________________
૪૯૦
તત્ત્વાર્થ સૂત્ર
પર્યાયો-શક્તિઓ. આ પર્યાયો અન્યોન્ય વિલક્ષણ છે. તેની (સત્ની) જ શક્તિઓ છે.
તે અનંત છે.
તેમાં સ્વપર્યાયના અન્વય(વિધિ)ની જેમ પરપર્યાયનો વ્યતિરેક (નિષેધ) પણ વસ્તુના સ્વભાવના જ્ઞાનનું અંગ (સાધન, કારણ) છે. અર્થાત્ આત્માના જ્ઞાન, દર્શનાદિ સ્વપર્યાયો એટલે સદ્ભાવ પર્યાયો છે. તે જ્ઞાનાદિ પર્યાયોથી જેમ આત્માનો બોધ થાય છે તેમ ધર્માદિના જે ગતિ ઉપકારકત્વ આદિ પર્યાયો છે તે ધર્માદિ આત્માથી પર છે તેથી તે ગતિ આદિ પર પર્યાયઅસદ્ભાવ પર્યાય છે. આ પર્યાયોથી આત્મા ધર્માદિ દ્રવ્ય નથી. કેમ કે ધર્માદિના ગતિ
આદિ પર્યાયોનો આત્મામાં અભાવ છે માટે આત્મા ધર્માદિ દ્રવ્ય નથી આવો બોધ થાય છે.
પ્રશ્ન :- ૫૨ પર્યાયનો વ્યતિરેક એ પદાર્થના બોધનું કારણ કેવી રીતે બને ?
ઉત્તર :- ૫૨ પર્યાયની નિવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો વસ્તુના સદ્ભાવ પર્યાયનું ગ્રહણ નહિ થાય. કેમ કે પરરૂપથી અસત્ત્વનું ગ્રહણ ન થાય તો સ્વરૂપથી જેમ સત્ તેમ પરરૂપથી પણ સત્ છે. આનો પ્રતિષેધ નહીં થાય. 7 નિષિદ્ધ અનુમત' એ ન્યાયથી અનુમત થઈ જશે ! એટલે પરરૂપે સત્ત્વનો પ્રતિષેધ થયો નહીં. આથી વસ્તુના સ્વરૂપનું સાંકર્ય થઈ જશે. માટે પર્યાયથી સત્ નથી આવો નિષેધ કરવો જ જોઈએ. તો સ્વરૂપસાંકર્ય નહિ આવે અને પર પર્યાયથી સત્ નથી આવો નિષેધ પ્રાપ્ત થાય છે. આમ પરપર્યાયનો વ્યતિરેક પદાર્થના બોધનું કારણ બને છે.
પર્યાયથી નથી આમ નિવૃત્તિનું ગ્રહણ ન કરીએ તો વસ્તુના સદ્ભાવનું ગ્રહણ થતું નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ સ્વપર્યાયથી છે અને પર્યાયથી નથી. આથી અસદ્ભાવ પર્યાયનો ઉપયોગ વિનિવૃત્તિ દ્વારા જ થાય છે.
પ્રશ્ન :- નિવૃત્તિ તો તુચ્છરૂપ છે તો એ વસ્તુનો સ્વભાવ કેવી રીતે બને ?
ઉત્તર :- અહીં નિવૃત્તિ એટલે અભાવ (અત્યંતાભાવ) એવો અર્થ વિવક્ષિત નથી. પણ વિવક્ષિત દ્રવ્યથી દૂર કર્યા છે બીજાં બધાં દ્રવ્યોના વિશેષ લક્ષણો એવો તથા—તેવા પ્રકારનો સ્વભાવ તે જ નિવૃત્તિ શબ્દનો વાચ્યાર્થ છે. અર્થાત્ અહીં અભાવ લેવાનો નથી. કેમ કે બધાં દ્રવ્યોમાં સામાન્ય પર્યાયો તો સરખા પણ છે. એટલે જે જે દ્રવ્યોનાં વિશેષ લક્ષણો (ધર્મો) છે તેની નિવૃત્તિ અહીં લેવાની છે. એટલે જે વિવક્ષિત દ્રવ્ય છે તે સિવાયનાં દ્રવ્યોમાં રહેલ જે વિશેષ લક્ષણો છે તે જ નિવૃત્તિ શબ્દનો અર્થ છે.
આ રીતે સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય એ વસ્તુનો સ્વભાવ છે આવું સિદ્ધ
થયું.
હવે તેનો સારી રીતે બોધ થાય માટે આગળ વિવેચન કરતાં જણાવે છે કે—
સિદ્ધ થયેલ સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાયમાં એટલે કે વિધિ(જ્ઞસ્તિ)ના વિષયવાળા અન્વય (સામાન્ય) અને પ્રતિષેધ(નાસ્તિ)ના વિષયવાળા વ્યતિરેક(વિશેષ)માં અનિયમ ન થાય અને અતિપ્રસંગ ન આવે માટે ‘કથંચિત્' અર્થના ઘોતક, પિ શબ્દ સહિત