________________
૪૨
તત્ત્વાર્થ સૂત્ર પછી આવતા પણ શબ્દનો વિચાર કરી રહ્યા છે. નરૂપણ શબ્દનો વિગ્રહ
અષાં નું પ્રતીતિ “ઓને રૂપ ન હોય તે અરૂપ છે. આ ધર્માદિ ચાર દ્રવ્યો રૂપવાળાં નથી. અરૂપાળ' એ પુદ્ગલનું વિશેષણ નથી.
આ “નરૂપણ' વિશેષણ સમુદાયનું નથી. અર્થાત પાંચે દ્રવ્યનું નથી. કેમ કે એ વિશેષણ બધાં દ્રવ્યનું સંભવી શકતું નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચારમાં જ આ વિશેષણ સંભવે છે પણ પુદ્ગલ દ્રવ્યમાં સંભવી શકતું નથી. જોકે પુદ્ગલ દ્રવ્યમાં આ વિશેષણનો પ્રસંગ આવે તો તેનો “fપણઃ પુન:' આ ઉત્તર સૂત્ર દ્વારા નિષેધ કરાશે. અરૂપીની ઓળખાણ
ચક્ષુથી ગ્રહણ કરાય તે રૂપ છે. આ રૂપ જેઓને હોય તે અરૂપી છે. અને અરૂપી હોવાથી ધર્માદિ ચાર દ્રવ્યો ચક્ષુથી ગ્રહણ થતા નથી.
જોકે “ચક્ષુથી ગ્રહણ નથી થતા માટે અરૂપી છે' આવું નથી. આ રીતે અરૂપીની ઓળખાણ ન આપી શકાય કારણ કે પરમાણુ પણ ચક્ષુથી ગ્રહણ થતો નથી અને છે તો રૂપી. આ રીતે રૂપી એવા પરમાણુ આદિમાં વ્યભિચાર આવે છે માટે “ચક્ષુથી ગ્રહણ ન કરાય તે અરૂપી' એમ ન કહેવાય. પરંતુ “રૂપ વગરનો હોય તે અરૂપી” છે. આવી અરૂપીની ઓળખાણ બરાબર છે. “અરૂપી' પદનું રહસ્યોદ્ઘાટન
આ રીતે “અરૂપી”ની ઓળખાણ કરી. અર્થાત “રૂપ વગરના છે તે અરૂપી છે. આ માટે ધર્માદિ દ્રવ્યો અરૂપી છે. આમ “અરૂપી' કહેવામાં રહસ્ય છુપાયેલ છે. તે આ પ્રમાણે છે
(૧) દ્રવ્યનું સ્વરૂપ બતાવવું છે, (૨) મૂર્તિમત્ત્વનો નિષેધ કરવો છે. મતલબ ધર્માદિ દ્રવ્યોનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનો જવાબ છે “અરૂપી છે',
ધર્માદિ દ્રવ્યો મૂર્તિમાન છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા છે? ‘ના’ મૂર્તિમાન નથી, પણ અરૂપી છે.
આ રીતે ધર્માદિ દ્રવ્યોનું સ્વરૂપ બતાવવા માટે તથા મૂર્તિમત્ત્વનો નિષેધ કરવા માટે “અરૂપી' પદનું ગ્રહણ કર્યું છે.
१.
अरूपीणि-अपुद्गलद्रव्याणि....नैषां रूपं अस्तीति-विशिष्टरूपप्रतिषेधोऽयं, तथा न समुदायप्रतिषेधः, किं तर्हि ? આદ્યાનાં વાળ વિકત્સચેમૂર્વમાવેfપ મૌનિષેધવા, તત્ત્વા, હારિભ, પૃ. ૨૧૩