________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯
૨૯૭
માટી રહી. ત્રણે કાળમાં જે રહે તે અન્વયિ કહેવાય. માટીરૂપ દ્રવ્યનો અન્વય (સંબંધ) કાયમ રહે છે માટે અન્વયિરૂપ હોવાથી તદ્ભાવાવ્યયલક્ષણવાળું (પોતાના સ્વભાવથી ચુત નહીં થવું તેવા લક્ષણવાળું) સ્થિતિસ્વરૂપ એક દ્રવ્ય છે પરંતુ રૂપાદિસમુદાય માત્ર નથી. એટલે કે ફક્ત વિશેષ (પર્યાય) જ નથી, સામાન્ય (દ્રવ્ય) પણ છે.
આથી સ્યાદ્વાદ સર્વ એકાંતનો નાશ કરનાર છે. તેથી જ તેમાં કોઈ દોષ આવતા નથી. માટે જ સર્વ એકાંતના નાશ કરનાર સ્યાદ્વાદમાં કોઈ અસત્ (ખોટા) ચાર વિકલ્પ કરે છે તે પણ દૂર ફેંકાઈ જાય છે. કેમ કે સ્યાદ્વાદમાં કથંચિત્ કાર્યને કથંચિત્ કારણ છે.
સ્યાદ્વાદની સામે ઉઠાવતા ચાર વિકલ્પો...
તે ચાર વિકલ્પો આ પ્રમાણે છે—પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય છે ?
પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય નથી જ ?
પદાર્થ માત્ર સમૂહી કે પરિણામીનું કાર્ય જ છે કારણ નથી ?
પદાર્થ માત્ર સમૂહી કે પરિણમીનું કારણ જ છે કાર્ય નથી ? સ્વસિદ્ધાંતમાં પદાર્થો પારિણામિક જ છે.
રત્નાવલી, પટ, સ્તંભ, કુંભ, સેના, વન, યૂથ આદિ સર્વ પદાર્થ સમૂહથી થતા કાર્ય છે. રત્નોના સમૂહથી રત્નની માળા બને છે, તંતુના સમૂહથી પટ બને છે. હાથી, ઘોડા, રથ, પાયદળનો સમૂહ તે સેના છે, અશોક, ચંપક, આમ્ર આદિ વૃક્ષોનો સમૂહ તે વન છે. આ બધાં સામૂહિક કાર્યો—પદાર્થો છે. તે બધાં સ્વસિદ્ધાંતમાં પારિણામિક જ છે. સમૂહથી બનતાં આ બધાં કાર્યો એટલે કે રત્નાવલી આદિ સર્વ પદાર્થ અમારા સિદ્ધાંતમાં પરિણામથી જ થાય છે. કેમ કે પરિણામી ભિન્ન દેશવાળો હોય કે અભિન્ન દેશવાળો હોય પણ તેઓનો પરિણામ થાય છે આવું અમે સ્વીકારીએ છીએ એટલે પદાર્થમાત્ર, સમૂહથી થતાં કાર્યો સર્વ પરિણામી જ છે.
પ્રશ્ન :- તમારા કહેવા મુજબ રત્નાવલી આદિ સમૂહથી થતાં કાર્યો પરિણામી જ છે તો આ સમૂહી અને આ પારિણામી છે આવો જુદો પ્રયોગ કેમ કર્યો ?
ઉત્તર ઃ- આ સમૂહી ને આ પરિણામી આવો ભેદથી પ્રયોગ કર્યો છે તે (૧) લોકવ્યવહારને અનુસરીને થાય છે..
(૨) અનેકાંતની વ્યાપ્તિના વિસ્તારને બતાડવા માટે થાય છે.
(૧) લોકવ્યવહારથી સામૂહિક, પારિણામિક ભિન્ન પ્રયોગ.
પૂર્વ ધર્મના નાશથી ઉત્તરધર્મની ઉત્પત્તિ થાય છે તેને લોકમાં પરિણામ કહેવાય છે.
૧. સમૂહી
સમૂહવાળાનું પરિણામી
પરિણામવાળાનું
સંમતિ તત્ત્વ સોપાન પૃ ૧૫૪ માંથી ત્રણ વિકલ્પ નીકળે છે.
૨. રત્નાવલી, સેના, વન આદિ...
૩.
પટ, સ્તંભ, કુંભ આદિ...
=
=