SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ માતૃકા એટલે સ્વરો અને વ્યંજન આ માતૃકા બધા વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ આદિ વિકલ્પ(ભેદો)ની યોનિ(સ્થાન) છે. મા તૃ કા આ ત્રણ અક્ષરરૂપ જે પદ, આ પદ એ જ શબ્દ એનાથી વાચ્ય કહેવાય છે. આ પ્રમાણે ધર્માદિ અસ્તિકાયો વ્યવહારમાં કારણ બને એવા અનેક પર્યાયોથી યુક્ત અને વ્યવહા૨ના કારણ ન બને એવા પણ અનેક પર્યાયોથી યુક્ત છે. આમ અસ્તિકાય વ્યવહાર્ય અને અવ્યવહાર્ય આવા અનેક પર્યાયોના આશ્રય છે. તેમાં જેણે જે વ્યવહાર કરવો હોય તે રીતે વ્યવહા૨ના અર્થીઓ ત્યાં ત્યાં તેનો વ્યવહાર કરે છે. માટે વ્યવહાર યોગ્ય માતૃકાપદ જ છે. દ્રવ્યાસ્તિકાય વગેરે વ્યવહાર યોગ્ય નથી. આ પ્રમાણે વ્યવહાર નયનો અભિપ્રાય—મત છે. આ રીતે દ્રવ્યાસ્તિકની શુદ્ધાશુદ્ધપ્રકૃતિ એવા નૈગમનયની વિચારધારાને આપણે વિચારવા પ્રયત્ન કર્યો. નૈગમનય ‘દ્રવ્ય પણ જુદું છે', ‘પર્યાય પણ જુદા છે' આ રીતે સામાન્ય અને વિશેષને સ્વતંત્ર સ્વીકારે છે. તેમાં સંગ્રહનયના અભિપ્રાયે દ્રવ્યાસ્તિક સત્ (દ્રવ્ય સામાન્ય) અને વ્યવહા૨ નયના અભિપ્રાયે માતૃકાપદાસ્તિક સત્ (દ્રવ્ય વિશેષ) સ્વીકારે છે. આ રીતે નૈગમનયની વિચારણા પૂરી થઈ. હવે સંગ્રહ અને વ્યવહાર નયને વિચારીએ. સંગ્રહ અને વ્યવહા૨ નય પ્રત્યેકના સો સો ભેદ પડે છે. આથી આ બંને નયો બહુમુખવાળા છે. અર્થાત્ આ બે નયોના નિરૂપણ કરવાના ઘણા પ્રકારો છે. હવે માતૃકાપદાસ્તિકપણે બતાવેલ જે વ્યવહાર નય છે તે વ્યુત્પત્તિના નિમિત્તથી પ્રાપ્ત થતા અર્થથી યુક્ત છે તે બતાવે છે— ‘વ્યવહાર નયનું' જે વ્યવહાર નામ આપવામાં આવ્યું છે અન્વર્થ સંજ્ઞા છે અર્થાત્ ગુણયુક્ત નામ છે. તે આ પ્રમાણે— - અવહરાં-વિમનનું વિભાગ કરવો અર્થાત્ જુદું જુદું સ્વરૂપ બતાવવું તે અવહાર: કોનો વિભાગ કરવો ? કોનું સ્વરૂપ જુદું જુદું બતાવવું ? એક સત્ત્વનો વિભાગ કરવો અર્થાત્ એક સત્ત્વનું જુદું જુદું સ્વરૂપ બતાવવું. એક સત્ત્વનો લોકયાત્રા-લૌકિક વ્યવહારની સિદ્ધિ માટે અનેકરૂપનો આશ્રય કરીને વિભાગ સંભવે છે તે સત્ત્વ સિવાય કોઈનો થઈ શકતો નથી. તે આશયથી ‘કોનો' (વિભાગ) એ પ્રશ્ન કરી ‘એક સત્ત્વનો' એવો ઉત્તર આપ્યો. હવે બીજો પ્રશ્ન થાય કે સત્ત્વનો વિભાગ કોના વડે થાય ? ૧. उत्पन्नानामेवसत्त्वात् स्थूलसूक्ष्मोत्पादकलापेऽअस्तिमत्युत्पन्नास्तिकं, अनुत्पन्नस्य वान्ध्येयव्योमोत्पलादेरसत्त्वात् उत्पत्तिमतोऽवश्यं विनाशात् विनाशितमिति पर्यायास्तिकं प्रायो विनाश उच्यते ॥.... हा० वृ० पृ० २४० / २
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy