________________
અધ્યાય-૫ : સૂત્ર-૩
આમ “અરૂપી’ પદ પૂ. ઉમાસ્વાતિ મ. ગ્રહણ કર્યું છે તેમાં આ રહસ્ય છુપાયેલું છે. ધર્માદિ દ્રવ્યોમાં અરૂપીપણાની ભજના
ઉપર આપણે જોઈ ગયા કે ધર્માદિ ચાર દ્રવ્યો અરૂપી છે પરંતુ પ્રાયયિક ઉત્પાદને લઈને આ દ્રવ્યો પણ “રૂપી' કહેવાય છે તે આપણે સમજી લઈએ.
પ્રત્યય એટલે કારણ, કારણથી જે ઉત્પાદ થાય તે પ્રાયયિક ઉત્પાદ કહેવાય. અર્થાત કોઈ કારણને લઈને, બીજાને લઈને જે ઉત્પાદ થાય તે પ્રાયયિક ઉત્પાદ કહેવાય છે.
દા. ત. અંગુલીઆકાશ, ઘટાકાશ, પટાકાશ વિ. જે આકાશમાં અંગુલી છે તે અંગુલીઆકાશ કહેવાય છે. આમ અંગુલીઆકાશ આ જે પ્રત્યય થાય છે તેમાં અંગુલી કારણ છે. આ અંગુલી રૂપવાળી છે તેથી અંગુલી આકાશ રૂપવાળું કહેવાય છે. આમ અંગુલીઆકાશ આ પ્રત્યયથી જ્યારે આકાશ ઉત્પાદવાળું બને ત્યારે તે મૂર્તિમાન છે.
આ રીતે બીજાના કારણે અર્થાત્ પ્રાત્યયિક ઉત્પાદના કારણે આકાશાદિ અરૂપી હોવા છતાં રૂપી કહેવાય છે. આમ પ્રાત્યયિક ઉત્પાદથી આકાશાદિમાં અરૂપીપણાની ભજના છે. આ પ્રમાણે પ્રાયયિક ઉત્પાદરૂપ ઉપાધિને લઈને આકાશાદિમાં અરૂપીપણાનો વિકલ્પ છે, બાકી સ્વતઃ સ્વાભાવિક તો આકાશાદિ દ્રવ્યો રૂપી નથી, અરૂપી છે. રૂપ એ શું છે?
પૂ. ભાષ્યકાર મ. રૂપ શબ્દનો અર્થ “મૂર્તિ' કહે છે. રૂપ એટલે મૂર્તિ. તે મૂર્તિ રૂપાદિ સંસ્થાન-આકારરૂપ પરિણામ છે. મૂર્તિના પરિચયમાં વિવાદ અને તેનું નિરાકરણ
આપણે “રૂપાદિ આકારરૂપ પરિણામ મૂર્તિ છે'. આવો રૂપ શબ્દથી કહેવાતી મૂર્તિનો પરિચય કર્યો. પરંતુ વૈશેષિકો મૂર્તિનો પરિચય બીજી રીતે આપતાં કહે છે કે- જે સર્વગત દ્રવ્યનો પરિમાણ ન હોય અર્થાત્ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ હોય તે મૂર્તિ કહેવાય છે.
તેમના આ પ્રમાણે અપાતા પરિચયમાં વ્યભિચાર દેખાય છે. આત્મામાં દોષ આવે છે તે આ રીતે
લોક એ ચારે તરફથી પરિમિત પરિમાણવાળો છે. એટલે એ સર્વવ્યાપક નથી. પરંતુ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ છે. આત્મા આ લોકમાં જ છે તેથી તે પણ પરિમિત પરિમાણવાળો છે પણ સર્વગત નથી. અર્થાત્ આત્મા સર્વગત દ્રવ્યના પરિમાણરૂપ નથી પણ અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ છે, અને અમૂર્ત છે. સાધ્ય “મૂર્ત' છે, હેતુ “અસર્વગત દ્રવ્યનો પરિમાણ છે' એટલે કે “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ હોવાથી મૂર્તિ છે' આવું તમારું કથન છે.
આત્મા તો “અમૂર્ત છે ત્યાં પણ તમારો “અસર્વગત દ્રવ્યના પરિમાણરૂપ' હેતુ રહી ગયો એટલે જે સાધ્ય નથી ત્યાં આ હેતુ રહી ગયો. આમ વ્યભિચાર આવે છે.
આથી આત્મા મૂર્તિમાન નથી તેને પણ તમારે મૂર્તિમાન માનવો પડશે !