________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૮
૨૪૩
વળી અહીં બંધ પરિણામમાં તો સ્નિગ્ધ અને રૂક્ષ બે જ સ્પર્શ કામ લાગે છે. એટલે કે કેટલાક પરમાણુઓ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે તો કેટલાક રૂક્ષ પરિણામવાળા હોય છે. કેમ કે આ બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે એક પરમાણુમાં તો સંભવે જ નહીં.
પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા ને રૂક્ષતામાં તારતમ્યતા...
વળી આ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓમાં પણ તારતમ્યતા હોય છે. કેટલાક એક ગુણ સ્નિગ્ધ હોય છે, કેટલાક દ્વિગુણ, કેટલાક ત્રિગુણ એમ કરતાં કરતાં કેટલાક પરમાણુઓ અનંતગુણ સ્નિગ્ધ પણ હોય છે. એવી જ રીતે કેટલાક પરમાણુઓ એક ગુણ રૂક્ષ હોય છે તો કેટલાક દ્વિગુણ, કેટલાક ત્રિગુણ આદિ રૂક્ષ હોય છે તે ત્યાં સુધી સમજવું કે કેટલાક અનંતગુણ રૂક્ષ પણ હોય છે.
પૃથ્વી પરમાણુ આદિ જુદી જુદી જાતના પરમાણુ નથી...
આ રીતે પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા ને રૂક્ષતામાં તારતમ્યતા છે, પરંતુ તેથી કાંઈ પરમાણુઓ વિજાતીયરૂપે નથી. બધા પરમાણુઓ સજાતીય છે. એટલે આ પૃથ્વી પરમાણુ છે, આ જલ પરમાણુ છે, આ તેજ પરમાણુ છે, આ વાયુ પરમાણુ છે આમ જુદા જુદા વિજાતીયરૂપે વિભક્ત પરમાણુઓ નથી. કેમ કે એક પરમાણુમાં જેમ રૂપાદિ ચાર છે તેમ દરેક પરમાણુઓમાં પણ રૂપાદિ ચાર છે જ. કારણ કે બધા સ્પર્શવાળા છે અને સ્પર્શવાળા હોવાથી રૂપાદિ ચારવાળા છે. જે સ્પર્શવાળા છે તે રૂપ, રસ, ગંધવાળા હોય જ. તેથી પૃથ્વી આદિ બધા પરમાણુઓમાં સ્પર્શ હોવાથી બધા પરમાણુ રૂપાદિવાળા છે. આથી આ પૃથ્વી આદિ અમુક પરમાણુ છે એમ ભેદ પાડી શકાય નહીં. એટલે બધા પરમાણુ સજાતીય છે પણ વિજાતીયરૂપે નથી.
પ્રશ્ન :- એક પરમાણુમાં ઉષ્ણ સ્પર્શ છે તો બીજામાં શીત સ્પર્શ છે. આમ ૫૨માણુઓમાં સ્પર્શાદનો ભેદ તો છે જ તો વિજાતીય પરમાણુની ના કેમ પાડો છો ? બધા પરમાણુ સજાતીય કેવી રીતે કહેવાય ?
ઉત્તર ઃ- બધા પરમાણુ સજાતીય- છે એમ કહીએ છીએ તે એટલા જ માટે કે જે સ્નિગ્ધ પરમાણુ છે તે રૂક્ષ બને છે, જે રૂક્ષ છે તે સ્નિગ્ધ બને છે. પરિણામ જુદા જુદા થાય છે પણ જાતિ અલગ નથી. જેમ સોનું તો સોનું જ છે, કારીગરી કરવાથી તે વિજાતીય નથી કહેવાતું. તેમ પરમાણુઓમાં તો તે જ છે પણ જુદા જુદા પરિણામથી પરિણત થયેલા હોય છે તેથી તે પૃથ્વી પરમાણુ, જલીય પરમાણુ. આ વાયવીય પરમાણુ, ઇત્યાદિ જુદી જુદી જાતના પરમાણુ છે એમ મનાય નહીં. માટે બધા પરમાણુઓ સજાતીય છે, પણ વિજાતીય નથી તે વાત બરાબર જ છે. આ પ્રમાણે બધા સજાતીય પરમાણુઓ છે. તેઓનો રૌક્ષ્ય અને સ્નેહવિશેષથી બંધ પરિણામ થાય છે (અર્થાત્ બીજા દ્રવ્યની સાથે બીજા દ્રવ્યનો સંબંધ થાય છે.) અને એ બંધપરિણામ એવા પ્રકારનો હોય છે કે જેનાથી પ્રચય॰ વિશેષ થાય છે.
૧.
પ્રચય એક પ્રકારનો સંયોગ છે અને જૈનોમાં સંયોગ એ પણ એક પ્રકારનો પરિણામ છે. આગળ સંયોગ વિશેષથી થાય છે એ વાત આવે છે.