________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૪
૧૭૩
સ્ફોટ અભિવ્યજ્યમાન મનાય તો અનિત્ય સિદ્ધ થાય.
તેમનો આ મત બરાબર નથી. કેમ કે તેમનું આ જે નિરૂપણ છે એનાથી તો સ્ફોટ એ અનિત્ય સિદ્ધ થાય છે જે અભિવ્યજ્યમાન–પ્રગટ થતો હોય છે તે અનિત્ય હોય છે, જેમકે – મૂળ, કીલ, ઉદક એ બધા અભિવ્યજ્યમાન છે તો તેમનો વિનાશ છે. આ રીતે અભિવ્યજ્યમાન હોવાથી સ્ફોટ એ અનિત્ય થશે.
વળી બીજા હેતુ દ્વારા પણ સ્ફોટની અનિત્યતા સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે
જેમ દીપક એ અર્થની પ્રતીતિનો હેતુ છે તો અનિત્ય છે તેમ સ્ફોટ એ પણ અર્થની પ્રતીતિનો હેતુ છે માટે સ્ફોટ પણ અનિત્ય સિદ્ધ થશે.
આથી શબ્દના ઉચ્ચારણથી સ્ફોટ અભિવ્યક્ત થાય છે અને એનાથી અર્થની પ્રતીતિ થાય છે આ મત ઠીક નથી.
હવે જો સ્ફોટને નિત્ય માનવામાં આવે તો પ્રદીપાદિ દષ્ટાંત નહીં બની શકે. કેમ કે પ્રદીપાદિ અનિત્ય છે અને સ્ફોટ નિત્ય છે. છે. તેથી સ્ફોટને અનિત્ય માનશો તો જ અભિવ્યંજકની સિદ્ધિ માટે પ્રદીપ દાંત બની શકે !
હવે આ દોષથી ડરીને જો એમ કહેવામાં આવે કે ધ્વનિ સ્કોટની અભિવ્યંજક નથી કેમ કે ધ્વનિનો ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થાય છે. જેમ ગંધ એ ચક્ષુથી જુદી ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તો તે ગંધ અભિવ્યંજક નથી તેમ ધ્વનિ-શબ્દ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે માટે ધ્વનિ સ્ફોટની અભિવ્યંજક બની શકે નહિ. ધ્વનિ એ અચાક્ષુષ પ્રત્યક્ષ છે. અર્થાત્ ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયોથી ધ્વનિનો પ્રત્યક્ષ થાય છે. જેમ ગંધનો પ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિયથી થાય છે તેથી ગંધ એ કોઈની અભિવ્યંજક નથી તેમ ધ્વનિ પણ અચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી સ્ફોટની અભિવ્યંજક નથી.
ધ્વનિ (પક્ષ) સ્ફોટાનભિવ્યંજકત્વ (સાધ્ય) અચાક્ષુષપ્રત્યક્ષ–ાત્ (હેતુ) ગંધવત્ (દષ્ટાંત) આમ અનુમાન દ્વારા ધ્વનિ એ સ્ફોટની અભિવ્યંજક નથી એમ સિદ્ધ થાય છે.
આથી ધ્વનિરૂપ શબ્દ એ સ્મૃતિનું કારણ છે. કેમ કે પહેલાં વિદ્વાન્ પાસેથી લીધેલા સંકેત બધા શબ્દોના અર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ધ્વનિરૂપ શબ્દથી પૂર્વમાં સંકેતથી જે અર્થનું જ્ઞાન મેળવેલું છે તેનું સ્મરણ થાય છે. એટલે શબ્દથી થતું જે જ્ઞાન છે તે સ્માર્ત એટલે સ્મૃતિજન્ય છે અથવા સ્મૃતિ વિષયક છે.
હવે અન્યાપોહવાદી' કહે છે કે–શબ્દનો અર્થ અન્યાપોહ જ છે. અન્ય–બીજાને,
૧. બૌદ્ધોનું કહેવું છે કે શબ્દ ને અર્થનો કશો સંબંધ નથી. કેમ કે અર્થ હોય છે ત્યારે જે શબ્દો જોયેલા
છે તે શબ્દો અર્થનો નાશ થઈ ગયો હોય કે ઉત્પન્ન થવાનો હોય તો પણ દેખાય છે. જેના ન હોવા