સત્તાવિશિષ્ટ વસ્તુ આસ્તિક પરથી ગ્રહણ કરવી. પ્રશ્ન :- કેવા નયરૂપ છે? Page #408 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૩૯૯ ઉત્તર :- પ્રતિપાદક નયરૂપ છે. પ્રશ્ન :- કોનો પ્રતિપાદક છે? ઉત્તર :- પ્રતિપાદ્ય દ્રવ્યનો પ્રતિપાદક છે. દ્રવ્ય પ્રતિપાદ્ય છે અને નય પ્રતિપાદક છે. અહીં આસ્તિક નય છે જે દ્રવ્યનું પ્રતિપાદન કરનાર છે. એટલે દ્રવ્ય પ્રતિપાદ્ય છે અને નય પ્રતિપાદક છે. આમ દ્રવ્યની સાથે નયનો પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ સંબંધ થયો અને આ સંબંધની વિવક્ષામાં વ્યસ્ય તિમ્ = વ્યક્તિમ્ આ પ્રમાણે ષષ્ઠી સમાસ થાય છે. આ રીતે તત્પરુષ સમાસની સારી રીતે ઘટના થઈ શકે છે. આ જ રીતે માતૃકાપદાસ્તિક વગેરેમાં પણ સમજી લેવું. આ રીતે સમાસ બતાવ્યા પછી હવે દ્રવ્યાસ્તિકનું શું વક્તવ્ય છે તે બતાવીએ છીએ. એક દ્રવ્ય જ વિદ્યમાન છે. પર્યાય નથી. અર્થાત્ પર્યાયનો નિષેધ કરનાર અને એક દ્રવ્યને જ માનનાર દ્રવ્યાસ્તિક નય છે. અભેદ એવું દ્રવ્ય જ ભેદ પામે છે, પર્યાય નહિ. કેમ કે ભવન લક્ષણ દ્રવ્ય જ છે. અર્થાત્ તે તે રૂપે દ્રવ્યનું જ ભવન છે. અનેક પ્રકારો જે દેખાય છે તે બધું દ્રવ્ય જ છે. દા. ત. મયૂરના ઈંડાના રસની જેમ સર્વભેદના બીજો દ્રવ્યમાં જ રહેલા છે. મોરના ઇંડાનો રસ ઉત્તરકાળમાં થનાર પીંછા, અર્ધચંદ્રક આદિ વિચિત્ર અંગોપાંગ આદિ બધાની સાથે એ રસ અનુગત હોવાથી પછીના સર્વ પર્યાયોનું બીજ છે. અર્થાત રસ જ તે તે રૂપે પરિણમે છે. તેમ ઉપારૂઢ એટલે શક્તિરૂપી રહેલું દ્રવ્ય જ સર્વ પર્યાયોનું બીજ એટલે નિમિત્ત છે. શંકા :- જો બધા પર્યાયો શક્તિરૂપથી દ્રવ્યમાં રહેલા જ છે તો એકસાથે કેમ દેખાતા નથી ? સમાધાન :- દેશ અને કાળના ક્રમથી પ્રગટ થવા યોગ્ય છે માટે એકસાથે દેખાતા નથી. એટલે દ્રવ્ય જ સર્વ પર્યાયોનું બીજ છે. દ્રવ્યથી જુદી કોઈ વસ્તુ જ નથી. દેશ ને કાલના ક્રમથી ભિન્ન સ્વભાવવાળા જે ભેદ-પર્યાય દેખાય છે તે દ્રવ્યની સમરસઅવસ્થા એકરૂપ છે. અર્થાત્ એકરસ અવસ્થારૂપ છે. પ્રશ્ન :- એકરૂપ એટલે શું ? ઉત્તર - પર્યાયોનો ભેદ હોવા છતાં પણ સર્વત્ર–બધા પર્યાયોમાં “સત” “સત્' આ પ્રમાણે અનુભવાતી અનુમત પ્રતીતિનું નિયામક ભવન (દ્રવ્ય) છે. આ રીતે દ્રવ્ય એકરૂપ છે. પ્રશ્ન :- આવા ભવનનો કોઈ બીજો પર્યાય શબ્દ છે ? ઉત્તર :- હા, છે “ભૂતિ'. શંકા :- આ ભૂતિ શબ્દનો પ્રયોગ બૌદ્ધો ઉત્પત્તિમાં કરે છે. એટલે પહેલી ક્ષણમાં રહ્યું, બીજી ક્ષણમાં ન રહ્યું. તો પર્યાયોના પ્રવાહોની સાથે ભૂતિ અનુમત ન થઈ. Page #409 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર તો તે માટે બીજો પર્યાયવાચી કહે છે કે—‘સત્ત્વ’ એટલે કે ભૂ સત્તાયામ્ એ ધાતુનો શબ્દ બનેલો હોવાથી ‘ભૂતિ'નો અર્થ ‘સત્ત્વ’રૂપતા સમજની માટે ‘સત્ત્વ' કહ્યું છે. વૈશેષિક તરફથી શંકા.... શંકા :- તમે જે સત્ત્વ કહો છો તે સર્વપર્યાયોનું અનુયાયી નથી પણ દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સામાન્ય છે. કારણ કે વૈશેષિકો આ ત્રણમાં સત્તા સ્વીકારે છે. ‘આશ્રિત સત્તાતિરિક્ત્ત’વિશેષણથી શંકાનું સમાધાન અમે ‘આશ્રિતસત્તાતિ'િ આ વિશેષણ સહિત જ ‘સત્ત્વ’ કહ્યું છે. એટલે વૈશેષિકો જે દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સ્વીકારે છે તેનાથી આ સત્ત્વ ભિન્ન છે. અર્થાત્ આશ્રિત એટલે કે દ્રવ્ય, ગુણ અને અને કર્મમાં રહેલી જે સત્તા છે તેનાથી આ અતિરિક્ત છે. આ સત્ત્વ એ દ્રવ્ય જ છે. ૪૦૦ શંકા :- આ રીતે સર્વ પદાર્થોનું સત્ત્વ એ સ્વરૂપ છે આવું તમારા કથનથી સમજાય છે અને તે સત્ત્વ પ્રત્યેક દ્રવ્યોમાં ભિન્ન જ છે. કેમ કે બધા પર્યાયોના સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. તો તે સત્ત્વ એકરૂપ કેવી રીતે થાય ? સમાધાન :- સર્વ વસ્તુ સદ્પ જ છે. જે સત્ છે તે જ સત્ત્વ છે. કેમ કે સત્ અને સત્ત્વ આમ ધર્મ ને ધર્મીની કલ્પના કરતાં એક સત્ની કલ્પના કરતી એ જ યુક્ત છે. તે એક સત્ ભેદની બુદ્ધિથી અભિન્ન હોવા છતાં ભિન્ન જેવું લાગે છે. દા. ત. જેમ એક ચંદ્ર છે પણ તૈમિરિક રોગવાળાને બે ચંદ્ર લાગે છે. તેવી રીતે અભિન્ન એવું પણ દ્રવ્ય ભેદની બુદ્ધિથી ભિન્ન જેવું લાગે છે. અને તે જ છે એટલે કે સત્ત્વ જ છે આવું માને છે તે દ્રવ્યાસ્તિક અસંકીર્ણ સ્વભાવ છે. અર્થાત્ પર્યાયથી મિશ્રિત નહીં એવા દ્રવ્યને માનનાર છે. દ્રવ્ય જ છે આવું માનનાર દ્રવ્યાસ્તિક શુદ્ધપ્રકૃતિરૂપ કહેવાય છે. શુદ્ધ પ્રકૃતિરૂપ એટલે સર્વ અપેક્ષાએ સામાન્ય સ્વરૂપ જ વસ્તુ છે એવું માને છે, કોઈ પણ વિશેષને માનતો નથી. બધા વિશેષોનું ખંડન કરનાર છે. દ્રવ્યરૂપ જ વસ્તુ છે. અર્થાત્ દ્રવ્ય જ છે આવું સ્વીકારે છે. આ સંગ્રહ નયની પ્રરૂપણાનો વિષય છે એવો દ્રવ્યાસ્તિક કહ્યો. બીજો દ્રવ્યાસ્તિક છે એ નૈગમ અને વ્યવહારનો વિષય છે તે અશુદ્ધ પ્રકૃતિ છે. મતલબ એ છે કે—દ્રવ્યાસ્તિકના બે ભેદ છે : (૧) શુદ્ધ દ્રવ્યાસ્તિક (૨) અશુદ્ધ દ્રવ્યાસ્તિક સંગ્રહ નયની પ્રરૂપણાનો વિષય કરનાર દ્રવ્યાસ્તિક શુદ્ધ પ્રકૃતિ કહેવાય, અને નૈગમ અને વ્યવહારનયનો વિષય કરનાર દ્રવ્યાસ્તિક અશુદ્ધ પ્રકૃતિ કહેવાય. આ જે બીજો દ્રવ્યાસ્તિક નૈગમ અને વ્યવહારનો વિષય છે તે અશુદ્ધ પ્રકૃતિ છે. કેમ કે આમાં એક નૈગમ છે તે દ્રવ્ય અને પર્યાય બંનેને સ્વીકારે છે. દ્રવ્ય અને પર્યાય બંને સ્વતંત્ર છે. એટલે કે દ્રવ્ય સ્વરૂપ સામાન્ય, વિશેષથી અત્યંત ભિન્ન છે અને વિશેષ (પર્યાય) દ્રવ્ય સ્વરૂપ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ અધ્યાય-૫ સૂત્ર-૩૧ સામાન્યથી અત્યંત ભિન્ન છે આવું માને છે. નિગમનયથી સામાન્યનો પરિચય આ સામાન્ય કેવું છે? (૧) અર્થાન્તરભૂત છે. (૨) અન્યત છે. (૩) આશ્રિત છે. (૪) અભિધાન અને પ્રત્યયનો હેતુ છે. (૧) સામાન્ય અર્થાન્તરભૂત છે અર્થાત્ શશશૃંગાદિની જેમ અસતુ નથી. (૨) સામાન્ય વિશેષથી જુદું જ છે. (૩) આશ્રિત છે. પૂર્વમાં જે આશ્રિત સત્તાથી અતિરિક્ત સત્ત્વ છે એમ કહ્યું હતું તેનો વ્યવચ્છેદ કરવા માટે આ વિશેષણ છે. અર્થાત્ સામાન્ય એ અતિરિક્ત નથી પણ આશ્રિત છે. આવું સામાન્યરૂપ દ્રવ્ય અર્થાત્ દ્રવ્યથી અર્થક્રિયાકારી નહીં હોવાથી સામાન્યતત્ત્વ સત્ નહીં બને. માટે સામાન્ય અર્થક્રિયાકારી કેવી રીતે બને તે બતાવતા સામાન્યનો પરિચય ચોથા વિશેષણ દ્વારા આપે છે. (૪) સત્ એ અભિધાન, સત્ એ શબ્દની પ્રવૃત્તિમાં અને સત્ સત્ આ પ્રમાણે જે પ્રત્યય થાય છે તે પ્રત્યયનો હેતુ છે અર્થાત્ સત્ શબ્દની પ્રવૃત્તિનો હેતુ છે અને સત્ સત્ આવો જે પ્રત્યય (બુદ્ધિ) થાય છે એમાં નિયામક છે. માટે અર્થક્રિયાકારી છે. આથી સામાન્ય એ સત્ છે. આ રીતે સામાન્ય સત્ છે એમ સ્વીકારવું જ પડશે. કેમ કે નિમિત્ત વિના સત્ અભિધાન અને પ્રત્યય મનાય તો સર્વથા અનુપાષ્ય થાય, અને તો પ્રવૃત્તિનો અભાવ થાય..........અને નિમિત્ત નથી છતાં એની પ્રવૃત્તિ સ્વીકારાય તો શશશૃંગાદિની પણ પ્રવૃત્તિ થવી જોઈએ અર્થાત્ શશશૃંગાદિ સત્ છે આવું અભિધાન અને સત્ સત્ એવી અનુગત બુદ્ધિ થવી જોઈએ. પણ સત્ અભિધાન અને સત્ પ્રત્યયની પ્રવૃત્તિ થતી નથી. માટે સના અભિધાન અને પ્રત્યયનો હેતુ સામાન્ય અતિરિક્ત છે આવું સ્વીકારવું જોઈએ. આ સામાન્યરૂપ દ્રવ્યથી વિશેષરૂપ પર્યાયો જુદા છે તે બનાવે છે. વિશેષનો પરિચય.. વ્યાવૃત્તિ એટલે ભેદ. ભેદની બુદ્ધિમાં જે હેતુ છે એટલે કે સજાતીય અને વિજાતીયોથી આ ભિન્ન છે આવી જે બુદ્ધિ થાય છે તેનું જે કારણ તે વિશેષ છે. માટે જ વિશેષ એ પોતાના આશ્રયનો અને આશ્રયથી જે અન્ય છે તેનો ભેદ કરનાર છે. અર્થાત્ ભેદમાં પ્રયોજક બને છે. સામાન્યથી અન્ય જ વિશેષ છે. આ રીતે ભેદ-વિશેષને સ્વીકારતો હોવાથી નૈગમ નય દ્રવ્યાસ્તિક અશુદ્ધ પ્રકૃતિવાળો કહેવાય છે. કેમ કે સામાન્યનો સ્વીકાર કરતો વિશેષનો સ્વીકાર કરે છે. માટે નૈગમ નય એ દ્રવ્યાસ્તિકનો જ ભેદ છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ તત્વાર્થ સૂત્ર નૈગમ નય પરસ્પર ભિન્ન સામાન્ય (દ્રવ્ય) અને વિશેષ(પર્યાય)ને માને છે. એકલા સામાન્યને જ કે એકલા વિશેષને જ માનતો નથી પણ બંનેનો જુદા જુદા માને છે. પર્યાય અને સામાન્યને માને છે એટલે દ્રવ્યાસ્તિકની અશુદ્ધ પ્રકૃતિ છે. કેમ કે દ્રવ્યાસ્તિક નયની સામાન્યમાત્રનો સ્વીકાર એ શુદ્ધ પ્રકૃતિ છે. નૈગમન સામાન્યમાત્રનો સ્વીકાર નહીં કરતો હોવાથી અશુદ્ધ પ્રકૃતિ છે. નૈગમનયનો વિષય જે સત્ત્વ છે તે પ્રકૃતિમાં દ્રવ્યાસ્તિક નથી. માટે જ વ્યવહાર નયનો વિષય પણ જે સત્ત્વ છે તે પણ દ્રવાસ્તિક નથી. આ આશયથી કહે છે કે વ્યવહાર પણ અશુદ્ધ પ્રકૃતિ જ છે. કેમ કે પરસ્પર ભિન્ન આકારવાળા પદાર્થોથી સંવ્યવહાર (સારી રીતે વ્યવહારો થાય છે આમ માને છે. મતલબ આ વ્યક્તિ જુદી અને આ વ્યક્તિ જુદી આવો બધો વ્યવહાર આ બધી વ્યક્તિઓમાં ભિન્નતા હોય તો જ બને. એટલે એ વિશેષને જ માનનાર છે. અહીં વિશેષ એટલે દ્રવ્યના ભેદોને માનનારો છે. કેમ કે બધાં દ્રવ્યોનું એક કાર્ય નથી. બધાં દ્રવ્યોનું જુદું જુદું કાર્ય છે. ઘટનું પાણી લાવવાનું, પટનું ઠંડી રોકવાનું, આગનું સળગાવવાનું, પાણીનું, ઠારવાને માટે આ બધાં ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. આમ અનેક દ્રવ્યોનેવિશેષોને માનનારો હોવાથી વ્યવહાર નય અશદ્ધ-દ્રવ્યાર્થિકનય છે. નૈગમનય દ્રવ્યનયના બે જ પ્રકાર છે. કોઈ ત્રીજો પ્રકાર છે જ નહિ. કેમ કે સામાન્યાંશને સ્વીકારતો હોવાથી એ સંગ્રહ જ છે અને વિશેષાંશને સ્વીકારતો હોવાથી વ્યવહાર જ છે. આમ બે નયનો સમુદાય જ છે અને સમુદાય હોવાથી નૈગમમાં શુદ્ધાશુદ્ધપણું છે. તે માટે યુક્તિ આપે છે. નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારમાં પ્રવેશ થતો હોવાથી તે દ્રવ્યાસ્તિક નયની શુદ્ધાશુદ્ધ પ્રકૃતિ છે. પ્રશ્ન :- નૈગમને એકલી અશુદ્ધ પ્રકૃતિ કહીએ તો ચાલી શકે ને ? ઉત્તર :- ના, કેમ કે જ્યારે એનો સમાવેશ સંગ્રહમાં કરાય ત્યારે સંગ્રહ એ દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ છે. એટલે શુદ્ધ પ્રકૃતિ કહેવાય અને વ્યવહારમાં સમાવેશ કરીએ ત્યારે વ્યવહાર સામાન્યથી ભિન્ન વિશેષ(દ્રવ્યના ભેદોને)ને માનનારો હોવાથી નૈગમ દ્રવ્યાર્થિક નયની અશુદ્ધ પ્રકૃતિ બને છે. એટલે નૈગમમાં સંગ્રહ નયમાં સમાવેશની અપેક્ષાએ શુદ્ધત્વ છે અને વ્યવહારમાં પ્રવેશ પામે ત્યારે તે અશુદ્ધ બને છે. માટે તેમાં શુદ્ધત્વ અને અશુદ્ધત્વ છે. આથી નૈગમનય દ્રવ્યાર્થિક નયની શુદ્ધાશુદ્ધ પ્રકૃતિ છે. ભાષ્યમાં જે “સતુ'ના ભેદો બતાવ્યા છે. તેમાં પહેલો ભેદ દ્રવ્યાસ્તિક છે તે સંગ્રહ નયને અનુસરીને છે, અને બીજો ભેદ માતૃકાપદાસ્તિક છે તે વ્યવહાર નયને આશ્રયને છે. પ્રશ્ન :- તો શું દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક આ બે ભેદ નૈગમનયને અનુસરનારા નથી ? Page #412 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૪૦૩ ઉત્તર - નૈગમનયનો સંગ્રહમાં અને વ્યવહારમાં સમાવેશ બતાવી દીધો છે એટલે એ બેમાં નૈગમ આવી જાય છે. જ્યારે નૈગમનો સંગ્રહમાં પ્રવેશ કરાય ત્યારે સત્નો દ્રવ્યાસ્તિક ભેદ નૈગમનયને પણ અનુસરનાર છે અને વ્યવહારમાં પ્રવેશ કરાવો ત્યારે સતુનો બીજો માતૃકાપદાસ્તિક ભેદ નૈગમને અનુસરનારો છે. અર્થાત્ નૈગમ નયની સ્વતંત્રતા નથી માટે એના અભિપ્રાયની વાત કરી નથી. સંગ્રહ અને વ્યવહારનો વિષય જુદો જુદો છે માટે એ બેની વાત કરી છે. સતના દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક આ બે ભેદ એટલા માટે જ બતાવ્યા છે કે દ્રવ્યાસ્તિક નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકૃતિવાળો છે. આ બે ભેદ બતાવવા દ્વારા દ્રવ્યાસ્તિક નયની શુદ્ધતા અને અશુદ્ધતા બતાવી. હવે શુદ્ધાશુદ્ધ બે પ્રકૃતિ બતાવી તેમાં શુદ્ધ પ્રકૃતિ બતાવવાનું પ્રયોજન બતાવે છે. સર્વ વસ્તુ સત્ લક્ષણ છે. એટલે કે સત્ કહેવાથી બધી વસ્તુ આવી ગઈ. કેમ કે સહુથી કોઈ ભિન્ન વસ્તુ નથી. સતથી ભિન્ન તો અસત્ કહેવાય. તે અસત્ તો છે જ નહીં એટલે દ્રવ્યાસ્તિક અસત્નો નિષેધ કરવા દ્વારા સર્વનો સંગ્રહ એક “સ” પદથી કરી લે છે. સતુથી અનાવિષ્ટ–જુદું કશું છે જ નહીં. અથવા દ્રવ્યથી અનાવિષ્ટ કહ્યું છે જ નહીં. કેમ કે અહીં શુદ્ધ પ્રકૃતિ દ્રવ્યાસ્તિક બનાવી રહ્યા છીએ. શુદ્ધ પ્રકૃતિ દ્રવ્યાસ્તિક સંગ્રહ નય જ છે. એટલે સંસ્કૃતિ ઉપusીમાન' એક કરીને જે સત્ અને દ્રવ્યને ગ્રહણ કરે તે સંગ્રહ છે. આવા શુદ્ધ પ્રકૃતિવાળા દ્રવ્યાસ્તિકમાં ભેદ નથી. અર્થાતુ વ્યક્તિ નથી. આ એક દ્રવ્ય, આ એક દ્રવ્ય આવો ભેદ નથી. સત્ કે દ્રવ્ય ભેદ રહિત છે. અર્થાત્ અનેક સત્ કે અનેક દ્રવ્ય નથી પણ સત્ અને દ્રવ્ય એક છે. જે કાંઈ છે તે બધું સત્ જ છે, દ્રવ્ય જ છે. સત્ કે દ્રવ્યના કોઈ ભેદ નથી. આથી સંગ્રહ નયના વિષયવાળો દ્રવ્યાસ્તિક લોકયાત્રા-લોકવ્યવહારની પ્રવૃત્તિથી બહાર છે. લોકવ્યવહારમાં આનો કશો ઉપયોગ નથી. અર્થાત્ લોયાત્રાનો વ્યવહાર બની શકતો નથી, કેમ કે સતુ કે દ્રવ્યનો સ્વીકાર કરવામાત્રથી કોઈની પણ કોઈમાં પ્રવૃત્તિ કે કોઈની કોઈથી નિવૃત્તિ નથી એટલે જગત નિરીહ થશે. અને આ વાત તો ન્યાય નથી. કારણ કે અનુભવનો બાધ આવે છે. (૨) માતૃકાપદાસ્તિક માટે જ વસ્તુઓમાં ત્યાગ (હેય), ઉપાદાન (ઉપાદેય) અને ઉપેક્ષારૂપે ભેદનો આશ્રય થાય તો જ વ્યવહારની પ્રવૃત્તિ બની શકે. અર્થાત્ વ્યવહારની પ્રવૃત્તિ વસ્તુના ત્યાગથી થાય છે, વસ્તુના ગ્રહણથી થાય છે અને વસ્તુની ઉપેક્ષાથી થાય છે. એટલે એક વસ્તુ લેવા લાયક છે, એક વસ્તુ છોડવા લાયક છે અને એક વસ્તુ લેવા લાયક કે છોડવા લાયક નથી પણ ઉપેક્ષા કરવા ૧. વ્યાતિભશેવવિમુર્ણ સનાત્રણેવ, મનમેથયોપિ સનાતૃત્વાતન્ત બચત/સર્વદ્ તિ...હા. वृ० पृ० २४० Page #413 -------------------------------------------------------------------------- ________________ ४०४ તત્ત્વાર્થ સૂત્ર યોગ્ય છે. આમ વસ્તુમાં ત્યાગ, ઉપાદાન અને ઉપેક્ષાથી વ્યવહારપ્રવૃત્તિ ભેદના આશ્રયવાળી છે. વ્યવહારની પ્રવૃત્તિ ત્યારે જ બને કે એકનો સ્વીકાર, એકનો ત્યાગ અને એકની ઉપેક્ષા રહે. પ્રાયઃ આ રીતે વ્યવહાર ચાલે છે. આ જે વસ્તુનો ભેદ છે તે માતૃકાપદાસ્તિકના કારણે છે. માતૃકાપદાસ્તિક વ્યવહારનયને આશ્રિત છે. કેમ કે વ્યવહારનય અશુદ્ધ પ્રકૃતિ છે. લોકમાં જે વ્યવહાર છે તેની સિદ્ધિ માટે વ્યવહાર નય દ્રવ્યાસ્તિકનો સત્ સામાન્ય અથવા દ્રવ્યનો ભેદ કરે છે કે વિશેષ સિવાય પદાર્થના સ્વરૂપની પ્રાપ્તિ જ નથી. તે આ રીતે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવાસ્તિકાયથી જુદું બીજું કયું દ્રવ્યાસ્તિક છે ? ધર્માદિ જ દ્રવ્ય છે અને ધર્માદિનું દ્રવ્યપણું સરખું હોવા છતાં તે ધર્માદિ અસ્તિકાયો પરસ્પર ભિન્ન સ્વભાવવાળા છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ અધર્માસ્તિકાયમાં આવતો નથી અને અધર્માસ્તિકાયનો સ્વભાવ ધર્માસ્તિકાયમાં આવતો નથી. એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બનતો નથી. અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય બનતો નથી. દા. ત. જેમ પાકેલું નહીં પાકેલું બનતું નથી. તેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બનતો નથી. આ રીતે બીજા અસ્તિકાયોમાં પણ સમજી લેવું. આમ બીજા પણ અસ્તિકાયો ભિન્ન સ્વભાવવાળા હોવાથી ભિન્ન છે અને લોકવ્યવહાર ચલાવે છે. - સત જ કે શુદ્ધ દ્રવ્ય જ વિદ્યમાન હોવા છતાં કોઈ પણ કાળે વ્યવહાર યોગ્ય બની શકે નહિ. કારણ કે ભેદ જ વ્યવહારમાં સમર્થ છે, અભેદ નહિ. માટે સ્કૂલ કેટલાક વ્યવહાર યોગ્ય એવા વિશેષ જેમાં પ્રધાન છે એવો માતૃકાપદાસ્તિક છે. મતલબ એ છે કે–શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહ નયથી લોકવ્યવહાર ન થાય. લોકમાં સતુ કે દ્રવ્ય શબ્દ બોલો એટલે અસત કે અદ્રવ્યનો પ્રતિષેધ થાય પણ વિધિ બની શકે નહીં. એટલે વિધિવિશેષથી થાય છે. વનસ્પતિ લાવ' એમ કહેવાથી લાવનાર શું લાવે ? કેમ કે વ્યવહાર તો વિશેષથી ચાલે છે. વનસ્પતિ કહેવાથી વ્યવહાર ન ચાલે. કોઈ પ્રવૃત્તિ ન થાય પણ “આંબો લાવ' બોલો એટલે તરત જ પ્રવૃત્તિ થશે. માટે એકલા દ્રવ્યાસ્તિકનો જ ભેદ ચાલે નહીં. માતૃકાપદાસ્તિકનો ભેદ પણ બતાવવો જ જોઈએ. ધર્માદિ જુદાં જુદાં દ્રવ્યો-દ્રવ્ય વિશેષો માનવા જ જોઈએ. કારણ કે ભેદ જ વ્યવહારમાં સમર્થ છે, અભેદ નહિ. માતૃકાપદથી ધર્માસ્તિકાયાદિ વાચ્ય હોય તો જ ધર્માસ્તિકાયાદિ છે આવી પ્રરૂપણા કરનાર વ્યવહારનય માતૃકાપદાસ્તિકના વ્યવહાર યોગ્યપણે તેનો (માતૃકાપદનો) જે વિષય છે તેની (ધર્માસ્તિકાયાદિની) સાથે અભેદ ઉપચાર હોવાથી ધર્માસ્તિકાયાદિ માતૃકાપદાસ્તિક કહેવાય માટે ધર્માદિ માતૃકાપડવાચ્ય છે તે બતાવે છે. આ ધર્માસ્તિકાયાદિ સામાન્યપર્યાય અને વિશેષ પર્યાયનો આશ્રય છે તેથી માતૃકાપદ શબ્દથી ધર્માસ્તિકાય વગેરે અસ્તિકાયનો વાચ્ય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ માતૃકા એટલે સ્વરો અને વ્યંજન આ માતૃકા બધા વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ આદિ વિકલ્પ(ભેદો)ની યોનિ(સ્થાન) છે. મા તૃ કા આ ત્રણ અક્ષરરૂપ જે પદ, આ પદ એ જ શબ્દ એનાથી વાચ્ય કહેવાય છે. આ પ્રમાણે ધર્માદિ અસ્તિકાયો વ્યવહારમાં કારણ બને એવા અનેક પર્યાયોથી યુક્ત અને વ્યવહા૨ના કારણ ન બને એવા પણ અનેક પર્યાયોથી યુક્ત છે. આમ અસ્તિકાય વ્યવહાર્ય અને અવ્યવહાર્ય આવા અનેક પર્યાયોના આશ્રય છે. તેમાં જેણે જે વ્યવહાર કરવો હોય તે રીતે વ્યવહા૨ના અર્થીઓ ત્યાં ત્યાં તેનો વ્યવહાર કરે છે. માટે વ્યવહાર યોગ્ય માતૃકાપદ જ છે. દ્રવ્યાસ્તિકાય વગેરે વ્યવહાર યોગ્ય નથી. આ પ્રમાણે વ્યવહાર નયનો અભિપ્રાય—મત છે. આ રીતે દ્રવ્યાસ્તિકની શુદ્ધાશુદ્ધપ્રકૃતિ એવા નૈગમનયની વિચારધારાને આપણે વિચારવા પ્રયત્ન કર્યો. નૈગમનય ‘દ્રવ્ય પણ જુદું છે', ‘પર્યાય પણ જુદા છે' આ રીતે સામાન્ય અને વિશેષને સ્વતંત્ર સ્વીકારે છે. તેમાં સંગ્રહનયના અભિપ્રાયે દ્રવ્યાસ્તિક સત્ (દ્રવ્ય સામાન્ય) અને વ્યવહા૨ નયના અભિપ્રાયે માતૃકાપદાસ્તિક સત્ (દ્રવ્ય વિશેષ) સ્વીકારે છે. આ રીતે નૈગમનયની વિચારણા પૂરી થઈ. હવે સંગ્રહ અને વ્યવહાર નયને વિચારીએ. સંગ્રહ અને વ્યવહા૨ નય પ્રત્યેકના સો સો ભેદ પડે છે. આથી આ બંને નયો બહુમુખવાળા છે. અર્થાત્ આ બે નયોના નિરૂપણ કરવાના ઘણા પ્રકારો છે. હવે માતૃકાપદાસ્તિકપણે બતાવેલ જે વ્યવહાર નય છે તે વ્યુત્પત્તિના નિમિત્તથી પ્રાપ્ત થતા અર્થથી યુક્ત છે તે બતાવે છે— ‘વ્યવહાર નયનું' જે વ્યવહાર નામ આપવામાં આવ્યું છે અન્વર્થ સંજ્ઞા છે અર્થાત્ ગુણયુક્ત નામ છે. તે આ પ્રમાણે— - અવહરાં-વિમનનું વિભાગ કરવો અર્થાત્ જુદું જુદું સ્વરૂપ બતાવવું તે અવહાર: કોનો વિભાગ કરવો ? કોનું સ્વરૂપ જુદું જુદું બતાવવું ? એક સત્ત્વનો વિભાગ કરવો અર્થાત્ એક સત્ત્વનું જુદું જુદું સ્વરૂપ બતાવવું. એક સત્ત્વનો લોકયાત્રા-લૌકિક વ્યવહારની સિદ્ધિ માટે અનેકરૂપનો આશ્રય કરીને વિભાગ સંભવે છે તે સત્ત્વ સિવાય કોઈનો થઈ શકતો નથી. તે આશયથી ‘કોનો' (વિભાગ) એ પ્રશ્ન કરી ‘એક સત્ત્વનો' એવો ઉત્તર આપ્યો. હવે બીજો પ્રશ્ન થાય કે સત્ત્વનો વિભાગ કોના વડે થાય ? ૧. उत्पन्नानामेवसत्त्वात् स्थूलसूक्ष्मोत्पादकलापेऽअस्तिमत्युत्पन्नास्तिकं, अनुत्पन्नस्य वान्ध्येयव्योमोत्पलादेरसत्त्वात् उत्पत्तिमतोऽवश्यं विनाशात् विनाशितमिति पर्यायास्तिकं प्रायो विनाश उच्यते ॥.... हा० वृ० पृ० २४० / २ Page #415 -------------------------------------------------------------------------- ________________ ४०६ તત્ત્વાર્થ સૂત્ર કેમ કે મુખ્ય જે સત્ત્વ તેના પેટાભેદ પરસ્પર વિરુદ્ધ જે અનેક ધર્મ છે તેના વડે જ વિભાગ સંગત થઈ શકે છે. તો તેવો ક્યો ધર્મ છે જેનાથી સત્ત્વના વિભાગ થઈ શકે છે? આ જિજ્ઞાસાથી પ્રશ્ન પુછાય છે કે “કોના વડે ?” તેનો જવાબ છે “વિશેષ વડે સામાન્ય જે સત્ત્વ છે તેને વિશિષ્ટરૂપે બતાવનાર જ વિશેષ છે, બીજો નહીં. આ અભિપ્રાયથી ઉત્તર અપાય છે “વિશેષ વડે’. વિશેષ કોણ? ધટાદિ. આ ઘટાદિ વિશેષ વડે એક સત્ત્વનો વ્યવહાર થાય છે. આમ નાના અનેક) સત્ત્વથી વ્યવહાર થાય છે. આ શા માટે કહો છો ? લોકયાત્રાની સિદ્ધિ માટે. આ રીતે જ લોકવ્યવહારની સિદ્ધિ થાય છે માટે આવો વ્યવહાર છે. અનેક સત્ત્વ વડે લોકવ્યવહારને સિદ્ધ કરતો હોવાથી વ્યવહાર છે. સારાંશ એ છે કે વ્યવહાર સામાન્યથી સત્ માનતો નથી. કેમ કે એનાથી વ્યવહાર થાય નહીં. ઘટાદિ વિશેષથી જ વ્યવહાર થઈ શકે છે. विशेषेण अवहारः इति व्यवहारः વિશેષથી જે વિભાગ કરાય તે વ્યવહાર. ઘટ, પટ આદિ અનેક સત્ત્વ વડે એક સત્ત્વનો જે વિભાગ કરાય તે વ્યવહાર છે. આ રીતે વ્યવહાર' શબ્દ અન્વર્ય સંજ્ઞાવાળો છે એમ સિદ્ધ થયું. આ સાથે વ્યવહાર નય અને સંગ્રહ નયનું પ્રરૂપણ થવાથી દ્રવ્યાતિક અને માતૃકાપદાસ્તિકના સ્વરૂપને બતાવનાર દ્રવ્ય નયનું પ્રરૂપણ પૂર્ણ થાય છે... આ અર્પિતાનર્પિત...” સૂત્રનો વિચાર દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયને લઈને જ કરવાનો છે. તેમાં આપણે સહુનો વિચાર કરી રહ્યા છીએ. તે સતુ દ્રવ્યાર્થિકની અર્પણ કરીએ ત્યારે નિત્ય છે અને પર્યાયાર્થિકની અર્પણ કરીએ ત્યારે અનિત્ય છે. તેમાં દ્રવ્યાર્થિકની અર્પણાથી સત નિત્ય છે એ આપણે વિચારી લીધું. અર્થાત્ દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક સત્ નિત્ય છે તે વિચાર્યું. હવે પર્યાયાર્થિકની અર્પણાથી સત્ અનિત્ય છે અર્થાત્ ઉત્પનાસ્તિક અને પર્યાયાસ્તિક સત્ અનિત્ય છે તે વિચારીએ છીએ. આ પર્યાયનય દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકે કહેલ સામાન્ય વસ્તુના વિરોધપૂર્વક ભેદો જ એટલે કે ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા પર્યાયો જ–વિશેષો એ જ વસ્તુ છે આવું અવધારણ કરે છે. અર્થાત્ આ પર્યાય નય વિશેષ પદાર્થને જ પદાર્થ માને છે. સામાન્ય દ્રવ્ય છે જ નહીં તેવું સ્વીકારે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૪૦૭ આમ જ્યારે દ્રવ્યનો જ આ નય નિષેધ કરે છે એટલે દ્રવ્ય-સામાન્યને જ માનતો નથી અને દ્રવ્ય જ માનતો નથી તો સંગ્રહ અને વ્યવહાર નયનો વિષય તો દ્રવ્ય જ છે તો તેનું પણ નિરાકરણ કરે છે. દ્રવ્યાસ્તિક સને સંગ્રહ ન માને છે અને માતૃકાપદાસ્તિક સત્ ને વ્યવહાર નય માને છે. આ બંનેનો પર્યાય નય ઇન્કાર કરે છે. પર્યાય નય સતના પહેલા બે પ્રકાર જેના વિષય છે તેવા આ બંને નયને સ્વીકારતો નથી. પર્યાય નય હવે પર્યાય નય પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. તે આ પ્રમાણે– ઉત્પાદ અને વિનાશનો અટકયા વગરનો પ્રવાહમાત્ર જ વસ્તુ છે જે બધા વ્યવહારનું કારણ બને છે. સ્થિર કોઈ વસ્તુ છે જ નહિ. - વસ્તુ એટલે જ ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ. વસ્તુ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. ઉત્પન્ન થઈને તરત વિનાશ પામે છે. એટલે ઉત્પત્તિ, વિનાશ, ઉત્પત્તિ, વિનાશ આ પ્રમાણે ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ અટક્યા વગર ચાલ્યા જ કરે છે. આથી ઉત્પાદ અને વિનાશનો પ્રવાહ જ વસ્તુ છે. આત્મભાવ-કાર્યરૂપતાને પ્રાપ્ત કર્યા પછી એક પણ ક્ષણના આંતરા સિવાય બીજી જ ક્ષણમાં નાશમાન હોવાથી અર્થાત એક ક્ષણમાં વસ્તુનો ઉત્પાદ છે અને બીજી જ ક્ષણમાં વિનાશ થાય છે એટલે કોઈ એક અભિન્ન સ્થિત્યંશની સાથે સંબંધ સંભવતો નથી. ઉત્પાદ અને વિનાશની સાથે અભેદને ધારણ કરનાર વચમાં કોઈ એક સ્થિતિ છે જ નહીં. ઉત્પાદ થતાંની સાથે જ વિનાશ થાય છે માટે સ્થિતિ છે જ નહિ. એટલે ઉત્પાદ અને વિનાશ એ જ વસ્તુ છે... આ રીતે પર્યાયન ઉત્પાદ અને વિનાશ જ માને છે પણ સ્થિતિને સ્વીકારતો નથી તેવો તેના વક્તવ્યનો સાર સમજાય છે. ' હવે આપણે સત્ અનિત્ય છે તે બતાવવા માટે પર્યાય નયના (૧) ઉત્પનાસ્તિક અને (૨) પર્યાયાસ્તિક આ બે વિકલ્પોને વિચારીએ છીએ. ઉત્પનાસ્તિક ઉત્પત્તિ ક્ષણ પછી વિનાશ સ્વભાવવાળા પદાર્થમાં આ ઉત્પાદ અને વિનાશના પ્રવાહમાં સંપૂર્ણ સ્કૂલ અને સૂક્ષ્મ ઉત્પાદન સમૂહનું પ્રતિપાદન કરનાર પર્યાય નય ઉત્પન્નાસ્તિક સત્ માને છે. ઉત્પનાસ્તિકનો નિરુકતાર્થ.. મતિઃ ઉત્પન્નમાં જેની મતિ છે તે ઉત્પન્નાસ્તિક. અર્થાતુ ઉત્પાદ છે આવો જેનો અભિપ્રાય હોય તે ઉત્પન્નાસ્તિક કહેવાય છે. ૧. અહીં “આત્મલાભક્ષણ.” આવો પાઠ હોય તો પૂર્વમાં અસત્ હોય અને પછી જે સત્ત્વની ઉત્પત્તિ છે તે આત્મલાભક્ષણ છે. ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ ક્ષણમાં વિનાશી હોવાથી... Page #417 -------------------------------------------------------------------------- ________________ ४०८ તત્ત્વાર્થ સૂત્ર ઉત્પન્નમાં જ જેની બુદ્ધિ છે પણ અનુત્પન્ન એવા વંધ્યાપુત્ર કે આકાશકુસુમમાં આ સત્ છે આવી જેની મતિ નથી તે ઉત્પન્નાસ્તિક પર્યાયનય છે. કેમ કે અનુત્પન્ન ધર્મસ્વભાવવાળો છે તે સત્ છે આવું સ્વીકારાય તો વંધ્યાપુત્ર આદિ પણ “સત્ છે આવું અવધારણ કરવું પડે અને તે તો અસત્ છે. માટે જ આ અર્થને બતાવવા માટે અનુત્પન્નના વિશેષ્ય એવા વંધ્યાપુત્ર આદિનું દષ્ટાંત મૂક્યું છે. વળી ઉત્પન્નાસ્તિકને માન્ય “સતુ' આ શબ્દથી વાચ્ય જે કાર્યક્ષણ છે તે પણ અભૂતપ્રાદુર્ભાવ છે. એટલે કે પહેલા હતી નહિ પણ પછીથી કાર્યરૂપ થઈ છે. તેનો સત્ વગેરે શબ્દોથી વ્યવહાર થાય છે. પ્રશ્ન :- તો અતિ શબ્દથી તેનો વ્યવહાર કેમ નથી કરતા ? ઉત્તર :- “ગતિ' શબ્દનો અર્થ હોય છે. આવો થાય છે એટલે પદાર્થ પહેલા થઈને વર્તમાન કાળમાં રહેલો છે એવો અર્થ થાય. આ નય તો ઉત્પન્ન થયો તે જ ક્ષણને માને છે. પદાર્થ આ ક્ષણમાં ઉત્પન્ન થાય છે બીજી જ ક્ષણમાં નાશ પામે છે. એટલે “રહેલો છે એ તો તેને માન્ય જ નથી. માટે જ પહેલા હતી નહિ અને પછી કાર્યરૂપે થઈ તે ક્ષણને જ સ્વીકારે છે. આથી સત્ શબ્દનો પ્રયોગ કર્યો પણ ‘તિ’નો પ્રયોગ કર્યો નથી. આમ ઉત્પનાસ્તિકના મતે પહેલા હતી નહિ અને પછી કાર્યરૂપ થઈ છે તેને સતુ. કહેવાય છે પરંતુ પૂર્વકાળમાં થઈને વર્તમાનકાળની સ્થિતિને અનુભવતો હોય તેને સત્ કહેવાય નહીં. ઉત્પાદ એ ક્રિયા છે અને ક્રિયા તો પ્રતિ આદિ ક્રિયા જેમ કૃતક છે તેમ ઉત્પાદ એ પણ ક્રિયા હોવાથી કૃતક છે. અર્થાત્ કાર્ય છે, અને કર્તામાં કર્તુત્વ તો ક્રિયાના સંબંધથી બને છે. એટલે કે કર્તા ક્રિયા કરી રહ્યો હોય ત્યારે તેનો કર્તા કહેવાય છે. માટે કર્તામાં કર્તુત્વનો લાભ ક્રિયાના સંબંધથી પ્રાપ્ત થાય છે. એટલે કર્તા પણ કૃતક થયો. ઉત્પાદ ક્રિયા) પણ કૃતક છે, કર્તા પણ કૃતક છે. માટે કોઈ પણ વસ્તુ સ્થિર નથી. અર્થાત્ સ્થિતિવાળી નથી. જે કાર્ય હોય છે તે સ્થિતિવાળું હોતું નથી. ઉત્પાદ સિવાય કોઈ પદાર્થ છે જ નહિ એટલે કાર્ય સ્થિત સત્તાવાળું હોઈ શકતું જ નથી. પ્રશ્ન :- ઘટનો ઉત્પન્ન થયા પછી પણ “ઘટ' તરીકે વ્યવહાર થાય છે ઉત્તર :- “ઘટ ઘટ’ આવો જે ઉત્પત્તિથી લઈને વિનાશ સુધી વ્યવહાર થાય છે તે એક ઘટ વ્યક્તિને નથી પણ ઘટ સંતતિના આશ્રયથી થાય છે. કેમ કે ઉત્તરોત્તર ક્ષણો પ્રથમ ક્ષણથી વિલક્ષણ હોય છે. પ્રથમ ક્ષણમાં જે ઉત્પાદ છે ને ઉત્તર ક્ષણમાં જે ઉત્પાદ છે તે વિલક્ષણ છે કેમ કે પૂર્વેક્ષણ કરતાં ઉત્તરક્ષણ વિલક્ષણ જ છે. ૧. અહીં ક્રિયા ધાત્વર્થ માત્ર લેવાની છે. એટલે “સત્તા' જૂ ધાતુનો અથવા આ ધાતુનો અર્થ હોવાથી ક્રિયા જ છે અને તે સત્તાનો સંબંધી જે હોય તે સંતુ કહેવાય. એ સંતુ કર્તા બને છે. એ કર્તાનું સ્થિરત્વ ત્યારે જ બની શકે કે સત્તારૂપ જે ક્રિયા છે તે સ્થિર હોય પણ એ સ્થિર નથી એને માટે દષ્ટાંત બતાવે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૦૯ આમ પૂર્વક્ષણ કરતાં વિલક્ષણ ઉત્તરક્ષણ સંતાન આકારે ઉપજનં-આત્મલાભને પ્રાપ્ત કરે છે. આ રીતે ઉત્પન્નાસ્તિક સત્ તો જે ક્ષત્રે પદાર્થની ઉત્પત્તિ છે તે જ ક્ષણે સત્ છે. પર્યાયનયથી ઉત્પન્નાસ્તિક સત્ની વિચારણા પૂરી થાય છે. હવે આપણે પર્યાય નયના બીજા વિકલ્પ પર્યાયાસ્તિક (વિનાશાસ્તિક) સત્ને વિચારીએ છીએ. પર્યાયાસ્તિક (વિનાશાસ્તિક) જેમ ઉત્પન્નાસ્તિક સ્કૂલ ઉત્પાદ, સૂક્ષ્મ ઉત્પાદ આ રીતે સંપૂર્ણ ઉત્પાદની પ્રરૂપણા કરવામાં હોશિયાર છે તેવી રીતે બધા વિનાશની પ્રરૂપણા કરવામાં હોશિયાર પર્યાયાસ્તિક પોતાનું નિરૂપણ કરે છે. ઉત્પન્ન વસ્તુ અવશ્યમેવ વિનાશ પામે છે. આથી જેટલા ઉત્પાદ છે એટલા જ વિનાશ છે. આ નયની જાતિ વિનાશમાં જ છે. વિનાશે અસ્તિ મતિઃ વિનાશમાં જેની મતિ છે તે પર્યાયાસ્તિક છે. અહીં પર્યાય એટલે વિનાશરૂપ ભેદ સમજવો. કારણ કે આ વિનાશરૂપ પર્યાય ઉત્પન્નનો હોય જ છે. અહીં પ્રસ્તુત વિનાશપર્યાય છે. ઉત્પાદપર્યાય તો ઉપર કહી ગયા છીએ. પ્રશ્ન :- પર્યાયનો અર્થ વિનાશ કેવી રીતે થાય ? ઉત્તર ઃ- જેમ ‘પ્રાપ્તપર્યાયો દેવદત્તઃ' આ ઉદાહરણમાં પર્યાયનો અર્થ વિનાશ થાય છે. ‘દેવદત્ત વિનાશ પામ્યો' તેવી રીતે અહીં પણ પર્યાય શબ્દનો અર્થ પ્રકરણને સંગત વિનાશ અર્થ ર્યો છે. અહીં પર્યાયાસ્તિક સત્ કહેવા દ્વારા પર્યાયમાત્રની પ્રરૂપણાને આધીન જેટલા અનિત્યના પ્રકારો છે તે બધાનો સંગ્રહ થઈ જાય છે પણ ન્યૂનતા કે અધિક સંખ્યા નથી રહેતી તે આશયથી કહેવાય છે કે— આ પર્યાયાસ્તિક સત્ કહેવાથી વિસ્રસા કે પ્રયોગથી પ્રાપ્ત થયેલા સમસ્ત વિનાશનું સૂચન સમજી લેવું. એટલે જેટલા પણ વિનાશ છે તે બધા વિનાશો પર્યાયાસ્તિક સત્ છે. આ રીતે વિગ્નસા વિનાશ અને પ્રયોગ વિનાશથી વધારે કોઈ પ્રકાર છે નહીં અને એનાથી ઓછો પણ કોઈ પ્રકાર નથી એટલે અનિત્યતા ક્યાં તો વિસ્રસાવિનાશ હશે. ક્યાં તો ૧. ૨. एमसमयम्मि एगदवियस्स, बहुयावि होंति उप्पाया । उप्पायसमा विगमा ठिईउ उस्सग्गओ णियमा ||३८|| एकस्मिन् समये एकद्रव्यस्य बहव उत्पादा भवन्ति, उत्पादसमानसंख्या विगमा अपि तस्यैव तदैवोत्पद्यन्ते विनाशमन्तरेणोत्पादस्थासम्भवात् न हि पूर्वपर्यायाविनाशे उत्तरपर्यायो भवति,....सम्मतितत्त्वसोपाने पृ० २७९ अस्य समर्थनाय श्लो० ३९ टीका द्रष्टव्या पृ० २८० उत्पत्तिमतोऽवश्यं विनाशात् विनाशितमिति पर्यायास्तिकं प्रायो विनाश इति उच्यते । हा० वृ० २४०, २४१ Page #419 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પ્રયોગવિનાશ હશે ! સમજી ગયા હશો કે બધા અનિત્યતાના પ્રકારો આ બે પ્રકારોમાં જ સમાવિષ્ટ છે. આ બધા વિનાશો પર્યાયાસ્તિક સત્ છે. બીજાઓ ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિકની વ્યાખ્યા ઉપર કરી તેનાથી બીજી રીતે કરે છે. અપર તરફથી આ બંને નયનું વ્યાખ્યાન... ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ બંને નયમાં પહેલા ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યા કરાય છે. ૪૧૦ ઉત્પન્નાસ્તિક ઃ- સામગ્રીના કારણે કાળથી કે અર્થી અવ્યભિચારી એક દ્રવ્યથી થનારા પર્યાયોનો જ્યાં વ્યવહાર થાય છે તે ઉત્પન્નાસ્તિક છે. દા. ત. સિધ્યમાન સિદ્ધ શબ્દથી કહેવાય છે. તેમાં સિદ્ધ શબ્દ કાળથી અને અર્થથી અવ્યભિચારી છે. તે આ રીતે—સિદ્ધત્વ પર્યાય આત્મદ્રવ્યનો ભાવી પર્યાય છે. આત્માથી આ સિદ્ધત્વ પર્યાય અવ્યભિચારી છે. કેમ કે આત્મદ્રવ્ય સિવાય સિદ્ધત્વ પર્યાય હોતો નથી. માટે જ સિધ્યમાન આત્માને સિદ્ધ કહેવાય છે. એવી જ રીતે કાળથી પણ સિદ્ધ શબ્દ અવ્યભિચારી છે. કેમ કે જ્યારે આત્મા સિદ્ધ થઈ રહ્યો છે ત્યારે જ તેને સિદ્ધ કહેવાય છે. આ રીતે ‘સિદ્ધ' શબ્દ અર્થથી અને કાળથી અવ્યભિચારી છે. વળી સામગ્રીના કારણે એક આત્મદ્રવ્યનો અવશ્ય થનાર પર્યાય છે. માટે ‘સિધ્ધમાન' ‘સિદ્ધ' શબ્દથી કહેવાય છે તેમ અર્થથી કે કાળથી અવ્યભિચારી, સામગ્રીના કારણે અવશ્ય થનાર એક દ્રવ્યના ઉત્પદ્યમાન પર્યાયોને ઉત્પન્ન કહેવાય છે. દા. ત. માટીને ઘટ કહેવું. કેમ કે ઘટ એ ‘માટી’ દ્રવ્યનો અવશ્ય થનાર પર્યાય છે. સામગ્રી દંડ, કુલાલ, ચક્ર આદિ હાજર છે. ઘટ એ માટીથી જુદો નથી પણ અવ્યભિચારી છે તેમ માટી જ્યારે ઘટરૂપે થઈ રહી છે ત્યારે જ ઘટ કહેવાય ! એટલે કાળથી પણ અવ્યભિચારી છે. માટે ચાકડા પર રહેલી ઘટરૂપે થઈ રહેલ માટીને ઘડો કહેવાય છે. આ રીતે ઉત્પદ્યમાન પણ ઉત્પન્નાસ્તિક સત્ છે આવી અપરની વ્યાખ્યા છે. પૂર્વની વ્યાખ્યા પ્રમાણે નહોતું અને ઉત્પન્ન થયું તે જ ક્ષણે ઉત્પન્નાસ્તિક સત્ છે અને અપરની વ્યાખ્યા પ્રમાણે નહોતું પણ અવશ્ય ઉત્પન્ન થવાનું છે. જે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યું છે તે ઉત્પન્નાસ્તિક સત્ છે. પર્યાયાસ્તિક ઃ એક દ્રવ્યના અયુગપવૃત્તિ—એક સાથે નહીં રહેનાર ભાવી પર્યાયોનું યુગપ ્ (એક ૧. બીજાએ બતાવેલ પર્યાયાસ્તિકની વ્યાખ્યામાં પર્યાયોનું ‘અયુગપત્કૃત્તિ' આ જે વિશેષણ છે એનાથી કાળથી અથવા અર્થથી જે વ્યભિચારી પર્યાયોના યુગપદ્ અગ્રહણ અને સામગ્રીના ગ્રહણથી જ્યાં વ્યપદેશ થાય છે તે પર્યાયાસ્તિક છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૧૧ સાથે) ગ્રહણ થતું ન હોવાથી અને સામગ્રીના ગ્રહણથી જ્યાં વ્યપદેશ થાય તે પર્યાયાદેશપર્યાસ્તિક છે. દા. ત. સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળાં પુદ્ગલોનું ઇન્દ્રિયો વડે એક સાથે ગ્રહણ નથી થતું તો પણ ‘પુદ્ગલો રૂપ-૨સ-ગંધવાળા છે' એમ કહેવાય છે. તેમ એક દ્રવ્યના કાળથી કે અર્થથી વ્યભિચારી (અયુગપવૃત્તિ) જેનું એક સાથે ગ્રહણ નથી થતું છતાં પણ ઇન્દ્રિયોરૂપ સામગ્રી દ્વારા ગ્રહણ થાય અને તે દ્રવ્યમાં તે બધાનો વ્યપદેશ થાય તે પર્યાયાસ્તિક છે. એક પુદ્ગલ દ્રવ્ય છે. તેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ બધા પર્યાયો છે. આ સ્પર્શાદ પર્યાયોનું ઇન્દ્રિયો વડે યુગપદ્ ગ્રહણ નથી થતું છતાં ‘સ્પર્શોદિવાળું પુદ્ગલ' કહેવાય છે. વળી આ સ્પર્શાદ પર્યાયના જે વિશેષ-ભેદો છે ઉષ્ણ અને શીત, ગુરુ-લઘુ, કઠિન-મૃદુ, રૂક્ષ-સ્નિગ્ધ આમાં પરસ્પર વિરોધી જે સ્પર્શ છે તે એક સાથે એક દ્રવ્યમાં રહેતા નથી. તેવી જ રીતે તિક્ત-ટુ-આમ્લ-મધુર-લવણ બધા રસ રહેતા નથી, સુગંધ-દુર્ગંધ બંને ગંધ એકસાથે એક દ્રવ્યમાં રહેતા નથી. બધા વર્ણ એકસાથે એક દ્રવ્યમાં રહેતા નથી. એટલે કે આ બધા વિશેષ પર્યાયો અયુગપવૃત્તિ છે. આ બધા પર્યાયોનું એક સાથે ગ્રહણ થતું નથી, અને સામગ્રી દ્વારા ગ્રહણ થાય છે. એટલે કે શીતાદિ સ્પર્શમાંથી ઇન્દ્રિયરૂપ સામગ્રીથી કોઈ એક સ્પર્શનું ગ્રહણ થાય છે પણ એકસાથે શીતસ્પર્શાદિ જે ક્રમભાવી છે તેનું ગ્રહણ થતું નથી છતાં શીતાદિ સ્પર્શવાળા પુદ્ગલ છે એમ કહેવાય છે. આમ ઇન્દ્રિયોરૂપ સામગ્રીથી અયુગપવૃત્તિ પર્યાયોનું એકસાથે ગ્રહણ ન થતું હોવા છતાં જ્યારે ચક્ષુરૂપ સામગ્રીથી રૂપનું ગ્રહણ થાય છે પણ રસાદિનું ગ્રહણ થતું નથી, રસના દ્વારા રસનું ગ્રહણ થાય છે ત્યારે રૂપનું ગ્રહણ થતું નથી. આ રીતે સ્પર્શાદિ યુગપદ્ ગ્રહણ થતા નથી છતાં પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે એમ કહેવાય છે. આ રીતે એક પુદ્ગલ દ્રવ્યના સ્પર્શાદિ અયુગપદ્ભાવિ પર્યાયો છે. આ પર્યાયો એકસાથે ગ્રહણ થતાં નથી છતાં ઇન્દ્રિયરૂપ સામગ્રીથી ગ્રહણ થવાથી આ બધા પર્યાયોવાળું પુદ્ગલ છે આવું કહેવાય છે તે પર્યાયાસ્તિક છે. ૧. જે કાળથી અને જે અર્થથી તે કાળમાં અને તે અર્થમાં હોય જ તે અવ્યભિચારી કહેવાય. આ ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યા છે. પર્યાયાસ્તિક આનાથી વિરુદ્ધ છે. ૨. ‘સામગ્રીગ્રહણાત્'નો અર્થ રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઉત્પન્ન કરનારી જો એક જ સામગ્રી હોય તો ‘અયુગપવૃત્તીનાં આ વિશેષણ ઘટી શકતું નથી. તો પણ ભિન્ન એવી પણ સામગ્રી અભિન્નરૂપે જ ગ્રહણ કરવી. આવા અભિપ્રાયથી ‘સામગ્રીગ્રહણાત્' આ પદની વ્યાખ્યા કરી. પહેલા જે ઉત્પન્નાસ્તિકમાં ‘સામગ્રીગ્રહણાત્' એ જે પદ આવ્યું એની આ રીતે જ વ્યાખ્યા કરવી. નહીં તો સર્વથા એકસામગ્રીથી થનાર એક જ કહેવાય. તો એકવચનનો જ પ્રયોગ કરે. એકદ્રવ્યભાવિનાં’ આવી રીતે બહુવચનનો પ્રયોગ અસમંજસ છે. માટે અહીં જે ‘સામગ્રીગ્રહણાત્'નો અર્થ છે તે જ અર્થનું ઉત્પન્નાસ્તિકની વ્યાખ્યામાં આવતા ‘સામગ્રીગ્રહણાત્' પદનું વ્યાખ્યાન કરવું. આવું કેટલાક કહે છે. = Page #421 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આમ અયુગપદ્ભાવિ પર્યાયો પર્યાયાસ્તિક સત્ છે આવી અપરની વ્યાખ્યા છે. પૂર્વની વ્યાખ્યા પ્રમાણે વિનાશ પર્યાયાસ્તિક સત્ છે, અપરની વ્યાખ્યા પ્રમાણે અયુગપદ્ભાવિ બધા પર્યાયો પર્યાયાસ્તિક સત્ છે. અપર તરફથી બીજી રીતે પણ આ બંને સત્ની વ્યાખ્યા... ૪૧૨ શ્લોકાર્થ ઃ- “દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોનો ઉત્પાદની સાથે યોગ થવાથી તે ઉત્પન્નાસ્તિક દેશના કહેવાય છે અને ઉત્પદ્યમાન પર્યાયો છે તે પર્યાયાસ્તિક કહેવાય છે...” ઉત્પન્નાસ્તિક :- પર્યાય નય અનુત્પન્નને વ્યવહાર યોગ્ય માનતો નથી. અનુત્પન્ન છે તેનો વ્યવહાર થતો નથી તેથી ઉત્પન્ન થાય ત્યારે જ સત્ કહેવાય છે. કારણ કે અનુત્પન્ન કોઈ દ્રવ્યાદિ હોતા જ નથી. વર્તમાનકાળમાં રહેલી વસ્તુ જ સત્ કહેવાય છે. ઉત્પાદના યોગ સિવાય અનુત્પન્ન તો દ્રવ્યાદિ છે જ નહિ. જો અનુત્પન્ન દ્રવ્યાદિ માનવામાં આવે તો ભૂતકાળનું દ્રવ્ય, ભવિષ્યકાળનું દ્રવ્ય અને વર્તમાન દ્રવ્યમાં કોઈ ભેદ ૨હે નહીં પણ અતીતકાળનું દ્રવ્ય, અનાગત કાળનું દ્રવ્ય, આવું વિશેષણ લાગે છે. અનાગત કાળમાં ‘દ્રવ્ય થશે', અતીત કાળમાં ‘દ્રવ્ય હતું' અને વર્તમાનકાળમાં ‘દ્રવ્ય છે' આવા પ્રયોગ થાય છે. આ જે વિશેષતાભિન્નતા છે તે ન રહે. વળી અતીત એ તો નષ્ટની નિશાની છે, ભવિષ્ય એ આગાહી કરનાર છે જ્યારે વર્તમાન દ્રવ્યાદિ કાર્ય કરનારા છે. એટલે અનુત્પન્ન કોઈ દ્રવ્યાદિ છે જ નહિ. ઉત્પન્ન જ સત્ છે. પર્યાયાસ્તિક ઃ- વળી જ્યારે ઉત્પાદમાં જેઓનો સમાવેશ થાય છે તેવા વર્તમાનકાલાવચ્છિન્ન પર્યાયોની ત્યારે ઉત્પદ્યમાન અવસ્થામાં વિવક્ષા કરાય છે ત્યારે તે પર્યાયાસ્તિક સત્ કહેવાય છે. આ રીતે આ અપરની વ્યાખ્યા પ્રમાણે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોની ઉત્પત્તિ તે ઉત્પન્નાસ્તિક સત્ છે, વર્તમાનકાળમાં ઉત્પન્ન થઈ રહેલા પર્યાયો છે તે પર્યાયાસ્તિક સત્ છે. હવે આ ચારે પ્રકારના વિકલ્પોનું બીજીઓ બીજી રીતે વર્ણન કરે છે. તે આ પ્રમાણે— અન્ય મતે ચારે પ્રકારના વિકલ્પોનું વર્ણન... માતૃકાપદાસ્તિક એ દ્રવ્યાસ્તિકથી ભિન્ન નથી. કેમ કે માતૃકાપદાસ્તિક પણ દ્રવ્યને જ માને છે. માટે એ બેથી દ્રવ્ય નયનું ગ્રહણ થાય છે, અને પર્યાયાસ્તિક સત્ એ ઉત્પન્નાસ્તિક સથી ભિન્ન નથી, કેમ કે ઉત્પન્ન એ પણ પર્યાય છે એટલે આ બેથી પર્યાય નયનું ગ્રહણ થાય છે. માટે જ ભાષ્યકાર મહારાજે બે નયોને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ચાર વિકલ્પોનું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન :- તો પૂ ભાષ્યકાર મહારાજે સત્ના દ્રવ્યાસ્તિકાદિ ચાર ભેદ શા માટે ગ્રહણ કર્યા ? દ્રવ્ય સત્ અને પર્યાય સત્ આમ જ કહી દીધું હોત તો બે નયોનું ગ્રહણ થઈ જ જાત. Page #422 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૧૩ ઉત્તર :- આ બે નયનો સ્વભાવ બતાવવા માટે ચાર ભેદ કહ્યા છે. દ્રવ્યાર્થિકનો સામાન્ય અને વિશેષ સ્વભાવ છે, પર્યાયાર્થિકનો ઉત્પાદ અને વિનાશ સ્વભાવ છે. આ રીતે તે બંનેના સ્વભાવ જુદા છે. તે બતાવવા માટે પૂ. ભાષ્યકાર મા સના ચાર ભેદ પાડ્યા છે. આ પ્રમાણે બધી વ્યાખ્યાઓનો વિચાર કરીને કોઈ પણ રીતે ભાષ્યનો સંગત અર્થ કરવો. વ્યાખ્યા નં ૧ પ્રમાણે જ્યારે ઉત્પન્ન થયું ત્યારે જ સત્ વ્યાખ્યા નં. ૨ પ્રમાણે ઉત્પન્ન થઈ રહ્યું છે તે સત્ વ્યાખ્યા નં. ૩ પ્રમાણે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકના ભેદોની ઉત્પત્તિ તે જ સત્. આ રીતે ઉત્પનાસ્તિક સન્ના ત્રણ પ્રકારે વ્યાખ્યાન થયાં. વ્યાખ્યા નં. ૧ પ્રમાણે વિનાશ એ સત્, વ્યાખ્યા નં૨ પ્રમાણે અયુગપદ્ભાવિ સામગ્રીથી ગ્રહણ થતા બધા પર્યાયો સતુ, વ્યાખ્યા નં૩ પ્રમાણે વર્તમાનકાળમાં ઉત્પન્ન થઈ રહેલા બધા પર્યાયો સત્. આ રીતે પર્યાયાસ્તિકના સતના ત્રણ પ્રકારે વ્યાખ્યાન થયાં. અંતે કોઈએ પહેલા બે સતને દ્રવ્ય નથી અને છેલ્લા બે સને પર્યાય નયથી ગ્રહણ કર્યા. આ ચારે વ્યાખ્યાનોને વિચારી ભાષ્યનો સંગત અર્થ કરવો. હવે સ્વ વ્યાખ્યાને અનુસાર કહેવાય. - પર્યાય નય બે પ્રકારે છે. (૧) ઉત્પાદ પર્યાય નય, (૨) વિનાશ પર્યાય નય. આ રીતે ઉત્પાદ અને વિનાશ–આ બે પ્રકારે પર્યાય નય છે તે બતાવવાની ઈચ્છાથી પૂ. ભાષ્યકાર મ શરૂઆત કરી કે ઉત્પન્નાસ્તિક સત્ છે અને પર્યાયાસ્તિક સત્ છે. પર્યાયનયને મહાવૃક્ષની ઉપમા. આ પર્યાયનય એક મહાવૃક્ષ છે. મહાવૃક્ષ હોય છે તેને સ્કંધ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ હોય છે તે બધું આ પર્યાય નય રૂપ મહાવૃક્ષમાં વિચારીએ છીએ. આ પર્યાયનયરૂપ મહાવૃક્ષનું પ્રૌઢ, દઢ, અનવદ્ય ઋજુસૂત્રરૂપી વિશાળ થડ છે. સુપ્રતિષ્ઠિત આધાર અને અનેક ગમથી ગહન શબ્દનયરૂપ શાખા છે, શબ્દનયનો આશ્રય લીધેલા એવા સમભિરૂઢ અને એવંભૂત નયની વિવિધ વિકલ્પરૂપ પ્રશાખાઓ છે–અર્થરૂપ અંકુર, શબ્દરૂપ પાંદડાં, જ્ઞાનરૂપ ફૂલ અને શૂન્યતારૂપી ફળ છે જેનાથી આ પર્યાયનયરૂપ મહાવૃક્ષ શોભી રહેલ છે. આ મહાવૃક્ષ પર્યાયપ્રધાન હોવાથી ઉત્પાદ અને વિનાશના જ (ઉત્પાદ અને વિનાશરૂપ જ) જળના સિંચનથી પોષવા લાયક છે. તે વિસ્તારાય છે. આ વાત પૂ. ભાષ્યકાર મ. ઉત્પન્નાસ્તિક સત્ અને પર્યાયાસ્તિક સત્ આ બે વિકલ્પ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તત્ત્વાર્થ સૂત્ર દ્વારા બતાવી. આમ સ્વ વ્યાખ્યા અનુસાર તો પર્યાય નય ઉત્પાદ અને વિનાશ એમ બે પ્રકારે છે. દ્રવ્ય નયનું પ્રરૂપણ કરનાર નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયને વિચાર્યા અને હવે પર્યાયનયનું પ્રરૂપણ કરનાર ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનો વિચાર આરંભાય છે. તેમાં સહુ પ્રથમ આપણે “ઋજુસૂત્ર' નયનો વ્ય~ત્યર્થ, તેની માન્યતા આદિ દ્વારા તેનો પરિચય કરીએ છીએ. ઋજુસૂત્ર ઋજુસૂત્રની માન્યતા કુટિલ એવા અતીત અને અનાગત કાળને છોડીને એટલે કે અતીતકાલાવચ્છિન્ન અને અનાગત કાલાવચ્છિન્ન વસ્તુને વસ્તુ તરીકે ન સ્વીકારતાં માત્ર વર્તમાન ક્ષણાવચ્છિન્ન-વર્તમાન ક્ષણમાં રહેલ વસ્તુની સત્તાને જ સ્વીકારે છે. અર્થાત્ ઋજુસૂત્ર નય માત્ર વર્તમાનકાલીન વસ્તુને જ સત્ કહે છે, અતીત અને અનાગતકાલીન વસ્તુને અસત્ કહે છે. આ રીતે ઋજુસૂત્ર માત્ર વર્તમાન ક્ષણમાં રહેલ પદાર્થને જ સ્વીકારે છે. ઋજુસૂત્રની વ્યુત્પત્તિ અને અર્થ. નું સૂત્ર તીતિ ઋગુસૂત્રઃ ઋજુ = સરળ, માત્ર વર્તમાનક્ષણમાં રહેલ વસ્તુને જ સૂત્રયતિ = સ્વીકારે છે, અતીત અને અનાગતકાળને દૂર કરવા પૂર્વક અન્યથી વ્યવચ્છેદ કરે છે. ઋજુસૂત્ર = અન્યથી વ્યવચ્છેદ કરીને માત્ર વર્તમાનને સ્વીકારનાર. આ નય અતીત અનાગતને હટાવીને વર્તમાનને જ માને છે. દા. ત. જેમ સૂત્રપાત. લોકમાં ઊંચે રહેલા, નીચે રહેલા, તછ રહેલા પદાર્થો સમશ્રેણીમાં રહેલા છે તે જાણવા માટે (સમાન લેવલમાં છે તે જાણકારી માટે) સૂત્રનો પાત કરવો પડે છે. આ સૂત્રપાત એ અનન્ય સાધારણ ઉપાય છે તેનાથી સમશ્રેણીમાં રહેલા ન હોય તેવા પદાર્થોનો પરિહાર થાય છે અને સમશ્રેણીમાં રહેલાનું જ્ઞાન થાય છે તેવી રીતે ઋજુસૂત્ર અતીત, અનાગત કાળને દૂર કરે છે અને વર્તમાનને સ્વીકારે છે. શંકા - અતીત અને અનાગતકાલીન વસ્તુ હોય છે તો તેનો વ્યવચ્છેદ કેવી રીતે થાય ? છે અને તેનો વ્યવચ્છેદ કરે છે તો તો તે દુર્ણય જ કહેવાશે. સમાધાન :- આ ઋજુસૂત્ર નય દુર્ણય છે જ નહિ, કેમ કે અતીત અને અનાગત વસ્તુ છે જ નહીં. નથી અને તેનો વ્યવચ્છેદ કરે છે તો તે દુર્ણય કહેવાય કેવી રીતે ? યુક્તિપૂર્વક સમાધાન... અતીતકાલીન વસ્તુ છે જ નહિ. જો અતીત વસ્તુ હોય તો જેનો પુત્ર મરી ગયો છે તેવી Page #424 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૧૫ યુવતી પુત્રને માટે રડે નહિ, કેમ કે અતીત વસ્તુનો સદ્ભાવ છે જ, પણ તેવું બનતું નથી. તેવી જ રીતે અનાગતકાલીન વસ્તુ પણ છે જ નહિ. જો અનાગતકાલીન વસ્તુ હોય તો પુત્રની અર્થી બનેલી યુવતી, પુત્ર માટે વિશિષ્ટ દેવતાની સંનિધિમાં પૂજાદિક કરે નહીં. કેમ કે અનાગત વસ્તુનો સદ્ભાવ છે પણ તેવું બનતું નથી. માટે જ અતીત કે અનાગત વસ્તુ છે જ નહીં તે મુક્તિથી પણ સિદ્ધ છે. એટલે વસ્તુ અતીત કે અનાગતકાલીન છે જ નહીં. કારણ કે વર્તમાનકાળમાં પણ વસ્તુ વર્તમાન ક્ષણ જ રહે છે. ક્યારેય વર્તમાન ક્ષણ પછી વસ્તુ સત્તાને અનુભવતી નથી. અર્થાત્ વસ્તુ રહેતી નથી, નાશ પામતી જાય છે. વળી અતીતકાળમાં જે કાર્યરૂપે વસ્તુ છે તેનો વર્તમાનકાળમાં સંબંધ નથી. અર્થાત વર્તમાન કાળમાં રહેલી વસ્તુ સાથે અતીત કે અનાગત કાળની વસ્તુનો સંબંધ થઈ શકતો નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે પોતપોતાની કારણસામગ્રીની સંનિધિમાં ઉત્પન્ન થઈને સ્વાભાવિક નાશ પામે છે. કેમ કે વસ્તુ વર્તમાન ક્ષણમાં જ રહે છે. સર્વ સંસ્કાર (કાર્ય માત્ર) એક વર્તમાન ક્ષણમાં જ રહે છે પછી નાશ પામે છે. આ રીતે જુસૂત્ર નય સર્વ પદાર્થો જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે સતુ છે એટલે વર્તમાન ક્ષણમાં જ રહેનાર છે આવું સ્વીકારે છે. એટલે આ માન્યતાને અનુસાર તો કર્તા, કર્મ અને ક્રિયાવિષયક શબ્દો યથાર્થ નથી તે વાત હવે કરી રહ્યા છીએ. નામશબ્દ અને કર્મશબ્દ સાથે ક્રિયાનો પ્રયોગ યથાર્થ નથી.... જ્યારે આ ઋજુસૂત્રની આવી માન્યતા છે ત્યારે જેઓ કર્તરૂપ દ્રવ્ય શબ્દની સંનિધિમાં ક્રિયા શબ્દો(ક્રિયાપદો)નો પ્રયોગ કરે છે. Elo do देवदतः पचति, पठति, गच्छति આ પ્રયોગમાં “દેવદત્ત' ર્તા છે તેની સાથે “પતિ' આદિ ક્રિયાપદોનો પ્રયોગ છે, તેવી જ રીતે કર્મભૂત દ્રવ્ય શબ્દની સંનિધિમાં ક્રિયાશબ્દોનો પ્રયોગ કરે છે. Eldo घटो भिद्यते, घटं भिनत्ति આ પ્રયોગમાં “ઘટ' ર્મ છે, તેની સાથે “ભિઘતે’ ‘ભિનત્તિ' આદિ ક્રિયાપદોનો પ્રયોગ છે. આ બધા પ્રયોગો યથાર્થ નથી. હવે આવા કથનથી સ્વાભાવિક પ્રશ્ન તો થાય જ કે જગતમાં વિવાદ વગર આવો વ્યવહાર થઈ રહ્યો છે. કર્તારૂપ દ્રવ્ય અને કર્મરૂપ દ્રવ્ય સાથે ક્રિયાપદોનો પ્રયોગ ચાલે છે તો ઋજુસૂત્ર તેને યથાર્થ નથી એ કેવી રીતે કહે ? વ્યાવહારિક પ્રયોગો યથાર્થ નથી તે કેવી રીતે સમજાય ? તેના સમાધાનમાં ઋજુસૂત્રનયનું કથન છે કે અવિકારી અને વિકારી બેનું સામાનાધિકરણ બની શકતું નથી માટે આ પ્રયોગો યથાર્થ નથી. તે આ રીતે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ તત્ત્વાર્થ સૂત્ર યથાર્થ નથી તે માટે યુક્તિ... આ પ્રયોગો યથાર્થ નથી. કારણ કે નામ શબ્દથી તો અવિકૃત એવા દ્રવ્યનું કથન થાય છે અને ક્રિયા શબ્દથી તો વિકારનું પ્રતિપાદન થાય છે. વિકાર અને અવિકાર આ બે વિરુદ્ધ છે તેથી આ બંનેનું એક અધિકારણ બની શકે નહીં. તે આ રીતે- તેવત્તઃ પ્રતિ આ પ્રયોગમાં નામ શબ્દ જે “દેવદત્ત છે તેનાથી અવિહત દ્રવ્ય કહેવાય છે અને પતિ આદિ ક્રિયા શબ્દથી વિકારનું પ્રતિપાદન છે. એટલે અવિકારી દ્રવ્ય અને વિકારી ક્રિયા આ બેનું સમાનાધિકરણ બની શકે નહીં. છતાં આવો પ્રયોગ કર્યો છે તેથી તે યથાર્થ નથી. યથાર્થ પ્રામાણિક પ્રયોગ તો અર્થનો જરૂર બોધ કરાવે. પરંતુ આ પ્રયોગ અયથાર્થ છે. કારણ કે અર્થનો બોધ કરાવવા માટે પ્રયોગ કરાયેલ શબ્દ વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતો સમ્યમ્ જ્ઞાન પેદા કરી શકતો નથી, કેમ કે અયથાર્થ છે. દા. ત. જેમ “મૃગતૃષ્ણા” અર્થાત્ મૃગતૃષ્ણાના અર્થમાં “જળ' શબ્દનો પ્રયોગ કરો તો મૃગતૃષ્ણાનો બોધ થતો નથી પણ મૃગતૃષ્ણાથી વિરુદ્ધ જળનો બોધ થાય છે માટે આ પ્રયોગ વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતો હોવાથી છે તેમ “દેવદત્તઃ પતિ’ આ પ્રયોગ પણ અયથાર્થ છે. આ વાત બરાબર જ છે. તેનું સંવાદી પ્રમાણ આપતો પૂર્વ પુરુષોએ ગાયેલો એક શ્લોક છે. તે આ પ્રમાણે– ઋજુસૂત્ર નયનું પોતાના નિરૂપણમાં સંવાદી પ્રમાણ पलालं न दहति अग्निः भिद्यते न घटः क्वचित् ।। न असंयतः प्रव्रजति भव्यो, असिद्धो न सिद्ध्यति ॥ શ્લોકાર્થ - પલાલને અગ્નિ બાળતો નથી, ઘટ ભેદતો નથી, અસંયત પ્રવ્રજિત થતો નથી, અસિદ્ધ ભવ્ય સિદ્ધ થતો નથી. સંવાદી શ્લોકની વિશેષ વિવેચના. પત્તાતં હૃાતે પલાલ બળે છે. આ પ્રમાણે જે વ્યવહારવાય છે તે વિરુદ્ધ છે. આ વાક્યમાં કર્મભૂત દ્રવ્ય “પલાળમાં દહનક્રિયાનો અન્વય થઈ શકતો નથી. કારણ કે આ વાક્યમાં વાક્યના અર્થના બોધ માટે પદાર્થનો વિભાગ કરાય છે કે–એક “પલાલ' પદ અને બીજું “દહ્યતે' પદ ત્યારે “પલાલ' શબ્દ વિશિષ્ટ આકારવાળા દ્રવ્યનો વાચી નામ શબ્દ છે. કારણ કે તે પલાલ દ્રવ્ય જ્યાં સુધી તે જ આકારમાં છે ત્યાં સુધી જ પલાલ' શબ્દથી કહેવાશે. બીજા (દહન) કાળમાં તો પલાલરૂપે પલાલનો અભાવ જ છે. અર્થાત્ બળતી વેળાએ પલાલ છે જ નહિ. કેમ કે પલાલ તો એક વિશિષ્ટ આકારવાળું દ્રવ્ય છે. દહન કાળમાં પલાલરૂપે પલાલનો ૧. કર્તાનો સંકેત કરનાર શબ્દ. ૨. ક્રિયાવિશેષ આ અર્થના સંકેતવાળી ધાતુ એટલે કે ક્રિયાપદ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ અભાવ છે. દા. ત. જેમ પટ. પટનો આકાર જુદો છે અને પેલાલનો આકાર જુદો છે. તેથી પટમાં પલાલના આકારનો અભાવ છે. માટે “પટ' એ “પલાલ' કહેવાય નહીં તેમ બળી રહેલ પલાળમાં પણ પલાલનો આકાર નહીં હોવાથી તે પલાલ કહેવાય નહિ. તેથી સ્થિરરૂપ, વ્યાપાર વગરની, ઉદાસીન અને અવિકારી વસ્તુ ‘પલાલ' શબ્દથી પ્રતિપાદિત થાય છે. હવે પલાલ' શબ્દથી અવિકારી વસ્તુ કહેવાય છે. તો તે જ વસ્તુ “દહ્યતે” “બળે છે'. આ શબ્દથી કેવી રીતે કહેવાય ? કેમ કે ક્રિયાશબ્દ (ક્રિયાપદ) તો વિકારને કહેનાર છે. એટલે અવિકારી પલાલ અને તે બળે છે એટલે વિકારી થાય છે. આ કેવી રીતે બને ? કેમ કે તે જ અર્થ (પદાર્થ)-પલાલ તે વિકારરૂપ અને અવિકારરૂપ થવાને ઉત્સાહી બનતો નથી. જો તે પલાલ છે તો તે જ (પલાલ) બળતું નથી. કેમ કે તે વિપરિણમતું નથી. એ બળે છે તે તો ત્યારે જ કહેવાય કે એ પલાલ વિપરિણામરૂપ થાય. અર્થાત્ ભવાન્તર-બીજો ભાવ થાય. અહીં વિપરિણામશબ્દ પરંતુ પલાલ વિપરિણામ પામતો નથી. અર્થાત્ પલાલ પલાલરૂપે જ રહે છે. દા. ત. જેમ પૂર્વ અવસ્થામાં રહેલ પલાલ. પહેલા પણ પલાલ લાલ છે તેમ અત્યારે પણ પલાલ જ છે. જો વિપરિણામ પામતું હોય તો તો તે પલાવ જ નથી. કેમ કે “વિપરિણામ'નો અર્થ ભાવાન્તર થાય છે. માટે પલાલ જ્યાં સુધી “પલાલ' છે ત્યાં સુધી તે બળતું નથી અને જયારે બળે છે ત્યારે તે પલાલ નથી. આથી એક અર્થના બોધ માટે પ્રયોગ કરાયેલ “પલાલ અને “દહતિ આ બંને સમ્યજ્ઞાનના ઉપજનનનું કારણ નથી બનતા. અર્થાત્ આ બે સમ્યજ્ઞાનને પેદા કરવામાં કારણ બની શકતા નથી. કારણ કે આ નય શબ્દાન્તરની આપત્તિને સહી શકતો નથી. અર્થાત એક શબ્દથી કહેવા યોગ્ય પદાર્થ છે. બીજા શબ્દથી કહેવા યોગ્ય બની શકતો નથી. ‘પલાલ' શબ્દ જ વિશિષ્ટ આકારવાળા દ્રવ્યનો બોધક છે. તેથી “દહ્યતે' આ બીજા શબ્દથી તેનું આપાદાન થઈ શકતું નથી. એટલે “પલાલ' એ પલાલ જ છે. તેને “બળી રહેલ પેલાલ' આવું કહેવાય નહીં. પેલાલ' એ અવિકૃત દ્રવ્ય છે. અને “દહ્યતે' એ વિકાર પામતી ક્રિયા છે માટે બંને જુદા છે. તેથી પલાલ' શબ્દથી બળી રહેલ પલાલ એવું કહેવાય નહિ. માટે “પલાલ” અને “દહ્યતે' આ બે શબ્દોનો પ્રયોગ તો પ્રમત્તોએ કરેલો છે. આવી રીતે “ઘટી આદિનાં ઉદાહરણો પણ ઘટાવી લેવાં. આ રીતે સિદ્ધ થાય છે કે જેઓ કર્તા અને કર્મની સાથે ક્રિયાપદોનો પ્રયોગ કરે છે તે યથાર્થ નથી તેનાથી સમ્યગુ બોધ થતો નથી. માટે ઋજુસૂત્ર નયના મતે આવા વ્યવહારવાકયના પ્રયોગો સંભવતા નથી. તેની માન્યતાને અનુસાર તો ઉત્પન્ન થતાંની સાથે નાશ પામે છે એટલે કોઈ દ્રવ્ય જેવી ચીજ કાયમ છે જ નહીં તો પછી તેની સાથે ક્રિયાપદોનો સંબંધ થાય જ કેવી Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તત્ત્વાર્થ સૂત્ર રીતે ? જુસૂત્રનયની વક્તવ્યતાનો ઉપસંહાર.. આ રીતે ઋજુસૂત્ર નય મતે સતુ એક ક્ષણ વૃત્તિ જ છે. માત્ર વર્તમાન એક ક્ષણમાં જ સત્ રહે છે. વળી કોઈ પણ વસ્તુ નિત્ય નથી. આવો તેની વક્તવ્યતાનો ઉપસંહાર છે. આ રીતે આપણે પર્યાયનયનું પ્રરૂપણ કરનાર ઋજુસૂત્ર નય જેને પર્યાય નય રૂપી મહાવૃક્ષના સ્કંધની ઉપમા આપી છે તેને સારી રીતે વિચાર્યું. હવે જેને શાખાની ઉપમા આપી છે તે શબ્દ નયને વિચારીએ છીએ. શબ્દનય શબ્દનય (૧) સાંપ્રત (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત આ ત્રણ પ્રકારનો છે. તેમાં સાંપ્રત નયને શબ્દનય પણ કહેવાય છે. ઉપર પ્રમાણે ઋજુસૂત્ર નયે વસ્તુનું નિરૂપણ કર્યું ત્યારે હવે શબ્દનય તેના આ નિરૂપણને, તેને અભિપ્રેત જે વસ્તુ છે તેને દૂર કરવા માટે કહે છે કે – હે ઋજુસૂત્ર નય ! તું એ વિચાર કે શબ્દનો પ્રયોગ શા માટે અને શાથી થાય છે. શબ્દનો પ્રયોગ અર્થના બોધ માટે છે. વાક્યની રચના ત્યારે જ થાય કે વાક્યના અર્થનું જ્ઞાન હોય. આમ અર્થના જ્ઞાન સિવાય વક્તા પણ વાક્યરચના કરી શકતો નથી અને શ્રોતા પણ જેવા અર્થવાળા શબ્દને સાંભળે છે તેવા જ શબ્દને અનુસરનારા અર્થનો અવબોધ કરે છે. માટે શબ્દાનુબોધિ અર્થ છે. માટે કહે છે કે – તેમાં વક્તા, શબ્દનો પ્રયોગ અર્થને લઈને કરે છે. અર્થાત્ પોતાના અભિપ્રેત અર્થનો બોધ કરાવવા માટે શબ્દનો પ્રયોગ કરે છે. એટલે વક્તાનો શબ્દપ્રયોગ અર્થને આધીન છે. વળી શ્રોતાને અર્થનો બોધ શબ્દને આધીન છે એટલે અર્થનો બોધ શબ્દને લઈને જ છે. શબ્દને આધીન અર્થનો બોધ છે. આ વાતમાં ત્રણે શબ્દનો એકમત છે. આ વાત જણાવવા માટે શબ્દનયા: બહુવચનનો પ્રયોગ કરીને કહે છે કે શબ્દનયો સાંપ્રત સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે શબ્દ જેવો હોય તેવા અર્થને ઇચ્છે છે. શબ્દને અનુરૂપ અર્થને ઇચ્છે છે એટલે કે જેવો શબ્દ હોય છે તેવો અર્થ પણ સ્વીકારવો જોઈએ. આ પ્રમાણે શબ્દનયે પ્રતિપાદન કર્યું. હવે ઋજુસૂત્ર અને આ શબ્દનયનો પર્યાયાર્થિક છે. બંને પર્યાયને જ સ્વીકારે છે. તો તેઓની માન્યતામાં શું શું ફરક છે તે વિચારીએ છીએ. | સમનંતર નય-ઋજુસૂત્ર નયે વર્તમાન ક્ષણમાં રહેલ જ વસ્તુ છે આવું પ્રતિપાદન કર્યું ત્યારે શબ્દ નય (સાંપ્રત) તે પ્રતિપાદનમાં વર્તમાનકાળમાં રહેલ જેટલા ધર્મો છે તેનાથી યુક્ત વસ્તુને સૂક્ષ્મતર શબ્દપ્રયોગથી અર્થાત્ પુલિંગ, સ્ત્રીલિંગ, અને નપુંસકલિંગમાં રહેલા શબ્દપ્રયોગથી ભેદ પાડે છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૧૯ આ જ વાત ક્રમથી ઋજુસૂત્ર અને શબ્દ (સાંપ્રત) નયને જે ઉપેય છે તેનું વર્ણન કરતા બતાવીએ છીએ. અર્થાત્ બંને નય શું સ્વીકારે છે તે ક્રમથી બતાવીએ છીએ. ઋજુસૂત્રનું ઉપેય... ઋજુસૂત્ર વર્તમાન અનેકધર્મરૂપ, ઘટ શબ્દથી કહેવાતી વસ્તુને સારી રીતે સ્વીકારે છે. એટલે કે અનેક ધર્મોથી યુક્ત વસ્તુને જુદા જુદા ધર્મો લઈને બોલે તો પણ એને એક જ વસ્તુ તરીકે સ્વીકારે છે. અનેકધર્મરૂપ ઘટને ઘટ શબ્દથી કહેવાય તો એને સમ્યક્ પ્રયોગ માને છે. દા. ત. જેમ મૃઘટ, અસ્તિઘટ, દ્રવ્યંધટ એક જ ઘટ છે. તેમાં મૃ અસ્તિત્વ, દ્રવ્યત્વ આદિ અનેક ધર્મો રહેલા છે. તેને મૃત્વ ધર્મને લઈને માટીનો ઘડો કહે કે સત્ત્વને લઈને અસ્તિઘટ કહે કે દ્રવ્યત્વને લઈને દ્રવ્યઘટ કહે તો પણ તે એક જ ઘટ છે. કેમ કે માટીરૂપે પણ તે ઘડો છે. દ્રવ્યપણે પણ તે ઘડો છે, સત્ રૂપે પણ તે ઘડો છે. પ્રતિપાદનની સિદ્ધિ માટે તર્ક.... જો આ રીતે સ્વીકારવામાં ન આવે તો અનિષ્ટનો પ્રસંગ આવે. કેમ કે જો ઘટ માટીરૂપે ન હોય, સત્ રૂપે ન હોય, દ્રવ્યરૂપે ન હોય તો માટીથી જુદો અને દ્રવ્યથી જુદો ઘટ થાય. પણ એવું તો છે નિહ. અર્થાત્ આનાથી જુદો કોઈ ઘટ છે જ નહિ. માટે તે આ ઘટ વર્તમાનરૂપ ઘટની જેમ માટીરૂપે, સત્ રૂપે અને દ્રવ્યરૂપે છે. દા. ત જેમ વર્તમાનક્ષણમાં રહેલ ઘટ એ ઘટ છે તેવી રીતે મૃઘટ, સત્ ઘટ અને દ્રવ્યઘટ એ પણ ઘટ છે, તેમ સ્વીકારવું જ જોઈએ. આ રીતે વર્તમાન ક્ષણમાં રહેલ ઘટને ઘટ તરીકે સ્વીકારે છે. તેમાં માટીનો ઘડો હોવાથી તેને મૃઘટ કહે કે દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યપટ કહે તો પણ તે સ્વીકાર્ય છે. આવી ઋજુસૂત્ર નયની માન્યતા છે—તેનું ઉપેય છે. શબ્દનયનું નિરૂપણ... શબ્દનય તો વર્તમાનકાલીન વસ્તુ પણ લિંગ', સંખ્યા, પુરુષ', કાલાદિથી ભિન્ન હોય તો તેને અવસ્તુ જ માને છે. અર્થાત્ વર્તમાન કાળમાં વસ્તુ હોવા છતાં જો લિંગાદિ ભિન્ન હોય તો વસ્તુ પણ ભિન્ન છે. કેમ કે સ્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા છે. એટલે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા હોવાથી વર્તમાનકાળમાં રહેલ વસ્તુ પણ જો લિંગાદિથી ભિન્ન છે તો તે અવસ્તુ જ છે. મતલબ તે વસ્તુ પણ જુદી જુદી જ હોય છે. લિંગાદિના ભેદથી વસ્તુનો પણ ભેદ પડે છે. ૧. તેનાં ઉદાહરણો... पुष्यस्तारका, आपोऽम्भ, एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पिता इत्यादौ मध्यमोत्तमरूपपुरुषभेदेन अर्थभेदं बभूव भवति भविष्यति सुमेरु.... इत्यादि तत्त्वन्यायविभाकरे नयनिरूपणे उदाहरणानि ૨. અહીં એ ભાવ સ્પષ્ટ સમજાય છે કે—જે સમાન લિંગવાળા પર્યાયો છે તે બધા એક વસ્તુને કહેનાર હોવાથી પર્યાયવાચી કહેવાય છે અને જે જુદા જુદા લિંગવાળા શબ્દો છે તેમના અર્થો પણ જુદા જ છે એટલે તે શબ્દો પર્યાયવાચી બની શકતા નથી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તત્ત્વાર્થ સૂત્ર | ઋજુસૂત્ર નયે એક જ ઘટમાં મૃદુત્વને સિદ્ધ કરવા માટે “મુર્ઘટ’ અને દ્રવ્યત્વને સિદ્ધ કરવા માટે ‘દ્રલંઘટ’ આવો પ્રયોગ કર્યો હતો તે પણ યુક્ત નથી. કેમ કે “મૃદુ અને “ઘટ', ‘દ્રવ્ય” અને “ઘટ' આ બંનેનું સમાનાધિકરણ જ બની શકતું નથી. “મૃદુ સ્ત્રીલિંગ છે અને “ઘટ’ પુલિંગ છે. “દ્રવ્ય' નપુંસકલિંગ છે અને “ઘટ પુલિંગ છે. આ બંને પ્રયોગમાં લિંગભેદ છે. માટે લિંગભેદથી બંને વસ્તુઓ પણ જુદી છે તેથી તેનું સમાનાધિકરણ જ બની શકે નહિ. દા. ત. જેમ “ગૌ” અને “અશ્વ'. “ગૌ સ્ત્રીલિંગમાં છે અને અા' પુલિંગમાં છે. તો ગાય અને ઘોડાનું સમાનાધિકરણ નથી. તેવી રીતે મૃઘટ’ અને ‘દ્રલંઘટમાં પણ સમાનાધિકરણ બની શકે નહિ. માટે ઋજુસૂત્રે કરેલ આ પ્રયોગ પણ યુક્ત નથી. હવે ઉપર જે કહ્યું કે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગરૂપ ગુણો જુદા હોવાથી લિંગાદિથી વસ્તુ પણ ભિન્ન છે. તો તે ગુણો જુદા છે તેનું કારણ શું છે ? તેનો જવાબ છે તેઓનું સમાનાધિકરણ નથી. સમાનાધિકરણ શા માટે નથી ...? ત્રણે પરસ્પર વિરુદ્ધ છે માટે. પરસ્પર વિરુદ્ધ શા માટે ? ત્રણેનાં લક્ષણ જુદા છે માટે. ત્રણેનાં લક્ષણ જુદાં હોવાથી ત્રણે પરસ્પર વિરુદ્ધ છે માટે તે ગુણો જુદા છે. આ ત્રણેનું પારિભાષિક લક્ષણ છે અનુક્રમે સંસ્થાન, પ્રસવ અને સ્થિતિ. સ્ત્રીલિંગનું લક્ષણ છે. સંસ્થાન એટલે કે વ્યય. પુલિંગનું લક્ષણ છે ઉત્પાદ, નપુંસકલિંગનું લક્ષણ છે સ્થિતિ. વ્યય, ઉત્પાદ અને સ્થિતિરૂપ લક્ષણવાળા આ ત્રણે ગુણો શીત અને ઉષ્ણની જેમ પરસ્પર વિરુદ્ધ છે. “મૃદુ ઘટો દ્રવ્ય' આ પ્રયોગમાં “માટી’ સ્ત્રીલિંગ હોવાથી સંસ્થાનો અર્થ છે, “ઘટ’ પુલિંગ હોવાથી પ્રસવ અર્થ છે. ‘દ્રવ્ય નપુંસકલિંગ હોવાથી સ્થિતિ-ધ્રૌવ્ય અર્થ છે. ઘટ બનતા માટીનો-પૂર્વરૂપનો જે વિનાશ છે તે વ્યય છે, ઘટ રૂપે ઉત્પાદ છે તે પ્રસવ છે અને દ્રવ્યરૂપે સ્થિતિ છે. આમ પરસ્પર વિરુદ્ધ અર્થવાળા હોવાથી આ ગુણોનું સમાનાધિકરણ બની શકતું નથી. વળી “મૃદુ આદિ શબ્દો જુદો જુદો બોધ કરાવે છે માટે પણ તે શબ્દોનું સમાનાધિકરણ નથી. “મૃદુ શબ્દથી માટીનો બોધ થાય છે, ૧. સંસ્થાન = રૂપાન્તરથી થવું. એટલે કે પૂર્વરૂપનો વિનાશ. માટે સંસ્થાનનો અર્થ વ્યય કર્યો છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ‘ઘટ' શબ્દથી ઘટનો બોધ થાય છે, ‘દ્રવ્ય’ શબ્દથી દ્રવ્યનો બોધ થાય છે. ૪૨૧ દા. ત. જેમ ‘પટ' શબ્દ તેનો ધ્વનિ જુદો છે અને ‘કુટ’ આદિ શબ્દો તેનો ધ્વનિ પણ જુદો છે. તેવી રીતે ‘મૃદ્' આદિ શબ્દોનો બોધ જુદો જુદો થાય છે માટે પણ તેઓનું સમાનાધિકરણ નથી. આ રીતે પરસ્પર વિરુદ્ધ હોવાથી સ્ત્રીલિંગ, પુલિંગ, અને નપુંસકલિંગ ત્રણે જુદાં જ છે. તેથી લિંગાદિથી જે ભિન્ન છે તે એક વસ્તુને કહે છે આવું ઋજુસૂત્રને માન્ય જે કથન છે તે અસમ્યગ્ છે. ‘મૃદ્' સ્ત્રીલિંગી છે અને ‘ઘટ’ પુલિંગી છે, માટે ઘટને માટી શબ્દથી કહેવો તે બરાબર નથી. તેવી જ રીતે ‘દ્રવ્ય’ નપુંસકલિંગી છે અને ‘ઘટ’ પુલિંગી છે માટે દ્રવ્ય શબ્દથી પણ ઘટને કહેવો તે અયોગ્ય છે. આમ તે અર્થ તે રૂપે નહીં હોવાથી ભિન્ન લિંગવાળાનું એક અધિકરણ કહેવું અયુક્ત છે. અર્થાત્ જે સ્ત્રીલિંગી, પુંલિંગી કે નપુંસકલિંગી છે તે અર્થ તેનાથી વિરુદ્ધ લિંગાદિરૂપે નથી તેથી તેની સાથે એક અધિકરણ કહેવું તે યોગ્ય નથી. દા. ત. કાયરમાં શૂર શબ્દનો પ્રયોગ. કાયર છે તેને શૂરવીર કહીએ તો તે પ્રયોગ યથાર્થ નથી. તેવી રીતે જે અર્થ પુંલિંગી છે તેને સ્ત્રીલિંગમાં કે નપુંસકલિંગમાં કહેવો, અથવા સ્ત્રીલિંગી છે તેને પુંલિંગ કે નપુંસકલિંગમાં કહેવો, અથવા જે નપુંસકલિંગી છે તેને પુંલિંગ કે સ્ત્રીલિંગમાં કહેવો તે પ્રયોગ યથાર્થ નથી. માટે ઋજુસૂત્ર નય ઘટમાં ‘મૃદ્ઘટ’ કે ‘દ્રવ્યઘટ’નો પ્રયોગ કરે છે તે અયથાર્થ છે. આ રીતે સાંપ્રત શબ્દનયે ઋજુસૂત્રનું ખંડન કર્યું અને હવે પોતાનું નિરૂપણ કરે છે. ઋજુસૂત્ર વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુને જ સ્વીકારે છે તેવી રીતે આ શબ્દ (સાંપ્રત) નય પણ વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુને જ સ્વીકારે છે. આ બાબતમાં બંનેનું ઐક્ય છે છતાં તેમાં પણ આ સાંપ્રત નય કંઈક વધુ સૂક્ષ્મ વિચારણા કરે છે. વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુ પણ ત્યારે જ વસ્તુરૂપ બને કે તે વસ્તુ અભિન્ન લિંગ, સંખ્યાદિથી કહેવાતી હોય. કેમ કે તે રૂપે તે વસ્તુ વર્તમાન છે. દા. ત. જેમ શૂરમાં શૂર શબ્દનો પ્રયોગ. શૂર છે તેને શૂર કહીએ તો તે પ્રયોગ યથાર્થ છે. તેવી રીતે પુંલિંગી, સ્ત્રીલિંગી કે નપુંસકલિંગી જે અર્થ છે તેને તે રૂપે જ એટલે કે તેનાથી અભિન્ન લિંગ અને સંખ્યાદિથી કહીએ તો તે પ્રયોગ યથાર્થ છે. આ રીતે આપણે ઉપર યુક્તિથી સિદ્ધ કર્યું કે જુદા જુદા લિંગવાળા ‘મૃ' શબ્દ ‘ઘટ’ શબ્દ અને ‘દ્રવ્ય’ શબ્દનું સાંપ્રત-શબ્દ નયથી સમાનાધિકરણ બની શકે નહીં. તેથી અર્થથી જ પ્રાપ્ત થઈ જાય છે કે ‘સમાનલિંગવાળા શબ્દોનું સમાનાધિકરણ બની શકે છે'. છતાં પણ શું ઘટ, પટ, મઠ આ બધા પુંલિંગમાં છે તે બધાનું સમાનાધિકરણ બને ? ના. જેનાં પ્રવૃત્તિનિમિત્ત જુદાં છે તેવા શબ્દોનો તેવા શબ્દો સાથે સમાનાધિકરણનો પ્રસંગ ન આવે કિંતુ સમાન Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ તત્ત્વાર્થ સૂત્ર પ્રવૃત્તિનિમિત્તવાળા શબ્દોનું જ સમાનાધિકરણ બની શકે. આ આશયથી કહે છે કે સમાન લિંગવાળા શબ્દથી અભિધેય પદાર્થ હોય તો પર્યાયાન્તર–બીજા શબ્દો વસ્તુનું સમાનાધિકરણ સિદ્ધ થઈ શકે છે. દા. ત. ઘટ–કુટ?, હસ્તી-હન્તી. આમાં “ઘટ' શબ્દ પણ પુંલિંગમાં છે અને “કુટ' શબ્દ પણ પુંલિંગમાં છે. આ ‘કુટ’ શબ્દથી ઘટને કહેવો છે તો તે બંને શબ્દોનું સમાનલિંગ છે. એટલે જલહરણ ક્રિયા કરનાર જે વસ્તુ જેને “ઘટ’ કહીએ છીએ તે ઘટરૂપ વસ્તુનું પર્યાયાન્તર “કુટ' શબ્દની સાથે સમાનાધિકરણ બની શકે છે. એટલે “ઘટ' શબ્દ “કુટ' શબ્દનો અને “કુટ’ શબ્દ “ઘટ' શબ્દનો પર્યાય બની શકે છે'. ઘટને કુટ કહેવાય અને કુટને ઘટ કહેવાય. આ જ રીતે હાથી” અર્થને કહેતાં “હસ્તી” અને “દન્તી' આ બંને શબ્દો સમાન લિંગવાળા છે. માટે સમાનાધિકરણ સિદ્ધ થાય છે. બંને પરસ્પર પર્યાય બની શકે છે. આમ શબ્દ નય અભિન્નલિંગ, સંખ્યાદિથી કહેવાતી વસ્તુને જ વસ્તુ કહે છે. સમાનલિંગવાળા શબ્દો પર્યાયવાચી બને છે અને તેનાથી કહેવાતી વસ્તુનું સમાનાધિકરણ બને છે. આ પ્રમાણે ઋજુસૂત્ર નયને પાછો હટાવીને શબ્દ સાંપ્રત નયે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું. પર્યાયનયરૂપ મહાવૃક્ષની શાખારૂપ શબ્દ (સાંપ્રત) નયની વિચારણા બાદ હવે આ વૃક્ષની શાખાને આશ્રયીને રહેલ તેની પ્રશાખારૂપ સમભિરૂઢ નયની વિચારણા શરૂ કરીએ છીએ. શબ્દનયના પહેલા પ્રકાર સાંપ્રત નયે ઋજુસૂત્રને જે ઇષ્ટ હતું કે–“વર્તમાન ક્ષણમાં રહેલ અનેકધર્મથી કહેવાતી પણ એક વસ્તુ છે તેનું વ્યાવર્તન કર્યું અને વર્તમાન ક્ષણમાં રહેલ પણ અભિન્ન લિંગાદિ શબ્દથી વાચ્ય હોય તે વસ્તુ છે આવું પ્રતિષ્ઠાપન કર્યું. હવે શબ્દનયના આ પ્રતિપાદનમાં એટલે કે વર્તમાનમાં રહેલ અભિન્નલિંગાદિવાળી વસ્તુમાં પણ સમભિરૂઢ નય સૂક્ષ્મતર ભેદ કરે છે. સમભિરૂઢ નય.. કોઈ પણ કાળે પર્યાયવાચી શબ્દો વડે વસ્તુનું એક અધિકરણ કહેવું તે યથાવસ્થિત નથી. અહીં એક વિશેષ વાત સમજી લેવા જેવી છે...સમાન લિંગ કહેવાથી જ કામ નહીં ચાલે પણ સમાનએક લિંગ હોય અને પ્રવૃત્તિનિમિત્ત એક હોય એવા જ શબ્દોનું પર્યાયાન્તર શબ્દ સાથે સમાનાધિકરણ બને છે. ઘટઃ પટઃ આ બંને સમાનલિંગી શબ્દો છે, પણ તે પરસ્પર પર્યાયવાચી ન બની શકે. કેમ કે બંનેનું પ્રવૃત્તિનિમિત્ત જુદું છે. ઘટ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જલહરણ છે અને પટ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત શીતાપવારણ છે. માત્ર એક લિંગ હોવાથી પર્યાયવાચી ન બને. ઘટ અને કુટમાં ઘટનો પર્યાય કુટ છે અને કુટનો પર્યાય ઘટે છે. આ બંનેની વ્યુત્પત્તિઓ જુદી હોવા છતાં બંનેનું પ્રવૃત્તિનિમિત્ત એક જ છે માટે એ પર્યાય બને. એટલે એકલિંગ હોવાથી પર્યાયવાચી બને છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૨૩ પર્યાયવાચી ઘટ-કુટાદિ શબ્દોના એક અધિકરણથી કળશ-કુંભાદિ શબ્દો વડે કહેવાતી વસ્તુ એક છે તેવું કોઈ પણ કાળે કહી શકાય નહિ. પર્યાયવાચી શબ્દોનું સમાનાધિકરણ બની શકે નહીં. તેથી તે એક વસ્તુને કેવી રીતે કહે ? “ઘટ’ શબ્દથી જે કહેવાય તે જ “કુરાદિ' શબ્દથી કહેવાય આવો સ્વીકાર વસ્તુનું વસ્તુ તરીકે પ્રતિપાદન કરી શકતો નથી. ઘટ શબ્દથી કહેવાતી વસ્તુ જુદી છે, કુટ શબ્દથી કહેવાતી વસ્તુ જુદી છે કેમ કે સંજ્ઞાના નિમિત્તનો ભેદ છે. સંજ્ઞાના નિમિત્તનો ભેદ હોવાથી લિંગી શબ્દોનું એક અધિકરણ નથી... - સંજ્ઞાના નિમિત્તનો ભેદ હોવાથી પર્યાયવાચી શબ્દો એક વસ્તુને કહે છે આવું બની શકે નહીં. માટે પર્યાયવાચી શબ્દો બની શકે નહિ. “ઘટ' સંજ્ઞાનું નિમિત્ત “ઘટિષ” “ચેષ્ટાયાં' એટલે કે ઘટનક્રિયા છે. જ્યારે “કુટ' સંજ્ઞાન નિમિત્ત “ “કૌટિલ્ય' છે. “કુંભ' સંજ્ઞાનું નિમિત્ત ભાસનરૂપ ક્રિયા છે. આમ સંજ્ઞાનાં નિમિત્ત જુદાં જુદાં છે. દરેકની વ્યુત્પત્તિ જુદી જુદી છે. વ્યુત્પત્તિનિમિત્તનો ભેદ હોવાથી બધા શબ્દોના અર્થ જુદા જુદા છે. આ નયમાં વ્યુત્પત્તિનું જે નિમિત્ત છે તે જ પ્રવૃત્તિનિમિત્ત છે. આ રીતે સંજ્ઞાના નિમિત્તનો ભેદ છે. તેથી સમાનલિંગી શબ્દોનું એક અધિકરણ બની શકે નહિ. સંજ્ઞાના ભેદ તેમાં સંજ્ઞાના બે પ્રકાર છે. (૧) પારિભાષિક, (૨) નૈમિત્તિકી. પારિભાષિકી સંજ્ઞા : પારિભાષિકી સંજ્ઞા અર્થતત્ત્વને કહેનાર નથી કેમ કે પોતાની ઇચ્છા માત્રથી ચાલે છે. દા. ત. જેમ ડિત્ય, કવિથ આદિ સંજ્ઞાઓ. આ સંજ્ઞાઓનો કોઈ અર્થ નથી. આ કેવલ પારિભાષિકી છે. આ સંજ્ઞાને સમભિરૂઢ નય માનતો નથી. નૈમિત્તિકી સંજ્ઞા - નૈમિત્તિકી સંજ્ઞા બધી જ યુક્ત છે. જેમ કહ્યું છે કેશ્લોક - “નામ ૨ ધાતુનમદ નિરુ, વ્યાવરણે શરીર તોમ્ यन्न विशेषपदार्थसमुत्थं, प्रत्ययतः प्रकृतेश्च तदूह्यम् ॥" આ શ્લોકાર્થ - નિરુક્તમાં યાસ્ક અને વ્યાકરણમાં શાકટાયન વ્યાકરણકાર કહે છે કે—બધાં નામો ધાતુથી બનેલાં છે. હવે નિરુક્તમાં એટલે કે વ્યુત્પત્તિ બતાવનાર ગ્રંથમાં જે શબ્દોની વ્યુત્પત્તિ બતાવી છે તેનાથી તો આ નામ આ ધાતુથી બન્યું સમજાઈ જાય. પરંતુ તે સિવાયના જે શબ્દોની વ્યુત્પત્તિ નથી બતાવી તેની વ્યુત્પત્તિ કેવી રીતે કરવાની ? Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ તત્ત્વાર્થ સૂત્ર આ પ્રશ્ન અને તેનો ઉત્તર શ્લોકના ઉત્તરાર્ધમાં છે. જે નામ પદાર્થવિશેષથી સમુત્ય ન હોય અર્થાત્ પદાર્થવિશેષ, પ્રકૃતિવિશેષ કે પ્રત્યયવિશેષથી જે નામોની વ્યુત્પત્તિ ન હોય તે નામોની વ્યુત્પત્તિ પ્રત્યયવિશેષ અને પ્રકૃતિવિશેષની કલ્પના કરીને સિદ્ધ કરવી. આ શ્લોકથી એક જ વાત સિદ્ધ થાય છે કે સર્વ શબ્દોનાં વ્યુત્પત્તિનિમિત્તો જુદાં જુદાં છે એટલે અર્થભેદ આવશ્યક છે. તે આ પ્રમાણે–શ્લોકમાં બતાવ્યા મુજબ ધાતુથી ઉત્પન્ન થતા હોવાથી બધા શબ્દો ક્રિયાના નિમિત્તવાળા છે. એટલે બધા શબ્દો ધાતુથી બનેલા છે અને બધા શબ્દોમાં ધાતુ જુદા જુદા છે. એટલે કે દરેક શબ્દનાં ક્રિયાનિમિત્તો જુદાં જુદાં છે. એટલે નિમિત્તનો ભેદ છે. અને નિમિત્તનો ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આ રીતે સર્વ શબ્દોના વ્યુત્પત્તિનિમિત્તો જુદાં જુદાં હોવાથી અર્થભેદ આવશ્યક છે. માટે જ એક અર્થને કહેનારા પર્યાયવાચી શબ્દો બની શકતા નથી. નિમિત્તભેદથી અર્થભેદ જોવાયેલો જ છે. દા. ત. જેમ “છત્રી' અને “દંડી' ‘છત્રી' શબ્દમાં જે ‘છત્ર' શબ્દ છે તેનું ક્રિયાનિમિત્ત જુદું છે અને “દડી' શબ્દમાં જે ‘દલ્ડ' શબ્દ છે તેનું ક્રિયાનિમિત્ત જુદું છે. “છત્ર' શબ્દ ‘રિ, અ' ધાતુથી બનેલો છે. અને ‘દણ્ડ' શબ્દ “તદ્ ધાતુથી બનેલો છે. ઢાંકે તે છત્ર કહેવાય અને શિક્ષા કરે તે દંડ કહેવાય. એટલે ઢાંકવાની ક્રિયાના નિમિત્તથી છત્ર' શબ્દનો અર્થ જુદો છે અને શિક્ષાની ક્રિયાના નિમિત્તથી દડ' શબ્દનો અર્થ જુદો છે. માટે છત્રના નિમિત્તથી છત્રી અને દંડના નિમિત્તથી દડી કહેવાય છે. આમ બંનેનાં નિમિત્ત જુદાં છે તેથી તે બે એક ન કહેવાય. તેમ ક્રિયાના નિમિત્તનો ભેદ હોવાથી ઘટ, કુટ એક ન કહેવાય. બંનેના અર્થભેદ છે જ. આથી જ જે જે સંજ્ઞા છે તે તે સંજ્ઞાને સમભિરૂઢ નય જુદી જુદી સ્વીકારે છે. એટલે સમભિરૂઢ નય આ નૈમિત્તિકી સંજ્ઞાને જ માને છે. સમભિરૂઢની વ્યુત્પત્તિ... આથી જ આ નયનું નામ સમભિરૂઢ છે તે અર્થયુક્ત જ છે. કેમ કે તેની વ્યુત્પત્તિ સમરોહીતિ સમઢિ છે. “જે જે સંજ્ઞાને કહે છે તે તે સંજ્ઞામાં સારું આરોહણ કરે છે અર્થાત્ તે તે સંજ્ઞાને સારી રીતે સ્વીકારે છે તે સમભિરૂઢ કહેવાય છે. આ સમભિરૂઢ નય એક જ સંજ્ઞાને માને છે. નિમિત્તાન્તરના સંબંધવાળી બીજી સંજ્ઞાને સ્વીકારતો નથી. એટલે કે જેનું ક્રિયાનિમિત્ત જુદું છે તેવી સંજ્ઞા (પર્યાયવાચી) એક જ અર્થને કહે તેવું સ્વીકારતો નથી. તેથી વર્તમાન ક્ષણમાં રહેલ એક(સમાન) લિંગાદિ વડે પણ એક જ શબ્દથી કહેવાતો અર્થ (પદાર્થ) સમ્યગુ છે, અન્યથા નહિ. આ કથનથી ઋજુસૂત્રને માન્ય જે વર્તમાન ક્ષણમાં રહેલ વસ્તુ જ સત્ છે તેમાં શબ્દનયે અભિન્ન લિંગાદિથી કહેવાતી વસ્તુ જ સત્ છે આવો સૂક્ષ્મભેદ પાડ્યો તેનો નિષેધ કરી આ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ સમભિરૂઢ નયે શબ્દનયની માન્યતામાં પણ ‘“એક જ શબ્દથી અર્થ કહેવાય છે” આવો સૂક્ષ્મભેદ પાડ્યો. દા. ત. ‘ઇન્દ્ર' એ ઇન્દ્ર શબ્દથી જ કહેવાય પણ પુરંદરાદિ શબ્દોથી ‘ઇન્દ્ર' અર્થ કહેવાય નહિ. પર્યાય શબ્દોથી જો ‘ઇન્દ્ર' કહેવાય તો તે બરાબર નથી. શ: પુત્ર આદિ પર્યાયવાચી શબ્દોથી ૬: ' કહેવાય નહિ. કેમ કે ‘ફ્લુ પઐશ્વર્યે’ આ ધાતુથી ‘ઇન્દ્ર' શબ્દ બન્યો છે. એટલે આ ‘ઇન્દ્ર’ શબ્દનું ક્રિયાનિમિત્ત ‘ફ્લુ' ધાતુ છે જ્યારે ‘શક્ર’ શબ્દનું ક્રિયાનિમિત્ત શક્ ધાતુ છે. શવનોતિ કૃતિ શઃ છે. બંનેનાં ક્રિયાનિમિત્ત જુદાં છે. માટે બંનેમાં અર્થનો ભેદ છે. માટે જો પર્યાયથી કહેવામાં આવે તો ‘શક્ર' શબ્દ પરઐશ્વર્યતાનો બોધ કરાવી શકતો નથી અને જો તેવો બોધ કરીએ તો તો અયથાર્થ પ્રયોગ થાય. માટે જ વર્તમાન અભિન્નલિંગાદિવાળા એક શબ્દથી જ અર્થનું કથન બરાબર છે. ‘ઘટ'થી ‘ઘટ' જ કહેવાય અને ‘કુટ' શબ્દથી ‘કુટ' જ કહેવાય પણ ‘ઘટ' નહીં. દરેકનાં ક્રિયાનિમિત્ત (ધાતુ) જુદાં જુદાં છે માટે સંજ્ઞા પણ જુદી છે તેથી અર્થ પણ જુદો છે. માટે જ વર્તમાન ક્ષણમાં રહેલ પદાર્થ પણ એક જ શબ્દથી કહેવાય છે આવું સમભિરૂઢ નયનું કથન છે. આ રીતે સમભિરૂઢ નયનું વક્તવ્ય સમાપ્ત થાય છે. હવે આ પર્યાયનયરૂપ વૃક્ષની પ્રશાખારૂપ એવંભૂત નયનું નિરૂપણ કરીએ છીએ. આ પ્રમાણે સમભિરૂઢ નયે ક્રિયાના ભેદથી વસ્તુનું પ્રતિપાદન કર્યું ત્યારે એવંભૂત નય તે જ વસ્તુમાં સૂક્ષ્મતર ભેદનું પ્રતિપાદન કરવા માટે શરૂઆત કરે છે. એવંભૂત નય : જો ‘ષો કૃતિ પટ' આ પ્રમાણે ક્રિયાના નિમિત્તવાળા શબ્દથી વાચ્ય છે આવો તેં સ્વીકાર કર્યો છે તો તે ઘટનું નિમિત્ત જે ક્રિયા છે તે ક્રિયા જ્યારે વર્તતી હોય ત્યારે જ તે નૈમિત્તક શબ્દ કહેવાય. દા. ત. જેમ ચિત્રકાર આદિ. ચિત્રકાર જ્યારે ચિત્ર બનાવી રહ્યો હોય ત્યારે જ ચિત્રકાર કહેવાય, કુંભાર જ્યારે કુંભ બનાવી રહ્યો હોય ત્યારે જ કુંભાર (કુંભકાર) કહેવાય તેમ જ્યારે જે ક્રિયાનિમિત્ત છે તે ક્રિયા હોય ત્યારે જ તેના નિમિત્તે થતી સંજ્ઞા યોગ્ય કહેવાય. એટલે કે જ્યારે એ ક્રિયા થઈ રહી હોય ત્યારે તે શબ્દ તેનું નિમિત્ત વિદ્યમાન હોવાથી નૈમિત્તક સંજ્ઞાવાળો કહેવાય. તેથી જ્યારે ‘ઘટતે’-ચેષ્ટતે' ચેષ્ટા કરતો હોય ત્યારે જ તે ‘ઘટ' કહેવાય. ચેષ્ટારૂપ નિમિત્તનો અભાવ હોય ત્યારે તો તે જેવા પટાદિ છે તેવો જ તે છે પણ ‘ઘટ' નથી. શંકા :- અત્યારે ચેષ્ટા નથી કરી રહ્યો પરંતુ અતીત કાળમાં ચેષ્ટા કરી હતી અને અનાગત કાળમાં કરશે એમ માનીને ઉપલક્ષણભૂત ચેષ્ટાથી શું તેને ઘટ ન કહેવાય ? સમાધાન :- ના. અતીત (ભૂતકાળ) અને અનાગત(ભવિષ્યકાળ)ની ક્રિયાના નિમિત્તનો Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ તત્ત્વાર્થ સૂત્ર સંબંધ બની શકતો નથી. કેમ કે અતીત વસ્તુ અને અનાગત વસ્તુનો અભાવ છે. કારણ કે અતીત કે અનાગત “છત્ર' એ “છત્રી'નું કે “દંડ' આદિ “દંડી' આદિનું નિમિત્ત બની શકે નહિ. જો અતીત કે અનાગત છત્ર જે દંગદિ નિમિત્ત બની શકે તો ત્રણે લોકની વસ્તુ છત્રી અને દંડી આદિ કહેવાશે. એવંભૂત નયનું નિરૂપણ.. માટે ચેષ્ટા કરી રહ્યો હોય ત્યારે જ “ઘટ’ એ “ઘટ' કહેવાય. ધટનું ઘટપણું–ઘટતા એ ક્રિયાવિશિષ્ટ (ચેષ્ટા ક્રિયાથી યુક્ત) હોય ત્યારે જ છે. તેથી જ્યારે ચેષ્ટા કરતો હોય ત્યારે જ તે ઘટ કહેવાય. પણ સર્વકાળે આ “ઘટ’ શબ્દથી વાચ્ય નથી જ. એટલે કે જયારે ચેષ્ટા કરતો હોય, પાણી લાવતો હોય ત્યારે જ “ઘટ’ કહેવાય પણ “ઘટ' શબ્દથી ય હંમેશા આ ઘટ છે એમ કહેવાય નહિ. ચેષ્ટાયુક્ત ઘટ જ ઘટ શબ્દનો અર્થ છે. " માટે જે ક્રિયાના નિમિત્તથી જે શબ્દ બન્યો છે અને તે શબ્દ દ્વારા જે અર્થ (વસ્તુ) કહી રહ્યા છો તે વસ્તુ ત્યારે જ વસ્તુ કહેવાય કે તે ક્રિયાથી યુક્ત હોય. આવી રીતે આ પર્યાય નય સૂક્ષ્મ, સૂક્ષ્મતર ભેદવાળો ત્યાં સુધી દોડે છે જયાં સુધી માત્ર જ્ઞાન જ રહે અથવા શૂન્યતા રહે. પ્રશ્ન :- પર્યાયનય વિજ્ઞાનમાત્રમાં અને શૂન્યતામાં સમાઈ જાય છે તે કયા ક્રમથી ? વાણીમાત્રથી જ કહો તો પૂર્ણતામાં પણ જવું પડે માટે તેનો યુક્તિસિદ્ધ ક્રમ કહેવો જોઈએ. ઉત્તર :- અહીં આ ગ્રન્થમાં સકલ ક્રમના ભેદનું આખ્યાન કરતા નથી કેમ કે એનો વિસ્તાર બીજે સ્થળે કરેલો છે. અહીં તો માત્ર તેનું સૂચન જ કર્યું છે. આ રીતે આપણે પર્યાયનયરૂપ મહાવૃક્ષની પ્રશાખારૂપ એવંભૂત નયની વિચારણા કરી ને તે વૃક્ષના પુષ્પરૂપ જ્ઞાન અને ફળરૂપ શૂન્યતા જયાં તેનો વિશ્રામ છે તે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું સૂચન કર્યું. ૧. ઋજુસૂત્ર નયની વિચારણામાં જુઓ. પૃ. ૭૦૯ ૨. વિજ્ઞાનવાદી યોગાચાર અને શૂન્યવાદી માધ્યમિક આ બંનેનું મૂળ પર્યાય નય છે. તેથી ટીકાકાર મ. કહે છે કે–પર્યાય નય માત્ર જ્ઞાન અથવા શૂન્યતા સિદ્ધ કરવામાં તત્પર બને છે તે કેવી રીતે તે જોઈએ. વિજ્ઞાનવાદ :- જેમ જ્યારે ક્રિયા હોય છે ત્યારે જ તેના નિમિત્તવાળા શબ્દથી અર્થ કહેવાય છે. તે જ રીતે જ્યારે જ્ઞાન હોય છે. ત્યારે જ અર્થની સિદ્ધિ છે. કેમ કે જ્ઞાન સિવાય અર્થની સત્તામાં કોઈ પ્રમાણ નથી. આ રીતે નિચોડ કાઢતા પદાર્થ જ્ઞાનાકાર સ્વરૂપ જ રહે છે. એટલે માત્ર જ્ઞાન જ છે આવું સિદ્ધ કરે છે. શૂન્યવાદ :- હવે આકારનો પણ વિચાર કરતા જ્ઞાનથી ભિન્ન કોઈ હોઈ શકતો નથી. ગ્રાહ્ય અને ગ્રાહક આકાર રહિત જ્ઞાન પણ વિચાર કરતા રહી શકતું નથી માટે અંતે શૂન્યતામાં જ જવું પડે છે. આ રીતે શૂન્યતાને સિદ્ધ કરે છે. હોઈ શકતો નથી. મારે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૨૭ આ સાથે આપણે પર્યાયનયનું નિરૂપણ કરનાર ઋજુસૂત્ર, શબ્દ (સાંપ્રત), સમભિરૂઢ અને એવંભૂત નયની વિચારણા પૂર્ણ કરી. ભાષ્યકારને સંમત પર્યાયનય બે પ્રકારે છે માટે ભાષ્યમાં બતાવેલ ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક સત્ત્ને વિચાર્યું. હવે આ રીતે પરસ્પર અપેક્ષાવાળા, દ્રવ્યાસ્તિક માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ ચાર વચનથી ગ્રહણ કરેલા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના અર્પણ અને અનર્પણ વિશેષથી સંભવી શકે એટલા વિકલ્પોથી પૂ૰ ભાષ્યકાર મ૰ સ્વયં જ સત્ ઇત્યાદિ ભેદ(વિશેષ)ની ભાવના કરે છે. અર્થાત્ વિચાર કરે છે. દ્રવ્યાસ્તિક દ્રવ્યાર્થિકના અર્થપદ... ભાષ્ય :- આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના ભેદો જે (૧) દ્રવ્યાસ્તિક (૨) માતૃકાપદાસ્તિક, (૩) ઉત્પન્નાસ્તિક (૪) અને પર્યાયાસ્તિક છે તે બધાનાં અર્થપદો કહીએ છીએ. તેમાં (૧) દ્રવ્યાસ્તિ, દ્રવ્યાર્થિકનાં અર્થપદો ‘વ્યં ત્' એ શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનયનું અર્થપદ છે, ‘વ્યે સતી” અને ‘વ્યાળિ સન્તિ' આ નૈગમ અને વ્યવહારનાં અર્થપદ છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય-દ્રવ્યને જ સત્ માને છે પણ દ્રવ્યવિશેષ એટલે કે દ્રવ્યના ભેદોને માનતો નથી. નૈગમ અને વ્યવહાર ‘ત્ર્ય’ અને ‘દ્રવ્યાપ્તિ'ને સત્ માને છે. આ દ્રવ્યાસ્તિક દ્રવ્યાર્થિકના મતે અસત્ જેવી કોઈ વસ્તુ નથી. આમ દ્રવ્ય, વ્ય' ‘વ્યાપ્તિ' આ દ્રવ્યાર્થિકનાં અર્થપદો છે. ટીકા :- ‘ક્ર્માં’ એટલે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયના જે ભેદો છે તે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ ચારનાં અર્થરૂપ પદો “એક દ્રવ્ય, બે દ્રવ્ય અથવા દ્રવ્યો છે.” ઇત્યાદિ આ દ્રવ્યાસ્તિકાદિનો જે અર્થ અભિધેય-વાચ્ય છે તેના પ્રતિપાદનરૂપ પ્રયોજનવાળા આ એકવચનાદિના પ્રયોગથી યુક્ત દ્રવ્યાદિ છે. અર્થાત્ દ્રવ્યાસ્તિકાદિને જે અર્થ કહેવા યોગ્ય છે (તે જે સ્વીકારે છે) તે અર્થનું પ્રતિપાદન કરવા એકવચન આદિથી યુક્ત દ્રવ્યાદિનો પ્રયોગ કર્યો છે. સત્ ( દ્રવ્ય) એક જ છે આવું પ્રતિપાદન કરવું હોય તો દ્રવ્ય શબ્દનો એકવચનમાં પ્રયોગ કરે છે ‘સત્ દ્રવ્યં’ બે સત્ય છે આવો અર્થ કહેવો હોય તો દ્વિવચનનો પ્રયોગ કરે છે ‘સતી દ્રવ્યે’ અને ઘણાં સત્-દ્રવ્યો છે આમ કહેવું હોય તો બહુવચનનો પ્રયોગ કરે છે ‘ક્ષત્તિ વ્યાપિ’ કારણ કે દ્રવ્યાસ્તિકાદિ ચારનું દ્રવ્ય વા, દ્રવ્ય વા, વ્યાપ્તિ વા આ વિકલ્પો વડે વ્યાખ્યાન કરાય છે. વળી અર્થ, નામ અને પ્રત્યયના ભેદથી ભિન્ન અર્થાત્ બધાના અર્થ જુદા છે, નામ જુદાં છે અને બોધ જુદો છે એટલે અર્થથી, નામથી અને જ્ઞાનથી ભિન્ન એવા તે દ્રવ્યાસ્તિકાદિના અંતરંગ એવા અભિધાનપદ અને પ્રત્યયપદની અપેક્ષાએ બહુવિથ (બહુ પ્રકારના) વિદ્વાનોને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ તત્ત્વાર્થ સૂત્ર માન્ય એવાં બહિરંગ અર્થપદોની ચિંતા કરાય છે. એટલે કે અભિધાન અને પ્રત્યયને હમણા રહેવા દો, પહેલાં અર્થપદની જ વ્યાખ્યા કરાય છે. તેની જ વિચારણા બતાવાય છે. અહીં પ્રત્યેકને માન્ય છે અર્થપદો છે તેનો ક્રમશઃ વિચાર કરીએ છીએ. તેમાં પહેલા દ્રવ્યાસ્તિકનાં અર્થપદોનું ચિંતન કરાય છે. પૂભાષ્યકાર મ દ્રવ્યાસ્તિકાયનાં અર્થપદો બતાવ્યાં છે તેમાંથી સંગ્રહનયને અભિમત દિવ્ય સતુ એ અર્થપદનું વિવેચન કરીએ છીએ. દ્રવ્ય” શબ્દની સામાન્યની વ્યાખ્યા દ્રવ્ય મળેઆ સૂત્રના અનુસાર કહે છે કે દ્રવ્ય એટલે ભવ્ય. અર્થાત્ યોગ્ય. કેમ ? પોતાના પર્યાયમાં પરિણત થતું હોવાથી દ્રવ્ય યોગ્ય છે. એટલે કે પર્યાયમાં પરિણમવાની યોગ્યતા દ્રવ્યમાં છે. જેને બીજા શબ્દોમાં સ્વરૂપયોગ્યતા કહેવાય છે. એક દ્રવ્યરૂપ જ સત છે તેની વિવા ભેદવાદી(વ્યવહાર નય)ને ઈષ્ટ જે ધર્માદિ સર્વ દ્રવ્યો છે તે બધાં દ્રવ્ય સ્વભાવનો ત્યાગ કરતાં નથી માટે તે બધાંની અભિન્નરૂપ અર્પણાથી એટલે અભેદની વિવક્ષાથી એકવચન વડે ‘દ્રવ્ય આ પ્રમાણે વિવફા કરાય છે. મતલબ ભેદવાદી વ્યવહારનય ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ આ રીતે જુદાં જુદાં પાંચ દ્રવ્ય માને છે. તેની સામે આ સંગ્રહ નય કહે છે કે દ્રવ્યમાં પરિણામ પામવાની યોગ્યતા છે. એટલે પરિણમવું આ જ તેનો સ્વભાવ છે. પછી ભલે તે ગત્યાદિરૂપે પરિણમે કે સ્થિત્યાદિરૂપે પરિણમે. પરંતુ પરિણમવું આ જ સ્વભાવ છે. એટલે આ ધર્માદિના દ્રવ્યસ્વભાવમાં કશો ફરક નથી. દ્રવ્યસ્વભાવ એક હોવાથી એક દ્રવ્ય જ છે આવું જ કહેવું જોઈએ. દ્રવ્યથી જુદો કોઈ પદાર્થ નથી. ધર્માદિ ગત્યાદિ રૂપે પરિણમતા હોવા છતાં પણ દ્રવ્યપણાને નહીં છોડતા હોવાથી દ્રવ્ય જ છે, એક જ દ્રવ્ય છે. આ દ્રવ્યસ્વભાવના અભેદથી એક જ દ્રવ્ય છે. ભેદ તો સ્વભાવનો ભેદ થાય ત્યારે થાય પણ દ્રવ્યસ્વભાવનો ભેદ પડતો જ નથી. માટે એક દ્રવ્યરૂપ જ સત્ છે આથી “દવ્ય સતુ આ જ અર્થપદ છે. અહીં દ્રવ્ય સિવાય બીજા પણ અનેક પદાર્થ માનનાર કોઈ પ્રશ્ન કરે છે કેપ્રશ્ન :- ગુણ, કર્માદિ દ્રવ્યથી ભિન્ન વસ્તુ છે ને ? ઉત્તર - સંગ્રહ નય કહે છે કે અભિધાન અને પ્રત્યય એ અંતરંગ છે અને તેની અપેક્ષાએ અર્થ બહિરંગ છે. દ્રવ્યાસ્તિક અને ઈત્યાદિ જે નામ અને દ્રવ્યાસ્તિક ઇત્યાદિ જે જ્ઞાન આ બેમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. દ્રવ્યાસ્તિકનું નામ દ્રવ્યાસ્તિક જ છે અને દ્રવ્યાસ્તિકનું જ્ઞાન પણ દ્રવ્યાસ્તિક છે એટલે અભિધાન અને પ્રત્યય આ બંને અંતરંગ છે અને દ્રવ્યાસ્તિકનો અર્થ જુદો પડે છે માટે બહિરંગ છે. ૨. જે નય જે પદાર્થ માને છે તે અર્થપદ કહેવાય છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૨૯ દ્રવ્યથી પૃથક, ગુણ, કર્માદિ કોઈ વસ્તુ છે જ નહિ. દ્રવ્યથી જુદો ગુણ નથી. રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્ય દ્વારાએ જ થાય છે. એકલાં રૂપ, રસાદિ પ્રાપ્ત થતાં જ નથી. એટલે જ કહ્યું કે દ્રવ્ય દ્વારા ઉપલબ્ધિનો વિષય બનતાં રૂપ, રસાદિ દ્રવ્યવૃત્તિમાત્ર છે અર્થાત્ દ્રવ્યનો જ પરિણામ છે આવો નિશ્ચય થાય છે પરંતુ દ્રવ્યથી ભિન્ન જાતિરૂપે તેનું જ્ઞાન થતું નથી. રૂપ, રસાદિનું જ્ઞાન દ્રવ્યાકારે જ થાય છે પણ દ્રવ્યથી જુદા છે તેવું ભિન્ન જાતિરૂપે જ્ઞાન થતું નથી. માત્ર એટલું જ છે કે ચક્ષુ આદિ ગ્રહણ કરનારના ભેદથી દ્રવ્યની તે રૂપાદિ વૃત્તિઓ જુદી પડે છે. ચક્ષુથી પેદા થતા જ્ઞાનના વિષયપણાને પ્રાપ્ત થયેલું દ્રવ્ય એ જ રૂપ છે, રસનાથી ગ્રહણ થતું દ્રવ્ય એ જ રસ છે, સ્પર્શેન્દ્રિયથી પ્રાપ્ત થતું દ્રવ્ય જ સ્પર્શ છે, ઘ્રાણેન્દ્રિયથી ગ્રહણ થતું દ્રવ્ય જ ગંધ છે. એટલે દ્રવ્યનાં રૂપ, રસાદિ પરિણામો જુદાં પડે છે તેથી દ્રવ્યનો કોઈ ભેદ પડતો નથી. દાતજેમ પિતા, પુત્ર, મામા આદિ અનેક સંબંધીઓના સંબંધથી વિશિષ્ટ (યુક્ત) પુરુષ. - એક જ પુરુષ છે. તે પિતા પણ કહેવાય, પુત્ર પણ કહેવાય, મામા પણ કહેવાય. અપેક્ષાભેદથી એક જ વસ્તુનો અનેક પ્રકારે વ્યવહાર થાય છે. પોતાના પુત્રની અપેક્ષાએ તે જ પુરુષ પિતા કહેવાય છે, પોતાના પિતાની અપેક્ષાએ તે જ પુરુષ પુત્ર કહેવાય છે. ભાણેજની અપેક્ષાએ તે જ પુરુષ મામા કહેવાય છે. એટલે જે એક પુરુષ છે તે જ પિતા છે, તે જ પુત્ર છે, તે જ મામા છે. આમ અનેક સંબંધીઓના સંબંધો હોવા છતાં પિતાપુરુષ પણ એ જ છે, પુત્રપુરુષ પણ એ જ છે, માતલપુરુષ પણ એ જ છે. પુરુષમાં કોઈ ભેદ નથી. પિતા-પુત્રાદિ રૂપે તે જ પુરુષનો વ્યવહાર કરાય છે તેવી રીતે રૂપ, રસારિરૂપે દ્રવ્યનો જ વ્યવહાર કરાય છે. રૂપરૂપે પણ તે જ દ્રવ્ય છે, રસરૂપે પણ તે જ દ્રવ્ય છે તેમાં કોઈ ભેદ નથી. અભિન્ન એવા એક જિનદત્ત આદિનો જન્ય-જનક ભાવાદિ અનેક સંબંધની અપેક્ષાએ પિતા વગેરેનો વ્યપદેશ થાય છે પણ તે જિનદત્તાદિ પુરુષરૂપ વસ્તુથી પિતૃત્વ વગેરે કોઈ જાત્યન્તર અર્થ નથી. કેમ કે પિતૃત્વ આદિ પુરુષમાં જ વૃત્તિ છે. તેવી રીતે દ્રવ્ય પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો વિષય થતું રૂપાદિના વ્યપદેશને પામે છે માટે રૂપ, રસ વગેરે દ્રવ્યથી અર્થાન્તરભિન્ન નથી. તે બધાં દ્રવ્ય જ છે. માટે દ્રવ્યથી જુદા કોઈ ગુણ નથી. દ્રવ્યથી જુદું કર્મ નથી કર્મ પણ દ્રવ્યથી ભિન્ન નથી. કેમ કે ક્રિયા તો વિસસા કે પ્રયોગની અપેક્ષાવાળો દ્રવ્યનો ૧. પૃ. ૩૭ જુઓ. Page #439 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૪૩૦ પિરણામ છે. તદ્ભાવરૂપ છે. અર્થાત્ દ્રવ્યનો ભાવ છે. ક્રિયા પણ દ્રવ્યરૂપે પરિણમે છે. દ્રવ્યથી અભિન્ન છે. આથી ક્રિયા પરિણામ એ દ્રવ્ય જ છે. એટલે દ્રવ્યથી જુદું કર્મ નથી. સામાન્ય-વિશેષ પણ દ્રવ્યથી અતિરિક્ત નથી... એવી રીતે સામાન્ય અને વિશેષ પણ દ્રવ્યથી અભિન્ન છે. કેમ કે દ્રવ્યના ગ્રહણ સિવાય સામાન્ય અને વિશેષનું પણ ગ્રહણ થઈ શકતું નથી. દ્રવ્યનું ગ્રહણ ન થાય તો સામાન્ય અને વિશેષ બુદ્ધિ થાય નહીં. માટે સામાન્ય-વિશેષ પણ દ્રવ્ય જ છે. આ પ્રમાણે સંગ્રહ નય જે દ્રવ્યાર્થિકની શુદ્ધપ્રકૃતિ છે તે એક જ દ્રવ્ય માને છે. આમ આપણે દ્રવ્યાસ્તિકનાં અર્થપદોમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહ નયને અભિમત ‘દ્રવ્યં’ ‘દ્રવ્ય જ એક સત્ છે’ તે અર્થપદનું ચિંતન કર્યું. હવે ‘વ્ય’ અને ‘વ્યાપિ' આ અર્થપદનું ચિંતન કરીએ છીએ. અવિશુદ્ધ (અશુદ્ધ) દ્રવ્યાર્થિકનો ભેદ નૈગમનય કહે છે કે—એક દ્રવ્યથી પ્રવૃત્યાત્મક, નિવૃત્યાત્મક વ્યવહાર બની શકે નહિ. માટે ભેદનું નિબંધન એટલે કારણ દ્વિત્વાદિ સંખ્યા છે. તે દ્વિત્વાદિ સંખ્યાનો વ્યવહાર સકળ લોકવ્યવહારમાં સમર્થ સિદ્ધ થાય છે. એટલે ‘વ્ય’ અને ‘દ્રવ્યાનિ’ આ અર્થપદો છે. જો દ્વિત્વાદિ સંખ્યા ન મનાય તો એકત્વ સંખ્યા પણ ન બને. ભેદવ્યવહાર છે તેનું કારણ દ્વિત્વાદિ સંખ્યા છે. જો દ્વિત્પાદિ સંખ્યા માનવામાં ન આવે તો એકત્વ સંખ્યા તો એક એક વસ્તુમાં રહેલી છે. આ પ્રત્યેક વસ્તુમાં રહેલું એકત્વ એ કોઈનું ભેદ પાડનાર બની શકતું નથી. એટલે એકત્વ એ કોઈનું વિશેષણ બની શકે નહિ, અને ભેદનો વ્યવહાર તો થાય છે. વળી એકત્વ સંખ્યા ભેદના વ્યવહારમાં કારણ બની શકતી નથી. દ્વિત્પાદિ સંખ્યા માનવામાં આવે તો જ એકત્વ સંખ્યા બની શકે. અર્થાત્ એકત્વ સંખ્યાનો વ્યવહાર થાય. માટે દ્વિત્વાદિ સંખ્યા માનવી જ જોઈએ. આ રીતે દ્રવ્યાર્થિકની અશુદ્ધ પ્રકૃતિ નૈગમ નયના અભિપ્રાયે, દ્વિત્યાદિ સંખ્યાનો વ્યવહાર થાય છે. માટે તેના મતે ધ્યે' અને વ્યાનિ' આ અર્થપદો સિદ્ધ થાય છે. અથવા અશુદ્ધ દ્રવ્યાર્થિકની પ્રકૃતિ વ્યવહા૨ નયથી આ અર્થપદોની વિચારણા કરીએ. કેમ કે સંગ્રહ અને વ્યવહાર નયથી નૈગમનય જુદો નથી. એટલે નૈગમનયનો સામાન્યાંશ સંગ્રહમાં જ આવશે અને વિશેષાંશ વ્યવહારમાં જ આવશે, અને સામાન્ય અને વિશેષથી જુદો તો કોઈ પ્રકાર છે નહિ માટે નૈગમનયનો સ્વતંત્ર તો કોઈ વિષય રહ્યો જ નહિ. ૧. સમવાય પણ દ્રવ્યથી અતિરિક્ત નથી. કેમ કે સમવાયના સંબંધી ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ દ્રવ્યથી અતિરિક્ત નથી તો સમવાય પણ દ્રવ્યથી અતિરિક્ત નથી તે સમજાય તેવી વાત છે. માટે અહીં સમવાયનો ઉલ્લેખ કર્યો નથી. Page #440 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૩૧ વિષય ન રહ્યો એટલે વિષયવાળો વિષયી પણ રહ્યો નહીં. માટે સ્વતંત્રપણે તો નૈગમનયનો અભાવ છે. હવે આવું જ વિચારીએ તો દ્રવ્યાર્થિકની શુદ્ધ પ્રકૃતિ જે સંગ્રહ છે તેનું અર્થપદ “દ્રવ્ય છે એ તો નિશ્ચિત છે જે આપણે વિચારી ગયા. તો હવે દ્રવ્યાસ્તિકની જ અશુદ્ધ પ્રકૃતિ જે વ્યવહાર નય છે તેના દ્વારા જ વિચાર કરવાનો રહ્યો. માટે આપણે હવે વ્યવહાર નથી વિચારીએ છીએ. વ્યવહાર નયનો કોઈ એવો અંશ છે કે જે માતૃકાપદથી જુદો “દ્રવ્ય” કે “દ્રવ્યાણિ' આ અર્થપદને સ્વીકારતો હોય ? માટે જ કહેવાય છે કે વ્યવહાર નયના સો ભેદ છે. તેથી તેમાંનો કોઈ એક અંશ છે જે દેશ, કાળ અને સંખ્યાના ભેદને સ્વીકારે છે. તેની અપેક્ષાએ દ્રવ્ય” અને “દ્રવ્યાણિ' આ વિકલ્પ સંભવે છે. આ રીતે આપણે દ્રવ્યાર્થિકની અશુદ્ધ પ્રકૃત નૈગમ અને વ્યવહારથી “દ્રવ્ય અને દ્રવ્યાણિ' આ અર્થપદોની વિચારણા કરી. હવે ભાષ્યની પહેલી પંક્તિના અંતે રહેલ “સતુ' શબ્દનો વિચાર કરીએ છીએ. સતુ ઉત્પાદાદિ ત્રણ પ્રકારે છે અને તે ઉત્પાદાદિ ત્રણ દ્રવ્યથી જ્યારે અર્પિત કરીએ અર્થાતુ સની જ્યારે દ્રવ્યરૂપે વિવક્ષા કરીએ ત્યારે બતાવેલ સંખ્યા એટલે વચનભેદને પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે દ્રવ્ય “દ્રવ્ય” “દ્રવ્યાણિ” કોઈ પણ કાળે એકવચન, દ્વિવચન અને બહુવચન આ ત્રણ વચનથી જેનું પ્રતિપાદન થાય છે–પ્રતિપાદન કરવા યોગ્ય છે તે દ્રવ્ય સિવાય અન્ય કોઈ સત્ નથી. અર્થાત્ દ્રવ્ય જ સતુ. છે, બે દ્રવ્યો જ સત્ છે, દ્રવ્યો જ સતુ છે. કેમ કે “દ્રવ્ય આ પ્રમાણે અપદિષ્ટ-પ્રયોગ કરીએ તો “સ”ની પ્રતીતિ થાય છે, “દ્રવ્ય' પ્રયોગ કરીએ ત્યારે “સતી’ અને ‘દ્રવ્યાણિ પ્રયોગ કરીએ ત્યારે “સન્તિ’ આવી પ્રતીતિ થાય છે. આ પ્રમાણે વ્યસ્ત અને સમસ્ત દ્રવ્યોમાં જ “સત્' પ્રતીતિ થાય છે. કારણ કે માત્ર દ્રવ્યમાં જ સત્ છે, દ્રવ્યમાં જ “સતુ નિયતવૃત્તિ છે. કેમ કે દ્રવ્યથી જુદા પદાર્થનો અભાવ છે માટે દ્રવ્ય સિવાય બીજે “સેતુ” પ્રાપ્ત થતું નથી. અર્થાત્ દ્રવ્ય સિવાય કોઈ પણ પદાર્થની સત્તા નથી માટે સતુ ચોક્કસપણે દ્રવ્યમાં જ વૃત્તિ છે. માટે દ્રવ્યોમાં જ “સતુ' પ્રતીતિ થાય છે. ૧. નૈગમ અને વ્યવહાર તો ત્રણે અર્થપદો માને છતાંય અહીં તે બતાવ્યા માટે ટીકાદારે ૧૦૦ ભેદ પડે છે તેમાંના કોઈ ભેદથી આ બે વિક્લપ બને છે એમ કહ્યું લાગે છે. વ્યસ્ત = ઉત્પાદ-વ્યયનું ઐક્ય અને પ્રૌવ્યનું ઐક્ય. સમસ્ત = ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્ય ત્રણેનું ઐક્ય... Page #441 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે દ્રવ્યની અર્પણાથી ઉત્પાદાદિને એકવચનાદિ સંખ્યાથી એક, દ્વિ, બહુત્વનો બોધ થાય છે. અર્થાત્ સમુદિત ઉત્પાદાદિ ત્રણની એકતાની વિવક્ષા કરીએ ત્યારે ‘દ્રવ્યં’ આવું એકવચન આવે, ઉત્પાદ અને વ્યય આ બે મળીને એક અને એક ધ્રૌવ્ય આમ બેની વિવક્ષાથી ‘દ્રવ્ય’ થાય અને એક ઉત્પાદ, એક વ્યય અને એક ધ્રૌવ્ય આમ ત્રણ થયા એટલે ‘દ્રવ્યાણિ’ આમ બહુવચન આવે. ૪૩૨ આ પ્રકારના દ્રવ્યાર્થિક નયની અર્પણાથી ત્રણે અર્થપદો સિદ્ધ થાય છે. દ્રવ્યથી ભિન્ન કોઈ પદાર્થ નથી માટે સત્નો લાભ દ્રવ્ય સિવાય બીજે નથી. દ્રવ્ય સિવાય સત્ની ઉપલબ્ધિ નથી તે વાતને સિદ્ધ કરતો તર્ક... જો બીજે ‘સ'નો લાભ થતો હોય તો દ્રવ્યથી ભિન્ન એવા કોઈ ગુણ કે કર્માદિમાં ‘સ'ની વૃત્તિ છે આવી આશંકા કરી શકે, પણ તે સત્-દ્રવ્યથી ભિન્નમાં વૃત્તિ જ નથી અર્થાત્ બીજામાં રહેતું જ નથી. આ જ અર્થ ભાષ્યના વચનથી એટલે કે ભાષ્યના આ બીજા વાક્યથી જણાય છે. ‘અસન્નામ નાસ્તિ’ ‘અસત્' આ પ્રમાણે જે સંશીનું નામ હોય એવું તે સંશીરૂપ અસત્ નામવાળું કોઈ છે નહીં અથવા સંશીરૂપનો અભાવ હોવાથી અસત્ એ સંજ્ઞા નથી. કેમ કે સંજ્ઞા અને સંશીની પરસ્પર સાપેક્ષતા હોય છે. અર્થાત્ સંશીને લઈને સંશા છે અને સંજ્ઞાને લઈને સંશી છે. સંશી હોય તો સંશા છે અને સંજ્ઞા હોય તો સંશી છે. આમ બંને પરસ્પર સાપેક્ષ છે. એટલે અસત્ નામવાળો કોઈ નથી અને આ નામવાળો કોઈ ન હોવાથી ‘અસત્' એવું નામ પણ નથી. આ રીતે ‘અસત્' શબ્દથી ગુણાદિનો અભાવ જ કહેવાય છે, અને તે ગુણાદિનો અભાવ દ્રવ્યાસ્તિકના મતમાં દ્રવ્ય જ છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક દ્રવ્યાસ્તિકના અર્થપદની ભાવના કરી—વિચારણા કરી. બીજા આચાર્ય ભગવંતો ભાષ્યને આ રીતે કહે છે. ‘અમન્નામ નાÒવ’... અવધારણપૂર્વક અસત્નો પ્રતિષેધ કરે છે. એટલે ‘અસત્ જેવી કોઈ ચીજ છે જ નહીં' આવું કહે છે. આ સર્વ દ્રવ્ય છે. આ પ્રમાણે સંગ્રહ કરવાને ઇચ્છતો દ્રવ્યાસ્તિક ‘સર્વ દ્રવ્ય છે’ એમ કહીને માતૃકાપદાસ્તિક વગેરેનો પણ સર્વમાં સમાવેશ કરે છે. તેથી ‘સત્' આ પ્રમાણે કહેવાય ત્યારે એકત્વ(દ્રવ્ય), દ્વિત્વ (દ્રવ્યે) અને બહુત્વ(દ્રવ્યાણિ)માંથી કોઈ પણ એક ઉક્તિ-કથનમાં તેનો અવરોધ થઈ જાય છે. એટલે કે સમાઈ જાય છે. કેમ કે ‘સત્’ જ પદાર્થ છે. એટલે દ્રવ્યને ‘વ્ય સત્' આમ એકવચન લગાવીને બોલો કે દ્વિવચનથી જ્યે સતી' કહો કે બહુવચનથી ‘દ્રવ્યાપિ સન્તિ' કહો પણ ‘સત્' આમ કહેવાથી સત્ જ હોવાથી સત્ત્વથી દ્રવ્યનો સંગ્રહ થઈ જાય છે. કોઈ પણ સત્ બાકી રહેતું નથી. એવી રીતે ‘દ્રવ્ય', ‘દ્રવ્ય', ‘વ્યાપ્તિ' એમાંથી કોઈની પણ ઉક્તિ કરો તો દ્રવ્ય જ થશે. બધા સત્નો સંગ્રહ થઈ જાય છે. કેમ કે સત્ માત્ર દ્રવ્ય જ છે અને અસત્નો અભાવ છે. માટે Page #442 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૩૩ સત્ કહો કે દ્રવ્ય કહો બંને એક જ છે. સત્ કહો તો તે દ્રવ્ય જ છે અને દ્રવ્ય કહો તો તે જ સત છે. એટલે સત્ કહેવાથી દ્રવ્યનો અને દ્રવ્ય કહેવાથી સત્નો સંગ્રહ થઈ જાય છે. આ પ્રમાણે સંગ્રહ નયે દ્રવ્ય જ છે. આમ દ્રવ્યાસ્તિકપણા વડે પોતાનો અભિપ્રાય પ્રકાશિત કર્યો ત્યારે વ્યવહાર નય માતૃકાપદના ઉપન્યાસથી પોતાનો અભિપ્રાય ખોલે છે. અર્થાત્ હવે આપણે માતૃકાપદનાં અર્થપદોને વિચારીએ છીએ. માતૃકાપદાસ્તિક દ્રવ્યાર્થિકના અર્થપદ ભાષ્ય -માતૃકાપદાસ્તિક દ્રવ્યાર્થિકના પણ એક માતૃકાપદ, બે માતૃકાપદ અથવા અનેક માતૃકાપદ એ સત્ છે. અમાતૃકાપદ, બે અમાતૃકાપદ અને અનેક અમાતૃકાપદ અસત્ છે. ટીકા - માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ... માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ ધર્માસ્તિકાય વગેરેનો ઉદેશ માત્ર જ છે. અર્થાતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય આ નામ માત્ર જ છે. વ્યવહારનયની માન્યતા... આ વ્યવહારનય ધર્માસ્તિકાયાદિ ઘણાં દ્રવ્યોને માને છે પણ સંગ્રહનયની જેમ એક દ્રવ્યને જ માનતો નથી. કેમ કે સંજ્ઞા (ધર્માસ્તિકાયાદિ) અને સ્વલક્ષણ(ગયુપકારકત્વાદિ)થી શૂન્ય અભેદ એવું દ્રવ્ય જ એક સત્ છે આવું નિરૂપણ વ્યવહાર કરનારા લૌકિક પરીક્ષકોની બુદ્ધિમાં આવી શકે નહિ. કારણ કે જગતમાં માત્ર એક જ દ્રવ્ય છે તો વ્યવહાર કોનો કરવાનો ? અભિન્ન સ્વભાવ દ્રવ્યમાત્ર સત્ છે અર્થાત્ દ્રવ્યમાત્ર જ સત્ હોય તો જેનાં પ્રવૃત્તિનિમિત્તકો જુદાં જુદાં છે તેવી સંજ્ઞા પણ અર્થભેદથી ભિન્ન નથી, અને પ્રવર્તક, નિવર્તક પોતપોતાનો અસાધારણ ધર્મ નથી એટલે સંગ્રહ નયના મતમાં લોકયાત્રાનું વિલોપન થાય. લોકવ્યવહાર ચાલી શકે નહિ. માટે વ્યવહાર માટે વસ્તુનો સ્વીકાર છે, અને તે વ્યવહાર પ્રાયઃ ભેદથી સિદ્ધ થઈ શકે છે, અને તે તો દ્રવ્યાસ્તિકને સ્વીકારનાર એવા તે પણ ‘દવ્ય “ચ્ચે” “વ્યાણ' આ પદોથી બતાવેલો જ છે. એક અર્થ કહેવો હોય તો એકવચન, બે અર્થ કહેવા હોય તો દ્વિવચન, અને બહુ અર્થ કહેવા હોય તો બહુવચન આ પ્રમાણે એકવચનાદિ સંખ્યા માં ભેદ પાડનારી છે. જો ભેદ સ્વીકારવામાં ન આવે તો ઉભય સ્વરૂપ અને બહુવરૂપ વસ્તુ રહે નહિ. તો ઉભય સ્વરૂપ અને બહુત્વાદિ સ્વરૂપનો અભાવ હોવાથી દ્વિવાદિ સંખ્યા ક્યાં રહે ? આ દ્વિવાદિ સંખ્યાની વ્યવસ્થા માટે સતનો ભેદ સ્વીકારવો આવશ્યક જ છે. * અવાજર શંકા - સતુનો ભેદ પાડો છો તે સતનો ભેદ પાડવાની જરૂર નથી. પણ સતુ. એક જ માનો અને દ્રવ્ય અનેક માનવાથી દ્રવ્ય' અને “દ્રવ્યાણિ આ વિકલ્પો બની શકશે. પણ સત્ માં સતી અને ક્ષત્તિ કેવી રીતે બને ? તેનું પ્રતિવિધાન - સત્ અને દ્રવ્ય બંને એક જ છે, બે જુદાં નથી. માટે સત્ એક અને દ્રવ્ય અનેક એમ માની શકાય નહીં. શુદ્ધ દ્રવ્યાસ્તિકના મતે તો દ્રવ્ય અને સતનો ભેદ જ નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ તત્ત્વાર્થ સૂત્ર કેમ કે દ્રવ્ય જ સત્ છે અને સત્ જ દ્રવ્ય છે. દ્રવ્યરૂપ ધર્મી અને સત રૂપ ધર્મીનો ભેદ જ નથી. દ્રવ્યથી જુદું કોઈ સત્ત્વ નથી. અને સત્થી જુદું કોઈ દ્રવ્યત્વ નથી. બંને સમનિયત છે, અને સમનિયત હોય તે એક હોય. એટલે જો સત્ એક છે તો દ્રવ્ય પણ એક જ હોય. અને તેથી ‘દ્રવ્ય આ પ્રમાણે એકવચનાન્ત પ્રયોગ જ બને પણ દ્વિવચન કે બહુવચનનો પ્રયોગ થાય નહીં. એટલે ‘દ્રવ્ય’, ‘દ્રવ્યાણિ' આ પ્રયોગ બની શકે નહીં. કેમ કે જે એક સંખ્યાવાળું સત્ છે તે દ્વિવાદિ સંખ્યાનો આશ્રય કરી શકતું નથી. સિદ્ધાંતવાદીનો જવાબ. આ રીતે સતુ અને દ્રવ્ય એક છે માટે દ્રવ્ય એકવચનમાં આવે આવું તું જે કથન કરી રહ્યો છે તે બરાબર નથી. કેમ કે “દ્રવ્ય દ્રવ્ય” “દ્રવ્યાણિ' આ પ્રમાણે એક વચનાન્ત દ્વિવચનાન્ત, બહુવચનાત્ત પ્રયોગ થાય છે. એટલે ‘દ્રવ્ય' એ એક છે, “દ્રવ્ય' એ બે છે અને ‘દ્રવ્યાણિ' એ બહુ છે. આમ એક એ એક છે પણ બે નથી, બે છે તે બે છે પણ એક નથી આ પ્રમાણે લોકવ્યવહારમાં પ્રવીણે સંખ્યાભેદ હોવાથી સત્નો ભેદ સ્વીકારવો જ જોઈએ. આ રીતે વ્યવહાર નયે રજૂ કર્યું કે વ્યવહાર તો ભેદથી જ થાય. અભિન્ન એવું એક સતુ માનવાથી વ્યવહાર ન થાય. માટે સતનો ભેદ અવશ્ય સ્વીકારવો જ જોઈએ. પ્રશ્ન :- તો એ ભેદ કેવી રીતે સ્વીકારવો? સતુનો ભેદ કેવી રીતે છે? આવી શંકા થતાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે એ કયું દ્રવ્ય છે ? ઉત્તર :- ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવના ભેદવાળું આ દ્રવ્ય છે. સંગ્રહ ન માત્ર અભિન્ન એક જ દ્રવ્ય માને છે જ્યારે વ્યવહાર નય આ પાંચ દ્રવ્યોને સ્વીકારે છે. પ્રશ્ન :- શા માટે આટલાં જ સ્વીકારે છે? ઉત્તર :- ગતિ, સ્થિતિ, અવગાહ, શરીરાદિ અને પરસ્પર સહાયક થવામાં ઉપકારી આ દ્રવ્યો છે માટે ઉપકારને લઈને આટલાં ઉપકારી છે. આ રીતે ગતિ આદિમાં ઉપકારી, ધર્માદિના ભેદવાળું આ દ્રવ્ય છે. આ બધા ઉપકારો જુદા જુદા છે માટે જુદા જુદા સ્વીકારવા જોઈએ. આવું ધર્માદિ સંજ્ઞા અને ગયુપકારાદિ સ્વલક્ષણાદિથી જુદું આ દ્રવ્ય સારો વ્યવહાર પ્રાપ્ત કરાવવામાં સમર્થ થાય છે ? હા, સંજ્ઞા અને સ્વલક્ષણાદિથી જુદાં આ દ્રવ્યો સારો વ્યવહાર કરવી શકે છે. પરંતુ નિર્ભેદ એટલે કે જેમાં ભેદ(વિશેષ) નથી એવી વસ્તુ અર્થાતુ કેવલ સામાન્ય વસ્તુ કોઈ પણ વ્યવહારયાત્રાને અભિમુખ કરી શકતી નથી. સામાન્યથી વ્યવહાર થઈ શકતો નથી પરંતુ દ્રવ્યવિશેષ એટલે કે અનેક દ્રવ્ય માનવામાં આવે તો જ વ્યવહાર થઈ શકે. માટે ધર્માદિ અનેક દ્રવ્યો માનવાં જ જોઈએ. વળી ભેદની પ્રધાનતામાં જ અર્થાત વિશેષને પ્રધાન રાખીએ તો જ ધર્માદિ પાંચ Page #444 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૪૩૫ દ્રવ્યમાંથી કોઈ પણ એક દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે સતુ' આવો વ્યવહાર થાય. અર્થાતુ ધર્માદિમાંથી કોઈ પણ એક ધર્માદિ પ્રશ્ન લઈએ ત્યારે “માતૃકાપદ સ’ છે. આ પાંચ દ્રવ્યમાંથી બેની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે સતી આવો વ્યવહાર થાય. એટલે કે ધર્મ અને અધર્મ કે ધર્મ અને આકાશ કે અધર્મ અને આકાશ ઇત્યાદિની વિવક્ષાથી સતી એટલે કે “બે માતૃકાપદ સત છે” અને ધર્માદિ પાંચમાંથી ત્રણ ધર્મ-અધર્મ-આકાશ, ચાર ધર્મ-અધર્મ-આકાશજીવ કે પાંચની ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદાનિ સન્તિ' અર્થાત્ ધર્માદિ ત્રણ, ચાર કે પાંચ માતૃકાપદ સત્ છે. આ પ્રમાણે પ્રતિવિશિષ્ટ (વિશેષ) વ્યવહારની પ્રસિદ્ધિ છે. એટલે કે ભેદને ગ્રહણ કરીને જ વ્યવહાર થાય છે. આથી પરસ્પર વ્યાવૃત્ત (ભિન) સત્ત્વરૂપ સ્વભાવની અર્પણા-વિવેક્ષાથી જ ધર્માદિ દ્રવ્યો છે. અર્થાત્ દરેક દ્રવ્યોના સ્વભાવ જુદા જુદા છે. ધર્માસ્તિકાયનો ગ–પકારત્વ સ્વભાવ ધર્માસ્તિકાયમાં છે. અધર્માસ્તિકાયનો સ્થિત્યુપકારકત્વ સ્વભાવ અધર્માસ્તિકાયમાં છે એવી જ રીતે આકાશાદિમાં પોતપોતાનો સ્વભાવ છે. આ દરેકના પરસ્પર ભિન્ન સ્વભાવ છે તે સ્વભાવની અર્પણાથી જ આ ધર્માદિ દ્રવ્યો છે. જો પરસ્પર ભિન્ન સ્વભાવોનું અર્પણ કરવામાં ન આવે તો આ ધર્માદિ નથી. કારણ કે આ ધર્માદિ પાંચે એકબીજામાં અસંક્રમિતરૂપે રહેલા છે. માટે તે માતૃકાપદોના સત્ત્વને લઈ “માતૃકાપદં', “માતૃકાપદે “માતૃકાપદાનિ' આ વિકલ્પો યુક્તિયુક્ત છે તે બતાવીએ છીએ. ધર્માસ્તિકાયનું સ્વલક્ષણ જે ગયુપકારકત્વ છે તે કોઈ પણ કાળે અધર્માસ્તિકાયનું લક્ષણ બનતું નથી. આથી જે છે તે માતૃકાપદ છે. જે સત્ છે તે માતૃકાપદ, બે માતૃકાપદ અને અનેક માતૃકાપદો છે. આ રીતે ત્રણ વિકલ્પોથી ધર્માદિ પાંચેનો સંગ્રહ કર્યો છે. તે આ રીતે—ધર્માસ્તિકાયાદિ સતુ છે તે જુદા જુદા છે. તેમાંથી કોઈ પણ એક ધર્માસ્તિકાયાદિની વિવક્ષા કરીએ ત્યારે એક માતૃકાપદ સત્ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બેની વિવક્ષા કરીએ ત્યારે બે માતૃકાપદ સત્ કહેવાય અને ધર્માદિ અનેકની વિરક્ષા કરીએ ત્યારે અનેક માતૃકાપદ સત્ કહેવાય છે. કેમ કે જે સત્ છે તે માતૃકાપદ છે. માતૃકાપદ સિવાય કોઈ સત છે જ નહીં. અને માતૃકાપદ ધર્માદિ દ્રવ્યો છે. માટે “માતૃકાપદં' આદિ ત્રણ વિકલ્પોથી ધર્માસ્તિકાયાદિ પાંચેનું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન- શા માટે આ ધર્માદિ પાંચ માતૃકાપદ કહેવાય છે? ઉત્તર :- જેટલા ભેદ (વિશેષો) છે તે સઘળાય વિશેષોના સમૂહને જન્મ આપવામાં હેતુ છે અર્થાત્ સકળ ભેદના સમૂહનું કારણ છે માટે માતૃકા (માતા)ના સ્થાનમાં રહેલ આ ધર્માદિ માતૃકાપદ કહેવાય છે. ૧. મથી લઈને ફ્રકાર સુધીની અક્ષરમાલા એ માતૃકા છે. કેમ કે એનાથી જ બધાં વર્ષો, પદ, વાક્ય, ગ્રંથ બને છે. અર્થાત્ આ બધાંનું મૂળ અક્ષરમાળા છે તેમ સકળ વિશેષોનું મૂળ આ ધર્માદિ પાંચ છે માટે તે માતૃકાપદ કહેવાય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તત્ત્વાર્થ સૂત્ર આ ધર્માદિથી અન્ય કોઈ સત નથી. અર્થાત્ આ પાંચ સિવાય કશું છે જ નહીં. આ રીતે વ્યવહારનયના મતે પૂ. ભાષ્યકાર મા માતૃકાપદ જ સત્ છે તેના ત્રણ વિકલ્પો બતાવી પાંચે દ્રવ્યોનો સંગ્રહ કર્યો અને તે જ સત્ છે તે જણાવ્યું. હવે પૂ. ભાકાર મ. “અમાતૃકાપદં વા” આ ભાષ્યથી ધર્માદિમાં જે પરસ્પર વ્યાવૃત્તિ છે તેને સ્પષ્ટ કરે છે અર્થાત અમાતૃકાપદના વિકલ્પો દ્વારા તે પરસ્પરની વ્યાવૃત્તિ ધર્માદિ પાંચમાં જ છે એનાથી ભિન્નમાં નથી એટલે અમાતૃકાપદ પણ તે પાંચ જ છે. તે બતાવી રહ્યા છે તેને આપણે વિચારીએ છીએ. ધર્માસ્તિકાયાદિ પાંચ માતૃકાપદ જ સત છે તો તેનાથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય એવું કેમ ન બને ? જો ધર્માદિ પાંચથી ભિન્ન કોઈ વસ્તુ હોય તો તો તેમાં અમાતૃકાપદ આદિ વિકલ્પોનો વ્યપદેશ યુક્ત બની શકે પરંતુ ધર્માદિ પાંચથી જુદી કોઈ વસ્તુ જ નથી. જેને તમે અમાતૃકાપદ કહી શકો, અને સંજ્ઞા અને સ્વલક્ષણ આદિનો અભાવ હોવાથી તે અસત્ છે. માટે ધર્મ જ અધર્મના લક્ષણથી જુદો પડતો તે અધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે. એવી રીતે અધર્મ એ ધર્મના લક્ષણથી જુદો પડતો તે ધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે. આવી રીતે બાકીના અસ્તિકાયોમાં પણ વિચારણા કરવી જોઈએ. આ રીતે ધર્માદિથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય તેવું બની શકે નહિ. આમ આપણે વિચાર્યું કે ધર્માદિ દ્રવ્યો જ સત્ છે અને અસત્ છે. પરસ્પર પોતપોતાના લક્ષણથી સત્ છે અને પરસ્પર બીજાના લક્ષણથી અસત્ છે. ' એવી જ રીતે આ ધર્માસ્તિકાયાદિ જ માતૃકાપદ છે અને અમાતૃકાપદ છે તે કેવી રીતે તે બતાવીએ છીએ. સર્વ સની ગતિવિશેષોના જન્મમાં હેતુ હોવાથી ધર્માસ્તિકાય માતૃકાપદ છે અને તે જ ધર્માસ્તિકાય સર્વ સની સ્થિતિ વિશેષથી જન્મેલી વ્યાવૃત્તિ-ભેદની અપેક્ષાએ અમાતૃકાપદ છે. આ એકવચનને લઈને સમજાવ્યું. આ રીતે દ્વિવચન અને બહુવચનમાં વિચારણા કરી લેવી. તે આ પ્રમાણે આ પાંચની મધ્યમાં સ્વલક્ષણ વડે બેની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની સ્વલક્ષણ વડે વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદાનિ આ વિકલ્પ બને. એવી જ રીતે આ પાંચની મધ્યમાં બીજાની વ્યાવૃત્તિવિશેષથી બેની વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની બીજાની વ્યાવૃત્તિવિશેષથી વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદાનિ' આ વિકલ્પ બને. આ બધાનો મતલબ એ છે કે—ધર્માસ્તિકાય ગતિવિશેષોનું કારણ છે એટલે કે જેમ જન્મ આપનારી માતા હોય છે તેમ ધર્માસ્તિકાય ગતિવિશેષના જન્મમાં કારણ હોવાથી માતૃકાપદ છે, Page #446 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૩૭ અને સ્થિતિને જન્મ આપનાર નથી માટે તે જ ધર્માસ્તિકાય અમાતૃકાપદ છે. એટલે ગતિમાં ઉપકાર કરનાર છે માટે ધર્માસ્તિકાય માતૃકાપદ છે અને સ્થિતિમાં ઉપકાર કરનાર નથી માટે ધર્માસ્તિકાય અમાતૃકાપદ છે. આ “માતૃકાપદં' એકવચનમાં રાખીને વિચારણા કરી. તેવી રીતે દ્વિવચન અને બહુવચનમાં પણ વિચારણા કરવી. દ્વિવચનમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બેને લેવા અને માતૃકાપદને “માતૃકાપદે દ્વિવચનાન્ત રાખવું. એટલે ધર્માધર્મ ગતિ-સ્થિતિના જન્મનો હેતુ હોવાથી આ બે માતૃકાપદ છે. અર્થાતુ ગતિમાં કારણ ધર્મ છે એટલે એ એક માતૃકાપદ અને સ્થિતિમાં કારણ અધર્મ છે એટલે એ બીજું માતૃકાપદ છે. આમ બે માતૃકાપદ કહીએ ત્યારે ધર્મ અને અધર્મ આવે, પણ આ જ બે આવે એવું સમજવું નહિ. પાંચમાંથી કોઈ પણ બે લેવાય. ગતિ-સ્થિતિની અપેક્ષાએ ધર્માધર્મ બે “માતૃકાપદ' અને અવગાહની અપેક્ષાએ બંને “અમાતૃકાપદ છે. કેમ કે તે બંને અવગાહમાં કારણ નથી. એવી રીતે ગતિ-સ્થિતિ-અવગાહની અપેક્ષાએ ધર્મ-અધર્મ-આકાશ “માતૃકાપદાનિ બહુવચનાત્ત પ્રયોગ થાય કારણ કે ઘણા માતૃકાપદ છે. અહીં પણ પાંચમાંથી કોઈ પણ ત્રણ લઈ શકાય. આ જ ધર્મ-અધર્મ-આકાશ પરસ્પર ઉપકારની અપેક્ષાએ “અમાતૃકાપદ' છે. કારણ કે તેમાં કારણ નથી. આ રીતે પાંચે પરસ્પર આપેક્ષિક “માતૃકાપદ છે અને અમાતૃકાપદ છે. પાંચમાંથી કોઈ પણ એકની વિવક્ષા કરીએ ત્યારે એકવચન, કોઈ પણ બેની વિવક્ષા કરીએ ત્યારે દ્વિવચન અને ત્રણ, ચાર, કે પાંચની વિવક્ષા કરીએ ત્યારે બહુવચનનો પ્રયોગ થાય. માતૃકાપદ અને અમાતૃકાપદ પરસ્પર આપેક્ષિક છે તે બતાવવા માટે જ પૂ. ભાષ્યકાર મ. માતૃકાપદ બતાવવાના હતા તો પણ તેની સાથે અમાતૃકાપદ બતાવ્યા. તેથી દ્રવ્યાસ્તિકાદિ કોઈ માતૃકાપદથી ભિન્ન નથી. ધર્માસ્તિકાયાદિ માતૃકાપદ છે એ જ પદાર્થ છે. એનાથી જુદું કોઈ પ્રૌવ્ય કે ઉત્પાદ અને વિનાશ નથી. આ બધાનો સમાવેશ ધર્માસ્તિકાયાદિમાં જ છે, અને આ બધા ધર્માસ્તિકાયાદિથી અભિન્ન હોવાથી એ ધર્માસ્તિકાયાદિ જ છે. એટલે માતૃકાપદ એ જ વિશ્વમાં વસ્તુ છે. હવે બીજી રીતે ધર્માસ્તિકાયાદિ માતૃકાપદ છે તે બતાવે છે. ધર્માસ્તિકાયાદિ અપહરૂપ છે અને અનપોહરૂપ છે તેની વ્યવસ્થાપૂર્વક અપહરૂપઅનપોહરૂપ ધર્માસ્તિકાયાદિ માતૃકાપદાસ્તિક છે તેની સિદ્ધિ કરે છે. ધર્માસ્તિકાયની ગતિ સ્વભાવ, અધર્માસ્તિકાયનો સ્થિતિસ્વભાવ, આકાશાસ્તિકાયનો અવગાહ-સ્વભાવ, પુદ્ગલનો શરીરાદિ ઉપકારક સ્વભાવ અને જીવનો પરસ્પર સહાયક ૧. “આદિ પદથી ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક લેવા. કેમ કે દ્રવ્યાસ્તિકના મતમાં આ બંનેનો પણ માતૃકાપદમાં જ અંતર્ભાવ થાય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ તત્ત્વાર્થ સૂત્ર સ્વભાવ છે. આ સ્વભાવની એકબીજામાં સંક્રાન્તિ-પ્રવેશ નથી. અર્થાતુ ધર્માદિના જે સ્વભાવ છે તે સ્વભાવની અસંક્રાન્તિ છે. આ સ્વભાવની અસંક્રાન્તિ હોવાથી એકબીજામાં એકબીજાનો અપોહભાવ છે. ધર્મ અધર્મ નથી બનતો અને અધર્મ ધર્મ નથી બનતો. આ અપોહભાવ છે. આ પરસ્પર અપોહભાવ હોય તો જ પદાર્થની વ્યવસ્થા બની રહે. જો એકબીજાનો સ્વભાવ એકબીજામાં સંક્રાન્ત થઈ જાય તો પદાર્થનો નિશ્ચય થાય નહિ, અને નિશ્ચય થાય નહીં તો પદાર્થનો પરિચય જ આપી શકાય નહીં એટલે મોટી અવ્યવસ્થા થઈ જાય. ધર્માદિનો સ્વભાવ ધર્માદિમાં જ રહે છે, બીજામાં સંક્રાન્ત થતો નથી અને બીજામાં સંક્રાન્ત નહિ થતો હોવાથી અપોહભાવ બને છે. એટલે ધર્માસ્તિકાયાદિ અધર્માસ્તિકાયાદિરૂપે થતા નથી. આમ પરસ્પર સ્વભાવની અસંક્રાન્તિથી પરસ્પર અપોહભાવ થાય છે તેથી પદાર્થની વ્યવસ્થા બરાબર બની રહે છે. આ અપોહ બે પ્રકારનો છે. (૧) અનુગત અપોહ, (૨) અનનુગત અપોહ. સલ્લક્ષણનો બીજાથી વ્યવચ્છેદ વડે અર્થાત્ બીજાની વ્યાવૃત્તિથી એક અપોહ બને છે તે અનુગત અપોહ કહેવાય છે. દા. ત. જેમ પ્રમાણ અને પ્રમેય સત્ છે. જે પ્રમાણ નથી અને પ્રમેય નથી તે અસત્ જ છે. પ્રમાણ અને પ્રમેય સત્ છે. આ સની અન્યથી વ્યવચ્છેદ એટલે અન્યથી વ્યાવૃત્તિ, આ પ્રમાણ અને પ્રમેયની અન્ય અપ્રમાણ અને અપ્રમેય છે. આ અપ્રમાણ અને અપ્રમેયથી જે વ્યાવૃત્તિ તે પ્રમાણ અને પ્રમેયમાં છે તે જ અપોહ છે. અર્થાતુ સલ્લક્ષણ (સત્ સ્વરૂપે) પ્રમાણ પ્રમેય તેનો તેનાથી અન્ય અપ્રમાણઅપ્રમેયથી વ્યાવૃત્તિ તે પ્રમાણ અને પ્રમેયમાં આ સલ્લક્ષણરૂપ પ્રમાણ અને પ્રમેયનો અપ્રમાણ અને અપ્રમેયથી અપોહ છે. અહીં પ્રમાણ અને પ્રમેય બંને સત્ છે, અસતી કોઈ નથી. એટલે અસદ્ વ્યાવૃત્તિરૂપ સત્ત્વ લક્ષણના અપોહ વડે પ્રમાણ અને પ્રમેય બંનેનો સંગ્રહ થઈ જાય છે. પ્રમાણ અને પ્રમેય સત રૂપ છે તેના સિવાય અપ્રમાણ અને અપ્રમેય એ અસતુ છે એટલે અસત્ની વ્યાવૃત્તિથી સલ્લક્ષણનો અપોહ સર્વમાં છે. માટે આ અનુગત અપોહ કહેવાય છે. હવે બીજો અનનુગત અપોહ છે તે ધર્મીની અપેક્ષાએ છે. ધર્મન્તરમાં ઉત્પન્ન વિશિષ્ટતાથી ધર્મેન્તરનો અભાવરૂપ અપોહ તે અનનુગત અપોહ કહેવાય છે. એક ધર્મથી બીજા ધર્મીમાં—ધર્મન્તરમાં ઉત્પન્ન થયેલ-રહેલ જે વૈશિસ્ત્ર, આ વૈશિસ્ત્રને લઈને એક ધર્મીમાં બીજા ધર્મીનો અભાવ બતાવવો તે ધર્મીની અપેક્ષાએ બીજો અપોહ છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૩૯ દા. ત. જીવ અજીવ નથી, ઘોડો ગાય નથી. જેમ જીવ એક ધર્મી છે, અજીવ બીજો ધર્મી છે. આ બે ધર્મીઓનો પરસ્પર એકબીજામાં અપોહ-અભાવ છે. કેમ કે એકમાં ચૈતન્ય છે. જીવ ચૈતન્યવિશિષ્ટ હોવાથી જીવમાં ધર્મન્તર જે અજીવ છે તેનાથી વૈશિસ્ત્ર છે. એટલે જીવ એ અજીવ નથી. માટે જીવમાં અજીવનો અપોહ છે. કેમ કે જીવમાં અજીવથી વૈશિસ્ત્ર છે. તેવી રીતે અશ્વ એ ગાય નથી. ધર્યન્તર જે ગાય છે તેનો ધર્મન્તર અશ્વમાં અપોહ છે. કેમ કે અશ્વ, ગાય કરતાં વિશિષ્ટ-ભિન્ન છે. આ રીતે બીજી રીતના અપોહમાં ધર્મીને પ્રધાન બનાવીને વિચાર કરવામાં આવે છે. એક ધર્મી બીજા ધર્મરૂપે નથી. કેમ કે એ બંનેમાં પોતપોતાની વિશિષ્ટતા રહેલી છે. એ વિશિષ્ટતાને લીધે એક ધર્મીનો બીજા ધર્મોમાં અપોહ છે. જેમાં અપોહ બતાવવો છે તેમાં જે વિશિષ્ટતા છે તે તેમાં જ છે. બીજા ધર્મીમાં નથી. અહીં પાંચ ધર્મ છે. તે પાંચે વિશિષ્ટ છે. એ વિશિષ્ટતાને લીધે ધર્મરૂપધર્મીથી ધર્મન્તર જે અધર્માસ્તિકાય છે તેની અપેક્ષાએ ધર્માસ્તિકાયમાં વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતાને લીધે ધર્મમાં અધર્મનો અને તેવી જ રીતે અધર્મમાં ધર્મનો અપોહ છે. આ રીતે જેમાં જે વિશિષ્ટતા છે તે તેમાં જ રહે છે, બીજામાં નહિ. માટે સ્વભાવની અસંક્રાન્તિથી પરસ્પર ધર્માદિનો અપોહ છે. તેથી જ પદાર્થની વ્યવસ્થા છે. આ વિચારણાથી ધર્માદિમાં અપોહ બતાવ્યો. હવે તેમાં અનપોહ બતાવીએ છીએ. ધર્માસ્તિકાયાદિ પરસ્પર ભિન્ન છે માટે અપોહ છે એ તો વિચાર્યું પરંતુ આ અપોહ હોવા છતાં પણ દ્રવ્યો પાંચ છે. આ વ્યવહારની સિદ્ધિ તો ત્યારે જ થાય કે બધામાં એક દ્રવ્યત્વરૂપ સામાન્ય મનાય ! અને દ્રવ્યત્વ એ ધર્માદિ સર્વ દ્રવ્યોનો સાધારણ ધર્મ છે. માટે અનપોહ છે. તે આ રીતે– દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રવ્ય છે. ચેતન હોય કે અચેતન બંને દ્રવ્ય છે. દ્રવ્યથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી. એટલે દ્રવ્યાદેશથી-દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યનો અપોહ છે જ નહિ. ધર્મ દ્રવ્ય છે, અધર્મ પણ દ્રવ્ય છે. આમ પાંચે દ્રવ્ય છે. આમાંથી એકમાં પણ દ્રવ્યનો અપોહ નથી, અનપોહ છે. આમ પોતપોતાના અસાધારણ લક્ષણના ભેદથી પરસ્પર એકબીજાનો અપોહ હોવા છતાં દ્રવ્યાદેશથી ધર્માદિ સર્વનો અનપોહ છે. પાંચમાં દ્રવ્યત્વ રહેલું છે માટે જ દ્રવ્યરૂપે સર્વમાં અનપોહ છે. આ રીતે દ્રવ્યત્વ સામાન્યને લઈને બધાનો અનપોહ છે અને વિશિષ્ટ લક્ષણને લઈને પરસ્પર ધર્માદિનો અપોહ છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અનેક ધર્મને લઈને અપહરૂપ અને અનપોહરૂપ ધર્માદિ બધા માતૃકાપદાસ્તિક છે. વ્યવહારનયથી માતૃકાપદાસ્તિક સત છે અને એક, બે કે ઘણાં Page #449 -------------------------------------------------------------------------- ________________ ४४० તત્ત્વાર્થ સૂત્ર માતૃકાપદો આ તેના અર્થપદ છે. આ પ્રમાણે આપણે દ્રવ્યાર્થિક નયનો અભિપ્રાય (૧) દ્રવ્યાસ્તિક સત્ અને (૨) માતૃકાપદાસ્તિક સત્ આ બેથી કહ્યો. હવે પર્યાયાર્થિક નયનો અવસર આવ્યો તેથી પૂ. ભાષ્યકાર મા ઉત્પનાસ્તિક સનાં અર્થપદો બતાવે છે. ઉત્પનાસ્તિક પર્યાયાર્થિકના અર્થપદ ભાષ્ય :- ઉત્પનાસ્તિકનાં ત્રણ અર્થપદ છે. એક ઉત્પન્ન, બે ઉત્પન્ન કે ઘણાં ઉત્પન્ન સત્ છે, અનુત્પન્ન, બે અનુત્પન્ન કે ઘણાં અનુત્પન્ન અસત્ છે. ટીકા - પર્યાયાર્થિક નયનું મૂળ અર્થાત્ તેનો આધાર ઋજુસૂત્ર નય છે. કેમ કે બધા પર્યાયાર્થિક નયી ઋજુસૂત્ર ન સ્વીકારેલ વર્તમાન ક્ષણને લઈને જ બધી વિચારણા કરે છે. એટલે આપણે પણ અહીં ઋજુસૂત્ર નયના અભિપ્રાયથી ઉત્પન્નાસ્તિક પર્યાયાર્થિકનાં અર્થપદો વિચારીએ છીએ. આ ઋજુસૂત્ર નય ધર્માદિ બધાં જ દ્રવ્યો પ્રત્યુત્પન્ન-વર્તમાનક્ષણરૂપ છે આવી પ્રતિજ્ઞા કરે છે. આ ક્ષણો પૂર્વ પૂર્વની ક્ષણો કરતાં વિલક્ષણ છે. અર્થાત્ પૂર્વેક્ષણ કરતાં ઉત્તર ક્ષણ વિલક્ષણ છે, અને આ જ સતનું લક્ષણ છે કે “જે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે કેમ કે ક્ષણે ક્ષણે ઉત્પાદ છે તે જ વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ “વત્ ઉત્પન્ન તત્ સતું' જે ઉત્પન્ન છે તે જ સતુ છે અને આકાશકુસુમ વગેરે અનુત્પન્ન છે તે કોઈ પણ રીતે લક્ષ્ય બનતાં નથી. એમાં વસ્તુનું લક્ષણ ‘ઉત્પાદ' એ છે જ નહિ. હવે આ ઋજુસૂત્ર નયને અનુસરીને દરેક વ્યોમાં વસ્તુ છે તેની સિદ્ધિ માટે તેમાં ઉત્પાદલક્ષણ છે તેની સંગતિ કરીએ છીએ. તે આ પ્રમાણે આત્મા ક્ષણે ક્ષણે બીજાં બીજાં જ્ઞાન, દર્શન વગેરેનો ઉત્પાદ થવો તે જ આત્મા છે અર્થાતુ આત્મા તે કહેવાય કે—ક્ષણે ક્ષણે જે જ્ઞાન, દર્શન આદિનો ઉત્પાદ છે. કેમ કે ઉત્પાદ એ વસ્તુનું લક્ષણ છે. પુદ્ગલ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન, અંધકાર અને છાયાદિનો ઉત્પાદ છે તે જ પુદ્ગલો છે. એટલે કે વર્ણાદિ ઉત્પાદરૂપ પુદ્ગલો છે. ધર્મ, અધર્મ, આકાશ જનારની ગતિના આકારે, સ્થિતિ કરનારની સ્થિતિના આકાર અને અવગાહ લેનારના Page #450 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૪૧ અવગાહ આકારે ઉત્પાદ થતો હોવાથી ક્ષણે ક્ષણે ધર્મ, અધર્મ, અને આકાશ અન્ય અન્ય થાય છે. એટલે કે આ નય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તથા આત્માદિ જે દ્રવ્ય છે તેને દ્રવ્ય માનતો નથી. ઉત્પાદને જ સતુ માને છે અને ઉત્પાદ એ પર્યાય છે. એટલે પર્યાય જ માને છે. ક્ષણે ક્ષણે જ્ઞાન, દર્શનાદિનો જે ઉત્પાદ છે તે આત્મા છે. એટલે જ્ઞાનાદિ પર્યાયો છે પણ આત્મા એ કોઈ દ્રવ્ય નથી. એ જ પ્રમાણે ક્ષણે ક્ષણે વર્ણાદિનો જે ઉત્પાદ છે તે પુલ છે. પુદ્ગલ નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. ગતિનો ઉત્પાદ એ જ ધર્માસ્તિકાય છે. સ્વતંત્ર કોઈ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય નથી. સ્થિતિનો ઉત્પાદ એ જ અધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાય નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. ક્ષણે ક્ષણે અવગાહનો જે ઉત્પાદ છે તે જ આકાશ છે પણ આકાશ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ રીતે દ્રવ્યનું નિરાકરણ કરીને પર્યાયને સ્થાપે છે. આ આત્માદિની વર્તમાન ક્ષણ જ સત્ય (સત) છે. તેથી એક, અભિન્ન સકળ ભેદવિશેષોની હેતુ એવી માતૃકાપદ નામની કોઈ વસ્તુ નથી જેનું વ્યવહાર નયે પ્રતિપાદન કર્યું હતું. અર્થાત્ વ્યવહાર નયને માન્ય ધર્માદિ માતૃકાપદને આ નય સ્વીકારતો નથી. આ રીતે વ્યવહાર નયને દૂર કરવાથી વ્યવહાર નયના આધાર ઉપર ચાલતી બધી લોકયાત્રા નષ્ટ થઈ જશે ! નહીં થાય. કેમ કે વ્યવહાર નય લૌકિક વ્યવહારની સિદ્ધિ માટે જે માતૃકાપદનો સ્વીકાર કરે છે તે લૌકિક વ્યવહાર પણ પ્રત્યુત્પન્ન-વર્તમાનક્ષણથી સાધ્ય જ છે. કેમ કે સતું હોય છે તે અર્થક્રિયામાં સમર્થ બને છે. અને સતુ વર્તમાન ક્ષણ જ છે. અતીત ક્ષણ અને અનાગત ક્ષણ અસત્ છે. કેમ કે ઉત્પાદવાળો વર્તમાન ક્ષણ જ છે. એટલે અતીત અને અનાગત ક્ષણ અસત્ હોવાથી અર્થક્રિયામાં અસમર્થ છે. તેથી ઉત્પન્ન-વર્તમાન ક્ષણ જ છે. અર્થાત્ ઉત્પાદ યુક્ત વર્તમાન ક્ષણ જ છે. તે સતુ છે. જેથી સકળ લોકમાત્રારૂપ લૌકિક વ્યવહાર વર્તમાનક્ષણથી જ સાધ્ય છે. તેથી ઉત્પન્ન ક્ષણ જ છે. પણ અતીત અને અનાગત ક્ષણ નથી. અતીશાવાશેfપ ગયુવયાળાનનુમકુFાલડચેવ | તિ તત્વાર્થ ટિપથાન પૃ. ૪૦૬ અલોકાકાશમાં પણ અગુરુલઘુ પર્યાયોનો સમયે સમયે ઉત્પાદ છે જ. अत्र न सङ्गति अङ्गति ॥ अर्थस्य प्रयोजनस्य किया निष्पत्तिस्तस्यां सामर्थ्य शक्तिस्तदेव लक्षणं रूपं यस्य वस्तुनस्तदर्थक्रियासामर्थ्यलक्षणम्- न्यायबिन्दु पृ० २४. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ તત્ત્વાર્થ સૂત્ર તે વર્તમાન ક્ષણમાં અન્વયિ કોઈ દ્રવ્યાદિ છે નહીં. અર્થાત્ વર્તમાન ક્ષણમાં ઉત્પાદ, ઉત્પાદ ને ઉત્પાદ પર્યાય જ છે, પણ આનો આધાર કોઈ સામાન્ય નથી કે જેને દ્રવ્યાસ્તિક નય દ્રવ્ય તરીકે માને છે. તેથી પરમાર્થના ખોજીને દ્રવ્યાસ્તિક સત કે માતૃકાપદાસ્તિક સત્ છે જ નહીં પરંતુ ઉત્પન્નાસ્તિક જ સંતતિથી સતુ છે. પછી ભલે ને કોઈ એને દ્રવ્ય કહે કે ધર્માદિ કહે પણ તે દ્રવ્ય કે ધર્માદિ વાસ્તવિક રીતે નથી. કેમ કે સંતાન જે છે તે સાંવૃત છે. મતલબ સંતાન સ્વરૂપે દ્રવ્યાદિનો સ્વીકાર એ કલ્પિત છે. એટલે દ્રવ્ય કે ધર્માદિને સત્ કહેવું તે ઔપચારિક છે. પરમાર્થથી દ્રવ્ય કે ધર્માદિ નથી, ઉત્પાદ જ સત્ છે. અને તે વર્તમાન ક્ષણો ઘણા છે, તેમાં એક વર્તમાન ક્ષણની વિવક્ષા કરીએ ત્યારે ઉત્પન્નાસ્તિકં સત” આવો એકવચનાત્ત વિકલ્પ થાય, બે વર્તમાન ક્ષણની વિવક્ષા કરીએ ત્યારે ઉત્પનાસ્તિકે સતી આવો દ્વિવચનાન્ત પ્રયોગ થાય અને ત્રણ આદિ વર્તમાન ક્ષણની વિવા કરીએ ત્યારે “ઉત્પન્નાસ્તિકાનિ સન્તિ’ આવો બહુવચનાન્ત વિકલ્પ બને. આ પ્રમાણે વિવલાથી જે ઉત્પન્નાસ્તિક સત્ છે તે વ્યવહાર માટે એકત્વાદિ સંખ્યાના ભેદથી નિયમ કરાય છે. એટલે કે આ પર્યાયાર્થિક નય ઉત્પાદવાળા વર્તમાન ક્ષણને જ સત્-વસ્તુ માને છે. તે વર્તમાન ક્ષણો ઘણા છે તેમાંથી એક, બે કે ઘણાની વિવલાથી વ્યવહાર માટે સંખ્યાના ભેદથી તે સતનો નિયમ કરાય છે. એક ઉત્પનાસ્તિક, બે ઉત્પનાસ્તિક કે ઘણા ઉત્પનાસ્તિક. આ પ્રમાણે ઋજુસૂત્રે પોતાનું નિરૂપણ કર્યું.' હવે આ નય દ્રવ્યાર્થિક નયે જે દ્રાસ્તિક અને માતૃકાપદાસ્તિક સત્ છે આ જે કહ્યું હતું ૧. અહીં દ્રવ્ય અને ધર્માદિ એટલા માટે બોલ્યા કે સંગ્રહ દ્રવ્યાસ્તિક, દ્રવ્ય સામાન્યને જ માને છે અને વ્યવહાર દ્રવ્યાસ્તિક, ધર્માદિ વિશેષ દ્રવ્ય માને છે. सांवृत्तं काल्पनिकम् - सम्मतितत्त्वसोपानम् पृ० ९८ અહીં એક પ્રશ્ન થાય છે કે પૃ. ભાષ્યકાર મ. વ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક આ પ્રમાણે ચાર પ્રકારના સત કહ્યા. તેમાં ઘણાં અર્થપલનિ' કહીને દ્રવ્યાસ્તિક નય પ્રમાણે દ્રવ્ય સત, માતૃકાપદાસ્તિક પ્રમાણે માતૃકાપદ સતુ, અમાતૃકાપદ અસતુ, ઉત્પન્નાસ્તિક પ્રમાણે ઉત્પન્ન સત, અનુત્યનં અસત્ ઇત્યાદિ કહ્યું પણ પર્યાયાસ્તિક પ્રમાણે સત્ કે અસત્ કોણ એ કેમ બતાવ્યું નહીં ? ઉત્તર :- “તત્ર સવધ ઈત્યાદિ ભાષ્યની ટીકામાં પર્યાયાસ્તિક પ્રમાણે સતુ અને અસતુ કોણ તે બતાવી દીધું છે તેના આધારે આમ સમજાય છે કે–પર્યાય એટલે વિનાશ, અને વિનાશમાં જેની મતિ હોય તે પર્યાયાસ્તિક. જેટલા ઉત્પાદ છે તેટલા વિનાશ છે. એટલે સમજાય છે કે ઉત્પાદ અને વિનાશ બંને અવિનાભાવી છે. તેથી ઉત્પન્નાસ્તિકમાં જેમ “ઉત્પન્ન, ઉત્પન્ન, ઉત્પનાનિ વા' આવી ઉત્પનાસ્તિક સતની વ્યાખ્યા કરી તેવી રીતે પયયાતિકની વ્યાખ્યા પણ ઉત્પન્નાસ્તિકની સાથે એકદમ સમાન હોવાથી કરી નથી. એટલે કે “પર્યાયઃ સત, પર્યાયૌ સતી, પર્યાયાઃ સત્તિ એવી રીતે અપર્યાયઃ અસદુ અપર્યાયી અસતુ, અપર્યાયાઃ અસત્ વા આ પ્રમાણે સમજી લેવું તેવું સમજાય છે. (અહીં પર્યાય = વિનાશ સમજવું) Page #452 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ ૪૪૩ તેને હટાવવા બે વિકલ્પો કરે છે કે – હે દ્રવ્યાર્થિક ! તેં જે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિકનો સ્વીકાર કર્યો છે તે ઉત્પન્ન છે કે અનુત્પન્ન છે? ઉત્પાદયુક્ત છે કે ઉત્પાદના યોગ વગરના છે ? જો પૂર્વ વિકલ્પને સ્વીકારે એટલે કે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક ઉત્પન્ન છે એમ સ્વીકારે તો અમારા ઈષ્ટની સિદ્ધિ થાય છે. અર્થાત્ ઉત્પાદયુક્ત છે એમ માને તો ઉત્પાદયુક્ત તો વર્તમાન ક્ષણો છે. દ્રવ્ય કે ધર્માદિ તો છે જ નહિ. જો બીજા વિકલ્પને સ્વીકારે એટલે કે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક અનુત્પન્ન છે એમ કહે તો તે અસત્ સિદ્ધ થશે. કેમ કે કોઈ પણ રીતે ઉત્પાદનો એમાં યોગ (સંબંધ) નથી. માટે જ પૂ. ભાષ્યકાર મ. “અનુત્યને અનુત્યને, અનુત્પનાનિ વા અસત્' આ પ્રમાણે ભાષ્ય બનાવ્યું છે. કેમ કે સત્વનું સ્વલક્ષણ ઉત્પાદ છે અને આ ઉત્પાદનો દ્રવ્ય અને માતૃકાપદાસ્તિક સર્વમાં અયોગ છે અર્થાત્ ઉત્પાદ રહિત છે. આથી ઉત્પાદનો અભાવ હોવાથી અનુત્પન્ન એવા તે સર્વે અસત્ છે. આ રીતે ઉક્ત પ્રકારથી એટલે કે આ ગ્રન્થ સુધી જે વિચારણા કરી (ચાર પ્રકારના સતુ આદિની) તેનાથી - (૧) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ સત્ (૨) ધર્માદિ દ્રવ્ય સ્યાહુ અસતુ (૩) ધર્માદિ દ્રવ્ય સાત અવક્તવ્ય (૧) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ નિત્ય (૨) ધર્માદિ દ્રવ્ય સાત્ અનિત્ય (૩) ધર્માદિ દ્રવ્ય સ્યાત્ નિત્યાનિત્ય આ પ્રમાણે વિકલ્પોનું પ્રતિપાદન કરવું જોઈએ એમ સૂચન કર્યું. અર્થાત્ સ્વાદ્વાદની પ્રક્રિયાથી અનંતધર્માત્મક વસ્તુ અર્પિત અને અનર્પિત વ્યવહારથી સિદ્ધ છે. તેમાં “સતુ' આ અંશને લઈને વિચારણા આરંભી હતી. સતુ ચાર પ્રકારનું છે. ખરેખર તો ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યાત્મક સર્વ સત્ છે છતાં તેના સઘળાય પર્યાયોની આકાંક્ષાથી આ ચાર ભેદ બતાવવામાં આવ્યા છે તે વિચાર્યા બાદ અનાદિ પર્યાયોની વિવક્ષાથી આ સતુ નિત્ય છે અને આદિ પર્યાયોની વિવફાથી આ સતુ અનિત્ય છે ઈત્યાદિ વિચારણા કરી તેથી આ ઉપર મુજબના વિકલ્પોનું સૂચન કર્યું. ૧. પ્રશ્ન :- અહીં તો બે જ વિકલ્પ બોલ્યા છે ત્રીજો વિકલ્પ ક્યાંથી લાવ્યા ? ઉત્તર :- આ બેથી ત્રીજો બને છે માટે ટીકાકાર મ. ત્રીજો બોલ્યા નથી પણ આગળ ભાષ્યનો પાઠ મૂકીને ત્રીજો વિકલ્પ લેવાનો કહેશે. તેથી સમજાય છે કે “થા સ’ અને ‘થા અન’ આ બંને ભેગા કરવાથી ત્રીજો વિકલ્પ બને છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ४४४ તત્ત્વાર્થ સૂત્ર હવે આ વિકલ્પોનો વિસ્તાર કરાય છે. અર્થાત્ સપ્તભંગીની વિચારણા શરૂ થાય છે. તેમાં દ્રવ્યાર્થનયની પ્રધાનતા રાખીએ અને પર્યાયનયને ગૌણ રાખીએ ત્યારે પહેલો વિકલ્પ થાય છે. પ્રશ્ન :- પ્રધાન અને ગૌણભાવ કેવી રીતે સમજવો? ઉત્તર :- પ્રાધાન્ય એ શબ્દથી વિવક્ષિત હોવાથી શબ્દને આધીન છે. મતલબ જેની અર્પણા કરાય, જેના માટે શબ્દનો પ્રયોગ કરાય તે પ્રધાન છે અને જેને માટે શબ્દનો પ્રયોગ કર્યો નથી અને અર્થથી જણાય તે અપ્રધાન એટલે ગૌણ છે. અહીં “ધર્માદિ દ્રવ્ય સાત્ સત્ આ પ્રથમ વિકલ્પમાં સત્ શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી “સ’ એ પ્રધાન છે અને “અસત્ શબ્દનો પ્રયોગ કર્યો નથી એટલે “અસત્' એ અર્થથી ગમ્યમાન હોવાથી ગૌણ છે. દ્રવ્યને “અસતુ' કહેનાર પર્યાયાર્થિક નય છે, અને સત્ કહેનાર દ્રવ્યાર્થિક નય છે. આ પ્રથમ વિકલ્પમાં “સતુ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે દ્રવ્યાર્થિક નયના આધારે છે. માટે સતુ શબ્દનો પ્રયોગ હોવાથી દ્રવ્યાર્થિક નય પ્રધાન કહેવાય અને અર્થથી ગમ્યમાન હોવાથી પર્યાયાર્થિક નય ગૌણ કહેવાય. આ રીતે દ્રવ્યાર્થિકની પ્રધાનતા અને પર્યાયાર્થિકની ગણતાથી “ધર્માદિ દ્રવ્ય સાત સત આ પહેલો વિકલ્પ થાય છે. તેવી જ રીતે “સ્યાત્ નિત્ય’ પણ સમજવું. તેવી રીતે પર્યાયનયની પ્રધાનતા રાખીએ અને દ્રવ્યનયને ગૌણ રાખીએ ત્યારે બીજો વિકલ્પ થાય છે. અહીં “ધર્માદિ દ્રવ્ય સ્યાહુ અસતુ આ બીજા વિકલ્પમાં “અસ” શબ્દનો પ્રયોગ કર્યો છે. દ્રવ્યને અસત્ કહેનાર પર્યાય નય છે માટે પર્યાયનય પ્રધાન છે અને અર્થથી ગમ્યમાન “” એ ગૌણ છે માટે દ્રવ્યનય ગૌણ છે. આ રીતે પર્યાયનયની પ્રધાનતા અને દ્રવ્યનયની ગૌણતાથી “ધર્માદિ દ્રવ્ય સ્યાત્ અસત્' આ બીજો વિકલ્પ થાય છે. તેવી જ રીતે “સ્યા, અનિત્ય’ પણ સમજવું. - હવે ત્રીજો વિકલ્પ જેની પૂ. ભાષ્યકાર માં આગળ વિવક્ષા કરવાના છે તે ભાષ્યનો આ અંશ..... “અર્પિતેડનુપનીએ ન વાચ્ય સત્ ઇતિ અસત્ ઇતિ વા” છે. જેનો અર્થ આ પ્રમાણે છે સત્ અને અસત્ની યુગપતું અર્પણ કરીએ અને ક્રમથી અર્પણા ન કરીએ ત્યારે દ્રવ્ય સત્ અને અસત્ છે. આ બંને એકસાથે કહેનાર કોઈ શબ્દ ન હોવાથી “સત્ નવજીવ્ય આ ત્રીજો વિકલ્પ બને છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સુત્ર-૩૧ ૪૪૫ આ ત્રણ વિકલ્પો સકલાદેશો છે. શંકા - વસ્તુ તો અનંતધર્માત્મક છે અને તમે તો સત્ત્વ, અસત્ત્વ આદિ એક એક ધર્મને લઈને વસ્તુ સત્ છે, અસત્ છે આવા વિકલ્પ કરો છો તે કેવી રીતે સંભવે ? સમાધાન :- કોઈ પણ ગુણી(વસ્તુ)નો વિશેષ બોધ તેના પ્રત્યેક ગુણધર્મના પરિચય વિના સંભવે નહિ, અને સામાન્યથી વસ્તુ અનંતધર્માત્મક છે આટલા જ પરિચયથી વ્યવહાર થઈ શકે નહીં માટે તેના એક એક ગુણોને લઈને વિચાર કરવો જોઈએ. આથી આ રીતે “સ્યાત્ સ” આદિ વિકલ્પો બની શકે છે. પ્રશ્ન :- આ ત્રણે વિકલ્પો સકલાદેશ કયારે બને ? ઉત્તર - જ્યારે અનેક ગુણરૂપે અભિન્ન એક વસ્તુ કહેવાય છે અર્થાતુ અનંતધર્માત્મક વસ્તુ છે આવું કહેવાય છે ત્યારે તેમાં તેના વિશેષ બોધ માટે દ્રવ્યાર્થિકના આશ્રયવાળા એક સત્ત્વ આદિ ગુણરૂપે તે વસ્તુનો ઉપચારથી અભેદ કરી તેના વિભાગના નિમિત્ત એવા વિરોધી અસતું આદિ બીજા ગુણોનો આશ્રય નહીં કરતા માત્ર તે એક જ ગુણથી અભિન્ન છે આવું જ્ઞાન કરી સાત્ સત્ આ પ્રયોગ કરીએ તે સકલાદેશ બને છે. આ ત્રણ વિકલ્પો સકલાદેશો છે. સકલાદેશની વ્યાખ્યા જ્યારે એક વસ્તુ કોઈ એક ગુણરૂપે અભિન્ન કહેવાય કેમ કે ગુણરૂપ સિવાય ગુણીની વિશેષ પ્રતિપત્તિ થઈ શકતી નથી. અર્થાત્ કોઈ પણ ગુણીનો કોઈ પણ ગુણ સાથે અભેદ કરીએ ત્યારે ગુણ અને ગુણી અભિન્ન થાય છે, અને જ્યારે એ ગુણની ગુણીની સાથે અભેદભાવની વિવક્ષા કરી ત્યારે ગુણીથી ગુણ વિભક્ત થયો નહીં માટે સકલાદેશ બને છે. દા. ત. જેમ “આત્મા સ્યાત્ સત્ આ પ્રયોગમાં આત્મા એક અર્થ (ગુણી) છે. સ-સત્ત્વ એ ગુણ છે. આ આત્માનો સત્ત્વ ગુણ સાથે અભેદ ઉપચાર કર્યો. અથવા મતુપુના લોપ વડે એટલે કે ગુણ શબ્દને લાગેલા મતુપુના લોપ વડે (સત્ત્વવાનું આત્મા ૨. तत्र विवक्षाकृतप्रधानभावसदाघेकधर्मात्मकस्यापेक्षितापराशेषधर्मकोडीकृतस्य वाक्यार्थस्य स्यात्कारपदलाञ्छितवाक्यात् प्रतीतेः स्यादस्ति घटः, स्यानास्ति-घटः, स्यादवक्तव्यो घट इत्येते त्रयो भजा सकलादेशाः । सम्मतितत्त्वसोपाने पृ० १७० पं० ७ અહીં અને પાઠ હોવાથી પછીના નળનાં... ઈત્યાદિ પાઠનો અન્વય મુશ્કેલ થઈ જાય છે તો ‘ન ખપેળ' પાઠ વાંચીએ તો સુગમ થઈ જાય છે. પૂ. હરિપકવૃત્તી 7 “લ અતિ તત્રામ વન ગુગળોચો".આ પ્રમાણે પાઠ છે. भंगा एते त्रयो गुणप्रधानभावेन सकलधर्मात्मकैकवस्तुप्रतिपादकाः स्वयं तथाभूताः सन्तो निरवयवप्रतिपत्तिद्वारेण सकलादेशाः, वक्ष्यमाणाश्चत्वारस्तु सावयवप्रतिपत्तिद्वारेणाशेषधर्माकान्तं वस्तु प्रतिपादयन्तोऽपि विकलादेशा इति केचित् प्रतिपन्नाः । सम्मतितत्त्वसोपानम् पृ० १६९ पं० २४ Page #455 -------------------------------------------------------------------------- ________________ ४४६ તત્ત્વાર્થ સૂત્ર તેમાંથી વનો લોપ કરી “સત્ત્વગુણ રહે તેનો આત્મા સાથે અભેદ ઉપચાર કરવાથી “આત્મા સ’ છે એનો પ્રયોગ થાય.) સત્ત્વાદિ ગુણથી નિરંશ-અખંડ સંપૂર્ણ આત્મા વ્યાપ્ત કહેવાને ઈષ્ટ બને ત્યારે સકલાદેશ થાય. અર્થાતુ જે ગુણથી પદાર્થ વ્યાપ્ત છે આમ કહેવાને ઇષ્ટ હોય ત્યારે તે સકલાદેશ વિકલ્પ બને છે. કેમ કે અહીં સત્ત્વાદિ ગુણ અભેદપણે કહેવો ઇષ્ટ છે તેનો વિરોધી અસત્ત્વ જે વિભાગનું નિમિત્ત છે તેનું આશ્રયણ કરાતું નથી. અર્થાત્ અસત્ની વિવલા થતી નથી પણ સત્ત્વની જ વિવક્ષા કરી છે. અહીં આ “નિરંશ' અને “સકલ' આ બે શબ્દનો પ્રયોગ કર્યો છે તેને જરા સ્પષ્ટ રીતે વિચારીએ છીએ. નિરંશ - આ શબ્દના પ્રયોગથી વસ્તુના એક દેશમાં એક ગુણનો સદ્ભાવ છે, બીજા દેશમાં બીજા ગુણનો સદ્ભાવ છે. આ રીતે ભાગવૃત્તિવાળા (ભાગથી રહેનાર) એમાં ગુણો નથી પણ સંપૂર્ણ વસ્તુમાં બધા ગુણો રહેલા છે. તેથી એક ગુણ રૂપથી વસ્તુના ભાગની પ્રતિપત્તિ થતી નથી પરંતુ અખંડ એક વસ્તુની પ્રતિપત્તિ થાય છે. આ રીતે નિરંશ એટલે “અખંડ' આવો અર્થ સમજવો. સકલ :- આ શબ્દપ્રયોગ દ્વારા “નિરંશ' પદથી જે વાત કરી હતી તે વાતને સ્પષ્ટ કરી છે. અહીં ‘સકલ' શબ્દ “સંપૂર્ણ અર્થવાળો છે, પણ સકલ એટલે “બધા' એ અર્થમાં નથી. એક જે અખંડ હોય તે સંપૂર્ણ કહેવાય પણ “બધા' ન કહેવાય. અહીં “નિરંશ' કહ્યા પછી સકલ' શબ્દનો પ્રયોગ છે. તો “નિરંશ'નો અર્થ “અખંડ છે માટે “સકલનો અર્થ “સંપૂર્ણ જ થાય. આ રીતે નિરંશ અને સકલ અર્થ એક ગુણથી વ્યાપ્ત કહેવા માટે ઈષ્ટ હોય છે ત્યારે સલાદેશ બને છે. નિરંશ વસ્તુમાં બધા ગુણો પોતપોતાના નિમિત્તની અપેક્ષાએ વ્યાપીને જ રહેલા છે. કેમ કે અખંડ વસ્તુમાં વિભાગનો અભાવ છે. એટલે ગુણો વિભાગથી રહેલા નથી તો પણ એક જ ગુણની વિવલા છે, તેમાં બીજા ગુણો હોવા છતાં તેની વિરક્ષા નથી માટે એક ગુણ રૂપે વસ્તુનો બોધ થઈ શકે છે. વિભાગનું નિમિત્ત અસત્ત્વ આદિ ગુણોની વિવફા નથી માટે જ સત્ત્વાદિ એક ગુણથી નિરંશ સકલ વસ્તુ કહેવા માટે ઈષ્ટ બને છે. તેથી “સ્યાત્ સન્' આ સકલાદેશ બની શકે છે. તેમાં દ્રવ્યર્થનયનો વિષય સત્ત્વ છે. આ સત્ત્વ ગુણને લઈને “સ્થાત સનું આ પ્રથમ વિકલ્પ સકલાદેશ કહેવાય છે. બે ગુણને લઈને ગુણીને કહેનાર જે વચન હોય તે સકલાદેશ નથી. કેમ કે બે ગુણની વિવફા ભેદની વિવફા સિવાય બની શકે નહિ. ગુણીના વિભાગની કલ્પના વગર થઈ શકે Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ નહિ. ગુણીનો એક ભાગ આ ગુણ છે અને બીજો ભાગ આ ગુણ છે. આમ ગુણી બે ભાગરૂપ થાય ! તેથી તે અખંડ રહે નહિ. ગુણીનો વિભાગ થઈ જાય. એટલે અખંડરૂપ સંપૂર્ણ વસ્તુનું બે ગુણ વડે પ્રતિપાદન કરી શકાય નહીં અને એક ગુણ પોતે અખંડ હોવાથી અને વસ્તુનો ભાગ પણ ભાગાન્તરની વિવક્ષા નહીં કરવાથી વસ્તુના સ્વરૂપની જેમ અખંડપણે જ વિવક્ષિત હોવાથી એકગુણ વડે વસ્તુનું પ્રતિપાદન કરાય તે સકલાદેશ જ છે. એ જ ભંગ સકલાદેશ બની શકે છે. બે ગુણને લઈને વસ્તુનું પ્રતિપાદન સકલાદેશ બની શકે નહિ. માટે જ કહે છે કે—ગુણીના બે ગુણ ભાગથી રહે છે. કેમ કે ગુણી ઉભયરૂપ છે પણ એક ગુણ ભાગવૃત્તિ નથી. એટલે કે ગુણીના બે ગુણ કહેવા હોય ત્યારે ત્યાં બુદ્ધિથી આ અંશથી ગુણી સત્ છે અને આ અંશથી અસત્ છે આવો વિભાગ પાડવો પડે પરંતુ એક જ ગુણ કહેવો છે તેથી ભાગથી રહ્યો છે આવો ભેદ પડી શકે નહિ. માટે સત્ત્વરૂપ એક ગુણથી ‘સ્યાત્ સત્ આત્મા’ આ સક્લાદેશ છે. આ જ પ્રમાણે ‘સ'ના વિકલ્પની જેમ ‘સ્યાત્ નિત્યઃ' આ પણ વિકલ્પ સકલાદેશ છે એમ સમજવું. એટલે ‘આત્મા સ્માત્ સ’ એવી રીતે ‘આત્મા સ્યાત્ નિત્ય’ આ દ્રવ્યાર્થિક નય આશ્રિત વિકલ્પ થયા કે જે સકલાદેશ છે. આ રીતે દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા અને પર્યાયનયની ગૌણતામાં બનતો પ્રથમ ભંગ અખંડ સંપૂર્ણ અર્થની વિવક્ષા કરતો હોવાથી સકલાદેશ છે. તે જ રીતે પર્યાયનયની પ્રધાનતા અને દ્રવ્યનયની ગૌણતાથી પ્રવૃત્ત થયેલ બીજો ભંગ પણ એક ગુણથી વસ્તુનો કહેનાર હોવાથી સકલાદેશ છે. તે આ પ્રમાણે— પર્યાયનયના આશ્રયવાળા અસત્ત્વ અને અનિત્યત્વને લઈને ‘સ્યાત્ અસત્ આત્મા', ‘સ્યાત્ અનિત્ય આત્મા' આ પ્રમાણે કહેવું. એટલે અસત્ત્વ અને અનિત્યત્વ આ ગુણથી અખંડ અને સંપૂર્ણ આત્મા વ્યાપ્ત છે. આ રીતે અસત્ત્વ કે અનિત્યત્વ એક ગુણથી નિરંશ સકલ આત્મા વ્યાપ્ત છે એમ કહેવા માટે ઇષ્ટ છે માટે આ બીજો ભંગ પણ સકલાદેશ છે. હવે ‘સ્યાત્ મવત્તવ્ય’આ ત્રીજો ભંગ પણ સકલાદેશ છે. તે આ પ્રમાણે એકસાથે સત્ત્વ, અસત્ત્વાદિ ઉભયગુણોની અપ્રધાનતામાં શબ્દ વડે, અભિધેયપણે ઉપાત્તગૃહીત નહિ થતા હોવાથી ‘સ્યાદ્ અવક્તવ્ય’ બને છે. અર્થાત્ અર્થ દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાથી સત્ અને પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી અસત્ કહેવાય છે, પણ પ્રધાનપણે સત્સત્ એકસાથે કહેવા હોય તો કયો શબ્દ ? કોઈ શબ્દ જ નથી એટલે અર્થથી ગમ્યમાન થાય માટે અપ્રધાનપણે તેની વિવક્ષા કરીએ છીએ. તો તે વિવક્ષાને જણાવનાર ‘અવક્તવ્ય' શબ્દ છે માટે ‘સ્વાર્ અવત્તવ્ય' આ ભંગ બને છે. ૧. વિવક્ષાની પ્રકાર કરનાર જે વચનપ્રયોગ તે ભંગ કહેવાય છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ અવક્તવ્યગુણના અભેદ ઉપચારથી ગુણી નિરંશ સકલ વ્યાપ્ત કહેવા માટે ઇષ્ટ છે માટે ‘સ્યાદ્ અવક્તવ્ય' આત્મા આ વાક્યપ્રયોગ પણ સલાદેશ છે. આ રીતે આ ત્રણે વિકલ્પો અખંડ, સંપૂર્ણ વસ્તુને કહેતા હોવાથી સકલાદેશ છે. હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે— ૪૪૮ પ્રશ્ન :- ‘સ્થાત્ સત્' આ કઈ ભાવના છે ? આમાં શું વિચારવાનું છે ? ઉત્તર અહીં વિચારવા જેવું છે શું ? કશું જ વિચારણીય નથી. કેમ કે અમારે ત્યાં સપ્તભંગી અપૂર્વ એટલે કે નવા કોઈ અર્થને કહેતી નથી પરંતુ વસ્તુનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ પ્રકાશે છે. એટલે પ્રમાણથી પ્રસિદ્ધ જે પદાર્થ છે તે જ સપ્તભંગીથી કહેવાય છે. માટે કલ્પનાથી અર્પિત (વિવક્ષિત) ભાવનો વિષય ભાવ્ય છે જ નહીં. અર્થાત્ સપ્તભંગીથી જે કહેવાય છે તે કાલ્પનિક નથી. માટે એમાં વિચારવાનું શું ? પ્રમાણથી પ્રતીત (પ્રસિદ્ધ)—પ્રમાણભૂત અનંત ધર્માત્મક વસ્તુ જ ‘સ્યાત્ સત્', ‘યાત્ નિત્યઃ' ઇત્યાદિ ભંગોથી પ્રતિપાદન કરવા યોગ્ય છે. આ વાત વિસ્તારથી બતાવીએ છીએ. અનંત પર્યાયવાળું એક દ્રવ્ય વિશ્વરૂપ છે. વિશ્વરૂપ કેવી રીતે ? અતીત અને અનાગત અનંતકાળ સંબંધી અનેક અર્થપર્યાય અને વ્યંજનપર્યાયરૂપે વિશ્વરૂપ છે. શબ્દપ્રયોગ વિવક્ષાને આધીન હોવાથી જ્યારે જે પર્યાયની વિવક્ષા હોય ત્યારે તે પર્યાયથી અનંત પર્યાયવાળી વસ્તુનું કથન થાય છે. આ અભિપ્રાયથી આગળ કહે છે કે આવી અવસ્થા-પર્યાયવાળી વસ્તુ (દ્રવ્ય) વર્તમાન પર્યાયમાં રહેલી હોવા છતાં પણ જે જે શબ્દથી કહીએ તે તે પર્યાયની સાથે સંબંધવાળી છે. કેમ કે અતીત, અનાગત પર્યાયોનો વર્તમાન સમયમાં વર્તમાનરૂપે અભાવ હોવાથી, જેમ અવિવક્ષાથી વચનની પ્રવૃત્તિ થતી નથી તેવી રીતે વર્તમાન સમયમાં અવસ્થિત પર્યાયોમાં પણ જે પર્યાયની રૂપે વિવક્ષા હોય છે તે o. ⭑ वंजणपज्जायस्स उ पुरिसो पुरिसो ति णिच्चमवियप्पो । बालावियप्पं पुण पासइ से अत्थपज्जाओ ||३८|| व्यञ्जनं शब्दः, अर्थव्यञ्जकत्वात् तस्य पर्यायः आजन्मनो मरणान्तं यावदभिन्नस्वरूपपुरुषद्रव्यप्रतिपादकत्वं ..... बालादिभेदं तु तस्यैव पुरुषस्यार्थपर्यायः ऋजुसूत्रादिः पश्यति ॥ सम्मतितत्त्वसोपाने पृ० १६६ ...માટી એ વ્યંજનપર્યાય છે અને ઘટ દ્રવ્ય અર્થપર્યાય છે. જે મૂળ દ્રવ્ય છે તે વ્યંજનપર્યાય છે અને ઘટાદિ પર્યાયો છે તે અર્થપર્યાય છે. ત્રિકાળ સ્પર્શી વ્યંજન પર્યાય છે અને *સૂક્ષ્મવર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે જે પર્યાય પદાર્થની સાથે ત્રણે કાળમાં રહે તે વ્યંજન પર્યાય અને જે પર્યાય પદાર્થની સાથે વર્તમાન ક્ષણ માત્ર ૨હે તે અર્થ પર્યાય, ત્રણે કાળમાં માટીનો સંબંધ રહે છે માટે માટી વ્યંજન પર્યાય છે. ઘટમાં ક્ષણે ક્ષણે થતાં પરિવર્તન તે અર્થપર્યાય છે..., દ્રવ્યગુણ પર્યાયનો રાસ (ઢાળ-૧૪ ગાથા ૨૩૧) સમયાત્મક વર્તમાનકાળ તે સૂક્ષ્મ વર્તમાનકાળ, સમયોના સમૂહરૂપ વર્તમાનકાળને સ્થૂલ વર્તમાનકાળ, Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ જ રૂપે તે જ પર્યાયનું કથન થાય છે. જેમ કે વર્તમાન પર્યાયમાં રહેલ વસ્તુ જે જે શબ્દથી કહેવાય છે તે તે પર્યાયોની સાથે સંબંધવાળી છે. કારણ કે દ્રવ્યને પર્યાયની સહાય છે અને પર્યાયને દ્રવ્યની સહાય છે. દ્રવ્ય પર્યાયને છોડીને રહેતું નથી અને પર્યાય દ્રવ્યને છોડીને રહેતું નથી. એટલે અનેકાંતવાદના સામર્થ્યથી વસ્તુનું જે સૂચન કર્યું છે તે વ્યવહારવિરોધી નથી. કેમ કે અનેકાંતવાદને સામે રાખીએ તો વ્યવહારમાં વાંધો આવતો નથી. જે જે વ્યવહાર થતા હોય છે તે બધા વ્યવહાર અનેકાંતવાદની સાથે કોઈ કાળે વિરોધી બની શકતા નથી. દા. ત. જેમ ઘટ', પાદિ પણ છે. શરત એક જ છે કે ‘સ્યાત્કાર’ પદથી યુક્ત શબ્દથી કહેવામાં આવે તો. અર્થાત્ ‘સ્યાત્’ પદથી યુક્ત ‘ઘટઃ સ્યાત્ પટ:' આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે તો ‘ઘટ પણ પટાદિ થાય છે'. વ્યવહારમાં વિરોધ આવતો નથી. આ પ્રમાણે જૈનેન્દ્ર ન્યાય છે. ન્યાયની આવી વ્યવસ્થા હોવાથી અનંત પર્યાયવાળા પુરુષાદિના સાત પ્રકારે વાચક શબ્દ પ્રવર્તે છે. ‘સ્વાદ્ અસ્તિ વ' ઇત્યાદિ. જેમ યુવત્વ પર્યાયમાં—યુવાવસ્થામાં વર્તમાન પુરુષ પુરુષત્વથી પણ બાલત્વ પર્યાયબાલ અવસ્થાથી નથી. અર્થાત્ પુરુષ યુવાન છે પણ બાળક નથી. એટલે યુવારૂપે પુરુષ છે પણ બાળરૂપે નથી. તેથી ‘સ્વાદ્ અસ્ત્યવ’ કહેવાય પણ સર્વાત્મના નહીં. એટલે કે પુરુષ યુવાપર્યાયથી છે, બાલ આદિ બીજા પર્યાયોથી નહિ. એટલે ‘સ્યાત્' પદથી વિવક્ષિત પર્યાયથી પદાર્થનું અસ્તિત્વ બતાવાય છે પણ પુરુષના જેટલા પર્યાયો છે તે બધા પર્યાયોથી અસ્તિત્વ છે એવો અર્થ બતાવાતો નથી. ભૂતકાલીન, ભવિષ્યકાલીન બધા પર્યાયોથી અસ્તિત્વ નથી. દ્રવ્યાર્થિક નયથી અન્વયી વર્તમાન યૌવન પર્યાયથી વિદ્યમાન છે, નહીં કે પુરુષમાં સંભવતા અન્ય બાલાદિ પર્યાય વડે પુરુષ વિદ્યમાન છે. પણ જો ‘સ્વાત્' પદ લગાવવામાં આવે નહીં અને ‘પુરુષ: અત્યેવ' આ પ્રમાણે નિયમ એટલે અવધારણપૂર્વક કહેવાય તો મરણકાળ સુધી ‘પુરુષ' શબ્દ અને તેનો અર્થ વર્તમાન હોવાથી નાસ્તિત્વના અવકાશ વગરની અસ્તિત્વની પ્રતિજ્ઞા કરી હોવાથી જેમ પુરુષત્વ અને યૌવનથી પુરુષ વર્તમાન છે-તેમ-બાલ પુરુષપણે પણ પુરુષ વિદ્યમાન માનવો પડશે અને બીજા ૧. ... अनन्तकालेन सर्वेण वस्तुना सर्वावस्थानां परस्परानुगमेनाऽऽसादितत्वादवस्थातुश्चावस्थानां कथञ्चिदनन्यत्वाद् घटादिवस्तु पटपुरुषादिरूपेणापि कथञ्चिद् विवृत्तमिति सर्वं सर्वात्मकं कथञ्चिद् इति स्थितम् ॥ सम्मतितत्त्वसोपाने पृ० १६० पं० ८ મતલબ બધી વસ્તુ બધી અવસ્થાઓને પ્રાપ્ત થતી હોવાથી કથંચિત્ એક હોવાથી ઘટ પણ પટ થાય છે. ૨. (૧) સ્યાદ્ અસ્તિ વ્, (૨) સ્થાત્ નાસ્તિ , (રૂ) સ્થાત્ અવવ્ય (૩) સ્થાત્ અસ્તિ નાસ્તિ (૧) સ્વાર્ अस्ति अवक्तव्य (६) स्याद् नास्ति अवक्तव्य (७) स्याद् अस्ति नास्ति अवक्तव्य ॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ તત્ત્વાર્થ સૂત્ર પણ પર્યાયો વડે સત્ સંકોચાઈ જશે. અન્ય પર્યાયો વડે સત્ સંકીર્ણવૃત્તિ થશે. અર્થાત્ “સ્માત વગર નિયમ-અવધારણ રાખવામાં આવે તો આ બધા દોષો આવે છે એ નિયતવૃત્તિ સત્ તો દેખાય છે. મતલબ એ સમજાય છે કે કોઈ પણ પદાર્થ વર્તમાનમાં એક અવસ્થામાં હોય છે, પરંતુ છે જ એમ કહ્યું એટલે એક જ કાળમાં સઘળી ય અવસ્થામાં છે એવું સમજાય. એટલે પદાર્થ બધી અવસ્થાવાળો સંકીર્ણ થયો, બધી અવસ્થાથી મિશ્ર થશે અને એક નક્કી અવસ્થાવાળો તો દેખાય જ છે. કારણ જોઈએ ત્યારે તેની એક અવસ્થા દેખાય છે અને આ તો મિત્ર બની ગયો. એટલે સ્યાત્’ પદ લગાડ્યા વિના માત્ર પ્રત્યેવ આટલું અવધારણપૂર્વક બોલાય તો આવા દોષ આવે છે. માટે “ચાતુ પદ યુક્ત જ ‘ગત્યે' બોલવું જોઈએ તો ઉપરના દોષ આવે નહીં અને જે નિયત પર્યાય છે તેનો બોધ થઈ શકે. પ્રશ્ન :- બાલપણું એ પુરુષનો સ્વભાવ જ છે ને ? ઉત્તર :- આવું ન સ્વીકારાય. કેમ કે બાલપણું એ એક અવસ્થાવિશેષ છે. તેથી જ્યારે પુરુષ યુવાવસ્થામાં આવે છે ત્યારે બાલ્યાવસ્થા નાશ પામે છે, કેમ કે બાલ્યાવસ્થા એ યુવાવસ્થાનો પરિણામ નથી. હવે વિચારો. જો બાલ-અવસ્થા પુરુષનો સ્વભાવ જ હોય તો તે તો નાશ પામી. એટલે સ્વભાવ નાશ પામ્યો તો સ્વભાવ વગરનો તો કોઈ પદાર્થ હોય જ કેવો ? માટે અવસ્થાની હાનિથી પુરુષનો અભાવ થશે ! માટે બાલ અવસ્થા એ પુરુષનો સ્વભાવ જ છે એવું ન મનાય. ' અર્થાતુ અવસ્થાવિશેષ પણ છે તેથી જેમ યુવારૂપે પુરુષ છે તેવી રીતે બાલરૂપે પણ પુરુષ છે, પણ જ્યારે યુવાપર્યાય વર્તમાન છે ત્યારે પુરુષ બાલપર્યાયથી વર્તમાન નથી, અને બાલ પર્યાયથી વર્તમાન છે ત્યારે યુવાપર્યાયથી વર્તમાન નથી. આખી “સ્યા' શબ્દ યુક્ત જ “ચાત્ નવ પુરુષ:' આ પ્રમાણે પ્રયોગ કરવો જોઈએ. માટે “બાળ અપેક્ષાએ પુરુષ છે જ એ પ્રમાણે થાય. “બાળ અપેક્ષાએ પુરુષ છે જ પણ યુવાનની અપેક્ષાએ નથી, વૃદ્ધત્વની અપેક્ષાએ નથી. આ બધો અનેકાંતવાદનો મહિમા છે જેથી “સ્વાદુ, શબ્દના પ્રયોગથી “જે દેખાઈ રહી છે તે અવસ્થાનો સ્પષ્ટ બોધ થાય છે અને તેના સિવાયની અવસ્થાઓ જે વર્તમાનમાં નથી તેનો “યુવાવસ્થા નથી”, “વૃદ્ધાવસ્થા નથી આવો નાસ્તિત્વનો બોધ થાય છે. એટલે હવે બીજા ભંગની વાત કરીએ છીએ. ઉપર જેમ માત્ર “રત્યેવ' કહે તો દોષ આવે છે એ વિચાર્યું. એવી જ રીતે એકાંતવાદીઓ દાત. નૈરાત્મવાદી બૌદ્ધ આદિ જે “નાયેવ આત્મા' “આત્મા છે જ નહીં. આમ ) હીએ, ૧. એક અનુગામી એવા એક વસ્તુના ક્રમભાવી જે પરિણામો છે તે અવસ્થા કહેવાય છે. દા. ત. અનુગામી એક પુરુષત્વ, એના ક્રમભાવી પરિણામો બાલત્વ, યુવત, વૃદ્ધત્વ, આ બધા પર્યાયો અવસ્થા કહેવાય છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧ અવધારણ એટલે જ કાર પૂર્વક વાક્યપ્રયોગ કરે છે તો દોષ આવે છે. તે આ પ્રમાણે “આત્મા છે જ નહીં તો જેમ અન્વયી દ્રવ્યરૂપ પુરુષપણે આત્મા નથી તેવી જ રીતે ઉત્પાદ અને વિનાશના પ્રવાહરૂપ જે પર્યાય તે પર્યાયરૂપ બાલાદિવૃત્તિ બાલાદિ અવસ્થાથી અર્થાત્ બાલ અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થાથી પણ આત્મા નથી એવું સિદ્ધ થશે. તો પુરુષાદિરૂપે જેમ આત્માનું નાસ્તિત્વ છે તેવી રીતે બાલાદિરૂપે પણ આત્માનું નાસ્તિત્વ થાય. અને આવી રીતે મનાય તો આત્માનું નાસ્તિત્વ અસ્તિત્વના અવકાશ વગરનું થશે. મતલબ એવકારપૂર્વક નાસ્તિત્વ બોલો છો એટલે અસ્તિત્વને સ્થાન જ મળતું નથી. એટલે અસ્તિત્વ નિરપેક્ષ નાસ્તિત્વ થયું. હવે અહીં કોઈ એકાંતવાદી કહે કે અસ્તિત્વ રહિત નાસ્તિત્વ અમને ઇષ્ટ છે. તો તો તે ગગનકુસુમ જેવું મનાય ! કેમ કે અસ્તિત્વ રહિત નાસ્તિત્વ માન્યું. આથી આત્માનો અત્યંત અભાવ થશે ! માટે અન્વયિ એવા પુરુષત્વાદિ દ્રવ્યરૂપે અથવા નૈમિત્તિક બાલ–ાદિ પર્યાયરૂપે આત્માનું નાસ્તિત્વ વંધ્યાપુત્ર જેવું સર્વ પ્રકારે થશે. મતલબ ન દ્રવ્યરૂપે આત્મા રહ્યો કે ન પર્યાયરૂપે રહ્યો. જે દ્રવ્ય અને પર્યાયરૂપ નથી તે સર્વ પ્રકારે વંધ્યાપુત્રની જેમ થશે. એટલે વંધ્યાપુત્ર જે અપદાર્થ છે તેમ આત્મા પણ અપદાર્થ થશે ! આ રીતે “સ્યાનું પદ વિના માત્ર “નાસ્કેવ’ બોલવાથી પદાર્થના અભાવનો દોષ આવશે. માટે તે દોષને દૂર કરવા “સ્યા પદ લગાવીને બોલવું જોઈએ. “સાત્ નાસ્યવ' આ પ્રમાણે વાક્યપ્રયોગ કરવો જોઈએ. કારણ કે તે આત્મા અનુગામીરૂપ પુરુષત્વરૂપ નથી પણ સર્વરૂપે વિદ્યમાન નથી એવું નથી. અર્થાતુ બાલાદિ પર્યાયથી વિદ્યમાન છે. જેથી વર્તમાન પર્યાય જે બાળક આત્મા છે તે આત્મરૂપે બાલાદિ પર્યાયથી છે જ. પર્યાયની પરંપરા હોવા છતાં વર્તમાન પર્યાયથી છે અને અતીત અને અનાગત પર્યાયથી નથી. માટે સ્થાત્ નાસ્યવ' આવો વાક્યપ્રયોગ થાય છે. જે એકાંતવાદીઓ ઈષ્ટ શબ્દથી અવધારણનો પ્રયોગ કરે છે. મતલબ ઈષ્ટની સાથે વીકાર લગાવવાથી અનિષ્ટ દૂર થાય છે એટલે પોતાને જે ઈષ્ટ નથી તેને દૂર કરવા “વ'કારનો પ્રયોગ કરે છે. ૧. બૌદ્ધ મતમાં અન્વયી-દ્રવ્યરૂપ આત્મા નથી તેથી તેના મતમાં પૂર્વ પૂર્વ જ્ઞાન આદિ અવસ્થાવિશેષ એ જ ઉત્તરોત્તર જ્ઞાનાદિ અવસ્થાની અપેક્ષાએ બાલાદિત્તિથી છે. કેમ કે એ પર્યાય જ સ્વીકારે છે તે પણ ક્ષણભંગુર. દિ અન્વયિચા વૃચા ન વિદ્યતે સર્વાત્મના' આમાં જે વિદ્યા આ પદ સવંત્પના ન વિદ્યતે ત આ પ્રમાણે ન સર્વાત્મનાની સાથે પણ તેનો અન્વય કરવો તેથી આવો અર્થ પ્રાપ્ત થાય છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર દા. ત. જેમ ‘અસ્તિ વ આત્મા' ‘નાસ્તિ વ આત્મા' ‘આત્મા છે જ', ‘આત્મા નથી જ' આમાં ‘અસ્તિ’ શબ્દની સાથે ‘વ’કાર લગાવ્યો છે તેથી અસ્તિત્વ સિવાયના બધા પર્યાયોનો નિષેધ થાય છે, અને ‘નાસ્તિ'ની સાથે ‘વં’કાર લગાવ્યો છે તેનાથી નાસ્તિત્વ સિવાયના બધા પર્યાયોનો નિષેધ થાય છે. ૪૫૨ આ બધા અર્થો શબ્દશક્તિથી—અન્યનો વ્યવચ્છેદ કરનાર ‘વકાર' શબ્દથી પ્રાપ્ત થાય છે ‘મસ્તિ વ્' કહેવાથી સર્વપ્રકારે અસ્તિત્વ છે અને નાસ્તિ વ' કહેવાથી સર્વ પ્રકારે નાસ્તિત્વ છે આવો અર્થ થાય છે. આ રીતે એકાંતવાદીઓને સર્વથા અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વનો પ્રસંગ આવે છે. આ રીતે તો એકાંતવાદીઓને પણ ઇષ્ટ નથી. કેમ કે એકાંતથી આત્માનું નાસ્તિત્વ બોલનારને પણ વર્તમાન પર્યાયથી આત્મા છે આવું તો માનવું પડે. એટલે સર્વ પ્રકારે આત્મા નથી આવું તેમને ઇષ્ટ નથી કેમ કે તે વર્તમાન પર્યાયથી તો આત્મા માને જ છે. એવી રીતે એકાંતથી આત્માનું અસ્તિત્વ બોલનારને આત્માના જીવાત્મા, પરમાત્મા આવા ભેદો પાડવા પડે છે એટલે જીવાત્માનું પરમાત્મારૂપે અસ્તિત્વ મનાય નહિ. કેમ કે ‘અસ્તિ એવ આત્મા' એમ બોલનાર પણ ‘પરમાત્મારૂપેણ આત્મા અસ્તિ' એમ ન માનતા હોવાથી સર્વરૂપે આત્મા છે એમ માની શકે નહિ. પણ ‘વ’કાર લગાવવાથી માનવું પડશે એવી આપત્તિ આવે. એટલે એકાંતે અસ્તિત્વ અને એકાંતે નાસ્તિત્વ માનનારને અવધારણમાં આવા દોષો ઉઠાવવા પડે છે. તેઓને સર્વથા અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવે છે. તેમાં આપણે પ્રથમ વિકલ્પને લઈને વિચારીએ છીએ આ વિકલ્પમાં ‘સર્વ પ્રકારે આત્મા છે' એ અનિષ્ટ પ્રસંગ આવશે. કેમ કે પ્રતિષેધ (નાસ્તિત્વ) નિરપેક્ષ ‘છે જે’ આમ બોલે છે. એટલે છે, છે ને છે. આમાં નથી આની ગંધ સરખી પણ નથી. કારણ કે અસ્તિત્વ જ છે. અસ્તિત્વ વડે પોતાના અસ્તિત્વના વશમાં નાસ્તિત્વ વ્યવસ્થાપિત છે. એટલે શું થયું ? આત્મામાં નાસ્તિત્વનો અભાવ થયો. નાસ્તિત્વ, અસ્તિત્વ પરસ્પર સાપેક્ષ હોવાથી આત્મામાં નાસ્તિત્વનો અભાવ થયે છતે આત્મામાં અસ્તિત્વ પણ નહીં રહે. એટલે આત્માનું અસ્તિત્વ નહીં થાય. એટલે અસ્તિત્વના અભાવમાં આત્માનો અભાવ થાય. કેમ કે અસ્તિત્વ, નાસ્તિત્વ સિવાય આત્માનું રૂપાંતર-બીજું રૂપ નથી.' આ રીતે અસ્તિત્વના અભાવમાં આત્માનો અભાવ થાય. હવે જુઓ સર્વ પ્રકારે અસ્તિત્વ થાય તો જે જે રૂપે નાસ્તિત્વ છે તે તે રૂપે પણ અસ્તિત્વમાં જ નાસ્તિત્વ પણ અસ્તિત્વરૂપે અંદર આવી જાય. એટલે નાસ્તિત્વ વિશિષ્ટમાં પણ અસ્તિત્વ જ આવી જાય, અને તે પ્રમાણે સત્તું અસત્વ થતું નથી એ વાત બતાવતા કહી રહ્યા છે કે— Page #462 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૫૩ એ જ પ્રમાણે નાસ્તિત્વનું પણ સ્વવિષયે એટલે ઇષ્ટ નાસ્તિની સાથે અવધારણ થતું હોવાથી સત્ ઘટ છે એમાં નાસ્તિત્વનો પ્રસંગ આવતો નથી. માટે ઘટ સત્ છે એટલે કે અસ્તિત્વનું અવધારણ કરેલું હોવાથી ઘટમાં નાસ્તિત્વ નહીં આવે. કેમ કે આ અસ્તિત્વનું અવધારણ છે એટલે નાસ્તિત્વને અવકાશ નથી. જે જે રૂપે અસ્તિત્વ છે તે તે રૂપે નાસ્તિત્વ પણ છે એટલે નાસ્તિત્વ નિરવકાશ તો ન રહ્યું ને ? સત્ત્વ અને અસત્ત્વ બંને વિરોધી હોવાથી એક અધિકરણ-એક વસ્તુમાં એકરૂપે રહી શકે નહિ. એટલે ઘટમાં અસ્તિત્વ છે તો તેનું નાસ્તિત્વ રહી શકે નહીં કેમ કે વિરોધી છે. માટે અસ્તિત્વના વિષયમાં નાસ્તિત્વ રહી શકતું નથી અને નાસ્તિત્વના વિષયમાં અસ્તિત્વ રહી શકતું નથી. આ પ્રમાણે પરસ્પર વિષયની અનાક્રાન્તા છે. મતલબ જે રૂપે સત્ત્વ છે તે રૂપે અસત્ત્વ નથી અને જે રૂપે અસત્ત્વ છે તે રૂપે સત્ત્વ નથી. માટે જ અસ્તિત્વ ને નાસ્તિત્વ એકરૂપે એક વસ્તુમાં રહી શકે નહિ. દા. ત. ઘટરૂપે ઘટમાં ઘટનું અસ્તિત્વ અને ઘટનું નાસ્તિત્વ બંને રહી શકે નહિ. માટે અનુમાન બાંધીને સમજાવે છે. આત્મા–પક્ષ समस्तवस्तुरूपेण' अस्ति સાધ્ય नास्तित्वनिरवकाशास्तिशब्दवाच्यत्वात् - हेतु અસ્તિત્વે સ્વાત્મવત્—દૃષ્ટાંત સમસ્તવસ્તુરૂપે આત્મા છે. કેમ કે નાસ્તિત્વના અવકાશ વગરના ‘અસ્તિ' શબ્દથી આત્માને કહી રહ્યા છો અર્થાત્ અસ્તિત્વની સાથે ‘વ’કાર લગાવ્યો છે. આથી નાસ્તિત્વને સ્થાન જ નથી. માટે ‘અસ્તિ'થી જ આત્માને કહી રહ્યા છો તેથી સર્વરૂપે આત્મા છે. દા. ત. જેમ અસ્તિત્વમાં અસ્તિત્વ. અસ્તિત્વમાં જેમ અસ્તિત્વનું રૂપ છે તેવી રીતે આત્મામાં બધાનું અસ્તિત્વ છે. એટલે આત્મા સમસ્ત વસ્તુરૂપે-ઘટ, પટાદરૂપે સિદ્ધ થશે ! હવે એકાંતવાદી ‘સમસ્તરૂપે આત્માના અસ્તિત્વરૂપ' આપત્તિને દૂર કરવા કહે છે કે— તમે અમને આ આપત્તિ આપો છો પરંતુ તે આપત્તિ આવશે નહિ. કેમ કે અસ્તિત્વ બે પ્રકારે છે. (૧) સામાન્યથી અસ્તિત્વ (૨) વિશેષથી અસ્તિત્વ. 'अस्ति एव आत्मा' આ પ્રયોગમાં અસ્તિત્વ સામાન્યથી આત્મા વ્યાપ્ત છે પણ અસ્તિવિશેષ જે પટાદિ છે તેનાથી વ્યાપ્ત નથી. અર્થાત્ છ કારથી ઘટ, પટાદિ અસ્તિત્વ વિશેષનો વ્યવચ્છેદ છે. એટલે સમસ્ત વસ્તુરૂપે આત્માનું અસ્તિત્વ માનવું પડશે આ આપત્તિ આવશે નહીં. ૧. ‘સવલતોવિધાર્’.. અહીં ભાવપ્રધાન નિર્દેશ માની સત્ત્વ, અસત્ત્વ અર્થ કર્યો છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે આત્મામાં અસ્તિત્વ સામાન્ય છે પણ ઘટ, પાદિ જે અસ્તિવિશેષો છે તે અસ્તિવિશેષ નથી. ઘટાસ્તિત્વ, પટાસ્તિત્વ આ બધા વિશેષાસ્તિત્વરૂપે આત્મા નથી. એટલે આત્મા સમસ્ત અસ્તિત્વરૂપે રહેશે નહીં અને નાસ્તિત્વ નિરવકાશ પણ રહેશે નહિ. ૪૫૪ આમ અમે આત્મા છે જ' એમ કહીએ છીએ તેમાં ‘અસ્તિત્વ સામાન્યથી આત્મા છે જ એમ કહીએ છીએ. દા. ત. જેમ અનિત્ય જ કૃતક છે. આ પ્રયોગમાં અનિત્યત્વ સામાન્યની સાથે કૃતકત્વની વ્યાપ્તિ છે. માટે જ આગળ કહે છે કે—અનિત્યત્યના અભાવમાં કૃતકત્વનો અભાવ હોય. એટલે કૃતકત્વનો અભાવ હોય તો અનિત્યત્વનો અભાવ જ રહે. આ વ્યાપ્તિ છે. અહીં અનિત્યત્વ વિશેષની સાથે કૃતકત્વની વ્યાપ્તિ નથી. કેમ કે ઘટાદિમાં રહેલ અનિત્યત્વ વિશેષ પટાદિમાં નથી, પણ કૃતકત્વ તો છે જ. એટલે ‘અનિત્યં એવ કૃતકં' કૃતક અનિત્ય જ છે. અનિત્ય જ કૃતક છે, જે અનિત્ય ન હોય તે કૃતક ન હોય. આ વ્યાપ્તિમાં જે અનિત્યત્વ સાધ્ય છે તે સામાન્યરૂપે છે પણ ઘટાનિત્યત્વ, પટાનિત્યત્વ આદિ વિશેષ અનિત્યત્વ સાધ્ય નથી. તેમાં પ્રાચીન પ્રમાણ આપે છે... ‘સાધ્યધર્મસામાન્યેન ઇતિ... વચનાત્ એટલે સાધ્યધર્મ બે પ્રકારે હોય છે. તેથી અહીં પણ (૧) અનિત્ય સામાન્ય, (૨) અનિત્ય વ્યક્તિ-વિશેષ બે પ્રકાર બતાવ્યા. તેમાં સર્વકૃતકમાં અનિત્યત્વનું સાધ્ય કરવું તે અનિત્યત્વ સામાન્ય છે અને વિશેષ વિશેષ પદાર્થમાં અનિત્યત્વ સાધ્ય કરાય તે અનિત્ય વ્યક્તિ છે. સામાન્યની સાથે સામાન્યની વ્યાપ્તિ છે પણ વિશેષની સાથે નથી હોતી તેથી સાધનધર્મ પણ બે પ્રકારે છે. (૧) સામાન્ય હેતુ, (૨) વિશેષ હેતુ. એના એ જ અનિત્ય અને કૃતકત્વ સમવ્યાપ્તિ હોવાથી મૃતકને સાધ્ય કરીએ અને અનિત્યત્વને હેતુ કરીએ તો ‘કૃતર્ક, અનિત્યત્વાત્' બને. આમાં અનિત્યત્વ સામાન્ય હેતુ છે, અને ‘ઘટઃ કૃતક:' ‘અનિત્યત્વાત્’ આમાં અનિત્યત્વ વિશેષ હેતુ બને છે. તેમાં પણ પ્રાચીન વચન સાક્ષી આપે છે કે— ‘તન્નુલ્યોઽપિ'... ઇત્યાદિ’...વચનાત્ સાધ્યની જેમ હેતુના પણ બે પ્રકાર છે... આ વાક્યનો મતલબ સમજાય છે કે સામાન્યરૂપે સાધ્ય હોય તો હેતુ પણ સામાન્યરૂપે હોય છે. આ પાઠ બરાબર લાગતો નથી. ૧. Page #464 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ‘તથાસ્તં યેન રૂપેળ ફત્યાદ્રિ અમિધાનાત્'.... આ રીતે એ સિદ્ધ થયું કે વ્યાપ્તિ તો અનિત્યત્વ સામાન્યની સાથે છે, વિશેષ અનિત્યત્વની સાથે નથી. ૪૫૫ *યવ્ યદ્ અનિત્યં તર્તવ્ તમ્' આ સામાન્યથી વ્યાપ્તિ કહેવાય. કેમ કે કેવલ અનિત્યત્વ અને કેવલ કૃતકત્વની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવ બતાવ્યો છે. દા. ત. જેમ યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તત્ર વનિ:માં સામાન્યથી છે તેમ અહીં પણ અનિત્યત્વ સામાન્યની સાથે વ્યાપ્તિ છે. આ જ રીતે અમે 'પ્તિ વ આત્મા'માં અસ્તિત્વ સામાન્યથી આત્મા છે પણ અસ્તિત્વવિશેષથી નથી એમ કહીએ છીએ. એકાંતવાદીએ સાધ્ય ધર્મ(સાધ્ય)ના બે ભેદ પાડ્યા ત્યારે અનેકાંતવાદી કહે છે કે— ખેદની વાત છે કે તો સાધ્ય ધર્મનો ભેદ સ્વીકારીને તેં જ અવધારણનું વૈયર્થી સિદ્ધ કર્યું છે. અવધારણનું સાફલ્ય તો ત્યારે જ બની શકે કે સર્વ પ્રકારનું અનિત્ય હોય. (સામાન્ય અનિત્યત્વ અને ઘટ, પટાદિ વિશેષ અનિત્યત્વ) જો વિશેષ અનિત્યરૂપે વસ્તુ અનિત્ય ન થાય તો અવધારણ વ્યર્થ થશે. કેમ કે ‘અનિત્યમેવ’થી સામાન્ય અનિત્યત્વની વિવક્ષા કરે ત્યારે વિશેષ અનિત્યત્વ તો છૂટી જશે. તેથી વિશેષ અનિત્યતાથી વસ્તુ અનિત્ય થઈ નહીં અને તેં ‘અનિત્યમેવ'માં અનિત્ય શબ્દથી સામાન્યથી અનિત્ય લેવાનું સ્વીકાર્યું છે માટે અવધારણ નિષ્ફળ ગયું. જે વસ્તુ અનિત્યત્વ સામાન્યથી જ અનિત્ય છે તે અનિત્યત્વવિશેષથી અનિત્ય થતી જ નથી. આમ અસંભવ હોવાથી જ અનિત્યવિશેષની પ્રાપ્તિ જ નથી. તો તેને દૂર કરવા Ç કાર નિષ્ફળ થાય છે એમ કહી શકો પરંતુ અમે એવી રીતે સ્વીકારતા નથી. કિંતુ જેમ અનિત્યત્વ સામાન્યથી વસ્તુ અનિત્ય છે તે રીતે સ્વગત સ્વમાં રહેલ અનિત્યવિશેષથી પણ અનિત્ય છે, માટે બીજામાં રહેલું જે અનિત્યત્વ વિશેષ છે તેને દૂર કરવા માટે અવધારણ સફલ છે. આવું કંઈક એકાંતવાદીનું કથન છે તે વાંચીએ... એકાંતવાદી :- સ્વમાં રહેલ જે વિશેષ છે તેનાથી અનિત્ય થશે જ. અમે જેમ અનિત્યત્વ સામાન્યથી અનિત્ય વસ્તુ કહીએ છીએ તેવી રીતે સ્વગત અનિત્ય વિશેષથી પણ વસ્તુ અનિત્ય છે એમ સ્વીકારીએ છીએ. માટે અવધારણ વ્યર્થ નહીં થાય. અનેકાંતવાદી :- આ પણ તારું કથન બરાબર નથી. કેમ કે તું વિશેષને ‘સ્વગત’ વિશેષણ લગાવે છે. આ વિશેષણના બળે જ પરગતવિશેષઅનિત્યત્વનો અભાવ સિદ્ધ થશે. કેમ કે પરગત અનિત્યત્વવિશેષ ‘પર'માં છે, સ્વમાં નથી. એટલે ફરી પણ તારો અવધારણને સફળ અહીં અર્થ બરાબર સમજાતો નથી. ૧. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ તત્ત્વાર્થ સૂત્ર કરવાનો પ્રયાસ અફળ છે. કારણ કે સર્વ પ્રકારમાં સ્વગતવિશેષ, પરગતવિશેષ, અને સામાન્ય આ બધા આવી જાય છે. એમાં તેં પ્રદર્શિત કરેલા પોતાના પૂર્વ પક્ષમાં પરગતવિશેષ અનિત્ય બાકી રહી જાય છે માટે અવધારણ નિષ્ફળ છે. આમ ‘અનિત્યત્વે એવા કૃતકે આ દાંતમાં અવધારણની નિષ્ફળતા થઈ તે જ પ્રમાણે પ્રકૃત વિષય “અસ્તિ એવ આત્મા'માં પણ અવધારણની નિષ્ફળતા સમજી લેવી. કેમ કે ભલે ને તું અસ્તિત્વના બે ભેદ પાડે તો પણ અવધારણનું સાફલ્ય થતું નથી. આખરમાં તારે સ્વગત અસ્તિત્વવિશેષ બોલવું પડશે અને પાછું અવધારણનું વૈફલ્ય થશે. માટે જ અમે કહીએ છીએ કે “સાતું પદ લગાવીને “અતિ એવ આત્મા એટલે કે સ્માતુ અસ્તિ એવ આત્મા’ આ પ્રમાણે બોલાય તો એકાંતવાદી એવા તને જે દોષો લાગે છે તે દોષ આવે નહિ કેમ કે આત્મામાં જે અસ્તિત્વનો નિયમ છે તે કોઈ અપેક્ષાએ છે, નાસ્તિત્વ નિરવકાશ અસ્તિત્વ નથી. સ્વપર્યાયેન અસ્તિત્વ છે, પરપર્યાયથી નાસ્તિત્વ છે. માટે સ્યાત્ પદ લગાવવું જ જોઈએ. આ રીતે અનેકાંતવાદ જ જય પામે છે. એકાંતવાદી - અમે અવધારણ વગર જ “અનિત્ય કૃતકં બોલીશું. તથા પ્રકૃતિમાં પણ અસ્તિ આત્મા” આ જ પ્રમાણે પ્રયોગ કરીશું. તો અમને કાંઈ વાંધો નહિ આવે. અનેકાંતવાદી - અવધારણ વગરનો વાક્યપ્રયોગ પંડિત જનોની પ્રીતિનો હેતુ બનતો નથી. માટે અવધારણ સ્વીકારવું તો જોઈએ તેમાં આ પ્રમાણ છે... 'सर्वं वाक्यं सावधारणम्' બધાં વાક્ય અવધારણ સહિત હોય છે.” આ નિયમથી ઈષ્ટની સાથે અવધારણ– એવકારની કલ્પના થતી હોવાથી અવધારણ સ્વીકારવું જ જોઈએ. જો આમ સ્વીકારવામાં ન આવે એટલે કે “એવ'કારનો પ્રયોગ કરવામાં ન આવે તો “અનિત્ય કૃતકંમાં અનિત્યનો નિશ્ચય નહીં થતો હોવાથી નિત્ય પણ કૃતક છે આવો પ્રસંગ આવી જાય. માટે પંડિતો કોઈ પણ વાકયનો પ્રયોગ “એવ' જકારપૂર્વક જ કરે છે. ત્રણ પ્રકારે અવધારણનું ફળ, “એવ'કારનો પ્રયોગ ન કરવામાં આવે તો ઉપર કહી ગયા એવા પ્રસંગનો ભય રહે છે. એટલા માટે બીજાઓ ત્રણ પ્રકારે “એવકાર-અવધારણનું ફળ વર્ણવે છે. (૧) અયોગ વ્યવચ્છેદ (૨) અન્યયોગ વ્યવચ્છેદ, (૩) અત્યન્ત અયોગ વ્યવદ દ્વારા ત્રણ પ્રકારે અવધારણનું ફળ વર્ણવે છે. કોઈ સ્થળે “એવકારથી અયોગ વ્યવચ્છેદ થાય છે. કોઈ સ્થળે “એવકારથી અન્ય યોગ નિરાસ થાય છે. કોઈ સ્થળે “એવકારથી અત્યન્ત અયોગનો ભુદાસ થાય છે. વકારના આ ત્રણ પ્રકારના ફળમાં પહેલા “અયોગ વ્યવચ્છેદ'ની વિચારણા કરીએ Page #466 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સુત્ર-૩૧ ૪૫૭ છીએ. અયોગ વ્યવચ્છેદ અયોગ એટલે અસંબંધ, વ્યવચ્છેદ એટલે દૂર કરવો. અસંબંધને દૂર કરવો તે અયોગ વ્યવરચ્છેદ કહેવાય છે. આ વિકારથી અસંબંધને દૂર કરવા રૂપ ફળવાળું વિશેષણ બને છે. એટલે કે વિકારના પ્રયોગથી અયોગ વ્યવચ્છેદ થાય છે. પ્ત વ પ ઇત્યાદિ પ્રયોગમાં અતિ સાથે ઘટનો અયોગ નથી, અસંબંધ માત્રનો જ વ્યવચ્છેદ કરાય છે. અહીં ઇવકારે માત્ર અસંબંધને દૂર કર્યો છે. ઘડો નથી એમ નહીં પણ “છે'. અતિ સાથે ઘટનો અયોગ નથી આવો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રયોગમાં પણ કારનું ફળ છે માત્ર “અયોગનો વ્યવચ્છેદ'. દા. ત. જેમ “વરો ધનુર્ધર' “ચૈત્ર ધનુર્ધારી છે. આ વાક્યમાં “va'કારનો પ્રયોગ નથી એટલે “ચૈત્ર ધનુર્ધારી છે જ આવો નિશ્ચય થતો નથી. ચૈત્ર ધનુર્ધારી છે કે કેમ? આવી આશંકા રહે છે. આ આશંકા ત્યારે દૂર થાય છે જ્યારે “વૈો ધનુર્ધર પવ' આ પ્રમાણે વિકાર સહિત વાક્યપ્રયોગ થાય. તો જ ચૈત્રમાં ધનુર્ધરતા છે જ આવો નિશ્ચય થાય. અહીં “ચત્ર ધનુર્ધારી છે જે આ પ્રમાણે અવધારણ કરવામાં આવે તો તેમાં બીજાઓથી ધનુર્ધરતાની વ્યાવૃત્તિ નથી પણ ચૈત્રમાં ધનુર્ધરતાનો અયોગ નથી આટલું જ કહેવું છે. ચૈત્ર ધનુર્ધારી છે કે નહીં? આવો પ્રશ્ન છે પણ ચૈત્ર સિવાય બીજો કોઈ ધનુર્ધારી છે કે નહીં? આવો પ્રશ્ન નથી. માટે જ “ચૈત્ર ધનુર્ધારી છે જે આ રીતે પ્રકારના પ્રયોગથી ચૈત્રમાં ધનુર્ધરતાનો અયોગ નથી પણ યોગ છે આટલું જ કહેવાય છે. પણ બીજામાં ધનુર્ધરતાનો યોગ નથી આવું કહેવું નથી. માટે જેમ ધનુર્ધરત્વ અન્યોથી વ્યવચ્છેદ કરતું નથી. કેમ કે ચૈત્ર સિવાય બીજામાં પણ ધનુર્ધરત્વ લોકમાં પ્રસિદ્ધ છે તેમ ઉપર પ્રકૃતિ પ્રયોગમાં પણ ઘટથી અન્યોનું અસ્તિત્વ દૂર કરાતું નથી. કેમ કે ઘટથી અન્ય પટાદિનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. પરંતુ માત્ર અહીં ઘટનો અયોગ નથી' આટલું જ કહેવાય છે. એટલે અયોગનો વ્યવચ્છેદ છે. આ રીતે વિકારનું પહેલું ફળ અયોગ વ્યવચ્છેદ વિચાર્યું. અન્યયોગ વ્યવચ્છેદ - જો ઉપરના પ્રયોગમાં અન્યયોગ વ્યવચ્છેદ વડે વિશેષણ કરાય તો તો દોષ આવે. કેમ કે બીજામાં ન હોય તેવું અસ્તિત્વ ઘટમાં છે આવું તો બને જ નહિ. માટે ત્યાં તો અયોગ વ્યવચ્છેદ છે. હવે અહીં વિકારનું બીજું ફળ અન્યયોગ વ્યવચ્છેદ વિચારીએ છીએ. અન્ય એટલે બીજામાં, યોગ એટલે સંબંધ, વ્યવચ્છેદ એટલે દૂર કરવો. બીજામાં સંબંધને Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ તત્ત્વાર્થ સૂત્ર દૂર કરવો તે અન્યયોગ વ્યવચ્છેદ કહેવાય છે. અહીં અન્યયોગ વ્યવચ્છેદ વડે વિશેષણ કરાય છે. દા. ત. જેમ પાર્થો ધનુર્ધર “પાર્થ ધનુર્ધર છે” એવી પ્રસિદ્ધિ જ છે. તો આ વાક્યપ્રયોગમાં પાર્થ (અર્જુન) જેવો બીજો કોઈ ધનુર્ધર છે કે નહીં? તેના જેવી ધનુર્ધરતા શું બીજામાં પણ છે ? આવો પ્રશ્ન થાય. તો તેના જવાબમાં તેના જેવી ધનુર્ધરતા બીજામાં નથી માટે “પાર્થ એવ ધનુર્ધર ન અન્યઃ' આવો વાકયપ્રયોગ થાય છે. “પાર્થ જ ધનુર્ધર છે તેના સિવાય બીજો નથી”. અહીં પાર્થની સાથે પ્રયુક્ત “વીકાર અન્ય યોગનો નિરાસ કરે છે. એટલે પાર્થ સિવાય બીજામાં ધનુર્ધરતાને દૂર કરે છે. જો કે અહીં એક વાત સમજવા જેવી છે કે વિકારથી અન્યયોગનો વ્યવચ્છેદ કેવી રીતે સંભવે ? કેમ કે બીજામાં પણ ધનુર્ધરતા તો રહેલી છે. માટે જ અહીં કહ્યું છે કે પ્રતિવિશિષ્ટ ધનુર્ધરતાનો યોગ અન્યમાં દૂર કરાય છે. “અર્જુન જેવો બીજો કોઈ બાણાવલી નથી.” અર્જુનમાં જેવી વિશિષ્ટ ધનુર્ધરતા છે તેવી બીજામાં નથી. આ રીતે બીજાની સાથે પ્રતિવિશિષ્ટ ધનુર્ધરતાનો સંબંધ દૂર કરાય છે. એટલે “પાર્થની સાથે લગાડેલા વિકારે અન્યની સાથેના યોગને દૂર કર્યો. આ રીતે અહીં “પાર્થ gવ ધનુર્ધર'માં “પાર્થ જ ધનુર્ધર છે તેના જેવી ધનુર્ધરતા બીજામાં નથી. એટલે અન્યમાં તેવી ધનુર્ધરતાના યોગનો વ્યવચ્છેદ કરાય છે. આ પ્રમાણે વિકારનું બીજું ફળ “અન્યયોગ વ્યવચ્છેદ' વિચાર્યું. હવે વિકારનું ત્રીજું ફળ “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' વિચારીએ છીએ. અત્યન્ત અયોગ વ્યવચ્છેદ અત્યન્ત અસંબંધને દૂર કરવો તે “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' કહેવાય છે. કોઈક સ્થળે વકાર દ્વારા અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ થાય છે. દા. ત. “નીd gવ સોગન “નીલ જ કમળ છે.” આ ઉદાહરણમાં અત્યન્ત અયોગવ્યવચ્છેદ છે. સરોજ સકળ દ્રવ્યમાં થનાર નીલ ગુણને પોતાને આધીન કરતું નથી તે પ્રમાણે નીલ ગુણ પણ સર્વ સરોજને આક્ષેપ-પોતાની તરફ કરતું નથી. એટલે ઉભયમાં વ્યભિચાર છે. સરોજ નીલને છોડીને રહે છે, નીલ સરોજને છોડીને રહે છે. જે જે સરોજ છે તે તે નીલ છે એવું નથી, સફેદ કમળ પણ છે. આ રીતે નીલ સાથે સરોજનો વ્યભિચાર છે અને તેવી જ રીતે જે જે નીલ છે તે તે સરોજ છે આવું પણ નથી, કેમ કે ઘટ નીલ છે પણ તે સરોજ નથી. આ રીતે સરોજની સાથે નીલનો વ્યભિચાર છે.' Page #468 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૫૯ આ પ્રમાણે સરોજમાં નીલનો અને નીલમાં સરોજનો વ્યભિચાર છે. આથી જ બંનેમાં વ્યભિચાર હોવાથી બંને વિશેષણ છે. અહીં નીd વ સોગં આ દગંતમાં નીલતાના અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ કરાય છે. “નીલ' સાથે પણ કારનો પ્રયોગ છે એટલે નીલનો અત્યંત અસંબંધ દૂર કરાય છે. સરોજ સાથે નીલતાનો અત્યંત અસંબંધ નથી. એટલે “સરોજ નીલ હોતું જ નથી આવો અર્થ ન થાય. આ રીતે અહીં ‘વ’કારથી અત્યંત અસંબંધનો વ્યવચ્છેદ કરાય છે. આ પ્રમાણે ‘પવ' કારનું ત્રીજું ફળ “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' વિચાર્યું. કોઈક સ્થળે “વ' કારથી (૧) અસંબંધ દૂર થાય છે, કોઈક સ્થળે (૨) બીજામાં સંબંધ દૂર થાય છે, કોઈક સ્થળે અત્યન્ત અસંબંધ દૂર થાય છે. આ અવધારણના ત્રણ ફળની વિચારણા પૂર્ણ થાય છે. ( આ પ્રમાણે નિત્યે કૃત આદિ ઉપરોક્ત સર્વ સ્થળે “વિકારનો સાક્ષાત્ પ્રયોગ ન હોય તો પણ “પવ' કારની વિવલા હોવાથી વ્યવચ્છેદાર્થની પ્રતીતિ થાય છે. આથી અયોગ વ્યવચ્છેદ આ વિશેષણથી નિરન્વય દોષનો અભાવ થાય છે. એટલે કે તમે અવધારણના ફળનો અસંભવ હોવાથી વિકારનો અન્વય થઈ શકતો નથી. આ પ્રમાણે નિરન્વય દોષ આપી કોઈની સાથએ વિકારનો સંબંધ થતો નથી માટે વ્યર્થ છે. આવું કહ્યું હતું તે પણ દૂર થાય છે. આ રીતે અયોગ વ્યવચ્છેદ અર્થવાળો વકાર યાત્ પદ સિવાય પણ સાર્થક બને છે. આ પ્રમાણે બીજાઓએ અવધારણનું ફળ વર્ણવી “સ્માત’ પદ સિવાય પણ એકાંતથી કરેલ પ્રયોગ પણ બરાબર છે આવું સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો... ત્યારે હવે સિદ્ધાંતવાદી “અપરેનું ખંડન કરવાનો પ્રયાસ કરે છે.... ‘ત્રોચતે' આ પંક્તિ દ્વારા તેની શરૂઆત કરે છે. તે આ પ્રમાણે – આ બધું તો બીજાઓએ જે દૂષણો આપ્યાં છે તેને કેમ દૂર કરવાં આ જ એક દુબુદ્ધિથી વ્યામોહથી બોલાયેલું છે. કારણ કે અયોગનો વ્યવચ્છેદ કરવા છતાં પણ પૂર્વમાં આપેલ દોષનો સંપાત હટતો નથી. પહેલા આપેલા દોષો કાયમના કાયમ રહે છે. કેવી રીતે ? ત્રણ વિકલ્પ દ્વારા બતાવીએ છીએ અયોગ વ્યવચ્છેદ વડે અસ્તિ સાથે જે યોગ ઇચ્છે છે તે યોગ શું સામાન્યરૂપ અસ્તિ વડે જણાય છે ? વિશેષરૂપ અતિ વડે જણાય છે? કે સામાન્ય-વિશેષ ઉભયરૂપ અસ્તિ વડે જણાય છે ? જો (૧) સામાન્યરૂપ અસ્તિ સાથે યોગ વિવલિત કરે તો વિશેષરૂપ અસ્તિની સાથે અયોગ રહેશે, અને (૨) વિશેષરૂપ અસ્તિ સાથે યોગ વિવલિત કરે તો સામાન્યરૂપ અસ્તિની સાથે અયોગ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ તત્વાર્થ સૂત્ર રહેશે. કેમ કે બંને વિકલ્પમાં સર્વ પ્રકારે સામાન્ય અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વ ઉભયનો યોગ થઈ શકતો નથી પણ બેમાંથી એકનો યોગ અને બીજાનો અયોગ થાય છે. તેથી “પત્રકાર નિષ્ફળ છે. કારણ કે અવધારણ સફળ તો ત્યારે જ થાય કે જ્યારે સર્વ પ્રકારે સામાન્ય અને વિશેષ ઉભયનો યોગ થાય. (૩) જો ઉભયનો યોગ વિવલિત કરે તો તો તે બની શકતો નથી. વકારનું એ સામર્થ્ય નથી કે બંનેનો યોગ વિવક્ષિત થઈ શકે. કેમ કે સામાન્ય અસ્તિત્વનો યોગ, વિશેષ અસ્તિત્વનો યોગ એટલે સ્વગત વિશેષ અસ્તિત્વનો યોગ, પરગત અસ્તિત્વન યોગ માન્યો. એમ માનવાથી પરગત વિશેષથી પણ તો ઘટ અસ્તિત્વન આત્મા અતિ એમ માનવું પડશે પણ એ ઈષ્ટ નથી. કેમ કે વાદી, પ્રતિવાદી ઉભય મતમાં પરગત વિશેષ અસ્તિત્વ વડે આત્માનો યોગ માનવો તે અપસિદ્ધાંત છે. પોતાના સિદ્ધાંતથી પાછા હટવું તે અપસિદ્ધાંત) માટે ત્રીજો વિકલ્પ તો કોઈ પણ રીતે ઘટી શકતો નથી. અથવા આપણે પહેલા વિચારી ગયા કે એકાંતવાદીએ સાત્ વિના એકાંતે વકારનો પ્રયોગ કર્યો એટલે નાસ્તિત્વ નિરવકાશ અસ્તિત્વ રહ્યું માટે સમસ્ત વસ્તૃરૂપે આત્માનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. અને તેને દૂર કરતાં અસ્તિત્વ સામાન્યથી સ્વીકારીએ છીએ પણ પટાદિ અસ્તિવિશેષથી નથી સ્વીકારતા... આમ જણાવ્યું. આ કથનથી સ્યાદ્વાદીએ અવધારણનું વૈયÁ બતાવ્યું તો પુનઃ “સ્વગતવિશેષ'નો સ્વીકાર કર્યો... અને તેથી પરગતવિશેષ છૂટી જતાં ફરી પણ અવધારણ- વિકાર વ્યર્થ ઠરે છે. આ રીતે સર્વ પ્રકારે પહેલા આપેલા દોષનો પ્રસંગ કાયમ છે. અયોગ વ્યવચ્છેદ વડે અસ્તિ સાથે યોગ ઇચ્છો તો જેમ દોષ કાયમના કાયમ રહે છે તેવી રીતે તમે જે અયોગ વ્યવચ્છેદ કહો છો તે વ્યવચ્છેદથી પણ તેવી જ રીતે દોષ કાયમ રહે છે તે પણ ત્રણ વિકલ્પ કરી બતાવીએ છીએ. વ્યવચ્છેદ કરો છો તે શું અસ્તિત્વ સામાન્યના અયોગનો કરો છો ? અસ્તિત્વ વિશેષના અયોગનો કરો છો ? કે અસ્તિત્વ સામાન્ય અને અસ્તિત્વ વિશેષ ઉભયના અયોગનો કરો છો ? જો (૧) અસ્તિત્વ સામાન્યના અયોગનો વ્યવચ્છેદ કરો તો અસ્તિત્વવિશેષના અયોગના વ્યવચ્છેદનો અભાવ થશે ! અને અસ્તિત્વવિશેષનો અયોગ વ્યવચ્છિન્ન ન થયો તો “સ્વ અસ્તિત્વવિશેષ સ્વભાવવાળા આત્માદિ પદાર્થ છે. આ પ્રસંગ આવશે ! એટલે કે અસ્તિત્વ સામાન્યનો યોગ રહ્યો અને અસ્તિત્વ વિશેષનો અયોગ રહ્યો. પણ એક વિશેષના અયોગમાં બીજા વિશેષનો યોગ હટતો નથી. પટવાદિ અસ્તિત્વવિશેષનો અયોગ Page #470 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૬૧ છે તેમ ઘટાસ્તિત્વ આદિ વિશેષનો યોગ પણ રહેશે. એટલે સર્વ અસ્તિત્વવિશેષનો યોગ પણ માનવો પડશે અને એમ પણ ઘટાદિ પટાદિરૂપ થઈ જશે આવો પ્રસંગ આવશે ! એમ આત્મા પણ ઘટાસ્તિવિશેષ, પટાસ્તિવિશેષ ઇત્યાદિ જેટલા અસ્તિત્વવિશેષો છે તે સ્વભાવ-સ્વરૂપ થઈ જશે ! હવે જો ઉપરોક્ત દોષના ભયથી તું કહે કે–(૨) અસ્તિત્વવિશેષના અયોગનો વ્યવચ્છેદ ઇષ્ટ છે. કેમ કે જે અસ્તિત્વવિશેષ સ્વગત છે તેનો અયોગ વ્યવચ્છેદ કરાય છે, અને અન્ય વિશેષ અયોગનો વ્યવચ્છેદ નથી કરતો. એટલે સર્વ અસ્તિત્વ વિશેષના અયોગનો વ્યવચ્છેદ ન થયો માટે સર્વઅસ્તિત્વવિશેષનો પ્રસંગ પણ નહિ આવે ! તો આ પણ ઈષ્ટ નહીં બની શકે. કેમ કે અસ્તિત્વવિશેષનો અયોગ વ્યવચ્છેદ કરે છે એટલે અસ્તિત્વ સામાન્યના અયોગના વ્યવચ્છેદનો અભાવ થશે. અને સામાન્યનો અયોગ રહ્યો એટલે કોઈ પણ પ્રકારે તેનો યોગ બની શકશે નહિ અને જો સામાન્યનો જ અભાવ હોય તો પછી વિશેષ તો રહે જ ક્યાંથી ? વિશેષનું અસ્તિત્વ સંભવી શકતું નથી. - આમ અસ્તિત્વ વિશેષનો અયોગ વ્યવચ્છેદ ઇષ્ટ કરે તો એટલે અસ્તિત્વ સામાન્યના અયોગ વ્યવચ્છેદના અભાવનો પ્રસંગ આવશે ! તેથી પૂર્વોક્ત દોષનો સમુદાય તેને તે અવસ્થામાં રહેશે ! તે આ રીતે– જેમ નિત્યં પર્વ તેમાં તે સાધ્યધર્મનો ભેદ સ્વીકારીને અનિત્ય સામાન્યનો સ્વીકાર કરી અનિત્યવિશેષને ન સ્વીકાર્યું એટલે અવધારણ નિષ્ફળ થયું. કેમ કે સર્વ પ્રકારે અનિત્ય ન સ્વીકાર્યું. આ દોષને દૂર કરવા સ્વગતવિશેષથી અનિત્ય સ્વીકાર્યું પણ પરગતવિશેષ અનિત્ય બાકી રહ્યું એટલે પણ સર્વપ્રકારે અનિત્ય ન સ્વીકાર્ય માટે અવધારણ નિષ્ફળ થયું. તે જ પ્રમાણે પ્રકૃતિમાં પણ તું અસ્તિવિશેષના અયોગનો વ્યવચ્છેદ ઇચ્છે છે તેથી અસ્તિત્વ સામાન્યના અયોગના વ્યવચ્છેદનો અભાવ થાય છે. માટે “અવધારણની નિષ્ફળતા થશે આ દોષ કાયમ રહે છે. હવે જો આ દોષથી બચવા એમ કહે કે—(૩) ઉભય અયોગનો વ્યવચ્છેદ ઈષ્ટ છે. તો પણ આત્મા વગેરે વસ્તુ સામાન્ય અસ્તિત્વ અને વિશેષ અસ્તિત્વ ઉભય સ્વભાવવાળી છે એવું તારે માનવું પડશે ! અને તેથી ‘સત્યેવ માત્મા' આ વાક્યમાં રહેલા વિકારે કોઈનો વ્યવચ્છેદ કર્યો નહીં. એટલે તારું અવધારણ નિષ્ફળ થશે. કેમ કે સામાન્ય અસ્તિત્વન આત્માદિ છે અને વિશેષ અસ્તિત્વન આત્માદિ છે; અને તેથી તારે અન્તતો ગવા કહેવું જ પડશે કે વસ્તુ સ્વગતવિશેષ અસ્તિત્વથી છે અને પરગતવિશેષ અસ્તિત્વથી નથી. એટલે તે સ્યાદ્વાદસરણિ જ સ્વીકારી લીધી માટે “સાત્ તિ', “ચાત્ નાસ્તિ' આ પ્રમાણે સિદ્ધ થયું. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ તત્ત્વાર્થ સૂત્ર છતાં કેટલાક સમસ્ત વસ્તુ અનેકાંતરૂપ છે આ પ્રમાણે વ્યવહારને સ્થાન આપતા અનેકાંતને સ્વીકારનારા હોય છે અને કેટલાક અનેકાન્તના દ્વેષી રહે છે. ખરેખર જગતમાં દુર્જનો કારણ વગર મત્સરના પ્રસરવાળા હોય છે. મતલબ પરવાદીઓ કે જેઓ સ્યાદ્વાદ માનતા નથી પણ એનો ઉપયોગ કરતા હોય છે, અને કેટલાક તો સ્યાદ્વાદનો ઉપયોગ કરવા છતાં એના ઉપર દ્વેષ રાખે છે. એટલે અનેકાંતવાદનું ખંડન કરે છે. આ રીતે અયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદથી જ સંગત થશે. નહિ તો જીવકારનો પ્રયોગ નિષ્ફળ જ છે.. એવી જ રીતે અવધારણનાં બીજાં બે ફળ અન્યયોગ વ્યવચ્છેદ અને અત્યન્ત અયોગ વ્યવચ્છેદ તે બતાવ્યાં તે પણ જો સ્યાદ્વાદનો આશ્રય લઈશ તો જ સંગત થશે. નહિ તો અવધારણની વ્યર્થતા જ સિદ્ધ થશે. અન્યયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદનો આશ્રય લે તો સાર્થક છે. જયાં પણ અન્યયોગ વ્યવચ્છેદ અભિપ્રેત છે ત્યાં પણ યોગવિશેષનો વ્યવચ્છેદ થાય છે, યોગસામાન્યનો વ્યવચ્છેદ થતો નથી. કેમ કે અન્યમાં જે ધોગ છે તે યોગવિશેષ છે તે યોગવિશેષ અભિપ્રેત છે અને તે યોગવિશેષનો જ વ્યવચછેદ કરાય છે, યોગસામાન્યનો નહીં એટલે યોગસામાન્ય રહ્યો, યોગવિશેષનો અભાવ થયો. દા. ત. “પાર્થ એવ ધનુર્ધર જેવી ધનુર્ધરતા પાર્થમાં છે તેવી બીજામાં નથી.” આ ઉદાહરણમાં બીજાઓમાં ધનુર્ધરતાના સામાન્ય યોગનો વ્યવચ્છેદ નથી પણ વિશિષ્ટ ધનુર્ધરતાનો છે. અર્થાત્ ધનુર્ધરતા વિશેષનો બીજાઓમાં યોગ નથી. માટે અન્ય યોગ વ્યવચ્છેદ ઈષ્ટ કરો તો પણ વિશેષયોગનો વ્યવચ્છેદ થાય છે પણ યોગસામાન્યનો વ્યવચ્છેદ થતો નથી. બીજાઓમાં સામાન્ય ધનુર્ધરતા છે પણ વિશિષ્ટ ધનુર્ધરતા નથી. આ રીતે બીજાઓમાં ધનુર્ધરતા “વત્ તિ', “હું નાસ્તિ' સિદ્ધ થાય છે. અત્યન્ત અયોગ વ્યવચ્છેદ પણ સ્યાદ્વાદથી સિદ્ધ છે. અત્યન્ત અયોગ વ્યવચ્છેદમાં પણ અત્યન્ત અયોગ=સર્વ પ્રકારે યોગ છે જ નહીં તેનો વ્યવચ્છેદ કરાય છે પણ અયોગ સામાન્યનો વ્યવચ્છેદ કરાતો નથી. કેમ કે યોગની માફક અયોગનો પણ કોઈ પણ પ્રકારે સદ્ભાવ રહેતો હોય છે. માટે (૧) અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે સર્વ પ્રકારે યોગ.. અથવા (૨) અત્યન્ત અયોગ વ્યવચ્છેદના તાત્પર્યનું આલંબન લઈને બીજી રીતે અત્યન્ત અયોગનો અર્થ કરતા કહે છે કે અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે ક્યારેક છે અને ક્યારેક નથી. Page #472 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૬૩ આ બંને આપણે અનુક્રમથી વિચારીએ છીએ. (૧) જ્યાં અત્યન્ન અયોગ વ્યવચ્છેદ કહેવામાં આવે છે ત્યાં પણ અત્યન્ત અયોગ નથી. સર્વ પ્રકારે યોગ-સંબંધ જ છે. નીલનો સરોજમાં સંબંધ છે તે સંબંધ આખા કમળમાં છે. (૨) અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે કદાચિત્ યોગ છે અને કદાચિત્ નથી. કેમ કે એક જ કેરી પહેલાં લીલી હતી અને પછી પીળી છે. તો કેરીમાં પહેલાં લીલાશનો યોગ રહ્યો અને પીળાશ આવી ત્યારે લીલાશનો અયોગ છે. આમ અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ એટલે કોઈ વખતે યોગ રહે અને કોઈ વખતે ન રહે. માટે કદાચિત્ યોગ છે અને કદાચિત્ યોગ નથી. કોઈ આવા બે વિકલ્પ કરે તો પણ પહેલાં જે પ્રસગ બતાવ્યો છે તેની આ પ્રમાણે યોજના કરવી. ૧. નીલમાં સરોજનો સંબંધ સર્વથા માની શકાય નહીં. જો નીલમાં સરોજનો સંબંધ સર્વથા માનીએ તો નીલમાં ઘટત્વેન સરોજનો સંબંધ માનવો પડશે. જ્યારે વાસ્તવમાં તો નીલમાં સરોજનો સંબંધ સરોજગત વિશેષથી છે. (સ્વગત સરોજજ્વેન) વળી અત્યન્નાયોગના વ્યવચ્છેદ વડે (વ્યવચ્છેદ કરીને) નીલનો સરોજ સાથે સંબંધ ઇચ્છો છો. (૧) તે સંબંધ સામાન્યરૂપેણ, વિશેષરૂપેણ કે ઉભયરૂપેણ ? વળી જે અત્યન્તાયોગ ‘વ્યવચ્છેદ વડે' એ શબ્દમાં જે અત્યન્તાયોગ વ્યવચ્છેદ છે તે (૨) અત્યન્તાયોગ વ્યવચ્છેદ સરોજ સામાન્યનો છે ? સરોજ વિશેષનો છે કે ઉભયનો છે ? નીલવિશેષનો સરોજવિશેષ સાથે સંબંધ ઇચ્છીએ છીએ એમ કહેવું પડશે, કેમ કે સફેદ સરોજ નીલ નથી અને બધા નીલ સરોજ નથી, નીલ ઘટ પણ છે. આમ માનવાથી ‘નીલમેવસરોજ'નું અવધારણ નિષ્ફળ થશે. કારણ કે અવધારણ સફળ ત્યારે થાય કે જ્યારે સર્વ પ્રકારે નીલનો સરોજ સાથે સંબંધ ઇચ્છાય. વળી અત્યન્નાયોગનો વ્યવચ્છેદ પણ નીલવિશેષનો સરોજવિશેષ સાથે જ માનવો પડે એટલે પરિણામે ‘સ્યાત્ નીલમેવ સરોજીં’ એમ બોલવું પડશે અને તેથી સ્યાત્ પદથી ‘સ્વેન રૂપેણ નીલમેવ સરોજં’ પરરૂપેણ નીલમેવ સરોર્જ ન' એ વાત જ સિદ્ધ થશે. બીજા અર્થ પ્રમાણે ક્યારેક અત્યન્તાયોગના વ્યવચ્છેદ વડે કાળા રૂપનો ઘટ સાથે સંબંધ છે તે પણ (૧) સામાન્યરૂપેણ સંબંધ ? (૨) વિશેષરૂપેણ સંબંધ કે (૩) ઉભયરૂપેણ ? સર્વ પ્રકારે સંબંધ ઇચ્છીએ તો તો ‘વકાર’ સફળ થાય. પણ તેવું થશે જ નહીં. કારણ કે કાળા રૂપ વિશેષનો ઘટવિશેષ સાથે યોગ છે તે ક્યારેક છે, પણ સર્વ પ્રકારે નથી, પણ ક્યારેક શ્યામત્વેન શ્યામરૂપનો ઘટવિશેષ સાથે યોગ છે ‘સ્વેનરૂપેણ શ્યામરૂપનો ઘટવિશેષ સાથે યોગ છે' ‘પરરૂપેણ નથી.’ એટલે ‘સ્વાત્' ઘટ શ્યામ એવ' એ જ વાત સિદ્ધ થઈ. એટલે સ્યાત્ પદથી શ્યામત્તેન શ્યામનો ઘટ સાથે સંબંધ (ક્યારેક). આમ આખરે ‘એવ’ કારના અવધારણના ત્રણે ફળ નિષ્ફળ જતા ‘સ્યાત્ અસ્તિ આત્મા' જ બોલવું પડશે. આ. પૂ. ટીકાર મ.ની વાત સિદ્ધ થઈ. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ તત્ત્વાર્થ સૂત્ર જો અયોગસામાન્યનો વ્યવચ્છેદ કરીએ તો અયોગવિશેષનો વ્યવચ્છેદ નથી થતો, અને અયોગવિશેષનો વ્યવચ્છેદ ન થયો એટલે વસ્તુ સર્વયોગવિશેષસ્વભાવવાળી થાય ! હવે જો અયોગવિશેષનો વ્યવચ્છેદ થાય તો અયોગસામાન્યનો વ્યવચ્છેદ ન થાય, અને અયોગસામાન્યનો વ્યવચ્છેદ ન થાય તો અયોગવિશેષનો અયોગસામાન્યના સ્વરૂપમાં પ્રવેશ થઈ જાય. આ રીતે અયોગસામાન્યના સ્વરૂપમાં અયોગવિશેષનો પ્રવેશ થઈ જતો હોવાથી સર્વ પણ અયોગવિશેષનો અવ્યવચ્છેદ થાય, તો અયોગવિશેષનો વ્યવરચ્છેદ કેવી રીતે થાય ? જો અયોગસામાન્ય અને અયોગવિશેષ ઉભયનો વ્યવચ્છેદ થાય તો કથંચિતુ અયોગવિશેષ નથી ને કથંચિત છે આમ સ્યાદ્વાદ આવી ગયો. એટલે એકાંતવાદીનું અવધારણ નિષ્ફળ જ રહે છે. આ રીતે પ્રસંગની યોજના કરવી. હવે આપણે પ્રકૃતિને અનુસરીએ. મૂળ વાત પર આવીએ. સર્વથા સામાન્ય અને વિશેષરૂપ હોવાથી અસ્તિત્વ એ પ્રકારવાળું (ભેદવાળું) છે. આથી સામાન્ય અસ્તિત્વથી આત્મા છે અને ઘટ, પટાદિ વિશેષ અસ્તિત્વથી આત્મા નથી. એટલે આત્મા ચાન્ પ્તિ “ચાત્ નાત આ પ્રમાણે ભંગ બને છે. આ બંને પ્રયોગમાં રહેલ “સાત શબ્દ કથંચિત્ અર્થવાળો અવ્યય છે. એટલે “ચાત્' પદની યોજનાથી અસ્તિત્વ સામાન્ય ધર્મની અપેક્ષાએ આત્મા છે અને જે ઘટ, પટાદિ અસ્તિત્વ વિશેષ છે તે અપેક્ષાએ આત્મા નથી. વળી જે સત્ છે તે નિયમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ જે સત્ છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હોય છે આવો નિયમ છે. આ નિયમ આપણે એક દાંત લઈ વિચારીએ. દા. ત. જેમ આત્મા. દ્રવ્યથી જીવ દ્રવ્યરૂપે છે, ક્ષેત્રથી આ ભરતાદિક્ષેત્રની અપેક્ષાએ છે. કાળથી વર્તમાનકાળના સંબંધીપણે છે. ભાવથી જ્ઞાન, દર્શનના ઉપયોગરૂપે અને મનુષ્યગતિની અપેક્ષાએ છે. આવું પ્રતિપાદન કરીએ ત્યારે એટલે કે – “જીવ દ્રવ્યરૂપ આ આત્મા આ ભરતક્ષેત્રમાં હાલમાં મનુષ્યરૂપે છે આવું વિચારીએ ત્યારે આ ગમ્યમાન થાય છે કે આત્મા બીજા દ્રવ્યરૂપે અન્ય ક્ષેત્રના સંબંધીપણે, અન્ય કાળના સંબંધીપણે, બીજા ભાવના સંબંધીપણે નથી. અર્થાત્ ઘટાદિ બીજા દ્રવ્યની અપેક્ષાએ, મહાવિદેહાદિ બીજા ક્ષેત્રની અપેક્ષાએ, ભૂતકાળાદિ બીજા કાળની અપેક્ષાએ નારકાદિ બીજી ગતિની અપેક્ષાએ નથી. આ રીતે આત્માનું અસ્તિત્વ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે, અન્ય દ્રવ્યાદિની અપેક્ષાએ નથી. આવું જે પ્રતિપાદન કર્યું તે સ્વીકારવામાં ન આવે તો દોષ આવે છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૬૫ એકાંતવાદીઓને આવતા દોષ. એકાંતવાદીઓ આ રીતે સ્વીકારતા નથી તેથી તેમને સર્વદ્રવ્યરૂપ, સ્વક્ષેત્ર સંબંધી, સર્વકાળ સંબંધી અને સર્વભાવથી આત્મા છે આવી આપત્તિ આવશે. તે આ પ્રમાણે જો સર્વદ્રવ્યરૂપે આત્મા છે આવું પ્રતિપાદન થાય તો દ્રવ્યત્વની જેમ આત્મા આત્મા જ ન રહે. જેમ દ્રવ્યત્વ એ આત્મા નથી, કેમ કે દ્રવ્યત્વ એ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યરૂપે છે. જેટલા દ્રવ્ય છે તે બધામાં દ્રવ્યત્વ છે માટે દ્રવ્યત્વ સર્વ દ્રવ્યરૂપે છે. તેમ આત્મા પણ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યરૂપે છે. તો આત્મા પણ સર્વદ્રવ્યરૂપે થઈ જશે તો દ્રવ્યત્વ જેમ આત્મા નથી તેમ આ આત્મા પણ આત્મા નહીં રહે ! આ રીતે સર્વ દ્રવ્યરૂપે આત્મા થશે ! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે ! વળી જો સર્વક્ષેત્ર સંબંધી આત્મા છે આવું પ્રતિપાદન થાય તો પણ દ્રવ્યત્વની જેમ આત્મા આત્મા જ નહિ રહે ! આ રીતે સ્વક્ષેત્રથી અસ્તિત્વ ન બોલાય તો આત્માની સર્વવૃત્તિતા એટલે સર્વક્ષેત્ર સંબંધિતત્વ થશે ! અને આમ થશે તો આત્માના અભાવનો પ્રસંગ આવશે. જો સ્વકાળ સંબંધી ન સ્વીકારાય તો દ્રવ્યરૂપે સર્વકાળનો સંબંધી થઈ જતો હોવાથી આત્મા આકાશ જેવો થઈ જશે ! જેમ આકાશ સર્વકાળમાં છે તો તે આત્મા નથી તેમ આત્મા પણ સર્વકાળ સંબંધીપણાથી આત્મા આત્મા જ નહીં રહે ! આ રીતે સર્વકાળ સંબંધી આત્મા થશે ! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે ! જો સ્વભાવથી આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તો વર્તમાન મનુષ્યભાવમાં પણ સમસ્ત નારકાદિ ભાવનો પ્રસંગ આવશે ! એટલે સર્વભાવવાળો આત્મા થશે! તો આત્માના અભાવનો પ્રસંગ આવશે ! આ રીતે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્માનું અસ્તિત્વ નહીં સ્વીકારનાર, માત્ર તિ પર્વ અસ્તિત્વ જ સ્વીકારનાર એકાંતવાદીઓને સર્વદ્રવ્યરૂપ, સર્વક્ષેપ સંબંધી, સર્વકાળસંબંધી અને સર્વભાવરૂપ થવાથી આત્માના અભાવનો પ્રસંગ આવશે ! આથી અવશ્ય સ્વદ્રવ્યાદિપણા વડે જ આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ, અન્ય દ્રવ્યાદિત્વથી નહીં. કેમ કે સ્વપર્યાયોથી આત્માનું અસ્તિત્વ છે અને પર પર્યાયથી નાસ્તિત્વ છે માટે “યાદ્ અપ્તિ અને “ચાત્ નાપ્તિ આ પ્રમાણે બે ભંગ બને છે. આત્માનું અસ્તિત્વ સ્વભાવ અને પર અભાવ ઉભયને આધીન છે. આથી જેમ સ્વઅસ્તિત્વથી અસ્તિ કહેવાય છે તેમ પર નાસ્તિત્વથી નાસ્તિ પણ કહેવું જોઈએ ! કારણ કે આ પ્રકાર સિવાય એકાંતવાદી માટે બીજો કોઈ પ્રકાર નથી કે જેનો આધાર લઈને અવખંભ દઢ પ્રતિબંધ થાય. મતલબ વસ્તુ સ્વ અસ્તિત્વથી અસ્તિ અને પર નાસ્તિત્વથી નાસ્તિ છે આ સિવાયનો કોઈ પણ પ્રકાર નથી કે જેના પર તેઓ નિર્ભર રહી શકે ! Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ તત્ત્વાર્થ સૂત્ર આપણે ઉપર વિચારી જ ગયા છીએ કે માત્ર સામાન્યથી અસ્તિત્વ બોલતા કેટલા દોષોની હારમાળા આવે છે. કોઈ પણ રીતે તે સિદ્ધ થઈ શકતું નથી. હજી પણ તેમાં આગળ વિચારીએ છીએ. જો એકાંત અસ્તિત્વ અને એકાંત નાસ્તિત્વરૂપે આત્માદિ વસ્તુનો અભ્યપગમ થાય તો એકાંતવાદીઓના મતમાં આત્માદિ વસ્તુ, વસ્તુ જ બની શકતી નથી. તે ક્રમશઃ બતાવીએ છીએ. એકાંત નાસ્તિત્વમાં શૂન્યતાનો પ્રસંગ.... અસ્તિત્વની અપેક્ષા રહિત નાસ્તિત્વ એ અત્યંતશૂન્ય-સર્વશૂન્ય વસ્તુને સિદ્ધ કરશે. કેમ કે અન્વયની પ્રાપ્તિનો અભાવ છે. અર્થાત્ કોઈ પણ રૂપે અસ્તિત્વની પ્રાપ્તિ નહીં થતી હોવાથી સર્વશૂન્યતાનો પ્રસંગ આવશે ! મતલબ અસ્તિત્વથી નિરપેક્ષ નાસ્તિત્વ માનવાથી સર્વપ્રકારે વસ્તુ અસતુ થશે અને તેથી કોઈ પણ રીતે અન્વય-વિધિ અસ્તિત્વના સંબંધનો અભાવ હોવાથી કોઈ પણ રીતે વસ્તુ છે એમ કહી શકાશે નહીં. આમ માનવાથી ઘટ ઘટવેન પણ નથી એવી આપત્તિ આવશે ! આમ સર્વશૂન્ય પ્રસંગ આવશે. કોઈ પદાર્થ જ સિદ્ધ નહીં થાય. એકાંત અસ્તિત્વમાં વસ્તુ સર્વરૂપે સિદ્ધ થશે ! એવી જ રીતે નાસ્તિત્વની અપેક્ષા વગરનું અસ્તિત્વ મનાય તો સર્વરૂપે વસ્તુ સિદ્ધ થશે ! કેમ કે વ્યતિરેક-નિષેધના પ્રતિસંભની પ્રાપ્તિ નથી. અર્થાત્ વ્યતિરેકરૂપ નાસ્તિત્વનો કોઈ પણ રૂપે અભાવ હોવાથી સર્વરૂપે વસ્તુ સિદ્ધ થશે ! એટલે આત્મા ઘટ, પટાદિ રૂપે પણ છે એમ માનવું પડશે ! આવા એકાંતવાદીને દોષ આવે છે છતાં કોઈ વિઠ્ઠાઈથી કહે–ભલે દોષ આવે અમને કશો જ વાંધો નથી. સર્વના અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વ જ છે. તો તેના જવાબમાં... સિદ્ધાંતવાદી :- સત્ સર્વ અભાવરૂપે કે સકળભાવરૂપે થતું નથી. કેમ કે નથી જ, નથી જ, નથી જ કોઈ પણ રૂપે છે જ નહીં તો તુ કેવી રીતે ? અને છે જ, છે જ, છે જ, તો ઘટરૂપે પણ છે, પટરૂપે પણ છે તો પછી “આ વસ્તુ આ જ છે'. આવો નિશ્ચય કેવી રીતે થાય? એટલે સર્વઅભાવરૂપે કે સર્વભાવરૂપે સત્ હોતું નથી. આથી અસ્તિત્વ હંમેશા નાસ્તિત્વ સાપેક્ષ છે અને નાસ્તિત્વ અસ્તિત્વ સાપેક્ષ છે. આ પ્રમાણે અસ્તિત્વ હોય તો જ નાસ્તિત્વ અને નાસ્તિત્વ હોય તો જ અસ્તિત્વ છે અને આમ હોય તો જ અસ્તિત્વ અને નાસ્તિત્વ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. એકાંતવાદી - “આત્મા અસ્તિ' આમ કહેવાથી સર્વ પ્રકારે અસ્તિત્વ પ્રાપ્ત થઈ જતું હોવાથી ઘટવરૂપે અસ્તિત્વ આત્મામાં પ્રસક્ત થાય છે આવી જાય છે. તો “નાસ્તિ આત્મા' આ વચનથી તેનો નિષેધ થઈ જશે ! Page #476 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ સ્યાદ્વાદી - આ મત અયુક્ત છે. કેમ કે સર્વપ્રકારે આત્મામાં અસ્તિત્વ સંભવતું જ નથી. એટલે તેને લઈને પહેલો ભંગ બની શકતો નથી. યાત્ લગાવીએ તો જ બની શકે. માટે સ્વદ્રવ્યાદિથી જ અસ્તિત્વની પ્રાપ્તિ છે, પર દ્રવ્યાદિથી અસ્તિત્વની પ્રાપ્તિ નથી. આમ ઘટાદિની સત્તા અપ્રસક્ત જ છે તેનો નિષેધ હોઈ શકતો નથી. અપ્રસક્તનો નિષેધ સંભવતો નથી માટે નાસ્તિ આત્મા’ એ અપ્રસક્ત એવી ઘટાદિ સત્તાના નિષેધ માટે નથી; પરંતુ આત્માનું જેમ સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ છે તેમ પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ પણ છે. કેમ કે પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ સિવાય સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ ઘટી શકે નહીં. એ બતાવવા માટે થાત્ નાપ્તિ માત્મા એ બીજો ભંગ યુક્ત છે. આવી રીતે અર્થ(અર્થાપત્તિ)થી કે પ્રકરણથી આત્મામાં અપ્રસક્ત એવી ઘટાદિ સત્તાનો ‘થાત્ તાપ્તિ માત્મા’ આ બીજા ભંગથી નિષેધ કરાતો નથી. કેમ કે “સત્ પ્તિ માત્મા' આ પ્રથમ ભંગથી ઘટાદિ રૂપે અપ્રસક્ત સત્તાનો નિષેધ સંભવી શકતો જ નથી. પ્રશ્ન : તો બીજા ભંગથી શું કહો છો ? ઉત્તર : આ ઘટાદિ સત્તાનો નિષેધ આત્માનો ધર્મ છે. કેમ કે આત્માનો સ્વભાવ ઘટાદિ સત્તાના નિષેધને આધીન છે. કારણ કે આત્મા વિધિરૂપ જ છે એવું નથી, પરંતુ અનંતધર્માત્મક આત્મા વિધિરૂપ છે તેમ નિષેધરૂપ પણ છે. બંનેની કક્ષા સમાન છે તો બંનેનું પ્રતિપાદન કરવામાં આવે તો જ આત્મસ્વરૂપનું પ્રતિપાદન થયું કહેવાય. માટે પ્રથમ ભંગથી જેમ વિધિનું પ્રતિપાદન થાય છે તેમ બીજા ભંગથી નિષેધનું પ્રતિપાદન પણ યુક્ત છે. બીજા ભંગથી નિષેધરૂપ આત્માનું સ્વરૂપ દેખાય છે. પ્રશ્ન :- સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વની જેમ પર દ્રવ્યાદિથી નાસ્તિત્વ પણ આત્માનો ધર્મ છે તો અસ્તિત્વની જેમ નાસ્તિત્વને પણ સ્વપર્યાય કેમ ન કહેવાય? અને પરપર્યાય કેમ કહેવાય ? ઉત્તર :- તે નાસ્તિત્વ જ આ પર-વટાદિ વડે વિશેષ્ય કરાતું હોવાથી પરપર્યાય કહેવાય છે. અર્થાત્ “ઘટવારિરૂપેણ નાસ્તિત્વ' એ આત્માનો પરપર્યાય છે. દા. ત. જેમ ગામમાં અનશ્વત્વ છે. અશ્વત્વ જે પર છે તેને લઈને ગાયમાં અનશ્વત્વ ધર્મ કહેવાય છે માટે તે પર પર્યાય કહેવાય છે. પ્રશ્ન :- તો તે નાસ્તિત્વ આત્મપર્યાય-સ્વપર્યાય કેવી રીતે કહેવાય ? કેમ કે જેમ સ્વપર્યાય એ પરપર્યાય બનતો નથી તેવી રીતે પર પર્યાય પણ સ્વપર્યાય બની શકે નહીં. - ઉત્તર:- તે નાસ્તિત્વ જ સ્વવડે વિશેષ્યમાણ હોવાથી સ્વપર્યાય કહેવાય છે. અર્થાત્ જેના પર્યાય કહેવાય છે તે સ્વને લઈને કહેવાય ત્યારે તે સ્વપર્યાય કહેવાય છે અને બીજાને લઈને જે પર્યાય કહેવાય તે પરપર્યાય કહેવાય. કારણ કે વસ્તુના સ્વરૂપનું પ્રકાશન સ્વ અને પર વિશેષણને આધીન છે. અર્થાત્ આત્માનું અસ્તિત્વ સ્વદ્રવ્યાદિથી છે અને નાસ્તિત્વ પરદ્રવ્યાદિથી છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ તત્ત્વાર્થ સૂત્ર તે બંને વાસ્તવિક રીતે કહીએ તો સ્વપર્યાયરૂપ જ છે, પણ કલ્પનાથી સ્વ-પર પર્યાયરૂપતા કહેવાય છે. વાસ્તવિક તો આત્માથી જુદા જે પટાદિ છે તેમાં રહેલ અસ્તિત્વ અને નાસ્તિત્વાદિ ધર્મ જ પરંપરા સંબંધથી આત્માના પરપર્યા કહેવાય છે, અને સાક્ષાત્ સંબંધથી સર્વધર્મ વિધિરૂપ ક્યાં તો નિષેધરૂપ હોવાથી સ્વપર્યાય જ છે. આટલું સમજી રાખવું. - આ રીતે એકાંતવાદને દૂર કરીને અનેકાંતવાદીને બતાવીને અનેકાંતવાદનો પહેલા અને બીજા ભંગમાં ઉપયોગ બતાવીને હવે સાત વાક્યો વડે કરીને સંપૂર્ણ અર્થનો બોધ થાય છે બતાવવા માટે કહે છે કે – અનેકાંતવાદમાં પ્રત્યેક વાક્યોમાં ક્રિયાપદના પ્રયોગ વડે અર્થની પરિસમાપ્તિ થતી હોવાથી વસ્તુ “સાત્ અપ્તિ માત્મા' વગેરે સાત વાક્યો વડે કહેવાય છે. હવે આપણે આ સાત વાક્યપ્રયોગો એટલે કે સપ્તભંગીને ક્રમશઃ વિચારીએ છીએ. તેમાં પહેલા અને બીજા ભંગમાં આવતા પદોમાં જે પદનો જે અર્થ થાય છે તે બતાવીએ છીએ. સપ્તભંગી' પ્રથમ ભંગ થાત્ પ્તિ માત્મા બીજો ભંગ થાત્ નાપ્તિ આત્મા આ વાક્યપ્રયોગમાં માત્મા એ વિશેષ્ય છે, તો એ વિશેષણ છે, વિશેષ્ય હોવાથી માત્મા એ દ્રવ્યવાચી શબ્દ છે, વિશેષણ હોવાથી ગતિ એ ગુણવાચી શબ્દ છે. અર્થાત્ તિ શબ્દથી બતાવાતું સ્તિત્વ એ વિશેષણ છે એટલે ગુણ છે એટલે મસ્ત શબ્દ એ ગુણને કહેનાર છે. પ્રશ્ન :- “આત્મા' વિશેષ્ય છે અને “અસ્તિ' વિશેષણ છે. આમ વિશેષણ-વિશેષ્યભાવ છે એ કેવી રીતે બને ? ઉત્તર :- શબ્દ શક્તિના સ્વભાવથી એટલે કે સ્વાભાવિક શબ્દનું તેવા પ્રકારનું સામર્થ્ય હોવાથી તેવા પ્રકારે વિશેષણપણે ‘તિ અને વિશેષ્યપણે માત્મા' છે આવી પ્રતીતિ થાય છે. જો આત્મા વિશેષ્ય ન મનાય તો “ગતિ' એ ગુણનો અભિધાયક નહીં બનતો હોવાથી એ વિશેષણ પણ નહીં બને. પણ અહીંયાં તો “માત્મા' વિશેષ્ય જ છે. શંકા : સત્ત્વથી રહિત આત્મા હોતો જ નથી. તો વિશેષ કોણ ? સત્ત્વયુક્ત આત્મા હોય તો જ એ વિશેષ્ય બની શકે. સત્ત્વથી રહિત વિશેષ્ય બની શકે નહિ. એટલે ‘ત્મિા' શબ્દના પ્રયોગથી આત્મામાં રહેલા વિશેષ્યના સ્વરૂપમાં સર્વ પ્રવેશી જાય છે એટલે તેનો તો ગૌણપણે બોધ થઈ જાય છે માટે “તિ' શબ્દનો પ્રયોગ નિરર્થક છે. અન્વયે પણ થઈ શકતો નથી. કેમ કે સ્વવિશિષ્ટમાં સ્વનો અન્વય કેવી રીતે થાય? એટલે કે અસ્તિત્વવિશિષ્ટ આત્મામાં ૧. પ્રથને-fપદ્યને તિ , સત્તાનાં પાનાં સમાહ: સપ્તપી ! ૨. વિશેષણ વિશેષ્યભાવથી અર્થનો બોધ કરાવવામાં જે શબ્દનું સામર્થ્ય છે તે શબ્દશક્તિ કહેવાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ અધ્યાય-૫ સૂત્ર-૩૧ અસ્તિત્વનો અન્વય કેવી રીતે થાય ? સમાધાન :- બુદ્ધિથી આરૂઢ, ઉપચરિતસત્તાવાળા અને મુખ્ય સત્ત્વવિશેષ વડે ઉપાત્ત એવા ધર્મીનું અસત્ત્વમાં જેમ ઉપાદાન થાય છે, અર્થાત્ અસત્ત્વ વિશેષણથી આત્માનું વિશેષ્યપણે જેમ ઉપાદાન થાય છે તેમ અહીં સત્ત્વરૂપ વિશેષણથી આત્માનું વિશેષ્યપણે ઉપાદાન થાય છે. જોકે આત્મા અસ્તિત્વવિશિષ્ટ જ છે. અસ્તિત્વથી રહિત આત્મા કોઈ દિવસ હોતો નથી. તો પણ વુચારૂઢ0 બુદ્ધિથી કલ્પના કરીને અસ્તિત્વથી આત્માને પૃથફ રાખવો. અસ્તિત્વ અને આત્મા બે જુદાં છે આવું માનવું એટલે કે આવો આરોપ કરવો. આ રીતે બુદ્ધિથી જુદો આરોપ કરેલ. આવા સ્વરૂપવાળા આત્મામાં સત્તા ઉપચારથી જ છે આવી કલ્પના કરવી પડે. એટલે કે આવો ધર્મી ઉપચરિત-ઉપચારથી સત્તાવાળો (ગૌણ સત્તાવાળો) છે. કેમ કે તે વખતે જ્યારે બંનેને જુદાં માન્યા છે ત્યારે) પણ સત્તાનો ઉપચાર તો કરવો જ પડે. નહીં તો અસતું એવા શશશ્ચંગની જેમ આત્મા વિશેષ્ય બની શકે નહિ. કેમ કે સત્તા જ નથી તો પદાર્થ ક્યાંથી ? પછી એ વિશેષ્ય કેવી રીતે બને? માટે “વુચારૂઢી’ પછી ‘૩પરિતારાવી' થતા વિશેષણ મૂક્યું. તેનો અર્થ છે “ઉપચારથી સત્તાવાળો', - આ રીતે ઉપચારથી પણ વિશેષણરૂપે સત્તા આવે છે એટલે કે ગૌણ સત્તાવાળો આત્મા છે. તો પણ ‘તિ' એ શબ્દના પ્રયોગથી મુખ્ય સત્તાનું પ્રતિપાદન પણ ઈષ્ટ છે પણ સત્ત્વની ગતાર્થતા નથી થતી એટલે કે ગૌણ નથી થતું એ બતાવવા માટે “મુખ્યસત્ત્વ' વિશેષણ મૂક્યું છે. મુસત્ત્વ જેનું વિશેષણ હોય તે “મુક્યત્વ વિશેષણ કહેવાય. અર્થાત્ “મુખ્યસત્ત્વરૂપવિશેષણવાળો ધર્મી છે. આ મુખ્યસત્તારૂપ વિશેષણતા વડે ઉપાત્ત આત્મારૂપ ધર્માનું ઉપાદાન છે. કેમ કે આત્માનો જુદો પ્રયોગ કર્યો છે, અને ‘અતિ પદથી કહેવાતો અસ્તિત્વગુણ વિશેષણપણે પ્રતીયમાન થાય છે. તેથી આત્મા એ વિશેષ છે. દા. ત. જેમ “મદ્ માત્મા' વિશેષ્ય બને ત્યારે પરના મતમાં “નાસ્તિ આત્મા’ આ પ્રયોગમાં અસત્ત્વ વિશેષણરૂપે પ્રતીયમાન થાય છે એવી રીતે અસ્તિત્વ વિશેષણથી આત્માનું ઉપાદાન થાય છે. આ રીતે બુદ્ધિથી આરોપ કરીને ગૌણસત્તાવાળો, મુખ્યસત્તારૂપ વિશેષણથી આત્મા ગ્રહણ થાય છે માટે “અસ્તિ’ શબ્દનો પ્રયોગ નિરર્થક નથી. - આ રીતે “ત' પદની સાર્થકતા વિચાર્યા બાદ હવે વાક્યમાં ગ્રહણ કરેલ “ચાત' શબ્દની વિચારણા શરૂ કરીએ છીએ. તેમાં “સાત્ શબ્દનું સ્વરૂપ શું છે ? એ શબ્દ કેવી રીતે બન્યો છે ? એના કેટલા અર્થ છે ? અહીં કયા અર્થને લઈને પ્રયોગ કર્યો છે ? ઇત્યાદિ જિજ્ઞાસાઓને ધ્યાનમાં લઈને તેને શમાવવાનો પ્રયત્ન કરીએ છીએ. , સાત્ શબ્દ દ્રવ્યધર્મ જે (તિસંધ્યાવત્ દ્રવ્ય) લિંગભેદ અને સંખ્યાભેદ છે તેનાથી Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ તત્ત્વાર્થ સૂત્ર રહિત છે. આથી તે ધાતુની વિધિ આદિ વિષય સમાન વિભક્તિ અને પ્રથમ પુરુષ એક વચનાત્ત થાત્ ધાતુના રૂપ જેવો નિપાત છે. અર્થાત્ અહીં “ચતું આ ધાતુનું વિધ્યર્થરૂપ નથી પણ નિપાત છે. જેના (૧) વિધિ, (૨) વિચારણા, (૩) અસ્તિત્વ, (૪) વિવાદ, (૫) અનેકાંત (૨) સંશયાદિ અર્થો છે. અર્થાત્ આ યાત્ નિપાત વિધિ આદિ અર્થમાં રહેલો છે. તેમાંથી અહીં “અનેકાન્તનો ઘાતક' એ જ અર્થ વિવલિત છે. એટલે અહીં યાત્ નિપાતનો પ્રયોગ “અનેકાન્તનો ઘાતક' છે. ઘાતક એટલા માટે જ કહ્યું છે કે “સાત્ શબ્દ અનેકાંત અર્થનો વાચક નથી કિંતુ ઘાતક જ છે. શંકા - ‘તિ પદથી અનેકાંતોત્ય બને છે તો અસ્તિત્વાદિ ધર્મવિશેષનું ગ્રહણ કરવું નિષ્ફળ છે, કેમ કે અનેકાંતના સ્વરૂપમાં સર્વધર્મનો પ્રવેશ છે. સમાધાન :- આ “સાતુ' એકલો હોય તો સામાન્ય વિષયનો દ્યોતક હોવાથી વિવક્ષિત અર્થનું જ્ઞાન કેવી રીતે થાય? માટે વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે દ્રવ્યના ધર્મવિશેષનું એટલે કે અસ્તિત્વનું ગ્રહણ કર્યું છે. કેમ કે વિશેષ ધર્મના ઉપાદાન સિવાય વિશેષ ધર્મનો બોધ થતો નથી. અર્થાત્ વિશેષ ધર્મનું ઉપાદાન કરવામાં ન આવે ને “સાત્ માત્મા' આ પ્રમાણે બોલાય તો સામાન્યથી એટલે અનેક ધર્મવાળા આત્મદ્રવ્યનો બોધ થાય. સ્તિ બોલીએ એટલે “ચાતું એ અસ્તિત્વ વિશેષ ધર્મનો ઘાતક બને છે. વિવક્ષિત અર્થના પ્રતિપાદન સાથે દ્રવ્યધર્મવિશેષના ઉપાદાનની વ્યાપ્તિ છે. જ્યાં જ્યાં દ્રવ્યધર્મ વિશેષનું ઉપાદાન છે ત્યાં ત્યાં વિવક્ષિત અર્થનું પ્રતિપાદન છે, અને તે જ પ્રમાણે જયારે ધર્મવિશેષના ઉપાદાન સિવાય “ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે “યાત નિપાત સામાન્ય વિષયનો દ્યોતક છે માટે અહીં વિવક્ષિત વિશેષ ધર્મનું ગ્રહણ કર્યું છે. તે નિષ્ફળ નથી પણ સાર્થક જ છે. શંકા :- ‘ાત શબ્દ નિપાત છે. અનેકાંતનો ઘોતક છે એ કેવી રીતે ? સમાધાન :- નિપાત ઘણા છે. કેમ કે પરિમિત શબ્દો જ નિપાતથી સિદ્ધ થાય છે એવું નથી. જેથી જે નિપાતોની જે સંખ્યા બતાવી છે તેની અંદર નહીં કહેલો હોવાથી “ચાતું એ નિપાત ન થઈ શકે એવું ન કહેવાય. કેમ કે નિપાતો અપરિમિત છે ત્યારે જેમ કોઈ શબ્દ નિપાતથી નિષ્પન્ન થયેલો નિપાત છે તે રીતે “શ શબ્દ પણ નિપાતથી નિષ્પન્ન થયેલો નિપાત છે. વળી આટલા જ અર્થોમાં શબ્દો નિપાતથી સિદ્ધ થાય છે આવો કોઈ નિયમ નથી. તો જેમ કોઈ શબ્દ અમુક પ્રતિનિયત અર્થમાં જ નિપાત છે તેમ “ચાત્' શબ્દ પણ અનેકાંતરૂપ ૧. વિવક્ષિત અર્થ = અસ્તિત્વ આદિ વિશેષ ધર્મથી યુક્ત પદાર્થ છે. તેનું પ્રતિપાદન કરવા માટે દ્રવ્યના વિશેષ ધર્મનું ઉપાદાન. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ અધ્યાય-૫ સૂત્ર-૩૧ અર્થમાં જ નિપાત છે. એટલે “સા' શબ્દ અનેકાન્તનો ઘોતક છે. પ્રશ્ન :- યાત્િશબ્દ અનેકાન્તનો ઘોતક છે તો એક જ “તુ' શબ્દથી યુક્ત અથવા ચાત્ શબ્દથી ઘટિત એક જ ભંગ વડે સર્વ ધર્મોનું જ્ઞાન થઈ જશે તો સપ્તભંગી શા માટે? ઉત્તર :- “ચત શબ્દ અનેકાંત અર્થને કહેતો હોવાથી “તું શબ્દ વડે સપ્તભંગીનો આક્ષેપ થતો હોવા છતાં પણ પુનઃ ભેદથી જે સપ્તભંગીનું ગ્રહણ કર્યું છે તે વિશિષ્ટ અર્થના પ્રતિપાદન માટે છે. મતલબ “' શબ્દથી ઘોતિત અનેકાંત અર્થને લઈને સકલધર્મનો બોધ થઈ જતો હોવા છતાં પણ એ બોધ સામાન્યથી જ ધર્મનો બોધ છે પણ પોતપોતાના વિશેષ ધર્મની સાથે પ્રતિનિયત પોતપોતાના જે નિમિત્તો છે એની અપેક્ષાથી જે બોધ થાય છે તે બોધ થાય માટે સપ્તભંગી કહેવી જોઈએ. આમ સામાન્યથી જ્ઞાન થતું હોવા છતાં પણ વિશેષથી જ્ઞાન કરવા માટે બીજા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. દા. ત. જેમ વૃક્ષ શબ્દથી સામાન્ય વિષયરૂપે ધવાદિ વૃક્ષોનો આક્ષેપ થતો હોવા છતાં પણ વિશેષ પ્રતિપાદનની ઈચ્છાથી ધવાદિ શબ્દોનું ઉપાદાન છે. અર્થાત્ “ધવ' નામનું વૃક્ષ લેવું હોય તો “ધવ: વૃક્ષ:' બોલીએ એટલે “ધવ' વિશેષ વૃક્ષનો બોધ થાય. તેવી રીતે “ચાત્' શબ્દ સામાન્યથી અનેકાન્તનો વિષય કરે છે એટલે સપ્તભંગી આવી જાય છે. પણ વિશેષથી પ્રતિપાદન કરવા માટે સપ્તભંગીનું જુદું ગ્રહણ કર્યું છે. અહીં સમજવું કે સામાન્યરૂપથી સકળ ધર્મનું જ્ઞાન થઈ જતું હોવા છતાં પણ તે ધર્મો કેટલા છે? અને કેવા છે? તેનું જ્ઞાન રહી જાય છે. વળી આ ધર્મ આટલા જ છે. આ વિધિ અને નિષેધની વિવક્ષાથી પ્રાપ્ત થાય છે એવું પણ નક્કી કરી શકાતું નથી, અને સામાન્ય લક્ષણની એટલે સામાન્યના સ્વરૂપની વ્યાખ્યા પણ થતી નથી. માટે સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે માટે જ કહે છે કે – તુ બોલવાથી ભેદની અપ્રતિપત્તિ થતી હોવાથી મતલબ સામાન્યથી અનેકાંતના અવદ્યોતક એવા સ્યાત્ શબ્દથી અન્યોન્યધર્મનો ભેદ છે, પરસ્પર ધર્મ જુદા છે આવી પ્રતિપત્તિ નહિ થતી હોવાથી, (૧) વિવલિત ભેદના પ્રતિપાદન માટે અર્થાત્ કથંચિત અસ્તિત્વ, કથંચિત નાસ્તિત્વ આદિ સાત પ્રકારના ધર્મોના પ્રતિપાદન માટે, અથવા (૨) ભેદના પરિમાણના નિયમના બોધ માટે, એટલે કે એક અસ્તિત્વ ધર્મના વિધિ અને નિષેધની કલ્પનાથી સાત જ ધર્મો બને છે. આ ભેદના પરિમાણનો નિયમ થયો. એવી રીતે નિત્યસ્વાદિના પણ સાત જ ધર્મ થાય. આઠ પણ થાય નહીં અને છ પણ થાય નહીં. આ જે ભેદના પરિમાણનો નિયમ છે તેના બોધ માટે, Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ તત્ત્વાર્થ સૂત્ર અથવા (૩) સામાન્ય લક્ષણ(સ્વરૂપ)ના પ્રપંચથી વ્યાખ્યાન માટે આ રીતે યાત્ મસ્તિ, સ્વાર્ નાસ્તિ ઇત્યાદિ સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે તેમ સ્વ દ્રવ્યાદિથી અસ્તિત્વ અને પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ આ વિશેષરૂપથી પણ સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે. સામાન્ય સ્વરૂપનો વિસ્તાર એટલે જ વિશેષરૂપ વ્યાખ્યાન. સામાન્ય સપ્તભંગી વ્યાખ્યેય છે તેમ તેના વ્યાખ્યાનરૂપ વિશેષ સપ્તભંગીનો પણ સારી રીતે બોધ થાય માટે સંક્ષેપ (સામાન્ય) અને વ્યાસ-વિસ્તાર(વિશેષ)થી કથન થાય છે. આ રીતે સામાન્યથી અને વિશેષથી સપ્તભંગીનું નિરૂપણ આવશ્યક છે. આ બતાવ્યા બાદ હવે સપ્તભંગીમાં રહેલ પહેલા અને બીજા ભંગનું પ્રયોજન બતાવીએ છીએ. તે સપ્તભંગીમાં અસ્તિત્વ અને નાસ્તિત્વના એકાંત નિવારણ માટે પહેલો ભંગ સ્વાર્ મસ્તિ અને બીજો ભંગ સ્વાર્ નાસ્તિ છે. કેમ કે એકાન્તરૂપ અર્થ એ અવસ્તુ છે. અર્થાત્ એકાંતનું નિવારણ કરનાર ‘સ્વાર્’' પદનો પ્રયોગ ન હોય તો તેનાથી થતું જ્ઞાન એ અવસ્તુનો વિષય કરતું હોવાથી તે જ્ઞાન ભ્રમાત્મક જ બને. એના બોધ માટે ‘એકાન્તરૂપ અર્થ એ અવસ્તુ હોવાથી' આ હેતુ આપ્યો છે. હવે ત્રીજા (સ્યાદ્ અવવ્ય) આ વિકલ્પને કહેવાની ઇચ્છાથી પૂ. ભાષ્યકાર મ. ફરમાવે છે કે— ભાષ્ય :- યુગપત્ અર્પિત કરે અને ક્રમથી અનર્પિત કરવામાં આવે ત્યારે સત્ એમ પણ ન કહેવાય અને અસત્ એમ પણ ન કહેવાય. એટલે કે યુગપત્ સદસને કહેનાર કોઈ શબ્દ નથી. એટલે તૃતીય ભંગ ‘સ્વાત્ અવવ્ય' બને છે. ત્રીજો ભંગ ‘સ્યાદ્ અવક્તવ્ય' ટીકા :- એકીસાથે આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઉભયધર્મ વડે વિવક્ષા કરવામાં આવે અને ક્રમથી કહેવા માટે વિવક્ષા કરવામાં ન આવે તો આત્મા સત્ છે કે અસત્ છે આવી રીતે કોઈ કાળે કહી શકાતું નથી. ભાષ્યમાં રહેલ વ શબ્દનો અર્થ ‘વિકલ્પ' છે. ભાષ્યમાં ‘તિ’ શબ્દ છે. તે વિશેષ્ય છે. એ અર્પિત કેવું છે ? અનુપનીત છે. કેવા પ્રકારનું અનુપનીત ? ક્રમથી અવિશેષિત, ક્રમથી અવિવક્ષિત. ‘ક્રમથી કહેવા માટે અવિવક્ષિત એવા વિવક્ષિત બે ધર્મો'. પ્રશ્ન :- ભાષ્યમાં તો ‘અનુપત્નીતે’ આમ એકલવાયું જ પદ મૂક્યું છે તો તમે ‘મેળ' આ પદ ક્યાંથી લાવ્યા? Page #482 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૭૩ ઉત્તર ઃ- સામર્થ્યથી. હવે ભાષ્યમાં ‘અનુપનીત' પદ શા માટે છે તેનું પ્રયોજન બતાવે છે. જો ક્રમથી અનુપનીત-અવિવક્ષિત આવો પદ પ્રયોગ ન કર્યો હોત તો ક્રમથી તો અર્પણા કરવામાં આવે તો પૂર્વના જે બે વિકલ્પો છે (૧) સ્વાર્ અસ્તિ આત્મા (૨) સ્વાર્ નાસ્તિ આત્મા એ જ બે આવે પણ ત્રીજો વિકલ્પ ન આવે. આ ત્રીજા વિકલ્પને સિદ્ધ કરવા માટે ભાષ્યમાં અનુપનીતે પદ મૂક્યું છે. આથી અવશ્ય યુગપત્-અભિન્ન કાળમાં વિરોધી એવા બે ગુણોથી અવધારણપૂર્વક એક જ અભિન્ન અર્થની અભેદરૂપે એક શબ્દથી કહેવાની ઇચ્છા કરીએ ત્યારે કહેવું જ પડે કે તેવા પ્રકારના પદાર્થનો અને પદાર્થને કહેનાર શબ્દનો અભાવ હોવાથી વસ્તુ-આત્મા વાચ્ય બની શકે નહિ. અર્થાત્ અવક્તવ્ય જ કહેવું પડે. મતલબ વિરોધી એવા બે ગુણોથી અવધારણ સહિત એકકાળમાં અભેદપણે એક અર્થને કહેનાર એક શબ્દ નથી. સર્વેલ અસરેવ આ પ્રમાણે એક કાળમાં આત્મરૂપ અર્થને કહેનાર કોઈ શબ્દ નથી એટલે આત્મા અવક્તવ્ય છે. આ વિકલ્પ સત્ત્વ અન્યત્વ વિશિષ્ટ સત્ત્વનો અસંભવ હોવાથી ખરેખર અવક્તવ્ય જ છે. અર્થાત્ સત્ત્વરૂપથી, અન્યત્વવિશિષ્ટ-અસત્ત્વરૂપ એવા સત્ત્વનો અસંભવ હોવાથી અવક્તવ્ય જગત છે. કેમ કે સત્ત્વ, અસત્ત્વ વિરોધી છે. એટલે આત્મા સત્ત્વવિશિષ્ટ અસત્ત્વવાળો ન થવાથી અવક્તવ્ય જ છે. આવા પ્રકારનો જે એકાંત-અનિર્વચનીય વાદ છે તેને દૂર કરવા માટે ‘સ્વાર્ અવવ્ય ધ્વ આત્મા' ‘અપેક્ષાએ આત્મા અવક્તવ્ય જ છે' આ ત્રીજો ભંગ છે. આ ભાંગો સર્વથા અવક્તવ્યતાને દૂર કરે છે એટલે યુગપ ્ સત્ત્વાસત્ત્વની વિવક્ષાનો વિષય કરતો હોય તેવો પણ અર્થ કોઈ શબ્દ વડે વક્તવ્ય થાય છે. આવું જો માનવામાં ન આવે તો અવક્તવ્ય શબ્દથી પણ કહેવાય નહિ. પ્રશ્ન :- તો તે કયા શબ્દથી વક્તવ્ય છે ? ઉત્તર ઃ- અવક્તવ્ય શબ્દથી અને દ્રવ્ય પર્યાયવિશેષ બીજાં છ વચનો (ભંગ) વડે વક્તવ્ય જ છે. પ્રશ્ન :- ત્રીજા ભંગનો વિષય છે તે તમે સર્વથા અવક્તવ્યરૂપે કેમ સ્વીકારતા નથી ? ઉત્તર ઃ- અપેક્ષાએ અવક્તવ્ય છે. અન્યથા એટલે જો સર્વ પ્રકારે અવક્તવ્યતા હોય તો ૧. શબ્દ દ્વારા થતી ઉપસ્થિતિનો વિષય એવો જે અર્થ તે જ રૂપે એ અર્થનો અભાવ છે. સર્વથા અવક્તવ્ય નથી. તથા શશશૃંગ જેવા તે અર્થનો તેવા પ્રકારની વિવક્ષાનો વિષય પણ નહીં બને. એટલે બધા ધર્મોથી અનાક્રાન્ત થઈ જશે આ આશય છે. ૨. અનિર્વચનીય વાદીના મતમાં ઘટાદિનું સત્ત્વ જેમ સંભવતું નથી તેવી રીતે વ્યવહારમાર્ગથી દૂર થઈ ગયેલા હોવાથી અસત્ત્વ પણ સંભવતું નથી. આથી ઘટાદિ સત્ત્વ અને અસત્ત્વ આ બંનેથી રહિત હોવાથી એકાંતથી અવક્તવ્ય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ४७४ તત્ત્વાર્થ સૂત્ર અર્થાત આત્મા સર્વ પ્રકારે અવક્તવ્ય થશે તો અવક્તવ્ય વગેરે શબ્દથી જે વક્તવ્ય બન્યો છે તે પણ બને નહીં. એટલે નિરૂપાખ્ય થઈ જશે. સર્વ પ્રકારે અવાચ્ય તો નિરૂપાખ્ય જ હોય છે. તો આત્મા નિરૂપાખ્ય બની જશે. એટલે શશશ્ચંગ જેવો થઈ જશે માટે “સાત્ સર્વત્ર પર્વ આત્મા' “અપેક્ષાએ આત્મા અવક્તવ્ય છે' એ જ સ્વીકારવું જોઈએ. પહેલા બે વિકલ્પ ચાલ્ અપ્તિ અને ચત્ રાતિ તો તેના પ્રતિપક્ષરૂપ એકાંત અસ્તિત્વ અને એકાંત નાસ્તિત્વના એટલે કે “ચાલ્ તિ'નો પ્રતિપક્ષ એકાંત અસ્તિત્વ અને “ચાત્ નાસ્તિ'નો પ્રતિપક્ષ એકાંત નાસ્તિત્વ આ બંને વિરોધીના નિરાકરણ દ્વારા સ્વપર્યાય અને પરપર્યાય આ બેમાંથી કોઈ પણ એક ધર્મ-પર્યાયના સંબંધની વિવક્ષા કરવાથી કાળભેદથી કહ્યા છે. હવે યુગપતુ વિરુદ્ધ બે ધર્મ સત્ત્વ અને અસત્ત્વના સંબંધથી અર્પિત-વિવક્ષિત વસ્તુ સ્વરૂપના કથનથી કેવા પ્રકારનો શબ્દપ્રયોગ–વાક્યપ્રયોગ થાય છે? અર્થાત્ એવો કોઈ શબ્દ છે જેનાથી એક જ કાળમાં બે વિરુદ્ધ ધર્મવાળી વસ્તુ કહી શકાય ? જવાબ - એવો કોઈ શબ્દ જ નથી કે જેને લઈને ત્રીજો ભંગ પ્રખ્યાત કરી શકાય. વળી તેવા પ્રકારની વિવક્ષાને પૂરી કરી શકે તેવા પ્રકારનો શબ્દ નહીં હોવાથી તેવા પ્રકારની વિવક્ષામાં અવક્તવ્ય જ અર્થ આવે છે. માટે અવક્તવ્ય શબ્દ લઈને જ ત્રીજો ભંગ બની શકે છે. માટે જ કહે છે કે તેવો કોઈ શબ્દ નથી જે કે શબ્દ તેવા પ્રકારની એટલે કે પરદ્રવ્યાદિથી નાસ્તિત્વની અને સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વની વિવફા આ પ્રમાણે યુગપત્ ઉભય વિવાને પૂરી કરી શકે ! ઉભય વિવક્ષા નીચે મુજબ છે. પદ્રવ્યાદિથી નાસ્તિત્વ આ પહેલી વિવફા અર્થાન્તરમાં–પરદ્રવ્યાદિમાં રહેલા પર્યાયો વડે અવર્તમાન–નહીં વર્તી રહેલ, પરદ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને નહીં અનુભવતું દ્રવ્ય. આવી જે વિવલા. અર્થાત્ પર દ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને નહીં અનુભવતા દ્રવ્યની વિવક્ષા કરવી આ એક વિવેક્ષા છે. દા. ત. પટસત્તાનિષેધ ઘટનો ધર્મ છે. ઘટ દ્રવ્ય પટસત્તારૂપ પટદ્રવ્યના પર્યાય વડે અવર્તમાન છે અને તેને નહીં અનુભવતું ઘટ દ્રવ્યનું પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ છે. સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ આ બીજી વિવા.... પોતાનામાં વર્તી રહેલા પોતાના પર્યાયોથી યુક્ત સ્વપર્યાયોનો અનુભવ કરી રહેલ દ્રવ્ય આવી જે વિવક્ષા. અર્થાત્ સ્વદ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને અનુભવતા દ્રવ્યની વિવક્ષા કરવી આ બીજી વિવલા છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ દા. ત. જેમ ઘટસત્તા ઘટનો ધર્મ છે. ઘટ દ્રવ્ય સ્વપર્યાયનો અનુભવ કરી રહેલ ઘટ દ્રવ્યનું સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ છે. આ રીતે આ બે વિવક્ષા છે. તેમાં જે શબ્દ વડે પર પર્યાયથી અસદર્થ કહેવાય છે તે શબ્દ વડે સામર્થ્યનો અભાવ હોવાથી સ્વપર્યાયથી સત્ કેમ કહેવાય ? અને જે શબ્દથી સ્વપર્યાયથી સત્ કહો છો તે શબ્દથી સામર્થ્યનો અભાવ હોવાથી પર પર્યાયથી અસત્ કેમ કહેવાય ? એટલે તેવી બે વિવક્ષા કરીએ તો દ્રવ્ય અવક્તવ્ય જ છે. માટે જ સમજાય છે કે ઉપર મુજબ બે વિવક્ષા પરસ્પર વિલક્ષણ અને વિરુદ્ધ છે. કેમ કે એક વિવક્ષા પર પર્યાયને લઈને છે અને બીજી વિવક્ષા સ્વપર્યાયને લઈને છે. સ્વપર્યાયથી સત્ અને પરપર્યાયથી અસત્ કહેવાય છે. આ સત્ અને અસત્ એક કાળમાં કહેવાય છે. પરંતુ આવી ઉભય વિવક્ષામાં બંને પરસ્પર વિલક્ષણ અને વિરુદ્ધ હોવાથી આ બંને ધર્મો વડે પણ એકીસાથે કહેવામાં આવે તો એક પુરુષરૂપ એક દ્રવ્યમાં તેનો સંભવ નથી. કેમ કે વચનવિશેષને દ્રવ્ય ઓળંગી જાય છે અને તેના વાચક શબ્દનો અભાવ છે માટે અવક્તવ્ય જ છે. આમ અનેક હેતુ આપીને અવક્તવ્યની સિદ્ધિ કરી. હજી પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં એકાંતવાદી કહી રહ્યા છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ એ વિરુદ્ધ ધર્મ છે. તેથી એક અધિકરણમાં અને એક કાળમાં તે બે વિરુદ્ધ ધર્મનો સંભવ જ નથી. આથી તેવા પ્રકારના પદાર્થનો અભાવ છે. જ્યારે એવા પદાર્થનો અભાવ છે તો તેનો વાચક શબ્દ પણ ન જ હોય. એટલે તેવો પદાર્થ નહીં હોવાથી તેનો વાચક શબ્દ પણ નથી જ...॥૧॥ એકાંતવાદમાં ગુણોનું યૌગપદ્ય બની શકતું જ નથી તો વિસ્તારથી બતાવીએ છીએ... કાલાદિના અભેદથી ગુણોનું જે રહેવું તે યુગપદ્ભાવ કહેવાય છે. અર્થાત્ ઉપર બતાવ્યા મુજબ એક દ્રવ્યમાં એક કાળમાં એકસાથે ગુણો રહે તે યુગપદ્ભાવ કહેવાય છે. અને તેવું યૌગપદ્ય-એકીસાથે રહેવાપણું એકાંતવાદમાં છે જ નહિ. કારણ કે વસ્તુમાં ગુણો કાલાદિ દ્વારા જ રહી શકે છે ! કાલાદિ અભેદથી ગુણો રહે છે તો તે કાલાદિ આઠ છે તે આ પ્રમાણે— (૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ, (૮) શબ્દ સિદ્ધાંતમાં અપેક્ષાભેદથી એક કાળમાં અને એક દ્રવ્યમાં અસ્તિત્વ-નાસ્તિત્વનો સંભવ છે જ અને આવા પ્રકારનો અર્થ નથી એમ પણ નથી પરંતુ આવા પ્રકારનો અર્થ કહેવો હોય તો અવક્તવ્ય શબ્દ સિવાય કોઈ પણ શબ્દ સમર્થ નથી. અવક્તવ્ય શબ્દ તો તેવા પ્રકારના અર્થને કહેવા માટે સમર્થ જ છે. માટે જ ‘સ્વાદ્ અવવ્ય' આમ ચાલ્ શબ્દનો પ્રયોગ કરાય છે. ૨. ૧. કાળરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૧. Page #485 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર આ કાળ આદિ આઠ દ્વાર વડે અભેદથી ગુણોની આત્મામાં વૃત્તિ એકાંતવાદમાં સંભવતી નથી. તે કેવી રીતે ? તેને માટે એક એક દ્વારને લઈને વિચાર કરવામાં આવે છે. ૪૭૬ તેમાં પહેલા ‘કાળ' દ્વારને લઈને વિચારીએ છીએ. (૧) કાળરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં` ૨હેવાપણુ એકાંતવાદમાં સંભવતું નથી. એકાંતવાદમાં વિરુદ્ધ ગુણોની એક કાળમાં એક આત્મામાં ક્વચિતૃત્તિ-વર્તના છે જ નહીં. અર્થાત્ કાળના અભેદથી એટલે કે એક કાળે એક વસ્તુ આત્મામાં સત્ત્વ અને અસત્ત્વરૂપ વિરુદ્ધગુણો રહેતા નથી. આમ કાળરૂપી અભેદ વડે વસ્તુમાં ગુણો સંભવતા નથી. (૨) આત્મરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. કોઈ પણ કાળે અસંસર્ગરૂપ અત્યંત ભિન્ન એવા સત્ત્વ અને અસત્ત્વ એક આત્મામાં હોતા નથી જેથી આત્મા તેવા પ્રકારે સદસત્ત્વરૂપે કહેવાય. અને સત્ત્વ અને અસત્ત્વથી ભિન્ન પરસ્પર ગુણોનો પોતાનો સ્વભાવ એકબીજામાં હોઈ શકતો નથી તેથી યુગપત્ અભેદેન અભિધાન થઈ શકતું નથી. (૩) અર્થરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં ૨હેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. એકાંતવાદમાં એક જ અર્થ—પદાર્થમાં વિરુદ્ધ એવા સત્ત્વ અને અસત્ત્વાદિ ધર્મો હોઈ શકતા નથી. કારણ કે અભિન્ન એક આત્મારૂપ આધા૨પણા વડે સત્ત્વ અને અસત્ત્વનો અભેદ હોય તો જ અર્થરૂપ અભેદ વડે આત્મા સત્ અને અસત્ કહી શકાય ! અહીં ‘અર્થ’ શબ્દનો અર્થ અધિકરણ છે. જો સત્ત્વ અને અસત્ત્વનો એક આધાર હોય તો અભિન્ન એકપણાવાળા આધારની સાથે અભેદ થવાથી યુગપત્ સત્ અને અસત્ વક્તવ્ય બની શકે ! પણ એકાંતવાદમાં તો કોઈ પણ રીતે અભેદ બનતો નહીં હોવાથી એક પદાર્થમાં યુગપત્ સત્ત્વ, અસત્ત્વ બની શકે નહીં. (૪) સંબંધરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૨. આત્મરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં ૨હેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૩. અર્થરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૪. સંબંધરૂપી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૫. ઉપકારરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૬. ગુણિદેશ રૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૭. સંસર્ગરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૮. શબ્દરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. वसन्ति गुणपर्याया अस्मिन् इति वस्तु । ૧. Page #486 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૭૭ એકાંતવાદમાં સંબંધથી ગુણોનો અભેદ બની શકતો નથી. કેમ કે સંબંધ એ ગુણોથી ભિન્ન છે. દા. ત. જેમ છત્ર અને દેવદત્તનો સંબંધ છે તેનાથી દંડ અને દેવદત્તનો સંબંધ જુદો છે. કેમ કે સંબંધના કારણ એવા જે સંબંધી છે તે જુદા છે. છત્ર અને દંડ એ બેના સંબંધી એક સંબંધથી નથી માટે એક સંબંધથી અભિન્ન જ છે એવું નથી. છત્ર અને દંડ એ બેના સંબંધ જુદા જુદા હોવાથી જેમ એ બેનો દેવદત્ત સાથે અભેદ હોઈ શકતો નથી તેમ સત્ અને અસત્ પણ સંબંધ દ્વારા અભિન્ન જ છે એવું નથી. કેમ કે આત્માની સાથે સત્નો સંબંધ ભિન્ન છે અને અસત્નો સંબંધ ભિન્ન છે. તેથી સંબંધ દ્વારા એ યૌગપદ્ય નથી અને જ્યારે યૌગપદ્યનો અભાવ છે તો એક શબ્દથી વાચ્ય આત્મા કેવી રીતે બની શકે ? એટલે કે આત્મા સદસત્ છે આને કહેનાર કોઈ શબ્દ નથી. આમ સંબંધરૂપ દ્વારથી અભેદ વડે આત્મામાં સત્ત્વ અને અસત્ત્વ એકાંતવાદમાં સંભવતું (૫) ઉપકારરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું એકાંતવાદમાં ઉપકારથી—ઉપકારકૃત પણ ગુણોનો અભેદ નથી. કેમ કે નીલ, રક્ત આદિ ઉપકારીના ગુણને આધીન ઉપકાર છે. અર્થાત્ તંતુ આદિ અવયવ દ્રવ્યમાં રહેલ જે નીલગુણ, લાલગુણ હોય છે તે નીલ વગેરે ગુણ પટમાં આવે છે. એટલે પટાદિ દ્રવ્યમાં જે નીલગુણ વગેરે ગુણનો ઉપકાર છે તે તંતુ આદિ દ્રવ્યમાં રહેલા નીલાદિ ગુણને આધીન છે. નથી. નથી. તે ઉપકાર કરનાર અવયવમાં રહેલ નીલાદિ ગુણો સ્વરૂપથી જુદા જુદા છે અને તે નીલાદિ ગુણ સ્વરૂપથી ભિન્ન હોતા થકા નીલ, નીલતર, રક્ત, રક્તતર વગેરેથી દ્રવ્યને રંજિત કરે છે—ઉપકાર કરે છે. મતલબ કારણગતગુણ અને કાર્યગતગુણ બંને સ્વરૂપથી ભિન્ન છે. નીલ ગુણનો ઉપકારી નીલ છે, રક્ત નથી, રક્ત ગુણનો ઉપકારી રક્ત છે પણ નીલ નથી. આમ જુદા જુદા ઉપકારને ભજનારા નીલાદિ ઉપકારી ગુણો છે. એવી રીતે સત્ત્વ અને અસત્ત્વનો ભેદ હોવાથી ઉપકાર કરનાર સત્ત્વથી ઉપકાર્ય આત્મા ત્ છે અને ઉપકાર કરનાર અસત્ત્વથી ઉપકાર્ય આત્મા અસત્ છે એટલે સત્ અને અસત્ત્નું ઉપકારસામ્ય-સારૂપ્ય દૂર ઠેલાઈ જાય છે. કારણ કે ઉપકાર કરનારનો અભેદ નથી માટે તેનો વાચક કોઈ શબ્દ નથી. અર્થાત્ ઉપકાર દ્વારા પણ અભેદ થઈ શકતો નથી. એટલે યુગપત્ વિરુદ્ધ બે ઉપકાર કરનાર ગુણનો વાચક એક શબ્દ નથી તેથી અભેદ વડે કહેનાર શબ્દ ક્યાંથી મળે ? આમ ઉપકારરૂપ દ્વાર વડે અભેદથી આત્મામાં સત્ત્વ અને અસત્ત્વને એક સાથે કહેનાર કોઈ શબ્દ નથી માટે ઉપકારરૂપ દ્વારથી અભેદ વડે ગુણો એકસાથે વસ્તુમાં સંભવતા નથી. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ તત્ત્વાર્થ સૂત્ર () ગુણિદેશરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. એકાંતવાદીના મતમાં ગુણીદેશરૂપ દ્વારથી અભેદરૂપે સત્ત્વ અને અસત્ત્વ ગુણોનું રહેવાપણું આત્મામાં સંભવતું નથી. ગુણી-આત્માના એક દેશમાં ઉપકાર હોઈ શકતો નથી. જેથી એક દેશના ઉપકારથી સત્ત્વ, અસત્ત્વનો સહભાવ થઈ શકે દા. ત. ઉપકારક જે નીલાદિ ગુણ છે તે સકળ ઉપકારક છે અને ઉપકાર્ય-ઉપકાર કરવા યોગ્ય ગુણી જે ઘટારિરૂપ કાર્ય છે તે પણ સમસ્ત છે. આમ ઉપકારક ગુણ કે ઉપકાર્ય ગુણી એક દેશથી ઉપકારક કે ઉપકાર્ય નથી. જો ગુણી આત્માના એક દેશમાં સત્ત્વનો અને અસત્ત્વનો ઉપકાર થાત તો તેને કહેવા યોગ્ય વાચક શબ્દની કલ્પના થઈ શકત ! પણ તેવું નથી. એટલે ગુણિદેશરૂપથી અભેદ વડે સત્ત્વ, અસાદિ ગુણો એકાંતવાદીના મતમાં વસ્તુમાં સંભવતા નથી. (૭) સંસર્ગરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. એકાંતવાદીના મતમાં સત્ત્વ અને અસત્ત્વ સંસ્કૃષ્ટ નથી. અર્થાત એકબીજાને લાગેલા નથી, સ્વતંત્ર છે. સ્યાદ્વાદીની જેમ સત્ત્વ અને અસત્ત્વનું અનેકાન્તાત્મકરૂપ છે એટલે કે સત્ત્વ અને અસત્ત્વ સંસૃષ્ટ છે, તેમ એકાંતવાદીના મતમાં સત્ત્વ અને અસત્ત્વ અત્યંત ભિન્ન હોવાથી સંસ્કૃષ્ટ નથી. કેમ કે તે તો મતમાં “સદેવ' કહીને વસ્તુ સત્ જ છે, અસત્ નથી અને “અસદેવ' આમ કહીને વસ્તુ અસત્ જ છે, સત્ નથી આમ એવકારથી અવધારણ કરે છે. મતલબ અનેકાંતવાદીના મતમાં સત્ત્વ, અસત્ત્વ કથંચિત્ જુદા હોવા છતાં કથંચિત્ જુદા નથી. આથી સત્ત્વ અને અસત્ત્વ બંને સંસર્ગવાળા છે—-એકબીજાને લાગીને રહ્યા છે. જ્યાં સત્ત્વ છે ત્યાં અસત્ત્વ પણ છે. જ્યારે એકાંતવાદીએ તો “સ” જ છે કે અસત્ જ છે એમ અવધારણ કર્યું હોવાથી “સત્’ અસત્ તેના મતે અસંતૃષ્ટ છે. દા. ત. જેમ ચિત્ર (કાબરચીતરું) રૂપ છે. તેનાથી શુક્લરૂપ અને કૃષ્ણરૂપ અસંતુષ્ટ છે. તો અસંસૃષ્ટ એવા તે બે એક વસ્તુમાં રહેવા માટે સમર્થ નથી. એવી રીતે સંસર્ગ નહીં હોવાથી સત્ત્વ અને અસત્ત્વને લઈને યુગપત સદસત અભિયાન થઈ શકતું નથી. ૧. ફેશ: તાળ: કૃતિ સ્યાદ્વાદ રત્નાકર લઘુવૃત્તિ ૨. ના ગુરુ સંવંધાદ્ અય : તિવિશેષ: ? उच्यते-अभेदप्राधान्येन भेदगुणभावेन च प्रागुक्तसंबंधः भेदप्राधान्येन अभेदगुणभावेन च एव संसर्गः इति । तत्त्वन्यायविभाकर Page #488 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૭૯ આમ સંસર્ગરૂપ દ્વાર વડે અભેદથી આત્મામાં વિરુદ્ધ બે ગુણો એકાંતવાદીના મતે ન સંભવી શકે માટે એકાંતવાદમાં સંસર્ગરૂપ દ્વારથી પણ અભેદ વડે વસ્તુમાં ગુણો સંભવતા નથી. (૮) શબ્દરૂપ ધારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. એકાંતવાદીના મતમાં અભેદથી શુદ્ધ કે સમાસથી થયેલ કે વાક્યાત્મક એક શબ્દ ગુણયને એક સાથે કહેનાર નથી. જો ક્રમથી સત્ શબ્દનો અને અસત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે જો અસત્ શબ્દ સત, અસત્ બંનેને યૌગપઘથી એક કાળમાં કહે એવું હોય તો તો સ્વાર્થની જેમ એટલે કે અસત્ શબ્દ જેમ અસતુ અર્થનો બોધ કરાવે છે તેમ સહુને કહેનાર પણ થશે ! તે જ પ્રમાણે સત્ શબ્દ પણ જેમ સ્વાર્થ સને કહે છે તેમ અસતને પણ કહેનાર થાય ! અર્થાત્ ક્રમથી પ્રયોગ કરાયેલ “સતુ’ શબ્દથી જો સદસત્ત્વનો બોધ થાય અને તેવી જ રીતે ક્રમથી પ્રયોગ કરાયેલ અસ” શબ્દથી પણ સદસત્ત્વનો બોધ થાય તો સત્ પણ અસત્નો અને અસત્ પણ સત્નો વાચક બની જાય ! વાદી :- ભલે, આ તો ઇષ્ટાપત્તિ છે. પ્રતિવિધાન :- આ ઈષ્ટાપત્તિ નહીં કરી શકો. કેમ કે જો એક સત્ શબ્દ કે અસત્ શબ્દ એક સાથે સત્ત્વ, અસત્ત્વ બે ગુણનો વાચક બની જાય તો સામાન્ય થઈ જાય અને સત્ કે અસત્ એ વિશેષ શબ્દ તરીકે સ્વીકારેલો છે એટલે સતુ એ વિશેષ શબ્દ છે–શબ્દવિશેષ છે. તેથી “સતુ' શબ્દ અસહુનો વાચક બની શકતો નથી પણ સત્ પદાર્થનો જ વાચક બને છે. એવી જ રીતે અસત્ પણ વિશેષ શબ્દ હોવાથી “સત’નો વાચક બની શકતો નથી પણ “અસ” પદાર્થનો જ વાચક બને છે. દા. ત. જેમ ઘટાદિ શબ્દવિશેષ છે તેમ સત, અસતુ પણ શબ્દવિશેષ છે. ઘટ શબ્દ વિશેષ શબ્દ હોવાથી ઘટનો વાચક બને પણ પટનો વાચક ન બને તેમ પટ પણ વિશેષ શબ્દ હોવાથી પટનો વાચક બને પણ ઘટનો વાચક બને નહીં. તેવી રીતે સંત, અસનો અને અસત્ સનો વાચક બને નહિ. માટે એક શબ્દ યુગપત, સત, અસનો વાચક બની શકતો નથી. પ્રત્યેક શબ્દ ભલે બે ગુણનો વાચકે ને બને પણ સદસદ્ બે શબ્દ ભેગા થઈને યુગપદ્ બે ગુણના વાચક બને એ પ્રમાણે ઇચ્છતા હો તો “સદસશબ્દ' આ સમાસવાક્ય જ માનવું પડે અથવા “સ-ર અસત્ ર’ આમ આખ્યાત વગેરે પદના સમુદાયરૂપ વાક્ય માનવું પડે. તેમાં જો સમાસ વાક્ય માનો તો તે તો વાચક નથી. કેમ કે તમે સમાસ કરો તો કયો સમાસ કરશો? દ્વન્દ સમાસ કરશો તો તે બની શકશે નહીં. કેમ કે દ્વન્દ ઉભય પદાર્થ (ઉભય પદ) પ્રધાન છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ તત્વાર્થ સૂત્ર દા. ત. જેમ પ્રશ્નક્ષચોદી પીપળો અને વડ. આ સમાસમાં પ્લેક્ષ (પીપળો) અને ન્યગ્રોધ (વડ) આમ બંને પ્રધાન છે. તેવી રીતે સરસ શબ્દનો દ્વન્દ સમાસ થાય એટલે બંને પ્રધાન બને. કેમ કે ગતિ ક્રિયાના તુલ્ય સંબંધી છે. એક એક માટે જુદા ક્રિયાપદનો ઉપયોગ કરવો પડતો નથી. “સતસતી ત:' “Hક્ષચોધી ત:' એક જ પ્તિના બંને એકસરખા સંબંધી છે તેથી આમાં બંને પ્રધાન છે, અને ક્રિયાનો આશ્રય હોવાથી દ્રવ્ય પ્રધાન બને. કેમ કે ક્રિયાનો યોગ દ્રવ્યમાં હોય છે માટે દ્રવ્ય પ્રધાન છે, ગૌણ નથી. આ રીતે દ્વન્દ સમાસમાં બંને પદાર્થ પ્રધાન છે. કેમ કે પ્લેક્ષ પણ ગતિ છે અને ન્યગ્રોધ પણ છે ગતિની સાથે બંને સરખા સંબંધી છે. અને બંને ક્રિયાનો આશ્રય છે માટે દ્રવ્ય પ્રધાન છે. ગુણવાચક અને ક્રિયાવાચક શબ્દોનો દ્વન્દ સમાસ કરવામાં આવે તો પણ આ દ્વન્દ્ર સમાસ દ્રવ્યને જ કહે છે. તે વાત સિદ્ધ કરે છે. ગુણવાચી શબ્દોનો દ્વન્દ સમાસ- ૨ રસ% = રૂપાણી ક્રિયાવાચી શબ્દોનો દ્વન્દ સમાસ- વર્લેપશ કપક્ષેપળહ્ય = રક્ષેપાક્ષેપો આ રીતે જે ગુણ અને ક્રિયાવાચક શબ્દોનો સમાસ થાય છે તેમાં પણ શબ્દશક્તિનો સ્વભાવ હોવાથી ગુણો દ્રવ્યરૂપ જ કહેવાય છે. કેમ કે એ ગુણો અતિ ક્રિયાના સંબંધવાળા છે. એટલે કે દ્વન્દ સમાસથી જે કહેવાય તેનો ક્રિયા સાથે સંબંધ હોવાથી તે દ્રવ્ય જ હોય છે પણ ગુણ નથી હોતો એવો નિયમ હોય છે. જો ગુણવાચક શબ્દોનો સમાસ દ્રવ્યનો અભિધાયક છે એમ માનવામાં ન આવે તો ગુણાદિનો દ્વન્દ સમાસ થાય જ નહિ. અહીં આ પ્રકરણમાં આત્મા એ વિશેષ્યરૂપ દ્રવ્ય છે. સત્ત્વ અને અસત્ત્વ એ ગુણવાચી છે. આથી ગુણનું અભિધાન ગુણીની સાથે અભેદ ઉપચારથી થાય છે. માટે “આત્મા સત્ છે', આત્મા અસત્ છે. આવી રીતે જ બોલાય માટે દ્વન્દ સમાસ થાય નહિ. આ રીતે આત્મા એ દ્રવ્ય પ્રધાન છે અને સત્ત્વ, અસત્ત્વ ગુણ ગૌણ છે. યુગ૫૬ વિવણિતના પ્રતિપાદનમાં તત્પર એવા સત્ શબ્દ અને અસત્ શબ્દ ગુણવચન જ છે પણ દ્રવ્યવચન નથી માટે સત્ અને અસત્ શબ્દનો દ્વન્દ સમાસ સંભવી શકે નહિ. શંકા :- સ્યાદ્વાદ ગુણવિષય જ છે એવું નથી. દ્રવ્યમાં પણ સ્યાદ્વાદ છે. દા. ત. જેમ યાત્ પટ: થાત્ ધટ: અહીં શંકા કરનારનો ભાવ એ સમજાય છે કે–એક વસ્તુમાં કોઈપણ નક્કી દ્રવ્યરૂપે તેના સ્વરૂપનું વિધાન કરાતું હોય તો બે દ્રવ્યના આશ્રયથી સ્યાદ્વાદમાં દ્રવ્યવાચક બે પદોનો દ્વન્દ્ર સમાસ થઈ શકે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૮૧ સમાધાન :- તમે આ દ્રવ્યમાં જે સ્યાદ્વાદ બતાવ્યો તેમાં પણ ગુણરૂપપણાને પ્રાપ્ત થયેલું જ દ્રવ્ય કહેવાય છે. મતલબ એક વસ્તુ કોઈ પણ દ્રવ્યરૂપે વિધાન કરાય ત્યાં વિધાન કરાતું દ્રવ્ય પણ ગુણરૂપે આશ્રિત છે. એટલે તમે જે સત અને અસત્ દ્રવ્ય કહો છો તે દ્રવ્ય ગુણરૂપે જ છે. સતુ-અસત્ ગુણરૂપે દ્રવ્ય છે પણ ગુણથી દ્રવ્યનો જુદો પ્રયોગ નથી. શંકા :- તો દ્રવ્ય વિશેષ્ય કેવી રીતે બનશે ? સમાધાન - વિશેષણ બોલાય તો વિશેષ્ય આવે જ. કેમ કે શબ્દશક્તિનો એ સ્વભાવ છે એટલે વિશેષણ કહેવાથી વિશેષ્ય આવે જ. આ રીતે વિશેષણ અને વિશેષ્યની પ્રાપ્તિ થાય છે. માટે દ્રવ્ય (આત્મા) વિશેષ્ય બનશે જ. તેથી સત્ અને અસત્ આ બે પદ ગુણવાચી જ છે. અને ગુણવાચી હોવાથી એ બે પદનો દ્વન્દ સમાસ થશે નહિ. આથી સમાસથી પણ યુગપદ્ અભિધાન બની શકશે નહિ. હવે વાક્યરૂપ શબ્દ પણ સમાસ જેવો હોવાથી યુગપદ્ બે ગુણનો વાચક બની શકતો નથી તે બતાવે છે. એન્િટ...ä વસ્તુ' આ વાક્ય વૃત્તિ-સમાસાર્થથી અભિન્નાર્થ છે. એટલે કે આ વાક્યનો જે અર્થ છે તે જ સમાસવાક્યનો પણ અર્થ છે. પ્રશ્ન :- તો સમાસ અને વાક્યમાં શો ભેદ છે? વાક્ય અને સમાસ બંનેને એક કહોને. ઉત્તર :- સમાસ અને વાક્યમાં ફક્ત વિભક્તિના શ્રવણથી રૂપ વડે ભેદ પડે છે. વાક્યમાં વિભક્તિ જુદી દેખાય છે અને સમાસમાં વિભક્તિ જુદી દેખાતી નથી. આ રીતે ફક્ત વિભક્તિના શ્રવણથી જ સમાસ અને વાક્યમાં ફેર છે બાકી બંનેનો અર્થ એક છે. એટલે વાક્યથી પણ યુગપત્ પ્રયોગનો અસંભવ છે. હવે માની લો કે દ્વન્દ સમાસ નથી સંભવતો તો કર્મધારય સમાસ તો થાય ને? પરંતુ તે પણ ન સંભવે. કર્મધારય સમાસ પણ પ્રધાનપણે બે ગુણનો વાચક બની શકતો નથી પરંતુ ગુણના આધાર દ્રવ્યને કહે છે માટે કેમ કે સમાનાધિકરણ સમાસ વાક્ય પણ સંભવતું નથી. કારણ કે સતુ-અસત્ બંનેનો અત્યંત ભેદ છે. એટલે કે સતથી અસત્ ભિન્ન છે, અસતુથી સત્ ભિન્ન છે માટે સમાનાધિકરણ બની શકે નહિ. આ રીતે સમાનાધિકરણ સમાસ વાક્ય પણ સંભવતું નથી, કેમ કે સમાનાધિકરણ સમાસ વાક્યમાં દ્રવ્ય અને ગુણનો સામાન્ય વિશેષ ભાવ હોતે છતે (હોય તો) દ્રવ્ય શબ્દમાં ગુણનું સમાનાધિકરણ્ય થાય. એટલે દ્રવ્ય સામાન્ય હોય અને ગુણવિશેષ હોય તો દ્રવ્યવાચક શબ્દની જેમ ગુણવાચક શબ્દ પણ દ્રવ્ય શબ્દ રૂપે હોય તો સમાનાધિકરણ બને. १. अत एव न वाक्यमपि तादृगर्थप्रतिपादकमस्ति, तस्य समासाभिन्नार्थबोधकत्वात्... सम्मतितत्त्वसोपाने पृ० १६७, पं० २६ Page #491 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર દા. ત. જેમ નીલોત્પલાદિ. નીલોત્પલાદિમાં ઉત્પલ શબ્દ દ્રવ્ય શબ્દતાને પામેલો હોવાથી વિશેષ્ય બને તેથી નીલ અને ઉત્પલ આ બે પદનું સમાનાધિકરણ બની શકે છે. જ્યારે અહીં તો સત્ અને અસત્ બંને ગુણ છે. તેથી પરસ્પર ભેદ છે. અર્થાત્ સત્ત્વમાં અસત્ત્વનો અત્યંત ભેદ છે અને અસત્ત્વમાં સત્ત્વનો અત્યંત ભેદ છે. માટે સમાનાધિકરણ નથી. કેમ કે સત્ત્વ અને અસત્ત્વ એ દ્રવ્યશબ્દ નથી. અર્થાત્ દ્રવ્યવાચક શબ્દ નહીં હોવાથી પરસ્પર સત્ત્વ, અસત્ત્વનું સમાનાધિકરણ નથી. ૪૮૨ આ સત્ત્વ અને અસત્ત્વ સામાન્યવિશેષરૂપે નથી માટે સત્ત્તાસત્ત્વનો વિશેષણવિશેષ્ય સમાનાધિકરણ (કર્મધારય) સમાસ નથી. વળી કર્મધા૨ય સમાસ તો બે અર્થનો ઇષ્ટ છે, એટલે કોઈ પણ પ્રકારે આ બે ગુણનો કર્મધારય સમાસ છે જ નહિ. અને વળી બીજું કોઈ પ્રતિપદમાં વિધાન કરાયેલું સમાસનું લક્ષણ છે નહિ. અર્થાત્ એક પદનો સમાસ હોતો નથી. તેથી સમાસનો અભાવ હોવાથી યુગપત્ સત્ત્વ અને અસત્ત્વનો પ્રયોગ બની શકે નહિ. યુગપત્ સત્ત્વ, અસત્ત્વના પ્રયોગનો અભાવ છે. - શંકા :- જો સમાસનો અભાવ છે તો યુગપત્ પ્રયોગનો અભાવ સંભવે પરંતુ સમાસ વાક્યથી તો કર્મધારય સમાસ થતા યુગપત્ અભિધાન થઈ શકે ને ? સમાધાન :- ના, તદ્વાક્ય એટલે કે વિગ્રહવાક્યના અર્થના અભિપ્રાયવાળા કર્મધારય સમાસની કલ્પના કરવા ધારો તો તે પણ કરી શકતા નથી. કેમ કે વિગ્રહવાક્યમાં સામર્થ્ય નથી કે તે એક સાથે સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદક બની શકે ! અને તે સમાસને અનુસરનારું વાક્ય હોય છે માટે સત્ત્વ, અસત્ત્વનો કર્મધારય સમાસ પણ બની શકે નહીં. આ રીતે સમાસથી પણ સત્, અસત્ શબ્દ યુગપત્ બે ગુણના અભિધાયક બની શકતા નથી એ સિદ્ધ કર્યું. હવે વાક્ય પણ એકસાથે બે ગુણનું અભિધાયક બની શકતું નથી તે બતાવીએ છીએ. વાક્ય એટલે આખ્યાત આદિ પદનો સમુદાય. ‘સન્ ૬ અસન્ ૬ આત્મા' આ પદ સમુદાય છે, પણ આખ્યાતાદિ પદ સમુદાયરૂપ વાક્ય નથી. કેમ કે આમાં આખ્યાત નથી— ‘ભવતિ’ આદિ ક્રિયાનો સંબંધ નથી. આત્મામાં સત્ત્વ અને અસત્ત્વ સર્વકાળમાં છે એટલે વર્તમાનકાળ આદિ કોઈ કાળને જણાવનાર ‘મતિ' આદિ પદ જો ત્યાં લેવાય તો સર્વકાળમાં આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ જે આપણને ઇષ્ટ છે. તેના ‘મતિ' આદિ પદ વિરોધી થાય છે એટલે ‘મતિ' આદિ પદની ૬. ૨. આત્મા અત્યેવ, ‘આત્મા નાÒવ' આવા પ્રકારની વિચારણામાં. 'यत्रापि अन्यत् क्रियापदं न श्रूयते तत्रापि अस्ति भवन्ति परस्समस्ति ' આવો વૈયાકરણનો મત છે. આ મત આશ્રિત કહી રહ્યા છે કે અહીં આ ક્રિયાનો સંબંધ નથી માટે વાક્ય નથી એમ સમજવું. Page #492 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૮૩ આકાંક્ષા જ થઈ શકતી નથી. માટે જ અહીં ભવતિ આદિ ક્રિયાનો સંબંધ નથી. આથી “સન = સન્ ૨ માત્માં' આ વાક્ય જ બની શક્યું નથી તો યુગપતુ બે ગુણનું અભિધાયક તો કેવી રીતે બને? વળી પણ જો તમે જેમ ઘટ, પટાદિ સર્વ પદાર્થમાં રહેલ સમાન ધર્મ જે દ્રવ્યત્વ છે તે દ્રવ્યત્વને કહેનાર જે શબ્દ છે તે સામાન્ય શબ્દ કહેવાય છે તે સામાન્ય શબ્દ એક કાળમાં અનેક અર્થને કહે છે તેવી રીતે જો અહીં આ વાક્યમાં પણ સત્ એ સામાન્ય શબ્દ છે માટે એક સાથે અનેક અર્થને કહેશે એમ કહો તો તે પણ બનશે નહિ કેમ કે તેમાં પણ બે વિકલ્પ થશે. (૧) સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થને કહી શકે, (૨) સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થને ન કહી શકે. અનેકાંતવાદી - જો સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થોને કહી શકે છે. આ પહેલો પક્ષ સ્વીકારાય તો તો સામાન્ય શબ્દથી જ વિશેષ અર્થનું અભિધાન થઈ જાય છે. તો વિશેષના અભિધાન માટે ફરી વિશેષ શબ્દ શા માટે બોલો છો ? આથી તો પુનરુક્તતા દોષ આવે કેમ કે સામાન્ય શબ્દથી વિશેષનું અભિધાન થઈ ગયું છે. એકાંતવાદી - એવું નથી. કેમ કે સામાન્યથી બધા જ વિશેષો આવી જાય છે માટે જેની આકાંક્ષા હોય તે જ વિશેષ આવે માટે વિશેષ શબ્દનો પ્રયોગ છે તે બરાબર છે. તેમાં પ્રમાણ “સામાન્ય શબ્દથી કહેલા વિશેષોના નિયમ માટે ફરી શ્રુતિ છે.” આ ન્યાય છે. માટે આ ન્યાયથી વિશેષનો બોધ કરાવનાર વિશેષ શબ્દની શ્રુતિ-ઉચ્ચારણ છે. આથી પુનરુક્તતા દોષ આવશે નહિ. હવે સામાન્ય શબ્દ એકસાથે અનેક અર્થોને ન કહી શકે. આ પક્ષની વિચારણા કરીએ છીએ. અનેક અર્થોનો કહેનાર શબ્દના ઉપાયનો સંભવ નહિ હોવાથી સામાન્ય શબ્દ અનેક અર્થોને કહી શકે નહિ. અભિધાનના ઉપાયનો અસંભવ શાથી? સામાન્ય માત્રની આકાંક્ષા થતી હોવાથી કેમ કે ભેદ-વિશેષ સામાન્યથી રહિત છે.” આ ન્યાય છે. આ ન્યાયથી માત્ર સામાન્ય શબ્દ જ કહો તો તેનાથી સામાન્યની જ આકાંક્ષા થાય છે. જયારે વિશેષ તો સામાન્યથી રહિત છે એટલે વિશેષની આકાંક્ષા જ નથી તો અનેક અર્થોના અભિધાનનો ઉપાય સંભવે ક્યાંથી ? આ ન્યાયનો સ્પષ્ટાર્થ આ પ્રમાણે છે – સામાન્ય માત્રની જ આકાંક્ષા થતી હોવાથી અર્થાતુ સામાન્ય શબ્દથી સામાન્યનો બોધ Page #493 -------------------------------------------------------------------------- ________________ ४८४ તત્ત્વાર્થ સૂત્ર થાય છે. કેમ કે વિશેષની અભિલાષા જ થતી નથી. એટલે વિશેષનો બોધ નહીં થાય. એવો કોઈ નિયમ નથી કે જે શબ્દના જેટલા અર્થો થતા હોય તે બધા જ કહેવા જોઈએ. જેમ “સેંધવ' શબ્દના અનેક અર્થો હોવા છતાં પણ ભોજનના પ્રકરણમાં “સૈધવ' લાવવાનું કહે તો મીઠું' લાવવાનું કહે છે આવો અર્થ સમજાય પણ “ઘોડો' આ અર્થ ન થાય. અશ્વ એ અનાકાંક્ષિત છે. જેની આકાંક્ષા હોય તેનો જ બોધ થાય. અહીં આકાંક્ષા લવણની છે માટે તેનો જ બોધ થાય. તેવી રીતે અહીં સામાન્યની આકાંક્ષા છે એટલે સામાન્યનો જ બોધ થાય. વળી વિશેષ એ સામાન્યરૂપ નથી જેથી સામાન્ય શબ્દનો પ્રયોગ કરીએ એટલે વિશેષનો બોધ થાય ! અર્થાતુ ન થાય. કેમ કે સામાન્ય અને વિશેષ પરસ્પર ભિન્ન છે. માટે જ કહ્યું કે “બેઃ સ્વસામાન્યન બ્રુિતઃ' આ ન્યાયમાં રહેલા વનો અર્થ દ છે જેથી વિશેષ સામાન્યથી રહિત છે આવો અર્થ થાય છે. આ રીતે એકાંતનયના અભિપ્રાયથી વાત કરી કે સામાન્ય શબ્દ કોઈ એક નયના અભિપ્રાયથી અનેક અર્થને કહે છે અને કોઈ એક નયના અભિપ્રાયથી અનેક અર્થને નથી કહેતો. એટલે કોઈ એક નયથી સામાન્ય શબ્દ યુગપદ્ અનેક અર્થનો પ્રતિપાદક હોઈ શકે છે પણ અહીં ચાલુ પ્રકરણમાં એ પ્રમાણે નથી. એટલે કે અનેક અર્થોને કહેવું એ સામાન્ય શબ્દોમાં બને પણ ધવ, ખદિર આદિ જે વિશેષ શબ્દો છે તેમાં બની શકે નહીં. કેમ કે વિશેષ વાક્યમાં પ્રયોગ કરાતા વિશેષ શબ્દો તો કેવલ પોતાના અર્થને (વિશેષને) જ કહે છે. જેમ સત શબ્દ એ વિશેષ શબ્દ છે તો સને જ કહે છે, અસત્ શબ્દ એ પણ વિશેષ શબ્દ છે તો અસતને જ કહે છે. આમ પોતાના અર્થમાત્રનું કથન કરતા હોવાથી વિશેષ શબ્દો અનેક અર્થને કહી શકતા જ નથી. આ સત્ અને અસત્ સ્વાર્થમાત્રનું અભિધાન કરતા હોવાથી અનેક અર્થને કહી શકે નહીં. અર્થાત્ સત્ એ વિશેષ શબ્દ છે. સત્ અને અસત્ બે વિરોધી ગુણને સાથે કહેનાર નથી, અને અસત્ વિશેષ શબ્દ એ સત્ અને અસત્ બે વિરોધી ગુણને સાથે કહેનાર નથી. સત, સત્ અર્થને કહેનાર છે, અસત, અસત્ અર્થને કહેનાર છે એટલે વિરોધી બે ગુણ સત્ત્વ અને અસત્ત્વને કહેનાર નથી. અર્થાત્ વિશેષ શબ્દોમાં વિરોધી બે ગુણની અભિધાયિતા નથી. શંકા - વાક્યરૂપે સતુ અને અસતુ શબ્દો એક કહેવાય. એ બે શબ્દો ભલે જુદા જુદા હોય પણ એ બે શબ્દોથી બનેલું વાક્ય તો એક જ છે. આ બે શબ્દવાળું એક વાક્ય છે તેમાં એ બે શબ્દો એક સાથે રહેલા છે. તેથી સત્ત્વ અને અસત્ત્વનો યુગપદ્ભાવ છે એટલે કે વાક્યમાં બંને શબ્દો એકરૂપે છે તો સત્ત્વ અને અસત્ત્વનો યુગપભાવ છે તો યુગપગુણની અભિધાયિતા થઈ શકશે ને ? સમાધાન :- ના, આ શંકા બરાબર નથી. કેમ કે પદોથી વાક્યશબ્દ શબ્દાન્તર છે. કેમ ૧. સત્ વિશે. ૦ ૪૨૨, પં૧, તેવા વૃ૦ Page #494 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૮૫ કે વાક્ય એ એક શબ્દ છે એવુ ઇષ્ટ છે. સત, અસતુ એ શબ્દો જ્યારે વાક્યરૂપે હોય છે ત્યારે તે સદ્ અસદ્ શબ્દ કહેવાય નહિ. વાક્યરૂપે રહેલા સતુ, અસત્ જુદા જ છે. અને એનો અર્થ પણ પ્રતિભારૂપ જુદો જ છે પણ સત્ત્વાસત્ત્વ નથી. અર્થાત્ જે બે શબ્દોથી વાક્ય બને છે તે બે પદો અને વાક્ય ભિન્ન છે. કારણ કે બે પદોથી જે બોધ થાય છે તેનાથી વાક્યાત્મક પદથી બોધ જુદો થાય છે, અને તે બોધ એક વાક્યરૂપ શબ્દથી થાય છે એમ ઈષ્ટ છે. આ વાક્યથી જે બોધ કરાય છે તે પ્રતિભાથી થાય છે. માટે સત્ત્વ અને અસત્ત્વ આ બે પદને વાક્યની વિવક્ષાથી એક માને તો પણ બે શબ્દ યુગપદ્ બે ગુણના વાચક બને તે સંભવિત નથી. આ રીતે કહેલા કાલાદિ દ્વારોથી યુગપતભાવનો અસંભવ હોવાથી સમાસ વાકયમાં અને લૌકિક વાક્યમાં બે સબ્દો (પદો) અને બે અર્થોની યુગપત્ વૃત્તિનો અસંભવ હોવાથી યુગપદ્ વિવક્ષામાં પદાર્થ અવાચ્ય છે. અર્થાત્ એક કાળમાં બે અર્થને કહેનાર બે શબ્દોનો અસંભવ છે તેથી એક કાળમાં બે અર્થની વિવક્ષા કરાય ત્યારે અવક્તવ્ય છે. આમ શબ્દરૂપ દ્વારથી અભેદ વડે આત્મામાં સત્ત્વ, અસત્ત્વાદિ વિરુદ્ધ ગુણો એકાંતવાદીના મતે સંભવી શકે નહિ. માટે એકાંતવાદમાં શબ્દરૂપ દ્વારથી પણ અભેદ વડે વિસ્તુમાં ગુણો સંભવતા નથી. આ રીતે એકાંતવાદમાં ગુણોનું યૌગપદ્ય બની શકતું નથી. કાલાદિના અભેદ દ્વારા વિસ્તારથી વિચાર્યું કે એક વસ્તુમાં વિરોધી ગુણો એકસાથે રહેતા જ નથી. તેવા પ્રકારના પદાર્થનો અભાવ છે માટે તેનો વાચક શબ્દ પણ નથી જ. આમ એકાંતવાદમાં સર્વથા અવક્તવ્ય છે. ત્યારે વિચારણાપૂર્વક કાર્ય કરનાર એવા ભાષ્યકાર મ. આ પ્રમાણે બધા અવક્તવ્યના નિષેધ દ્વારા આ ત્રીજા વિકલ્પની રચના કરી છે. કથંચિત અવક્તવ્ય' એટલે કે આત્મા કથંચિત્ અવક્તવ્યાદિ શબ્દો વડે વક્તવ્ય છે એમ નિરૂપણ કર્યું. એટલે આત્મા વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે. હવે આ જ ત્રણ વિકલ્પોને પૂ. ભાષ્યકાર મ. સ્પષ્ટ રીતે ભાષ્યથી બતાવે છે. કારણ કે સ્યાદ્વાદ એ ધર્મના આશ્રયથી છે. અનંતધર્માત્મક એક વસ્તુનો સ્વીકાર તે જ યાદાદ છે. નયભેદથી એક વસ્તુમાં નિત્યાનિત્યાદિ ધર્મના અભ્યપગમથી સ્યાદ્વાદથી સિદ્ધિ થાય છે. આમ સ્યાદ્વાદ એ અનંતધર્મોનો આશ્રય છે. એટલે ધર્મ માટે જ વિચાર કરવાનો છે, ધર્મી માટે નહીં, કેમ કે ધર્મી તો સ્વસત્તાથી જ સિદ્ધ થાય છે. ૧. બે શબ્દોનો અને બે અર્થની વૃત્તિનો અસંભવ છે મતલબ સત્ અને અસત્ બે શબ્દોનું સમાસવાક્ય બનાવો કે લૌકિક વાક્ય બનાવો પણ બે અર્થ–સત્ત્વ અને અસત્ત્વ અર્થની સાથે વૃત્તિ સંભવતી નથી. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ તત્ત્વાર્થ સૂત્ર આમ સ્યાદ્વાદ એ અનંતધર્મોનો આશ્રય છે. એટલે ધર્મ માટે જ વિચાર કરવાનો છે, ધર્મી માટે નહીં કેમ કે ધર્મી તો સ્વસત્તાથી જ સિદ્ધ છે. એટલે “સ્વસત્તાથી સિદ્ધ એવો જે ધર્મી... ધર્મીના આ વિશેષણનો એવો અભિપ્રાય છે કે ધર્મી તો સિદ્ધ-પ્રસિદ્ધ જ હોય એને ઉદ્દેશીને જ કહેવાય છે. માટે સર્વવાદીઓએ પોતપોતાના મતના અનુસાર ધર્મીની સત્તા સ્વીકારની જ જોઈએ. એમાં બીજા કોઈ પ્રમાણની શોધ કરવાનો પ્રયત્ન જરૂરી નથી. સ્વસિદ્ધસત્તાવાળો ધર્મી સત્તાસત્ત્વ નિત્યાનિત્યવાદિ અનેક વિરુદ્ધ અને અવિરુદ્ધ ધર્મના સમુદાયવાળો છે. આવો સ્વીકાર થાય તો સપ્તભંગીની પ્રવૃત્તિ થાય છે. તેમાં ત્રણ વિકલ્પો સંગ્રહ અને વ્યવહાર નયના અભિપ્રાયથી સકલાદેશ છે અને ચાર તો જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયના અભિપ્રાયથી વિકલાદેશ છે. તેમાં અતીત (૧) અલ્ અપ્તિ, (૨) તિ, નાતિ, (૩) ચિત્ કવચ આ ત્રણ વિકલ્પના સ્વરૂપની ભાવના માટે આ ભાષ્ય કહેવાય છે. ભંગ - ૧ થાત્ તિ ભાષ્યઃ- પર્યાયાસ્તિકના મતે એક સદ્ભાવપર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો સત્ છે. બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો સત્ છે, અને ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક, બે, કે ઘણાં દ્રવ્યો સત્ છે. અથવા એક, બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ એક દ્રવ્ય, એક-બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ બે દ્રવ્ય, એક-બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ ઘણાં દ્રવ્ય સત્ છે. અથવા એક સદ્ભાવ પર્યાયથી વિવલિત એક દ્રવ્ય, બેથી વિવક્ષિત બે દ્રવ્ય અને ઘણા સભાવ પર્યાયથી વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ છે આ ભાષ્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે. તે અર્થોની સમજ સ્પષ્ટ રીતે થાય તે બતાવીએ છીએ. પચાસ્તિવ' આ પદ ધર્મવિષયક સ્યાદ્વાદના જ્ઞાન માટે છે. પ્રકાર-૧* એક સભાવ પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સતુ, એક નીલાદિરૂપ સદ્ભાવ પર્યાયનું કારણ એક ઘટ દ્રવ્ય સત્ છે, નીલાદિરૂપ અને મધુર રસ આદિ રસ આ બે સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ દ્રવ્ય સત્ છે, નીલાદિરૂપ અને મધુર રસ આદિ રસ અને સુરભિ ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ દ્રવ્ય સત છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૧. બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્, એક સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્, એક સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્, બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્, ઘણા સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્, પ્રકાર-૨' એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય સત્ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યે સત્ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાપ્તિ સત્ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યં સત્ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે બે સત્ રૂપ સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે, રૂપ અને રસ બે સદ્ભાવ પર્યાયના કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે, ૪૮૭ રૂપ અને રસ અને ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયના કારણ ઘટ અને પટ બે દ્રવ્ય સત્ છે. રૂપ સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે, રૂપ અને રસ લે સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે. રૂપ, રસ અને ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયના કારણ ઘટ, પટ અને દંડ ઘણાં દ્રવ્ય સત્ છે, ગતિ ઉપકારરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ અને ધર્માસ્તિકાય દ્રવ્ય સત્ ગતિ ઉપકારરૂપ અને અમૂર્તત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક ધર્માસ્તિકાય દ્રવ્ય સત્ ગતિ ઉપકારરૂપ, અમૂર્તત્વરૂપ અને અચેતનત્વરૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક ધર્માસ્તિકાય દ્રવ્ય સત્ અચેતનત્વરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય સત્ અચેતનત્વરૂપ અને અમૂર્તત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય સત્ અચેતનત્વરૂપ અને અમૂર્તત્વરૂપ અને સર્વવ્યાપીપણારૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય સત્ અસ્તિત્વરૂપ એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્માકાશ ઘણાં દ્રવ્ય સત્, અસ્તિત્વરૂપ અચેતનત્વરૂપ બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્માકાશ ઘણાં દ્રવ્ય સત્, અસ્તિત્વરૂપ અચેતનત્વરૂપ અને સર્વવ્યાપીપણારૂપ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ઘણાં દ્રવ્ય સત્, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ તત્ત્વાર્થ સૂત્ર બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાળિ સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યં સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યે સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાપ્તિ-સત્ પ્રકાર ૩* એકત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ એક દ્રવ્ય સત્ છે. દ્વિત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ બે દ્રવ્ય સત્ છે. બહુત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ ઘણાં દ્રવ્ય સત્ છે. ટીકા : સત્ત્વને દ્રવ્યાસ્તિક સંગ્રહ નય માને છે. પર્યાર્યાસ્તિકના મતમાં તો સત્ત્વનો અભાવ છે તો ભાષ્યમાં ‘પર્યાયાસ્તિ’ એવી કેવી રીતે કહ્યું ? ઉત્તર :- ભાષ્યમાં પર્યાયાસ્તિકનું ગ્રહણ ધર્મવિષયના સ્યાદ્વાદના જ્ઞાન માટે છે. અર્થાત્ ધર્મ-પર્યાયને લઈને ‘સ્યાદ્વાદ’ છે. શંકા :- દ્રવ્યના સત્ત્વાદિ ધર્મો પર્યાયરૂપે વિવક્ષિત છે, અને પર્યાયને ગ્રહણ કરનાર તે પર્યાયાસ્તિક નય છે. આ રીતે તો સ્યાદ્વાદ ધર્મનો જ વિષય ક૨ના૨ થશે પણ ધર્મીનો વિષય કરનાર નહીં થાય. સમાધાન :- ના, એવું નથી. સ્યાદ્વાદ ધર્મી અને ધર્મ બંનેનો વિષય કરનાર છે. તે આ રીતે અરૂપીત્વ, સત્ત્વ, મૂર્તત્વાદિ રૂપ ધર્મો છે. આ ધર્મો પરિણામી ધર્મી છે તેનાથી અત્યન્ત ભિન્ન નથી. તેથી તે પ્રણાડિકા-ધર્મોના બોધ દ્વારા ધર્મી પણ વિષય છે. સ્યાદ્વાદનો વિષય ધર્મો બને તો ધર્મી અવશ્યમેવ તેનો વિષય હોવો જ જોઈએ. કેમ કે દ્રવ્ય અને પર્યાય સંસૃષ્ટસંબંધવાળા છે. એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ રહેનારા છે. આમ સ્યાદ્વાદ દ્રવ્ય અને પર્યાય બંનેનો વિષય કરે છે માટે દ્રવ્ય નય અને પર્યાય નય બંનેનું આલંબન લેવું યોગ્ય છે. આથી જ અહીં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક આ બે નયના જ વિષયવાળી વસ્તુ છે તેનો આશ્રય એવો સ્યાદ્વાદ સિદ્ધ થાય છે. અર્થાત્ બંને નયના વિષયવાળી વસ્તુના આશ્રયરૂપ સ્યાદ્વાદ છે. તાત્પર્ય એ છે કે—ભાષ્યમાં પર્યાયાસ્તિક શબ્દ, પર્યાય નય બતલાવવા માટે જ નથી પણ ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ છે. આ જણાવીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી ★ એક ઘટ દ્રવ્ય પણ સત્ કહેવાય. બે ઘટ અને પટ દ્રવ્ય પણ સત્ કહેવાય. ઘટ, પટ અને મઠ ઘણાં દ્રવ્ય પણ સત્ કહેવાય. Page #498 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ વિચારણા કરવાની છે. જો આ પ્રમાણે ન મનાય મતલબ કેવલ ધર્મવિષયક સ્યાદ્વાદ માનવામાં આવે તો પર્યાયનયના આશ્રયવાળો જ સ્યાદ્વાદ સાત વિકલ્પથી સકલવસ્તુવ્યાપી થવો જોઈએ ! હવે ભાષ્યમાં ‘સદ્ભાવ પર્યાય' કહ્યો છે તો તે સદ્ભાવ પર્યાય એટલે શું ? આત્માદિ દ્રવ્યોમાં સદ્ભાવ-પર્યાય કયા અને અસદ્ભાવ પર્યાય કયા ? આ જિજ્ઞાસાનો ઉત્તર આપતા પહેલા સદ્ભાવ પર્યાયનું સ્વરૂપ બતાવે છે. सद्भावः सतो સનું ભવનું ભાવ: સત્ત્નું થવું (સત્ત્નું થવું, હોવું) તે સદ્ભાવ કહેવાય. પર્યાય = પરિણામ. = = = ૪૮૯ થવું. સદ્ભાવ પર્યાય સદ્ભાવરૂપ પરિણામ. અર્થાત્ સત્(દ્રવ્ય)નો થતો, (રહેતો) પરિણામ તે સદ્ભાવ પર્યાય કહેવાય છે. આ સદ્ભાવરૂપ પરિણામ છે અને તે સદ્ભાવ પરિણામ ક્રમભાવી અને યુગપદ્ભાવી હોવાથી અનેકરૂપ છે. કેમ કે પર્યાયના ક્રમભાવી અને યુગપદ્ભાવી આમ બે ભેદ છે. ૧. જેમ કે—આત્માના દેવત્વ, મનુષ્યત્વ આદિ ક્રમભાવી પર્યાય (પરિણામ) છે અને જ્ઞાન, દર્શન આદિ સહભાવી પર્યાય છે. આ બંને સદ્ભાવ પર્યાય છે, અને આના સિવાયના જે ધર્માદિ દ્રવ્યોમાં રહેલા છે ગતિ ઉપકારાદિ પર્યાયો તે આત્માના અસદ્ભાવ પર્યાયો છે. બીજી રીતે પણ સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય છે. તે આ પ્રમાણે વર્તમાનકાળની મર્યાદાવાળા જે પર્યાયો છે તે સદ્ભાવ લક્ષણ છે, અને આ વર્તમાન કાળથી અન્ય-જુદા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ વિશિષ્ટ જે પર્યાયો છે તે અસદ્ભાવ પર્યાયો છે. આ બધા પર્યાયોનો સમુદાય એ જ આત્માદિ પદાર્થો છે. એટલે કે આ બે પ્રકારના જે પર્યાયો બતાવ્યા તેની સાથે વ્યાપ્ત આત્માદિ પદાર્થો તત્ત્વ છે, નહીં તો અતત્ત્વ બની જાય. યાદ્ અસ્તિ આ પ્રથમ ભંગમાં સ્વપર્યાય અને પરપર્યાયથી અનંતસ્વભાવવાળું એક દ્રવ્ય સત્ રૂપે વિવક્ષિત છે. આ સત્તા (સત્) ચેતન, અચેતન આવી સંજ્ઞા પામે છે. એટલે કે સત્તારૂપે વિવક્ષિત ચેતન પણ દ્રવ્ય છે, અને અચેતન પણ દ્રવ્ય છે. આ સત્તાને મહાસામાન્ય અને ઉત્સર્ગ પણ કહેવાય છે. પહેલા ત્રણ ભાંગા દ્રવ્યાસ્તિક નયથી અને બાકીના ચાર ભાંગા પર્યાયાસ્તિક નયથી છે પણ સાતે ભાંગા પર્યાયાસ્તિક નયથી માનવાની આપત્તિ આવે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ તત્ત્વાર્થ સૂત્ર પર્યાયો-શક્તિઓ. આ પર્યાયો અન્યોન્ય વિલક્ષણ છે. તેની (સત્ની) જ શક્તિઓ છે. તે અનંત છે. તેમાં સ્વપર્યાયના અન્વય(વિધિ)ની જેમ પરપર્યાયનો વ્યતિરેક (નિષેધ) પણ વસ્તુના સ્વભાવના જ્ઞાનનું અંગ (સાધન, કારણ) છે. અર્થાત્ આત્માના જ્ઞાન, દર્શનાદિ સ્વપર્યાયો એટલે સદ્ભાવ પર્યાયો છે. તે જ્ઞાનાદિ પર્યાયોથી જેમ આત્માનો બોધ થાય છે તેમ ધર્માદિના જે ગતિ ઉપકારકત્વ આદિ પર્યાયો છે તે ધર્માદિ આત્માથી પર છે તેથી તે ગતિ આદિ પર પર્યાયઅસદ્ભાવ પર્યાય છે. આ પર્યાયોથી આત્મા ધર્માદિ દ્રવ્ય નથી. કેમ કે ધર્માદિના ગતિ આદિ પર્યાયોનો આત્મામાં અભાવ છે માટે આત્મા ધર્માદિ દ્રવ્ય નથી આવો બોધ થાય છે. પ્રશ્ન :- ૫૨ પર્યાયનો વ્યતિરેક એ પદાર્થના બોધનું કારણ કેવી રીતે બને ? ઉત્તર :- ૫૨ પર્યાયની નિવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો વસ્તુના સદ્ભાવ પર્યાયનું ગ્રહણ નહિ થાય. કેમ કે પરરૂપથી અસત્ત્વનું ગ્રહણ ન થાય તો સ્વરૂપથી જેમ સત્ તેમ પરરૂપથી પણ સત્ છે. આનો પ્રતિષેધ નહીં થાય. 7 નિષિદ્ધ અનુમત' એ ન્યાયથી અનુમત થઈ જશે ! એટલે પરરૂપે સત્ત્વનો પ્રતિષેધ થયો નહીં. આથી વસ્તુના સ્વરૂપનું સાંકર્ય થઈ જશે. માટે પર્યાયથી સત્ નથી આવો નિષેધ કરવો જ જોઈએ. તો સ્વરૂપસાંકર્ય નહિ આવે અને પર પર્યાયથી સત્ નથી આવો નિષેધ પ્રાપ્ત થાય છે. આમ પરપર્યાયનો વ્યતિરેક પદાર્થના બોધનું કારણ બને છે. પર્યાયથી નથી આમ નિવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો વસ્તુના સદ્ભાવનું ગ્રહણ થતું નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ સ્વપર્યાયથી છે અને પર્યાયથી નથી. આથી અસદ્ભાવ પર્યાયનો ઉપયોગ વિનિવૃત્તિ દ્વારા જ થાય છે. પ્રશ્ન :- નિવૃત્તિ તો તુચ્છરૂપ છે તો એ વસ્તુનો સ્વભાવ કેવી રીતે બને ? ઉત્તર :- અહીં નિવૃત્તિ એટલે અભાવ (અત્યંતાભાવ) એવો અર્થ વિવક્ષિત નથી. પણ વિવક્ષિત દ્રવ્યથી દૂર કર્યા છે બીજાં બધાં દ્રવ્યોના વિશેષ લક્ષણો એવો તથા—તેવા પ્રકારનો સ્વભાવ તે જ નિવૃત્તિ શબ્દનો વાચ્યાર્થ છે. અર્થાત્ અહીં અભાવ લેવાનો નથી. કેમ કે બધાં દ્રવ્યોમાં સામાન્ય પર્યાયો તો સરખા પણ છે. એટલે જે જે દ્રવ્યોનાં વિશેષ લક્ષણો (ધર્મો) છે તેની નિવૃત્તિ અહીં લેવાની છે. એટલે જે વિવક્ષિત દ્રવ્ય છે તે સિવાયનાં દ્રવ્યોમાં રહેલ જે વિશેષ લક્ષણો છે તે જ નિવૃત્તિ શબ્દનો અર્થ છે. આ રીતે સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય એ વસ્તુનો સ્વભાવ છે આવું સિદ્ધ થયું. હવે તેનો સારી રીતે બોધ થાય માટે આગળ વિવેચન કરતાં જણાવે છે કે— સિદ્ધ થયેલ સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાયમાં એટલે કે વિધિ(જ્ઞસ્તિ)ના વિષયવાળા અન્વય (સામાન્ય) અને પ્રતિષેધ(નાસ્તિ)ના વિષયવાળા વ્યતિરેક(વિશેષ)માં અનિયમ ન થાય અને અતિપ્રસંગ ન આવે માટે ‘કથંચિત્' અર્થના ઘોતક, પિ શબ્દ સહિત Page #500 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ‘સ્વાત્' શબ્દને આગળ રાખીને ધર્મ-ધર્મીના નિર્દેશ કરનાર વાક્યનો પ્રયોગ કરાય છે. દા. ત. ‘સ્થાપિ ઘટ' આવો વાક્યપ્રયોગ પણ વકારથી યુક્ત કરાય છે. થાય છે. તે આ પ્રમાણે સ્વાત્ અક્સ્ચેવ ઘટ; स्यात् नास्त्येव घटः આ પ્રમાણે ‘સ્યાત્' પૂર્વક ધર્મ-ધર્મીનો નિર્દેશ કરતા વકારવાળા વાક્યનો પ્રયોગ ૪૯૧ ખરેખર અપિ શબ્દની જરૂર નથી પણ વકારની જ જરૂર છે અને સપ્તભંગીમાં કોઈ પણ ભંગમાં ‘પિ' તો આવતો જ નથી પણ ‘ધ્વજ આવે છે. અથવા સ્યાત્ શબ્દના અર્થ જેવા અર્થવાળા શબ્દ સહિત ધર્મ-ધર્મીના નિર્દેશવાળા વાક્યનો પ્રયોગ કરાય છે. દા. ત. સ્વરૂપે થયેઽસ્ત વ पररूपेण घटो नास्ति एव વાક્યમાં પ્રયોગ કરાયેલ વકાર એ ત્રણ અર્થવાળો વકાર છે. એમાંથી કોઈ પણ અર્થવાળો હોય પણ તે ગુણભાવ અને પ્રધાનભાવની સ્પષ્ટતા માટે છે. એટલે કે ‘સ્વાત્' શબ્દ અવિશેષ અનંતધર્માત્મકપણાનો પ્રતિપાદક હોવા છતાં પણ વકાર બોલવાના બળથી કથંચિત્ અસ્તિત્વરૂપ અંશનો પ્રાધાન્યપણે અને બીજા અંશનો ગૌણપણે પ્રતિપાદક બને છે. આ રીતે વકારની સાર્થકતા છે. બીજાઓ એકાંતવાદના આગ્રહવાળા એક એક ધર્માત્મક જ વસ્તુ છે આવું સ્વીકારે છે. તેમને સમજાવવા માટે ‘કથંચિત્' શબ્દનો પ્રયોગ કરીએ તો નિયમકારી ધર્મ અને પ્રત્યેનીક (વિરોધી) પર્યાય ધર્મના સંબંધવાળી વસ્તુ છે આવો બોધ થાય. સ્યાત્ સત્ કથંચિત્ સત્ છે, સ્યાત્ અનિત્ય કથંચિત્ અનિત્ય છે. સ્યાત્ નિત્ય કથંચિત્ નિત્ય છે. આ પ્રમાણે ધર્મીની પણ સ્યાદ્વાદી પ્રતિજ્ઞા કરી શકે છે. આ પ્રમાણે ‘સ્યાત્ સત્' ‘સ્યાદ્ અનિત્યં' ‘યાદ્ નિત્યં' આ રીતે અપેક્ષાએ અનિત્યત્વાદિધર્મરૂપ વસ્તુ છે અને આ જ પ્રમાણે ધર્મી પણ છે આવી સ્યાદ્વાદી પ્રતિજ્ઞા કરે છે. કેમ કે આ પ્રતિજ્ઞાને સિદ્ધ કરનાર હેતુ અને દૃષ્ટાંત સુલભ છે. અર્થાત્ ધર્મી અને ધર્મ બંનેમાં સ્યાદ્વાદ છે. એ સ્યાદ્વાદની સિદ્ધિ માટે જોઈએ તેટલા હેતુ અને દૃષ્ટાંત છે. એટલે સ્યાદ્વાદી ‘યાત્ મત્સ્યેવ ધટ' આવી પ્રતિજ્ઞા કરી શકે છે. આથી દ્રવ્યાસ્તિક નયની અર્પણાથી પ્રત્યભિજ્ઞા પ્રધાન હોવાથી ‘સોયં' આ પ્રમાણે Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ તત્ત્વાર્થ સૂત્ર ધર્મીના અભેદથી જ વ્યવહાર થાય છે. અર્થાતુ દ્રવ્યાસ્તિક નય ધર્મ-ધર્મીનો અભેદ માનતો હોવાથી યોગ્ય આવો જે અભેદ વ્યવહાર થાય છે તેમાં પ્રત્યભિજ્ઞાનું પ્રધાનપણું કારણ છે. પર્યાયાર્થિક નયની અર્પણ કરાય ત્યારે ધર્મ અને ધર્મેના ભેદનું ગ્રહણ થાય છે. “આ આનું છે' આમ ભેદને ભજનાર છે. અર્થાત્ પર્યાયાર્થિક નયની અર્પણાથી ધર્મ અને ધર્મી ભેદથી કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે નયના જ આશ્રયવાળો સ્યાદ્વાદ છે. આ નિરૂપણ પૂર્ણ કર્યા બાદ હવે પૂ ભાષ્યકાર મ. “સદ્ભાવપર્યાયે વા' ઇત્યાદિમાં જે એકવચન આદિ મૂક્યા છે તેનો વિચાર કરાય છે. ભાષ્યમાં એકવચન, દ્વિવચન, અને બહુવચનનો પ્રયોગ કર્યો છે તે એક જ સર્વ કે અસત્ત્વનું ભજનાથી પ્રભાવિત અનેકપણું છે તે પ્રતિપાદન કરવા માટે કર્યો છે. અર્થાત્ એક જ સત્ત્વ કે અસત્ત્વ એ વિવલાથી એક છે, બે છે અને અનેક છે. આ રીતે વિવક્ષાથી તેનું અનેકપણું છે. હવે “સદ્ધાવા નષ્ટિ દ્રવ્યું હતું આ ભાષ્યનો અભિપ્રાય નીચે પ્રમાણે છે તે બતાવીએ છીએ. સદ્ભાવ પર્યાયના નિમિત્ત-આદેશથી (કારણરૂપે) અર્પિત-વિવક્ષિત આત્મારૂપ દ્રવ્ય જ સત છે. કેમ કે દ્રવ્યત્વ એ જ સદ્ભાવ પર્યાય છે. પ્રશ્ન :- સદ્ભાવ પર્યાયના કારણરૂપે દ્રવ્ય છે તે કેવી રીતે સમજવું? ! સમજ - ઉત્તર :- દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ બે પ્રકારે થાય છે. (૧) પર્યાયોને જે પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે. (૨) પર્યાયો વડે જે પ્રાપ્ત કરાય તે દ્રવ્ય છે દા. ત. આત્મા મનુષ્ય-દેવાદિ પર્યાયોને અથવા દ્રવ્યત્યાદિ ધર્મરૂપ પર્યાયોને પ્રાપ્ત થાય છે. અથવા મનુષ્ય-દેવાદિ પર્યાયો વડે અથવા દ્રવ્યતાદિ પર્યાયો વડે આત્મા પ્રાપ્ત કરાય છે. આ આકાર-પર્યાયથી અર્પિત-વિવક્ષિત હોય ત્યારે આત્મદ્રવ્ય “સાત્ મતિ' આ પ્રમાણે કહેવાય છે. કારણ કે તે દ્રવ્યત્યાદિ પર્યાયોનું અર્થાત આત્મદ્રવ્યમાં રહેલ દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મારૂપ પરિણામી કારણથી થવાપણું છે. અર્થાત્ તે દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મા પરિણામી કારણ છે. પર્યાય દ્રવ્યરૂપ જ હોવાથી અર્થાત્ દ્રવ્યત્વ પર્યાય આત્મદ્રવ્યથી અભિન્ન હોવાથી આત્મદ્રવ્યરૂપ દ્રવ્યત્વાદિ પર્યાયનો આદેશ છે. આ પ્રમાણે વિવલિત હોય ત્યારે “દવ્ય સત્' કહેવાય અને તેનાથી દ્રવ્યત્વાદિ પર્યાયો થાય છે એટલે દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મા કારણ છે. કેમ કે સત આદિ પર્યાયોને આત્માદિ દ્રવ્ય Page #502 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૯૩. પ્રાપ્ત કરે છે. અથવા સત્ત્વાદિ પર્યાયોથી આત્માદિ દ્રવ્ય યુક્ત બને છે માટે પરિણામી એ જ પર્યાયનું કારણ બને છે અથવા તદ્ન રૂપ હોવાથી એટલે પર્યાય પરિણામી જુદો નથી. જેમ માટી એ ઘટ પર્યાયનું પરિણામી કારણ છે. આ માટીથી ઘટ જુદો નથી, માટીરૂપ જ ઘટ છે. આ રીતે દ્રવ્યત્વાદિ પર્યાયોનું પરિણામી કારણ દ્રવ્ય છે અને પર્યાયો ત ્ (દ્રવ્ય) રૂપ છે માટે દ્રવ્યત્વાદિ સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત દ્રવ્ય સત્ કહેવાય છે. અહીં ‘અસ્તિત્વ’ રૂપ સદ્ભાવ પર્યાયના કારણરૂપ વિવક્ષિત એક આત્મ દ્રવ્ય કહીએ એટલે ‘સ્યાદ્ અસ્તિ આત્મા આ પ્રથમ ભંગ બને. અને તે અસ્તિત્વ-સત્ત્વ બાકીના જે છ વિકલ્પો છે. તેની અપેક્ષાએ જ સંગત-યુક્તિયુક્ત બને. જેમ અસ્તિત્વ નાસ્તિત્વ નિરપેક્ષ નથી તેમ અવક્તવ્યાદિ નિરપેક્ષ પણ નથી. અર્થાત્ સાતે ભંગ પરસ્પર સાપેક્ષ છે અને પરસ્પર સાપેક્ષ હોય તો જ સ્યાદ્વાદની સપ્તભંગી કહેવાય છે. આ વિવેચનથી ‘સદાવપર્યાયે વા આėિ દ્રવ્ય વા સત્' આ અંશની વ્યાખ્યા પૂર્ણ થાય છે. હવે સદ્ધાવપર્યાયયો: વા આėિ દ્રવ્ય વા સત્ આ અંશની વ્યાખ્યા કરીએ છીએ. સદ્ભાવપર્યાય બેના નિમિત્તથી જ એટલે કે જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગના કારણવાળો જે આદેશ તે દ્રવ્ય છે. અર્થાત્ આ બે પર્યાયનું કારણ જે દ્રવ્ય છે. આગળ દ્રવ્ય ગુણનું કારણ છે એમ ‘દ્રવ્યાશ્રયા નિર્મુના મુળા:' (૬૦ 、 / સૂ॰ ૮૦/) સૂત્રમાં કહેવાશે. એટલે જ્ઞાન, દર્શન આ બે પર્યાયના કારણરૂપે આત્મદ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે આત્મા સત્ છે આમ એકવચનથી દ્રવ્ય કહેવાય. બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્ છે. આ અંશનું વિવરણ પૂર્ણ હવે ‘સદ્ધાવપર્યાયેષુ વા આવિષ્ટ દ્રવ્ય વા સત્' આ અંશની વ્યાખ્યા કરીએ છીએ. તથા ગતિથ-બહુવિધ (ઘણા) સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્ છે. તે આ પ્રમાણે—ચૈતન્ય, જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગ આ સદ્ભાવ ઘણા પર્યાયોના આશ્રયરૂપ (કારણરૂપે) વિવક્ષિત એક આત્મદ્રવ્ય સત્ છે. આ પ્રમાણે એક સદ્ભાવ પર્યાયના કારણની, બે સદ્ભાવ પર્યાયના કારણની અને અનેક સદ્ભાવ પર્યાયના કારણની વિવક્ષામાં એક દ્રવ્ય ‘દ્રવ્ય સત્' કહેવાય. બે દ્રવ્ય ‘દ્રવ્ય સત્' કહેવાય અને ઘણાં દ્રવ્યો ‘વ્યાપિ સત્' કહેવાય. આ પ્રમાણે વ્યપદેશને ભજનારાં દ્રવ્યો બને છે. હવે બીજી રીતે વિષયે સપ્તમી લઈને એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય અને ઘણાં દ્રવ્ય સત્ છે. આ રીતે ભાષ્યની યોજના કરીને અર્થ કરીએ છીએ. તે આ રીતે— અથવા એક સદ્ભાવ પર્યાયના વિષયમાં આદિષ્ટ કરાયેલું એક દ્રવ્ય પણ સત્ કહેવાય. બે દ્રવ્ય પણ સત્ કહેવાય અને ઘણાં દ્રવ્ય પણ સત્ કહેવાય. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ તત્ત્વાર્થ સૂત્ર તે જ રીતે બે સદૂભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ કહેવાય છે, અને ઘણા સદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ કહેવાય છે. અથવા અવિશિષ્ટ દ્રવ્ય એટલે શુદ્ધ દ્રવ્ય. આ દ્રવ્યમાં એકવચનથી એકત્વ, દ્વિવચનથી દ્વિત્વ બહુવચનથી બહુત્વનું વિધાન થાય ત્યારે દ્રવ્ય પદાર્થના એકત્વ, દ્વિત્વ અને બહુત્વ પર્યાયો છે. “તથા ચ' એટલે એકત્વાદિ પર્યાયો છે તો તે એકત્વાદિથી દ્રવ્ય અર્થમાણ-વિવલિત થાય ત્યારે “યાદ્ ગતિ દ્રવ્ય' આમ એકત્વથી અર્પિત થાય છે. મતલબ કે એક સંખ્યા વિશેષરૂપપણે અર્થાત્ એકત્વ સંખ્યા વિશેષરૂપે જ દ્રવ્ય જ છે પણ દ્ધિત્વ, બહુત આકારે દ્રવ્ય નથી. - જ્યારે એકત્વરૂપ પર્યાયથી શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે એક દ્રવ્ય સત છે ત્યારે તે દ્વિત્વ કે બહત્વરૂપે નથી. એક વસ્તુમાં કોઈ રૂપે એકત્વ છે તેમ દ્વિત્વ અને બહુત્વ પણ છે છતાં એકતાદિરૂપે જે અર્પણ છે તે વસ્તુનો બોધ કરાવવા માટે છે અને આમ જ ભંગની પ્રવૃત્તિનો સંભવ છે. આ જણાવવા માટે કહી રહ્યા છે કે – અનેક ધર્મવાળી વસ્તુના કોઈ વખત કોઈ પર્યાયની વિવક્ષા કરાય છે. અર્થાત્ એક કાળમાં એક પર્યાયની વિવક્ષા થાય છે. કોઈ વખત એક કાળે, એક સાથે અનેક વક્તાઓની વિવક્ષાના ભેદથી એક જ વસ્તુના એકત્વ, દ્વિત્વ અને બહત્વનો પણ સંભવ હોઈ શકે છે. અર્થાત્ અનેક વક્તાઓની વિવક્ષા એકીસાથે અર્પણ થવાથી એકતાદિ પ્રાપ્ત થઈ શકે છે. મતલબ એ સમજાય છે કે એક વક્તાની અપેક્ષાએ એક કાળમાં એક પર્યાય કહેવાય અને અનેક વક્તાની અપેક્ષાએ એક કાળમાં ઘણા પર્યાયો કહેવાય. કોઈ એકવચન બોલે, કોઈ દ્વિવચન બોલે અને કોઈ બહુવચન બોલે એટલે ઘણા પર્યાયો પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે પરિણામી કારણ સકળ પર્યાયની શક્તિથી સદા યુક્ત હોય છે. એટલે જે વખતે જે પર્યાયની વિવક્ષા કરીએ તે વખતે તે પર્યાયનો બોધ થાય છે. દા. ત. જેમ એક જ પુરુષરૂપ આધાર મામા, ભાઈ, ભાણેજ આદિ શક્તિવાળો હોય છે પણ જ્યારે જેની વિવફા કરીએ ત્યારે તેની પ્રાપ્તિ થાય છે. એક જ વસ્તુમાં એકત્વ, તિત્વ અને બહુત્વની વિવક્ષા એકસાથે પણ ઘણા વક્તાઓ કરી શકે છે. કેમ કે જુદા જુદા ઘણા વક્તાઓ હોય ત્યારે દરેકની વિવક્ષા જુદી જુદી હોય તો કોઈની એકત્વની, કોઈની દ્વિતની, કોઈની બહત્વની હોય એટલે અનેક વક્તાને આશ્રયીને એકસાથે બધા પર્યાયોની વિવક્ષા કરાય છે, પરંતુ એક કાળમાં એક વક્તા એકતાદિ એકની જ વિવક્ષા કરે છે. બીજા દ્વિવાદિનો સંભવ હોવા છતાં પણ પ્રયોજન નહીં હોવાથી દ્વિવાદિની વિવેક્ષા કરતા નથી. જેનું પ્રયોજન હોય તેની વિવક્ષા કરે છે. તેથી એકત્વની વિવક્ષા કરાય તો એકત્વની વિવક્ષા હોવાથી એકત્વરૂપથી અસ્તિત્વ પહેલા ભંગનો વિષય બને છે. માટે જ કહે Page #504 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૪૯૫ છે કે – એક વક્તાએ પ્રયોજન હોવાથી (એક વસ્તુની) વિવક્ષા કરી અને પ્રયોજનનો અભાવ હોવાથી સંભવતા હોવા છતાં એકત્વ, દ્વિવાદિની ઉપેક્ષા કરી. આથી તે પુરુષવિશેષની તે જ વિવક્ષિત આકારથી કાર્યસિદ્ધ થઈ જતી હોવાથી “સામ્ ગતિ માત્મા' આ પ્રમાણે કહેવાય છે. સર્વ (એકત્વાદિ) પર્યાયની અર્પણા વડે તે વખતે તે વક્તાનું પ્રયોજન નથી. તે વખતે વક્તાનું એક પર્યાયનું પ્રયોજન છે. આ પ્રમાણે પ્રથમ વિકલ્પની ભાવના-વિચારણા પૂરી થાય છે. ભંગ-૨ ચાલ્ નાસ્તિ ભાષ્યઃ- એક, બે કે ઘણા અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક, બે કે ઘણાં દ્રવ્યો અસત્ કહેવાય છે. અથવા એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક દ્રવ્ય, બે અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત બે દ્રવ્ય, ઘણા અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત ઘણાં દ્રવ્ય, અસત્ આ ભાષ્યના બે પ્રકારે અર્થ થાય છે તેની સ્પષ્ટ સમજ નીચે મુજબ થાય છે. પ્રકાર-૧ એક અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસત્ એક અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે પ્રત્યે અસત્ એક અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાજ અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે ત્રે અસત્ બે અસદ્ભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાજ અસતું ઘણા અસદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્ય અસતુ ઘણા અસદ્ભાવ પર્યાયમાં વિવલિત બે દ્રવ્ય હોય ત્યારે ત્રે અસત્ ઘણા અસદૂભાવ પર્યાયમાં વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાખ અસતુ. એકત્વ, દ્વિત્વ, બહત્વ આમ આ બધા પર્યાયોની ઉપેક્ષા કરી અને એમાંથી એક જ એકત્વ પર્યાયની વિવફા કરી. આ ભાવ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ તત્ત્વાર્થ સૂત્ર પ્રકાર - ૨ એકત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ એક દ્રવ્ય અસત્ છે. દ્વિત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ બે દ્રવ્ય અસત્ છે. બહુત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ ઘણાં દ્રવ્ય અસત્ છે. ટીકા :- ‘અસદ્ભાવપર્યાયે વા' ઇત્યાદિ ભાષ્યથી બીજા વિકલ્પની વિચારણા કરે છે. આત્માનાં જ્ઞાન, દર્શન આદિથી વ્યતિરિક્ત-ભિન્ન ગતિ ઉપકાર, સ્થિતિ ઉપકાર, અવગાહ ઉપકારરૂપ અને સ્પર્શાદિ આ બધા અસદ્ભાવ પર્યાયો છે. અથવા વર્તમાન જન્મના જે અતીત અને અનાગત પર્યાયો અર્થાત્ પૂર્વભવના અને ભાવિ ભવના જે પર્યાયો છે તે અસદ્ભાવ પર્યાયો છે. અથવા તે જ જન્મમાં જે બાલાદિ અતિક્રાન્ત અને આગામી જે વૃદ્ધત્વાદિ પર્યાયો છે તે બધા પણ અસદ્ભાવ પર્યાયો છે. આ બધા અસદ્ભાવ પર્યાયની અર્પણા કરીએ ત્યારે સ્થાત્ નાસ્તિ ડ્વ આત્મા' આ ભંગ બને છે. સર્વ પ્રકારે નાસ્તિત્વ નથી પણ અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ આત્મામાં નાસ્તિત્વ છે. જ્યારે આત્મા ગતિ ઉપકારક પર્યાયથી અર્પિત વિવક્ષિત કરાય ત્યારે તે આત્મ દ્રવ્ય અસત્ છે. કેમ કે આત્માના સ્વભાવરૂપે ગતિ ઉપકારક પર્યાયને આત્મા પ્રાપ્ત થતો નથી. અર્થાત્ આત્મ દ્રવ્ય તે સ્વભાવે નહીં હોવાથી તે સ્વભાવે અસત્ છે. કેમ કે આત્મામાં ગત્યુપકારકત્વ સ્વભાવ નથી. જેનો જે સ્વભાવ હોય તે અર્પણાથી સત્ કહેવાય અને જે સ્વભાવ ન હોય તે સ્વભાવની અર્પણા કરીએ ત્યારે તે અસત્ કહેવાય. માટે આત્મદ્રવ્ય ગતિ ઉપકારકપણે અસત્ છે. શંકા :- ‘અદ્રવણાત્'નો અર્થ ‘અનુગામી નહીં હોવાથી' ‘ગત્યુપકારમાં પરિણમતું નહિ હોવાથી' આ હેતુ આપીને આત્મ દ્રવ્ય અસત્ છે આમ કહ્યું તો તો આત્માનું દ્રવ્યપણું સિદ્ધ નહીં થાય. કેમ કે તમે તો આત્મા અનુગામી નથી આવો હેતુ આપો છો. એટલે આત્મામાં દ્રવ્યત્વ આવ્યું નહીં. આત્મા સદ્ભાવ પર્યાયનો અનુગામી બને છે તેનું કારણ તો દ્રવ્યત્વ છે તે આત્મામાં સંભવતું નથી એટલે પર્યાયો પણ સંભવતા નથી. આમ દ્રવ્ય અને પર્યાય આ ઉભય સિવાય તો કોઈ સત્ત્નું સ્વરૂપ નથી માટે આત્મા અસત્ જ છે. સમાધાન :- પર્યાયથી રહિત દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાય હોતા નથી. સદ્ભાવ પર્યાયથી પ્રભાવિત હોય તે દ્રવ્ય છે અથવા સ્વપરિણામીથી પ્રભાવિત થતા હોય તે પર્યાયો છે. તેમાં એવું એક પણ દ્રવ્ય નથી કે જે સદ્ભાવ પર્યાયથી ભાવિત ન હોય કે સ્વપરિણામી Page #506 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૪૯૭ દ્રવ્યથી પ્રભાવિત પર્યાયવાળું ન હોય માટે દ્રવ્ય અસત્ કહેવાય છે તે પરપર્યાયની અર્પણાથી છે. અર્થાત્ ગતિ ઉપકારકરૂપ સદ્ભાવ પર્યાયથી પ્રભાવિત આત્મદ્રવ્ય નથી. અથવા આત્મદ્રવ્યરૂપ પરિણામીની પ્રભાવિતાથી પ્રભાવિત ગતિ ઉપકાર પર્યાય નથી. ગતિ ઉપકાર સ્વભાવવાળો આત્મા નથી. તે સ્વભાવ વડે આત્મા ગતિ ઉપકાર પર્યાયરૂપે થતો નથી. તેથી ગતિ ઉપકારરૂપ પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે આત્મદ્રવ્ય અસત્ છે. આ રીતે ગતિઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. એ જ પ્રમાણે ગતિ ઉપકારકત્વ અને સ્થિતિ ઉપકારકત્વ બે અસદૂભાવ પર્યાયથી વિવક્ષિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારકત્વ, સ્થિતિ ઉપકારકત્વ, અવગાહ ઉપકારકત્વરૂપ ઘણા અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય સરખા છે. આમ આત્મદ્રવ્ય અસત્ છે તે ધર્માદિ દ્રવ્યનો જે ગતિ ઉપકાર પર્યાય છે તે પર્યાયને લઈને અસત્ છે. અર્થાત્ ધર્માદિના ગતિ આદિ એક પણ પર્યાયને આત્મા પ્રાપ્ત થતો નથી. અથવા ગતિ આદિ એક પણ પર્યાયનું આત્મા પરિણામી કારણ નથી. માટે આત્મા અસત્ છે એમ કહેવાય છે. મતલબ પર પર્યાયની અર્પણાથી “આત્મા નાસ્તિ' “આત્મા અસત્' છે. બાકીની વિચારણા પૂર્વ ભાષ્યસૂત્રની જેમ વિચારી લેવી'. ભંગ-૩ स्याद् अवक्तव्य ભાષ્ય :- હવે ત્રીજા “અવક્તવ્યતા’ આ વિકલ્પની વિચારણા માટે કહે છે કે – પ્રકાર-૧ ગતિ ઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારરૂપ, સ્થિતિઉપકારરૂપ બે અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારરૂપ, સ્થિતિઉપકારરૂપ અવગાહ ઉપકારરૂપ ઘણા પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ, મૂર્તત્વરૂપ બે અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ, મૂર્તત્વરૂપ, કર્તુત્વરૂપ ઘણા અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અનિત્યત્વરૂપ એક અસદૂભાવ પર્યાયમાં ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસતુ છે. અનિત્યસ્વરૂપ, મૂર્તત્વરૂપ, બે અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસત્ છે. અનિત્યસ્વરૂપ, મૂર્તસ્વરૂપ, ચેતનત્વ ઘણા પર્યાયમાં આદિષ્ટ ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસતુ છે. પ્રકાર - ૨ ઘટાદિમાં રહેલ એકત્વ પર્યાયથી આદિષ્ટ એક આત્મદ્રવ્ય અસત્ છે. ઘટ અને પટમાં રહેલ દ્વિત્વ પર્યાયથી આદિષ્ટ બે આત્મદ્રવ્ય અસતુ છે. ઘટ, પટ અને દંડમાં રહેલ બહુત્વ પર્યાયથી આદિષ્ટ ઘણાં આત્મદ્રવ્ય અસત્ છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ તત્ત્વાર્થ સૂત્ર સદ્ભાવ અને અસદ્ભાવ આ ઉભયપર્યાયની અર્પણાથી દ્રવ્ય સત્ ન કહેવાય અથવા અસત્ ન કહેવાય. એટલે સતુ કે અસતુ છે એમ કહેવાય નહીં માટે અસ્તિત્વ અને નાસ્તિત્વરૂપ પર્યાયથી યુગપદ્ વિવક્ષામાં ઉભયપર્યાયથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય, બે ઉભય પર્યાયોથી એક દ્રવ્ય, બે દ્રવ્ય અને ઘણાં દ્રવ્ય અને ઘણા ઉભય પર્યાયોથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યની યુગપત્ વિવક્ષા કરીએ ત્યારે અવક્તવ્ય-અવાચ્ય નામનો ત્રીજો ભંગ થાય છે. પ્રકાર - ૧ સદ્ભાવ-અસદ્ભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સત્ કે અસતુ ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે એક દ્રવ્ય સતુ કે અસતુ ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. સદ્ભાવ-અભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. સદ્દભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસતું ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ બે ઉભય પર્યાયના કારણરૂપે વિવક્ષિત ઘણાં દ્રવ્ય સતુ કે અસત્ ન કહેવાય. સદ્ભાવ-અસદ્ભાવ ઘણા ઉભય પર્યાયના કારણરૂપે વિવલિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. પ્રકાર - ૨ સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવક્ષિત એક દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ ન કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભયપર્યાય વિષયક વિવણિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત એક દ્રવ્ય સતુ કે અસતુ કહી Page #508 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૪૯૯ શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય બે પર્યાય વિષયક વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવલિત એક દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવક્ષિત બે દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. સદ્ભાવ-અસદ્ભાવ ઉભય ઘણા પર્યાય વિષયક વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ કે અસત્ કહી શકાતું નથી. પ્રકાર-૩ એકત્વરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ એક દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. દ્વિવરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ બે દ્રવ્ય સત્ કે અસત્ય ન કહેવાય. બહુત્વરૂપ ઉભય પર્યાયથી શુદ્ધ ઘણા દ્રવ્ય સત્ કે અસત્ ન કહેવાય. ટીકા :- ભાષ્યમાં “તદ્ ઉભય પર્યાયે વા' ઇત્યાદિમાં જે “તત્ શબ્દ છે તે ચાલી ગયેલા અસ્તિત્વ અને નાસ્તિત્વ આ બેનો પરામર્શ કરે છે. એટલે સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય આ બેનું ગ્રહણ કરવા માટે છે. ભાષ્યમાં રહેલ ‘તદુપય' આ સમાસનો વિગ્રહ નીચે પ્રમાણે છે. ૩મયથાતી પર્યાયશ ૩મયપર્યાયઃ દ્રવ્યનો અસ્તિત્વ-નાસ્તિત્વ રૂપ જે તે ઉભય પર્યાય સ સમયપર્યાયશ્ચ ત,મયપર્યાયઃ અસ્તિત્વ, નાસ્તિત્વરૂપ ઉભય પર્યાય તમન્ તદુપય અહીં સપ્તમી વિષય અથવા નિમિત્ત અર્થમાં છે. તેથી ઉભય પર્યાય નિમિત્ત અથવા ઉભય પર્યાય વિષયક જે આદેશ તેનાથી વિવક્ષિત એટલે કે ઉભય પર્યાયની વિવાથી અસ્તિ-નાસ્તિ રૂપે આત્માની યુગપત વિવફા ૩ પ્રાર પવનયા કહેલા પ્રકારની વિચારણાથી કહેવા માટે યોગ્ય નથી તેથી અવાચ્ય છે. અર્થાત અસ્તિત્વનાસ્તિત્વરૂપ ઉભય પર્યાયથી આત્મા એકસાથે કહેવો હોય તો અવાચ્ય છે. આ રીતે અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ઉભય એક પર્યાયને લઈને વિચાર કર્યો. હવે અસ્તિત્વનાસ્તિત્વ આ ઉભય બે પર્યાયથી વિચાર કરીએ છીએ. (२) ताभ्यां उभयपर्यायाभ्याम् ૩મયાપ્યાં પર્યાયાખ્યામ્ એટલે તે ઉભય પર્યાયથી અવક્તવ્ય છે. તે ઉભય પર્યાય અસ્તિત્વ અને નાસ્તિત્વ છે. આ બે પર્યાયોથી યુગપત્ આત્મરૂપ દ્રવ્ય વગેરે કહેવું હોય તો ન કહી શકાય. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તત્વાર્થ સૂત્ર એટલે કે સતુ એ પ્રમાણે અત્ એ પ્રમાણે કહી શકાય નહીં. માટે ૩ બે પર્યાયોથી અવક્તવ્ય બને છે. જો ક્રમથી અર્પણ કરાય તો દ્રવ્ય સત્ અથવા સત્ આમ બોલાય જ કિંતુ એક કાળમાં એક સાથે વિવક્ષા કરીએ તો ત્ શબ્દ કે સત્ શબ્દથી વાચ્ય બની શકે નહિ. કેમ કે એક કાળમાં સત, મને કહેનાર કોઈ શબ્દ નથી. બે પર્યાય એ બે છે એક નથી તેથી ઉભય પર્યાયની વિવક્ષામાં એકવચન યુક્તિયુક્ત નથી. છતાં બેમાં એકની વિવક્ષા કરો તો એકવચન આવી શકે પણ ઉભય પર્યાયથી આદિષ્ટ હોય તો તે વક્તવ્ય જ બને. અવક્તવ્ય ન બની શકે માટે શંકા થાય છે. શંકા :- પૂ ભાષ્યકાર મ ભાષ્યમાં ‘તમય વા' આ પ્રમાણે સપ્તમી વિભક્તિનો એકવચનમાં જે પ્રયોગ કર્યો છે તે યુક્તિયુક્ત નથી. કેમ કે ઉભય પર્યાય એટલે એક અસ્તિત્વ પર્યાય અને બીજો નાસ્તિત્વ પર્યાય. આ એક એક પર્યાયને લઈને કહીએ તો ઉભયપર્યાયથી વાચ્ય બની જાય છે. પછી ઉભય પર્યાય અવાચ્ય કેવી રીતે કહેવાય? એક પર્યાયની વિવક્ષા કરીએ એટલે અવક્તવ્ય બનતું નથી. બે પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે અવાચ્ય બને છે અને તમે તો પર્યાયે એકવચન લખ્યું છે. ભાષ્યકાર મ. ઉભયપદનું ગ્રહણ કર્યું છે તે પર્યાયનું વિશેષણ છે. એટલે બે પર્યાયનું ગ્રહણ થશે, એક પર્યાયનું નહીં અને તે બે પર્યાયની આત્માના એક પર્યાયરૂપે વિવક્ષા કરી માટે એકવચન એ અયુક્ત નથી. આવું સમાધાન કરવા કહે છે કે સમાધાન - “તતુમય વા' આ વાક્યમાં જે ઉભય શબ્દનું ગ્રહણ છે તેનાથી સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય ઉભયને લેવાનો છે. ઉભયની વિવક્ષામાં વસ્તુ અવાચ્ય થશે. શંકા:- તો તો પહેલા ‘તમપ’ આ વાક્યથી “તત્યપર્યાયઃ' આ બીજા વાક્યમાં કશો જ ભેદ રહેતો નથી. ત્યાં પણ બે પર્યાય છે અને આ બીજા વાક્યમાં પણ બે પર્યાય છે. સમાધાન - આ તારી શંકા બરાબર નથી. કેમ કે ત૮મયપર્યાયે આ પહેલા વાક્યમાં વિશેષ વિવક્ષાથી અસ્તિત્વ એક છે. કેમ કે એક જ અસ્તિત્વ સ્વપર્યાયવિષય અને પરપર્યાયવિષય આમ ઉભયપર્યાયરૂપ છે. એટલે તે અસ્તિત્વ જ્યારે સ્વપર્યાયથી વિવક્ષિત કરીએ ત્યારે સ્વપર્યાયથી વિશિષ્ટ અસ્તિત્વ આત્મામાં છે. આ પહેલો ભંગ છે, અને સ્વપર્યાયનો વિષય છે તે જ અસ્તિત્વ પરપર્યાયથી વિવક્ષિત કરાય ત્યારે આત્મામાં નથી. આ બીજો ભંગ છે. અર્થાત્ આત્મામાં નાસ્તિત્વ તરીકે ગ્રહણ કરાય છે. ૧. અભેદરૂપ સ્વવિષયક-પરવિષયક અસ્તિત્વ આ ઉભયરૂપ એક પર્યાય ભિન્ન અસ્તિત્વ અને નાસ્તિત્વ આ ઉભયરૂપ બે પર્યાય (૧) અભેદરૂપ સ્વવિષયક-પરવિષયક અસ્તિત્વ અને ઉભય પ્રધાનરૂપ (૨) અસ્તિત્વ અને (૩) નાસ્તિત્વ આ ઉભયરૂપ ઘણા પર્યાય Page #510 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૫૦૧ હમણા આ ત્રીજા ભંગમાં ‘ઉભયપર્યાય યુગપતુ અર્પણામાં અવક્તવ્ય બને છે. વળી “ઇતરત્ર' એટલે “પર્યાયયો' “પપુ'માં પ્રધાનપણે ભેદની વ્યાખ્યા કરાય ત્યારે દ્વિવચન અને બહુવચનનો નિર્દેશ સમીચીન છે. અર્થાત “પર્યાયયો', પર્યાપુ'માં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેના ભેદની જ વિવક્ષા કરી છે. એટલે સમયપર્યાયે આ પહેલા વાક્યપ્રયોગમાં એક જ અસ્તિત્વમાં સ્વપર્યાય અને પરપર્યાય આ ઉભયપર્યાયરૂપે અસ્તિત્વની જ અભેદપણે વિવક્ષા છે, જ્યારે ‘મયપર્યાયઃ' આ બીજા વાક્યપ્રયોગમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનો ભેદ વિવક્ષિત છે. માટે માર્યા અને મયપર્યાયો. આ બંનેમાં વિશેષ છે. અથવા ૩મયપર્યાયે આ વાક્યપ્રયોગમાં જાતિની વિવક્ષાથી એકવચન છે. કેમ કે પર્યાયત્વજાતિ ઉભયમાં એક છે. એટલે ઉભય પર્યાયમાં રહેલ પર્યાયત્વ જાતિ એક હોવાથી જાતિની વિવક્ષામાં એકવચન છે. આ પ્રમાણે સંગ્રહ અને વ્યવહાર નયને અનુસરનારા આ ત્રણે સકલાદેશો ભાષ્યકાર મ. ભાષ્યથી જ વિચાર્યા છે. વિકલાદેશ હવે પર્યાય નયને આશ્રિત ચાર વિકલાદેશ કહેવા યોગ્ય છે તેના પ્રતિપાદન માટે પૂ ભાષ્યકાર મ. કહે છે કે – ભાષ્ય :- દેશમાં આદેશ વડે (પર્યાયાસ્તિકની) વ્યાખ્યા કરવી જોઈએ. તિ શબ્દ વિકલ્પની ઇયત્તા બતાવનાર છે. ટીક :- “તિ' શબ્દ વિકલ્પોની મર્યાદા બતાવનાર છે એટલે સકલાદેશ ત્રણ અને વિકલાદેશ ચાર આમ સાત ભંગ જ થાય છે એ બતાવવા માટે રૂતિ શબ્દ પૂ. ભાષ્યકાર મ. મૂક્યો છે. પ્રશ્ન :- ભાષ્યમાં ‘ વિચિતવ્યમ્' આ શબ્દનો નપુંસકલિંગમાં પ્રયોગ કેમ કર્યો છે? ઉત્તર :- પહેલા.... ‘તત્ર' વૃતુર્વિધ, તથા-વ્યાતિવં, માતૃપાસ્તિવું, સત્પન્નતિ, પર્યાયપ્તિ તિ ” આ પ્રમાણે ભાષ્યમાં નપુંસકલિંગમાં શરૂઆત કરી હતી. હવે આનો ઉપસંહાર કરી રહ્યા છે તો શરૂઆતમાં પર્યાયપ્તિવં શબ્દ નપુંસકલિંગમાં છે. માટે ઉપસંહારમાં નપુંસકલિંગ રાખી ‘ વિચિતવ્યમ્'માં નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે. પ્રશ્ન :- પૂ ભાષ્યકાર મ. સકલાદેશ ત્રણ બતાવ્યા છે તેમ બીજા ચાર વિકલાદેશો છે તે ભાષ્ય દ્વારા કેમ ન કહ્યા ? “દેશાદેશથી વિકલ્પ કરી લેવા આવી ભલામણ કેમ કરી ? ઉત્તર :- આ ભલામણ કરવામાં પૂ. ભાષ્યકાર મ.નો આ અભિપ્રાય લક્ષિત થાય છે (જણાય છે) કે–સકલાદેશના સંયોગથી ચાર વિકલાદેશની સિદ્ધિ સારી રીતે થઈ શકે છે. ૧. તત્ત્વાર્થસૂત્ર પૃ. ૩૯૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ તેમાં પહેલા અને બીજા વિકલ્પના સંયોગથી ચોથો સ્વાદ્ અસ્તિ ૬ નાસ્તિ TM વિકલ્પ (ભંગ) થાય છે, પહેલા અને ત્રીજા વિકલ્પના સંયોગથી પાંચમો સ્વાદ્ અસ્તિ ૬ અવવ્યશ્ચ ભંગ થાય છે, બીજા અને ત્રીજા વિકલ્પના સંયોગથી છઠ્ઠો સ્થાર્ નાસ્તિ ૪ અવત્તવ્યશ્ચ ભંગ થાય છે, પહેલા, બીજા અને ત્રીજા વિકલ્પના સંયોગથી સાતમો સ્વાર્ અસ્તિ ૬, નાસ્તિવ, અવવ્યશ્ચ ભંગ થાય છે. આ રીતે બાકીના ચાર વિકલ્પો સકલાદેશના સંયોગથી જ સિદ્ધ છે માટે તેની ભલામણ કરી પરંતુ ભાષ્ય દ્વારા બતાવ્યા નથી. તત્ત્વાર્થ સૂત્ર આ સપ્તભંગીના પહેલા ત્રણ ભંગમાં સકળ જ દ્રવ્યનો આદેશ (વિવક્ષા) કરાય છે. અર્થાત્ સ્વાર્ અસ્તિઞાત્મા, ચાત્ નાસ્તિ માત્મા, સ્યાદ્ અવવ્ય આત્મા આ ત્રણ વિકલ્પોમાં સંપૂર્ણ જ આત્મદ્રવ્ય સત્ છે, અસત્ છે અને અવક્તવ્ય છે. આ પ્રમાણે કહેવાય છે. એટલે પહેલા ત્રણે વિકલ્પોમાં સકળ દ્રવ્યનો આદેશ છે. જ્યારે બાકીના ૪-૫-૬-૭ આ ચાર વિકલ્પોમાં ખંડશઃ ખંડથી દ્રવ્યનો આદેશ કરાય છે. देश કહેવાય છે. આ જ વાત પૂ. ભાષ્યકાર મ‘પેશવેશેન વિત્ત્વયિતવ્યમ્' આ વાક્યથી સમજાવે છે. આ ભાષ્યની પંક્તિનો અર્થ આ પ્રમાણે થાય છે દ્રવ્યોની. = देशादेशेन અખંડ વસ્તુનો બુદ્ધિથી છેદ૧ કરવાથી જે છૂટો થયેલ અવયવ તે દેશ દા. ત. સત્ દ્રવ્ય છે તે સમસ્ત દ્રવ્ય સત્ છે. આ દ્રવ્યના બુદ્ધિથી વિભાગો કરીએ તે બુદ્ધિથી કલ્પિત દેશ સમજવો. વેશે આવેશઃ તે દેશમાં આદેશ તેન વૈશવેશેન દેશાદેશ વડે વિપયિતવ્યમ્ વિકલ્પ કરવા જોઈએ, વ્યાખ્યા કરવી જોઈએ. કોની ? આત્માદિ સંપૂર્ણ દ્રવ્યમાં બુદ્ધિથી કલ્પેલા વિભાગમાં વિવક્ષાથી આત્માદિ દ્રવ્યોને કહેવા જોઈએ. વસ્તુનો અવયવરૂપ જે દેશ તે અસ્તિત્વમાં નિયત હોય ત્યારે ‘સન્ વયે અયમ્' આવો ૧. દા. ત. જેમ અખંડ વ્યક્તિ નરસિંહમાં ભાગની કલ્પનાથી નરત્વ અને સિહત્વનો વિકલ્પ થાય છે તેમ અનેકાંતાત્મક કથંચિત્ અભેદ અવસ્થામાં સમુદાયાત્મક (સત્ત્તાસત્ત્વાદિગુણસમુદાયરૂપ) આત્મસ્વરૂપનો સ્વીકાર કરીને જે અંશનું અભિધાન કરીએ છીએ તે વિક્લાદેશ છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૫૦૩ નિશ્ચય થાય છે અને બીજો દેશ નાસ્તિત્વમાં નિયત હોય ત્યારે “મનું પર્વ અયમ્' આવું જ્ઞાન થાય છે તેથી “માત્મા યાત્ પ્તિ ૨ નાતિ, વ' આવો ચોથો ભંગ બને છે. આ પ્રમાણે કથંચિત અવયવોથી અવયવીનો અભેદ હોવાથી અવયવરૂપ ધર્મો વડે આત્મા પણ તે પ્રમાણે કહેવાય છે. આ પ્રમાણે ચારે પણ વિકલાદેશ ભંગોનું દેશાદેશથી ગ્રહણ કરવું. અર્થાત્ જેમ “sો રેવત્તઃ' આ પ્રયોગમાં દેવદત્તનો અવયવ જે હાથ છે તે તૂઠો છે, આને લઈને અવયવી દેવદત્ત ટૂંઠ કહેવાય છે તેમ આત્મા અનેક ધર્મરૂપ છે. તેમાંથી કોઈ પણ એક ધર્મ ‘શ કહેવાય. તેની વિવક્ષાથી વિકલાદેશ થાય છે. આ ચાર વિકલ્પોમાં “ચાત્ પ્તિ નાસ્તિ ર' આ ચોથો વિકલ્પ ઉભયપ્રધાન વિકલ્પ છે. આ વિકલ્પમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રધાન છે, કેમ કે ક્રમથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનું પણ શબ્દથી અભિધાન થાય છે. અહીં ક્રમ સમુચ્ચયરૂપ છે. જ્યાં સમુચ્ચય હોય છે ત્યાં ક્રમ જ હોય છે. એટલે કે એકને કહ્યા પછી બીજાને કહેવાય છે. દા. ત. જેમ “રામ અને લક્ષ્મણ' આ વાકયમાં સમુચ્ચય છે તો રામ બોલ્યા પછી જ લક્ષ્મણ બોલાય છે તેમ અહીં બંનેનું પણ પોતપોતાના પ્રતિપાદક શબ્દથી અભિધાન થાય છે માટે આ વિકલ્પમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રધાન છે. - આ ચોથો વિકલ્પ વિકલાદેશ છે. કેમ કે દેશમાં જે આદેશ છે તે જ વિકલાદેશ છે. એટલે આ અનંતધર્માત્મકરૂપે પ્રસિદ્ધ વસ્તુનું વૈકલ્ય છે. સ્વરૂપથી અવિભક્ત-અખંડ હોવા છતાં પણ વસ્તુનું એ વિવિક્ત-પરસ્પર સત્ત્વાદિ ભિન્ન ગુણરૂપ છે. આ સત્ત્વાદિરૂપ ગુણો સ્વરૂપથી ઉપરંજક છે. જેની (સત્ત્વાદિ ગુણ રૂપની) અપેક્ષા લઈને અર્થાત્ કલ્પિત અંશરૂપ ભેદ કરીને અનેકાંતરૂપ જે એકત્વ એટલે કથંચિત અભેદની વ્યવસ્થામાં અખંડ એવા સમુદાયાત્મક નરસિંહમાં નરત્વ અને સિંહત્વના વિકલ્પની જેમ સમુદાયરૂપ આત્મસ્વરૂપનો સ્વીકાર કરીને જે અભિધાન થાય તે વિકલાદેશ છે. ' અર્થાતુ અનેકાંતવાદમાં વસ્તુનું અનેકાન્તસ્વરૂપ એક જ છે. છતાં વસ્તુમાં રહેલા અનેક ગુણો છે જે પોતપોતાના સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. આ ગુણોને લઈને વસ્તુમાં ભેદ પડે છે. વાસ્તવિક વસ્તુ જુદી નથી પણ સત્ત્વ ગુણ અને અસત્ત્વગુણ જુદા છે. તેથી જયારે આ ચોથા વિકલ્પમાં “ગતિ ૨ નાતિ ૨' આમ ક્રમથી સત્ત્વ અને અસત્ત્વનું વિધાન કરાય છે પણ સત્ત્વ અને અસત્ત્વાદિ ગુણોના સમુદાયરૂપ વસ્તુ છે, આવો સ્વીકાર હોવા છતાં નરસિંહત્વ નરસિંહમાં એક જ છે છતાં દેશમાં નરત્વ અને દેશમાં સિંહત્વની કલ્પનાની જેમ એક દેશમાં સત્ત્વ અને એક દેશમાં અસત્ત્વની કલ્પના એ વિકલાદેશ છે. - એટલે વસ્તુના અનેકાંતરૂપ એકત્વનો સ્વીકાર કરીને એમાંથી બુદ્ધિથી કોઈ અંશને જુદો કરીને જે વિકલ્પ કરાય તે વિકલાદેશ છે. પરંતુ કેવલ સિંહમાં સિંહત્વની જેમ એકાત્મક એકત્વના પરિગ્રહથી અર્થાત્ સિંહ અને સિંહત્વનો એકાંત અભેદ મનાય તો વિકલાદેશ બને નહિ. એટલે કે સિંહમાં સિંહત્વ છે આ વચન જેમ વિકલાદેશ નથી તેમ એકાત્મક સ્વરૂપ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ તત્વાર્થ સૂત્ર વસ્તુમાં રહેલ એત્વના સ્વીકારથી એકત્વનું વચન વિકલાદેશ નથી બનતું. અહીં શંકા થાય છે કે અનેકાત્મક સ્વરૂપ વસ્તુ એમાં એકત્વ કેવી રીતે સંભવે? તો તેને દષ્ટાંત દ્વારા સમજાવતાં કહે છે કે—જેમ અનેક રંગવાળું એક ચિત્ર છે. તે કેવું છે ? તે સમજાવવા માટે લીલા પાંદડાવાળું, ગુલાબી ફૂલોવાળું ઇત્યાદિ ભાગ પાડીને કહીએ. બાકી ચિત્ર તો અનેકરંગવાળું એક જ છે. એટલે પ્રતિપાદનના ઉપાય માટે પરિકલ્પિત એવા અનેક નીલ, પીતાદિ જે ભાગ છે આવું જે નિર્વિભાગ–અખંડ અનેકાત્મક એક એવું જે ચિત્ર તે સામાન્યરૂપ કહેવાય. અર્થાત્ સામાન્યરૂપ એક ચિત્રરૂપ, એમાં નીલાદિ, પીતાદિ રૂપો હોવાથી અનેકાત્મક છે. છતાં આ ચિત્રમાં કયાં કયાં રૂપ છે તે સમજાવવા માટે આમાં પીત રૂપ છે. નીલ રૂપ છે આ બધું કહેવાય છે. તેમ અનેકધર્મસ્વભાવવાળી એક વસ્તુ છે. આ રીતે અનેકાત્મક સ્વરૂપ વસ્તુમાં એકત્વ સંભવી શકે છે. શંકા - ગુણો ભલે અનેક હોય પણ ગુણી એ અનેક કેવી રીતે થાય ? બીજાના ભેદમાં બીજાનો ભેદ કહેવો એટલે કે ગુણોના ભેદમાં ગુણીનો ભેદ કહેવો એ તો બરાબર નથી. માટે વસ્તુનું અનેકાન્તપણું બની શકે નહીં અને તેના આશ્રયથી તમે જે વિકલાદેશ કરો છો તે વિકલાદેશ સંગત કેવી રીતે થઈ શકે ? | અભિન્ન એવી વસ્તુમાં પણ ભેદ કરનાર વિશેષ ગુણ જોવાયો છે. એટલે કે અનેક ધર્મસ્વભાવવાળી એક વસ્તુ છે તેમાં સત્ત્વાદિ વિશેષ ગુણોને લઈને વસ્તુ સતુ છે, અસતુ છે આવો ભેદ પડે છે એટલે વિશેષ ગુણો ભેદ કરે છે. દા. ત. જેમ તમે પરુ–ગયા વર્ષે (પહેલા) ચતુર હતા અને આ વર્ષે તો ઘણા ચતુર છો, જુદા જ થઈ ગયા છો...' આ વાક્યમાં “તમે વ્યક્તિ એની એ જ છે પણ એમાં સામાન્ય પટુતારૂપ ગુણથી ભિન્ન પટુતર’ એ વિશેષ ગુણ છે તે વસ્તુના ભેદની કલ્પના કરાવે છે. અર્થાત્ એકની એક વ્યક્તિમાં ભેદ પાડનાર પટુતર' વિશેષ ગુણ છે. સામાન્યગુણ વસ્તુનો ભેદક નથી બનતો પરંતુ વિશેષ ગુણ વસ્તુમાં ભેદ પાડે છે. આમ એકની એક વસ્તુમાં વિશેષ ગુણ ભેદ પાડે છે એટલે ગુણોના ભેદથી ગુણીનો ભેદ બની શકે છે. કેમ કે દરેકનું પ્રયોજન જુદું હોય છે. ભિન્ન પ્રયોજનના અર્થીઓ તે પ્રમાણે આશ્રય લે છે. અર્થાત્ વિવક્ષા કરનારને જ્યારે જે ભેદક ધર્મનો આશ્રય લેતો હોય છે ત્યારે તે ધર્મનો આશ્રય લે છે. આ રીતે આત્માદિ દ્રવ્યોનું અનેકાત્મક એકત્વ છે કેમ કે શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક અને પર્યાયનયથી એકાત્માનો પરિણામ છે. એટલે કે એક આત્માનાં અનેક પરિણામો છે. માટે એક આત્મા અનેકાત્મક સિદ્ધ થયો. પરિણામો અનેક હોવા છતાં તથાસ્વરૂપે પરિણમતો આત્મા એક છે. કેમ કે આ પરિણામ તેના આત્માના) ભાવથી ભાવિત છે. અર્થાત્ આત્મા હોય તો જ પરિણામ છે અને આત્મા ન Page #514 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૫૦૫ હોય તો પરિણામ હોય નહીં. આ વાતની દઢતા માટે દષ્ટાંત આપતાં કહે છે કે દા. ત. જેમ ઘટ મૃભાવથી ભાવિત હોવાથી માટીરૂપ છે એટલે કે માટી હોય તો જ ઘટ પરિણામ હોય છે. જો માટી ન હોય તો : ઘટ પરિણામ બની શકે નહિ. તેમ આત્મા છે તો જ તેનાં પરિણામો છે માટે પરિણામ એ પરિણામ સ્વરૂપ છે. આ જ વાતને દઢ કરતું બીજું પણ દષ્ટાંત આપતાં કહે છે કે અથવા હસ્તાદિ સમૂહરૂપ પુરુષની જેમ. પુરુષ એ હાથ આદિથી ભાવિત હોવાથી હાથ આદિ સ્વરૂપ જ છે. આથી તે પરિણામરૂપ ગુણો આત્માના આરંભક હોવાથી ભાગો છે. જેમ કે હસ્તાદિ સ્વરૂપથી પુરુષ જુદો નથી. આથી વસ્તુના તે હસ્તાદિ અવયવો પુરુષ દ્રવ્યના આરંભક હોવાથી પુરુષના ભાગો છે. પુરુષના હસ્તાદિ આ ભાગો જેમ પુરુષના અંશને અનુભવે છે તેમ પરિણામો આરંભક હોવાથી પરિણામીના ભાગો છે. તે ભાગો (પરિણામો) ક્રમથી અથવા ક્રમ અને યૌગપઘથી રહેલા છે. પ્રશ્ન - કયા ભંગમાં ક્રમથી રહેલા છે અને કયા ભંગમાં ક્રમ-યૌગપઘથી રહેલા છે? ઉત્તર :- ચોથા વિકલ્પમાં ક્રમથી અને ૫-૬-૭ વિકલ્પમાં ક્રમ અને યૌગપઘથી રહેલા છે. તેમાં ચોથા વિકલ્પમાં સમુચ્ચયાત્મક ક્રમથી રહેલા છે. પ્રશ્ન :- સમુચ્ચયથી રહેલા છે એમ ન કહેતાં સમુચ્ચયાત્મક ક્રમથી રહેલા છે એમ શા માટે કહ્યું ? ઉત્તર :- જે આ બેનો સમુચ્ચય છે તે જ ક્રમ છે. એકના કહ્યા પછી એકના કહેવારૂપ જે ક્રમ છે એ ક્રમ સિવાય સમુચ્ચય સંભવી શકતો નથી. વસ્તુમાં સ્વરૂપેણ અસ્તિત્વ અને પરરૂપેણ નાસ્તિત્વ એક સાથે છે પણ વિવક્ષા અસ્તિત્વ અને નાસ્તિત્વની આ ચોથા વિકલ્પમાં ક્રમથી છે. પાંચમા અને છઠ્ઠા વિકલ્પમાં અપચિત ક્રમ અને યુગપતથી બનેલા અંશો છે. ૧. જોકે આત્મા પરિણામનું કારણ છે તેથી આત્મા આરંભક છે પણ પરિણામો આરંભક નથી, કેમ કે પરિણામો તો કાર્ય છે. તો પણ અહીં સમજવું કે પરિણામ અને પરિણામીનો અભેદ છે તેથી પરિણામના ભવનમાં પરિણામીનું પણ ભવન છે માટે આત્માનું પણ ભવન છે. આમ ઉપચારથી પરિણામ(ગુણો)ને આરંભક કહ્યા છે એમ સમજવું. ૨. અપચિત એટલે છૂટું કરીને ભેગું કરવું. ચોથા ભંગમાં થાત્ પ્તિ ચા નાતિ ર છે તેમાંથી આ પાંચમા ભંગમાં નાસ્તિત્વ અપચિત છે, છઠ્ઠા વિકલ્પમાં અસ્તિત્વ અપચિત છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ તત્ત્વાર્થ સૂત્ર સાતમા વિકલ્પમાં પ્રચિત ક્રમ અને યુગપતથી બનેલા અંશો છે. તે અંશો સનું, અસનું અને અવક્તવ્ય છે. આ છેલ્લા ત્રણ (૫, ૬, ૭) ભંગો ક્રમ યૌગપઘથી છે. હવે આપણે આ છેલ્લા ત્રણ ભંગો ક્રમ અને યૌગપઘથી બને છે તો તેમાં ક્રમાં કઈ અપેક્ષાએ છે અને યૌગપદ્ય કઈ અપેક્ષાએ છે તે વિચારીએ છીએ. “હા અતિ સવવ્ય' આ પાંચમા ભંગમાં ગુણની અપેક્ષાએ અસ્તિત્વના ક્રમનો સદ્ભાવ હોવા છતાં પણ અન્ય જે નાસ્તિત્વ ગુણ છે તેની અપેક્ષાએ ક્રમ નથી. એવી રીતે થાત્ નાસ્તિ સવવ્ય. આ છઠ્ઠા ભંગમાં નાસ્તિત્વ ગુણનો અપેક્ષાથી ક્રમ હોવા છતાં પણ અન્ય જે અસ્તિત્વ ગુણ છે તેની અપેક્ષાએ ક્રમ નથી. આમ આ પાંચ અને છ બંને ભંગમાં અપચિત-અપુષ્ટ ક્રમ છે. યૌગપદ્ય તો બંને ભંગમાં અસ્તિત્વ-નાસ્તિત્વની યુગપત્ વિવલાથી છે. માટે પ-૬ ભંગ અપચિત ક્રમ અને યુગપતથી છે. સદ્ ગત ૨ નાતિ વ વવ્યશ આ સાતમા ભંગમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનો પણ ક્રમ વિદ્યમાન છે. પ્રચિત-પુષ્ટ ક્રમ છે અને યૌગપદ્ય પણ છે. ક્રમ અને યુગપથી રહેલા સત્ત્વ, અસત્ત્વ, અવક્તવ્ય ગુણો અનેક છે માટે બુદ્ધિ પણ અનેક થાય છે, કેમ કે ગુણો જુદા જુદા છે. પણ આ ગુણોનું એક વાક્ય કરીએ ત્યારે એક વાક્યના અર્થરૂપે વાક્યનો જે અર્થબોધ થાય છે તે એક થાય છે એટલે તે બુદ્ધિ એક છે. આમ જ્યારે સત્ત્વાદિ ગુણોની ગ્રાહક બુદ્ધિ અનેક હોય છે ત્યારે ગ્રાહ્ય સત્ત્વાદિ અનેક કહેવાય છે અને એક વાક્યાર્થરૂપે બુદ્ધિ ગ્રાહક થાય છે ત્યારે સત્ત્વાદિ એક છે. આમ ગ્રાહ્ય અને ગ્રાહકનું એક અને અનેકપણું છે. તે વિચારવા માટે સાતમા ભંગનો ઉલ્લેખ છે. सन् च असन् च अवक्तव्यश्च આ પ્રમાણે ગ્રાહ્ય વસ્તુનો આકાર છે અને ગ્રાહક બુદ્ધિનો પણ આ જ આકાર છે. આ બધા ભેગો (૪-૫-૬-૭) “અનેકબુદ્ધિબુદ્ધિવાતુ” એટલે અનેક બુદ્ધિવાળી બુદ્ધિ હોવાથી ભાગો છે. ૧. પ્રચિત એટલે પ્રકર્ષથી ભેગું કરવું. આ સાતમા વિકલ્પમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય આ બધા અંશો એકઠા કર્યા એટલે પ્રચય થયો કહેવાય. ૨. દરેક વિકલ્પોમાં હેતુનું ઘટન આ પ્રમાણે થઈ શકે છે આ એક જ હેતુથી ચોથા વિકલ્પમાં સન્ સન = આ પ્રમાણે અનેકબુદ્ધિત્વ છે. આ એક હેતુથી પાંચમા વિકલ્પમાં સન્ ૨ નવજીવ્યર્થ આ પ્રમાણે અનેક બુદ્ધિત્વ છે. આ એક હેતુથી છઠ્ઠા વિકલ્પમાં સન્ ૨ વચ્ચે આ પ્રમાણે અનેક બુદ્ધિત્વ છે. આ એક હેતુથી સાતમા વિકલ્પમાં સન્ ૨, માત્ર વ્યગ્ર આ પ્રમાણે અનેકબુદ્ધિત્વ છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૫૦૭ હવે સાતમા ભંગનું જે વાક્ય છે એની વાક્યર્થ બુદ્ધિ(વાક્યના અર્થનો બોધ)નું એકપણું બતાવે છે. કારણ કે સત્ એવા દ્રવ્ય-પર્યાયોમાં જે બુદ્ધિ છે તે અનેકબુદ્ધિ વ્યાત્મિકા બુદ્ધિ થાય છે. આ ભંગમાં સત, અસત્ અને અવક્તવ્ય આ અંશો છે. એટલે જ સરૂપ, અસરૂપ, અવક્તવ્યરૂપ અનેકબુદ્ધિ છે. આ અનેકબુદ્ધિ જ વિદ્યમાન દ્રવ્ય-પર્યાયોમાં વ્યાત્મક બને છે. હવે આ બુદ્ધિ વ્યાત્મક હોવા છતાં પણ બુદ્ધિનું એકત્વ કેવી રીતે છે તે વિસ્તારથી બતાવે છે. કારણ કે સરૂપ, અસરૂપ, અવક્તવ્યરૂપ અનેક બુદ્ધિમાં જે વાક્યાર્થબુદ્ધિ થાય છે તે બુદ્ધિ આમ તો એક છે છતાં ભિન્ન જેવી લાગે છે, ક્રમવાળી નથી છતાં ક્રમવાળી લાગે છે. આવી બુદ્ધિને લઈને અભિન્ન અને એક છે માટે અક્રમ છે, અને અક્રમ છે માટે સખંડરૂપ વૈકલ્ય હોઈ શતું નથી માટે ભાગના અસંભવરૂપ છે. અર્થાત્ અખંડ છે માટે ઉપરોક્ત બુદ્ધિ વસ્તુરૂપ છે. એક એવી વાક્યર્થ બુદ્ધિ જેના કારણે અનેકરૂપ થાય છે તે બુદ્ધિમાં રહેલા અનેક બુદ્ધિના પ્રયોજક તે ભાવો એ ભાગો-અંશો છે એમ જાણવું. તે અંશોનો બોધ થાય માટે ૪-૫૬-૭ ભંગો છે એ વિકલાદેશો છે. તેનો ઉપસંહાર કરતાં કહે છે – તેથી ભેદ અને ક્રમના પ્રતિભાસરૂપ જે વિજ્ઞાનનો હેતુ હોવાથી તે સત, અસત્ અને અવક્તવ્ય અવિભક્ત એવી એક વસ્તુના ભાગ થાય છે. આ રીતે વસ્તુનો એક સ્વભાવ અને અનેક સ્વભાવ સિદ્ધ થયે છતે અર્થાત ગુણોનો ભાગ સિદ્ધ કરે છતે અનેક સ્વભાવવાળો પદાર્થ હોવા છતાં વક્તાની ઇચ્છાથી કોઈ વખત કોઈ ધર્મથી કહેવા માટે ઇચ્છાય છે. કેમ કે વચનનું સકલાદેશપણું અને વિકલાદેશપણું વક્તાની વિવક્ષાને આધીન છે. હવે પહેલા ત્રણ ભંગો સકલાદેશ છે તે વિવફાધીન છે. તેમાં પ્રથમ ભંગનું સક્લાદેશપણું બતાવવા કહે છે– વળી દ્રવ્યર્થ દ્રવ્ય નયના જેટલા વિષયો સત્ત્વ, નિત્યત્વ આદિ વિશેષ (ભેદો) છે તે બધા ભેદોને જ દ્રવ્યર્થ જાતિ એટલે દ્રવ્યાર્થવરૂપ સામાન્યથી એક દ્રવ્યાર્થને માને છે. હવે બીજા ભંગને લઈને કરે છે કે જયારે પર્યાયરૂપે સામાન્યથી સર્વ પર્યાયના ભેદોને વિશેષોને એક પર્યાયાર્થ-પર્યાયને સ્વીકારે છે અર્થાત્ સર્વ પર્યાયોનો અભેદ કરે છે. સાતમા ભંગમાં હેતુ આપીને ચોથા, પાંચમા અને છઠ્ઠા ભંગમાં હેતુની સુલભતા રહે માટે ગ્રંથકારે સાતમા ભંગનો ઉલ્લેખ કરીને સન ૧ આસન વ વવ્ય આ પ્રમાણે “અનેકબુદ્ધિબુદ્ધિત્વ” હેતુ આપ્યો. છે એમ સમજવું. ૧. “જ' કાર એટલા માટે લીધો છે કે પર્યાયાર્થના વિશેષો બીજા ભંગનો વિષય છે એટલે તે વિશેષોનું પ્રથમ ભંગથી પ્રતિપાદન કરવા ઈષ્ટ નથી. માટે “જ કાર પર્યાયાર્થ વિશેષોના વ્યવચ્છેદ માટે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ તત્વાર્થ સૂત્ર ત્યારે તો સ્વજાતિના એટલે દ્રવ્યના તથા પર્યાયના ભેદોની વિવફા નહીં હોવાથી સકળ વસ્તુનો એક દ્રવ્યની સાથે અને સકળ પર્યાયોનો એક પર્યાયમાં અભેદ ઉપચાર કરે છે. આ અભેદ ઉપચારથી એક અદ્વિતીય અંશને જયારે વક્તા વિવલિત કરે છે ત્યારે સક્લાદેશ કહેવાય છે. ' , હવે ઉક્ત બે ભંગ તથા ત્રીજા ભંગને લઈને કહે છે કે – અથવા તદ્ એટલે દ્રવ્યાર્થ અને પર્યાયાર્થના વિશેષ અર્થાત્ દ્રવ્ય વિશેષ અને પર્યાય વિશેષ તથા અવક્તવ્યત્વ આ બધાના અભેદ ઉપચારથી એક અદ્વિતીય અંશને જ્યારે વક્તા વિવક્ષિત કરે છે ત્યારે સક્લાદેશ કહેવાય છે. આ રીતે “ચાનું નિત્ય ઇત્યાદિ ત્રણ પ્રકારે સકલાદેશ છે. આ ત્રણે પ્રકારનો પણ સકલાદેસ નિત્યત્વ, અનિત્યત્વ, યુગપલ્ફાવના એકત્વરૂપ (અભેદથી) એક અર્થનો અભિધાયી છે. એટલે કે – પ્રથમ ભંગ :- નિત્યત્વેન “સ્યાનું નિત્ય' બને છે આ સકલાદેશ છે, કેમ કે નિત્યત્વેન રૂપેણ એક અર્થને કહે છે. બીજો ભંગ - અનિયત્વેન રૂપેણ ‘સ્યા, અનિત્ય' છે આ સક્લાદેશ છે, કેમ કે અનિત્યત્વેન રૂપેણ એક અર્થને અનિત્ય કહે છે. ત્રીજો ભંગ - યુગપલ્માવેન એક કાળે અવક્તવ્યરૂપેણ “સ્યાદ્ અવક્તવ્ય છે. આ સક્લાદેશ છે. કેમ કે અવક્તવ્યત્વેન રૂપેણ એક અર્થને અવક્તવ્ય કહે છે. આ રીતે પહેલા ત્રણે ભંગ સકલાદેશ છે. તેમાં વક્તાની વિવક્ષાને આધીન સકલાદેશપણું છે. હવે છેલ્લા ચાર ભંગો વિકલાદેશ છે અને તે વિકલાદેશપણું વિવલાને આધીન છે તે બતાવીએ છીએ. જ્યારે = દ્રવ્ય સામાન્ય અને પર્યાય સામાન્યથી, = દ્રવ્ય વિશેષ અને પર્યાય વિશેષથી, = દ્રવ્ય સામાન્ય અને પર્યાય સામાન્યના યૌગપઘથી અથવા દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષના યૌગપદ્યથી વસ્તુનું તદતદાત્મક-સદસદાત્મક એકત્વ સમુચ્ચયને લઈને થાત્ પ્તિ ૨ નાતિ વ આ ચોથા ભંગમાં કહેવાય છે, પાંચમા, છઠ્ઠા તથા સાતમા વિકલ્પોમાં તેવા પ્રકારની વિવક્ષાથી વસ્તુનું એકત્વ-ભાવા ૧. પાંચમા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી વાત અતિ ર યુગપતુ વિવક્ષામાં અવવ્યશ. છઠ્ઠા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી થાત નતિ વ યુગપતુ વિવક્ષામાં મવવ્ય. સાતમા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી થાત તિ 1 નાતિ વ યુગપત વિવક્ષામાં સવવ્યશ. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ અધ્યાય-૫ : સુત્ર-૩૧ ભાવાત્મકપણું તદતદાત્મકપણું સ્વાશયુગપષ્કૃત્ત અને ક્રમવૃત્તને લઈને કહેવાય છે. ત્યારે તેવા પ્રકારનું પ્રતિપાદન કરતો વિકલાદેશ કહેવાય છે. કારણ કે તે દ્રવ્ય અને પર્યાયો તે વસ્તુના દેશો છે. આ દેશમાં આદેશથી એક આદેશવાળો આત્મા અનેકદેશવાળો કહેવાય છે. હવે ઉપર કહ્યા મુજબ ચોથા ભંગમાં દ્રવ્યસામાન્ય અને પર્યાય સામાન્યથી અને દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષથી સમુચ્ચયને લઈને વસ્તુનું સદસદાત્મક એકત્વ કેવી રીતે કહેવાય છે તે વિસ્તારથી વિચારીએ છીએ. દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુના દેશોમાં આદેશથી એક દેશવાળો આત્મા અનેકદેશવાળો કહેવાય છે. તેમાં દ્રવ્યાર્થી સામાન્યથી આત્મા વડુત્વરૂપ ધર્મને લઈને સત્ કહેવાય છે, પર્યાય સામાન્યથી આત્મા અવડુત્વરૂપ ધર્મને લઈને અસત્ કહેવાય છે. એટલે આત્મા “થાત્ સત્ ૨ સત્ વ' કહેવાય છે. દ્રવ્યવિશેષ : દ્રવ્યવિશેષ આત્મામાં જે સ્વદ્રવ્યત્વ, આત્મત્વ, ચેતનત્વ, દ્રષ્ટત, જ્ઞાતૃત્વ, મનુષ્યત્વ આદિ અનેક દ્રવ્યાર્થ ભેદ એટલે દ્રવ્ય વિશેષ છે. પર્યાયવિશેષ : તથા શ્રત પ્રતિયોગી પર્યાયો એટલે કે હમણા જ સાંભળ્યા સ્વદ્રવ્યાદિ પર્યાયો તે પર્યાયના વિરોધી પર્યાયો જે અસ્વદ્રવ્યત્વ, અનાત્મત્વ, અચેતનત્વ વગેરે (અદ્રષ્ટ– અજ્ઞાતૃત્વ અમનુષ્યત્વ આદિ) પર્યાય વિશેષો છે. આ કહ્યા એનાથી બીજા પણ દ્રવ્યવિશેષો અને પર્યાયવિશેષો દ્રવ્યાદિના સંબંધથી સંભવે છે. તે આ પ્રમાણે આ બધા પર્યાયો અને તત્ દ્રવ્ય, તત્ ક્ષેત્ર, તત્ કાળ અને તભાવના સંબંધથી ઉત્પન્ન થયેલા જે દ્રવ્ય અને પર્યાયમાં રહેલા ભેદો-વિશેષો છે અર્થાત્ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્પન્ન થયેલા દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષો છે. તેમાં–ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી પેદા થયેલા દ્રવ્ય, પર્યાયવિશેષો છે તેમાં, દ્રવ્યાકૃદિશથી આત્મામાં સ્વદ્રવ્યતયા દ્રવ્યત્વ છે, પૃથિવી આદિ દ્રવ્યત્વથી અદ્રવ્યત્વ છે. (અર્થાત્ આત્મા આત્મ દ્રવ્યથી દ્રવ્ય છે, પૃથિવી આદિ દ્રવ્ય નથી.) અને Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ તત્ત્વાર્થ સૂત્ર તેના-પૃથ્વી આદિના વિશેષ ઘટાદિથી અદ્રવ્યત્વ છે. અર્થાત્ આત્મા ઘટાદિ દ્રવ્ય નથી. આ ઘટાદિ દ્રવ્યત્વ દ્રવ્યવિશેષ છે. આ દ્રવ્યવિશેષથી છે, કેમ કે જ્યારે પૃથિવ્યાદિત્વરૂપે દ્રવ્યત્વ-દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે પૃથિવ્યાદિ દ્રવ્યત્વ એ સામાન્ય છે અને ઘટદિવ્યત્વ એ પૃથિવ્યાદિ દ્રવ્યત્વ દ્રવ્યથી વિશેષ છે. માટે પૃથિવ્યાદિ દ્રવ્યત્વથી આત્મામાં અદ્રવ્યત્વ એ સામાન્યથી છે અને ઘટાદિ દ્રવ્યત્વથી આત્મામાં અદ્રવ્યત્વ એ વિશેષથી છે. આ રીતે તદ્ દ્રવ્ય લઈને આત્મામાં સ્વદ્રવ્યત્વથી દ્રવ્યત્વ અને પૃથિવી' આદિ પર દ્રવ્યત્વથી અદ્રવ્યત્વ છે. द्रव्यत्वेन आत्मा स्यात् अस्ति (सत्) अद्रव्यत्वेन आत्मा स्यात् नास्ति (असत्) આમ આ ચોથો ભંગ દ્રવ્યથી આત્મામાં ઘટાવ્યો. ક્ષેત્રથી આત્મા અસંખ્યાત આકાશપ્રદેશવ્યાપી છે, પણ સર્વવ્યાપી નથી. એટલે અસંખ્યાતઆકાશ પ્રદેશવ્યાપીપણા વડે આત્મા અસ્તિ (સત) છે અને સર્વવ્યાપીપણા વડે આત્મા નાસ્તિ (અસત) છે. આ રીતે ક્ષેત્રથી આત્મામાં આ ચોથો ભંગ ઘટાવ્યો. કાળથી સ્વજાતિના અનુચ્છેદથી અભિન્નકાલતા છે. અર્થાત્ કાળથી આત્માના આત્મપણાનો નાશ નહીં થતો હોવાથી આત્મા નથી એવો કોઈ કાળ નથી માટે આત્માની અભિન્નકાલતા છે. એટલે અભિન્ન કાળથી આત્મા સત્ છે. ભિન્ન કાળથી આત્મા અસત્ છે. ભિન્નકાળતા આત્મામાં પર્યાયાદેશથી થાય છે. કેમ કે આત્મામાં જે ઘટ વગેરે વિજ્ઞાન અને દર્શનભેદો છે તથા ક્રોધ વગેરેના ઉત્કર્ષ અને અપકર્ષના ભેદો છે તે બધા કાળભેદો છે. ઘટજ્ઞાન કાલથી પટજ્ઞાનવાળો–પટજ્ઞાનકાલીન આત્મા અસતુ છે. તેમ જ ઉત્કર્ષ ક્રોધ કાલથી અપકર્ષ ક્રોધવાળો આત્મા અસત્ છે. અમુક કાળમાં ઘટજ્ઞાનવાળા આત્માની વર્તના છે જ્યારે બીજા સમયમાં પટજ્ઞાનવાળા આત્માની વર્તન છે. આમ અનંતકાળમાં રહેલી જે વવર્તનાનો ભેદ છે કેમ કે અમુક કાળમાં આત્મામાં જ્ઞાનની વર્તના અનેક હોય છે, તે પ્રમાણે એક કાળમાં ક્રોધ વગેરેની તરતમતાથી અનેક વર્તના હોય છે એટલે કાળભેદ છે. આ કાળભેદ છે એટલે પર્યાયાદેશથી આત્મા અસત્ છે. માટે અભિન્નકાળતાથી આત્મા સત છે અને ભિન્નકાળતાથી આત્મા અસત્ છે. આ રીતે કાળથી આત્મામાં “સત્ વ અસત્ વ' ૧. આત્મામાં પૃથિવ્યાત્વેિન અદ્રવ્યત્વ છે, પૃથ્વીત્વ વિશેષ ઘટત્વથી અદ્રવ્યત્વ છે પણ આત્મદ્રવ્યત્વથી આત્મામાં દ્રવ્યત્વ છે. (આત્મા દ્રવ્ય છે.) Page #520 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૫૧૧ આ ચોથો ભંગ ઘટે છે. ભાવથી શપણું અને ક્રોધાદિમત્ત્વ–ક્રોધીપણું, માનીપણું, માયાવીપણું, લોભીપણું અર્થાત્ ક્રોધાદિ ભેદોને લઈને આત્મામાં સત, અસત્ ધર્મની ભાવના કરવી. એટલે જ્ઞ સ્વભાવથી આત્મા સતુ છે અને ક્રોધાદિ એ આત્માનો સ્વભાવ નથી તેથી ક્રોધાદિની વિવક્ષાથી આત્મા અસત છે કેમ કે શત્વ આત્મામાં રહે છે અને ક્રોધાદિમત્વ એ પર્યાયમાં રહે છે માટે આત્મા સત, અસત્ છે. આ રીતે ઘણા દ્રવ્યર્થ અને પર્યાયાર્થમાં (રહેલા) ભેદો છે તે બધા ય તે વસ્તુના અંશો છે એટલે કે દ્રવ્યપર્યાયો વસ્તુના અંશો છે. તે દ્રવ્ય-પર્યાયરૂપ અંશથી કહેવાને ઇચ્છાતો આત્મા એક હોવા છતાં નાનારૂપ કહેવાય છે. આ પ્રમાણે એક આત્મા અનેક દેશવાળો કહેવાય છે આ જે કથન કર્યું તેનો ઉપસંહાર થાય છે. હવે ચોથા ભંગની વિચારણા કેવી રીતે કરવી તે બતાવીએ છીએ. ચોથો ભંગ स्याद् अस्ति च नास्ति च દ્રવ્યાર્થભેદ જે ચૈતન્ય સામાન્ય છે તેની અપેક્ષાએ આત્મા છે. એટલે ચૈતન્યપર્યાયરૂપ એક અંશ લઈને ચૈતન્યપર્યાયવાળો આત્મા છે અથવા ચૈતન્ય વિશેષની વિવક્ષા કરવામાં આવે તો આ પણ એક ઉપયોગ હોવાથી “અસ્તિ' એટલે આત્મા છે. અહીં ચૈતન્ય એક અંશ છે કેમ કે જે જ્ઞાન, દર્શનાદિ ઉપયોગના ભેદો છે તે બધા ઉપયોગ જ છે. એટલે એ બધાં એક ઉપયોગરૂપ હોવાથી એ પણ અંશ છે. એટલે દ્રવ્યાર્થથી ચૈતન્ય સામાન્યથી આત્મા છે અને ચૈતન્ય વિશેષથી પણ આત્મા છે. આ રીતે ચોથા ભંગનો એક “તિ અંશ બતાવ્યો. હવે “રાતિ' અંશ કેવી રીતે કહેવાય છે તે સમજાવીએ છીએ. પર્યાયથી આત્મા અચેતન નથી તેથી અચૈતન્યરૂપ પર્યાયથી આત્મા નથી. અહીં પર્યાયની મુખ્યતા છે. પર્યાય નય દ્રવ્યને માનતો નથી. એટલે અચૈતન્ય પર્યાય આત્મા નથી, ચૈતન્ય પર્યાયરૂપ છે. ચૈતન્યવિશેષનો કોઈ અન્ય પણ ચૈતન્યવિશેષ વિપક્ષ થાય છે તે અંશથી પણ આત્મા નથી તે બતાવે છે. અથવા અચૈતન્ય વિશેષ જે ઘટ એ ઘટના ઉપયોગમાં જયારે આત્મા હોય છે ત્યારે પટાદિના Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ તત્ત્વાર્થ સૂત્ર ઉપયોગથી આત્મા અસતુ છે. અર્થાતુ ઘટોપયોગ કાળમાં આત્મા ઘટોપયોગરૂપ છે તેથી તે વખતે પટોપયોગરૂ૫ આત્મા નથી. આમ પર્યાય સામાન્યથી અને પર્યાયવિશેષથી આત્મા અસત્ છે. કેમ કે આત્મા ચૈતન્ય સામાન્ય ઉપયોગવાળો અને ચૈતન્યવિશેષ ઘટાદિ ઉપયોગમાં વર્તમાન જ તદભાવેન-ચૈતન્ય સામાન્યાભાવેન તઢિશેષાભાવેન-ઘટાદિ ઉપયોગરૂપ ચૈતન્ય વિશેષાભાવેન એટલે સામાન્ય પર્યાય અચૈતન્ય અને પર્યાયવિશેષ ઘટાદિ ઉપયોગરૂપ ચૈતન્ય આ બંનેને આધીન આત્માનું સ્વરૂપ છે. અર્થાતુ સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ બંનેને આધીન આત્મા છે. આત્મામાં ચૈતન્ય સામાન્ય ઉપયોગ છે અને ચૈતન્ય વિશેષ ઉપયોગના ભેદોમાંથી કોઈ ને કોઈ ચૈતન્યવિશેષ છે. કારણ પદાર્થ માત્ર સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. અન્યથા- જો આ બંને ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષ આત્મામાં ન મનાય તો આત્માનો અભાવ જ થાય. આ રીતે પર્યાયાર્થથી અચૈતન્ય સામાન્યથી આત્મા નથી અને અચૈતન્ય વિશેષથી આત્મા નથી. આ ચોથા ભંગનો બીજો “રાતિ' અંશ છે. આ પ્રમાણે આત્મા મસ્તિ-નાસ્તિ રૂપ છે. વક્તાની ઇચ્છાથી અંશો લઈને આ ભંગ બને છે માટે વિકલાદેશ કહેવાય છે. આ પ્રમાણે ઉપર બતાવ્યું તે અપેક્ષાએ સર્વ સિદ્ધાંતોમાં એટલે કે નિત્યાનિત્યવાદિ પર્યાયોને લઈને પણ વિચારી લેવું. કેમ કે નિત્યાનિત્યત્વાદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. માટે બધા પદાર્થો નિત્ય અને અનિત્યસ્વરૂપ સમુચ્ચયાત્મક છે. અર્થાત્ જેમ “પ્તિ ૨ નાપ્તિ માત્મા' છે તેમ નિત્ય અને અનિત્ય આત્મા છે આ પ્રમાણે ચોથો વિકલ્પ કહેવો. ઉપર મુજબ સર્વ સિદ્ધાંતોમાં પદાર્થો પરસ્પર વિરુદ્ધાર્થ હોવાથી તદ્અતદ્ રૂપ સમુચ્ચયાત્મક ચોથા વિકલ્પમાં ઉદાહરણ આપતા યોગ્ય છે. પાંચમો ભંગ __स्याद् अस्ति च अवक्तव्यश्च आत्मा આ પાંચમા વિકલ્પમાં અનેક દ્રવ્ય અને અનેક પર્યાયરૂપ સત્ પદાર્થ છે તેમાંથી કોઈ દ્રવ્યાર્થ વિશેષને લઈને આત્મા ‘તિ' “આત્મા છે' આવો વ્યવહાર થાય છે. સત રૂપ તે આત્માનો જ જે દ્રવ્યાર્થવિશેષ લઈને “ક્તિ' આ પ્રમાણે વ્યપદેશ થાય છે તેનાથી જ ભિન્ન આત્મ દ્રવ્યસામાન્ય અને આત્મદ્રવ્યવિશેષ આ ઉભયને અંગીકાર કરીને આત્માદિની સાથે યુગપદ્ વિવક્ષામાં અવક્તવ્યતા છે. ૧. સર્વ સિદ્ધાન્તોમાં પરસ્પર વિરુદ્ધ હોવાથી સદસદાત્મક તિ નતિ રૂપ સમુચ્ચયાત્મક પદાર્થો છે ચોથા વિકલ્પમાં ઉદાહરણ આપવા યોગ્ય છે. જેમ કે બૌદ્ધ દર્શનમાં ચિત્રજ્ઞાન મનાય છે તે એક અને અનજીગ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ અધ્યાય-૫: સૂત્ર-૩૧ “શનું ગપ્તિ માત્મા આ આત્માનો પહેલો વ્યપદેશ, “થાત્ અવવ્ય માત્મા' આ આત્માનો બીજો વ્યપદેશ, આ બીજો વ્યપદેશ આત્મદ્રવ્યસામાન્ય અને આત્મદ્રવ્યવિશેષ બંનેને લઈને યુગપદ્ વિવક્ષામાં “અવક્તવ્ય બને છે. યુગપદ્ વિવલા–એક કાળમાં એકસાથે અપ્તિ અને નાસ્તિ બંનેનો બોધ કરાવે તેવો કોઈ વાચક શબ્દ નથી તેથી તે અવક્તવ્ય છે. આમ આ બે અંશો લઈને “ચાલ્ ગતિ ૩ નવજીવ્યક્ટ માત્મા' આ ભંગ વિકલાદેશ છે. આ પ્રમાણે સામાન્યથી ગતિ અને અવક્રવ્યતા સમજાવી. હવે તેને સ્પષ્ટ કરવા માટે કહે છે કે આ અવક્તવ્યતા ફુટતર એટલે અતિસ્પષ્ટ થાય તે રીતે વિભાવના (વિચારણા) કરાય છે. તે આ પ્રમાણે 'स्याद् अस्ति आत्मा द्रव्यत्वेन द्रव्यविशेषेण वा' કથંચિત આત્મા છે દ્રવ્યસામાન્યથી અથવા દ્રવ્યવિશેષથી. આત્મદ્રવ્યમાં રહેલું આત્મદ્રવ્યનું દ્રવ્યત્વ આ સામાન્ય છે. અને એ જ આત્મામાં રહેલું જીવત્વ એ દ્રવ્યવિશેષ છે અથવા મનુષ્યત્વ પણ દ્રવ્યવિશેષ છે. એટલે દ્રવ્ય સામાન્ય વ્યત્વ અને દ્રવ્યવિશેષ–જીવત્વ, મનુષ્યત્વ આદિ વડે અથવા દ્રવ્યસામાન્ય અને પર્યાયસામાન્યને લઈને એટલે કે દ્રવ્યસામાન્ય વસ્તુત્વ, સત્ત્વાદિ અને પર્યાયસામાન્ય –અવસ્તુત્વ, અસત્ત્વાદિ આ અંશથી અથવા વ્યવિશેષ અને પર્યાયવિશેષથી એટલે કે દ્રવ્યવિશેષ-મનુષ્યત્વ આદિ, પર્યાયવિશેષઅમનુષ્યત્વ આદિથી અર્થાત્ (૧) દ્રવ્યસામાન્ય દ્રવ્યવિશેષ, (૨) દ્રવ્યસામાન્ય–પર્યાયસામાન્ય, (૩) દ્રવ્યવિશેષ-પર્યાયવિશેષ. આ બંનેથી તિ–સત અને ગતિ-અસતની યુગપતુ એક શબ્દથી વક્તા આત્માની સાથે અભેદ વિવક્ષા કરે તો અવક્તવ્ય બને છે. કારણ કે તે એક આત્માના આ બધા પણ વિકલ્પો ત્યારે જ સંભવે છે જ્યારે આત્માને એકરૂપ માનવામાં આવે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ તત્ત્વાર્થ સૂત્ર આ પાંચમો વિકલ્પ પણ બે અંશોને લઈને બન્યો છે માટે આ વિકલાંગ છે. છઠ્ઠો ભંગ स्याद् नास्ति च अवक्तव्यश्च છઠ્ઠો વિકલ્પ પણ પાંચમા વિકલ્પની જેમ જ છે. કેમ કે પાંચમા વિકલ્પમાં ગતિ અને ૩મવત્ર અંશ લીધા છે. અહીં નાસ્તિ અને અવતવ્ય અંશ લીધા છે. એટલે “યાન નાસ્તિ ૨ અવેજીવ્યર્થ માત્મા’ આ રીતે છઠ્ઠો ભંગ ત્રણ સ્વરૂપે વડે બે અંશવાળો છે. પ્રશ્ન :- ત્રણ સ્વરૂપ કયાં ? ઉત્તર - કોઈ પર્યાયવિશેષ લઈને નાસ્તિત્વ આ એક સ્વરૂપ અને પર્યાયસામાન્યને લઈને કે પર્યાયવિશેષ લઈને નાસ્તિત્વ કહેવું આ બીજું સ્વરૂપ અને આ નાસ્તિત્વની સાથે યુગપદ્ વિવલિત અસ્તિત્વ આ ત્રીજું સ્વરૂપ આ ત્રણ સ્વરૂપો છે. આ ત્રણ સ્વરૂપો વડે બે અંશ શાત્ નાતિ વવ્ય બને છે. આ ભંગ વસ્તુના સ્વરૂપનો ભેદ સ્વીકારીને જ સંભવી શકે છે. એકાંત અભેદ સ્વીકારીને નહિ. વસ્તુમાં રહેલ સ્વરૂપના ભેદ સિવાય વસ્તુનું અવક્તવ્યરૂપથી વિશિષ્ટ નાસ્તિત્વ કલ્પવું શકય નથી. કેમ કે અવક્તવ્યમાં યુગપભાવની વિવાથી અસ્તિત્વ પણ છે જ. અસ્તિત્વના સિવાય નાસ્તિત્વની કોની સાથે યુગપદ્ વિવક્ષા થાય કે જે વિવક્ષાથી અવક્તવ્ય કહો ? એટલે અવક્તવ્યાનુવિદ્ધ નાસ્તિત્વ વસ્તુના સ્વરૂપનો ભેદ હોય તો જ કલ્પી શકાય. ‘તથાપિ' એટલે કે નાસ્તિત્વ હોવા છતાં અવક્તવ્યમાં પણ “સદ્ધાવાનું અસ્તિત્વ હોવાથી ‘તત્ર' છઠ્ઠા ભંગમાં પર્યાયના આશ્રયવાળું નાસ્તિત્વ અર્થાત્ બીજામાં રહેલા અચૈતન્યાદિ પર્યાયને લઈને છે. તે નાસ્તિત્વ પર્યાય યુગપવૃત્ત છે. એટલે કે અવક્તવ્યના સ્વરૂપમાં સત્ત્વની સાથે યુગપદ્ વિવક્ષાથી છે. અથવા “ચાત્ નાસ્તિ' એ અંશમાં ક્રમથી પ્રવૃત્ત છે. મતલબ જે નાસ્તિત્વ પર્યાય યુગપટ્ટા છે તેનાથી બીજો નાસ્તિત્વ પર્યાય ક્રમપ્રવૃત્ત છે. આમ એક જ નાસ્તિત્વ એક કાળમાં ક્રમ અને યુગપદ્ વિવક્ષા કરીએ તો વાચ્ય થઈ શકે નહિ. માટે અવક્તવ્ય છે. હવે જે ક્રમવૃત્ત નાસ્તિત્વ છે તે યુગપટ્ટા નાસ્તિત્વની સાથે રહી શકે છે. એ બેના વિરોધમાં–બે સાથે ન રહી શકે. આ વાતમાં કોઈ પ્રમાણ નથી. માટે એક કાળમાં નાતિ અને ૩ વચ્ચે સંભવી શકે છે. આ વાત બતાવી રહ્યા છે કે Page #524 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૫૧૫ તે નાસ્તિત્વ પર્યાય યુગપદ્વત્ત હોય કે ક્રમપ્રવૃત્ત હોય પણ સહાવસ્થાયિનો અવિરોધ હોવાથી તે બંને પ્રકારનું નાસ્તિત્વ એક કાળમાં જ આત્માનો ધર્મ છે. મતલબ તે નાસ્તિત્વ પર્યાય યુગપદ્રુત્ત હોય કે ક્રમવૃત્ત હોય અર્થાત્ સહભાવી હોય કે ક્રમભાવી હોય પણ તે એક કાળમાં જ અવિરોધ હોવાથી આત્માનો સહાવસ્થાયી ધર્મ છે. એક જ આત્મામાં બંને પ્રકારના પર્યાયો એક કાળમાં સાથે રહે છે અને તેમનો પરસ્પર વિરોધ નથી માટે તે બંને પ્રકારના પર્યાયો આત્મધર્મ છે. તે આ પ્રમાણે– યુગપત્તિ પર્યાયો : દા. ત. જેમ આત્મામાં ચેતના, ઉપયોગ, વેદના, હર્ષ, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, આયુ, ગતિ જાતિ વગેરે અને સત્ત્વ, દ્રવ્યત્વ, અમૂર્તત્વ, કર્તૃત્વ, ભોક્નત્વ, અન્યત્વ, અનાદિત, અસંખ્યાત પ્રદેશત્વ, નિત્યત્વ વગેરે. આ બધા યુગપદ્ધત્તિ પર્યાયો છે. ક્રમવર્તી પર્યાયો - ક્રોધાદિ, દેવત્વાદિ, બાલત્વાદિજ્ઞાનિતા (જ્ઞત્વ) વગેરે સ્વસ્થાનમાં અનેક ભેદવર્તી છે. અર્થાત્ ક્રમવર્તી પર્યાયના અનેક વિશેષ છે. હવે પર્યાયાર્થિક નય પ્રમાણે તે પર્યાયોમાં કોઈ એક અવસ્થિત ચેતનાથી જુદું જીવ નામનું દ્રવ્ય નથી. કેમ કે પર્યાયાર્થિક નય દ્રવ્ય માનતો નથી, પર્યાયને જ માને છે–તેથી ચેતનાવાળું કોઈ દ્રવ્ય છે એવું માનતો નથી. એટલે ચેતનાપર્યાયથી અલગ કોઈ જીવ નામનું દ્રવ્ય નથી. પ્રશ્ન :- પર્યાયથી ભિન્ન આત્માનો અભાવ માનશો તો આત્માનો જે વ્યવહાર થાય છે તેનું શું ? ઉત્તર :- માટે જ તો ધર્મો-પર્યાયો જ તેવી રીતે ગોઠવાયેલા છે જે પર્યાયો સત્ત્વના વ્યવહારને પામે છે. આ પ્રમાણે કહીએ છીએ. આથી આત્માનો વ્યવહાર થઈ શકે છે. આથી જ “નાસ્તિ' છે. અર્થાતુ પર્યાયાર્થિક નયથી આવા પ્રકારના એટલે કે દ્રવ્યાર્થનો નાસ્તિત્વરૂપ કોઈ અંશ નથી, કેમ કે દ્રવ્યાર્થરૂપે અભાવ છે. દ્રવ્યરૂપે નાસ્તિત્વ છે પણ સર્વથા નાસ્તિત્વ નથી. કેમ કે અમારી વિશિષ્ટ અભાવની વિવેક્ષા છે. વિશિષ્ટ અભાવ એટલે દ્રવ્યાર્થરૂપે સત્ત્વનો અભાવ. અર્થાત્ નાસ્તિત્વ વિવક્ષિત છે. તેથી આ પર્યાયાંશ છે. અર્થાત્ “ચાત્ માત્મા નાપ્તિ () ઘટે છે પણ નાસ્તિ સર્વ પ્રકારે નથી, વિવણિત પ્રકારથી છે. આ પર્યાયાંશ છે. આ એક અંશ છે. સર્વ પદાર્થનો જ્ઞાતા છે માટે સર્વ વસ્તુરૂપે આત્મા સત્ છે, સર્વ વ્યાપારમાં પ્રધાન હોવાથી આત્મા સર્વવસ્તુરૂપે સત્ છે. આ દ્રવ્યાંશ છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ તત્ત્વાર્થ સૂત્ર આ દ્રવ્યાર્થાંશ અને પર્યાયાર્થાંશની યુગપદ્ વિવક્ષામાં આત્મા અવાચ્ય-અવક્તવ્ય છે. આ બીજો અંશ છે. આમ અંશને લઈને બનતો હોવાથી આ ભંગ વિકલાંશ છે. સાતમો ભંગ स्यात् अस्ति च नास्ति च अवक्तव्यश्च હવે સાતમો વિકલ્પ જે ચાર સંશો વડે ત્રંશ છે. કોઈ દ્રવ્યાર્થવિશેષ એટલે કે દ્રવ્યાર્થભેદ સ્વદ્રવ્યત્વ ચેતનત્વ આદિને લઈને અસ્તિત્વ છે અને કોઈ પર્યાયવિશેષ અચેતનત્વ-મનુષ્યત્વ આદિ લઈને નાસ્તિત્વ છે. આ અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેની પણ પ્રધાનપણે વિવક્ષા હોવાથી સમુચ્ચયરૂપ છે. એટલે ક્રમથી વિવક્ષા કરીએ છીએ તેથી ‘સ્યાત્ મસ્તિ ૬ નાસ્તિ ૨' આ બે અંશ થાય. તથા દ્રવ્યસામાન્ય અને પર્યાયસામાન્ય બંનેની યુગપત્ વિવક્ષા કરીએ ત્યારે અવક્તવ્ય છે. આ અવક્તવ્યમાં અસ્તિ અને નાસ્તિ બે અંશ આવ્યા. એટલે કુલ ચાર અંશ (સ્વરૂપ) વડે આ ભંગ યાદ્ ગસ્તિ ૬ નાસ્તિ 7 સવòવ્યજ્જ આ ત્રણ અંશવાળો છે. હવે આ સાતમો ભંગ કેવી રીતે બને છે તેની વિચારણા કરીએ છીએ. તેમાં પહેલા બે અંશની ઉપપત્તિ... દ્રવ્યાર્થ એટલે કે દ્રવ્યાર્થિક નયના આશ્રયથી આત્મામાં દ્રવ્યત્વ છે. એટલે દ્રવ્યત્વેન આત્મામાં સત્ત્વ અસ્તિત્વ છે. દેહ અને ઇન્દ્રિયાદિથી ભિન્ન જે આત્મત્વ છે તે આત્મત્વવિશેષથી આત્મા નથી. દ્રવ્યત્વ સામાન્યથી આત્મામાં અસ્તિત્વ છે, આત્મત્વવિશેષથી આત્મામાં નાસ્તિત્વ છે. આથી તે જ આત્મા દ્રવ્યત્વ સામાન્યથી અસ્તિ છે અને દેહ-ઇન્દ્રિયાદિથી ભિન્ન અસ્તિત્વ વિશેષથી નાસ્તિ છે. કેમ કે દ્રવ્યાર્થ નય વિશેષથી આત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી. આ રીતે સ્થાત્ અસ્તિ અને નાસ્તિ આ બે અંશ છે. અવક્તવ્યઅંશની ઉપપત્તિ હવે દ્રવ્યસામાન્ય જે સત્ત્વ અને પર્યાયસામાન્ય જે અસત્ત્વ આ બે ધર્મથી એકસાથે આત્માને કહેવો હોય તો તેનો એકસાથે એક કાળમાં વાચક શબ્દ નથી. એટલે સત્ત્વ અને અસત્ત્વથી યુગપદ્ અવક્તવ્ય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૫૧૭ આ રીતે અવ્ય એ ત્રીજો અંશ છે. ક્રમ અને યૌગપઘથી રહેલ આ સાતમા ભંગની વિચારણા પૂર્ણ થાય છે. આ પ્રમાણે અનેકાંતવાદમાં વાક્યનો પ્રયોગ સાત પ્રકારે જ થાય છે. વસ્તુના સ્વરૂપનો બોધ સપ્તભંગી દ્વારા થાય છે. તે સપ્તભંગીનું વિસ્તારથી વિવરણ કર્યું. હવે અહીં એક પ્રશ્ન થાય છે કે પ્રશ્ન :- શા માટે સાત જ ભંગ ? આઠ પ્રકારે કે નવ પ્રકારે વચનની પ્રવૃત્તિ કેમ નહીં ? ઉત્તર :- આ પ્રમાણે અર્થને અનુસરીને–પદાર્થના અનુરોધથી અને વિવક્ષાના કારણે સાત પ્રકારે જ વચનની પ્રવૃત્તિ છે એટલે કે અર્થને લઈને વિચાર કરવામાં આવે તો પણ સાત પ્રકારે જ વચનપ્રયોગ થાય છે અને વિવેક્ષા કરો તો પણ સાત પ્રકારની જ વાક્યરચના થાય છે. પ્રવૃત્તિનિમિત્તનો અભાવ હોવાથી બીજા કોઈ પ્રકારે વાક્યરચના નથી. માટે સાત જ ભંગ છે પણ આઠ નવ નથી. વળી આ સપ્તભંગીનો માર્ગ દ્રવ્યર્થ (દ્રવ્યાસ્તિકનય) પર્યાયાર્થ(પર્યાયાસ્તિક નય)ને લઈને છે, અને તે બે નો સંગ્રહાદિરૂપ છે, અને આ સંગ્રહાદિ અર્થ નય અને શબ્દનયરૂપે રહેલા છે. અર્થાત્ આ સંગ્રહાદિ નયોના બે વિભાગ છે : (૧) અર્થનય, (૨) શબ્દનાય. તેમાં (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, (૩) ઋજુસૂત્ર આ ત્રણ અર્થયો છે. આ અર્થનો વડે જે દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ છે તેને લઈને આ સપ્તભંગી છે. અર્થાત્ આ સપ્તભંગી અર્થનયને આશ્રયીને છે. અર્થનય - તેમાં જેમાં ઉપદેશકના શબ્દવ્યાપારની અપેક્ષા રાખ્યા વગર ઇન્દ્રિય કે અનીન્દ્રિયના નિમિત્ત અર્થરૂપે ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન છે. એ વક્તાના જ્ઞાનના વિષયવાળા અર્થનયો છે. અર્થાત કોઈ પણ શબ્દવ્યાપાર વગર ઇન્દ્રિયોના નિમિત્તે કે અનિન્દ્રિયના નિમિત્તે થયેલું જે મતિજ્ઞાન છે. આ મતિજ્ઞાનના વિષયો જે અર્થો છે તે વક્તાનું મતિજ્ઞાન આ અર્થોનો વિષય કરે છે તેથી આ નયો અર્થનય કહેવાય છે. મતલબ એ છે કે–સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અર્થની પાછળ અર્થનું જ જ્ઞાન કરાવે છે. આ નયોને શબ્દ દ્વારની જરૂર નથી. અર્થનો જ સીધો વિષય ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી કરે છે. આદિ પદથી વ્યવહાર, જુસુત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત લઈ લેવા. નૈગમનો સમાવેશ સંગ્રહ અને વ્યવહારમાં છે. માટે તેની જુદી વિવક્ષા કરી નથી. स्याद् अस्ति, स्याद् नास्ति, स्याद् अवक्तव्य, स्यात् अस्ति च नास्ति च स्याद् अस्ति अवक्तव्यश्च, स्याद् नास्ति अवक्तव्यश्च, स्याद् अस्ति च नास्ति च अवक्तव्यश्च Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ તત્ત્વાર્થ સૂત્ર એટલે ટૂંકમાં આ સપ્તભંગી અર્થનય વડે અર્થનો બોધ કરાવનારી છે એટલે અર્થશુદ્ધિમાં પ્રવીણ છે આ આશય છે. હવે પ્રસંગથી આવેલ શબ્દનયનું સ્વરૂપ કહીએ છીએ. અથવા અર્થશુદ્ધિમાં પ્રવીણ એવી સપ્તભંગીમાં શબ્દનોનો ઉપયોગ નથી પણ અર્થના સ્વરૂપનો બોધ શબ્દનયોના જ્ઞાન સિવાય શક્ય નથી માટે તેનું સ્વરૂપ બતાવીએ છીએ. શબ્દનય : આ તત્ત્વાર્થમાં સાંપ્રતિક, સમભિરૂઢ અને એવંભૂત આ શબ્દનયનો છે. જે શ્રોતાના જ્ઞાનના વિષય છે, અને શબ્દરૂપ જ વિજ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનરૂપ છે. આ નયો શબ્દને પ્રમાણ માનનારા છે, કેમ કે જે શબ્દ જે અર્થ કહે તે જ અર્થ પ્રમાણ છે. આ પ્રમાણે આ નવો શબ્દની પાછળ અર્થશાનને સ્વીકારે છે. અર્થાત્ શબ્દ દ્વારા અર્થવિજ્ઞાન થાય છે. માટે જ આ નયોમાં ચક્ષુ નિર્મળ કરનાર અંજનની જેમ અભિધાનના સ્વરૂપની શુદ્ધિમાં તત્પર એવી ચિંતા અર્થાત્ ચિંતન છે. અહીં આપણે દષ્ટાંત અને દાતિકને વિચારીએ ચક્ષુ એ જ્ઞાન નથી. કિંતુ જ્ઞાનનું સાધન છે તો પણ ચક્ષુને નિર્મલ કરવાથી ચક્ષુનું જ્ઞાન જ વિમલ કરેલું કહેવાય તેમ શબ્દ એ જ્ઞાન નથી કિંતુ જ્ઞાનનું સાધન છે તો પણ શબ્દની શુદ્ધિ કરવાથી શબ્દથી થતું જ્ઞાન વિમલ પ્રાપ્ત થાય છે માટે શબ્દના સ્વરૂપ અને શુદ્ધિમાં તત્પર એવી ચિંતા ફળવાળી જ છે. અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિ, શુદ્ધિ આદિ વિચારણા ફળવાળી જ છે. શબ્દનયોમાં સાંપ્રતનય શબ્દને માને છે, સમભિરૂઢ નય શબ્દના સ્વરૂપને એટલે વ્યુત્પત્તિને સ્વીકારે છે. વ્યુત્પત્તિભેદવાળો શબ્દ હોય તે શબ્દોને એકર્થિક નથી માનતો. એવંભૂત નય શબ્દની શુદ્ધિને માને છે. એટલે જેવી વ્યુત્પત્તિ હોય તે વ્યુત્પત્તિ તેમાં જ્યારે વર્તમાન હોય તો જ તે શબ્દ તે અર્થનો બોધક છે. આવું સ્વીકારે છે. આ પ્રમાણે તે અભિધાન સ્વરૂપ અને શુદ્ધિનું ચિંતન કરે છે. આ રીતે અર્થનય અને શબ્દનય એ પ્રમાણે બે નયો બતાવીને હવે અર્થનો સપ્તભંગીમાં સમર્થ છે તે બતાવે છે. તેમાં–શબ્દનયો અને અર્થનયોમાં અર્થનો સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અનુક્રમે સત્ત્વમાત્ર, અસત્ત્વમાત્ર અને વર્તમાનમાત્રને જ સત્ત્વ સ્વીકારનારા છે. આ અર્થનો એકલા હોય કે ભેગા હોય તો પણ સાત પ્રકારના વચનનું નિર્વચન પ્રતિપાદન કરવામાં સમર્થ છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૫૧૯ એકલા સત્ત્વનો જ પરિગ્રહ કરતો હોવાથી સંગ્રહ સત્ત્વને જ સ્વીકારે છે. વ્યવહારનય અન્યાસત્ત્વને જ સર્વ માને છે, ઋજુસૂત્રનય વર્તમાનને પ્રધાન માનતો હોવાથી વર્તમાનને જ સત્ત્વ માને છે. આ ત્રણ નયોમાં સંગ્રહનય અને ઋજુસૂત્રનય એ સત્ત્વને માનનાર છે અને વ્યવહારનય અન્ય અસત્ત્વને જ સત્ત્વ માનનાર છે. તેમાં (૧) વાદ્ અતિ આ પ્રમાણે સંગ્રહ, (૨) ચાનું નાપ્તિ આ પ્રમાણે વ્યવહાર, આ બે ભંગ પ્રત્યેક નયથી બતાવ્યા. હવે બાકીના પાંચ ભંગ સંયુક્ત નયથી થાય છે તે બતાવીએ છીએ. (૩) સંગ્રહ તથા વ્યવહારના યોગ(જોડાણ)થી ત્રીજો થાત્ અવ$વ્ય ભંગ બને છે, (૪) સંગ્રહ અને વ્યવહારના વિભાગના સંયોગથી જ “સદ્ ગતિ નતિ ' આ ચોથો ભંગ બને છે, (૫) સંગ્રહ અને અવિભક્ત સંગ્રહ તથા વ્યવહારના સંયોગથી “ચાત્ ગતિ. કવવ્યશ' આ પાંચમો ભંગ બને છે, (૬) વ્યવહાર અને અવિભક્ત સંગ્રહ તથા વ્યવહારના સંયોગથી “સાન નીતિ સવજીવ્ય' આ છઠ્ઠો ભંગ બને છે, (૭) વિભક્ત સંગ્રહ અને વ્યવહાર તથા અવિભક્ત સંગ્રહ અને વ્યવહારથી “સત્ ગતિ નાપ્તિ ૨ નવજીવ્યશ આ સાતમો ભંગ બને છે. આ પ્રમાણે અર્થપર્યાયથી સાત પ્રકારે વચનવ્યવહાર થાય છે. ૨. સંગ્રહનો વિભાગ થાત્ મત છે અને વ્યવહારનો વિભાગ ૬ નાત છે. આ બેના સંયોગથી જ થાત્ પ્તિ નાતિ આ ચોથો ભંગ બને છે. થાત્ પ્તિ એ સંગ્રહ અને અવિભક્ત સંગ્રહ વ્યવહાર નથી “અવળે' મતલબ સંગ્રહનો અંશ અસ્તિત્વ અને વ્યવહારનો અંશ નાસ્તિત્વ આ બંને અંશોને અવિભક્ત વિભાગ પાડ્યા વિના કહેવા હોય ત્યારે ‘અવફ્ટ' છે. એટલે પ્તિ અંશ સંગ્રહનો અને અવક્તવ્ય અંશ સંગ્રહ-વ્યવહાર બેનો છે. થાત્ નાસ્તિ એ વ્યવહાર અને અવિભક્ત સંગ્રહ અને વ્યવહારનયથી અવક્તવ્ય છે. અર્થાત્ સંગ્રહનો અંશ અસ્તિત્વ અને વ્યવહારનો અંશ નાસ્તિત્વ આ બંને સંગ્રહવ્યવહારના અંશોને વિભાગ પાડ્યા વિના કહેવા હોય ત્યારે અવક્તવ્ય છે. એટલે નતિ એ વ્યવહારનો અંશ અને “અવક્તવ્ય' એ વ્યવહાર-સંગ્રહ બેનો છે. થાત્ પ્તિ સંગ્રહનો અંશ, ચા નાતિ વ્યવહારનો અંશ, આ બંને વિભાગથી તથા આ બંનેને અવિભાગથી કહેવાના હોય ત્યારે ‘અવકવ્ય બને છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ તત્ત્વાર્થ સૂત્ર વ્યંજનપર્યાય કહો કે શબ્દનય કહો તે એક જ છે. કેમ કે વ્યmતે અર્થોડન તિ –શબ્દ શબ્દના વિષય એવા જે પર્યાયો તે વ્યંજનપર્યાયો છે. આ નવો અભેદ અને ભેદ દ્વારા વચનને (શબ્દને) ઇચ્છે છે. અર્થાતું એક અર્થને કહેનારા શબ્દોનો અભેદ માને છે. એટલે પર્યાયવાચી શબ્દોને માને છે. અને - વ્યુત્પત્તિનો ભેદ હોવાથી શબ્દોનો ભેદ માને છે. એક-અર્થને કહેનાર એક જ શબ્દ છે. બીજો શબ્દ બીજા અર્થને કહે છે પણ એક અર્થને કહેનાર બે શબ્દ નથી. આ રીતે વ્યુત્પત્તિભેદથી શબ્દનો ભેદ માને છે. એકાર્યવાચી શબ્દને માનતા નથી. તેમાં અભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર (પર્યાયવાચી માનનાર) શબ્દનય સમાનલિંગ અને સમાન વચનવાળા શબ્દો ઈન્દ્ર, શક્ર, પુરંદર વગેરેનો અર્થ એક જ માને છે. અર્થાત્ આ બધા શબ્દોના વા–ભાવ અર્થને જ અભિન્ન માને છે. (નામ, સ્થાપના અને દ્રવ્યને વાચ્ય માનતો નથી. ફક્ત ભાવને જ સ્વીકારે છે.) કિંતુ ભિન્ન લિંગ અથવા ભિન્ન વચનવાળા શબ્દો અર્થની સાથે અભિન્ન બની શકે નહિ. દા. ત. “સ્ત્રી' શબ્દ અને “રા' શબ્દ. આ બંને શબ્દનો અર્થ એક નથી. કેમ કે બંનેમાં વચનભિન્ન છે, લિંગભિન્ન છે. સ્ત્રી શબ્દ એકવચનમાં છે, સ્ત્રીલિંગ છે. જ્યારે રાઃ શબ્દ બહુવચનમાં છે, પુલિંગમાં છે. એવી રીતે બનાવો’ ‘ગતમ્' આ બંને શબ્દોનો એક વાચ્યાર્થ નથી કેમ કે મધુ શબ્દ બહુવચનાત્ત છે અને સ્ત્રીલિંગમાં છે, નન શબ્દ એકવચનાન્ત છે અને નપુંસકલિંગમાં છે. આ રીતે સ્ત્રી, તા: તથા માપ:, આ શબ્દોમાં લિંગભેદ અને વચનભેદ બંને રીતે ભિન્ન છે માટે આ બે શબ્દોનો એક અર્થ નથી. આ પ્રમાણે શબ્દ (સાંપ્રત) નય સમાન લિંગ અને સમાન વચનવાળા શબ્દોને અભેદ દ્વારા સ્વીકારે છે. એટલે સમાનલિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. તેથી આવા શબ્દોનો જે અર્થભાવાર્થ છે તેની સાથે શબ્દોનો અભેદ સ્વીકારે છે. ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર સમભિરૂઢ પ્રત્યેક શબ્દોના અર્થો જુદા જુદા છે. એટલે પ્રત્યેક અર્થમાં શબ્દનો નિવેશ-પ્રયોગ છે. તેથી ઈન્દ્ર, શક્ર આદિ પર્યાયશબ્દ નથી. કેમ કે એ બધા શબ્દોનું પ્રવૃત્તિ નિમિત્ત અત્યંત ભિન્ન ૧. આ નયના મતમાં વ્યુત્પત્તિ નિમિત્ત જ પ્રવૃત્તિનિમિત્ત છે. તને અનુભવન : પરમ ઐશ્વર્યવાળો હોય તે ઇન્દ્ર. શન જિયારિત જિ: સામર્થ્યવાળો હોય તે શક્ર. Page #530 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ પ૨૧ છે. માટે એ શબ્દોનો ભિન્ન અર્થ જ માને છે. જેમ “ઘટ’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત “પટ વેશ' આ ધાતુ છે જ્યારે “શક્ર' શબ્દનું ‘શસ્તૂટું શરો છે. બંનેના અર્થો જુદા છે. તેમ શક્ર, ઇન્દ્ર વગેરે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જુદું છે. માટે શક્રાદિ શબ્દો પર્યાયવાચી બની શકતા નથી.. આમ આ નય પર્યાયવાચી શબ્દ માનતો નથી. વ્યુત્પત્તિનિમિત્ત રહેલું હોય તો જ શબ્દનો અર્થ છે આવું માનનાર એવંભૂત નય છે અને વ્યુત્પત્તિ નિમિત્ત રહેલું ન હોય એવો જે અર્થ છે તે ઉપલલિત કહેવાય છે. આમ એવંભૂત નય પણ ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર છે. ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર એવંભૂત એવંભૂત નય જેવી વ્યુત્પત્તિ હોય તેવો જો શબ્દ વિષય કરતો હોય તો તે શબ્દ તે અર્થનો વાચક છે. અર્થાત પ્રવૃત્તિનિમિત્ત જે શબ્દનું જે હોય તે તે વખતે વર્તમાન હોય તો તે શબ્દ તે અર્થનો વાચક છે. ઘટ પડી રહ્યો હોય ત્યારે તે ઘટ કહેવાય નહીં પણ ઘટ ધાતુનો ચેષ્ટા અર્થ છે તે ચેષ્ટાથી યુક્ત હોય ત્યારે જ તે ઘટ શબ્દ ઘટનો વાચક બને છે આવું ઇચ્છે છે. દા. ત. ચિત્રના આલેખનના ઉપયોગના પરિણામવાળો ચિત્રકાર કહેવાય. ચેષ્ટારહિત રહેલો ઘટ એ ઘટ શબ્દથી વાચ્ય નથી, કેમ કે “ઘટ’ શબ્દનો અર્થ ચેષ્ટા છે, તે વખતે ચેષ્ટા રહિત પડી રહેલા ઘટમાં તે અર્થ નથી. જેમ “કુટ' શબ્દનો વાચ્ય અર્થ ઘટમાં નથી તેમ ઘટ શબ્દથી વાચ્ય ચેષ્ટા રહિત ઘટ નથી. ચિત્રકાર સૂઈ રહ્યો હોય કે ભોજન કરી રહ્યો હોય ત્યારે તે ચિત્રકાર શબ્દથી કહેવાતો–વાચ્ય બનતો નથી. કેમ કે તે વખતે ગોપાલ વગેરેની માફક ચિત્રજ્ઞાનના ઉપયોગપરિણામથી શૂન્ય છે. જેમ ગોપાલમાં ચિત્રનું જ્ઞાન નથી તેથી ગોપાલ ચિત્રકાર નથી કહેવાતો તેમ ચિત્રના ઉપયોગમાં ન હોય ત્યારે ચિત્રકાર ચિત્રકાર કહેવાય નહિ. આ પ્રમાણે અભેદાર્થવાચી અને ભેદાર્થવાચી અનેક શબ્દથી વાચ્યાર્થનું અવલંબન કરનાર અને એક શબ્દથી વાચ્યાર્થનું અવલંબન કરનાર અર્થાત્ પર્યાયવાચી શબ્દોને માનનાર અને પર્યાયવાચી શબ્દોને નહીં માનનાર અનેક શબ્દ એક અર્થને કહે છે અને એક શબ્દ એક અર્થને કહે છે આવું માનનાર અને શબ્દને પ્રધાન માનનાર અને અર્થને ગૌણ માનનાર શબ્દ નયો દિપકની જેમ અર્થના પ્રકાશક છે તેથી તે વ્યંજનપર્યાય કહેવાય છે. આ રીતે અર્થપર્યાય અને વ્યંજનપર્યાયની અર્પણા અને અનપણા એટલે વિવક્ષા અને પૂરણપ્રવૃત્તિ: પુર નગરનો નાશ કરનાર હોય તે પુરંદર. આ બધાની વ્યુત્પત્તિઓ જુદી જુદી છે માટે પ્રવૃત્તિનિમિત્ત જુદાં જુદાં છે તેથી આ બધાના અર્થો પણ જુદ્ધ છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨ તત્ત્વાર્થ સૂત્ર અવિવક્ષો દ્વારા પદાર્થના અનેકાણા અને એકપણાના નિરૂપણની જેમ અભિધાન અને પ્રત્યય (અર્થ) વિષય ભાવના કહેવી જોઈએ. તે આ રીતે– તેમાં પુદ્ગલ દ્રવ્યનો પરિણામવિશેષ શબ્દ છે. આ અભિયાન છે. આ પુદ્ગલદ્રવ્ય અતીત કાળમાં શબ્દરૂપે પરિણમ્યું અને વર્તમાનમાં પરિણમી રહ્યું છે અને ભવિષ્યકાળમાં પરિણમશે. આ પુદ્ગલદ્રવ્ય અતીત, વર્તમાન અને આગામી ઘણા પર્યાયનું પરિણામી છે. આની અર્પણા અને અનર્પણાથી" પુદ્ગલદ્રવ્ય સત, અસત, નિત્ય અને અનિત્ય વગેરે અનેકધર્માત્મક છે. પ્રત્યય એટલે અવબોધ. પ્રહણલક્ષણ પુદ્ગલ છે. પુદ્ગલનું ગ્રહણ થાય છે. ગ્રહણ કરાય તે પુદ્ગલ. આ દ્રવ્યાંશની અપેક્ષાએ છે, અને સંખ્યા પરિમાણ, આકાર વગેરે અનેક પર્યાયની અપેક્ષાએ સતુ, અસત, નિત્ય અને અનિત્યાદિ સ્વભાવવાળો છે. એટલે જે અર્થઘટાદિ છે, અને જે ઘટાદિ શબ્દ છે તે બધામાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વગેરે ધર્મો અર્પણ અને અનપણાથી છે. તેથી શબ્દ પણ અનેક ધર્માત્મક છે અને અર્થ પણ અનેકધર્માત્મક છે. આમ પંચાસ્તિકાયરૂપ સારું વિશ્વ સત, અસત, નિત્ય અને અનિત્યાદિ સ્વભાવવાળું સિદ્ધ છે. અર્પિત-અનર્પિતરૂપ સકળ શાસ્ત્રના સારવાળી ત્રિસૂત્રી–ત્રણ સૂત્રનો વિન્યાસ જેમાં છે એવા સ્યાદ્વાદની પ્રક્રિયાથી સંગત હોવાથી આ આખું વિશ્વ સદસદ્, નિત્યાનિત્યાદિ સ્વભાવ છે. આ પ્રમાણે સિદ્ધ કર્યું અને સૂત્રની વ્યાખ્યા સમાપ્ત કરી. ૧. એ કેવી રીતે છે તે પૃ ૩૯૩ પર જેવું. ૨. શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે “અનેકધર્માત્મકત્વાત' તેમાં સપ્તભંગી કેવી રીતે ઉતારવી ? તો સતુ, અસતુ, નિત્ય, અનિત્ય ધર્માત્મક છે તે બતાવ્યું એટલે નીચે મુજબ સંભવે. स्यात् शब्दः अस्ति स्यात् शब्द: नास्ति શાત્ શબ્દઃ અpવ્ય: ઇત્યાદિ એવી રીતે થાત શબ્દઃ નિત્યઃ स्यात् शब्दः अनित्यः થાત્ શબ્દઃ અવO: ३. उत्पाद व्यय ध्रौव्य युक्त सत्-२९ तद्भावाव्ययं नित्यम्-३ अर्पिताऽऽनर्पितसिद्धेः-३१ Page #532 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૫૨૩ આપણે સકલ શાસ્ત્રના રહસ્યરૂપ ત્રિસૂત્રીને વિસ્તારથી વિચારી પદાર્થમાત્રના ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક સ્વરૂપને સમજવા પ્રયત્ન કર્યો અને તેથી ધર્માદિ દ્રવ્યો છે જ એ નિશ્ચય થયો. સતુનું લક્ષણ ગૌણમુખ્ય ભાવથી સાપેક્ષ સિદ્ધ છે તે મગજમાં બરાબર બેસી ગયું. અર્પિત અને અનર્પિત ધર્મો દ્વારા અનેકધર્માત્મક પદાર્થ છે તે આપણે નિહાળી સ્યાદ્વાદને વિચાર્યો. જગતનું સ્વરૂપ અનેકાંતમય છે તેનું ભાન થયું. હવે ત્રિસૂત્રીની પહેલાં પુદ્ગલ દ્રવ્યને બતાવતા જે વિચારણા આદરી હતી કે પુદ્ગલદ્રવ્ય બે પ્રકારે છે : (૧) અણુ (૨) સ્કન્ધ. અણુ ભેદથી બને છે, સ્કન્ધો ભેદ, સંઘાત, સંઘાતભેદથી બને છે. હવે આ વિચારણાને આગળ વધારતા પૂ ભાષ્યકાર મ. પૂર્વસૂત્રની સાથે સંબંધ કરી રહ્યા છે. ભાષ્ય - તમે (અ ૫, સૂ ર૬માં) સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી સ્કન્ધો ઉત્પન્ન થાય છે આ પ્રમાણે કહ્યું છે તો શું સંયોગમાત્રથી જ સંઘાત થાય છે કે કોઈ વિશેષ છે? આ સૂત્રમાં તેનો જવાબ અપાય છે... આ ભાષ્ય પૂર્વસૂત્ર(સૂ ૨૬)ની સાથે સંબંધ કરી રહ્યું છે, કારણ કે પુગલની વિચારણા ર૬મા સૂત્રમાં શરૂ થઈ, વચ્ચે સતના લક્ષણની વિચારણા ત્રિસૂત્રી દ્વારા કરી તો હવે ઘણા દૂર નીકળી ગયા પરંતુ તે પ્રતિપાદિત અર્થનું સ્મરણ કરાવનાર પ્રજ્ઞની પાસે અજ્ઞ ચાલુ વિષયનો બાકીનો સંબંધ કહેવરાવે છે. તે આ પ્રમાણે– કાર્યનો જન્મ કારણને આધીન છે. અહીં સ્કંધ એ કાર્ય છે તો સંઘાત તેનું કારણ છે. કેમ કે સંઘાત સિવાય તો સ્કંધ બને નહિ. સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે. આ રીતે ભાષ્યની પહેલી પંક્તિનો અર્થ છે. તેમાં છેલ્લે રૂતિ શબ્દ છે. તેનો અર્થ છે જેથી'. હવે બીજી પંક્તિની શરૂઆતમાં તત્ લિંક છે તેનો અર્થ છે તેથી”. રૂતિ અને તત્ કિં આ રીતે બંનેના જોડાણથી આવો વાકક્ષાર્થ થાય કે-જે કારણથી (કારણ કે, સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે આવું વિધાન કરો છો તેથી સંદેહ થાય છે. આ રીતે ભાષ્યની બંને પંક્તિ દ્વારા સૂત્રકારનું વિધાન અને તેનાથી થતો સંદેહ બતાવાય છે. બંને પંક્તિનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે– સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે તેથી સંદેહ થાય છે કે શું સંયોગમાત્રથી જ યણુકાદિરૂપ સ્કંધ ઉત્પન્ન થાય છે કે કોઈ સંયોગવિશેષથી થાય છે ? સંઘાતનો અર્થ સંયોગ સમજાય છે. તો સંયોગ બે પ્રકારે હોય છે : (૧) પરસ્પર અડકીને રહેવું તે અને (૨) એકબીજામાં મળી જવું. અહીં ભાષ્યમાં “સંયોગમાત્ર' આ શબ્દ પહેલો પ્રકાર બતાવે છે અને વિશેષ” એટલે કે “સંયોગવિશેષ” એ બીજો પ્રકાર બતાવે છે. એટલે જ “સંયોગમાત્ર'માં “માત્ર' શબ્દનું ગ્રહણ છે તે સેના, વન આદિની જેમ કેવળ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ તત્ત્વાર્થ સૂત્ર સંબંધમાત્રના પ્રતિપાદન માટે છે. અર્થાત્ સેનામાં સૈનિકોનો પરસ્પર નજીક રહેવારૂપ કેવળ સંબંધ(સંયોગ)માત્ર જ છે. વનમાં આમ્રવૃક્ષાદિ વૃક્ષોનો એકબીજાની નજીક રહેવારૂપ કેવળ સંયોગ(સંબંધ)માત્ર જ છે કિંતુ સંયોગ વિશેષ નથી. તેવી રીતે અહીં પણ “સંયોગમાત્ર' શબ્દમાત્ર સંયોગ બતાવવા માટે છે પરંતુ સંયોગવિશેષ નથી. ભાષ્યની બીજી પંક્તિમાં “તિ' શબ્દ છે તે શંકાની ઇયત્તા બતાવવા માટે છે. તેનો અર્થ થાય છે “આટલી જ શંકા છે. આ એક જ સંદેહ છે કે સંઘાત સંયોગમાત્રથી જ છે કે સંયોગવિશેષથી છે ? પૂ. આચાર્ય મહારાજ પણ પોતાના મનમાં રહેલ જે “સંયોગવિશેષ છે તેના પ્રતિપાદન માટે ભાષ્યમાં કહે છે કે “મત્રોચતે'... અર્થાત્ પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ હવે પછીના ભાષ્યમાં આપે છે. “અત્ર' એટલે પ્રશ્નરૂપ વિષયનો સંબંધ જે પુછાયેલો છે તેનો નિશ્ચય કરાય છે તેનું વિધાન કરાય છે. તેથી બુદ્ધિમાં રહેલ જે સંયોગ વિશેષ છે તેની અભિવ્યક્તિ સ્પષ્ટ કરવા માટે કહે છે કે ભાષ્ય - સંયોગ હોય તો બદ્ધનો સંઘાત થાય છે. અહીં કોઈ કહે છે કે – હવે બંધ કેવી રીતે થાય છે? તેના જવાબમાં કહે છે કે ટીકા - પરસ્પર સંઘટ્ટ લક્ષણ એટલે એકબીજા સાથે સંબંધરૂપ સંયોગ થયે છતે એકત્વ પરિણતિને ભજનાર બદ્ધનો જ સંઘાત થાય છે અને આ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. ભાષ્યમાં “ઈતિ’ શબ્દ છે તેનો અર્થ “વિ કાર જ કાર છે. માટે જ વદ્ધસૈવ આમ વિદ્ધની સાથે પણ કાર લગાડ્યો છે. એટલે જે બદ્ધ હોય તેના જ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. મતલબ સંયોગ થયે છતે સંયુક્ત થાય–સંઘાત થાય તે પછી સ્કંધ થાય. પહેલા પુદ્ગલનો સંયોગ, પછી સંયુક્ત થયેલ તે બંને પરસ્પર એક થઈ જાય એટલે સંઘાત થાય. આ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. આમ સ્કંધરૂપે થતો હોવા છતાં એ પુદ્ગલ જ છે. માટીનો ઘડો થાય એ માટી જ છે. સોનાનો ઘડો થાય એ સોનું જ છે તેમ પુદ્ગલનો સ્કંધ થાય તે પણ પુદ્ગલ જ છે. આ જ વાત કહી રહ્યા છે કે આમ પુદ્ગલના અનંત પર્યાયો હોવા છતાં પણ પુદ્ગલ પોતાની જાતિને એટલે કે પુદ્ગલપણાને ત્યાગ્યા–છોડ્યા સિવાય પરસ્પરમાં વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત થયેલ સામર્થ્યથી ૧. સંઘાત એટલે અન્યોન્ય આશ્લેષ પરિણામ અધ્યા. ૫ / સૂ. ૨૬ | ટીકામાં જુઓ. સંઘાત અને સંહતિ પર્યાયવાચી છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૧ ૫૨૫ સંયોગવિશેષ થાય છે અને સંયોગવિશેષથી કેટલાંક પુગલોનો જ બંધ થાય છે. બધાં પુદ્ગલોનો બંધ થતો નથી. આ વાત નિશ્ચિત છે. અર્થાત્ જેટલાં પુદ્ગલોનો સંયોગવિશેષ થાય તે બધાનો જ બંધ થાય છે એવું નથી પણ બંધ સંયોગવિશેષથી જ થાય, અને સંયોગવિશેષથી સ્કંધનો ઉત્પાદ થાય છે. આ રીતે પૂ. ભાષ્યકાર મ. શું સંયોગમાત્રથી જ સંઘાત થાય છે કે કોઈ વિશેષ છે ? આ પ્રશ્નનો જવાબ “સંયોગવિશેષથી થાય છે' આવો આપ્યો. પ્રશ્નકારનું સમાધાન થઈ ગયું પણ વળી પાછી મૂંઝવણ થઈ એટલે ફરી પ્રશ્ન થાય છે– સંયોગવિશેષથી સ્કંધનો ઉત્પાદ કહો છો પણ એ સંયોગવિશેષ સ્વરૂપથી અમે જાણી શક્યા નથી. અર્થાત્ આ સંયોગવિશેષનું સ્વરૂપ શું છે? આ રીતે સંયોગવિશેષના સ્વરૂપના જ્ઞાન માટે ફરી પણ પ્રશ્ન દ્વારા બીજાની પાસે પ્રગટ કરાવે છે. અર્થાત્ સંયોગવિશેષના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નરૂપે ઉપક્રમ કરતા કહી રહ્યા કે– માહ- અહીં કહે છે કે સંયોગ હોતે છતે સંઘાત થાય છે. અર્થાત્ બદ્ધનો જ સ્કંધ પરિણામ થાય છે—સ્કંધની ઉત્પત્તિ થાય છે. આમ કહ્યું માટે બંધને જ પૂછે છે કે પ્રશ્ન :- બંધ કેવી રીતે થાય ? હવે આ પ્રશ્નાત્મક ભાષ્યની પંક્તિના શબ્દેશબ્દના અર્થો વિચારીએ છીએ. અથ' આ શબ્દ “હવે પછીના અર્થમાં છે. બદ્ધનો સ્કંધ પરિણામ થાય છે આ પ્રમાણે કહ્યું એટલે પછી તરત જ જિજ્ઞાસા થશે કે તે એકત્વરૂપ પરિણામ એટલે કે એકરૂપે પરિણમવારૂપ બંધ છે તે બે પરમાણુ અથવા અનેક પરમાણુઓનો બંધ કેવી રીતે થાય છે ? શું પરસ્પર અનુપ્રવેશથી થાય છે ? અથવા પ્રવેશાભાવ હોવા છતાં પણ સર્વાત્મથી થાય છે ? આ પ્રમાણે પ્રશ્ન થાય છે તેનો જવાબ આ રીતે છે–પરમાણુમાં પોલાણનો અભાવ હોવાથી બે પરમાણુ કે પરમાણુઓનો પરસ્પર અનુપ્રવેશ ઈષ્ટ નથી. આ બધી વાત પૂર્વમાં પ્રપંચથી નિર્ણાત કરી છે અને સ્થાપિત કરી દીધું છે કે પરિણામવિશેષથી (સંયોગ વિશેષથી) અણુઓનો સર્વાત્મના બંધ થાય છે. ૧. “બંધ કેવી રીતે થાય છે ?' આ ભાષ્યની અવતરણિકા કરતા ટીકાકાર મ. કહ્યું કે સંયોગનું સ્વરૂપ શું ? બંધનું કારણ સંયોગ છે તો બંધ કેવી રીતે થયો એના જવાબમાં સંયોગનું સ્વરૂપ આવી જશે માટે બંધના પ્રશ્નની અવતરણિકામાં સંયોગના સ્વરૂપનો પ્રશ્ન યોગ્ય જ છે. ૨. સંથાત: %: રૂલ્યર્થ છે હારિખપૃ૨૪. ૩. મતલબ સંયોગ વિશેષથી બદ્ધનો સંઘાત થાય છે અને એ સંઘાત સ્કંધ થાય છે એટલે આખરમાં સ્કંધરૂપે પરિણમનાર તો બદ્ધ જ છે તેથી અહીં બદ્ધનો સ્કંધ પરિણામ થાય છે એમ કહ્યું છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર જેમ લોખંડનો ગોળો અને અગ્નિનો પરસ્પર પ્રવેશરૂપ સંયોગવિશેષ ન હોવા છતાં ગુણવિશેષથી સર્વાત્મના બંધ ઇષ્ટ છે તેમ પરમાણુઓમાં પણ પરસ્પર અનુપ્રવેશ નહીં હોવા છતાં ગુણવિશેષથી સર્વાત્મના બંધ થાય છે. ૫૨૬ તો તેવા પ્રકારનો તે બંધ' ગુણવિશેષથી કેવા પ્રકારે થાય છે ? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે— स्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥ સૂત્રાર્થ :- સ્નિગ્ધ અને રૂક્ષ એવા ગુણવિશેષથી પરમાણુઓનો બંધ થાય છે. ભાષ્ય ઃ- સૃષ્ટ-સંયુક્ત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય છે. અહીં પ્રશ્ન કરે છે કે—શું આ બંધ એકાંત છે ? આ પ્રશ્નનો જવાબ અપાય છે. ટીકા :- હવે સૂત્રને સ્પર્શીને વિચારણા શરૂ કરીએ છીએ. સ્નેહ એ સ્પર્શ નામનો ગુણ છે. તે સ્પર્શગુણનો પરિણામ સ્નિગ્ધ છે. તે પ્રમાણે રૂક્ષ પણ છે, અર્થાત્ રૂક્ષ પણ સ્પર્શ નામનો ગુણ છે તે રૂક્ષ ગુણનો પરિણામ રૂક્ષ છે. સ્પર્શ ગુણનો એક પરિણામ સ્નિગ્ધ છે, બીજો રૂપ છે. આ સ્નિગ્ધ અને રૂક્ષ પરિણામનો જે ભાવ તે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ છે. પુદ્ગલના લક્ષણમાં વિચારી ગયા છીએ કે પુદ્ગલ સ્પર્શાદિ ગુણવાળું દ્રવ્ય છે. તે સ્પર્શ ગુણના સ્નિગ્ધ અને રૂક્ષ બંને પરિણામો છે. स्निग्धरूक्षौ, स्निग्धश्च रूक्षश्च स्निग्धरूक्षयोः भावम् स्निग्धरूक्षत्वम् આ રીતે પુદ્ગલમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામની પ્રાપ્તિ થાય છે એ સિદ્ધ થાય છે. હવે સૂત્રમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના કારણે બંધ છે તે કહે છે. = = तस्मात् स्निग्धरूक्षत्वात् અહીં સૂત્રમાં જે પંચમી વિભક્તિ છે તે હેતુમાં છે. એટલે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ એ પરમાણુઓના બંધમાં હેતુ છે. બે પરમાણુઓના કે અનેક પરમાણુઓના બંધમાં સ્નિગ્ધત્વ અને ૧. જોકે અગ્નિના કણ લોખંડના ગોળામાં પ્રવેશે છે પણ અહીં ટીકાકારને 'પ્રવેશ' શબ્દનો અર્થ ‘અંદર જવું' એ ઇષ્ટ નથી પણ પોતાનું અસ્તિત્વ બીજામાં સમાવી દેવું એ અર્થ ઇષ્ટ છે અને તેથી લોખંડનો ણ એ લોખંડનો છે અને અગ્નિનો કણ એ અગ્નિનો છે પણ અગ્નિનો કણ લોખંડના કણમાં સમાયો નથી તેમ જ તેણે પોતાનું જુદું અસ્તિત્વ જાળવી રાખ્યું છે તેમ બે પરમાણુઓનો પરિણામવિશેષથી બંધ થાય છે ત્યારે એક પરમાણુમાં બીજો પરમાણુ સમાઈ જતો નથી પણ લોખંડના કણ અને અગ્નિના કણની જેમ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ અધ્યાય-૫ સૂત્ર-૩૨ રૂક્ષત્વ હેતુ છે. સ્નિગ્ધ અને રૂક્ષ આ બંને ગુણવિશેષથી પરમાણુઓનો બંધ થાય છે. હવે ભાષ્યની પંક્તિને લઈને વિચારીએ છીએ. ભાષ્યમાં ‘ત્રિાથરૂક્ષો માં દ્વિવચનનું પ્રયોજન... અનેક પરમાણુઓનો બંધ થાય છે છતાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘ત્રિાધક્ષય:' આ પ્રમાણે વિભાગ કરીને દ્વિવચનના પ્રયોગનો ઉપન્યાસ કર્યો છે તે સર્વથી અલ્પ એટલે સહુથી નાનો સ્કંધ બે પરમાણુઓનો જ હોય છે તે જણાવવા માટે છે. આનાથી નાનો કોઈ અંધ છે નહીં કે જે સ્કંધમાં સ્નિગ્ધ અથવા રૂક્ષનો વ્યવહાર થઈ શકે. બે આદિ પરમાણુના બનેલા સ્કંધમાં જ રૂક્ષ અને નિષ્પનો વ્યવહાર થઈ શકે છે. નાનામાં નાનો પણ સ્કંધ એક સ્નિગ્ધ પરમાણુ અને બીજા રૂક્ષ પરમાણુનો બનેલો હોય છે. તેથી નાનામાં નાનો સ્કંધ ક્યાં સ્નિગ્ધ કહેવાશે, ક્યાં રૂક્ષ કહેવાશે. એટલે સર્વથી અલ્પ બે પરમાણુના અંધને જણાવવા માટે પૂ. ભાષ્યકાર મ. દ્વિવચનનો પ્રયોગ કર્યો છે. સર્વથી અલ્પ સ્કંધનું જ્ઞાપન એ દ્વિવચનનું પ્રયોજન છે. ભાષ્યમાં પુત્રયોમાં દ્વિવચનનું પ્રયોજન ક્ષેત્રપુગલ અને કાળપુદગલ પણ સ્નિગ્ધ અને રૂક્ષ કહેવાય છે તો શું તેનો પણ બંધ થાય છે ? કેમ કે સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો વ્યવહાર ગૌણપણે ક્ષેત્રપુદ્ગલ અને કાળપુદ્ગલમાં પણ થાય છે. જેમ દ્રવ્યપરમાણુમાં મુખ્યપણે નિગ્ધ અને રૂક્ષનો વ્યવહાર થાય છે તેમ ક્ષેત્ર અને કાળજુગલમાં પણ દ્રવ્યપરમાણુને લઈને ઉપચારથી સ્નિગ્ધ અને રૂક્ષનો વ્યવહાર થાય છે. પરંતુ તે બેનો બંધ થતો નથી. બે આદિ દ્રવ્યપુદ્ગલોનો જ બંધ થાય છે. પણ ક્ષેત્ર અને કાળ પુદ્ગલોનો બંધ થતો નથી. | માટે સ્નિગ્ધ અને રૂક્ષના વ્યવહારને પામતા ક્ષેત્ર અને કાળપુગલને દૂર કરવા માટે ‘પુત્રયો'માં દ્વિવચનનો પ્રયોગ છે. ક્ષેત્ર અને કાળપુલને હટાવવું આ દ્વિવચનનું પ્રયોજન છે. આ વિચારણાથી જાણવા મળ્યું કે ક્ષેત્ર અને કાળપુદ્ગલોનો બંધ હોતો નથી. તો સ્વાભાવિક જિજ્ઞાસા થઈ જાય કે શા માટે આવો તફાવત? આ જિજ્ઞાસાને સંતુષ્ટ કરતી પંક્તિ હવે બતાવે છે. જેમાં પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા બનાવાય છે કે પુદ્ગલ શબ્દનો અર્થ ક્ષેત્ર અને કાળપુગલમાં ઘટતો નથી તેથી દ્રવ્યપુદ્ગલ જ આવે. માટે દ્રવ્યપુદ્ગલોનો જ બંધ થાય, ક્ષેત્ર અને કાળપુદ્ગલોનો બંધ થાય નહિ. પુદ્ગલની વ્યુત્પત્તિ I ભરાય-અને ખાલી થાય તે પુગલ કહેવાય છે. . જે ક્ષેત્રમાં પરમાણુ અવગાહીને રહ્યો હોય તે ક્ષેત્રને ક્ષેત્ર પુગલ-પરમાણુ કહેવાય અને જે સમયમાં રહ્યો હોય તે સમયને કાળ પરમાણુ કહેવાય. આ ક્ષેત્ર પુદગલ કે કાળ પુદ્ગલને સ્નિગ્ધ કે રૂક્ષ કહેવાય તે ગૌણ છે કેમ કે તે દ્રવ્યપરમાણમાં રહેલ સ્નિગ્ધતા અને રૂક્ષતાને લઈને છે એટલે ભાતઔપચારિક છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર પુદ્ગલમાં પૂરકપણું હોવાથી કંધોને બનાવે છે અને ગલનપણું હોવાથી સ્કંધમાં ભેદ કરે છે. ૫૨૮ પૂરણ = સંઘાત અને ગલન = ભેદ. આ વ્યુત્પત્તિ ક્ષેત્રપરમાણુ અને કાળપરમાણુમાં ઘટતી ન હોવાથી તે બંને આવી શકે નહિ. આ સિદ્ધ થાય છે. માટે ક્ષેત્ર અને કાળપુદ્ગલ દૂર થાય છે. સ્પષ્ટ એટલે સંયુક્ત સંયુક્ત એટલે સંયોગવાળા સંયુક્ત-સંયોગવાળાનો બંધ થાય છે પણ અસંયુક્તનો થતો નથી. આ સ્પષ્ટ શબ્દથી સંયોગમાત્રનું એટલે સંયોગસામાન્યનું ગ્રહણ કર્યું છે તે એટલા માટે જ કે સંયોગપૂર્વક જ બધા બંધ થાય છે. બંધની પહેલા અવશ્યમેવ સંયોગ હોય જ છે. સકળ બંધ સંયોગપૂર્વક થાય છે. આ જણાવવા માટે સૃષ્ટ શબ્દથી સંયોગમાત્રનું ગ્રહણ કર્યું છે. તેમાં (સંયુક્ત એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોમાં) બંધથી બે અણુનો અથવા અણુઓનો પ્રતિઘાત થાય છે. પ્રતિઘાત એટલે શું ? એક આકાશપ્રદેશમાં ૨હેલા પરમાણુઓમાં પરસ્પર પ્રતિહનન થવું તે પ્રતિઘાત કહેવાય છે. જેમ માટી અને ધૂળની સાથે ઘાસનો બંધ-સંબંધ થાય છે તેમ આ પ્રતિઘાત થયા પછી સ્નેહ અને રૌક્ષવિશેષથી એટલે કે ઉપર અવતરણિકામાં કહ્યું હતું કે ગુણવિશેષથી બંધ થાય છે તો તે આ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવિશેષથી બે પરમાણુ કે તેથી અધિક પરમાણુઓનો શ્લેષરૂપ બંધ થાય છે. આવા પ્રકારના બંધથી પરમાણુઓના સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિ છે. કારણ કે ૫૨માણુઓ એકગુણસ્નિગ્ધ આદિ ક્રમથી સંખ્યાતગુણસ્નિગ્ધ, અસંખ્યાતગુણસ્નિગ્ધ, અનંતગુણસ્નિગ્ધ હોય છે તેવી રીતે એકગુણરૂક્ષ આદિ ક્રમથી હીન, મધ્યમ, ઉત્કૃષ્ટ, સંખ્યાતગુણરૂક્ષ, અસંખ્યાતગુણરૂક્ષ, અનંતગુણરૂક્ષ, અનંતાનંતગુણરૂક્ષ છે. દા. ત. પાણીમાં જે સ્નેહ છે તેના કરતાં બકરીના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે, બકરી કરતાં ગાયના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે, ગાયના દૂધ કરતાં ભેંસના દૂધમાં વધારે અને ભેંસના દૂધ કરતાં ઊંટડીના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે. એવી રીતે પાણીની ચીકાશ કરતાં બકરીના દૂધના ઘીમાં ચીકાશ વધારે છે, આના કરતાં ગાયના દૂધથી બનેલા ઘીમાં, આનાથી ભેંસના દૂધથી બનેલા ઘીમાં વધારે ચીકાશ છે. આમ આ બધા પદાર્થોમાં જેમ સ્નેહના અનુમાનથી પ્રકર્ષ અને અપકર્ષ દેખાય છે તેવી રીતે પરમાણુઓમાં—બંધોમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતામાં પ્રકર્ષ અને અપકર્ષ છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૨ ૫૨૯ સ્નેહ એટલે ચીકણાશરૂપ પરિણામ છે અને તેનાથી વિપરીત જે પરિણામ તે રૂa છે. અને તેથી સંશ્લેષનું કારણ જે સ્નેહ અને રૂક્ષરૂપ જે પરિણામ, તે પરિણામવાળા પરમાણુઓ હોવાથી સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિ છે. આવા પ્રકારનાં દ્રવ્યોનો બંધવિશેષ છે તે અતીવ યુક્તિની અપેક્ષા રાખતો નથી. છતાં યુક્તિ પણ આપવામાં આવે છે. સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિમાં યુક્તિ સંવત અને મહાન સ્કંધરૂપ ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ છે તે પરમાણુઓના બંધનું અનુમાપક છે. અણુઓના બંધ-સંયોગ સિવાય ઘટાદિ મહાન દ્રવ્ય થાય જ કેવી રીતે ? અર્થાત્ સંયોગ પછી બદ્ધ થાય છે, બદ્ધ થયા પછી સ્કંધ બને છે. એટલે સર્વાત્મસંયોગરૂપબંધ પ્રસિદ્ધ છે તે આ અણુઓના સંયોગથી બનેલો મહાન ઘટરૂપ સ્કંધ પ્રત્યક્ષતયા સિદ્ધ કરે છે. મુક્તિને સિદ્ધ કરતો વ્યતિરેક જે અણુ અણુ જ રહે ને તેનો સંહતિ વિશેષ-સંયોગ વિશેષ ન થાય તો મહાન સંહત ઘટાદિ દ્રવ્ય બની શકે નહિ. પરમાણુઓ જો છૂટા જ રહે, સંયુક્ત ન થાય, મહાન સંત થાય નહીં તો સ્કંધ બને નહિ. માટે અણુઓનો સંયોગ થાય છે અને સંયુક્ત થયા પછી બંધ થાય છે, પછી સંઘાત અંધ બને છે. આ રીતે વ્યતિરેક વ્યાપ્તિથી પણ સર્વાત્મના સંયોગરૂપ બંધ સિદ્ધ જ છે. આ બંધથી બનતો ઘટાદિરૂપ મહાન સ્કંધ પ્રસિદ્ધ જ છે. આ પ્રમાણે સ્કંધ હોય તો જ અપકર્ષણ, ધારણ, નોદનાદિ (ખેંચવું, ધારણ કરવું, અવાજ ન થાય તેમ અથડાવવું, ખસેડવું આદિ) વ્યવહારની સિદ્ધિ થઈ શકે. અન્યથા તો થઈ શકે જ નહિ. કેમ કે જલાદિના ધારણ કરવારૂપ જે પ્રકારે સ્કંધ-ઘટાદિ ઉપગ્રહ-ઉપકાર કરે છે તે પ્રકારે પરમાણુ ઉપકાર કરતો નથી. પરમાણુનો પ્રતિઘાત લોકાંતે છે. કેમ કે તેની ગતિમાં ઉપગ્રાહક દ્રવ્ય ધર્માસ્તિકાય છે. તેનો લોકાંત પછી અભાવ છે તેથી અણુ ગતિ નહીં કરી શકતો ત્યાં જ અટકી જાય છે–પ્રતિઘાત (પ્રતિહત) થાય છે. તે પ્રકારે અણુનો લોકાંતમાં પ્રતિઘાત બંધન યોગ્ય પરિણામ સિવાય થાય છે. આકસ્મિક થતો નથી, કેમ કે પરમાણુ સ્પર્શવાળો અને મૂર્તિ છે, અને પ્રતિઘાતવાળાપ્રતિહનનવાળાનો શ્લેષરૂપરાગાદિથી બંધ જોવાય છે. આથી પૂ. ભાષ્યકાર મ. જે કહે છે તે બરાબર જ છે કેસ્નિગ્ધ અને રૂક્ષ હોવાથી સંયુક્ત એવાં બે પુગલોનો બંધ થાય છે.” આ પ્રમાણે ભાષ્યની પંક્તિનો સળંગ અર્થ પૂર્ણ થાય છે. આ રીતે જે પ્રશ્ન પૂછ્યો હતો ૧. આ રીતે પણ સ્નેહનો પરિચય અપાય છે. संयोगे सति संयोगिनां बन्धकारणं निग्धः, तथैवाबन्धकारणं च रूक्षः । तत्त्वा. पृ० ३५६ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ તત્ત્વાર્થ સૂત્ર કે તેવા પ્રકારનો તે બંધ ગુણવિશેષથી કેવા પ્રકારે થાય છે?' આ પ્રશ્નનો જવાબ ઉપર મુજબ આપ્યો કે–સ્નિગ્ધ અને રૂક્ષ એવા ગુણવિશેષથી સંયુક્ત એવા પરમાણુઓનો એકત્વપરિણતિરૂપ બંધ-શ્લેષ થાય છે. સંયુક્ત (સંયોગરૂપ બદ્ધ) પરમાણુઓમાં પ્રતિઘાત થતા સ્નિગ્ધ, રૂક્ષ ગુણવિરોધથી એકત્વપરિણતિરૂપ બંધ થાય છે. આ જવાબ આપ્યો તે તું ગ્રહણ કર. આ પ્રમાણે ભાષ્યમાં રૂતિ શબ્દ દ્વારા બતાવે છે. આ પૂર્વના સૂત્ર-૩રના ભાષ્યની જે બીજી પંક્તિ છે તેનો અર્થ હવે પછીના-૩૩ સૂત્રની અવતરણિકામાં કરવામાં આવે છે. કેમ કે એ પંક્તિ ઉત્તર સૂત્રની સાથે સંબંધ કરી રહી છે. ભાષ્ય - વિમેવ પાન્ત તિ ? અત્રોચ્યતે– ટીકા - ભાષ્યની આ પંક્તિનો શબ્દાર્થ અને વાક્ષાર્થ વિચારીએ છીએ. ભાષ્યની આ પંક્તિ સંબંધની પ્રતિપત્તિ-જ્ઞાન માટે છે. “વિમ્ પ્રશ્નાર્થ છે. પણ “આ બંધ.” પૂર્વ સૂત્રમાં જે અર્થ કહ્યો તેનો આ ઉત્તરસૂત્ર સાથે સંબંધ કરે છે. પૂર્વ સૂત્રમાં “બંધ' કહ્યો છે તેનો જ આ સૂત્ર સાથે સંબંધ છે. સ્નિગ્ધગુણવાળા પરમાણુ અને રૂક્ષગુણવાળા પરમાણુનો બંધ થાય છે. સૂત શબ્દનો અર્થ અવધારણ–જ છે. આ છૂટા શબ્દાર્થ કરીને હવે વાક્યર્થ કરીએ છીએ તે આ પ્રમાણેશું આ નિયમ જ છે કે સર્વસ્નિગ્ધગુણવાળાનો રૂક્ષગુણવાળાની સાથે બંધ થાય છે? આ પ્રમાણે પ્રશ્ન કરે છતે જવાબ અપાય છે કે–વિધિ હોય તો અવિશેષથી– સામાન્યથી–પ્રવૃત્તિ થાય અને તેથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો બંધ પ્રાપ્ત થાય છે. તે સૂત્રકાર મ. ને અભિપ્રેત નથી. અને જે અભિપ્રેત નથી તેનો પ્રસંગ આવી જાય છે માટે તે પ્રસંગને દૂર કરવા માટે આ સૂત્ર કહે છે – ૧ ગીત, અહીં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂક્ષ અને સ્નિગ્ધનો (અર્થાતુ રૂક્ષગુણવાળા અને નિષ્પ ગુણવાળા પરમાણુનો) બંધ કેવી રીતે અભિપ્રેત નથી તે પૂ. સૂત્રકાર મ. ત્રણ સૂત્રોથી બતાવે છે. તે પહેલા જઘન્યરૂક્ષ અને સ્નિગ્ધ, મધ્યમ રૂક્ષ અને નિષ્પ તથા ઉત્કૃષ્ટરૂક્ષ અને સ્નિગ્ધને સમજવા જોઈએ. તેથી જઘન્યરૂક્ષ અને સ્નિગ્ધ, મધ્યમરૂક્ષ અને સ્નિગ્ધ, અને ઉત્કૃષ્ટરૂક્ષ અને સ્નિગ્ધ કોને કહેવાય તે બતાવાય છે. એક ગુણ સ્નિગ્ધ અને રૂક્ષ એ જઘન્ય ગુણવાળા કહેવાય અને તુલ્ય અનંતગુણ સ્નિગ્ધ કે રૂક્ષ ઉત્કૃષ્ટ ગુણવાળા કહેવાય અને જઘન્ય અને ઉત્કૃષ્ટના વચમાં અર્થાત્ એકથી વધારે અને અનંતથી નીચે ગુણવાળા મધ્યમ ગુણવાળા કહેવાય છે. હવે જો આમાં વિશેષતા બતાવવામાં ન આવે તો આ બધાનો બંધ થવો જોઈએ પણ તે બધાનો રૂક્ષ કે નિષ્પ માત્ર હોવાથી થતો નથી. માટે આ કોષ્ટક જોઈ લઈએ. જઘન્ય નિષેધસૂત્ર એક ગુણ સ્નિગ્ધ અને ગુણરૂક્ષનો બંધ થાય નહીં. ર નવાપુનામું એક ગુણ રૂક્ષ અને એક ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં. Page #540 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૩ ૫૩૧ ન કયીશુનામ્ | ધરૂર છે સૂત્રાર્થ :- જઘન્યગુણવાળાનો બંધ થતો નથી. ટીકા :- ઉપરનો જે વિધિ બતાવ્યો હતો સ્નિગ્ધપણું અને રૂક્ષપણું બંધનો હેતુ છે તે વિધિ અતિપ્રસક્ત છે. કેમ કે સ્નિગ્ધત્વ તો એકગુણ સ્નિગ્ધમાં પણ છે અને રૂક્ષત્વ જઘન્ય એક ગુણ રૂક્ષમાં પણ છે તો ત્યાં પણ એટલે કે એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષમાં પણ બંધ થવો જોઈએ. એ પણ બંધના હેતુ બને પણ આમ બનતું નથી એટલે જઘન્ય એકગુણસ્નિગ્ધ અને એક ગુણરૂક્ષનો બંધ અભિપ્રેત નથી. તો તેના બંધનો પ્રસંગ આવત માટે તે વિધિનું આ અપવાદસૂત્ર છે. તે અતિપ્રસક્તવિધિના અપવાદનો આરંભ કરનાર આ સૂત્ર છે. ભાષ્ય :- જઘન્ય ગુણ સ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષોનો પરસ્પર બંધ થતો નથી. ટીકા - બંધનું પ્રકરણ હોવાથી સૂત્રમાં રહેલ ‘' શબ્દથી બંધનો પ્રતિષેધ થાય છે. કોનો બંધ થતો નથી? જાન્યગુણસ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષોનો બંધ થતો નથી. જઘન્ય’ શબ્દની વ્યુત્પત્તિ નયને ભવ: : આ વ્યુત્પત્તિમાત્ર છે. નિયી વ નો નવચ: આ જઘન્યના જેવો બીજો જઘન્ય છે. તે અહીં જઘન્ય સમજવો. આનો તાત્પર્યાર્થ છે નિકૃષ્ટ. એટલે છેલ્લામાં છેલ્લો. નવશ્રાસી : જઘન્ય એવો ગુણ મધ્યમ બે ગુણ સ્નિગ્ધ અને બે ગુણ નિષ્પનો બંધ થાય નહીં. गुणसाम्ये सदृशानाम् બે ગુણ રૂક્ષ અને બે ગુણ રૂક્ષનો બંધ થાય નહીં. गुणसाम्ये सदृशानाम् (બે ગુણથી લઈને સંખેય, અસંખેય અને અનંતનો પણ બંધ નાય નહીં. ગુખસાગ્યે સદશાનાનું તુલ્ય સંખ્યય ગુણ સ્નિગ્ધ અને તુલ્ય સંખ્યય ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં ગુણસાચ્ચે સદશાનામ્ તુલ્ય અસંખ્યયગુણ સ્નિગ્ધ અને તુલ્ય અસંખેય ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં. ગુણસાપે સદિશનામું તુલ્ય સંખ્યયગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણ રૂક્ષનો બંધ થાય નહીં गुणसाम्ये सदृशानाम् તુલ્ય અસંખ્યય ગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણસ્નિગ્ધનો બંધ થાય નહીં ગુણસાગ્યે સદશાનામ્ ઉત્કૃષ્ટ તુલ્ય અનંતગુણ સ્નિગ્ધ અને તુલ્ય અનંતગુણનિષ્પનો બંધ થાય નહીં गुणसाम्ये सदृशानाम् તુલ્ય અનંતગુણ રૂક્ષ અને તુલ્ય અનંતગુણ રૂક્ષનો બંધ થાય નહીં गुणसाम्ये सदृशानाम् અનંતગુણ સ્નિગ્ધ અને એક ગુણ અધિક અનંતગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય નહીં ત્યધતિનાં તુ અનંતગુણ રૂક્ષ અને એક ગુણ અધિક અનંતગુણ રૂક્ષ સાથે બંધ થાય નહીં ધિક્કાળાનાં તુ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ તત્ત્વાર્થ સૂત્ર जघन्यगुणः स्निग्धः येषां ते जघन्यगुणस्निग्धाः જઘન્યગુણસ્નિગ્ધ જેઓનો છે તે પુદ્ગલો જઘન્યગુણરૂક્ષ જેઓનો છે તે’ પુદ્ગલો. જઘન્યગુણસ્નિગ્ધ જે પુદ્ગલો-પરમાણુઓ છે તે પરમાણુઓનો અને જઘન્યગુણરૂક્ષ જે પુદ્ગલો-પરમાણુઓ છે તે પરમાણુઓના પરસ્પર બંધનો નિષેધ કરાય છે. ભાષ્યમાં રહેલ પરસ્પર શબ્દ સજાતીય અને વિજાતીય વિશેષને બતાવનાર છે. સ્વસ્થાનમાં—સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બંધ ઇષ્ટ નથી. તેવી રીતે રૂક્ષનો રૂક્ષ સાથે બંધ થતો નથી. તેવી રીતે પરસ્થાનમાં પણ–એક ગુણ સ્નિગ્ધનો, એકગુણ રૂક્ષ સાથે બંધ થતો નથી. એકગુણસ્નિગ્ધ પરમાણુઓને એકગુણરૂક્ષ પરમાણુઓનો સંયોગ હોવા છતાં અને સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણ હોવા છતાં પણ પરસ્પર એકત્વ પરિણામરૂપ બંધ થતો નથી. આમ સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં અર્થાત્ સજાતીય અને વિજાતીય એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષનો બંધ થતો નથી. આવું પ્રતિપાદન કર્યું ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે પ્રશ્ન :- શું કારણ છે કે એમનો બંધ થતો નથી ? કેમ કે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણવાળા તો છે. ઉત્તર :- તેવા પ્રકારના પરિણામ પામવાની શક્તિનો અભાવ છે. માટે એકત્વપરિણામને પ્રાપ્ત થઈ શકતા નથી. દ્રવ્યોની પરિણામ શક્તિઓ વિચિત્ર હોય છે તથા ક્ષેત્ર, કાલ વગેરેને અનુસરનારી હોય છે. વળી પ્રયોગ અને વિગ્નસાની અપેક્ષાવાળી હોય છે. આ પરિણમન શક્તિઓ કોઈ પણ કાળે પ્રશ્નથી પ્રશ્નકારની ઈચ્છાને અનુસરતી નથી. અર્થાતુ એ પરિણમન શક્તિઓ પ્રશ્નકારને અનુસરતી નથી પણ તેને યોગ્ય ક્ષેત્ર કાળાદિની અપેક્ષા રાખે છે. સ્નેહગુણ થોડો હોવાથી જ જઘન્યગુણરૂક્ષ પુદ્ગલને પરિણમાવવા માટે શક્તિમાન નથી, તે રીતે રૂક્ષગુણ પણ અલ્પ હોવાથી જઘન્યગુણસ્નિગ્ધને આત્મસાત્ કરવા માટે–પરિણમન કરવા માટે સમર્થ નથી. અહીં જે ગુન' શબ્દ છે તે સંખ્યાવાચી છે. દા. ત. જેમ આ પુરુષનો એક જ ગુણ છે ૧. સ્નિગ્ધ(સ્નિગ્ધ ગુણવાળા પરમાણુ)નો સ્નિગ્ધ સાથે, અને રૂક્ષનો રૂક્ષ સાથે જે બંધ થાય તે સજાતીય કહેવાય અને નિષ્પનો રૂક્ષ સાથે, રૂક્ષનો નિગ્ધ સાથે થાય તે વિજાતીય કહેવાય. Page #542 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૩ ૫૩૩ અથવા ગુણ શબ્દનો અર્થ અધિકતા છે. દા. ત. જેમ દ્વિગુણ, ત્રિગુણ. આમાં ગુણ શબ્દથી બે અધિક–ડબલ અને ત્રણ અધિક–ત્રબલ આવો અર્થ થાય છે. આ ગુણ શબ્દ આધિય અર્થમાં પ્રયુક્ત છે. સ્નેહાદિ ગુણોમાં પ્રકર્ષ અને અપકર્ષ વિશેષ છે તેથી આ પણ અર્થ ઘટે છે. સ્નેહાદિ ગુણોમાં પ્રકર્ષ અને અપકર્ષ વિશેષ છે તે દષ્ટાંત દ્વારા બતાવે છે. જેમ પાણીથી બકરીના દૂધમાં સ્નેહ અધિક છે, આનાથી ગાયના દૂધમાં, આનાથી ભેંસના દૂધમાં, આનાથી ઊંટડીના દૂધમાં આમ ઉત્તરોત્તર સ્નેહમાં આધિય છે, અને પૂર્વ પૂર્વમાં અલ્પતા છે. બકરીના દૂધ કરતાં પાણીમાં રૂક્ષતા છે અને ગાયના દૂધની સ્નિગ્ધતાની અપેક્ષાએ બકરીના દૂધમાં રૂક્ષતા છે. આ પ્રમાણે સમજી લેવું. તેમાં એકગુણસ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધની સાથે જ અથવા બે ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે એ રીતે સંખ્યાતગુણ સ્નિગ્ધની સંખ્યાત ગુણ સ્નિગ્ધ સાથે, અસંખ્યાતગુણસ્નિગ્ધનો અસંખ્યાતગુણસ્નિગ્ધ સાથે, અનંતગુણસ્નિગ્ધનો અનંતગુણનિષ્પ સાથે આ પ્રમાણે સર્વ સદશ(સજાતીય)ની સાથે બંધ થતો નથી. તે જ પ્રમાણે એકગુણરૂક્ષનો એકગુણ રૂક્ષ સાથે, બે ગુણરૂક્ષનો બે ગુણરૂક્ષ સાથે એમ સંખ્યાત ગુણ રૂક્ષનો સંખ્યાતગુણ રૂક્ષ સાથે, અસંખ્યાતગુણરૂક્ષનો અસંખ્યાતગુણરૂક્ષ સાથે, અનંતગુણરૂક્ષનો અનંતગુણ રૂક્ષ સાથે બંધ થતો નથી. આ સૂત્રમાં તો જઘન્યગુણ સ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષ પુગલોનો પરસ્પર બંધ થતો નથી આટલું જ છે. બાકીની જે વ્યાખ્યા છે તે આગળ' કહેવાશે. એ સૂત્રથી જે વ્યાખ્યય છે તે પ્રસંગથી કહ્યું છે. આ પ્રમાણે જઘન્યગુણસ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષવાળાં પુગલોને છોડીને બીજા મધ્યમ સ્નિગ્ધ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધોનો રૂક્ષો સાથે અને રૂક્ષોનો નિગ્ધો સાથે પરસ્પર બંધ થાય છે. અથપત્તિથી પ્રાપ્ત થતો આ અર્થ સામર્થ્યથી ગમ્યમાન છે. તે બંધ જેવો અને જે પ્રકારે થાય છે તે તેવો અને તે પ્રકારે કહીશું. અહીં આટલું જ ઉપયોગી છે. ભાષ્ય :- હવે અહીં કોઈ કહે છે કે જન્યગુણ છોડીને સ્નિગ્ધોનો રૂક્ષની સાથે અને રૂક્ષોનો નિગ્ધની સાથે બંધ થાય છે. આ પ્રમાણે તમે કહ્યું. તો હવે પ્રશ્ન થાય છે કે શું તુલ્યગુણવાળાનો અત્યંત પ્રતિષેધ કરો છો ? આ પ્રશ્નનો જવાબ અપાય છે કે –“જઘન્યગુણવાળાનો બંધ થતો નથી' એમ માનીને આ કહેવાય છે. ૧. ૫-૩૪ સૂત્રમાં આવશે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ તત્ત્વાર્થ સૂત્ર ટીકા :- મત્રાદ-આ ભાષ્યથી આગળ ગ્રંથની સાથે સંબંધ કરે છે. જઘન્યગુણસ્નિગ્ધવાળા અને જઘન્યગુણરૂક્ષવાળાનો બંધ થતો નથી, એ પ્રમાણે હમણાં જ આપે પ્રતિપાદન કર્યું. તેનો નિષેધ કર્યો. આથી જે જઘન્યગુણવાળા નથી એવાં બીજાં પુદ્ગલોનો બંધ થવાનો પ્રસંગ આવે છતે સદશોના બંધના પ્રતિષેધમાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ આ દ્વિગુણ નિષ્પનો એક ગુણ રૂક્ષ સાથે અને એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણરૂક્ષ સાથે બંધ થાય છે આવો અર્થ નીકળે છે. આનો સ્પષ્ટ અર્થ એ સમજાય છે કે–જઘન્યસ્નિગ્ધ અને જઘન્યરૂક્ષના બંધનો પ્રતિષેધ કરવાથી ભિન્ન અધિકરણવાળા મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. આ અર્થથી પ્રતિજ્ઞાત થાય છે. હવે પૂ. ભાષ્યકાર મ. પ્રશ્ન કરાવે છે કે શું તુલ્યગુણવાળાનો અત્યંત એટલે એકાંતે પ્રતિષેધ છે ? ભાષ્યમાં રહેલ “અથ' શબ્દનો અર્થ પ્રસ્તુત વાત કર્યા પછી હવે આવો અર્થ થાય છે. હવે એ પ્રશ્ન પૂછીએ કે એક ગુણસ્નિગ્ધવાળા પુદ્ગલનો તુલ્ય એકગુણસ્નિગ્ધવાળાં પુદ્ગલો સાથે શું એકાંતે નિષેધ છે ? આ પ્રશ્ન કરે છતે પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે કે – હા, અત્યન્ત, નિષેધ છે. ક્યા સ્થળે પ્રતિષેધ સ્વીકારેલો છે ? ગયચાળાનામ્ જાન્યગુણવાળાનો અધિકાર લઈને આ વાત કહે છે. જેમ જઘન્યગુણવાળા સ્નિગ્ધ અને રૂક્ષોનો બંધ થતો નથી તેમ ગુણની સમાનતા હોય તો સદશોનો બંધ થતો નથી. અર્થાત્ પંચગુણસ્નિગ્ધ પરમાણુઓનો પંચગુણસ્નિગ્ધની સાથે બંધ થતો નથી. આ પ્રમાણે સંબંધ કરી લેવો. આ રીતે ૩૪મા સૂત્રનો સંબંધ બતાવ્યો. હવે બીજી રીતે ૩૪મા સૂત્રનો સંબંધ બતાવતાં કહે છે કે– અથવા ભિન્ન અધિકરણ એટલે જુદા જુદા અધિકરણરૂપ સ્નિગ્ધ અને રૂક્ષના બંધનો પ્રતિષેધ ૧. તુલ્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલ અને તુલ્યગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલનો બંધ થાય તે તુલ્યાધિકરણ કહેવાય, કેમ કે સ્નિગ્ધ આધેય તુલ્ય છે અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલ અને રૂક્ષ ગુણવાળા પુદ્ગલનો બંધ થાય તે ભિન્ન અધિકરણ કહેવાય, કેમ કે આધેયભિન્ન છે. સ્નેહગુણનું સ્નિગ્ધ અધિકરણ છે અને રૂક્ષગુણનું રૂક્ષ અધિકરણ છે એટલે સ્નિગ્ધ એ જ અધિકરણ સ્નિગ્ધાધિકરણ અને રૂક્ષ એ જ અધિકરણ તે રૂક્ષાધિકરણ. આ બે અધિકરણ ભિન્ન છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૪ ૫૩૫ કર્યો. હવે તુલ્યગુણવાળાનું શું માનવું? આમ સામર્થ્યથી અધ્યાહાર કરીને વ્યાખ્યા કરવી જોઈએ. તુલ્યગુણવાળા સ્નિગ્ધ' અધિકરણવાળા કે રૂક્ષઅધિકરણવાળાં પુદ્ગલોના બંધનો શું નિષેધ સ્વીકારવો અથવા બંધ થાય છે એમ સ્વીકારવું ? આ પ્રશ્નના જવાબમાં પૂ. આચાર્ય મ. કહે છે કે–અત્યંત પ્રતિષેધ છે. એકાંતથી જ નિષેધ છે. તે નિષેધ “ર નથTળાનામ્' આ સૂત્રમાં અધિકૃત છે તેને લઈને કહેવાય છે કે મુસાચ્ચે દશાનામ્ ક-૩૪ છે સૂત્રાર્થ :- ગુણસામ્ય હોય તો સદેશોનો બંધ થતો નથી. આ સૂત્રમાં જે ગુપ શબ્દ છે તે ગુણ શબ્દ પૂર્વ ને બધાનામ્' આ સૂત્રમાં પણ આવેલો છે. ત્યાં ગુણ શબ્દનો અર્થ સંખ્યા અથવા આધિક્ય કર્યો. હવે અહીં બીજો અર્થ બતાવતાં ટીકા - અથવા આ સૂત્રમાં ગુણ એટલે પ્રસિદ્ધ સ્નિગ્ધ-સ્નેહ અને રૂક્ષ ગુણ લેવો. એટલે પૂર્વસૂત્રમાં જે “જઘન્યગુણ પદ છે તેની સાથે આ સૂત્રને જોડીને અર્થ કરવો એટલે જઘન્યગુણવાળા રૂક્ષગુણનો રૂક્ષગુણવાળા સાથે અને સ્નેહગુણનો સ્નેહગુણવાળા સાથે બંધ થતો નથી આવો ભાવ સમજાય છે. ભાષ્ય :- ગુણસામ્ય હોય તો સદેશોનો બંધ થતો નથી. તે આ પ્રમાણે–તુલ્યગુણ સ્નિગ્ધનો તુલ્યગુણસ્નિગ્ધ સાથે અને તુલ્યગુણરૂક્ષનો તુલ્યગુણરૂક્ષની સાથે બંધ થતો નથી. ટીકા :- અહીં ભાષ્યમાં પણ “ગુણ' શબ્દનો અર્થ પ્રસિદ્ધ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ કરવો. “પુસા સતિ' ભાષ્યની આટલી પંક્તિનો અર્થ છે –“ગુણની સમાનતા હોતે છતે સ્નિગ્ધ અને રૂક્ષગુણોની સમાનતા હોય ત્યારે. અહીં જે સતિ સપ્તમીનો પ્રયોગ કર્યો છે તે વિશિષ્ટ અર્થવાળી સપ્તમી વિભક્તિ છે એવું સૂચન કરે છે. ૧. બે સ્નિગ્ધ અધિકરણનું અર્થાતુ તુલ્ય સંખ્યાવાળા નિગ્ધ પુદ્ગલ અને સ્નિગ્ધ પુગલના અને બે રૂક્ષ અધિકરણનું અર્થાતુ તુલ્ય સંખ્યાવાળા રૂક્ષ પુદ્ગલ અને રૂક્ષપુગલના બંધનો નિષેધ છે કે બંધનો સ્વીકાર છે ? ૨. અર્થાત્ “Thસાથે સદશાનાનું સૂત્રમાં તે નથી લખ્યો પણ ન નવચTખાનામ્ સૂત્રમાં જે તે છે તેની અનુવૃત્તિ લેવાની છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ તત્ત્વાર્થ સૂત્ર પાણિનીય વ્યાકરણના આ સૂત્રથી અહીં નિમિત્ત સપ્તમી છે. એટલે આવો અર્થ થાય કે—ગુણનું સામ્ય હોય છતે તુલ્ય સંખ્યા હોય તો સદશીનો બંધ થતો નથી. ગુણોની સામ્યતા અર્થાત્ તુલ્ય સંખ્યાથી જે સદેશ હોય તેનો બંધ થતો નથી. અહીં સશતા ગુણથી જ લેવાની છે પણ ક્રિયાથી નહીં તેથી કહ્યું છે કે ગુણસાપે સદશાનાં ગુણની સામ્યતાથી સંદશ જોઈએ પણ ક્રિયાની સામ્યતાથી સંદેશ નહીં. ગુણસામ્યના નિમિત્તે સદેશોનો બંધ થતો નથી. પૂર્વમાં જે અપવાદવિશેષ છે તેના સમર્થન માટે જ આ સૂત્ર છે. ત્રિધરૂક્ષત્વર્િ વધ:' આ સામાન્ય સૂત્ર હતું. તે સૂત્રનો “ નથીનામઆ સૂત્ર દ્વારા અપવાદ કર્યો. તે કહીને પૂર્વના આ અપવાદવિશેષનું જ સમર્થન કરતાં તેનો અપવાદ કરે છે. અહીં જેનો અપવાદકરાય છે તેને ઉદાહરણ આપીને ભાષ્યની બીજી પંક્તિ દ્વારા સ્પષ્ટ કરે છે. તે આ પ્રમાણે—તુલ્યગુણસ્નિગ્ધનો તુલ્યગુણસ્નિગ્ધ સાથે અને તુલ્યગુણરૂક્ષનો તુલ્યગુણરૂક્ષ સાથે બંધ થતો નથી. આ પ્રમાણે સામાન્યથી ઉપન્યાસ કર્યો છે તે સમસ્ત એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષ આદિ સમાનગુણવાળા સર્વ વિકલ્પોના સંગ્રહ માટે છે.. ભાષ્યમાં રહેલ સુત્રાન્નિધચનો સમાસ આ પ્રમાણે છેતુલ્યગુણસ્નિગ્ધ જેનો હોય તે તુલ્યગુણસ્નિગ્ધ કહેવાય. મતલબ “જેનો સ્નેહગુણ તુલ્ય છે તેનો આ સદેશની સાથે જ તુલ્યગુણ સ્નેહની સાથે બંધ નથી. કેમ કે પરસ્પર પરિણતિ શક્તિનો અભાવ છે. જેવી રીતે સમાન બળવાળા અને સમાન રૂપવાળા બે મલ્લોનો પરસ્પર અભિઘાત થતો નથી તેવી રીતે સમાન ગુણવાળાની સાથે સમાનગુણવાળાનો બંધ થતો નથી. કારણ કે એક ગુણ નેહવાળાનો એકગુણનિષ્પની સાથે બંધ થતો નથી. તેવી રીતે દ્વિગુણ સ્નિગ્ધથી લઈને અનંતગુણસ્નિગ્ધ સુધી ગુણસામ્ય હોય તો એ બધાનો બંધ થતો નથી. १. 'यद्भावो भावलक्षणम्' सिद्ध० २/२/१०६ આ સત્રમાં જઘન્ય ગણવાળા સ્નિગ્ધ અને રૂક્ષનો બંધ થતો નથી. આમ કહીને સૂત્ર ૩૨નો અપવાદ બતાવ્યો પણ તે અપવાદ બતાવવા છતાં બે ગુણસ્નિગ્ધ આદિ સ્નિગ્ધનો બંધ થાય કે નહીં તેનો ખુલાસો સૂ. ૩૩માં થતો નથી તેથી સૂ૩૪માં વિશેષ અપવાદ બતાવ્યો. એક ગુણથી લઈને સમસ્તનો સંગ્રહ કર્યો. એક ગુણ સ્નિગ્ધ તેમ બે ગુણ સ્નિગ્ધ, સંખ્યાત ગુણ સ્નિગ્ધ, અસંખ્યાતગુણ સ્નિગ્ધ, અનંતગુણ સ્નિગ્ધ પુદ્ગલોનો તેટલા જ ગુણવાળા પુદ્ગલ સાથે યથાક્રમ બંધ થતો નથી તે જ પ્રમાણે રૂક્ષમાં જાણવું. Page #546 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૪ ૫૩૭ અર્થાતુ તુલ્યગુણવાળા સંખ્યાતગુણસ્નિગ્ધવાળાનો સંખ્યાતગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી. એવી રીતે અસંખ્યાતગુણસ્નિગ્ધનો અનંતગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી. આ જ પ્રમાણે જેમ તુલ્ય દુર્બળ ગુણવાળા અર્થાત્ બે સરખા દુબળા મલ્લનો અભિઘાત થતો નથી તેવી રીતે દ્વિગુણ આદિ રૂક્ષનો દ્વિગુણઆદિરૂક્ષથી લઈને અનંતગુણરૂક્ષનો અનંતગુણરૂક્ષવાળા સાથે બંધ થતો નથી. આ રીતે ગુણની સામ્યતામાં સદશીનો બંધ થતો નથી. દ્વિગુણ સ્નિગ્ધ + દ્વિગુણ સ્નિગ્ધ = બંધ ન થાય. દ્વિગુણાદિથી યાવત્ અનંતગુણાદિ બંનેમાં હોય તે ગુણસામ્યતા સંયોગ થયેલા બંને સ્નિગ્ધ કે રૂક્ષ તે સદશ કહેવાય. આવા સંયોગોમાં પરમાણુઓમાં પરિણતિનો અભાવ હોવાથી શ્લેષ-એકત્વ પરિણતિરૂપ બંધ થાય નહિ. ભાષ્ય :- આ સૂત્રમાં સદેશનું ગ્રહણ શી અપેક્ષા રાખે છે ? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે –ગુણની વિષમતા હોય તો સદેશોનો બંધ થાય છે. અર્થાત સદેશનું ગ્રહણ ગુણવૈષમ્યની અપેક્ષા રાખે છે. એટલે ગુણ વૈષમ્ય હોય તો સદેશ એટલે પરસ્પર સ્નિગ્ધો અને પરસ્પરરૂક્ષોનો બંધ થાય છે. ' ટીકા :- સદેશ શબ્દનું ગ્રહણ શી અપેક્ષા રાખે છે ? આ પ્રશ્નમાં પ્રશ્નકાર એમ માને છે કે–ગુણસામ્ય હોય તો બંધ થતો નથી. અને જેઓના જ પરમાણુઓના) સમાન ગુણો, પ્રકર્ષ અને અપકર્ષમાં રહેલા, ખાસ કોઈ સંખ્યાથી વિશિષ્ટ (યુક્ત) હોય છે. આવા તે ગુણો નિયમથી ગુણો વડે સંદેશ છે. અર્થાતુ સંખ્યાની સમાનતા હોય તો સદેશ છે. આ સંદેશતા તમને જે ઈષ્ટ છે તે સદેશતા એમ જ પ્રાપ્ત થાય છે તેથી સૂત્રમાં સદેશ શબ્દ અધિક છે એમ સિદ્ધિ થાય છે. અને તેથી સમજાય છે કે “સદશ” શબ્દ બીજા અર્થની અપેક્ષા રાખે છે. જે બીજા અર્થની અપેક્ષા છે તે અર્થને નહીં જાણતો આ પ્રશ્ન કરે છે કે–સદશ શબ્દ કોની અપેક્ષા રાખે છે? પૂ. ઉમાસ્વાતિ મ. પણ ચિત્તમાં વિશિષ્ટ અર્થનું જ્ઞાન થાય તે માટે “સદશ'નું ગ્રહણ છે... આ મનમાં રાખીને કહે છે કે ગુણની વિષમતા હોય તો સદશોનો બંધ થાય છે.” સ્નેહગુણની વિષમતા અને રૂક્ષગુણની વિષમતા હોય તો બંધ થાય છે. કોનો ? આ પ્રશ્ન થાય માટે કહ્યું કે “સદશોનો બંધ થાય છે. “સદશ' શબ્દ પ્રહણ આ અર્થની અપેક્ષા રાખે છે. પ્રશ્ન :- અહીં સાદૃશ્ય શું સમજવું ? ઉત્તર :- સાદશ્ય સ્નેહગુણ માત્ર નિબંધનવાળી અને રૌઢ્યગુણમાત્ર નિબંધનવાળી સંખ્યાને લઈને ગ્રહણ કરવું. જે સંખ્યાનું કારણ માત્ર સ્નેહગુણ જ હોય, રૌઢ્ય ગુણ જ હોય તેવી સંખ્યાને લઈને Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ સાદૃશ્ય સમજવું. મતલબ સ્નેહગુણવાળા સ્નિગ્ધ અને સ્નિગ્ધમાં સંખ્યા સમાન હોય તે સ્નેહગુણવાળા સદેશ છે એવી રીતે રૂક્ષગુણવાળા રૂક્ષ અને રૂક્ષમાં સંખ્યા સમાન હોય તો તે રૂક્ષગુણવાળા સન્દેશ છે. આનો બંધ થતો નથી. તત્ત્વાર્થ સૂત્ર આથી સદેશોનો સ્નેહગુણ સામાન્યથી અને રૌક્ષગુણ સામાન્યથી પ્રકર્ષ અને અપકર્ષથી થયેલ તે ગુણોમાં વૈષમ્ય હોય તો બંધ થાય જ છે. તે આ પ્રમાણે— એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે બંધ થાય છે. આ સ્નિગ્ધ સામાન્ય ગ્રહણ કરીને બતાવ્યું કે એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે જે બંધ થાય છે તેમાં એકગુણસ્નિગ્ધ છે તે અપકર્ષવૃત્ત છે અને ત્રિગુણસ્નિગ્ધ છે તે પ્રકર્ષવૃત્ત છે. આ પ્રકર્ષ અને અપકર્ષથી સદંશ એવા એક ગુણ સ્નિગ્ધ અને ત્રિગુણસ્નિગ્ધમાં વૈષમ્ય આવ્યું માટે બંધ થાય જ પણ એકગુણસ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધ કે બેગુણસ્નિગ્ધની સાથે બંધ ન થાય. આમ એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે, દ્વિગુણસ્નિગ્ધનો ચાર ગુણ સ્નિગ્ધ સાથે, ત્રિગુણસ્નિગ્ધનો પાંચગુણસ્નિગ્ધ સાથે, ચતુર્ગુણસ્નિગ્ધનો છગુણસ્નિગ્ધ સાથે બંધ થાય છે. આ પ્રમાણે અનંતગુણસ્નિગ્ધનો વૈષમ્ય હોય તો બંધ થાય છે. અર્થાત્ આ રીતે અનંતગુણ સુધી સમજવું. તેથી અનંતગુણ સ્નિગ્ધનો વિષમ અનંતગુણસ્નિગ્ધ હોય તો બંધ થાય છે. અન્ય આચાર્ય મહારાજ કહે છે કે— એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે, એકગુણરૂક્ષનો દ્વિગુણરૂક્ષ સાથે બંધ થાય છે. પણ આ સંપ્રદાયથી અને આગમથી પ્રાયઃ વિરુદ્ધ છે માટે એ આદરવા યોગ્ય નથી—સ્વીકારવા યોગ્ય નથી. ભાષ્ય :- શું અવિશેષથી—સામાન્યથી ગુણવૈષમ્ય હોય તો સદેશોનો બંધ થાય છે ? આ પ્રશ્નનો જવાબ અપાય છે કે— ટીકા :- ભાષ્યમાં ‘અન્નાદ' વગેરે છે તે સંબંધનું પ્રતિપાદન કરનાર ગ્રંથ છે. પૂર્વ સૂત્રની સાથે ઉત્તરસૂત્રનો સંબંધ કરતાં કહે છે કે— શું અવિશેષથી ગુણની વિષમતામાં સદેશોનો બંધ થાય છે ? જો આવું કહો તો એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે પણ બંધ થવાનો પ્રસંગ આવશે અને એ અનિષ્ટ છે. અર્થાત્ એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી તેના બંધનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે પ્રશ્નકારે શંકા કરી ત્યારે પૂ. આચાર્ય મહારાજ કહે છે કે— બધા જ સદેશોનો બંધ થતો નથી. તો કોનો ? Page #548 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૫ આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે ૫૩૯ ચથિજાતિનુળાનાં તુ ॥ ૧-રૂ II સૂત્રાર્થ :- બે આદિથી અધિકગુણવાળા સદશોનો બંધ થાય છે. ભાષ્ય :- બે આદિથી અધિક ગુણ હોય તો સદેશોનો બંધ થાય છે. ટીકા :- સૂત્રમાં રહેલા સમાસનો વિગ્રહ આ પ્રમાણે થાય છે કે—બે ગુણ વિશેષથી અધિક ગુણવાળા જે પરમાણુ છે તે જેની આદિમાં હોય તે ‘બે ગુણથી અધિક ગુણવાળા...' બેથી અધિક સદશ ગુણવાળા પરમાણુઓનો બંધ થાય છે. અહીં ‘ગુણ' શબ્દ ગુણીવાચક છે. એટલે અહીં સ્નિગ્ધ-રૂક્ષ ગુણવાળા ગુણો એટલે પરમાણુઓ આવો અર્થ થાય છે. મતલબ ‘ચધિષ્ઠાવિનુળાનાં' આ સામાસિક પદ છે. તેમાં બહુવ્રીહિ સમાસ છે. એટલે ‘મુળ’ પદથી ‘ગુણી’ એવો અર્થ નીકળે છે. તેથી બેથી અધિક ત્રણ, આદિ ગુણવાળા સદેશ પરમાણુઓનો બંધ થાય છે આવો સૂત્રાર્થ થાય છે. અહીં સદેશતા સ્નેહસામાન્ય અને રૂક્ષસામાન્યને લઈને સમજવી. અર્થાત્ સ્નિગ્ધસ્નિગ્ધ, રૂક્ષ-રૂક્ષ જાતથી સરખા તે સદેશ સમજવા. ભાષ્ય :- તે આ પ્રમાણે— એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ અધિક સ્નિગ્ધ સાથે એટલે કે ત્રિગુણ સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થાય છે. અને દ્વિગુણાદિથી અધિક ત્રિગુણાદિ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધની સાથે બંધ થાય છે. એવી રીતે એક ગુણ રૂક્ષનો પણ દ્વિગુણ આદિથી અધિક અર્થાત્ ત્રિગુણાદિ રૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે અને ત્રિગુણાદિ—ષિકાદિ રૂક્ષ પરમાણુનો એકગુણરૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે પણ એકાદિગુણથી અધિક સદેશ પરમાણુઓનો બંધ થતો નથી. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ દ્વિગુણસ્નિગ્ધ સાથે કે દ્વિગુણ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે બંધ થતો નથી. સૂત્રમાં રહેલ તુ શબ્દ વ્યાવૃત્તિ અને વિશેષણ માટે છે. પ્રતિષેધને હટાવે છે અને બંધમાં વિશેષ કરે છે. ટીકા :- તે આ પ્રમાણે— પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા સૂત્રાર્થને સ્પષ્ટ કરતાં ઉદાહરણ આપે છે. તેમાં પ્રથમ પંક્તિમાં ત્રિપક્ષ્ય' ‘સ્નિગ્ધનો' આટલું જ કહ્યું છે. તો ‘મુળ' સ્નિગ્ધનો આ અર્થ કેવી રીતે પ્રાપ્ત થાય ? = આ શંકાના સમાધાનમાં સમજવું કે સામર્થ્યથી સંખ્યા અને ગુણ પ્રાપ્ત થાય છે. કેમ કે સૂત્રમાં ‘બેથી અધિક ગુણવાળાનો' કહ્યું છે તેનાથી સદેશ કોણ હોય ? ‘એકગુણઆદિ’ સામર્થ્યથી એક આદિ સંખ્યા અને ‘ગુણ' પણ પ્રાપ્ત થાય છે. માટે ભાષ્યમાં 'ન્નિધસ્ય' કહ્યું હોવા છતાં Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ તત્ત્વાર્થ સૂત્ર “પુન્નિધી' આવો અર્થ પ્રાપ્ત થાય છે. એકગુણસ્નિગ્ધ પરમાણુનો દ્વિગુણથી અધિક સ્નિગ્ધ પરમાણુ સાથે એટલે બેગુણસ્નેહ વિશેષથી અધિક જે પરમાણુ છે તેની સાથે બંધ થાય છે. દા. ત. જેમ એક પરમાણુ એકગુણ સ્નિગ્ધ છે અને બીજો ત્રિગુણ સ્નિગ્ધ છે. અહીં એકગુણનિષ્પનો એક-સમાન ગુણ ત્રિગુણનિષ્પ એવા અણુ અથવા સ્કંધમાં છે. એટલે શેષ જે બે ગુણ રહ્યા તે બે ગુણથી અધિક અણુ અથવા બ્ધ છે. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ પરમાણુ કરતાં ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ કે સ્કંધ બેગુણથી અધિક છે. “દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે” આ વાકયમાં “આદિ ગ્રહણ કર્યું છે તેનાથી એક ગુણ સ્નિગ્ધનો ચતુર્ગુણસ્નિગ્ધ, પંચગુણસ્નિગ્ધ પરમાણુની સાથે પણ બંધ થાય છે. તે પ્રમાણે દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધનો એકગુણનિષ્પ સાથે બંધ થાય છે. આવો અર્થ પ્રાપ્ત થાય છે. અર્થાત્ બેથી અધિક ગમે તેટલા ગુણવાળા સ્નિગ્ધની સાથે એક ગુણ સ્નિગ્ધનો બંધ થઈ શકે છે એ સિદ્ધ થાય છે અને બેથી અધિક ગુણવાળા સ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધની સાથે પણ બંધ સંભવી શકે છે. આ “આદિ પદથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન :- “એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધ સાથે’ આ પ્રથમ વિકલ્પ છે અને દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય છે આ બીજો વિકલ્પ છે. તો આ પ્રથમ વિકલ્પથી બીજો વિકલ્પ જુદો પડતો નથી. બીજા વિકલ્પનો પ્રથમ વિકલ્પથી કોઈ ભેદ નથી એ તો ફુટ-સ્પષ્ટ છે. ઉત્તર :- તમારી વાત સાચી છે. “એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે આ પહેલા વિકલ્પથી “દ્વિગુણાદિઅધિક સ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધ સાથે' આ બીજા વિકલ્પમાં કોઈ ભેદ નથી. તો પણ બંધ એ દ્વિઆદિ વૃત્તિ છે. તેમાં બે બધ્યમાન કે ઘણા બધ્યમાન શક્યત્ત હોય કે તૃતીયાન્ત હોય બંધમાં કોઈ વિશેષ (ફરક) નથી. આવા જ્ઞાન માટે ભાષ્યકાર મ. ઉભયનું ઉચ્ચારણ કર્યું છે. રૂક્ષને માટે પણ જે ભાષ્ય છે તે પણ આ કહ્યું તે જ રીતે ઉપર મુજબ જ જાણી લેવું. એક ગુણ રૂક્ષનો દ્વિગુણાદિ અધિક રૂક્ષ સાથે કે દ્વિગુણાદિ અધિક રૂક્ષોનો એકગુણરૂક્ષ સાથે બંધ થાય છે આમાં કોઈ ફરક નથી. આ પ્રમાણે ત્યધિકાદિ ગુણવાળા ચીકણા અને લૂખા પરમાણુઓનો ઉક્તસ્વરૂપ બંધ થાય છે. આ રીતે આપણે “ધિકારિગુણાનાં' આ સામાસિક પદનો વિચાર કર્યો. હવે આપણે સૂત્રમાં જ રહેલ શું શબ્દનો વિચાર કરવાનો છે કે આ શું શબ્દ પ્રતિષેધ અને વ્યાવૃત્તિ બતાવવા માટે ગ્રહણ કર્યો છે. તે પહેલા એકગુણસ્નિગ્ધનો દ્વિગુણઆદિઅધિક સ્નિગ્ધોની સાથે, દ્વિગુણઆદિ અધિક સ્નિગ્ધોનો એક ગુણ નિષ્પ સાથે કે એકગુણ રૂક્ષનો દ્વિગુણ આદિ અધિક રૂક્ષ સાથે, દ્વિગુણ આદિ અધિક રૂક્ષોનો એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે. આ વિચારણા કરી તેનાથી અર્થપત્તિથી પ્રાપ્ત કરવા યોગ્ય જે ફલ છે તે બતાવવા માટે મૂકેલ ભાષ્યની ત્રીજી પંક્તિનો Page #550 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૫ ૫૪૧ વિચાર કરીએ છીએ. પરિણાધિયોતુ....એકાદિગુણ અધિક સદિશનો બંધ થતો નથી. દ્વિગુણઆદિ અધિકનો બંધ થાય છે. આનાથી અર્થપત્તિથી એ ફલ પ્રાપ્ત થાય છે કેએકાદિગુણ અધિક સદશનો બંધ થતો નથી. પ્રશ્ન :- શા માટે એકાદિગુણથી અધિક સદશીનો બંધ થતો નથી ? ઉત્તર :- પ્રતિવિશિષ્ટ પરિણતિ શક્તિનો અભાવ છે માટે એકાદિગુણથી અધિક સદશોનો બંધ થતો નથી. એકાદિગુણથી અધિક પરમાણુઓમાં બંધને યોગ્ય પરિણામ થતો નથી. એટલે પ્રતિવિશિષ્ટ પરિણતિ શક્તિનો અભાવ હોવાથી એકાદિગુણ અધિક સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો બંધ થતો નથી. એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. ત્રિગુણ સ્નિગ્ધનો ચતુર્ગુણસ્નિગ્ધ પરમાણુ એ એક ગુણ અધિક કહેવાય. આમ અનંતગુણ સ્નિગ્ધનો એકાધિક અનંતગુણ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. તે જ પ્રમાણે રૂક્ષનું પણ સમજી લેવું. હવે આ ભાષ્યની પંક્તિ “વિશુધિયો'માં “દ્ધિ પદ ગ્રહણ કરવામાં આવ્યું છે અને અંતે “દ્વિવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે બંનેનું પ્રયોજન ક્રમશઃ વિચારીએ છીએ. “વિધિયો માં “આદિ' પદનું પ્રયોજન.. ‘અદ્ધિ પદના ગ્રહણથી દ્વિગુણનો ત્રિગુણની સાથે બંધ થતો નથી. એવી રીતે ત્રિગુણનો ચતુર્ગુણ સાથે, ચતુર્ગુણનો પંચગુણ સાથે યાવત્ અનંતગુણનો એકાધિક અનંતગુણ સાથે બંધ થતો નથી. આવી રીતે સઘળા વિકલ્પ આવી શકે માટે “દ્ધિ પદનું ગ્રહણ છે. કારણ કે દ્વિગુણનો ત્રિગુણ એ એકાધિકગુણ છે, ત્રિગુણનો ચતુર્ગુણ એ એકાધિકગુણ છે. આ રીતે અનંતગુણ સુધી સમજી લેવું. વિશુધિયો'માં દ્વિવચનનું પ્રયોજન... પહેલા વિચારી ગયા કે એકગુણનો દ્વિગુણઆદિ અધિકની સાથે બંધ થાય છે અને દ્વિગુણાદિઅધિકનો એકગુણ સાથે બંધ થાય છે તેવી રીતે અહીં પણ “દ્વિગુણનો ત્રિગુણ સાથે બંધ થતો નથી તેમ એકગુણાધિકત્રિગુણનો દ્વિગુણ સાથે બંધ થતો નથી. આવો અર્થ પ્રાપ્ત થાય માટે દ્વિવચનનો પ્રયોગ છે. પહેલા અર્થને સ્પષ્ટ કરવા પૂ. ભાષ્યકાર મ. “સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધ સાથે અને દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધનો એકગુણનિષ્પ સાથે એવી રીતે રૂક્ષમાં પણ બબ્બે પંક્તિઓ મૂકી છે જ્યારે અહીં આવો જ અર્થ પ્રાપ્ત કરવાનો છે છતાં એક પંક્તિ મૂકી છે. આથી દ્વિવચન દ્વારા આ અર્થ પ્રાપ્ત થાય છે. હવે સૂત્રમાં શું શબ્દ શા માટે છે ? આ શંકાના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ તત્ત્વાર્થ સૂત્ર આગળની પંક્તિ મૂકે છે. તુ' શબ્દ વ્યાવૃત્તિ અને વિશેષણ માટે છે. તુ શબ્દના અનેક અર્થ હોવા છતાં અહીં આ સૂત્રમાં વ્યાવૃત્તિ અને વિશેષણ આ અર્થ પ્રહણ કરવાના છે. ભાષ્યમાં પ્રયુક્ત “વ્યાવૃત્તિવિશેષાર્થ:' શબ્દનો વિગ્રહ તથા અર્થ આ પ્રમાણે છે કે – व्यावृत्तिश्च विशेषणं च = व्यावृत्तिविशेषणे, व्यावृत्तिविशेषणे अर्थ: यस्य स = व्यावृत्तिविशेषणार्थः । વ્યાવૃત્તિ અને વિશેષણ આ જેના અર્થ હોય તે વ્યાવૃત્તિ અને વિશેષણ અર્થવાળો છે. તેમાં (૧) વ્યાવૃત્તિ એટલે નિવૃત્તિ. (૨) વિશેષણ એટલે જેના વડે વિશિષ્ટ કરાય અથવા જુદું પડાય તે વિશેષણ કહેવાય. તો અહીં કોની વ્યાવૃત્તિ છે? અને શું વિશિષ્ટ કરાય છે ? આ બંને પ્રશ્નોના જવાબરૂપે ભાષ્યની છેલ્લી પંકિત છે. (૧) પ્રતિષેધની નિવૃત્તિ થાય છે. (૨) બંધને વિશિષ્ટ કરાય છે. બંધમાં વિશેષતા બતાવાય છે. (૧) “ નધણિનાં આ સૂત્રથી બંધનો જે નિષેધ કર્યો હતો તેની નિવૃત્તિ થાય છે. એટલે તુ શબ્દ દ્વારા પ્રતિષેધનું વાવર્તન થાય છે. અને (૨) જેનો અધિકાર છે અને તેવા બંધને વિશિષ્ટ કરે છે. એટલે કે ગુણવૈષમ્ય હોય તો બે ગુણથી અધિક એવા સદશોનો બંધ થાય છે. આ પ્રમાણે બંધમાં વિશેષતા કરાય છે. આમાં “વૈષમ્ય હોય તો આનાથી નિષેધની વ્યાવૃત્તિ થઈ અને “સદશનો બંધ થાય છે'. આનાથી બંધમાં વિશેષતા બતાવી. એટલે પ્રતિષેધને દૂર કર્યો અને બંધને વિશિષ્ટ કર્યો. તેથી બેથી અધિક ગુણવાળાઓનો બંધ નિરપવાદ સિદ્ધ થાય છે. ૩૨, ૩૩, ૩૪, ૩૫ આ ચારે સૂત્રોનો અર્થ આગમની ગાથાઓ સાથે સંવાદી છે તે નીચેના શ્લોકથી બતાવીએ છીએ. શ્લોકાર્ધ - “સ્નિગ્ધનો યયિક સ્નિગ્ધ સાથે, રૂક્ષનો યધિક રૂક્ષ સાથે તથા જઘન્યગુણવર્જિત સ્નિગ્ધનો રૂક્ષની સાથે વૈષમ્ય હોય કે સામ્ય હોય તો બંધ થાય છે.” પ્રજ્ઞા ગાઢ ૨ || ગુણની વિષમતા હોય તો ત્યધિક ગુણવાળા સદશોનો બંધ થાય છે. આ પ્રમાણે આ Page #552 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૩૫ ૫૪૩ ગાથાના આદ્ય ટુકડાનો–પહેલી લીટીનો અર્થ છે. સ્નિગ્ધનો યધિક સ્નિગ્ધ સાથે, અને રૂક્ષનો યધિક રૂક્ષની સાથે બંધ થાય છે અને તેથી ગુણસાગ્યે સદશાના-સૂ. ૩૪ “ગુણવૈષમ્ય હોય તો યધિક આદિ સદશોનો બંધ થાય છે આ સૂત્ર પ્રાપ્ત થયું. - હવે સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ કેવી રીતે થાય છે ? તેના જવાબમાં પાછળનો અડધો ભાગ છે અર્થાત્ બીજી લીટીનો અર્થ છે, અને આનાથી સિંધરૂક્ષત્વાન્ વધ: ખૂ. ૩૨ અને નવચાનામ્ સૂ. ૩૩ આ બે સૂત્રનો પરિગ્રહ છે. જઘન્યગુણરહિત હોય તો વિષમ ગુણવાળા કે સમગુણવાળા સ્નિગ્ધગુણવાળા અને રૂક્ષગુણવાળા(પરમાણુઓનો)નો પરસ્પર બંધ થાય છે. અવતરણિકા :ભાષ્ય - અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – પરમાણુઓમાં અને સ્કંધોમાં જે સ્પર્ધાદિ ગુણો છે તે શું વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત ? તેનો જવાબ અપાય છે કેપરમાણુઓમાં અને સ્કંધોમાં જે સ્પર્શાદિ ગુણો છે તે અવ્યવસ્થિત છે. શાથી અવ્યવસ્થિત છે ? પરિણામથી અવ્યવસ્થિત છે. બંધાતા બંને પણ ગુણવાળા હોતે છતે પરિણામ કેવી રીતે થાય ? આ પ્રશ્નનો જવાબ અપાય છે. ટીકા :- પૂ. ભાષ્યકાર મ. આ ભાષ્યગ્રંથ દ્વારા આ સૂત્રની સાથે સંબંધ કરે છે. ગર અહીં– ત્સર્ગિક (સૂ. ૩૨) બંધનું લક્ષણ અપવાદ (સૂ. ૩૩-૩૪) સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું ત્યારે કોઈ આ વિષયને નહીં જાણતો અણજાણ પ્રશ્ન કરે છે કે – કારણ કે બંધ એ એક પરિણામવિશેષ છે અને તે બંધ સ્નિગ્ધ પરમાણુમાં રૂક્ષરૂપ બીજા પરિણામથી પેદા થાય છે. આથી પરમાણુઓમાં જે સ્પર્શાદિ ગુણવાળાં પરિણામો થાય છે તે અને સ્કંધોમાં જે શબ્દાદિ પરિણામો થાય છે તે શું નિત્ય છે? તે પરમાણુઓમાં સર્વદા વ્યવસ્થિત છે ? અથવા અવ્યવસ્થિત છે? સ્પર્શાદિ ગુણો થઈને ફરી નથી થતા ? પ્રશ્નકારનો અભિપ્રાય એ છે કે – પરસ્પર સંહજમાન પરમાણુઓ ઢિપ્રદેશ આદિ સ્કંધના આકાર વડે પરિણમે છે કે પરિમંડલાદિ પાંચ પ્રકારના આકારથી પરિણમે છે. તેમાં જો પરમાણુઓમાં સ્પર્શાદિ પરિણામો વ્યવસ્થિત–નિત્ય હોય અથવા સ્કંધોમાં સ્પર્ધાદિ અને શબ્દાદિ પરિણામો વ્યવસ્થિત હોય તો તે પરિણામો નિત્ય હોવાથી તેનો સર્વદા ઉત્પાદ કે વિનાશ થાય નહીં, અને ઉત્પાદ તથા વિનાશ ૧. અહીં ચાલુ ‘ધતિશુળનાં તુ' સૂ ૩૫ પણ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. કેમ કે આગમ સંવાદી આ ચારે સૂત્રોની સાથે છે અને તેથી જ સ્નિગ્ધ, સ્નિગ્ધ અને રૂક્ષ-રૂક્ષ સમાન ગુણોનો પણ ત્યધિકાદિ સંદેશ સાથે બંધ થાય છે આવો અર્થ નીકળે છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ તત્ત્વાર્થ સૂત્ર ન થતો હોય તો તે બે વિના સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શગુણવાળા બે પરમાણુઓમાં પરિણામનો અભાવ થાય એટલે જે પરમાણુઓ સ્નિગ્ધ છે તે સ્નિગ્ધ રહેવાના અને રૂલ છે તે રૂક્ષ રહેવાના. એટલે તે ને તે અવસ્થામાં રહેલાનો ચણકાદિ સ્કન્ધ પરિણામ–બંધ ક્યાંથી થાય ? અથવા સ્કંધોમાં સ્પર્ધાદિ અને શબ્દાદિ એક જ પરિણામ નિત્યપણે ઇષ્ટ હોવાથી જે સ્પર્શાદિ કે શબ્દાદિ એક નિત્ય પરિણામ છે તેનાથી બીજા બાકીના સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામોનો અભાવ થશે. આથી પરમાણુઓમાં વ્યવસ્થિત પરિણામ સ્વીકારાય તો બંધનો અભાવ થાય અને સ્કંધોમાં બીજાં પરિણામોનો અભાવ થાય. માટે જો હવે બીજો વિકલ્પ અવ્યવસ્થિત પરિણામ છે એમ મનાય તો સર્વ ઇષ્ટ સિદ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે— પૂર્વ પરિણામના ત્યાગથી ઉત્તર પરિણામના સ્વીકારમાં પરમાણુઓમાં રહેલા ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષરૂપ સ્પર્ધાદિઓ જુદા જુદા થાય છે અને સ્કંધોમાં રહેલાં ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષ એવા સ્પર્ધાદિ અને શબ્દાદિ જુદા જુદા હોય છે આવું જ્ઞાન થાય છે. આ પ્રમાણે જેવો પરિણામ તેવી વસ્તુ એમ સમજાય છે. પણ આ કેવી રીતે તે હું જાણતો નથી.... અને વળી પરિણામો અવ્યવસ્થિત છે તો શું સમગુણવાળા પરમાણુઓ સમગુણપણે જ પરિણાવે છે કે વિષમગુણપણે પણ પરિણાવે છે? આ પ્રમાણે જે સંદેહ કરી રહ્યો છે તેને પૂ. ભાષ્યકાર માં જવાબ આપે છે કે પરમાણુઓમાં સ્પર્ધાદિ અને સ્કંધોમાં સ્પર્ધાદિ તથા શબ્દાદિ પરિણામો અવ્યવસ્થિત છે. હવે જયારે પૂ. ભાષ્યકાર મ. પરમાણુઓમાં સ્પર્શાદિ અને સ્કંધોમાં સ્પર્શદિ-શબ્દદિ પરિણામો અવ્યવસ્થિત-અનવસ્થિત છે. આવી પ્રતિજ્ઞા કરી ત્યારે ફરી પ્રશ્ન પૂછે છે કે પ્રશ્ન :- અવ્યવસ્થિત કેવી રીતે છે? અવ્યવસ્થિત પરિણામ છે આવું જે કહો છો તે પ્રતિજ્ઞા માત્ર જ છે કે એમાં કોઈ યુક્તિ પણ છે ? આવી શંકા કરવામાં આવી ત્યારે પૂ. ભાષ્યકાર મ. યુક્તિ આપે છે કે “પરિણામથી સ્પર્ધાદિ અને શબ્દાદિ અનવસ્થિત છે. પરિણામ એટલે શું તે “તભાવલક્ષણઃ પરિણામો' સૂ. ૪૧ આ સૂત્રથી આગળ કહેવાશે. તેમાં પરિણામની સમજ અપાશે. પદાર્થનો જે સ્વભાવ છે તે જ પરિણામ છે. એટલે પરમાણુઓનો અને સ્કંધોનો એવો સ્વભાવ જ છે કે સ્પર્શાદિ તથા શબ્દાદિ પરિણામો અવ્યવસ્થિત છે. એમાં સ્વભાવ જ કારણ છે. કારણ કે તે જ પરમાણુ પોતાની દ્રવ્યત્યાદિ જાતિસ્વભાવને ત્યાગ્યા સિવાય સ્પર્શાન્તરાદિ ગુણને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે સ્કંધ પણ પોતાના સ્વભાવને છોડ્યા વગર જ સ્પર્ધાદિ ગુણ અને Page #554 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૫ ૫૪૫ શબ્દાન્તરાદિ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે કે સ્પર્શાદ સામાન્યને છોડ્યા વગર પરમાણુ વગેરે સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શાદિ વિશેષોને પ્રાપ્ત કરે છે. પરમાણુ વગેરે કોઈ દિવસ સ્પર્શાદિથી રહિત હોતા નથી અને સ્પર્શાદિ વિશેષોને પ્રાપ્ત થાય છે. કેમ કે પરમાણુઓનું સ્પર્શાદ એ લક્ષણ છે. એટલે સ્પર્શાદિ તો પરમાણુઓમાં હંમેશા હોય જ છે પણ બીજા બીજા સ્પર્શાદિ થયા કરે છે. તે બીજા બીજા જે સ્નિગ્ધ-રૂક્ષ આદિ સ્પર્શાદ વિશેષો થાય છે તે અવ્યવસ્થિત છે પણ સામાન્યથી તો સ્પર્શાદિ પરમાણુ આદિમાં વ્યવસ્થિત છે. આથી પરમાણુ આદિમાં સ્પર્શાદિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત સિદ્ધ થાય છે. કારણ કે પરિણામ પામનાર વસ્તુ પરિણમન કરાવનારના કારણે પરિણામાન્તર ને પામે છે. જેમ કે—પોતાની શક્તિની પટુતાને ધારણ કરનાર મરી, લવણ, હિંગ આદિ પરિણામ પામનાર—પરિણામ પામવાને યોગ્ય ઉકાળો અને છાશ વગેરેને સ્વાદુ આદિ આકાર વડે પોતાના પરિણામરૂપે આત્મસાત્ કરતા દેખાય છે. અર્થાત્ તક્રાદિમાં હિંગ નાંખવામાં આવે તો ત્યાં હિંગનો પ્રભાવ દેખાય છે. વળી કેટલાક દહીં અને ગોળ વગેરે પરિણમન શક્તિના સ્વભાવથી પરસ્પર પરિણામના હેતુઓ છે. અર્થાત્ દહીં અને ગોળ સ્વશક્તિની પટુતા ભજનારા નથી પણ એકબીજાની શક્તિથી પરિણમે છે. આમ કેટલાક સ્વશક્તિથી પટુતાથી પરિણામના હેતુ બને છે અને કેટલાક પરસ્પરની શક્તિથી પરિણામના હેતુ બને છે. આમાં સ્યાદ્વાદ પ્રત્યક્ષ દેખાય છે. પૂર્વમાં કહેલ મરી, હિંગ વગેરે એક એકમાં પટુતાની અધિકતા હોવાથી પરિણમન શક્તિ છે અને તેથી હિંગ, મરી એક એક પરિણામાન્તરમાં કારણ બને છે. આ કથનથી દહીં અને ગોળ વગેરેમાં તેવા પ્રકારની પાટવતાનો અતિશય ન હોવાથી પરસ્પર પરિણામાન્તરમાં કારણ બને છે એમ સમજાય છે. આમ પરિણામના કારણે પરમાણુ અને સ્કંધોમાં સ્પર્શાદ અને શબ્દાદિ અવ્યવસ્થિત છે. હવે જ્યારે પરિણામનું અનવસ્થિતપણું પ્રતિપાદન કર્યું ત્યારે પ્રશ્નકારને પ્રશ્ન કરવાની જગા મળી જવાથી ફરી પ્રશ્ન કરે છે કે— જેનો બંધ થઈ રહ્યો છે તેવા બંને પરમાણુઓ ગુણવાન તો છે જ તો પરિણામ કેવી રીતે થાય ? આ પ્રશ્નાત્મક ભાષ્યની પંક્તિને સ્પષ્ટ કરતાં કહે છે કે— પ્રશ્નકાર આ પ્રમાણે માને છે કે—પરિણામવિશેષથી ગુણવાનપણું અનવસ્થિત છે એ ભલે રહો પણ બધ્યમાન બે પરમાણુઓ તો ગુણવાન છે જ તેમાં તે બે પરમાણુઓ તુલ્ય ગુણવાળા હોય કે વિષમગુણવાળા હોય અને સંખ્યાથી દ્વિગુણ સ્નિગ્ધ હોય કે દ્વિગુણ રૂક્ષ વગેરેનો તથા એકગુણસ્નિગ્ધ અને ત્રિગુણ સ્નિગ્ધ વગેરેનો અને એવી રીતે એકગુણરૂક્ષ અને ત્રિગુણરૂક્ષ વગેરેનો કેવા પ્રકારે પરિણામ થાય છે ? Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ તત્ત્વાર્થ સૂત્ર પ્રશ્નકારનો આ અભિપ્રાય છે કે–શું દ્વિગુણસ્નિગ્ધ પરમાણુ દ્વિગુણરૂક્ષને નેહરૂપે પરિણાવે છે કે દ્વિગુણરૂક્ષ પરમાણુ દ્વિગુણસ્નિગ્ધપરમાણુનો રૂક્ષરૂપે પરિણાવે છે? આવી રીતે બાકીના વિકલ્પો ઘટાવી લેવા. તથા શું એકગુણસ્નિગ્ધ પરમાણુ ત્રિગુણસ્નિગ્ધને સ્વાધીન કરે છે તે પ્રમાણે ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ એકગુણ સ્નિગ્ધ પરમાણુને સ્વાધીન કરે છે ? અર્થાત્ પરિણાવે છે ? ઇત્યાદિ સંશયકારના સંદેહ છે તેને દૂર કરવા માટે આ સૂત્ર કહેવાય છે. વચ્ચે સમાધિવી પરિણિી --રૂદ . સૂત્રાર્થ :- બંધમાં સમાનગુણવાળાનો પારિણામિક સમાન ગુણ અને અધિક અને હીનમાં અધિક ગુણવાળો પારિણામિક હોય છે. બંધમાં સમાનગુણવાળા અને અધિકગુણવાળા પરિણમાવનાર છે. ટીકા - બંધ એટલે સંયોગ, સમ એટલે તુલ્ય. આ તુલ્યતા ગુણથી (સ્નિગ્ધ, રૂક્ષ) ગ્રહણ કરવાની છે. “બંધમાં જે તુલ્યગુણ....' અને એ જ પ્રમાણે જે સમસ્તનો આ તુલ્ય ગુણ છે તેનો ઇતર પણ ‘સમ’ તુલ્ય હોય છે. અર્થાત્ જેના સમાન જેને કહીએ છીએ તે પણ તેના સમાન હોય છે. વળી ‘અધિક ગુણ પણ જેની અપેક્ષાએ અધિકપણાને પ્રાપ્ત કરે છે તે હીન છે. અર્થાત જેને લઈને અધિક કહેવાય છે તે હીન હોય છે. પરિણામક તે બને છે જે પરિણામ્યની અપેક્ષાએ અધિકગુણવાળો છે અને પરિણામ્ય પરિણામકની અપેક્ષાએ હીન ગુણવાળો છે. પ્રશ્ન :- આ સૂત્રમાં સાક્ષાત્ તો “સમાધૌ પરિણામૌ' સમ અને અધિક પારિણામક જ બે શબ્દ ગ્રહણ કર્યા છે પણ પરિણામને યોગ્ય એવા “સ” અથવા “હીન’ આ ગુણનું ગ્રહણ કર્યું નથી તો આ અર્થ કેવી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર :- સૂત્રરચનાની ખૂબી જ એ છે. બંધનો અધિકાર હોવા છતાં સૂત્રમાં ‘વજો” ગ્રહણ કર્યું છે. આ બંધ શબ્દના ગ્રહણથી ઈષ્ટનો લાભ થાય છે. કેમ કે બંધ એટલે સંબંધ-સંયોગ. સંબંધ બે આદિમાં રહેનારો હોય છે એ પ્રમાણે કહ્યું છે. એટલે કયાદિ વૃત્તિ સંબંધ છે. તેમાં એક પરિણામક સાક્ષાત્ કહ્યો છે એટલે પારિણામિક ગુણથી બીજો જે પરિણામને યોગ્ય જે સાક્ષાત્ નથી કહ્યા તે “સમ' અને “હીન' છે તે સામર્થ્યથી બંધ શબ્દથી પ્રાપ્ત થાય છે. આ જ સૂત્રાર્થને પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા બતાવે છે. ભાષ્ય:- બંધ હોય તો સમાન ગુણવાળા પરમાણુનો સમગુણવાળો પરમાણુ પરિણામક થાય છે અને અધિક ગુણવાળો પરમાણુ હીન ગુણવાળા પરમાણુનો પરિણામક થાય છે. ૧. અહીં પુ. ટીકાકાર મ. ‘ચિદ્વિ'માં “બે'ની સાથે આદિ શબ્દ પણ લીધો છે તેથી સ્પષ્ટ સમજાય છે કે બેનો જ સંયોગ હોય છે એવું નથી, અનેકોનો પણ સંયોગ હોઈ શકે છે. તેથી સંખ્યાતા, અસંખ્યાતા, અને અનંતા પરમાણુઓનો સંયોગ પણ મનાયો છે, તો જ સ્કંધ બની શકે છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ અધ્યાય-૫ સૂત્ર-૩૬ ટીકા - વિગ્નસા દ્વારા સંઘટ્ટ સ્વરૂપ બંધ છયે છતે તુલ્યગુણવાળો દ્વિગુણ સ્નિગ્ધ પરમાણુ, તુલ્યગુણવાળા દ્વિગુણરૂક્ષ પરમાણુનો પરિણામક થાય છે. અર્થાત્ સ્નેહ ગુણવાળો પરમાણુ પોતાનામાં રહેલ સ્નેહગુણ વડે રૂક્ષગુણને આત્મસાત–પોતાને આધીન કરે છે. એ જ પ્રમાણે કોઈ વખત રૂક્ષગુણવાળો પરમાણુ પરિણામક બને છે. પોતાનામાં રહેલા રૂક્ષગુણ વડે સ્નેહગુણને આત્મસાત્ કરે છે. અર્થાત્ રૂક્ષગુણ સ્નેહગુણને રૂક્ષગુણરૂપે પરિણમાવે છે. ગુણસામ્ય હોય તો સદશોનો બંધ થતો નથી.” જ્યારે અહીં તો આ બંને વિસદશ છે. એક દ્વિગુણસ્નિગ્ધ છે અને બીજો દ્વિગુણરૂક્ષ છે, અને સ્નેહ અને રૂક્ષ આ બંને ભિન્ન જાતિવાળા છે તેથી સાદડ્યું નથી. આ રીતે સમાન ગુણવાળા(દ્વિગુણાદિ સંખ્યાવાળા)નો બંધ થતાં ક્યારેક સ્નેહગુણ રૂક્ષને અને ક્યારેક રૂક્ષગુણ સ્નેહને પરિણમાવે છે. તથા તેવી રીતે અધિક ગુણવાળો હનગુણવાળાને પોતાને આધીન કરે છે. દા. ત. જેમ અધિકગુણવાળો-ત્રિગુણસ્નિગ્ધ છે, તે હનગુણવાળા–એક ગુણ સ્નિગ્ધને પોતાનામાં પરિણમાવે છે. - આનો મતલબ એ છે કે એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણસ્નિગ્ધતાને પ્રાપ્ત કરે છે. દા. ત. જેમ કસ્તુરીના અંશથી વ્યાપ્ત વિલેપન. કસ્તુરીનો એક કણ-અંશ છે, અને લેપ વધારે છે. તો કસ્તુરી તન્મય બની જાય છે અર્થાત્ કસ્તુરીની ગંધથી વિલેપન વ્યાપ્ત બને છે. એટલે કસ્તુરી તેનાથી અધિકગુણ વિલેપનમાં પરિણમે છે. આ રીતે બે સમગુણવાળા કે વિષમગુણવાળાનો બંધ પ્રકાર થયો તે બેની પરિણમન યોગ્યતા છે અને પરિણામ કરવાપણું છે. હવે ભાષ્યમાં કહેલ “પરિણામક'ની પરિભાષા બતાવે છે અર્થાત્ પરિણામક' કોને કહેવાય છે તે ત્રણ રીતે બતાવે છે. - (૧) બીજાને આત્મસાત્ કરતા પરિણમે તે પરિણામક.અર્થાતુ બીજાને પોતાના પરિણામમાં લઈને પરિણમનાર તે “રણમતે તિ પરિણામ:' अथवा પરિણામ પામનાર ગુણની સંખ્યાને લઈને, પોતાનામાં રહેલી ગુણની સંખ્યાને છોડ્યા વગર પરિણામ પામે તે પરિણામક....પરિણમનાર તે “રિણમતે તિ પરિણામ:' अथवा | (૨) પરિણમવું તે પરિણામ, અને પરિણામને કરે તે પરિણામક... આત્મરૂપે બીજાનો સ્પર્શત્વ ધર્મ દ્વારા સાદેશ્ય હોવા છતાં રૂક્ષત્વેન અને સ્નિગ્ધત્વેન બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી ભિન્ન જાતીય કહેવાય છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૫૪૮ પણ પરિણામ કરે છે અર્થાત્ પોતાના જેવો બીજાનો પરિણામ કરે છે તે પરિણામયતિ તિ પરિણામ:' પરિણમાવનાર... આ રીતે પ્રકૃત્યન્ત રૂપ લો કે રિળામતિ નિન્ત (પ્રેરક) રૂપ લો બંનેમાં—બંને રીતે કશો વિરોધ નથી. અવતરણિકા... ભાષ્ય :- અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે તમે પૂર્વમાં ‘દ્રવ્યાપિ નીવાશ્ચ’(અ. ૫, સૂ. ૨)માં (ધર્માદિ) અને જીવો દ્રવ્ય છે' આમ જે કહ્યું છે તે શું ઉદ્દેશથી જ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે અર્થાત્ માત્ર નામથી જ દ્રવ્યો છે કે લક્ષણની પણ દ્રવ્યોથી પ્રસિદ્ધિ છે ? અહીં ભાષ્યકાર જવાબ આવે કે— લક્ષણથી પણ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે તે કહીએ છીએ... ટીકા :- અહ- આ ભાષ્યથી પૂ. ભાષ્યકાર મ. આગળના ૩૭મા સૂત્રનો સંબંધ કહે છે. આ શાસ્રમાં એટલે આ તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં તમે ‘વ્યાપિ નીવાથ' (સૂ. ૨) ‘અને જીવો દ્રવ્ય છે’ આમ કહીને ‘ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવો દ્રવ્ય છે' આ પ્રમાણે પાંચ દ્રવ્યોનો પહેલા ઉદ્દેશ કર્યો છે અર્થાત્ સામાન્યથી કહ્યું છે પણ દ્રવ્યનું લક્ષણ ઉપદેશ્યું નથી કે—‘દ્રવ્યનું આ લક્ષણ છે' અને ‘આવા લક્ષણવાળું દ્રવ્ય છે' જેનાથી દ્રવ્ય શબ્દથી ધર્માદિ કહેવાયા છે...તેથી પ્રશ્ન થાય છે કે શું ઉદ્દેશથી જ અર્થાત્ નામના કથનમાત્રથી જ ધર્માદિ દ્રવ્યોની સ્વરૂપ પ્રસિદ્ધિ છે ? અર્થાત્ સ્વરૂપનું પરિજ્ઞાન છે કે કોઈ વિશેષ અસાધારણ લક્ષણ છે ? આ રીતે મનમાં ગૂંચવણ છે તેથી સહજતયા પ્રશ્ન પુછાઈ જાય છે કે ઉદ્દેશથી ધર્માદિ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે કે લક્ષણથી પણ ? પ્રશ્નકારના આ અભિપ્રાયને સ્પષ્ટ કરતાં સમજાવે છે કે— લક્ષણ એ જેવું લક્ષ્ય હોય તેવી રીતના લક્ષ્યનો નિશ્ચય કરાવનાર હોવાથી લક્ષણ પ્રત્યેક વ્યક્તિમાં પ્રતિનિયત હોય છે. માટે દ્રવ્યની ઉદ્દેશથી જ પ્રસિદ્ધિ કરવી ઇષ્ટ નથી. તો કેવી રીતે ઇષ્ટ છે ? લક્ષણથી પ્રસિદ્ધિ ઇષ્ટ છે. તેથી જ તો ધર્માદિ દ્રવ્યો છે એ જે લક્ષણથી પ્રસિદ્ધિ થતી હોય તે લક્ષણ કહેવું જોઈએ. જેમ આત્માનું અસાધારણ લક્ષણ સાકાર અને અનાકાર ઉપયોગ છે અને પ્રવચનમાં કહેલા પદાર્થો સામાન્ય અને વિશેષ સંજ્ઞાથી વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ એ છે કે પદાર્થોના સામાન્ય અને વિશેષ લક્ષણ હોય છે તો ધર્માદિ દ્રવ્યોનું પણ સામાન્ય લક્ષણ કહેવું જોઈએ. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' (સૂ. ૨૯) આ પ્રમાણે સામાન્ય લક્ષણ કહ્યું છે. આ તમારું કથન સત્ય છે. આ પ્રશ્નથી તો પ્રશ્નકાર વિશેષ લક્ષણ કહેવા માટે પ્રેરણા કરે છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૭ ૫૪૯ દ્રવ્ય શું છે? અને ધર્મો શું છે? આ રીતે દ્રવ્યના અને ધર્મોના વિશેષ બોધની જિજ્ઞાસા માટે આ પ્રશ્ન ઉઠેલો છે. પૂ. આચાર્ય મહારાજ પણ મનમાં વિશેષ લક્ષણને રાખીને કહે છે. શું કહે છે ? લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે.” ‘Yિ શબ્દ છે તે ઉદેશથી પણ અસાધારણ લક્ષણ છે એ બતાવવા માટે છે. એટલે લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે અને ઉદ્દેશથી પણ પ્રસિદ્ધિ છે એમ સમજવું. લક્ષણ અસાધારણ ધર્મ બને છે. તેથી લક્ષણથી જે પ્રકારે વિજ્ઞાન કરનારને દ્રવ્યરૂપ પદાર્થમાં પ્રસિદ્ધિ એટલે વિશિષ્ટ વિજ્ઞાનનો ઉત્પાદ થાય તે પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. અર્થાત્ જિજ્ઞાસુને દ્રવ્યનું જ્ઞાન થાય તેવું લક્ષણ કહેવાય છે. આ રીતે ઉદેશ માત્રથી જ ધર્માદિદ્રવ્ય છે એવું નથી. લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. ફરમાવે છે કે गुणपर्यायवद् द्रव्यम् ॥ ५-३७ ॥ સૂત્રાર્થ - જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. ભાષ્ય :- ગુણોને અમે લક્ષણથી(સૂ. ૪માં) કહીશું. અને પર્યાય એ ગુણથી ભાવાન્તર જુદો ભાવ છે અને સંજ્ઞાન્તર-ગુણથી જુદી સંજ્ઞા છે. અર્થાત ગુણ એ સંજ્ઞા જુદી છે અને પર્યાય એ સંજ્ઞા જુદી છે. ગુણ અને પર્યાય આ બંને જેમાં હોય તે દ્રવ્ય કહેવાય છે. સૂત્રમાં રહેલ “Tળયવનો વિગ્રહ આ પ્રમાણે છે કે–ગુણ અને પર્યાયો જેના હોય અથવા જેમાં હોય તે “ગુણપર્યાયવદ્ ગુણપર્યાયવાળું' કહેવાય. ટીકા :- સંખ્યાત, અસંખ્યાત અને અનંત સંખ્યાથી સંખ્યા કરાતી હોવાથી ગુણો એ શક્તિવિશેષ છે. તે જ શક્તિવિશેષરૂપ ગુણો ક્રમથી થતા અને સાથે થતા સર્વતોમુખ-સર્વતોવ્યાપી હોવાથી ભેદો-પર્યાયો છે. તે ક્રમથી થતાં પિચ્છ, ઘટ કપાલાદિ અને સાથે થતા રૂપાદિ ગુણોને લક્ષણથી અસાધારણશક્તિવિશેષથી અમે ‘વ્યાશ્રયા નિપુણા ' સૂ. ૪માં કહીશું. કારણ કે દ્રવ્યના પરિણતિવિશેષો ગુણ અને પર્યાયો સંભવે છે પણ ગુણ અને પર્યાયોના કોઈ અન્ય ગુણ-પર્યાયો નથી. આ બધો વિચાર આગળ કરીશું. વ્યવહારનયના સમાશ્રયથી પ્રવચનમાં ગુણ અને પર્યાય આ પ્રમાણે ભેદથી વ્યવહાર થાય છે. યુગપદ્ રહેનારા-સહભાવી રૂપાદિ ગુણો કહેવાય છે અને અયુગપદ્ રહેનારા-ક્રમભાવી પર્યાયો કહેવાય છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ તત્ત્વાર્થ સૂત્ર ખરેખર તો પર્યાયો અને ગુણો એકસ્વરૂપ છે. તેમાં નીચેની ગાથાઓ પ્રમાણરૂપ છે. કારણ કે કહ્યું છે કે= એક દ્રવ્યમાં દ્વિગુણિત બે પર્યાય પ્રાપ્ત થાય છે...(આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૪) = તેને તે પ્રમાણે જિન જાણે છે, પર્યાય વગરના દ્રવ્યને જાણતા નથી. અર્થાત્ પર્યાય વગરનું દ્રવ્ય હોતું નથી. (આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૯૪) (આમાં ગુણ અને પર્યાયને એક કહ્યા છે.) = તથા દ્રવ્યથી ગુણ થાય છે પણ ગુણથી દ્રવ્યતા નથી. (આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૯૩) આ રીતે ગુણ અને પર્યાય એક છે એ પ્રમાણે માનતા પૂ. ભાષ્યકાર મ. ફરમાવ્યું છે ‘માવાન્તરે સંજ્ઞાન્તર ૨ પર્યાયઃ' ભાષ્યની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે કે “ગુણ'ને લક્ષણથી ૪૦મા સૂત્રમાં કહેશે. હવે ભાષ્યની આ બીજી પંક્તિ “પર્યાયને જણાવે છે. પર્યાય એ શું છે ? ભાવથી જુદો–બીજો ભાવ–ભાવાંતર છે. એટલે કે દ્રવ્યમાં થતાં પરિણામો તે ભાવ કહેવાય છે અથવા શોભવું, શક્તિમાન થવું આદિ ક્રિયાઓ છે તે ભાવ કહેવાય છે. આ પરિણામો એકબીજાથી જુદાં જુદાં હોય છે તેથી તેને અહીં “ભાવાંતર' કહ્યું. તથા જુદાં જુદાં પરિણામો (ભાવો) હોવાથી તેનાં નામ જુદાં જુદાં છે તેથી “સંજ્ઞાંતર' છે. સમભિરૂઢ નયના અસ્પ્રિાયથી વિચારીએ છીએ તો ઈન્દન (શોભવું), શકન (સમર્થ થવું), પૂર્ધારણ આદિ અર્થવિશેષો છે તે અને રૂપાદિ ભાવાન્તરો એ ભાવના જે ભેદો છે તે સંજ્ઞાન્તરોની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત છે. ઈન્દ્ર, શક્ર, અને પુરંદર, રૂપ આદિ જુદી જુદી સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ઈન્દન, શકન, પૂર્ધારણ આદિ અર્થવિશેષ છે. કેમ કે સમભિરૂઢ નય પ્રવૃત્તિ નિમિત્તના ભેદથી શબ્દને જુદા માને છે અર્થાતુ એકાWક માનતો નથી. એટલે ઈન્દન આદિ પ્રવૃત્તિનિમિત્તો જુદાં છે તેથી ઇન્દ્રાદિ સંજ્ઞાતર છે. આ રીતે પર્યાય એ ભાવાન્તર અને સંજ્ઞાન્તર છે. આમ પર્યાયનો પરિચય કરાય છે. આ પ્રમાણે અર્થભેદો અને સંજ્ઞાભેદો છે તે ગુણ અને પર્યાયો છે એમ નિશ્ચય થાય છે. હવે આપણે ભાષ્યની ત્રીજી પંક્તિનો વિચાર કરીએ છીએ. તત્ સમયે તે બંને વ્યવહાર અને નિશ્ચયાત્મક ગુણ શબ્દથી કહેવા યોગ્ય અને પર્યાય શબ્દથી કહેવા યોગ્ય Page #560 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૭. ૫૫૧ તે બંને ગુણ અને પર્યાય ૧૩ જે સ્થિત્યંશમાં એટલે કે સામાન્ય લક્ષણ સ્થિત્યંશમાં વિદ્યતે–છે. તદ્ દ્રવ્યમ્ તે સ્વભાવરૂપ પરિણામપણે જે અવસ્થિત છે તે દ્રવ્ય કહેવાય છે. અર્થાતુ વ્યવહાર નયથી ભિન્ન અને સમભિરૂઢ-નિશ્ચય નયથી અભિન્ન એવા ગુણ અને પર્યાય જેમાં રહે છે તે દ્રવ્ય કહેવાય છે. આ પંક્તિથી એવું પ્રતિપાદન થાય છે કે દ્રવ્ય એ પરિણામ છે, ગુણ અને પર્યાય એ પરિણામ છે જે ઉત્પાદ અને વ્યયરૂપ છે. આ જ વાતને સ્પષ્ટ કરતી ભાષ્યની ચોથી પંક્તિ છે. ગુણપયા ની સન્તિ સ્મિન વા सन्ति इति गुणपर्यायवत् । પહેલા કહેલા ગુણ, પર્યાયો “જેને” અથવા “જેમાં વિદ્યમાન હોય...તે ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. આ વિગ્રહથી મત્વર્થ છે એમ જણાવે છે. અર્થાત “જેના એ રૂપાદિ અને પિંડાદિ જે સ્વભાવરૂપ પરિણામો છે અથવા જેમાં આ ગુણ અને પર્યાયો છે તે દ્રવ્ય છે. કેમ કે કોઈ પણ કાળે પરિણામથી રહિત દ્રવ્ય હોતું નથી. - આ રીતે ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. એટલે જેના ગુણ અને પર્યાયરૂપ પરિણામો છે અથવા જેમાં ગુણ અને પર્યાયરૂપ પરિણામો છે તે દ્રવ્ય કહેવાય છે આ પ્રમાણે સૂત્રાર્થ છે. હવે આ જે મત્વર્થ છે “ગુખપયા ગણ્ય' તેમાં ષષ્ઠી વિભક્તિ છે તે વિકાર અર્થમાં છે. દા. ત. જેમ “યવાનાં ધાનદ' એટલે “યવોના બનેલા ધાના' આવો અર્થ થાય છે. તેમાં છઠ્ઠી વિભક્તિ વિકાર અર્થમાં છે “યવોનો વિકાર ધાના છે' કેમ કે જવ પોતાના દ્રવ્યપણાને, સપણાને અને મૂર્તવાદિપણાને નહીં છોડતા થકા જ ધાન આકારે વિકાર પામે છે—ધાનાકારે થાય છે. અને વિકારની અન્વયીદશામાં વિકાર પ્રકૃતિથી અત્યન્તભેદરૂપે વર્તતો નથી. અર્થાત્ પ્રકૃતિ-દ્રવ્ય અને એના જે પર્યાયો છે તે બેનો અત્યન્ત ભેદ નથી. જેમ સોનું અને વીંટીનો અત્યન્ત ભેદ નથી. સોનું એ પ્રકૃતિ છે જ્યારે વીંટી આદિ એ પર્યાય છે. આમ વીંટી વગેરે જે અન્વયી દશા છે અને સોનું એ અન્વય છે. સોનાપણાને છોડીને વીંટી બનતી નથી તેમ ધાણા એ યવનો વિકાર છે. એનો અન્વય યવ સાથે છે તેથી યવની જેટલી દશાઓ છે એ બધી દશાઓ અન્વયી કહેવાય. તે દશાઓ યવથી અત્યંત જુદી નથી તેમ દ્રવ્ય અને પર્યાયનો અત્યંત ભેદ નથી. ૧. સોનાની લગડીમાંથી હાર, વીંટી વગેરે જુદી જુદી વસ્તુઓ બને છે પણ આ બધી વસ્તુ સુવર્ણદ્રવ્યની જુદી જુદી અવસ્થા છે અને તે બધાંમાં સુવર્ણ (અન્વયી) મૂળ દ્રવ્ય સામાન્ય હોવાથી હાર, વીંટી વગેરે અન્વયવાળી દશા કહેવાય. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ તત્ત્વાર્થ સૂત્ર પ્રશ્ન :- અત્યંત ભેદ ભલે ન હોય પણ અત્યંત અભેદ તો થશે ને ? ઉત્તર :- ના, દ્રવ્ય અને પર્યાયનો એકાંતથી અભેદ છે એમ પણ કહેવાય નહિ. કેમ કે દ્રવ્ય અને પર્યાય આમ સંજ્ઞા અને પ્રયોજન આદિ પ્રતિનિયત છે. સોનું એ સંજ્ઞા છે અને સોનાનું પ્રયોજન ઘરેણાં વગેરે માટેનું છે, જ્યારે વીંટીની સંજ્ઞા જુદી છે અને વીંટીનું પ્રયોજન જુદું છે. વીંટીનું પ્રયોજન અંગુલીઓને શોભાવવાનું છે. આ રીતે સંજ્ઞા અને પ્રયોજન જુદા હોવાથી એકાંત-અભેદ પણ બની શકે નહીં. (માટે કથંચિત્ ભેદાભેદ જ માનવો જોઈએ.) તથા કોઈ વખત ભેદપ્રધાન વ્યવહારનયમાં પરિણામી-દ્રવ્ય અને પરિણામ-ગુણ, પર્યાયની આધાર અને આધેયપણે વિવક્ષામાં આ પરિણામી સ્થિત્યંશમાં રૂપાદિ અને પિણ્ડાદિ પરિણામો જુદા ભેદની કલ્પનાથી હોય છે. મતલબ એ છે કે—દ્રવ્ય અને ગુણ-પર્યાયનો આધાર—આધેય ભાવ રાખીને દ્રવ્યથી ગુણ-પર્યાયને જુદા કહે છે, તે આ પ્રમાણે ‘આત્મામાં ચૈતન્ય છે.' ભેદ નહીં હોવા છતાં જ્ઞાનાદિ આકારથી પરિણમતો આત્મા ભેદથી કહેવાય છે કે— ‘આત્મામાં ચૈતન્ય છે.' • આ ભેદ કલ્પના છે. ભેદપ્રધાન વ્યવહાર નયથી આત્મા અને ચૈતન્ય જુદા છે. આથી ‘આત્મામાં ચૈતન્ય છે' એમ ભેદથી વ્યવહાર થાય છે. એ જ પ્રમાણે તે જ પુદ્ગલ દ્રવ્ય જાતિ પોતાના સ્વરૂપને નહીં છોડતી પ્રાપ્ત થયેલા તે તે ગુણવિશેષ રૂપાદિ અને પિંડાદિના વ્યવહારમાં હેતુ છે. એટલે ગુણવિશેષ અને પર્યાયનો જે વ્યવહાર થાય છે તેમાં મૂળ પુદ્ગલ દ્રવ્ય કારણ છે. આથી કથંચિત્ ભેદાભેદ સ્વરૂપ ગુણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. આ રીતે પરિણામી અને પરિણામો અત્યન્ન ભિન્ન પણ નથી, અત્યંત અભિન્ન પણ નથી. એટલે કથંચિત્ ભેદાભેદ સ્વરૂપ ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. આ દ્રવ્યનું વિશેષ લક્ષણ છે. તેવી રીતે પહેલા બતાવેલા ક્રમથી ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્યો પણ ગુણ, પર્યાયવાળા છે તે વિચારી લેવું જોઈએ. કારણ કે દ્રવ્ય એટલે ભવ્ય-યોગ્ય. સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાયોને યોગ્ય દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્ય ગુણ-પર્યાયરૂપ છે. અહીં (આ દ્રવ્યમાં) અગુરુલઘુ વગેરે સહભાવી ગુણો છે અને ક્રમભાવી પર્યાયો છે. વળી ગતિ, સ્થિતિ, અવગાહ, જ્ઞાન, દર્શન અને નારક વગેરે ગુણ, પર્યાયો પૂર્વમાં જ વિચારેલા છે. આ રીતે કથંચિત્ ભેદાભેદસ્વરૂપ ગુણ અને પર્યાય જેના અથવા જેમાં હોય તે દ્રવ્ય Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૮ કહેવાય આવું દ્રવ્યનું વિશેષ લક્ષણ છે તે આપણે વિસ્તારથી વિચાર્યું, આ સાથે ‘મુળપર્યાયવર્ દ્રવ્યમ્' આ સૂત્રની વિચારણા પૂરી થઈ. આ પ્રમાણે ગુણ-પર્યાયનું પરિણામી કારણ દ્રવ્ય છે. આ લક્ષણ વિસ્તારપૂર્વક નિશ્ચિત કર્યા પછી અન્ય કોઈ આશંકા કરે છે કે— પોતાના પરિણામ સ્વરૂપ ગુણપર્યાયરૂપ ધર્માદિ પાંચ દ્રવ્યો છે તેમના વિવિધ ઉપકારકપણાનું વર્ણન બતાવ્યું છે અર્થાત્ પાંચેના વિવિધ ઉપકારોનાં વર્ણન દ્વારા તે બતાવ્યાં છે ત્યાં કાળનો પણ પૂર્વમાં વર્તનાદિ ગુણપર્યાયરૂપ ઉપકાર બતાવ્યો જ છે અને તે કાળ દ્રવ્ય છે એમ પૂર્વમાં કે હમણાં વ્યાખ્યા કરી નથી, અને ઉપકારક સિવાય ઉપકાર કહેવા માટે શક્ય નથી. વર્તનાદિ ઉપકાર છે તો તે ઉપકારક સહિત હોવો જોઈએ. જેમ સ્થિતિ આદિ ઉપકાર હોવાથી સોપકારક-ઉપકારક સહિત છે તેમ વર્તનાદિ પણ ઉપકાર હોવાથી ઉપકારક સહિત હોવો જોઈએ. તો શું તમારો સ્મૃતિદોષ થયો છે કે જેથી જુદા પ્રકારના ઉપકારનો આધાર કાળદ્રવ્ય છે એ કહ્યું નહીં ? અથવા ધર્માદિ પાંચ દ્રવ્યોથી સાધ્ય જ આ વર્તનાદિ વ્યાપાર છે ? આ પ્રમાણે શ્રોતાએ પ્રશ્ન કરે છતે સિદ્ધ સાધ્યતા છે આવું ઉદ્ભાવન કરવાની ભાવના દ્વારા પૂ. સૂરિ મહારાજ ફરમાવે છે કે— જાતક્ષેત્યે ॥ ૧-૩૮ ॥ સૂત્રાર્થ :- કોઈ આચાર્ય મહારાજના મતે કાળ દ્રવ્ય છે. - ટીકા ઃવિશિષ્ય મર્યાદાવાળા ઊર્ધ્વલોક અને અધોલોક તથા અઢી દ્વીપની અંદર રહેલા પરિણામ જીવાદિ દ્રવ્યો વડે સ્વત એવ કારણપણે જે જણાય, પ્રસિદ્ધ થાય, અપેક્ષિત થાય તે કાળ અપેક્ષા કારણ છે. જેમ બલાકાના પ્રસવમાં મેઘનો ગર્જારવ અપેક્ષા કારણ બને છે અર્થાત્ મેઘના ગર્જારવથી બગલી બચ્ચાને જન્મ આપે છે. આમાં મેઘધ્વનિ એ અપેક્ષાકારણ છે, અથવા બોધ(જ્ઞાન)થી જેમ પાપની વિરતિ થાય છે અર્થાત્ પાપથી અટકવામાં જેમ બોધ (ઉપદેશ) અપેક્ષાકારણ છે તેમ જીવાદિ દ્રવ્યોના પરિણામમાં કાળ અપેક્ષાકારણ છે. સૂત્રમાં રહેલ = શબ્દનું પ્રયોજન... સૂત્રમાં રહેલ ૬-શબ્દથી દ્રવ્યનું આકર્ષણ કરવાનું છે. એટલે એવો અર્થ થાય કે ‘અને કાળ એ છઠ્ઠું દ્રવ્ય છે.' સૂત્રમાં રહેલ ફ્તિ શબ્દનું પ્રયોજન... કૃતિ શબ્દનો અર્થ ‘ä' કરવો. એટલે કે આ પ્રમાણે યુક્તિ વડે અને બીજા પ્રકારે કાળ છઠ્ઠું દ્રવ્ય છે. કાળને જે દ્રવ્ય કહેવામાં આવે છે તે યુક્તિ વગર કહેતા નથી. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ તત્ત્વાર્થ સૂત્ર સૂત્રમાં રહે પ શબ્દનો અર્થ પ શબ્દ અહીં અસહાય અર્થમાં છે. એટલે ભેદલક્ષણ એવા એક નયને સ્વીકારનારાઓ આ પ્રમાણે કાળને જુદું છઠ્ઠું દ્રવ્ય કહે છે. આથી એ સમજાય છે કે એક ભેદ નયથી કાળ જુદું દ્રવ્ય છે. તો સૂત્રમાં પ્રશ્નો એકવચનમાં પ્રયોગ કરવો બરાબર છે ને? અહીં ભેદનયને સ્વીકારનારાઓ ભેદનયના ઉપયોગથી અનન્ય હોવાથી તેને આશ્રયીને બહુવચનનો પ્રયોગ કર્યો છે. એટલે એવો અર્થ થાય છે કે દ્રવાસ્તિક નય દર્શનની અપેક્ષા નહીં રાખનારાઓ, ભેદ પર્યાયાર્થિક નયને સ્વીકારનારાઓ કાળને પર્યાય નથી અને કાળ જુદું દ્રવ્ય છે એ પ્રમાણે કહે છે. આ જ વાતને પૂ. ભાષ્યકાર મ. ભાષ્યથી યુક્તિ સહિત સ્પષ્ટ કરતાં કહે છે કે ભાષ્ય :- કેટલાક (નય વાક્યાન્તર પ્રધાન માનનારા) આચાર્યો કાલ પણ દ્રવ્ય છે એ પ્રમાણે કહે છે. ટીકા :- “ તુ આવા વ્યાવક્ષને’ .....ઇત્યાદિ..... પર્વ એટલે નવાક્યાત્તર પ્રધાન માનનારા-પર્યાય નયને પ્રધાનતા આપનારા કેટલાક આચાર્ય ભગવંતો વ્યાવક્ષ- વિશેષથી કહે છે, યુક્તિથી સ્પષ્ટ કરે છે. કે—કાલ પણ એક દ્રવ્ય છે. તે યુક્તિ આ રીતે યુક્તિ દ્વારા કાલ દ્રવ્યની સિદ્ધિ.... આ પર છે અને આ અપર છે. આ પ્રકારે જે અભિધાન છે અને પ્રત્યય છે તે અત્યન્ત પ્રસિદ્ધ છે. તો આ અભિધાન (નામ) અને પ્રત્યય (જ્ઞાન) નિમિત્ત વગર સ્વીકારી શકાય નહીં. અને આવા પ્રકારના અભિયાન અને પ્રત્યયમાં જે નિમિત્ત બને છે તે કાળ છે. તે આ પ્રમાણે– યુવાન અને સ્થવિરમાં પર, અપર દેશના યોગથી દેશત પરત્વાપરત્વ સિદ્ધ છે... અને હવે વિચારો કે ત્યાં જ જોયું છે. કે–અપર દેશયુક્ત અપર એવો જે સ્થવિર છે તે સ્થવિરમાં પર પ્રત્યય અને પર અભિધાન થાય છે તે જ પ્રમાણે પરદેશના સંયોગથી પર એવા પણ યુવાનમાં અપર પ્રત્યય અને અપર અભિધાન થાય છે. અને આ પર ને અપર બંને ભિન્ન સ્વભાવવાળા છે તો આવા પ્રકારના પ્રત્યય અને અભિધાનમાં કારણ કોણ ? દેશથી જેમાં પરત્વ પ્રત્યય અને પર અભિધાન થાય છે તેમાં જ થતા અપર પ્રત્યય અને અપર અભિધાનમાં દેશ તો કારણ બની શકે જ નહિ. તેવી જ રીતે દેશના યોગથી જેમાં અપર પ્રત્યય અને અપર અભિધાન થાય છે તેમાં પણ પર પ્રત્યય અને પર અભિધાન થાય છે તેનું Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૮ કારણ કોણ ? દેશ તો સંભવી જ ન શકે. તો જેના નિમિત્તવાળા આ વ્યતિકર સ્વભાવવાળા દેશકૃત અપરમાં પર અને દેશકૃત પરમાં અપર પ્રત્યય અને અભિધાન થાય છે તેનું કારણ કોણ ? આ પ્રશ્નનો જવાબ છે “કાળ'. આ પ્રત્યય અને અભિધાનમાં “કાળ દ્રવ્ય કારણ છે. પરવાપરત્વનું અપેક્ષાકારણ કાળ છે. કાળની અપેક્ષાવાળા પરત્વાપરત્વ છે અને કાળના નિમિત્તે પર અને અપર આ પ્રમાણે પ્રત્યય અને અભિધાન પેદા (પ્રગટ) થાય છે. દા. ત. જેમ ૨૫ વર્ષનો ચૈત્ર છે એ ૧૦૦ કોશ દૂર છે અને મૈત્ર ૬૦ વર્ષનો છે અને તે ૨૫ કોશ દૂર છે. તો અહીં ચૈત્ર ક્ષેત્રથી પર છે પણ મૈત્રની વયને લઈને અપર છે. એટલે દેશથી પર છે અને વયથી અપર છે. આવો પ્રત્યય અને અભિધાન થાય છે તેમાં કાળ નિમિત્ત માનીએ તો જ બની શકે. આ રીતે પરાપર દેશના યોગથી યુવાન અને સ્થવિરમાં દેશકૃત પરત્વાપરત્વ સિદ્ધ છે તેમાં જે પરમાં અપર અને અપરમાં પર પ્રત્યય અને અભિધાન થાય છે તે કાળની અપેક્ષાએ છે. કાળના નિમિત્તે આ પ્રકારે પ્રત્યય અને અભિધાન થાય છે. આ રીતે જ્યાં દેશકૃત પરત્વાપરત્વ છે ત્યાં જ અપરત્વપરત્વ જોવાયું છે તેમાં કાળ કારણ છે માટે યુક્તિ દ્વારા કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે. આ રીતે એક યુક્તિ આપી કાળદ્રવ્યની સિદ્ધિ કરી હવે બીજી યુક્તિ આપે છે. યુગપતુ અને અયુગપતુ આ પ્રમાણે જે અભિધાન અને પ્રત્યય થાય છે તેનું નિમિત્ત કાળ છે. કારણ કે નિમિત્તનો ભેદ હોય તો પ્રત્યયવિશેષ અને અભિધાનવિશેષ સિદ્ધ થાય છે. . દા. ત. શુક્લ આ અભિયાન અને પ્રત્યય થાય છે તેમાં શુક્લ નિમિત્ત છે જ્યારે કૃષ્ણ આવું અભિયાન અને પ્રત્યય થાય છે તેમાં કૃષ્ણવિશેષ નિમિત્ત છે. આમ શુક્લ પ્રત્યયવિશેષ અને અભિધાનવિશેષમાં શુક્લવિશેષ નિમિત્ત છે અને કૃષ્ણ આવું જે અભિધાન અને પ્રત્યય થાય છે તેમાં કૃષ્ણવિશેષ નિમિત્ત છે. તેવી રીતે આ યુગપતુ અને અયુગપતુ પ્રત્યય થાય છે. દિગુ, દેશ, કારણ કાર્ય અને કર્તાથી ભિન્ન જોવાયો છે. અને આ પ્રત્યય નિમિત્ત વગર હોઈ શકે નહીં અને જે નિમિત્ત બને છે તે કાળ છે. આ કહેવાનો મતલબ એ છે કે–પૃથક પૃથક વ્યવસ્થિત એવા, તુલ્ય કાર્યોવાળા કર્તાઓમાં અને સાધારણ કર્તાવાળાં કાર્યોમાં કર્યું, કરાય છે અને કરવા યોગ્ય છે? આ પ્રમાણે નિરૂઢ-અત્યંત પ્રસિદ્ધ કર્તા તથા કર્તવ્યનો ભેદ હોયે છતે યુગપત્ અને અયુગપત્ કર્યું, કરાય છે અને કર્તવ્ય આ પ્રમાણે જે અવધિ કરીને કહેવાય છે. આ અવધિ જેનાથી થાય છે તે આ બધાથી જુદો પદાર્થ છે જેનું નામ–“કાળ' છે. કેમ કે કૃતાદિમાં યૌગપદ્ય અને અયૌગપદ્ય છે તેમાં બીજા નિમિત્તનો અસંભવ છે અને યુગપતું અને અયુગપત્ આ અભિધાન નિમિત્ત વગર બને જ નહીં. તો આ યુગપત, અયુગપતું પ્રત્યય અને અભિધાનમાં નિમિત્ત કોણ? Page #565 -------------------------------------------------------------------------- ________________ પપ૬ તત્ત્વાર્થ સૂત્ર દિશા નિમિત્ત બની શકે નહીં કેમ કે એક દિશામાં યુગપત્ કર્યું, કરાય છે આવું દિશાને લઈને કહેવાતું નથી કે તેવો પ્રત્યય થતો નથી. વળી દેશ પણ નિમિત્ત બની શકે નહીં તેવી રીતે કારણ પણ નિમિત્ત બની શકે નહીં. તેમ કાર્ય પણ નિમિત્ત બની શકે નહીં કેમ કે જે ઘટાદિ કરાય છે તેમાં દેશ કુંભારની શાળા છે. પૂર્વાદિ કોઈ પણ એક દિશા છે અને દંડાદિ કારણ છે અને ઘટ એ કાર્ય છે. આ બધા હોવા છતાં યુગપતુ કે ક્રમથી ઘટાદિ કરાય છે, કરાયા છે અને કરવા જોઈએ એટલે યુગપતુ કે ક્રમથી ઘટાદિ કાર્ય થયું, થઈ રહ્યું છે આ પ્રત્યય અને અભિધાનમાં દેશાદિ તો નિમિત્ત બની શકતા જ નથી. એ બધા તો ઘટાદિ કાર્યમાં જ નિમિત્ત બની શકે છે પણ યુગપતુ કે અયુગપત ઘટાદિ થયા’ આમાં નિમિત્ત બની શકતા નથી. માટે યુગપત, અયુગપતુ આ પ્રત્યય અને અભિધાનમાં આ બધાથી જુદું જ કોઈ કારણ છે અને તે કારણ કોણ? કાળ'. આમ યુગપતું અને અયુગપતું પ્રત્યય અને અભિધાન તુલ્ય કાર્યવાળા કર્તાઓમાં અને સાધારણ કર્તાવાળાં કાર્યોમાં થાય છે તેમાં “કાળ' જ નિમિત્ત છે. આ રીતે યુગપત્ અને અયુગપત આ પ્રત્યય અને અભિધાનમાં “કાળ' નિમિત્તવિશેષ છે આ યુક્તિ દ્વારા પણ કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે. આ પ્રમાણે બીજી યુક્તિ દ્વારા “કાળ દ્રવ્યની સિદ્ધિ કરી હવે ત્રીજી યુક્તિ આપે છે. તે જ પ્રમાણે સમાન કાર્યના અવસ્થાનરૂપ કર્મ અને કર્તા વ્યવસ્થિત હોયે છતે જેનાથી આ “ચિર', “ક્ષિપ્ર’ આ પ્રત્યય-જ્ઞાન થાય છે તે ધર્માદિથી ભિન્ન પદાર્થ “કાળ' છે. આવો પ્રત્યય અકસ્માત તો છે જ નહીં. તેથી જેના સભાવમાં આ પ્રત્યય થાય અને જેના અભાવમાં આ પ્રત્યય ન થાય તે કાળ છે. એટલે કે – જેના સદ્ભાવમાં “ચિર, ક્ષિપ્રઆવો પ્રત્યય થાય તે કાળ છે જેના અભાવમાં “ચિરે, “પ્રિ' આવો પ્રત્યય ન થાય તે કાળ છે આ રીતે અન્વય-વ્યતિરેકથી પણ કાળ સિદ્ધ થાય છે. આપણે ભાષ્યની પંક્તિનો અર્થ વિચારી રહ્યા છીએ કે–‘વ તુ માવા વ્યાવક્ષત#ાનોfપ દ્રવ્ય તિ’ તેમાં જણાવ્યું કે નયવાક્યાન્તરને પ્રધાન માનનાર કેટલાક આચાર્ય ભગવંતો કાલને યુક્તિથી સ્પષ્ટ કરે છે. તો તે યુક્તિઓ વિચારી. હવે આ પંક્તિમાં જ રહેલ તુ શબ્દનો અર્થ વિચારીએ છીએ. (૧) વિશેષ, (૨) વિનિવૃત્તિ. (२) तु शब्दो विशेषपरिग्रहार्थः તુ શબ્દ વિશેષને કહેનાર છે. અહીં વિશેષ શું? ભેદપ્રધાન નય. Page #566 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૮ ‘આ નયના બળથી'— આ રીતે તુ એટલે ‘ભેદપ્રધાન નયથી’ આવો વિશેષ અર્થ થાય છે. ભાષ્યમાં રહેલ અવિ શબ્દનો અર્થ 7 છે. આ તુ અને ૬ બંનેને જોડીને નીચે પ્રમાણે અર્થ થાય છે કે— ‘અને’ આગમમાં કાળ એ પાંચ દ્રવ્યથી દ્રવ્યાન્તર જુદું દ્રવ્ય છે એ પ્રમાણે (ભેદ નયથી) કહેલું છે. ૫૫૭ ‘કાળ’ દ્રવ્ય જુદું આગમમાં બતાવેલું છે તો તે કયા આગમમાં છે ? તેનું પ્રમાણ ટાંકતાં કહે છે કે— કાળદ્રવ્યની સિદ્ધિમાં આગમ પ્રમાણ... कति णं भंते ! दव्वा गोयमा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अध्धासमए આ પ્રમાણે આગમમાં છ દ્રવ્ય બતાવ્યાં છે. ઉપર પ્રમાણે આપણે ત શબ્દનો ‘વિશેષ' અર્થ છે એ વિચારી ભેદપ્રધાન (પર્યાય) નયથી કાળ જુદું દ્રવ્ય છે એ આગમપ્રમાણથી સિદ્ધ કર્યું. હવે તુ શબ્દનો બીજો અર્થ વિચારીએ છીએ. (૨) તુ શો વિનિવૃત્તૌ તુનો બીજો અર્થ છે વિનિવૃત્તિ. (દૂર કરવું.) આવો અર્થ કર્યો તેથી પ્રશ્ન થાય છે કે કોની વિનિવૃત્તિ ? ‘તુ’' શબ્દ કોનો વ્યાવર્તક છે ? ‘દ્રવ્ય નયનો.’ ધર્માસ્તિકાયાદિ પંચ દ્રવ્યથી અભિન્ન કાલ પરિણામવાદી દ્રવ્યનયની વ્યાવૃત્તિ કરે છે. અર્થાત્ ધર્માદિ પાંચ દ્રવ્યથી જુદું કાલ દ્રવ્ય નથી પણ ધર્માદિનો કાલ એ પરિણામ છે. એટલે પાંચ દ્રવ્યથી ભિન્ન કાલ નામનું કોઈ દ્રવ્ય નથી. આમ કહેનાર જે દ્રવ્ય નય છે તેને દૂર કરે છે. આ પ્રમાણે તુ શબ્દ દ્વારા દ્રવ્ય નયની વ્યાવૃત્તિ થાય છે અને ભેદ નયથી કાળ (એ જુદું દ્રવ્ય) છે એ સિદ્ધ થાય છે અને તે કાળ અપેક્ષાકારણ છે. આગળ આપેલ ત્રણે યુક્તિઓ દ્વારા કાળ દ્રવ્ય છે અને તે અપેક્ષાકારણ છે એ જ આપણે વિચાર્યું. હજી પણ યુક્તિ આપીએ છીએ. વળી ‘હ્ય:' ‘શ્વ:',‘અઘ’ વગેરે જે ગઈ કાલ, આવતી કાલ અને આજ આવા જે કાળને Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ તત્ત્વાર્થ સૂત્ર કહેનારા શબ્દો છે તે સ્વરૂપના વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય એવા બાહ્ય અર્થના કારણ છે. કેમ કે આ “હ્યુસ્આદિ શબ્દો રૂપ શબ્દની જેમ અસામાસિક પદ છે એટલે કે શુદ્ધ એક પદ છે. આ અનુમાનથી કાળની સિદ્ધિ થાય છે. રૂપ શબ્દ એ સમાસવાળો શબ્દ નથી તેથી જેમ મુખ્ય બાહ્ય અર્થ જે રૂપ છે તેનો બોધ કરાવે છે તેમ હ્યસૂ આદિ શબ્દો સમાસ વગરના છે તો એ પણ મુખ્ય એવા બાહ્યાર્થ ઘટ પટાદિનું કારણ છે માટે કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે. આ હ્યસે આદિ શબ્દો અસમાપદ છે તેને શુદ્ધપદ કે એકપદ પણ કહી શકાય છે. એટલે અસમાસ પદ કહતું કે, શુદ્ધપદ કહો કે એકાદ કહો બધું એક જ છે. હ્યુસ્ આદિ શબ્દો કાળવાચી છે તેને સિદ્ધ કરતો આ બીજો હેતુ આપે છે. પક્ષ–ઇંસુ આદિ કાળવાચી શબ્દો સાધ્ય-યથાર્થ છે. હેતુ જે પ્રમાણે આપ્ત પુરુષોએ સ્વીકાર કર્યો છે તે પ્રમાણે કહેવાતા હોવાથી દષ્ટાંત-પ્રમાણથી અવગમ્ય પ્રમેય-અર્થ હોય જ છે એ વચનની જેમ. પ્રમાણથી પ્રમેયજેનું જ્ઞાન કરાય છે એવો અર્થ અવશ્ય સાચો જ હોય છે આવા પ્રકારના વચનની જેમ, આપ્ત પુરુષોએ જે પ્રમાણે સ્વીકાર્યું છે તે પ્રમાણે કહેવાતા હોવાથી “હ્ય' આદિ કાલવાચી શબ્દો સાચા જ છે. આ રીતે આપણે નીચે પ્રમાણે યુક્તિઓ દ્વારા કાળદ્રવ્યની પર્યાય નયથી સિદ્ધિ કરી તે આ પ્રમાણે (૧) પર અપર આ પ્રમાણે જે પ્રત્યય અને અભિધાન થાય છે તેમાં નિમિત્ત કોણ...? ...કાળ દ્રવ્ય... (નિમિત્તરૂપે કાળ સિદ્ધ થાય છે.) ૧. અહીં કોઈ શંકા કરે કે –“શૂન્ય' એ પદ . આ સમાસવાળું નથી અથવા “ડિત્ય' આદિ શુદ્ધ પદ છે. આ પદો અનર્થક છે તેથી તમારો હેતુ વ્યભિચારી છે. તો પૂજયો આનો જવાબ આપતાં કહે છે કે અહીં શુદ્ધ પદત્વનું ‘વ્યુત્પત્તિમત્તે તિ' એ વિશેષણ ઈષ્ટ છે. એટલે કે અમારો હેતુ વ્યુત્પત્તિમત્તે સતિ પત્યા આવો છે તેથી કોઈ દોષ નથી. અહીં ગ્રંથકારે રૂપ’ શબ્દનું દષ્ઠત આપ્યું છે તે અન્વયી દગંત છે. બીજા ગ્રંથોમાં વ્યતિરેક દાંત પણ આપ્યું છે અને તેમાં એક “ખરવિષાણ' અને બીજુ “ડિત્યાદિ દગંત મૂક્યું છે. જે સાર્થક નથી હોતું તે વ્યુત્પત્તિવાળું અસામાસિક પદ હોતું નથી. ખરવિષાણ પદાર્થ જ નથી તો વ્યુત્પત્તિવાળું એવું અસામાસિક પદ નથી. એવી રીતે ડિલ્યમાં પણ સમજી લેવું. પક્ષ–સ્થસુ આદિ કાળવાચી શબ્દો હેતુ-અસામાસિક શુદ્ધ એક પદ હોવાથી સાધ્ય સ્વરૂપના વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય એવા બાહ્ય અર્થના કારણ છે. દષ્ટાંત–“રૂપ' શબ્દની જેમ. ૩. માટી આદિ સામગ્રીથી જે ઘટાદિ થાય છે તે બાહ્ય અર્થ કહેવાય અને જેમાં ઉપચાર ન હોય તે મુખ્ય કહેવાય. ઘટ એ પદાર્થ ઔપચારિક નથી પણ મુખ્ય છે અને માટી આદિ સામગ્રીથી થતો હોવાથી બાહ્ય છે. આવા ઘટાદિ જેમ દંડાદિથી થાય છે તેમ “કાલે ઘડો થયો” “આજે ઘડો થયો' આવો વ્યવહાર થાય છે તેમાં કાળ નિમિત્ત છે.' આમ મુખ્ય બાહ્યાર્થમાં નિમિત્ત છે. કાળના સ્વરૂપના વિજ્ઞાનમાં પરવાપરત્વાદિ કારણ બને છે માટે “સ્વરૂપ વિજ્ઞાનથી ભિન્ન' આ વિશેષણ છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ અધ્યાય-૫ સૂત્ર-૩૮ (૨) યુગપત, અયુગપતું આવા પ્રત્યય અને અભિધાનમાં નિમિત્ત કોણ...? ....કાળ દ્રવ્ય... (નિમિત્તરૂપે કાળ સિદ્ધ થાય છે.) (૩) ચિર, ક્ષિપ્ર આદિ જે પ્રત્યય થાય છે તે ધર્માદિથી ભિન્ન પદાર્થ છે તો જેના સદ્ભાવમાં આવું જ્ઞાન થાય અને જેના અભાવમાં આવું જ્ઞાન ન થાય તે કોણ... ? કાળ (અન્વય-વ્યતિરેકથી કાળદ્રવ્ય સિદ્ધ થાય છે.) (૪) “હ્યુસ્' આદિ કાળવાચી શબ્દો અસામાસિક શુદ્ધ પદ હોવાથી સ્વરૂપના વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય બાહ્ય અર્થના કારણ છે. કયો બાહ્ય અર્થ..?...કાળ... હ્યુસ આદિ કાળવાચી શબ્દો, આપ્ત પુરુષોએ સ્વીકાર કર્યો છે તે પ્રમાણે કહેવાતા હોવાથી યથાર્થ છે... (અનુમાનથી કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે.) આ પ્રમાણે કાળ દ્રવ્ય સિદ્ધ થઈ ગયા પછી “તભાવ પરિણામ' રૂપ સૂત્રની સાથે એકવાક્યતાને પ્રાપ્ત થયેલ “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' અને “ગુણપર્યાયવદ્ દ્રવ્ય આ બે સૂત્રોથી નિર્દિષ્ટ સત્ત્વ અને દ્રવ્યત્વ પ્રત્યેક પદાર્થોમાં હોવું જ જોઈએ, અને હોય છે, માટે કાળ એ દ્રવ્ય છે એમ સિદ્ધ થયું તો કાળમાં પણ સત્ત્વ, દ્રવ્યત્વ અને પરિણામી ધર્મનો સભાવ સિદ્ધ છે. અર્થાત્ સિદ્ધ કરવાની જરૂર નથી. “કાળ એ દ્રવ્ય છે' એ સિદ્ધ થઈ ગયું તો કાળ ઉત્પાદાદિ અને ગુણપર્યાયવાળું જ છે. પ્રશ્ન :- કાળ એ એક એવો પદાર્થ છે કે એનો વિભાગ થતો નથી અને પરમ નિરુદ્ધ જેની પૂર્વ કોટિ અને અપરકોટિ નથી એવો એક સમય જ છે. આથી જ પ્રદેશ રહિત હોવાથી કાળને અસ્તિકામાં ગણ્યો નથી.. અને આ કાળની “વર્ચ'-વર્તશે” આ શબ્દથી જે પ્રાગુ અભાવરૂપ કહેવા યોગ્ય અને ‘ત્ત વર્યો હતો” આ શબ્દથી પ્રધ્વસાભાવરૂપ કહેવા યોગ્ય અવસ્થાઓ છે જ નહીં. સમયરૂપ કાળ આ બંને અવસ્થાઓથી રહિત જ છે. તો કાળની ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તતા' કયાંથી અને “ગુણપર્યાયવ દ્રવ્ય પણ ક્યાંથી? તેથી કાળ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત બની શકતો નથી તેમ ગુણ પર્યાયવાળું દ્રવ્ય કહેવાય તો તે પણ કાળમાં બની શકે તેમ નથી. નથી તો કાળમાં સત્ત્વનું લક્ષણ ઘટી શકતું કે નથી તો દ્રવ્યનું લક્ષણ ઘટી શકતું માટે કાળ દ્રવ્ય સિદ્ધ થઈ શકતું નથી. ઉત્તર :- અનેક નય છે તેના સેંકડો ભંગ છે તે ભંગોમાં વૃત્તિ તથા સકળ વસ્તુઓની સાથે વ્યાપ્ત, તેમ જ પ્રધાન અને ગૌણ ભાવથી એકબીજારૂપ જે દ્રવ્ય અને પર્યાય નય છે તે બંને નયને અવલંબનાર આવું જિનવચન છે તો કોઈ પણ સ્થળે એકાંતથી હોતું નથી. આ વાત પ્રસિદ્ધ જ છે. આથી જેનો વિભાગ નથી, જે પરમ નિરુદ્ધ છે, એવો એક સમય જે પ્રદેશ રહિત છે તે સમય પણ દ્રવ્ય અને પર્યાયની સાથે સંબંધવાળો જ છે. તે આ પ્રમાણે Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ તત્ત્વાર્થ સૂત્ર દ્રવ્યાર્થરૂપે કાળ પ્રત્યેક પર્યાયમાં ઉત્પાદ અને વ્યય ધર્મવાળો હોવા છતાં પણ સ્વરૂપથી અનન્યભૂત, ક્રમ અને અક્રમથી થતા અનાદિ અનંત એવા અનંત સંખ્યાના પરિણામરૂપ પર્યાયના પ્રવાહમાં વ્યાપી એવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા જ કરે છે. કેમ કે અતીત, વર્તમાન અને ભવિષ્ય અવસ્થાઓમાં “કાળ', “કાળ' આ પ્રમાણે કોઈ પણ ભેદ વગર હંમેશા શ્રુતિ થતી હોવાથી આ જ ધ્રૌવ્યાંશ છે અને આ પ્રૌવ્યાંશનું આલંબન લઈને જ અતીત આદિ અવસ્થાઓ છે માટે સામાન્ય એ પરમાર્થ જ છે. અર્થાત્ સમય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. આથી કાળ એ સત જ છે. કોઈ પણ કાળે સમય અસતું નથી. ઉત્પાદ-વ્યય-સ્વભાવવાળા ગઈ કાલ આદિ પર્યાયો વડે તે જ કાળ પ્રત્યેક પર્યાયમાં વ્યાપ્ત છે તેથી આવિર્ભાવ અને તિરોભાવનો અનુભવ કરતો વિનાશી છે. તે આ રીતે આવતી કાલરૂપે વિનાશ પામ્યો- તિરોભૂત થયો અને આજે આ રૂપે ઉત્પન્ન થયોપ્રાદુર્ભાવ થયો. એવી રીતે અદ્યત્વેન વિનષ્ટ થયો અને હ્યુસ્કેન ઉત્પન્ન થયો અને કાળરૂપે તો આવતી કાલ, આજ અને ગઈકાલ આ પર્યાયોમાં સામાન્યરૂપે હોવાથી અન્વયી છે. અન્વયીરૂપ હોવાથી ધ્રુવ છે. તેથી દ્રવ્યાર્થિક નયથી જે ઉત્પન્ન થાય છે તે જ વિનાશ પામે છે, અને અનન્ય હોવાથી તે જ હંમેશા રહે છે. તથા જે વિનાશ પામે છે તે જ ઉત્પન્ન થાય છે અને રહે છે. અર્થાત્ દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને રહે છે. આથી ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આ ત્રણેનું અધિકરણ એક જ છે. આથી કાળ જ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને ધ્રુવ છે. માટે કાળ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય યુક્ત છે. કારણ કે શ્વ, અઘ વગેરે જ ઉત્પાદ-વિનાશો છે તે પ્રૌવ્ય એવા કાળ વગર નથી. જો કાળ વગર શ્વ, અદ્ય આદિ ઉત્પાદ-વિનાશ હોય તો નિષ્કારણ અને નિરાધાર થઈ જશે અને નિષ્કારણ અને નિરાધાર હોવાથી આકાશકુસુમ જેવો થાય ! માટે શ્વઃ અને અદ્ય વગેરે જે ઉત્પાદ અને વિનાશરૂપ છે તેના આધારભૂત કાળ માનવો જ પડશે! વળી કાળ એ ધ્રૌવ્ય છે તો ધ્રૌવ્ય પણ હ્યઃ આદિ ઉત્પાદ-વિનાશ વગર બની શકે નહીં. જો કાળ, ઉત્પાદ-વિનાશ વગરનો મનાય તો કાળ અપરિણામી સિદ્ધ થશે અને અપરિણામી હોવાથી કાળ બોમોત્પલની જેમ અસત્ સિદ્ધ થશે. માટે ઉત્પાદ-વિનાશના આધારરૂપ કાળદ્રવ્ય પ્રૌવ્ય છે એમ માનવું જ જોઈએ. તેથી કાળનું આ રીતે નિરૂપણ કરવામાં આવ્યું માટે દ્રવ્યાર્થરૂપે કાળ વર્યો છે અને વર્તશે અને સતુ એવા પોતાના પર્યાયોથી આકૃષ્ટ (યુક્ત) છે, વિચલિત છે અને ઉપનીત છે આ પ્રમાણે વિચારેલું જ છે. પર્યાયાર્થથી તો અત્યન્ત વિવિક્ત ભિન્નરૂપે છે. કેમ કે પર્યાયો તો વર્તમાનકાલીન જ છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૩૮ ૫૬૧ પર્યાયનય કેવલ વર્તમાનને જ માને છે, અતીત અને અનાગતને માનતા નથી. એટલે પર્યાય નથી. અતીત અને અનાગતનો અભાવ હોવાથી કાળ વૃત્ત નથી અને વર્ત્યનું નથી, પર્યાય નયથી કાળ અસત્ છે. આથી કાળ દ્રવ્યાર્થિક નયથી સત્ સત્ છે અને પર્યાયાર્થિક નયથી સત્ સત્ છે. આ પ્રમાણે વ્યવસ્થા હોવાથી કાળ સત્ છે અને ગુણપર્યાયવાળો છે. આ રીતે કાળ દ્રવ્ય છે એ સિદ્ધ થયા પછી તે અપેક્ષાકારણ છે તે બતાવીએ છીએ. કાળ અપેક્ષાકારણ છે... અને આ કાળ નિર્વર્તક હેતુનું જે કર્મ (કાર્યો છે તેનું અપેક્ષાકારણ છે, અને એને સિદ્ધ કરનાર એનું લિંગ મનુષ્યલોકમાં પ્રત્યક્ષ છે. અર્થાત્ મનુષ્યલોકમાં પ્રત્યક્ષ લિંગવાળો કાળ છે. વળી તે વર્ષાદિ લિંગો નિયમવાળાં છે. કાળને સિદ્ધ કરનારાં લિંગો... વર્ષા, ઉષ્ણ, શીત, વાત, અશનિ, હિમ, વીજળી, અભ્ર ગર્ભરવ, ઉલ્કાર, અંકુર, કિસલય, પત્ર, ફળ, હરિત, પ્રસૂનોદય, પ્રવાસ, તારાગુચક્ર, ક્રમ વગેરે છે. કાળને સિદ્ધ કરનારાં લિંગ છે તેમ પ્રયોગ પણ છે. નીચે પ્રમાણે પ્રયોગ-અનુમાન કરી શકાય છે. પક્ષ–ચોક્કસ નિયમની વ્યવસ્થાપૂર્વક થનાર વર્ષાદિ અને વનસ્પતિ આદિનાં જે પરિણામો.. સાધ્યયથાસ્વ–પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન અપેક્ષાકારણ એવું જે બીજું દ્રવ્ય છે તેના સંબંધની અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે. હેતુ–૧. નિરંતર એકરૂપ પરિણામ ન હોય છતે ચોક્કસ વ્યવસ્થાપૂર્વક ઉત્પન્ન થતા હોવાથી... ૨. તે જ વખતે કાર્યરૂપે થતા હોવાથી... ૩. તે તે પરિણામને પ્રાપ્ત થતા હોવાથી.. દષ્ટાંત-જેમ પોતાનાથી ભિન્ન એવા રૂપના નિશ્ચય કરવામાં તત્પર ચક્ષુ, રૂપના વિજ્ઞાનમાં બહારના પ્રકાશની અપેક્ષા રાખે છે. જેમ પોતાનાથી ભિન્ન એવા રૂપના નિશ્ચય કરવામાં તત્પર ચક્ષુ, રૂપના વિજ્ઞાનમાં બહારના પ્રકાશની અપેક્ષા રાખે છે તેમ નિરંતર એકરૂપ પરિણામ ન હોય છતે ચોક્કસ વ્યવસ્થાપૂર્વક ઉત્પન્ન થતા હોવાથી, તે જ વખતે કાર્યરૂપે થતા હોવાથી, તે તે પરિણામને પ્રાપ્ત થતા હોવાથી ચોક્કસ નિયમની વ્યવસ્થાપૂર્વક થનાર વર્ષાદિ અને વનસ્પતિ આદિનાં જે ૧. ઇન્દ્રનું વજ ૨. રેખાના આકાર જેવો આકાશમાંથી પડતો તેજનો સમૂહ. Page #571 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૫૬૨ પરિણામો છે તે પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન અપેક્ષાકારણ એવું જે બીજું દ્રવ્ય છે તેના સંબંધની અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે. અથવા સૈદ્ધાન્તિક દૃષ્ટાંત : સ્વ સિદ્ધાન્તમાં ધર્મ-અધર્મ દ્રવ્યના ઉપકારથી પેદા થયેલ જીવની ગતિ અને સ્થિતિની માફક. અર્થાત્ જીવ અને પુદ્ગલની ગતિમાં જેમ જીવ અને પુદ્ગલ પોતાનાથી ભિન્ન ધર્મ દ્રવ્યની અને સ્થિતિમાં અધર્મ દ્રવ્યની અપેક્ષા રાખે છે. તેમ વર્ષાદિ અને વનસ્પતિ પરિણામો પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન દ્રવ્યની અપેક્ષા રાખે છે. મતલબ જીવ ને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં જીવ ને પુદ્ગલથી ભિન્ન ધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે, સ્થિતિમાં અધર્મ દ્રવ્ય કારણ છે તેમ વર્ષાદ અને વનસ્પતિ પરિણામો જે અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે તેમાં અપેક્ષા કારણ કોણ...? " ....કાળ... ' આ કાળ અઢીદ્વીપમાં હોવા છતાં ભોગભૂમિમાં કાળનું કોઈ લિંગ નથી. કેમ કે ત્યાં વ્યવસ્થિત પરિણામ છે. કારણ કે પેદા થતા પદાર્થોનો કાળ સ્વયં સ્વભાવથી જ અપેક્ષારૂપ હેતુ હ્યો છે પણ નિર્વર્તક હેતુ નથી. પ્રશ્ન :- ભોગભૂમિમાં કાળનું લિંગ સંભવતું નથી અને કાળ છે એમ કહો છે તો અઢી દ્વીપની બહાર પણ કાળને કેમ સ્વીકારતા નથી ? વળી ત્યાં વર્તના છે અને પરત્વાપરત્વાદિ લિંગ છે. પ્રત્યક્ષ દેખાતા કાળના લિંગથી જેમ ભરતક્ષેત્રમાં કાળ છે તેમ મનુષ્યક્ષેત્રની બહાર પણ કાળ છે એમ કેમ નથી સ્વીકારતા ? ઉત્તર :- મનુષ્યક્ષેત્રની બહાર અવિશેષથી ભાવોની વર્તના હોવા છતાં તે વર્તનામાં કાળના લિંગનો અભાવ છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર વર્તનાની સિદ્ધિમાં જે કાળ લિંગત્વ હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે. કેમ કે ‘બધી વર્તનાઓ કાળની અપેક્ષાવાળી છે' આમ છે નહીં પણ જ્યાં કાળ છે ત્યાં આ કાળ વર્તનાદિ આકારે પરિણમે છે આવો નિયમ છે. માટે મનુષ્યક્ષેત્રની બહાર કાળ નથી, વર્તના છે. હવે અહીં કોઈ શંકા કરે કે— શંકા :- બહારના દ્વીપોમાં ભાવોની જે વર્તના છે તે કાળાપેક્ષ છે. કેમ કે વૃત્તિ શબ્દથી તે કહેવાય છે. જેમ કોઈ પણ જાતના પ્રયોગ' વગર અહીંના (ભરતાદિના) આમ્રોમાં ફૂલવૃત્તિ ૧. પ્રયોગ વગર આમ્રાદિનાં ફૂલો કોઈ પણ કાળે ન થાય. એની જે મોસમ હોય તે મોસમમાં જ થાય છે અને પ્રયોગથી કોઈ પણ કાળે થઈ શકે છે એટલે આમ્રાદિનાં ફૂલો કાલાપેક્ષ છે એમ સમજાય માટે ‘પ્રયોગનિરપેક્ષ’ એ વિશેષણ છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ અધ્યાય-૫ સૂત્ર-૩૮ વર્તના છે. આમ્રના ફૂલની વર્તના કાળની અપેક્ષા રાખે છે તેમ મનુષ્યલોકની બહારના પદાર્થોની જે વર્તના છે તે કાલાપેક્ષ હોવી જોઈએ. એટલે ત્યાં પણ કાળ માનવો જોઈએ. સમાધાન - આ અનુમાન પણ યોગ્ય નથી. કારણ કે સંપ્રતિ (હાલ) વિદ્યમાન હોવાથી અલોક પણ વર્તે છે. એટલે કે અલોક પણ વૃત્તિ શબ્દથી કહેવાય છે. પણ ત્યાં (અલોકમાં) કાળ નથી. એટલે જ્યાં વૃત્તિ હોય ત્યાં કાળની અપેક્ષા જોઈએ જ તેવું નથી. આમ વ્યભિચાર છે. અથવા સમય એ વૃત્તિ છે એટલે વર્તે છે પણ સમય એ કાળની અપેક્ષા રાખતો નથી. સમયમાં વૃત્તિત્વ છે પણ કાલાપેક્ષત્વ નથી. આમ વ્યભિચાર છે. તેથી કાળ મનુષ્યલોકમાં જ છે. વળી આ કાળ પરિણામી દ્રવ્ય છે. કિંતુ મોતીની માળામાંથી છૂટા પડી ગયેલા મણિની જેમ પૂર્વ અને અપર કોટીથી રહિત એક વર્તમાન સમય જ છે એવું સ્વીકારાય નહિ. જો પૂર્વાપર કોટિ રહિત એક સમય જ સ્વીકારાય તો સમયનો નિરન્વય ઉત્પાદ અને વિનાશનો પ્રસંગ આવશે અને એથી એક નયનું અવલંબન થશે. માટે જો કાળને પરિણામી દ્રવ્ય માનવામાં આવે તો નિરન્વય સમયના ઉત્પાદ અને વિનાશનો પ્રસંગ આવશે નહીં, અને એક નય તરફ પ્રતિપાદનનો પ્રસંગ પણ આવશે નહિ. આથી અર્પિત દ્રવ્યાર્થિક નયને અનુસરનારા એટલે કે પર્યાયાર્થિક નયને અનુસરનાર સંતાનને માને છે, પણ દ્રવ્યને માનતા નથી તેથી તેમના મતમાં પૂર્વસમય અને ઉત્તર સમય જ છે. વર્તમાન સમય જ અર્થાત્ પૂર્વ સમય જ ઉત્તર સમયરૂપે ઉત્પન્ન થાય છે કેમ કે સમયનો તેવા પ્રકારનો પરિણામ છે. અર્થાત્ સમયનો તેવા પ્રકારનો પરિણામ હોવાથી જે વર્તમાન સમય છે તે જ ઉત્તર સમય રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તેને માનવું પડશે પણ અપૂર્વ-પૂર્વમાં ન હોય તેનો ઉત્પાદ થતો નથી. દા. ત. ખપુષ્પ આદિ. આકાશકુસુમ અપૂર્વ છે. પૂર્વમાં કોઈ કાળે હોતું નથી તો તે આકાશકુસુમનો ઉત્પાદ થતો નથી. એટલે કે જો નિરન્વય ઉત્પાદ માનવામાં આવે તો અસતુનો ઉત્પાદ માનવો પડે અને અસનો ઉત્પાદ મનાય તો ખપુષ્પનો પણ ઉત્પાદ માનવો પડે. આમ નિરન્વય ઉત્પાદ મનાય નહિ. એ જ પ્રમાણે વિનાશ પણ નિરન્વય મનાય નહીં. કેમ કે (૧) વિનાશ એ કાર્ય છે, (૨) તેની સંતતિમાં આવી જાય છે, (૩) સંતતિની ઉપાજ્ય ક્ષણ નિરૂપ છે. એટલે કે વિનાશ એ કાર્યરૂપ હોવાથી, સંતતિમાં આવી જતો હોવાથી, સંતતિની ઉપાજ્ય ક્ષણ નિરૂપ હોવાથી તે નિરન્વય માની શકાય નહીં. (૧) જો વિનાશ એ કાર્ય છે તો તેનો કોઈ આધાર હોવો જ જોઈએ. કાર્ય એ આધાર ોય છે માટે વિનાશનો કોઈ આધારભૂત પદાર્થ માનવો પડે. (૨) પૂર્વ સમય જ ઉત્તર સમયરૂપે ઉત્પન્ન થાય છે એટલે પૂર્વ સમયનો વિનાશ, ઉત્તર Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ તત્ત્વાર્થ સૂત્ર સમયનો ઉત્પાદ આ રીતે સંતતિમાં વિનાશ આવી જતો હોવાથી નિરન્વય કેવી રીતે સંભવે ? વળી ઉત્પાદ અને વિનાશ સર્વથા નિરાધાર જ હોતા નથી. પ્રૌવ્ય તે બંનેનો આધાર છે. કેમ કે દ્રૌવ્ય હોય તો જ ઉત્પાદ અને વિનાશ બંને હોય છે. આ રીતે પર્યાયાર્થિક નયને અનુસરનારાએ પણ કાળ દ્રવ્ય માનવું જ પડશે. વળી પૂર્વમાં પરત્વ અને અપરત્વ વગેરે જે કાળનું લિંગ કહેવાયું છે તે નયાન્તરના અભિપ્રાયથી જ છે. જો નયાન્તર ન માનીએ તો પરત્વાપરત્વ એ સ્થિતિવિશેષની અપેક્ષાવાળા કહેવાશે. અર્થાત પરવાપરત્વનું અપેક્ષાકારણ સ્થિતિવિશેષ છે. કેમ કે ૬૦ વર્ષવાળા કરતાં ૧૦૦ વર્ષવાળો “પર” છે અને ૬૦ વર્ષવાળો “અપર' છે. આ સ્થાનવિશેષ જ છે. ૬૦ વર્ષ, ૧૦૦ વર્ષ આ જે આંકડા છે તે સ્થિતિના જ છે. અને આ સ્થિતિ સત્ત્વની અપેક્ષા રાખે છે. તેથી ભાવોનું અસ્તિત્વ હોવાથી સ્થિતિ છે અને ભાવોમાં જે અસ્તિત્વ છે તે અનપેક્ષ છે એ કહેલું છે. મતલબ ભાવોનું અસ્તિત્વ કોઈની અપેક્ષા રાખતું નથી. માટે પરવાપરત્વ એ કાળની અપેક્ષાવાળા નથી. વળી યૌગપઘથી જે કાળની સિદ્ધિ કરો છો તે પણ નહીં બની શકે. કેમ કે એ યૌગપદ્ય પણ કર્તાઓમાં વ્યવસ્થિત છે તે જ કર્તાઓની કોઈ ક્રિયાવિશેષની અપેક્ષા રાખે છે પણ કાળની નહીં. આ ક્રિયાવિશેષો તે ક્રિયાઓથી અત્યંત ભિન્ન કહી શકાય તેમ નથી અને વળી જ્યારે કાકતાલીયન્યાયથી એક કર્તા તેવા પ્રકારની ક્રિયાને પ્રાપ્ત થાય છે ત્યારે બીજો પણ કર્તા તે જ પ્રમાણે તે ક્રિયામાં પરિણત હોય છે ત્યારે “યુગપ” આવો વ્યપદેશ થાય છે. આવી જ રીતે “અયુગપત” માં પણ સમજી લેવું. આ પ્રમાણે ચિર' અને ક્ષિપ્ર’ આ પ્રયોગને લઈને કાળની સિદ્ધિ કરી હતી તેને માટે પણ આ જ વિસ્તાર છે. કેમ કે “ચિર' અને “ક્ષિપ્ર’ આ બંને ગતિની અપેક્ષા રાખનારા છે અને ગતિ તો પરમાણુ આદિ દ્રવ્યોને આધીન છે. તેથી એક નયના આલંબનથી જ કાળની સિદ્ધિ છે. ઉપર મુજબ આપણે બંને નયથી કાળનો વિચાર કર્યો. ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે – પ્રશ્ન :- તમે શરૂઆતમાં એક નયનું આલંબન લઈને સ્ત્ર અને અર્થનો આરંભ કર્યો અને ઉપસંહાર તો તમે બે નયથી કરી રહ્યા છો તે શા માટે ? આ પ્રમાણે આક્ષેપ કર્યો તેનું પ્રતિવિધાન કરતાં કહે છે કે ઉત્તર :- વિવિક્ત અર્થવાળાં સૂત્રો છે તેના અર્થ બતાવવા છે માટે આરંભ અને ઉપસંહાર ભિન્ન રીતે કરવામાં આવ્યો છે. કારણ કે આગમમાં બીજાં દ્રવ્યોથી જુદું છઠ્ઠ કાળદ્રવ્ય Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ અધ્યાય-૫: સૂત્ર-૩૮ બતાવ્યું છે. ત્યાં એક નય પ્રવર્તમાન છે. અર્થાત્ એક દ્રવ્યાર્થિક નયથી બતાવ્યું છે. જૈન પ્રવચનમાં કોઈ એક નય સંપૂર્ણ વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં સમર્થ નથી. કારણ કે તે જ નયથી વિરુદ્ધ પ્રતિપાદન કરનાર નયને અનુસરનારું સૂત્ર બીજા આગમમાં હોય છે..... “કિમિદ ભંતે’..... આ સૂત્ર અસ્તિકાય પંચકથી અભિન્ન કાળનું પ્રતિપાદન કરવા માટે તીર્થકર ભગવંતે ઉપદેશ્ય છે. આ સૂત્રનો અર્થ એ જ છે કે “કાળ જીવ અને અજીવ દ્રવ્યનો પર્યાય છે.” જણાય તે કાળ' અર્થાત્ ખાસ પર્યાયોત્પાદનનું જે સંખ્યાન (જ્ઞાન) અથવા જેનાથી વસ્તુ જણાય તે કાળ....અને તે વર્તનાદિરૂપ કાળ દ્રવ્યનો જ પર્યાય છે. તેમાં પોતે સદ્ભાવથી વર્તતા અર્થને જે પ્રેરે છે “તું વર્ત” “તું વર્ત” “વર્ત જ તે વર્તના. “વૃત ધાતુને ‘અથાણશો યુવું (પા. અ. ૩, પા. ૩, સૂ. ૧૭) આ સૂત્રથી હેતુમાન અર્થમાં પ્રિન્ પ્રત્યય થયો છે. આ પ્રમાણે ભાવમાં સ્ત્રીલિંગમાં “વર્તના' શબ્દ થયો છે. એટલે “વર્તના” ક્રિયા છે. અને આ ક્રિયા વર્તતા ભાવથી અભિન્ન છે. એ જ કાળ છે. કેમ કે તે વસ્તુનો એટલે વર્તતા ભાવનો પરિણામ છે. દ્રવ્ય જ કાળ છે. અહીં કર્મધારય સમાસ છે. તે દ્રવ્યની સાથે અભેદની વિવલાથી છે. કેમ કે વર્તનાદિ ક્રિયાઓથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી. એક પણ સમય પ્રત્યેક દ્રવ્યોમાં અભેદથી રહેનારો છે. તેથી જેટલાં દ્રવ્યો છે તેટલા સમયો થયા. એટલે સમયો પણ અનંત છે. અને દ્રવ્યના બે પ્રકાર છે. (૧) જીવદ્રવ્ય, (૨) અજીવ દ્રવ્ય. માટે જીવ અને અજીવો જ સમય, આવલિકા આદિ શબ્દોના ભેદથી કહેવાય છે. કેમ કે આ બધા (સમય આદિ) તે તે જીવ અને અજીવ દ્રવ્યોનાં પરિણામો છે. પરિણામ અને પરિણામીનો અભેદ છે. માટે સમયાદિ કાળ એ જીવાજીવારિરૂપ છે.•••• કેમ કે દ્રવ્યાસ્તિક નય કેવલ દ્રવ્યાર્થતારૂપ દ્રવ્યને એક, અભિન્ન અને સર્વવ્યાપી માને છે. તથા વ્યતિરેક-વિશેષને અત્યન્ત દૂર કરે છે. અને અન્વયે માત્ર–સામાન્યનો જ સંગ્રહ કરે છે. મતલબ દ્રવ્યાર્થિક નય એક દ્રવ્યને જ માને છે. દ્રવ્ય સિવાય પર્યાયને માનતો નથી એટલે એના મનમાં અન્વય-સામાન્ય (દ્રવ્ય) જ છે અને આ બધામાં વ્યાપ્ત છે, પણ વિશેષ નથી. આ દ્રવ્યાર્થિક નય, વિશેષના ઉપચારપૂર્વક એક કાળ સામાન્યને જ સ્વીકારે છે. આથી વર્તના' એ જીવ અને અજીવના વિષયવાળી છે. આ વર્તના સાદિ સાંત વગેરેના ભેદથી ચાર પ્રકારે છે. તે વર્તના દ્રવ્યાર્થિક નયના મતે કાળ છે. ૧. સિદિ૦ ૧ / ૩ / ૨૨૨ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ તત્ત્વાર્થ સૂત્ર આ વર્તના દેવ, સિદ્ધ, ભવ્ય, અભવ્ય, સ્કન્ધ, અનાગત, અતીત, આકાશ વગેરેના દખંતથી સાધ્ય છે... તે આ રીતે... દેવની વર્તન એ સાદિ સાંત છે, સિદ્ધોની વર્તના એ સાદિ અનંત છે. ભવ્યોની વર્તના એ અનાદિ અનંત છે. અભવ્યોની વર્તના એ અનાદિ અનંત છે. તેવી રીતે સ્કન્દમાં વર્તના એ સાદિ સાંત છે. અનાગતમાં વર્તના એ સાદિ અનંત છે. અતીતમાં વર્તન એ અનાદિ સાંત છે, આકાશમાં વર્તન એ અનાદિ અનંત છે. અદ્ધાકાળ (વ્યવહાર કાળ) પણ સૂર્યાદિ ક્રિયાથી જે વિશિષ્ટ છે તે જ છે. તેથી અધ્ધાકાળ પણ દ્રવ્યથી જુદો નથી. કારણ કે જે આકાશખંડ સ્વયં સૂર્ય વડે અને સ્વયં અંશુઓ વડે સંયુક્ત છે તેનું દિવસ એવું નામ છે, અને આનાથી જે અન્ય છે તે રાત છે. તે અહોરાત્ર(દિવસ અને રાત)નો પરમ સૂક્ષ્મ, જેનો વિચ્છેદ-નાશ થઈ શકે નહીં એવો કોઈ અતિભાગી ભાગ છે તે સમય કહેવાય છે. આ સમયનો જે સમુદાય વિશેષ છે તે આવલિકા વગેરે કહેવાય છે. તે આ સમય વગેરે અદ્ધાકાળ છે જે સમયક્ષેત્રમાં છે. આ દ્રવ્યકાળથી વ્યતિરિક્ત જુદો નથી. આ પ્રમાણે દ્રવ્ય નય કે જે પ્રથમ ઉપન્યસ્ત પર્યાય નયના વિરોધીપણે પ્રવર્તે છે-વિરોધી છે. અર્થાત્ પહેલા ભેદ વિશેષગ્રાહી નયથી કાળનું નિરૂપણ કર્યું હતું તેનો દ્રવ્યનય વિરોધ કરે છે. આ એકલો દ્રવ્યાર્થિક નય સકળ વસ્તુના સદ્ભાવના પ્રતિપાદન માટે અસમર્થ જ છે. સમસ્ત વસ્તુનું પ્રતિપાદન તો ઉભય નય લઈએ તો જ થાય. ઉભય નયથી વસ્તુનો સ્વભાવ પ્રતિપાદન કરાય તો જ વસ્તુનું પ્રતિપાદન નિરવદ્ય-નિર્દોષ બને છે. સૂત્રમાં એક મતનો ઉપન્યાસ કરતાં પૂ. સૂત્રકાર મહારાજનો પણ આ જ અભિપ્રાય છે. સૂત્રમાં સૂત્રકાર મહારાજે “ત્યે કહ્યું. એટલે આ પ્રમાણે “વે કેટલાક આચાર્યો કહે છે અને વળી બીજા આચાર્યો બીજી રીતે કહે છે. અર્થાતુ કેટલાક આચાર્યો દ્રવ્યનયને પ્રધાન રાખીને કાળને દ્રવ્ય કહે છે, જ્યારે આચાર્યો પર્યાય નયને પ્રધાન રાખીને કાળને પર્યાય કહે છે. ...પણ... આપણે બંને નયથી નિરૂપણ કરવું જોઈએ. કેમ કે સામગ્રીમાં જ એટલે કે બંને નયોથી વિચારણા થાય તો જ સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ બીજા કોઈ પ્રકારથી થતું નથી. આ પ્રમાણે પ્રસિદ્ધ એવા કાળદ્રવ્યથી વર્ચે વર્તે છે અને વર્તશે. આ વિષયને કરનારો અનેક પ્રકારનો વ્યવહાર પ્રતીયમાન થાય છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૯ ૫૬૭ અવતરણિકા : દ્રવ્યના લક્ષણના અધિકારમાં આ ૩૮મા સૂત્રમાં ‘કાળ એ દ્રવ્ય છે'. આ પ્રમાણે પ્રતિપાદન કરવાની ઇચ્છાથી “તàત્યે આ સૂત્ર કહ્યું... અને આ કાળ દ્રવ્ય છે તો એના દ્વારા ઉપકાર થવો જ જોઈએ. તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ઉપકાર બતાવતા ઉપકારના જ પ્રકરણમાં કાળનો ઉપકાર ‘વર્તનાદિ’ છે તે પ્રમાણે પહેલા જ પ્રતિપાદન કર્યું છે. તથા ધર્માદિ દ્રવ્યોના અસંખ્યાત પ્રદેશો છે તે પ્રમાણે ...ધર્મધર્મયોઃ’ ઇત્યાદિ સૂત્રના સમુદાય વડે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પ્રદેશનું પરિમાણ કર્યું છે. આ કાળદ્રવ્યનું પ્રદેશનું પરિમાણ કહ્યું નથી. તો તે કાળદ્રવ્યમાં તે પ્રદેશપરિમાણની વિવક્ષાથી આ નવું સૂત્ર કહેવાય છે ‘સોડનન્તસમયઃ' અથવા કાળ દ્રવ્યને કેટલાક એકાંતથી એક અપરિણામી ઇચ્છે છે માને છે. તે એકાંતમતને દૂર કરતા પૂ સૂત્રકાર મ. સૂત્રરચના કરે છે કે— સોનાન્તસમયઃ ॥ ૧-૩૧ ॥ સૂત્રાર્થ :- તે કાળ અનંતસમયરૂપ છે. -- ટીકા :- સૂત્રમાં જે “સો એટલે કે “સ' છે તે આ સૂત્રની પહેલાના સૂત્રમાં જે કાળ નામનું દ્રવ્યવિશેષ કહ્યું છે તેનું ગ્રહણ કરે છે. તે કાળ અનંત સમયવાળો અને પરિણામી છે. તેમાં જેનો વિભાગ થઈ શકે નહીં એવો અને પરમ નિરુદ્ધ એવો જે કાળ છે તે સમય છે. તે સમય કાળનો (કાળદ્રવ્યનો) અવયવ છે. અને તે સમયરૂપ કાળ એ ગૌણ-ઔપચારિક નથી કિંતુ પારમાર્થિક છે. સૂત્રમાં જે ‘અનંત’ શબ્દ છે તે સંખ્યાને કહેનારો છે. ‘અનંતા સમયો એ જ પર્યાયો છે—વિશેષો છે જેના તે અનંતસમયવાળો છે.' આ રીતે ‘અનન્તસમય:' સૂત્રના આ સામાસિક શબ્દનો અર્થ છે. સંપૂર્ણ સૂત્રના અર્થનું ઘટન આ પ્રમાણે છે કે— ‘પૂર્વમાં કહેલ તે કાળ દ્રવ્ય અનંત સમયવાળું છે.' સૂત્ર-૩૭માં દ્રવ્યનું લક્ષણ બતાવતાં કહ્યું કે—‘ગુણપર્યાયવાળું' હોય તે દ્રવ્ય કહેવાય. તો કાળ એ દ્રવ્ય છે. અનંતા સમયરૂપ પર્યાયવાળું છે. તેથી દ્રવ્યનું લક્ષણ એમાં ઘટી જાય છે. સર્વ દ્રવ્ય અનંતપર્યાયવાળું જ ઇષ્ટ છે. તે પર્યાયો બે પ્રકારે છે : (૧) સ્વ પર્યાય (૨) ૫૨ પર્યાય એક દ્રવ્યના સ્વપર્યાય અને પર પર્યાય આવા ભેદવાળા અનંતા પર્યાયો હોય છે. દા. ત. જેમ એક પરમાણુ છે. તેના શુક્લ (વર્ણ), સુરભિ (ગંધ), તિક્ત (રસ) વગેરે પર્યાયો છે તે સ્વપર્યાયો છે અને તે પરમાણુ વ્યક્તિથી બીજા પરમાણુ દ્રવ્યમાં રહેલ સંસ્થાન અને Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ તત્ત્વાર્થ સૂત્ર વર્ણાદિ એ પરપર્યાય છે. તેવી રીતે અનંત પ્રદેશવાળા વર્તનાદિ લક્ષણવાળા એક કાળ દ્રવ્યના બીજા પણ સત્ત્વ, શેયત્વ, દ્રવ્યત્વ, કાલ– વગેરે અર્થપર્યાયો અને અતીત, વર્તમાન અને અનાગત શબ્દોથી વાચ્ય પરિણામવિશેષ એવા વચનપર્યાયો અનંતા જ છે. આ જ વાતને પૂ. સૂત્રકાર મ. ભાષ્યથી સ્પષ્ટ કરે છે. ભાષ્ય - તે આ કાળ અનંત સમયવાળો છે. તેમાં વર્તમાન સમય એક જ છે, તથા અતીતકાળ અને અનાગતકાળ અનંત છે. ટીકા :- અહીં ભાષ્યમાં રહેલો સ ચાલુ વાતને ગ્રહણ કરનાર છે. અહીં કાળનું પ્રકરણ છે તેથી એ સર્વનામ હોવાથી ભાષ્યમાં રહેલા “પુષ' શબ્દથી કાળનું જ અનુસંધાન થાય છે... અને જે “ર શબ્દ છે તેનો અર્થ હેતુ છે. એટલે “જે કારણથી અનંત સમયવાળો છે તેથી તે આ કાળ પરિણામી છે.” અનાદિ અનંત એવી સમયની પરંપરામાં સંખ્યાનો નિર્દેશ થઈ શકે નહીં તેથી વિશિષ્ટ સંખ્યાના નિરૂપણ માટે પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં “અનંત સમય' આ શબ્દથી સમયની અનંત સંખ્યા કહી છે. એટલે કાળ પ્રદેશવાળો છે. કેમ કે કાળ એ દ્રવ્ય છે. દા. ત. જેમ આત્મા અને આકાશ એ દ્રવ્ય છે તો પ્રદેશવાળા છે તેવી રીતે કાળ પણ દ્રવ્ય છે તો સપ્રદેશ છે.. અને પ્રદેશવાળો છે તેથી આકાશ અને આત્માની જેમ કાળ પરિણામી પણ છે. હવે ભાષ્યની બીજી પંક્તિનો અર્થ વિચારીએ છીએ. તત્ર તે કાળ દ્રવ્યમાં જે વર્તમાન છે તે સમયરૂપ એક જ પ્રદેશ છે. તે સમય કેવો છે? તિર્યમ્ અઢી દ્વીપ અને બે સમુદ્ર વ્યાપી છે. ઊર્ધ્વ ૯૦૦ યોજન અને અધો ૯૦૦ યોજન આમ ઊર્ધ્વ અને અધોલોકમાં ૧૮૦૦ યોજન પ્રમાણ છે. કાળના છેદથી અનવયવ છે. ક્ષેત્રના છેદથી પણ અનવયવ હોવા છતાં કલ્પિત અવયવવાળો છે. ભાવભેદથી વિકલ્પ સાવયવ છે. તે આ રીતે બાકીનાં દ્રવ્યોને ઉપકારક છે. શેષ દ્રવ્યો ઉપકાર્ય છે અને આ ઉપકારક છે એટલે બાકીનાં દ્રવ્યો સાથે ઉપકાર્ય ઉપકારક ભાવ હોવાથી સાવયવ છે અને પોતાનામાં રહેલ અગુરુલઘુ પરિણામથી અનવયવ છે. જોકે આ કોઈ અમારો એકાંત આગ્રહ નથી કે કાળ અનવયવ જ છે. કિંતુ વિભજય અને અવિભય પદાર્થના કથનથી અર્પિતાનર્પિતથી સિદ્ધિ થતી હોવાથી કાળથી અને દ્રવ્યથી અર્પિત Page #578 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૯ ૫૬૯ - કરીએ ત્યારે અનવયવ છે. કેમ કે ઉત્પત્તિ પછી વિનાશી છે. એક સમયના કાળકૃત વિભાગો છે જ નહીં. એટલે કાળથી અર્પિત કરીએ ત્યારે અનવયવ છે. જેમ કાળકૃત દેશથી અનવયવ છે એ પ્રમાણે દ્રવ્યકૃત દેશોથી પણ અનવયવ છે. ક્ષેત્રથી અને ભાવથી સાવયવ જ છે. એટલે વર્તમાન સમય એકાંતે અનવયવ નથી. ઉત્પદ્યમાન (વર્તમાન) સમય એ પરિણામી કારણ છે અને અતીત સમય એ કાર્ય છે. આ વર્તમાન અવસ્થાનો અનુભવ કરીને વૃત્ત (અતીત) પર્યાયનો અનુભવ કરશે ... અને વર્તમાનપણાને પામેલો છે આથી વર્તશે પણ..... આ પ્રમાણે એક એક સમયની દ્રવ્યતા છે. અર્થાત્ એક એક સમયે વર્તમાનાદિ પર્યાયવાળો છે. અને વર્તમાન સમય પર્યાયવાળો હોવાથી “પર્યાયવદ્ દ્રવ્ય ...' આ લક્ષણ ઘટે છે. આથી પ્રદેશરૂપ અવયવનું બહુપણું છે. કાળના પ્રદેશરૂપ અવયવો ઘણા છે. તેથી કાય” શબ્દથી વ્યપદેશ્ય પણ બની શકે પણ કાળદ્રવ્યના પ્રદેશરૂપ અવયવોથી કાયતા નથી. કેમ કે રૂઢિથી પાંચ અસ્તિકાયોથી જ પ્રવચનમાં વ્યવહાર છે. આગમનો વ્યવહાર છે એમ કહીને કાળની અસ્તિકાયનાનો અપદ્વવ કરી શકતા નથી. કેમ કે આગમમાં તો કોઈ સ્થળે નિત્યતાનો વ્યવહાર છે ને કોઈ ઠેકાણે અનિત્યતાનો વ્યવહાર છે. એકાંતથી નિત્ય અને એકાંતથી અનિત્ય માનવું એ યુક્ત નથી. મતલબ આગમને લઈને એકાંતથી કાળમાં અસ્તિકાયતા નથી. અથવા અસ્તિકાયતા છે જ આવું એકાંત નિરૂપણ કરી શકાય નહિ. હવે આ પ્રસંગથી સરો. હવે આપણે ચાલુ વિષયને અનુસરીએ છીએ. ભાષ્યની બીજી પંક્તિની વિચારણા શરૂ કરી હતી કે વર્તમાન એક સમય છે.' આ પ્રમાણે નિરૂપણ કરીને હવે એ જ પ્રમાણે અતીત અને અનાગત કાળની સમયરાશિની કેટલી સંખ્યા છે તેના નિરૂપણ માટે આગળનું ભાષ્ય રચ્યું છે તે આ પ્રમાણે – “અતીત અને અનાગત કાળની સમયરાશિમયો અનંતા છે’.. વર્તમાનની અવધિવાળા અતીત સમયો સાંત છે અને સંતતિથી અનાદિ છે માટે અનંતા છે. તે પ્રમાણે વર્તમાનની અવધિવાળા અનાગત સમયો સાદિ છે અને સંતતિથી જ અંતથી રહિત છે માટે અનંતા છે. ભાષ્યમાં રહેલ “આનન્ય' શબ્દ અનંત શબ્દને ભાવમાં ય પ્રત્યય લાગવાથી બન્યો છે. આનન્ય' એ સંખ્યાવાચી ગુણ છે. આ “આનન્ય' એ સંખ્યય સંખ્યા કે અસંખ્યય સંખ્યાનું નામ નથી કિંતુ અનંત સંખ્યાનું Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ તત્ત્વાર્થ સૂત્ર જ નામ છે. શબ્દનો અર્થ સમુચ્ચય છે. એટલે અતીતકાળ અને અનાગતકાળની સમયરાશિસમયની સંખ્યા અનંત છે. ' આ અતીતકાળ અને અનાગતકાળ ધર્માસ્તિકાયાદિથી અલ્પબહત્વની વિચારણામાં જ જુદા જ કહેલા છે પણ પંચાસ્તિકાયના ધર્મપણ કહ્યો નથી. અર્થાત પાંચ અસ્તિકાયના પર્યાયરૂપે કહ્યો નથી. સ્વતંત્રકાળ દ્રવ્ય કહ્યું છે. હવે અલ્પબદુત્વની વિચારણામાં કાળને જુદો બતાવ્યો છે તે બતાવે છે - અભવ્યોથી અનંતગુણા સિદ્ધો છે. સિદ્ધોથી અતીત સમયની રાશિ અસંખ્યાતગુણ છે. આ અતીત સમયની સંખ્યાથી ભવ્યો અનંતગુણા છે. આ ભવ્યોથી અનામત કાળના સમયો અનંતગુણા છે. આ અલ્પબદુત્વ ત્યારે ઘટી શકે કે જયારે પાંચ અસ્તિકાય અને કાળ દ્રવ્ય જુદા માનવામાં આવે. માટે કાળ દ્રવ્ય પૃથ છે એવું સ્વીકારવું જોઈએ. જૈન શાસનમાં બે નયથી વિચારવું જોઈએ. પર્યાય નયથી કાળ એ જીવાજીવાત્મક હોવાથી પર્યાય છે અને દ્રવ્યાર્થિક નયથી કાળ એ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય જ નથી આવું એકાંતથી પ્રતિપાદન થાય નહીં અને કાળ એ પર્યાય જ છે. આ પ્રમાણે પણ એકાંતથી પ્રતિપાદન થાય નહીં. કથંચિત કાળ એ દ્રવ્ય છે અને કથંચિત કાળ એ પર્યાય છે. એટલે કાળમાં દ્રવ્યતા અને પર્યાયતા સાપેક્ષ છે. અવતરણિકા ભાષ્ય :- અહીં આ અધ્યાયમાં સૂ. ૩૭માં તમે ગુણપર્યાયવાળું દ્રવ્ય છે' એમ કહ્યું તો તેમાં ગુણો કયા છે? આ પ્રશ્ન થયો એટલે હવે તેનો જવાબ અપાય છે. ટીકા - ભાષ્યમાં “ગઢાદ...” આ વાક્યથી સંબંધ જણાવે છે. દ્રવ્યનો અધિકાર હોવાથી પર્યાય સહિત કાળ દ્રવ્યને કહીને ગુણ અને પર્યાયના સ્વરૂપનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર બીજા પાસે પ્રશ્ન કરાવે છે કે તમે ગુણ, પર્યાયનું પરિણામી કારણ દ્રવ્ય છે એમ બતાવ્યું તેમાં ગુણો કોણ કહેવાય કે જે ગુણો વડે દ્રવ્ય ગુણવાળું કહેવાય છે ? અહીં કોઈ પ્રશ્ન કરે કે દ્રવ્યના લક્ષણમાં ગુણ અને પર્યાય બે છે તો એકલા ગુણનો જ પ્રશ્ન કેમ કર્યો ? પર્યાયનો પ્રશ્ન કેમ ન કર્યો ? તેના જવાબમાં કહે છે કે–અહીં ગુણના ગ્રહણથી પર્યાયો પણ ગ્રહણ કરેલા સમજી લેવા જેથી પર્યાયનો જુદો પ્રશ્ન નથી કર્યો અને પૂર્વમાં ગુણ અને પર્યાય એક છે એમ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. માટે ગુણનો પ્રશ્ન કર્યો છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ઃ સૂત્ર-૪૦ ૫૭૧ આ પ્રમાણે કહે છતે પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પૂ. આચાર્ય ભગવંત ફરમાવે છે કે – અહીં કહેવાય છે.....શું...? ગુણનું સ્વરૂપ કહેવાય છે. જેવા દ્રવ્યના ગુણો છે તેવા ગુણોનું પ્રતિપાદન કરાય છે... આ પ્રમાણે જવાબ આપતા પૂ. સૂત્રકાર મ. નૂતન સૂત્ર ફરમાવે છે કે વ્યાશ્રયા નિરા ગુણા | ધ-૪૦ || સૂત્રાર્થ - દ્રવ્યના આશ્રયવાળા અને ગુણોના આશ્રય વગરના ગુણો છે. ટીકા :- સૂત્રમાં રહેલા “વ્યાયા' શબ્દનો વિગ્રહ બતાવી સામાસિક અર્થ કરાય છે. દ્રવ્ય માત્રા: શેષાં તે વ્યાયા. સ્થિત્યંશ એ દ્રવ્ય છે. તે (દ્રવ્ય) આશ્રય છે જેઓનો પરિણામવિશેષ ગુણોનું જે પરિણામી કારણ છે તે દ્રવ્ય ગુણોનો આશ્રય છે. અહીં પરિણામી અને પરિણામરૂપ આશ્રય-આશ્રયી ભાવ છે પણ કુંડ અને બોરની જેમ આધાર-આયરૂપ નથી. કુંડ એ બોરનો આધાર છે અને બોર આધેય છે તેવી રીતે પરિણામી અને પરિણામનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે. પ્રશ્ન - ગુણ અને ગુણી(દ્રવ્ય)નો સમવાય સંબંધ હોય છે તો શું ગુણ અને દ્રવ્યનો સમવાય સંબંધ છે ? ઉત્તર :- ના, દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ યુક્ત નથી. દ્રવ્ય અને ગુણનો સમવાય સંબંધ બની શકે નહીં, કેમ કે દ્રવ્ય અને ગુણનો આધાર-આધેય ભાવ નથી પણ આશ્રય-આશ્રયી ભાવ છે તેથી દ્રવ્ય અને ગુણનો સમવાય બની શકે નહીં. માટે પરિણામી અને પરિણામનો સમવાય સંબંધ બની શકતો નથી. આ રીતે દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ પ્રાપ્ત નથી માટે સમવાય સંબંધ તેઓનો યુક્ત નથી. આ વાત સમજાવી. છતાં અભ્યપગમવાદથી સમવાય સંબંધ સ્વીકારીએ તો શું થાય ? નીચે પ્રમાણે અનેક દોષો આવે. - જો દ્રવ્ય અને ગુણોનો સમવાય સંબંધ છે તો એ સમવાયનો ગુણ સાથે શો સંબંધ છે? સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તે શું સમવાય સંબંધ છે કે બીજો કોઈ સંબંધ છે ? જો સમવાય સંબંધ માનવામાં આવે તો તે સમવાયનો અને ગુણોનો જે સંબંધ છે તેનું શું નામ છે ? જો સમવાય સંબંધ એનું નામ છે એમ કહેશો તો અનવસ્થા આવશે. અર્થાત્ એનો શો સંબંધ છે ? એનો શો સંબંધ છે ? આ પ્રશ્નની પરંપરા જ ઊભી રહેશે પણ જવાબ નહીં Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ તત્ત્વાર્થ સૂત્ર આવે. માટે સમવાય માની શકતા નથી. જો હવે કહો કે સમવાય અને ગુણોનો બીજો સંબંધ છે તો આગમવિરોધ સ્પષ્ટ છે. આ રીતે અભ્યપગમવાદથી સમવાય સંબંધ સ્વીકારાય તો અનવસ્થા, આગમ વિરોધ આદિ અનેક દોષો આવે છે. હવે બીજી રીતે વિચાર કરીએ છીએ. સમવાયી એટલે સમવાયવાળા જે દ્રવ્ય અને ગુણ છે તેનો સમવાય સંબંધ છે. તો તે સમવાય સંબંધ દ્રવ્ય અને ગુણમાં કયા સંબંધથી રહે છે? શું સંયોગથી રહે છે કે સમવાયથી? સંયોગ સંબંધથી સમવાય દ્રવ્ય અને ગુણમાં રહી શકતો નથી. કેમ કે સમવાય એ દ્રવ્ય નથી. બે દ્રવ્યોનો જ સંયોગ મનાય છે. દ્રવ્ય અને ગુણનો સંયોગ હોતો નથી. એટલે દ્રવ્ય અને ગુણમાં સમવાય સંબંધથી રહી શકતો નથી. હવે જો સમવાય સંબંધથી સમવાય દ્રવ્ય અને ગુણમાં રહે છે એમ કહો તો તે સમવાય પણ અન્ય સમવાય સંબંધથી રહે. એમ પૂર્વમાં બતાવેલી અનવસ્થા કાયમ રહે છે. (માટે પરિણામી (દ્રવ્ય) અને પરિણામ (ગુણ) વિશેષ તેનો સમવાય બની શકતો નથી. તેથી આશ્રય-આશ્રયીભાવ પરિણામી-પરિણામ સ્વરૂપ છે પણ આધાર-આયરૂપ નથી.) આ પ્રમાણે જ્યારે સમવાય ટકી શકતો નથી ત્યારે ન્યાયવાર્તિકકાર (ઉદ્યોતકર) કહે છે કે– સમવાય એ વૃત્તિ જ નથી. ક્યાંય રહેલો જ નથી. સમવાયનો કોઈ આશ્રય નથી. અનાશ્રિત જ છે. એટલે આ સંબંધ સ્વતંત્ર છે. આ વાર્તિકકારનું કથન પણ યુક્ત નથી. કેમ કે દ્રવ્ય અને ગુણમાં સમવાય કોઈ પણ સંબંધથી આશ્રિત નથી અર્થાત્ દ્રવ્ય અને ગુણ જો સમવાયનો આશ્રય કોઈ પણ સંબંધથી ન બને તો કોઈ પણ સંબંધથી ગુણ સાથે દ્રવ્ય સંબદ્ધ નહીં થાય. આમ સમવાય પદાર્થ દ્રવ્ય અને ગુણમાં અનાશ્રિત હોવાથી ઘટ-પટાદિની જેમ દ્રવ્ય અને ગુણોની સાથે અસંબદ્ધ રહેશે. જેમ ઘટનો આશ્રય પટ નથી અને પટનો આશ્રય ઘટ નથી તો ઘટ પટની સાથે, પટ ઘટની સાથે સંબદ્ધ નથી. કેમ કે ઘટ-પટનો પરસ્પર સમવાય લક્ષણ સંબંધ નથી. ૧. આગમ વિરોધ આ રીતે સમજાય છે કે–વૈશેષિકના આગમ પ્રમાણે સમવાય અને ગુણનો સ્વરૂપ સંબંધ છે અને તે સંબંધ સમવાયથી બીજો છે એમ કહીએ તો પણ બરાબર નથી. કેમ કે સ્વરૂપ સંબંધ તો આધેય-સમવાય, અધિકરણ-ગુણરૂપ જ હોવાથી ગુણ અને સમવાયનો સંબંધ પણ સમવાય પ્રતિયોગીરૂપ જ છે, અને છતાં જો ગુણ અને સમવાયનો બીજો સંબંધ-કાલિક સંયોગાદિ માને તો આગમ વિરોધ સ્વ=આધેય અધિકરણ તરૂપ જ સંબંધ=સ્વરૂપસંબંધ છે. જો સમવાય પણ દ્રવ્ય હોત તો તો તે સમવાય દ્રવ્ય-(ઘટાદ) દ્રવ્યમાં સંયોગ સંબંધથી રહી શકત પણ સમવાય પદાર્થ તો દ્રવ્ય અને ગુણાદિથી જુદો પદાર્થ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪૦ ૫૭૩ આમ કોઈ પણ રીતે સંબંધ ન મનાય તો દ્રવ્ય ગુણોની સાથે સંબદ્ધ થશે નહિ. માટે દ્રવ્ય એ પરિણમે છે અને ગુણ-પર્યાયો એ પરિણામવિશેષ છે. અને તે ગુણો નિર્ગુણ છે. શુક્લ ઘટ-કપાલ વગેરે ગુણ-પર્યાયોના બીજા ગુણ-પર્યાયો નથી. પરિણામી જે દ્રવ્ય છે તેનો શુક્લાદિ પરિણામ છે અને ઘટ-કપાલ સંસ્થાન વગેરે પરિણામ છે. પણ તે શુક્લાદિના જ બીજા શુક્લાદિ કે ઘટ-કપાલ આદિ સંસ્થાનના બીજા સંસ્થાન વગેરે પરિણામો નથી. માટે ગુણો નિર્ગુણ કહેવાય છે. આ જ અર્થને સૂત્રકાર ભાષ્ય વડે સ્કુટ કરે છે. ભાષ્ય :- દ્રવ્ય એમનો આશ્રય માટે તે દ્રવ્યાશ્રયા કહેવાય છે. એ ગુણોના ગુણો નથી માટે ગુણ. ગુણ વગરના-નિર્ગુણ કહેવાય છે. યુગપભાવી કે અયુગપલ્ફાવી ગુણ-પર્યાયરૂપ પરિણામને યોગ્ય જે દ્રવ્ય, સ્થિતિ એટલે સામાન્યરૂપ આ દ્રવ્ય ઉત્પાદવ્યયસ્વરૂપ જ્ઞાનાદિ, શુક્લાદિ, ઘટ-કળશ આદિનો આશ્રય છે. અર્થાત પરિણામી જે પદાર્થ તે દ્રવ્ય છે. કારણ કે તે દ્રવ્ય જ્ઞાનાદિ, શુક્લાદિ, ઘટ-કળશાદિપણે પરિણમે છે, અને વળી પાછો તે આકારે પાછો ફરે છે અર્થાત પાછો ટળી જાય છે અને દ્રવ્યપણે દ્રવ્ય રહે છે. તે દ્રવ્ય ગુણ અને પર્યાયરૂપ પરિણામનો આશ્રય છે માટે ગુણ અને પર્યાય વ્યાશ્રયા છે. ભાષ્યમાં પ્રથમ જે રૂતિ શબ્દ છે તેનો અર્થ એવકાર છે. એવકાર અવધારણ કરે છે કે પરિણામિ-પરિણામરૂપ જ આશ્રય-આશ્રયી ભાવ છે, બીજા કોઈ રૂપે નથી. આ પરિણામી અને પરિણામનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ વિચારી લેવો. આ બે નયથી એકત્વ અને અન્યત્વની ભજના છે. તે ભજનાવિધિનો ભાષ્યકાર ઉપન્યાસ કરે છે... ન ...ઇત્યાદિ એ જ્ઞાનાદિ અને શુક્લાદિ ગુણોના અન્ય કોઈ ગુણો નથી માટે નિર્ગુણ છે. આ વાત દ્રવ્યથી ગુણને ભિન્ન માનવામાં આવે ત્યારે બની શકે. અર્થાત્ ગુણ-ગુણીનો ભેદ હોય તો બને. આ રીતે ગુણ-ગુણીનો ભેદ છે. પરંતુ તે ગુણ-ગુણીનો એકાંતથી ભેદ નથી. અહીં ભાષ્યમાં (બીજો) રૂતિ શબ્દ છે તે અભેદ નયના ઉપન્યાસ માટે છે. આનાથી દ્રવ્ય અને ગુણનો અભેદ બતાવે છે. - ‘ન મુII: સનતીતિ' આ વાકય ભેદનયપ્રધાન છે. પરંતુ ભેદ જ પરમાર્થ છે એવો જૈન સિદ્ધાંત નથી. કેમ કે જૈન સિદ્ધાંત સકળ વસ્તુ ભેદભેદરૂપ સ્વીકારે છે. આથી જયારે દ્રવ્ય જ જ્ઞાનાદિરૂપે અથવા શુક્લાદિરૂપે તેવું પરિણત થાય છે ત્યારે દ્રવ્યનું તાદાભ્યપણું હોવાથી ગુણોનું સ્વરૂપ ભિન્ન નથી. આ રીતે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી અનન્યપણું-અભેદ જ નૈર્ગુણ્ય છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ તત્ત્વાર્થ સૂત્ર પર્યાયનયની વિવક્ષામાં તો પર્યાયનયની પ્રધાનતા હોવાથી ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે કે – પ્રશ્ન :- સતુ ગુણોનું નિર્ગુણપણું ચિંતવો છો પણ અત્યંત શુદ્ધ દ્રવ્યાસ્તિક નયના પક્ષમાં ગુણો જ નથી તો પછી ગુણોનું અનન્યપણું અભેદ દ્રવ્ય સાથે કહો છો તે કેવી રીતે ? ઉત્તર :- ગુણો નથી આ વાત યુક્ત નથી. ગુણો સત્ છે પરંતુ દ્રવ્યથી અતિરિક્ત-ભિન્ન નથી. અભિન્ન છે. જો તે દ્રવ્ય શુક્લાકારથી પરિણમે છે ત્યારે કૃષ્ણાકાર પરિણામ નથી એટલે ગુણોનું નિર્ગુણપણું સ્પષ્ટ છે. અવતરણિકા ભાષ્ય :- અહીં “મન્નાહ ૩૪ જવતા' (સૂ. ૩૬)" આ વાક્યથી સંબંધ બતાવતાં કહે છે આપે કહ્યું કે_બંધમાં સમ અને અધિક પરિણામિક છે તો તેમાં પરિણામ એ શું છે? અહીં એના જવાબમાં કહે છે કે – ટીકા- “અહીં તમે કહ્યું છે' ઈત્યાદિ વાક્યરચનાથી ભાષ્યકાર સંબંધ કહે છે કે તમે બંધમાં સમ અને અધિક પારિણામિક છે અર્થાત્ તુલ્ય, તુલ્ય ગુણનો પરિણામ કરે છે, હીન ગુણનો અધિક ગુણ પરિણામ કરે છે તથા નામાદિ સૂત્રના ભાષ્યમાં આ કહ્યું છે કે – ભાવથી ધર્માદિ દ્રવ્યો ગુણ અને પર્યાય સહિત પ્રાપ્તિ-લક્ષણ-પરિણામ લક્ષણવાળા કહેવાશે. પ્રાપ્તિ એટલે પરિણામ' એવો અર્થ સમજવો. અને તે પરિણામ સકળ દ્રવ્યનો વિષય જ છે. પૂછવાની ઇચ્છાવાળો પૂછે છે કે–સૂત્રમાં કે ભાષ્યમાં તમે જે પરિણામ શબ્દનો પ્રયોગ કરો છો તે “પરિણામ' શબ્દનો વાચ્યાર્થ શું છે કે જેને લઈને આ કહ્યું કે–સમગુણવાળો કે અધિક ગુણવાળો પરિણામને પ્રાપ્ત કરે છે. પ્રશ્નકાર એમ સમજીને પૂછી રહ્યો છે કે–બીજા કોઈ પરિણામને પેદા કરે છે કે તે જ દ્રવ્યવિશેષ સ્વરૂપને નહીં ત્યજતા–છોડતા વૈશિસ્ત્રને પ્રાપ્ત કરતા તેવા થાય છે ? આ પ્રમાણે સંદેહ ભજનારાએ પૂછ્યું ત્યારે ભાષ્યકાર કહે છે કે –“અહીં કહેવાય છે? શું કહેવાય છે ?....તે જે પૂછ્યું તે....શું પૂછ્યું..? પાંચ પ્રકારના કે છ પ્રકારના ધર્માદિ દ્રવ્યોના પરિણામનો સદ્ભાવ'... ૧. તત્ત્વાર્થ...અધ્યાય-૧, સૂત્ર-૫. ૨. ધવને પાવ: એ દત્તનો કર્તા દ્રવ્ય છે અને તેથી સિદ્ધહેમ વ્યાકરણના ‘તરિ સૂત્રથી દ્રવ્યને કર્તામાં છઠ્ઠી વિભક્તિ છે. તસ્વ-દ્રવ્ય. Page #584 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સુત્ર-૪૧ ૫૭૫ તદ્ધવિઃ પરિમ: || ૧-૪૨ .. સૂત્રાર્થ :- તેનો (દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ એ પરિણામ છે. ટીકા - તેનો ભાવ તે તભાવ છે. “તેનો” આ શબ્દનો સંબંધ છ દ્રવ્યની સાથે છે. કારણ કે તે જ ધર્માદિ દ્રવ્ય ગતિ, સ્થિતિ, અવગાહ, શરીરાદિ, જ્ઞાનાદિ, વૃત્ત-વર્તન અને સમયાદિ તે તે આકાર વડે થાય છે. ભાવ એટલે શું? થવું, સ્વરૂપનો લાભ-સ્વરૂપની પ્રાપ્તિ તે ભાવ એટલે પરિણામ છે. સૂત્રમાં રહેલ “તાવ' શબ્દનો વિગ્રહ છે “તશ્ય ભાવ:'. આમાં જે તત્ શબ્દને છઠ્ઠી વિભક્તિ લાગેલી છે તે કર્તામાં ષષ્ઠી છે, કેમ કે દૂ ધાતુ અકર્મક છે. કારણ કે દ્રવ્યો જ તે તે પરિણામે પરિણમે છે. એટલે એ દ્રવ્યો જ કર્તા છે. તે દ્રવ્યો કૂટસ્થ નિત્ય નથી. સર્વથા ઉત્પન્ન થતા નથી. અને સર્વથા ઉચ્છદ પણ પામતા નથી. અર્થાત્ આપેક્ષિત ઉત્પત્તિ છે અને આપેક્ષિક નાશ છે. આમ દ્રવ્ય અનુવૃત્તિરૂપ હોવાથી સામાન્યરૂપ પરિણામ છે. સર્વત્ર ગતિ-સ્થિતિ વગેરેમાં ધર્માદિ દ્રવ્ય સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય અનુવર્તમાન રહે છે. તેવા પ્રકારના ધર્માદિ દ્રવ્યોનો જે સમાન ભાવ છે. તે સામાન્ય છે. કર્તામાં ષષ્ઠી હોવાથી દ્રવ્યાદિ જ સમાન થાય છે. માટે દ્રવ્યાદિ જ સામાન્ય જ છે. તે દ્રવ્યોના ભાવરૂપ–થવારૂપ જે પરિણામ. આ જ પરિણામના સ્વરૂપને સૂત્રકાર ભાષ્ય વડે પ્રકાશિત કરે છે. ભાષ્ય :- ધર્માદિ દ્રવ્યો અને જે રીતે કહ્યા છે તે ગુણોનો અને પર્યાયોનો સ્વભાવ-સ્વતત્ત્વ એ પરિણામ છે. તે પરિણામ બે પ્રકારે છે. ટીકા - ધર્માદિ દ્રવ્યોનો' ઇત્યાદિ ભાષ્ય છે. તેમાં ધર્મ એ ગતિમાં ઉપગ્રાહક–ઉપકાર કરનાર છે અને લોકાકાશવ્યાપી છે. તે “ધર્મ જેઓની શરૂઆતમાં છે તે ધર્માદિ દ્રવ્યો. આદિ શબ્દથી અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ દ્રવ્યોનું ગ્રહણ કરવાનું છે. તેઓનો પોતાનો જે ભાવ કહો, ભૂતિ કહો, આત્મલાભ (સ્વરૂપ પ્રાપ્તિ) કહો, અવસ્થાન્તની પ્રાપ્તિ કહો તે સ્વભાવરૂપ પરિણામ છે. અર્થાત્ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ સ્વભાવ તે સ્વભાવરૂપ પરિણામ છે. પરિણામ શબ્દના અર્થ પરિ' શબ્દ વ્યાપ્તિ અર્થમાં છે. દા. ત. જેમ ફોન પરીતઃ એટલે દોષથી વ્યાપ્ત. મ'માં નામ ધાતુ છે. જેનો અર્થ પ્રહ્નત્વ થાય છે. પ્રદ્ધત્વ એટલે ઋજુપણું. સરળતા. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ એવી જ રીતે વ્યાપ્ત. શેનાથી ? ધર્માદિ દ્રવ્યોનું અવસ્થાન્તર પ્રાપ્તિ એ સ્વતત્ત્વ છે. એ સ્વભાવ અને સ્વતત્ત્વથી ઉત્પાદ અને વિનાશ વ્યાપ્ત છે. અર્થાત્ સમસ્ત સ્થિત્યંશ સામાન્ય સાથે કોઈપણ કાળે ઉત્પાદ અને વિનાશ અવ્યાપ્ત હોતો નથી. આ રીતે પરિણામ શબ્દનો એક અર્થ છે સ્વતત્ત્વથી વ્યાપ્ત... તત્ત્વાર્થ સૂત્ર પરિણામ' શબ્દનો બીજો અર્થ ‘પરિ’ એટલે સમન્તાત્—ચારે તરફથી હોવું... આ અર્થમાં પ્રયોગ બતાવે છે—દા. ત. જેમ ‘પરિવનતિ’ એટલે ચારે તરફ ખોદે છે. અર્થાત્ બધે ખોદે છે. તેમ સર્વ ઠેકાણે એટલે બધા અર્થ (પદાર્થ), અભિધાન (નામ), અને પ્રત્યય(જ્ઞાન)માં જે ‘નમન’ એ અન્વયાંશનો અનુવેધ હોય છે. તેનું નામ પરિણામ. અર્થાત્ અન્વયાંશની જે વ્યાપ્તિ છે તે પરિણામ છે. આ રીતે ‘પરિણામ' શબ્દોનો બીજો અર્થ છે સર્વત્ર અન્વયાંશની વ્યાપ્તિ... પરિણામ શબ્દનો ત્રીજો અર્થ ‘પરિ’ શબ્દનો વીપ્સા અર્થ પણ થાય છે. દા. ત. જેમ વૃક્ષ પરિસિસ્મ્રુતિ એટલે વૃક્ષે વૃક્ષે સિંચે છે. એવી રીતે અહીં ‘દ્રવ્યે દ્રવ્યે નમન' એટલે પરિણામ થાય છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં જે પરિણમન થાય છે તેનું નામ પરિણામ છે. આ રીતે પરિણામ શબ્દનો ત્રીજો અર્થ છે ‘દ્રવ્યે દ્રવ્યે નમન’. હવે ટીકાકાર મ. ભાષ્યકારે ‘સ્વમાવ’શબ્દ મૂક્યા પછી સ્વત્તત્વ શબ્દ શા માટે કહ્યો છે તે સમજાવતાં કહે છે કે— સ્વભાવ પછી સ્વતત્ત્વ શબ્દનું ગ્રહણ શા માટે ? સ્વ જે છે તે પોતાનાથી ભિન્ન પણ દેખાય છે. પોતાનાથી ભિન્ન ગાય, ભેંસ, બકરી, ઘેટી વગેરે....આ બધા પણ સ્વ કહેવાય છે. એટલે આ બધા પણ સ્વભાવો કહેવાય. તેને દૂર કરવા માટે ‘સ્વતત્ત્વ' શબ્દનો પ્રયોગ કર્યો છે. સ્વતત્ત્વ શબ્દનો અર્થ તસ્ય ભાવ: તત્ત્વમ્ તેનો જે ભાવ તે તત્ત્વ. એટલે કે ધર્માદિ દ્રવ્યોની અવસ્થાન્તરની પ્રાપ્તિ. સ્વં ચ તત્ તત્ત્વ = સ્વતત્ત્વમ્ પોતે જ તત્ત્વ તે સ્વતત્ત્વ એટલે કે ધર્માદિ દ્રવ્યનું જ પોતાનું અવસ્થાન્તર છે તે ધર્માદિનું સ્વતત્ત્વ છે. પણ અધર્માદિનું જે અવસ્થાન્તરપણું છે તે ધર્મદ્રવ્યનો પરિણામ નથી. એવી રીતે અધર્માદિ દ્રવ્યોમાં પણ પોતપોતાની અવસ્થાન્તર પ્રાપ્તિરૂપ ૧. અર્થાત્ અપેક્ષાએ હંમેશાં ઉત્પાદ અને વિનાશ હોય જ છે અને તે ઉત્પાદ-વિનાશ સ્થિતિને વ્યાપીને હોય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ અધ્યાય-૫: સૂત્ર-૪૧ પરિણાગ સમજી લેવો. કારણ કે, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના ધર્મદ્રવ્ય ગમન કરનારને ગતિના ઉપકારરૂપ આકારો વડે પરિણમે છે, અધર્મ દ્રવ્ય સ્થિર થનારને સ્થિતિના ઉપકારરૂપ આકારો વડે પરિણમે છે. અવગાહ કરનારને આકાશ પણ અવગાહદાતા તરીકે ઉપકારક બને છે, પુગલો શરીર અને શબ્દાદિરૂપે ઉપગ્રાહક બને છે, આત્મા જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ વૃત્તિ-આકારથી અને નારકાદિ ભાવથી પરિણમે છે. કાળ પણ વર્તનાદિ પરિણામથી પરિણમે છે. તથા જે રીતે કહ્યા છે તે રીતે ગુણોનું પણ એટલે કે જે પ્રકારે શુક્લાદિ અને ઘટ, કપાલાદિ એક જાતિવાળા હોવાથી પરિણામરૂપે કહ્યા છે તે રીતે પરિણમે છે. (ગુણ અને પર્યાય જુદા નથી) શુક્લાદિ રૂપ ગુણો અને ઘટ-કપાલાદિ પર્યાયો ભિન્નજાતિપણે જુદા છે એવું નથી. અર્થાત્ ગુણો અને પર્યાયો પૃથક પૃથફ નથી. તેથી જ અહીં ભાષ્યમાં પર્યાયનું ગ્રહણ કર્યું નથી. કારણ કે ગુણ અને પર્યાયનું એકપણું છે. તે શુક્લાદિ ગુણો કૃષ્ણાદિરૂપે પરિણમે છે પણ વર્ણાદિપણાને છોડતા નથી. એવી રીતે ઘટ પર્યાય પણ કપાલની અવસ્થાને પ્રાપ્ત કરનારો માટીના સ્વભાવને છોડતો નથી. એ જ રીતે કપાલાદિ પણ શંકલ, શર્કરા, પાંશુ-ધૂળ, ત્રુટિ-ત્રસરેણુ, પરમાણુરૂપે પરિણમે છે. પરમાણુઓ પણ રૂપાદિરૂપે અથવા ચણકાદિ સ્કંધરૂપે પરિણમે છે. આ પ્રમાણે દ્રવ્યો હંમેશાં સૂક્ષ્મ અને સ્થૂલભેદરૂપ ઉત્પાદ અને વ્યયરૂપે પરિણમે છે. ગુણોનો પરિણામ અર્થાત્ ગુણ પરિણમે છે એમ સ્વીકારાય તેથી એ પર્યાયરૂપ પણ છે અને આથી ગુણમાં ગુણવાનપણું અર્થથી સ્વીકૃત થઈ જાય છે. તેથી ગુણ નિર્ગુણ જ હોય છે આવો એકાંત રહેતો નથી. આ બતાવવા માટે ભાષ્યકારે ગુણાનાં પરિણામ: જે લખ્યું છે તે અનેકાંતવાદના સભાવની પ્રરૂપણા માટે છે. અથવા જેઓ (બૌદ્ધો) પદાર્થને ક્ષણિક માને છે તેઓ આ પ્રમાણે કહે છે કે ઉત્પન્ન થયા પછી તરત જ પદાર્થો નાશ પામે છે. નાશમાં કોઈ પણ હેતુની અપેક્ષા કરતા નથી. સ્વાત્મલાભ પછી અર્થાત્ સ્વરૂપની પ્રાપ્તિ પછી તરત જ ક્ષય થવો એ જ વિનાશક્ષણ કહેવાય છે. નિરક્તના વિધાનથી અને તેના યોગથી ક્ષણિક કહેવાય છે. શ્લોકાર્થ - “નિરુક્તિથી અહીં ક્ષણ તે કહેવાય છે કે ઉત્પત્તિ પછી તરત જ ક્ષય થાય અને તે ક્ષય કોઈની અપેક્ષા કરતો ન હોવાથી નિહેતુ છે, તેના–ક્ષણના યોગથી ક્ષણિક કહેવાય જેમ પાણી, દીપક વગેરે પ્રતિક્ષણ સંપૂર્ણ પૂર્વના નાશના સમકાળે સમાન કાલમાં જ અન્ય અન્ય ઉત્પન્ન થાય છે એવી રીતે અન્ય પણ પર્વતાદિ સમજી લેવા. આ બધાનો પ્રતિક્ષેપ કરવા (દૂર કરવા) આ તો પરિણામ: સૂત્ર રચના છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ તત્ત્વાર્થ સૂત્ર આ રીતે “પરિણામ” ભાષ્યમાં લખ્યું છે તે (૧) સ્યાદ્વાદની પ્રરૂપણા માટે (૨) ક્ષણિક મતના નિરસન માટે છે. દીપ અને દુષ્પાદિમાં પરિણામથી અન્યથાપણું થાય છે, તે સ્વજાતિના અનુચ્છેદ વગર જ થાય છે. કોઈ પર્યાય દૂર કરીને બીજો પર્યાય પ્રગટ થાય છે. પુદ્ગલપણું અને ચેતનપણાની જાતિના અનુચ્છેદપૂર્વક–નાશ વગર જ તે તે દ્રવ્યનો તેવા પ્રકારનો પરિણામ છે તે જ અન્યત્વ બુદ્ધિનું કારણ છે. અર્થાત્ પુદ્ગલ પુદ્ગલપણાને છોડ્યા વગર પૂર્વ પર્યાયના નાશપૂર્વક ઉત્તરપર્યાયને પ્રાપ્ત કરે છે પણ પુદ્ગલપણાનો નાશ થતો નથી. આ સમજના અભાવે અન્ય અન્ય છે આવી ક્ષણિકવાદીની બુદ્ધિ છે. દા. ત. જેમ સર્પ ફણાવાળો, ફણા વગરનો, કુંડલ આકાર, પ્રસારિત આકાર આદિ અનેક અવસ્થા ધારણ કરે છે પણ એ બધા રૂપે સાપ જ પરિણમે છે. આ રીતે એક અન્વયિ દ્રવ્ય તે તે રૂપે પરિણમે છે પણ પૂર્વના ઉચ્છેદથી સર્વથા અન્યનો ઉત્પાદ નથી. આ પ્રમાણે પૂર્વમાં કહેલ વિધિથી વિસ્તારવું.... વૃત્તિના અક્ષરોનું પણ ક્ષણભંગના નિરાસ દ્વારા સમર્થન કરવું. અથવા કેટલાક પરિણામોનું લક્ષણ જુદી રીતે કહે છે. અવસ્થિત દ્રવ્યના ધર્માન્તરની નિવૃત્તિ અને અવસ્થિત દ્રવ્યના ધર્માન્તરનો જે પ્રાદુર્ભાવ તે પરિણામ છે. અર્થાત અવસ્થિત દ્રવ્યનો નાશ અને ઉત્પાદ તે પરિણામ છે. તેને દૂર કરવા સૂત્રકાર મ. તદ્ધાવઃ પરિણામ: કહ્યું છે. વળી જે પરિણામની વ્યાખ્યામાં દ્રવ્યને અવસ્થિત કહે છે તે જો ફૂટસ્થ વિવક્ષિત હોય તો તે દ્રવ્યના જે ઉત્પાદ અને વિનાશરૂપ ધર્મા છે તે ઉત્પાદ અને વિનાશ આકારથી ઉત્પન્ન થઈ શકે નહિ. કેમ કે દ્રવ્ય તો અવસ્થિત જ છે. દ્રવ્ય અવસ્થિત હોવા છતાં ધર્મ પ્રગટ થાય અને બીજો ધર્મ તિરોભૂત થાય તેવા પ્રકારનું પણ છે. અર્થાત્ દ્રવ્ય અવસ્થિત હોવા છતાં તેવું પણ છે એ શ્રદ્ધાથી જ સ્વીકારી શકાય. કેમ કે દ્રવ્યથી જુદા ધર્મો જ પેદા થાય છે અને નાશ પામે છે. જો દ્રવ્યથી અભિન્ન ધર્મો છે એમ માનવામાં આવે તો ઉત્પાદમાં અને વિનાશમાં દ્રવ્યને પણ તેવા જ થવું જોઈએ. અર્થાત્ દ્રવ્ય પણ ઉત્પન્ન થવું જોઈએ અને નાશ પામવું જોઈએ. માટે (ફૂટસ્થ) અવસ્થિતપણું દ્રવ્યનું નથી. આથી તદ્ભાવરૂપ જ પરિણામ સ્વીકારવો જોઈએ. તે દ્રવ્ય જ તે તે રૂપે પરિણમે છે અથવા ગુણ તે તે રૂપે પરિણમે છે. ૧. સત્વ-વ્યય-ધ્રૌવ્યયુ$ સત્ તત્ત્વા અધ્યા. ૫, સૂ. ૨૯ જોવું. Page #588 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪૨ ૫૭૯ સ્વનો ભાવ એટલે સ્વભાવ. સ્વ એ જ તત્ત્વ એટલે સ્વતત્ત્વ. એ જ પરિણામી દ્રવ્યનો પરિણામ છે. માટે પરિણામનું આ જ લક્ષણ નિર્દોષ છે. - અવતરણિકા - તે પરિણામ બે પ્રકારે છે' આ વાક્ય દ્વારા ભાષ્યકાર સૂત્ર-૪૨નો સંબંધ કહે છે. જે અનંતર સૂત્રમાં કહ્યો તે જ પરિણામ યથાર્થપણાની ઉપલબ્ધિનું નિમિત્ત છે તેથી “જેના બે પ્રકાર હોય તે’ દ્વિવિધ એટલે તે પરિણામ બે પ્રકારે છે. તો તે બે પ્રકાર કયા છે? નાવિવાહિમાંશ છે -૪૨ . સૂત્રાર્થ - પરિણામ અનાદિ અને આદિમાન્ (નવો બનતો) એ બે પ્રકારે છે. ટીકા :- અનાદિ એટલે શું ? અવિદ્યમાન જેની આદિ હોય તે અનાદિ કહેવાય છે. જેની શરૂઆત ન હોય તે. જે પરિણામનો આરંભ પ્રથમ ન હોય તે અનાદિ પરિણામ છે. આદિમાન એટલે શું? પહેલા હોય નહીં ને પછી હોય તે આદિ છે. તે આદિવાળો હોય તે આદિમાનું કહેવાય. પ્રથમ આરંભની પ્રવૃત્તિ હોય તે આદિમાનું એટલે આદિ પરિણામ છે. સૂત્રમાં જે “ર શબ્દ છે તે પરિણામ એ જ પ્રકારનો છે એના ઉપસંહાર માટે છે અથવા એનો અર્થ સમુચ્ચય છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે – પ્રશ્ન :- આ અનાદિ પરિણામ ક્યાં છે? કોનામાં છે? અને આદિમાનું પરિણામ ક્યાં છે? અર્થાત્ કોનામાં છે? આ પ્રશ્નના જવાબરૂપે વિભાગથી સૂત્રકાર ભાષ્ય દ્વારા નિરૂપે છે. ભાષ્ય :-- તેમાં (બમાં) અનાદિ પરિણામ અરૂપી એવા ધર્મ, અધર્મ, આકાશ અને જીવમાં છે. ટીકા - તેમાં અનાદિ અને દિમાન આ બે પરિણામમાં અનાદિ પરિણામ અરૂપી ધર્મ, અધર્મ, આકાશ અને જીવોમાં હોય છે. “હોય છે' આ અર્થનું ક્રિયાપદ ભાષ્યકારે મૂક્યું નથી તેથી ભવતિ' એ ક્રિયાપદ અધ્યાહાર સમજી લેવું. ભાષ્યમાં જે સૂત શબ્દ છે તે “અલ્યુચ્ચય' (ઉમેરવાના) અર્થમાં છે. તેથી અહીં કાળદ્રવ્યનો ઉમેરો કરવો તે કેવી રીતે છે તે ખુદ ટીકાકાર બતાવે છે કે અને કાળદ્રવ્યમાં અનાદિ પરિણામ છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર તેમાં ધર્મ દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશવત્ત્વ, લોકાકાશવ્યાપીપણું, અમૂર્તત્વ, ગમન કરનારની ગમનક્રિયામાં અપેક્ષાકારણપણું, અગુરુલઘુત્વ આદિ અનાદિ પરિણામ છે. ૫૮૦ વળી અધર્મ દ્રવ્યમાં એ અનાદિ પરિણામોમાં સ્થિતિ કરનારને સ્થિતિમાં અપેક્ષાકારણપણું એ વિશેષ છે. અને બાકીનાં પરિણામો ધર્મદ્રવ્યના સમાન છે. આત્માનાં પણ એ અનાદિ પરિણામો છે. ફક્ત ગતિ અને સ્થિતિમાં આત્મા અપેક્ષાકારણ નથી. એટલે અપેક્ષાકારણ રહિત ધર્મ અને અધર્મના જે અનાદિ પરિણામો છે. તે આત્મામાં છે. અને બીજાં જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે અધિક અનાદિ પરિણામો આત્મામાં છે. આકાશનાં અનંત પ્રદેશીપણું, અમૂર્તત્વ, અગુરુલઘુપર્યાયત્વ, અવગાહ લેનારને અવગાહદાતાપણું વગેરે અનાદિ પરિણામો છે. કાળનાં વર્તમાન આદિ અનાદિ પરિણામો છે. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોમાં અનાદિ પરિણામ છે. ભાષ્યકારે ‘અરૂપી' શબ્દ વાપર્યો છે. તેમાં જે રૂપ શબ્દ છે તે મૂર્તિ અર્થને કહેનાર છે. અને મૂર્તિ એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. અવતરણિકા હવે રૂપી દ્રવ્યોમાં—પરમાણુ વગેરેમાં શું અનાદિ પરિણામ છે કે આદિમાન્ પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. આના જવાબમાં સૂત્રકાર કહે છે કે— રૂપિથ્વામિાન્ ॥ ૧-૪રૂ II સૂત્રાર્થ :- રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે. ટીકા :- સૂત્રમાં રૂપ શબ્દનું ગ્રહણ કર્યું પણ સ્પર્શોદિ શબ્દનું ગ્રહણ કેમ ન કર્યું ? આ શંકાના સમાધાન માટે ટીકાકાર કહે છે કે—રૂપની સાથે સ્પર્શાદિ અવ્યભિચારી છે. અર્થાત્ રૂપ હોય ત્યાં સ્પર્શાદ હોય છે માટે સ્પર્શાદિનું ગ્રહણ કર્યું નથી. અને સ્પર્શ રૂપાદિની સાથે અવ્યભિચારી છે. આથી કોઈ ઠેકાણે કોઈક રૂપાદિ કોઈ વખત ઉદ્ભુતશક્તિ પ્રગટ હોય છે, કોઈ ઠેકાણે અનુભૂત શક્તિ એટલે અપ્રગટ હોય છે. જેમ લવણનો ટુકડો. અર્થાત્ મીઠાના ગાંગડામાં ગંધક્તિ અનુભૂત છે અને રૂપાદિ ઉદ્ભૂત છે. આથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિ બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણવાળાં છે. કેમ કે સ્પર્શવાળાં છે. વાયુમાં પણ સ્પર્શ પ્રત્યક્ષ દેખાય છે અને સ્પર્શ એ રૂપાદિની સાથે અવ્યભિચારી છે. એટલે જ્યાં સ્પર્શ છે ત્યાં રૂપાદિ હોય જ છે. તેમાં—પુદ્ગલોમાં ચણુકાદિ સ્કંધરૂપ શબ્દાદિ અને શુક્લ, પીતાદિ અનેક પરિણામો છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ : સૂત્ર-૪૩ તેમાં જ્યારે બે પરમાણુઓ વિસ્રસાથી ચણુક સ્કંધનો આરંભ કરે છે ત્યારે ચણુક સ્કંધ પરિણામ એ આદિમાન પરિણામ છે. આ પ્રમાણે બાકીના પણ પ્રયોગ અને વિગ્નસાથી થયેલા જેવા હોય તેવા જાણવા. આ જ વાત સૂત્રકાર ભાષ્યથી બતાવે છે. ભાષ્ય : વળી રૂપી દ્રવ્યોમાં સ્પર્શપરિણામાદિ અનેક પ્રકારે આદિમાન્ પિરણામ છે. ટીકા : રૂપ જેને હોય અથવા જેમાં હોય તે રૂપી કહેવાય. લજન્યતરસ્યાં (પા. ૫-૨૯૬) આ સૂત્રની વ્યાખ્યામાં ‘અન્યતરસ્યાં’ એ અવ્યય સમુચ્ચય અર્થમાં છે. તેથી જેમાં રૂપ હોય તે ‘રૂપવાન્’ આમ મતુર્ પ્રત્ય જ આવવો જોઈએ. આવું કોઈ કહે તો તેની તે સમજ દૂર કરવા ટીકાકાર મ. ઉદાહરણ આપે છે કે ‘રૂપિળી અપ્પા' આ પ્રયોગમાં જેમ રૂપવતી અપ્પા' આવો પ્રયોગ કર્યો નથી, મતલબ ‘રૂપવાળી કન્યા’ આમાં મતુર્ પ્રત્યય લગાવ્યો નથી પણ ફન' પ્રત્યય લગાડ્યો છે. તેમ અહીં પણ રૂપી' એવો પ્રયોગ કર્યો છે તે બરાબર છે. ૫૮૧ રૂપી રૂપ, સ્પર્શ, રસ, ગંધવાળા, દ્રુતિ લક્ષણ અને ઉત્પાદ અને વ્યયવાળાં દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનેક પ્રકારે આદિમાનૢ પરિણામ છે. સ્પર્શના શીતાદિ આઠ પ્રકાર છે. આ બધાને ‘તરમ્' અને ‘તમમ્' પ્રત્યય લગાડીને ટીકાકાર વિશેષ જ્ઞાન આપતાં કહે છે કે—અને શીતતર અને શીતતમાદિ શીત સ્પર્શના ભેદો પડે છે. આવી રીતે બીજા સ્પર્શોમાં પણ વિશેષ સમજી લેવું. રસના તિક્તાદિ પાંચ પ્રકાર છે. તિક્તતરાદિ તિક્ત રસના ભેદો પડે છે. એવી રીતે બીજા રસોમાં પણ સમજી લેવું. ગંધના બે પ્રકાર છે. સુરભિ અને અસુરભિ અને આ સુરભિના સુરભિતરાદિ ભેદો પડે છે. એવી રીતે અસુરભિમાં પણ અસુરભિતર, અસુરભિતમ સમજી લેવું. વર્ણ પરિણામ શુક્લાદિ ભેદથી પાંચ પ્રકારે છે, અને શુક્લાદિ, શુક્લતરાદિ એના વિશેષો છે. તેમ બીજા વર્ણોમાં પણ સમજી લેવું. ભાષ્યમાં ‘સ્પર્શપરિમાર્િ’માં જે ‘આદિ' શબ્દ છે તે આદિ શબ્દથી ચણુકાદિ સંઘાત અને ભેદરૂપ પરિણામ અને શબ્દાદિરૂપ પરિણામ સમજવો. આમ અનેક આકારવાળો પરિણામ પુદ્ગલ દ્રવ્યનો વિષય છે. જન્મથી લઈને વિનાશ સુધીના વિશેષોને સ્પર્શેલ, સ્વરૂપથી સામાન્ય અને વિશેષ ધર્મનો અધિકા૨ી તદ્ભાવ લક્ષણ પરિણામ આદિવાળો હોય છે. ભાષ્યમાં ‘તુ’ શબ્દ વિશેષણ અર્થમાં છે. અર્થાત્ વિશેષતા બતાવવા માટે છે. તે ટીકાકાર મ. બતાવે છે કે— રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં દ્રવ્યત્વ, મૂર્તત્વ, સત્ત્વાદિ અનાદિ પરિણામો પણ છે. એકલા આદિમાન પરિણામ જ છે એવું નથી આ અર્થને તુ શબ્દ વિશિષ્ટ કરે છે. સુવારિ ૭ / ૩ / ૬૨ આ સૂત્રથી ક્ષ્ પ્રત્યય લાગે. (સિદ્ધહેમ) ૧. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ તત્ત્વાર્થ સૂત્ર અથવા હું શબ્દ સમુચ્ચય અર્થમાં છે. એટલે સમુચ્ચય લઈએ તો આ રીતે અર્થ થાય કે રૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ છે અને શબ્દથી અનાદિ પરિણામ પણ છે. આ પ્રમાણે જો રૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ પણ છે તો અરૂપી દ્રવ્યોમાં પણ આદિમાન પરિણામ પણ રહો. જીવોમાં યોગ અને ઉપયોગરૂપ આદિમાન પરિણામ કહેવાશે તે છે જ. ધર્માદિ દ્રવ્યોમાં પણ આત્માની જેમ આદિમાન પરિણામ છે જ. જે સત્ છે તેનું કોણ નિવારણ કરી શકે? અર્થાત જે પદાર્થ છે તેનું કોઈ પણ નિરાકરણ કરી શકતો નથી. જેમ સ્વયં ગમન કરવાની ઇચ્છાથી ગમન કરવામાં પરિણત થયેલ ગમન કરનારને હમણાં ધર્મદ્રવ્ય ઉપગ્રાહક થાય છે, મદદગાર બને છે. આમાં ધર્મમાં જે ઉપગ્રાહકત્વ છે તે ધર્માસ્તિકાયનો પર્યાય છે. તે પર્યાય પહેલાં હતો નહીં. કેમ કે પહેલાં તે ગમન કરનારની ગતિ પરિણામનો અભાવ હતો, અને આ ઉપગ્રાહકત્વ પરિણામ હમણાં જ પેદા હોય છે માટે સાદિરેવ' આદિમાનું જ પરિણામ છે. દેવદત્તની ગતિનો ઉપરમ થાય છે ત્યારે તે ઉપગ્રાહકત્વરૂપ પરિણામ અંતવાળો છે. માટે આ ઉપગ્રાહકવરૂપ પરિણામ જન્મ અને વિનાશવાળો છે. તેથી આ ઉપગ્રાહકત્વ પરિણામ આદિમાનું છે. અને ઉપગ્રાહકત્વ એ ઉપગ્રાહ્ય સિવાય બની શકે નહીં. માટે ઉપગ્રાહ્યને લઈને જ ઉપગ્રાહકત્વરૂપ ધર્માસ્તિકાયનો પર્યાય આદિમાનું બની શકે છે, નહીં તો ન બને. એવી રીતે અધર્મ દ્રવ્ય સ્થિતિ પરિણામને ભજનાર માટે સ્થિતિમાં ઉપગ્રાહકરૂપે પરિણમે છે. આકાશ પણ અવગાહ લેનારને અવગાહરૂપે પરિણમે છે અને કાળ ભૂત અને વર્તમાન વગેરે રૂપે પરિણમે છે માટે આ બધામાં આદિમાન પરિણામ પણ છે. આ પ્રમાણે આ જે પરિણામ બતાવ્યો છે તે દ્રવ્યાર્થિક નયના વ્યાપારથી ધર્માદિ સ્વભાવ અર્થાત ધર્માદિ સ્વરૂપ છે પણ ધર્માદિથી વ્યતિરિક્ત-જુદા નથી. આ પરિણામ કોઈ ઠેકાણે વૈગ્નસિક છે, કોઈ ઠેકાણે પ્રાયોગિક છે અને કોઈક ઠેકાણે ઉભયથી થાય છે. કેમ કે સનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ છે, અને તત્ત્વની ચિંતા-વિચારણામાં ઉપચાર એ અંગભાવ-સાધનરૂપે સ્વીકારતો નથી. તેથી અમે ધર્માદિ દ્રવ્યોમાં આ પ્રમાણે આદિમાન પરિણામની અનુમોદના કરીએ છીએ, અર્થાત્ સંમત થઈએ છીએ. વળી જેઓ રૂપીમાં જ આદિમાન પરિણામ થાય છે, અમૂર્ત ધર્માદિમાં નથી થતો આવું માને છે તેઓની આ માન્યતામાં અરૂપી દ્રવ્યમાં પર્યાયના આશ્રયરૂપ (આશ્રયનો) જે વ્યવહાર છે તેનો લોપ થઈ જાય છે. અર્થાત્ અરૂપી દ્રવ્ય પર્યાયવાળા છે એ વ્યવહાર નષ્ટ થઈ જાય છે. કેમ કે જો અરૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ ન મનાય તો ઉત્પાદ-વ્યય ઘટી શકે નહીં અને આ ઘટે નહીં તો તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય જે સનું લક્ષણ છે તે ઘટી શકે નહીં. એટલે દ્રવ્ય એ પર્યાયયુક્ત જ હોય છે. પર્યાય રહિત દ્રવ્ય હોતું નથી એટલે આદિમાનું પરિણામ માનવો જ જોઈએ. Page #592 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫: સૂત્ર-૪૪ ૫૮૩ આમ અરૂપી દ્રવ્યોમાં આદિમાનું પરિણામ ન મનાય તો ઉત્પાદાદિ પરિણામ થાય નહીં, અને એ પરિણામનો અભાવ થાય તો પરિણામ વગરનાં હોવાથી અરૂપી દ્રવ્યોના સ્વરૂપનું અવધારણ થઈ શકશે નહીં એટલે અનિર્ધાર્ય સ્વભાવવાળા જ એ થશે. અર્થાત્ એમના સ્વભાવનો નિશ્ચય નહીં થાય, કેમ કે ધર્માદિ સ્વતઃ ઉત્પાદાદિ છે નહીં. મતલબ ધર્માદિમાં આદિમાનું પરિણામ ન મનાય તેથી તે ઉત્પાદાદિ પરિણામ વગરના છે અને અપરિણામી હોવાથી સ્વતઃ ઉત્પાદ-વ્યય-પરિણામથી શૂન્ય છે. આથી તેમના સ્વભાવનો નિશ્ચય નહીં થાય. માટે સર્વ પદાર્થોમાં કેટલાંક અનાદિ પરિણામો છે અને કેટલાંક આદિમાનું પરિણામો છે. આમ માનવું એ ન્યાય છે. તો પ્રશ્ન થાય છે કે સૂત્રકારે “રૂપિષ આદિમાનું આ પ્રમાણે સૂત્ર શા માટે બનાવ્યું? ટીકાકાર તેને સમજાવતાં કહી રહ્યા છે કે સૂત્રકારે ભજના બતાવવા માટે આ રીતે સૂત્રરચના કરી છે. અવતરણિકા :જે હમણાં જ કહ્યું કે અનાદિ અને આદિમાનું પરિણામો રૂપી અને અરૂપી ધર્માદિ સર્વમાં હોય છે. તો તે બતાવવા માટે અમૂર્ત એવા એક દ્રવ્યને ઉદ્દેશીને લઈને આદિમાનું પરિણામનો નિર્દેશ કરવાની ઇચ્છાથી કહે છે– योगोपयोगी जीवेषु ॥ ५-४४ ॥ સૂત્રાર્થ : જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાનુ છે.. ટીકા : આ સૂત્રની પહેલાના સૂત્રમાં “આદિમાન શબ્દ છે તેની અનુવૃત્તિ કરવી. એટલે આ સૂત્રની સાથે એ શબ્દ જોડવો. મતલબ યોગ અને ઉપયોગ એ આદિમાનું પરિણામ છે. એટલે યોગ અને ઉપયોગનું “આદિમાનું એ વિશેષણ બનાવવું. સૂત્રમાં “યોગોપયોૌ' દ્વિવચન છે એટલે “આદિમાનું જે પૂર્વસૂત્રમાં એકવચનાત્ત છે તેને અહીં દ્વિવચનાન્ત કરવો. ‘મિસ્તી મોજેપી' એટલે યોગ અને ઉપયોગ એ આદિમાનું પરિણામ છે. આવો અર્થ થાય. યોગ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ (૧) “યોજન યોગ: આ યોગ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા જૈન સિદ્ધાંતની પરિભાષા ટીકાકાર કહે છે કે – પુદ્ગલના સંબંધથી આત્માનું જે વીર્યવિશેષ તે યોગ છે.” - (૨) “પુતે વા સ યો ' જે જોડાય તે યોગ છે. કોના વડે જોડાય ? આત્મા વડે જે જોડાય તે યોગ છે. અર્થાત્ શક્તિવિશેષ પ્રાપ્ત કરાય છે. “આત્મા જે શક્તિવિશેષને પ્રાપ્ત કરે છે તે યોગ છે. અર્થાત્ કાયા, વાણી અને મનરૂપે આત્માનો જે ઉત્પાદ છે તે યોગ છે. ઉપયોગ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ (૧) “ઉપયોગને ૩પયોગ:' સમીપમાં યોજવું–જોડવું તે ઉપયોગ છે. આ ઉપયોગ Page #593 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર ૫૮૪ શબ્દની વ્યુત્પત્તિ બતાવી. હવે એનો પારિભાષિક અર્થ બતાવતાં કહે છે કે— ચૈતન્યસ્વભાવ જે આત્મા છે તેનો જ્ઞાન અને દર્શનથી પોતાના વિષયની પ્રાપ્તિ થાય એવો જે વ્યાપાર છે તે ઉપયોગ છે. આ વ્યાપાર પ્રણિધાનાદિરૂપ છે. (૨) ૩૫મુખ્યતે વા અનેન સ ૩પયોગ: જેના વડે સમીપમાં લવાય તે ઉપયોગ છે. ઉપયોગ એટલે સમાધિવિશેષ છે. તેનાથી અર્થનો જે નિશ્ચય થાય છે તે પણ ઉપયોગ છે, અને તે આકારે આત્માની જે પ્રાપ્તિ છે તે ઉપયોગ છે. સૂત્રમાં ‘યોોપયોનો’આ દ્વન્દ્વ સમાસથી નિર્દેશ કરેલ હોવાથી યોગ અને ઉપયોગ’ આવો અર્થ કરવો. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોમાં જે યોગ અને ઉપયોગ છે તે યોગ અને ઉપયોગ ક્યારે પેદા થયા ? જે કાળે જીવ એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થયો ત્યારથી. મતલબ એકેન્દ્રિયાદિપણે ઉત્પત્તિ થઈ ત્યારથી તે યોગ અને ઉપયોગ શરૂ થયા. આમ વિશેષ યોગ અને ઉપયોગ આદિમાનૢ છે. સિદ્ધ ભગવંતોમાં તો સંપૂર્ણ યોગનો ઉચ્છેદ હોવાથી ઉપયોગ જ ક્રમથી વર્તતો હોવાથી આદિમાનૢ એક ઉપયોગ પરિણામ જ હોય છે. આ જ અર્થને ભાષ્ય રચનાથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે. ભાષ્ય :- અરૂપી હોવા છતાં પણ જીવોમાં યોગ અને ઉપયોગ પરિણામ આદિમાન થાય છે. (તેમાં ઉપયોગ પહેલાં કહેલો છે અને યોગની વાત આગળ કહેશે.) ટીકા :- નીલુ ઇત્યાદિ ભાષ્યને લઈને વ્યાખ્યા કરતા પહેલાં નવું શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે કે— જે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ વડે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ છે. ભાષ્યમાં ‘નીવેષુ’માં ભાષ્યકારે જે સપ્તમી વિભક્તિનો ઉપયોગ કર્યો છે તે નિમિત્ત અર્થમાં છે. એટલે યોગ અને ઉપયોગમાં જીવ નિમિત્ત છે. એટલે જીવના નિમિત્તવાળાં યોગ અને ઉપયોગરૂપ પરિણામો આદિમાન્ પરિણામ છે, કેમ કે આત્મા તે પ્રકારે પરિણામી— પરિણામવાળો બને છે. અથવા પરિણામ પણ કથંચિત્ ભેદની વિવક્ષા કરીએ તો પોતાના પરિણામનો આધાર બની શકે જછે. મૂર્તિથી રહિત પણ તે આત્માઓમાં પરિણામ માની શકાય છે. એટલે કથંચિત્ ભેદની વિવક્ષા કરીએ તો પરિણામી અને પરિણામનો આધાર-આધેયભાવ સ્વીકારી શકાય છે. એટલે આત્મામાં યોગ અને ઉપયોગરૂપ આદિમાનૢ પરિણામ છે. ભાષ્યમાં ‘અરૂપિણુ પિ' આમાં જે અપિ શબ્દ મૂક્યો છે તેનો અર્થ અપેક્ષા છે. જેમ આ પણ જાણ્યું કે—પરમાણુ વગેરેમાં આદિમાનૢ પરિણામ છે તેમ જીવોમાં પણ આદિમાન્ Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ અધ્યાય-૫ઃ સૂત્ર-૪૪ પરિણામ સમાન છે. અરૂપિપુ'માં ન વિદ્યતે રૂ૫ થી ૪ : આ પ્રમાણે બહુવ્રીહિ સમાસથી મધુપ્રશ્નો અર્થ ઉક્ત થઈ જાય છે. તો પછી અહીં ‘મfષ' આ પ્રમાણે અને મવર્ગીય પ્રત્યય લગાડવો જોઈએ નહીં. બહુવીહિ પછી મવર્ગીય લગાડાય નહિ. તેના જવાબમાં ટીકાકાર પ્રમાણ આપે છે કે કોઈ સ્થળે બહુવ્રીહિથી ઉક્ત હોવા છતાં પણ બહુવ્રીહિનો બાધ કરીને તન્દુરુષ કરીને મત્કર્ષીય પ્રત્યય સ્વીકાર્યો છે. દા. ત. પાણિનીય વ્યાકરણકારે રૂદ્ધાઃ શનિ (અ. ૩, પા. ૨, સૂ. ૧૩) સૂત્રમાં “અડ્ડી'નો પ્રયોગ કર્યો છે તેમાં બહુવ્રીહિ સમાસને છોડીને પહેલા તપુરુષ સમાસ કર્યો છે અને પછી ફર્ પ્રત્યય લગાડ્યો છે. તેવી રીતે અહીં પણ સમજવું. અથવા મરૂપ શબ્દ એ જાતિવાચી છે અને તેનાથી તો મવર્ગીય પ્રત્યય આવી જ શકે છે, જેમ “કૃષ્ણસર્પવાનું વત્ની કાળા સર્પવાળો રાફડો. યોગ એટલે શું? તેમાં એટલે યોગ અને ઉપયોગમાં અન્યોન્ય પ્રાપ્તિરૂપ સંબંધથી આત્મા અને કાયા, વચન અને મનને યોગ્ય પુદ્ગલોની કાયાદિની મદદથી પ્રગટ થતી જે શક્તિ તે યોગ છે. ભાષ્ય :- તે યોગના પંદર ભેદ છે. ટીકા :- તે યોગ સામાન્યથી ગમનાદિ, કથન અને ચિંતન ક્રિયારૂપ છે. અર્થાત્ કાયયોગ,. વચનયોગ, અને મનોયોગરૂપ છે. વિશેષથી ૧૫ ભેદ છે. યોગના ૧૫ ભેદ કાયયોગના ૭ ભેદ :- ૧. ઔદોરિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. ઔદારિક મિશ્ર, ૫. વૈક્રિયમિશ્ર, ૬. આહારકમિશ્ર, ૭. તૈજસ-કાર્પણ. વચનયોગના ૪ ભેદ :- સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા.. મનોયોગના ૪ ભેદ - સત્ય, અસત્ય, સત્યામૃષા, અસત્યામૃષા.. ઉપયોગ શું છે? સાકાર અને અનાકારરૂપ જીવનો સ્વભાવ તે ઉપયોગ છે. ભાષ્ય :- તે ઉપયોગના ૧૨ પ્રકાર છે. સાકાર ઉપયોગ - (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિઅજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન (2) અવધિઅજ્ઞાન ૧. સૂત્ર નં. ૩માં વિશેષ જોવું. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ તત્ત્વાર્થ સૂત્ર આ આઠ ભેદવાળો પ્રાચ્ય-પૂર્વનો સાકાર ઉપયોગ છે. અનાકાર ઉપયોગ :- (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવળ. આ ચાર ભેજવાળો પાશ્ચાત્ય અનાકાર ઉપયોગ છે. આ યોગ અને ઉપયોગરૂપ પરિણામ છે. આનાથી આત્માની તદ્ભાવની પ્રાપ્તિ બતાવે છે. અર્થાત્ આત્મા યોગ અને ઉપયોગને પ્રાપ્ત થાય છે તે બતાવે છે. આત્મા કાયાદિ પુદ્ગલોના સેંકડો સંબંધથી તે તે ગમનક્રિયા, કથનક્રિયા અને ચિંતનક્રિયાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્મા તદરૂપતે સ્વરૂપે થાય છે. દૂધ અને પાણી અને માટી ને ઘટની જેમ તાદાભ્યને પામે છે. માટે તે આત્મા રૂપી છે. પેદા થતો આ પરિણામ કાળની અવધિ(મર્યાદા)વાળો છે તેથી આદિમાનું છે. પ્રવાહથી તો અનાદિ છે. ઉપયોગ પણ ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તે છે. અર્થાત્ મતિ અને શ્રુતનો ઉપયોગ ઇન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા રાખે છે અને અવધિ આદિ ઉપયોગ ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ છે. આત્માનો શ સ્વભાવ હોવાથી અને ચૈતન્યરૂપ હોવાથી સામાન્ય અને વિશેષરૂપ પરિણામ સંતતિથી-પ્રવાહથી અનાદિ છે અને પ્રત્યેકની વિવક્ષા કરીએ એટલે ઘટ ઉપયોગ વગેરે વિશેષ વિશેષ ઉપયોગની વિવક્ષા કરીએ ત્યારે ઉપયોગ આદિમાનું છે. આમ ઉપયોગ આદિમાનું અને અનાદિ પરિણામ છે. આત્માનું ઉપયોગ એ લક્ષણ છે, અને આ લક્ષણ સર્વકાલિક છે. એટલે ત્રણે કાળમાં છે. કોઈ કાળ એવો નથી કે જે કાળમાં આત્મામાં ઉપયોગ ન હોય. અર્થાત્ આ લક્ષણ દોષ વગરનું છે. યોગ અને ઉપયોગનું ગ્રહણ કર્યું હોવાથી બીજાં પરિણામો આત્મામાં પ્રાયઃ અનાદિ છે. હવે કોઈ પૂછે છે કે–ત્યાદિ બાર ઉપયોગનું શું સ્વરૂપ છે ? તે પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર કહે છે કે ભાષ્ય :- તેમાં ઉપયોગ પહેલા કહેલો છે. ટીકા:- તે બે યોગ અને ઉપયોગમાં રહેલ જે ઉપયોગ છે તેની વ્યાખ્યા બીજા અધ્યાયમાં કરી દીધી છે. તેનું સ્વરૂપ “ઉપયોગી સૂક્ષણ' “ વિધો.9 વતુર્વેઃ' (૫૦ ૨, સૂ૦ ૮, ) આ સૂત્રોમાં બતાવી દીધું છે. હવે યોગનું શું સ્વરૂપ છે ? તે પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર કહે છે કે ભાષ્ય – ભાષ્યમાં યોગાસ્તુમાં જે તુ શબ્દ છે તેનો અર્થ હેતુ છે. તેથી એવો અર્થ થયો કે છઠ્ઠા અધ્યાયમાં કહેવાનું છે એ હેતુથી અહીં કહેતા નથી. છઠ્ઠા અધ્યાયમાં જે સૂત્ર છે તે જ યોગના સ્વરૂપના વર્ણનનું–વ્યાખ્યાનનું સ્થાન છે. “યવાન: કર્મ યોr:' ત્યાં જ કહેવા યોગ્ય છે. બંને જગાએ એટલે અહીં અને ત્યાં બંને સ્થળે વ્યાખ્યા કરવામાં આવે તો ગ્રંથ મોટો થઈ જાય. તેથી ત્યાં જ એની વ્યાખ્યા કરીશું. આ પ્રમાણે બધાં દ્રવ્યો સ્વરૂપથી પરિણામવાળાં છે. આ પ્રમાણે દ્રવ્યોની વ્યાખ્યા પૂરી થઈ. Page #596 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ पञ्चमो अध्यायः (उमास्वातिविरचितं स्वोपज्ञभाष्यम्) भा०-उक्ता जीवाः, अजीवान् वक्ष्यामः ॥ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥ ५-१॥ भा०-धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायः पुद्गलास्तिकाय इत्यजीवकायाः तान् लक्षणतः परस्ताद्वक्ष्यामः, कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च ॥१॥ द्रव्याणि जीवाश्च ॥ ५-२॥ भा०-एते धर्मादयश्चत्वारो प्राणिनश्च पञ्च द्रव्याणि च भवन्तीति, उक्तं हि ‘मतिश्रुतयोनिर्बन्धो द्रव्येष्वसर्वपर्यायेषु' 'सर्वद्रव्यपर्यायेषु केवलस्येति ॥२॥ नित्यावस्थितान्यरूपाणि च ॥ ५-३ ॥ भा०-एतानि द्रव्याणि नित्यानि भवन्ति, 'तद्भावाव्ययं नित्य' मिति वक्ष्यते । अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति । अरूपाणि च, नैषां रूपमस्तीति, रूपं मूर्तिः, मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ॥३॥ रूपिणः पुद्गलाः ॥५-४॥ भा०-पुद्गला एव रूपिणो भवन्ति, रूपमेषामस्ति एषु वाऽस्तीति रूपिणः ॥४॥ आऽऽकाशादेकद्रव्याणि ॥५-५॥ भा०-आ आकाशाद्धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति, पुदगलजीवास्त्वनेकद्रव्याणीति ॥५॥ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ તત્ત્વાર્થ સૂત્ર निष्क्रियाणि च ॥ ५-६॥ आ आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति, पुद्गलजीवास्तु क्रियावन्तः, क्रियेति गतिकर्माह ॥६॥ ____ अत्राह-उक्तं भवता प्रदेशावयवबहुत्वं कायसंज्ञमिति, तस्मात् क एषां धर्मादीनां प्रदेशावयवनियम इति ?, अत्रोच्यते भा०-सर्वेषां प्रदेशाः) सन्ति अन्यत्र परमाणोः, अवयवास्तु स्कन्धानामेव, वक्ष्यते हि 'अणवः स्कन्धाश्च' 'संघातभेदेभ्य उत्पद्यन्त' इति ॥ तत्र असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ५-७॥ भा०-प्रदेशो नामापेक्षिकः, सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ॥७॥ जीवस्य च ॥ ५-८॥ भा०- एकजीवस्य चासङ्ख्येयाः प्रदेशा भवन्तीति ॥८॥ आकाशस्यानन्ताः ॥ ५-९॥ भा०-लोकालोकाकाशस्यानन्ताः प्रदेशाः, लोकाकाशस्य तु धर्माधर्मैकजीवैस्तुल्याः ॥९॥ .. संख्येयासंख्येयाश्च पुद्गलानाम् ॥ ५-१०॥ भा०-सङ्ख्येया असङ्ख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति, अनन्ता इति वर्तते ॥१०॥ नाणोः ॥ ५-११॥ भा०-अणोः प्रदेशा न भवन्ति । अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ॥११॥ लोकाकाशेऽवगाहः ॥ ५-१२॥ भा०-अवगाहिनामवगाहो लोकाकाशे भवति ॥१२॥ धर्माधर्मयोः कृत्स्ने ॥ ५-१३ ॥ भा०-धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवतीति ॥१३॥ एकप्रदेशादिषुभाज्यः पुद्गलानाम् ॥ ५-१४॥ Page #598 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫૮૯ भा०-अप्रदेशसङ्ख्येयासङख्येयानन्तप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाशप्रदेशेषु भाज्योऽवगाह:, भाज्यो विभाष्यो विकल्प इत्यनन्तरम्, तद्यथा-परमाणोरेकस्मिन्नेव प्रदेशे, व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, यकस्यैकस्मिन् द्वयोस्त्रिषु च, एवं चतुरणुकादीनां सङख्ये यासङख्येयप्रदेशस्यै कादिषु सङ्ख्येयेष्वसङ्ख्येयेषु च, अनन्तप्रदेशस्य च ॥१४॥ ____ असङ्ख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५॥ भा०-लोकाकाशप्रदेशानामसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, आ सर्वलोकादिति ॥१५॥ अत्राह-को हेतुरसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवतीति ?, अत्रोच्यते प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपवत् ॥ ५-१६॥ भा०-जीवस्य हि प्रदेशानां संहारविसर्गाविष्टौ प्रदीपस्येव । तद्यथा-तैलवर्त्यग्न्युपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशाला प्रकाशयति अण्वीमपि माणिकावृतः माणिकां द्रोणावृतो द्रोणं आढकावृताश्चाढकं प्रस्थावृतः प्रस्थं पाण्यावृतो पाणिमिति । एवमेव प्रदेशानां संहारविसर्गाभ्यां जीवो महान्तमणुं वा पञ्चविधं शरीरस्कन्धं धर्माधर्माकाशपुद्गलजीवप्रदेशसमुदायं व्याप्नोतीति, अवगाहत इत्यर्थः । धर्माधर्माकाशजीवानां परस्परेण पुद्गलेषु च वृत्तिर्न विरुध्यतेऽमूर्तत्वात् ॥ अत्राह-सति प्रदेशसंहारविसर्गसंभवे कस्मादसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, नैकप्रदेशादिष्विति ?, अत्रोच्यते सयोगत्वात् संसारिणां चरमशरीरत्रिभागहीनावगाहित्वाच्च सिद्धानामिति ॥१६॥ अत्राह-उक्तं भवता धर्मादीनस्तिकायान् परस्ताल्लक्षणतो वक्ष्याम इति, तत्किमेषां लक्षणमिति ?, अत्रोच्यते गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥ ५-१७ ॥ भा०-गतिमतां गतेः स्थितिमतां च स्थितेः उपग्रहो धर्माधर्मयोरुपकारो यथासङ्ख्यम्, उपग्रहो निमित्तमपेक्षा कारणं हेतुरित्यनर्थान्तरम्, उपकारः प्रयोजनं गुणोऽर्थ इत्यनान्तरम् ॥१७॥ __ आकाशस्यावगाहः ॥५-१८॥ भा०-अवगाहिनां धर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः । धर्माधर्मयोरन्तः प्रवेशसंभवेन पुद्गलजीवानां संयोगविभागैश्चेति ॥१८॥ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ તત્ત્વાર્થ સૂત્ર शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ॥ ५-१९॥ भा०-पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वाङ्मनः प्राणापानाविति पुद्गलानामुपकारः । तत्र शरीराणि यथोक्तानि, प्राणापानौ च नामकर्मणि व्याख्यातौ । द्वीन्द्रियादयो जिह्वेन्द्रिययोगाद्भाषात्वेन गृह्णन्ति, नान्ये संज्ञिनश्च मनस्त्वेन गृह्णन्ति, नान्य इति । वक्ष्यते हि 'सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते' इति ॥१९॥ किं चान्यत् सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥ ५-२०॥ भा०-सुखोपग्रहो दुःखोपग्रहो जीवितोपग्रहो मरणोपग्रहश्चेति पुद्गलानामुपकारः । तद्यथा-इष्टाः स्पर्शरसगन्धवर्णशब्दाः सुखस्योपकारः, अनिष्टा दुःखस्य, स्नानाच्छादनानुलेपनभोजनादीनि विधिप्रत्युक्तानि जीवितस्यानपवर्तनं चायुष्कस्य, विषशस्त्राग्न्यादीनि मरणस्यापवर्तनं चायुष्कस्य ॥ अत्राह-उपपन्नं तावदेतत् सोपक्रमाणामपवर्तनीयायुषाम्, अथानपवायुषां कथमिति ?, अत्रोच्यते तेषामपि जीवितमरणोपग्रहः पुद्गलानामुपकारः, कथमिति चेत्तदुच्यते, कर्मणः स्थितिक्षयाभ्याम्, कर्म हि पौद्गलमिति, आहारश्च त्रिविधः सर्वेषामेवोपकुरुते, किं कारणम् ?, शरीरस्थित्युपचयबलवृद्धिप्रीत्यर्थ ह्याहार इति ॥२०॥ अत्राह-गृह्णीमस्तावद्धर्माधर्माकाशपुद्गला जीवद्रव्याणामुपकुर्वन्तीति, अथ जीवानां क उपकार इति ?, अत्रोच्यते परस्परोपग्रहो जीवानाम् ॥ ५-२१ ॥ भा०-परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति ॥२१॥ अत्राह-अथ काल्योपकारः क इति ? अत्रोच्यते वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ ५-२२ ॥ भा०-तद्यथा-सर्वभावानां वर्तना कालाश्रया वृत्तिः, वर्तना उत्पत्तिः स्थितिः अथ गतिः प्रथमसमयाश्रया इत्यर्थः । परिणामो द्विविधः-अनादिरादिमांश्च, तं परस्ताद्वक्ष्यामः । क्रियागतिः, सा त्रिविधा-प्रयोगगतिः विस्रसागति: मिश्रिकेति । Page #600 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫૯૧ परत्वापरत्वे त्रिविधं- प्रशंसाकृते क्षेत्रकृते कालकृते इति । तत्र प्रशंसाकृते परो धर्मः परं ज्ञानं अपरः अधर्मः अपरमज्ञानमिति, क्षेत्रकृते एकदिक्कालावस्थितयोर्विप्रकृष्टः परो भवति सन्निकृष्टोऽपरः, कालकृते द्विरष्टवर्षाद्वर्षशतिक: परो भवति, वर्षशतिकाद्विरष्टवर्षोऽपरो भवति । तदेवं प्रशंसाक्षेत्रकृते परत्वापरत्वे वर्जयित्वा वर्तनादीनि कालकृतानि कालस्योपकार इति ॥२२॥ अत्राह- उक्तं भवता शरीरादीनि पुद्गलानामुपकार इति, पुद्गला इति च तन्त्रान्तरीया जीवान् परिभाषन्ते, स्पर्शादिरहिताश्चान्ये, तत्कथमेतदिति, अत्रोच्यते, एतदादिविप्रतिपत्तिप्रतिषेधार्थं विशेषवचनविवक्षया चेदमुच्यते स्पर्श-रस-गंध-वर्णवन्तः पुद्गगलाः ॥५-२३ ॥ भा०-स्पर्शः रसः गन्धः वर्ण इत्येवं लक्षणाः पुद्गला भवन्ति । तत्र स्पर्शोऽष्टविधः-कठिनो मृदुर्गुरुर्लघुः शीत उष्णः स्निग्धः रूक्ष इति, रस पञ्चविधः-तिक्तः कटुः कषायोऽम्लो मधुर इति, गन्धो द्विविधः-सुरभिरसुरभिश्च, वर्णः पञ्चविधः-कृष्णो नीलो लोहितः पीतः शुक्ल इति ॥२३॥ किञ्चान्यत्शब्द-बन्ध-सौम्यं-स्थौल्य-संस्थान-भेद-तमश्छायातपोद्योतवन्तश्च ॥ ५-२४ ॥ भा०-तत्र शब्दः षड्विधः-ततो विततो घनः शुषिरो संघर्षो भाषा इति । बन्धस्त्रिविधः प्रयोगबन्धो विस्रसाबन्धो मिश्र बन्ध इति, स्निग्धरूक्षत्वाद्भवतीति वक्ष्यते । सौक्ष्यं द्विविधम्- अन्त्यमापेक्षिकं च, अन्त्यं परमाणुष्वेव, आपेक्षिकं च द्यणुकादिषु संघातपरिणामापेक्षं भवति, तद्यथा-आमलकाबदरमिति । स्थौल्यमपि द्विविधम् अन्त्यमापेक्षिकं च, संघातपरिणामापेक्षमेव भवति, तत्रान्त्यं सर्वलोकव्यापिनि महास्कन्धे भवति, आपेक्षिकं बदरादिभ्य आमलकादिष्विति । संस्थानमनेकविधम्दीर्घहस्वाद्यनित्थंत्वपर्यन्तम् । भेदः पञ्चविध: औत्कारिकः चौर्णिकः खण्डः प्रतरः अनुतट इति । तमश्छायातपोद्योताश्च परिणामजाः । सर्व एवैते स्पर्शादयः पुद्गलेष्वेव भवंतीत्यतः पुद्गलास्तद्वन्तः ॥ अत्राह-किमर्थं स्पर्शादीनां च पृथक्सूत्रकरणमिति ?, अत्रोच्यते-स्पर्शादयः परमाणुषु स्कन्धेषु च परिणामजा एव भवन्ति । शब्दादयस्तु स्कन्धेष्वेव भवन्त्यनेकनिमित्ताश्चेत्यतः पृथक्करणम् ॥२४॥ त एते पुद्गलाः समासतो द्विविधा भवन्ति, तद्यथा Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ अणवः स्कन्धाश्च ।। ५-२५ ॥ भा०-उक्तं च-कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥१॥ इति । तत्राणवोऽबद्धाः, स्कन्धास्तु बद्धा एवेति ॥ २५ ॥ अत्राह-कथं पुनरेतद् द्वैविध्यं भवतीति ? अत्रोच्यते - स्कन्धास्तावत् ॥ તત્ત્વાર્થ સૂત્ર संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ ५-२६ ॥ भा०-संघाताद्भेदात्संघातभेदादिति, एभ्यस्त्रिभ्यः कारणेभ्यः स्कन्धा उत्पद्यन्ते द्विप्रदेशादयः । तद्यथा-द्वयोः परमाण्वोः संघाताद् द्विप्रदेशः, द्विप्रदेशस्याणोश्च संघातात्त्रिप्रदेशः एवं संख्येयानामसंख्येयानामनन्तानामनन्तानन्तानां च प्रदेशानां संघातात् तावत्प्रदेशाः । एषामेव भेदाद्विप्रदेशपर्यन्ताः । एत एव संघात भेदाभ्यामेकसामयिकाभ्यां द्विप्रदेशादयः स्कन्धा उत्पद्यन्ते, अन्यस्य संघातेनान्यतो भेदेनेति ||२६|| अत्राह- अथ परमाणुः कथमुत्पद्यत इति ? अत्रोच्यते भेदादणुः ॥ ५-२७॥ भा०- भेदादेव परमाणुरुत्पद्यते, न संघातादिति ॥२७॥ भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ ५-२८ ॥ भा०- भेदसंघाताभ्यां चाक्षुषाः स्कन्धा उत्पद्यन्ते, अचाक्षुषास्तु यथोक्तात्संघाताद्भेदात्संघातभेदाच्चेति ॥२८॥ अत्राह - धर्मादीनि सन्तीति कथं गृह्यत इति ?, अत्रोच्यते, लक्षणतः ॥ किं च सतो लक्षणमिति ? अत्रोच्यते उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ ५-२९ ॥ भा०- उत्पादव्ययाभ्यां ध्रौव्येण च युक्तं सतो लक्षणम्, यदुत्पद्यते यद्व्येति यच्च ध्रुवं तत्सत्, अतोऽन्यदसदिति ॥ २९॥ अत्राह-गृह्णीमस्तावदेव लक्षणं सदिति, इदं तु वाच्यं तत्किं नित्यमाहोस्विदनित्यमिति ?, अत्रोच्यते Page #602 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ५८3 तद्भावाव्ययं नित्यम् ॥ ५-३०॥ भा०-यत्सतो भावान्न व्येति न व्येष्यति तन्नित्यमिति ॥३०॥ अर्पितानर्पितसिद्धेः ॥ ५-३१॥ ___ भा०-सच्च त्रिविधमपि नित्यं च उभे अपि अर्पितानर्पितसिद्धेः, अर्पितं व्यावहारिकमर्पितमव्यावहारिकं चेत्यर्थः, तच्च सच्चतुर्विधम्, तद्यथा-द्रव्यास्तिकं मातृकापदास्तिकमुत्पन्नास्तिकं पर्यायास्तिकमिति, एषामर्थपदानि द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असन्नाम नास्त्येव द्रव्यास्तिकस्य । मातृकापदास्तिकस्यापि, मातृकापदं वा मातृकापदे वा मातृकापदानि वा सत्, अमातृकापदं वा अमातृकापदे वा अमातृकापदानि वा असत् । उत्पन्नास्तिकस्य, उत्पन्नं वोत्पन्ने वोत्पन्नानि वा सत्, अनुत्पन्नवाऽनुत्पन्नेवाऽनुत्पन्नानि वाऽसत् । अर्पितेऽनुपनीते न वाच्यं सदित्यसदिति वा, पर्यायास्तिकस्य सद्भावपर्याये वा सद्भावपर्याययोर्वा सद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असद्भावपर्याये वा असद्भावपर्याययोर्वा असद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वाऽसत्, तदुभयपर्याये वा तदुभयपर्याययोर्वा तदुभयपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा न वाच्यं सदित्यसदिति वा, देशादेशेन विकल्पयितव्यमिति ॥३१॥ अत्राह-उक्तं भवता जघन्यगुणवर्जानां स्निग्धानां रूक्षेण रूक्षाणांच स्निग्धेन सह बन्धो भवतीति, अथ तुल्यगुणयोः किमत्यन्तप्रतिषेध इति ?, अत्रोच्यते, न जघन्यगुणानामित्यधिकृत्येदमुच्यते ॥ भा०-अत्राह-उक्तं भवता 'संघातभेदेभ्यः स्कन्धा उत्पद्यन्ते' इति, तकि संयोगमात्रादेव संघातो भवति ? आहोस्विदस्ति कश्चिद्विशेष इति ?, अत्रोच्यते, सति संयोगे बद्धस्य संघातो भवतीति ? अत्राह-अथ कथं बन्धो भवतीति अत्रोच्यते स्निग्धरूक्षत्वाद् बन्धः ॥५-३२॥ भा०-स्निग्धरूक्षयोः पुद्गलयोः स्पृष्टयोर्बन्धो भवतीति ॥३२॥ न जघन्यगुणानाम् ॥ ५-३३ ॥ भा०-जघन्यगुणस्निग्धानां जघन्यगुणरूक्षाणां च परस्परेण बन्धो न भवतीति ॥३३॥ अत्राह-उक्तं भवता जघन्यगुणवर्जानां स्निग्धानां रूक्षेण रूक्षाणांच स्निग्धेन सह बन्धो भवतीति, अथ तुल्यगुणयोः किमत्यन्तप्रतिषेध इति ? अत्रोच्यते, न जघन्यगुणानामित्यधिकृत्येदमुच्यते । गुणसाम्ये सदृशानाम् ॥ ५-३४॥ भा०-गुणसाम्ये सति सदृशानां बन्धो न भवति, तद्यथा-तुल्यगुणस्निग्धस्य तुल्यगुणस्निग्धेन तुल्यगुणरूक्षस्य तुल्यगुणरूक्षेणेति । Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ તત્ત્વાર્થ સૂત્ર अत्राह-सदृशग्रहणं किमपेक्षत इति ?, अत्रोच्यते- गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति ॥३४॥ अत्राह-किमविशेषेण गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति ?, अत्रोच्यते द्वयधिकादिगुणानां तु ॥ ५-३५ ॥ भा०-व्यधिकादिगुणानां तु सदृशानां बन्धो भवति, तद्यथा स्निग्धस्य द्विगुणाद्यधिकस्निग्धेन, द्विगुणाद्यधिक स्निग्धस्य एक गुण स्निग्धेन रूक्षस्यापि द्विगुणाद्यधिकरूक्षेण, द्विगुणाद्यधिकरूक्षस्य एकगुण रूक्षेण, एकादिगुणाधिकयोस्तु सदृशयोर्बन्धो न भवति, अत्र तुशब्दो व्यावृत्तिविशेषणार्थः प्रतिषेधं व्यावर्तयति बन्धं च विशेषयति ॥३५॥ अत्राह-परमाणुषु स्कन्धेषु च ये स्पर्शादयो गुणास्ते किं व्यवस्थितास्तेषु आहोस्विदव्यवस्थिता इति ?, अत्रोच्यते-अव्यवस्थिताः, कुतः ?, परिणामात् ॥ अत्राह-द्वयोरपि बध्यमानयोर्गुणवत्त्वे सति कथं परिणामो भवतीति ?, उच्यते बन्धे समाधिकौ पारिणामिकौ ॥ ५-३६ ॥ भा०-बन्धे सति समगुणस्य समगुणः परिणामको भवति, अधिकगुणो हीनस्येति ॥३६|| अत्राह-उक्तं भवता द्रव्याणि जीवाश्चेति, तत्, किमुद्देशत एव द्रव्याणां प्रसिद्धिः आहोस्विल्लक्षणतोऽपीति ?, अत्रोच्यते- लक्षणतोऽपि प्रसिद्धः, तदुच्यते गुणपर्यायवद् द्रव्यम् ॥ ५-३७॥ गुणान् लक्षणतो वक्ष्यामः, भावान्तरं संज्ञान्तरं च पर्यायः, तदुभयं यत्र विद्यते तद् द्रव्यम्, गुणपर्याया अस्य सन्ति अस्मिन् वा सन्तीति गुणपर्यायवत् ॥३७।। कालश्चेत्येके ॥ ५-३८॥ भा०-एके त्वाचार्या व्याचक्षते-कालोऽपि द्रव्यमिति ॥३८॥ सोऽनन्तसमयः ॥५-३९॥ भा०-स चैष कालोऽनन्तसमयः, तत्रैक एव वर्तमानसमयः, अतितानागतयोस्त्वानन्त्यम् ॥३९॥ अत्राह-उक्तं भवता 'गुणपर्यायवद्र्व्य'मिति, तत्र के गुणा इति ?, अत्रोच्यते द्रव्याश्रया निर्गुणागुणाः ॥ ५-४०॥ भा०-द्रव्यमेषामाश्रय इति द्रव्याश्रयाः, नेषां गुणाः सन्तीति निर्गुणाः ॥४०॥ Page #604 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ अत्राह-उक्तं भवता 'बन्धे समाधिकौ पारिणामिकौ' इति, तत्र कः परिणाम इति ?, अत्रोच्यते तद्भावः परिणामः ॥ ५-४१ ॥ भा०-धर्मादीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभावः स्वतत्त्वं परिणामः ॥४१॥ स द्विविधः - अनादिरादिमांश्च ॥ ५-४२॥ भा०- तत्रानादिररूपिषु धर्माधर्माकाशजीवेष्विति ॥ ४२ ॥ ૫૯૫ रूपिष्वादिमान् ॥ ५-४३ ॥ भा० - रूपिषु तु द्रव्येषु आदिमान् परिणामोऽनेकविधः स्पर्शपरिणामादिरिति ॥४३॥ योगोपयोगी जीवेषु ॥ ५-४४ ॥ भा०- जीवेष्वरूपिष्वपि सत्सु योगोपयोगौ परिणामावादिमन्तौ भवतः, तत्रोपयोगः पूर्वोक्तः, योगस्तु परस्ताद्वक्ष्यते ॥४४॥ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ તત્ત્વાર્થ સૂત્ર સંસ્થા દ્વારા પ્રકાશિત અને અન્ય ઉપલબ્ધ પ્રકાશનો 1. Catalogue of the Manuscripts of Pātan Jain Bhandāra Parts I, II, III, IV 1600/2. Studies in Jain Literature 680/3. Makaranda 600/4. Amrita 600/5. A History of The Canonical Literature 250/6. A Treasury of Jaina Tales 200/7. Nyāya and Jaina Epistomology 200/8. Nirgrantha Vol. II 200/9. Nirgrantha Vol. III 300/10. Dharma-beej 100/11. Concentration 30/12. ધર્મપત્નર. ૨૫૦/13. મૂતશુદ્ધિારા -૧/૨ ૪૫૦/14. માનતુંગાવાઈ ર ૩ સ્તોત્ર ૨૫૦/15. पातञ्जल योगदर्शन तथा हारिभद्रीय योगविशिका ૧૨૦/16. શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ ૨૦૦/17. શ્રમ માવાન મહાવીર ૨૦૦/18. જૈન વર્ણન ૨૦૦/19. વીર નિર્વાન સંવત્ ઔર જૈન વત્રિ-છાના ૨૦૦/20. ૩પવેશમાના ૨૦૦/21. ડસાળા પદ્ધ ૭૦/22. દવા વિનય પ્રજા ૫૦/23. ન્યાન્તર્યાત્ર ૫૦/24. ચાયાવતાર સૂત્ર ૨૫/25. નયalal ૨૫/26. નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય ભાગ-૧/૨ ૯૦૦/27. સુરતનાં જિનાલયો ૨૫૦/28. પાટણનાં જિનાલયો ૨૫૦/29. ખંભાતનાં જિનાલયો ૨૦૦/30. શોધખોળની પગદંડી ૧૫૦/31. તત્ત્વાર્થાધિગમ સૂત્ર (સભાષ્ય) ૧૫૦/32. કવિ સમયસુન્દર: એક અભ્યાસ ૧૨૫/33. અતિચાર 34. ધર્મબીજ 35. મહાવીર વાણી ૭૫/36. સપ્તક ૬૬/37. પ્રાચીન ગુજરાતના સાં. ઇતિહાસની સાધનસામગ્રી 38. શબ્દચર્ચા ૪૦/39. અમદાવાદની ચૈત્યપરિપાટીઓ ૩૦/40. દેલવાડાનાં જિનમંદિરો ૩૦૦/ ૧૦૦/ ૭૫/ ૪૦/ Page #606 -------------------------------------------------------------------------- ________________ S(ST) Q 0 0 0 મૃતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન’ શાહીબાગ, અમદાવાદ-૩૮૦ 004.