________________
૪૯૬
તત્ત્વાર્થ સૂત્ર
પ્રકાર - ૨
એકત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ એક દ્રવ્ય અસત્ છે. દ્વિત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ બે દ્રવ્ય અસત્ છે. બહુત્વરૂપ અસદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ ઘણાં દ્રવ્ય અસત્ છે. ટીકા :- ‘અસદ્ભાવપર્યાયે વા' ઇત્યાદિ ભાષ્યથી બીજા વિકલ્પની વિચારણા કરે છે. આત્માનાં જ્ઞાન, દર્શન આદિથી વ્યતિરિક્ત-ભિન્ન ગતિ ઉપકાર, સ્થિતિ ઉપકાર, અવગાહ ઉપકારરૂપ અને સ્પર્શાદિ આ બધા અસદ્ભાવ પર્યાયો છે.
અથવા
વર્તમાન જન્મના જે અતીત અને અનાગત પર્યાયો અર્થાત્ પૂર્વભવના અને ભાવિ ભવના જે પર્યાયો છે તે અસદ્ભાવ પર્યાયો છે.
અથવા
તે જ જન્મમાં જે બાલાદિ અતિક્રાન્ત અને આગામી જે વૃદ્ધત્વાદિ પર્યાયો છે તે બધા પણ અસદ્ભાવ પર્યાયો છે.
આ બધા અસદ્ભાવ પર્યાયની અર્પણા કરીએ ત્યારે સ્થાત્ નાસ્તિ ડ્વ આત્મા' આ ભંગ બને છે. સર્વ પ્રકારે નાસ્તિત્વ નથી પણ અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ આત્મામાં નાસ્તિત્વ છે. જ્યારે આત્મા ગતિ ઉપકારક પર્યાયથી અર્પિત વિવક્ષિત કરાય ત્યારે તે આત્મ દ્રવ્ય અસત્ છે. કેમ કે આત્માના સ્વભાવરૂપે ગતિ ઉપકારક પર્યાયને આત્મા પ્રાપ્ત થતો નથી. અર્થાત્ આત્મ દ્રવ્ય તે સ્વભાવે નહીં હોવાથી તે સ્વભાવે અસત્ છે. કેમ કે આત્મામાં ગત્યુપકારકત્વ સ્વભાવ નથી.
જેનો જે સ્વભાવ હોય તે અર્પણાથી સત્ કહેવાય અને જે સ્વભાવ ન હોય તે સ્વભાવની અર્પણા કરીએ ત્યારે તે અસત્ કહેવાય. માટે આત્મદ્રવ્ય ગતિ ઉપકારકપણે અસત્ છે.
શંકા :- ‘અદ્રવણાત્'નો અર્થ ‘અનુગામી નહીં હોવાથી' ‘ગત્યુપકારમાં પરિણમતું નહિ હોવાથી' આ હેતુ આપીને આત્મ દ્રવ્ય અસત્ છે આમ કહ્યું તો તો આત્માનું દ્રવ્યપણું સિદ્ધ નહીં થાય. કેમ કે તમે તો આત્મા અનુગામી નથી આવો હેતુ આપો છો. એટલે આત્મામાં દ્રવ્યત્વ આવ્યું નહીં. આત્મા સદ્ભાવ પર્યાયનો અનુગામી બને છે તેનું કારણ તો દ્રવ્યત્વ છે તે આત્મામાં સંભવતું નથી એટલે પર્યાયો પણ સંભવતા નથી. આમ દ્રવ્ય અને પર્યાય આ ઉભય સિવાય તો કોઈ સત્ત્નું સ્વરૂપ નથી માટે આત્મા અસત્ જ છે.
સમાધાન :- પર્યાયથી રહિત દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાય હોતા નથી. સદ્ભાવ પર્યાયથી પ્રભાવિત હોય તે દ્રવ્ય છે અથવા સ્વપરિણામીથી પ્રભાવિત થતા હોય તે પર્યાયો છે. તેમાં એવું એક પણ દ્રવ્ય નથી કે જે સદ્ભાવ પર્યાયથી ભાવિત ન હોય કે સ્વપરિણામી