________________
૫૫૮
તત્ત્વાર્થ સૂત્ર કહેનારા શબ્દો છે તે સ્વરૂપના વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય એવા બાહ્ય અર્થના કારણ છે. કેમ કે આ “હ્યુસ્આદિ શબ્દો રૂપ શબ્દની જેમ અસામાસિક પદ છે એટલે કે શુદ્ધ એક પદ છે. આ અનુમાનથી કાળની સિદ્ધિ થાય છે.
રૂપ શબ્દ એ સમાસવાળો શબ્દ નથી તેથી જેમ મુખ્ય બાહ્ય અર્થ જે રૂપ છે તેનો બોધ કરાવે છે તેમ હ્યસૂ આદિ શબ્દો સમાસ વગરના છે તો એ પણ મુખ્ય એવા બાહ્યાર્થ ઘટ પટાદિનું કારણ છે માટે કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે. આ હ્યસે આદિ શબ્દો અસમાપદ છે તેને શુદ્ધપદ કે એકપદ પણ કહી શકાય છે. એટલે અસમાસ પદ કહતું કે, શુદ્ધપદ કહો કે એકાદ કહો બધું એક જ છે.
હ્યુસ્ આદિ શબ્દો કાળવાચી છે તેને સિદ્ધ કરતો આ બીજો હેતુ આપે છે. પક્ષ–ઇંસુ આદિ કાળવાચી શબ્દો સાધ્ય-યથાર્થ છે. હેતુ જે પ્રમાણે આપ્ત પુરુષોએ સ્વીકાર કર્યો છે તે પ્રમાણે કહેવાતા હોવાથી
દષ્ટાંત-પ્રમાણથી અવગમ્ય પ્રમેય-અર્થ હોય જ છે એ વચનની જેમ. પ્રમાણથી પ્રમેયજેનું જ્ઞાન કરાય છે એવો અર્થ અવશ્ય સાચો જ હોય છે આવા પ્રકારના વચનની જેમ, આપ્ત પુરુષોએ જે પ્રમાણે સ્વીકાર્યું છે તે પ્રમાણે કહેવાતા હોવાથી “હ્ય' આદિ કાલવાચી શબ્દો સાચા જ છે.
આ રીતે આપણે નીચે પ્રમાણે યુક્તિઓ દ્વારા કાળદ્રવ્યની પર્યાય નયથી સિદ્ધિ કરી તે આ પ્રમાણે
(૧) પર અપર આ પ્રમાણે જે પ્રત્યય અને અભિધાન થાય છે તેમાં નિમિત્ત કોણ...? ...કાળ દ્રવ્ય... (નિમિત્તરૂપે કાળ સિદ્ધ થાય છે.)
૧. અહીં કોઈ શંકા કરે કે –“શૂન્ય' એ પદ . આ સમાસવાળું નથી અથવા “ડિત્ય' આદિ શુદ્ધ પદ
છે. આ પદો અનર્થક છે તેથી તમારો હેતુ વ્યભિચારી છે. તો પૂજયો આનો જવાબ આપતાં કહે છે કે અહીં શુદ્ધ પદત્વનું ‘વ્યુત્પત્તિમત્તે તિ' એ વિશેષણ ઈષ્ટ છે. એટલે કે અમારો હેતુ વ્યુત્પત્તિમત્તે સતિ પત્યા આવો છે તેથી કોઈ દોષ નથી. અહીં ગ્રંથકારે રૂપ’ શબ્દનું દષ્ઠત આપ્યું છે તે અન્વયી દગંત છે. બીજા ગ્રંથોમાં વ્યતિરેક દાંત પણ આપ્યું છે અને તેમાં એક “ખરવિષાણ' અને બીજુ “ડિત્યાદિ દગંત મૂક્યું છે. જે સાર્થક નથી હોતું તે વ્યુત્પત્તિવાળું અસામાસિક પદ હોતું નથી. ખરવિષાણ પદાર્થ જ નથી તો વ્યુત્પત્તિવાળું એવું અસામાસિક પદ નથી. એવી રીતે ડિલ્યમાં પણ સમજી લેવું. પક્ષ–સ્થસુ આદિ કાળવાચી શબ્દો હેતુ-અસામાસિક શુદ્ધ એક પદ હોવાથી સાધ્ય સ્વરૂપના
વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય એવા બાહ્ય અર્થના કારણ છે. દષ્ટાંત–“રૂપ' શબ્દની જેમ. ૩. માટી આદિ સામગ્રીથી જે ઘટાદિ થાય છે તે બાહ્ય અર્થ કહેવાય અને જેમાં ઉપચાર ન હોય તે મુખ્ય
કહેવાય. ઘટ એ પદાર્થ ઔપચારિક નથી પણ મુખ્ય છે અને માટી આદિ સામગ્રીથી થતો હોવાથી બાહ્ય છે. આવા ઘટાદિ જેમ દંડાદિથી થાય છે તેમ “કાલે ઘડો થયો” “આજે ઘડો થયો' આવો વ્યવહાર થાય છે તેમાં કાળ નિમિત્ત છે.' આમ મુખ્ય બાહ્યાર્થમાં નિમિત્ત છે. કાળના સ્વરૂપના વિજ્ઞાનમાં પરવાપરત્વાદિ કારણ બને છે માટે “સ્વરૂપ વિજ્ઞાનથી ભિન્ન' આ વિશેષણ છે.