________________
૫૫૪
તત્ત્વાર્થ સૂત્ર સૂત્રમાં રહે પ શબ્દનો અર્થ
પ શબ્દ અહીં અસહાય અર્થમાં છે. એટલે ભેદલક્ષણ એવા એક નયને સ્વીકારનારાઓ આ પ્રમાણે કાળને જુદું છઠ્ઠું દ્રવ્ય કહે છે.
આથી એ સમજાય છે કે એક ભેદ નયથી કાળ જુદું દ્રવ્ય છે. તો સૂત્રમાં પ્રશ્નો એકવચનમાં પ્રયોગ કરવો બરાબર છે ને?
અહીં ભેદનયને સ્વીકારનારાઓ ભેદનયના ઉપયોગથી અનન્ય હોવાથી તેને આશ્રયીને બહુવચનનો પ્રયોગ કર્યો છે.
એટલે એવો અર્થ થાય છે કે દ્રવાસ્તિક નય દર્શનની અપેક્ષા નહીં રાખનારાઓ, ભેદ પર્યાયાર્થિક નયને સ્વીકારનારાઓ કાળને પર્યાય નથી અને કાળ જુદું દ્રવ્ય છે એ પ્રમાણે કહે છે.
આ જ વાતને પૂ. ભાષ્યકાર મ. ભાષ્યથી યુક્તિ સહિત સ્પષ્ટ કરતાં કહે છે કે
ભાષ્ય :- કેટલાક (નય વાક્યાન્તર પ્રધાન માનનારા) આચાર્યો કાલ પણ દ્રવ્ય છે એ પ્રમાણે કહે છે.
ટીકા :- “ તુ આવા વ્યાવક્ષને’ .....ઇત્યાદિ.....
પર્વ એટલે નવાક્યાત્તર પ્રધાન માનનારા-પર્યાય નયને પ્રધાનતા આપનારા કેટલાક આચાર્ય ભગવંતો વ્યાવક્ષ- વિશેષથી કહે છે, યુક્તિથી સ્પષ્ટ કરે છે.
કે—કાલ પણ એક દ્રવ્ય છે.
તે યુક્તિ આ રીતે યુક્તિ દ્વારા કાલ દ્રવ્યની સિદ્ધિ....
આ પર છે અને આ અપર છે. આ પ્રકારે જે અભિધાન છે અને પ્રત્યય છે તે અત્યન્ત પ્રસિદ્ધ છે. તો આ અભિધાન (નામ) અને પ્રત્યય (જ્ઞાન) નિમિત્ત વગર સ્વીકારી શકાય નહીં. અને આવા પ્રકારના અભિયાન અને પ્રત્યયમાં જે નિમિત્ત બને છે તે કાળ છે.
તે આ પ્રમાણે– યુવાન અને સ્થવિરમાં પર, અપર દેશના યોગથી દેશત પરત્વાપરત્વ સિદ્ધ છે...
અને હવે વિચારો કે ત્યાં જ જોયું છે. કે–અપર દેશયુક્ત અપર એવો જે સ્થવિર છે તે સ્થવિરમાં પર પ્રત્યય અને પર અભિધાન થાય છે તે જ પ્રમાણે પરદેશના સંયોગથી પર એવા પણ યુવાનમાં અપર પ્રત્યય અને અપર અભિધાન થાય છે. અને આ પર ને અપર બંને ભિન્ન સ્વભાવવાળા છે તો આવા પ્રકારના પ્રત્યય અને અભિધાનમાં કારણ કોણ ?
દેશથી જેમાં પરત્વ પ્રત્યય અને પર અભિધાન થાય છે તેમાં જ થતા અપર પ્રત્યય અને અપર અભિધાનમાં દેશ તો કારણ બની શકે જ નહિ. તેવી જ રીતે દેશના યોગથી જેમાં અપર પ્રત્યય અને અપર અભિધાન થાય છે તેમાં પણ પર પ્રત્યય અને પર અભિધાન થાય છે તેનું