________________
પ૩૪
તત્ત્વાર્થ સૂત્ર ટીકા :- મત્રાદ-આ ભાષ્યથી આગળ ગ્રંથની સાથે સંબંધ કરે છે. જઘન્યગુણસ્નિગ્ધવાળા અને જઘન્યગુણરૂક્ષવાળાનો બંધ થતો નથી, એ પ્રમાણે હમણાં જ આપે પ્રતિપાદન કર્યું.
તેનો નિષેધ કર્યો. આથી જે જઘન્યગુણવાળા નથી એવાં બીજાં પુદ્ગલોનો બંધ થવાનો પ્રસંગ આવે છતે સદશોના બંધના પ્રતિષેધમાં પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રમાણે અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ આ દ્વિગુણ નિષ્પનો એક ગુણ રૂક્ષ સાથે અને એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણરૂક્ષ સાથે બંધ થાય છે આવો અર્થ નીકળે છે.
આનો સ્પષ્ટ અર્થ એ સમજાય છે કે–જઘન્યસ્નિગ્ધ અને જઘન્યરૂક્ષના બંધનો પ્રતિષેધ કરવાથી ભિન્ન અધિકરણવાળા મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. આ અર્થથી પ્રતિજ્ઞાત થાય છે.
હવે પૂ. ભાષ્યકાર મ. પ્રશ્ન કરાવે છે કે શું તુલ્યગુણવાળાનો અત્યંત એટલે એકાંતે પ્રતિષેધ છે ?
ભાષ્યમાં રહેલ “અથ' શબ્દનો અર્થ પ્રસ્તુત વાત કર્યા પછી હવે આવો અર્થ થાય છે.
હવે એ પ્રશ્ન પૂછીએ કે એક ગુણસ્નિગ્ધવાળા પુદ્ગલનો તુલ્ય એકગુણસ્નિગ્ધવાળાં પુદ્ગલો સાથે શું એકાંતે નિષેધ છે ?
આ પ્રશ્ન કરે છતે પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે કે – હા, અત્યન્ત, નિષેધ છે. ક્યા સ્થળે પ્રતિષેધ સ્વીકારેલો છે ?
ગયચાળાનામ્ જાન્યગુણવાળાનો અધિકાર લઈને આ વાત કહે છે.
જેમ જઘન્યગુણવાળા સ્નિગ્ધ અને રૂક્ષોનો બંધ થતો નથી તેમ ગુણની સમાનતા હોય તો સદશોનો બંધ થતો નથી. અર્થાત્ પંચગુણસ્નિગ્ધ પરમાણુઓનો પંચગુણસ્નિગ્ધની સાથે બંધ થતો નથી. આ પ્રમાણે સંબંધ કરી લેવો.
આ રીતે ૩૪મા સૂત્રનો સંબંધ બતાવ્યો. હવે બીજી રીતે ૩૪મા સૂત્રનો સંબંધ બતાવતાં કહે છે કે–
અથવા ભિન્ન અધિકરણ એટલે જુદા જુદા અધિકરણરૂપ સ્નિગ્ધ અને રૂક્ષના બંધનો પ્રતિષેધ
૧. તુલ્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલ અને તુલ્યગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલનો બંધ થાય તે તુલ્યાધિકરણ
કહેવાય, કેમ કે સ્નિગ્ધ આધેય તુલ્ય છે અને સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલ અને રૂક્ષ ગુણવાળા પુદ્ગલનો બંધ થાય તે ભિન્ન અધિકરણ કહેવાય, કેમ કે આધેયભિન્ન છે. સ્નેહગુણનું સ્નિગ્ધ અધિકરણ છે અને રૂક્ષગુણનું રૂક્ષ અધિકરણ છે એટલે સ્નિગ્ધ એ જ અધિકરણ સ્નિગ્ધાધિકરણ અને રૂક્ષ એ જ અધિકરણ તે રૂક્ષાધિકરણ. આ બે અધિકરણ ભિન્ન છે.