________________
૧૧
અધ્યાય-૫ સૂત્ર-૧ શરીર એ અર્થ નથી પણ કાયાના જેવી કાયા આ અર્થ છે. એટલે “કાયની ઉપમા છે. આમ ઉપમાથી ધર્માદિ દ્રવ્યોને કાય કહ્યા છે. માટે અહીં ‘કાય” શબ્દ ઉપમામાં છે.
જેમ શરીર એ પ્રદેશોનો અવયવી છે. આથી “કાય' શબ્દથી શરીર કહેવાય છે તેવી રીતે પ્રદેશોના અવયવી હોવાથી આ અજીવો પણ કાય’ શબ્દથી કહેવાય છે.
આ રીતે સૂત્રમાં રહેલ “અજીવકાયાઃ' આ પદનું વિવેચન પૂર્ણ થયું. આ સામાસિક પદનો સમાસ અને અર્થ નિર્ણય કર્યો. હવે “ધર્માધર્માકાશપુદ્ગલાઃ' આ બીજા પદનો વિચાર આરંભાય છે. અજીવોનાં નામ અને તેનો સમાસ :
ધડધડડાપુતા: આ પણ સામાસિક પદ છે. તેનો દ્વન્દ સમાસ છે. ધર્મશ્ચ અધર્મશ્ચ આકાશશ્ચ પુદ્ગલશ્ચ “ધર્માધર્માકાશપુગલા એટલે ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ આવો અર્થ થાય. આ રીતે દ્વન્દ સમાસ દ્વારા અજીવોનાં નામ બતાવ્યાં. ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ અજીવકાયો છે. ધર્માદિનો સામાન્ય પરિચય
સૂત્રકાર સ્વયં આ અજીવોનો સ્વતંત્ર પરિચય આપવાના છે માટે પ્રત્યેક અજીવોનો સામાન્યથી પરિચય આપે છે.
ધર્મઃ જીવ અને પુદ્ગલની ગતિમાં મદદગાર એટલે કે ગતિમાં જે સહાયક બને છે એવું જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય છે ગતિરૂપ કાર્યથી અનુમેય છે. (આગમ ગમ્ય તો છે જ)
અધર્મ ઃ જીવ અને પુદ્ગલને સ્થિતિમાં જે ઉપકાર કરે તે અધર્મ-અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે સ્થિતિરૂપ કાર્યથી અનુમેય છે. આ બંને અતીન્દ્રિય દ્રવ્યો છે. અન્ય મત પ્રસિદ્ધ અષ્ટથી ધર્માધર્મની ભિન્નતા
અહીં ધર્મ શબ્દથી ધર્માસ્તિકાય અને અધર્મ શબ્દથી અધર્માસ્તિકાયનું ગ્રહણ કરવામાં આવ્યું છે તો સામાન્યથી લોકપ્રસિદ્ધ ધર્મ એટલે પુણ્ય કે જે શુભ ફળ આપનાર છે. અને અધર્મ એટલે પાપ કે જે અશુભ ફળ આપનાર છે. તે અદૃષ્ટ-ધર્મ-અધર્મનું ગ્રહણ કેમ ન કર્યું?
આ પ્રશ્નનું સમાધાન કરતાં ટી. મ. કહે છે કે ખુદ સૂત્રકારે આ સૂત્રના ભાગમાં ધર્મ એટલે ધર્માસ્તિકાય અને અધર્મ એટલે અધર્માસ્તિકાય આ અર્થ કર્યો છે અને એ દ્રવ્યો છે. આવું વિધાન “વ્યાળિ નીવાશ" આ સૂત્રથી આગળ કરે છે. એટલે અહીં ધર્મ અને અધર્મથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ દ્રવ્યો જ ગ્રહણ કરવાના છે, અને જો ધર્માધર્મ અદષ્ટરૂપ ગુણ
...अभ्यन्तरीकृतेवार्थो हि कायशब्दः, काया इव काया इति, यथौदारिकादिशरीरनामकर्मोदयवशात् पुद्गलैश्चीयन्ते इति कायाः तथा धर्मादीनामनादिपारिणामिकप्रदेशचयनात् कायत्वम्..
तत्त्वन्यायविभाकरे पृ. १५ पं. २३