________________
૧૭૦
રસ :
તત્ત્વાર્થ સૂત્ર
(૧) શ્લેષ્મ-કફને શમન કરનાર જે રસ તે તિક્ત (કડવો)
(૨) શ્લેષ્મનો ભેદ કરવામાં પટુ—કુશળ જે રસને કટુ (તીખો)
(૩) ખાવાની રુચિને અટકાવનાર જે રસ તે કષાય (તૂરો)
(૪) આશ્રવણ—કાન સુધી ભીનું કરનાર, કાનને ભીંજવનાર જે રસ તે અમ્લ (ખાટો) (૫) આહ્લાદ અને પુષ્ટિ કરનાર, આનંદને વધારનાર જે રસ તે મધુર
કેટલાક લવણ રસનો મધુર રસમાં અંતર્ભાવ કરે છે અને કેટલાક કહે છે કે સંસર્ગથી ઉત્પન્ન થાય છે પણ સ્વતંત્ર નથી અર્થાત્ પાંચ રસના મિશ્રણરૂપ માને છે.
ગંધ :
ચંદન, ઉશીર અને કેસર આદિથી પેદા થયેલી ગંધ એ સુરભિ-સુગંધ છે. લસણ અને વિષ્ઠા આદિની જે ગંધ તે અસુરભિ-દુર્ગંધ છે.
જે સન્મુખ કરે અને વિમુખ કરે એવી જે ગંધ છે તે સાધારણ ગંધ છે એમ ગંધનો ત્રીજો પ્રકાર કેટલાક માને છે. પરંતુ તે બરાબર નથી. કેમ કે બંનેને અંદર લઈ લેવાય છે. અર્થાત્ ક્યાં તો સુરભિમાં સમાવેશ થાય, ક્યાં તો અસુરભિમાં સમાવેશ થાય.
વર્ણ ઃ
કૃષ્ણાદિ વર્ણો ક્રમથી અંજન, શુક, પત્ર, રુધિર, કાંચન, શંખાદિમાં વિચારવા જોઈએ. (૧) અંજનમાં કૃષ્ણ વર્ણ, (૨) પોપટના પીંછામાં લીલો, (૩) લોહીમાં લાલ, (૪) સુવર્ણમાં પીળો અને (૫) શંખ આદિમાં શુક્લ વર્ણ હોય છે.
કાલરચીતરાદિ વર્ણો એકબીજા વર્ણના સંસર્ગથી—મેળાપથી થાય છે. દ્રવ્યનયના અભિપ્રાયે સ્પર્શોદિ..
આ રીતે સ્પર્શેન્દ્રિય આદિ ઇન્દ્રિયોને પ્રાપ્ત થયેલ દ્રવ્ય જ સ્પર્શાદિના ભેદથી જુદું પડે છે. કેમ કે દ્રવ્યમાં અનેક શક્તિઓ રહેલી છે. આવો દ્રવ્યનયનો અભિપ્રાય છે. પર્યાયનયના અભિપ્રાયે સ્પર્શોદિ...
પર્યાય નયના અભિપ્રાયે સ્પર્શાદિ જ છે પણ દ્રવ્ય નથી. કેમ કે સ્પર્શાદિનું ગ્રહણ થાય નહીં તો સ્પર્શદિની બુદ્ધિ થાય નહિ.
પૂરું ભાષ્યકાર મ૰ ભાષ્યમાં વિષ્ણુ અન્યત્ આ પદ દ્વારા નવા સૂત્રની સાથે સંબંધ બતાવે છે તે આ પ્રમાણે—
૧.
રસમાં આ પ્રમાણે ઉદાહરણ છે—તિક્ત—મરચા આદિમાં, કટુ—નાગર (સૂઠ)વગેરેમાં, કષાય— કાચા કોઠ આદિમાં, અમ્લ—આંબળા આદિમાં, મધુર—સાકર આદિમાં..