________________
તત્ત્વાર્થ સૂત્ર અધ્યાયમાં કરવામાં આવ્યું છે.
ત્રીજા અધ્યાયમાં નારકના જીવોનું વર્ણન છે. સાથે તિર્યંચ અને મનુષ્યોનું પણ વર્ણન કરી લેવામાં આવે છે.
ચોથા અધ્યાયમાં તો માત્ર દેવનું જ વર્ણન કરવામાં આવ્યું છે.
આમ જીવની વાત સુંદર વિસ્તારથી વિચારતા જીવતત્ત્વનો અધિકાર ચોથા અધ્યાયમાં પૂર્ણ થાય છે. અને તરત જ શિષ્યને હવે બીજા તત્ત્વ અજીવની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ અજીવ તત્ત્વનું નિરૂપણ સૂત્રકારે આ પાંચમા અધ્યાય સિવાય બીજે ક્યાંય કર્યું નથી. તેથી આ પંચમ અધ્યાયને અજીવ અધ્યાય કહી શકાય છે. જીવતત્ત્વનું સાર્વશીય અનુપમ વર્ણન...
જીવતત્ત્વના પ્રતિપાદનમાં જૈન દર્શનની અજોડ મૌલિકતા છે. કોઈ પણ દર્શનકારોએ જે વાત વિચારી નથી તેવી સુંદર વાતોથી કેવલજ્ઞાનના પ્રકાશથી પ્રાપ્ત થતી પરંપરા આપણને સ્પષ્ટ થતી દેખાય છે. અનાદિથી જીવને લાગેલા તૈજસ અને કાર્મણ બે શરીરો તેના યોગે તથા સંભવ પ્રાપ્ત થતા પાંચેય ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણશરીરની પ્રરૂપણા જૈન દર્શનમાં જ પ્રાપ્ત થાય છે. જીવનું શરીર પરિમાણપણું, એક ગતિથી બીજી ગતિમાં બહુ જ અલ્પ સમયમાં પહોંચી જવું, જીવને નવા શરીરમાં એકથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધીની પ્રાપ્તિ થવી આવા કેટલાય વિષયો એવા છે કે જે જાણવામાં ન આવે તો જીવવિજ્ઞાન અધૂરું તો શું રહે પણ જીવવિજ્ઞાનનો પ્રારંભ જ ન થઈ શકે.
આ જીવવિજ્ઞાનના વર્ણનમાં જૈન દર્શનની સાર્વશીયતા વિચારકને તુરત સમજાય છે..પૂ. તાર્કિક શિરોમણિ સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજા પોતાની લાત્રિશિકામાં કહે છે કે
य एष षड्जीवनिकायविस्तर: परैरनालीढः पथस्त्वयैवोदितः ।
अनेन सर्वज्ञपरीक्षण-क्षमास्त्वयि, प्रसादोदयोत्सवाः स्थिताः ॥ અજીવ તત્ત્વના નિરૂપણમાં જૈન દર્શનની મૌલિકતા.
આવી રીતે અજીવ વિજ્ઞાનમાં પણ જે સર્વજ્ઞનું જ્ઞાન પ્રતિબિંબિત થઈ રહ્યું છે તે સહુને વિસ્મય પમાડે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું તો નામ જૈન દર્શન સિવાય અન્યત્ર સાંભળવા નહીં મળે. આકાશને તો ઘણા દર્શનકારો માને છે. પણ અનંત આકાશની વ્યવસ્થા તાર્કિક રીતે મગજમાં બેસાડે તેવી લોકાકાશ અને અલોકાકાશની વ્યવસ્થિતતા અન્ય દર્શનમાં નથી. રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા પદાર્થોને તો સહુ માને છે પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શના આધારવાળું દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય છે, અને તે અનેક રીતે જુદું હોવા છતાં પરમાણુરૂપે એક જ છે. આવો મહાન પરમાણુ તત્ત્વવાદ આજના વૈજ્ઞાનિકોને પણ ચમકાવી દે તેવો છે. તેમાંય તે પરમાણુઓની પરસ્પર બદ્ધ અને ભિન્ન થવાની પ્રક્રિયા તો જૈન દર્શનની અલૌકિક કહેવાય તેવી સત્ય નિરૂપણતા છે.