________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૩
૧૬૯
જન્યજનક ભાવ હોય તો જ વ્યપદેશમાં બાહ્યાર્થનો ઉપકાર નિમિત્ત બની શકે. અર્થાત્ બાહ્યાર્થ માનવામાં આવે તો જ વિજ્ઞાન બની શકે. બાહ્યાર્થ શૂન્ય વિજ્ઞાન હોઈ શકે નહીં.
હવે આ પ્રસંગથી સરો... આપણે આપણી ચાલુ વાત ચલાવીએ.
ભાષ્ય :- તેમાં કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ આ પ્રમાણે આઠ
પ્રકારનો સ્પર્શ છે.
તિક્ત, કટુ, કષાય, અમ્લ, મધુર આ પાંચ પ્રકારે રસ છે.
સુરભિ અને અસુરભિ બે પ્રકારની ગંધ છે.
કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ આ પાંચ પ્રકારે વર્ણ છે.
અને વળી બીજું...
ટીકા :- સ્પર્શાદિના સ્થૂલ ભેદો
સ્પર્શદિના અનંત પર્યાયો હોવા છતાં મૂલ ભેદની પ્રસિદ્ધિ માટે આ પ્રક્રિયા કરાય છે. આ આઠ પ્રકારનો સ્પર્શ વિદ્વાનો, અંગનાઓ અને બાલાદિમાં પ્રસિદ્ધ છે. તો પણ સારી રીતે પ્રયોગ કરનારાઓ વડે સ્પર્શાદના લક્ષણનો પ્રકાશ કરાય છે.
સ્પર્શ :
૧.
(૧) નમી ન પડે એવી વસ્તુનો અર્થાત્ નમનશીલ નહિ એવો જે સ્પર્શ તે કઠિન (૨) સોન્નતિરૂપ જે સ્પર્શ તે મૃદુ
(૩) નીચે જવામાં હેતુરૂપ જે સ્પર્શ તે ગુરુ
(૪) પ્રાયઃ કરીને તિળું અને ઊંચે જવામાં હેતુરૂપ જે સ્પર્શ તે લઘુ
(૫) સ્પષ્ટ કરનાર અને થોભાવવાના સ્વભાવવાળો જે સ્પર્શ તે શીત
(૬) મૃદુતા (નરમાશ) કરનાર, પાક કરનાર જે સ્પર્શ તે ઉષ્ણ
(૭) સંયોગ હોય તો સંયોગ પામનારાઓના બંધનું કારણ જે સ્પર્શ તે સ્નિગ્ધ
(૮) તે જ પ્રમાણે બંધ નહિ થવામાં કારણ જે સ્પર્શ તે રૂક્ષ
ભાષ્યમાં ‘રૂતિ' શબ્દ છે તે સ્થૂલરૂપે સ્પર્શના આટલા જ ભેદ છે એને બતાવનાર છે. અહીં એક વિશેષ વાત જાણવા જેવી છે કે—
અણુઓમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ આ ચાર સ્પર્શ જ સંભવે છે. સ્કંધોમાં તો આઠેય સ્પર્શ યથાસંભવ—જેટલા સ્પર્શોનો સંભવ હોય તેટલા કહેવા જોઈએ.
સ્પર્શમાં આ પ્રમાણે ઉદાહરણ છે. કઠિન—પથ્થરમાં, મૃદુ—હંસ અને મોરના પીંછામાં, ગુરુ—વજમાં, લઘુ—આકડાના રૂમમાં, શીત—બરફમાં, ઉષ્ણ—અગ્નિમાં, સ્નિગ્ધથીમાં, રૂક્ષ—રાખમાં.