________________
૪૬૬
તત્ત્વાર્થ સૂત્ર આપણે ઉપર વિચારી જ ગયા છીએ કે માત્ર સામાન્યથી અસ્તિત્વ બોલતા કેટલા દોષોની હારમાળા આવે છે. કોઈ પણ રીતે તે સિદ્ધ થઈ શકતું નથી.
હજી પણ તેમાં આગળ વિચારીએ છીએ.
જો એકાંત અસ્તિત્વ અને એકાંત નાસ્તિત્વરૂપે આત્માદિ વસ્તુનો અભ્યપગમ થાય તો એકાંતવાદીઓના મતમાં આત્માદિ વસ્તુ, વસ્તુ જ બની શકતી નથી. તે ક્રમશઃ બતાવીએ છીએ. એકાંત નાસ્તિત્વમાં શૂન્યતાનો પ્રસંગ....
અસ્તિત્વની અપેક્ષા રહિત નાસ્તિત્વ એ અત્યંતશૂન્ય-સર્વશૂન્ય વસ્તુને સિદ્ધ કરશે. કેમ કે અન્વયની પ્રાપ્તિનો અભાવ છે. અર્થાત્ કોઈ પણ રૂપે અસ્તિત્વની પ્રાપ્તિ નહીં થતી હોવાથી સર્વશૂન્યતાનો પ્રસંગ આવશે !
મતલબ અસ્તિત્વથી નિરપેક્ષ નાસ્તિત્વ માનવાથી સર્વપ્રકારે વસ્તુ અસતુ થશે અને તેથી કોઈ પણ રીતે અન્વય-વિધિ અસ્તિત્વના સંબંધનો અભાવ હોવાથી કોઈ પણ રીતે વસ્તુ છે એમ કહી શકાશે નહીં. આમ માનવાથી ઘટ ઘટવેન પણ નથી એવી આપત્તિ આવશે ! આમ સર્વશૂન્ય પ્રસંગ આવશે. કોઈ પદાર્થ જ સિદ્ધ નહીં થાય. એકાંત અસ્તિત્વમાં વસ્તુ સર્વરૂપે સિદ્ધ થશે !
એવી જ રીતે નાસ્તિત્વની અપેક્ષા વગરનું અસ્તિત્વ મનાય તો સર્વરૂપે વસ્તુ સિદ્ધ થશે ! કેમ કે વ્યતિરેક-નિષેધના પ્રતિસંભની પ્રાપ્તિ નથી. અર્થાત્ વ્યતિરેકરૂપ નાસ્તિત્વનો કોઈ પણ રૂપે અભાવ હોવાથી સર્વરૂપે વસ્તુ સિદ્ધ થશે ! એટલે આત્મા ઘટ, પટાદિ રૂપે પણ છે એમ માનવું પડશે !
આવા એકાંતવાદીને દોષ આવે છે છતાં કોઈ વિઠ્ઠાઈથી કહે–ભલે દોષ આવે અમને કશો જ વાંધો નથી. સર્વના અસ્તિત્વ અને સર્વથા નાસ્તિત્વ જ છે.
તો તેના જવાબમાં...
સિદ્ધાંતવાદી :- સત્ સર્વ અભાવરૂપે કે સકળભાવરૂપે થતું નથી. કેમ કે નથી જ, નથી જ, નથી જ કોઈ પણ રૂપે છે જ નહીં તો તુ કેવી રીતે ? અને છે જ, છે જ, છે જ, તો ઘટરૂપે પણ છે, પટરૂપે પણ છે તો પછી “આ વસ્તુ આ જ છે'. આવો નિશ્ચય કેવી રીતે થાય? એટલે સર્વઅભાવરૂપે કે સર્વભાવરૂપે સત્ હોતું નથી.
આથી અસ્તિત્વ હંમેશા નાસ્તિત્વ સાપેક્ષ છે અને નાસ્તિત્વ અસ્તિત્વ સાપેક્ષ છે. આ પ્રમાણે અસ્તિત્વ હોય તો જ નાસ્તિત્વ અને નાસ્તિત્વ હોય તો જ અસ્તિત્વ છે અને આમ હોય તો જ અસ્તિત્વ અને નાસ્તિત્વ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે.
એકાંતવાદી - “આત્મા અસ્તિ' આમ કહેવાથી સર્વ પ્રકારે અસ્તિત્વ પ્રાપ્ત થઈ જતું હોવાથી ઘટવરૂપે અસ્તિત્વ આત્મામાં પ્રસક્ત થાય છે આવી જાય છે. તો “નાસ્તિ આત્મા' આ વચનથી તેનો નિષેધ થઈ જશે !