________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
પ૨૧ છે. માટે એ શબ્દોનો ભિન્ન અર્થ જ માને છે.
જેમ “ઘટ’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત “પટ વેશ' આ ધાતુ છે જ્યારે “શક્ર' શબ્દનું ‘શસ્તૂટું શરો છે. બંનેના અર્થો જુદા છે. તેમ શક્ર, ઇન્દ્ર વગેરે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જુદું છે. માટે શક્રાદિ શબ્દો પર્યાયવાચી બની શકતા નથી.. આમ આ નય પર્યાયવાચી શબ્દ માનતો નથી.
વ્યુત્પત્તિનિમિત્ત રહેલું હોય તો જ શબ્દનો અર્થ છે આવું માનનાર એવંભૂત નય છે અને વ્યુત્પત્તિ નિમિત્ત રહેલું ન હોય એવો જે અર્થ છે તે ઉપલલિત કહેવાય છે. આમ એવંભૂત નય પણ ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર છે. ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર એવંભૂત
એવંભૂત નય જેવી વ્યુત્પત્તિ હોય તેવો જો શબ્દ વિષય કરતો હોય તો તે શબ્દ તે અર્થનો વાચક છે. અર્થાત પ્રવૃત્તિનિમિત્ત જે શબ્દનું જે હોય તે તે વખતે વર્તમાન હોય તો તે શબ્દ તે અર્થનો વાચક છે. ઘટ પડી રહ્યો હોય ત્યારે તે ઘટ કહેવાય નહીં પણ ઘટ ધાતુનો ચેષ્ટા અર્થ છે તે ચેષ્ટાથી યુક્ત હોય ત્યારે જ તે ઘટ શબ્દ ઘટનો વાચક બને છે આવું ઇચ્છે છે.
દા. ત. ચિત્રના આલેખનના ઉપયોગના પરિણામવાળો ચિત્રકાર કહેવાય.
ચેષ્ટારહિત રહેલો ઘટ એ ઘટ શબ્દથી વાચ્ય નથી, કેમ કે “ઘટ’ શબ્દનો અર્થ ચેષ્ટા છે, તે વખતે ચેષ્ટા રહિત પડી રહેલા ઘટમાં તે અર્થ નથી.
જેમ “કુટ' શબ્દનો વાચ્ય અર્થ ઘટમાં નથી તેમ ઘટ શબ્દથી વાચ્ય ચેષ્ટા રહિત ઘટ
નથી.
ચિત્રકાર સૂઈ રહ્યો હોય કે ભોજન કરી રહ્યો હોય ત્યારે તે ચિત્રકાર શબ્દથી કહેવાતો–વાચ્ય બનતો નથી. કેમ કે તે વખતે ગોપાલ વગેરેની માફક ચિત્રજ્ઞાનના ઉપયોગપરિણામથી શૂન્ય છે. જેમ ગોપાલમાં ચિત્રનું જ્ઞાન નથી તેથી ગોપાલ ચિત્રકાર નથી કહેવાતો તેમ ચિત્રના ઉપયોગમાં ન હોય ત્યારે ચિત્રકાર ચિત્રકાર કહેવાય નહિ.
આ પ્રમાણે અભેદાર્થવાચી અને ભેદાર્થવાચી અનેક શબ્દથી વાચ્યાર્થનું અવલંબન કરનાર અને એક શબ્દથી વાચ્યાર્થનું અવલંબન કરનાર અર્થાત્ પર્યાયવાચી શબ્દોને માનનાર અને પર્યાયવાચી શબ્દોને નહીં માનનાર અનેક શબ્દ એક અર્થને કહે છે અને એક શબ્દ એક અર્થને કહે છે આવું માનનાર અને શબ્દને પ્રધાન માનનાર અને અર્થને ગૌણ માનનાર શબ્દ નયો દિપકની જેમ અર્થના પ્રકાશક છે તેથી તે વ્યંજનપર્યાય કહેવાય છે.
આ રીતે અર્થપર્યાય અને વ્યંજનપર્યાયની અર્પણા અને અનપણા એટલે વિવક્ષા અને
પૂરણપ્રવૃત્તિ: પુર નગરનો નાશ કરનાર હોય તે પુરંદર. આ બધાની વ્યુત્પત્તિઓ જુદી જુદી છે માટે પ્રવૃત્તિનિમિત્ત જુદાં જુદાં છે તેથી આ બધાના અર્થો પણ
જુદ્ધ
છે.