________________
અધ્યાય-૫: સૂત્ર-૧૭
૧૦૯ થવું જ જોઈએ તેથી આક્ષેપ કરે છે કે શું જીવ અને પુલની સતત ગતિ અને સ્થિતિ છે ! આક્ષેપનો પ્રતિકાર
આ રીતે કોઈએ આક્ષેપ કર્યો ત્યારે તેના જવાબમાં આપનો પ્રતિકાર કરતાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવ્યું કે ધર્માસ્તિકાય સ્વયં ગતિમાં પરિણત દ્રવ્યને ગતિમાં મદદ કરે છે પણ ધક્કો મારીને ગતિ કરાવે છે એવું નથી. એવી રીતે અધર્માસ્તિકાય સ્વયં સ્થિતિમાં પરિણત દ્રવ્યને સ્થિતિમાં મદદ કરે છે પણ પકડીને સ્થિતિ કરાવે છે એવું નથી. એટલે ધર્માધર્મ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ પેદા કરનાર નથી પણ પોતાની મેળે ગતિ પરિણામવાળા અને સ્થિતિ પરિણામવાળાં જે દ્રવ્યો છે તેને આકાશ અને કાળની જેમ ઉપગ્રહ કરનાર અપેક્ષા કારણરૂપ છે પરંતુ નિર્વક કર્તરૂપ કારણ નથી. કારણ કે નિર્વતક કારણ તો ગતિ અને સ્થિતિ ક્રિયાથી યુક્ત તે જ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે.
વળી ધર્માધર્મ ઉપગ્રાહક છે, અનુપઘાતક છે અર્થાત્ અનુગ્રાહક છે. કારણ કે સ્વભાવથી જ ગતિ અને સ્થિતિમાં પરિણત દ્રવ્યોને તો બંને મદદ કરે છે. ગતિ, સ્થિતિમાં ધર્માધર્મ ઉપકારક છે તે માટે દાન
જેમ વેગ વગરના પ્રવાહવાળા નદી, તળાવ, જલાશય અને સમુદ્રોમાં પોતાની મેળે જ પેદા થયેલી જવાની ઇચ્છાવાળા માછલાને મદદ કરનાર પાણી નિમિત્તપણે ઉપકારી બને છે. જેમ પરિણામ પાણી રહેલ માટીને દંડ નિમિત્તપણે ઉપકાર કરે છે, અથવા અવગાહનામાં આકાશ જેમ નિમિત્ત કારણ છે તેવી રીતે ગતિ, સ્થિતિમાં ધર્માધર્મ નિમિત્ત કારણ છે.
ભાષ્યમાં “અપેક્ષા કારણે હેતુઃ'.... આ પ્રમાણે જે કહ્યું છે તે કારણે સામાન્યનું જ્ઞાન કરાવનાર છે. કારણ કે આ શબ્દો અર્થાન્તરને કહેનારા નથી... કહ્યું છે કે
"निर्वर्तको निमित्तं परिणामी च विधेष्यते हेतुः ।
कुम्भस्य कुम्भकारो, वर्ता मृच्चेति समसङ्गख्यम् ॥" ઉદાહરણપૂર્વક ત્રણ પ્રકારના કારણ -
હેતુ-કારણ ત્રણ પ્રકારના હોય છે. (૧) નિર્વર્તક, (૨) નિમિત્ત, (૩) પરિણામી. કુંભનું કુંભાર નિર્વતૈક કારણ છે. દોરો નિમિત્ત કારણ છે.. .
માટી પરિણામી કારણ છે.. જીવ અને પુગલની ગતિ અને સ્થિતિમાં ધમધર્મ નિમિત્ત છે તે માટે બીજાં દષ્ટાંતો
એવી જ રીતે તે જળ દ્રવ્ય ગતિમાં કારણ બનતું હોવા છતાં ગતિ નહીં કરતા એવા માછલાને બલાત્કારે ગતિ કરાવતું નથી.
વળી પૃથ્વી પણ પોતાની મેળે ઊભા રહેનાર દ્રવ્યનું સ્થાન થઈને આધાર બને છે પણ નહીં કે ઊભા રહેવા નહીં ઇચ્છતા દ્રવ્યને બલાત્કારે પૃથ્વી સ્થાપન કરે છે.