________________
૫૧૨
તત્ત્વાર્થ સૂત્ર ઉપયોગથી આત્મા અસતુ છે. અર્થાતુ ઘટોપયોગ કાળમાં આત્મા ઘટોપયોગરૂપ છે તેથી તે વખતે પટોપયોગરૂ૫ આત્મા નથી.
આમ પર્યાય સામાન્યથી અને પર્યાયવિશેષથી આત્મા અસત્ છે. કેમ કે આત્મા ચૈતન્ય સામાન્ય ઉપયોગવાળો અને ચૈતન્યવિશેષ ઘટાદિ ઉપયોગમાં વર્તમાન જ તદભાવેન-ચૈતન્ય સામાન્યાભાવેન
તઢિશેષાભાવેન-ઘટાદિ ઉપયોગરૂપ ચૈતન્ય વિશેષાભાવેન એટલે સામાન્ય પર્યાય અચૈતન્ય અને પર્યાયવિશેષ ઘટાદિ ઉપયોગરૂપ ચૈતન્ય આ બંનેને આધીન આત્માનું સ્વરૂપ છે. અર્થાતુ સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ બંનેને આધીન આત્મા છે. આત્મામાં ચૈતન્ય સામાન્ય ઉપયોગ છે અને ચૈતન્ય વિશેષ ઉપયોગના ભેદોમાંથી કોઈ ને કોઈ ચૈતન્યવિશેષ છે. કારણ પદાર્થ માત્ર સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે.
અન્યથા- જો આ બંને ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષ આત્મામાં ન મનાય તો આત્માનો અભાવ જ થાય.
આ રીતે પર્યાયાર્થથી અચૈતન્ય સામાન્યથી આત્મા નથી અને અચૈતન્ય વિશેષથી આત્મા નથી. આ ચોથા ભંગનો બીજો “રાતિ' અંશ છે.
આ પ્રમાણે આત્મા મસ્તિ-નાસ્તિ રૂપ છે. વક્તાની ઇચ્છાથી અંશો લઈને આ ભંગ બને છે માટે વિકલાદેશ કહેવાય છે.
આ પ્રમાણે ઉપર બતાવ્યું તે અપેક્ષાએ સર્વ સિદ્ધાંતોમાં એટલે કે નિત્યાનિત્યવાદિ પર્યાયોને લઈને પણ વિચારી લેવું. કેમ કે નિત્યાનિત્યત્વાદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. માટે બધા પદાર્થો નિત્ય અને અનિત્યસ્વરૂપ સમુચ્ચયાત્મક છે. અર્થાત્ જેમ “પ્તિ ૨ નાપ્તિ માત્મા' છે તેમ નિત્ય અને અનિત્ય આત્મા છે આ પ્રમાણે ચોથો વિકલ્પ કહેવો.
ઉપર મુજબ સર્વ સિદ્ધાંતોમાં પદાર્થો પરસ્પર વિરુદ્ધાર્થ હોવાથી તદ્અતદ્ રૂપ સમુચ્ચયાત્મક ચોથા વિકલ્પમાં ઉદાહરણ આપતા યોગ્ય છે.
પાંચમો ભંગ __स्याद् अस्ति च अवक्तव्यश्च आत्मा આ પાંચમા વિકલ્પમાં અનેક દ્રવ્ય અને અનેક પર્યાયરૂપ સત્ પદાર્થ છે તેમાંથી કોઈ દ્રવ્યાર્થ વિશેષને લઈને આત્મા ‘તિ' “આત્મા છે' આવો વ્યવહાર થાય છે.
સત રૂપ તે આત્માનો જ જે દ્રવ્યાર્થવિશેષ લઈને “ક્તિ' આ પ્રમાણે વ્યપદેશ થાય છે તેનાથી જ ભિન્ન આત્મ દ્રવ્યસામાન્ય અને આત્મદ્રવ્યવિશેષ આ ઉભયને અંગીકાર કરીને આત્માદિની સાથે યુગપદ્ વિવક્ષામાં અવક્તવ્યતા છે.
૧. સર્વ સિદ્ધાન્તોમાં પરસ્પર વિરુદ્ધ હોવાથી સદસદાત્મક તિ નતિ રૂપ સમુચ્ચયાત્મક પદાર્થો છે ચોથા
વિકલ્પમાં ઉદાહરણ આપવા યોગ્ય છે. જેમ કે બૌદ્ધ દર્શનમાં ચિત્રજ્ઞાન મનાય છે તે એક અને અનજીગ છે.