________________
૪૬૪
તત્ત્વાર્થ સૂત્ર જો અયોગસામાન્યનો વ્યવચ્છેદ કરીએ તો અયોગવિશેષનો વ્યવચ્છેદ નથી થતો, અને અયોગવિશેષનો વ્યવચ્છેદ ન થયો એટલે વસ્તુ સર્વયોગવિશેષસ્વભાવવાળી થાય !
હવે જો અયોગવિશેષનો વ્યવચ્છેદ થાય તો અયોગસામાન્યનો વ્યવચ્છેદ ન થાય, અને અયોગસામાન્યનો વ્યવચ્છેદ ન થાય તો અયોગવિશેષનો અયોગસામાન્યના સ્વરૂપમાં પ્રવેશ થઈ જાય. આ રીતે અયોગસામાન્યના સ્વરૂપમાં અયોગવિશેષનો પ્રવેશ થઈ જતો હોવાથી સર્વ પણ અયોગવિશેષનો અવ્યવચ્છેદ થાય, તો અયોગવિશેષનો વ્યવરચ્છેદ કેવી રીતે થાય ?
જો અયોગસામાન્ય અને અયોગવિશેષ ઉભયનો વ્યવચ્છેદ થાય તો કથંચિતુ અયોગવિશેષ નથી ને કથંચિત છે આમ સ્યાદ્વાદ આવી ગયો. એટલે એકાંતવાદીનું અવધારણ નિષ્ફળ જ રહે છે. આ રીતે પ્રસંગની યોજના કરવી.
હવે આપણે પ્રકૃતિને અનુસરીએ. મૂળ વાત પર આવીએ.
સર્વથા સામાન્ય અને વિશેષરૂપ હોવાથી અસ્તિત્વ એ પ્રકારવાળું (ભેદવાળું) છે. આથી સામાન્ય અસ્તિત્વથી આત્મા છે અને ઘટ, પટાદિ વિશેષ અસ્તિત્વથી આત્મા નથી. એટલે આત્મા ચાન્ પ્તિ “ચાત્ નાત આ પ્રમાણે ભંગ બને છે.
આ બંને પ્રયોગમાં રહેલ “સાત શબ્દ કથંચિત્ અર્થવાળો અવ્યય છે. એટલે “ચાત્' પદની યોજનાથી અસ્તિત્વ સામાન્ય ધર્મની અપેક્ષાએ આત્મા છે અને જે ઘટ, પટાદિ અસ્તિત્વ વિશેષ છે તે અપેક્ષાએ આત્મા નથી.
વળી જે સત્ છે તે નિયમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ જે સત્ છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હોય છે આવો નિયમ છે.
આ નિયમ આપણે એક દાંત લઈ વિચારીએ. દા. ત. જેમ આત્મા. દ્રવ્યથી જીવ દ્રવ્યરૂપે છે, ક્ષેત્રથી આ ભરતાદિક્ષેત્રની અપેક્ષાએ છે. કાળથી વર્તમાનકાળના સંબંધીપણે છે.
ભાવથી જ્ઞાન, દર્શનના ઉપયોગરૂપે અને મનુષ્યગતિની અપેક્ષાએ છે. આવું પ્રતિપાદન કરીએ ત્યારે એટલે કે –
“જીવ દ્રવ્યરૂપ આ આત્મા આ ભરતક્ષેત્રમાં હાલમાં મનુષ્યરૂપે છે આવું વિચારીએ ત્યારે આ ગમ્યમાન થાય છે કે
આત્મા બીજા દ્રવ્યરૂપે અન્ય ક્ષેત્રના સંબંધીપણે, અન્ય કાળના સંબંધીપણે, બીજા ભાવના સંબંધીપણે નથી. અર્થાત્ ઘટાદિ બીજા દ્રવ્યની અપેક્ષાએ, મહાવિદેહાદિ બીજા ક્ષેત્રની અપેક્ષાએ, ભૂતકાળાદિ બીજા કાળની અપેક્ષાએ નારકાદિ બીજી ગતિની અપેક્ષાએ નથી.
આ રીતે આત્માનું અસ્તિત્વ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે, અન્ય દ્રવ્યાદિની અપેક્ષાએ નથી. આવું જે પ્રતિપાદન કર્યું તે સ્વીકારવામાં ન આવે તો દોષ આવે છે.