________________
૨૫૦
તત્ત્વાર્થ સૂત્ર
ટીકા :- સંક્ષેપથી આ સૂત્રનો અર્થ આ છે—
સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશસ્વરૂપ સત્ છે. તે એકઠા રહેલા જ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ અવશ્યપણે સત્તા ગમક બને છે. અર્થાત્ સાથે રહેલા જ સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ સનું જ્ઞાન કરાવે છે. કારણ કે સ્થિતિ વગેરે સત્તા જ હોય છે પણ નિરુપાખ્ય (જેનું સ્વરૂપ કહી ન શકાય તેવા) અસત્તા ક્યારેય ઉત્પાદાદિ હોતા નથી. કારણ કે કોઈ પણ આકારે અસનું ઉપાખ્યાન-સ્વરૂપ કહી શકાતું નથી માટે નિરુપાખ્યના સ્થિતિ આદિ હોતા નથી.
જે વસ્તુનું ઉપાખ્યાન એટલે સ્વરૂપનું નિરૂપણ ન કરી શકાય તે વસ્તુ હોતી નથી. જે વસ્તુ કથંચિત્ ધ્રુવ ન હોય, કથંચિત્ ઉત્પન્ન થતી ન હોય અને કથંચિત્ વિનાશધર્મવાળી ન હોય સત્ નથી. તે જ સત્ કહેવાય છે કે જે કથંચિત્ ઉત્પાદ આદિ ધર્મવાળી વસ્તુ હોય. સત્ત્નું આ લક્ષણ ઉભય નયાવલંબી છે...
આ સૂત્ર દ્રવ્ય અને પર્યાય ઉભયનયાવલંબી છે, જે સંગ્રહાદિષ્ટ નયોનું મૂળ છે. તેમાં દ્રવ્યાસ્તિક ઉત્સર્ગરૂપ છે અને પર્યાયાસ્તિક અપવાદ સ્વરૂપ વિશેષ (અહીં ઉત્પાદ-વ્યય) છે. કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય કોઈ એક સંગ્રહાદિ નય સ્વીકારતા નથી પણ એ બધા નયોનો સમાવેશ જેમાં થાય છે તે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયો છે. આ બે નયોને લઈને જ ઉત્પાદાદિ બની શકે છે. કેમ કે ઉત્સર્ગ અને અપવાદરૂપ આ બે નયો જ સંગ્રહાદિ નયોના વિસ્તારનું મૂળ છે. અને આ બે નયથી બધી વસ્તુનું નિરૂપણ થાય છે. આમ આ સનું લક્ષણ ઉભય નયાવલંબી છે.
નયોના સ્વરૂપની ભલામણ...
વળી આ સંગ્રહાદિ નયોનું વિધિ (સામાન્ય) સ્વરૂપે અને અપવાદ (વિશેષ) સ્વરૂપે પહેલા અધ્યાયમાં નિરૂપણ કરેલું છે. આ નયોની પહેલા ચર્ચા કરી હોવા છતાં અહીં હવે વિશેષ વિવક્ષાથી થોડું કહેવાય છે.
ઉત્સર્ગના પર્યાય
૪.
દ્રવ્યાસ્તિક ઉત્સર્ગરૂપ છે. તે ઉત્સર્ગના વિધિ, વ્યાપિત્વ અને અપ્રતિષેધ આ પર્યાયો છે.
૧. આકાર કયો લેવાનો ? અહીં અસમસ્ત અને અખંડ શબ્દથી જે અભિલાપ્ય હોય એ ‘આકાર' શબ્દથી સમજવું પણ ‘શશશ્રૃંગાદિ' શબ્દથી અભિલાષ્ય જે આકાર છે તેનું અહીં ગ્રહણ નથી આમ સમજવું. ૨. જુઓ સંમતિ ‘મૂલપયડિસંગહો' ગાથા
૩.
પરસ્પર વિરુદ્ધ હોવાથી સૂત્રમાં સ્થિત્યાદિ આ ત્રણેનો એક આશ્રય બતાવ્યો તે અસંગત છે. આવી કોઈને શંકા થાય તેને દૂર કરવા માટે કહ્યું કે—આ સૂત્ર ઉભય નયાવલંબી છે.
સામાન્ય અને વિશેષ આ બંને નૈગમનયના વિશેષ છે તેથી વિશેષગ્રાહી નૈગમ વ્યવહારમાં આવી જાય છે અને સામાન્યગ્રાહી સંગ્રહમાં આવી જાય છે તેથી અહીં ટીકાકાર મ. સંગ્રહ વગેરે નયનું મૂળ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને કહ્યા છે એમ સમજવું. मुद्रित तत्त्वा० टि० पृ० ३७४
૫. પૂર્વ પૂર્વ વિધિ કહેવાય છે અને પર પર અપવાદ કહેવાય છે. મુ॰ đટી પૃ૦ રૂ૭૪
૬. ઉત્સર્ગમાં કરવાનું કહેવાય છે તેથી તે વિધિ કહેવાય છે. ઉત્સર્ગ બધાની સાથે સંબંધ ધરાવે છે માટે વ્યાપી છે. આ ઉત્સર્ગમાં કોઈનો નિષેધ નથી માટે અપ્રતિષેધ કહેવાય છે.