________________
અધ્યાય-૫ સૂત્ર-૩૦
૩૫૫ અનાદિ બની શકે નહિ. કેમ કે વર્તમાન આવતાં ભૂતકાળ ખતમ થઈ જાય છે. જ્યારે જીવાદિ સત પદાર્થો અનાદિના છે. એટલે વર્તમાન કાળ લીધો છે. આથી ભૂતકાળના નિષેધનો સંભવ નથી. ભાષ્યકાર મભૂતકાળને સ્વીકારે છે. વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે માટે ભૂતકાળનો પ્રયોગ કર્યો નથી એવું સમજાય છે. ભૂતકાળની જેમ ભવિષ્યકાળનું પણ અગ્રહણ થવું જોઈએ !
ઠીક. તો ભવિષ્યકાળ પણ ન લો. નિરર્થક શા માટે એને લેવો ? વર્તમાનથી જ કામ થઈ જશે. કેમ કે સત હંમેશા વર્તમાન જ છે. સત્ થયું નથી અને થશે પણ નહીં. અનાદિથી છે છે ને છે. આથી ભવિષ્યનું ગ્રહણ પણ શા માટે કરવું જોઈએ ? ભૂતકાળની જેમ ભવિષ્યકાળનું પણ અગ્રહણ થવું જોઈએ. ભવિષ્યકાળના ગ્રહણનું પ્રયોજન.
- તારી વાત ઠીક છે પણ અહીં ભાષ્યકારનો આશય એ છે કે કેટલાક અવિવિક્ત બુદ્ધિવાળા–વિવેચના કરી શકે તેવી બુદ્ધિથી રહિત છે તેવાઓ વર્તમાનકાલીન વસ્તુનો કદાચિદ્-કોઈ પણ વખત ભવિષ્યકાળની સાથે સંબંધ થતો નથી આવું કહે છે અર્થાત્ વર્તમાનવિશિષ્ટ વસ્તુનો ભવિષ્યની સાથેના સંબંધનો નિષેધ કરે છે. તેના નિષેધ માટે ભવિષ્યકાળ લીધો છે.
જો વર્તમાન વસ્તુનો ભવિષ્ય સાથે સંબંધ માનવામાં ન આવે તો ભવિષ્યમાં વર્તમાન વસ્તુના અભાવનો પ્રસંગ આવે. માટે વર્તમાનવિશિષ્ટ વસ્તુનો કે જે વિનાશ પામનારી નથી તેનો ભવિષ્યત્ સાથે સંબંધ માનવો જ જોઈએ. તેથી જ જેઓ વર્તમાનવિશિષ્ટ વસ્તુનો ભવિષ્યકાળ સાથે સંબંધ ન સ્વીકારે તે યુક્તિયુક્ત નથી.
માટે જ ભાષ્યકારે વિનશ્યતિ ના વિનશ્યતિ તેન્નિત્યમ્ કહી ભવિષ્યકાળનું પણ પ્રહણ કર્યું છે.
આનાથી સ્પષ્ટ સમજાઈ છે કે જે છે છે ને છે” “તે નિત્ય છે.' ત્રણે કાળમાં જે હોય તે નિત્ય છે. અનાદિથી જીવાદિના સત્ત્વાદિ ધર્મો છે જ, ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. ત્રણે કાળમાં વિદ્યમાન છે. એની અવિદ્યમાનતા થતી જ નથી. આ રીતે સત્ સત્ત્વાદિ ધર્મોથી નિત્ય છે.
૧. ભાષ્યકાર મ. ભૂતકાળને સ્વીકારે છે, કેમ કે આગળ સૂ. ૩૯ની ટીકામાં ત્રણે કાળનો પ્રયોગ કર્યો
છે, અને ત્યાં જણાવ્યું છે “અતીતા: સંપર્યવસાના વર્તમાન વધ:' ભૂતકાળ વર્તમાનની અવધિવાળો છે. એટલે ભૂતકાળ માનવો જ જોઈએ. નહીં તો વર્તમાન પણ સિદ્ધ થાય નહીં. અતીતકાળ હોય તો જ વર્તમાન છે. કેમ કે વર્તમાનની અવધિવાળો અતીતકાળ છે. જેની અવધિ છે તે અવધિવાળો ન મનાય તો અવધિ કોની ? વર્તમાન ભૂતકાળની અવધિ છે એટલે અવધિવાળો પણ છે જ એ જ ભૂતકાળ છે. આ રીતે ભાષ્યકાર ભૂતકાળ માને જ છે અને તે વર્તમાનની અવધિવાળો એ સપર્યવસાન છે. વર્તમાન શરૂ થતાં ભૂતકાળનો નાશ થાય છે એટલે અહીં વર્તમાનનો પ્રયોગ કર્યો છે માટે ભૂતકાળનો પ્રયોગ કર્યો નથી. આવું રહસ્ય સમજાય છે.