________________
અધ્યાય-૫: સૂત્ર-૨૫
૨ ૧ ૧
અવસ્થા હતી તેવી ને તેવી જ અવસ્થા રહેવી જોઈએ. હવે પરમાણુ અને આત્માની તેવી ને તેવી અવસ્થા રહે તો તે કારણ બની શકે નહિ. કાર્યના જનક બની શકે નહિ.
આમ એકાંતે અનન્ટ (નિત્ય) કારણ મનાય તો પણ દોષ આવે છે અને એ કારણ, કારણ બની શકતું નથી.
કાર્યકારણના સ્વીકારમાં એકાંતવાદીઓ માટે બીજી કોઈ અવસ્થા નથી. એ જ અવસ્થા છે : (૧) અનિત્ય, (૨) નિત્ય. આ બંનેમાં એકાંતવાદીઓનો એકાંત હોવાથી તેઓ ક્યાં તો કારણને એકાંત નિત્ય માનશે, ક્યાં તો એકાંત અનિત્ય માનશે.
આ રીતે એકાંત નિત્ય કે અનિત્ય માનતા ક્યાં તો તેવી ને તેવી અવસ્થા રહે એટલે કોઈ કાર્ય થાય નહીં અને ક્યાં તો તે બંને નષ્ટ થતાં કારણ અસત્ અવિદ્યમાન થઈ જશે માટે કાર્ય થશે નહિ અર્થાત્ આત્મા અને પરમાણુ કારણ બની શકશે નહિ.
આમ બેમાંથી કોઈ પણ રીતે સ્વીકારાય તો તે કારણ બની શકે નહીં અને કારણ બની શકે નહીં એટલે કોઈ કાર્યનો જનક બને નહિ. જયારે કાર્ય અને કારણ બંનેય જગતમાં પ્રસિદ્ધ છે.
ઉપર મુજબ કારણને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનવામાં દોષ આવે છે તો તેના નિવારણ માટે એકાંતવાદી એમ કહેવા ઉત્સુક થાય કે આ બેથી ત્રીજો જ જુદો પક્ષ (પક્ષાન્તર) એકાંત નિત્ય પણ નહીં, એકાંત અનિત્ય પણ નહીં પણ “અવક્તવ્ય કારણ છે આવો જુદો જ પત્ર સ્વીકારાય જે જાજ્વલ્યમાન છે.
આ “અવક્તવ્ય કારણ છે' આવો પક્ષ પણ બરાબર નથી. તે કહેવું પણ અયુક્ત છે. કેમ કે અવક્તવ્યતાનો પક્ષ સ્થિર કરવો અતિ મુશ્કેલ છે.
કોઈ પણ અવક્તવ્ય ત્રણ પ્રકાર હોઈ શકે છે. (૧) બોલવા માટે શક્ય ન હોય, (૨) એ વસ્તુનું અજ્ઞાન હોય, (૩) વસ્તુનો અભાવ હોય. હવે આપણે જોઈએ આ પરમાણુ અને આત્માદિ કારણ કયા પ્રકારે અવક્તવ્ય છે? (૧) કહેવાને અશકય હોવાથી અવક્તવ્ય છે ?
શું બોલવા માટે અશક્ય છે માટે અવક્તવ્ય છે? જેનો પરિચય આપી શકાય નહીં તે અવક્તવ્ય હોય છે.
જો આ રીતે તું અવક્તવ્ય કહે તો તારી આ વાત બરાબર નથી, કારણ કે લોકમાં તે પ્રમાણે પ્રતીત છે. માટે કહેવાને અશક્ય હોવાથી અવક્તવ્ય છે આવું તું કહી શકતો નથી.
(૨) અજ્ઞાન હોવાથી અવક્તવ્ય છે ? શું કાર્ય કારણનું અજ્ઞાન છે માટે અવક્તવ્ય છે ? કારણ કે જે વસ્તુનું જ્ઞાન ન હોય,