________________
આશીર્વચન
તત્ત્વાર્થસૂત્રની વાત આવે છે અને રોમાંચ થવા માંડે છે. એ સૂત્રે એક મોહિની જગાવી છે. મારી દીક્ષા પૂર્વે હું એક વાર ઘાટકોપર પૂ. ગુરુદેવને વંદન કરવા ગયેલો. કોઈ સ્થળે પૂજયશ્રીએ વાંચ્યું, એક એવો વિદ્વાન હતો કે જે જગતના કોઈ પણ પ્રશ્નના જવાબ બાઇબલના આધારે જ આપતો હતો. પૂજયશ્રીના શાસ્ત્ર પ્રેમ અને શાસનપ્રેમે પૂજ્યશ્રીને વિચાર કરતા કરી દીધા. આવી વિચારધારામાં પૂજ્યશ્રી હશે તે જ વખતે મારે જવાનું થયું હતું. પૂજયશ્રીએ કહ્યું“તું તત્ત્વાર્થનો અભ્યાસ એવી રીતે કર કે જગતના કોઈપણ મૂળભૂત પ્રશ્નોનું સમાધાન તત્ત્વાર્થસૂત્રના આધારે કરી શકે.” અને એક બીજ વવાઈ ગયું. આજે સ્વાધ્યાયનો સમય ઓછો મળે છે પણ તત્ત્વાર્થસૂત્ર એ મારો પ્રાણ બનેલો છે. તત્ત્વાર્થસૂત્રની રચનાઓ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ તત્ત્વાર્થની લોકપ્રિયતા વિદ્વદૂભોગ્યતા સાર ગ્રાહત માટે શું કહેવું. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ ધરાવનાર હેમચંદ્રાચાર્ય મ. ટૂંકી પણ મર્મભરી સ્તુતિ કરી. “ઉપામાસ્વાતિ સંગૃહીતારઃ” તેમની આ ઉક્તિથી વધુ કોઈ સ્તુતિ શક્ય નથી. પણ હજી એમ લાગે છે. સંસ્કૃત વાડમયની પ્રખ્યાત સૂત્ર રચનાઓ દા. ત. ન્યાયસૂત્ર, બ્રહ્મસૂત્ર વિ.ની સાથે એક સંગ્રહ કુશળતાની દૃષ્ટિએ કોઈએ અભ્યાસ કર્યો હોય તેવું મારા ખ્યાલમાં નથી. જો આ પ્રયત્ન થાય તો હેમચંદ્રાચાર્ય મ.ની વાત પર જાણે ભાષ્ય રચાઈ જાય. પ્રસ્તુત પુસ્તકમાં તો હું માત્ર આશિષવચન જ લખી રહ્યો છું. પણ તત્ત્વાર્થ અંગેની મારામાં ઊછળતી વાતોને રોકી શકતો નથી.
સ્થાનકવાસી આત્મારામજી મ. નામના વિદ્વાન સાધુએ તત્ત્વાર્થસૂત્રના માટે સંવાદક આગમ પ્રમાણો(૩૨)ને આધાર આપ્યા છે. પણ કોઈ દિગંબર વિદ્વાને તત્ત્વાર્થની રચના પૂર્વના કે પછીના પણ દિગંબર શાસ્ત્રોનો આવો સંવાદ રચેલો ધ્યાનમાં નથી. તત્ત્વાર્થ ગાગરમાં સાગર તો છે જ પણ આ ગાગરના પણ સાગરો જેટલા ગ્રંથો રચાયા છે. દુનિયાની વિવિધ ભાષાઓમાં આ ગ્રંથો ઉપલબ્ધ થયા છે. છતાંય વિશ્વની તમામ ભાષામાં આ તત્ત્વાર્થનું ભાષાંતર થવું અનિવાર્ય છે-કાર્ય વિરાટ છે પણ અશક્ય નથી. કાર્ય શીઘ્ર ફળદાયી ન પણ દેખાય છતાંય એના દ્વારા અલૌકિક શાસન ગરિમા ભવિષ્યમાં વધે તે નિઃશંક છે. આ તત્ત્વાર્થસૂત્રની સાથે ભક્તામર સ્તોત્ર અને નવકાર મંત્ર પણ આવી જ રીતે વ્યાપક પ્રચાર પામવો જોઈએ તેવો મનોરથ થયા જ કરે છે. આ ત્રણ મહાન ગ્રંથોનું તત્ત્વજ્ઞાન તો દરેક જિજ્ઞાસુ વાંચે અને વિચારે તેવું થવું જ જોઈએ. આ માટેની મારી એક પરિકલ્પના તત્ત્વાર્થ મંદિરની પણ હતી; હજી પણ તે કલ્પનાને દૂર કરી નથી. પહેલા આ તત્ત્વાર્થ મંદિર પટણામાં થાય તેવું ધાર્યું હતું. કારણ આજનું પટણા