________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૯
૧૩૧ વગેરેનો સંગ્રહ કરે છે તે મનોવ્યાપાર વગર જ પોતાના અવગ્રહની પટુતાથી કરે છે. તે અવગ્રહની પટુતા તેવા પ્રકારની લબ્ધિ જ છે, પણ ઈહાદિ જ્ઞાનભેદનો વિચાર કરવા માટે તો બેઇન્દ્રિય આદિ અયોગ્ય છે. એટલે બેઈન્દ્રિય આદિ અસંશીને અવગ્રહની પટુતા છે પણ મનોયોગ નથી.
આ રીતે આ સૂત્ર દ્વારા આપણે જાણ્યું કે શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસ એ પુદ્ગલનો ઉપકાર છે.
હવે એક પ્રશ્ન થાય છે કે આત્મા શરીરાદિ બનવાને યોગ્ય પુદ્ગલો કેવી રીતે ગ્રહણ કરે છે, અને કેવી રીતે તે પુગલો પરસ્પર એકઠાં રહે છે પણ છૂટાં પડતાં નથી ?
આ પ્રશ્નનો પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે.
ભાષ્ય :- આગળ કહેવાશે કષાય સહિત હોવાથી જીવ કર્મયોગ્ય પુગલોને ગ્રહણ કરે છે. વળી બીજું....
ટીકાઃ “કષાય સહિત હોવાથી જીવ કર્મ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે આગળ આઠમા અધ્યાયમાં કહેવાશે.
કષાયો ક્રોધાદિ છે. તેની સાથે એટલે કે કષાય સહિત જે હોય તે અકષાય કહેવાય. આ કષાયવાળો હોવાથી આત્મા કષાય નામના કારણથી જ્ઞાનાવરણાદિ કર્મયોગ્ય અને નોકર્મયોગ્ય પુદ્ગલોને સર્વ આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે.'
કહ્યું છે કેજેમ ઉષ્ણગુણવાળો થતો દીપક દીવેટથી તેલને લે છે અને તે સ્નેહને–તેલને ગ્રહણ
વિશિષ્ટ મનોવ્યાપારની અપેક્ષાએ નિષેધ છે પણ સંગ્રહાદિની પ્રયોજિકા હેતુવાદ સંજ્ઞા તો છે જ. અહીં જે ઈહાદિનો નિષેધ બતાવ્યો છે તે ઈહાદિ અહીં સંપ્રધારણરૂપ અથવા દીર્ઘકાલીન સ્મરણાદિરૂપ સમજવા, પણ પ્રાપ્ત ઇન્દ્રિયના ઈહાદિનો તેઓમાં સદૂભાવ મનાય તો તે અવિરુદ્ધ છે.. તત્ત્વામુકિત टिप्पण्याम् पृ० ३४३ સિદ્ધાલયમાં પણ પુગલના સદૂભાવથી સિદ્ધોને શરીરાદિરૂપે પગલો કેમ ઉપકાર કરતા નથી ? માટે કહે છે કે- તત્ત્વા, મુ. ટી પૃ૦ રૂ૪૩. મતલબ એ છે કે અહીં જે આ બંધ બતાવી રહ્યા છે તે સાંપરાયિક બંધ સમજવો. કેમ કે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી કષાય સહચરિતયોગ હોય છે. તેથી જ કષાયવાળો આત્મા પુદ્ગલોને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગલો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરની માફક અભેદપણાને પામે છે. ઉપશાન્તાદિ ગુણસ્થાનકોમાં તો સુંવાળી ભીંત ઉપર નાંખેલી વાલુકાનો સમુદાય જેમ ભીંતની સાથે એકમેક થતો નથી પણ નાંખતાંની સાથે જ ખરી પડે છે તેવો કર્મની સાથે સંબંધ છે તેથી અહીં
કષાયવાળો આત્મા લીધો છે એમ સમજવું. ૪. જ્ઞાનાવરણાદિ કર્મરૂપે જે પુલો પરિણમે છે તે કર્મયોગ્ય પુદ્ગલો છે અને જે શરીરાદિરૂપે પરિણમે
છે તે નોકર્મયોગ્ય પુગલો છે.