________________
૧૨
તત્ત્વાર્થ સૂત્ર છે એમ કહો તો તે અહીં આવી શકે જ નહીં કેમ કે અહીં તો દ્રવ્યનો પ્રસ્તાવ છે, દ્રવ્યનું પ્રકરણ ચાલે છે તેમાં ગુણની વાત ક્યાંથી આવે? દ્રવ્યના પ્રકરણમાં તેનો પ્રસંગ જ આવતો નથી.
આ રીતના જવાબથી અદષ્ટ (પુણ્ય-પાપ) એ ગુણ નથી પણ દ્રવ્ય છે તેમ સમજાવ્યું. હવે ધર્માધર્મને દ્રવ્ય કહ્યું એટલે એક નવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કેધર્માધર્મ જે પુણ્ય-પાપરૂપ દ્રવ્ય છે તેનો સમાવેશ શેમાં કરશો ?
જૈનોને ત્યાં શુભાશુભ ફળને પેદા કરનાર ધર્માધર્મ મૂર્ત જ છે. કેમ કે તે પુગલરૂપ છે. આથી પુદ્ગલ દ્રવ્યના ગ્રહણથી તે શુભાશુભ ફળ આપનાર ધર્માધર્મનું ગ્રહણ થઈ જ જાય છે. આમ લોકપ્રસિદ્ધ જે ધર્મ-અધર્મ એટલે પુણ્ય અને પાપ એ પૌદ્ગલિક છે એટલે એનો સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં જ થઈ જાય છે.
આ રીતે પુણ્ય-પાપરૂપ ધર્મા-ધર્મ પૌદ્ગલિક હોવાથી પુદ્ગલ દ્રવ્યમાં આવી જશે એ સિદ્ધ થયું એટલે અહીં ધર્મથી ધર્માસ્તિકાય અને અધર્મથી અધર્માસ્તિકાય દ્રવ્ય જ આવે એમાં જરા પણ શંકાને સ્થાન નથી.
અહીં જે ધર્માધર્મનું નિરૂપણ થઈ રહ્યું છે તે ગતિમાં ઉપકારક ધર્માસ્તિકાય અને સ્થિતિમાં ઉપકારક અધર્માસ્તિકાય દ્રવ્ય છે પણ તૈયાયિક વગેરે જે ધર્માધર્મને અદષ્ટ ગુણ માને છે તે નથી. આમ અન્ય મત પ્રસિદ્ધ અષ્ટથી ધર્માધર્મની ભિન્નતા છે એ સિદ્ધ થયું.
આ રીતે ધર્મ-અધર્મનો સામાન્ય પરિચય આપ્યા બાદ ક્રમથી આવતા આકાશનો સામાન્ય પરિચય આપે છે.
આકાશ-અવગાહમાં ઉપકારકપણે આકાશ અનુમેય છે. અર્થાત્ જે દ્રવ્ય જીવાદિ દ્રવ્યોના અવગાહમાં ઉપકાર કરે છે તે આકાશ દ્રવ્ય છે તે અવગાહ આપવા રૂપ કાર્યથી અનુમેય છે. અલોકાકાશ અવગાહમાં ઉપકારક છે કે નહિ એવી શંકા ને તેનું સમાધાન
અવગાહ આપવા રૂપ કાર્યથી જે અનુમેય છે તે આકાશ છે. આવો આકાશનો સામાન્ય પરિચય થયો એટલે જિજ્ઞાસુને સહસા શંકા થાય છે કે આકાશના બે વિભાગ છે : (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. અવગાહક અવગાહના લેનાર પદાર્થો લોકાકાશમાં જ છે. અલોકાકાશમાં તો કોઈ અવગાહક નથી. આથી અલોકાકાશ તો કોઈને અવગાહના આપતું નથી. આમ અલોકાકાશ અવગાહમાં ઉપકારક નથી એટલે અલોકાકાશમાં અવગાહ દાયકત્વ હેતુ ઘટી શકતો નથી. તો ત્યાં અલોકાકાશમાં કેવી રીતે અનુમાન કરવું? અલોકાકાશ અવગાહમાં ઉપકારકપણે અનુમેય
૧.
धमविशेषात् प्राक्तनपापकर्मापकर्षस्य, प्राचीनपुण्योत्कर्षस्य. संक्रमजनितवैलक्षण्यस्य च अदृष्टगुणत्वे असंभवात् सूक्ष्मकर्मपुद्गलरूप अदृष्टपक्षे एव सर्वस्यास्यार्थस्य घटमानत्वात् इति वादमालायां अदृष्टसिद्धिवादे पू. महोपाध्याय श्री यशोविजयाः न्यायाचार्याः । ધર્માધર્મ એ અદષ્ટ ગુણ વિશેષ નથી. કેમ કે અદષ્ટ પુદ્ગલ દ્રવ્ય છે. આની સિદ્ધિ પૂ. ઉપાધ્યાયજી મ. બતાવે છે કે જો ધર્મ કરવાથી પાપનો અપકર્ષ થાય છે ને પુણ્યનો ઉત્કર્ષ થાય તે જો અદષ્ટ-ધર્માધર્મ ગુણ મનાય તો આ અપકર્ષ અને ઉત્કર્ષ બની શકે નહિ. માટે અદષ્ટ પુગલરૂપ છે.