________________
તત્ત્વાર્થ સૂત્ર નિત્યવસ્થિતા પાળિ' છે -રૂ સૂત્રાર્થ : ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય છે અને અવસ્થિત-સ્થિર છે, તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે.
ટીકા : ઉપર કરેલા ત્રણે પ્રશ્નોનો અનુક્રમે આ સૂત્ર દ્વારા જવાબ અપાય છે. પ્રશ્ન(૧)નો ઉત્તર “નિત્ય' શબ્દ દ્વારા પ્રશ્ન(૨)નો ઉત્તર “અવસ્થિત' શબ્દ દ્વારા પ્રશ્ન(૩)નો ઉત્તર “અરૂપ' શબ્દ દ્વારા પ્રાપ્ત થાય છે.
હવે આપણે આ શબ્દોના અર્થ અને તેના દ્વારા તે તે પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે પ્રાપ્ત થાય છે તે બરાબર સમજી લઈએ. દ્રવ્યોનું સ્વરૂપ અને સંખ્યા
નિત્ય' શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે તેનાથી પ્રશ્ન(૧)નો ઉત્તર અપાય છે કે ધર્માદિ દ્રવ્યો સ્વભાવથી શ્રુત-છૂટા થતા નથી. અવસ્થિત શબ્દના ગ્રહણથી પ્રશ્ન(૨)નો ઉત્તર અપાય છે કે એ દ્રવ્યોની પાંચની સંખ્યામાં ન્યૂનાધિકતા થતી નથી.
આમ આ દ્રવ્યો સ્વરૂપથી જેવા છે તેવા છે એટલે અનાદિ અનંત છે અને પાંચ સંખ્યા ઇયત્તાવાળા છે અર્થાતુ પાંચ જ છે. આથી પોતાના સ્વતત્ત્વ એટલે સ્વરૂપ-સ્વભાવને કદી છોડતા નથી.
પ્રશ્ન :- તમે તો ધર્માદિ પાંચ જ દ્રવ્યો કહો છો પણ તૈયાયિક અને વૈશેષિકે તો પૃથ્વી, અપ, તેલ, વાઉ, આકાશ, દિગુ, કાળ, આત્મા અને મન. આમ નવ દ્રવ્યો કહ્યાં છે તો તમારી કહેલ પાંચની સંખ્યામાં વ્યભિચાર તો આવ્યો જ ને ? અન્યોએ માનેલાં દ્રવ્યોનો પાંચમાં સમાવેશ
ઉત્તર :-પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને મન આ બધાં પુદ્ગલદ્રવ્ય જ છે કેમ કે એ બધાં મૂર્ત છે અને ક્રિયાવાળાં છે. અથવા જીવે પરિણાવેલાં પૃથ્વી આદિ પુદ્ગલો જીવ છે. જેમાં આત્માએ મનુષ્યરૂપે પરિણાવેલાં પુદ્ગલો એ મનુષ્ય જીવે છે. અર્થાત જેમ મનુષ્યાદિ જીવો છે તેમ પૃથ્વીર આદિ પણ જીવો છે. આથી પૃથ્વીકાયાદિ જીવો છે, માટે તેમનો આત્મદ્રવ્યમાં સમાવેશ થાય છે. આમ બે રીતે પૃથ્વી આદિની વિચારણા કરી અને પુદ્ગલ દ્રવ્ય અથવા તો આત્મદ્રવ્યમાં તેનો સમાવેશ થાય છે.
૧. આ દ્રવ્યો કોઈ પણ કાળે ન હતા એમ નહિ, અને બીજાં દ્રવ્યો તે દ્રવ્યપણે પરિણમતાં નથી. મુદ્રિત
ટિપ્પણીમાં પૃ. ૩૨ ૧. सास्नाविषाणादिसंघाता हि छेद्यभेद्योत्क्षेप्यभोग्यप्रेयरसनीयस्पृश्यदृश्यद्रव्यत्वे सति जीवशरीरतया प्रसिद्धाः...... पाणिपादसंघाता-नामिवपृथ्व्यादिनामपि कदाचित् चैतन्यं न चात्यन्तमचित्ततेति, कदाचित् किञ्चिदचेतनमपि શોપદતત્વન પાળ્યવિવેતિ. તત્ત્વા. અધ્યા. ૨, સૂ૦ ૨૬, પૃ. ૨૬૦.