________________
તત્ત્વાર્થ સૂત્ર
શંકા :- એકાંતવાદી ‘સ્વાત્મત્વ અપૃથભૂત’ ઉત્પાદ-વિનાશ છે. અર્થાત્ ઉત્પાદવિનાશનો સ્વાત્મા જુદો નથી—અભિન્ન છે આવું સ્વીકારતા નથી.
સમાધાન :- અમે તેને સિદ્ધ કરવા માટે વિસ્તાર કરીએ છીએ અને દૃષ્ટાંત દ્વારા સમજાવીએ છીએ.
૩૪૪
દા. ત. સર્પરૂપ દ્રવ્યનો ઊંચે કૂદવાના આકારથી પોતામાં ઉત્પાદ થયો તે જ સર્પરૂપ દ્રવ્યનો પતનરૂપ—નીચે પડવારૂપ આકારથી પોતામાં વિનાશ થયો. બંને આકાર સર્પદ્રવ્ય રૂપ જ છે. સર્પમાં જ ઊંચે કૂદવારૂપ ઉત્પાદ અને નીચે પડવારૂપ વિનાશ છે. એટલે સર્પથી ઉત્પાદ અને વિનાશ અભિન્ન છે. સર્પ જ આ બંને આકારવાળો છે એટલે સર્પ આ બંનેથી જુદો નથી. અને જો ભેદ થતો નથી તો સર્પાત્મા જ છે. સર્પસ્વભાવતા જ છે. આથી જ એકકાલીન હોવાથી ઉત્પાદ-વિનાશની દ્રવ્યથી અનર્થાન્તરતા પણ સ્વીકારવી પડશે. ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી અભિન્ન હોય છે.
આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એકકાલીન છે. આ માટે અનુમાન બતાવે છે. પરસ્પરાવધિકૌ ઉત્પાદવિનાશૌ-પક્ષ અનર્થાન્તરમ્-સાધ્ય
તદ્ઘતિપત્તેરભિન્નકાલત્વાત્ હેતુ
તેની પ્રતિપત્તિનો અભિન્ન કાળ એક જ કાળ હોવાથી અનર્થાન્તરભૂત છે. એકબીજાની અવધિવાળા ઉત્પાદ-વિનાશ પરસ્પર અવિધવાળા આનાથી ઉત્પાદને લઈને વિનાશ છે અને વિનાશને લઈને ઉત્પાદ છે.
તે ઉત્પાદનો આરંભ-આદ્ય ક્ષણ છે તેને અભિન્ન કાલીન વિશેષણ આપવામાં આવે છે. એટલે કે અભિન્નકાલીન ઉત્પાદ, આ રીતે ‘અભિન્નકાલીન’ વિશેષણથી યુક્ત ‘ઉત્પાદ’ કહેવાય છે. તો આ ઉત્પાદનો અભિન્ન કાલ કોની સાથે છે ?
તેના જવાબમાં કહેવું જ પડશે કે સામર્થ્યથી વિનાશની સાથે ઉત્પાદ અભિન્નકાલીન છે. કારણ કે વિનાશ પામી રહેલાની જે અંત્યક્ષણ છે અને ઉત્પાદની જે આદ્યક્ષણ છે તે ઉત્પાદ અને વિનાશ એકકાલીન છે. એટલે સામર્થ્યથી સિદ્ધ થયું વિનાશની સાથે અભિન્નકાલીન ઉત્પાદ છે. આ રીતે ઉત્પાદ-વિનાશ એકકાલીન અને જે એકકાલીન હોય છે તે અનર્થાન્તર (અભિન્ન) હોય છે એમ અમે ઉપર કહી ગયા છીએ.
જો પૂર્વના વિનાશનો અન્ય કાળ હોય અને ઉત્તરનો ઉત્પાદકાળ અન્ય હોય અર્થાત્ વિનાશ અને ઉત્પાદ ભિન્ન કાળ હોય તો પૂર્વ તો વિનષ્ટ છે અને તે વખતે ઉત્પાદ તો છે જ નહીં તો ઉત્તર ઉત્પન્ન થયું નહીં. આખર આ પ્રમાણે વિચાર કરતાં પૂર્વ વિનષ્ટ થયું તે કાળ જુદો અને હજી ઉત્પાદ થયો નથી એટલે વચમાં વસ્તુથી શૂન્યકાળ પ્રાપ્ત થશે અને કારણ વગર ઉત્તરની ઉત્પત્તિની આપત્તિ આવશે. માટે ઉત્પાદ અને વિનાશ એકકાલીન છે અને અનર્થાન્તર છે.
દા. ત. જેમ એક ક્ષણમાં રહેલું રૂપ એક હોવાથી જ તેની પ્રતિપત્તિની અભિન્નકાલતા