________________
૧૬૬
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે બે વિપ્રતિપત્તિના નિષેધ માટે તથા પૃથિવી આદિ પ્રત્યેક દ્રવ્ય સ્પર્ધાદિ ચારથી યુક્ત છે. આ વિશેષ વચનની વિવલાથી સૂત્રકાર મ. સૂત્ર રચે છે.
પરસન્થવવન્તઃ પુના: | બ-૨રૂ .
સૂત્રાર્થ:- પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. સૂત્રનિર્દિષ્ટ ક્રમની અપેક્ષા.
ટીકા - સૂત્રમાં સ્પર્ધાદિનો જે ક્રમ રાખવામાં આવ્યો છે તે પૂર્વમાં નિર્દેશાવેલ ઇન્દ્રિયોના ક્રમની અપેક્ષાએ રાખવામાં આવ્યો છે. સ્પર્શની બલવત્તા
સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ બલવાન હોવાથી અને સ્પર્શ ગુણ હોય તો રસાદિ ગુણોનો સદ્ભાવ હોય છે માટે પહેલા સ્પર્શનું ગ્રહણ કર્યું છે.
મતલબ કે પાણી આદિ સ્પર્શવાળા હોવાથી પૃથ્વીની જેમ ચાર ગુણવાળા છે તેવી રીતે મન પણ પૃથ્વીના પરમાણુની જેમ સ્પર્શાદિ ચાર ગુણવાળું છે, કેમ કે મન સર્વવ્યાપક દ્રવ્ય નથી. મન સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે તે બતાવવું અનુમાન મન (પક્ષ) સ્પર્ધાદિ
સ્પર્ધાદિ ગુણવાળું (સાધ્ય) અસર્વગતદ્રવ્યત્વ (હેતુ)
પૃથ્વી પરમાણુ (દૃષ્ટાંત) આ અનુમાન કરીને મન સ્પશદિવાળું છે એમ સિદ્ધ થાય છે. સૂત્રમાં રહેલ સ્પર્ધાદિનો સમાસ.
સૂત્રમાં રહેલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ બધાનો દ્વન્દ સમાસ કરવો. એટલે “સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ' આવો અર્થ થશે. સૂત્રમાં રહેલ મત્વર્થ પ્રત્યયની ચર્ચા.
દ્વન્દ સમાસ કર્યા બાદ મત્વર્ગીય પ્રત્યય લગાડવો. અહીં મત્ય પ્રત્યય મતુર્ છે અને આ પ્રત્યય સંબંધની અપેક્ષાવાળો છે. તે સંબંધ આ રીતે છે.
સ્પર્શનાદિ ઇન્દ્રિયોને પ્રાપ્ત થયેલાં જે પુગલો છે તે સ્પર્શારિરૂપે ઉપપત્ન–પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્પર્શેન્દ્રિયની સાથે સંબંધવાળાં પુદ્ગલો સ્પર્શાદિ આકારથી પ્રાપ્ત થાય છે.
૧. સર્જન-સન-ગણ-વધુઃ-શ્રોત્રાણ તત્ત્વાઅ. ૨ / સૂ૦ ૨૦. ૨. પર્શશ રસ અશ્વશ વશ-પરસાન્જવળf: I 3. स्पर्शरसगन्धवर्णाः एषां अस्ति इति स्पर्शरसगन्धवर्णवन्तः ।