________________
તત્ત્વાર્થ સૂત્ર એ બધાનો નિષેધ કરો છો તો પરમાણુ વસ્તુ કેવી રીતે કહેવાય? પરમાણુ વસ્તુ છે એની સિદ્ધિ
આદિ, મધ્ય અને અંત્ય અવયવો ન હોય તો પણ વસ્તુનું વસ્તુપણું હોય છે. કેમ કે અંત્યાદિ અવયવો વગરના પણ વિજ્ઞાન આદિની ઉપલબ્ધિ છે. વિજ્ઞાનમાં આ આદિ, મધ્ય કે આ અંત્ય આવા વિભાગો નથી. વિજ્ઞાનના આવા અવયવો નથી. છતાં વિજ્ઞાન વસ્તુ છે. તેવી રીતે પરમાણુમાં પણ આદિ, મધ્ય અને અંત્ય પ્રદેશો-અવયવો ન હોવા છતાં પરમાણુ છે. તેથી પરમાણુ વસ્તુ છે એ સિદ્ધ થાય છે.
પરમાણુ વિભાગવાળો નહીં હોવાથી આકાશનો અનુપ્રવેશ (અવગાહ) પણ પ્રત્યાખ્યાત છે. આકાશમાં પરમાણુના અનુપ્રવેશની આપત્તિનું નિરાકરણ - પરમાણુનો અનુપ્રવેશ નહીં માનો તો આકાશ સર્વવ્યાપક નહીં બને શકે.
શંક: જો તમે આકાશમાં પરમાણુનો અંત પ્રવેશ નહીં માનો તો આકાશ સર્વગત સર્વગત-સર્વવ્યાપક નહીં બને. ઉપર આપેલી શંકાનું નિરસન
આકાશની સાથે પરમાણુનો સંયોગ સંબંધ તો છે જ. માટે આકાશનું સર્વગતપણું તો રહેશે જ. કેમ કે બધી વસ્તુનો જે સંબંધી હોય તે સર્વગત છે. આ પ્રમાણે સ્વીકારેલું છે. જેમ પ્રસિદ્ધ વિજ્ઞાન ક્ષણ સાથે બધા પદાર્થોનો સંબંધ છે તેમ આકાશ સાથે બધાનો સંબંધ છે એટલે આકાશ સર્વવ્યાપક જ રહે છે.
આમ પરમાણુનો આકાશમાં અંતઃપ્રવેશ નહીં માનવા છતાં તેનો આકાશ સાથે સંયોગ સંબંધ છે જ માટે આકાશ સર્વવ્યાપક છે જે એ સિદ્ધ થાય છે. આકાશના સર્વગતપણામાં કોઈ આપત્તિ આવતી નથી. ‘દ્રવ્ય પ્રદેશ'માં દ્રવ્ય શબ્દનું પ્રયોજન અને ઉપસંહાર
હવે આપણે આપણી મૂળ વાત પર આવી જોઈએ...આથી જ પરમાણુ પોતે જ પ્રદેશ છે. તેના દ્રવ્ય સ્વભાવરૂપ બીજા દ્રવ્યરૂપ પ્રદેશો નથી. આ વાત બરાબર સિદ્ધ થાય છે. અહીં દ્રવ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે તે એટલા માટે જ છે કે પરમાણુના રૂપાદિ ભાવપ્રદેશો તો છે જ. માટે ‘દ્રવ્યપ્રદેશ કહીને પરમાણુ સ્વયં પ્રદેશ છે પણ તેના દ્રવ્યપ્રદેશ નથી આ નિરૂપણ કર્યું છે.
જેઓએ યથાર્થપણે ગુરુના વચનની ઉપાસના કરી નથી તેવા અન્યો દ્વારા પરમાણુના અપ્રદેશીપણાના નિરાકરણમાં જે કોઈ હેતુ આપવામાં આવે તેનું દ્રવ્યનય અને પર્યાયનય એમ બંને નયના સદ્ભાવના જાણકાર એવા સ્યાદ્વાદીએ આશ્રય અને યુક્તિના અનુસાર તેનું વિઘટન-નિરાકરણ કરવું જોઈએ.
૧. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશી છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ સદેશી છે.