________________
૪૦૨
તત્વાર્થ સૂત્ર નૈગમ નય પરસ્પર ભિન્ન સામાન્ય (દ્રવ્ય) અને વિશેષ(પર્યાય)ને માને છે. એકલા સામાન્યને જ કે એકલા વિશેષને જ માનતો નથી પણ બંનેનો જુદા જુદા માને છે. પર્યાય અને સામાન્યને માને છે એટલે દ્રવ્યાસ્તિકની અશુદ્ધ પ્રકૃતિ છે. કેમ કે દ્રવ્યાસ્તિક નયની સામાન્યમાત્રનો સ્વીકાર એ શુદ્ધ પ્રકૃતિ છે. નૈગમન સામાન્યમાત્રનો સ્વીકાર નહીં કરતો હોવાથી અશુદ્ધ પ્રકૃતિ છે.
નૈગમનયનો વિષય જે સત્ત્વ છે તે પ્રકૃતિમાં દ્રવ્યાસ્તિક નથી. માટે જ વ્યવહાર નયનો વિષય પણ જે સત્ત્વ છે તે પણ દ્રવાસ્તિક નથી. આ આશયથી કહે છે કે
વ્યવહાર પણ અશુદ્ધ પ્રકૃતિ જ છે. કેમ કે પરસ્પર ભિન્ન આકારવાળા પદાર્થોથી સંવ્યવહાર (સારી રીતે વ્યવહારો થાય છે આમ માને છે. મતલબ આ વ્યક્તિ જુદી અને આ વ્યક્તિ જુદી આવો બધો વ્યવહાર આ બધી વ્યક્તિઓમાં ભિન્નતા હોય તો જ બને. એટલે એ વિશેષને જ માનનાર છે.
અહીં વિશેષ એટલે દ્રવ્યના ભેદોને માનનારો છે. કેમ કે બધાં દ્રવ્યોનું એક કાર્ય નથી. બધાં દ્રવ્યોનું જુદું જુદું કાર્ય છે. ઘટનું પાણી લાવવાનું, પટનું ઠંડી રોકવાનું, આગનું સળગાવવાનું, પાણીનું, ઠારવાને માટે આ બધાં ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. આમ અનેક દ્રવ્યોનેવિશેષોને માનનારો હોવાથી વ્યવહાર નય અશદ્ધ-દ્રવ્યાર્થિકનય છે.
નૈગમનય દ્રવ્યનયના બે જ પ્રકાર છે. કોઈ ત્રીજો પ્રકાર છે જ નહિ. કેમ કે સામાન્યાંશને સ્વીકારતો હોવાથી એ સંગ્રહ જ છે અને વિશેષાંશને સ્વીકારતો હોવાથી વ્યવહાર જ છે. આમ બે નયનો સમુદાય જ છે અને સમુદાય હોવાથી નૈગમમાં શુદ્ધાશુદ્ધપણું છે. તે માટે યુક્તિ આપે છે.
નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારમાં પ્રવેશ થતો હોવાથી તે દ્રવ્યાસ્તિક નયની શુદ્ધાશુદ્ધ પ્રકૃતિ છે.
પ્રશ્ન :- નૈગમને એકલી અશુદ્ધ પ્રકૃતિ કહીએ તો ચાલી શકે ને ?
ઉત્તર :- ના, કેમ કે જ્યારે એનો સમાવેશ સંગ્રહમાં કરાય ત્યારે સંગ્રહ એ દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ છે. એટલે શુદ્ધ પ્રકૃતિ કહેવાય અને વ્યવહારમાં સમાવેશ કરીએ ત્યારે વ્યવહાર સામાન્યથી ભિન્ન વિશેષ(દ્રવ્યના ભેદોને)ને માનનારો હોવાથી નૈગમ દ્રવ્યાર્થિક નયની અશુદ્ધ પ્રકૃતિ બને છે. એટલે નૈગમમાં સંગ્રહ નયમાં સમાવેશની અપેક્ષાએ શુદ્ધત્વ છે અને વ્યવહારમાં પ્રવેશ પામે ત્યારે તે અશુદ્ધ બને છે. માટે તેમાં શુદ્ધત્વ અને અશુદ્ધત્વ છે. આથી નૈગમનય દ્રવ્યાર્થિક નયની શુદ્ધાશુદ્ધ પ્રકૃતિ છે.
ભાષ્યમાં જે “સતુ'ના ભેદો બતાવ્યા છે. તેમાં પહેલો ભેદ દ્રવ્યાસ્તિક છે તે સંગ્રહ નયને અનુસરીને છે, અને બીજો ભેદ માતૃકાપદાસ્તિક છે તે વ્યવહાર નયને આશ્રયને છે.
પ્રશ્ન :- તો શું દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક આ બે ભેદ નૈગમનયને અનુસરનારા
નથી ?