________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૩૭ અને સ્થિતિને જન્મ આપનાર નથી માટે તે જ ધર્માસ્તિકાય અમાતૃકાપદ છે. એટલે ગતિમાં ઉપકાર કરનાર છે માટે ધર્માસ્તિકાય માતૃકાપદ છે અને સ્થિતિમાં ઉપકાર કરનાર નથી માટે ધર્માસ્તિકાય અમાતૃકાપદ છે.
આ “માતૃકાપદં' એકવચનમાં રાખીને વિચારણા કરી. તેવી રીતે દ્વિવચન અને બહુવચનમાં પણ વિચારણા કરવી.
દ્વિવચનમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બેને લેવા અને માતૃકાપદને “માતૃકાપદે દ્વિવચનાન્ત રાખવું. એટલે ધર્માધર્મ ગતિ-સ્થિતિના જન્મનો હેતુ હોવાથી આ બે માતૃકાપદ છે. અર્થાતુ ગતિમાં કારણ ધર્મ છે એટલે એ એક માતૃકાપદ અને સ્થિતિમાં કારણ અધર્મ છે એટલે એ બીજું માતૃકાપદ છે. આમ બે માતૃકાપદ કહીએ ત્યારે ધર્મ અને અધર્મ આવે, પણ આ જ બે આવે એવું સમજવું નહિ. પાંચમાંથી કોઈ પણ બે લેવાય. ગતિ-સ્થિતિની અપેક્ષાએ ધર્માધર્મ બે “માતૃકાપદ' અને અવગાહની અપેક્ષાએ બંને “અમાતૃકાપદ છે. કેમ કે તે બંને અવગાહમાં કારણ નથી.
એવી રીતે ગતિ-સ્થિતિ-અવગાહની અપેક્ષાએ ધર્મ-અધર્મ-આકાશ “માતૃકાપદાનિ બહુવચનાત્ત પ્રયોગ થાય કારણ કે ઘણા માતૃકાપદ છે. અહીં પણ પાંચમાંથી કોઈ પણ ત્રણ લઈ શકાય. આ જ ધર્મ-અધર્મ-આકાશ પરસ્પર ઉપકારની અપેક્ષાએ “અમાતૃકાપદ' છે. કારણ કે તેમાં કારણ નથી.
આ રીતે પાંચે પરસ્પર આપેક્ષિક “માતૃકાપદ છે અને અમાતૃકાપદ છે. પાંચમાંથી કોઈ પણ એકની વિવક્ષા કરીએ ત્યારે એકવચન, કોઈ પણ બેની વિવક્ષા કરીએ ત્યારે દ્વિવચન અને ત્રણ, ચાર, કે પાંચની વિવક્ષા કરીએ ત્યારે બહુવચનનો પ્રયોગ થાય.
માતૃકાપદ અને અમાતૃકાપદ પરસ્પર આપેક્ષિક છે તે બતાવવા માટે જ પૂ. ભાષ્યકાર મ. માતૃકાપદ બતાવવાના હતા તો પણ તેની સાથે અમાતૃકાપદ બતાવ્યા.
તેથી દ્રવ્યાસ્તિકાદિ કોઈ માતૃકાપદથી ભિન્ન નથી. ધર્માસ્તિકાયાદિ માતૃકાપદ છે એ જ પદાર્થ છે. એનાથી જુદું કોઈ પ્રૌવ્ય કે ઉત્પાદ અને વિનાશ નથી. આ બધાનો સમાવેશ ધર્માસ્તિકાયાદિમાં જ છે, અને આ બધા ધર્માસ્તિકાયાદિથી અભિન્ન હોવાથી એ ધર્માસ્તિકાયાદિ જ છે. એટલે માતૃકાપદ એ જ વિશ્વમાં વસ્તુ છે.
હવે બીજી રીતે ધર્માસ્તિકાયાદિ માતૃકાપદ છે તે બતાવે છે.
ધર્માસ્તિકાયાદિ અપહરૂપ છે અને અનપોહરૂપ છે તેની વ્યવસ્થાપૂર્વક અપહરૂપઅનપોહરૂપ ધર્માસ્તિકાયાદિ માતૃકાપદાસ્તિક છે તેની સિદ્ધિ કરે છે.
ધર્માસ્તિકાયની ગતિ સ્વભાવ, અધર્માસ્તિકાયનો સ્થિતિસ્વભાવ, આકાશાસ્તિકાયનો અવગાહ-સ્વભાવ, પુદ્ગલનો શરીરાદિ ઉપકારક સ્વભાવ અને જીવનો પરસ્પર સહાયક
૧. “આદિ પદથી ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક લેવા. કેમ કે દ્રવ્યાસ્તિકના મતમાં આ બંનેનો પણ
માતૃકાપદમાં જ અંતર્ભાવ થાય છે.