________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૬
૧૦૫
આ પ્રકારે અનુમાન કરીને સાધ્યમાં રહેલ ‘અવિચ્છેદેન’ વિશેષણની પ્રસિદ્ધિ કરે છે કે આત્મપ્રદેશો અમૂર્ત છે તેથી તેનો અવિચ્છેદ છે માટે સાધ્યમાં કોઈ દોષ નથી. હેતુમાં કોઈ શંકા કરે તો તેને દૂર કરતાં કહે છે કે—વિકાસ ધર્મ હોવાથી એકત્વ પરિણામ થાય છે અને એકત્વ પરિણામથી પ્રદેશોમાં વૃદ્ધિ થતી હોવાથી વિકાસ સિદ્ધ છે.
આ રીતે આપણે પદ્મનાળના તંતુ સંતાનની જેમ આત્મપ્રદેશસંતાન પણ વિચ્છેદ પામ્યા વગર વિકાસધર્મવાળા હોવાથી વિકાસને પ્રાપ્ત કરે છે તે વિચારી ગયા.
હવે આ જ દૃષ્ટાંતની સાથે આત્મપ્રદેશોનો સંકોચ ઘટાવીએ. જીવપ્રદેશાઃ—પક્ષ સકલં ઈતર ્ અલ્પે અપહાય વિશન્તિ—સાધ્ય
છેદદર્શનાત્, સક્રિયત્વાત્ ચ—હેતુ અરવિન્દનાલ તન્નુસન્તાનવત્—દૃષ્ટાંત
આ અનુમાન દ્વારા આત્મપ્રદેશો અલ્પ સ્થાનને છોડીને મોટા આધા૨માં પ્રવેશી જાય છે. આ સિદ્ધ કરાય છે.
જેમ કમળની નાળનો છેદ કરાય છતાં નાળના તંતુઓ તૂટી જતા નથી કે બહાર નીકળી જતા નથી પણ બાકી રહેલ નાળના વિભાગમાં પ્રવેશી જાય છે તેવી રીતે જીવના પ્રદેશો પણ કોઈ પણ અવયવનો છેદ થાય છે તો સક્રિય હોવાથી તરત જ તે છેદાયેલા અવયવમાંથી શરીરમાં પ્રવેશી જાય છે.
દા. ત. ગરોલીનું પૂંઠું છેદાઈ ગયું એટલે ગરોળીના અવયવનો છેદ થયો. ત્યાર પછી છેદાયેલું એ પૂછડું ક્યાંય સુધી હાલ્યા કરે છે કેમ કે આત્મપ્રદેશો હજી શરીર સાથે સંબદ્ધ છે. હવે એ આત્મપ્રદેશો પૂછ્યું છેદાઈ જવાથી તેમાં રહેલા વિખરાઈ નથી જતા કે શરીરથી બહાર ચાલ્યા નથી જતા કે તેટલા ઓછા નથી થતા પરંતુ પૂંછડા રૂપ નાના સ્થાનને છોડીને શરીરમાં પ્રવેશી જાય છે. આ તો આપણે જોયેલું છે.
આમ આત્મપ્રદેશોનું અલ્પ અવયવને છોડીને શરીરમાં પ્રવેશી જવું તે સંકોચ સમજાય છે.
પ્રશ્ન :- તો મસ્તક એ પણ અવયવ છે, એનો છેદ થાય છે ત્યારે તે મસ્તકમાં રહેલા પ્રદેશો મસ્તકને છોડીને શરીરમાં કેમ પ્રવેશ કરતા નથી ?
ઉત્તર ઃ- આ વાત અસત્ છે. કેમ કે વેદના અને આયુષ્ય એ બંને જુદા છે કેમ કે ઘણા જીવપ્રદેશો જ્યાં એકઠા થયેલા હોય છે તે મર્મસ્થાન કહેવાય છે અને મસ્તક તો ઘણાં મર્મ સ્થાનવાળું છે, અને મર્મસ્થાનમાં ખૂબ પીડા થાય છે, મોટી વેદના થાય છે. આવી વેદના
૧.
આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ થાય છે. આ બંને વાત એક જ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. તેથી અહીં વિકાસ અને સંકોચ બંનેમાં એક જ દૃષ્ટાંત મૂક્યું છે. જ્યારે નાળને તોડીએ છીએ ત્યાં તાંતણા-પ્રદેશોનો વિકાસ છે, અને એ તંતુઓ જ્યારે નાળમાં પ્રવેશી જાય છે એટલે સંકોચાઈ ગયા. આમ નાળના તંતુઓ સંકોચ અને વિકાસ પામે છે પણ નાશ પામતા નથી અને એક થઈ જાય છે. આવી રીતે અહીં બંને અનુમાનમાં એક જ દૃષ્ટાંત છે.