________________
૧૦૬
તત્ત્વાર્થ સૂત્ર આયુષ્યનો ભેદ કરે છે તેથી મસ્તક છેદાઈ જવાથી મસ્તકના પ્રદેશો શરીરમાં પ્રવેશી જાય આવું બની શકે નહિ.
આ વાત પ્રસિદ્ધ છે કે આયુષ્યનો ભેદ અધ્યવસાય આદિના નિમિત્તે સાત પ્રકારે થાય છે.
તેથી આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ કર્મથી થયેલો છે.
આ આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ થવા છતાં આત્માનો નાશ થતો નથી કેમ કે આત્મા અમૂર્ત છે. સ્યાદ્વાદીના મતમાં કોઈ પણ વસ્તુના સ્વતત્ત્વ(સ્વભાવ, ધર્મ)નો સર્વથા (એકાંત) નાશ નથી.
આત્માનો સંકોચ અને વિકાસ થવા છતાં પ્રદેશોની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી. અર્થાત્ આત્મપ્રદેશો તો અસંખ્યાતા છે તેટલા જ રહે છે, ઓછાવત્તા થતા નથી.
અહીં આત્માનો સંકોચ અને વિકાસ કહ્યો છે તે ક્ષેત્રથી છે એમ સ્વીકારવું જોઈએ. એટલે શરીરરૂપ જેટલું ક્ષેત્ર મળે તેમાં સંકોચાઈને કે ફ્લાઈને રહે છે એ બરાબર સમજાય છે.
અવતરણિકા આ રીતે આ અધ્યાયનાં ૧૬ સૂત્ર દ્વારા દ્રવ્યો, તેનું સ્વરૂપ, દ્રવ્યોનો આધાર અને આધારમાં દ્રવ્યો કેવી રીતે રહ્યાં છે ઇત્યાદિ વિસ્તારથી જાણ્યું પણ મુખ્ય વાત દ્રવ્યોને ઓળખવા કેવી રીતે ? તેઓનું લક્ષણ શું? આ તો ખાસ જાણવું જ જોઈએ. અભ્યાસીની આ જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને પૂ. ભાષ્યકાર મ. સ્વયં વિદ્યાર્થી તરફથી પ્રશ્ન કરીને ચાલુ સૂત્રની સાથે સંબંધ કરતાં કહે છે કે
ભાષ્ય :- આ પાંચમા અધ્યાયના પહેલા સૂત્રમાં જ તમે કહ્યું હતું કે ધર્માદિ અસ્તિકાયોને લક્ષણથી આગળ કહીશું તો હવે કહો કે તે દ્રવ્યોનું લક્ષણ શું છે?....અહીં લક્ષણ કહીએ છીએ.
ટીકા :- અવસર સંગતિ પ્રદર્શન આ જ અધ્યાયના પહેલા સૂત્રમાં “તે ધર્માદિને લક્ષણથી અમે આગળ કહીશું એ પ્રમાણે જે કહ્યું હતું તે હવે અવસર પ્રાપ્ત છે માટે અહીં કહીએ છીએ.
તિસ્થિત્યુપાહી થથર્મયોપાર: તા -૨૭ સૂત્રાર્થ- જીવ અને પુગલની ગતિમાં ઉપગ્રહ (નિમિત્ત) અને સ્થિતિમાં ઉપગ્રહ (નિમિત્ત) અનુક્રમે ધર્માધર્મનો ઉપકાર (પ્રયોજન) છે.
ટીકા : ઉપર જણાવ્યા મુજબ હવે લક્ષણનો પ્રસંગ છે માટે લક્ષણ કહીએ છીએ અથવા પૂર્વ સૂત્રમાં જીવના પ્રદેશો લોકાકાશના અસંખ્યાત પ્રમાણવાળા અસંખ્યાત ભાગોમાં રહે છે તેનું કારણ જણાવ્યું કે જીવના પ્રદેશો સંકોચ અને વિકાસવાળા છે માટે વિષમ અવગાહના છે તેવી
प्राणाहार-निरोधा-ध्यवसान निमित्त वेदना घाताः । स्पर्शाश्चायुभेदे, सप्तैते हेतवः प्रोक्ताः ॥