________________
૪૫૦
તત્ત્વાર્થ સૂત્ર પણ પર્યાયો વડે સત્ સંકોચાઈ જશે. અન્ય પર્યાયો વડે સત્ સંકીર્ણવૃત્તિ થશે. અર્થાત્ “સ્માત વગર નિયમ-અવધારણ રાખવામાં આવે તો આ બધા દોષો આવે છે એ નિયતવૃત્તિ સત્ તો દેખાય છે.
મતલબ એ સમજાય છે કે કોઈ પણ પદાર્થ વર્તમાનમાં એક અવસ્થામાં હોય છે, પરંતુ છે જ એમ કહ્યું એટલે એક જ કાળમાં સઘળી ય અવસ્થામાં છે એવું સમજાય. એટલે પદાર્થ બધી અવસ્થાવાળો સંકીર્ણ થયો, બધી અવસ્થાથી મિશ્ર થશે અને એક નક્કી અવસ્થાવાળો તો દેખાય જ છે. કારણ જોઈએ ત્યારે તેની એક અવસ્થા દેખાય છે અને આ તો મિત્ર બની ગયો. એટલે સ્યાત્’ પદ લગાડ્યા વિના માત્ર પ્રત્યેવ આટલું અવધારણપૂર્વક બોલાય તો આવા દોષ આવે છે.
માટે “ચાતુ પદ યુક્ત જ ‘ગત્યે' બોલવું જોઈએ તો ઉપરના દોષ આવે નહીં અને જે નિયત પર્યાય છે તેનો બોધ થઈ શકે.
પ્રશ્ન :- બાલપણું એ પુરુષનો સ્વભાવ જ છે ને ?
ઉત્તર :- આવું ન સ્વીકારાય. કેમ કે બાલપણું એ એક અવસ્થાવિશેષ છે. તેથી જ્યારે પુરુષ યુવાવસ્થામાં આવે છે ત્યારે બાલ્યાવસ્થા નાશ પામે છે, કેમ કે બાલ્યાવસ્થા એ યુવાવસ્થાનો પરિણામ નથી.
હવે વિચારો. જો બાલ-અવસ્થા પુરુષનો સ્વભાવ જ હોય તો તે તો નાશ પામી. એટલે સ્વભાવ નાશ પામ્યો તો સ્વભાવ વગરનો તો કોઈ પદાર્થ હોય જ કેવો ? માટે અવસ્થાની હાનિથી પુરુષનો અભાવ થશે ! માટે બાલ અવસ્થા એ પુરુષનો સ્વભાવ જ છે એવું ન મનાય.
' અર્થાતુ અવસ્થાવિશેષ પણ છે તેથી જેમ યુવારૂપે પુરુષ છે તેવી રીતે બાલરૂપે પણ પુરુષ છે, પણ જ્યારે યુવાપર્યાય વર્તમાન છે ત્યારે પુરુષ બાલપર્યાયથી વર્તમાન નથી, અને બાલ પર્યાયથી વર્તમાન છે ત્યારે યુવાપર્યાયથી વર્તમાન નથી.
આખી “સ્યા' શબ્દ યુક્ત જ “ચાત્ નવ પુરુષ:' આ પ્રમાણે પ્રયોગ કરવો જોઈએ. માટે “બાળ અપેક્ષાએ પુરુષ છે જ એ પ્રમાણે થાય. “બાળ અપેક્ષાએ પુરુષ છે જ પણ યુવાનની અપેક્ષાએ નથી, વૃદ્ધત્વની અપેક્ષાએ નથી. આ બધો અનેકાંતવાદનો મહિમા છે જેથી “સ્વાદુ, શબ્દના પ્રયોગથી “જે દેખાઈ રહી છે તે અવસ્થાનો સ્પષ્ટ બોધ થાય છે અને તેના સિવાયની અવસ્થાઓ જે વર્તમાનમાં નથી તેનો “યુવાવસ્થા નથી”, “વૃદ્ધાવસ્થા નથી આવો નાસ્તિત્વનો બોધ થાય છે. એટલે હવે બીજા ભંગની વાત કરીએ છીએ.
ઉપર જેમ માત્ર “રત્યેવ' કહે તો દોષ આવે છે એ વિચાર્યું. એવી જ રીતે એકાંતવાદીઓ દાત. નૈરાત્મવાદી બૌદ્ધ આદિ જે “નાયેવ આત્મા' “આત્મા છે જ નહીં. આમ
) હીએ,
૧.
એક
અનુગામી એવા એક વસ્તુના ક્રમભાવી જે પરિણામો છે તે અવસ્થા કહેવાય છે. દા. ત. અનુગામી એક પુરુષત્વ, એના ક્રમભાવી પરિણામો બાલત્વ, યુવત, વૃદ્ધત્વ, આ બધા પર્યાયો અવસ્થા કહેવાય છે.