________________
૧૫૮
તત્ત્વાર્થ સૂત્ર વળી અહીં જેનું પ્રતિપાદન કરી રહ્યા છીએ તે કાળ પ્રસિદ્ધ છે અને ખરવિષાણ તો અપ્રસિદ્ધ છે માટે પ્રસિદ્ધ જે કાળ છે તેની જ શક્તિ મનાય. ૩. ક્રિયા :
ભાષ્ય :- ક્રિયા એટલે ગતિ. તે ત્રણ પ્રકારની છે. (૧) પ્રયોગ ગતિ, (૨) વિગ્નસા ગતિ, (૩) મિશ્રિકા ગતિ.
પૂ. ભાષ્યકાર મ કહ્યું કે ક્રિયા એટલે ગતિ સમજવી પણ સૂત્રમાં ‘ક્રિયા' શબ્દનો પ્રયોગ છે માટે આપણે વિજ્યા શબ્દને લઈને વિચારણા ચલાવીએ છીએ.
ટીકા - ક્રિયા એ દ્રવ્ય પરિણામ છે.. કરાય તે ક્રિયા' “શરણે ક્રિયા' અર્થાત્ દ્રવ્યનો પરિણામ. આ ક્રિયારૂપ દ્રવ્યના પરિણામને કાળ ઉપકારક છે.
તે આ પ્રમાણે–આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલી વર્તે છે (વર્તમાન), વર્તી હતી (અતીત), વર્તશે (અનાયત). પરિણામનો આશ્રય સમય ન મનાય તો અનિષ્ટપત્તિ :
જો આમ માનવામાં ન આવે તો અર્થાત્ દ્રવ્યના પરિણામનો ઉપકારક સમય છે તેમ માનવામાં ન આવે તો ભૂતકાળ જ વર્તમાન અને અનાગત થશે, અને અનામત વર્તમાન થશે તો સાંકર્ય આવશે. આ અનિષ્ટ છે.
આ અનિષ્ટપત્તિ ત્યારે જ ન આવી શકે કે સમયને માનીએ. સમયને માનીએ તો જ સમયભેદથી ભૂતકાળના સમયોની અપેક્ષાએ અંગુલી આદિની ક્રિયા “ભૂતા' હતી કહેવાય, વર્તમાન સમયની અપેક્ષાએ “થઈ રહી છે' કહેવાય અને ભવિષ્યકાળના સમયોની અપેક્ષાએ થશે” કહેવાય. આ ક્રિયાપર્યાય કહેવાય છે. આ રીતે આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલી વર્તે છે, વર્તી હતી. અને વર્તશે આ સિદ્ધ થશે.
માટે જેને લઈને અતીત આદિનો વ્યવહાર થાય છે તેનું અપેક્ષાકારણ કાળ છે. અને તે પરસ્પર અસંકીર્ણપણે વ્યવહારને અનુરૂપ પ્રસિદ્ધિને પામે છે. અતીત કાળના પ્રકારો :
અતીત કાળના બે પ્રકારો છે.
(૧) ભાવ અતીતકાળ, (૨) વિષય અતીતકાળ. ભાવ અતીત કાળ -
ઘટ વિનાશ પામ્યો.” આ ભાવ અતીતકાળ છે.
૧. જૈનોને ત્યાં જે ભાવ-પદાર્થ હોય છે તેનો જ વિનાશ છે. પ્રાગુઅભાવનો વિનાશ મનાય નહીં તેથી
ઘટાદિ જે ભાવ પદાર્થ છે તેનો નાશ થયો એટલે વર્તમાનમાં ઘટ નથી પણ અતીતમાં હતો. આમ