________________
તત્ત્વાર્થ સૂત્ર
પ્રયત્ન' સિવાય નહીં થતો હોવાથી શબ્દ એ અનિત્ય છે. આવું આપણે અનુમાન કરીએ છીએ. તેમાં સપક્ષ (દષ્ટાંત) ઘટ લઈએ. કેમ કે જેમ ઘટ એ પ્રયત્ન સિવાય નહીં થતો હોવાથી અનિત્ય છે તેમ શબ્દ એ પણ પ્રયત્ન સિવાય નહિ થતો હોવાથી અનિત્ય છે.
૧૭૬
હવે જે સપક્ષ ઘટ છે તે ઘટ શબ્દથી આપણને ઘટ અને અઘટ બંનેનો બોધ થશે. તો આપણો પ્રયત્ન સિવાય નહીં થતો હોવાથી આ હેતુ માત્ર ઘટમાં રહ્યો. અઘટરૂપ સપક્ષમાં આ હેતુ રહ્યો નહિ. કેમ કે અન્વયનો પ્રધાનપણે સ્વીકાર છે તેથી વ્યતિરેકરૂપ અઘટ સપક્ષમાં હેતુ રહેશે નહિ.
આ રીતે અન્વયની પ્રધાનતા સ્વીકારતા હેતુ સપક્ષમાં વ્યાપ્ત બનતો નથી.
સમાધાન :- આ શંકા પણ બરાબર નથી. કેમ કે આવું કહ્યું છે કોણે કે સપક્ષમાં વ્યાપ્ત હોય તો હેતુ સાધ્યનો ગમક બને છે અને સપક્ષમાં અવ્યાપ્ત હેતુ સાધ્યનો ગમક થતો નથી ? અર્થાત્ સપક્ષમાં હેતુ વ્યાપ્ત હોય કે ન હોય તે જોવાનું નથી પણ હેતુ અન્વય અને વ્યતિરેકી છે કે નહીં તે જ જોવાનું છે.
આવું અમે માનતા જ નથી કે સપક્ષમાં વ્યાપ્ત હોય તો હેતુ ગમક બને છે, વ્યાપ્ત ન હોય તો ગમક બનતો નથી.
અમે તો આટલું જ માનીએ છીએ, આટલું જ કહીએ છીએ કે અન્વય નિરપેક્ષ વ્યતિરેક ગમક થતો નથી. અર્થનો પ્રતિપાદક થતો નથી અને વ્યતિરેક નિરપેક્ષ અન્વય અર્થનો પ્રતિપાદક થતો નથી. પરસ્પરની અપેક્ષાવાળા હોય તો શિબિકાને વહન કરનારાઓની જેમ અન્વય અને વ્યતિરેક અર્થના પ્રતિપાદક બને છે. શિબિકાને વહન કરનારા જેટલા પુરુષો હોય તે બધા એકબીજાની અપેક્ષા રાખતા એ બધા જ પુરુષો શિબિકાને વહન કરવામાં પ્રધાન છે તેની જેમ પરસ્પર અપેક્ષા રાખતા હોય તો અન્વય અને વ્યતિરેક સર્વ ઠેકાણે પ્રધાન છે.
અથવા ક્વચિત્ કોઈ ઠેકાણે વિવક્ષાના કારણે બેમાંથી એકની ગુણભાવ અને પ્રધાન ભાવની કલ્પના થાય છે.
જેમ દ્વાદશશતિકામાં કહ્યું છે કે—“જે કહ્યું છે કે અપ્રસક્ત(જે પ્રસંગને પ્રાપ્ત નથી તે)નો નિષેધ શા માટે ? એકલો પ્રતિષેધ જ નથી કહેવાતો, પરંતુ તે વસ્તુનો કોઈ ભાગ અર્થાન્તરની નિવૃત્તિથી લોકમાં જણાય છે. જેમ ‘વિષાળિાત્ અનશ્વ: '‘શીંગડાવાળો હોવાથી અનશ્વ છે.’
આ દૃષ્ટાંતમાં અર્થાન્તર જે અશ્વ એની નિવૃત્તિથી વિષાનિત્વ શબ્દથી બળદ વગેરે જણાય છે—એટલે કે વસ્તુનો-પદાર્થનો કોઈ ભાગ બળદ વગેરે જણાય છે.
એટલે આ પ્રતિષેધ માત્ર નથી કહેવાતો પરંતુ પ્રતિષેધ દ્વારા કોઈ વસ્તુની સિદ્ધિ કરાય છે અર્થાત્ વિશેષ બતાવાય છે.
૧. પ્રયત્નાનન્તરીયકત્વાત્ એટલે પ્રયત્ન સિવાય નહિ થતો હોવાથી પ્રયત્ન સિવાય શબ્દ ઉચ્ચારાતો નથી એટલે જ્યાં જ્યાં પ્રયત્ન છે ત્યાં ત્યાં શબ્દ છે. શબ્દનું ઉચ્ચારણ પ્રયત્ન સિવાય થતું નથી એટલે શબ્દની સાથે પ્રયત્નની વ્યાપ્તિ છે.