________________
૫૬૮
તત્ત્વાર્થ સૂત્ર વર્ણાદિ એ પરપર્યાય છે.
તેવી રીતે અનંત પ્રદેશવાળા વર્તનાદિ લક્ષણવાળા એક કાળ દ્રવ્યના બીજા પણ સત્ત્વ, શેયત્વ, દ્રવ્યત્વ, કાલ– વગેરે અર્થપર્યાયો અને અતીત, વર્તમાન અને અનાગત શબ્દોથી વાચ્ય પરિણામવિશેષ એવા વચનપર્યાયો અનંતા જ છે.
આ જ વાતને પૂ. સૂત્રકાર મ. ભાષ્યથી સ્પષ્ટ કરે છે.
ભાષ્ય - તે આ કાળ અનંત સમયવાળો છે. તેમાં વર્તમાન સમય એક જ છે, તથા અતીતકાળ અને અનાગતકાળ અનંત છે.
ટીકા :- અહીં ભાષ્યમાં રહેલો સ ચાલુ વાતને ગ્રહણ કરનાર છે. અહીં કાળનું પ્રકરણ છે તેથી એ સર્વનામ હોવાથી ભાષ્યમાં રહેલા “પુષ' શબ્દથી કાળનું જ અનુસંધાન થાય છે... અને જે “ર શબ્દ છે તેનો અર્થ હેતુ છે. એટલે “જે કારણથી અનંત સમયવાળો છે તેથી તે આ કાળ પરિણામી છે.”
અનાદિ અનંત એવી સમયની પરંપરામાં સંખ્યાનો નિર્દેશ થઈ શકે નહીં તેથી વિશિષ્ટ સંખ્યાના નિરૂપણ માટે પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં “અનંત સમય' આ શબ્દથી સમયની અનંત સંખ્યા કહી છે.
એટલે કાળ પ્રદેશવાળો છે. કેમ કે કાળ એ દ્રવ્ય છે. દા. ત. જેમ આત્મા અને આકાશ એ દ્રવ્ય છે તો પ્રદેશવાળા છે તેવી રીતે કાળ પણ દ્રવ્ય છે તો સપ્રદેશ છે.. અને પ્રદેશવાળો છે તેથી આકાશ અને આત્માની જેમ કાળ પરિણામી પણ છે.
હવે ભાષ્યની બીજી પંક્તિનો અર્થ વિચારીએ છીએ. તત્ર તે કાળ દ્રવ્યમાં જે વર્તમાન છે તે સમયરૂપ એક જ પ્રદેશ છે. તે સમય કેવો છે? તિર્યમ્ અઢી દ્વીપ અને બે સમુદ્ર વ્યાપી છે.
ઊર્ધ્વ ૯૦૦ યોજન અને અધો ૯૦૦ યોજન આમ ઊર્ધ્વ અને અધોલોકમાં ૧૮૦૦ યોજન પ્રમાણ છે.
કાળના છેદથી અનવયવ છે.
ક્ષેત્રના છેદથી પણ અનવયવ હોવા છતાં કલ્પિત અવયવવાળો છે. ભાવભેદથી વિકલ્પ સાવયવ છે.
તે આ રીતે બાકીનાં દ્રવ્યોને ઉપકારક છે. શેષ દ્રવ્યો ઉપકાર્ય છે અને આ ઉપકારક છે એટલે બાકીનાં દ્રવ્યો સાથે ઉપકાર્ય ઉપકારક ભાવ હોવાથી સાવયવ છે અને પોતાનામાં રહેલ અગુરુલઘુ પરિણામથી અનવયવ છે.
જોકે આ કોઈ અમારો એકાંત આગ્રહ નથી કે કાળ અનવયવ જ છે. કિંતુ વિભજય અને અવિભય પદાર્થના કથનથી અર્પિતાનર્પિતથી સિદ્ધિ થતી હોવાથી કાળથી અને દ્રવ્યથી અર્પિત