________________
અધ્યાય-૫ સૂત્ર-૨૦
૧૩૫ હવે સુખાદિમાં પુદ્ગલ કેવી રીતે ઉપકાર કરે છે તે બતાવતાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવે
તે આ પ્રમાણે–
ભાષ્ય : ઈષ્ટ-મનગમતાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ સુખનો ઉપકાર કરે છે, અનિષ્ટ સ્પર્ધાદિ દુઃખનો ઉપકાર કરે છે, સ્નાન, આચ્છાદન (ઢાંકવું), અનુપન (લેપ કરવો), ભોજન વગેરે વિધિપૂર્વક લેવાય તો તે જીવિત અને આયુષ્યના અનાવર્તનમાં ઉપકાર કરે છે, વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે મરણ અને આયુષ્યના અપવર્તનમાં ઉપકાર કરે છે. સુખાદિનાં ઉદાહરણો
ટીકાઃ “તે આ પ્રમાણે' ઇત્યાદિ ભાષ્ય દ્વારા સુખ આદિ દરેકના ઉદાહરણ બતાવે છે.
કેટલાક સ્પર્શ વગેરે કોઈ વખત આશયના કારણે પ્રાણીઓને વલ્લભ-પ્રિય થતાં આત્મામાં પરિણામ પામવાના સ્વભાવરૂપ સુખને ઉપકૃત કરે છે. ભાષ્યમાં સુઇ શબ્દને લાગેલ છઠ્ઠી વિભક્તિનો અર્થ કર્મ છે.
અહીં ભાષ્યમાં “સુવ'માં છઠ્ઠી વિભક્તિ છે તે કર્મમાં છે. એટલે સુખકર્મક પુગલનો ઉપકારક છે. સ્પર્ધાદિ પુગલો સુખને મેળવવામાં ઉપકાર કરે છે. એના એ જ સુખકર સ્પશદિ દુઃખકર લાગે છે.......
જે સ્પર્શાદિ સુખકર લાગતા હતા તે જ સ્પર્ધાદિ અનિષ્ટ-દ્રષ્ય થતાં પોતાના આશયના કારણે દુઃખકર્મક ઉપકાર કરે છે અર્થાત્ દુઃખમાં નિમિત્ત બને છે....
કહ્યું છે કે–“જે પદાર્થો પર દ્વેષ કરે છે તે જ પદાર્થો પ્રલયમાન આસક્ત થતાં પ્રિય બને છે કેમ કે નિશ્ચય દૃષ્ટિથી આત્માને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી'...પ્રથમ શ્લો. પર
આથી સ્પર્ધાદિ પોતાના મનના વિકલ્પની અપેક્ષાએ ઈષ્ટ અને અનિષ્ટ બને છે.. સ્નાનાદિનો વિધિપ્રયોગ રહે તો આયુ અનપવર્તનીય રહે છે...
સ્નાનાદિનો વિધિથી પ્રયોગ કરવામાં આવે તો પ્રાણધારણરૂપ જીવિતમાં તે ઉપકાર કરે છે. આ વિધિપ્રયોગ દેશ, કાળ, માત્રા, પ્રમાણ, સામ્ય, દ્રવ્ય, ગુરુ, લાઘવ તથા પોતાના ૧. આ પ્રમાણે દુઃખ, જીવિત અને મરણમાં જે છઠ્ઠી વિભક્તિ છે તેનો અર્થ કર્મ સમજી લેવો.
कालं क्षेत्रं मात्रां सात्म्यं, द्रव्यगुरुलाघवं स्वबलम् । ज्ञात्वा योऽभ्यवहार्य भुङ्क्ते कि भेषजैस्तस्य ॥१३७|| भोक्त्रा कालो अपेक्षणीयः ग्रीष्मवर्षाशिशिरभेदः, ग्रीष्मे बहुपानकं पातव्यं, अत: स्वल्पतरं भुङ्क्ते, येन भक्तं पानं वाऽक्लेशेनैव जीर्यते । तथा वर्षासु साधारणं भक्तं पानं च, यथा उदरषट् भागऊनो भवति तथा भुङ्क्ते । शिशिरे क्षेत्रे शीतबहुलतमे (बहु) भुङ्क्ते, स्वल्पतरउदकं आपिबति ॥ तथा क्षेत्र सापेक्ष्यं रूक्षस्निग्धं शिशिरं च त्रिधा क्षेत्रम् । तत्र रूक्षे सुराष्ट्रादौ बहुभक्तभोजी भवति । न्यूनोदरषड्भागमात्रं स्निग्धे च बहुलविषये मात्रया अभ्यवहारं करोति । यथा सुजरं भवति । तथा शिशिरक्षेत्रे शीतबहुले काश्मीरादौ अन्नपरिपाक: सुखो भवति यथा तथाभ्यवहर्त्तव्यम् ॥ मात्रा निजाग्निबलापेक्षा प्रमाणयुक्तोऽपि आहारः कस्यचित् न क्षमते । अतः तादृशी मात्रा