________________
૩૩૬
તત્ત્વાર્થ સૂત્ર આ પ્રમાણે સ્યાદ્વાદી માટે દ્રવ્ય-પર્યાયની પ્રક્રિયાનો વિસ્તાર જે વિશ્વનું મુખ છે તેમાં એકાંતવાદીએ જે વિચારણા કરી છે તે બધી પદાર્થના સાચા સ્વરૂપને સિદ્ધ કરવામાં અસાધન જ છે. અર્થાત્ વિશ્વમાં જે જે વિચારણા કે નિરૂપણ થાય છે તે ક્યાં તો દ્રવ્યનયનો વિસ્તાર છે, ક્યાં તો પર્યાયનયનો વિસ્તાર છે પણ આ બે નયમાં સમાવિષ્ટ ન થાય તેવું કોઈ નિરૂપણ નથી કે વિચારણા નથી. આ રીતે સ્યાદ્વાદી માટે તો એકાંતવાદીની કોઈ વિચારણી યુક્તિયુક્ત બની શકતી નથી.
આમ વિનાશ સહેતુક છે આવું આપણે પ્રતિપાદન કરીએ છીએ એટલે બૌદ્ધો જે જણાવ્યું હતું કે–
“વિનાશ કરવાનું મુગર આદિમાં સામર્થ્ય નથી.” તે વાત બરાબર નથી. કારણ કે તભાવભાવિતયા-ઘટવિનાશભાવભાવિતયા ઘટ વિનાશરૂપે કપાલાદિ ઉત્પત્તિનું સામર્થ્ય છે જ. મુગર આદિ ઘટનો વિનાશ કરે છે એટલે જ ઘટવિનાશરૂપ કપાલાદિની ઉત્પત્તિ થાય છે. આપણે ત્યાં ઉત્તર અવસ્થાની પ્રાપ્તિ એ જ પૂર્વ અવસ્થાનો વિનાશ છે. માટે મુગરાદિમાં સામર્થ્ય છે જ. આ રીતે પ્રાયોગિક વિનાશનું સમર્થન થયું. પ્રાયોગિક વિનાશના નિરાકરણ માટે બૌદ્ધ કરેલા વિકલ્પોનું ખંડન....
વળી પૂર્વમાં ત્રણ વિકલ્પને જેમ તેમ કરીને ઊભા તો કર્યા પણ પ્રમાણવિષયક વિચારને સહન કરી શકે નહિ તેવી સુકુમાર પ્રજ્ઞાવાળાએ થોડી શરમ આવવાથી પહેલો વિકલ્પ અતિશૂલ છે આમ કહીને તેની ઉપેક્ષા કરી.
તથા બીજો વિકલ્પ... મુગરાદિ વિનાશના હેતુ સ્વભાવાન્તર કરે છે....એનું પ્રતિપાદન કરતાં કહ્યું કે . જો વિનાશના હેતુથી સ્વભાવાન્તર કરાય છે તો ઘટ તો તેને તે અવસ્થામાં છે. તો બધા ઘડાઓથી થતી જલધારણ આદિ ક્રિયાનો પ્રસંગ આવશે.. આવો શાપ આપ્યો. અર્થાત્ ઘડો તાદવથ્ય હોવાથી જલધારણ કરવું જોઈએ, થતું નથી માટે “વિનાશના હેતુ સ્વભાવાન્તર કરે છે આ વિકલ્પ પણ થઈ શકતો નથી. આ રીતે બીજો વિકલ્પ કરીને વિનાશને નિર્દેતુક સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે તે તો શાપ પ્રદાનની ઉદ્ઘોષણા કરી છે. બીજું કશું જ નથી.
આ બે વિકલ્પો પહેલપહેલ ઉત્પન્ન થયેલા સર્વ પદાર્થના જ્ઞાનવાળા બુદ્ધ ખુદ ઉત્પન્ન કરેલા છે કે ભિક્ષુવર ધર્મકીર્તિએ સ્વયં કલ્પેલા છે ?
ખરેખર અમે તો આવો જે વિકલ્પ ઉઠાવ્યો છે કે વિનાશનો હેતુ ઘટને જ કરે છે કે સ્વભાવાન્તર કરે છે? આ વચનયુક્તિથી આશ્ચર્ય પામ્યા છીએ. આવા વિકલ્પ કર્યા પણ બુદ્ધિથી ખાલી થયેલા એવા તેણે વિનાશ હેતુ વડે જે કરાય છે તે જ એક ન કહ્યું.
૧,
બુદ્ધના ઉપહાસ માટે આ વિશેષણ છે. હજી સુધી બુદ્ધ સિવાયના કોઈ પણ વિદ્વાને આવો વિકલ્પ કર્યો નથી. આ બુદ્ધ વિદ્વાને જ કરેલો છે માટે આનું જ્ઞાન સર્વાર્થ વિજ્ઞાન છે.