________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૮
૫૬૧ પર્યાયનય કેવલ વર્તમાનને જ માને છે, અતીત અને અનાગતને માનતા નથી. એટલે પર્યાય નથી. અતીત અને અનાગતનો અભાવ હોવાથી કાળ વૃત્ત નથી અને વર્ત્યનું નથી, પર્યાય નયથી કાળ અસત્ છે.
આથી કાળ દ્રવ્યાર્થિક નયથી સત્ સત્ છે અને પર્યાયાર્થિક નયથી સત્ સત્ છે. આ પ્રમાણે વ્યવસ્થા હોવાથી કાળ સત્ છે અને ગુણપર્યાયવાળો છે.
આ રીતે કાળ દ્રવ્ય છે એ સિદ્ધ થયા પછી તે અપેક્ષાકારણ છે તે બતાવીએ છીએ. કાળ અપેક્ષાકારણ છે...
અને આ કાળ નિર્વર્તક હેતુનું જે કર્મ (કાર્યો છે તેનું અપેક્ષાકારણ છે, અને એને સિદ્ધ કરનાર એનું લિંગ મનુષ્યલોકમાં પ્રત્યક્ષ છે. અર્થાત્ મનુષ્યલોકમાં પ્રત્યક્ષ લિંગવાળો કાળ છે.
વળી તે વર્ષાદિ લિંગો નિયમવાળાં છે. કાળને સિદ્ધ કરનારાં લિંગો...
વર્ષા, ઉષ્ણ, શીત, વાત, અશનિ, હિમ, વીજળી, અભ્ર ગર્ભરવ, ઉલ્કાર, અંકુર, કિસલય, પત્ર, ફળ, હરિત, પ્રસૂનોદય, પ્રવાસ, તારાગુચક્ર, ક્રમ વગેરે છે.
કાળને સિદ્ધ કરનારાં લિંગ છે તેમ પ્રયોગ પણ છે. નીચે પ્રમાણે પ્રયોગ-અનુમાન કરી શકાય છે.
પક્ષ–ચોક્કસ નિયમની વ્યવસ્થાપૂર્વક થનાર વર્ષાદિ અને વનસ્પતિ આદિનાં જે પરિણામો..
સાધ્યયથાસ્વ–પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન અપેક્ષાકારણ એવું જે બીજું દ્રવ્ય છે તેના સંબંધની અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે.
હેતુ–૧. નિરંતર એકરૂપ પરિણામ ન હોય છતે ચોક્કસ વ્યવસ્થાપૂર્વક ઉત્પન્ન થતા હોવાથી...
૨. તે જ વખતે કાર્યરૂપે થતા હોવાથી... ૩. તે તે પરિણામને પ્રાપ્ત થતા હોવાથી..
દષ્ટાંત-જેમ પોતાનાથી ભિન્ન એવા રૂપના નિશ્ચય કરવામાં તત્પર ચક્ષુ, રૂપના વિજ્ઞાનમાં બહારના પ્રકાશની અપેક્ષા રાખે છે.
જેમ પોતાનાથી ભિન્ન એવા રૂપના નિશ્ચય કરવામાં તત્પર ચક્ષુ, રૂપના વિજ્ઞાનમાં બહારના પ્રકાશની અપેક્ષા રાખે છે તેમ નિરંતર એકરૂપ પરિણામ ન હોય છતે ચોક્કસ વ્યવસ્થાપૂર્વક ઉત્પન્ન થતા હોવાથી, તે જ વખતે કાર્યરૂપે થતા હોવાથી, તે તે પરિણામને પ્રાપ્ત થતા હોવાથી ચોક્કસ નિયમની વ્યવસ્થાપૂર્વક થનાર વર્ષાદિ અને વનસ્પતિ આદિનાં જે
૧. ઇન્દ્રનું વજ ૨. રેખાના આકાર જેવો આકાશમાંથી પડતો તેજનો સમૂહ.