SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯ ૩૧૩ છે. તથા વ્યય એ તિરોભાવરૂપ છે. પૂર્વ અવસ્થાનો-પૂર્વ પર્યાયનું તિરોધાન એ વિનાશ છે. અર્થાત્ પૂર્વ પર્યાય(આકાર)નું ઢંકાઈ જવું, દૂર થવું તે જ વિનાશ છે. કારણ કે દ્રવ્ય જ તે તે પ્રકારે વર્તવું ઉત્પાદ-વિનાશ શબ્દથી કહેવાય છે. અને નિરૂપણ થાય છે. પર્યાયનયનો અભિપ્રાય પૂર્ણક્ષણનો ઉચ્છેદ થાય અર્થાત્ નાશ થાય ત્યારે બીજી ક્ષણ પેદા થાય છે એ પર્યાયનો ઉત્પાદ છે. એટલે બીજી ક્ષણનો ઉત્પાદ થયો. આ ઉત્પાદ પર્યાયરૂપ તે ક્ષણનો નિરન્વય ઉચ્છેદ થવો તે વિનાશ છે. ધ્રૌવ્ય માટે દ્રવ્યનયનો અભિપ્રાય... દ્રવ્યાસ્તિકના મતે અન્વયી સામાન્યાંશ ધ્રૌવ્ય છે. એ પારમાર્થિક છે અને ઉત્પાદ-વ્યય ઔપચારિક છે. પર્યાયમતે ધ્રૌવ્ય... પર્યાયાસ્તિક ઉપચારથી ધ્રૌવ્ય શબ્દનો અર્થ એક સંતાન જ છે આવો કરે છે અને તે સંતાનના બળે જ પ્રત્યભિજ્ઞાની પ્રસિદ્ધિ કરે છે. આમ પર્યાયનય ઉત્પાદ-વ્યયને પારમાર્થિક માને છે અને ધ્રૌવ્યને ઔપચારિક માને છે. મતલબ દ્રવ્યાસ્તિક અન્વયી ધ્રૌવ્ય છે જેને સામાન્યાંશદ્રવ્ય કહે છે જેના આધારે ઉત્પાદવ્યય થાય છે. પર્યાયાસ્તિક તો ઉત્પાદ-વ્યય જ માને છે તે કોના આધારે ? તો તે જણાવે છે સંતાન. જો કોઈ અન્વયી હોય નહીં તો ઉત્પાદ-વ્યયનો આધાર કોણ ? તો દ્રવ્યાસ્તિક ધ્રૌવ્ય સામાન્યાંશ-દ્રવ્ય કહે છે તેના બદલે બૌદ્ધો સંતાન કહે છે. આનાથી જ પ્રત્યભિજ્ઞા પણ સિદ્ધ થાય છે. સોગં ‘તે આ ચૈત્ર છે' આવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞા કહેવાય છે. જો બૌદ્ધ સંતાન ન માને તો તેના સિદ્ધાંત પ્રમાણે પૂર્વક્ષણ તો નાશ પામી ગઈ છે જ પછી સોગ્ય આવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થાય ? માટે તે એક સંતાન માને છે તેને લીધે પ્રત્યભિજ્ઞા થાય છે. આ રીતે દ્રવ્યનયથી અન્વયી સામાન્યાંશ ધ્રૌવ્ય જ છે, ઉત્પાદ-વ્યય તો ઔપચારિક છે. કારણ કે દ્રવ્ય જ તેવી તેવી રીતે ઉત્પાદ અને વિનાશ પામે છે તેમ કહેવાય છે. પર્યાયનયથી ઉત્પાદ-વ્યય જ છે. ધ્રૌવ્ય તો ઔપચારિક છે. આમ દ્રવ્યનયથી ધ્રૌવ્ય પર્યાયનયથી ઉત્પાદ-વ્યય ઉભયનયની સંગતિથી ત્રણેનું પણ વસ્તુના સદ્ભાવની પ્રતિપત્તિ માટે પ્રતિપાદન કરાય છે. કેમ કે વસ્તુ વસ્તુ ત્યારે જ કહેવાય કે આ ત્રણ હોય. ઉત્પાદ અને વ્યય વગર ધ્રૌવ્ય કોઈ પણ પ્રમાણનો વિષય બની શકતું નથી. અર્થાત્ ઉત્પાદ અને વ્યય શૂન્ય ધ્રૌવ્યમાં કોઈ પ્રમાણ નહીં મળે અને સામાન્યાંશ-ધ્રૌવ્યથી રહિત ઉત્પાદ-વિનાશમાં પણ પ્રમાણ નહીં મળે. માટે જ ભાષ્યમાં લખ્યું છે કે— “જે ઉત્પન્ન થાય છે, જે નાશ પામે છે, જે ધ્રુવ છે તે સત્ છે' ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સત્
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy