________________
૩૮૬
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે એક જ દ્રવ્ય તે તે અપેક્ષાએ રૂપાદિના વ્યપદેશને પામે છે એટલે સહઅનવસ્થાન રહ્યું જ નહિ. પરંતુ રૂપ, રસાદિની એકદેશતા જ છે.
શંકા - અપેક્ષાભેદથી એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્વભાવવાળાઓનો સમાવેશ જોવાતો નથી તો તમારું આ કથન કેવી રીતે સ્વીકારાય ? | સમાધાન :- અપેક્ષાભેદથી એક જ વસ્તુમાં વિરુદ્ધ સ્વભાવવાળાઓનો સમાવેશ જોવાય છે. દા. ત. જેમ એક જ પુરુષ પિતા, પુત્ર, આદિ તરીકે વ્યપદેશ પામે છે. એ જ પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે, અને એ જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તેવી રીતે દ્રવ્ય જ રૂપાદિ તરીકે કહેવાય છે. એટલે એક જ વસ્તુમાં દ્રવ્યમાં વિરુદ્ધ સ્વભાવવાળો સમાવેશ થાય છે. રૂપાદિ સમુદાયવાદી તરફથી શંકા...
“રૂપાદિ એ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સમુદાયરૂપ છે, પણ દ્રવ્ય નથી...” આવું સ્વીકારવું જોઈએ. એટલે દ્રવ્ય જેવી કોઈ વસ્તુ જ ન રહી તો “એક દ્રવ્યમાં ઉત્પાદ અને સ્થિતિનું સાથે દર્શન જ'... આ વાત રહી નહિ. એટલે સહ અનવસ્થાન (અસહાવસ્થાન) વિરોધ રહો. આ પ્રશ્ન તો ઊભો જ રહ્યો. આ વાત તો કાયમ રહી.
સમાધાન - રૂપાદિ રૂપાદિનો સમુદાય જ છે આવું મનાય તો (૧) ઇન્દ્રિયાન્તર વૈયર્થ, (૨) સંકર આદિ દોષનો પ્રસંગ આવશે.
(૧) બીજી ઇન્દ્રિયોની વ્યર્થતા..
રૂપાદિનો સમુદાય એકરૂપ છે આવું મનાય તો ચક્ષુથી રૂપનું ગ્રહણ થાય છે તેમ રસનું પણ ગ્રહણ થવું જોઈએ, નહીં તો રસાદિ યુક્ત સમુદાયનું ગ્રહણ નહિ થાય. માટે એક જ ચક્ષુ ઈન્દ્રિયથી રૂપાદિનું રૂપ, રસ, ગંધ, સ્પર્શનું) ગ્રહણ થઈ જશે અને તેથી એક જ ઇન્દ્રિયથી બધું કાર્ય થઈ જશે માટે બીજી રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયો વ્યર્થ થશે. બીજી ઇન્દ્રિયો નિરર્થક થશે.
(૨) સંકર
ચક્ષુથી ગ્રાહ્ય હોય તે રૂપ કહેવાય. જ્યારે રૂપાદિ સમુદાય એક રૂપ છે આવું માનતા હોવાથી રસ પણ ચક્ષુથી ગ્રાહ્ય થશે એટલે રસ પણ રૂપ કહેવાશે. તેવી રીતે રસનેન્દ્રિયથી ગ્રાહ્ય હોય તે રસ કહેવાય. તો રૂપ પણ રસ કહેવાશે. આમ સંકીર્ણતા થઈ જશે.
આ રીતે રૂપાદિ સમુદાયરૂપ જ રૂપાદિ છે આવું માનીએ તો ઇન્દ્રિયની વ્યર્થતા અને શંકર આદિ દોષ આવે છે. માટે રૂપાદિ સમુદાયાત્મક રૂપાદિ માની શકાય નહિ.
રૂપાદિ સમુદાયરૂપ માનવામાં આવે તો દોષ આવતા હોવાથી રૂપાદિ સમુદાયાત્મક સ્વીકારી શકાય નહીં.
વાદી - તો અમે રૂપાદિનો અભાવ માનીશું. રૂપાદિ છે જ નહીં આવું સ્વીકારશું.
૧. આદિ પદથી માતુલત્વ, ભાગિનેયત્વ આદિ ગ્રહણ કરાય.