________________
અધ્યાય-૫ : સુત્ર-૩૧
૪૪૫
આ ત્રણ વિકલ્પો સકલાદેશો છે.
શંકા - વસ્તુ તો અનંતધર્માત્મક છે અને તમે તો સત્ત્વ, અસત્ત્વ આદિ એક એક ધર્મને લઈને વસ્તુ સત્ છે, અસત્ છે આવા વિકલ્પ કરો છો તે કેવી રીતે સંભવે ?
સમાધાન :- કોઈ પણ ગુણી(વસ્તુ)નો વિશેષ બોધ તેના પ્રત્યેક ગુણધર્મના પરિચય વિના સંભવે નહિ, અને સામાન્યથી વસ્તુ અનંતધર્માત્મક છે આટલા જ પરિચયથી વ્યવહાર થઈ શકે નહીં માટે તેના એક એક ગુણોને લઈને વિચાર કરવો જોઈએ.
આથી આ રીતે “સ્યાત્ સ” આદિ વિકલ્પો બની શકે છે. પ્રશ્ન :- આ ત્રણે વિકલ્પો સકલાદેશ કયારે બને ?
ઉત્તર - જ્યારે અનેક ગુણરૂપે અભિન્ન એક વસ્તુ કહેવાય છે અર્થાતુ અનંતધર્માત્મક વસ્તુ છે આવું કહેવાય છે ત્યારે તેમાં તેના વિશેષ બોધ માટે દ્રવ્યાર્થિકના આશ્રયવાળા એક સત્ત્વ આદિ ગુણરૂપે તે વસ્તુનો ઉપચારથી અભેદ કરી તેના વિભાગના નિમિત્ત એવા વિરોધી અસતું આદિ બીજા ગુણોનો આશ્રય નહીં કરતા માત્ર તે એક જ ગુણથી અભિન્ન છે આવું જ્ઞાન કરી સાત્ સત્ આ પ્રયોગ કરીએ તે સકલાદેશ બને છે.
આ ત્રણ વિકલ્પો સકલાદેશો છે. સકલાદેશની વ્યાખ્યા
જ્યારે એક વસ્તુ કોઈ એક ગુણરૂપે અભિન્ન કહેવાય કેમ કે ગુણરૂપ સિવાય ગુણીની વિશેષ પ્રતિપત્તિ થઈ શકતી નથી. અર્થાત્ કોઈ પણ ગુણીનો કોઈ પણ ગુણ સાથે અભેદ કરીએ
ત્યારે ગુણ અને ગુણી અભિન્ન થાય છે, અને જ્યારે એ ગુણની ગુણીની સાથે અભેદભાવની વિવક્ષા કરી ત્યારે ગુણીથી ગુણ વિભક્ત થયો નહીં માટે સકલાદેશ બને છે.
દા. ત. જેમ “આત્મા સ્યાત્ સત્ આ પ્રયોગમાં આત્મા એક અર્થ (ગુણી) છે. સ-સત્ત્વ એ ગુણ છે. આ આત્માનો સત્ત્વ ગુણ સાથે અભેદ ઉપચાર કર્યો.
અથવા મતુપુના લોપ વડે એટલે કે ગુણ શબ્દને લાગેલા મતુપુના લોપ વડે (સત્ત્વવાનું આત્મા
૨.
तत्र विवक्षाकृतप्रधानभावसदाघेकधर्मात्मकस्यापेक्षितापराशेषधर्मकोडीकृतस्य वाक्यार्थस्य स्यात्कारपदलाञ्छितवाक्यात् प्रतीतेः स्यादस्ति घटः, स्यानास्ति-घटः, स्यादवक्तव्यो घट इत्येते त्रयो भजा सकलादेशाः ।
सम्मतितत्त्वसोपाने पृ० १७० पं० ७ અહીં અને
પાઠ હોવાથી પછીના નળનાં... ઈત્યાદિ પાઠનો અન્વય મુશ્કેલ થઈ જાય છે તો ‘ન ખપેળ' પાઠ વાંચીએ તો સુગમ થઈ જાય છે. પૂ. હરિપકવૃત્તી 7 “લ અતિ તત્રામ વન ગુગળોચો".આ પ્રમાણે પાઠ છે. भंगा एते त्रयो गुणप्रधानभावेन सकलधर्मात्मकैकवस्तुप्रतिपादकाः स्वयं तथाभूताः सन्तो निरवयवप्रतिपत्तिद्वारेण सकलादेशाः, वक्ष्यमाणाश्चत्वारस्तु सावयवप्रतिपत्तिद्वारेणाशेषधर्माकान्तं वस्तु प्रतिपादयन्तोऽपि विकलादेशा इति केचित् प्रतिपन्नाः ।
सम्मतितत्त्वसोपानम् पृ० १६९ पं० २४