________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૪
૫૩૫
કર્યો. હવે તુલ્યગુણવાળાનું શું માનવું?
આમ સામર્થ્યથી અધ્યાહાર કરીને વ્યાખ્યા કરવી જોઈએ.
તુલ્યગુણવાળા સ્નિગ્ધ' અધિકરણવાળા કે રૂક્ષઅધિકરણવાળાં પુદ્ગલોના બંધનો શું નિષેધ સ્વીકારવો અથવા બંધ થાય છે એમ સ્વીકારવું ?
આ પ્રશ્નના જવાબમાં પૂ. આચાર્ય મ. કહે છે કે–અત્યંત પ્રતિષેધ છે. એકાંતથી જ નિષેધ છે. તે નિષેધ “ર નથTળાનામ્' આ સૂત્રમાં અધિકૃત છે તેને લઈને કહેવાય છે કે
મુસાચ્ચે દશાનામ્ ક-૩૪ છે સૂત્રાર્થ :- ગુણસામ્ય હોય તો સદેશોનો બંધ થતો નથી.
આ સૂત્રમાં જે ગુપ શબ્દ છે તે ગુણ શબ્દ પૂર્વ ને બધાનામ્' આ સૂત્રમાં પણ આવેલો છે. ત્યાં ગુણ શબ્દનો અર્થ સંખ્યા અથવા આધિક્ય કર્યો. હવે અહીં બીજો અર્થ બતાવતાં
ટીકા - અથવા આ સૂત્રમાં ગુણ એટલે પ્રસિદ્ધ સ્નિગ્ધ-સ્નેહ અને રૂક્ષ ગુણ લેવો.
એટલે પૂર્વસૂત્રમાં જે “જઘન્યગુણ પદ છે તેની સાથે આ સૂત્રને જોડીને અર્થ કરવો એટલે જઘન્યગુણવાળા રૂક્ષગુણનો રૂક્ષગુણવાળા સાથે અને સ્નેહગુણનો સ્નેહગુણવાળા સાથે બંધ થતો નથી આવો ભાવ સમજાય છે.
ભાષ્ય :- ગુણસામ્ય હોય તો સદેશોનો બંધ થતો નથી. તે આ પ્રમાણે–તુલ્યગુણ સ્નિગ્ધનો તુલ્યગુણસ્નિગ્ધ સાથે અને તુલ્યગુણરૂક્ષનો તુલ્યગુણરૂક્ષની સાથે બંધ થતો નથી.
ટીકા :- અહીં ભાષ્યમાં પણ “ગુણ' શબ્દનો અર્થ પ્રસિદ્ધ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ કરવો.
“પુસા સતિ' ભાષ્યની આટલી પંક્તિનો અર્થ છે –“ગુણની સમાનતા હોતે છતે સ્નિગ્ધ અને રૂક્ષગુણોની સમાનતા હોય ત્યારે.
અહીં જે સતિ સપ્તમીનો પ્રયોગ કર્યો છે તે વિશિષ્ટ અર્થવાળી સપ્તમી વિભક્તિ છે એવું સૂચન કરે છે.
૧. બે સ્નિગ્ધ અધિકરણનું અર્થાતુ તુલ્ય સંખ્યાવાળા નિગ્ધ પુદ્ગલ અને સ્નિગ્ધ પુગલના અને બે રૂક્ષ
અધિકરણનું અર્થાતુ તુલ્ય સંખ્યાવાળા રૂક્ષ પુદ્ગલ અને રૂક્ષપુગલના બંધનો નિષેધ છે કે બંધનો
સ્વીકાર છે ? ૨. અર્થાત્ “Thસાથે સદશાનાનું સૂત્રમાં તે નથી લખ્યો પણ ન નવચTખાનામ્ સૂત્રમાં જે તે છે તેની
અનુવૃત્તિ લેવાની છે.